________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૫ ગ્રીષ્મઋતુનું વર્ણન હવે કોઇવાર ચૈત્ર મહિનાના સમયે હર્ષથી ક્રીડા કરતા સઘળાય જીવલોકને (=જગતને) જાણે ઇર્ષાથી બાળતો હોય તેવો ઉનાળો પ્રવર્યો. વૃક્ષોની છાયામાં થાકેલા અને આળોટેલા મુસાફરવર્ગને જોઇને ઉનાળો જાણે વિકસેલા પુષ્પવાળા લોધરવૃક્ષના બહાનાથી હસી રહ્યો હતો. શીત ઉપચારોથી સ્વસ્થ લોકોને સંતાપ પમાડવા અસમર્થ ઉનાળો જાણે પાટલના પુષ્પરૂપ લાલ આંખોથી ગુસ્સે થયેલો દેખાતો હતો. પ્રસરેલી કદંબપુષ્પની સુવાસરૂપ તલવારથી ભેદાયેલ, પતિવિરહવાળો અને પશ્ચાત્તાપવાળો સ્ત્રીવર્ગ જાણે ભમરાઓના ગુંજારવથી રડતો હતો. ઉનાળામાં સૂર્યરૂપી અગ્નિ પ્રજ્વલિત બનેલો હતો ત્યારે ભુવનરૂપી ખાણમાં (ભટ્ટીમાં) સદા નંખાયેલા જગતને પ્રચંડ(=ગરમ) પવન લોખંડના ગોળાની જેમ તપાવતો હતો. પ્રવાસીઓની નિત્ય અંજલિઓથી રૂપ અને પાણી પીવાતા હતા. તે આ પ્રમાણે- જેમને કામ ઉત્પન્ન થયો છે તે મુસાફરોથી રૂપ પીવાય છે. (બીજા મુસાફરને અંજલિમાં પાણી રેડે ત્યારે પાણી રેડતાં રડતાં તેના મુખ સામે જોઇને રૂપને પીએ=જુએ.) તૃષાળુ મુસાફરો અંજલિ દ્વારા પાણીને પીએ. (૨૫) જેમાં ઘણાં કમળદંડો પ્રગટ થયા છે એવા, વિકસેલા અને રાજહંસોથી યુક્ત કમલેવનો યુદ્ધ માટે પ્રયત્નશીલ બનેલા રાજસૈન્યની જેમ શોભે છે. લોકોને મહેલનો ઉપરનો ખુલ્લો પ્રદેશ (=અગાશી) ચંદ્ર, ચંદનની માળારૂપ લતા, ઠંડું પાણી અને પાતળાં વસ્ત્રો ગમતાં હતાં. આ પ્રમાણે ઉનાળો પ્રવર્તી રહ્યો હતો ત્યારે નગરની નજીક જેમાં વિવિધ વૃક્ષોની ઘટાઓ હતી તેવા ઠંડા ઉદ્યાનમાં પોતાની પત્નીઓની સાથે વજાયુપકુમાર ગયો.
ત્યાં જાણે પૃથ્વીરૂપી માતા વડે પુત્રસ્નેહથી ભુજાઓથી આલિંગન કરાયું હોય તેમ મોટી પાળીથી રક્ષાયેલું એક મોટું સરોવર જોયું. અથવા પ્રલયકાળે સુકાઈ ગયેલા સર્વ સમુદ્રોને પૂરવા માટે પૃથ્વીએ ત્યાં અક્ષય જળભંડારને પ્રવેશ કરાવ્યો હતો. તેમાં રાતે ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું. આથી રાતે તેનું પાણી ચંદ્ર જયોત્સાથી સફેદ દેખાતું હતું. વળી દૂર દૂર સુધી વિસ્તરેલું તે સરોવર મોટા ક્ષીરસમુદ્રની જેમ શોભતું હતું. અતિશય દૂરના પ્રદેશમાં આવેલા પોતાના કિનારાને નહિ જોઈને ( ન જોવાથી ) જાણે સંભ્રાંત થયો હોય તે રીતે વિવિધ પ્રકારના વિકસેલા કમળોરૂપી નેત્રોથી કિનારાને જુએ છે. વિશાળ કિનારા સુધી ચલિત થતા પાણીના કારણે દૂર સુધી વિશિષ્ટ શબ્દ કરતું અને પવનના કારણે વેગથી પાણીને
૧ સથવા (શતપત્ર)= કમળ. ૨ વિયન (વિટ)=વિશાળ. ૩ ત ડળ (ટું.)= ચલિત થવું. ૪ સોયર (શR)=વાયુ. ૫ માસ (માસ)= વેગથી પાણીનું વર્ષવું.