________________
૩૪.
તે જીવો જે ગામ, નગર કે વસતિ આદિમાં રહેતા હોય તેનાથી જુદા ગામ, નગર અને વસતિ આદિમાં રહેવું. જો તેમનો આલાપ, સંલાપ આદિથી સંસર્ગ કરવામાં આવે તો કોઢ અને જ્વર રોગથી હણાયેલાના સંસર્ગની જેમ તે તે દોષોનો સંચાર પોતાનામાં થાય, અને એથી આ લોક અને પરલોકમાં અનર્થની જ પ્રાપ્તિ થાય. (૮૩૮-૮૩૯)
સૂત્રવ્યાખ્યાનનાં ચાર અંગો શાસ્ત્રના ભાવો જાણવા માટે વ્યાખ્યાનવિધિના પદાર્થ, વાક્યર્થ, મહાવાક્ષાર્થ અને ઐદંપર્ય એ ચાર પ્રકાર છે. પહેલાં પદાર્થ, પછી વાક્યાર્થ, પછી મહાવાક્યર્થ અને પછી ઐદંપર્ય કહે.
પદાર્થ– એક અર્થને જણાવે તે પદ. પદનો અર્થ તે પદાર્થ.
વાક્યાર્થ– પદાર્થોમાં ચાલના કરવી, ચાલના કરવી એટલે શંકા ઉઠાવવી, અર્થાત્ પદાર્થ સમજાઈ ગયા પછી તેમાં શંકા ઉઠાવવી (અથવા પૂર્વપક્ષ કરવો) તે વાક્યર્થ.
મહાવાક્યાર્થ– કોઈ એક વિશિષ્ટ અર્થમાં જે શંકા ઉઠાવી હોય અથવા પૂર્વપક્ષ કર્યો હોય) તેનું સમાધાન કરવું તે મહાવાક્યર્થ.
ઔદંપર્ય- સૂત્રનો ભાવાર્થ-તાત્પર્યાર્થ તે ઔદંપર્ય.
આ પ્રમાણે પદાર્થ વગેરે સંપૂર્ણ ભેદો બતાવવામાં આવે તો જ શ્રોતાને શાસ્ત્રના પરમાર્થનો બોધ થાય. જો પદાર્થ વગેરે સંપૂર્ણ ભેદો બતાવવામાં ન આવે તો વિપરીત બોધ પણ થાય. (૮૫૯-૮૬૦)
(૮૬૫મી ગાથાથી ૮૮૦મી ગાથા સુધી તે હિંચાત્ સર્વભૂતાન ઈત્યાદિ કેટલાક સૂત્રોની પદાર્થ વગેરેના ક્રમથી વ્યાખ્યા કરી છે.)
શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાન અહીં જ્ઞાનના શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન એમ ત્રણ પ્રકાર છે. શ્રુતજ્ઞાન વગેરેનું લક્ષણ આ પ્રમાણે છે
શ્રુતજ્ઞાન- ચિંતન-મનન વિના માત્ર મૃતથી સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાક્યર્થ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન કોઠીમાં રહેલા બીજ સમાન છે. જેમ કોઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યોગ્ય ભૂમિ આદિ નિમિત્તો મળે તો તેમાંથી ફળ-પાક થાય, તેમ શ્રુતજ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનરૂપ ફળ-પાક થવાની શક્તિ રહેલી છે. શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્તિ કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની