________________
કડક
| માય રબા |
જામનગરનિવાસી શા. કસ્તુરચંદ કશળચંદભાઈનું
જન્મચરિત્ર.
ગુણ તથા ધર્મયુક્ત જીંદગી સફળ છે.
અનુષ્ય. स जीवति गुणा यस्य, धर्मो यस्य च जीवति । गुणधर्मविहीनो यो, निष्फलं तस्य जीवितम् ॥
સુભાષિત લાભાષામારજે ગુણી છે તે જીવે છે, જે ધર્મનિષ્ઠ છે તે જીવે છે; પરંતુ ગુણ અને ધર્મ રહિત જે પુરૂષ છે તેનું જીવતર તે કેવળ નિષ્ફળ છે.
શ્રીતીર્થકરના ગુણાનુવાદ તથા પુરૂષોના સમાગમનું વર્ણન જેમ નિષ્ફળ નથી એટલે અવશ્ય આપણને તેમાંથી અપૂર્વ લાભ મળે છે તે જ પ્રમાણે ઉચ્ચ કક્ષાને ભેગવતા સંસારી પણ સાધુવર્તનવાળા ભવ્યજીવનું જે ગુણાનું વાદ કર્યો હોય તે પૂર્વવત અપૂર્વ લાભ મેળવી શકાય છે. એ સિદ્ધાંતને અનુસરી ખુશબેદાર કસ્તુરીની સુગંધ ભવ્યજીને અર્પણ કરવા તથા ભવ્ય થવા કસ્તુરી મૃગની માફક ધર્મરૂપી કસ્તુરીને સ્વનિવાસમાં તથા અન્ય સ્થાને ફેલાવતા શા. કસ્તુરચંદ કાળચંદની અંદગીને બોધદાયક ચરિત્રરૂપી પ્રદી૫પ્રકાશનું વર્ણન કરવામાં આવે છે.