________________
૩૮
સતતાભ્યાસ- આ ઉપાદેય છે એવી બુદ્ધિથી જેનો સતત=નિત્ય જ અભ્યાસ કરવામાં આવે તે સતતાભ્યાસ. લોકોત્તર ગુણોની પ્રાપ્તિ થાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરાવનાર માતાપિતાનો વિનય વગેરે પ્રવૃત્તિ સતતાભ્યાસ ધર્માનુષ્ઠાન છે.
વિષયાભ્યાસ– વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ. અહીં વિષય શબ્દથી મોક્ષમાર્ગના સ્વામી અરિહંત વિવક્ષિત છે. મોક્ષમાર્ગના સ્વામી અરિહંતમાં પૂજાદિ કરવા રૂપ જે અભ્યાસ તે વિષયાભ્યાસ ધર્માનુષ્ઠાન. | ભાવાભ્યાસ- ભાવોનો અભ્યાસ તે ભાવાભ્યાસ. ભવથી ઉદ્વિગ્ન બનેલા જીવનો સમ્યગ્દર્શનાદિ ભાવોનો અભ્યાસ તે ભાવાભ્યાસ ધર્માનુષ્ઠાન. ભાવાભ્યાસ દૂર છે, એટલે કે વિલંબથી પ્રાપ્ત થાય છે. (અભ્યાસ એટલે વારંવાર કરવું.)
આ ત્રણ અનુષ્ઠાન યથોત્તર પ્રધાન છે, એટલે કે જે જેનાથી ઉત્તર છે તે તેનાથી પ્રધાન છે. સતતાભ્યાસથી વિષયાભ્યાસ પ્રધાન છે, વિષયાભ્યાસથી ભાવાભ્યાસ પ્રધાન છે. (૯૪૯)
નિશ્ચયનયના અભિપ્રાયથી સતતાભ્યાસ અને વિષયાભ્યાસ એ બે અનુષ્ઠાન યુક્તિ સહન કરી શકે તેવા નથી, અર્થાત્ નિશ્ચયનયની યુક્તિઓ આગળ ટકી શકે તેવા નથી. કારણ કે માતા-પિતાદિના વિનય સ્વરૂપ સતતાભ્યાસમાં સાક્ષાત્ સમ્યગ્દર્શનાદિની આરાધના નથી. તથા વિષયાભ્યાસમાં પણ ભવવૈરાગ્યાદિ ભાવથી રહિત દર્શન-પૂજન આદિને કોઈપણ રીતે ધર્માનુષ્ઠાન ન કહેવાય. ધર્માનુષ્ઠાન મોક્ષના લક્ષ્યવાળા હોવાથી એક જ ભાવાભાસ અનુષ્ઠાન ઉપાદેય છે.
વ્યવહારનયના અભિપ્રાયથી તે તે રીતે વિષયભેદથી અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત વગેરે જીવોમાં સતતાભ્યાસ વગેરે અનુષ્ઠાન ઘટે છે. (૯૪૫ થી ૯૫૧)
તથાભવ્યત્વ કોઈપણ કાર્ય સ્વભાવ વગેરે પાંચ કારણો ભેગા મળવાથી થાય છે. આમ છતાં મોક્ષની પ્રાપ્તિમાં સ્વભાવ મુખ્ય કારણ છે. જે જીવમાં ભવ્યત્વ હોય તે જ મોક્ષમાં જાય. ભવ્ય બધા જીવોમાં ભવ્યત્વ છે. પણ બધા જીવોનું ભવ્યત્વ સમાન ન હોય, કિંતુ વિવિધ પ્રકારનું હોય. વિવિધ પ્રકારનું ભવ્યત્વ એ જ તથાભવ્યત્વ છે. દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન છે. કારણ કે કોઈ જીવ તીર્થકર થઈને, કોઈ જીવ ગણધર થઈને તો કોઈ જીવ સામાન્ય કેવલી થઈને મોક્ષમાં જાય છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને ભિન્ન ભિન્ન કાળમાં જીવો મોક્ષે જાય છે. આમ ભવ્યત્વનું ફલ વિવિધ પ્રકારનું જોવામાં આવે છે. જો ભવ્યત્વ સમાન હોય તો ફળ પણ સમાન મળવું જોઈએ. ફળ સમાન મળતું નથી, ભિન્ન ભિન્ન મળે છે. એથી ભવ્યત્વ ભિન્ન ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. દરેક જીવનું ભિન્ન ભિન્ન