Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 390
________________ રાત્રિ ભોજનમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રવિગુણની કથા-૩૭૫ હે પિતાજી! બ્રાહ્મણીઓ પણ જો બ્રહ્માના મુખમાંથી થઈ છે તો બ્રાહ્મણોની બહેનો થાય. કેમ કે એકસ્થાનમાં ઉત્પન્ન થઈ છે, તેથી તેમની સાથે વિવાહ કરવો વગેરે અસંગત થાય. હવે જો બ્રાહ્મણીઓ બાહુ આદિમાંથી ઉત્પન્ન થઈ છે તો તે ક્ષત્રિય વગેરેની જેમ બ્રાહ્મણીઓ ન ગણાય. વળી બીજું- દેવતાઓના ચરણો જ મસ્તકોથી પૂજાય છે. એથી બ્રહ્માના ચરણોથી ઉત્પન્ન થયેલા શૂદ્રો પૂજ્ય બને. (૬) હે પિતાજી! વેદપાઠથી પણ બ્રાહ્મણપણું જણાતું નથી. કારણ કે કાનથી સાંભળીને વેદનો પાઠ કરનારા અબ્રાહ્મણોને પણ બ્રાહ્મણ બનવાનો પ્રસંગ આવે. વેદપાઠના અધિકારથી રહિત બ્રાહ્મણીઓમાં બ્રાહ્મણભાવની સિદ્ધિ થાય. (૭) શૌચાચારપક્ષ પણ જણાતો નથી. કારણ કે જીવઘાત અને મૈથુન આદિમાં આસક્ત બનેલાઓમાં શૌચનો નિષેધ કર્યો છે. કહ્યું છે કે-“હે યુધિષ્ઠિર! આરંભમાં પ્રવર્તતા અને મૈથુન આદિમાં અત્યંત આસક્ત તે બ્રાહ્મણમાં શૌચ ક્યાંથી હોય?” જીવઘાત અને મૈથુન આદિથી નિવૃત્ત થયેલાઓમાં શૌચ હોય એમ સ્વીકારવામાં આવે તો જીવઘાત-મૈથુન આદિથી નિવૃત્ત થયેલા શૂદ્રો વગેરેમાં પણ શૌચ હોવાથી તેમનું બ્રાહ્મણપણું ન જ રોકી શકાય. (૮) હે પિતાજી! સંસ્કારથી પણ બ્રાહ્મણ ન જાણવો જોઇએ. કારણ કે ક્ષત્રિયોમાં પણ 'સીમંતોન્નયન, જાતકર્મ વગેરે સંસ્કારો જોવામાં આવે છે. બ્રાહ્મણકુલ સિવાય બીજે ઉત્પન્ન થયેલ વશિષ્ઠ આદિ ઋષિઓમાં (સીમંત વગેરે) સંસ્કારો ન હોવા છતાં ઉત્તમ બ્રાહ્મણપણું સંભવે છે. પૂર્વપક્ષ- વ્રતસંસ્કાર તેમનામાં પણ છે. ઉત્તરપક્ષ- કેટલાક શૂદ્ર વગેરેમાં પણ વ્રતસંસ્કાર છે. તો તેઓ પણ ઉત્તમ બ્રાહ્મણ તરીકે કેમ ઇચ્છાતા નથી? (૯) તપથી પણ બ્રાહ્મણપણું યુક્ત છે. કેમકે તપ પૂજ્ય છે. પણ એ પ્રમાણે તો તપથી યુક્ત શૂદ્ર વગેરે પણ બ્રાહ્મણ થાય. વળી બીજુંહે પિતાજી! યુધિષ્ઠિર વડે બ્રાહ્મણલક્ષણને પૂછાયેલા ભગવાન વિષ્ણુ પણ કહે છે કે-“જે બ્રાહ્મણો ખેતી, વેપાર, ગૌરક્ષા, રાજસેવા અને ચિકિત્સાને સ્વીકારે છે, તે યુધિષ્ઠિર! તે બ્રાહ્મણો નથી.” (૧) “માચ્છીમાર એક વર્ષમાં જેટલું પાપ કરે છે તેટલું પાપ એકવાર ખેડવામાં પણ ખેડૂત એક દિવસમાં પામે છે.” (૨) હે યુધિષ્ઠિર! પહેલાં આ બધું એક વર્ણવાળું હતું. ક્રિયાકર્મના વિભાગથી ચાર વર્ણની વ્યવસ્થા થઈ. (૩) દાન-શીલ-તપબ્રહ્મચર્ય-ક્ષમા-જ્ઞાન વગેરે સર્વગુણો જેમાં સમાન છે તે બ્રાહ્મણ કહેવાય છે. (૪) જેવી રીતે શિલ્પથી શિલ્પી કહેવાય છે તે રીતે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ કહેવાય છે. અન્યથા ઇંદ્રગોપક કીડાની જેમ બ્રાહ્મણ નામ માત્ર થાય. (૧) સત્ય બ્રહ્મચર્ય છે, તપ બ્રહ્મચર્ય છે, ૧. સ્ત્રીના સીમંત વખતે તેના સેંથામાં કંકુ વગેરે પૂરે છે તે સંસ્કારને સીમંતોન્નયન કહે છે. ૨. તરતના જન્મેલા બચ્ચાંને તેની નાળ વધેર્યા પહેલાં સોનાને ચમચે જીભ ઉપર ઘી ચોપડવું તેને જાતકર્મ કહે છે.

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394