________________
૩૩
તે ઉત્સર્ગ કહેવાય અને અનુકૂળ દ્રવ્યાદિથી રહિત સાધુનું જે ઉચિત અનુષ્ઠાન તે અપવાદ કહેવાય. આથી જે સાધુને દ્રવ્યાદિ અનુકૂળ હોય છતાં તે સાધુ દોષિત આહાર-પાણીનું સેવન કરે, જે સાધુને દ્રવ્યાદિ પ્રતિકૂળ હોય તેથી અપવાદ વિના ચાલી શકે તેમ ન હોય તો પણ તે સાધુ અપવાદનું સેવન ન કરે, તો તે નથી ઉત્સર્ગ કે નથી અપવાદ, કિંતુ ભવાભિનંદી જીવની ચેષ્ટા છે. (૭૮૧-૭૮૪)
કેવી આચારણા પ્રમાણ કરવી ? પ્રશ્ન- અહીં વારંવાર આજ્ઞા જ પ્રમાણ છે એમ કહ્યું છે. શાસ્ત્રમાં આચરણાને પણ પ્રમાણ કહી છે. તો આમાં વિરોધ નથી ?
ઉત્તર - વિરોધ નથી. કારણ કે આચરણા પણ તે જ પ્રમાણ છે કે જે આચરણા આજ્ઞાની સાથે વિરોધવાળી ન હોય. જો આજ્ઞાની સાથે વિરોધવાળું આચરણ થાય તો અરિહંત ભગવાનના વચનનો વિનાશ કરવારૂપ તીર્થંકરની આશાતના થાય. આચરણાનું લક્ષણ આ પ્રમાણે છે - કોઈ મહાપુરુષે મૂળગુણ - ઉત્તરગુણોનું વિરોધી ન હોય તેવું કોઈક કાળે કે કોઈક ક્ષેત્રમાં જે આચરણ કર્યું હોય, તેમના જેવા જ બીજા ગીતાર્થોએ તેનું નિવારણ ન કર્યું હોય, કિંતુ તેનો આદર કર્યો હોય, તે આચરણા કહેવાય છે. (૮૧૨-૮૧૩)
જિનવચનથી વિરુદ્ધ વર્તનારાઓ પ્રત્યે દ્વેષ ન રાખવો વર્તમાનકાળના પ્રભાવથી જૈનમતમાં બધાય સાધુઓ અને બધાય શ્રાવકો શાસ્ત્રોક્ત આચારોની પ્રધાનતાવાળા ન હોય, બબ્બે મોટા ભાગે અનાભોગ આદિના કારણે શાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિવાળા હોય, આથી જિનાગમોનું અધ્યયન અને આચારોનું પાલન કરવાના કારણે જેઓ આજ્ઞાથી શુદ્ધ હોય તેવા સાધુઓ અને શ્રાવકો ઉપર બહુમાન કરવું જોઈએ. જિનવચનથી વિરુદ્ધ આચરનારાઓ પ્રત્યે જરા પણ) દ્વેષ ન રાખવો. તેમનું દર્શન થાય ત્યારે આ વળી અહીં ક્યાં આવ્યો ? આ વળી સામે ક્યાં મળ્યો ? એમ મનમાં થાય, તેમની પ્રશંસારિરૂપ વાત થતી હોય ત્યારે એ સહન ન થાય, ઈત્યાદિ રીતે તેમના ઉપર દ્વેષ ન રાખવો. તેવા જીવો માટે ભવસ્થિતિ વિચારવી. તે આ પ્રમાણે
બિચારા આ જીવોની ભવસ્થિતિ આવી છે કે જેથી કર્મથી ભારે થયેલા હોવાથી હજી પણ કલ્યાણના ભાજન થયા નથી, તેમને જિનધર્મને આચરવાનો ભાવ થતો નથી, એમ ચિતવવું.
સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં રહેલા સાધુએ અને શ્રાવકે તેમની સાથે આલાપ, સંતાપ, વિશ્વાસ, સ્નેહ વગેરે ન કરવા દ્વારા તેમનો ત્યાગ કરવો. વિધિથી ત્યાગ કરવો એટલે કે