SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર વગાડી. અધધ ! મોટા (માણસોના) સાન્નિધ્યનું અતુલ ફળ છે, તેથી તે આચાર્યનો એકાંતે ભક્ત થયો. અને આચાર્યને લાંબા સમય સુધી ત્યાં જ રાખ્યા. તે આચાર્ય ભગવંત રાજાના આગ્રહ આદિથી પાલખીમાં બેઠેલા, બંદીઓથી વિવિધ પ્રકારની બિરૂદાવલીથી સ્તુતિ કરાતા દ૨૨ોજ રાજકુલમાં જાય છે. આ પ્રમાણે રાજાનો સત્કા૨ આદિ મળવાથી અહંકાર આદિના કારણે પરિવાર સહિત તે આચાર્ય ધીમે ધીમે ક્રિયામાં શિથિલ થયા. કારણ કે— તામ્બૂત તેહમાર:, સ્ત્રીથે-ન્દ્રિયપોષળમ્ । नृपसेवा दिवा निद्रा, यतीनां पतनानि षट् ॥ १ ॥ ૭૭ તાંબૂલ ખાવું, દેહનો સત્કાર કરવો, સ્ત્રીની કથા કરવી, ઈન્દ્રિયનું પોષણ કરવું, રાજાની સેવા કરવી અને દિવસે નિદ્રા કરવી આ છ સાધુઓને પડવાના સ્થાનો છે. सुवइ गुरू निच्चितो सीसावि सुवंति तस्स अणुकमसो । ओसाइज्जइ मुक्खो हुड्डाहुड्डुं सुअंहिं ॥ ગુરુ નિશ્ચિંત થઈને સૂઈ રહે તો અનુક્રમે તેમના શિષ્યો પણ નિશ્ચિત થઈને સૂઈ રહે. એક બીજાની હરિફાઈથી જો તેઓ બધા સૂઈ રહે તો મોક્ષનો નાશ થાય. તેના પ્રમાદસ્થાનને સાંભળીને અત્યંત ખેદથી મેદસ્વી થયેલા વૃદ્ધવાદી સૂરિ ગચ્છ ગીતાર્થોને ભળાવીને તેને પ્રતિબોધ ક૨વા માટે ગુપ્ત રીતે વેષનું પરાવર્તન કરીને ત્યાં પહોંચ્યા. રાજમાન્ય હોવાના કારણે પાલખીમાં આરૂઢ થયેલા સિદ્ધસેનને વિવિધ કળાને જાણનારાઓ પોતપોતાની ભક્તિ બતાવવા માટે તેને ઉપાડવા માટે પોતપોતાનો ખાંધો આપે છે તે જોઈને વૃદ્ધવાદીસૂરિએ પોતાનો ખાંધો આપ્યો. ત્યારે મદથી ઉદ્ધત મનવાળા સિદ્ધસેન શ્લોકના બે પાદ બોલ્યા. મૂરિમારમાાન્ત:, સ્વસ્થોનું તવ વાતિ ? ઘણા ભારના સમૂહથી આક્રાન્ત થયેલો તારો આ સ્કંધ બાધા પામે છે ? વૃદ્ધવાદી સૂરિએ કહ્યું: ન તથા વાધતે સ્વખ્યો, વાધતિ તે યથા ।। ? ॥ તેં કરેલો વાતિ પ્રયોગ જેટલો બાધા કરે છે એટલો સ્કંધ બાધા કરતો નથી. અહીં વાથતે એવો પ્રયોગ કરવો જોઈએ. એના બદલે સિદ્ધસેને જ્ઞાતિ પ્રયોગ કર્યો છે. એટલે નાતિ એવો પ્રયોગ જેટલી બાધા કરે છે એટલો સ્કંધ બાધા કરતો નથી. તેથી શંકા પામેલા સિદ્ધસેને વિચાર્યું કે, મારા ગુરુ વિના મારી ઉક્તિમાં ખોટું છે એમ બીજો કોણ કહે ? આથી પાલખી ઉપરથી નીચે ઉતરીને પોતાના ગુરુના પગમાં પડ્યો. ગુરુએ પણ પ્રતિબોધ કરવા માટે કહ્યું કે, હે વત્સ ! આ ગાથાનું વ્યાખ્યાન કર. અર્થાત્ આ ગાથાનો અર્થ કર.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy