________________
સ્થિતિ તથા કુટુંબવર્ણન. શા. કસ્તુરચંદના પૂજ્ય પિતા કશળચંદ મેણશી ગરીબ સ્થિતિના અને ઉચ્ચ વિચારતા હતા. તેમની ધર્મપતી પાંચ બેન કે જે સરળ સ્વભાવનાં તથા અભિગવાનનાં પૂર્ણ ભક્ત છે. તે ઉત્તમ પુત્રરૂપી રનની ઉત્પત્તિનું સ્થાન ગણાયું. કારણકે –
દેહે. જનની જણ તો ભક્ત જન, કાં દાતા કાં શર;
નહિતર રહેજે વાંઝણી, નહિ ગુમાવીશ નૂર. આ પદ્યને શા. કસ્તુરચંદે સારી રીતે માનથી વધાવી પિતાના હૃદયમાં ભૂષણરૂપે ભાવેલ છે.
ઉક્ત શેઠના પિતા ભાઈ કશળચંદ શાહ જામનગરમાં હીરા મુળજીની દુકાનમાં વાર્ષિક રૂા. ૭૫) થી પિતાના કુટુંબનું પિષણ કરતા પણ તે સમયમાં હાલની માફક મેંઘાવારી નહિ હેવાથી કુટુંબપષણની મુશ્કેલી નડતી નહિ.
શા. કશળચંદના વડીલ બંધુ મુળજીએ શા. કશળચંદને એક તે પિતાની સારી સ્થિતિ તથા અતિ ગાઢ ભાતૃસ્નેહને લીધે ગ્ય પ્રસંગે વારંવાર મદદ કરેલી છે.
શા. કશળચંદને ઘેર સંવત ૧૯૦૯ ની સાલમાં જેઠ સુદિ ૨ ને બુધવારને રોજ પુત્રરત પ્રાપ્ત થયું કે જેમનું નામ જ્યોતિષશાસ્ત્રને આધારે કસ્તુરચંદ પાડવામાં આવ્યું. જેમ પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થઈ અંધકારને નાશ કરી પ્રકાશ કરે છે તેમ આ પુત્રે પિતાના કુટુંબમાં સ્વજન્મથી પ્રકાશ પ્રગટ કરી કુટુંબની દરિદ્રતારૂપી અંધકારને નાશ કર્યો. - શા. કસ્તુરચંદ નિશાળમાં કામ ચલાઉ અભ્યાસ કરી નાની ઉમ્મરમાં પોતાનું ચાન્સ ખીલવવા માટે કાકાના પુત્ર ભાઈ કેશવજી મુળજીની સાથે ૧૯૨૨ માં મુંબઈ ગયા અને ત્યાં પ્રાગજી મુળચંદની દુકાનમાં છ માસસુધી ઉમેદવારી કરી. ત્યારબાદ પોતાની ઉત્તમ પ્રકારની ચાલાકીને લીધે તે શેઠ તેજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૦૦) થી વિશ્વાસુ કામમાં જોડાયા. બીજા વર્ષમાં પણ આજ દુકાનમાં વાર્ષિક રૂ. ૧૫૦) મળવા લાગ્યા.
, સદ્ધર્તનની સાથે વ્યવહારિક કુશળતાનું ફળ.
શા. કસ્તુરચંદ ઉપરની દુકાનમાંથી મુક્ત થઈ એક જુદી દુકાનમાં જેડાયા કે જેમાં પોતાને વાર્ષિક પગાર રૂ. ૨૦૦) થી જાય અને તે દુકાનમાં આઠ વર્ષ પતે કામ કર્યું કે જેને અંગે દર વર્ષે પગાર વધતો વધત વાર્ષિક રૂ. ૫ )નો થયે. આવી પિતાની ચઢતી સ્થિતિમાં ૧૯૨૫ ની સાલમાં સુશીલ બેન પ્રેમનાં લગ્ન ઘણું ધામધુમથી કર્યા.