________________
૩૫૮- બ્રહ્મચર્ય વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા પણ અવિશ્વાસને કેમ ધારણ કરો છો? માટે પ્રસન્ન થઈને અહીં રહો. હવે ધીર તે મુનિ ત્યાં રહે છે. તેના ઘરમાંથી સદાય સ્નિગ્ધ ભિક્ષા લે છે.
તેથી ખુશ થયેલી વેશ્યા વિચારે છે– હમણાં બિલાડીને દૂધ મળ્યું. પક્ષિણીને માંસ મળ્યું. તેથી તે હૃદય! સ્વકાર્ય લગભગ સિદ્ધ થઈ જવા છતાં તું નૃત્ય કેમ કરતું નથી? (રપ) હું લાંબા કાળથી પરિચિત છું. મેં તેના પ્રત્યે અનુકૂલ વર્તન કર્યું છે. આ મારા પ્રત્યે અનુરાગી છે. વ્રતથી કંટાળેલા છે. એકાકી છે. તેથી કેવી રીતે વશમાં ન આવે? ઇત્યાદિ વિચારીને અને શ્રેષ્ઠ શૃંગાર કરીને જેના શરીરમાં મણિના આભૂષણો રણકાર કરી રહ્યા છે એવી તે સંધ્યાકાળે એકલી મુનિની પાસે જઈને બોલવા લાગી. તે આ પ્રમાણેહે નાથ! આપનો વિયોગરૂપ અગ્નિ મારા હૃદયમાં આજે બુઝાઈ ગયો છે. પુરુષના સંગનો ત્યાગ કરીને, શરીરમાં પણ આદર રહિત બનીને, સઘળી ચેષ્ટાઓનો ત્યાગ કરીને આટલા કાળ સુધી હું કષ્ટથી જીવતી રહી છું. હે સ્વામી! હું શરણરહિત છું. હે નાથ! હમણાં પણ જો મને તમારાં દર્શન ન થયા હોત તો ચોક્કસ હું મરી ગઈ હોત. તેથી દુઃખી થયેલી મેં શ્રેષ્ઠરત્નોથી ભરેલા નિધાનની જેમ લાખો પુણ્યોથી આપને પ્રાપ્ત કર્યા છે. તેથી આ કિંકરજન આપના સંગમના સુખને પ્રાપ્ત કરો. તે નિષ્ફર! તે ગુણગ્રહણ સંબંધી, તે ઉત્સુક્તાઓ સંબંધી, તે કરેલી વાતો સંબંધી અને તે કરેલી રમતો સંબંધી હમણાં એકવચન પણ કેમ બોલતા નથી? આ પ્રમાણે કહેવા છતાં મુનિ બોલતા નથી અને દૃષ્ટિ પણ નાખતા નથી. તેથી તેણે ઘણી વિકારવાળી ચેષ્ટાઓ શરૂ કરી. સ્થિર પણ પુષ્પમાળાને ઉતારીને હાથ ઉપર મૂકે છે, એ રીતે બગલને પ્રગટ કરે છે. કટાક્ષરૂપી ભાલાઓને ફેંકે છે. દાંતોથી હોઠરૂપ પાંદડાને કાપે છે. સ્તનપટ્ટ પ્રગટ થાય તે રીતે ઉપરના વસ્ત્રને ઢીલું કરે છે. લાવણ્યનું અસાધારણ નિધાન અને ગંભીર એવા નાભિમંડલને પ્રગટ કરે છે. ફરી ફરી મૂકીને બારીક વસ્ત્ર પહેરે છે. કંદોરાની ગાંઠને ઢીલી કરે છે. કમર ઉપર રહેલા રણકાર કરતી મણિની ઘુઘરીવાળા સુંદર કંદોરાના સ્થાનને બતાવે છે, અર્થાત્ કમરના પ્રદેશને બતાવે છે. છાલરહિત કદલીના ગર્ભસમાન અને ચંપકવૃક્ષ સમાન સાથળયુગલને ક્ષણવાર બતાવે છે. અંગોને મરડે છે. સીત્કાર મૂકે છે= સીત્કાર શબ્દ કરે છે. ખોટા બગાસા કરે છે. સ્કૂલના પામતા સ્વરને બોલે છે.
વેશ્યાને ઇત્યાદિ વિલાસના પ્રદર્શનને કરતી જોઇને મહાસત્ત્વવંત તે મુનિ પણ આ ભાવના ભાવે છે- હે જીવ! વેશ્યાના જે ચૂરો કરેલા પદ્મરાગમણિ જેવા લાલ તળિયાવાળા ચરણયુગલ છે તેનાથી પ્રેરાયેલો તું નરકરૂપ અંધારિયા કૂવામાં પડીશ. આ જે કામક્રીડાના ઘરનું તોરણ જેના ઉપર રહેલું છે તેવા સુવર્ણના થાંભલા સમાન