________________
૩૭૬-રાત્રિ ભોજનમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[રવિગુપ્તની કથા ઇંદ્રિયનિગ્રહ બ્રહ્મચર્ય છે, સર્વજીવો ઉપર દયા બ્રહ્મચર્ય છે. આ બ્રાહ્મણનું લક્ષણ છે. (૨) શીલસંપન્ન ગુણવાન શૂદ્ર પણ બ્રાહ્મણ કહેવાય છે. ક્રિયાભ્રષ્ટ બ્રાહ્મણ પણ શૂદ્રથી હલકો થાય. (૩) હે યુધિષ્ઠિર! જો શૂદ્ર પણ પાંચ ઇંદ્રિયોના ઘોર બલને પાર પામી ગયો છે તો તેને અગણ્ય દાન આપવું જોઇએ. (૪) માટે જાતિ (કલ્યાણનું) કારણ નથી કિંતુ ગુણો કલ્યાણ કરનારા છે. વળી જે શૂદ્ર સર્તનમાં રહેલો છે તેને જ બ્રાહ્મણ કહે છે. (૫) વળી બીજું– હે પિતાજી! અનર્થના હેતુ શૂદ્રના દાનો મારે કેટલા ગ્રહણ કરવાં? કહ્યું છે કે ‘અંગોપાંગ સહિત અને લક્ષણોસહિત ચાર વેદો ભણીને શૂદ્ર પાસેથી દાનનો સ્વીકાર કરીને બ્રાહ્મણ ગધેડો થાય, અર્થાત્ આટલું ભણનાર પણ બ્રાહ્મણ જો શૂદ્રનું દાન લે તો ગધેડો થાય.' (૧) “બાર જન્મ સુધી ગધેડો થાય, સાઇઠ જન્મ સુધી ભુંડ થાય, સિત્તેર જન્મ સુધી શ્વાન થાય, એમ મનુએ કહ્યું છે.''
હે પિતાજી! તેથી સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરો. આગ્રહને છોડો. જાતિ આદિ મદસ્થાનોનો ત્યાગ કરો. મધ્યસ્થતાનું આલંબન લો. ક્ષુદ્રલોકથી આચરાયેલા ગુણદ્વેષનો ત્યાગ કરો. સંસારની અસારતાને વિચારો. ધન, યૌવન અને આયુષ્યની અસ્થિરતાને જુઓ. ભોગવેલા ભોગોના અંતને (=પરિણામને) વિચારો. ગૃહવાસમાં થનારી દુઃસ્થિતિને સ્વયમેવ વિચારો. મુનિઓના વિશ્વવંદનીયતા વગેરે સુખોને પ્રત્યક્ષથી પણ જુઓ. ઇત્યાદિ પુત્રના સાક્યોથી જેવી રીતે મંત્રોથી મહાવિષ નાશ પામે તેમ તે મધુ બ્રાહ્મણનું પણ પાપ નાશ પામ્યું. તેથી એણે પુત્રને કહ્યું: હે વત્સ! જો આ પ્રમાણે બાલક તું દીક્ષિત થઇ ગયે છતે અમારા ગૃહસ્થપણાનો ચાં ઉપયોગ કરાય? અર્થાત્ ગૃહસ્થપણાનું અમારે શું કામ છે? પછી પુત્રે પણ સંવેગ અને દમનને જણાવનારું કહ્યું કે તો પિતાને વિશેષથી આ કરવું યોગ્ય છે. પછી દીક્ષા લેવાનો નિર્ણય કરીને અને કેવલીની પાસે દીક્ષા લઇને વિધિથી દીક્ષા પાળીને બંને ય દેવસંપત્તિને પામ્યા. [૧૬૫] આ પ્રમાણે રવિગુપ્તનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે છ વ્રતોના પાલનનો ઉપદેશ આપીને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે–
अलमेत्थ पसंगेणं, रक्खेज्ज महव्वयाइं जत्तेण ।
अइदुहसमज्जियाई, रयणाई दरिद्दपुरिसोव्व ॥ १६६॥
વ્રતના ઉપદેશમાં વિસ્તારથી સર્યું. સંક્ષેપથી જ ઉપદેશ આપવામાં આવે છે કે જેવી રીતે દરિદ્રપુરુષે અતિશય કષ્ટથી મેળવેલા રત્નોનું રક્ષણ કર્યું તેવી રીતે તું મહાવ્રતોનું યત્નથી રક્ષણ કર.
પ્રશ્ન- આ દરિદ્ર પુરુષ કોણ છે? તેણે કેવી રીતે રત્નોનું રક્ષણ કર્યું? ઉત્તર– તે કહેવાય છે—