________________
૩૭.
હોવા છતાં મોટા ભાગે જ્યાં ત્યાં જ ઘણા લોકોથી સ્વીકારાયેલા કુતીર્થમાં ગમન વગેરેમાં ધર્મની કલ્પના કરે છે. (૯૧૭)
રનના અર્થી જીવો થોડા હોય છે એ સત્ય દૃષ્ટાંતથી કોઈક આચાર્યે ઘણા લોકોથી સ્વીકારાયેલ ધર્મ પ્રમાણ છે એવી દૃષ્ટિવાળા કોઈ રાજાને અલ્પ વિવેકીલોકોથી સ્વીકારાયેલા શુદ્ધ ધર્મમાં સ્થિર કર્યો. (૯૧૮)
આચાર્ય રાજાને નગરમાં પ્રવેશ કરાવીને (°ફેરવીને) શાક, કાષ્ઠ, ધન, ધાન્યાદિનાં ઘણાં સ્થાનો બતાવ્યા, રત્નના વેપારની દુકાનો બહુ થોડી બતાવી. પછી કહ્યું: મહારાજ ! આ તમારા નગરમાં શાક અને કાષ્ઠ વગેરેના સ્થાનો ઘણાં છે. રત્નના વેપારનાં સ્થાનો બહુ થોડાં છે. તે જ પ્રમાણે અહીં નગરના સ્થાને લોક છે. લોકમાં શુદ્ધ ધર્મને સ્વીકારનારા જીવો બહુ અલ્પ હોય છે, અને બીજા અતિશય ઘણા હોય છે. (૯૧૯)
મોક્ષની લગનીવાળાને અપ્રમાદ દુષ્કર નથી પ્રશ્ન- શુદ્ધ ધર્મ દુષ્કર છે, તો શુદ્ધધર્મના ઉપદેશથી શું ? .
ઉત્તર- જેને જન્મ-જરા-મરણાદિરૂપ સંસારથી ઉદ્વેગ થયો છે, અને મોક્ષની લગની લાગી છે તેવો જીવ મોક્ષને સાધી આપનાર તરીકે જે નિશ્ચિત થયું હોય તે બધું જ શક્તિ પ્રમાણે કરે, અર્થાત્ આવા જીવને શુદ્ધધર્મ દુષ્કર નથી. તે સમજે છે કે ભવદુઃખ અનંત છે અને મોક્ષસુખ પણ અનંત છે. તેથી ભવદુઃખનો અંત આવે તો ભવિષ્યમાં સદા માટે મોક્ષસુખની પ્રાપ્તિ થાય. શુદ્ધધર્મથી જ ભવદુઃખનો અંત આવે અને મોક્ષસુખની પ્રાપ્તિ થાય. [અહીં ઉપદેશ રહસ્ય ગ્રંથની ૧૮૧મી ગાથાની ટીકાનો ભાવ આ પ્રમાણે છે- જેને ફલની ઈચ્છા ઉત્કટ હોય અને ફળપ્રાપ્તિના ઉપાયોનું જ્ઞાન હોય તે મનુષ્ય તે ઉપાયોમાં પ્રવૃત્તિ કરવામાં આળસ કરતો નથી. કારણ કે આળસ ઉત્કટ ઈચ્છાના અભાવથી થાય છે. ભવવૈરાગ્યથી મોક્ષની ઈચ્છા ઉત્કટ બને છે. (જેટલા અંશે વૈરાગ્ય અધિક હોય તેટલા અંશે મોક્ષની ઈચ્છામાં ઉત્કટતા વધે.) આથી મોક્ષની ઉત્કટ ઈચ્છાવાળાને મોક્ષના ઉપાયભૂત અનુષ્ઠાનો દુષ્કર નથી.] આ વિષે અતિગંભીર અર્થવાળું તૈલપાત્રધારકનું અને રાધાવેધનું દૃષ્ટાંત મનનીય છે. ભવનિર્વેદ, મોક્ષાભિલાષ, ચારિત્ર, અપ્રમાદ એ ક્રમ વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે દીક્ષાના પ્રારંભથી વધતો અપ્રમાદનો અભ્યાસ જ મુક્તિનો ઉપાય છે. (૯૨૦ થી ૯૪૩).
અનુષ્ઠાનના ત્રણ પ્રકાર દેવપૂજા વગેરે અનુષ્ઠાનના સતતાભ્યાસ, વિષયાભ્યાસ, ભાવાભાસ એમ ત્રણ પ્રકાર છે.