________________
૩૫
શક્તિ નથી. કોઠીમાં પડેલું બીજ જેમ ઉપયોગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી (હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિરૂપ) લાભ થતો નથી.
ચિંતાજ્ઞાન- સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુંદર યુક્તિઓથી ચિંતાવિચારણા કરવાથી થતું મહાવાક્ષાર્થજ્ઞાન તે ચિંતાજ્ઞાન. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તેમ આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે, અર્થાત્ જે વિષયનું ચિંતાજ્ઞાન થાય છે, તે વિષયનો બોધ સૂક્ષ્મ બને છે.
ભાવનાજ્ઞાન- મહાવાક્યર્થ થયા પછી એ વિષયના તાત્પર્યનું (=રહસ્યનું) જ્ઞાન તે ભાવનાજ્ઞાન. આ જ્ઞાનના યોગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવંત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત હોવા) છતાં અન્યરત્નોથી અધિક દેદીપ્યમાન હોય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરત્ન સમાન ભવ્યજીવ કર્મરૂપ. મલથી મલિન હોવા છતાં શેષ (શ્રુતાદિ) જ્ઞાનોથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાણેલું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાનપૂર્વક જ કરવામાં આવે તો જલદી મોક્ષ પ્રાપ્તિ થાય છે. (૮૮૨)
સૂત્રવ્યાખ્યાનનાં છ અંગો જેમ જિનશાસનમાં પદાર્થ વગેરે (ચાર)થી શાસ્ત્રવચનનો યથાર્થ બોધ કરવામાં આવે છે તેવી રીતે શિષ્યલોકમાં પણ પદાર્થ વગેરેથી શાસ્ત્રવચનનો યથાર્થ બોધ કરવામાં આવે છે. લોકમાં વ્યાખ્યાનો ક્રમ આ પ્રમાણે છે–સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન એમ છ પ્રકારે સિદ્ધાંતનું વ્યાખ્યાન થાય છે.
(૧) સંહિતા સર્વ પ્રથમ એકી સાથે સંપૂર્ણ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. ' (૨) પદ=પછી એક એક પદ છૂટું પાડવું.
(૩) પદાર્થ પછી એક એક પદનો અર્થ કરવો. પદાર્થના કારક, સમાસ, તદ્ધિત અને નિરુક્ત એમ ચાર પ્રકાર છે. તેમાં પ્રતીતિ પાવર વગેરે કારક પદાર્થ છે. સંધઃ પતિઃ થયારી સંપત્તિ વગેરે સમાસ પદાર્થ છે. નિનો સેવાતિ નૈનઃ વગેરે તદ્ધિત પદાર્થ છે. પ્રતિ રતિ રેતિ પ્રમ૨: વગેરે નિરુક્ત પદાર્થ છે.
(૪) પદવિગ્રહ=જ્યાં જ્યાં સમાસ હોય ત્યાં ત્યાં સમાસનો વિગ્રહ કરવો. જેમકે संघपतिः संघस्य पतिः ।
(૫) ચાલના=પછી શંકા કરવી, પૂર્વપક્ષ કરવો. (૬) પ્રત્યવસ્થાન=પછી શંકાનું યુક્તિયુક્ત સમાધાન કરવું.