________________
૬૨.
આચારપ્રદીપ
હે ગૌતમ! વિશેષ એ છે કે- જે બાળક છે, જ્યાં સુધી વિશેષથી પુણ્ય-પાપને જાણતો નથી ત્યાં સુધી તે પંચમંગલને (મેળવવા માટે) એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલમહાશ્રુતસ્કંધનો એક પણ આલાપક ન આપવો. કારણ કે અનાદિ ભવાંતરમાં ભેગી કરેલી અશુભ કર્મરાશિને બાળવા માટેનું એક સ્થાન એવું આ પંચમંગલ આદિ મેળવીને બાળક તેની સારી રીતે આરાધના ન કરે અને પંચમંગલ આદિની લઘુતા (= હલકાઈ) કરે. તેથી હે ગૌતમ ! તેને ધર્મકથાઓથી ભક્તિ ઉત્પન્ન કરાવવી. ત્યાર પછી પ્રિયધર્મી, દઢધર્મી, ભક્તિયુક્ત જાણીને ત્યારે જેટલા પચ્ચકખાણનો નિર્વાહ કરવા માટે સમર્થ હોય તેટલું પચ્ચખાણ તેને કરાવવું. શક્તિ મુજબ દુવિહાર, તિવિહાર કે ચઉવિહારથી રાત્રી ભોજનનું પચ્ચકખાણ કરાવવું.
હે ગૌતમ ! પિસ્તાલીસ નવકારસીનો એક ઉપવાસ થાય. ચોવિસ પોરિસી કરવાથી એક ઉપવાસ થાય. બાર પુરિમઢ કરવાથી એક ઉપવાસ થાય. દશ અવઢ કરવાથી એક" ઉપવાસ થાય, ત્રણ નિવિ કરવાથી એક ઉપવાસ થાય. (આઠ બિયાસણા કરવાથી એક ઉપવાસ થાય) ચાર એકાસણા કરવાથી એક ઉપવાસ થાય. બે આયંબિલ કરવાથી એક ઉપવાસ થાય. એક શુદ્ધ આયંબિલ કરવાથી એક ઉપવાસ થાય. અવ્યાપારપણે (= સાવદ્ય વ્યાપારથી રહિત પણે) આર્તધ્યાન, રોદ્રધ્યાન અને વિકથાથી રહિત થઈને સ્વાધ્યાયમાં એકચિત્તવાળાનું એક જ આયંબિલ માસક્ષમણથી પણ ચડી જાય છે.
અને ત્યાર પછી થાક્યા વિના જેટલું તપોપધાન (= તપ) કરે તેટલું તપ ગણીને જાણે કે, આટલા તપોપધાન (= તપ)થી પંચમંગલને યોગ્ય થયો છું. ત્યારે ઉપયોગપૂર્વક ભણે જો જાણે કે હજી હું તપોપધાનથી (= તપથી) પંચમંગલને ભણવા યોગ્ય નથી થયો તો ન ભણે.
હે ભગવંત! જો આ પ્રમાણે કરવામાં આવે તો તો ઘણો કાળ પસાર થઈ જાય અને વચ્ચે જ જો મૃત્યુ પામે તો નવકાર રહિત મુક્તિપથને કેવી રીતે સાધે?
હે ગૌતમ ! જે સમયથી જ શ્રતના ઉપચાર (ભણવા) નિમિત્તે અશઠભાવથી શક્તિ મુજબ કંઈ પણ તપની શરૂઆત કરે તે સમયથી જ સૂત્ર, અર્થ અને તદુભયને ભર્યું છે એમ જાણવું. કારણ કે તે સૂત્રથી, અર્થથી અને તદુભયથી પંચનમસ્કારને અવિધિથી ગ્રહણ ન કરે. પરંતુ તે પ્રમાણે ગ્રહણ કરે છે કે જેથી ભવાંતરમાં પણ નાશ ન પામે. આવા પ્રકારના અધ્યવસાયથી તે આરાધક થાય છે.
હે ભગવંત ! જેણે જ્ઞાનાવરણ કર્મના ક્ષપોપશમથી ભણતા એવા બીજા પાસેથી કાનથી. ચોરીને પંચમંગલને ભર્યું હોય, શું તેણે પણ તપોપધાન કરવું જોઈએ?