________________
૩૬
અહીં પદાર્થ લોકોત્તર પદાર્થની તુલ્ય જ છે. કારણ કે પદાર્થ અવિશિષ્ટ (સામાન્ય) અર્થવાળા પદોના અર્થથી જાણી શકાય છે. ચાલના વાક્યર્થ છે. પ્રત્યવસ્થાન મહાવાક્ષાર્થ છે. અહીં વ્યાખ્યાનના લક્ષણમાં ઐદંપર્ય સાક્ષાત્ કહેલું ન હોવાં છતાં સામર્થ્યથી કહેલું જ જાણવું. કારણ કે સંહિતા વગેરે વ્યાખ્યાનનાં અંગોથી જે અર્થનું વ્યાખ્યાન કર્યું છે તે અર્થનો વિષય ઐદંપર્ય છે. અર્થાત્ સંહિતા વગેરેથી વ્યાખ્યાન કરવાનું પ્રયોજન ઔદંપર્યાર્થ છે, ઐદંપર્યાર્થ માટે જ સંહિતાદિથી વ્યાખ્યાન કરવામાં આવે છે. માટે વ્યાખ્યાનનાં લક્ષણમાં ઐદંપર્ય ન કહ્યું હોવા છતાં સામર્થ્યથી કહેલું જ છે. (૮૮૪).
ધ્યાન કોણ કરી શકે ? જેણે સાધુના સર્વ આચારોનું શિક્ષણ મેળવી લીધું છે, ધર્મધ્યાન-શુક્લ ધ્યાનને યોગ્ય સૂત્રાર્થનો સમ્યગુ અભ્યાસ કરી લીધો છે, તે સાધુને વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ, પૂર્વે (૮૯૨-૮૯૩ ગાથામાં) કહેલું જ ધ્યાન ઉચિત છે. શ્રાવકોને પણ વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ યોગ્ય સમયે નમસ્કાર મહામંત્ર વગેરેનું ધ્યાન ઉચિત જ છે. (૮૯૭)
ધર્મ બહુજનના સ્વીકારમાત્રથી ઉપાદેય ન બને " બુદ્ધિમાન મનુષ્ય ધર્મમાં જ્ઞાની ગીતાર્થને જ પ્રમાણ કરવો જોઈએ, અગીતાર્થને નહિ. ગીતાર્થ સિવાય અન્ય લોકને પ્રમાણે કરવાથી અનર્થ થાય. અન્ય લોક ગીતાર્થ જેવો આકાર ધારણ કરતો હોય તો પણ તેને પ્રમાણ ન કરવો જોઈએ. કેમકે વસ્તુઓનો બહારથી પરસ્પર આકાર સમાન હોવા છતાં વિચિત્ર શક્તિના કારણે અંદરથી ભેદ હોય છે.
પૂર્વપક્ષ- આ પ્રમાણે તો અલ્પ જ લોકને પ્રમાણ કરવાનું થાય, એથી ધર્મ સ્વીકારનાર લોક અલ્પ હોય, અલ્પ લોકથી સ્વીકારાયેલો હોવાના કારણે ધર્મ અતિશય આદેય ન બને.
ઉત્તરપક્ષ- જેમાં ઘણા લોકો પ્રવૃત્તિ કરે તેવા ધર્મને ઈચ્છનારા લોકોએ લોકમાં રૂઢ બનેલા હિમપથ, અગ્નિપ્રવેશ, ભૃગુપાત વગેરે ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. કેમકે તેમાં મોટી સંખ્યામાં લોકોનું આચરણ દેખાય છે. તેથી મોક્ષાભિલાષી પુરુષે સર્વજ્ઞ વચનને અનુસરનારું જ અનુષ્ઠાન પ્રમાણ કરવું જોઈએ. ધર્મમાં સ્વચ્છંદચારી ઘણા લોકને પ્રમાણ કરવાનું શું કામ છે ? કારણ કે મોક્ષાભિલાષી જીવો ઘણા હોતા નથી. જેવી રીતે લોકમાં રત્નના અર્થી અને રત્નને વેચનારા અતિશય અલ્પ હોય છે, તેમ શુદ્ધ ધર્મરૂપ રત્નના અર્થી અને તેના દાતા અતિશય અલ્પ જાણવા. (૯૦૮ થી ૯૧૧)
જેવી રીતે મૂઢ લોકો શરીરાદિના નિર્વાહનાં સાધન એવા વાવ, કૂવા, તળાવ વગેરેને કરવામાં ધર્મને કહ્યું છે તેવી રીતે અજ્ઞાન જૈનો પણ લોકોત્તર માર્ગમાં પ્રવેશ કરાવાતા