Page #1
--------------------------------------------------------------------------
________________
અમલદારણ પર રાચ્છી શ્રી હેમચંદ્રસૂરિવિરચિત
ઉવા દેશ હમ લા
(YWHICII)
' (ગુજરાતી જીવન ટાદ )
(ભાર્ગ-૧)
'
અમા,
RC,
-
ક
છળcવાદ ;\3 પૂરા આઇ શ્રી રાજ શેખરસારિ માë રાજુ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ
વિરત્રિક વિકાસ કરી શિષ્ટ ક્રિશ્ચિકચ્છ ક્રિશ્ચિ2
માલધારી આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ વિરચિત
સ્વોપજ્ઞટીકા સહિત ઉપદેશમાલા (પુષ્પમાલા) ગુજરાતી ભાવાનુવાદ
(ભાગ-૧)
• ભાવાનુવાદકાર છે , સિદ્ધાંતમહોદધિ સ્વ.પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મ. ના પટ્ટાલકાર 8પરમ ગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયહરસૂરીશ્વરજી મ. ના પટ્ટપ્રદ્યોતક ૧માન પાનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમવિજયલલિતશેખરસૂરિ મ. ના. વિનય
આચાર્ય શ્રી રાજશેખરસૂરિ મહારાજ
સંપૂર્ણ આર્થિક સહકાર : |ી છીપાળનગર જેન જે.મૂ. દેરાસર ટ્રસ્ટ-મુંબઈ
(જ્ઞાનનિધિમાંથી) પ્રકાશક : અરિહત આરાધક ટ્રસ્ટ
C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ,
ની એપાર્ટમેન્ટ, મુંબઈ-ભિવંડી આઝારોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫. છે. નકલ : ૧000 મૂલ્ય : રૂા. ૨૦૦/- (ભાગ-૧+૨) વિ. સં. ૨૦૧૮
સંપાદક : મુનિશ્રી ધર્મશેખરવિજયજી મ.સા.
gિટીફિશ્ચિકો *99*9ઐઐઐઐ સૈક્ષિક
2 વિશેષ સૂચના : આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી મૂલ્ય ચૂકવ્યા વિના માલિકી કરવી નહિ. * છે તથા વાંચવા માટે પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનખાતામાં આપવો જરૂરી જાણવો. આ
ભરત ગ્રાફિક્સ : ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ. ફોન : ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩
દિન
Page #3
--------------------------------------------------------------------------
________________
શાશ્વત સુખના પુષ્પોની માળા
ઉપદેશમાલા' અનાદિકાળથી અધ્યાત્મની ઈમારતને ધરાશાયી કરવામાં સફળતા મેળવતા િરાગ-દ્વેષ-મોહરૂપી આતંકવાદીઓનો નિગ્રહ કરવા માટે નથી તો કોઈ વિશ્વયુદ્ધની ભેરી વગાડવાની જરૂર કે નથી તો કોઈને યમસદને પહોંચાડવાની જરૂર...
સંસાર રંગમંચ ઉપર આવું તો અનંતીવાર જીવે કર્યું છે... હવે તો ખરેખરી જરૂર છે.....
અધ્યાત્મની ઈમારતના પાયાને મજબૂત કરવા મોક્ષમાર્ગની સાધનાના પ્રચંડ બળની.... શું મેળવાય એ પ્રચંડ બળ ?
| વિશ્વવંદ્યવિભૂતિ શાસનશિરોમણિ મલધારી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ભવ્યજીવોના ઉપકાર માટે રચેલી “ઉપદેશમાલા'ના નિદિધ્યાસન (=સતત ચિંતન)થી મોક્ષમાર્ગની સાધનાનું પ્રચંડ બળ સંપ્રાપ્ત થશે.
મુખ્યપણે પ્રાકૃત ગિરામાં ગ્રથિત આ ગ્રંથરત્નનું અવગાહન કરવા જ્ઞાનસાધનામાં પ્રમાદી બનેલા આપણા જેવા સંસારી જીવો જ્યારે સમર્થ બનતા નથી ત્યારે ચતુર્વિધ શ્રી સંઘ ઉપર અનહદ ઉપકાર કરી ખૂબ સરળ શૈલીમાં ભાવાનુવાદ કરનારા સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજાનું ઉપરકારભીનું સ્મરણ થયા વિના રહેતું નથી.
ગ્રંથકાર પરમર્ષિના પરમાર્થના પેટાળમાં પ્રવેશી ચિંતન-મનન-નિદિધ્યાસનના સથવારે સર્જાયેલા આ પ્રસ્તુત “ઉપદેશમાલા (પુષ્પમાલા)' ગ્રંથના ભાવાનુવાદને ભવ્યજીવોના કરકમલોમાં મૂકવા નિમિત્ત બનેલા.....
શ્રી શ્રીપાળનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર ટ્રસ્ટ-મુંબઈના જે. જ્ઞાનનિધિના સધ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ ગૌરવ અનુભવે છે.
લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટનું ટ્રસ્ટીગણ તે
Page #4
--------------------------------------------------------------------------
________________
શું ભાવાનુવાદકારના ભાવોની અભિવ્યક્તિ આ
નિપુણમતિ આચાર્ય શ્રી હેમભૂષણસૂરિજીએ મને ભવભાવના અને ઉપદેશમાળા એ બે ગ્રંથોનો ટીકા સહિત ગુજરાતી અનુવાદ કરવા માટે પ્રેરણા કરી. આ બંને ગ્રંથોની ટીકા ઘણી મોટી છે, અને તેમાં આવતી કથાઓ મોટા ભાગે પ્રાકૃતમાં છે. આથી બંને ગ્રંથોનો સટીક અનુવાદ કરવામાં ઘણો વિલંબ થાય. આ અંગે દીર્ઘ વિચાર કર્યા પછી આ કાર્ય જલદી થાય એ માટે ભવભાવના ગ્રન્થનો અનુવાદ કરવા માટે મેં મારા શિષ્યરત્ન કર્મસાહિત્યનિપુણ આચાર્યશ્રી વીરશેખરસૂરિજીના શિષ્યરત્ન પોતાના નામને યથાર્થ કરનારા મુનિશ્રી સુમતિશેખરવિજયજીને પ્રેરણા કરી. તેમણે સહર્ષ પ્રેરણાને ઝીલીને થોડા જ સમયમાં એ કાર્ય પૂર્ણ કર્યું.
મેં ઉપદેશમાલા ગ્રન્થનો સટીક અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો. વચ્ચે વચ્ચે શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રન્થોનું કામ આવી જતાં આ અનુવાદમાં વિલંબ થયો. વિલંબે પણ આ અનુવાદનું પ્રકાશન નિહાળીને મારું હૈયું હર્ષવિભોર બની રહ્યું છે. આ પ્રસંગે મારા પરમોપકારીઓ સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ., નિઃસ્પૃહતાનીધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ., વર્ધમાનતપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતશેખરસૂરીશ્વરજી મ. ને વંદન કરું છું.
અનુવાદના નિમિત્તથી આવા મહામૂલ્ય ગ્રંથનું વાંચન કરવાની તક મળવા બદલ અનુવાદના પ્રેરક નિપુણમતિ આચાર્ય શ્રી હેમભૂષણસૂરિજીને કેવી રીતે ભૂલી શકું ?
ગ્રંથમુદ્રણનો પ્રારંભ થયા પછી પ્રૂફ સંશોધનથી પ્રારંભીને અનુક્રમણિકા તૈયાર કરવા સુધીનું લગભગ બધું જ કામ સંભાળી લેનારા અને અનુવાદમાં ભાષાકીય કે અર્થની દૃષ્ટિએ ક્ષતિ ન રહી જાય તે માટે ઘણી જ મહેનત કરનારા મુનિશ્રી ધર્મશેખરવિજયજી પણ આ પ્રસંગે મૃતિપથમાં આવ્યા વિના રહેતા નથી.
મુનિ શ્રી દિવ્યશેખરવિજયજીએ પણ પૂફસંશોધન આદિમાં ઘણો સહકાર આપ્યો છે.
સંસ્કૃતભાષાવાળા ગ્રંથના અનુવાદની અપેક્ષાએ પ્રાકૃતભાષાવાળા ગ્રંથનો અનુવાદ વધારે કઠીન છે. કારણ કે પ્રાકૃત એક જ શબ્દના સંસ્કૃતમાં અનેક શબ્દો થતા હોય છે. જેમ કે, પ્રાકૃત રોગ શબ્દના સંસ્કૃતમાં વેડ, સેવ, શ્રેય, શ્વેત વગેરે અનેક શબ્દો થતા હોય છે. આમાંથી કયો શબ્દ લેવો તે પ્રકરણના અનુસારે નક્કી કરવું પડે છે. તથા ઘણા દેશ્યશબ્દોના પણ પ્રયોગો હોય છે. કેટલાક શબ્દો શબ્દકોષમાં પણ મળતા નથી. આમ અનેક રીતે પ્રાકૃતગ્રન્થોનો અનુવાદ કઠીન છે. એમાં પણ ઉપમાઓ અને યર્થક શબ્દો વારંવાર જેમાં આવે છે તેવા આ ગ્રંથનો અનુવાદ અલ્પબુદ્ધિ મારા જેવા માટે કઠીન ગણાય. આથી સંભવ છે કે આ અનુવાદમાં અનેક સ્થળે ક્ષતિઓ રહી ગઈ હોય. વિદ્વાનો રહી ગયેલી ક્ષતિઓનું પ્રમાર્જન કરે અને મને વિદિત કરે એવી વિનમ્ર પ્રાર્થના.
આ અનુવાદમાં જિનાજ્ઞા વિરુદ્ધ કે ગ્રંથકારના આશયથી વિરુદ્ધ કંઈ પણ લખાઈ ગયું હોય તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું.
-આચાર્ય રાજશેખરસૂરિ
વિ.સં. ૨૦૫૮ કા.સુ. ૬ શ્રીરત્નત્રયી આરાધના હોલ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨.
Page #5
--------------------------------------------------------------------------
________________
-
જે
$ $
$
૧૧.
૧૩.
પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી મ.ના વર્તમાનમાં
પ્રાપ્ત થતા સંપાદિત-અનુવાદિત-લેખિત ગ્રંથો ક્રમ ગ્રંથ
વિષય શ્રાવકધર્મ વિધિ પ્રકરણ
સંપૂર્ણ ટીકાનો ભાવાનુવાદ ધર્મબિન્દુ પ્રકરણ
યોગબિન્દુ ૪. યોગદૃષ્ટિ સમુચ્ચય
વીતરાગ સ્તોત્ર શીલોપદેશમાલા ગુરુતત્ત્વ વિનિશ્ચય ભાગ ૧-૨ ઉપદેશમાળા (પુષ્પમાળા) ભાગ ૧-૨
ભવભાવના ભાગ ૧-૨ (મુનિશ્રી સુમતિશેખર વિ.) ૧૦. પરિશિષ્ટ પર્વ ચૈત્યવંદન મહાભાષ્ય
ગુજરાતી અનુવાદ ૧૨.
યતિલક્ષણ સમુચ્ચય વીતરાગ સ્તોત્ર
શ્લોક-અન્વયાર્થoભાવાર્થ ૧૪. વીતરાગ સ્તોત્ર
શ્લોક-અન્વયાર્થ-ભાવાર્થ-ટીકાર્થ ૧૫. શ્રાદ્ધદિનકૃત્ય
વિવેચન સહિત ભાવાનુવાદ ૧૬. તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ગુજરાતી વિવેચન ૧૭. સિદ્ધહેમ શબ્દાનુશાસન ભાગ ૧-૨-૩ (મધ્યમવૃત્તિ) ૧૮. હીરપ્રશ્ન ૧૯. શ્રાદ્ધદિનકૃત્ય
પ્રતાકારે સટીક સિરિસિરિવાલકહા ૨૧..
નવકારનો જાપ મિટાવે સંતાપ ૨૨. જીવન જીતવાની જડીબુટ્ટીઓ ૨૩. ચિત્તપ્રસન્નતાની જડીબુટ્ટીઓ ૨૪. મમતા મારે સમતા તારે
પ્રભુ ભક્તિ મુક્તિની દૂતી (જિન પૂજાવિધિ) ૨૬. ભાવના ભવ નાશિની (બાર ભાવના) ૨૭. પ્રેમગુણ ગંગામાં સ્નાન કરીએ (પૂ. પ્રેમસૂરિ મ. નું જીવનચરિત્ર) ૨૮. અણગારના શણગાર સાત સકાર ૨૯. તપ કરીએ ભવજલ તરીએ ૩૦. સાધના સંગ્રહ
| |શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટના આગામી પ્રકાશનો | ઉપદેશ પદ
નવેસરથી કરેલો સંપૂર્ણ ટીકાનો ભાવાનુવાદ આત્મ પ્રબોધ
નવેસરથી કરેલો સંપૂર્ણ ટીકાનો ભાવાનુવાદ ૩. શ્રાદ્ધવિધિ પ્રકરણ
નવેસરથી કરેલો સંપૂર્ણ ટીકાનો ભાવાનુવાદ ૪. ઉપદેશ રત્નાકર
સંપૂર્ણ ટીકાનો ભાવાનુવાદ
૨૦.
૨૫.
છે
Page #6
--------------------------------------------------------------------------
________________
માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મ.નો
સંક્ષિપ્ત પરિચય
આચાર્ય હેમચંદ્રસૂરિ - આ. 'અભયદેવસૂરિના શિષ્ય હતા. ગુજરાતના રાજા સિદ્ધરાજ અને કુમારપાલના સમયે જૈનશાસનમાં આ. હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિદ્યમાન હતા, મલધારી આ. હેમચંદ્રસૂરિ એ સૌમાં ઉમ્મરથી મોટા હતા. શાંત અને પ્રભાવક હતા.
આ. અભયદેવસૂરિના ઉપદેશથી મહામાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યો ત્યારે લાખોની મિલકત, રૂપાળી, સ્ત્રીઓ-પત્નીઓ, સાહ્યબી અને મંત્રીપદને છોડી દઈ દીક્ષા લીધી, અને શાસ્ત્રો ભણીગણીને ગુરુમહારાજના હાથે આચાર્યપદ પ્રાપ્ત કર્યું, તે જ અંતે માલધારી હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા.
આ. હેમચંદ્રસૂરિ સ્વભાવથી જ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવન ઘટનાઓમાં અને ગ્રંથોમાં તેમના આ ગુણોની ઝલક જોવા મળે છે. તેઓ વધુ પ્રમાણમાં “ઉપમિતિભવપ્રપંચા-કથા”નું વ્યાખ્યાન આપતા હતા. ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિને પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસર્ગિક ગુણોથી આકર્ષાયો હતો. તે તેમના વ્યાખ્યાનમાં પોતાના પરિવાર સાથે ઘણી વાર જતો હતો, અને ચિત્તને સ્વસ્થ બનાવી વ્યાખ્યાન સાંભળતો હતો. તેમના દર્શન માટે અવારનવાર આવતો હતો. આલાપ-સંલાપ પણ કરતો હતો અને કોઈ કોઈ વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધારવા આમંત્રણ આપી પધરામણી પણ કરાવતો હતો.
રાજાએ એક વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધરાવ્યા. ઊંચે બેસાડી ડાભ વગેરે વસ્તુઓથી આચાર્યશ્રીની ત્રણ વાર આરતી ઉતારી અને આચાર્યશ્રીના ચરણમાં પડીને તેમને પંચાંગ નમસ્કાર કર્યા. પોતાને માટે પિરસાઈને આવેલા થાળમાંથી આચાર્યશ્રીને ચાર પ્રકારનો આહાર વહોરાવ્યો.
જાણે પોતાનું જીવન સફળ થયું એમ માનીને તેણે સહર્ષ જાહેર કર્યું કે, “હું માનું છું કે આજે ભ. મહાવીર સાક્ષાત્ મારા આંગણે પધાર્યા છે.'
રાજાએ આચાર્યશ્રીના ઉપદેશથી ગુજરાતના જિનમંદિરો ઉપર સોનાના કળશ ચઢાવ્યા.
૧. આ અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિથી ભિન્ન છે. આ અભયદેવસૂરિ હર્ષપુરીય ગચ્છના આચાર્ય શ્રી સિહસૂરિના શિષ્ય હતા. તેઓશ્રી નિરંતર છઠ્ઠ- અઠ્ઠમ આદિ તપ કરતા હતા. તેમણે પાંચ વિગઈઓનો આજીવન ત્યાગ કર્યો હતો. આમ તેઓશ્રી અત્યંત તપસ્વી અને ત્યાગી હતા. વિદ્વાન હોવા છતાં નિરભિમાની હતા. તેમનું વ્યાખ્યાન અતિશય રુચિકર હતું. તેઓશ્રી આચારપાલનમાં અત્યંત ચુસ્ત હતા. તેઓશ્રી અતિશય જાડા અને મલિન વસ્ત્રો પહેરતા હતા. તેમના આવા ત્યાગ-તપ આદિ ગુણોથી આકર્ષાઈને રાજા સિદ્ધરાજ જયસિંહે તેને માલધારી એવું બિરુદ આપ્યું હતું. ત્યારથી તેમનો ગચ્છ મલધારીગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો.
Page #7
--------------------------------------------------------------------------
________________
ભરુચના દંડનાયક શાંતૂ મહેતાએ આચાર્યશ્રીના ઉપદેશથી સમળીવિહાર ઉપર સોનાનો કળશ ચડાવ્યો.
ધંધુકા, સાચોર વગેરેના અજૈનો જૈનોને કનડતા હતા. જૈનોની રથયાત્રાના ઉત્સવમાં વિઘ્ન નાખતા હતા. રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી આ કનડગત દૂર કરાવી. રથયાત્રા નિર્વિઘ્ન નીકળી શકે એવો પાક્કો પ્રબંધ કરાવ્યો. રાજ્યના અમલદારોએ સત્તાના મદથી જિનમંદિરના લાગા બંધ કરાવ્યા હતા તે રાજાએ ફરીથી ચાલુ કરાવ્યા. કોઈ કોઈ ગામોમાં તો લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન દેરાસરોને પાછી અપાવી.
(-પિટર્સન રિપોર્ટ, પાન : ૧૪-૧૬) એક દિવસે રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી ખુશ થઈ દર સાલ માટે વર્ષના ૮૦ દિવસોમાં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીના ચરણમાં અર્પણ કર્યું.
આ દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકાક્ષરીમાં આ રીતે રજૂ કરે છે- “મલધારી આ. અભયદેવના પટ્ટરૂપી આકાશમાં આ. હેમચંદ્રરૂપી ચંદ્ર ઊગ્યો. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીર્ધાયુષી બન્યા.'
આ. હેમચંદ્રસૂરિના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુંજયતીર્થનો છ'રી પાળતો યાત્રા સંઘ નીકળ્યો. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલીમાં પડાવ નાખ્યો. સંઘના પુરુષો અને સ્ત્રીઓ નાહી-ધોઈ શરીરે કેસર ચોળી, બહુમૂલ્ય વસ્ત્રો પહેરી, રત્નજડીત દાગીના ધારણ કરી દેરાસરમાં દર્શન-પૂજા-પ્રભાવના કરી રહ્યા હતા. સંઘપતિની પાસે પણ ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી.
dIR સુરાહો કાર્ય માં દુ" | ૬૮ |
પાસવાનોએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજન્ ! સમજી લે કે ગુજરાત પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારા આંગણે આવ્યું છે. માન કે, લક્ષ્મી તને ચાંલ્લો કરવા આવી છે.
"ता गिण्ह तुम्हं एवं भंडारो होइ तुह जहा पोढो ।
संभाविजइ णाणं एकाए दव्वकोडीए" ॥७० ॥ રાજન્ ! આ સંઘને લૂંટી લે, તારો ખજાનો છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.
આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વસ્વ લૂંટી લેવાનો મનસૂબો કરી લીધો. પણ તેને રાજમર્યાદાનો ભંગ અને અપયશનો મોટો ડર હતો, તેથી શું કરવું એની વિમાસણમાં તે પડી ગયો. તેણે સંઘને જાણી જોઈને એક દિવસ અહીં વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળ્યો જ નહીં. બીજે દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. આ. હેમચંદ્રસૂરિએ રાજા ખેંગારનું મન પારખી લીધું હતું. તેથી તેમણે આ મરણના બહાનાથી રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યો. રાજવીને નીતિના માર્ગે દોરવણી આપી. રાજાએ પણ ઉપકાર માની પ્રસન્ન થઈને સંઘને આગળ પ્રયાણ કરવાની રજા આપી. સંઘ ત્યાંથી રવાના થઈ શત્રુંજય તીર્થની યાત્રા કરી પાટણ ગયો.
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રીસંઘે ગિરનારતીર્થને ૫૦,000 અને શત્રુંજયતીર્થને ૩૦,૦૦૦ પાસ્થયની ભેટ ધરી હતી.
(આ. ચંદ્રસૂરિકૃતિ મુણિસુવ્રયચરિયું, ગાથા : ૬૩ થી ૭૬) માલધારી હેમચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથોની રચના કરી છે, જેનું પ્રમાણ લગભગ લાખ શ્લોક જેટલું થાય છે
૧. આવસ્મય ટિપ્પણક આવશ્યકપ્રદેશ વ્યાખ્યા, ગ્રં. ૫૦૦૦. ૨. સયગ કમ્મગ્ગથ વિવરણ, ગ્રં. ૪OOO ૩. અણુઓગદારસુત્તવિત્તી, ગ્રં. ૬૦૦૦ ૪. ઉવએસમાલા-પુફમાલાપગરણ મૂલ, ઝં. પ. પુફમાલા સ્વોપજ્ઞવૃત્તિ, ગ્રં. ૧૪OOO. ૬. જીવસમાસ વિવરણ, ગ્રં. ૭000, સં. ૧૧૬૪ના ચૈત્ર સુદિ ૪ને સોમવાર, પાટણ.
(તેમણે સં. ૧૧૬૪માં રચેલા આ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન
છે. એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ ગણાય છે.) ૭. ભવભાવના-મૂલ, સં. ૧૧૭૦, મેડતા અને છત્રાપલ્લી. ૮. ભવભાવના સ્વપજ્ઞવૃત્તિ, ગ્રં. ૧૩૦૦૦, સં. ૧૧૭૦, મેડતા-છત્રાપલ્લી ૯. નંદિસુત્ત ટિપ્પન. ૧૦.વિસસાવસ્મય-બૃહદ્રવૃત્તિ, ગ્રં. ૨૮૦૦૦, સં. ૧૧૭૫.
તેમને “વિસસાવય' વૃત્તિ રચવામાં ૧. પં. અભયકુમાર, ૨. પં. ધનદેવ ગણિ, ૩. પં. જિનભદ્ર ગણિ, ૪. ૫. લક્ષ્મણગણિ. ૫. મુનિ વિબુધચંદ્ર તથા ૬, સાધ્વી આણંદશ્રી મહત્તરા અને ૭. સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી.
તેમના ગ્રંથોમાં ભવભીરુતાનો પરિચય આ પ્રકારે મળે છે- “મને ગુરુજનોએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમજ્યો છું તેને આત્મસ્મરણ માટે મેં અહીં ગોઠવ્યું છે. આમાં જે જે દોષો હોય તે મુનિજનોએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમ કે જગતમાં સૌ કર્મને આધીન છે સૌ છવાસ્થ છે અને મારા જેવા તો સબુદ્ધિ વિહોણા છે, ને મતિવિભ્રમ તો કોને થતો નથી ? (-આવસ્મય ટિપ્પન).
તેમના શિષ્યોમાં ચાર બહુ પ્રસિદ્ધ હતા.
૧. આo વિજયસિંહસૂરિ - તેમણે સં. ૧૧૯૧ના માહ વદિ ૩ના રોજ કૃષ્ણર્ષિના શિષ્ય આ. જયસિંહસૂરિની “ધર્મોપદેશમાલા’ ગાથા : ૯૮ નું વિવરણ ગ્રંવ : ૧૪૪૭૧ રચ્યું, જેમાં તેમના ગુભાઈ પં. અભયકુમાર ગણીએ સહાય કરી હતી. આ આચાર્ય ઘણા રૂપાળા અને શાંત હતા.
૨ આO ચંદ્રસૂરિ - તેઓ લાટદેશના નાણાપ્રધાન મંત્રી હતા.
૩ આ0 વિબુધચંદ્રસૂરિ - તે પણ લાટદેશના મંત્રી હતા. તેમણે મંત્રીપદ તજી ગઈ દીક્ષા લીધી. તેમણે ગુરુદેવની ‘વિસસાવસ્મય'ની બૃહવૃત્તિનું તથા આ. ચંદ્રસૂરિએ રચેલા મુણિસુવ્યચરિય’નું સંશોધન કર્યું હતું. તેમના શિષ્ય ઉપાધ્યાય પદ્મચંદ્ર હતા.
Page #9
--------------------------------------------------------------------------
________________
૪ પં. લક્ષ્મણ ગણિ - તેમણે સં૦ ૧૧૯૯ના માહ સુદિ ૧૦ના રોજ ગુર્જરેશ્વર કુમારપાલના રાજ્યમાં માંડલમાં ‘સુપાસનાહચરિય' ગ્રંથાગ્ર : ૧0000 પ્રમાણ રચ્યું છે.
આO હેમચંદ્રસૂરિએ ઘણી ધર્મપ્રભાવના કરી હતી. ગિરનાર તીર્થનો કબજો અપાવ્યો હતો. અમારિ પ્રવર્તાવી હતી. સાધુઓનો થતો પરાજય નિવાર્યો હતો. ચૈત્યવાસનો ફેલાવો ન થાય એ માટે તેમણે સક્રિય પ્રયત્ન કર્યો હતો. જિનમંદિરો માટે થતાં વિઘ્નો દૂર કરાવ્યાં હતાં. લગભગ એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરેલી છે.
તેઓ સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા. રાજા સિદ્ધરાજ તેમની શ્મશાન યાત્રામાં થોડાએક માર્ગ સુધી સાથે ગયો હતો અને એ રીતે પોતાનો આચાર્યશ્રી પ્રત્યેનો હાર્દિક પૂજ્યભાવ વ્યક્ત કર્યો હતો.
આચાર્યશ્રી પરમનૈષ્ઠિક પં. શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા. એકંદર તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. (જૂઓ, જીવસમાસની સ્વલિખિત પ્રત)
આO હેમચંદ્રસૂરિ પોતે “જીવસમાસની વૃત્તિ' માં પોતાનો પરિચય આપે છે કે, “યમ, નિયમ, સ્વાધ્યાય અને પદસ્થપ્પાનાનુષ્ઠાનરત, પરમનૈષ્ઠિક પંડિત શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક શ્રી હેમચંદ્રાચાર્યે સંવ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ને સોમવારે પાટણમાં જયસિંહના રાજયમાં જીવસમાસવૃત્તિ' (ઝૂ. ૭૦૦) લખી છે. આ પ્રતિ આજે ખંભાતના ભંડારમાં વિદ્યમાન છે. આ પ્રમાણે આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ બારમી સદીમાં એક મહાન શાસનપ્રભાવક આચાર્ય હતા.
(જૈનપરંપરાનો ઈતિહાસ ભાગ બીજામાંથી સાભાર ઉદ્ધાંત)
Page #10
--------------------------------------------------------------------------
________________
નામ
અચંકારિતભટ્ટિકા
અંતકંગ કથાનો પ્રારંભ
અંતરંગ લોકનો પરિચય
અમરદત્તની પત્ની
અર્હદ્દત્ત
અર્હત્રકમુનિ
ઉપદેશમાલા (પુષ્પમાળા)માં આવેલાં દૃષ્ટાંતોની અકારાદિ અનુક્રમણિકા
અશ્વરક્ષક પુરુષ
આચાર્ય
આઠ બંધુઓ
આર્દ્રકકુમાર
આષાઢાભૂતિ
ઈલાપુત્ર
કંથાસિદ્ધ બ્રાહ્મણ
કનકરથ
કપિલ
કાયગુપ્ત સાધુ
કાલકસૂરિ
કાલિકસૂરિ
કીર્તિચંદ્ર રાજા
કુંતલદેવી
કૂણિક (અશોકચંદ્ર)
ફૂલવાલક
ક્ષુલ્લક (નાગદત્ત મુનિ)
ગંધપ્રિય
ગુણદત્ત સાધુ ચંડ પિંગલ
વિષય
ક્રોધનો વિપાક ક્ષમાનો મહિમા
ઉપમિતિભવપ્રપંચકથાનુસારે ઉપમિતિભવપ્રપંચકથાનુસારે સમ્યક્ત્વવાળાને દેવનું સાન્નિધ્ય
કામરાગનો વિપાક
સ્ત્રીસંગમાં આસક્તિનો વિપાક
સત્સંગનો મહિમા
દ્વેષ-ઈર્ષાનો વિપાક
જિનપૂજાનું ફળ
ભાવશલ્યનો વિપાક
લોભ પિંડ વિષે
ભાવશલ્યનો વિપાક
સત્સંગ
પ્રેમનો વિપાક
લાભથી લોભની વૃદ્ધિ
કાયગુપ્તિનું પાલન
અસત્ય ન બોલવા વિષે
જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધનું આચરણ
કરવામાં દ્રવ્યાદિનું આલંબન શરીરની મમતાનો ત્યાગ દ્વેષ-ઈર્ષાનો વિપાક પ્રેમનો વિપાક
ગુરુકુલવાસ ત્યાગનો વિપાક
ક્રોધનો વિપાક-ક્ષમાનો મહિમા
ઘ્રાણેન્દ્રિયના અનિગ્રહમાં દોષ
વચનગુપ્તિનું પાલન
નવકાર મહામંત્રનો મહિમા
પૃષ્ઠ નં.
૪૭૯
૯૮
૨૭૮
૨૫૮
૫૧૮
૬૫૬
૬૭૦
૬૭૯
૬૮૩
૫૫૮
૧૦૫
૫૬૬
૬૬૮
૫૮૦
૫૦૧
૪૦૧
૩૩૬
૪૨૭
૩૬૪
૬૭૮
૫૯૩
૫૪૭
૪૮૩
૪૬૪
૩૯૯
૬૫૦
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
૫૭૯ ૩૯૭ ૬૪૯
પ૯૯
૬૭૭ પ૩પ ૩૭૭
ચૂલની જિનદાસ શ્રાવક જિનદાસ શ્રાવક જિનપાલિત-જિનરક્ષિત તપસ્વી તલચોર દરિદ્ર પુરુષ દશ દૃષ્ટાંત દેવસિકા સતી દૃઢપ્રહારી ધનમિત્ર ધનશર્મ સાધુ ધનસાર ધર્મરુચિ અણગાર ધર્મરુચિ મુનિ ધર્મરુચિ મુનિ
નંદ
પ્રેમનો વિપાક મનોગુપ્તિનું પાલન નવકાર મહામંત્રનો મહિમા વિષયોમાં આસક્તિ-અનાસક્તિ પરદોષ કથનનો વિપાક અકાર્યથી ન રોકવામાં વિપાક વ્રતનું રક્ષણ કેવી રીતે કરવું ? મનુષ્યભવની દુર્લભતા શીલનો મહિમા તપનો મહિમા જિનપૂજાનું ફળ એષણા સમિતિનું પાલન દાન ન આપવામાં નુક્સાન જીવદયા પાલન અષણીયનો ત્યાગ કરવો પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન કેષ કરવાથી થતો વિપાક તપનો મહિમા શીલનો મહિમા અદત્તાદાન વ્રત પાલનમાં દઢતા સમ્યક્તવાળાને દેવનું સાન્નિધ્ય ગુરુકુલવાસ સેવાથી થતા લાભો અયોગ્યને જ્ઞાનદાનનો નિષેધ પ્રેમનો વિપાક અધ્યવસાયની સ્થિરતા સ્વદ્રવ્યથી ધર્મ કરવો. શુદ્ધ પ્રરૂપણા કરવી. જાતિમદ ન કરવો. પ્રેમનો વિપાક વેયાવચ્ચથી થતા લાભો શીલખંડનથી થતા દોષો શીલનો મહિમા જિનપૂજાનું ફળ
નંદિષણ નમિરાજા નાગદત્ત નૃપવિક્રમ રાજા પંથક સાધુ પુરંદર પ્રદેશી રાજા પ્રસન્નચંદ્ર બે નોકર બે સાધુ બ્રહ્મદેવ ભરત ચક્રવર્તી ભુવનતિલક મણિરથ મદનરેખા મેના પોપટ
૧૯૭ ૨૩૪ ૬૮૮ ૩૮૯ ૧૮૦ ૩૩૨ ૩૯૧ ૩૯૫ ૫૧૯ ૨૨૮ ૨૦૪ ૩૪૩ ૨૬૮ ૫૪૧
૭૬ ૫૮૭ ૪૧૫ ૧૬૯
૭૩ ૪૮૯ ૫૮૩ ૬૨૬ ૨૦૪ ૨૦૪ ૬૮૨
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
૬૦
રવિગુપ્ત
મૃગાપુત્ર
હિંસાનો વિપાક રતિસુંદરી આદિ
શીલપાલનનો મહિમા
રાત્રિભોજનમાં દોષ રસલોલ
રસનેન્દ્રિયના અનિગ્રહમાં દોષ લક્ષ્મીધર
દૃષ્ટિરાગનો વિપાક લોલાક્ષ
ચક્ષુઈન્દ્રિયના અનિગ્રહમાં દોષ લોહભારવાહ
કુલક્રમથી આવેલ મિથ્યાધર્મનો ત્યાગ વણિક પુત્રી
માયાનો વિપાક વરદત્ત મુનિ
ઈર્યાસમિતિનું પાલન વસુરાજા
અસત્યવાદનો વિપાક વિનીત શિષ્ય
ગંગા કઈ દિશામાં વહે છે. વિષ્ણુકુમાર
તપનો મહિમા શાંતિનાથપ્રભુ (૧૦ ભવ વિસ્તારથી) અભયદાન શિવકુમાર
નવકારમંત્રનો મહિમા શ્રીમતી
નવકારમંત્રનો મહિમા સંકાશ શ્રાવક
દેવદ્રવ્ય ભક્ષણનો વિપાક સંગત સાધુ
ભાષાસમિતિનું પાલન સંપ્રતિ રાજા
ચારિત્રનું ફળ સમર રાજા
એકપદ શ્રવણથી મોક્ષ સાગરચંદ્ર
જ્ઞાનથી મોક્ષસુખની પ્રાપ્તિ સિંહરથ
વિનીતનો વિનય કરવો સીતાજી
શીલનો મહિમા સુંદર
સ્નેહરાગનો વિપાક સુકુમાલિકા
સ્પર્શન ઈન્દ્રિયના અનિગ્રહમાં દોષ સુદર્શન મહર્ષિ
બ્રહ્મચર્યપાલનનો મહિમા સુભદ્રા
શ્રવણેન્દ્રિયના અનિગ્રહમાં દોષ સુભદ્રા સાધ્વી
ગૃહસ્થની વેયાવચ્ચમાં દોષ સોમ-ચિત્રભાનું
સત્સંગનો મહિમા સોમિલાર્ય
આદાન-નિક્ષેપણા સમિતિનું પાલન સ્કંદમુનિ
તપનો મહિમા સ્થૂલભદ્ર મુનિ
બ્રહ્મચર્યનું પાલન હુંડિક યક્ષ
નવકાર મહામંત્રનો મહિમા
૧૮૫ ૩૭૨ ૪૬૫ ૫૧૬ ૪૫૩ ૫૯૧ ૪૯૩ ૩૮૩ ૩૩૮ ૫૩૯ ૨૩૭
૧૫ ૬૪૬ ૬૪૮ ૬૬૨ ૩૮૫ ૪૪૨ ૭૧૪ ૧૪૫ ૬૧૫ ૧૯૨ ૫૧૭ ૪૬૯
૩૫૦
૪૫૨ ૬૩૭ ૬૬૬ ૩૯૩ ૨૪૧ ૩પ૬ ૬૫૧
Page #13
--------------------------------------------------------------------------
________________
दानं
अभयदानं
V ज्ञानदान
↓
अनशनं कनोदरिका वृत्तिसंक्षेपः रसत्यागः
१
२
३
४
लक्षणं
↓
बाह्यम्
↓
भेदाः
V स्वरूपं
उपष्टंभदानं
ग्रंथविषयाणां कोष्टकं)
धर्मः
V
शीलं
कायक्लेशः संलीनता
५
६
७
८
९
↓
↓
↓
↓
↓
↓
↓
सम्यक्त्वं चरणविशुद्धिः करणजयः कषायजयः गुरुकुल आलोचना भवविरागः विनयः वैयावृत्त्यं
वासः
↓
स्वामी
→
तपः
↓ प्रायश्चित्तं विनयः
↓ ↓ ↓ ↓ ↓↓↓ ↓ आचार्यः उपाध्यायः स्थविरः कुलः ↓ ↓ V ↓ लोकोपचारः अर्थः कामः भयः V V ↓ लक्ष्मीः
V
गुरुः V स्वरूपं
प्रेम विषयाः दहः ज्ञान दर्शनं चारित्रं औपचारिकः ↓ V ↓ ↓ ★ आलोचना आलोचक: आलोचयितव्यं आलोचनविधिः अनालोचनादोषाः आलोचनागुणः ↓ ↓ ↓ ↓ ↓ शिष्यः करणे गुणाः अकरणे दोषाः ↓ ↓ ↓ ↓ भेदाः काल: गतिः विपाकः रागद्वेषाँ ↓ ↓ ↓ ↓ स्वामिनः संस्थानानि प्रमाणं विषयाः ↓ ↓ भेदाः विधिः
↓
V
अर्हः
उत्सर्गापवाद
↓
V उत्पत्तिः
↓ भेदाः
गुणाः
↓ ✓ वैयावृत्त्यं स्वाध्यायः ११
१०
↓
↓
स्वाध्यायतिः अनायतनवर्जन
गणः संघः तपस्वी ग्लानः साधर्मिक: शैक्षकः ↓ मोक्षः
V
↓
वाचना पृच्छना परावर्तना अनुपेक्षा धर्मकथा
↓
अतिचाराः लिङ्गानि
विपाकः विभूषा विभूषा स्त्रीसंसर्गः प्रणीतरसत्यागः
ध्यानं
↓
अभ्यंतरम्
ज्ञानतः
V हेयोपायादिज्ञान
परपरिवादः आत्मोत्कर्षः
व्युत्सर्गः
१२
* परपरिवादनिवृत्ति:
जिनपूजनोद्युक्तः सन्
१३ १४ V V
धर्मस्थैर्य परिज्ञा
भावः
फलतः
V विरति:
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષય
મંગલાચણ ધર્મોપદેશથી જ પરોપકાર
ભાગ-૧ની અનુક્રમણિકા
વિષય
દાન ન કરવાથી થતા દોષો
કૃપણ ધનસારની કથા
અનુબંધ ચતુષ્ટય ધર્મની દુર્લભતા મનુષ્યભવની દુર્લભતા-૧૦ દૃષ્ટાંત દાનધર્મ
અભયદાન દ્વાર
૧૨
અહિંસા જ સર્વશ્રેષ્ઠધર્મ
૧૨
જીવદયાથી થતા લાભો
૧૪
શાંતિનાથ ચરિત્ર (વિસ્તારથી ૧૦ ભવ) ૧૫
૧૯
હિંસાથી થતા દોષો મૃગાપુત્રનું દૃષ્ટાંત
૬૦
જ્ઞાનદાન દ્વાર
૬૬
૬૬
૬૭
૬૯
૭૨
૭૩
૭૪
૭૬
૯૮
૧૪૦
૧૪૧
૧૪૩
૧૪૫
૧૬૫
૧૬૫
૧૬૭
૧૬૮
૧૬૯
૧૬૯
૧૭૮
અજીવ પણ હિંસાનો વિષય છે.
જ્ઞાનના પ્રકારો
જ્ઞાનદાતા
શુદ્ધપ્રરૂપણાનો મહિમા
શુદ્ઘપ્રરૂપણા વિષે બે સાધુનું દૃષ્ટાંત જ્ઞાનગ્રહણવિધિ
પુરંદરકુમારનું દૃષ્ટાંત
અંતરંગ કથાનો પ્રારંભ
જ્ઞાનમાં ઉદ્યમ કરવો
જ્ઞાનના લાભો
જ્ઞાનથી ઉત્કૃષ્ટ નિર્જરા સાગરચંદ્રનું ચરિત્ર ઉપષ્ટભદાન દ્વાર
સુપાત્રદાન વિના તીર્થનો અભાવ
કેવી રીતે દાન આપવું
સુપાત્ર દાનનાં ફળો ધર્મ સ્વદ્રવ્યથી કરવો
પૃષ્ઠ નં.
૧
૪
૫
૬
૭
બે નોકરનું દૃષ્ટાંત
કોને આપવાથી વધારે લાભ
શીલધર્મ
શીલનો અર્થ
શીલનું માહાત્મ્ય ચાર સુંદરીઓની કથા મહાસતી સીતાજીનું ચરિત્ર
દેવસિકા સતીનું ચરિત્ર શીલખંડનથી થતા દોષો
મણિરથનું ચરિત્ર મદનરેખાનું ચરિત્ર નમિરાજાનું ચરિત્ર
તપધર્મ
બાહ્યતપ
અત્યંતર તપ
તપથી લબ્ધિઓ પ્રગટે
તપનું ફળ નંદિષણની કથા
તપનો મહિમા
દૃઢપ્રહારીની કથા
વિષ્ણુકુમારનું ચરિત્ર સ્કંદક મુનિનું ચરિત્ર
ભાવધર્મ
ભાવની ઉત્પત્તિનાં કારણો
સમ્યક્ત્વનું સ્વરૂપ ગ્રંથિનો અર્થ
ગ્રંથિભેદ કોણ કરે ?
સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય ?
કોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ? સમ્યક્ત્વ પ્રાપ્તિનો ક્રમ સમ્યક્ત્વના ગુણો
પૃષ્ઠ નં.
૧૭૯
૧૮૦
૧૮૪
૧૮૫
૧૮૫
૧૯૨
૧૯૭
૨૦૪
૨૦૪
૨૦૪
૨૦૪
૨૧૫
૨૧૮
૨૨૫
૨૨૭
૨૨૮
૨૩૩
૨૩૪
૨૩૭
૨૪૧
૨૪૯
૨૫૦
૨૫૧
૨૫૨
૨૫૩
૨૫૫
૨૫૬
૨૫૭
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
પૃષ્ઠ નં.
૩૧૫
૨૮૬
૩૨૬
૩૩૧
વિષય અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત નૃપ વિક્રમરાજાની કથા અંતરંગ લોકનો પરિચય પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ સમ્યકત્વની દુર્લભતા સમ્યકત્વના પ્રકારો સમ્યક્ત્વના અતિચારો સમ્યકત્વના લિંગો સમ્યકત્વના આગારો ચરણશુદ્ધિવાર ચારિત્રનું સ્વરૂપ દેશવિરતિ શૂલપ્રાણાતિપાત વિરમણવ્રત અતિચારો સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત અતિચારો સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત અતિચારો સ્વદારાસંતોષ-પરદાર વિરમણવ્રત અતિચારો સ્થૂલ પરિગ્રહ વિરમણવ્રત અતિચારો દિવ્રત અતિચારો ઉપભોગ-પરિભોગવ્રત અતિચારો પંદર કર્માદાન અનર્થદંડ વિરમણવ્રત અતિચારો સામાયિક વ્રત અતિચારો દેશાવગાશિક વ્રત અતિચારો
વિષય
પૃષ્ઠ નં. ૨૫૮ પૌષધવ્રત
૩૧૪ ૨૬૮ અતિચારો ૨૭૮ અતિથિસંવિભાગ વ્રત
૩૧૫ ૨૮૦ અતિચારો
૩૧૫ ૨૮૧ સર્વવિરતિ
૩૧૬ ૨૮૨ દેશવિરતિને યોગ્ય કોણ ? ૩૧૭ ૨૮૩ સર્વવિરતિને યોગ્ય કોણ ? ૩૧૯
વિરતિને અયોગ્ય કોણ ? ૩૨૧ ૨૮૯ દીક્ષાને યોગ્ય છે નપુંસકો ૩૨૪ ૨૯૧ પંડકનું સ્વરૂપ
૩૨૫ ૨૯૨ વિનીતને ચારિત્ર આપવું. ૨૯૩ ચારિત્ર પ્રદાનનો વિધિ
૩૨૭ ૨૯૩ મહાવ્રતોનું આરોપણ
૩૨૮ ૨૯૪ ચારિત્રની ત્રણ ભૂમિ
૩૨૯ ૨૯૭
છ જવનિકાયની યતનાને ઉપાય ધર્મચિ અણગારની કથા
૩૩૨ સત્યવાદીને થતા ગુણો
૩૩૫ ૩૦૦ કાલકસૂરિની કથા
૩૩૬ ૩૦૧ અસત્યવાદીને થતા દોષો
૩૩૮ ૩૦૨ વસુરાજાની કથા
૩૩૮ ૩૦૩ નાગદત્તની કથા
૩૪૩ ૩૦૪
બ્રહ્મચર્યની નવ ગુક્તિઓ ૩૪૯ ૩૦૫ સુદર્શન મહર્ષિની કથા
૩પ૦ ૩૦૬ સ્થૂલભદ્રસ્વામીની કથા
૩૫૬ ૩૦૬
પરિગ્રહથી ચારિત્ર મલિન બને ૩૬૨ ૩૦૮
શાસનની મલિનતાથી સંસાર ભ્રમણ ૩૬૩ કીર્તિચંદ્ર રાજાની કથા
૩૬૪ ૩૧૦
૩૭૦ રાત્રિભોજનનો નિષેધ ૩૧૧ ૩૧૨
જૈનોએ વિશેષથી રાત્રિભોજન ૩૭૦ ૩૧૩
છોડવું જોઈએ રવિગુપ્તની કથા
૩૭૨ ૩૧૩ | દરિદ્ર પુરુષનું કથાનક
3७७
૨૯૮ ૨૯૯
૩૦૯
૩૧૩
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૐ હૌં શ્રાઁ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ
॥ મૈં નમઃ ।
मलधारीयश्रीहेमचन्द्रसूरीश्वरसूत्रिता स्वोपज्ञा
।। શ્રી ઉપદેશમાના | ।। પુષ્પમાત્તાપરામિધા ॥ ભાગ-પહેલો
૧
ટીકાકારનું મંગલાચરણ
येन प्रबोधपरिनिम्मितवाग्वस्त्रां, क्षिप्त्वोद्धृतानि भुवनानि भवान्धकूपात् । निःशेषनाकिविभुवन्दितपादपद्म, भूयात् ममाशुभभिदे स युगादिदेवः ॥ १॥ ज्ञेयार्णवं सुरवरैरिव यैः समन्तात्, सद्द्बोधमन्दरमथा प्रविमथ्य लब्धः । जीवादितत्त्ववररत्नचयो भवन्तु, ते वः श्रिये विजयिनो जिनवीरपादाः ॥ २ ॥ दर्पोद्धुरस्मरतिरस्करणप्रवीणा, विश्वत्रयप्रथितनिर्मलकीर्तिभाजः । शेषा अपि प्रविकिरन्तु जिना रजो वः, सर्वामरप्रणतपावनपादपद्माः ॥ ३॥ वन्दे पादद्वितयं भक्त्या श्रीगौतमादिसूरीणाम् । निःशेषशास्त्रगङ्गाप्रवाहहिमवद्गिरिनिभानाम् ॥ ४ ॥ પારં યસ્યાઃ પ્રસાવેન, વૈદ્દિનઃ શ્રુતની ઘેઃ ।।ચ્છન્તિ તાં નાદુદ્ઘાં, પ્રળૌમિ શ્રુતદ્દેવતામ્ ॥ 、 ॥ अस्मादृशोऽपि सञ्जातः, परेषां किल बोधकः । यत्प्रभावेन तान् वन्दे, स्वगुरूंस्तु विशेषतः ॥६॥ इत्थं कृतनमस्कारो, नमस्कार्येषु वस्तुषु । प्रवक्ष्याम्यस्तविघ्नोऽर्थं, प्रस्तुतं श्रुतनिश्रया ॥ ७॥ अन्तरङ्गार्थगर्भं च, यत्किञ्चिदिह वक्ष्यते । तत्रोपमितिग्रन्थोक्ता, दृश्या सर्वाऽपि भावना ॥ ८ ॥
જેણે કેવળજ્ઞાન પામીને બોલાયેલી વાણીરૂપી દોરડાને નાખીને લોકોનો ભવરૂપ અંધારા કૂવામાંથી ઉદ્ધાર કર્યો અને જેના ચરણ કમળોને સધળા ઇદ્રોએ વંદન કર્યું છે એવા તે આદિનાથ ભગવાન મારા અશુભોના નાશ માટે થાઓ. (૧) જેવી રીતે ઉત્તમદેવોએ મંદર પર્વતને રવૈયો બનાવીને તેનાથી સમુદ્રનું મંથન કરીને રત્નો મેળવ્યાં હતાં, તેવી રીતે જેમણે કેવળજ્ઞાનરૂપ મંદરપર્વતને રવૈયો બનાવીને એ રવૈયાથી જ્ઞેય પદાર્થો રૂપ સમુદ્રનું ચારે બાજુ અતિશય મંથન કરીને જીવાદિતત્ત્વો રૂપ શ્રેષ્ઠ રત્નસમૂહને મેળવ્યો તે વિજય પામનારા શ્રી વીરજિનના ચરણો તમારી સમૃદ્ધિ માટે થાઓ. (૨) અભિમાનથી નિરંકુશ બનેલા કામદેવનો તિરસ્કાર કરવામાં પ્રવીણ, ત્રણેય લોકમાં ફેલાયેલી નિર્મળ કીર્તિવાળા, અને જેમના પવિત્ર ચરણકમળોને સર્વદેવોએ પ્રણામ કર્યા છે એવા બાકીના બાવીસ જિનો
ઉ. ૧
Page #17
--------------------------------------------------------------------------
________________
૨-મંગલાચરણ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શ્રીવીરપ્રભુને નમસ્કાર
પણ તમારી પાપરૂપ રજને દૂર કરો. (૩) સર્વ શાસ્ત્રરૂપ ગંગાના પ્રવાહ માટે હિમવંત પર્વત સમાન શ્રીગૌતમસ્વામી વગેરે આચાર્યોના ચરણોને હું ભક્તિથી વંદન કરું છું. (૪) જેની કૃપાથી જીવો શ્રુતરૂપ સમુદ્રના પારને પામે છે તે વિશ્વવંદ્ય શ્રુતદેવીની હું સ્તુતિ કરું છું. (૫) ખરેખર! જેમના પ્રભાવથી મારા જેવો પણ બીજાઓને બોધ આપનારો થયો તે મારા ગુરુને તો હું વિશેષથી વંદન કરું છું. (૬) આ પ્રમાણે નમસ્કાર કરવા લાયક ઉત્તમ જીવોને જેણે નમસ્કાર કર્યો છે અને જેનાં વિઘ્નો દૂર થયાં છે એવો હું શ્રુતના આધારે પ્રસ્તુત અર્થને કહીશ. (૭) અહીં અંતરંગ અર્થથી ગર્ભિત જે કહેવાશે ત્યાં સઘળીય ભાવના ઉપમિતિભવપ્રપંચા ગ્રંથમાં કહેલી જાણવી. (૮)
મૂળગ્રંથના કર્તાનું મંગલાચરણ
અહીં કોઈક ઇષ્ટકાર્યમાં પ્રવૃત્તિ કરનારા શિષ્ટપુરુષો વિઘ્નસમૂહના નાશ માટે અને શિષ્ટપુરુષોના આચાર પાલન માટે ઇષ્ટદેવને નમસ્કાર કરીને પ્રવૃત્તિ કરે છે. આથી શિષ્ટપુરુષોના માર્ગને અનુસરનારા ઉપદેશમાલા પ્રકરણના કર્તા આ ગ્રંથકાર પણ પ્રારંભમાં જ ઇષ્ટદેવના નમસ્કારને કહે છે= કરે છે
सिद्धमकम्ममविग्गहमकलंकमसंगमक्खयं धीरं ।
पणमामि सुगइपच्चलपरमत्थपयासणं वीरं ॥ १ ॥
ગાથાર્થ— સિદ્ધ, અકર્મ, અશરીરી, અકલંક, અસંગ, અક્ષય, ધીર અને સુગતિ આપવા માટે સમર્થ હોય એવા પરમ પદાર્થોને પ્રગટ કરનારા અંતિમ તીર્થાધિપતિ શ્રીવીરભગવાનને હું પ્રણામ કરું છું.
વિશેષાર્થ- સિદ્ધ-સિદ્ધ એટલે જેમનો સમસ્ત કાર્યસમૂહ પૂર્ણ થઈ ગયો છે તેવા, અર્થાત્ હવે જેમને કશું કરવાનું બાકી નથી તેવા.
અકર્મ જગતમાં શિલ્પસિદ્ધ (= શિલ્પકળામાં અત્યંત કુશળ) વગેરે પણ સિદ્ધ હોય છે. શિલ્પસિદ્ધ વગેરે સિદ્ધ અહીં વિક્ષિત નથી એ જણાવવા માટે શ્રીવીરનું ‘અકર્મ’ એવું વિશેષણ મૂક્યું છે. અકર્મ એટલે જેના સર્વ કર્મરૂપ બંધનો તૂટી ગયાં તેવા. શિલ્પસિદ્ધ વગેરે સિદ્ધને કર્મરૂપ બંધનો હોય છે.
અશરીરી– અશરીરી એટલે શરી૨ રહિત. કેટલાકો ઇશ્વર વગેરેને કર્મરહિત માને છે, પણ શરીરવાળા માને છે. અહીં વીર વિભુ તેવા નથી એ જણાવવા માટે શ્રીવીરનું ‘અશરીરી’ એવું વિશેષણ મૂક્યું છે.
૧. ગંગાનદી હિમવંતપર્વતના પદ્મવૃદમાંથી નીકળે છે અને સર્વ શાસ્ત્રો ગણધર ભગવંતોના મુખમાંથી પ્રગટ થાય છે. માટે શાસ્ત્રોને ગંગાનદીની અને ગૌતમસ્વામી વગેરે ગણધરોને હિમવંત પર્વતની ઉપમા આપી છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રીવીરપ્રભુનાં વિશેષણો]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મંગલાચરણ-૩
અકલંક– અકલંક એટલે વ્રતભંગ વગેરે સર્વ કલંકથી રહિત. મુક્તિમાં શરી૨ રહિત હોવા છતાં મુક્તિ પામે એ પહેલાં મનુષ્યભવમાં જેમનાં દૃષ્ટાંતો હવે કહેવાશે તે આર્દ્રકુમાર અને નંદિષણ આદિની જેમ કલંક સહિત પણ હોય. શ્રીવીરવિભુ આવા નથી એ જણાવવા માટે શ્રીવીરનું ‘અકલંક' એવું વિશેષણ મૂક્યું છે. વીરવિભુ મુક્તિની પૂર્વે પણ અનંતર મનુષ્યભવમાં આંશિકપણ લોકાપવાદથી દૂષિત થયા ન હતા.
અસંગ– અસંગ એટલે બાહ્ય-અત્યંતર સર્વ પરિગ્રહસમૂહથી રહિત. કોઈક જીવ કલંક રહિત હોવા છતાં પરિગ્રહ સહિત હોઈ શકે છે. વીરવિભુ આવા નથી એ જણાવવા શ્રીવીરનું ‘અસંગ’ એવું વિશેષણ મૂક્યું છે.
અક્ષય– અક્ષય એટલે જેનો મુક્તિપર્યાય ક્યારેય નાશ પામવાનો નથી તેવા, અર્થાત્ ફરી ક્યારેય સંસારમાં પાછા ન આવે તેવા. બૌદ્ધો પોતાના ઈશ્વરને મુક્તિ પામવા છતાં તીર્થ પરાભવ આદિ કારણથી ફરી પણ સંસારમાં પાછા આવે તેવા માને છે. આ વિષે તેમનું વચન આ પ્રમાણે છે “ધર્મતીર્થને કરનારા જ્ઞાનીઓ મુક્તિમાં જઈને તીર્થ વિનાશના કારણે (= તીર્થ વિનાશને રોકવા માટે) ફરી પૃથ્વી ઉપર પાછા ફરે છે.” તેથી ‘અક્ષય’ એવા વિશેષણથી મુક્તિમાંથી પાછા આવવાનો નિષેધ કર્યો છે એમ જાણવું.
વીર– વી૨ એટલે અકરણવીર્યથી અનંતવીર્યવાળા. મુક્તિમાં રહેલો જીવ સ્થિતિ વગેરે (= યોગની સ્થિરતા અને જોવું-જાણવું વગેરે) ક્રિયા કરે છે. મુક્તિમાં આત્મા સર્વથા પ્રયત્ન રહિત હોય તો કેવળજ્ઞાન-કેવલદર્શનના વ્યાપાર માટે (= ઉપયોગ માટે) સ્થિતિ વગેરે ક્રિયા ન ઘટી શકે. “નવ આત્મગુણોનો અત્યંત અભાવ એ મુક્તિ છે.’” એવું વચન હોવાથી મુક્તિમાં કાયમ રહેનાર પણ જીવમાં પ્રયત્ન અને જ્ઞાન ન હોય એમ કેટલાકો માને છે. એનો નિષેધ કરવા એટલે કે મુક્તિ પામેલા જીવમાં પ્રયત્ન અને જ્ઞાન હોય એ જણાવવા માટે અહીં ‘વીર’ એવું પદ મૂક્યું છે.
ધીર– ધીર એટલે પરિષહોથી ક્ષોભ ન પામે તેવી ધીરતાવાળા. અથવા ધી અને ૨ એ બે અક્ષરોના જુદા જુદા અર્થથી પણ ધીર શબ્દનો અર્થ કરી શકાય. તે આ પ્રમાણે- ધી એટલે જ્ઞાન. ૨ એટલે શોભનાર. જે જ્ઞાનથી શોભે તે ધીર. અહીં જ્ઞાન એટલે સકલ આવરણરૂપ કલંકથી રહિત એવી સર્વ વસ્તુઓને જાણવાની શક્તિ. વીર આવા જ્ઞાનથી શોભે છે માટે ‘ધીર’ છે. જો મુક્તિમાં સર્વથા જ્ઞાનનો અભાવ હોય તો મુક્તિની પ્રાપ્તિ સંકટની પ્રાપ્તિ જ થાય. જો સંસાર અવસ્થામાં થનારા જ્ઞાનમાત્રનો પણ મુક્તિમાં અભાવ થાય તો આત્મા જડકાષ્ઠ આદિ
૧. મન, વચન, કાયાની સહાયથી પ્રવર્તતું વીર્ય કરણવીર્ય છે. મન-વચન-કાયા વિના પ્રવર્તતું વીર્ય અકરણવીર્ય છે. સંસારી જીવોને ક૨ણવીર્ય હોય છે. મુક્ત જીવોને અકરણવીર્ય હોય છે.
૨. બુદ્ધિ-સુલ-દુ:લ-ફચ્છા-દ્વેષ-પ્રયત્ન-ધર્મ-અધર્મ-સંસ્છારૂપાળાંનવાનાં વિશેષ મુળનામત્યન્તોછેતે 7 મોક્ષ કૃતિ
वैशेषिकमतम् ॥
ઉ. ૨ ભા. ૧
Page #19
--------------------------------------------------------------------------
________________
૪-પરાર્થસંપત્તિનો ઉપાય] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મોપદેશથી જ પરોપકાર જેવો બનવાની આપત્તિ આવે. એમ થતાં કોઈ પણ જીવ મુક્તિ માટે પ્રયત્ન પણ ન કરે. વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારો કોઈપણ જીવ સ્વગુણની હાનિ માટે પ્રયત્ન ન કરે, કિંતુ સ્વગુણની વૃદ્ધિ માટે જ પ્રયત્ન કરે. અહીં વિસ્તારથી સર્યું.
સુગતિ આપવા માટે સમર્થ હોય એવા પરમ પદાર્થોને પ્રગટ કરનારા સુદેવભવ, સુમનુષ્યભવ અને મુક્તિ એ સુગતિ છે. (જેમાં ધર્મની પ્રાપ્તિ થાય તેવો દેવભવ સુદેવભવ છે અને તેવો મનુષ્યભવ સુમનુષ્યભવ છે.) અહીં પદાર્થશબ્દથી જ્ઞાનાદિ કે જીવાદિ પદાર્થો વિવક્ષિત છે. પરમ એટલે પ્રકૃષ્ટ, આ પદાર્થો પરતીર્થિકોએ યુક્તિથી રહિત એવા પ્રકૃતિપુરુષ આદિ જે પદાર્થો કલ્પેલા છે તે પદાર્થોથી ભિન્ન હોવાથી પ્રકૃષ્ટ છે.
શ્રીવીરના “સુગતિ આપવા માટે સમર્થ હોય એવા પરમ પદાર્થોને પ્રગટ કરનારા” એવા વિશેષણથી ભગવાનની પરાર્થ સંપત્તિ જણાવી. પરાર્થ એટલે પરોપકાર. સંપત્તિ એટલે લક્ષ્મી. પરોપકાર કરવામાં ભવ્યજીવોને સુગતિની પ્રાપ્તિ કરાવવા માટે સમર્થ હોય એવા પ્રકૃષ્ટ પદાર્થોને પ્રગટ કરવા સિવાય બીજી કોઈ જ સંપત્તિ નથી. કહ્યું છે કે-“જે સદુપદેશના દાનથી અનંત દુઃખને આપનારા રાગાદિ રૂપ કલેશસમૂહથી છોડાવે છે તેનાથી બીજો કયો ઉપકારી છે?” અહીં સિદ્ધ વગેરે પદોથી સ્વાર્થ (= સ્વોપકાર) સંપત્તિ કહી છે. અસંગ વગેરે પદોથી સ્વાર્થસંપત્તિનો ઉપાય કહ્યો છે. પરાર્થસંપત્તિના ઉપાય તરીકે તો સ્વાર્થસંપત્તિ જ કહેલી જાણવી, અર્થાત્ સ્વાર્થસંપત્તિ જ પરાર્થસંપત્તિનો ઉપાય છે. કારણ કે જેનો સ્વોપકાર સિદ્ધ થયો નથી તે પરોપકાર કરવા માટે અસમર્થ છે. કહ્યું છે કે-“આ બીના સુપ્રસિદ્ધ છે કે ગુણોમાં સારી રીતે રહેલો જ બીજાઓને ગુણમાં સ્થાપે છે. જે પોતે જ પ્રવાહમાં તણાતો હોય તે બીજાને ન તારે.” [૧]
ભવ સમુદ્રમાં અતિદુર્લભ એવો મનુષ્ય જન્મ કોઈક રીતે પામીને ધીર પુરુષોએ આચરેલા પરોપકારમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧) કારણ કે તીર્થકરો પણ સંસારસમુદ્રના પારને પામેલા હોવા છતાં ઉપદેશદાનથી બીજાઓ ઉપર ઉપકાર કરે છે. (૨) તેથી ધીરપુરુષોના માર્ગને અનુસરીને પોતાની શક્તિ પ્રમાણે ઉપદેશદાનથી જ પરોપકારમાં ઉદ્યમ કરો. (૩) ધર્મસંબંધી, ધનસંબંધી અને કામસંબંધી એમ ત્રણેય પ્રકારનો ઉપદેશ સંભવે છે. પણ પરહિતમાં તત્પર પુરુષોએ ધર્મસંબંધી ઉપદેશમાં જ પ્રયત્ન કરવો જોઈએ. (૪) કારણ કે હિતના અર્થીઓએ જીવોના ભવદુઃખોનો વિનાશ કરવો જોઇએ. અને પ્રાયઃ અર્થ-કામ લાખો દુઃખોનું જ મૂળ છે. (૫) અનાદિભવની વાસનાના (= સંસ્કારોના) કારણે મૂઢ જીવોની બુદ્ધિ ગુરુની અવજ્ઞા કરીને (= ગુરુના ઉપદેશવિના પણ) સ્વયં જ અર્થ-કામમાં દોડે છે. (૬) રાગાદિદોષરૂપઅગ્નિ જીવોના હૃદયમાં નિત્ય સળગી રહ્યો છે. તેમાં અર્થ-કામના ઉપદેશથી થનારી આહુતિથી તે અગ્નિ અધિક વધે
Page #20
--------------------------------------------------------------------------
________________
અર્થ-કામનો ઉપદેશ અહિતકર.] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અભિધેય વગેરે-૫ છે. (૭) જો ગુરુઓ પણ અર્થ-કામ સંબંધી ઉપદેશ આપે તો આ થયું– એક તો કુમારિકા કામના ઉન્માદવાળી થઈ અને એમાં વળી મોરલાએ ટહુકાર કર્યો. (૮) તેથી મહર્ષિઓ ક્ષતમાં ક્ષાર નાખવા તુલ્ય અર્થ-કામની કથા કરતા નથી. આ પ્રમાણે જાણીને જીવોના હિતમાં તત્પર અને જિનપ્રવચનમાં જોવાયેલા વિશુદ્ધ દાનાદિધર્મસંબંધી ઉપદેશોની માળા ગુંથવાની ઇચ્છાવાળા આચાર્ય આ કહે છે
जिणवयणकाणणाओ, चिणिऊण सुवन्नमसरिसगुणहूँ ।
उवएसमालमेयं रएमि, वरकुसुममालं व ॥२॥ ગાથાર્થ– જિનવચનરૂપ વનમાંથી સંગ્રહ કરીને સુવર્ણવાળી, અસાધારણ, ગુણપરિપૂર્ણ અને શ્રેષ્ઠપુષ્પમાળાના જેવી આ ઉપદેશમાળાને કરું છું.
વિશેષાર્થ- વન= નગરની પાસે રહેલું ઉદ્યાન.
ગાથામાં “સંગ્રહ કરીને” એટલું જ કહ્યું છે, કોનો સંગ્રહ કરીને એમ કહ્યું નથી. આથી “ઉપદેશોનો સંગ્રહ કરીને” એમ સમજી શકાય છે. કારણ કે ઉપદેશોને બીજાઓએ સાંભળ્યા નથી. આથી બીજાઓને સંભળાવવા માટે ઉપદેશોનો સંગ્રહ અહીં વિવક્ષિત છે.
અસાધારણ=મુક્તિને પ્રાપ્ત કરાવનારી હોવાથી સર્વગુણોમાં મુખ્ય બનેલી. સુવર્ણવાળી=અકાર વગેરે સારા વર્ણોવાળી. ગુણપરિપૂર્ણ જ્ઞાનાદિ ગુણોથી જ પરિપૂર્ણ.
પુષ્પમાળાના પક્ષમાં સુવર્ણવાળી એટલે શ્વેત વગેરે સારા વર્ણો(રંગો)વાળી અને ગુણપરિપૂર્ણ એટલે સૂતરના તાંતણાઓથી પરિપૂર્ણ.
આ- આ એટલે હૃદયમાં વિશેષથી ફરતી.
ઉપદેશમાળા- ઉપદેશ એટલે વચનોની વિશિષ્ટપ્રવૃત્તિ વિશેષ. જે ઉપદેશાય તે ઉપદેશ એવો ઉપદેશ શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ છે. તે ઉપદેશો અહીં પૂર્વે કહેલા કારણથી ધર્મસંબંધી જાણવા. માલા એટલે વિશિષ્ટ રીતે ક્રમથી સ્થાપવું. ઉપદેશોની માળા તે ઉપદેશમાળા.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જેવી રીતે માળી કોઈક ઉદ્યાનમાંથી પુષ્પોનો સંગ્રહ કરીને સારા વર્ણવાળી, અસાધારણ સૂતરના તાંતણાઓથી પરિપૂર્ણ પુષ્પમાલા બનાવે છે તેવી રીતે હું પણ જિનવચનમાંથી ઉપદેશોનો સંગ્રહ કરીને યથોક્ત ઉપદેશમાલાને કરું છું.
અભિધેય- અહીં “ઉપદેશમાળાને કરું છું.” એમ કહીને અભિધેયનો(= વિષયનો) નિર્દેશ કર્યો છે. કારણ કે આ શાસ્ત્રમાં ઉપદેશની જ પંક્તિઓને કહેવામાં આવશે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૬. મનુષ્યભવની દુર્લભતા] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધર્મની દુર્લભતા પ્રયોજન- પ્રકરણકારનું પ્રયોજન અને શ્રોતાનું પ્રયોજન એમ બે પ્રકારનું પ્રયોજન વિચારવું. તથા તે પ્રત્યેકના અનંતર અને પરંપર એમ બે ભેદ વિચારવા. તેમાં જીવો ઉપર ઉપકાર કરવો એ પ્રકરણકારનું અનંતર પ્રયોજન છે. દાનાદિધર્મનું જ્ઞાન એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે. પરંપર પ્રયોજન તો બન્નેનું મોક્ષપ્રાપ્તિ જ છે. પ્રયોજન સૂત્રમાં સાક્ષાત્ ન કહ્યું હોવા છતાં સુપ્રસિદ્ધ હોવાથી જણાય જ છે. પ્રસ્તુતશાસ્ત્ર ધર્મોપદેશને કહેનારું છે. ધર્મોપદેશોથી યથોક્ત પ્રયોજનની સિદ્ધિ થાય છે એમ બાલ જીવોમાં જાણીતું છે.
સંબંધ- પ્રસ્તુત શાસ્ત્ર ઉપાય છે અને યથોક્ત પ્રયોજન ઉ૫ય છે. આ પ્રમાણે ઉપાયોપેય રૂપ સંબંધ પણ જણાય જ છે.
(આ ગ્રંથનું આ ફળ છે એવો જે યોગ (ગ્રંથનો ફલની સાથે સંબંધ) તે સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં “ઉપાયોપેય” સંબંધ છે. ઉપય એટલે ફળ, ફળ, સાધ્ય, પ્રયોજન એ બધાનો એક જ અર્થ છે. ઉપેય જેનાથી સિદ્ધ થાય તે ઉપાય. ઉપાય, સાધન, હેતુ એ બધાનો એક જ અર્થ છે. પ્રસ્તુતમાં પૂર્વે જે ફળ= પ્રયોજન(=ઉપય) જણાવ્યું છે તેનો આ ગ્રંથ ઉપાય(=સાધન) છે. આમ ગ્રંથોનો ફળની સાથે સંબંધ ઉપાયોપેય સંબંધ છે. આને સાધ્યસાધન સંબંધ પણ કહેવામાં આવે છે.)
મંગલ- મંગલ તો ભુવનગુરુને નમસ્કાર કરવાથી પહેલી ગાથામાં જ જણાવ્યું છે.
આ પ્રમાણે સર્વશાસ્ત્રકારોની પ્રવૃત્તિ આશ્રય કરેલી થાય છે, અર્થાત્ અનુસરેલી થાય છે. કહ્યું છે કે-“શાસ્ત્રમાં શિષ્યની પ્રવૃત્તિ થાય એ માટે અને શાસ્ત્ર નિર્વિદન પૂર્ણ થાય એ માટે શાસ્ત્રમાં (= શાસ્ત્રના પ્રારંભમાં) સંબંધ, અભિધેય, પ્રયોજન અને મંગલનું ચિંતન કરવું જોઈએ, અર્થાત્ ઉલ્લેખ કરવો જોઈએ.” [૨]
અહીં કોઈ કહે છે- અહીં આપને ધર્મના ઉપદેશો આપવાનું ઇષ્ટ છે. તેમાં ધર્મ ભોગોમાં વિદન કરનારો હોવાથી અમારે પ્રારંભમાં જ ધર્મનું જ કંઈ કામ નથી, તો પછી તેના ઉપદેશોથી શું ? તેથી (હમણાં તો) જેવા ભોગો પ્રાપ્ત થયા છે તેવા ભોગોને જ ભોગવીએ, ધર્મ તો આગળના ભાવમાં પણ કરીશું. મનુષ્યપણું અને જિનધર્મ દરેક ભવમાં મળશે આવી આશંકા કરીને મનુષ્યજન્મ અને જિનધર્મ અતિદુર્લભ છે એમ ગ્રંથકાર કહે છે
रयणायरपब्भटुं रयणं, व सुदुल्लहं मणुयजम्मं । तत्थवि रोरस्स निहिव्व दुल्लहो होइ जिणधम्मो ॥ ३ ॥
૧. પ્રયોજન એટલે હેતુ. જે હેતુથી ગ્રંથ રચવામાં આવે અથવા ગ્રંથની રચનાનું જે ફળ હોય તેને ગ્રંથકારનું
પ્રયોજન કહેવામાં આવે છે. શ્રોતા જે હેતુથી ગ્રંથ સાંભળે અથવા ગ્રંથશ્રવણનું જે ફળ હોય તેને શ્રોતાનું પ્રયોજન કહેવામાં આવે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવની દુર્લભતામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દશદૃષ્ટાંત -૭ ગાથાર્થ- જેવી રીતે કોઇના હાથમાંથી સમુદ્રમાં પડી ગયેલું કર્કીતન અને પદ્મરાગ વગેરે રત્ન અતિશય દુર્લભ છે, તેવી રીતે મનુષ્યજન્મ જીવોને અતિશય દુર્લભ છે. તેમાં પણ જેવી રીતે ગરીબને નિધાન દુર્લભ છે તેમ જિનધર્મ દુર્લભ છે.
વિશેષાર્થ- અહીં આગમમાં જીવોને મનુષ્યજન્મ દશદષ્ટાંતોથી અતિશય દુર્લભ જણાવ્યો છે. આ ગાથામાં જણાવેલ રત્નનું દૃષ્ટાંત તે દશદષ્ટાંતોનું માત્ર સૂચન કરનાર જ જાણવું, અર્થાત્ રત્નના દૃષ્ટાંતથી દશદૃષ્ટાંતોનું સૂચન કર્યું છે. તે દશદષ્ટાંતો આ પ્રમાણે છે– ભોજન, પાશક, ધાન્ય, ધૂત, રત્ન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, યુગ, પરમાણુ.
(૧) ભોજન- ભોજનનું દૃષ્ટાંત સંક્ષેપથી કહેવાય છે– બ્રહ્મદત્ત ચક્રવર્તીનો બાલ્યાવસ્થામાં એક બ્રાહ્મણ મિત્ર હતો. તે બ્રહ્મદત્તના સુખમાં સમાનપણે સુખી થતો હતો અને દુઃખમાં સમાનપણે દુઃખી થતો હતો. બ્રહ્મદને એકવાર મિત્ર બ્રાહ્મણને કહ્યું: હું જ્યારે રાજય પાયું ત્યારે તારે મારી પાસે આવવું, જેથી હું તારું ઉચિત કરું. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો રાજ્યાભિષેક થતાં તે બ્રાહ્મણ જલદી બ્રહ્મદત્તની પાસે ગયો. પણ ગરીબ હોવાથી રાજાનાં દર્શન કરી શકતો નથી. આથી તેણે પોતાની બુદ્ધિથી ઉકરડો વગેરે સ્થળે રહેલા અતિશયજીર્ણ પગરખાંઓની માલા બનાવી. તે માલાને વાંસના આગળના ભાગમાં રાખી. રાજા જયારે (આડંબર સહિત) બહાર નીકળ્યો ત્યારે તે બ્રાહ્મણ (પગરખાંની માળાવાળા વાંસને ઊંચો રાખીને) ધજા ઉપાડનારાઓની મધ્યમાં ચાલે છે. આ કંઈક અપૂર્વ છે એમ લાંબા કાળ સુધી તેની તરફ જોતા રાજાએ તેને ઓળખ્યો. તેથી રાજા હાથી ઉપરથી ઉતરીને તેને આદરપૂર્વક ભેટી પડ્યો. લક્ષ્મી ઘણી વધી જાય તો પણ મોટા માણસોનું મન ચંચલ બનતું નથી લક્ષ્મી ન હતી ત્યારે જેવું મન હોય તેવું જ મન રહે છે, અર્થાત્ મન અભિમાની બનતું નથી. બ્રહ્મદત્તે બ્રાહ્મણને કહ્યું. હે મહાયશ! બોલ, આજે તું જે માગે તે હું તને આપું. સ્વીકારેલાનું પાલન કરવું એજ સપુરુષોના પ્રાણ છે. બ્રાહ્મણે કહ્યું: હે ઉત્તમ નર ! પોતાના ઘરથી પ્રારંભીને ભરતક્ષેત્રના સઘળાય ગામ-નગરોના ઘરોમાં (દરરોજ એક એક ઘરે એમ) મને ભોજન આપ. હે બ્રાહ્મણ! તેં આ અતિતુચ્છ માગ્યું. મારી પાસે રત્ન વગેરે બીજું કંઈ માગ. રાજાએ રત્ન વિગેરે બીજું માગવા માટે વારંવાર કહ્યું છતાં તે બ્રાહ્મણ બીજું ઇચ્છતો નથી. તેથી રાજા વિચારે છે- અહો ! બ્રાહ્મણની ભોજનમાં આસક્તિને જો. અથવા પાણી ઘણું હોય તો પણ કૂતરું જીભથી પાણીને ચાટે છે. રાજાએ બ્રાહ્મણની માગણીનો સ્વીકાર કર્યો. પહેલા દિવસે પોતાના ઘરે જમાડીને એક સોનામહોર અને વસ્ત્રયુગલ આપ્યું. આ પ્રમાણે રાજા દરેક ઘરે બ્રાહ્મણને ભોજન કરાવે છે. પોતાનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં તે એક નગરમાં પણ બધા ઘરોમાં ભોજન ન કરી શકે, તો પછી ભરતક્ષેત્રના બધાં ઘરોમાં ભોજન કેવી રીતે કરી શકે ? કદાચ તે પણ કોઈપણ રીતે સંપૂર્ણ ભરતક્ષેત્રનાં બધાં ઘરોમાં ભોજન કરી શકે તો પણ મનુષ્યભવથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________
૮-મનુષ્યભવની દુર્લભતામાં
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દશદૃષ્ટાંત
(૨) પાશક- પાશક એટલે પાશા. પાશા જુગાર રમવાના ઉપકરણવશેષ છે અને લોકમાં પ્રસિદ્ધ છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– ચંદ્રગુપ્તરાજાના રાજ્યભંડારમાં ધનની વૃદ્ધિ કરવા માટે ચાણક્યે (દેવતાની સાધનાથી અજેય પાશા મેળવીને) એક પુરુષને પાશાથી જુગાર રમવાનું શીખવાડ્યું. વરદાનથી અપાયેલા પાશાઓથી તે લોકોને કહેવા લાગ્યો કે– પાશાની રમતમાં જે મને જીતે તેને હું સોનામહોરોનો થાળ આપું અને હું જીતું તો તમારે મને એક જ સોનામહોર આપવી. આ પ્રમાણે લોભથી હણાયેલ સર્વલોક તેની સાથે રમે છે. વરદાનથી અપાયેલા પાશાઓથી રમતા તેને શું કોઇ જીતે ? કદાચ કોઈ પુરુષ તેને પણ જીતે, તો પણ મનુષ્ય જન્મ ફરી મળતો નથી.
(૩) ધાન્ય- તલ વગેરે ધાન્ય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે– અસદ્ભાવ સ્થાપનાથી (=માનસિક કલ્પનાથી) ભરતક્ષેત્રમાં તલ, મગ, અડદ વગેરે જેટલાં ધાન્યો છે તે બધાંય એક જ સ્થળે ભેગા કરવાના. (મોટો ઢગલો કરવાનો.) તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવના દાણા નાખવાના. પછી ફેરવી ફેરવીને બધાય સરસવોને ધાન્યોમાં અત્યંત ભેળવી દેવાના. પછી અત્યંત જીર્ણ શરીરવાળી કોઈ વૃદ્ધા તે સરસવોને લેવા માટે એક એક સરસવને શોધે. આ પ્રમાણે સરસવને ગ્રહણ કરતી તે વૃદ્ધા સરસવોના પ્રસ્થને શું પૂર્ણ કરે? કદાચ દેવતાના પ્રભાવથી તેવું બને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ મળતો નથી.
(૪) જુગાર- રાજ્ય લઈ લેવાની ઇચ્છાવાળો પુત્ર જીતશત્રુ રાજાને હણવાની ઇચ્છાવાળો થયો. કારણ કે વિષયતૃષ્ણા આદિથી જીવો નિંદાને ગણકારતા નથી. મંત્રીએ આ વાત રાજાને કહી. જીતશત્રુરાજાએ પણ પુત્રને કહ્યું: અમારા કુળમાં જે શ્રમ વિના જલદી રાજ્યને ઇચ્છે છે તે જુગા૨ ૨મીને જીતીને રાજ્ય ગ્રહણ કરે. તેથી તું મારી સાથે જુગાર રમ. રાજકુમારે આનો પણ સ્વીકાર કર્યો. રાજાની સો થાંભલાઓથી બનાવેલી રાજસભા હતી. એક એક થાંભલામાં એક સો આઠ વિભાગો (હાંસો) હતા. તે રમતમાં એક દાવ પુત્રનો અને બાકીના બધાય દાવ રાજાના, અર્થાત્ એકવાર પુત્ર દાવ નાખે અને જીતે તો એક વિભાગ (=હાંસ) જીત્યો ગણાય. પછી જેટલા વિભાગ છે તેટલા બધાને જીતવા રાજા દાવ નાખે. પછી નવેસર રમત શરૂ થાય. તેમાં પણ એકવાર પુત્ર દાવ નાખે અને જીતે તો એક વિભાગ (હાંસ) જીત્યો ગણાય. પછી જેટલા વિભાગ છે તેટલા બધાને જીતવા રાજા દાવ નાખે. આ પ્રમાણે એક એક વિભાગને એક સો આઠ વાર જીતીને રાજ્ય પ્રાપ્ત કરી શકાય. આ કેવી રીતે બની શકે? આમ છતાં કદાચ દૈવી પ્રભાવથી આ બન્ને પણ ખરું. પણ ફરી મનુષ્ય જન્મ ક્યાંથી મળે? અર્થાત્ ફરી મનુષ્ય જન્મ મળતો નથી.
(૫) રત્ન– કોઈ વૃદ્ધ વણિકના ઘરમાં વિવિધ રત્નો હતાં. તે જે નગરમાં રહેતો હતો તે નગરમાં (એવો રિવાજ હતો કે) ઉત્સવના દિવસોમાં જે ધનવાનના ઘરમાં જેટલા ક્રોડ ધન હોય તેટલી ધજાઓ તે પોતાના ઘર ઉપર ફરકાવે. પણ આ વૃદ્ધવણિક પોતાના
Page #24
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવની દુર્લભતામાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દશદૃષ્ટાંત-૯ ઘર ઉપર ધજાઓ ફરકાવતો ન હતો. કેમ કે (ધન એટલું બધું હતું કે જેથી) તે ધનની સંખ્યા જાણતો ન હતો. તે બીજે ક્યાંક ગયો એટલે તેના છોકરાઓએ જુદા જુદા દેશોમાંથી આવેલા વણિકોને તે રત્નો મૂલ્યથી આપી દીધાં, ઘર ઉપર ધજાઓ ફરકાવવાની ઇચ્છા રાખતા તે છોકરાઓએ ઘર ઉપર ધન પ્રમાણે ધજાઓ ફરકાવી. ઘરે આવેલો તે વૃદ્ધ રત્નોને ઓછા મૂલ્યથી વેચાવાના કારણે છોકરાઓ ઉપર ગુસ્સે થયો. ઝગડો કરતા તેણે છોકરાઓને કહ્યું: રત્નો જલદી પાછા લઈ આવો. તેથી સંભ્રાંત થયેલા પુત્રો રત્નો પાછા લાવવા માટે જલદી નીકળ્યા. જેમને રત્નો આપ્યા હતા તે જુદા જુદા બીજા દેશોમાં જતા રહ્યા હતા. આ પ્રમાણે શોધ કરાયેલા તે રત્નો કેવી રીતે મળે ? કદાચ કોઈ પણ રીતે તે રત્નોને મેળવે, પણ મનુષ્ય જન્મને ફરી ન મેળવી શકે.
(૬) સ્વપ્ન- બે ભિખારીઓએ સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશતો સંપૂર્ણ ગોળચંદ્ર જોયો. એક ભિખારીએ અજ્ઞાન માણસોને સ્વપ્ન કહ્યું. અજ્ઞાનતાથી તેમણે કહ્યું: તું આજે ભિક્ષામાં એક આખો ખાખરો પામશે. તેણે પણ તે પ્રમાણે એક ખાખરો પ્રાપ્ત કર્યો. બીજા ભિખારીએ સ્નાન કરીને હાથમાં ફલ-પુષ્પો લઈને કોઈ સ્વપ્નશાસ્ત્રના જ્ઞાનીને સ્વપ્ન કહ્યું. જ્ઞાનીએ કહ્યું: તને સાત દિવસમાં રાજ્ય મળશે. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મરણ પામ્યો. આથી અ વગેરે દિવ્યોથી અભિષેક કરાયેલો તે રાજા થયો. બીજા ભિખારીએ કોઈક રીતે આ વૃત્તાંત જાણ્યો. તેણે વિચાર્યું. હું પણ જ્ઞાનીઓને સ્વપ્ન કહીશ. બીજા કોઈ સમયે તેવું સ્વપ્ન મેળવવા માટે તેવો જ (= પૂર્ણ ચંદ્ર મારા મુખમાં પ્રવેશી રહ્યો છે તેવો જ) વિચાર કરીને અને ઘણું દહીં ખાઈને તેવા સ્વપ્નની પ્રાપ્તિ થાય એ માટે સુઈ ગયો. શું તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય ? કદાચ કોઈ પણ રીતે દિવ્યપ્રભાવથી તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય. પણ જીવોને ફરી મનુષ્ય જન્મ ક્યાંથી મળે ? અર્થાત્ ન મળે.
(૭) ચક્ર- ચક્રનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– લોખંડના થાંભલામાં આઠ ચક્રો હતા. તેમાંથી ચાર ચક્રો જમણી તરફથી ડાબી તરફ ફરતા હતા. ચાર ચક્રો ડાબી તરફથી જમણી તરફ ફરતા હતા. પ્રત્યેક ચક્રમાં બાર આરા હતા. તે ચક્રોની ઉપર તીર્થી મૂકેલી પૂતળી સતત ફરે છે. બાજુમાં પુરુષો હાથમાં તલવાર ખેંચીને (જો પૂતળીની ડાબી આંખને વીંધવામાં ભૂલ થાય તો) મારવા માટે તૈયાર રહેલા છે. બીજા પણ ઘણા શત્રુઓ ઘણા ઉપસર્ગો કરે છે. આવી સ્થિતિમાં અતિનિપુણ અને અપ્રમત્ત કોઈ પુરુષ નીચે દૃષ્ટિ રાખીને
૧. પટ્ટહસ્તી, પટ્ટઅશ્વ, છત્ર, ચામરયુગલ અને મંત્રપૂર્ણ કળશ એ પાંચ દિવ્ય છે. ૨. સચ્ચાહું સવ્યશબ્દનું બહુવચન છે. સવ્ય=ડાબી તરફ. ૩. નૃતારું રૂપ યા ધાતુથી બનેલા વર્તમાન કૃદંત ગંત શબ્દનું બહુવચન છે. ગંતાડું =જનારા કે ફરનારા. ૪. નીચે તેલનું તપેલું રાખેલું હોય. જેથી તેમાં ઉપર ફરતી પૂતળી દેખાય.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦ - મનુષ્યભવની દુર્લભતામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દશદેણંત લક્ષ્ય તરફ રાખેલા બાણ વડે ચક્રોના આંતરાથી પૂતળીની ડાબી આંખને વીંધે. જેવી રીતે આ અતિશય દુષ્કર છે તેવી રીતે મનુષ્યજન્મ દુર્લભ છે.
(૮) ચર્મ- અહીં ચર્મશબ્દથી મહાન સરોવરની ઉપર રહેલી ઘણી અને અતિશય ઘટ્ટ શેવાળ અભિપ્રેત છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે–પથ્થરના સમૂહ જેવા ઘટ્ટ શેવાળથી સર્વત્ર ઢંકાયેલા અને લાખયોજન પ્રમાણ વિશાળ સરોવરમાં કાચબો રહેતો હતો. સો સો વર્ષ વીતતાં ડોકને વિસ્તારતો હતો. હવે કોઈવાર કોઈક રીતે શેવાળમાં છિદ્ર પડ્યું. પૂનમની રાતે ડોકને વિસ્તારતા તેણે કોઈપણ રીતે છિદ્રથી ચંદ્રની જયોસ્નાથી સફેદ ગગનના સંપૂર્ણ આંગણાને જોયું. પણ પૂર્વે નહિ જોયેલા તેને જોઈને વિસ્મય પામેલો અને સ્નેહથી મૂઢહૃદયવાળો તે ત્યાંથી નીકળીને જાતે જ સ્વજનોની પાસે ગયો. તમે આવો. તમને અપૂર્વ બતાવું એમ કહીને સ્વજનોની સાથે જેટલામાં ત્યાં આવે છે તેટલામાં તે છિદ્રને જોતો નથી. સરોવર વિશાળ હતું અને પવનથી છિદ્ર પૂરાઈ ગયું હતું. બધી તરફ ભમતો પણ આ કાચબો તે છિદ્રને ક્યાંથી પામે ? પછી તે કરુણ પ્રલાપ કરવા લાગ્યો અને પોતાના સ્નેહને નિંદવા લાગ્યો. પશ્ચાત્તાપથી વ્યાપ્ત અને ઉદ્વિગ્ન બનેલો તે સર્વત્ર ભમવા લાગ્યો. આ પ્રમાણે સ્વજનના સ્નેહથી બંધાયેલા જીવો મનુષ્યજન્મને હારીને દુર્ગતિમાં જાય છે, અને ત્યાં વિલાપ કરે છે. કોઈપણ રીતે ફરી મનુષ્યજન્મ પ્રાપ્ત થતો નથી.
(૯) યુગ-યુગ ગાડાનું પ્રસિદ્ધ ઉપકરણ છે. યુગ એટલે ગાડાની ધોંસરી. તેને બે બળદોની ખાંધ ઉપર રાખીને બળદોને ગાડામાં જોડે છે.) તેનું ઉદાહરણ આ પ્રમાણે છેસમુદ્રના પશ્ચિમના છેડે સમિલા (= ધોંસરીમાં નાખવાની લાકડાની ખીલી) નાખી અને ધોંસરી પૂર્વના છેડે નાખી. અતિશય ભમતી પણ સમિલા શું ધોંસરીના છિદ્રમાં કોઈપણ રીતે પ્રવેશ કરે ? પ્રચંડ પવનથી ઉછળેલા તરંગોથી હડસાયેલી સમિલા કદાચ ધોંસરીના છિદ્રમાં પ્રવેશ કરે, પણ મનુષ્ય જન્મથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્ય જન્મને પામતો નથી.
(૧૦) પરમાણુ- પરમાણુનું દૃષ્ટાંત આ પ્રમાણે છે- દેવે મોટા થાંભલાને તોડીને પરમાણુ જેટલા ટુકડા કર્યા. તે ટુકડાઓને નળીમાં નાખ્યા. મેરુપર્વતના શિખર ઉપર ચડીને ફૂંકીને તે ટુકડા દિશાઓમાં નાખ્યા. શું તે જ પુદ્ગલોથી ફરી થાંભલો કોઈ કરે ? જોકે દેવ આદિના સાંનિધ્યથી કોઈપણ રીતે સ્તંભ કરવા માટે સમર્થ થવાય, તો પણ જેમણે સુકૃત કર્યા નથી તેવા જીવોને મનુષ્ય જન્મ મળતો નથી.
આ પ્રમાણે મનુષ્યજન્મની દુર્લભતાને જણાવનારાં શાસ્ત્ર પ્રસિદ્ધ આ દશ દૃષ્ટાંતો છે. પ્રશ્ન- આ પ્રમાણે મનુષ્યજન્મ અતિ દુર્લભ છે એવું પ્રતિપાદન શા માટે કરવામાં આવે છે?
ઉત્તર- કારણને બરોબર સાંભળ. સર્વજીવો સર્વપ્રથમ અનંત પુદ્ગલપરાવર્ત સુધી સ્થાવરપણે અવ્યવહાર નિગોદમાં રહે છે. તેમાંથી પણ નીકળેલા જીવો અનંતકાળ સુધી
Page #26
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવમાં].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્યદેશ આદિની દુર્લભતા-૧૧ વ્યવહાર વનસ્પતિકાયમાં અનંતકાય આદિ રૂપે રહે છે. તેમાંથી પણ નીકળેલા જીવો પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય એ ચારમાં પ્રત્યેકમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ સુધી રહે છે. ત્યારબાદ બેઇદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય એ ત્રણમાં પ્રત્યેકમાં સંખ્યાતકાળ સુધી રહે છે. આ પ્રમાણે ફરી ફરી વ્યવહારરાશિમાં ભમે છે. આ પ્રમાણે ભમીને કોઈ જીવો પચંદ્રિયતિર્યચપણાને પણ પામે છે. ત્યાર બાદ કોઈપણ રીતે મનુષ્ય જન્મને પણ પામે છે. આ પ્રમાણે મનુષ્યજન્મ દુર્લભ છે. અતિવિસ્તારથી સયું. હવે પ્રસ્તુત કહેવામાં આવે છે.
એક તો મનુષ્યજન્મ દુર્લભ છે, તે પણ પ્રાપ્ત થયે છતે અત્યંત પુણ્યહીન કોઈ જીવને જેવી રીતે રત્નનિધિ દુર્લભ છે તેવી રીતે જીવને જિનધર્મ અત્યંત દુર્લભ છે. કારણ કે મળેલા પણ મનુષ્યભવમાં પ્રાયઃ વિશિષ્ટક્ષેત્ર, વિશિષ્ટજાતિ, વિશિષ્ટકુળ, રૂપ(પાંચ ઇંદ્રિયોની પરિપૂર્ણતા) આરોગ્ય, દીર્ધાયુ, બુદ્ધિ વગેરે સામગ્રી મળે તો જ પરિપૂર્ણ જિનધર્મ પ્રાપ્ત થાય છે. આ સામગ્રીમાં એક એક અંગ પણ દુર્લભ છે આ વિષે ભાષ્યકારે કહ્યું છે કે- “જેવી રીતે દશ દૃષ્ટાંતોથી મનુષ્યજન્મ દુર્લભ કહ્યો તે રીતે જાતિ-કુલ વગેરે પણ દશદૃષ્ટાંતોથી દુર્લભ છે. અહીં મનુષ્યજન્મ આદિમાંથી પૂર્વ પૂર્વનું અંગ મેળવ્યા પછી પણ તેની પછીનું અંગ દુર્લભ છે. તેથી જિનધર્મ અત્યંત દુર્લભ છે.” તેથી તમે “મનુષ્યજન્મ અને જિનધર્મ દરેક ભવમાં મળશે” એમ કેમ કહો છો? મનુષ્યજન્મ અને જૈનધર્મ દુર્લભ જ છે. [૩]
જો ઉક્ત રીતે મનુષ્યજન્મ અને જિનધર્મ દુર્લભ છે તો તેની પ્રાપ્તિ થયે છતે અમારે શું કરવું જોઈએ એ પ્રશ્નનો ગ્રંથકાર ઉત્તર કહે છે –
तं चेव दिव्वपरिणइ-वसेण कहकहवि पाविउं पवरं ।
जइयव्वं इत्थ सया, सिवसुहसंपत्तिमूलंमि ॥४॥
ગાથાર્થ– મહાકષ્ટપૂર્વક દૈવપરિણતિથી મનુષ્યજન્મ આદિથી યુક્ત એવા શ્રેષ્ઠ જૈનધર્મને પામીને શિવસુખ રૂ૫ સંપત્તિનું મૂળ એવા જૈનધર્મમાં જ સદા આદરવાળા થવું જોઈએ.
વિશેષાર્થ– દૈવપરિણતિથી- અહીં દૈવ એટલે મનુષ્યજન્મ અને જિનધર્મની પ્રાપ્તિને અનુકૂલ હોય તેવું જ કર્મ સમજવું. પરિણતિ=વિપાક અવસ્થા.
શિવસુખરૂપ સંપત્તિનું મૂળ- જિનધર્મ મોક્ષસુખનું કારણ હોવાથી શિવસુખરૂપ સંપત્તિનું મૂળ છે.
મહાકષ્ટપૂર્વક અનુકૂળકર્મપરિણતિથી મનુષ્યજન્મથી યુક્ત શ્રેષ્ઠ જૈનધર્મને પામીને ઘણા પ્રમાદનો ત્યાગ કરીને સદા જૈનધર્મમાં જ આદરવાળા થવું જોઈએ, જૈનધર્મ સિવાય બીજે ક્યાંય આદરવાળા ન થવું જોઈએ. આવો અહીં ભાવાર્થ છે. [૪]
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨ - અભયદાન દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા)
[અહિંસાધર્મની સર્વોત્કૃષ્ટતા
અભયદાન દ્વાર
જિનધર્મ દાન-શીલ-તપ-ભાવભેદથી ચાર પ્રકારે છે. દાન અભયદાન-શાનદાનઉપષ્ટભદાનના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પહેલાં જ યુક્તિપૂર્વક અભયદાનના ઉપદેશને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
सो य अहिंसामूलो, धम्मो जियरायदोसमोहेहिं । भणिओ जिणेहिं तम्हा, सविसेसं तीएँ जइयव्वं ॥५॥
ગાથાર્થ– તે ધર્મ રાગ-દ્વેષ-અજ્ઞાનતાથી રહિત એવા તીર્થકરોએ અહિંસામૂલ કહ્યો છે. તેથી અહિંસામાં જ સદા વિશેષથી પ્રયત્ન કરવો જોઈએ.
વિશેષાર્થ- અહિંસામૂલ એટલે જેનું મૂળ અહિંસા છે તેવો. ધર્મનું મૂળ અહિંસા છે. આથી જ કહ્યું છે કે “જેવી રીતે ધાન્યની રક્ષા માટે વાડ કરવામાં આવે છે. તેવી રીતે અહીં હિંસાવિરમણરૂપ પ્રથમવ્રતની રક્ષા માટે બાકીના ચારે વ્રતો કરવામાં આવે છે.” અહીં અભય, અહિંસા, જીવદયા અને વધનિવૃત્તિ એ બધા શબ્દોનો એક જ અર્થ છે. આથી બધય અભયદાનના ઉપદેશમાં વિરોધ આવતો નથી, અર્થાત્ અભયનો ઉપદેશ, અહિંસાનો ઉપદેશ, જીવદયાનો ઉપદેશ કે વધનિવૃત્તિનો ઉપદેશ એ બધાય ઉપદેશો અભયદાનના જ ઉપદેશો છે. [૫]
અહિંસાથી બીજો જ કોઈ ધર્મ મહાન હશે, આથી અમે તેને જ કરીશું, અહિંસાથી શું? આવી આશંકા કરીને ગ્રંથકાર તેનું સમાધાન કહે છે
किं सुरगिरिणो गरुयं ?, जलनिहिणो किं व होज गंभीरं ?। વિંધ્ર યUMI ૩ વિમાનં?, જો ૩ અહિંસાનો થો? | ૬ |
ગાથાર્થ શું મેરુપર્વતથી પણ અધિક કોઈ મોટી વસ્તુ છે? શું સમુદ્રથી પણ અધિક કોઇ ગંભીર પદાર્થ છે? શું આકાશથી પણ અધિક કોઈ વિશાળ વસ્તુ છે? અને શું અહિંસા સમાન બીજો કોઈ ધર્મ છે? અર્થાત્ નથી.
વિશેષાર્થ- અહિંસાની સમાન પણ બીજો કોઈ ધર્મ નથી તો પછી અહિંસાથી અધિક કોઈ ધર્મ ક્યાંથી હોય? આ વિષે બીજાઓએ પણ કહ્યું છે કે-“ભયભીત બનેલા પ્રાણીઓને જે અભય આપવામાં આવે છે તેનાથી મોટો બીજો કોઈ ધર્મ આ પૃથ્વી પર નથી.”
(૧) એક જીવને આપેલી અભયની દક્ષિણા શ્રેષ્ઠ છે. પણ હજાર બ્રાહ્મણોને
Page #28
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અહિંસા જ સર્વશ્રેષ્ઠધર્મ-૧૩ શણગારેલી હજાર ગાયોનું દાન શ્રેષ્ઠ નથી. (૨) કોઈ જીવ હજાર કપિલા (શ્રેષ્ઠ) ગાયો બ્રાહ્મણોને આપે છે, કોઈ જીવ એકને જીવન(=અભય) આપે છે, હજાર કપિલા ગાયોના દાનની એકને જીવન આપનાર દાનની આગળ સોળમા ભાગ જેટલી પણ કિંમત નથી. (૩) કોઈ હજાર ગાયો અને સો અશ્વો આપે છે, કોઈ સર્વ જીવોને અભય આપે છે. સર્વ જીવોને અભય આપનારનું દાન હજાર ગાયો અને સો અશ્વોના દાનથી વધી જાય છે. (૪) સુવર્ણ, ગાય, પૃથ્વી આદિનું દાન કરનારા પૃથ્વી ઉપર સુલભ છે. પ્રાણીઓને અભય આપનાર પુરુષ દુર્લભ છે. (૫) મોટા પણ દાનોનું ફલ સમય જતાં વિનાશ પામે છે, ભય પામેલાઓને કરાતા અભયના દાનનો ક્ષય જ થતો નથી. (૬) ઇષ્ટ આપ્યું, તપ કર્યો, તીર્થ સેવા કરી, શ્રુતની ઉપાસના કરી, આ બધાની અભયદાનના સોળમા ભાગ જેટલી પણ કિંમત નથી. (૭) એક તરફ સર્વશ્રેષ્ઠ દક્ષિણા જેમાં છે એવા સર્વ યજ્ઞો છે અને એક તરફ ભયભીત બનેલા પ્રાણીના પ્રાણનું રક્ષણ છે. (આ બેમાં પ્રાણરક્ષણ ચઢી જાય.) (૮) સર્વ વેદો તે ન કરે, યથોક્ત સર્વ યજ્ઞો તે ન કરે, સર્વ તીર્થાભિષેકો તે ન કરે, જે પ્રાણીની દયા કરે. (૯) તેથી અભયદાનથી અધિક કોઈ ધર્મ નથી. [૬]
અહિંસાથી અધિક કોઈ ધર્મ કેમ નથી તે કહે છે– कल्लाणकोडिजणणी, दुरंतदुरियारिवग्गणिट्ठवणी । संसारजलहितरणी, एक्कच्चिय होइ जीवदया ॥७॥
ગાથાર્થ– એક જીવદયા જ ક્રોડો કલ્યાણને ઉત્પન્ન કરે છે, દુરંત દુરિતરૂપશત્રુસમૂહનો નાશ કરે છે. અને સંસારરૂપ સમુદ્રને તરવા માટે તરણી છે.
વિશેષાર્થ- કલ્યાણ એટલે મનોવાંછિત, ઇષ્ટ અને વિશિષ્ટ એવી અનેક વસ્તુઓની પ્રાપ્તિ. દુરંત એટલે અતિશય દારુણ. દુરિત એટલે શારીરિક અને માનસિક અનેક દુઃખો. આ દુઃખો એકાંતે અહિત કરનારા હોવાથી શત્રુ છે. જેનાથી સંસારસમુદ્ર તરાય તે તરણી=મોટી નાવડી.
જીવદયા જ કલ્યાણોને કરનારી, દુરિતોને દૂર કરનારી અને સંસારસમુદ્રને તરવા મોટી નાવડી હોવાથી જીવદયા જ સર્વ ધર્મોથી ઘણી મહાન છે. [૭] જીવદયા ક્રોડો કલ્યાણને કરનારી છે એ વિષયનું જ સમર્થન કરતા ગ્રંથકાર કહે છે
विउलं रजं रोगेहि, वजियं रूवमाउयं दीहं । अन्नंपि तन्न सोक्खं, जं जीवदयाएँ न हु सज्झं ॥८॥
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪- અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જીવદયાથી થતા લાભો
ગાથાર્થ જીવદયાથી ચક્રવર્તી વગેરેનું વિશાળ રાજ્ય, કોઢ વગેરે રોગોથી રહિત શરીરની શોભા સ્વરૂપ રૂપ અને અનુત્તર વિમાન આદિમાં થનારું તેત્રીશ સાગરોપમ વગેરે દીર્ઘ આયુષ્ય મળે છે. આ સિવાય બીજું પણ ઇંદ્રપદ અને ચક્રવર્તી પદ વગેરે કે મોક્ષ વગેરે એવું કોઈ સુખ નથી કે જે જીવદયાથી સાધી ન શકાય. [૮]
શું કોઈને જીવદયાથી વિશાળ રાજ્યની અને મોક્ષની પ્રાપ્તિ થઈ છે ? જેથી આ બધું જીવદયાથી સાધ્ય છે એમ કહેવાય છે, આવા પ્રશ્નનો ઉત્તર કહે છે–
देविंदचक्कवट्टित्तणाई, भोत्तूण सिवसुहमणंतं ।
पत्ता अनंतसत्ता, अभयं दाऊण जीवाणं ॥ ९ ॥
ગાથાર્થ જીવોને અભય આપીને અનંતા જીવો દેવેન્દ્રપદ અને ચક્રવર્તીપદ વગેરેને અનુભવીને અનંત શિવસુખને પામ્યા છે.
વિશેષાર્થ અનંતા- આ ગાથાની અવતરણિકામાં પ્રશ્નકારે શું કોઈને જીવદયાથી વિશાળ રાજ્યની અને મોક્ષની પ્રાપ્તિ થઈ છે એમ પૂછ્યું છે. આ પ્રશ્ન એકવચનમાં હોવાથી માત્ર એક જીવ સંબંધી પ્રશ્ન છે. આના જવાબમાં ટીકાકાર કહે છે કે તમારો પ્રશ્ન તો માત્ર એક જ જીવ સંબંધી છે, પણ અહીં તો અનંતા જીવો એવા થઈ ગયા છે કે જેઓ દેવેન્દ્રપદ અને ચક્રવર્તીપદ વગેરેને અનુભવીને શિવસુખને પામ્યા છે.
અહીં સંપૂર્ણ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે- કર્મરૂપ કાષ્ઠોને બાળવા માટે દાવાનલના જેવી લીલા કરનારી અને સર્વજીવને અભય આપનારી દીક્ષાને પાળીને, તેના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રપદને અનુભવીને, ત્યારબાદ અહીં ચક્રવર્તીપદને પ્રાપ્ત કરીને અને અંતે પૂર્વોક્ત સ્વરૂપવાળી દીક્ષાને સ્વીકારીને, વિમલ કેવલજ્ઞાનને પામીને અનંતા સિદ્ધ થયા છે. અનંતકાલમાં આવા પણ ક્રમથી અભયદાન વડે અનંતા સિદ્ધો પ્રાપ્ત થાય છે. જેઓ સામાન્યરાજા, મંત્રી અને સાર્થવાહ આદિની વિભૂતિને અનુભવ્યા પછી સિદ્ધ થયા હોય તે જીવો તેનાથી પણ ઘણા જ છે. આમાં કોઈ વિવાદ નથી. [૯]
જો આ પ્રમાણે છે તો શું કરવું ? તે કહે છે—
तो अत्तणो हिएसी, अभयं जीवाण दिज्ज निच्चपि ।
जह वज्जाउहजम्मे दिनं सिरिसंतिनाहेण ॥ १० ॥
ગાથાર્થ– પૂર્વોક્ત રીતે અભયદાન સર્વકલ્યાણોનું મૂળ હોવાથી આત્મહિતાર્થી થયો છતો સદાય જીવોને અભયદાન આપ. મરણભીરુ જીવોની સદાય રક્ષા કર. એ પ્રમાણે શિષ્યને
Page #30
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૧૫ ઉપદેશ છે. તે ઉપદેશ દૃષ્ટાંત સહિત જ કહેવામાં આવે તો “આ મારે કરવા જેવું છે” એમ સારી રીતે પરિણમે છે. આથી દૃષ્ટાંત કહે છે... જેવી રીતે સોળમા તીર્થંકર શાંતિનાથે વજાયુધના ભવમાં અભયદાન આપ્યું હતું તે રીતે તારે પણ અભયદાન આપવું જોઇએ. ' વિશેષાર્થ આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો કથાનકથી જાણી શકાય. તેથી અહીં શ્રીસેન આદિ બાર ભવોથી યુક્ત સંવેગને કરનારું શ્રી શાંતિનાથનું ચરિત્ર કહું છું. ગણધરજીવની સાથે સંસારમાં પરિભ્રમણ કરતા ભગવાનના બાર ભવોનો સંગ્રહ કરનારી બે ગાથાનો અર્થ આ પ્રમાણે છે- પહેલા ભવમાં શ્રીષેણ અને અભિનંદિતા, બીજા ભવમાં યુગલિક, ત્રીજા ભવમાં સૌધર્મ દેવલોકના દેવ, ચોથા ભવમાં અમિતતેજ અને શ્રીવિજય, પાંચમા ભવમાં દશમા દેવલોકમાં દેવ, છઠ્ઠા ભવમાં અપરાજિત બળદેવ અને અનંતવીર્ય વાસુદેવ, સાતમા ભવમાં બારમા દેવલોકમાં ઇંદ્ર અને દેવ, આઠમા ભાવમાં વજાયુધ પિતા અને સહસાયુધ પુત્ર, નવમા ભવમાં ઉપરના રૈવેયકમાં દેવ, દશમા ભવમાં મેઘરથ અને દૃઢરથ, અગિયારમા ભાવમાં સર્વાર્થસિદ્ધમાં દેવ, બારમા ભાવમાં શ્રી શાંતિનાથ અને ગણધર થયા. જગતમાં જેમનો યશ અત્યંત પ્રસરી રહ્યો છે તેવા કેટલાક પુરુષો થાય છે કે જેમના ગુણકીર્તનથી પણ પાપબંધનો તૂટી જાય છે. મહાપુરુષોનું ચરિત્રશ્રવણ પણ કંઈક અપૂર્વ ગુણગણને વિસ્તાર છે. સંભળાતો પણ અભય શબ્દ અપૂર્વ હર્ષને ઉત્પન્ન કરે છે, અર્થાત્ અભયશબ્દનું શ્રવણ પણ અપૂર્વ હર્ષને ઉત્પન્ન કરે છે. અહીં વજાયુધનો જન્મ(ભાવ) પણ સારી રીતે સાંભળવામાં આવે તો સઘળાંય દુઃખોનો નાશ થાય છે. તેથી હું શાંતિનાથના ચરિત્રનું વર્ણન કરું છું. તે આ પ્રમાણે છે
શાંતિનાથચરિત્ર મેરુ પર્વતના શિખરની જેમ સુંદર સુવર્ણવાળું, સૂર્યના શરીરની જેમ સારી પ્રભાવાળું, આકાશની જેમ મુનિઓથી પવિત્ર થયેલું, શિવનગરની જેમ "મુક્તોનો આધાર, આ જડમાં= પાણીમાં ઉત્પન્ન થયેલું છે એમ જાણીને સારા પત્રવાળા પણ કમળને છોડીને અજડમાં (જલના અભાવમાં) ઉત્પન્ન થયેલું છે એમ જાણીને વિપાત્રવાળા (= મુનિ વગેરે સુપાત્રવાળા) પણ જે (નગરી)માં લક્ષ્મી વસે છે, જેમાં પ્રાસાદની ધજા રૂપી ઊંચો કરેલો અગ્રભાગ જાણે કે સદા આ પ્રમાણે કહી રહ્યો છે કે- જો (કોઈ) મારી કંઈક પણ લક્ષ્મીને ધારણ કરે છે તો તેને અન્ય અમરપુર કહો, અર્થાત્ આ અન્ય અમરપુર છે એમ કહો. જેમાં સંચાર કરાતા
૧. મોક્ષનગરના પક્ષમાં મુ$= સિદ્ધ ભગવંતો, પ્રસ્તુતનગરના પક્ષમાં મુ$ = મોતી. २. विशिष्टानि पात्राणि सन्ति यस्मिन् तद् विपात्रम् । ૩. નૌઃ વેરા વત=લક્ષ્મી હાથના અગ્રભાગમાં રહે છે એવી લોકોક્તિ છે. આ લોકોક્તિ પ્રમાણે લક્ષ્મી
કરના અગ્રભાગની કહેવાય. આથી અહીં “જો મારી કંઈક પણ લક્ષ્મીને ધારણ કરે છે' ઇત્યાદિ કહ્યું છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર (=એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતા) રત્નસમૂહોથી ઉપર(=આકાશમાં) ઇદ્રધનુષ રચાયું છે તેવું, તેથી યથાર્થ(=નામ પ્રમાણે અર્થવાળું) રત્નપુરનગર ભરતક્ષેત્રમાં હતું.
(પહેલો ભવ) શ્રીષેણરાજા-અભિનંદિતારાણી તે નગરમાં ઘણી લીલી વનસ્પતિવાળી વર્ષાઋતુની જેમ સર્વયાચકરૂપ મોરલાઓને અતિશય સંતોષ પમાડનાર અને પ્રજાની ઋદ્ધિને ઉત્પન્ન કરનાર, જેના હાથમાં પાડાના શિંગડાના સાર જેવી કાંતિવાળી અને દુઃખેથી જોઈ શકાય તેવી તલવાર મજબૂત ખેંચેલા જયરૂપી લક્ષ્મીની વેણીરૂપ દંડની જેમ શોભતી હતી. જેનું યુદ્ધમાં અસાધારણ પરાક્રમ સાંભળીને દૂરથી જ ચાલ્યા ગયેલા શત્રુઓએ યુદ્ધ માટે તૈયાર થયેલા પણ જેનું મુખ યુદ્ધમેદાનમાં ન જોયું, વિશ્વમાં ફેલાયેલા પોતાના ઘણા ગુણોનો સહારો લઈને ક્યારેક લોકમાં અતિશય સ્થિર લક્ષ્મીનું સ્થિરતાનું કલંક જેણે ચોરી લીધું, જેનો યશ ત્રણે ભુવનમાં પહોંચી ગયો છે, જેણે યથાયોગ્ય સર્વપુરુષાર્થો કર્યા છે તેવો સમુદ્ર સુધીની પૃથ્વીનું પાલન કરનારો શ્રીષેણ નામે શ્રેષ્ઠ રાજા હતો. તેની અભિનંદિતા અને શિખિનંદિતા એ બે પત્નીઓ હતી.
- દાસીપુત્ર કપિલ આ તરફ આ જ ભરતક્ષેત્રમાં મગધદેશમાં પ્રસિદ્ધ અને ધન-ધાન્યથી સમૃદ્ધ અચલ નામે શ્રેષ્ઠ ગામ હતું. તે નગરમાં ધરણિજઢ નામનો સુપ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતો હતો. તે કપિલા નામની પોતાની દાસી સાથે રહેતો હતો. આથી સમય જતાં તે બેનો કપિલ નામનો પુત્ર થયો. તે દાસીપુત્ર હોવાથી વેદના અધ્યયન માટે યોગ્ય ન હતો. આમ છતાં તેણે ચારેય વેદો કાનથી સાંભળીને શીખી લીધા. ત્યારબાદ તે પોતાની પૂજા થાય ઈત્યાદિ લાભ માટે રત્નપુરનગરમાં ગયો. આ નગરમાં જલણસિંહ નામનો અધ્યાપક બ્રાહ્મણ હતો. તે કપિલ બ્રાહ્મણ થઈને તેની પાસે રહ્યો. તેણે પણ આ ચાર વેદનો પરગામી શુદ્ધ બ્રાહ્મણ છે એમ જાણીને સત્યભામા નામની પોતાની પુત્રી તેને પરણાવી. તે એની સાથે પાંચ પ્રકારના ભોગોને ભોગવતો રહે છે.
કોઈકવાર તે વર્ષાઋતુમાં રાતે બહાર નીકળ્યો. હવે વર્ષાદ શરૂ થયો. ત્યાં નગ્ન ૧. સંચાર કરાતા રત્નસમુહોનો એટલો બધો પ્રકાશ પડે છે કે જેથી તે પ્રકાશ ઉપર આકાશમાં ફેલાય છે. તેથી
જાણે આકાશમાં ઇન્દ્રધનુષ રચાયું હોય તેવું દેખાય છે. ૨. પરંત=સાર. ૩. લક્ષ્મી અસ્થિર હોય છે, આથી ક્યાંય સ્થિર રહેતી નથી. પણ તે રાજાના સમયે લોકમાં લક્ષ્મી સ્થિર રહી. આથી
લક્ષ્મીને સ્થિરતાનું કલંક લાગ્યું. રાજા પોતાના ફેલાયેલા ગુણો વડે લોકમાં સ્થિર થયો હતો. આથી તેનામાં સ્થિરતા હતી. આ સ્થિરતા તેનામાં ક્યાંથી આવી? એવા પ્રશ્નના ઉત્તરમાં અહીં કલ્પના કરીને કહ્યું કે લક્ષ્મીને જે સ્થિરતાનું કલંક હતું તે કલંક રાજાએ ગુણોની સહાયથી ચોરી લીધું હતું. આથી તેનામાં સ્થિરતા હતી.
Page #32
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૧૭
થઈને સર્વવસ્ત્રો બગલમાં લઈ લીધાં. પછી પોતાના ઘરમાં પ્રવેશતાં તેણે ફરી વસ્ત્રો પહેરી લીધાં. આ ભીના વસ્ત્રવાળા છે એમ સમજીને સત્યભામાએ તેને કહ્યું: (૨૫) બીજાં વસ્ત્રો ગ્રહણ કરો. તેણે કહ્યું: અહો! તું ભોળી છો. મારામાં મહાશક્તિ છે. તેથી વસ્ત્રો ભીંજાતાં નથી. સત્યભામાએ વિચાર્યું: આ ચોક્કસ ખોટું બોલે છે. ખરેખર! આ નગ્ન પાછો આવ્યો છે. તેથી જ હું જાણું છું કે આ કુલીન નથી. અકુલીનના મસ્તકે શિંગડું કે લલાટમાં ધજા હોતી નથી. કિંતુ વિક્રિયાઓમાં વર્તતો(=નહીં કરવા લાયક ક્રિયાઓને કરતો) તે પ્રાયઃ અકુલીન છે એમ જણાય છે. તથા અન્ય સમયે પણ એ ત્યાં ત્યાં બહુવાર વિકારોને(નહીં કરવા યોગ્યને) કરતો હતો. તેથી અકુલીનની સાથે સંગ કરવાથી શું ? કહ્યું છે કે “હે ભાગ્ય! જો તું સો વાર રોષે ભરાયેલો હોય તો પણ અન્યમાં આસક્ત ઉપર પ્રેમ અને અકુલીનોની સાથે સંબંધ ન આપ. ગુસ્સે થયેલો સર્પ, સિંહ કે ખાધેલું વિષ જે દુ:ખ નથી કરતું તે દુઃખ ક્ષણવાર બોલાવાયેલો પણ અકુલમાં ઉત્પન્ન થયેલો જીવ કરે છે. આમ વિચારીને તે બાળા કપિલ પ્રત્યે મંદસ્નેહવાળી થઈ.
હવે ક્યારેક ધરણિજઢ કપિલની પાસે આવ્યો. કપિલે સત્યભામાને કહ્યુંઃ આ મારા પિતા છે. આથી સત્યભામાએ વિચાર્યું: આ સારા આચારવાળા દેખાય છે અને કપિલ અશુભ આચારવાળો છે. તેથી સત્યભામાએ ધરણિજઢને આગ્રહથી પુછ્યું કે કપિલ કોણ છે ? ધરણિજઢે પણ કહ્યું કે આ પાપી દાસીપુત્ર છે. તેને ‘આ અકુલીન છે” એવો નિર્ણય થઈ
ગયો. આથી તે જાણે વજ્રથી મસ્તકમાં હણાઈ હોય તેવી થઈ. હવે તે વ્રતગ્રહણના બહાને કપિલથી પોતાને છોડાવે છે= છોડાવવાનો પ્રયત્ન કરે છે. કપિલ તેને કોઈ પણ રીતે છોડતો નથી. તેથી કંટાળેલી તે રાજાની પાસે ગઈ. વિનંતી કરાયેલા રાજાએ કપિલને બોલાવીને આને છોડી દે એમ કહ્યું. કપિલે કહ્યું: હે દેવ! હું એને નહિ છોડું. કારણ કે એના વિરહમાં હું ક્ષણવાર પણ પ્રાણોને પણ ધારણ કરવા સમર્થ નથી. તેથી શ્રીષેણ રાજાએ તે બ્રાહ્મણીને કહ્યું: તું મારા ઘરે રહે. બીજા અવસરે ફરી પણ કપિલને કહીશ. એ પ્રમાણે થાઓ એમ તે માની ગઈ. અભિનંદિતા આદિ રાણીઓની પાસે રહેલી એ દિવસો પસાર કરવા લાગી. શ્રીષેણ આદિ ચારનું ઝેર ખાઈને મૃત્યુ
આ તરફ તે જ રત્નપુરમાં સઘળી વેશ્યાઓની આભૂષણભૂત, ચોસઠ કલાઓમાં કુશળ, અઢાર `પ્રાચીન ભાષાઓને જાણનારી, એકવીસ રતિગુણોને જાણનારી, પુરુષના બત્રીસ ઉપચારોમાં અધિક કુશળ એવી અનંગસેના નામની વેશ્યા રહેતી હતી, કે જેના વિલાસને પામેલો ઇંદ્ર પણ લાવણ્ય પાશથી બંધાઈને એક ડગલું પણ ચાલતો ન હતો.
૧. સિ=પ્રાચીન.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર તેની સાથે શ્રીસેનરાજાના બે પુત્રો રહેતા હતા. ઇર્ષાથી ખિન્ન કરાયેલા તે બે પરસ્પર સદા કેવલ ઝગડતા જ હતા. રાજાથી અટકાવાતા હોવા છતાં ઝગડાથી અટકતા જ ન હતા. હવે એક દિવસ અતિશય ઝગડેલા તે બંને રાજાએ કહ્યું: જે વેશ્યાઓ સ્નેહથી રહિત અને જાણે દુકાનને ધારણ કરનારી છે, અને કોડિ માટે પોતાના દેહને વેચે છે, તે વેશ્યાઓને જે માને છે= સ્વીકારે છે તેઓ પાસે રહેલા ધનભંડારનો નાશ કરે છે. ક્રોડો વ્યભિચારી પુરુષોથી સ્પર્શાવેલી, મદ્ય-માંસઅખાદ્ય-અપેયમાં આસક્ત, વિબુધ લોકોથી છોડાયેલી તે વેશ્યાઓમાં કોણ રાગ કરે ? લોભી હૃદયવાળી વેશ્યાઓ કોઢિયાને પણ મનમાં ઇચ્છે છે. દ્રવ્યસમૂહથી રહિત કામદેવને પણ ઇચ્છતી નથી. અન્યની સાથે રમે છે, મનમાં અન્યને ઇચ્છે છે, અન્યને સંકેત આપે છે. બોલવામાં કોમળ હોય છે, પણ મનમાં કઠોર હોય છે. વેશ્યાઓ જ્યાં સુધી ધનને જુએ છે ત્યાં સુધી ખુશામત કરે છે. વેશ્યાઓ લક્ષણરહિત(=ઝાંખી થઈ ગયેલી) મેંદીની જેમ જેનું ધન ખવાઈ ગયું છે તેવા પુરુષનો ત્યાગ કરે છે. તેથી દોષોનો ભંડાર એવી વેશ્યાઓને કારણે કુલ અને શીલની મર્યાદાઓને મૂકીને બંધુ થઈને પણ તમને બેને ઝગડવું યોગ્ય નથી. (૫૦) આ પ્રમાણે અટકાવતા પણ તે બે અધિક ઝગડે છે. છેવટે રાજા અત્યંત કંટાળી ગયો. તેથી ઝેર ખાઈને રાજા મૃત્યુ પામ્યો. રાજાના દુઃખથી બન્ને પત્નીઓ પણ તે જ પ્રમાણે મૃત્યુ પામી.
બીજો-ત્રીજો ભવ આ અનુચિત પ્રસંગને જોઈને સત્યભામા પણ એ પ્રમાણે જ મૃત્યુ પામી. આ ચારેય મરીને દેવકુરુક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને તે ચારેય સૌધર્મ દેવલોકમાં ગયા.
| (ચોથો ભવ) અમિતતેજશ્રીવિજયરાજા
આ તરફ– ભરતક્ષેત્રના મધ્યભાગમાં રત્નનિર્મિત વૈતાઢ્ય પર્વત છે. તેણે બધી દિશાઓમાં પ્રસરતા રત્નપ્રભાના સમૂહથી ઇંદ્રધનુષ્ય રચ્યું છે. તે પર્વત ઉપર ઇંદ્રધનુષ્યના ઉદ્યોતમાં પરાક્રમુખ ચારણ મુનિઓ શુભધ્યાન કરતા હતા. ત્યાં શુભધ્યાનમાં વિજ્ઞ કરનાર કિન્નરદેવોના યુગલોએ શરૂ કરેલા મધુર સંગીતનો ધ્વનિ થતો હતો. સંગીતધ્વનિના રસથી આસક્ત બનીને હરણોનો સમૂહ સ્થિર રહેલો દેખાતો હતો. હરણસમૂહથી યુક્ત વનમાં હરણસમૂહ પૂર્ણરૂપે ક્રીડા કરતો હોવાના કારણે તે ખેચરપતિ છે. વિદ્યાધર રાજાઓએ
૧. મુદ્રિત પ્રતમાં વિમુનશીનમઝાય એમ છપાયું છે તેના બદલે વિમુનિશીતજ્ઞા એવો પાઠ શુદ્ધ છે.
પ્રાકૃતકોશમાં “મર્યાદા' અર્થમાં મઝા શબ્દ પણ છે. ૨. જંગલમાં હરણો ક્રીડા કરે ત્યારે ક્યારેક ખૂબ દોડતા હોય છે. ખૂબ દોડે ત્યારે જાણે આકાશમાં ઊડી રહ્યા
હોય તેવા દેખાય છે. તેથી જાણે હરણો ખેચર=આકાશમાં ફરનારા છે. પર્વત એ ખેચરોનો ઇન્દ્ર=અધિપતિ છે. આવી કલ્પના કરીને અહીં વૈતાદ્યને ખેચરપતિ કહ્યો છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૧૯ વસાવેલા બહુ સમૃદ્ધ શ્રેષ્ઠ નગરોથી રમણીય છે. તેના શિખર ઉપર સિદ્ધકૂટ વગેરે નવ કૂટો રહેલા છે. આવા શિખરોથી તે શોભે છે. તે શિખરો સવા છ ગાઉ ઊંચાં છે. તેમાં મધ્યના ત્રણ શિખરો સુવર્ણના છે. બાકીના છ શિખરો રત્નના છે. સિદ્ધકૂટ ઉપર રહેલ મણિ-સુવર્ણમય, કંઈક ન્યૂન એક ગાઉ ઊંચા, અર્ધા ગાઉ પહોળા અને એક ગાઉ લાંબા શાશ્વત જિનમંદિરથી અલંકૃત છે. તે પર્વત પચીસ યોજન ઊંચો અને પચાસ યોજન વિસ્તારવાળો છે. દશ યોજન ઉપર જઇને દક્ષિણ-ઉત્તરમાં નગરોની બે શ્રેણિઓ છે. ત્યાં દશ યોજન પહોળી પર્વતવાવડીઓ છે. આ પ્રમાણે તે શ્રીસેનરાજાનો જીવ સૌધર્મ દેવલોકથી Aવીને અહીં વૈતાદ્યપર્વતમાં ઉત્તર શ્રેણિમાં રથનુપૂર ચક્રવાલપુર નગરમાં અમિતતેજ નામનો વિદ્યાધર રાજા થયો. સત્યભામાનો જીવ પણ તેની જ સુતારા નામની બહેન થઈ. અભિનંદિતાનો જીવ આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પોતનપુરનગરમાં સંપૂર્ણ પૃથ્વીમંડલ ઉપર આક્રમણ કરનાર શ્રીવિજય નામનો મહાન રાજા થયો. તેણે તેવા પ્રકારની ભવિતવ્યતાના સંબંધથી અમિતતેજની બહેન સુતારાને પરણીને પટ્ટરાણી બનાવી. આ પ્રમાણે તે કાલ પસાર કરે છે. કેવી રીતે કાળ પસાર કરે છે ? (તે આ પ્રમાણે) સમુદ્ર સુધી સુંદર સંસ્કારોથી રાજાઓ સ્નેહવાળા કરાયા. સ્નેહવાળા કરાયેલા રાજાઓ તેના ચરણકમલમાં પ્રણામ કરતા હતા. તેના ચરણકમળમાં આળોટેલો રાજસમૂહ તેનું ઘણું સન્માન કરતો હતો. ગુરુજનોના સન્માનથી ઉપાર્જન કરેલા સમર્થ કલ્યાણથી તેનો ધનસમૂહ વધી રહ્યો હતો. તેણે ધનસમૂહરૂપ જલધારાથી સર્વયાચકોને શાંત કર્યા હતા. બાણથી હણાયેલા રાજાઓનો કેદ કરાયેલી અનેક રમણીજનનો સમૂહ તેની પાસે હતો. (એણે રાજાઓને બાણથી હણી નાખ્યા હતા અને હણાએલા તે રાજાઓની સ્ત્રીઓને તેણે કેદમાં રાખી હતી). એ રમણીજનોનો સમૂહ નિત્ય અંજલિઓ વડે તેના લાવણ્યનું પાન કરી રહ્યો હતો. પરિપૂર્ણ મંડલવાળો, સુતારાના યોગને પામેલો અને પૂર્ણિમાના ચંદ્ર જેવો શ્રીવિજય રાજા “વિઘ્નો અને બીજાઓથી કરાતા ઉપદ્રવો જેમાં શાંત થઈ ગયા છે તેવા રાજ્યનું પાલન કરતો હતો.
૧. પ્રાકૃત કોશમાં નીગમ દેશ્યશબ્દ છે અને તેનો “સુંદર' એ અર્થ જણાવ્યો છે. રાજા વડે સુંદર સંસ્કારોના
સિંચનથી રાજાઓ સ્નેહવાળા કરાયા હતા. ૨. ઉપનંત એ પા ધાતુનું કર્મણિ વર્તમાનકૃદંત છે. શબ્દાર્થ આ પ્રમાણે થાય- રમણીજનસમૂહની નિત્ય
અંજલિઓથી પીવાઈ રહ્યું છે લાવણ્ય જેનું એવો રાજા હતો. ૩. રાજાના પક્ષમાં મંડલ એટલે પૃથ્વીનો વિશાળ પ્રદેશ. ચંદ્રના પક્ષમાં મંડલ એટલે ચંદ્રનો ઘેરાવો. ૪. રાજાના પક્ષમાં સુતારા એટલે સૂતારા નામની રાણી. ચંદ્રના પક્ષમાં સુતારા એટલે આકાશમાં રહેલા સુંદર તારા. ૫. દિનિ= વિનાઃ | ૬, વિરાળ = પરોપદ્રવ:
ઉ. ૩
ભા. ૧
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથ ચરિત્ર નૈમિત્તિકનું આગમન એકવાર તે શ્રીવિજય મહારાજા રાજસભાના મહામંડપમાં વિવિધ પ્રકારના મણિસુવર્ણથી નિર્મિત મોટા સિંહાસન પર બેઠો હતો. તેની બન્ને બાજુએ દેવમંત્રીના મતિવૈભવને જિતનારો મંત્રિગણ બેઠો હતો. તેની સામે વિવિધ આભરણોમાં જડેલા શ્રેષ્ઠ રત્નોમાંથી ઉછળતા પ્રભાસમૂહથી દિશાચક્રોને લાલપીળા વર્ણવાળા કરનારી અને રૂપ સોભાગ્યના સમૂહથી દેવસુંદરીઓના માનને ઘટાડનારી વેશ્યાઓનો સમુદાય બેઠો હતો. તેના આગળના ભાગમાં અનેક રચનાઓમાં ( યુદ્ધ રચનાઓમાં) ભારે પરાક્રમ પ્રગટ કરનારા અને સેવા માટે આવેલા રાજાઓનો સમૂહ બેઠો હતો. આ દેવોનો સમૂહ છે એવો ભ્રમ કરનારા ક્રોડ સુભટોથી રાજસભા ખીચોખીચ ભરાયેલી હતી. ઇંદ્ર જેમ દેવસભામાં બેસે તેમ શ્રીવિજય રાજા આ પ્રમાણે રાજસભામાં બેઠો હતો. ત્યારબાદ હાથમાં સુવર્ણદંડને ધારણ કરનારી અને જેના સ્તનપટ્ટ ઉપર હારરૂપ વેલડી ડોલી રહી છે એવી પ્રતિહારી (=દ્વારપાલિકા) ઓચિંતી આવી રાજાને પ્રણામ કરીને આ પ્રમાણે બોલી- મોગરાનું ફૂલ અને ચંદ્ર જેવા શ્વેતવસ્ત્રોને ધારણ કરનાર, અતિશય ઉત્કંઠાવાળો, હાથમાં કોઈક પોથીને રાખનાર, સરસવ અને દુર્વા વનસ્પતિવાળા કપાળના સંયોગથી જેનું કમલરૂપી મસ્તક શોભી રહ્યું છે તેવો નૈમિત્તિક દ્વાર પાસે રહેલો છે. હે દેવ! હવે તે આપના દર્શનની તૃષ્ણાવાળો છે. તેને શો આદેશ છે? આ પ્રમાણે પ્રતિહારીએ કહ્યું એટલે રાજાએ કહ્યું. તેને મોકલ. રાજાની આજ્ઞા થતાં જ પ્રતિહારીએ નૈમિત્તિકને પ્રવેશ કરાવ્યો. નૈમિત્તિકે હમણાં જ જેનું સ્વરૂપ જણાવ્યું છે તેવા રાજાને રાજસભાની મધ્યમાં બેઠેલો જોયો. મહારાજા કેવો છે? (મહારાજા આવો છે) ચંદનના જેવું શ્વેત શરીર છે. પહોળું વક્ષ:સ્થળ હારથી શોભી રહ્યું છે. જાણે કે ઘુમી રહેલા ગંગાપ્રવાહવાળો પ્રત્યક્ષ હિમવંત પર્વત છે. મનોહર શ્રેષ્ઠ રત્નનિર્મિત મોટા કુંડલરૂપ આભૂષણો તેના કપોલતલમાં ત=ગાલમાં) રેખા કરી રહ્યા છે. કાંતિ અને પ્રતાપથી જીતાએલા સૂર્ય અને ચંદ્ર જાણે સેવા કરવા માટે આવેલા ન હોય. મણિનિર્મિત મુગુટ, કડું અને બાજુબંધના વિવિધ અને વિસ્તીર્ણ કિરણોથી જેણે દિશા સમૂહને રંગી દીધો છે. જે દેવોની શ્રેષ્ઠ સૌધર્મ સભાને શોભાવનાર દેવેન્દ્રના જેવો છે.
આ પ્રમાણે રાજાને જોઈને નૈમિત્તિકનું હૃદય હર્ષ-શોકથી વ્યાકુળ થવા લાગ્યું. તે વિચારવા લાગ્યો- આ કેવો નરરત્ન છે! અને તેનો તેવા પ્રકારનો ભાવી પરિણામ કેવો છે! હા ભાગ્ય! હું માનું છું કે વિરુદ્ધ કરવું એ જ તારી પ્રતિજ્ઞા છે. આ પ્રમાણે વિચારી રાજાએ જેનો યથાયોગ્ય આદર કર્યો છે એવો તે યોગ્ય સ્થાને બેઠો. પછી બે હાથ જોડી રાજાએ કહ્યું: તમારું સ્વાગત કરું છું. તમે કુશળ છો ને? નૈમિત્તિકે કહ્યુંઃ આપના દર્શનથી
૧
નય = કપાળ. પ્રાકૃતમાં રાન્ ધાતુનો સદ્ આદેશ થાય છે. સદંત = શોભી રહેલું.
Page #36
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શિાંતિનાથચરિત્ર-૨૧ બધું જ કુશળ છે. ત્યારબાદ એક ક્ષણમાત્ર પસાર થયા પછી મહિસાગર નામના મહામંત્રીનું મુખ જોઈને રાજાએ કહ્યું: હે મંત્રિ! જ્ઞાનના મહાસાગર આમનું આદરપૂર્વક નિવાસદાન વગેરે સઘળુંય ગૌરવ કરો. મંત્રી “જેવી દેવની આજ્ઞા” એમ કહીને આગળ કંઈ પણ બોલે તેટલામાં નૈમિત્તિકે કહેવાનું શરૂ કર્યું. હે દેવ! વિનયથી મહાન વારંવાર (બોલાતા) વચનો પણ ગુણીઓનું સઘળુંય ગૌરવ સ્વયમેવ કરે છે. તેથી બાકીનું બધુંય પુનરુકિત છે. પરમાર્થને જાણનારાઓને નક્કી લક્ષ્મી તૃણથી પણ હલકી છે. તેથી ગુણોથી મહાન પુરુષો વિનયને છોડીને બીજું ઇચ્છતા નથી. તેથી આપના વિનયથી આકર્ષાયેલા હૃદયવાળા અમારા જેવાને અહીં બીજાથી સર્યું. પણ અમે અહીં કંઈક કહેવાને ઇચ્છીએ છીએ. અમારે જે કંઈ કહેવાનું છે તે હૃદયમાંથી કંઠમાં જાય છે અને કંઠમાંથી પાછું હૃદયમાં જાય છે. તે જીભના અગ્રભાગે ચઢતું નથી. હવે અહીં દેવ પ્રમાણ છે. તેથી શ્રેષ્ઠ રાજાએ કહ્યું: જેમનું હૃદય પરોપકાર કરવામાં જ રસિક છે એવા તમને પણ કહેવામાં આ પ્રમાણે વિકલ્પ (=કહું કે ન કહું એવો વિકલ્પ) કરવો યોગ્ય છે? કોઈ પણ રીતે કુપિત થયેલા પણ મોટા માણસો સદાય પરહિત કરે જ છે. રાહુથી ગ્રસિત થયેલો પણ ચંદ્ર લોકોને ઠંડક આપે છે, તપાવતો નથી. અમારો તમારા ઉપર અનુગ્રહ હોવા છતાં તમને અહીં વિકલ્પ શો ? તેથી કહો.
- પોતનપુરરાજાની ઉપર વિદ્યુત્પાતનો પ્રસંગ
આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે નૈમિત્તિકે વચનક્રમ અલના પામે તે રીતે મહાકષ્ટથી કહ્યું. તે આ પ્રમાણે- હે દેવ ! મેં નિમિત્તથી જોયું છે કે આજથી સાતમા દિવસે મધ્યાહ્ન સમયે પોતનપુરના અધિપતિ ઉપર વિજળી પડશે. તે અત્યંત કટુવચનને સાંભળીને સમસ્ત રાજસભા ક્ષણવાર જાણે મૂછ પામી હોય અથવા ચિત્રમાં આલેખી હોય અથવા જાણે મૃત્યુ પામી હોય તેવી થઈ. ત્યારબાદ અવિચાર નામના એક મંત્રીએ નૈમિત્તિકને કહ્યું: સાતમા દિવસે એક પોતનપુરના અધિપતિને જ વિજળીનો પાત તે જે કહ્યો તે સંદિગ્ધ છે. પણ તમારા વચન રૂપ વીજળી આટલા બધાની ઉપર આજે જ ચોક્કસ પડી છે. પોતનપુરના અધિપતિ ઉપર સાતમા દિવસે વિજળી પડશે. પણ તે દિવસે તારા ઉપર શું પડશે ? એ તું કહે. પછી તેને કુપિત થયેલો જાણીને નૈમિત્તિકે કહ્યું. તે દિવસે મારા પર સુવર્ણની વૃષ્ટિ થશે. અહીં તમે ગુસ્સો ન કરો. નૈમિત્તિક એવા મારા વડે જે પ્રમાણે જણાયું તે પ્રમાણે કહ્યું. જેવું હોય તેવું જણાવવામાં કોપ શો ? કારણ કે શુભ કે અશુભ જેવું હોય તેવું કહેનારા ઉપર કયો વિદ્વાન દ્વેષ કરે? રાહુગ્રહણને કહેવામાં સૂર્ય અને ચંદ્ર કોઈનાય ઉપર ક્રોધ કરતા નથી, અર્થાત્ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે રાહુએ સૂર્યનું ગ્રહણ કર્યું (સૂર્યને દબાવ્યો) કે ચંદ્રનું ગ્રહણ કર્યું એમ લોકો કહે છે તો સૂર્ય અને ચંદ્ર કોઇનાય ઉપર ક્રોધ કરતા નથી. પણ આ તમારો દોષ નથી, કિંતુ મારો જ આ દોષ છે કે જેથી તમારી પણ પાસે હું નિમિત્તનું રહસ્ય કહું છું. જેમકે– વિદ્વાન માણસોએ
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
શાંતિનાથચરિત્ર ઉપદેશેલું હિતકર પણ નીચ પુરુષોને અહિતપણે પરિણમે છે. કારણ કે જુઓ, સાપને આપેલું (=પીવડાવેલું) દૂધ પણ વિષ થાય છે. પછી રાજાએ અસંબદ્ધ શું પ્રલાપ કરો છો એમ કહીને અવિચાર મંત્રીને બોલતો અટકાવ્યો. પછી રાજાએ નૈમિત્તિકને કહ્યું: આ મંત્રી જેમ નામથી અવિચાર(=વિચાર રહિત) છે તેમ કાર્યથી અવિચાર છે, અર્થાત્ વિચાર કર્યા વિના કાર્ય કરનારો છે. જેથી એના વચનમાં ન લાગવું, અર્થાત્ એના વચનને ન ગણકારવું. અમારા ઉપર કૃપા કરીને આટલું કહો કે તમોએ કોની પાસે આ નિમિત્ત શીખ્યું છે ? તેણે કહ્યું: આ કહું છું. મહારાજા સાંભળો. તે આ પ્રમાણે–
અમે પિતા પુત્ર આ જ નગરના રહેવાસી હતા. પછી પિતાએ મારા માટે એક કન્યા પસંદ કરી. એ દરમિયાન આપના જ કાકા અચલસ્વામીના દીક્ષા ગ્રહણ સમયે મેં પરણ્યા વિના જ પિતાની સાથે દીક્ષા લીધી. ત્યાં સુત્રોને ભણતા એવા મે અષ્ટાંગ નિમિત્ત પણ જાણ્યું. પછી હું યૌવન અવસ્થાને પામ્યો ત્યારે પૂર્વે પસંદ કરેલી કન્યાના ભાઈઓએ મને દીક્ષા છોડાવી. તેવા પ્રકારની કર્મપરિણતિના વશથી હું તે કન્યાને પરણ્યો. ગૃહસ્થપણાનો સ્વીકાર કર્યો. તેથી હે મહારાજ ! મેં આ પ્રમાણે નિમિત્ત જાણ્યું. આ સાંભળીને મંત્રીનું મુખ જોઈને રાજાએ કહેવાનું શરૂ કર્યું- અહો ! આનું નિમિત્ત સર્વજ્ઞના વચનને અનુસરનારું છે. અને સર્વજ્ઞનું વચન ક્યારેય અન્યથા પરિણમતું નથી, અર્થાત્ સર્વજ્ઞનું વચન ક્યારેય ખોટું પડતું નથી. કુલગિરિઓનો સમૂહ પણ કદાચ પડી જાય, કદાચ સમુદ્ર પણ મર્યાદા મૂકી દે, તો પણ સર્વશે કહેલાં વચનો અન્યથા થતાં નથી. તેથી આનું નિમિત્ત ન ફરે તેવું નિશ્ચિત જાણીને આ સમયે જે યોગ્ય હોય તેને તમે વિચારો. ત્યારબાદ મતિસાગર મહામંત્રીએ અન્યમંત્રી વર્ગને કહ્યું: જો એમ છે તો તમે તમારો પોત-પોતાનો અભિપ્રાય પ્રગટ કરો. કારણ કે સર્વ અવસ્થાવાળા કાર્યમાં કોની બુદ્ધિ નથી હોતી? અર્થાત્ કોની બુદ્ધિ સ્ફરતી નથી ? વિષમસ્થિતિ આવી પડે ત્યારે જેની મતિ હુરે તે મંત્રી. જે નોકર કે મંત્રી ઉગરૂપ મહાસમુદ્રમાં પડતા સ્વામી માટે ક્ષણવાર પણ વહાણ જેવો બનતો નથી તે નોકર કે મંત્રી શા કામનો ?
આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નામના મંત્રીએ કહ્યું: સંભળાય છે અને જોવાય છે કે વિધિપ્રયુક્ત શાંતિકર્મોથી મોટી મોટી પણ આપત્તિઓ જલદી શાંત થાય છે. તેથી અહીં પણ (રાજા) ગુરુકુળોની પૂજા કરે, ઘણું દાન આપે, સર્વત્ર જીવોની અભય પ્રવૃત્તિઓ કરાવે, નગરમાં પ્રયત્નથી અનુચિત પ્રવૃત્તિઓ બંધ કરાવે, બધા સ્થળે લોકોને નિરંતર વિશુદ્ધ કાર્યોમાં પ્રવર્તાવે, દીનવર્ગો ખુશ કરાય, કેદીઓને છોડાવે, કેદખાનાઓને શુદ્ધ કરે, અપ્રમત્ત બનીને સતત ધર્મશાસ્ત્રોને સાંભળે, વિદ્યા–મંત્રોની જેટલી રચનાઓ છે તે બધાની સુગંધીપુષ્પ,
૧. જંબુદ્વીપમાં આવેલા ભરત અને હૈમવત વગેરે ક્ષેત્રોનો વિભાગ કરનારા હિમાવાન વગેરે છ પર્વતોને કુલગિરિ
કહેવામાં આવે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શાંતિનાથચરિત્ર-૨૩ અગધૂપ, કપૂર વગેરે પૂજાનાં દ્રવ્યોથી પૂજા કરે, આ પ્રમાણે શાંતિકર્મ કરે છતે રાજાનું સ્વયં કુશળ થાય. આ પ્રમાણ સાંભળીને મતિસાગર શ્રેષ્ઠ મહામંત્રીએ કહ્યું: અહો! શ્રેષ્ઠ શ્રદ્ધાવાળું સુંદર વિચાર્યું. તમે વિપુલમતિ એવા યથાર્થ નામવાળા છો. પણ આ પ્રમાણે શાંતિકર્મોથી 'સોપક્રમ આપત્તિઓ જ રોકી શકાય છે. ફરી ફરી પૂછવા છતાં નૈમિત્તિક પોતનપુરના અધિપતિની નિરુપક્રમ જ આપત્તિ છે એમ કહે છે. તેથી આ શાંતિકર્મ રૂપ ઉપક્રમથી શું? પછી વિમલબુદ્ધિ મહામંત્રીએ કહ્યું: જો એમ છે તો મેં આ વિષે બીજો ઉપાય વિચાર્યો છે. અતિસાગરે કહ્યું: તે ઉપાય પણ જલદી પ્રગટ કરો. વિમલબુદ્ધિ મંત્રીએ કહ્યું: આ જ નગરમાં જે રાજાધિરાજ રહે છે તેને કોઈપણ રીતે અનુકુલ કરવામાં આવે તો અનુકુલ કરાયેલો તે અવશ્ય સ્વયં કુશલ કરે. ત્યારબાદ રાજાએ કહ્યું: મને છોડીને બીજો કોણ આ નગરમાં રાજાધિરાજ છે ? કે જે અનુકુલ કરાયેલો મારું કુશળ કરશે? તેથી આ સંબંધ વિનાનો પ્રલાપ કરે છે. કંઈક ગુસ્સે થઈને રાજાએ કહ્યું: પૂર્વે આ મંત્રી સદાય યોગ્ય બોલનારો થઈને હવે સંબંધ વિનાનું બોલે છે. તેથી જરૂર આ ગ્રહથી અધિષ્ઠિત થયેલો હોવો જોઇએ. પછી રાજાએ કંઈક હાસ્ય સહિત કહ્યું: આ ક્યારેય ખોટું ન કહે અને આ ગ્રહથી અધિષ્ઠિત થયો હોય તેવું બીજું કોઈ લક્ષણ દેખાતું નથી. એથી એ પ્રમાણે પણ હોય. આમ વિચારીને વિસ્મયથી ભરાતા હૃદયવાળા શ્રી વિજય રાજાએ કહ્યુંઃ આ જ નગરમાં આ રાજાધિરાજ કોણ છે કે જે અનુકૂલ કરાયેલો મારું કુશળ કરનારો થશે ? તેથી રાજસભાના બધા લોકોએ વિચાર્યું કે અહો ! રાજાએ સુંદર પૂછ્યું. અમને પણ આ મહાન આશ્ચર્ય છે. પછી વિમલ બુદ્ધિએ કહ્યું: દેવ! આ કહું છું. લોક ઉપયોગ આપીને (=રાખીને) સાંભળે.
કર્મપરિણામરૂપ રાજાધિરાજાનું સ્વરૂપ આ જ નગરમાં કર્મપરિણામ નામનો અંતરંગ રાજા છે. તેણે પ્રતાપથી દેવેન્દ્રોને અને ચક્રવર્તીઓને જીતી લીધા છે. તુષ્ટ થયેલો તે સ્વર્ગમાં ઇદ્રોને પણ રમતથી રાજ્ય આપે છે અને રોષે ભરાયેલો તે ઇદ્રોના પણ રાજ્યને અધક્ષણમાં છીનવી લે છે. તેની મહેરબાનીથી જ તમારા જેવાઓ પણ રાજ્યનો વિલાસ કરે છે. તે રુષ્ટ બને તો ચક્રવર્તી પણ ક્ષણવાર પણ ન રહી શકે. તે સદાય નીતિશાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને વર્તે છે. સ્વપરાક્રમથી સંપૂર્ણ ત્રણેય ભુવનને તૃણ સમાન ગણે છે. અતિદુષ્ટ, નિર્દય, પશ્ચાત્તાપરહિત, મહાભયંકર અને
૧. સોપક્રમ એટલે ઉપાયોથી દૂર થઈ શકે તેવી. ૨. નિરુપક્રમ એટલે ઉપાયોથી દૂર ન થઈ શકે તેવી. ૩. ઉપક્રમ એટલે આપત્તિને દૂર કરવાનો ઉપાય સાધન. ૪ બાર (કા + પૂર)=ભરવું.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪-અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર દુઃખજનક તે વસ્તુને (=વસ્તુસ્થિતિને) જોયા વિના જીવોને પાડે છે. રમતપ્રિય એ નૃત્યદર્શનમાં જ આનંદ પામે છે. તેથી નટોને સદા વિવિધ રીતે નચાવે છે. ઇન્દ્ર વગેરેને પણ કહે છે કે મારી આગળ વિવિધ નૃત્ય કરો. ઈદ્ર વગેરે પણ તે જ પ્રમાણે કરે છે. અને તે કહે તે પ્રમાણે નાચે છે. તેથી વચનસમૂહથી વ્યાકુળ બનેલા કેટલાક અસંખ્યાત જીવોને નારકરૂપધારી (બનાવીને) નચાવે છે. તિર્યચપણામાં રહેલા અન્ય અનંતજીવોને એપ્રિય અને બેઇંદ્રિય આદિ ભાવો વડે વિવિધ રૂપે નચાવે છે. એ જ પ્રમાણે હીન-ઉત્તમ-મધ્યમ અસંખ્ય મનુષ્ય અને અસંખ્ય દેવસ્વરૂપ પાત્રોને નૃત્યમાં જોડે છે. આ નાટક ક્યાંક ઈષ્ટના વિયોગવાળું છે. અન્ય સ્થળે ઇષ્ટના સંગવાળું છે. ક્યાંક રોગથી ઘેરાયેલું છે. ક્યાંક અતિશય દારિત્ર્યથી દુઃખવાળું છે. ક્યાંક આપત્તિથી વ્યાકુલ છે. ક્યાંક સંપત્તિના લાભથી આનંદવાળું છે. ક્યાંક સ્વકુલથી વિરુદ્ધ ચેષ્ટાઓથી આશ્ચર્ય ઉત્પન્ન કરનારું છે. ક્યાંક સ્વધર્મથી વિરુદ્ધ આચરણવાળા પાખંડીઓએ આપેલા (વિપરીત) જ્ઞાનવાળું છે. આ પ્રમાણે કર્મપરિણામ નામનો રાજાધિરાજ આ ભવનાટક કરાવે છે. ભવનાટકમાં જીવોને નચાવે છે. જીવનું આ દુઃખી વિવિધ સ્વરૂપ જેમ જેમ તેની આગળ નૃત્ય કરે છે તેમ તેમ નિર્દય અને પાપી તે અધિક અધિક ઉલ્લાસ પામે છે. નારકો તિર્યચપણામાં, તિર્યંચો મનુષ્યપણામાં અને મનુષ્યો સ્વર્ગમાં જઈને ફરી પણ અન્ય અન્ય રૂપોથી પરિભ્રમણ કરે છે. એ નાટકમાં રાગ-દ્વેષરૂપ બે પટહ(=ઢોલ) વગાડવામાં આવે છે, અને દુષ્ટ અભિસંધિ નામનો પુરુષ તે બન્નેને વગાડે છે. મધુર કંઠવાળા ક્રોધાદિ ચાર ગવૈયાઓ જગપ્રસિદ્ધ છે. તેમાં આહારસંશા વગેરે સંજ્ઞાઓ ઝાંઝ ( કરતાલ) છે. અહીં પાત્રોને શણગારવા માટે ઘણી (=અનેક પ્રકારની) લેશ્યાઓ કહી છે. બાકીના પુદ્ગલસ્કંધો નાટકના ઉપકરણ છે. મોહ અનેક વિક્ષેપ કરનાર સૂત્રધાર છે. અહીં કામ 'વિદૂષક છે. કેવળ વિશાળ સંસાર રંગમંચ છે. આ પ્રમાણે અનેક સાધનોથી ત્રણ જગતને નચાવતા તેનાથી કેવળ તે જ છુટેલો છે કે જે મોક્ષને પામેલો છે.
તેથી અનુકૂલ કરાયેલો આ જ દેવનું રક્ષણ કરે છે. મહિસાગર મંત્રીએ કહ્યું: તમોએ સારું વિચાર્યું. આ કર્મપરિણામરૂપ મહારાજા અમારો પણ સુપરિચિત છે. પણ આ બીજાની ઇચ્છાથી ક્યારેય અનુકૂલ થતો નથી. કારણ કે તે ગરીબને, દુ:ખીને કે રોગીને જોતો નથી. પોતાની ઇચ્છાથી પ્રવૃત્તિ કરે છે. દેવોનું પણ વચન કરતો નથી=માનતો નથી. કેટલાકને
૧. નટ્ટ= નૃત્ય | ૨, સંમૂર્ણિમ મનુષ્યોની અપેક્ષાએ અસંખ્યાત મનુષ્યો સમજવા. ૩ મધ = આશય કે અભિપ્રાય. ૪. શૃંગારરસમાં સહાયક મશ્કરો પુરુષ. ૫. પ્રતમાં છુટ્ટી એમ મુદ્રિત છે. તેના સ્થાને છુટ્ટો એમ હોવું જોઈએ.
Page #40
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૨૫
આ જે અનુકૂલ દેખાય છે, તેમાં પણ કાલપરિણતિરૂપ સ્વપત્ની, લોકસ્થિતિરૂપ બહેન, ભવિતવ્યતારૂપ પુત્રવધૂ, સ્વભાવરૂપ મંત્રી અને અન્ય પરિજનની સાથે વિચારણા કરીને અનુકૂલ થાય છે. પણ બીજાની અપેક્ષાથી નહીં. તેથી આ અશક્ય છે. કારણ કે અમે તેને ક્યાં પ્રવર્તાવીએ કે રોકીએ ? પછી અન્ય સુબુદ્ધિ નામના મંત્રીએ કહ્યુંઃ જો એમ છે તો શ્રીવિજયરાજાને સમુદ્રની મધ્યમાં વહાણમાં રાખીએ. અહીં વિજળી `મારતી નથી. આ વિષે પણ મતિસાગરે કહ્યું: જો કર્મપરિણામ સમુદ્રમાં ન જતો હોય તો તમોએ વિચાર્યું તે સુંદર છે. પણ તેવું નથી, અર્થાત્ કર્મપરિણામ સમુદ્રમાં પણ જાય છે. કારણ કે તે અસંભાવનીય પ્રદેશોમાં પણ સ્ખલના પામ્યા વિના જાય છે. કહ્યું છે કે ‘‘ત્યાં ગયેલો શાંતિ પામીશ એમ વિચારીને પુરુષ દૂર જાય છે. પણ ત્યાં પણ આગળ પહોંચી ગયેલા પૂર્વકૃત કર્મો રાહ જુએ છે.’’ આ વિશે શાસ્ત્રોમાં આ પ્રમાણે સંભળાય છે– કાનભૂતિ નામના રાક્ષસે એક નગરને ઉજ્જડ કર્યું. આથી તે નગરના સ્વામી રાજાએ પવિત્ર વસ્ત્રોને પહેરીને અંજલિ જોડીને રાક્ષસને કહ્યું: તારી જે ઇચ્છા હોય તે હું કરું છું. નગરના ઉપદ્રવને છોડ. તેથી કાનભૂતિએ કહ્યુંઃ જો પ્રતિવર્ષ નગરનો એક એક મનુષ્ય બલિમાં આપે તો ઉપદ્રવ છોડું. રાજાએ તે સ્વીકાર્યું. અને નામથી અંકિત ગોળા કર્યા. વર્ષના અંતે કુમારિકા ગોળાને કાઢે છે. જેનો વારો હોય તે માણસને રાક્ષસ મારી નાખતો હતો. આથી નગરમાં ઉપદ્રવ શાંત થઈ ગયો. આ પ્રમાણે કાલ પસાર થઈ રહ્યો છે. કોઈવાર એક વૃદ્ધાને એક જ પુત્ર હતો. તેનો વારો આવ્યો ત્યારે વૃદ્ધા કરુણ રુદન કરવા લાગી. તેને તે રીતે રડતી જોઈને એક વાણવ્યંતર દેવને કરુણા ઉત્પન્ન થઈ. તેણે વૃદ્ધાને આશ્વાસન આપ્યું. તેણે તેના પુત્રને લઈ જઈને એક અત્યંત ગુપ્ત ગિરિગુફામાં રાખ્યો. ત્યાં પહેલાંથી જ રહેલા કાળા સાપે તેને દંશ માર્યો અને તે મરી ગયો. તેથી કર્મપરિણામથી કોઈ બચી શકતો નથી. કહ્યું છે કે—“સિંહના વનમાંથી પલાયન થવાનું શક્ય છે. અથવા મત્ત હાથી પાસેથી પલાયન થવાનું શક્ય છે. પણ પોતે કરેલા દુષ્કૃતથી પલાયન થવાનું ક્યાં શક્ય છે તે તું કહે.” ક્યાંક સુખ-દુઃખ હોય છે અને ક્યાંક સુખ-દુ:ખ હોતા નથી એવો કોઈ નિયમ નથી. કારણ કે ભવિતવ્યતાના બાળકો સર્વત્ર હોય છે. આ સંસારમાં કર્મપરિણામ બધા જ સ્થળે સ્ખલના વિના ભમી રહ્યો હોવાથી રાજા સમુદ્રની મધ્યમાં જાય તેથી શું કરવાનું ?
રાજાનું વિદ્યુત્પાતથી રક્ષણ
આ પ્રમાણે બીજાઓએ પણ પોતપોતાના અભિપ્રાયો જણાવ્યા અને મતિસાગર મંત્રીએ યુક્તિઓથી તેનો નિષેધ કર્યો. પછી સઘળાય મંત્રી વર્ગે એકી અવાજે મતિસાગર મહામંત્રીને કહ્યું: જો એમ છે તો હમણાં જે યોગ્ય હોય તે તમે સ્વયં કહો. અમારા હૃદયમાં જે સ્ફૂર્યું તે સઘળું કહ્યું. મતિસાગર મંત્રીએ કહ્યું: જો એમ છે તો હું પણ કહું છું. કિંતુ મારું કહેલું ૧. પવહ [X + હસ્ ]= મારી નાખવું.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬-અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર પણ યોગ્ય છે કે અયોગ્ય તે તમે જાણો. તેથી બાકીના મંત્રીઓએ સર્વ વિચારો કહી દીધા પછી આ સરળ મહામંત્રી શું કહેશે એમ વિસ્મય પામેલો સઘળોય રાજલોક એકચિત્તવાળો થયો. મતિસાગર મહામંત્રીએ આ પ્રમાણે કહ્યું છે લોકો! આ નૈમિત્તિકે અહીં સઘળુંય સ્પષ્ટ જ કહ્યું છે. તેના કથનને કોઈ ન સમજે તેમાં આનો શો દોષ? તેણે એમ કહ્યું છે કે પોતનપુરના અધિપતિ ઉપર વિદ્યુત્પાત થશે. પણ શ્રીવિજયરાજા ઉપર વિદ્યુત્પાત થશે એમ કહ્યું નથી. તેથી સાત દિવસ સુધી પોતનપુરના અધિપતિ તરીકે બીજા કોઈને સ્થાપવામાં આવે. ઉપવાસ અને નિયમમાં તત્પર વિજયરાજાને પૌષધશાળામાં રાખવામાં આવે. આ પ્રમાણે આ વિઘ્ન રાજાને ન આવે. મતિસાગરે આ પ્રમાણે કહ્યું એટલે નૈમિત્તિક વિચારવા લાગ્યો- અહો! આની બુદ્ધિની સૂક્ષ્મતા! અહો! વિતર્ક કરવાની શક્તિ! અહો! વસ્તુનો નિર્ણય કરવાની શક્તિ ! આ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ આ થાઓ. કારણ કે મેં પણ આ આપત્તિ સામાન્યથી પોતનપુરના અધિપતિની જ જોઈ છે. પણ વિશેષથી શ્રીવિજયરાજાની જોઈ નથી. ત્યારબાદ રાજાએ નૈમિત્તિકને કહ્યું: આમાં શું સત્ય છે? તમારા વડે સામાન્યથી પોતનપુરના અધિપતિની જ આપત્તિ જોવાઈ છે, પણ વિશેષથી મારી આપત્તિ જોવાઈ નથી. નૈમિત્તિકે કહ્યું આ આ પ્રમાણે જ છે. તેથી રાજાએ અને અન્ય મંત્રીઓએ વિચાર્યું અહો! આ સાચેજ મતિનો સાગર છે. કારણ કે આ વિષયમાં એણે તે કંઈક વિચાર્યું કે જે અમને ફૂરે એ તો દૂર રહો, કિંતુ મનમાં પણ યાદ આવતું જ નથી. અથવા વિષમ અવસ્થા આવી પડતાં મોટાઓની જ બુદ્ધિ સ્ફરે છે. શું રત્નો રત્નાકરને (=સમુદ્રને) છોડીને ક્યાંય ઉકરડામાં હોય છે? પછી બધાએ મતિસાગર મહામંત્રીને કહ્યું: આ યુક્ત છે. એ પ્રમાણે જ કરવામાં આવે. પછી બધા મંત્રી અને સામંતોએ ભેગા મળીને પોતનપુરના અધિપતિ રૂપે એક યક્ષની પ્રતિમાનો અભિષેક કર્યો. રાજાને મહોત્સવ કરવા પૂર્વક પૌષધશાળામાં રાખ્યા.
હવે સાતમા દિવસે સજ્જનના સઆચરણોથી દુર્જનનું મુખ કાળું થાય તેમ સહસા વાદળાઓએ સંપૂર્ણ ગગનાંગણને અંધકારવાળું કરી દીધું. પોતનપુરના અધિપતિ ઉપર ગુસ્સે થયેલો અને તેને જ ડસવાની ઇચ્છાવાળો યમ જેવી રીતે સર્પની જીવ્હાઓથી પ્રગટ થાય તેમ વિજળીઓથી પ્રગટ થયો. જેવી રીતે તુચ્છ પુરુષ દુઃખપૂર્વક ક્યાંક કંઈક દાન આપીને ( કરીને) ગળાની ગર્જના કરે તેમ સંપૂર્ણ દિશાચક્રને બહેરું કરતો મેઘ ગલગર્જના (=જોરથી અવાજ) કરવા લાગ્યો. એ પ્રમાણે બધી તરફ ચમકીને મોટા ગલગર્જિત શબ્દથી વિદ્યુતતા યક્ષના મંદિરમાં પડી અને યક્ષપ્રતિમાનો વિનાશ કર્યો. રાજા સુખપૂર્વક જીવી ગયો. નગરલોકોએ રાજાને આશીર્વાદ આપ્યા. ફરી તેનો રાજ્યાભિષેક કર્યો. સાચું નિમિત્ત કહેવાથી ખુશ થયેલા સકલ રાજલોકોએ અને ઘણા નગરજનોએ નૈમિત્તિકની ઉપર સુવર્ણવૃષ્ટિ કરી. કોઈએ મસ્તકનું આભૂષણ, કોઈએ કાનનું
Page #42
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૨૭ આભૂષણ, કોઈએ ડોકનું આભૂષણ, કોઈએ હાથનું આભૂષણ, કોઇએ ચરણનું આભૂષણ તેના ઉપર નાખ્યું. આ પ્રમાણે તેના ઉપર સુવર્ણ વૃષ્ટિ થવાથી તેને સુવર્ણરાશિ મળ્યો. રાજાએ તેના સાતમા કુળ સુધી પણ ન ખૂટે તેટલું ઈનામ આપ્યું.
વર્યાપનક ત્યારબાદ પરમહર્ષને પામેલા રાજાએ અને નગરના લોકોએ નગરમાં વર્યાપનક પ્રવર્તાવ્યું. વર્ધાનિક કેવું હતું ? વર્ધાનિક આવું હતું– સંપૂર્ણનગરમાં ચંદનરસથી મિશ્રિત કસ્તુરીનું સિંચન કર્યું હતું. ઘણી ધજાઓ ઊંચી બાંધી હતી. ઘણાં શ્રેષ્ઠ તોરણો ઊંચાં બાંધ્યાં હતાં. પૂર્ણ કળશોની સ્થાપના કરી હતી. નગરની નારીઓ હર્ષપૂર્વક મનોહર સુંદર મંગલો ગાઈ રહી હતી. નાચતી વેશ્યાઓના હાથરૂપી નવી કુંપળોથી હલાવાયેલા કંકણો રણકાર કરી રહ્યા હતા. ચોતરો, ત્રિક (=જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવું સ્થાન), ચોક અને શેરીના નાકે સુવર્ણનું દાન અપાતું હતું. વાગી રહેલા ગંભીર વાજિંત્રોના પ્રસરેલા તીવ્ર પ્રતિધ્વનિથી આકાશ ભરાઈ ગયું હતું. નગરના યુવાનોએ મણિ-સુવર્ણની પિચકારીઓથી કેશરના છાંટણાં કર્યાં હતાં. રાજાનું માંગલિક કરવા માટે સકલ મંડળો આવ્યાં હતાં. ઘણા કુબડા અને ઠીંગણા પુરુષો નાચતા હતા. ચારે તરફ ગરબાની જેમ ઘુમનારા અંતઃપુરના અધિકારીઓ હાસ્ય ઉત્પન્ન કરતા હતા. શ્રેષ્ઠ નૃત્યકારોએ હારરૂપી લતાઓને નીચે પાડી હતી, અર્થાત્ નૃત્ય કરતાં કરતાં હારો નીચે પડી ગયા હતા. વિચિત્ર મહાન આશ્ચર્યો પ્રગટ થઈ રહ્યા હતા, અર્થાત્ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી વસ્તુઓ કે પ્રસંગો બતાવવામાં આવતા હતા.
અમિતતેજ રાજાનું શ્રીવિજય રાજાની પાસે આગમન જેટલામાં આ પ્રમાણે મહાન વર્ધાનિક પૂર્ણરૂપે થઈ રહ્યું હતું અને કૌતુકોને જોતો રાજા રાજસભામાં રહ્યો હતો તેટલામાં સહસા ઉત્તરદિશામાં રાજલોકોએ આકાશમાંથી પૃથ્વી પર ઉતરતા તેજને વિસ્મયપૂર્વક જોયો. સૂર્ય અને ચંદ્ર પૂર્વથી પશ્ચિમ તરફ દેખાય છે. પણ અહો! આ કોઈક અપૂર્વ તેજ ઉત્તરદિશામાં દેખાય છે. રાજસભામાં સકલજનસમૂહ વિસ્મયપૂર્વક - જેટલામાં આ પ્રમાણે કહી રહ્યો તેટલામાં જેનું સ્વરૂપ સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેવો તેજ નજીકમાં આવ્યો. ત્યારબાદ તુરત અતિશય તપાવેલા સુવર્ણના જેવું જેનું શરીર છે, જેના શરીરમાં વિવિધમણિનિર્મિત આભરણો દીપી રહ્યા છે, ચમકી રહેલી ઔષધિઓનો સમૂહ જેમાં છે એવો કંચનગિરિ જાણે ઊડી રહ્યો હોય તેવો, શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલો, દેવોને આશ્ચર્ય ઉપજાવે તેવા વિદ્યાધરોથી પરિવરેલો, જાણે ઇંદ્ર હોય તેવો, વિદ્યાધરોનો સ્વામી અમિતતેજ ત્યાં આવ્યો. ત્યારબાદ હર્ષના કારણે જેના શરીરમાં ઘણા રુવાંટાં ઊભા થઈ રહ્યા છે તેવા શ્રી વિજય રાજાએ પણ પરિજનોની સાથે જલદી અભુત્થાન કર્યું. નવા વર્ષાદના સમયે જેમાં નવા અંકુરા
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શિાંતિનાથચરિત્ર ઉત્પન્ન થયા છે તેવા બે પર્વતો શોભે તેમ એકબીજાના દર્શનથી ઉત્પન્ન થયેલા રોમાંચવાળા તે બન્ને શોભવા લાગ્યા. ત્યારબાદ રાજાએ અને મહિસાગર વગેરે રાજસભાના બધા લોકોએ અમિતતેજ રાજાનો યથાયોગ્ય આદર કર્યો. પછી બેઠેલા અમિતતેજ વિદ્યાધરાધિપતિએ રાજસભાના રાજા વગેરે સર્વ લોકોને યથાયોગ્ય વચનો વડે બોલાવ્યા. ત્યારબાદ એકક્ષણ પછી તે રાજાએ જેમાં બાહુરૂપી લતા ઊંચી કરાઈ છે તેવું, જેમાં બાલ-વૃદ્ધજન વિચારતો નથી તેવું, અને હર્ષથી અતિશય નાચતું નગર જોયું, અર્થાત્ તે નગરમાં બાલ-વૃદ્ધ સહિત બધા લોકો હાથ ઊંચા કરીને નાચી રહ્યા હતા. ત્યારબાદ અમિતતેજ રાજાએ શ્રીવિજયરાજાને પૂછ્યું: (=કહ્યું:) આ નગર વર્ધાનિક પ્રવર્તતું હોય તેવું જણાય છે. તેમાં જે હેતુ હોય તેને હું સાંભળવાને ઇચ્છું છું. તેથી શ્રીવિજય મહારાજાએ સઘળો પૂર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને વિદ્યાધર સ્વામી વિસ્મય પામ્યો. પછી તેણે આ પ્રમાણે કહ્યું: પહેલાં તો નૈમિત્તિક અત્યંત નિપુણ છે. તેનાથી પણ આ શ્રેષ્ઠમંત્રી નિપુણ છે કે જેણે મોટી પણ આપત્તિ રોકી. અથવામાણસો ગુણીઓના સાંનિધ્યથી મોટી પણ આપત્તિને ઓળંગી જાય છે. વિશાળ પણ સમુદ્ર શ્રેષ્ઠવહાણથી ઓળંગી જવાય છે. બીજું– વૈભવથી અને પુરુષાર્થથી આ આપત્તિને રોકવા . માટે સમર્થ ન થવાય. તેથી ચોક્કસ વૈભવ અને પુરુષાર્થથી બુદ્ધિ મહાન છે. તે આ પ્રમાણે જેણે જડનો સંગ કર્યો છે અને બુધનો સંગ છોડી દીધો છે તેવો ચંદ્ર પણ વિક્રમ કરતો હોવા છતાં અને શ્રીને પામેલો હોવા છતાં અંધારાથી નાશ કરાય છે. તેથી હે નરાધિપ! જેના ઘરમાં આવો મંત્રી છે તે તમે ધન્ય છો. શું પુણ્યરહિત પુરુષોને ચિંતામણીનો સંબંધ થાય છે? મતિસાગર મંત્રીએ પણ પોતાનું મુખ લજ્જાથી અત્યંત નીચે કરી દીધું. પોતાના ગુણોની પ્રશંસાથી તુચ્છ પુરુષો જ હર્ષ પામે છે, મહાપુરુષો નહિ.
શરદઋતુનું વર્ણન એટલામાં કાલનિવેદકે રાજસભામાં પ્રવેશ કરીને કહ્યું કે, ગુરુ-બુધથી યુક્ત પણ ૧. આ કથન ચર્થક (= બે અર્થવાળું) છે. તે આ પ્રમાણે– જડ એટલે એક અર્થમાં જડ પુરુષ અને બીજા
અર્થમાં જલ પાણી. ચંદ્રનું પાણીમાં પ્રતિબિંબ પડે છે એટલે ચંદ્ર જલનો સંગ કરે છે. પ્રાકૃતમાં લ અને ડનું ઐક્ય છે. એથી જલ = જડ પણ થાય. આથી જડ પુરુષ એવો અર્થ થાય. બુધ એટલે એક અર્થમાં દેવ અને બીજા અર્થમાં ડાહ્યો માણસ. ચંદ્રનું પાણીમાં પ્રતિબિંબ પડે છે એટલે તેણે પાણીનો સંગ કર્યો અને
દેવોનો સંગ છોડી દીધો, અને બીજા અર્થમાં ડાહ્યા માણસોનો સંગ છોડી દીધો. ૨. વિક્રમ એટલે એક અર્થમાં ગતિ અને બીજા અર્થમાં પુરુષાર્થ. ૩. શ્રી એટલે એક અર્થમાં શોભા અને બીજા અર્થમાં વૈભવ. ચંદ્ર જડપુરુષોનો સંગ કર્યો અને ડાહ્યા માણસોનો
સંગ છોડી દીધો. એમ કરીને ચંદ્ર બુદ્ધિરહિત છે એમ જણાવ્યું. બુદ્ધિશાળી જડ પુરુષોનો સંગ ન કરે. ૪. આ કથન ચર્થક છે. ગુરુ-બુધ એટલે એક અર્થમાં ગુરુગ્રહ અને બુધગ્રહ, બીજા અર્થમાં ઉત્તમ વિદ્વાન.
જડસમૂહ એટલે એક અર્થમાં સમુદ્ર અને બીજા અર્થમાં જડ પુરુષોનો સમૂહ. અદેશ્ય એટલે એક અર્થમાં નહિ જોવાલાયક અને બીજા અર્થમાં અસ્ત.
Page #44
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૨૯ આકાશને છોડીને આ સૂર્ય જડસમૂહમાં પડે છે તેથી લોકમાં અદશ્ય થયો છે. તેથી રાજાએ વિચાર્યું કે અહો ! સૂર્ય અસ્તને પામ્યો છે. સંધ્યાનો સમય વર્તે છે. પછી રાજસભાનું વિસર્જન કર્યું. બધા પોતપોતાના સ્થાનકમાં ગયા. શ્રીવિજયરાજાએ અમિતતેજ રાજાને પણ રહેવા માટે સુંદર મોટો મહેલ આપ્યો. પછી સુતારાની સાથે પાંચ પ્રકારના વિષયસુખને અનુભવતા રાજાએ તે રાત પસાર કરી. બીજા પણ ઘણા દિવસો પસાર કર્યા. ત્યારબાદ શરદઋતુનો કાળ આવ્યો. તે કાળ કેવો છે? તે કાળ આવો છેશરદમાં પૃથ્વીમંડળ ઉપર ધાન્યસમૂહ તૈયાર થઈ ગયો હતો. શરદકાળ મંડળો વડે શરૂ કરાયેલા ગોવાળોના રાસોથી વ્યાપ્ત, ફેલાયેલા રક્ષકોથી શોભતા શાલિવનવાળો (ચોખાના ખેતરોવાળો) અને વનસમૂહમાં શોભતા સપ્તછદ(વૃક્ષવિશેષ)વાળો હતો. તેવા શરદકાલમાં જેનાથી નિર્મલ રૂપ પ્રાપ્ત કરાયું છે તેવું ગગનમંડલ લોકોને જાણે કહી રહ્યું છે કે મલિન વસ્તુઓ કાલાદિ સામગ્રીને પામીને નિર્મલ થાય છે. કાદવ અને પાણીની ઉપર રહેલું પુષ્ટશોભાવાળું કમલવન જાણે કહી રહ્યું છે કે સમકાલે કાદવ અને જલને છોડી દેનારા કમલપત્રની જેમ ઉપભોગ લક્ષ્મીને પામે છે, અર્થાત્ કમલપત્રની જેમ નિર્લેપપણે ઉપભોગ કરવાથી બાહ્ય અને અત્યંતર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. રાજહંસોએ મલિન સરોવરોને છોડીને નિર્મલ સરોવરોનો સ્વીકાર કર્યો. વિશુદ્ધ જીવો મલિન વસ્તુનું સેવન કરતા નથી. સારીભૂમિરૂપ પાત્રોમાં જલરૂપી વૈભવ આપીને વાદળમંડળ નિર્મલ થયું. સુપાત્રદાનથી કોણ વિશુદ્ધ ન થાય? ઉન્મત્ત હાથીઓ વનોમાં વૃક્ષસમૂહને ઉખેડતા ભમે છે. અથવા મલિન જીવોની ઋદ્ધિઓ પરના દુઃખનું કારણ બને છે. વિશેષ જ્યોસ્નાને પામેલો ચંદ્ર સંપૂર્ણ ભુવનને ઠંડુ કરે છે. નિર્મલ જીવોની સંપત્તિઓ પરોપકાર માટે જ વૃદ્ધિ પામે છે. તીખાં-કડવાં દ્રવ્યોથી કંટાળેલો લોક મધુર દ્રવ્યોમાં રાગ કરે છે. અથવા કોનું પ્રેમબંધન એક વસ્તુમાં સ્થિર થાય ? ગર્વિષ્ઠ વૃષભો ગોકુલોથી રમણીય પૃથ્વી મંડલ ઉપર ગર્જના કરી રહ્યા છે. લોકો ઈન્દ્ર મહોત્સવ અને દીપક મહોત્સવમાં અતિશય હર્ષથી પૂર્ણ હતા. તેમાં પણ શોકાતુર ચક્રવાક જાણે સઘળા લોકોને કહી રહ્યો છે કે સંસારમાં સદાય બધા જીવો સુખી હોતા નથી.
આ પ્રમાણે શરદઋતુનો કાળ વર્તી રહ્યો હતો ત્યારે ઉદ્યાનપાલકે આવીને રાજસભાના મંડપમાં બેઠેલા શ્રીવિજયરાજાને વિનંતી કરી. તે આ પ્રમાણે–ચંદ્રાસ્ના રૂપી કાંતિથી યુક્ત, પદ્મરૂપી મુખવાળી, કાસઘાસના પુષ્પોરૂપ દાંતવાળી, સારસયુગલરૂપ સ્તનવાળી, નદીના
૧. હાથી કાળો હોવાથી મલિન છે. તેને મળેલી શક્તિ વૃક્ષોના ઉખેડવાથી વૃક્ષોના દુઃખ માટે થઈ. ૨. fબળવ (નિદ્ વાપ) = ઠંડુ કરવું, બુઝાવવું, શાંતિ કરવી.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર તટરૂપ સુવિસ્તૃત નિતંબવાળી, શરદઋતુ રૂપી લક્ષ્મીદેવી હંસીકુળના ધ્વનિના બહાનાથી રાજાના દર્શનમાં તૃષ્ણાવાળી થઈ છે. સુગંધી પવનના બહાનાથી પોકાર કરે છે અને દીર્ઘ શ્વાસ લે છે=નીસાસા નાખે છે. તેથી ઉદ્યાનોમાં જઈને પોતાના દર્શનથી એને આશ્વાસન આપો. જેથી તે બિચારી આજે પણ પોતાનો નાશ ન કરે.
| વિજયરાજાનું ઉદ્યાનમાં પરિભ્રમણ આ સાંભળીને અને શરદઋતુનો સમય જાણીને રાજાએ સઘળા લોકોને ઉદ્યાનમાં ગમનરૂપ યાત્રાનો આદેશ કર્યો. અમિતતેજ વિદ્યાધરાધિપતિની પાસે શરદઋતુની શોભાને જોવા માટે મંત્રીને મોકલ્યો. મંત્રીએ પણ જઈને વિદ્યાધર સ્વામીને વિનંતી કરી. કોઈ વ્યાપથી એ ન આવ્યો. તેથી રાજા સ્વયમેવ વિભૂતિથી ઉદ્યાનમાં જવા માટે ચાલ્યો. કેવી રીતે ચાલ્યો? આ રીતે ચાલ્યો- રણકાર કરતી મણિની ચૂડીઓવાળી સ્ત્રીઓ કરરૂપ પલ્લવોથી ચામરસમૂહો વીંઝી રહી હતી. સુરેંદ્રની જેમ સફેદ અને ચાર દાંતવાળા શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયો હતો. રણઝણ કરતા ચાલેલા શ્રેષ્ઠ લાખ જેટલા રથોથી ઘણો ધૂળસમૂહ ઉડી રહ્યો હતો. કૂદતા અનેક પ્રકારના મોટા ઘોડાઓની ખુરીઓથી પૃથ્વીતલ ખોદાઈ રહ્યું હતું =પૃથ્વીતલમાં ખાડા પડી રહ્યા હતા. હાથીઓના ઘડા જેટલા ગંડસ્થલમાંથી ઝરતા મદજળના સમૂહથી પૃથ્વીતલ સિંચાઈ રહ્યું હતું. કલકલ કરતા વિવિધ શસ્ત્રવાળા, દુર્જય એવા ક્રોડ જેટલા સુભટોથી પરિવરેલો હતો.
આ પ્રમાણે ચતુરંગ સૈન્ય અને અંતઃપુરથી પરિવરીને જતો રાજા રમતમાં બહારના ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યારબાદ ત્યાં પાસે રહેલી પટ્ટમહારાણી સુતારાની સાથે ખીલેલા કમળોના વનથી શોભતા અને નિર્મલ જલસમૂહથી પૂર્ણ એવા મહાસરોવરોને જોતો તથા પ્રેમપૂર્વક પ્રિયને પ્રિયાઓથી કમલદલો અપાઈ રહ્યા હતા તેવા હંસયુગલોને જોતો, કાનને સુખ આપે તેવા સારસયુગલના ધ્વનિને સાંભળતો, આંખોને આનંદ કરનારા સપ્તછદના વનોને જોતો અને શ્રેષ્ઠ ગંધથી આકર્ષાયેલા અને અનેક તરફ (ચારેબાજુ) પરિભ્રમણ કરતા પોપટના સમુદાયોથી રમણીય શાલિક્ષેત્રોને જોતો, શાલિક્ષેત્રોનું રક્ષણ કરવામાં તત્પર ગોવાલણ લોકથી સહર્ષ મધુર કંઠથી ગવાતા અને સકલ લોકને સુખ આપનારા પોતાના
૧. પલ્લવ=નવું પાંદડું, અર્થાત્ કુંપળ. ૨. હાથી, અશ્વ રથ અને પાળા (=પગે ચાલનારા સૈનિકો) એમ સૈન્યનાં ચાર અંગો છે. ૩. સપ્તછદ વૃક્ષવિશેષ છે. ગુજરાતીમાં તેને સાતપુડાનું વૃક્ષ કહે છે. ૪. ઉચ્ચ પ્રકારના ચોખાનાં ખેતરો.
Page #46
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૧
ચરિત્રોને સાંભળતો, સુંદર `કદલીગૃહોમાં ક્રીડા કરતો, શ્રેષ્ઠ દ્રાક્ષામંડપોમાં આરામ કરતો, સ્ત્રીઓના નિતંબ જેવા સુંદર અને ચમકતાં નદીકિનારાઓમાં ખુશ થતો, શ્રીવિજય મહારાજા અન્ય અન્ય ઉદ્યાનોમાં ફરે છે.
સુતારા રાણીના અપહરણનો પ્રસંગ
આ તરફ– રત્નપુરમાં સત્યભામાના વિરહમાં (=સ્ત્રીવિયોગના કારણે) આર્તધ્યાન અને પીડાને પામેલો તે કપિલ મરીને તિર્યંચોમાં ઉત્પન્ન થયો. ત્યારબાદ ભમીને ફરી ફરી તે જ તિર્યંચોમાં ઉત્પન્ન થયો. પછી ચમરચંચા નગરીમાં અશનિઘોષ નામે વિદ્યાધર રૂપે ઉત્પન્ન થયો. ભાગ્યયોગથી જ્યાં શ્રીવિજયરાજા આવ્યો તે સ્થાનમાં અનિઘોષ આવ્યો. તેણે રાજા પાસે રહેલી પોતાની પૂર્વભવની પત્ની સુતારાને જોઈ. પૂર્વભવના સ્નેહથી મૂઢ બનેલો તે ત્યાંથી બીજા સ્થળે જવા માટે સમર્થ થતો નથી. તેથી તેનું અપહરણ કરવાની ઇચ્છાવાળા તેણે વ્યામોહ પમાડવા માટે અત્યંત દૂર નહિ એવા સ્થળે સુવર્ણપટ્ટાવાળો અને અત્યંત દર્શનીય હરણ વિકુર્તીને બતાવ્યો. તેને જોઈને સુતારાએ રાજાને કહ્યું: હે દેવ ! મને ક્રીડા કરવા માટે આ હરણ લાવીને આપો. રાજાને સુતારા રાણી પોતાના પ્રાણથી પણ અધિક અત્યંત પ્રિય હતી. તેથી તેના વચનનું ઉલ્લંઘન કરવા માટે અસમર્થ તે હરણની પાછળ દોડ્યો. રાજા રાણીની સાથે અહીં પરિભ્રમણ કરે છે એમ સમજીને સૈન્યલોક દૂર ઊભો રહ્યો. તેથી એકાંત જાણીને અનિઘોષે સુતારાનું અપહરણ કર્યું અને ત્યાં સુતારા જેવું રૂપ ધારણ કરનારી વેતાલી વિદ્યા મૂકી. ત્યારબાદ થોડે સુધી ગયેલા રાજાને વિદ્યાએ પોકાર કર્યો કે હે દેવ! મારું રક્ષણ કરો, રક્ષણ કરો. ૐકુર્કટસર્પથી હું ડસાઈ છું. તેથી જલદી પાછા ફરીને રાજા જેટલામાં આવે છે તેટલામાં વિદ્યા નીચે પડી. ખરેખર! આ મૃત્યુ પામી છે એમ રાજા સમજ્યો. પરમાર્થને નહિ જાણનારા અને કરુણાપૂર્વક વિલાપ કરતા રાજાએ કહ્યું: હા દેવી! અવસર વિના પણ તમે આ શું કર્યું? હા! મને છોડીને તું ક્યાં ગઈ? અથવા મારા સ્નેહની પરીક્ષા કરવા માટે તેં આ કોઈક કપટ રચ્યો હશે! હે મુગ્ધા! નિષ્ફલ તે કપટથી પણ શું? શું આટલા કાળથી મારો સદ્ભાવ નથી જાણ્યો ? તેથી હે સુંદરી! તારા વિરહમાં નિઃસંશય મારા જીવનનો ત્યાગ કરું છું. ઇત્યાદિ વિલાપ કરીને ત્યાં ચંદનના કાષ્ઠો ગોઠવાવ્યા. સકળ સૈન્ય કરુણ પોકાર કરતો હોવા છતાં અને રોકતો હોવા છતાં રાજા રાણીને પોતાના
૧. કેળાના સ્તંભોથી બનાવેલું ઘર.
૨. વેતાલી એટલે બીજાને છેતરનારી. વેતાલી વિદ્યાના પ્રભાવથી અચેતન વસ્તુ પણ ચેતનની જેમ જ ક્રિયા કરે છે. ૩. કુટ એક પ્રકારના સર્પની જાતિ છે.
૪. સિજીિ આદિ વિશેષણોનો અર્થ સ્વયં જાણી લેવો.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શિાંતિનાથચરિત્ર ખોળામાં રાખીને ચિતામાં આરૂઢ થયો. વાળાસમૂહને છોડતો અગ્નિ સળગાવ્યો. તેટલામાં આકાશમાંથી બે વિદ્યાધરો જલદી ત્યાં આવ્યા. એકે પાણીને મંત્રીને ચિતા પર છાંટ્યું. તેથી વિદ્યા મુખથી અટ્ટહાસ્ય કરતી નાશી ગઈ. આશ્વાસન પામેલા રાજાએ વિદ્યાધરોને પૂછ્યું: આ શું છે? વિદ્યાધરોએ કહ્યુંહે નરાધિપ! શ્રી અમિતતેજ વિદ્યાધરસ્વામીના પરિવારમાં અમે વિદ્યાધર પિતા-પુત્ર છીએ. જિનભવનોને વંદન કરવા માટે અમે નીકળ્યા હતા. જિન ભવનોને વંદન કરીને પાછા ફરેલા અમોએ અહીં અશનિઘોષ વડે હરણ કરાયેલી સુતારાનો કરુણ શબ્દ સાંભળ્યો. તેથી યુદ્ધ માટે સજ્જ થયેલા અમોએ પાપી તેનો પરાભવ કર્યો. પછી સુતારાએ અમને કહ્યું: આ પાપીએ મારા સ્થાને વેતાલી મહાવિદ્યા મૂકી છે. તેથી તેનાથી ઠગાયેલો રાજા જેટલામાં પોતાના પ્રાણોને ન મૂકે તેટલામાં તમે મારા ઉપર દયા કરીને ત્યાં પહોંચી જાઓ. તેના જીવનનું રક્ષણ કરો. જેથી હું પણ રક્ષાયેલી થાઉં. પણ જો રાજા મૃત્યુ પામશે તો એનાથી મૂકાયેલી પણ હું મરી જઈશ. ચંદ્ર અસ્ત થતાં જ્યોત્સા અર્ધીક્ષણવાર પણ રહેતી નથી. તેથી યુદ્ધનો ઉદ્યમ મૂકીને તમે ત્યાં જાવ. હે નરાધિપ! સુતારાનું યુક્તિયુક્ત આ વચન સાંભળીને અમે પણ અહીં આવ્યા, અને ચિતા ઉપર પાણી છાટ્યું. વેતાલી વિદ્યા નાશી ગઈ અને તમે આશ્વાસન પામ્યા. આ પ્રમાણે સાંભળીને સુતારા જીવે છે એથી રાજા હર્ષ પામ્યો. પણ તેનાથી અપહરણ કરાઈ એવા વિચારથી અગ્નિની જેમ સળગી ઉઠ્યો. હે સેનાધિપતિઓ ! ચતુરંગ સૈન્યને જલદી તૈયાર કરો. જેથી અધમ ખેચરને મૃત્યુના ભયંકર મુખરૂપ ગુફામાં લઈ જાઉં. આ પ્રમાણે બોલતા રાજાને વિદ્યાધરોએ કહ્યું: હે દેવ! ધીરા થાઓ. શિયાળ એવો તે સિંહ એવા આપની પાસેથી પલાયન થવા કેવી રીતે સમર્થ બને ?
અશનિઘોષ વિદ્યાધરે કેવલી ભગવંતનું શરણ સ્વીકાર્યું આ વૃત્તાંત કોઈ પણ રીતે વિદ્યાધર રાજા અમિતતેજે જાણ્યો. જાણીને અતિશય ક્રોધથી પૂર્ણ તેણે કહ્યું: અશનિઘોષે અમારી પણ બેનનું અપહરણ કર્યું. આ અપૂર્વને તમે જુઓ, અથવા મૃત્યુ નજીક આવે છે ત્યારે બુદ્ધિ વિનાશ પામે છે. તેથી તેને યમનો અતિથિ કરું. અહીં બહુ કહેવાથી શું? આ પ્રમાણે કહીને તે શ્રીવિજયરાજાની પાસે આવ્યો. પછી જેવી રીતે સીતાને છોડાવવા માટે રામ-લક્ષ્મણ રાવણની પાછળ પડ્યા હતા તેમ વિશ્વવિખ્યાત તે બંને શ્રેષ્ઠ સુભટો તેની પાછળ પડ્યા. અશનિઘોષની નગરીની બહાર જઈને દૂતના મુખથી તેને કહેડાવ્યું કે હે દુષ્ટ ! તેં જે અશુભ કર્યું છે તેનું આજે અહીં જ આવેલા વિદ્યાધર અને મનુષ્યોના અધિપતિની તલવારધારારૂપ સુતીર્થમાં પ્રાયશ્ચિત્ત કર. (રપ) આ સાંભળીને ૧. વૃદ્ધાવી =પાછળ જવું. આ દેશ્ય શબ્દ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૩ ભયથી વિહ્વલ બનેલો અશનિઘોષ આ પ્રમાણે વિચારવા લાગ્યો ચોક્કસ શ્રીવિજય અને અમિતતેજ નગરીની બહાર આવેલા છે. તે બેમાં એકલો જ શ્રીવિજય જીતવો અશક્ય છે. તો પછી અમિતતેજથી પરિવરેલો તે જીતવો અશક્ય હોય તેમાં તો શું કહેવું? તે (સંપૂર્ણ)જગતને જીતી લે તેવો છે. તેથી હમણાં મારું શરણ કોણ? અથવા સ્નેહથી અંધ બનેલા, અવિચારિત કાર્ય કરવામાં તત્પર અને પોતાના દુષ્કૃત્યોથી વિનાશ પામેલ સત્ત્વવાળા જીવોનું રક્ષણ શું થાય? જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા ગુણાધાર અચલમુનિ પૃથ્વી ઉપર વિચરી રહ્યા હતા. તેથી તેણે નાશીને તેમનું જ શરણ સ્વીકાર્યું. તેની પાછળ દોડતા તે બન્ને ત્યાં જ આવ્યા. દેવો અને મનુષ્યોની સભામાં રહેલા અને દેવોએ રચેલા સુવર્ણકમલ ઉપર બેઠેલા તે મુનીંદ્રને જોઈને તે બેનો વૈરભાવ શાંત થઈ ગયો અને હર્ષ ઉછળવા લાગ્યો. તેથી તે બન્ને મુનીન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા.
કેવળી ભગવંતની સ્તુતિ મનરૂપ જંગલમાં પ્રજવલિત બનેલા કોપરૂપ દાવાનળને જેમણે સમતારૂપ પાણીના પૂરથી પ્રશાંત કર્યો છે તેવા, માનરૂપ સુભટના માનનું ખંડન કરનારા, વિશ્વને શોભાવનારા હે મુનીંદ્રા આપને નમસ્કાર થાઓ. જેમણે દુરંત માયા રૂપ નાગણીના વિષના ફેલાવાને સરળતારૂપ મંત્રથી અટકાવી દીધો છે તેવા, લોભરૂપ અંધકારનો નાશ કરનાર સૂર્ય, ગુણોના સાગર હે મુનીંદ્ર ! આપને નમસ્કાર થાઓ. કામરૂપી બાણને ખંડિત કરી નાખનારા, જરામરણનો વિનાશ કરનારા, શુભ કાર્ય કરનારાઓ જેમને નમેલા છે તેવા, મોહરૂપ મહાભયને રોકનારા, ભવતારક હે મુનીંદ્ર! આપને નમસ્કાર થાઓ ! વિશ્વમાં રહેલા પદાર્થોના પરમાર્થને જેમણે કેવળજ્ઞાનના કિરણોથી પ્રકાશિત કર્યા છે તેવા, કુમતરૂપ હાથી માટે ગંધહસ્તિ સમાન, સુખનું કારણ છે મુનીંદ્ર! આપને નમસ્કાર થાઓ. સંપૂર્ણ ત્રિભુવનના વિસ્તારને જેમણે શરદઋતુનાં ચંદ્રકિરણો જેવા નિર્મલયશથી શ્વેત કરી દીધો છે તેવા, દુઃખરૂપ વૃક્ષના વનને બાળવા માટે અગ્નિસમાન, જેમનું શાસન શ્રેષ્ઠ છે તેવા હે મુનીંદ્ર! આપને નમસ્કાર થાઓ! જેમણે રાજ્યના સંગનો ત્યાગ કર્યો છે એવા, જેમણે શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત કર્યા છે તેવા હે મુનીંદ્ર ! આપને નમસ્કાર થાઓ ! જેવી રીતે સમુદ્રમાં રહેલા રત્નોના ગુણોનો અંત ન જાણી શકાય તે રીતે આપના ગુણોના અંતને કોણ જાણે ? હર્ષને કારણે જેમની આંખોમાંથી આંસુ રૂપ જલ ગળી રહ્યું છે એવા તે બન્ને આ પ્રમાણે મુનીશ્વરની સ્તુતિ કરીને અને પંચાંગ પ્રણામ કરીને ઉચિત સ્થાનમાં બેઠા. મુનિએ પણ તે બે રાજાઓની તથા અશનિઘોષ વગેરેની સમક્ષ સમયને અનુરૂપ ધર્મકથા શરૂ કરી. તે આ પ્રમાણે
કેવળી ભગવંતે સુતારા વગેરેની પૂર્વભવની વિગત કહી. સંસાર દુઃખનો હેતુ છે. દુઃખરૂપ ફળવાળું છે. દુઃસહદુઃખ સ્વરૂપ છે. તો પણ સ્નેહરૂપી
Page #49
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૪
બેડીથી બંધાયેલા જીવો તેમનો ત્યાગ કરતા નથી. જેવી રીતે કાદવમાં ખૂંચેલો હાથી કોઈ પણ રીતે સ્થળ ઉપર આવવા સમર્થ થતો નથી, તે રીતે સ્નેહરૂપ કાદવમાં ખૂંચેલો જીવ ધર્મરૂપ સ્થલ ઉ૫૨ આવતો નથી. હે જીવો ! તમે જુઓ કે સ્નેહથી બંધાયેલા જીવો અને તલ છેદન, શોષ, મલન, બંધન અને પીલનને પામે છે. જ્યાં સુધી થોડો પણ સ્નેહ છે ત્યાં સુધી જીવોને શાંતિ ક્યાંથી હોય ? સ્નેહનો (= તેલનો) ક્ષય થતા દીવો પણ શાંતિને પામે છે તે તું જો. ધર્મવિરુદ્ધ અને લોકવિરુદ્ધ એવું કયું અકાર્ય છે કે જેને સ્નેહથી બંધાયેલા અને (એથી જ) મર્યાદાનો દૂરથી ત્યાગ કરનારા જીવો કરતા નથી? આ પ્રમાણે સાંભળીને અશનિઘોષે ઊભા થઈને અને અંજલિ જોડીને કહ્યું: હે મુનિનાથ! આપે જે કહ્યું તે તે પ્રમાણે જ છે. જેથી હે લોકનાથ ! મેં સર્વથી વિરુદ્ધ એવું સુતારાનું અપહરણ જે કર્યું તેમાં સ્નેહને છોડીને બીજું કોઈ કારણ નથી. અથવા સર્વજ્ઞ એવા આપની આગળ આ કહેવાથી શું ? માની આગળ મોસાળનું વર્ણન શોભતું નથી. પછી તે બે રાજાઓની પાસે જઈને તેણે વિનયથી તે બન્ને રાજાઓને કહ્યું: દુષ્ટભાવથી રહિત એવા મારા આ અપરાધની તમે ક્ષમા કરો. તે બે રાજાઓએ કહ્યું: હે મુનીશ્વર ! જો આણે રતિસુખ માટે નહિ, કિંતુ સ્નેહના કારણે સુતારાનું અપહરણ કર્યું છે તો આપ કહો કે સ્નેહમાં શું કારણ છે ? તેથી મુનિપતિએ કહ્યુંઃ પૂર્વભવમાં આ અનિઘોષ સુતારાનો કપિલ નામે પતિ હતો. અને સુતારા તેની સત્યભામા નામની પત્ની હતી. પૂર્વભવમાં અમિતતેજ શ્રીષેણ નામનો રાજા હતો અને શ્રીવિજય તેની જ અભિનંદિતા નામે પત્ની હતી. આ પ્રમાણે પૂર્વભવસંબંધી સઘળો વૃત્તાંત કહ્યો. તેથી તે બંને રાજાઓ સારી રીતે આશ્વાસન પામ્યા. સંસારના આ વિલાસને સાંભળીને અમિતતેજ વિદ્યાધર રાજા સંવેગને પામ્યો. તેથી તેણે પૂછ્યું: હે ભગવંત ! શું હું ભવ્ય છું કે અભવ્ય છું ? તેથી કેવલીએ કહ્યું: હે મહાનુભાવ ! તું ભવ્ય છે. તથા આ ભવથી નવમા ભવમાં શાંતિ નામે તીર્થંકર થઈશ. રાજા શ્રીવિજય પણ ત્યારે તારો પ્રથમ ગણધર થશે. આ પ્રમાણે સાંભળીને તુષ્ટ થયેલા તે બંને પોતાના અંગોમાં સમાતા ન હતા. શ્રી અમિતતેજ રાજાએ મોકલેલ એક વિદ્યાધર સુતારા રાણીને ચમરચંચા નગરીથી ત્યાં લઈ આવ્યો. પછી મુનીંદ્રને નમીને તે બંને રાજાઓ પોતપોતાના નગરમાં ગયા અને ધર્મ-અર્થ-કામમાં રત બનીને કાળ પસાર કરવા લાગ્યા.
ઉદ્યાનનું વર્ણન
એકવાર શ્રીવિજયરાજા અશ્વવાહનિકા કરીને અત્યંત થાકી ગયો. આથી વિસામો
૧. શોષ=શુકાવવું, તપાવવું.
૨. મલન=ચોળવું, મસળવું.
૩. પીલન=પીલવું, દબાવવું.
Page #50
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૫ કરવા માટે નજીકમાં આવેલા મનોગંદન નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં જઈને કમલનાં પાંદડાં અને અશોકવૃક્ષની નવી કુંપળો વગેરેની શય્યા કરાવીને એક ક્ષણવાર વીસામો કર્યો. પછી અતિશય રમણીય ઉદ્યાનને જોઈને કુતૂહલથી પૂર્ણ કરાતા હૃદયવાળો તે ઉદ્યાનને જોવા માટે ઊભો થયો. ત્યાર બાદ નિર્મલ, પૂર્ણ, અને કમલવનોથી શોભેલી વાવડીઓના સમૂહથી ઉત્પન્ન થયેલા હર્ષવાળો, હંસ અને ચક્રવાકના યુગલોની ચેષ્ટાઓથી આકર્ષાતા હૃદયવાળો, સુગંધથી સુગંધી ચંદનનાં મહાવૃક્ષોના સમૂહથી ખૂશ કરાતો, નાગ, પુન્નાગ, ચંપક અને અશોકવૃક્ષના સમૂહોથી હર્ષને ધારણ કરતો, સરસ વિવિધ પ્રકારના વૃક્ષોના પલ્લવ સમૂહનો સ્પર્શ કરતો, એલચી, લવિંગ, જાયફળ, નાગરવેલ વગેરે વનસ્પતિઓના રસાલ ફળ-પત્ર-પુષ્પોનો સ્વાદ ચાખતો, પુષ્કળ પાટલા, મોગરો, મચકુંદ વગેરેના સુગંધી પુષ્પોને સુંઘતો, અન્ય અન્ય રમણીય કૌતુકોને જોતો, પ્રસિદ્ધ ગાંધર્વ અને કિન્નરના યુગલોએ શરૂ કરેલા મધુર ગીતોને સાંભળતો તે બધા સ્થળોએ પરિભ્રમણ કરવા લાગ્યો.
મુનિદર્શન
આ પ્રમાણે પરબ્રિમણ કરતા તેણે એક મહાન અશોકવૃક્ષને જોયું. તે વૃક્ષની નીચે જાણે કે હૃદયમાંથી ખેંચીને વિનાશ કરેલા રાગના (લાલ) રસથી રંગેલાં હોય તેવાં પુષ્પોથી શોભતા, અશોકવૃક્ષના પલ્લવ સમાન લાલ હથેળી અને લાલ પગના તળિયાઓથી શોભતા, જેમનો વૈરભાવ ઉપશાંત થઈ ગયો છે તેવા જંગલી પ્રાણીઓથી લેવાયેલા, વિષયોના વિલાસોથી રહિત, શુદ્ધસુવર્ણના જેવા શરીરવાળા, સુવર્ણપર્વતની શોભાને ઓળંગી જનારા, પૂર્ણચંદ્રના જેવા મુખવાળા, મેરુપર્વતની શીલા જેવા છાતીના 'મધ્યભાગવાળા, અર્ગલા (=ભૂંગળ) જેવી સરળ ભુજારૂપ દંડવાળા, ઐરાવણ હાથીના સૂંઢ જેવી સાથળવાળા, ઉપયોગથી યુક્ત, તેજથી સૂર્ય જેવા, રૂપથી કામદેવ જેવા, સૌમ્યતાથી ચંદ્ર જેવા, આંખોને અતિશય પરમ ઉત્સવ (આનંદ) આપતા કમળ જેવા, ધ્યાનમાં રહેલા, નિર્મલ અવધિજ્ઞાનથી યુક્ત અને જાણે પ્રત્યક્ષ ઉપશમનો પુંજ હોય તેવા મહામતિ નામના ચારણશ્રમણને જોયા. તેમને જોઈને જાણે સુખરૂપ સમુદ્રમાં ડૂબી ગયો હોય તેવો, જાણે અમૃતથી સિંચાયો હોય તેવો અને ઘણા રોમાંચો પ્રગટ થયા છે તેવો રાજા તેમના ૧. નાગ અને પુન્નાગ એ બંને અમુક પ્રકારના વૃક્ષો છે. ૨. પલ્લવ=નવી કુંપળો. ૩. નિવ્રણ શબ્દનો પ્રાકત કોશમાં ત્રણથી = ચાંદાથી રહિત એવો અર્થ છે. અહીં શબ્દાર્થ બંધ બેસતો ન હોવાથી
શુદ્ધ એવો ભાવાર્થ લખ્યો છે. ૪. વન (તત) = મધ્ય ભાગ. ૫. ગય (ચત) = ઉપયોગ. ૬. લિંપિ (મિfપ) શબ્દનો સંસ્કૃત શબ્દકોશમાં અતિશય અર્થ કર્યો છે. ઉ. ૪ ભા. ૧
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર ચરણોની પાસે આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરીને, ભક્તિસમૂહથી નમીને, અંજલિપુટ જોડીને રાજા આ પ્રમાણે કહેવા લાગ્યો- આ પ્રમાણે સુકુમાર, સુરૂપવાળા અને રાજલક્ષ્મીને યોગ્ય એવા આપનાં જેવાઓએ ગૃહસ્થવાસનો ત્યાગ કર્યો છે તેથી ગૃહસ્થવાસ તુચ્છ જ છે. વળી બીજું, તે મુનિપતિ! આજે આપના ચરણોને જોઈને હું ઇંદ્રપણાને તૃણ સમાન માનું છું, સંપત્તિઓને કંઈપણ માનતો નથી, રાજ્યને પણ અકાર્ય કરનારું માનું છું. ત્યારબાદ તેના વિનય આદિ ગુણોથી આકર્ષાયેલા હૃદયવાળા મુનિવરે ધ્યાન પૂર્ણ કર્યું, અને આશીર્વાદ આપ્યા. રાજા સૈન્ય સહિત ઉચિત સ્થાને બેઠો. ત્યારબાદ ફરી પણ મુનિવરના નખના અગ્રભાગથી માંડીને વાળના અગ્રભાગ સુધી જોઈને રાજાએ કહ્યું આવું શ્રેષ્ઠરૂપ હોવા છતાં, આવા પ્રકારના મંગલકારી શારીરિક લક્ષણોનો સમૂહ હોવા છતાં અને એ પ્રમાણે મહાવિભૂતિઓની સંભાવના કરાતી હોવા છતાં, અર્થાત્ આવા લક્ષણવાળા પુરુષને ઘણી સંપત્તિઓ પ્રાપ્ત થાય એવી સંભાવના કરાતી હોવા છતાં, આપ પ્રથમ યૌવન વયમાં રહેલા હોવા છતાં, આપે દુષ્કર વ્રતનો સ્વીકાર કર્યો તેમાં શું કારણ છે? તેથી જેમણે આકાશતલના ભાગને દાંતના કિરણોથી પ્રકાશિત કર્યો છે તેવા સાધુએ કહ્યું: હે મહારાજ! વિશ્વાસ પામેલો સાંભળ. જેથી હું કહું છું.
મુનિએ અંતરંગ અર્થથી ગર્ભિત સ્વદીસાહેતુ જણાવ્યો. સજ્જનના હૃદય જેવું અતિશય વિશાળ, આ પાર અને પેલા પાર જેવા જેના વિભાગ નથી તેવું, સુકવિએ રચેલી મહાકથાની જેમ અનેક વૃત્તાંતોથી ભરેલું ભવાવર્ત નામે નગર છે. વૈભવથી સમૃદ્ધ અને કુટુંબનો માલિક હું તે નગરમાં રહેતો હતો. તેવા પ્રકારનું વિશાળ પણ સઘળુંય તે નગર એક પેટે જન્મેલા ભાઈઓથી જ વસેલું છે, અર્થાત્ તે નગરમાં બધા એક પેટે જન્મેલા બંધુઓ જ રહે છે. તેથી ત્યાં રહેતા અમે બધાય એક અતિશય તીવ્ર વિષવાળા મોટા કાળા સર્પથી કંસાયા. તેથી તુરત તીવ્રમહાવિષની અસરથી બેચેન બનેલા અમને મૂર્છા આવવા લાગી. આંખો બંધ થવા લાગી. અંગો ઢીલાં થવા લાગ્યાં. બુદ્ધિ નાશ પામવા લાગી. તેથી દેવોને નમતા નથી. ગુરુકુળોનું સન્માન કરતા નથી. કુળવૃદ્ધોના ઉપદેશને ગણકારતા નથી. કાર્ય-અનાર્યને જાણતા નથી. પોતાના પણ સ્વરૂપને જાણતા નથી. હિતકર વચનોને સાંભળતા નથી. સમ (રાગ-દ્વેષ રહિત) અને વિષમ (=રાગ-દ્વેષવાળી) અવસ્થાને જોતા નથી. ઉચિત ભક્તિ કરતા નથી. સુકૃતોને યાદ કરતા નથી. નજીકમાં રહેલા પણ સજનસમૂહને બોલાવતા નથી. પગલા સમ્યક મૂકતા નથી. ભક્ષ્ય-અભક્ષ્યનો વિચાર કરતા નથી. પેય-અપેયને જાણતા નથી. હિતૈષીઓ વડે કરાતા પણ ઉપકારોને જાણતા નથી.
૧. પ્રાપ્ત કોશમાં વૈવસ (વ્યવસો) ધાતુનો પ્રયત્ન કરવો વગેરે અર્થો લખ્યા છે. પણ તે બધા અર્થો અહીં
બંધ બેસતા ન હોવાથી હોવું એવો અર્થ કર્યો છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૭ વળી બીજું- તીવ્ર વિષના પ્રભાવથી કેટલાકો કાષ્ઠની જેમ સર્વથા ચેષ્ટા રહિત બની ગયા. બીજા કેટલાક અવ્યક્ત શબ્દ કરતા અને થરથરતા ભૂમિ પર આળોટે છે. બીજા કેટલાક શૂન્યહૃદયવાળા થઈને એમ જ આમ તેમ રહે છે. તીવ્ર વિષના દાહની વેદનાથી પરાભવ પામેલા બીજા કેટલાકનાં અંગો તૂટે છે, આંખો ફૂટે છે, શ્વાસોશ્વાસની પ્રવૃત્તિ રોકાય છે. મહાદુઃખ સમૂહની ઉદીરણા થાય છે. વળી તીવ્ર વિષવેદનાથી પરાભવ પામેલા બીજા કેટલાક ‘વિરસ અને અવ્યક્ત શબ્દોથી જૂમ પડે છે. સ્પષ્ટ શબ્દોથી બોલી શકતા નથી. વળી બીજા કેટલાક ક્યાંક પડે છે, ક્યાંક મૂર્ણિત બને છે, ક્યાંક અત્યંત સૂઈ રહે છે, ફરી પણ ક્ષણવાર જાગે છે. ફરી પણ વિષની તીવ્રતાના કારણે ચેષ્ટા રહિત સૂઈ રહે છે. વળી બીજા કેટલાક સદાય અત્યંત સૂઈ રહે છે. જરાપણ જાગતા નથી.
આ પ્રમાણે વિષ વેદનાથી પરાભવ પામેલા તે નગરમાં મહાપ્રભાવવાળો અને અનેક શિષ્યગણથી પરિવરેલો એક મહાન ગારુડી આવ્યો. તે નગરને તેવું જોઈને તેને મહાકસણા ઉત્પન્ન થઈ. તેણે સઘળાય તે લોકોને આ પ્રમાણે કહ્યું- હે લોકો ! જો તમે મારાથી કહેવાયેલી મહક્રિયાને કરો તો હું તમને બધાને આ મહાસર્પના વિષની વેદનાથી મુક્ત કરી દઉં. લોકોએ પૂછ્યું: પણ તે મહાક્રિયા કેવી છે ? તેથી મહાન ગારુડીએ કહ્યું: તમે સાંભળો, હું આ હમણાં જ કહું છું. (૧) મારા આ શિષ્યોનો જેવો વેષ છે તેવો વેષ પહેરવો. (૨) પછી પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ સર્વજીવોની રક્ષા કરવી. (૩) પ્રાણ કંઠે આવી જાય તો પણ સાચું જ બોલવું. (૪) બીજાએ આપેલું જ લેવું. (૫) સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું. (૬) સ્વશરીર રૂપ પરિગ્રહમાં પણ રાગ છોડી દેવો. (૭) ચારેય પ્રકારનો આહાર રાતે ન ખાવો. (૮) મશાન-પર્વત-જંગલમાં રહેવું. (૯) ભૂમિ પર શયન કરવું. (૧૦) વિભૂષાથી ન રહેવું, અર્થાત્ વિભૂષા ન કરવી. (૧૧) વિગઈનો પરિભોગ છોડવો. (૧૨) ઊણોદરીથી અને રુક્ષવૃત્તિથી રહેવું, અર્થાત્ ભૂખ કરતાં થોડું ઓછું ખાવું અને વિગઈરહિત લુખ્ખો આહાર ખાવો. (૧૩) કદાચ ઊણોદરી ન રાખી શકાય તો પણ આકંઠ સુધી ભોજન ન કરવું. (૧૪) સ્નિગ્ધ રસોનો (=સ્નિગ્ધ રસવાળા આહારનો) ત્યાગ કરવો. (૧૫) ઉપયોગપૂર્વક ચાલવું. ૧૬) સદાય નિરવઘ (= પાપરહિત) જ બોલવું. (૧૭) ન કરેલા, ન કરાવેલા અને ન અનુમોદેલા જ આહારનું ભોજન કરવું. (૧૮) સદાય અશુભ ચિંતાઓથી મનને રોકવો, અર્થાત્ અશુભ ન વિચારવું. (૧૯) વિકથાઓ સર્વથા છોડવી. (૨૦) સદાય ગુપ્ત ઇંદ્રિયોથી રહેવું, અર્થાત્ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો. (૨૧) અકલ્યાણ મિત્રોની સોબત દૂરથી જ છોડવી. (૨૨) કુગારુડીનો સંગ પ્રયત્નપૂર્વક છોડી દેવો. (૨૩) વિવિધ પ્રકારની
૧. કર્મોદયનો સમય પ્રાપ્ત ન થવા છતાં પ્રયત્ન વિશેષથી ર્મોને ઉદયમાં લાવીને તેના ફળનો અનુભવ કરવો તે ઉદીરણા. , ૨. વિરસ શબ્દો એટલે સાંભળવા ન ગમે તેવા શબ્દો.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮- અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
તપશ્ચર્યા કરવી. (૨૪) અનિયમચારથી પરિભ્રમણ કરવું, અર્થાત્ કોઈ એક સ્થળે નિયતવાસ ન કરતાં વિહાર કરીને જુદા જુદા સ્થળે રહેવું. (૨૪) ક્ષુધા-તૃષા અને શીત-ઉષ્ણ વગે૨ે બાવીસ પરીષહો સહન કરવા. (૨૫) દેવ-મનુષ્ય-તિર્યંચોથી થયેલા ઉપસર્ગો સહન કરવા. (૨૬) નીચ માણસોના પણ દુર્વચનો સહન કરવા. (૨૭) પૃથ્વીની જેમ બધું સહન કરનારા બનવું. બહુ કહેવાથી શું ? આ (= ૧ થી ૨૭ સુધીની) મહાક્રિયા કરવામાં તેલભાજન ભ્રામકના દૃષ્ટાંતથી સતત અપ્રમત્ત બનીને મારા વડે કહેવાયેલા મહામંત્રનો નિરંતર જાપ કરવો. તેનાથી વિષની વેદના નિવૃત્ત થાય છે, નિર્મલ બુદ્ધિ પ્રગટે છે, પૂર્વે વર્ણવેલા બધાય વિષવિકારો અટકી જાય છે. વધારે કહેવાથી શું ? સર્વ પ્રકારની વેદનાથી રહિત અને કેવલજ્ઞાનથી યુક્ત પરમાનંદ રૂપ સુખને પ્રાપ્ત કરે છે. હે મહારાજ ! તેનું આ વચન યથોક્ત વિવેદનાથી નિશ્ચેષ્ટ કરાયેલા કેટલાકોએ સાંભળ્યું જ નહિ, જેમણે પણ સાંભળ્યું તેમાંથી પણ કેટલાકો હસે છે, બીજાઓ અવજ્ઞા કરે છે, બીજાઓ નિંદા કરે છે, બીજાઓ કુયુક્તિથી પ્રતિઘાત કરે છે. (=વચનને ખોટું ઠરાવે છે.) બીજાઓ (આ વચન કહેનારને) ઢેકું અને લાકડી વગેરેથી મારે છે. કેટલાકો શ્રદ્ધા કરતા નથી. બીજાઓ શ્રદ્ધા કરવા છતાં આચરવામાં પ્રમાદ કરે છે. વળી કેટલાક મહાભાગ્યશાળીઓ આ યુક્તિયુક્ત છે એમ જાણીને શ્રદ્ધા કરે છે અને આચરે પણ છે. હે મહારાજ ! તેથી વિષવેદનાથી કંટાળેલા મેં પણ અમૃતની જેમ તેના વચનનો સ્વીકાર કર્યો. તેણે આપેલો આ વેષ બહુમાનપૂર્વક સ્વીકાર્યો. વિષના નાશ માટે તેણે ઉપદેશેલી આ સઘળી મહાક્રિયા શરૂ કરી.
ભવાવર્તનો ઉપનય
આ પ્રમાણે કહીને સાધુ વિરામ પામ્યા એટલે નજીકમાં બેઠેલા અને જિનવચનના પરમાર્થને જાણનારા મતિસાગર મહામંત્રીનું મુખ જોઈને શ્રીવિજય રાજાએ કહ્યું: અહો ! આવાઓ ક્યારે પણ અસંબદ્ધ ન બોલે પણ મને આ બધું અસંબદ્ધ જેવું જણાય છે. કારણ કે જો યથોક્ત વિસ્તારવાળું ભવાવર્ત નામનું નગર છે, તો તે સઘળુંય નગર એક ઉદરથી જન્મેલા બંધુઓથી કેવી રીતે વસેલું છે? તેટલો સઘળોય લોક એક સર્પથી કેવી રીતે ડંસ મરાય ? એક જ ગારુડી સઘળા લોકોને નિરોગી કરવાનો સ્વીકાર કેવી રીતે કરે ? વળી વિષનો નાશ કરવાનો વિધિ આવો કેમ છે? ત્યારબાદ મતિસાગર મંત્રીએ કંઈક હસીને કહ્યું: હે દેવ! આ મહામુનિનું બીજાના વચનની જેમ આ વચનમાત્ર નથી= સામાન્ય વચન નથી, કિંતુ ભવ્યજીવોના વિરાગનું કારણ છે અને સઘળુંય વચન અંતરંગ ભાવાર્થથી યુક્ત છે. તે આ પ્રમાણે− હે નરનાથ! સંસારમાં નરક આદિ ભવોનો આવર્ત (=પરિભ્રમણ) છે. તેથી અહીં સંસારને ભવાવર્ત નગર કહ્યો છે. બધાય જીવોનો ૧. મૃત્યુના ભયથી તેલથી પૂર્ણ ભરેલો વાટકો હાથમાં લઇને તેમાંથી એક પણ ટીપું નીચે ન પડે તે રીતે નગરમાં પરિભ્રમણ કરનારનું દૃષ્ટાંત. આ દૃષ્ટાંત ઉપદેશપદમાં છે. મારા કરેલા ગુજરાતી ભાવાનુવાદવાળી જ્ઞાનસારની બુક (૨૨-૬)માં પણ આ દૃષ્ટાંત છે.
૨. અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે- સર્વ વેદનાઓના પ્રસંગને સારી રીતે ઓળંગી ગયેલા.
Page #54
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૯ કાલપરિણતિથી યુક્ત કર્મપરિણામ પિતા છે. તેથી બધા જીવો બંધુ કેમ ન થાય ? અર્થાત્ થાય. તે જ બધા ય અનંતજીવો આ સંસારમાં રહે છે. બધા એક સર્પથી ડંસ મરાયા છે. તેની વિગત તમે સાંભળો.
આ સર્પ આઠ મદDાનરૂપ ફણાવાળો છે. દઢ સ્વરૂપવાળી કુવાસના રૂપ કૃષ્ણ દેહવાળો છે. લેશ્યારૂપ હાલતી જીભવાળો છે. જ્ઞાનાવરણ આદિ બાળકોથી યુક્ત છે. કોપરૂપ મહાવિષથી યુક્ત કંઠથી વિકરાલ છે. રાગ-દ્વેષ રૂપ દુષ્ટ આંખોવાળો છે. તેની દાઢમાં માયા અને આસક્તિ રૂ૫ મહાવિષ રહેલું છે. મિથ્યાત્વરૂપ કઠોર હૃદયવાળો છે. નવ નોકષાયરૂપ દાંતવાળો છે. પરિવાર સહિત તે સંપૂર્ણ ત્રણ ભુવનને ડંસ મારે છે. તે ચિત્તરૂપ બિલમાં નિવાસ કરે છે. મોહરૂપ મહા વિષને ધારણ કરે છે, અને ભયંકર છે. તેનાથી દંશ મરાયેલા જીવો જાણે મૂર્ષિત થયા હોય તેમ સ્વકાર્યને વિચારતા નથી. કૃત્રિમ સુખનો અનુભવ કરનારા મનથી આંખો મીંચાઈ જાય છે, અર્થાત્ મન કૃત્રિમ સુખોમાં એટલું બધું લીન બની જાય છે કે જેથી બીજા સારા વિચારોનો અવકાશ રહેતો નથી. હાથમાં લાગેલા ( =હાથમાં આવેલા) તે જીવો સેવકજન વડે અધમ અંગોથી ચલાવાય છે, અર્થાત્ કષાયરૂપ સેવકોને આધીન બનીને અધમ (=આત્માનું અહિત કરનારી) પ્રવૃત્તિ કરે છે. અજ્ઞાન તેઓ દેવને અને ગુરુને જાણતા નથી. હું કોણ છું ? મારે શું યુક્ત છે ? શું અયુક્ત છે ? મારું શું થશે ? એ પ્રમાણે આત્માને જાણતા નથી. તથા ગુરુઓ વડે ઉપદેશાવેલા હિતને પણ જાણતા નથી. સુખ-દુઃખને (=સુખદુઃખના વાસ્તવિક સ્વરૂપને) જાણતા નથી. ગુરુ વગેરેની ભક્તિને અને ઔચિત્યને કરતા નથી. હે રાજન્ ! જાણે મરી ગયા હોય તેમ બીજાઓને બોલાવતા નથી. તીવ્ર વિષના વેગથી જાણે 'વ્યાકુલ શરીરવાળા થયા હોય તેમ પગોને બરોબર મૂકતા નથી. કાર્ય-અકાર્યને જાણતા નથી. પરોપકારને જાણતા નથી.
તથા તીવ્ર વિષથી હણાયેલા અને ચેષ્ટારહિત જીવો એકેન્દ્રિય જાણવા. વિકલેન્દ્રિય જીવો અવ્યક્ત અવાજ કરતા પૃથ્વી ઉપર ફરે છે. અસંજ્ઞી જીવોની શૂન્યમનવાળાના જેવી ચેષ્ટા જાણવી. સંજ્ઞી નારક જીવોને દાહ વગેરે દુઃખો કહ્યા છે. કેમ કે તેમને અશાતા નામના લઘુ સર્પરૂપ બાળકનો અતિશય દંશ થયો છે. એ પ્રમાણે બીજા સ્થળે પણ વિશેષતા જાણવી. હે રાજન્ ! ઊંટ વગેરેને પૃથ્વી ઉપર અવ્યક્ત આજંદન કરનારા કહ્યા છે. મનુષ્યોના ખેલવું, પડવું વગેરે સ્વભાવને કહ્યા છે. કોઈક રીતે વિષ ઓછું થતાં મનુષ્યો જાગૃત થાય છે, અને વિરતિને પામે છે. મોહરૂપ વિષના વેગના કારણે મૂકી દીધો છે વિરતિ ગુણ જેમણે એવા કેટલાક મનુષ્યો ઊંધે છે. હે દેવ! કેટલાક અવિરતિરૂપ નિદ્રાથી સદાય ઊંઘે છે. ૧. વિદત્તપત્રવ્ય (વિહતા) વ્યાકુળ શરીરવાળો.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૦. અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર આ પ્રમાણે મોહરૂપ મહાવિષથી વિહ્યલ બનેલા લોકમાં તીર્થંકરને ગાડી જાણ. હે રાજન! જો અપ્રમત્ત બનીને લોકો તીર્થકરે ઉપદેશેલી યતિજનને કરવા યોગ્ય ક્રિયામાં સિદ્ધાંત રૂપી મંત્રનો જાપ કરે તો એકલા પણ તે ત્રિભુવનના મોહરૂપ વિષનો નાશ કરવા માટે સમર્થ છે. તીર્થકર લોકોના પરમ કાણિક નિષ્કારણ બંધું છે. આ પ્રમાણે મુનિવચનનો કેટલોક ભાવાર્થ સંક્ષેપથી આપને કહ્યો. હે રાજનું! બાકીનો ભાવાર્થ હમણાં કહ્યું તે પ્રમાણે સ્વયં જાણી લેવો.
અમિતતેજ-શ્રીવિજયની દીક્ષા આ પ્રમાણે સાંભળીને રાજા કોઈક અપૂર્વ સંવેગને ધારણ કરવા લાગ્યો. મસ્તકે અંજલિપુટ (= બે હાથ જોડેલા) કરીને અને નમીને રાજાએ મુનીશ્વરને કહ્યું. હે મુનિવર ! આ સત્ય છે. મોહરૂપ વિષથી બેચેન બનેલા અમારા વડે પણ આટલા કાળ સુધી આત્મા જરા પણ ન વિચારાયો. તેથી તે શ્રેષ્ઠ જ્ઞાનના નિધાન ! કૃપા કરીને આ કહો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ? હે શ્રેષ્ઠ નર ! હવેથી તું છવીસ દિવસનું આયુષ્ય ધારણ કરશે, અર્થાત્ હવે તારું આયુષ્ય છવીસ દિવસનું બાકી રહ્યું છે. આમ કહીને તે મુનિ જલદી અદશ્ય થઈ ગયા. તેથી વિસ્મય પામેલો રાજા આ પ્રમાણે વિચારવા લાગ્યો કે આ શું ઇદ્રજાલ છે ? અથવા આ શું મનનો મોહ(= બ્રાંતિ) છે ? અથવા આ શું સ્વપ્ન છે ? અથવા આમાનું એકેય નથી. (૨૫) કિંતુ મારું થોડું આયુષ્ય જાણીને મને પ્રતિબોધ પમાડવા માટે પરોપકાર કરવામાં જ રસવાળા આ મુનિ અહીં આવ્યા. મોહવિષથી બેચેન બનેલા મને અહીં તેમણે પ્રતિબોધ પમાડ્યો. હવે તે મહાભાગ્યશાળી પોતાના કાર્ય માટે ક્યાંક જતા રહ્યા. તેથી હવે મારે પોતાના કાર્યમાં ક્ષણવાર પણ વિલંબ કરવો એ યોગ્ય નથી. પરંતુ સૈન્ય ચડી આવ્યું છતે વિશ્વાસમાં રહેનારો સુભટ શું શોભે છે ? અર્થાત્ નથી શોભતો. આ પ્રમાણે વિચારીને રાજા નગરમાં ગયો. પોતાના રાજ્ય ઉપર પોતાના પુત્રનો અભિષેક કર્યો. અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવ્યો. ત્યારબાદ જિનોક્ત વિધિથી જગનંદન નામના સાધુની પાસે મહાન આડંબરપૂર્વક દીક્ષા લીધી. એ પ્રમાણે અમિતતેજ વિદ્યાધર રાજાએ પણ વિપુલમતિ નામના મહામુનિની પાસે પોતાનું આયુષ્ય છવીસ દિવસ જેટલું બાકી રહ્યું છે એમ સાંભળીને, રાજ્ય ઉપર પોતાના પુત્રને સ્થાપીને, જિનેશ્વરોની પૂજા કરીને, અભિનંદન સાધુની પાસે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી.
પાંચમો ભવ પછી ઉગ્ર તપ કરીને અંતે પાદપોપગમન અનશન કરીને, સમ્યમ્ આરાધના કરીને બંને પ્રાણત (= દશમાં) દેવલોકમાં ઉત્પન્ન થયા.
(છઠ્ઠો ભવ) અપરાજિત બલદેવ-અનંતવીર્ય વાસુદેવ આ તરફ આ જ જંબૂદ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણ તરફના
Page #56
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૧ કિનારે રમણીય વિજય છે. તેમાં કુબેરની નગરીની જેમ સુપુણ્યવાન લોકોથી લેવાયેલી,
સ્વર્ગગંગાની જેમ મહાન શ્રેષ્ઠીઓથી આશ્રિત કરાયેલી, સમુદ્રની ભરતીની જેમ આનંદિત માણસોથી વાસ કરાયેલી સુભગા નામની નગરી છે. તે નગરીમાં મેરુની જેમ ગિરિ પ્રધાન, કમલગર્ભની જેમ લક્ષ્મીનિવાસ, સૂર્યની જેમ દનસહિત ભોગની ઉપમાથી સાગર જેવો સાગર નામનો રાજા હતો. તેની સર્વ અંતઃપુરમાં પ્રધાન બે પત્નીઓ હતી. એકનું નામ વસુંધરી હતું અને બીજીનું નામ અનંગસુંદરી હતું. ત્યારબાદ પ્રાણત( દશમા) દેવલોકમાં વીસ સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરીને અમિતતેજનો જીવ ચ્યવીને વસુંધરીનો અપરાજિત નામે પુત્ર થયો. શ્રીવિજયનો જીવ અનંગસુંદરીનો અનંતવીર્ય નામનો પુત્ર થયો. આ પ્રમાણે તે બંનેય ત્યાં કલાસમૂહથી વૃદ્ધિ પામે છે. દેહની સમ્યગૂ ઉન્નતિથી પુષ્ટ થાય છે. વિવિધ ક્રીડારસોથી ક્રીડા કરે છે. રમતથી ત્રિક, ચતુષ્ક અને ઉદ્યાન આદિમાં ફરે છે. વિવિધ કુતૂહલોને જુએ છે. મહાપુરુષોના ચરિત્રોને પ્રગટ કરે છે= બીજાઓને કહે છે, યત્નપૂર્વક ગુરુવચનોને અનુસરે છે, યાચકસમૂહને ખુશ કરે છે. રૂ૫ વગેરેના મદથી કલુષિત બનતા નથી. વિજ્ઞાન આદિ સિદ્ધિઓથી ચંચલ બનતા નથી =અભિમાની બનતા નથી. વિનયથી સજ્જનોના હૃદયને આકર્ષે છે. નિર્મલગુણોથી માતા-પિતાની ચિત્તવૃત્તિઓને હર્ષથી પૂર્ણ કરે છે. આ પ્રમાણે તે બંન્નેનો ગુણસમૂહવાળો પરસ્પર સ્નેહ રહેલો છે. સ્વજનોની જેમ તેમનામાં ઉપકાર દૂર સુધી વૃદ્ધિ પામ્યો. તે બન્ને પરસ્પર તેવા રાગવાળા છે કે જેથી ભારંડપક્ષીની જેમ એકક્ષણ પણ એકબીજા વિના રહી શકતા નથી.
હવે કોઈવાર દમિતારિ નામના દુશ્મન વિદ્યાધરજૂરને તે બન્નેએ પોતાના પરાક્રમગુણથી મારી નાખ્યો. ત્યારબાદ અનંતવીર્ય વાસુદેવ થયો, અને અપરાજિત બલદેવ થયો. તેમનો પિતા તેવા પ્રકારનું પ્રવ્રજ્યાનું આચરણ કરીને અસુરકુમારોમાં ચમરેંદ્ર તરીકે ઉત્પન્ન થયો. અનંતવીર્ય પણ રાજ્યને પાળીને નરકનું આયુષ્ય બાંધીને, કાળ કરીને, બેતાલીસ હજાર વર્ષ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીનાં નરકોમાં (=પહેલી નરકમાં) નારક તરીકે ઉત્પન્ન થયો. ત્યાં તીવ્ર વેદનાઓ અનુભવે છે. ત્યાં ક્યારેક પૂર્વભવના પુત્રના સ્નેહરાગથી ચમરેંદ્ર જઈને તેની વેદનાને ઉપશાંત કરે છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે- શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવીર
૧. અહીં ચર્થક શબ્દો છે. સુપુષ્યાન નો અર્થ બંને પક્ષમાં સમાન છે. મહેસર શબ્દનો સ્વર્ગગંગાના પક્ષમાં મહાદેવ
અર્થ છે, અને સુHM શબ્દનો સમુદ્રની ભરતીના પક્ષમાં દેવ અર્થ છે. કારણ કે જંબુદ્વીપની જગતીમાં આવેલા
ગવાક્ષમાંથી દેવ-દેવીઓ ભરતીને નિહાળે છે. ૨. રાજાના અર્થમાં રિ એ પ્રયોગ f (વાણી) શબ્દનું સપ્તમી એકવચન સમજવું. ઉરિ પ્રધાન એટલે વાણીમાં
પ્રધાન, અર્થાત્ સુંદર વાણી બોલનારો. ૩. રાજાના અર્થમાં લક્ષ્મી એટલે સંપત્તિ. કમલગર્ભના અર્થમાં લક્ષ્મી એટલે લક્ષ્મી દેવી. ૪. સૂર્ય લે છે એના કરતાં દાન વધારે કરે છે. કહેવાય છે કે સૂર્ય પૃથ્વીમાંથી રસ લે છે. પણ હજારગણું આપવા
માટે લે છે. આથી તેનો ભોગ દાનપૂર્વક છે. ૫. સાગર નદીઓનું પાણી લે છે. પણ લોકોને રત્નો આપે છે. આથી તેનો ભોગ દાનપૂર્વક છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર પ્રભુને પૂછે છે કે- હે ભગવંત! અસુરકુમારો નીચે જઈ શકે છે? હા જઈ શકે છે. હે ભગવંત! અસુરકુમારો નીચે કેટલું જઈ શકે છે? હે ગૌતમ! સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે. પણ ત્રીજી પૃથ્વી સુધી ભૂતકાળમાં ગયા છે અને ભવિષ્યકાળમાં જશે. (અર્થાત્ ત્રીજી પૃથ્વીથી નીચે ક્યારેય ગયા નથી અને જશે પણ નહિ) હે ભગવંત! અસુરકુમારો કયા કારણથી ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે? હે ગૌતમ! પૂર્વ વૈરીને દુઃખ પમાડવા માટે અને પૂર્વપરિચિતની વેદના ઉપશાંત કરવા માટે ગયા છે અને જશે. આ પ્રમાણે અનુકરકુમારો ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે.
- સાતમો ભવ બંધવિયોગથી અત્યંત દુઃખી થયેલા અપરાજિત બળદેવે પુત્રને રાજ્ય આપી જયધર નામના ગણધરની પાસે દીક્ષા લીધી. ત્યાં સારી રીતે દીક્ષાને આરાધીને અશ્રુત(=બારમા) દેવલોકમાં ઇદ્ર તરીકે ઉત્પન્ન થયો.
આ તરફ નરકની વેદનાઓને સારી રીતે સહન કરીને મૃત્યુ પામેલો અનંતવીર્ય ત્યાંથી વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધર તરીકે ઉત્પન્ન થયો. અશ્રુત દેવેંદ્ર ત્યાં જઈને તેને પ્રતિબોધ પમાડ્યો. ત્યારબાદ તે પણ સારી રીતે પ્રવ્રયાને આચરીને અશ્રુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો.
(આઠમો ભવ) વજાયુધપિતા-સહસ્ત્રાયુધપુત્ર આ તરફ જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં સીતા નદીના દક્ષિણકિનારે ધન-ધાન્યથી સમૃદ્ધ મંગલાવતી વિજય છે. તેમાં રત્નસંચયપુરી નામની નગરી છે. તે નગરી ઋદ્ધિથી દેવનગરીની બહેન જેવી જણાય છે. તે નગરીમાં શત્રુરૂપી અંધકારને હણી નાખનાર, સૂર્યની જેમ નિર્મલ પ્રતાપવાળો, સકલ લોકના ક્ષેમ (=રક્ષણ)ને કરનારો ક્ષેમકર નામનો રાજા છે. તેની અતિશય મનોહર, મુઠ્ઠીથી ગ્રહણ કરી શકાય તેવી, અર્થાત્ પાતળી, સ્તનોથી હાથીના ગંડસ્થળના મધ્યભાગનો તિરસ્કાર કરનારી, અર્થાત્ ઉન્નત સ્તનવાળી, વિધિપૂર્વક લગ્ન કરાયેલી ખગલતા નામની પત્ની શોભે છે. તેની બીજી કામદેવની રતિ જેવી રૂપવતી રત્નમાલા નામની પત્ની હતી. રત્નમાલા જેને સજજનો હૃદયથી (=કંઠમાં ધારણ કરે તેવી ગુણવતી મોતીની માળા જેવી હતી. આ પ્રમાણે તે શેષનાગની જેમ નિરંતર પૃથ્વીના ભારને ધારણ કરતો હતો. ‘મિત્રની જેમ બંધુરૂપી કમળસમૂહને સંતોષ આપતો હતો. જેવી રીતે ચંદ્ર કિરણોથી પૃથ્વીને શાંત કરે છે તેવી રીતે તે રાજા ગુણોથી પૃથ્વીમંડળને શાંત કરતો હતો. જેવી રીતે વરસતો મેઘ જલધારાથી પૃથ્વીને શાંત કરે છે ૧. વન તંદુલ-ચોખા. તંદુલના ઉપલક્ષણથી સર્વાન્ય લઈ શકાય. આથી અનુવાદમાં ધન-ધાન્યથી સમૃદ્ધ એવો અર્થ
થાય છે. ૨. સિનિટ્ટ (fપન્નઈ)=મનોહર. ૩. ગુણવતી એટલે પત્નીના પક્ષમાં ગુણવાળી અને માળાના પક્ષમાં દોરાવાળી. ૪. કમળસમૂહના પક્ષમાં મિત્ર એટલે સૂર્ય.
Page #58
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૩ તે રીતે સુવર્ણધારાથી વર્ષતો તે યાચકોને શાંત કરતો હતો. ઉપદ્રવરહિત રાજ્યનું પાલન કરતો હતો. યશના ફેલાવાથી તેણે દ્વીપના અંત સુધીના ભાગને શ્વેત (=નિર્મલ) કરી દીધો હતો. ઉચિત સમયે ધર્મ-અર્થ-કામભોગોનું સેવન કરતો હતો. હવે કોઈવાર સ્વર્ગના સુખોને અનુભવીને તે અપરાજિતનો જીવ અય્યત દેવલોકમાંથી ચ્યવીને અનેક પ્રાર્થનાઓના સમૂહથી ઉત્તમ સ્વપ્નના લાભપૂર્વક રત્નમાલાના ગર્ભમાં પુત્રપણે ઉત્પન થયો. તેના દોહલા પૂર્ણ થયા. આથી ગર્ભ પુષ્ટ થયું. તેણે ઉચિત સમયે સુખપૂર્વક ગુણરૂપી રત્નોથી અલંકૃત પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ થતાં જેની મનોહર કમર કંપવા લાગી છે, જેની સ્તનરૂપ શિલા ઉપર રહેલી હારરૂપી લતા ઘૂમવા લાગી છે, જેનાં વસ્ત્રો અને અંબોડો ખસી ગયા છે, જેનું મુખરૂપ કમલ અત્યંત વિકાસ પામ્યું છે, એવી પ્રિયંવદા નામની દાસીએ સહસા ઉતાવળથી પ્રવર્તેલી અને ઉત્સુકતા ભરેલી ગતિથી રાજા પાસે જઈને રાજાને (પુત્રજન્મની) વધામણી આપી. હર્ષિત અંગોવાળા રાજાએ પણ દાસીને અતિશયઘણું દાન આપ્યું. પછી નગરમાં મહાવિભૂતિથી વર્યાપનક (=જન્મમહોત્સવ) કરવાનો આદેશ આપ્યો.
એ વધુપનકમાં દેવોની પૂજા કરવામાં આવે છે. ગુરુપરિવારોનું સન્માન કરવામાં આવે છે. ઘણું દાન આપવામાં આવે છે. કેદી વર્ગને છોડવામાં આવે છે. તોરણો બાંધવામાં આવે છે. સુવર્ણકલશો સજાવવામાં આવે છે. શેરી (=મહોલ્લા)ના આગળના ભાગોને ગોશીર્ષ-ચંદનરસથી સિંચવામાં આવે છે ( ગોશીર્ષ ચંદનનો રસ છાંટવામાં આવે છે.) અગણિત ગંભીર વાજિંત્રોના સમૂહો વગાડવામાં આવે છે. સર્વત્ર માંગલિકો ગાવામાં આવે છે. નગરની નારીઓનો સમૂહ નૃત્ય કરે છે. અભયદાનોની ઘોષણા કરવામાં આવે છે. અતિશય પ્રમોદથી પૂર્ણ અને શ્રેષ્ઠ વેશ્યાઓએ નૃત્ય કર્યું હતું. આ પ્રમાણે નગરમાં સકલ લોકોને આનંદ કરનારું વર્યાપનક કર્યું. પછી સઘળા લોકોનું વિવિધ ખાન-પાનથી સન્માન કરીને તે કુમારનું વજાયુધ નામ રાખ્યું.
વજાયુધના શરીર વગેરેનું વર્ણન ત્યારબાદ શુક્લપક્ષના ચંદ્રની જેમ દેહપુષ્ટિથી અને કલાઓથી ક્રમશ: વધતો તે કુમાર યૌવનને અભિમુખ થયો. વળી જાણે વક્રતા તેના હૃદયમાંથી નીકળીને કેશોમાં પ્રગટ થતી હતી, અર્થાત્ હૃદય સરળ હતું. વાળ વાંકડિયા હતા. જાણે કેશોથી છોડાયેલી કૃશતા કમરમાં વસતી હતી, અર્થાત્ વાળ જાડા હતા અને કમર પાતળી હતી. કમરથી છોડાયેલી વિશાળતા આંખોમાં હતી, અર્થાત્ કમર સાંકડી હતી અને આંખો પહોળી હતી. જાણે કે આંખોથી ત્યજાયેલી સૂક્ષ્મતા બુદ્ધિ પ્રાપ્ત કરી હતી, અર્થાત્ આંખો મોટી હતી અને બુદ્ધિ સૂક્ષ્મ હતી. તેના કામદેવના ધનુષ્યના જેવા વક્ર બાહુયુગલમાં જ વક્રતા હતી. આંખો, હાથરૂપ દંડ, નાશિકા અને હૃદય સરળ હતા. બે જંઘા જ ક્રમશઃ હીન હતી, પણ મૈત્રી હીન થતી ન હતી. ચરણ અને
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૪- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) " [શાંતિનાથચરિત્ર હાથના તળીયામાં રાગ (=લાલરંગ) હતો. પરસ્ત્રી વર્ગમાં રાગ (=આસક્તિ) ન હતો. જાણે વજાયુધની મુખશોભાથી જિતાઈ ગયો હોય તેમ ચંદ્ર દરરોજ 'ખિજાય છે.
જાણે તેની શરીરકાંતિથી જિતાયેલું સુવર્ણ પણ અગ્નિમાં પ્રવેશ કરે છે. પરનો નાશ કરનારા અને વિશિષ્ટ મુખવાળા કૃષ્ણને, તથા મધુરધ્વનિવાળા અને ભમરાઓથી આશ્રય કરાયેલા કમળને અને સમુદ્રને છોડીને લક્ષ્મી તેના શરીરમાં વસે છે. મેઘની જેમ નાના-મોટાની અપેક્ષા રાખ્યા વિના( નાના-મોટાનો વિચાર કર્યા વિના) મોટી સુવર્ણધારાઓથી સતત વરસતા તેણે જગતને ગરીબાઈથી રહિત કરી નાખ્યું હતું. જેવી રીતે વિકસેલા સૂર્યકિરણોના સમૂહ આગળ ચંદ્રની પ્રભા ઝાંખી થઈ જાય છે, તેવી રીતે તેની સુભટપણાની કથાના અવસરે બીજાઓની વીરવૃત્તિઓ ઝાંખી પડી જતી હતી. સ્ત્રીજન દરેક ઘરમાં બીજી પ્રવૃત્તિને છોડીને તેની શ્રેષ્ઠરૂપ-વિલાસ-સૌભાગ્યની વાતોમાં આર્કષાયેલો દેખાતો હતો. બાલ્યાવસ્થાથી જ તેનું મન ધર્મમાં જ રમતું હતું. કયો પાપીજીવ અમૃત પ્રાપ્ત થવા છતાં કાંજીને પીએ? કામ-અર્થના સેવનમાં પણ તેનો ઉપયોગ ધર્મમાં જ રહેતો હતો. જીર્ણઘાસ ખાનાર ઉત્તમ હાથી વિંધ્ય પર્વતને યાદ કરે છે. (કારણ કે વિંધ્ય પર્વતમાં સારું ઘાસ મળે છે. અહીં તો તેને જેવું તેવું ઘાસ મળે છે.) જેમની નજીકમાં પતિ રહેલો છે એવી દેવાંગનાઓ મેરુશિખર ઉપર તેના ઉત્સુકતાથી ભરેલા અને ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રોની પ્રશંસા કરતી હતી. ઉજ્જવળ યશથી સઘળા વિશ્વને ઉજ્જવળ બનાવનાર તેના ગુણોનો માત્ર આદર કરવામાં જ ઇંદ્ર પોતાને કૃતાર્થ માનતો હતો. મેરુપર્વતની મહાનતા, મહાસમુદ્રની ગંભીરતા અને ત્રણ ભુવનનો સાર લઈને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે ગુણસાગરથી નિર્માણ કરાયેલા તેના ગુણોના "બોધરૂપ સમુદ્રના પારને પામવા માટે બૃહસ્પતિની પણ શક્તિ નથી, તો પછી બીજાઓની શી ગણતરી? જાણે તારાગણની મધ્યમાં રહેલો સાક્ષાત્ ચંદ્ર હોય તેમ ઘણા રાજપુત્રોથી પરિવરેલો તે નગરના ઉદ્યાનોમાં ફરે છે.
૧. ખીજાયેલા માણસનું મુખ લાલ થઇ જાય. ચંદ્ર લાલ હોય છે, આથી ગ્રંથકારે કલ્પના કરી છે કે ચંદ્ર ખિજાતો
હોવાથી લાલ રહે છે. ૨. કૃષ્ણ કંસ વગેરેનો વધ કર્યો હતો. પરનો નાશ કરનારા એ વિશેષણથી એ જણાવ્યું છે કે કૃષ્ણ ક્રૂર છે અને
કુમાર દયાળું છે. માટે લક્ષ્મી તેને છોડીને કુમાર પાસે ગઇ. ૩. ઉતરવચમ્ એ નિયમથી નડાત્ર એટલે તાત્રય કૃષ્ણ પાણીમાં શયન કરે છે. માટે નાનાની એટલે કૃષ્ણ. ૪. દિM (ગ્રહણ =આદર.) ૫ હજી (પ્રહા=બોધ.).
Page #60
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૫ ગ્રીષ્મઋતુનું વર્ણન હવે કોઇવાર ચૈત્ર મહિનાના સમયે હર્ષથી ક્રીડા કરતા સઘળાય જીવલોકને (=જગતને) જાણે ઇર્ષાથી બાળતો હોય તેવો ઉનાળો પ્રવર્યો. વૃક્ષોની છાયામાં થાકેલા અને આળોટેલા મુસાફરવર્ગને જોઇને ઉનાળો જાણે વિકસેલા પુષ્પવાળા લોધરવૃક્ષના બહાનાથી હસી રહ્યો હતો. શીત ઉપચારોથી સ્વસ્થ લોકોને સંતાપ પમાડવા અસમર્થ ઉનાળો જાણે પાટલના પુષ્પરૂપ લાલ આંખોથી ગુસ્સે થયેલો દેખાતો હતો. પ્રસરેલી કદંબપુષ્પની સુવાસરૂપ તલવારથી ભેદાયેલ, પતિવિરહવાળો અને પશ્ચાત્તાપવાળો સ્ત્રીવર્ગ જાણે ભમરાઓના ગુંજારવથી રડતો હતો. ઉનાળામાં સૂર્યરૂપી અગ્નિ પ્રજ્વલિત બનેલો હતો ત્યારે ભુવનરૂપી ખાણમાં (ભટ્ટીમાં) સદા નંખાયેલા જગતને પ્રચંડ(=ગરમ) પવન લોખંડના ગોળાની જેમ તપાવતો હતો. પ્રવાસીઓની નિત્ય અંજલિઓથી રૂપ અને પાણી પીવાતા હતા. તે આ પ્રમાણે- જેમને કામ ઉત્પન્ન થયો છે તે મુસાફરોથી રૂપ પીવાય છે. (બીજા મુસાફરને અંજલિમાં પાણી રેડે ત્યારે પાણી રેડતાં રડતાં તેના મુખ સામે જોઇને રૂપને પીએ=જુએ.) તૃષાળુ મુસાફરો અંજલિ દ્વારા પાણીને પીએ. (૨૫) જેમાં ઘણાં કમળદંડો પ્રગટ થયા છે એવા, વિકસેલા અને રાજહંસોથી યુક્ત કમલેવનો યુદ્ધ માટે પ્રયત્નશીલ બનેલા રાજસૈન્યની જેમ શોભે છે. લોકોને મહેલનો ઉપરનો ખુલ્લો પ્રદેશ (=અગાશી) ચંદ્ર, ચંદનની માળારૂપ લતા, ઠંડું પાણી અને પાતળાં વસ્ત્રો ગમતાં હતાં. આ પ્રમાણે ઉનાળો પ્રવર્તી રહ્યો હતો ત્યારે નગરની નજીક જેમાં વિવિધ વૃક્ષોની ઘટાઓ હતી તેવા ઠંડા ઉદ્યાનમાં પોતાની પત્નીઓની સાથે વજાયુપકુમાર ગયો.
ત્યાં જાણે પૃથ્વીરૂપી માતા વડે પુત્રસ્નેહથી ભુજાઓથી આલિંગન કરાયું હોય તેમ મોટી પાળીથી રક્ષાયેલું એક મોટું સરોવર જોયું. અથવા પ્રલયકાળે સુકાઈ ગયેલા સર્વ સમુદ્રોને પૂરવા માટે પૃથ્વીએ ત્યાં અક્ષય જળભંડારને પ્રવેશ કરાવ્યો હતો. તેમાં રાતે ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું. આથી રાતે તેનું પાણી ચંદ્ર જયોત્સાથી સફેદ દેખાતું હતું. વળી દૂર દૂર સુધી વિસ્તરેલું તે સરોવર મોટા ક્ષીરસમુદ્રની જેમ શોભતું હતું. અતિશય દૂરના પ્રદેશમાં આવેલા પોતાના કિનારાને નહિ જોઈને ( ન જોવાથી ) જાણે સંભ્રાંત થયો હોય તે રીતે વિવિધ પ્રકારના વિકસેલા કમળોરૂપી નેત્રોથી કિનારાને જુએ છે. વિશાળ કિનારા સુધી ચલિત થતા પાણીના કારણે દૂર સુધી વિશિષ્ટ શબ્દ કરતું અને પવનના કારણે વેગથી પાણીને
૧ સથવા (શતપત્ર)= કમળ. ૨ વિયન (વિટ)=વિશાળ. ૩ ત ડળ (ટું.)= ચલિત થવું. ૪ સોયર (શR)=વાયુ. ૫ માસ (માસ)= વેગથી પાણીનું વર્ષવું.
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૬- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શિાંતિનાથચરિત્ર વર્ષાવતું તે સરોવર જાણે તે સ્વબંધુની બુદ્ધિથી સર્વત્ર કુમારના માર્ગને સિંચે છે. કમળના પત્રોથી મિશ્રિત દૂર સુધી ઉછળેલા ઘણા તરંગોવાળું તે સરોવર જાણે ગુણોથી મહાન રાજપુત્રને પૂજાની સામ્રગી ફેંકે છે=અર્પણ કરે છે. પછી હાથીણીના સમૂહથી અનુસરાયેલ શ્રેષ્ઠ હાથીના કલભની જેમ પ્રિયાઓથી પરિવરેલા તે રાજકુમારે જલક્રીડા કરવા માટે સરોવરમાં પ્રવેશ કર્યો. તેણે સરોવરમાં પ્રવેશ કર્યો ત્યારે જાણે હર્ષ પામેલું તે સરોવર તરંગોરૂપી ભુજાઓથી નૃત્ય કરે છે, અને હંસ, સારસ, બતક, ચક્રવાક પક્ષીઓના અવાજોથી ગાય છે.
વૈરી વિદ્યાધરે કરેલા ઉપદ્રવો શક્રેન્દ્ર અપ્સરાઓની સાથે માનસ સરોવરમાં જલક્રીડા કરે તે રીતે કુમાર પ્રિયાઓની સાથે પૂર્ણપણે ક્રીડા કરી રહ્યો છે. પૂર્વે બલદેવના ભવમાં જે દમિતાર વિદ્યાધરનો વધ કર્યો હતો તે સંસારમાં ભમીને વૈતાદ્યપર્વત ઉપર વિદ્યુદંષ્ટ્ર નામે વિદ્યાધર થયો, તે કોઈપણ રીતે ત્યાં આવ્યો. પૂર્વભવના વૈરના કારણે કુમારને જોઇને કેષવાળો થયો. તેથી પર્વતની ગુફાને બહેરી બનાવનારા ભયંકર અવાજથી તેણે કુમારને બોલાવ્યો. ક્ષોભ પામ્યા વિના સિંહ હાથીને જુએ તે રીતે કુમાર તેને લીલાથી જુએ છે. પછી વિદ્યાધરે તેને કહ્યું: હે દુષ્ટ ! યુદ્ધ માટે તૈયાર થા. જો તું “નથી કહ્યું” એમ કહીશ તો તને યમની પાસે લઈ જઈશ. પછી કુમારે તેને કહ્યું: તારી આગળ તૈયાર થઈને શું કરવું? ક્યાંય શિયાળ સાથે યુદ્ધ કરવા માટે સિંહ તૈયારી કરે છે? કુમારે આ પ્રમાણે કહ્યું એટલે ગુસ્સે થઈને હોઠને દાંતથી જેણે કરડ્યો છે એવા અને ભૃકુટિથી ભયંકર એવા તેણે ભયાનક પર્વતને વિકુર્તીને તેના ઉપર મૂક્યો. જરાપણ વ્યાકુલ બન્યા વિના તે કુમારે જેવી રીતે પવન વાદળસમૂહને અથડાવવાથી અવાજ કરાવે તે રીતે વજ જેવા મુષ્ટિઘાતોથી તેને જોરથી ચીસ પડાવી. પછી ફરી પણ ગુસ્સે થયેલા વિદ્યાધરે ક્ષણવારમાં નાગપાશોથી ચંદનનું વૃક્ષ ચોતરફ બંધાય તે રીતે નાગપાશોથી તેને ચોતરફથી બાંધી દીધો. અંગ-ઉપાંગો જેણે પ્રસાર્યા છે એવા વજાયુધના તે બંધનો પણ દુર્જનના સ્નેહસંબંધોની જેમ અર્ધક્ષણમાં તૂટી ગયા. આ પ્રમાણે તે કુમારનું અતિશય અદ્ભુત ચરિત્ર જોઈને તે મરણથી ભય પામ્યો. તેનું શરીર કંપવા માંડ્યું. આવો તે વિદ્યાધર પલાયન થઈ ગયો.
ઇંદ્ર કરેલી સ્તુતિ આ દરમિયાન વિશાળ અવધિજ્ઞાનથી પૃથ્વીતળનું નિરીક્ષણ કરતા અટ્યુત દેવલોકના ઇંદ્ર કોઈપણ રીતે વજાયુધને જોયો. ત્યારબાદ અસાધારણગુણોથી ઉત્પન્ન થયો છે ઘણો બહુમાન જેને એવો તે ઇન્દ્ર અહીં ઘણા પુણ્યથી અલંકૃત શરીરવાળા કુમારની
Page #62
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૭ પાસે આવ્યો. ત્યારબાદ સુવર્ણ જેવી નિર્મલ પત્નીઓની મધ્યમાં બેઠેલા અને ચંપકલતાથી વીંટળાયેલા કલ્પવૃક્ષની શોભાની વિડંબના કરતા કુમારને જોયો. (૫૦) આ તીર્થંકર થશે તેથી ઉછળતી ઘણી ભક્તિવાળા અશ્રુતકલ્પના દેવેન્દ્ર તેની સ્તુતિ કરવાનું શરૂ કર્યું. પુત્રવતી સ્ત્રીઓમાં તે જ મુખ્ય છે અને સર્વ જીવોથી પ્રશંસનીય છે કે જેણે પોતાની કુલિરૂપી ગુફામાં પુરુષોમાં સિંહ સમાન આપને ધારણ કર્યા. તે જ પ્રશંસનીય છે કે જે આપના જનક(-પિતા) છે. કુલપણ તે જ શ્રેષ્ઠ છે કે જે કુલમાં રત્નની ખાણોમાં રત્ન ઉત્પન્ન થાય તેમ આપ નરરત્ન ઉત્પન્ન થયા. તે શ્રેષ્ઠ અનંતગુણોના નિધાન! હે રાજપુત્ર! જેના બે ચરણકમલમાં વિશ્વપણ ભ્રમરકુલ થશે તેવા આપની અમે શું સ્તુતિ કરીએ? આ ભવથી પાંચમા ભવમાં તીર્થકરપદ પામીને પ્રસન્ન થઈને આપ મારું તેવું કંઇપણ કરજો કે જેથી હું ફરી સંસારમાં ન જન્યું. આ પ્રમાણે સ્તુતિ કરીને દેવલોકમાં ગયો. અથવા ગુણીજીવોની સ્તુતિથી દેવલોકમાં જવાય એમાં શું આશ્ચર્ય છે.
પ્રાણના ભોગે પણ પારેવાનું રક્ષણ કર્યું ચિત્તને અંકુશમાં રાખનાર (=સ્તુતિ થવા છતાં અભિમાન ન કરનાર) કુમાર પણ પોતાના સ્થાનમાં ગયો. તે રથયાત્રાઓ અને જિનેન્દ્રનાં મંદિરોમાં પૂજા કરાવતો હતો. સુપાત્રોમાં દાન આપતો હતો. સાધર્મિકોનું વાત્સલ્ય કરતો હતો. વિનય કરવાને યોગ્ય જીવોનો વિનય કરતો હતો. સત્કાર કરવાને યોગ્ય જીવોનો સત્કાર કરતો હતો, અકલ્યાણ મિત્રોનો દૂરથી ત્યાગ કરતો હતો. જીવદયામાં વિશેષથી પ્રવૃત્ત થયેલો તે અભયદાન આપતો હતો. ઇદ્ર સહિત દેવોથી પણ ધર્મથી ચલિત કરાતો ન હતો. હવે એકવાર સૌધર્મસભામાં બેઠેલા ઈંદ્ર હર્ષ પામીને વજાયુધના ગુણોની સ્તુતિ કરી. મેરુનું શિખર હજી પડે, સર્વ પૃથ્વીવલય હજી ઉછળે, પણ વજાયુધ જીવદયા વગેરે ધર્મથી ચલિત ન થાય. ઇંદ્રના તે વચનની શ્રદ્ધા ન કરતો એક દેવ વજાયુધ રાજપુત્રની ધર્મપરીક્ષા કરવા માટે આવ્યો. તે દેવે (દિવ્યશક્તિથી) પારેવું વિકુવ્યું. ભય પામેલું તે પારેવું પૌષધશાળામાં રહેલા વજાયુધના ચરણોને વળગી પડ્યું. દીન બનેલા તેણે મનુષ્યભાષામાં કહ્યું: હે ધીર! તમે મારું રક્ષણ કરો, રક્ષણ કરો. હે શરણાગત વત્સલ રાજપુત્ર! હું તારા શરણે રહેલો છું. તેથી કુમારે વિચાર્યું કે તિર્યંચો બોલે તે મહાન આશ્ચર્ય છે. તેથી આ કોઈ કપટ હોવું જોઇએ. અથવા અહીં આ વિચારવાથી સર્યું. આ લંપટ દેવ કે વિદ્યાધર જે કોઈ હોય તે ભલે હોય પણ મારે તેનું રક્ષણ કરવું જોઇએ. કારણ કે તે દીન બની મારે શરણે આવ્યું છે. ભય પામેલ અર્થીલોક શરણે આવે ત્યારે જેની દૃષ્ટિ (રક્ષણ કરવામાં) પરા મુખ થાય છે, સદા દીન હૃદયવાળો તે જીવતો હોવા છતાં શું જીવે છે? અર્થાત્ મરેલો છે. વ્યાકુળ બનેલાઓનો ઉદ્ધાર કરવામાં જેની લક્ષ્મીનો ઉપયોગ થયો, જેણે શરણે
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮-અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
આવેલાને પોતાનું જીવન આપ્યું, જેણે નિર્મલયશથી `ભુવનને ભરી દીધું છે એવો તે મરેલો પણ જીવે છે. આ પ્રમાણે વિચારીને કુમારે હાથને ઊંચો કરીને કહ્યું: હે પક્ષી! મારા શરણે રહેલો તું સ્વપ્નમાં પણ જરા ભય ન રાખ. હાથમાં રહેલા વજ્રથી દુ:સહ ઇંદ્ર અથવા વાસુદેવ અથવા ચક્રવર્તી તારા ઉપર બહુ કુપિત થયો હોય તો પણ હું કોઇ પણ રીતે તારું રક્ષણ કરું છું. અહીં બહુ કહેવાથી શું? ત્યારબાદ દેવે બાજપક્ષી વિકુર્વ્યુ. પાંખોથી જાણે આકાશને કંપાવતો હોય તેવો અને અતિશય લાંબી ચાંચવાળો તે બાજ ત્યાં આવ્યો. તેણે કહ્યું: હે મહાશય! ઘણા દિવસો સુધીની ભૂખથી શુષ્કદેહવાળા અને જીવિતશેષ એવા મને આ પારેવું મળ્યું છે. તેથી આને તું મને આપ. જેથી હું જતા એવા સ્વપ્રાણોને ધારણ કરું, બાજે આમ કહ્યું એટલે વિસ્મય પામેલા ચિત્તવાળા કુમારે કહ્યુંઃ શરણે રહેલાને પણ આપી દેવો તે મારા માટે યુક્ત નથી. બીજાને હણીને પોતાના પ્રાણોનું પોષણ કરવું એ તારા માટે પણ યોગ્ય નથી. (૭૫) કારણ કે જે અન્યના પ્રાણોને હણીને પોતાને પ્રાણવાળો કરે છે તે થોડા દિવસો માટે આત્માનો નાશ કરે છે. જેવી રીતે તને પોતાનું જીવન પ્રિય છે તેવી રીતે સર્વજીવોને પોતાનું જીવન પ્રિય હોય છે. પોતાનું જીવન પ્રિય છે એવા જીવોનું હું પ્રયત્નથી રક્ષણ કર. ઉદ્વેગ પામલો તું બીજાને હણીને દુ:ખનો પ્રતિકાર કરે છે. પણ તે નિમિત્તથી તું ફરી અધિકતર દુઃખને પામીશ. તને માત્ર ક્ષણવાર તૃપ્તિ થાય, પણ અન્ય જીવ જીવનનો ત્યાગ કરે. તેથી બૂમ પાડતા બીજા જીવનો વિનાશ કરવો એ પક્ષીઓને પણ યોગ્ય નથી. આ પ્રમાણે કુમારે બાજને મધુરવાણીથી ઘણીવાર હિતશિક્ષા આપી. પછી બાજે કહ્યું:, હે રાજપુત્ર! તું આ પ્રમાણે કહે છે તે બરોબર છે. હું પણ આ જાણું છું કે પરને પીડા કરવી એ સારી નથી. પણ ભૂખ્યા થયેલા વિદ્વાનોના પણ મનમાં ધર્મ રહેતો નથી. તેથી કુમારે ફરી કહ્યું: હું તને બીજું ભોજન અપાવું. બાજે કહ્યું: હે કુમાર! માંસભોજી મારે અન્યભોજનથી શું? કુમારે કહ્યું: તને બીજું માંસ પણ આપું. બાજે કહ્યું: પોતે મારેલા જીવના માંસથી બીજું માંસ મને ભાવતું નથી. હે કુમાર! બહુ કહેવાથી શું? તું જો કરુણાવંત છે અને એથી પારેવાનું રક્ષણ કરીશ તો ચોક્કસ મને હણે છે. આમ સમજીને જે યોગ્ય હોય તે કર. કુમારે કહ્યુંઃ જો એમ છે તો પારેવાની સાથે તોળીને (=જોખીને) મારું પોતાનું માંસ તને આપું. તેને ખાઇને હું સ્વજીવનું પણ રક્ષણ કર. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે રાજી
૧. અહીં તત્ત શબ્દ સ્વરૂપ અર્થમાં છે. એથી ભુવનતત્ત એટલે ભુવન. જેમ કે જકાર, અહીં કાર પ્રત્યય સ્વરૂપ અર્થમાં છે. તેથી જકાર એટલે જ.
૨. બે વસ્તુઓ પરસ્પર જોડાયેલી હોય તેને પુટ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં ચાંચના બે વિભાગ હોય છે તે બંને પરસ્પર જોડાયેલા રહેતા હોવાથી ચંચુપુટ કહેવાય.
૩. જીવિતશેષ એટલે જેના શરીરમાં જરાય તાકાત ન હોય, માત્ર આયુષ્યબળથી જીવતા હોય તેવા.
Page #64
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૪૯ થયેલા બાજે કહ્યું: એ પ્રમાણે કર. કુમારે પણ નીચેથી જોખવાનો કાંટો ત્યાં મંગાવ્યો. પછી એક ત્રાજવામાં પારેવાને રાખ્યું. બીજા ત્રાજવામાં પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂક્યું. હર્ષ પામેલો કુમાર જેમ જેમ સ્વશરીરનું માંસ નાંખતો ગયો તેમ તેમ પારેવો દેવમાયાથી અધિક વધતો ગયો. કુમાર બહારથી શરીરને કાપતો અને અંદરથી કર્મોને કાપતો શરીરની પીડાને જરાપણ ગણતો નથી. તે મનમાં આ પ્રમાણે વિચારે છે- જો બાહ્ય અસ્થિર અને અશુભ દેહથી આંતરિક સ્થિર અને શુભધર્મ મેળવાય છે તો હે જીવ! શું અયોગ્ય છે? જો માંસ લેવામાં પણ મને આટલી વેદના થાય છે તો આ પારેવાને મરણમાં કોણ જાણે કેટલી વેદના થાય? જો બીજા કાળે પણ અન્ય નિમિત્તથી કોઈપણ રીતે મરવું છે તો આજે પણ રક્ષા કરનારાઓનું શ્રેષ્ઠ મરણ યોગ્ય છે, અર્થાત્ અન્યની રક્ષા કરવામાં થતું મરણ શ્રેષ્ઠ છે. વિકસિતમુખવાળા અને ધીર તે કુમારની આવી શુભ ભાવના પારેવાની સાથે પ્રતિસમય અધિક વધવા લાગી. તેથી શરીરની મમતા છોડીને તેણે પોતાનું શરીર ઘણું કાપી નાખ્યું. છતાં માંસ પારેવાના ત્રાજવાના સમભાગે થઈ શકતું નથી. તેથી (કુમારને થયું કે હું જ ત્રાજવામાં બેસી જવું, જેથી બન્ને ત્રાજવા સમાન થઈ જાય. એમ વિચારી કુમાર ત્રાજવામાં બેસવાનો પ્રયત્ન કરે છે તેટલામાં) વિદ્યાસિદ્ધ વગેરે સિદ્ધપુરુષો, યક્ષો, કિન્નરો, રાજા, અંતઃપુર અને નગરલોકો હાહારવ કરવા લાગ્યા, અને ઘણા દુઃખથી રડવા લાગ્યા, આમ છતાં ઇદ્રની છાતી જેવા વિસ્તૃત યશને લોકમાં વધારતો કુમાર પારેવાની સાથે સ્વયં તે કાંટામાં બીજા ત્રાજવામાં) બેસી ગયો.
દેવે કરેલી વજાયુધની પ્રશંસા તેથી વિસ્મય પામેલો દેવ વિચારવા લાગ્યો કે અરે જુઓ! માત્ર તિર્યંચના કામ માટે આ પોતાના દેહને તૃણલતાની જેમ કેવી રીતે મૂકી દે છે? અથવા સજ્જનો સ્વપ્નમાં પણ પોતાના શરીરના સુખને ઇચ્છતા નથી. તેમને તે જ સુખ છે કે જે પરકાર્ય માટે કુલેશ પામે છે, અર્થાત્ પર કાર્ય કરવામાં આવતા દુઃખને જ સજ્જનો સુખ માને છે. ધીરપુરુષોનાં ચંદ્રકિરણ જેવાં નિર્મલ ચિત્તો પ્રકૃતિથી જ સ્વકાર્યમાં પરાભુખ થાય છે, અને પરકાર્યમાં સંમુખ (=તત્પર) થાય છે. સૂર્યનું વિશ્વમાં પ્રકાશ કરવા સિવાય બીજું કોઈ જ સ્વકાર્ય નથી. (૧૦૦) મહાપુરુષો પ્રાર્થનાની અપેક્ષા રાખ્યા વિના જ પરકાર્ય કરે છે, અર્થાત્ બીજાઓ મને કહે કે મારું કાર્ય કરી આપો તો કાર્ય કરું એમ બીજાની પ્રાર્થનાની અપેક્ષા વિના જ પરકાર્ય કરે છે. પાણી માટે મેઘને વર્ષવા માટે કોણ પ્રાર્થના કરે છે? ચંદનવૃક્ષોને, પર્વતોને તથા ગુણોથી મહાન અને જલને ધારણ કરનાર વાદળોને વિધિએ લોકમાં પરકાર્ય માટે બનાવ્યા છે. આ પ્રમાણે વિચારીને વૈક્રિયરૂપને (=બાજપક્ષીના રૂપને) અદશ્ય કરીને અને ૧ જગ્ય=એ સપ્તમી વિભક્તિ હેતુ અર્થમાં છે. જેમ કે- વર્ષમાં દીપિ નિ !
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦ - અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
મૂળ શરીરને પ્રગટ કરીને દિશાવલયને પ્રકાશિત કરતા દેવે કહ્યું: તું પરકાર્ય માટે શરીરનો તૃણની જેમ આ પ્રમાણે ત્યાગ કરે છે. માટે હે ગુણસમુદ્ર! તને નમસ્કાર થાઓ, તને નમસ્કાર થાઓ, તને નમસ્કાર થાઓ, તને નમસ્કાર થાઓ. હે રાજપુત્ર! સ્વર્ગમાં તુષ્ટ થયેલો ઇંદ્ર પણ જેનું દાસપણું કરે છે એવા તારી ત્રિભુવનમાં પણ ગુણોથી બરાબરી (=સમાનતા) કોણ ધારણ કરે છે? પછી ઇંદ્રે કરેલી પ્રશંસા વગેરે વિગત કહીને દેવ જાણે કુમારના ગુણસમૂહથી ભરેલી પૃથ્વીમાં સમાતો ન હોય તેમ ઉપર દેવલોકમાં જતો રહ્યો. આ પ્રમાણે પ્રશંસા કરાયો હોવા છતાં કુમાર મુખમાં પણ ક્ષણવાર પણ વિકારને પ્રગટ કરતો નથી અને ત્રણ વર્ગમાં સારભૂત સુખોને અનુભવતો રહે છે.
વજાયુધના રાજ્યનું વર્ણન
હવે ક્ષેમંકર રાજા વજાયુધને રાજ્ય આપીને તીર્થંકરના હસ્તે દીક્ષિત બનીને વિમલગુણ નામના ગણધર થયા. રાજાઓ વડે વજાયુધનો કર ધારણ કરાઇ રહ્યો હતો, અર્થાત્ રાજાઓ વજાયુધને રાજ્યકર આપી રહ્યા હતા. વજાયુધનો નિર્મલ પ્રતાપ સૂર્યની જેમ દૂર સુધી ફેલાયેલો હતો. આવો વજાયુધ સમૃદ્ધ રાજ્યનું પાલન કરે છે. તે આ પ્રમાણેવિષ્ણુની જેમ પરાક્રમરૂપી મેરૂપવર્તથી મહાન પ્રતિપક્ષી (રાજારૂપ) સાગરનું મંથન કરીને તેમાંથી બહાર કાઢેલી લક્ષ્મીને વક્ષસ્થળે (છાતીમાં) રહેનારી કરી. ચાર સમુદ્રરૂપ કમરવાળી, કુલપર્વતરૂપ પહોળા અને પુષ્ટ સ્તનપટ્ટવાળી, ભુજારૂપદંડથી રક્ષણ કરાયેલી પૃથ્વીરૂપી સ્ત્રીને ઇચ્છા પ્રમાણે ભોગવે છે. તે રાજા રાજ્યનું પાલન કરી રહ્યો હતો ત્યારે મદ હાથીઓમાં (=હાથીઓના ગંડસ્થલમાં) હતો, બીજે કયાંય ન હતો, અર્થાત્ લોકોમાં મદ(=અભિમાન) ન હતો. દંડ છત્રીઓમાં જ હતો, અર્થાત્ લોકો ગુનો કરતા ન હતા એથી તેમને રાજદંડ થતો ન હતો. બંધ માત્ર કવિઓના ગ્રંથોમાં હતો, અર્થાત્ લોકો તેવા ગુના કરતા ન હતા કે જેથી તેમને જેલ વગેરે બંધન આવે. માર શબ્દનો પ્રયોગ ફક્ત પાશાઓથી રમાતી રમતમાં જ થતો હતો, અર્થાત્ લોકો બીજાને મારવા માટે માર શબ્દનો પ્રયોગ કરતા ન હતા. ખલ (=ખોળ) શબ્દનો પ્રયોગ તલનો ખોળ એમ તલમાં જ થતો હતો, અર્થાત્ રાજ્યમાં એક પણ ખલ(=લુચ્ચો) માણસ ન હતો. કજિયો કામક્રીડામાં આસક્ત પુરુષ-સ્ત્રીઓમાં જ થતો હતો, અર્થાત્ સ્વાર્થ કે અહંકાર આદિ માટે કજિયો થતો ન હતો. કુશાગ્ર(=ઘાસનો અગ્રભાગ) માત્ર બગીચાઓમાં જ હતો, અર્થાત્ લોકો (કુ+સર્ગ=) ખરાબ માણસની સોબત કરતા ન હતા. જલસમૂહ માત્ર સરોવરમાં હતો, અર્થાત્ લોકો જડ=અજ્ઞાની ન હતા.
૧. ધર્મ-અર્થ-કામ એ ત્રણને ત્રિવર્ગ કહેવામાં આવે છે.
૨. સૂર્યના પક્ષમાં મદિCર=પર્વત. ર=કિરણો.
૩. ગ્રંથના પક્ષમાં બંધ એટલે વાક્યસમૂહની રચના.
Page #66
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૫૧ વજાયુધે કરેલી સંસાર સ્વરૂપની વિચારણા આ તરફ- અનંતવીર્યનો જીવ જે દેવ થયો હતો તે દેવ પણ અશ્રુત દેવલોકમાંથી અવીને વજાયુધરાજાનો સહસાયુધ નામનો પુત્ર થયો. હવે સુસમૃદ્ધ રાજ્યનું પાલન કરીને એકવાર રાત્રિના છેલ્લા પહોરે નિદ્રામાંથી જાગેલો વજાયુધ રાજા આ પ્રમાણે વિચારે છે. સંસાર શ્મશાન જેવો છે. જુઓ સંસારરૂપ શમશાનમાં દુર્જય મોહરૂપ પિશાચ ભમી રહ્યો છે. કષાયરૂપી ગીધડાઓનો સમૂહ રહેલો છે. દુર્ધર ધનતૃષ્ણારૂપ શાકિનીઓનો સમૂહ ફરી રહ્યો છે. પ્રજવલિતરાગરૂપ અગ્નિમાં નાખેલા ઘણા જીવોરૂપ શરીરો બળી રહ્યા છે. કામરૂપી વિકરાળ જ્વાલાઓ છે. પ્રષિરૂપ ધૂમાડાની શિખાઓ ફેલાઈ રહી છે. મિથ્યાત્વરૂપી સર્પો ફરી રહ્યા છે. અશુભ પરિણામરૂપ ભયંકર હાડકાં રહેલાં છે. અતિશય સ્નેહરૂપ થાંભલો ખોસવામાં આવ્યો છે. ઘણા રોગોરૂપ અંગારાઓથી દુઃખે કરીને જોઈ શકાય તેવો છે. બધા સ્થળે ઉત્પન્ન થયેલા લોકકલહથી હાંડલીઓનો સમૂહ ભંગાઈ રહ્યો છે. ગીત અને વાજીંત્રના ઉગ કરનારા અને રોવાના વિષમ સ્વરો સંભળાઈ રહ્યા છે. ભેગા કરેલા ઘણાં ધનના વિવિધ ઘડાઓનાં વિવિધ ઢાંકણાં (કોડિયાં) ઠેક ઠેકાણે સ્થાપેલાં છે મૂકેલાં છે. કૃષ્ણ વગેરે અશુભ લેશ્યારૂપ યથેચ્છ અવાજ કરતી શિયાળવીઓથી ભયંકર છે. અજ્ઞાનરૂપ દુષ્ટ ચંડાળથી લેવાયેલ છે, અર્થાત્ ત્યાં અજ્ઞાનરૂપ દુષ્ટ ચંડાલ રહેલો છે. દુર્જનોરૂપ પક્ષીવિશેષ (ગીધો) કર કર અવાજ કરી રહ્યા છે. તેમાં અતિદુસહ પરિભ્રમણરૂપ નિર્દય ઘણો પક્ષીસમૂહ પડી રહ્યો છે. વિષયોના (=વિષયોની લોલુપતાના) કારણે ઘણા જીવો માંસરૂપ કાદવમાં ખુંચેલા જોવામાં આવે છે. વારંવાર અશુચિનો સ્પર્શ થાય છે. અહો! સંસાર શ્મશાન જેવો છે.
આવા સંસારમાં પડેલા જીવોને સ્વપ્નમાં પણ સુખ ક્યાંથી હોય? સંસારમાં રહેનારા મારું પણ ડહાપણ ક્યાંથી હોય? અર્થાત્ હું સંસારમાં રહું એ ડહાપણ નથી. અહીં પણ જો સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિશુદ્ધતપરૂપ સુભટોને ક્રમશઃ ચારે દિશામાં ઉત્તરસાધકરૂપે સ્થાપીને, શ્રમણવેષને ધારણ કરીને, જિનશાસનરૂપ માંડલામાં બેસીને, પ્રયત્નપૂર્વક બે પ્રકારની શિક્ષારૂપ શિખાબંધ આપીને, મોહરૂપ પિશાચ આદિથી ઉત્પન્ન કરાયેલા સર્વ ઉપસર્ગોને સહન કરીને, ઘણા પ્રકારની સામાચારી રૂપ પુષ્પોથી ઉત્સાહ પ્રાપ્ત કરીને, મનમાં ક્ષોભ પામ્યા વિના, સર્વ ઇંદ્રિયોના પ્રચારનો વિરોધ કરીને, અર્થાત્ સર્વ ઇંદ્રિયોને વિષયોથી વિમુખ કરીને વિધિપૂર્વક સિદ્ધાંતરૂપ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવોને ઇચ્છિત સર્વ સુખો મળે છે. પછી જ્યારે
૧. પ્રાપ્ત શબ્દકોશમાં સિદ્ધ શબ્દનો પક્ષીવિશેષ અર્થ જણાવ્યો છે. આથી અહીં સિદ્ધ ના સ્થાને એમ હોવું
જોઇએ. અથવા સિદ્ધ પણ પક્ષીવિશેષ હોય એમ સંભવે છે.' ૨. અહીં મૂળગ્રંથમાં માવાના સ્થાને સાવ એમ હોય તો પરિભ્રમણરૂપના સ્થાને આપત્તિરૂ૫ એવો પ્રયોગ વધારે
સંગત જણાય છે. ૩. શિખાબંધ આપીને એટલે મસ્તકે વાળની ચોટલી બાંધીને. જૈનેતરોમાં જાપમાં ચોટલી બાંધવાનો વિધિ હશે.
એથી અહીં શિખાબંધ આપીને એમ લખ્યું હોય એમ સંભવે છે. ઉ. ૫ ભા. ૧
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૨-અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
તપ ઉત્કૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરે છે (=શુક્લધ્યાન થાય છે) ત્યારે પરમ મોક્ષ ઉત્પન્ન થાય છે=પ્રાપ્ત થાય છે તેથી હું પણ સુગુરુની પાસેથી સિદ્ધાંતરૂપ મંત્રને ગ્રહણ કરીને એ પ્રમાણે કરું, જેથી ઇચ્છિત સુખોને મેળવું. સંવેગને પામેલો વજાયુધ મહારાજા આ પ્રમાણે જેટલામાં વિચારે છે તેટલામાં સહસા કાલનિવેદકે પ્રવેશ કરીને કહ્યુંઃ જેવી રીતે શ્રેષ્ઠ મહામુનિવર જ્ઞાનવડે પાપને હણે તે રીતે સૂર્ય તેજ વડે અંધકાર સમૂહને હણીને ઉદયને પામે છે. આથી રાજાએ વિચાર્યુંઃ કાલનિવેદકે આમ કહીને સ્પષ્ટ સૂર્યોદયને જણાવ્યો છે. આ વચન મારી પણ સંશયરહિત કાર્યસિદ્ધિને કહે છે.
સહસ્રાયુધની સાથે વજાયુધની દીક્ષા
ત્યારબાદ સવારનાં કાર્યો કરીને રાજસમૂહને બોલાવ્યો. પછી રાજાએ બધાની સમક્ષ પોતાનો ભાવ જણાવીને સહસ્રાયુધ કુમારને રાજ્ય સ્વીકારવા માટે કહ્યુંઃ કુમારે પણ કહ્યું: હે પિતાજી! જો આપે આ સંસાર શ્મશાનના વન જેવો છે એમ નિશ્ચિત કર્યું છે અને સંસારદુઃખને દૂર કરવાનો ઉપાય આપે જો નિશ્ચિત કર્યો છે તો દુઃખભીરુ અને સુખાભિલાષી એવા મારે પણ તે ઉપાય શું ઉચિત નથી? આ પ્રમાણે કુમારના પણ દીક્ષા લેવા માટે અતિશય ઉત્સુક ભાવને જાણીને રાજાએ સહસ્રાયુધના પુત્ર બલિને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. નવમો ભવ
પછી વજાયુધ રાજાએ સહસ્રાયુધની સાથે ક્ષેમંકર આચાર્યની પાસે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો. ઉગ્ર તપ કરીને, દીર્ઘકાલ સુધી દીક્ષાપર્યાયને પાળીને, અંતે પાદ-પોપગમન અનશન કરીને, સંયમની સુંદર આરાધના કરીને, મહાસત્ત્વવંત તે બંને એકત્રીસ સાગરોપમની સ્થિતિવાળા ઉપરના ત્રૈવેયકો (નવમી ત્રૈવેયક)માં અહચિંદ્ર દેવપણાને પામ્યા.
દશમો ભવ મેઘરથ-દૃઢરથ
આ તરફ જંબુદ્વીપમાં મહાવિદેહના પૂર્વવિભાગમાં પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકિણી નગરી છે. તેમાં પ્રચંડ પરાક્રમરૂપ પવનથી શત્રુસમૂહરૂપ વાદળસમૂહનો નાશ કરનાર ધનરથ નામનો મહારાજા હતો. તેની પદ્માવતી અને મનોરમમતી નામની બે ઉત્તમ પત્નીઓ હતી. ત્યારબાદ વજાયુધનો જીવ દેવપણાથી ચ્યવીને પદ્માવતીરાણીનો મેઘરથ નામે પુત્ર થયો. સહસ્રાયુધનો જીવ મનોરમતિ રાણીનો દૃઢરથ નામે પુત્ર થયો. ત્યાં બંને કલાની વૃદ્ધિથી અને શ૨ી૨વૃદ્ધિથી વધવા લાગ્યા. પૂર્વભવના અભ્યાસથી જિનધર્મ દૃઢપણે પરિણામ પામ્યો. હવે એકવાર ધનરથ રાજા મેઘરથ પુત્રને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા લઇને તીર્થંકર કેવલી થયા. મેઘરથ પણ દૃઢરથની સાથે જીવાદિ પદાર્થોના રહસ્યને જાણીને શ્રાવકધર્મને પ્રયત્નપૂર્વક પાળવા લાગ્યા. (૨૫) હવે એકવાર તે બંનેએ કુમારને રાજ્ય ઉપર સ્થાપિત કરીને પિતા તીર્થંકરની પાસે દીક્ષાનો સ્વીકાર કર્યો. ત્યાં કર્મરૂપ કાષ્ઠોને બાળનારા, ચારિત્રમાં ઉદ્યમવાળા અને શુદ્ધલેશ્યાવાળા મેઘરથે તીર્થંકર નામગોત્રકર્મ ઉપાર્જન કર્યું.
Page #68
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર- પ૩
અગિયારમો ભવ ત્યારબાદ બન્ને શરીરની સંલેખના કરીને આયુષ્યના અંતે સાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તર દેવોમાં ઉત્પન્ન થયા.
બારમો ભવ મેઘરથનો જીવ દેવલોકમાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં શ્રી 'વિશ્વસેન રાજાની અચિરા રાણીની કુક્ષિમાં ભાદરવા વદ સાતમ તિથિમાં પુત્રપણે અવતર્યો. જે રાતે આ જીવ માતાની કુક્ષિમાં અવતર્યો તે રાત્રિમાં માતાએ શ્રેષ્ઠ ચૌદ સ્વપ્નો જોયાં. માતાની કુક્ષિમાં અવતરેલા મેઘરથના જીવે ઉપદ્રવ કરનાર ગ્રીષ્મઋતુના સમયે અતિશય ગરમ થયેલા સઘળાય પૃથ્વીતળને ચંદ્રની જેમ શાંત કર્યું.
હવે સૌધર્મેન્દ્ર ત્યાં આવીને માતાની સ્તુતિ કરી. પછી તમારા ઉદરમાં તીર્થકરનો જીવ અવતર્યો છે એમ કહીને ઘરને ધનના ભંડોળથી ભરી દીધું. પછી સાધિક નવમાસ સુધી ગર્ભમાં રહીને જેઠ વદ તેરસના દિવસે ત્રિભુવનસ્વામી જન્મ પામ્યા.
છપ્પન દિકુ કુમારીઓની ભક્તિ ત્યારબાદ આસન કંપવાથી જિનજન્મને જાણીને આઠ દિકકુમારીઓએ અધોલોકમાંથી આવીને (જિનને અને) જિનમાતાને નમીને પોતે કેમ આવી છે ઇત્યાદિ કહ્યું. પછી [ઇશાન દિશામાં જન્મગૃહ (=સૂતિકાઘર) બનાવ્યું. પછી] બધી તરફથી જન્મગૃહથી એક યોજન સુધી ભૂમિને (સંવર્ત) વાયુ વડે શુદ્ધ કરી. પછી જિનગુણોને ગાતી ત્યાં જ રહી.
બીજી આઠ દિકકુમારીકાઓએ ઊર્ધ્વલોકમાંથી ત્યાં આવીને શુદ્ધ કરેલી ભૂમિની ધૂળને મેઘના પાણીથી (=સુગંધી જલવૃષ્ટિથી) શાંત કરી=ઊડે નહિ તેવી કરી. પછી પુષ્પવૃષ્ટિ કરીને જિનગુણ ગાતી ત્યાં રહી.
આઠ દિકકુમારીકાઓ પૂર્વદિશાના રુચકદ્રીપથી આવીને (મુખ જોવા માટે) હાથમાં દર્પણ લઈને જિનગુણ ગાતી ત્યાં રહી. આઠ દિકુમારીકાઓ દક્ષિણ દિશાના ચક્રીપથી આવીને હાથમાં ભંગાર(=જળથી ભરેલા કળશો) લઇને ઊભી રહી. આઠ દિકકુમારીકાઓ પશ્ચિમ દિશાના રુચકતીપથી આવીને (પ્રભુને તથા માતાને પવન નાખવા માટે) હાથમાં વીંઝણો લઈને ઊભી રહી. આઠ દિકકુમારીકાઓ ઉત્તર દિશાના ચકદ્વીપથી આવીને (પ્રભુજીને વીંઝવા માટે) હાથમાં ચામર લઈને ઊભી રહી.
| વિદિશામાં રહેનારી ચાર દિકકુમારીકાઓ સૂચકદ્રીપથી આવીને હાથમાં દીપક લઈને ચારે દિશામાં ઊભી રહી. બીજી ચાર દિકુમારીકાઓએ મધ્ય ચકદીપથી આવીને ભગવંતના નાળને ચાર આંગળ જેટલો રાખીને છેદી નાખ્યો. પછી તેને ખોદેલા ખાડામાં દાટી, તથા તે ખાડાને વિવિધ રત્નોથી પૂર્યો. પછી તેના ઉપર મોટું પીઠ બનાવ્યું. તે પીઠને દુર્વાથી બાંધ્યું. જન્મદરની પશ્ચિમ દિશાને છોડીને ત્રણ દિશાઓમાં સિંહાસન અને ચારશાળા (=ચાર
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪- અભયદાન દ્વાર] . ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર વિભાગ)વાળા કદલીગૃહો બનાવે છે. પછી દક્ષિણ દિશાના કદલીગૃહમાં માતાની સાથે પ્રભુજીનું (સિંહાસન ઉપર બેસાડીને સુગંધી તેલથી) મર્દન કરે છે, પછી ઉદ્વર્તન (Rપીઠી આદિથી શરીરના મેલને દૂર) કરે છે. પછી તે બન્નેને ઉત્તરદિશાના કદલીગૃહમાં લઈ જાય છે. ત્યાં ચંદનના કાષ્ઠોથી અગ્નિ પ્રગટાવીને ભૂતિકર્મ (=શરીરની રક્ષા માટે કરાતું સૂત્રબંધન વગેરે) કરે છે. પછી બન્નેને રક્ષાપોટલી બાંધે છે. પછી “તમે પર્વત સમાન દીર્ધાયુ થાઓ” એમ આશીષવચન બોલતી દિકકુમારીકાઓ રત્નના બે ગોળાઓ અફડાવે છે. આ પ્રમાણે કર્યા પછી પ્રભુજીને અને માતાને શવ્યાના સ્થાને લઈ જાય છે. પછી છપ્પન દિકકુમારીકાઓ જિનગુણગાન કરતી રહે છે.
જન્મ મહોત્સવ આ તરફ આસન કંપવાથી સૌધર્મેન્દ્ર જિનજન્મને જાણીને યોજન પ્રમાણ ગોળાકાર સુઘોષા ઘંટને વગડાવે છે. (૫૦) હર્ષ પામેલો અને સુઘોષા ઘટના ધ્વનિના શ્રવણથી ભેગા થયેલા દેવસમૂહથી પરિવરેલો સૌધર્મેન્દ્ર પાંચ શરીરો (=રૂપો) કરીને જિનને મેરુશિખર ઉપર લઈ જાય છે. ત્યારબાદ શ્રેષ્ઠ વિમાનમાં બેસીને પોતપોતાના પરિવારથી પરિવરેલા ઇશારેંદ્ર વગેરે દેવેંદ્રો ત્યાં આવ્યા. (પછી અચ્યતે આભિયોગિક દેવો પાસે કળશો મંગાવ્યા. તે આ પ્રમાણે) સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ-રૂપાના, સુવર્ણ-રત્નના, રત્ન-રૂપાના, સુવર્ણ-રત્ન-રૂપાના, માટીના. આ પ્રત્યેક જાતિના એકહજાર ને આઠ આઠ હતા. શ્રેષ્ઠ કમળથી ઢંકાયેલા, પુષ્પમાલાથી પૂજાયેલા અને વિવિધ પ્રકારના પાણીથી ભરેલા તે કળશોથી સર્વ પ્રથમ અશ્રુત કલ્પના ઈદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. આ સમયે બાકીના ઇદ્રો હાથમાં ધૂપધાણું, ચામર અને પુષ્પમાળા વગેરે લઈને ત્રિલોકનાથની આગળ ઊભા રહ્યા. તથા કોઈ દેવો કૂદે છે, કોઈ દેવો સ્તુતિ કરે છે, કોઈ દેવો નૃત્ય કરે છે, કોઈ દેવો ગાયન કરે છે, કોઈ દેવો આકાશમાંથી નીચે કૂદે છે, કોઈ દેવો નીચેથી આકાશમાં ઊડે છે, કોઈ દેવો સુવર્ણવૃષ્ટિ કરે છે. પછી પ્રાણી કલ્પનો ઇદ્ર પ્રભુજીને સ્નાન કરાવે છે. ત્યારબાદ સહસ્ત્રાર દેવલોકથી પ્રારંભી ઇશાનદેવલોક સુધીના ઇદ્રો પ્રભુજીને સ્નાન કરાવે છે. ત્યારબાદ અમરેન્દ્ર વગેરે ભવનપતિનિકાયના ઇદ્રો અને પછી વાણવ્યંતરના ઇદ્રો પ્રભુજીને સ્નાન કરાવે છે. પછી ક્રમશઃ ચંદ્ર અને સૂર્ય ઇદ્ર પ્રભુજીને સ્નાન કરાવે છે. પછી છેલ્લે સૌધર્મેન્દ્ર પ્રભુજીને વિધિપૂર્વક સ્નાન કરાવે છે. સૌધર્મેન્દ્ર મોગરાના પુષ્પ જેવા સફેદ ચાર બળદ વિક્ર્વે છે. તેમના શિંગડાઓથી આકાશમાર્ગમાં આઠ જલધારાઓ ઉછાળે છે. એ આઠ જલધારાઓ એક તરફ ભેગી થઈને પ્રભુજીની ઉપર પડે છે. પછી અતં સ્નાન કરાવીને પ્રભુજીની સ્તુતિ કરી હતી તે રીતે સૌધર્મેન્દ્ર જિનની સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે૧. એક શરીરથી (=રૂપથી) પ્રભુજીને લીધા, બે શરીરથી બંને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો. એક શરીરથી પ્રભુના મસ્તકે છત્ર ધારણ કર્યું. એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો.
Page #70
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૫૫ સૌપમેન્ટે કરેલી પ્રભુસ્તુતિ હે પ્રભુ! આપ ત્રણ લોકના પિતામહ છો, આપે પરમાર્થોને તત્ત્વોને પ્રગટ કર્યા છે. આપ તારવા માટે સમર્થ છો. આપ ભવરૂપી નિબિડ દાવાનલ ઉપર જલવર્યા કરનારા છો. આપ જગદ્ગુરુ છો. આપ જય પામો! આપને નમસ્કાર થાઓ. હે લોકનાથ! આજે આપનાં દર્શનથી આત્માને મુક્તિરૂપી લક્ષ્મીથી મારા ઉપર ફેંકાયેલા કટાક્ષથી ઓળખાયેલો અને પુણ્યથી યુક્ત માનું છું. હે અદ્વિતીય વિશ્વબંધુ! આપનાં દર્શન થયે છતે દુઃખની ખાણ પણ સંસાર મને મોક્ષની જેમ ક્ષણવાર અપૂર્વ કંઈક સુખ ઉત્પન્ન કરે છે. તે જિનવરેન્દ્ર! આજે ભાવશત્રુ માટે પ્રલયકાળ સમાન આપનાં દર્શન થયે છતે હું ચોક્કસ મોહરૂપ કોટવાળ વડે સંસારરૂપ કેદખાનામાંથી મુક્ત કરાયો છું. હે જિન! રાગાદિ ચારથી પીડાયેલા જીવોને આપ જ શરણ કરવા લાયક છો. તેથી આ દીનજને આપના ચરણકમળનો આશ્રય કર્યો છે. તેથી રાગ-દ્વેષરૂપ મહાન ભિલ્લના ભાલાના શલ્યની *પીડાથી દીન હૃદયવાળા આ લોકોની ઉપેક્ષા કરવી એ આપના જેવા માટે “ઉચિત નથી. હે પ્રભુ! અગણિત સ્વદુઃખોને સર્વજ્ઞ એવા આપની પાસે શું કહું. (જ્ઞાનથી આપ બધું જાણો જ છો.) તેથી તે સ્વામી! આપ કરુણાથી જે યોગ્ય હોય તે કરો. મને આપની સેવાથી રહિત એવો સંપત્તિનો સંગમ જે થયો તેને પણ હું સન્નિપાતરોગીના સાકરના ભોગ સમાન માનું . હે લોકનાથ! આપના વચનરૂપ સાર્થવાહને છોડીને સંસાર-અટવીમાં પરિભ્રમણ કરતા જીવો વિષયરૂપ ચોરોથી ક્યાં ચોરાયા નથી ? અર્થાત્ બધે જ ચોરાયા છે. તે વિશ્વનાથ! આપ હિતમાં તત્પર માતા છો, પિતા છો, મિત્ર છો, બંધુ છો, ગુરુ છો. ભવમાં દુઃખી બનેલા અમને આપ જ દુઃખથી બચાવનારા છો. આપ જ આશ્રય આપનારા છો. તેથી હે પ્રભુ! મારા ઉપર આપ આપની કરુણારસથી પૂર્ણ દૃષ્ટિ કરો. કારણ કે ગુણોથી મહાન પુરુષો પ્રણામ કરનારા સમુદાય પ્રત્યે પરા મુખ થતા નથી. તેથી હે મહાયશસ્વી! તેવું કરો કે જેથી આપના ચરણકમલમાં નમેલો અને મોક્ષની અભિલાષાવાળો આ જન મોક્ષસુખની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય. ઇંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરીને શાંતિજિનને માતાની પાસે લઈ જાય છે અને જિનના ઘરને રત્ન-સુવર્ણ આદિના નિધાનોથી ભરે છે. જન્મોત્સવ સંબંધી શેષ કર્તવ્યો જંબૂપ્રજ્ઞપ્તિથી જાણી લેવાં. (૭૫)
૧. વરસ+ગરન=વૃષ્ટિને ફેંકનાર, અર્થાત્ જલવૃષ્ટિને કરનાર. ૨. ઉg(ટાક્ષ)= આંખને ખૂણેથી જોવું. વિક્ષેપ= ફેંકવું. ૩. રાગ-દ્વેષ, મોહ અને અજ્ઞાનતા એ ચાર. ૪. અંત= પીડા. ૫. અનુરિસ=યોગ્ય, ઉચિત.
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬- અભયદાન દ્વાર]. " ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન ખુશ થયેલા માતા-પિતાએ મહાન જન્મોત્સવ કરાવીને શુભ-તિથિ-નક્ષત્રમાં, પ્રભુ ગર્ભમાં હતા ત્યારે ઉપદ્રવની શાંતિ થઈ હતી તેથી, જિનવરેંદ્રનું “શાંતિ' એવું નામ કર્યું. પચ્ચીસ હજાર વર્ષ સુધી કુમારપદનું પાલન કર્યું. પચ્ચીસ હજાર વર્ષ સુધી માંડલિક રાજ્યપદ ભોગવ્યું. ત્યારબાદ કોઈક વખત જન્માંતરમાં પુષ્ટ કરેલા પુણ્યસમૂહથી ચૌદરત્નનો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે- સેનાપતિ, ગાથાપતિ (=ભંડારી), પુરોહિત ( શાંતિકર્મ કરનાર), હાથી, અશ્વ, વર્ષકિ (=સુથાર) સ્ત્રીરત્ન, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખગ=તલવાર, દંડ. પછી સંપૂર્ણ ભરતક્ષેત્રને સાધી નીચે જણાવેલી વસ્તુઓના અધિપતિ બનીને મહાચક્રવર્તી બન્યા. ૧. સેનાપતિ– યુદ્ધ કરવામાં ઉપયોગી બને છે. ૨. ગાથાપતિ- ચક્રવર્તીનો ભંડાર સંભાળે છે. ૩. પુરોહિત– શાંતિકર્મના વિધિ-વિધાનો કરાવે છે. ૪. હાથી– છ ખંડ જીતવા જાય વગેરે પ્રસંગે ચક્રવર્તી તેના ઉપર બેસે છે. ૫. અશ્વ- સેનાપતિ તેના ઉપર બેસીને યુદ્ધ કરે છે. એક ક્ષણમાં સો યોજન જઈ શકે છે. મોટા મોટા
ખાડાવાળા અને ટેકરાવાળા પ્રદેશમાં પણ સહેલાઇથી ચાલી શકે છે. ૬. વધેકિ– ચક્રવર્તીનું સૈન્ય જ્યાં પડાવ નાખે ત્યાં સર્વ સૈન્ય માટે આવાસો બનાવે. સૈન્યનો પડાવ
વિસ્તારમાં નવ યોજન અને લંબાઇમાં બાર યોજન હોય છે. ૭. સ્ત્રીરત્ન- ચક્રવર્તી તેની સાથે વિષયસુખો ભોગવે છે. ૮. ચક્ર- ચક્રવર્તી છ ખંડ જીતવા જાય ત્યારે ચક્ર સર્વથી આગળ ચાલે છે. જે તરફ ચક્ર ચાલે તે તરફ
ચક્રવર્તી સૈન્ય સહિત જાય છે. ચક્ર હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય છે. ૯. છત્ર- ચક્રવર્તી છ ખંડ જીતવા જાય ત્યારે વર્ષાદ અને તાપ વગેરેથી બચવા માટે છત્રનો ઉપયોગ
કરવામાં આવે છે. સેનાની છત્રરત્નનો સ્પર્શ કરે એટલે તે વધવા માંડે=પહોળું થવા માંડે. વધતાં વધતાં
જરા વારમાં સૈન્યના વિસ્તાર જેટલું પહોળું થાય. ૧૦. ચર્મ- દેવો ઉપદ્રવ કરવા માટે મુશળધાર વર્ષાદ વર્ષાવે ત્યારે પૃથ્વી મેઘના જળથી પૂરાઈ જાય છે. આ
સમયે સૈન્યનું રક્ષણ કરવા માટે ચર્મરત્નનો ઉપયોગ થાય છે. ચક્રી ચર્મરત્નનો સ્પર્શ કરે એટલે ચર્મરત્ન બારયોજન લાંબું અને નવયોજન પહોળું બની જાય છે. ચક્રીનું સંપૂર્ણ સૈન્ય એના ઉપર સમાઇ જાય છે. આ વખતે સમુદ્રના મધ્યભાગમાં જમીન હોય તેવો ચર્મરત્નનો દેખાવ થાય છે. તથા સૈન્ય માટે ધાન્ય, શાક ફળો વગેરે તૈયાર કરવા એનો ઉપયોગ કરવામાં આવે છે. ચર્મરત્ન ઉપર સવારે વાવેલાં ધાન્ય વગેરે સાંજે તૈયાર થઇ જાય છે. તથા છ ખંડ જીતવા માટે જતાં રસ્તામાં નદી-સમુદ્ર વગેરેને ઓળંગવામાં પણ ચર્મરત્નનો
ઉપયોગ થાય છે. આખું સૈન્ય તેના ઉપર ચાલીને સામા કિનારે પહોંચી જાય છે. ૧૧, મણિ- રાત્રે સૈન્યની છાવણીમાં પ્રકાશ પાથરે છે. છત્રના દંડ ઉપર મૂકાયેલું મણિરત્ન સંપૂર્ણ છાવણીમાં
પ્રકાશ પાથરે છે. તથા એના પ્રભાવથી ઉપદ્રવો થતા નથી. ૧૨. કાકિણી- ચક્રી ગુફામાં પ્રવેશ કરે ત્યારે એક એક યોજન પછી કાકિણીરત્નથી મંડળો આલેખે છે. ૧૩. ખગ- યુદ્ધમાં સેનાની તેનાથી યુદ્ધ કરે છે. ૧૪. દંડ- સેનાની ગુફાનાં બંધ બારણાઓને દંડરત્નથી ઠોકે છે. તેથી તે બારણાં ખુલ્લી જાય છે. પછી
ચક્રવર્તી ગુફામાં પ્રવેશ કરે છે. તથા ઊંચી-નીચી જમીનને સમાન કરવામાં દંડ ઉપયોગી બને છે. અહીં જણાવેલા ક્રમ પ્રમાણે પ્રથમનાં સાત રત્નો પંચંદ્રિય છે. પછીનાં સાતરત્નો એકેંદ્રિય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૫૭ ૧૪ રત્નો, ૯ મહાનિધિ, ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજાઓ, ચંદ્ર જેવી નિર્મળ સૌભાગ્યશાળી સ્ત્રીઓ અર્થાત્ રાજવંશમાં ઉત્પન્ન થયેલી ૩૨ હજાર સ્ત્રીઓની સાથે રહેનારી ૩૨ હજાર સ્ત્રીઓ, રાજવંશમાં ઉત્પન્ન થયેલી ૩૨ હજાર સ્ત્રીઓ, (આમ કુલ ૬૪ હજાર સ્ત્રીઓ.) ૩૨ હજાર બદ્ધ નાટકો, ૩૬૩ રસોઈઆ, મનુષ્યોની ૧૮ મુખ્યજાતિ અને ૧૮ અવાંતરજાતિ, ૮૪ હજાર અશ્વ, ૮૪ હજાર હાથી, ૮૪ હજાર રથ, ૯૬ ક્રોડ નોકરો, (૯૬ ક્રોડ પાયદળ) ૭૨ હજાર શ્રેષ્ઠ નગરો, ૩૨ હજાર દેશ, ૯૬ ક્રોડ ગ્રામ, ૯૯ હજાર દ્રોણક (=જલમાર્ગ અને સ્થલમાર્ગથી જઈ શકાય તેવા શહેરો), ૪૮ હજાર પત્તન ( કિલ્લાવાળા શહેરો), ૨૪ હજાર કર્બટ (=કુનગરો), ૨૪ હજાર મડંબ (=જેની ચારે બાજુ એક એક યોજન સુધી ગામ ન હોય તેવા ગામો), ૨૦ હજાર ખાણો, ૧૬ હજાર ખેટક ( નદી અને પર્વતોથી વીંટળાયેલાં નગરો) ૧૪ હજાર સંબાધ (=જ્યાં બ્રાહ્મણ આદિ ચારે જાતિના માણસો હોય તેવાં નગરો) પ૬ અંતરદ્વીપ, ૪૯ કુરાજ્ય. આ બધાના માલિક હતા.
દીક્ષા-કેવલજ્ઞાન અહીં પણ ૨૫ હજાર વર્ષ સુધી મહાચક્રવર્તીના ભોગો ભોગવીને સ્વયમેવ યથોચિત સમય ( દીક્ષાનો સમય) જાણ્યો, અને આચાર હોવાથી લોકાંતિક દેવોએ પણ દીક્ષાનો સમય જણાવ્યો. સાંવત્સરિક મહાદાન આપીને બત્રીસ દેવેંદ્રોએ કરેલી મહાવિભૂતિપૂર્વક વસ્ત્રના છેડે લાગેલા ઘાસની જેમ રાજ્યલક્ષ્મીને છોડીને, જેઠ વદ ચૌદશે વિધિપૂર્વક દીક્ષાનો સ્વીકાર કર્યો. ત્યારબાદ એક વર્ષ સુધી છદ્મસ્થપર્યાય પાળીને, સંયમના આચાર પ્રમાણે વિચરતા એવા તેમને સહસ્ત્રાપ્રવનમાં છઠ્ઠભક્ત વડે પોષ માસની સુદ નામની તિથિએ ચાર ઘાતકર્મોનો ક્ષય થતાં શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયાં. તે કેવલજ્ઞાન અને કેવલદર્શન અનંત (=અનંત વસ્તુના વિષયવાળા અથવા અવિનાશી),
૧. નવનિધિનાં નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ હતાં. નૈસર્પ- આ નિધિથી છાવણી, શહેર, ગામ, ખાણ વગેરે સ્થાનોનું નિર્માણ થાય છે.
આ નિધિથી માન, ઉન્માન અને પ્રમાણ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજી ઉત્પત્તિ થાય છે પિંગલ- આ નિધિથી મનુષ્યો અને પશુઓનાં સર્વ જાતિના આભૂષણોનો વિધિ જાણી શકાય છે. સર્વરન- આ નિધિથી ચક્રરત્ન વગેરે સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો ઉત્પન્ન થાય છે. મહાપા- આ નિધિથી સર્વપ્રકારના શુદ્ધ અને રંગીન વસ્ત્રો નિષ્પન્ન થાય છે. એમાં કહેલી વિધિથી વસ્ત્રો
તૈયાર કરી શકાય છે. કાલ– વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણકાળનું જ્ઞાન, કૃષિ વગેરે કર્મ અને શિલ્પ આદિનું જ્ઞાન થાય છે. મહાકાલ– સુવર્ણ આદિની ખાણો ઉત્પન્ન થાય છે. માણવ- યોદ્ધા, હથિયાર, કવચ, યુદ્ધનીતિ અને દંડનીતિ પ્રગટ થાય. શંખક- કાવ્યો, નાટકવિધિ, વાંજિત્રો પ્રગટ થાય છે. આ દરેક નિધિ એક એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય
છે. દરેક નિધિ આયોજન ઊંચો, નવયોજન વિસ્તારવાળો અને દશ યોજન લાબો હોય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮- અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
અનુત્તર (=જેનાથી ચિઢયાતું બીજું કોઇ જ્ઞાન અને દર્શન નથી તેવા), નિર્વ્યાઘાત (=કોઇ પણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્ખલના ન પામે તેવા), નિરાવરણ (=સમસ્ત આવરણોથી રહિત), કૃત્સ્ન (=સઘળા પર્યાયોથી સહિત સર્વ વસ્તુને જણાવનારાં), પ્રતિપૂર્ણ (=સઘળા અવયવોથી પૂર્ણ) હતા. ત્યારબાદ સિંહાસન કંપિત થવાથી બત્રીસેય ઇંદ્રો ત્યાં આવ્યા. શ્રેષ્ઠ રત્ન, સુવર્ણ અને રૂપાથી બનાવેલા ત્રણ ગઢથી યુક્ત, સર્વ રત્નમય ચાર દ્વારોથી શોભિત, આશ્ચર્ય કરાવે તેવી અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, પુષ્કરિણી વગેરે ઘણી વસ્તુઓના સમૂહથી રમણીય, ધર્મધ્વજ અને સફેદ ધજા-પતાકાઓથી યુક્ત શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. તેની મધ્યમાં વિવિધ પ્રકારના મણિરત્નોથી કાબરચિત્રાવર્ણવાળા મહા સિંહાસન ઉપ૨ ત્રિલોકબંધુ શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન થયા. તેમની આગળ દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. દેવસુંદરીઓએ હર્ષ પૂર્ણ બનીને એવી રીતે નૃત્ય કર્યું કે જેથી એ નૃત્યમાં તેમના હારની શ્રેણીઓ તૂટી જતી હતી. દેવોએ આકાશમાં મહાદુંદુભિઓ વગાડી. સંપૂર્ણ ત્રિભુવનને, પ્રમુદિત કરનારા ભગવાને પણ ત્યાં રહેલી દેવ-મનુષ્યોથી સહિત સુરસભામાં સર્વ જીવસમૂહને સંવેગ ઉત્પન્ન કરનારી ‘હે દેવાનુપ્રિયો! જીવો આ પ્રમાણે બંધાય છે અને આ પ્રમાણે મુક્ત થાય છે.” ઇત્યાદિ મહાધર્મકથા કરી.
શાંતિનાથ પ્રભુનો પરિવાર
આ તરફ તે દૃઢરથનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી અવીને મહાકુળમાં ઉત્પન્ન થયો. યૌવનને પામ્યો તે વખતે ભગવાનની પાસે આવ્યો. ભગવાનની તેવા પ્રકારની ઋદ્ધિના સમૂહને જોવાથી અને અનેક ભવમાં પુષ્ટ કરેલા સ્નેહરાગથી પરમહર્ષને પામ્યો. સર્વ અંગોમાં પુલકિત બન્યો. ભગવાને વિશેષથી કહેલા ધર્મને સાંભળીને વિધિથી દીક્ષાનો સ્વીકાર કર્યો. ચૌદપૂર્વધર ગણધર બન્યો. ત્યારબાદ આ પ્રમાણે પ્રાપ્ત થયેલા બધાય પાંત્રીસ ગણધરોને ક્રમથી ભગવાને દીક્ષા આપી. (કુલ ૩૬ ગણધરો.) બાંસઠ હજાર સાધુઓને સ્થાપિત કર્યા—બાસઠ હજાર લોકોને સાધુ બનાવ્યા. એકસઠ હજાર ને છસો સુસાધ્વીઓને પ્રતિબોધ પમાડી, બે લાખ નેવું હજાર શ્રાવકોને ધર્મમાં સ્થાપિત કર્યાં. ત્રણલાખ ત્રાણુંહજાર શ્રાવિકાઓને ધર્મમાં સ્થાપિત કરી. આઠસો ચૌદપૂર્વીઓ હતા. છ હજાર વૈક્રિય લબ્ધિવાળા હતા. બે હજાર ને ચારસો વાદીઓ હતા. ત્રણ હજાર અવધિજ્ઞાની હતા. (ચાર હજાર મન:પર્યવજ્ઞાની હતા) ચાર હજાર કેવલજ્ઞાની હતા. આ બધાથી જેમના ચરણકમલ સેવાઇ રહ્યા છે એવા શાંતિનાથ ભગવાને અનેક ગામ-ખાણ-નગરોથી સુશોભિત પૃથ્વી ઉપર વિહાર કરીને ભવ્યજીવોરૂપ કમલવનને પ્રતિબોધ પમાડ્યો. પ્રભુનો એક વર્ષ ન્યૂન ૨૫ હજાર વર્ષ કેવલિપર્યાય હતો. ૨૫ હજાર વર્ષ શ્રમણ પર્યાય હતો. અને ૧ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્ય હતું. અંતે સમ્મેતશિખર ઉપર ચઢીને એક માસનું પાદપોપગમન અનશન સ્વીકારીને, શૈલેશીકરણમાં પ્રવેશ કરીને,
Page #74
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર] .
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[હિંસાથી થથા દોષો-૫૯ ભવોપગ્રાહી ચાર કર્મોને ખપાવીને, સર્વ પ્રકારે શરીરસંબંધનો ત્યાગ કરીને, જેઠ વદ તેરસના દિવસે નવસો શ્રમણોની સાથે સિદ્ધ (=કૃતકૃત્ય) થયા. બુદ્ધ (=તત્ત્વજ્ઞાતા) થયા. મુક્ત (=ભવોપગ્રાહી કર્મોથી મૂકાયેલા) થયા. પરિનિવૃત (=સર્વ સંતાપોથી રહિત) થયા અને શારીરિક-માનસિક સર્વ દુઃખોથી રહિત બન્યા. આ પ્રમાણે જગતમાં કેટલાક એવા જીવો થાય છે કે જેમનું જીવન અને મરણ વિશ્વને પ્રશંસનીય અને નમસ્કાર યોગ્ય હોય છે.
આ પ્રમાણે શાંતિનાથ ભગવાનનું ચિરત્ર પૂર્ણ થયું.
આ પ્રમાણે ભગવાન શાંતિનાથે વજાયુધના ભવમાં પારેવાને અભયદાન આપ્યું. તે પ્રમાણે બીજા પણ મુમુક્ષુએ સર્વજીવોને અભયદાન આપવું જોઇએ. એવો પ્રસ્તુત વિષય છે. બાકીનું તો સંવેગ કરનારું હોવાથી પ્રસંગથી લખ્યું છે. [૧૦]
જે જીવ સર્વજીવોને અભયદાન આપવામાં તત્પર છે તે જ ધર્મમાં રહેલો છે, બીજો નહિ, એમ બતાવતા ગ્રંથકાર કહે છે–
जह मम न पियं दुक्खं, जाणिय एमेव सयलजीवाणं ।
न हाइ न हणावेइ य, धम्मंमि ठिओ स विणणेओ ॥ ११ ॥
જેવી રીતે મને દુઃખ પ્રિય નથી એ જ પ્રમાણે બધાય જીવોને દુ:ખ પ્રિય નથી એમ જાણીને જે જીવોને સ્વયં હણતો નથી, બીજા દ્વારા હણાવતો નથી, અને હણનારા બીજાઓની અનુમોદના કરતો નથી, તે જ જીવને ધર્મમાં રહેલો જાણવો, બીજાને નહિ.
વિશેષાર્થ— માત્ર કાંટો વીંધાવાથી થયેલું પણ દુ:ખ પોતાને માટે નહિ ઇચ્છતો હું બીજાઓના શરીરમાં `તોમર અને ભાલો વગેરે ઘોંચીને ઘાત વગેરેમાં કેવી રીતે પ્રવતું? અર્થાત્ કોઇપણ રીતે ન પ્રવતું. [૧૧]
આ પ્રમાણે અભયદાનમાં તત્પર જીવોના (અભયદાનથી થનારા) ગુણો પૂર્વે વિસ્તારથી જણાવ્યા છે. હવે તો હિંસા કરનારા જીવોના (=હિંસાથી થનારા) દોષોને બતાવવા માટે ગ્રંથકાર કહે છે—
जे उण छज्जीववहं, कुणंति अस्संजया निरणुकंपा । તે દુઃનવસ્વામિયા, મતિ સંસાર તારે ॥ ૨॥
પણ અસંયત અને અનુકંપાથી રહિત જે જીવો છજીવનિકાયનો ઘાત કરે છે, લાખો દુ:ખોથી હણાયેલા તે જીવો સંસારરૂપ જંગલમાં ભમે છે. [૧૨]
૧. તોમર ભાલા જેવું એક પ્રકારનું શસ્ત્ર છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦- અભયદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૃગાપુત્રનું દૃષ્ટાંત આ વિષયમાં દૃષ્ટાંત બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છેवहबंधमारणरया, जियाणं दुक्खं बहुं उईरंता । हुंति मियावइतणउव्व, भायण सयलदुक्खाणं ॥ १३॥
વધ, બંધ અને મારણમાં તત્પર તથા અભ્યાખ્યાન અને પશૂન્ય આદિથી ઘણા જીવોના માનસિક સર્વદુઃખની ઉદીરણા કરનારા જીવો મૃગાપુત્રની જેમ નારક અને તિર્યંચ આદિ ભવોમાં થનારાં શારીરિક-માનસિક સર્વ દુઃખોના પાત્ર બને છે.
વિશેષાર્થ– વધ એટલે જીવોને તાડન આદિથી પીડા કરવી. બંધ એટલે દોરડા આદિથી જીવોને બાંધવા. મારણ એટલે તેમના પ્રાણોનો વિયોગ કરવો.
મૃગાપુત્રનું દૃષ્ટાંત તે કાળે અને તે સમયે આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં મૃગગ્રામ નામનું નગર હતું. તે નગરની બહાર ઉત્તર અને પૂર્વની વચ્ચેના દિશાના ભાગમાં (=ઈશાન ખૂણામાં) નંદનપાદપ નામનું ઉદ્યાન હતું. ત્યાં સુધર્મ નામના યક્ષનું મંદિર હતું. તે મૃગગ્રામ નગરમાં વિજય નામનો ક્ષત્રિય રાજા રહે છે. તેની મૃગા નામની રાણી હતી. તેમનો મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે જન્મથી આંધળો, મુંગો, બહેરો, પાંગળો અને કઢંગા શરીરવાળો હતો. તેને હાથ, પગ, કાન, આંખ અને નાક આ અંગો ન હતાં. તે મૃગાપુત્ર કેવળ પગ વગેરે અંગોપાંગોની આકૃતિમાત્ર હતો. તેથી તે મૃગાદેવી તે મૃગાપુત્ર બાળકને એકાંતમાં ભોંયરામાં એકાંતમાં આહાર-પાણી આપવા વડે એનો નિર્વાહ કરતી જીવન પસાર કરે છે. તે મૃગગ્રામ નગરમાં એક જન્મથી અંધ પુરુષ રહે છે. તેના મસ્તકના વાળ અત્યંત છૂટા છે. તેની ચારે તરફ ફરતી) માખીઓના સમૂહથી માર્ગ વ્યાપ્ત થઈ ગયો છે. આગળ ખેંચાતા લાકડીના ટેકે ઘરે ઘરે દયાવૃત્તિથી (ભીખ માંગીને) આજીવિકાને કરતો ફરે છે. (મુદ્રિતપ્રતમાં સમછિયા ના સ્થાને છિયા જોઇએ.).
તે વખતે શ્રમણભગવાન મહાવીર મૃગગ્રામમાં સમવસર્યા. પર્ષદા નિકળી (=ભગવંતને વંદન કરવા માટે લોકો મૃગગ્રામ નગરમાંથી નીકળ્યા.) ભગવાનને વંદન કરવા માટે વિજયરાજા મહાવિભૂતિથી ત્યાં આવ્યો. તે જન્માંધ પુરુષ પણ આ અર્થને (=ભગવાન
१. 'फुटुं' ति स्फुटितकेशसंचयत्वेन विकीर्णकेशं 'हडाहंड' ति अत्यर्थं शीर्ष-शीरो यस्य स तथा । ૨. નાવ= શબ્દનો અર્થ આ પ્રમાણે છે. પપાતિકસૂત્રમાં સમા પર્વ મહાવીરે શબ્દોથી પ્રારંભી તત્થ સમોરિણ
શબ્દો સુધી ભગવાન મહાવીર સંબંધી જેવું વર્ણન છે તેવું વર્ણન અહીં સમજી લેવું.
Page #76
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૃગાપુત્રનું દૃષ્ટાંત-૬૧ મહાવીર પધાર્યા છે એ વાતને) સાંભળીને ત્યાં આવ્યો. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરે છે. નમન કરે છે, યાવત્ પર્યુપાસના કરે છે. ત્યારબાદ ભગવાને ધર્મ કહ્યો. પર્ષદા રાજાની સાથે નગરમાં પાછી ગઇ. તે વખતે ભગવાન ગૌતમ તે જન્માંધ પુરુષને જુએ છે. તેને જોઇને તત્ત્વને જાણવાની ઇચ્છાવાળા શ્રી ગૌતમસ્વામી આ પ્રમાણે બોલ્યા- હે ભગવંત! કોઇ પુરુષ જન્મથી અંધ, મૂંગો, બહેરો, પાંગળો અને કઢંગા શરીરવાળો હોય? ગૌતમ! એવો પુરુષ હોય. આ જ મૃગગ્રામ નગરમાં વિજયરાજાની મૃગારાણીનો પુત્ર જન્મથી અંધ, મુંગો, બહેરો, પાંગળો અને કઢંગા શરીરવાળો છે. તે પુત્રને હાથ, પગ, કાન, આંખો અને નાક નથી. તે અંગોપાંગોની આકૃતિમાત્ર છે. તેથી કુતૂહલવૃત્તિવાળા થયેલા શ્રીગૌતમસ્વામીએ પણ શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીને આ પ્રમાણે કહ્યું: હે ભગવંત! આપનાથી અનુજ્ઞા અપાયેલો હું મૃગાપુત્ર બાળક જોવાને ઇચ્છું છું. ભગવાને કહ્યું: હે દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરો. ત્યારબાદ હર્ષ-તોષ પામેલા શ્રીગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી નીકળે છે, નીકળીને એક ધૂંસરા જેટલી ભૂમિમાં નીચે દૃષ્ટિ રાખવા વડે આગળના ભાગમાં ઇર્યાસમિતિને શોધતાં શોધતાં જ્યાં મૃગારાણીનું ઘર છે, ત્યાં જ આવે છે. તે વખતે મૃગારાણી ગૌતમભગવાનને આવતા જુએ છે. જોઇને હર્ષ-તોષને પામેલી તે આ પ્રમાણે બોલી: હે દેવાનુપ્રિય! આપના આગમનનું કારણ શું છે તે કહો. તેથી ગૌતમભગવાને આ પ્રમાણે કહ્યું કે– હે દેવાનુપ્રિયા! તારા પુત્રને જોવા માટે હું જલદી આવ્યો છું. તેથી મૃગાદેવી મૃગાપુત્ર બાળકની પછી જન્મેલા ચાર પુત્રોને સર્વ અલંકારોથી અલંકૃત કરે છે. પછી તેમને ગૌતમભગવાનના ચરણમાં નમાવે છે. પછી આ પ્રમાણે બોલીઃ હે ભગવંત! મારા આ પુત્રને જુઓ. તેથી ગૌતમભગવાને કહ્યું: હે દેવાનુપ્રિયા! હું તારા આ પુત્રોને જોવા માટે જલદી આવ્યો નથી. તારો મોટો મૃગાપુત્ર નામનો પુત્ર કે જે જન્મથી અંધ છે, અને (ગુપ્ત ભોંયરામાં ગુપ્ત આહાર-પાણી વડે) તું જેની સેવા કરતી રહે છે, તેને જોવા માટે હું જલદી આવ્યો છું. તેથી તે મૃગાદેવીએ આ પ્રમાણે કહ્યુંઃ હે ગૌતમસ્વામી! તેવો જ્ઞાની કે તપસ્વી કોણ છે કે જેણે મારા એકાંતમાં કરાયેલા આ કાર્યને તમને જલદી કહ્યું, જેથી તમે આ કાર્યને જાણો છો. તેથી ગૌતમભગવાને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયા!
૧. સોના અને નિલમ્મ એ બન્નેનો અર્થ ‘સાંભળીને” એવો અર્થ થાય છે, અર્થાત્ સાંભળી સાંભળીને. ૨. નાવ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. તિવ્રુત્તો શબ્દથી આરંભી પન્નુવાસફ શબ્દ સુધી ઔપપાતિક સૂત્રમાં જેવું વર્ણન છે તેવું વર્ણ અહીં સમજવું.
૩. નવ શબ્દનો અર્થ આ પ્રમાણે છે- નાયસ} શબ્દથી આરંભી વં વયાસી સુધી ભગવતી સૂત્રમાં (પહેલા શતકમાં) જેવું વર્ણન છે તેવું વર્ણન અહીં સમજવું.
૪. અહીં નાવ શબ્દનો અર્થ આ પ્રમાણે છે- હતુઃ શબ્દથી આરંભી વયાસી શબ્દ સુધી કલ્પસૂત્રમાં ત્રિશલાદેવીનું જેવું વર્ણન છે તેવું વર્ણન અહીં સમજવું.
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૨- અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૃગાપુત્રનું દૃષ્ટાંત મારા ધર્મોપદેશક ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેથી તેમણે મને આ કાર્ય જલદી કહ્યું. જેટલામાં મૃગાદેવી ગૌતમભગવાનની સાથે આ વિષયની વાત કરી રહી છે તેટલામાં મૃગાપુત્ર બાળકને આહાર આપવાનો સમય થયો. તેથી મૃગાદેવીએ ગૌતમભગવાનને આ પ્રમાણે કહ્યું: હે ભગવન્! આપને મૃગાપુત્ર બાળકને બતાવું ત્યાં સુધી આપ અહીં જ રહો. આમ કરીને (=કહીને) જ્યાં રસોડું છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને વસ્ત્રપરિવર્તન કરે છે. (=બીજા વસ્ત્રો પહેરે છે.) પછી કાષ્ઠની ગાડીને લે છે. પછી તેમાં અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહાર ભરે છે. પછી કાષ્ઠની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ગૌતમભગવાન છે ત્યાં જ આવે છે. પછી ગૌતમભગવાનને આ પ્રમાણે કહ્યું: હે ભગવન્! પધારો, આપ મારી સાથે મારી પાછળ ચાલો. જેથી હું આપને મૃગાપુત્ર બાળકને બતાવું. તેથી ગૌતમભગવાન મૃગાદેવીની પાછળ જાય છે. પછી તે મૃગાદેવી કાષ્ઠગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભોંયરું છે ત્યાં આવે છે. ચાર પડવાળા વસ્ત્રથી મુખને બાંધતી મૃગાદેવીએ ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું: હે ભગવન્! આપ પણ મુહપત્તિથી મુખને બાંધો. પછી મૃગાદેવી વિમુખ બનીને ભોંયરાનું દ્વાર ઉઘાડે છે. તેમાંથી દુર્ગંધ નીકળે છે. તે દુર્ગંધને સર્પમૃતક, ગોમૃતક, શ્વાનમૃતક વગેરેની જેવી દુર્ગંધ હોય તેનાથી પણ અધિક અનિષ્ટ દુર્ગંધ જણાવી છે. તેથી તે મૃગાપુત્ર બાળક ઘણા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહારની ગંધથી અભિભૂત (=જડ જેવો) મૂર્છિત અને ગૃદ્ધ થયો છતો તે અશન આદિનો છીદ્રથી આહાર કરે છે, અને તુરત તેનો નાશ કરે છે. ત્યારબાદ તે આહારને પરૂરૂપે અને લોહીરૂપે પરિણમાવે છે અને તે પરૂ અને લોહીનો પણ આહાર કરે છે. તેથી ગૌતમભગવાનને આ આવા પ્રકારનો વિચાર આવ્યો કે અહો! આ બાળક, પુરાણા, (પુરાપુરાળાનં=) પૂર્વે મજબૂત થયેલા= નિકાચિત થયેલા, (ટુાિળંક) પ્રાણાતિપાત આદિ અશુભ આચરણથી કરેલા, (વુડિવતાનં=) પ્રાયશ્ચિત્તનો સ્વીકાર આદિથી પ્રતિક્રમણ નહિ કરાયેલા અશુભ પાપ કર્મોના અશુભ ફલને અને અસાધારણ (=અતિ દુ:ખદાયી) સ્થિતિને અનુભવતો જીવન પસાર કરે છે, મેં નરકોને કે નરકના જીવોને (પ્રત્યક્ષ) જોયા નથી. પ્રત્યક્ષ દેખાતો આ પુરુષ નરક સમાન વેદનાને અનુભવે છે. આમ કરીને (=આમ વિચારીને) ગૌતમભગવાન મૃગાદેવીને કહીને તેના ઘરમાંથી નીકળે છે. પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. પછી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન- નમન કરીને પૂર્વોક્ત સઘળો વૃત્તાંત કહે છે. પછી આ પ્રમાણે બોલ્યાઃ હે ભગવાન! તે મૃગાપુત્ર પૂર્વભવમાં કોણ હતો? તેનું શું નામ હતું? તેનું ગોત્ર કયું હતું? કયા કર્મોના અશુભ ફલને
१. से जहानामए त्ति तद्यथानामेति वाक्यालङ्कारे ।
२. अब्भथिए इत्यत्र चिंतिए कप्पिए पत्थिए मणोगए संकप्पे इति दृश्यम् एतानि सर्वाण्येकार्थानि । ૩. દુ:શોડ ભાવાર્થ:
Page #78
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [મૃગાપુત્રનું દૃષ્ટાંત-૬૩ અને અસાધારણ સ્થિતિને અનુભવતો જીવન પસાર કરે છે? ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું –
- મૃગાપુત્રનો પૂર્વભવ હે ગૌતમ! આ જ જંબૂઢીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં શતદ્વાર નામનું નગર હતું. ત્યાં ધનપતિ નામનો રાજા હતો. શતદ્વાર નગરની બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ એવા દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચેના દિશાભાગમાં (=અગ્નિ ખૂણામાં) વિજયવર્ધન નામનું ‘નગર હતું. તેના વિસ્તારમાં પાંચસો ગામ હતા, અર્થાત્ પાંચસો ગામ સુધી વિજયવર્ધન નગરની હદ હતી. તે નગરમાં “ઇક્કાઈ' નામનો રાષ્ટ્રકૂટ (=રાઠોડ, રાજનિયુક્ત પ્રતિનિધિ છે કે સામતરાજા) હતો. તે અધાર્મિક હતો, અધર્મને જ જાણતો હતો, અર્થાત્ ધર્મને જરાય જાણતો ન હતો. લોકમાં આ અધાર્મિક છે એવી પ્રસિદ્ધિવાળો હતો. ઘણા જીવોનો વધ, બંધ અને તાડન કરવામાં તત્પર હતો, યાવતું સાધુદર્શન આદિથી આનંદ પામતો ન હતો. અધર્મથી જ પોતાની આજીવિકાને કરતો જીવન પસાર કરે છે. તથા તે રાષ્ટ્રકૂટ, વિજયવર્ધન નગરના પાંચસો ગામોના આધિપત્યને, અગ્રેસરપણાને, નાયકપણાને, પોષકપણાને અને મહત્ત્વને ધારણ કરતો, નિયુક્ત માણસો દ્વારા પોતાના સૈન્ય પ્રત્યે અદ્ભુત આજ્ઞા કરાવતો તથા પોતે પણ આજ્ઞા કરતો છતો જીવન પસાર કરે છે. વળી વિજયવર્ધન નગરના ઘણા મહાન રાજાઓ, કોટવાળો, મડંબના અધિપતિઓ, ગ્રામપ્રધાનો અને સાર્થવાહોના તથા ઘણા ગામમાં રહેનારા પુરુષોના ઘણાં કાર્યોમાં અને વ્યવહારોમાં સાંભળ્યું હોવા છતાં નથી સાંભળ્યું, જોયું હોવા છતાં નથી જોયું, ગ્રહણ કર્યું હોવા છતાં નથી ગ્રહણ કર્યું, જાણ્યું હોવા છતાં નથી જાણ્યું, એમ બોલતો હતો. ત્યારે તે રાષ્ટ્રકૂટ અતિશય ઘણાં પાપકર્મોને ઉપાર્જન કરતો જીવન પસાર કરે છે. ત્યારબાદ કોઇવાર તેના શરીરમાં એકી સાથે સોળ રોગની પીડાઓ ઉત્પન્ન થઈ. તે આ પ્રમાણે – શ્વાસ, ખાંસી, તાવ, દાહ, પેટશૂળ, ભગંદર, મશા, અજીર્ણ ચક્ષુરોગ, મુખશૂલ, અરુચિ, ચક્ષુવેદના, કર્ણવેદના, ખણજ, ઉદરરોગ, અને કોઢરોગ. ઘણા વૈદ્યો અને રોગના નિષ્ણાતો દ્વારા કોઢ (વગેરે) રોગોને દૂર કરવાના બસ્તિકર્મ વગેરે ઉપાયોથી ચિકિત્સા કરાવે છે. પણ એક પણ રોગની પીડાથી મુક્ત ન થયો. પછી રોગની પીડાઓથી હેરાન થયેલો તે રાજ્ય, દેશ અને અંતઃપુરમાં મૂછિત બન્યો. તેને જ ઇચ્છતો તે
૧. જેનો કિલ્લો ધૂળથી બનાવેલો હોય તેવા નગરને “ખેડ' કહેવામાં આવે છે. ૨. નાવ શબ્દથી આ પ્રમાણે પાઠ સમજવો- મધમ્માનુણ ૩ મધપૂવકાર્ડ, મધપત્તોડું, અધમપતંગળ,
अधम्मसमुदाचारे अधम्मेणं चेव वित्तिं कप्पेमाणे, दुस्सीले दुव्वए दुप्पडियाणंदे । 3. आहेवच्चं, पारेवच्चं, सामित्तं, भट्टित्तं, महत्तरगत्तं, आणाईसरसेणावच्चं कारेमाणे । ૪. અહીં નાવ શબ્દથી પાઠ આ પ્રમાણે સમજવો- ને વાર; ોનું નિછાણું વવહારે ચા
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૪- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૃગાપુત્રનું દૃષ્ઠત મનથી દુઃખી થયો, દેહથી દુઃખી થયો અને ઇંદ્રિયોની પરાધીનતાથી પીડા પામ્યો. આવી સ્થિતિમાં અઢીસો વર્ષનું દીર્ઘ આયુષ્ય પાળીને તે મૃત્યુ પામ્યો. રત્નપ્રભા પૃથ્વીના ઉત્કૃષ્ટ કાલ સ્થિતિવાળા નરકોમાં નારકપણે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને મૃગાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ગર્ભમાં આવ્યો ત્યારથી મૃગાદેવીના શરીરમાં તીવ્રવેદના ઉત્પન્ન થઈ. તથા તે દેવી રાજાને અપ્રિય બની. રાજા તેનું નામ પણ લેવાનું ઇચ્છતો નથી. તેથી મૃગાદેવી તે ગર્ભને ગર્ભપાતના ઘણા ઉપાયોથી ગર્ભપાત કરાવે છે, પણ ગર્ભપાત કરાવવામાં સમર્થ ન થઈ. એથી અનિચ્છાએ અતિશય દુ:ખપૂર્વક ગર્ભને ધારણ કરે છે. તે બાળકની આઠ નાડીઓ ગર્ભની અંદર રુધિર આદિને ઝરાવે છે. આઠ નાડીઓ પરૂને ઝરાવે છે. આઠ નાડીઓ લોહીને ઝરાવે છે. બે નાડીઓ કાનના આંતરામાં, બે નાડીઓ આંખોના આંતરામાં વારંવાર પરૂ અને લોહીને ઝરાવતી રહે છે. ગર્ભમાં રહેલા તે બાળકને ભસ્મક નામનો રોગ ઉત્પન્ન થયો. તે બાળક જે આહાર કરે છે તે જલદી નાશ પામે છે, અને લોહીરૂપે પરિણમે છે. ત્યારબાદ મૃગાદેવી તે કઢંગા શરીરવાળા અને આંધળા બાળકને જન્મ આપીને ભય પામી. પછી ધાવમાતાને બોલાવીને કહ્યું: આ બાળકને એકાંતમાં ઉકરડામાં છોડી દે. ધાવમાતાએ આ વિષે રાજાને પૂછ્યું. તેથી રાજાએ મૃગાદેવીની પાસે આવીને આ પ્રમાણે કહ્યું: હે દેવાનુપ્રિયા! આ તારો પહેલો ગર્ભ છે. તેથી જો તું આનો ત્યાગ કરીશ તો તારી પ્રજા (=બાળકો) સ્થિર નહિ રહે. તું એકાંત ભોંયરામાં છૂપી રીતે ભક્ત-પાનથી પાલન કર. જેથી તારી પ્રજા સ્થિર થાય. તેથી તે મૃગાદેવી તે જ પ્રમાણે કરતી રહે છે.
મૃગાપુત્રના આગામી ભવો શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવન્! તે બાળક મૃત્યુ પામીને ક્યાં જશે? ભગવાને કહ્યું: હે ગૌતમ! (૧) અહીં છવ્વીસ વર્ષ જેટલા કાલને પૂર્ણ કરીને વૈતાઢ્ય પર્વતની પાસે સિંહ થશે. (૨) ત્યાં ક્રૂર અને જીવઘાતમાં તત્પર તે ઘણાં પાપકર્મો ઉપાર્જને ઉત્કૃષ્ટકાલ સ્થિતિવાળી રત્નપ્રભા પૃથ્વીમાં નારક થશે. (૩) ત્યારબાદ સાપ તરીકે ઉત્પન્ન થઇને શર્કરાખભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૪) પછી પક્ષીરૂપે ઉત્પન્ન થઈને વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૫) ત્યારબાદ સિંહરૂપે ઉત્પન્ન થઈને પંકપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૬) ત્યારબાદ સર્પ થઈને ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૭) ત્યારબાદ સ્ત્રી થઈને તમ:પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૮) ત્યારબાદ પણ મનુષ્ય થઈને નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (૯) ત્યારબાદ નરકમાંથી નીકળીને મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર અને સુસુમાર આદિ જલચર જીવોમાં સાડાબાર લાખ કુલકોટિમાં એક એક યોનિ પ્રકારમાં અનેક લાખ વાર મરી મરીને १. "अट्टदुहट्टवसट्टे"त्ति आर्तो मनसा दुःखितः, दुःखार्तो देहेन, वशार्तस्तु इन्द्रियवशेन पीडितः, ततः कर्मधारयः । २. कुलकोटी-एकेन्द्रियादीनां जातिविशेषः, यथा द्वीन्द्रियाणां गोमये उत्पद्यमानानां कृम्याद्यनेकाकाराणि कुलानि । (પ્રવચન સારોદ્ધાર વગેરેમાં કુલકોટિનું વર્ણન છે.)
Page #80
--------------------------------------------------------------------------
________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જીવદયાપાલનનો ઉપદેશ-૬૫ ત્યાં જ ફરી ફરી ઉત્પન્ન થશે. (૧૦) ત્યાંથી નીકળીને ચતુષ્પદોમાં, ઉર-પરિસર્પોમાં, ભુજપરિસર્પોમાં, ખેચરોમાં, ચરિંદ્રિયોમાં, `તૈઇન્દ્રિયોમાં, બેઇન્દ્રિયોમાં, કડવાં વૃક્ષોમાં, વાયુકાયોમાં, તેઉકાયોમાં, અકાયોમાં અને પૃથ્વીકાયોમાં લાખોવાર ઉત્પન્ન થશે. (૧૧) વળી-આ પ્રમાણે સંસારસાગરમાં ભમીને સુપ્રતિષ્ઠિત નગરમાં તેજસ્વી અને બીજા બળદોથી કષ્ટથી જોઇ શકાય તેવો બળદ થશે. ગંગા નદીના કિનારે શીંગડાઓથી માટીને વિખેરતા એવા તેનો પણ કિનારો ચુરો કરી નાંખશે. અર્થાત્ કિનારો પડવાથી ડટાયેલો તે મરશે. (૧૨) મરીને તે જ નગ૨માં શ્રેષ્ઠિપુત્ર થશે. સર્વજ્ઞભાષિત ધર્મને સાંભળીને સ્થવિરોની પાસે શ્રેષ્ઠચારિત્રનું પાલન કરનાર સાધુ થશે. (૧૩) દીક્ષાને સારી રીતે આરાધીને સૌધર્મ દેવલોકમાં દેવ થશે. (૧૪) ત્યાંથી પણ અવીને મહાવિદેહક્ષેત્રમાં સુકુલમાં મનુષ્યભવ પામીને દીક્ષાનો સ્વીકાર કરશે. કર્મોનો નાશ કરીને કેવળી થઇને ત્યાં મોક્ષને પામશે.
આ પ્રમાણે સાંભળીને શ્રીગૌતમસ્વામી વગેરે જીવો પરમસંવેગને પામ્યા. જુઓ! પરસંતાપ કેટલા બધા દુઃખને ઉત્પન્ન કરે છે. જીવો આ પ્રમાણે જીવોનો વધ વગેરે કરીને મૃગાપુત્રની જેમ સર્વદુઃખોનું પાત્ર બને છે. આ પ્રમાણે ગાથાનો અર્થ છે. [૧૩]
ઉપસંહાર કરવા દ્વારા પ્રસ્તુત દ્વારના ઉપદેશના તાત્પર્યને કહે છેनाऊण दुहमणंतं, जिणोवएसाउ जीववहयाणं ।
होज्ज अहिंसानिरओ, जड़ निव्वेओ भवदुहेसु ॥ १४॥
હમણાં કહ્યું તેમ જીવવધ કરનારાઓને અનંત દુઃખ થાય છે એમ જિનોપદેશથી જાણીને હે જીવ! જો તને ભવદુઃખો ઉપર નિર્વેદ (=કંટાળો) થયો હોય તો અહિંસામાં તત્પર થા. વિશેષાર્થ– જન્મ-મરણોથી જેમના શરીરો હણાઇ ગયા છે એવા જીવોએ પૂર્વે નિરંતર અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું છે, એ પરિભ્રમણનું જીવહિંસા સિવાય બીજું કોઇ કારણ જિનેશ્વરો કહેતા નથી. જીવહિંસા પ્રગટ નરકનો માર્ગ છે. (૧)
આ પ્રમાણે સર્વ જિનેશ્વરો વડે કહેવાયેલું આ સાંભળીને અને સ્વભાવથી જ મુશ્કેલીથી મેળવી શકાય તેવી મનુષ્યભવ આદિ સામગ્રીને પામીને હે જીવો! જો તમને ભવદુઃખ પીડા કરે છે તો હંમેશા જ શિવસુખ ક૨વામાં (=આપવામાં) કુશળ એવી જીવરક્ષાને કરો. (૨) [૧૪] આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં અભયદાનદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં અભયદાન દ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. મુદ્રિતપ્રતમાં ૬૦મા પેજમાં નવમી લાઇનમાં આવેલો તેયેિસુ પાઠ અગિયારમી લાઇનમાં જોઇએ.
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૬- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અજીવ પણ હિંસાનો વિષય છે.
જ્ઞાનદાન દ્વાર હવે જ્ઞાનદાન દ્વારા કહેવાય છે. તેના હમણાં જ કહેલા અભયદાન દ્વારની સાથે સંબંધને સ્વયમેવ જોડતા સૂત્રકાર કહે છે
इच्छंतो य अहिंसं, नाणं सिक्खिज्ज सुगुरुमूलम्मि । सच्चिय कीरइ सम्मं, जं तव्विसयाइविण्णाणं ॥ १५॥
અહિંસાનું પાલન કરવા ઇચ્છતો જીવ સુગુરુની પાસે પ્રથમથી જ જ્ઞાનને શીખે=જ્ઞાનનો અભ્યાસ કરે. કારણ કે અહિંસાવિષય આદિનું વિશિષ્ટ જ્ઞાન હોય તો જ અહિંસા સારી રીતે પાળી શકાય.
વિશેષાર્થ- સુગુરુ – સંવેગ આદિ ગુણોથી યુક્ત ગુરુ ગુરુ છે. સુગુરુના સંવેગ આદિ ગુણો હવે પછી કહેવામાં આવશે.
જ્ઞાન- અહીં સામાન્યથી જ્ઞાન કહ્યું હોવા છતાં શ્રુતજ્ઞાન સમજવું. કારણ કે શ્રુતજ્ઞાન જ ગુરુને આધીન છે. બીજા જ્ઞાનો તો પોતાના આવરણના ક્ષયથી અને ક્ષયોપશમથી સ્વયમેવ થનારા છે. વળી અઢારમી ગાથામાં પ્રત્યે પુખ દિકરો ઇત્યાદિ કહેશે. એ વચનથી પણ અહીં શ્રુતજ્ઞાનનો જ અધિકાર છે. - અહિંસાનો વિષય-જીવના પર્યાયનો નાશ કરવો (=પ્રાણનો નાશ કરવો), દુ:ખ ઉત્પન્ન કરવું ( દુઃખ ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી) અને સંકુલેશ થવો એ હિંસા છે.” આવા વચનથી જીવ અને અજીવ એ બે હિંસાના વિષયો છે.
પ્રશ્ન- અજીવ હિંસાનો વિષય કેવી રીતે હોઇ શકે?
ઉત્તર- સ્થાણુ આદિના કારણે સ્કૂલના થતાં સ્થાણ આદિ વિષે પણ (ક્રોધ વગેરે) સંકુલેશ થાય. આથી અજીવ પણ સંકુલેશનો વિષય બને. આમ અજીવ પણ હિંસાનો વિષય છે.
હિંસાના વિષય જીવ-અજીવ હોવાથી નિવૃત્તિરૂપ હિંસાના પણ તે જ બે વિષય થાય છે. અહિંસાના ભેદ પણ ત્રણ થાય છે. તે આ પ્રમાણે–(૧) વિવક્ષિત મનુષ્ય આદિ પર્યાયનો નાશ ન કરવો (મનુષ્ય આદિના પ્રાણનો નાશ ન કરવો.) (૨) મનુષ્ય વગેરે કોઇપણ જીવને દુઃખ ઉત્પન્ન ન કરવું. (૩) કોઇ પદાર્થ સંબંધી સંક્લેશ ન કરવો. એ પ્રમાણે અહિંસાનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. આ વિષય, ભેદ અને ફલે વગેરે જ્ઞાનથી જ જાણી શકાય છે, જ્ઞાનના અભાવમાં નહિ. આથી અહિંસાના અર્થીએ પહેલા જ્ઞાન જ શીખવું જોઇએ. જ્ઞાનના અભાવમાં મનોરથ કરવા માત્રથી અહિંસાની સિદ્ધિ ન થાય. કહ્યું છે કે-“જેવી રીતે ૧. ત્રિશબ્દથી સ્વરૂપ વગેરે જાણવું.
Page #82
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનના પ્રકાર-૬૭ આંધળો અને એથી જ પરાધીન માણસ માર્ગમાં ડગલે-પગલે સ્કૂલના પામે છે, માર્ગમાં તેવી રીતે મુક્તિમાર્ગને પામેલો જ્ઞાનરહિત માણસ અલના પામે છે.”
પ્રશ્ન- જો આ પ્રમાણે તમોએ કહેલી યુક્તિથી અને પઢમં નાખે તો ઇત્યાદિ સૂત્રની પ્રામાણિકતાથી અહીં પહેલાં જ્ઞાનદ્વારને જ કેમ ન કહ્યું ?
| ઉત્તર- તમારો પ્રશ્ન સાચો છે. જ્ઞાન પહેલાં શીખવાનું હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ અહિંસા માટે કરવાનો હોવાથી અને મહાવ્રત-અણુવ્રતરૂપ સર્વધર્મનું મૂળ અહિંસા હોવાથી અહિંસાની જ પ્રધાનતા છે. અહીં અહિંસાની પ્રધાનતાને આશ્રયીને અભયદાન દ્વારનો પહેલા ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે વિસ્તારથી સર્યું. [૧૫]
અહીં જ્ઞાનદ્વારમાં જે કહેવાનું છે તેનો સંગ્રહ કરનારી દ્વારગાથાને કહે છેकिं नाणं १ को दाया २, को गहणविही ३ गुणा य के तस्स ४ । दारक्कमेण इमिणा, नाणस्स परूवणं वोच्छं ॥ १६॥
જ્ઞાન શું છે? જ્ઞાનનો દાતા કોણ છે? જ્ઞાનગ્રહણનો વિધિ શો છે? જ્ઞાનના ગુણો (=લાભો) કયા છે? ધારોના આ ક્રમથી જ્ઞાનની પ્રરૂપણા કહીશ.
| વિશેષાર્થ- પહેલાં જ્ઞાન શું છે? એ વિષે કહેવામાં આવશે. પછી જ્ઞાનનો યોગ્ય દાતા કોણ છે? એનું નિરૂપણ કરવામાં આવશે. પછી જ્ઞાનના જ ગ્રહણનો (=લેવાનો) વિધિ વિચારવામાં આવશે. પછી જ્ઞાનના જ કયા ગુણો (=લાભો) છે તે કહેવામાં આવશે. પ્રરૂપણા સ્વરૂપનો નિર્ણય. [૧૬] તેમાં પ્રતિજ્ઞા કરેલું પહેલું દ્વાર કહે છે–
आभिनिबोहियनाणं, सुयनाणं चेव ओहिनाणं च ।
तह मणपज्जवनाणं, केवलनाणं च पंचमयं ॥ १७॥ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને પાંચમું કેવલજ્ઞાન છે.
વિશેષાર્થ– આભિનિબોધિક– આભિનિબોષિક શબ્દમાં અભિ, નિ અને બોધ એમ ત્રણ શબ્દો છે. અભિ શબ્દ અભિમુખ અર્થમાં છે. નિ શબ્દ રૈયત્ય અર્થમાં છે. અભિમુખ અને નિયત જે બોધ તે અભિનિબોધ. અભિમુખ એટલે જેનો બોધ કરવાનો છે તે વસ્તુઓ ગ્રહણયોગ્ય નિયત દેશમાં રહેલી હોવી જોઇએ એવી અપેક્ષા રાખનાર. નિયત એટલે પાંચ ઇંદ્રિયોને આશ્રયીને પોતપોતાના વિષયને ગ્રહણ કરવાના પરિણામને પામેલો બોધ, અર્થાત્ પાંચ ઇન્દ્રિયો અને મનરૂપ નિમિત્તથી થનારી વસ્તુસંબંધી બોધવિશેષ તે અભિનિબોધ. અભિનિબોધ શબ્દને વ્યાકરણના નિયમથી સ્વાર્થમાં રૂમ્ પ્રત્યય લાગતાં આભિનિબોધિક એવો શબ્દ બન્યો. ઉ. ૬ ઉ. ૧
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[શ્રુતજ્ઞાનનું મહત્ત્વ શ્રુતજ્ઞાન- સાંભળવું તે શ્રત. શબ્દથી વ્યાપ્ત પદાર્થનો બોધવિશેષ શ્રુત છે. અર્થાત્ પાંચ ઇન્દ્રિયો અને મનરૂપ નિમિત્તથી જ થનારો શબ્દથી નિશ્ચિત બોધ જ શ્રુતજ્ઞાન છે.
- અવધિજ્ઞાન– અવધિ એટલે મર્યાદા. રૂપી દ્રવ્યોને ગ્રહણ કરવા રૂપ મર્યાદાથી થતું જ્ઞાન અવધિજ્ઞાન. અર્થાત્ ઇદ્રિયો અને મનની અપેક્ષા વિના આત્માને થતો રૂપી વસ્તુઓને ગ્રહણ કરવા રૂપ સાક્ષાત્ બોધ તે અવધિજ્ઞાન.
મન:પર્યાયજ્ઞાન- સંજ્ઞી જીવોવડે કાયયોગથી મનોવર્ગણામાંથી ગ્રહણ કરાયેલા અને મનોયોગથી મનરૂપે પરિણમાવાયેલા વસ્તુવિચારણાના પ્રવર્તક દ્રવ્યો મન કહેવાય છે. મનને જાણે તે મન:પર્યાય, અર્થાત્ અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા સંજ્ઞી જીવોએ વિચારેલા પદાર્થોને પ્રગટ કરવામાં તત્પર ઇદ્રિય-મનની અપેક્ષા વિના, આત્મામાં સાક્ષાત્ પ્રવર્તેલો બોધ એ જ મન:પર્યાયજ્ઞાન છે.
કેવલજ્ઞાન- કેવલ એટલે સંપૂર્ણ. સઘળા જોયોને ગ્રહણ કરનારું હોવાથી જે જ્ઞાન સંપૂર્ણ છે તે કેવલજ્ઞાન. આ પાંચમું જ્ઞાન રૂપી-અરૂપી સઘળી વસ્તુઓને ગ્રહણ કરનારું છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તો આવશ્યકસૂત્ર આદિથી જાણી લેવો. [૧૭]. પાંચજ્ઞાનમાં પ્રસ્તુતમાં કયા જ્ઞાનનો અધિકાર છે તે કહે છે
इत्थं पुण अहिगारो, सुयनाणेणं जओ सुएणं तु ।
सेसाणमप्पणोऽवि य, अणुओग पईवदिटुंतो ॥ १८॥ પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાનનો અધિકાર છે. કારણ કે શ્રુતજ્ઞાનથી જ મતિ આદિ ચાર જ્ઞાનોનું અને પોતાનું ( શ્રુતજ્ઞાનનું) પણ વ્યાખ્યાન કરી શકાય છે. આ વિષયમાં પ્રદીપનું દૃષ્ટાંત છે.
વિશેષાર્થ– શબ્દથી પોતાને કે બીજાને જણાવી શકાય છે. શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી શ્રુતજ્ઞાન તરીકે ઇચ્છાય છે. આથી વ્યાખ્યાન કરનારું હોવાથી શ્રુતજ્ઞાન જ સ્વ-પરને જણાવનારું છે, અન્ય જ્ઞાનો નહિ. કારણ કે અન્ય જ્ઞાનો મૂક (=મુંગા) છે. કહ્યું છે કે“શ્રુતજ્ઞાનમાં નિપુણતા છે. ત્યારબાદ કેવલજ્ઞાનમાં નિપુણતા આવે છે. અર્થાત્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતાને અને બીજાને જણાવનાર છે.” આ વિષયમાં દીપકનું દૃષ્ટાંત છે. જેવી રીતે દીપક પોતાને અને અન્ય ઘટ વગેરેને પ્રગટ કરે છે, તેવી રીતે શ્રુતજ્ઞાન પણ પોતાને અને અન્ય જ્ઞાનોને પ્રગટ કરે છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- અહિંસાનું જ્ઞાન (વિશિષ્ટજ્ઞાન) મેળવવું જોઇએ,
Page #84
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનદાતા-૬૯ એવો ઉપદેશ પ્રસ્તુત છે. અહિંસાનું સ્વરૂપ કહેવામાં શ્રુતજ્ઞાન જ સમર્થ છે, બીજા જ્ઞાનો નહિ. આથી અહીં શ્રુતજ્ઞાનનો જ અધિકાર છે, અન્ય જ્ઞાનોનો નહિ. [૧૮]
જો અહીં શ્રુતજ્ઞાનનો અધિકાર છે. પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનથી અહિંસાનું વિશિષ્ટ જ્ઞાન થતાં કાર્યની (=અહિંસાપાલનની) સિદ્ધિ થશે, તો અશકય અનુષ્ઠાનનો આ ઉપદેશ છે. કેમ કે હમણાં સઘળું શ્રુત નથી. અને તેવા પ્રકારની બુદ્ધિથી રહિત જીવો વર્તમાન કાળમાં વિદ્યમાન પણ સઘળુંય શ્રુત ભણવા માટે સમર્થ નથી. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
एक्कम्मिवि मोक्खपयंमि होइ जो एत्थ निच्चमाउत्तो । तं तस्स होइ नाणं, छिंदइ सो तेण दुहजालं ॥ १९॥
જે જીવ એક પણ મોક્ષપદમાં નિત્ય ઉપયુક્ત થાય છે, તેનું તે એક પણ મોક્ષપદ જ્ઞાન છે. તે જીવ તે એક પદથી દુઃખસમૂહને છેદે છે.
વિશેષાર્થ– જે શબ્દના અંતે વિભક્તિ હોય તેની પદસંજ્ઞા છે. મોક્ષપદ એટલે મોક્ષનું કારણપદ. અહીં જિનવચનમાં રહેલું મોક્ષપદ સમજવું. ઉપયુક્ત એટલે ઉપયોગવાળો, અર્થાત્ પદનો અર્થ અંગોગીભાવથી જેને પરિણમી ગયો છે તેવો.
અહીં દુઃખ શબ્દથી કર્મ અર્થ સમજવો. કારણ કે ભવરૂપ અટવીમાં ભ્રમણ કરવા માટે પ્રવૃત્ત થયેલા જીવોને જે દુઃખી કરે તે દુ:ખ. કર્મ જ જીવોને દુઃખી કરે છે, માટે દુઃખ એટલે કર્મ. કર્મસમૂહ એટલે મૂલ અને ઉત્તર પ્રવૃતિઓનો સમૂહ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– અમે એમ નથી કહેતા કે સઘળાય જીવો સઘળું શ્રુત ભણે તો (જ) કાર્ય સિદ્ધિ થાય, કિંતુ જીવોનું તથાભવ્યત્વ વિચિત્ર હોવાથી કોઈક જીવને કેટલાક શ્રુતથી પણ કાર્યસિદ્ધિ થાય. સંભળાય છે કે– રોહિણીયો ચોર અને ધરણંદ્ર થયેલ નાગ વગેરેને જિનપ્રણીત એક એક પણ પદથી સ્વકાર્યની સિદ્ધિ થઇ છે. આનાથી એ નક્કી થયું કે જેટલા પણ શ્રુતમાં નિત્ય ઉપયોગવાળો છે તેને તેટલું પણ શ્રુત શ્રુતજ્ઞાન છે, અને તેટલું પણ શ્રુતજ્ઞાન સ્વકાર્યની સિદ્ધિ માટે થાય છે. [૧૯]
જ્ઞાન શું છે?” એ પહેલું દ્વાર કહ્યું. હવે બીજા “જ્ઞાનદાતા દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
संविग्गो गीयत्थो, मज्झत्थो देसकालभावण्णू । नाणस्स होइ दाया, जो सुद्धपरूवओ साहू ॥ २०॥
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૦ - જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનદાતા જે સાધુ સંવિગ્ન, ગીતાર્થ, મધ્યસ્થ, દેશ-કાલ ભાવનો જ્ઞાતા અને શુદ્ધકરૂપક છે તે સાધુ જ્ઞાનનો દાતા છે=જ્ઞાનનું દાન કરવા માટે યોગ્ય છે.
વિશેષાર્થ- સંવિગ્ન એટલે ઉદ્યતવિહારી. સંવિગ્ન સાધુ પોતાના આચારોના આલંબનથી જિનવચનની યથાવત્ પ્રરૂપણા કરે છે, અને શ્રોતાઓ તેનું વચન સ્વીકારે છે. આથી અહીં “સંવિગ્ન' એવા વિશેષણનો ઉલ્લેખ કર્યો છે. કહ્યું છે કે-“પોતાના આચારોના બળથી ખુમારીવાળા, અશુભ આચરણથી ત્રાસ પામેલા અને ધીર પુરુષો બધા સ્થળે પવિત્ર હોય છે, પાપી જીવો બધા સ્થળે શંકાવાળા બને છે.” તથા “જેવી રીતે મધઘીથી સિંચાયેલો અગ્નિ દીપે છે, તે રીતે ગુણમાં રહેલા પુરુષનું વચન દીપે છે. જેવી રીતે તેલરહિત દીપક શોભતો નથી તેવી રીતે ગુણહીન પુરુષ શોભતો નથી.”
ગીતાર્થ– ગીતાર્થગુરુની નિશ્રાવાળા નવદીક્ષિત સાધુ વગેરે પણ સંવિગ્ન હોય છે. આથી અહીં કહે છે કે સાધુ ગીતાર્થ હોવો જોઇએ. ગીતાર્થ એટલે છેદગ્રંથો વગેરે સૂત્રોના અર્થોનું જેણે અધ્યયન કર્યું છે તેવો. અગીતાર્થ જ્ઞાનદાનનો અધિકારી નથી જ. કારણ કે (બૃ.ક.ભા. ગા- ૧૧૩૫) કહ્યું છે કે-“જિનેશ્વરોએ કહેલો ધર્મ સંસારના દુઃખનો નાશ કરે છે, અને ભવ્યજીવોરૂપ કમળોનો સમ્યગ્દર્શનાદિ રૂ૫ વિકાસ કરે છે. આવા ધર્મનો ઉપદેશ પ્રકલ્પમતિએ આપવો જોઇએ. (પ્રકલ્પયતિ એટલે નિશીથસૂત્રનું અધ્યયન કરી લીધું હોય તેવો મુનિ.) બીજું -“જે સાધુ સાવદ્ય-નિરવ વચનના ભેદને (=આવું વચન સાવધ છે અને આવું વચન નિરવદ્ય છે એવા ભેદને) જાણતો નથી તે બોલવા માટે પણ યોગ્ય નથી, તો પછી દેશના કરવા માટે યોગ્ય નથી એમાં તો શું કહેવું?”
મધ્યસ્થગીતાર્થ પણ જો રાગ-દ્વેષના કારણે કદાગ્રહી હોય તો ગોષ્ઠામાહિલ વગેરેની જેમ જિનવચનની અન્યથા પણ પ્રરૂપણા કરે. આથી અહીં કહે છે કે સાધુ મધ્યસ્થ હોવો જોઇએ. મધ્યસ્થ એટલે રાગ-દ્વેષના કારણે થનારા કદાગ્રહથી રહિત. કહ્યું છે કે“જે રાગમાં અને દ્વેષમાં વર્તતો નથી, કિંતુ બંનેની મધ્યમાં વર્તે છે, તે મધ્યસ્થ કહેવાય છે. બાકીના બધા અમધ્યસ્થ છે.”
દેશ-કાલ-ભાવનો જ્ઞાતા- સંવેગાદિ વિશેષણોથી વિશિષ્ટ પણ સાધુ તેવા પ્રકારની કુશળતાના અભાવથી દેશ(આદિ)નો જ્ઞાતા ન હોય. આથી અહીં કહે છે કે સાધુ દેશ-કાલભાવનો જ્ઞાતા હોવો જોઇએ. દેશ=ગીતાર્થ અને પાર્થસ્થ આદિથી ભાવિતક્ષેત્ર. કાળ= સુભિક્ષદુર્ભિક્ષ વગેરે. ભાવ=પરના ચિત્તનો અભિપ્રાય વગેરે.
યથોક્ત દેશનો જ્ઞાતા અહિતકર દેશનો ત્યાગ કરીને જ વિચરે છે. અથવા બીજા સ્થળે રહી શકાય તેમ ન હોય (તેથી અહિતકર દેશમાં રહેવું પડે) તો તે જ ( તે જ દેશમાં રહેલા) ગીતાર્થો વગેરેની કંઈક અનુવર્તના વડે (તેમને કંઇક અનુકૂળ થઈને) દેશના વગેરેમાં યત્ન કરે. અન્યથા દોષનો સંભવ છે. કહ્યું છે કે–“દુર્ભિક્ષ, રાજ્યદુઃસ્થિતિ વગેરે
Page #86
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકોના બે પ્રકાર-૭૧ ઉપદ્રવના કારણે અગીતાર્થ આદિથી વ્યાપ્ત ન હોય તેવા ક્ષેત્રમાં રહી શકાય તેમ ન હોય એથી અગીતાર્થ, ગીતાર્થ હોવા છતાં શિથિલ હોય તેવા પાસસ્થા વગેરે, અથવા અન્યતીર્થિક ભાગવત આદિથી વ્યાપ્ત ક્ષેત્રમાં જ રહેવું પડે તો સમ્યક્ પ્રરૂપણારૂપ અને શુદ્ધાચાર પાલનરૂપ ભાવનો ઉપઘાત ન થાય તેમ તેમને “વાણીથી નમસ્કાર કરવો” ઇત્યાદિ અનુકૂલવર્તન રૂપ અનુવર્તન વડે રહેવું. આ પ્રમાણે અનુવર્તન કરાયેલા તે પોતાના વિષે બહુમાનવાળા થાય, અને રાજસંકટ, દુકાળ વગેરે પ્રસંગે સહાય કરનારા થાય.” (ઉ.૫.૮૪૦) જો આ પ્રમાણે અનુવર્તના કર્યા વિના રહેવામાં આવે તો સ્વ-પરને ઉપઘાત થાય. તે આ પ્રમાણે- આ પરરાજ્યના જાસુસ છે, ચોર છે ઇત્યાદિ આરોપ મૂકે, કોઈક સાધુ કોઈક રીતે પ્રમાદાચરણ(=અપરાધ) કરે અને એ પ્રમાદાચરણ તેમને જાણવામાં આવી જાય તો અતિશય ઇર્ષ્યાથી તેઓ તે પ્રમાદાચરણને અતિશય દૂર સુધી ફેલાવે, તેવા પ્રકારના કુળોમાં અન્ન-પાણી વગેરેનો વિછેદ કરાવે=અન્ન-પાણી દેતા અટકાવે, તેથી તેમનાથી પોતાની લઘુતા થાય. તથા તેમને પણ બોધિનો નાશ કરે તેવા અશુભકર્મનો બંધ થાય. તેમાં નિમિત્ત બનવાથી કેવળ પોતાને જ અશુભકર્મનો બંધ થાય એમ નહિ, કિંતુ તેમને પણ અશુભ કર્મનો બંધ થાય. આ બંને (=સ્વઉપઘાત-પરઘાત) દુર્ગતિમાં પાડનારા થાય છે.” (ઉ.૫.૮૪૧)
ઉપર જણાવ્યા મુજબના કાલ-ભાવનો જ્ઞાતા પણ તેના અનુસારે જ શુદ્ધભિક્ષાની દેશના વગેરેમાં યત્ન કરે છે. અન્યથા દોષ જોવામાં આવ્યો છે. કહ્યું છે કે–“સંવિન્રભાવિત અને લુબ્ધકર્દષ્ટાંતભાવિત એ બંને પ્રકારના શ્રાવકો આગળ સાધુઓ ક્ષેત્ર-કાલ-ભાવ જાણીને ૪ર દોષોથી રહિત શુદ્ધ ભિક્ષા ખપે એમ કહે.”
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- શ્રાવકો સંવિગ્નભાવિત અને લુબ્ધકર્દષ્ટાંતભાવિત એમ બે પ્રકારના હોય છે. સંવિગ્ન એટલે ઉદ્યત વિહારી સાધુઓ. સંવિગ્ન સાધુઓથી ભાવિત થયેલા શ્રાવકો સંવિગ્નભાવિત છે. પાસત્થા વગેરે શિથિલ સાધુઓએ શિકારીના દૃષ્ટાંતથી જેમને ભાવિત કર્યા હોય તે લુબ્ધકદષ્ટાંતભાવિત છે. શિથિલ સાધુઓ શિકારીનું દૃષ્ટાંત સમજાવીને શ્રાવકોને ભાવિત કરે છે. તે આ પ્રમાણે
હરણની પાછળ શિકારી દોડે ત્યારે હરણ ભાગી જાય એ જ એના માટે હિતકર છે, અને શિકારી એની પાછળ દોડે એ એના માટે હિતકર છે. અહીં હરણના સ્થાને સાધુઓ છે, અને શિકારીના સ્થાને શ્રાવકો છે. સાધુઓએ દોષિત આહારના સ્વીકારથી ભાગવું જોઇએ, અર્થાત્ દોષિત આહાર ન લેવો જોઈએ. પણ શ્રાવકોએ તો તે તે ઉપાયોથી સાધુઓને દોષિત કે નિર્દોષ જેવું હોય તેવું વહોરાવવું જોઇએ.
આ બંને પ્રકારના શ્રાવકો આગળ સાધુઓ અમને ૪૨ દોષોથી રહિત શુદ્ધ ભિક્ષા ખપે, અને તમારે પણ તેવી ભિક્ષા આપવી જોઈએ એમ કહે, અર્થાત્ ઉત્સર્ગમાર્ગ કહે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શુદ્ધપ્રરૂપણાનો મહિમા
હા, જ્યાં આહાર દુર્લભ હોય એવા ક્ષેત્રમાં અને કાળમાં કે બિમારી આદિ અવસ્થામાં શ્રાવકોને અપવાદમાર્ગ (=દોષિત પણ વહોરાવવાથી અને લેવાથી વહોરાવનાર અને લેનાર એ બંનેને લાભ થાય એમ) પણ કહે.
બીજાઓએ પણ કહ્યું છે કે –“પ્રસંગને જાણ્યા વિના અને પરચિત્તને ઓળખ્યા વિના જે કહ્યું હોય તેનાથી પણ અધિક બીજું પાપ લોકમાં શું હોય?’’
પ્રશ્ન- ગીતાર્થ વગેરે દેશ આદિને જાણવાની શક્તિવાળા હોય છે. તેથી દેશ-કાલભાવના જ્ઞાતા એમ જુદું કહેવાની શી જરૂર છે?
ઉત્તર- આ આ પ્રમાણે નથી. ગીતાર્થ શાસ્ત્રમાં નિશ્ચિત થયેલા દેશાદિના સ્વરૂપને જાણે જ છે. કેવળ કોઇક તેવા પ્રકારની હોંશિયારી અને સ્મરણની પટુતા ન હોવાથી વ્યવહાર કરતી વખતે તેના (દેશાદિના) ઔચિત્યથી ન વર્તે. કર્મક્ષયોપશમની વિચિત્રતાથી તેવા પ્રકારની હોંશિયારીથી રહિત કેટલાક ગીતાર્થો પણ પરના અભિપ્રાયને ઉચિત ન હોય તેવું બોલવા વગેરેમાં પ્રવર્તેલા દેખાય છે. આથી જ આચાર્યના છત્રીસગુણોમાં સૂત્ર-અર્થ-તદુભયના જ્ઞાનથી દેશ-કાલ-ભાવનું જ્ઞાન વગેરે ગુણો જુદા જ કહ્યા છે. તેથી અહીં માત્ર દેશાદિનું જ્ઞાન લેવાતું નથી, કિંતુ વ્યવહારકાળે દેશાદિને ઉચિત પ્રવૃત્તિથી વિશિષ્ટ દેશાદિનું જ્ઞાન લેવાય છે. આવું અહીં તાત્પર્ય છે.
શુદ્ધપ્રરૂપક- શુદ્ધપ્રરૂપક એટલે જિનવચન જેવું છે તેવું જ કહેનાર.
પ્રશ્ન– યથોક્ત ગુણોથી વિશિષ્ટ સાધુ શુદ્ધપ્રરૂપક જ હોય. આથી અહીં શુદ્ધપ્રરૂપક એવું કહેવાની જરૂર નથી.
ઉત્તર– તમારો પ્રશ્ન બરોબર છે. પણ, બધાગુણોમાં ‘શુદ્ધપ્રરૂપણા’ ગુણ પ્રધાન છે. આથી જ્ઞાનદાતામાં કોઇક રીતે બીજા ગુણો ન હોય તો પણ શુદ્ધપ્રરૂપણા ગુણ અવશ્ય હોવો જોઇએ એ જણાવવા માટે અહીં તેનું અલગ ગ્રહણ કર્યું છે.
અહીં બધે ય સાધુપણાની અનુવૃત્તિ હોવાથી બધેય ‘સાધુ'ના ગ્રહણથી આચાર્ય આદિનું પણ ગ્રહણ કરાય છે. અર્થાત્ સંવિગ્ન વગેરે વિશેષણોનો સંબંધ ‘સાધુ’એ વિશેષ્યની સાથે છે. તથા સાધુના ઉપલક્ષણથી આચાર્ય વગેરે પણ આવા વિશેષણોથી વિશિષ્ટ હોવા જોઇએ એમ સમજી લેવું. [૨૦]
શુદ્ધપ્રરૂપણાના જ માહાત્મ્યની પ્રસિદ્ધિ કરવા માટે કહે છે–
ओसन्नोऽवि विहारे, कम्मं सोहेइ सुलभबोही य । चरणकरणं विसुद्धं, उववूहंतो परूवंतो ॥ २१॥
Page #88
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શુદ્ધપ્રરૂપણા વિષે બે સાધુઓનું દાંત-૭૩
યથોક્ત સંયમમાર્ગના વર્તનમાં શિથિલ પણ જો વિશુદ્ધ ચરણ-કરણની ઉપબૃહણા અને પ્રરૂપણા કરે તો અશુભકર્મોની નિર્જરા કરે અને પરલોકમાં સુલભબોધિ બને.
વિશેષાર્થ– ચરણ-કરણ– પાંચમહાવ્રત વગેરે ૭૦ ગુણો ચરણ છે. પિંડેવિશુદ્ધિ આદિ ૭૦ ગુણો કરણ છે. વિશુદ્ધ=જિનેશ્વરોએ એવું કહ્યું છે તેવું. આની ઉપબૃહણા સાચી તો જ કરી ગણાય કે જો ગુણમાં રહેલા દીક્ષાપર્યાયથી નાના પણ સાધુઓને વંદન કરે. તેમનાથી પોતાને વંદન કરાવે નહિ. પોતાની નિંદા અને ગુણી સાધુના ગુણોની પ્રશંસા વગેરે કરે. આનાથી “પોતે વંદન કરે, પણ વંદન કરાવે નહિ” ઈત્યાદિ લક્ષણોથી યુક્ત સંવિગ્નપાક્ષિકનું સૂચન કર્યું છે. આ જીવ કર્મનિર્જરા કરે અને સુલભબોધિ બને એ ઉપલક્ષણ છે. એટલે ઉપલક્ષણથી બીજા પણ જનાનુરાગ વગેરે ગુણો પણ જાણવા. કારણ કે પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે- લોચના કારણે વાળરહિત મસ્તકવાળા, તપથી કૃશ, મેલથી ખરડાયેલ શરીરવાળા, યુગપ્રમાણ અંતરમાં દૃષ્ટિવાળા, ઉતાવળ અને ચાલતા વિના પોતાના ઘરે આવતા મુનિને જોઇને કોઇ શ્રાવિકા હર્ષને પામી. , ઘણા ઉત્સાહથી ઘણા અન્ન-પાણી લઈને નીકળી. નીચા દ્વારવાળા ઘરમાં એષણા શુદ્ધ થતી નથી
એમ વિચારીને મુનિ ત્યાંથી નીકળી ગયા. શ્રાવિકા મુનિને જોતી રહી. વિલખી બનીને કંઈક વિચારી રહી છે તેવામાં ચરણ-કરણમાં શિથિલ સાધુ ત્યાં આવ્યો. શ્રાવિકાએ તેને અશન વગેરે વહોરાવ્યા. તેણે પણ વહોર્યું. તેથી વિસ્મય પામેલી શ્રાવિકાએ તેને આ પ્રમાણે પૂછ્યું: પૂર્વે આવેલા અન્યમુનિએ વિદ્યમાન પણ આ અશનાદિ કેમ ન વહોર્યું? હે મુનિરાજ! આપ મારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર કહો. મુનિએ કહ્યું: હે શ્રાવિકા! નીચા દ્વારવાળા તારા ઘરમાં સાચા ગુણી સાધુઓને અશનાદિ વહોરવા ન કહ્યું. હું સાધુવેશથી જીવન નિર્વાહ કરવામાં તત્પર અને નિધર્મ છું. આથી અકથ્યને પણ લઉં છું. મુનિએ આ પ્રમાણે કહ્યું એટલે શ્રાવિકાએ વિચાર્યું અહો! આ લોકની તૃષ્ણાથી રહિત આ સાધુનું પરલોકમાં બંધાયેલ લક્ષ્યવાળું અને ગંભીરતાની પ્રધાનતાવાળું વચન જુઓ. પરગુણોને ગ્રહણ કરવા (=બોલવા) અને પોતાના દોષોને કહેવા માટે બીજાઓ સમર્થ બનતા નથી. આથી પણ આ મુનિ ગુણી છે. આ પ્રમાણે વિચારીને હર્ષ પામેલી તેણે ફરી પણ ઘણા અશન આદિથી તે મુનિને તૃપ્ત કર્યા. ફરી પણ ચારિત્રમાં શિથિલ બીજો સાધુ ત્યાં આવ્યો. શ્રાવિકાએ તેને પણ આ વૃત્તાંત કહ્યો. સાધુએ કહ્યું: માયાના કારણે તે સાધુએ ભિક્ષા ન લીધી. અમે ગ્રહણ કરીએ છીએ. કારણ કે અમે હમણાં આચરેલા વ્રતવાળા થયા છીએ. આથી બધી જ માયાઓને મૂકી દીધી છે. આ એક તો નિર્ધર્મ છે અને વળી બીજાઓના દોષોને ગ્રહણ કરે છે એમ વિચારીને તે કુપિત બની. આથી તેણે તેને કંઈ પણ ન આપ્યું. આ પ્રમાણે શુદ્ધપ્રરૂપણા કરનારાઓને આ લોક સંબંધી અને પરલોક સંબંધી લાભ થતો જોવામાં આવતો હોવાથી અને અશુદ્ધ પ્રરૂપણા કરનારાઓને આ લોક સંબંધી અને પરલોક સંબંધી નુકશાન થતું હોવાથી જ્ઞાનદાતાઓએ અવશ્ય શુદ્ધપ્રરૂપણા ગુણમાં પ્રયત્ન કરવો જોઇએ. [૨૧]
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૪- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ જ્ઞાનગ્રહણવિધિ જ્ઞાનદાતાદ્વાર કહ્યું. હવે “જ્ઞાનગ્રહણવિધિ' દ્વારને કહે છેअखलियमिलियाइगुणे, कालग्गहणाइओ विही सुत्ते । मजणनिसिजअक्खा, इच्चाइ कमो तयत्थम्मि ॥ २२॥
અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા સૂત્રમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. સૂત્રના અર્થમાં માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે.
વિશેષાર્થ– શ્રુતજ્ઞાન સૂત્રથી અને અર્થથી એમ બે પ્રકારે છે. તેમાં આચારાંગ, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. કાલ એ શાસ્ત્ર આચરણથી પ્રસિદ્ધ ક્રિયાવિશેષ છે. આદિ શબ્દથી ઉદેશ-સમુદેશ–અનુજ્ઞા વગેરે વિધિ સમજવી.
અમ્મલિતત્વ-અમિલિતત્વ- જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું તે અલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અસ્મલિતત્વગુણ છે. (ઉતાવળ વગેરે કારણોથી) બોલનારના પદ વગેરેનો વિચ્છેદ જેમાં ન જણાય, અર્થાત્ બોલનાર પદો છૂટાં છૂટાં ન બોલે તે મિલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અમિલિતત્વગુણ છે. આ નિર્દેશ ભાવની પ્રધાનતાવાળો છે. આથી અમ્મલિતના સ્થાને અસ્મલિતત્વ (=સ્મલનાનો અભાવ) અને અમિલિતના સ્થાને અમિલિતત્વ( છૂટું) એમ સમજવું. અહીં ગ્રંથકારે સૂત્રનું “અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા” એવું વિશેષણ કરીને અહીનાક્ષરત્વ, અનત્યક્ષરત્વ, અસ્મલિતત્વ, અમિલિતત્વ વગેરે ગુણોથી યુક્ત સૂત્ર બોલવું જોઇએ એવો વિધિ જ કહેલો છે એમ જાણવું.
પ્રશ્ન- હીનાક્ષરત્વ આદિથી યુક્ત સૂત્ર બોલવામાં કયો દોષ છે કે જેથી એનો ત્યાગ કરવાનો ઉપદેશ અપાય છે?
ઉત્તર- લોકમાં પણ હીનાક્ષરત્વ આદિથી યુક્ત બોલતા વિદ્યા-મંત્રો વગેરેથી વિવક્ષિત ફલનો અભાવ અને અનર્થની પ્રાપ્તિ દેખાય છે, તો પછી પરમમંત્ર સમાન જિનપ્રણીત સૂત્રો અંગે શું કહેવું? અનુયોગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે કે- મગધ દેશના રાજગૃહ નામના શ્રેષ્ઠ નગરમાં શ્રી મહાવીરસ્વામી પધાર્યા. સુરોએ રમણીય સમવસરણ રચ્યું. દેવમનુષ્ય-તિર્યંચોના મિલનથી શોભતા તે સમવસરણમાં અભયકુમાર આદિથી સહિત શ્રેણિકરાજા વંદન કરવા માટે આવ્યા. ધર્મ સાંભળીને પર્ષદા સમવસરણમાંથી નીકળી ત્યારે એક ખેચર આકાશમાં થોડુંક જઈને ફરી ફરી પૃથ્વી ઉપર પડે છે. તેથી શ્રેણિકે જિનેન્દ્રને પૂછ્યું: હે જગન્નાથ! આ વિદ્યાધર પાંખથી રહિત પક્ષીની જેમ ઉત્પાત-નિપાત (ઊંચે જવું અને નીચે પડવું) કેમ કરે છે? જિનેશ્વરે કહ્યું: આને આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલાઈ ગયો છે. તેથી આ વિદ્યાધર આકાશમાં જવા સમર્થ નથી. જિનેશ્વરે કહેલી તે વાતને સાંભળીને અભયકુમારે જલદી વિદ્યાધરની પાસે જઈને કહ્યું: તું વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. જો
Page #90
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શ્રવણનો વિધિ-૭૫ તું મને આ વિદ્યા આપે તો હું તને એ અક્ષર મેળવીને કહ્યું. વિદ્યાધરે તેમ સ્વીકાર્યું. અભયકુમારે પદાનુસારી લબ્ધિથી તે અક્ષર મેળવીને તેને કહ્યો. ખુશ થયેલો તે વિદ્યાધર અભયકુમારને વિદ્યા આપીને આકાશમાં ઉડી ગયો. જેમ આ પ્રમાણે એક અક્ષરની ન્યૂનતાથી વિદ્યાથી સાધી શકાય તેવું કાર્ય ન થયું, તેમ અહીં પણ અક્ષર વગેરેની ન્યૂનતામાં અર્થનો ભેદ થાય. અર્થના ભેદથી ક્રિયાનો નાશ થાય. ક્રિયાનો નાશ થતાં ચારિત્રમાં વિસંવાદ ઉત્પન્ન થાય. ચારિત્રના વિસંવાદમાં મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ થતાં દીક્ષા વ્યર્થ બને.
અર્થસંબંધી વિધિને કહે છે– સૂત્રનો અર્થ સાંભળવાનો હોય ત્યારે માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે. માર્જન=ભૂમિની શુદ્ધિ કરવી, અર્થાત્ જ્યાં વાચના લેવાની હોય ત્યાં કાજો લેવો. નિષદ્યાગુરુનું આસન પાથરવું. અક્ષ સ્થાપનાચાર્યજી પધરાવવા. આદિ શબ્દથી વંદન કરવું વગેરે વિધિ સમજવો. [૨૨]
હવે શ્રવણનો જ વિધિ કહે છેनिद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेयव्वं ॥ २३॥
ગાથાર્થ– નિદ્રા-વિકથાનો ત્યાગ કરી, (મુહિં ) વાચના શ્રવણ સિવાયની સઘળી પ્રવૃત્તિનો ત્યાગ કરી, અંજલિ જોડી, ગુરુપ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક વાચના સાંભળવામાં એકાગ્ર બનીને વાચના સાંભળવી જોઇએ. [૨૩]
ફરી પણ કેવા બનીને વાચના સાંભળવી જોઇએ તે કહે છેअभिकंखंतेहिं सुहासियाई वयणाई अत्थसाराई । विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥ २४॥
ગાથાર્થ– ગુરુના પરલોકમાં અનુકૂળ( હિતકર) અર્થાવાળા સુભાષિત વચનોને સાંભળવાની ઇચ્છાવાળા, વિસ્મિત મુખવાળા, સુંદર અર્થોની પ્રાપ્તિથી થયેલા હર્ષવાળા, હર્ષના આગમનથી બીજાઓને સંવેગ કરવા વડે હર્ષ ઉત્પન્ન કરનારા બનીને વાચના સાંભળવી જોઇએ. [૨૪]
આ પ્રમાણે સાંભળનારાઓથી ગુરુને અતિશય સંતોષ થાય છે. ગુરુને સંતોષ થવાથી શું થાય છે તે કહે છે
गुरुपरिओसगएणं, गुरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं, खिप्पं पारं समुवयंति ॥ २५॥
ગાથાર્થ- ગુરુને થયેલા સંતોષથી, ગુરુસેવાથી, આસનપ્રદાન આદિ વિનયથી ઇચ્છિત સૂત્ર અને અર્થનો પાર જલદી પામે છે. [૨૫].
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૬- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાન યોગ્યને જ આપવું. હવે જેને સૂત્ર અને અર્થ આપવાના છે તેને જોવા રૂપ (= તેની યોગ્યતાને જોવા રૂ૫) બીજો વિધિ કહે છે
समयभणिएण विहिणा, सुत्तं अत्थो य दिज जोग्गस्स । विजासाहगनाएण होंति इहरा बहू दोसा ॥ २६ ॥
ગાથાર્થ- સૂર અને અર્થ શાસ્ત્રોક્ત વિધિથી યોગ્યને જ આપવા. અન્યથા વિદ્યાસાધકના દૃષ્ટાંતથી ઘણા દોષો થાય.
વિશેષાર્થ– સૂત્ર-અર્થ પ્રદાનનો શાસ્ત્રોક્ત વિધિ સંક્ષેપથી બતાવ્યો જ છે, વિસ્તારથી તો બીજા સ્થાનેથી જોઇ લેવો. અયોગ્યને સૂત્ર-અર્થ આપવાથી આપનાર-લેનાર બંનેને અવર્ણવાદ વગેરે દોષો થાય. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. કથાનક આ પ્રમાણે છે
પુરંદરકુમારનું ચરિત્ર ભરતક્ષેત્રમાં કાશીદેશમાં ઇદ્રપુરીની જેમ 'વિબુધોથી યુક્ત, સમુદ્રના મધ્યભાગની ભૂમિની જેમ જેમાં લક્ષ્મીધરે નિવાસ કર્યો છે તેવી, વાણારસી નામની સુપ્રસિદ્ધ નગરી હતી. ત્યાં પોતાના ભુજાબળથી સર્વ રાજાઓને વશ કરનારો અને સઘળા અંતઃપુરની શોભાને કરનારો વિજયસેન નામનો રાજા હતો. તેની ગુણોથી યુક્ત કનકમાલા નામની રાણી હતી. તેમનો કામદેવની જેમ શ્રેષ્ઠરૂપને ધારણ કરનાર, ચંદ્રની જેમ સુંદર સુકલાઓનું સ્થાન, વૃક્ષની જેમ ઘણા જીવોનો આધાર, સૂર્યની જેમ તેજસ્વી અને અખંડિત પ્રતાપવાળો પુરંદર નામનો પુત્ર હતો. તે ધર્મ-અર્થ-કામ પુરુષાર્થમાં તત્પર હતો. ધર્મકાર્યમાં વિશેષથી તત્પર હતો. કોઈવાર ફરતો તે કોઈ રીતે સાધુઓની પાસે ગયો. તેથી તે જિનશાસનમાં કંઈક શુભભાવવાળો થયો. અતિશય મનોહર લાવણ્યનો સાગર અને ચાર રસ્તાઓનું મિલનસ્થાન, ચોક, ઉદ્યાન અને બગીચા વગેરેમાં સતત ક્રીડા કરતા તેના પ્રત્યે ચોતરફ તૃષ્ણાપૂર્વક નેત્રરૂપી અંજલિઓથી (પુરંદરના)રૂપનું પાન કરતી નગર સ્ત્રીઓનો અભિલાષ કોઇપણ રીતે નિવૃત્ત થતો નથી. સંપૂર્ણ નગરીમાં વિદ્વાન, યાચક અને સુભટ લોક બીજી સઘળી પ્રવૃત્તિને છોડીને કેવળ તેના ગુણોને ગ્રહણ કરવામાં જ મશગૂલ બન્યો અને તેના ગુણોમાં જ અનુરાગ કરવા લાગ્યો.
આ પ્રમાણે રાજનગરનો સર્વલોક ગુણના નિવાસ એવા તેના વિષે અનુરાગી બન્યો છે. તેમાં પણ પિતાને તે કુમારમાં વિશેષ અનુરાગ છે. તેથી રાજા અંતઃપુર વગેરે સ્થળે ગયો હોય તો પણ સર્વત્ર વિશુદ્ધ શીલગુણવાળો તે રાજાની પાસે અખ્ખલિતપણે આવે છે. ૧. ઇંદ્રપુરીના પક્ષમાં વિબુધ એટલે દેવો, વાણારસીના પક્ષમાં વિબુધ એટલે વિદ્વાનો. ૨. સમુદ્રના પક્ષમાં લક્ષ્મીધર એટલે શ્રીકૃષ્ણ, વાણારસીના પક્ષમાં લક્ષ્મીધર એટલે શ્રીમંત.
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
માલતીરાણીનો કુમાર પ્રત્યે કામરાગ પ્રગટ્યો.
તેને મહાગુણનિવાસ જોઇને અને તેના ચરિત્રોને સાંભળીને રાજાની એક માલતી નામની રાણી તેના ઉપર અનુરાગવાળી થઇ. શોક્યના પુત્રમાં અનુરાગવાળી, કામદેવના બાણથી હણાયેલી, આર્તધ્યાનના કારણે દુઃખને પામેલી તે કષ્ટથી દિવસો પસાર કરતી હતી. કુમાર એકવાર પ્રિયસંગમ નામના ઉદ્યાનમાં રમી રહ્યો હતો ત્યારે મધ્યમવયની એક સ્ત્રી તેની પાસે આવી. કુમાર ડોકને વાળીને વિસ્મયપૂર્વક તે સ્ત્રીને જુએ છે તેટલામાં તે સ્ત્રીએ કુમારને કહ્યું: હે કારુણિક શ્રેષ્ઠ કુમાર! એકાંત હોવાથી એકાગ્રચિત્તવાળો થઇને મારું વચન સાંભળ. કુમારે તેનો સ્વીકાર કર્યો એટલે તેણે કહેવાનું શરૂ કર્યું. કામદેવને તિની જેમ રાજાને હૃદયપ્રિય અને ગુણસમૂહથી નિર્માણ કરાયેલી માલતી નામની સુપ્રસિદ્ધ રાણી છે. હે રાજકુમા૨! તમારા દર્શનથી અને ગુણશ્રવણથી ઉત્પન્ન થયેલા કામરૂપી અગ્નિથી તે બળી રહી છે. આથી તમે સ્વસંગરૂપ જલથી તેને આશ્વાસન આપો. હું તેની દાસી છું. મોટી આશાથી તારી પાસે આવી છું. હે મહાયશ! આ પ્રાર્થનાને નિષ્ફલ ન કરવી. તેની પ્રાર્થનાને સાંભળીને જાણે મસ્તકમાં વજ્રથી હણાયો હોય તેમ હૃદયમાં અતિશય વિષાદને ધારણ કરતો કુમાર આ પ્રમાણે વિચારવા લાગ્યો–
જ્ઞાનદાન દ્વાર]
[પુરંદરચરિત્ર-૭૭
અહો! મોહથી મૂઢહૃદયવાળા જીવોના વિલાસોને જો, જેથી આ લોક અને પરલોકમાં વિરુદ્ધ હોય તેવાં પણ અકાર્યોમાં પ્રવર્તે છે. આ સંસારમાં મોહરૂપ ગ્રહથી છેતરાયેલો જીવ લોકમાં જે વિરુદ્ધ છે, સર્વ શાસ્ત્રોમાં જે નિષિદ્ધ છે, તેને પણ વિચારે છે. ઇત્યાદિ વિચારીને રાજપુત્રે તે દાસીને કહ્યું: અહીં મધ્યસ્થભાવથી મારું વચન સાંભળ. સઘળાય પરપુરુષોમાં અભિલાષ કરવો એ કુલાંગનાઓને યોગ્ય નથી. તેમાં પણ પુત્રમાં અનુરાગ તો બહુ જ વિરુદ્ધ છે. નીતિથી યુક્ત પણ કામ-ભોગોમાં જરાપણ સુંદરતા નથી. તેમાં વળી ઉન્માર્ગથી કામ-ભોગોનો લાભ તો નિષ્ફલ જ છે. (રપ) અશુચિરસથી ઉત્પન્ન થયેલા, માત્ર બહારથી જ મનોહર અને વિષ્ઠાની કોટડી એવા મનુષ્યોના શરીરમાં કોણ રાગ કરે? અન્ય અન્ય યુવતિનો સંગ કરવામાં રસિક, ધજાના અગ્રભાગની જેમ ચપલચિત્તવાળા, ક્ષણમાં રક્ત અને ક્ષણમાં વિરક્ત સ્વભાવવાળા પુરુષોમાં પણ કોણ રાગ કરે? સુકુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે ચિત્રવાળી ભીંતમાં આલેખાયેલા પણ ૫૨પુરુષને જોઇને સૂર્યબિંબની જેમ દૃષ્ટિને પાછી ખેંચી લેવી યોગ્ય છે. જેમ આંધળો માણસ પાંગળા માણસને સહાય માટે કહે તે યોગ્ય નથી, જેમ વૃદ્ધાવસ્થાથી વ્યાકુળ બનેલ માણસ ચાલી ન શકનાર પુરુષને સહાય માટે કહે તે યોગ્ય નથી, જેમ વિટપુરુષની સાથે બોલવું યોગ્ય નથી, તેમ પરપુરુષ સાથે બોલવું પણ કુલીન સ્ત્રીઓ માટે યોગ્ય નથી. યૌવન અને જીવનને અતિશય પવનથી હણાયેલા શરદઋતુના વાદળાનો વિલાસ જાણીને (=શરદઋતુના વાદળની જેમ અનિત્ય જાણીને) મનને અકાર્યમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર તૈયાર કરીને મોહ ન પામો. આ પ્રમાણે માંરું વચન કહીને કોઈક રીતે તે પ્રમાણે માલતીરાણીને આશ્વાસન આપવું કે જેથી સ્વપ્નમાં પણ આ ન વિચારે. તે કુમારે આ પ્રમાણે કહીને દાસીને જવાની રજા આપી. દાસીએ રાણી પાસે જઈને બધું ય વિશેષથી કહ્યું. આ પ્રમાણે કહેવા છતાં રાણી કુમારના રાગને છોડતી નથી. કામને આધીન બનેલી રાણી ફરી બીજી બીજી દાસીને કુમારની પાસે મોકલે છે. બક્તિઓથી રોકવાનો પ્રયત્ન કરવા છતાં
જ્યારે આવા અકાર્યથી નિવૃત્ત થતી નથી ત્યારે ખેદ પામેલા કુમારે મનમાં આ પ્રમાણે વિચાર્યું- આનો પરિણામ નિવૃત્ત થતો નથી. મારા માટે આ અકાર્ય છે. જો રાજાને કહેવામાં આવે તો ખરેખર! રાણી નાશ પામે, આત્મહત્યા કરવી એ વિરુદ્ધ છે. આ ઉપાય વિલંબને સહન કરે તેમ નથી. (અર્થાત્ રાણી અનુચિત કંઈ પણ કરે એ પહેલાં જલદી મારે આનો ઉપાય કરવો જોઇએ.) તેથી અહીં મારે શું યોગ્ય છે તે હું સમ્યક્ જાણતો નથી. સર્વ પક્ષોને (આમ કરવું, તેમ કરવું ઇત્યાદિ સર્વ પક્ષોને) આ લોક આદિથી વિરુદ્ધ જાણીને રાજાને જણાવ્યા વિના કુમાર ત્યાંથી વિદેશમાં ગયો.
રસ્તામાં પુરંદરકુમારને બ્રાહ્મણનો મેળાપ. અન્ય અન્ય દેશને જોવાનું કુતૂહલ જેનું વધી રહ્યું છે એવો તે કુમાર જલદી ઘણા પર્વતોને અને જંગલોને ઓળંગીને દૂર સુધી ગયો. જતા એવા તેને માર્ગમાં એક સ્થળે એક બ્રાહ્મણ મળ્યો. અંજલિ જોડીને તેણે કુમારને કહ્યું: હે મહાસત્ત્વ! આ જ જંબૂદ્વીપમાં સંદહા દેશમાં નંદિપુરનામનું સુપ્રસિદ્ધ નગર છે. મારે તે નગરમાં જવાનું છે. આ માર્ગ ક્રમશઃ તે નગરમાં જાય છે. હે સુભટ! તેથી જો તમે મારા ઉપર અનુગ્રહ કરો તો હું તમારી નિશ્રાએ જઉં, અર્થાત્ તમારી સાથે ચાલું. કુમારે તેને કહ્યું: તારી સાથે વાતો કરતાં આપણે સુખપૂર્વક જઇશું. તેથી અહીં અમને અનુગ્રહ કરવા માટે પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. દરિદ્ર, શુદ્ર, સર્વ સુલક્ષણોથી રહિત તે બ્રાહ્મણ વાચાળ હોવાના કારણે રસ્તામાં કુમારને સુખી કરે છે.
પુરંદરકુમારે પલ્લિપતિને હરાવ્યો. બ્રાહ્મણની સાથે ક્યાંક જંગલમાં જતા કુમારને પિતાનો શત્રુ અને ચોર એવા વજભુજ નામના પલ્લિપતિએ જોયો. કુમાર અતિશય દૂર ન ગયો તેટલામાં સૈન્ય અને વાહનોથી સહિત વાદળાની જેમ ગળાની ગર્જના કરતાં તે કુમાર ઉપર ઉછળ્યો. તેણે કુમારને કહ્યું: અરે! તું એમ ન કહેતો કે મને ન કહ્યું. આ હું તારા પિતાનો શત્રુ છું. તેથી જે યુક્ત હોય તે કર. હવે કંઇક હસીને, ક્ષોભ પામેલા બ્રાહ્મણને મૂકીને લીલાથી ડોકને વાળીને કુમારે કહેવાનું શરૂ કર્યું. બાળક પણ પિતાના શત્રુઓનું જે યુક્ત હોય તે કરે છે, એમાં કોઈ સંદેહ નથી. પણ કરુણારસ જ કંઈક ક્ષણવાર રોકે છે. કુમારનું વિચારપૂર્વક કહેલું સાંભળીને જેમાં કોપરૂપ વિજળી ચમકી છે એવો પલ્લિપતિ બાણરૂપી જલધારાઓથી વરસવા લાગ્યો.
Page #94
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૭૯ બાણોને ખગરૂપી લતાથી ખંડિત કરતો અને જલદીથી જતો રાજપુત્ર સિંહ હાથીની પાસે જાય તેમ તેની પાસે ગયો. (૫૦) તેણે પલિપતિને કહ્યું: વૃક્ષના પત્રસમૂહની જેમ તારો પરિવાર અસમર્થ છે. તેથી બિચારા તેને મારવાથી શું? તું જ તૈયાર થા. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે કોપ અને ભયથી વ્યાકુલ થયેલા પલિપતિએ બાવલ્લ, ભાલો અને તોમરોથી એકી સાથે તેના ઉપર પ્રહારો કર્યા. રાજપુત્રે કુશળતાથી દુર્જનના વચનની જેમ તેણે મૂકેલા શસ્ત્રોની અવગણના કરી, લક્ષ્યને પ્રાપ્ત કર્યા વિના જ બધાં શસ્ત્રો નિષ્ફળ થયાં. પછી કૂદકો મારીને લુંટારા એવા તેના રથ ઉપર ચડીને, તે ચોરની છાતી ઉપર પગને રાખીને અને હાથને હાથથી પકડીને ધુરીને ખેંચીને કુમારે કહ્યું- હે દુષ્ટ! બોલ, તને કયા પ્રદેશમાં હણું? દિન એવા તેણે કહ્યું: હું તારા શરણે આવ્યો છું. હે મહાયશ! શરણે આવેલાઓને જે પ્રદેશોમાં હણાય તે પ્રદેશમાં તું મને હણ. પલ્લિપતિએ આ પ્રમાણે કહ્યું એટલે કુમારે વિચાર્યું. ખરેખર! આ વચનથી આ મારવાનો નિષેધ કરે છે. કારણ કે મહાપુરુષો શરણે આવેલાઓને મારતા નથી. કહ્યું છે કે-“ચક્ષુરહિત, દીનવચની, હાથ-પગથી રહિત, બાલ, વૃદ્ધ, બહુક્ષમાવંત, વિશ્વાસે રહેલ, રોગી, સ્ત્રી, સાધુ, વ્રણયુક્ત (ઘાવવાળો), શરણે આવેલ, દુઃખી અને વિપત્તિમાં પડેલાને જે નિર્દય પુરુષો મારે છે તે સાત કુલને સ્પષ્ટ સાતમા પાતાળમાં ( નરકમાં) લઈ જાય છે.” આ પ્રમાણે વિચારીને રાજપુત્રે તે પલિપતિને મૂકી દીધો. તેથી પલ્લિપતિએ ચરણોમાં પડીને કુમારને કહ્યું: હે સુંદર! હું તારો કિંકર છું. મારું મસ્તક તને આધીન છે. તે મસ્તકને ત્યાં મૂક કે જ્યાં એ યોગ્ય થાય. વળી બીજું, તમે પલ્લિમાં આવો, જેથી હું તમારું સ્વાગત કરું. કુમારે કહ્યું: શું અહીં નમસ્કારથી બીજું પણ સ્વાગત છે? પ્રણિપાતથી જ ઉત્તમપુરુષોના હૃદયોને આકર્ષી શકાય છે. ધન આદિના દાનથી તુચ્છપુરુષો જ સંતોષને પામે છે. વળી બીજું, દેશોને જોવાના કુતૂહલથી મારે અતિશય દૂર જવાનું છે. એથી તું રજા આપ, જેથી આગળ જઈએ. પછી કુમારને નમીને વજભુજ ઇચ્છિત સ્થાનમાં ગયો.
વિદ્યાસિદ્ધ પુરંદરકુમારને વિદ્યા આપી. કુમાર પણ બ્રાહ્મણની સાથે આગળ ચાલ્યો. વિવિધ પ્રકારના વૃક્ષખંડોને જોતો અને તેમાં સરસ ફલસમૂહને ખાતો તે ક્રમે કરીને નંદિપુર નગરમાં આવ્યો. ત્યાં નંદનવન સમાન મનોહર બહારના ઉદ્યાનમાં વાવડીમાં સ્નાન કરીને આરામ કર્યો. ત્યાં જેટલામાં બ્રાહ્મણની સાથે વાતથી એક ક્ષણ પસાર કરે છે તેટલામાં શરદઋતુની પૂનમના ચંદ્રસમાન મુખવાળા, વિકસિત કંદમાં થયેલા પર્ણ સમાન (વિશાળ) નયનવાળા, અશોકવૃક્ષના પલ્લવસમાન લાલહાથપગવાળા, નગરની ભૂંગળસમાન (લાંબા) બાહુવાળા, શ્રેષ્ઠ નગરના દરવાજા સમાન (પહોળી) છાતીવાળા, શ્રેષ્ઠ સુવર્ણ સમાન કાંતિથી શોભતા, મોગરાના પુષ્પોના સમૂહ સમાન (સફેદ) દાંતવાળા, ચંદ્રની જેમ સર્વ અંગોમાં સૌમ્યતાનો આધાર અને મહાન પ્રભાવવાળા
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૦- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર
કોઇક પુરુષને આવતો જુએ છે. તેને જોઇને સ્વચિત્તમાં અતિવિસ્મય પામેલા કુમારે વિચાર્યું– આવા પુરુષો વિનયને યોગ્ય છે. તેથી દૂરથી ઊભો થઇને અંજિલ જોડીને ‘પધારો' એમ કહ્યું:. પછી પોતાના સ્થાનમાં તેને બેસાડ્યો. તેની સામે બેસીને અંજિલ જોડીને કુમારે કહ્યું: આપના દર્શનથી મારું અહીં આગમન સફલ થયું. વળી બીજું, જો અત્યંત ખાનગી ન હોય તો, આપના ચરિત્રના શ્રવણથી હું પોતાના કર્ણયુગલને પવિત્ર કરવાને ઇચ્છું છું. કુમારના વિનયથી આકર્ષાયેલા હૃદયવાળા તેણે કહ્યુંઃ (તારા જેવાને) અતિશય ખાનગી વાત પણ કહેવી જોઇએ તો પછી મારું ચરિત્ર કહેવામાં શો વાંધો હોય?
હે કુમાર! અહીંથી થોડી દૂર અટવીમાં મનોહરતાનો નિવાસ, સુરોએ અને સિદ્ધોએ જેમાં ગુફાઓ બનાવી છે તેવો સિદ્ધફૂટ નામનો પર્વત છે. જેને અનેક પ્રકારની વિદ્યાઓ સિદ્ધ થઇ છે અને જે સ્વચ્છંદપણે આખી પૃથ્વીમાં ભમે છે, તે હું ભૂતાનંદ નામનો વિદ્યાધર ત્યાં રહું છું. (૭૫) વિદ્યાઓમાં સારભૂત એક શ્રેષ્ઠ વિદ્યા મારી પાસે છે. મારું આયુષ્ય હવે થોડું હોવાથી સતત વિચારું છું કે જો આ વિદ્યા કોઇ વિશિષ્ટ પાત્રમાં આપી દઉં તો મને સંતોષ થાય. આ પ્રમાણે ઘણું વિચારતાં ઘણા દિવસો પછી તે વિદ્યાએ જ શોધીને મને કહ્યું કે– સર્વગુણાધાર! તું જ યોગ્ય છે. તેથી તે વિદ્યાને આપવા માટે હું અહીં તારી પાસે આવ્યો છું. તેથી હે મહાયશ! તું આ વિદ્યાનો સ્વીકાર કર, કે જેથી હું નિશ્ચિંત બનું. હે રાજપુત્ર! વિધિપૂર્વક સાધેલી આ મહાવિદ્યા દરરોજ ઓશિકાની નીચે ૧૦૦૦ સોનામહોર મૂકે છે. યાદ કરેલી આ વિદ્યા ઇંદ્રિયોના વિષયો વગેરે વસ્તુને પ્રગટ કરે છે. તેનું સાંનિધ્ય હોય તો યુદ્ધમાં પ્રાયઃ હાર થતી નથી. રાજપુત્રે કહ્યુંઃ જગતમાં આવા મહારહસ્યોનું તમારા જેવા જ સ્થાન છે (યોગ્ય છે), મારી શું યોગ્યતા છે? પણ મોટાઓથી આગળ કરાયેલા બીજાઓ પણ યોગ્યતાને પામે છે. સૂર્ય વડે આગળ કરાયેલો અરુણ (=સૂર્યનો સારથિ) પાંગળો હોવા છતાં વિશ્વમાં ભમે છે. આ પ્રમાણે રાજપુત્રે કહેલી ગંભીર વાણીથી વિદ્યાસિદ્ધ અધિક પ્રસન્ન થયો. પછી તેણે શુભ મુહૂર્તમાં તેને વિદ્યા આપી. તેને સાધવાનો વિધિ આ પ્રમાણે– (૧) પહેલાં એક માસ સુધી બ્રહ્મચર્યના પાલનપૂર્વક જંગલમાં રહેવું. (૨) માસના અંતે આઠ ઉપવાસ કરવા. (૩) કૃષ્ણ ચતુદર્શીની રાતે આને વિધિપૂર્વક સાધવી. આમાં ઘણા ઉપસર્ગો થશે. પણ
ઉપસર્ગોથી ક્ષોભ ન પામવો. (૪) પછી પણ એક મહિના સુધી બ્રહ્મચર્યના પાલનપૂર્વક જંગલમાં રહેવું. (૫) બંને માસમાં દૃષ્ટિથી પણ સ્ત્રીને ન જોવી. ઇત્યાદિ વિધિ કહીને વિદ્યાસિદ્ધ જવાની ઇચ્છા કરે છે ત્યારે કુમારે અંજિલ જોડીને બહુ આદરથી આ પ્રમાણે કહ્યું: હે મહાયશ! આ બ્રાહ્મણ પણ ઘણા કાળથી મારી નિશ્રામાં રહેલો છે. તેથી મહેરબાની કરીને આને પણ આ વિદ્યા આપો. વિદ્યાસિદ્ધે વિચાર્યુંઃ મોટાઇનું માહાત્મ્ય જો. જેથી આ તુચ્છ બ્રાહ્મણ પણ સ્વસમાન ગણવામાં આવે છે. અથવા—મહાદેવ વડે મસ્તકમાં ધારણ કરાયેલી ચંદ્રકલા પણ જેવી રીતે મોટાઇને પામી, તે રીતે મોટાઓ મોટાઇના કારણે તુચ્છને પણ
Page #96
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૮૧ પોતાનાથી મહાન બનાવે છે. આ પ્રમાણે વિચારીને વિદ્યાસિદ્ધ કહ્યું: હે કુમાર! આ વિદ્યાને યોગ્ય નથી. માખીના મુખમાં ગ્રહણ કરાતું નાળિયેર શોભતું નથી. (માખી તેના ઉપર વિષ્ઠા કરીને નાળિયેરને બગાડી નાખે છે.) તારું વચન મારા માટે ઉલ્લંઘન કરવા યોગ્ય નથી. એથી જો તેને વિદ્યા આપું તો આ નક્કી જ અનર્થને પામે. આ પ્રમાણે ઘણી રીતે કુમારને કહેવા છતાં કુમારે બ્રાહ્મણને વિદ્યા આપવાના આગ્રહને ન મૂક્યો. આથી વિદ્યાસિદ્ધ તેને પણ વિદ્યા આપીને અદૃશ્ય થઈ ગયો.
બ્રાહ્મણે વિદ્યાનો ઉપહાસ કર્યો. પછી હસી રહેલા બ્રાહ્મણે કહ્યું: હે કુમાર! નક્કી તું અતિશય સરળ છે, જેથી આવા ધુતારાઓના પણ વચનમાં વિશ્વાસ કરે છે. આવા ધુતારાઓથી છેતરાયેલા ઘણા સજ્જનોને મેં જોયા છે. વિદ્યાના ગુણોનું કથન પણ પ્રપંચ જ છે એમ હું જાણું છું. કારણ કે વચનમાત્રથી અહીં શું આપવાનું છે? જો આ સાચું હોય તો આપણે ગુણોથી રહિતને પણ વચનમાત્રથી ગુણી કહીએ. આ પ્રમાણે પ્રલાપ કરતા તેણે ઘણો ઉપહાસ કર્યો એટલે કુમારે વિચાર્યું હૃદય! આ અપાત્ર જ છે. આમ વિચારીને તેણે કહ્યું. હે મહાનુભાવ! આ પ્રમાણે વિચારવું પણ યોગ્ય નથી, તો પછી બોલવું તો કેવી રીતે યોગ્ય હોય? કારણ કે આખું જગત આ પ્રમાણે એક સરખું નથી હોતું. યુગનું પરિવર્તન થઈ જાય તો પણ જગતમાં આવા પુરુષો અસત્ય ન બોલે. અસત્ય પ્રતિજ્ઞાવાળા પુરુષોની પ્રવૃત્તિ કુશળપુરુષોથી જાણી શકાય જ છે. (૧૦૦) જેઓ ત્રિભુવનને ચિત્તરૂપ તુલાપાત્રમાં મૂકીને દૃષ્ટિરૂપી ત્રાજવાથી તોળે છે અને જેઓ નિપુણ પુરુષોના વાદમાં જયને મેળવે છે તેમનું ખંડન કોણ કરે? તે તું કહે. આ પ્રમાણે ઘણી રીતે ફરી ફરી કહેવાતો હોવા છતાં બ્રાહ્મણ ઉપહાસ કરે છે. પછી ફરી પણ કોઈક રીતે કુમાર વડે ઘણું કહેવાતા(=સમજાવાતા) તેણે વિદ્યાને સાધવાનું સ્વીકાર્યું.
પુરંદરકુમારે વિદ્યાને સિદ્ધ કરી. પછી રાજપુત્ર સિદ્ધ કહેલી વિધિને કરીને તેનાથી જ કહેવાયેલા દિવસે મહાન અરણ્યમાં, મહાન શમશાનમાં મંડલનું આલેખન કરીને વિદ્યા જપવાનું શરૂ કર્યું. શાકિની, વેતાલ અને ભૂત વગેરેએ ઘણા મોટા ઉપસર્ગો કર્યા. પછી કુમારના સત્ત્વથી પ્રસન્ન થયેલી, કપોલતલ ઉપર રેખા કરતા મોટા કુંડલો જેને કાનમાં ધારણ કર્યા છે, ધ્વનિ કરતી શ્રેષ્ઠમણિની ચૂડીઓ જેણે હાથમાં પહેરી છે, જે ઝાંઝરના અવાજથી દિશાઓને ભરી રહી છે, જેની હારલતા હાલી રહી છે, એવી વિદ્યા શ્રેષ્ઠરૂપ કરીને પ્રત્યક્ષ થઇ. વિદ્યાએ કહ્યું: હે અનંત સાહસવાળા! હું સદા માટે તેને સિદ્ધ થઈ છું. પણ બ્રાહ્મણ કયાં ગયો? અથવા કયાં રહે છે? ઇત્યાદિ ચિંતા તારે ન કરવી. અવસરે આ સ્પષ્ટ થશે. તેણે અહો! અહીં ગંભીર આ શું થયું? આ કેવી રીતે જાણવું? ઇત્યાદિ વિચાર્યું. તો પણ તેણે તે સ્વીકાર્યું. પછી વિદ્યાની સેવા કરી. ત્યારબાદ વિદ્યાએ આપેલ સુવર્ણને લઇને
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૨-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર તેણે નંદીપુર નગરમાં પ્રવેશ કર્યો. સર્વ વેશ્યાઓમાં શ્રેષ્ઠ ચંદ્રકાંતા વેશ્યાના ઘરે રહેતો કુમાર વિવિધ પ્રકારના વિલાસોને કરે છે.
બંધુમતીનું અપહરણ ઘણાઓની સહાયથી સહિત હોવા છતાં બ્રાહ્મણના વિયોગથી જાણે પોતે એકલો હોય તેમ માનતો તે ઉદ્યાનમાં, તથા જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય અને જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તેવા સ્થાનોમાં ફરે છે. ત્યાં ચાર બુદ્ધિનો ધણી શ્રીનંદન નામનો મંત્રીપુત્ર તેનો મિત્ર થયો, અને પોતાના પુત્રથી પણ અધિક પ્રિય થયો. હવે એકવાર કુમાર મનોહર દેવમંદિરમાં રહેલો હતો ત્યારે નગરના સ્વામી સૂરરાજાના રાજમહેલમાં મોટો કોલાહલ થયો. તે કોલાહલને સાંભળીને શસ્ત્રાદિથી સજ્જ થઈને સુભટસમૂહ ચારે તરફ દોડવા લાગ્યો. ત્યાં સરકી ગયેલું વસ્ત્ર એક હાથથી જેણે પકડ્યું છે એવી નગરની એક સ્ત્રી દોડી રહી છે. તથા જેનું વસ્ત્ર લટકી રહ્યું છે અને અંબોડો છૂટી ગયો છે એવી બીજી સ્ત્રી પણ દોડી રહી છે. સંભ્રાંત થયેલા વણિકોના સંચારવાળી દુકાનોના દરવાજા બંધ થઈ રહ્યા છે, સંભ્રમથી જનસમુદાય દોડી રહ્યો છે, એવા માર્ગો દેખાય છે. તેથી તે વૃત્તાંત જાણવા માટે કુમારે એક માણસને મોકલ્યો. એ પુરુષ ત્યાં જઈને અર્ધીક્ષણમાં પાછો આવ્યો. તેણે કુમારને કહ્યું: તે વૃત્તાંતને હું કહું છું તમે સાંભળો. આ નગરમાં નામથી અને ગુણથી પણ સૂરરાજા છે. વિધિએ સંપૂર્ણ વિશ્વના રૂપાદિ ગુણોને લઈને નિર્મિત કરેલી અને અતિશય પ્રિય બંધુમતી નામની તેની પુત્રી હતી. વિધિએ દેવલોકની સારભૂત અપ્સરાને પણ બંધુમતીનું સર્વોત્કૃષ્ટ રૂપ જોઈને જાણે તેનું પ્રતિબિંબ હોય તેવી બનાવી એમ હું માનું છું. તેના લોચનરૂપ બાણના પ્રહારથી પરાધીન થયો હોય તેમ કામ આજે પણ તેના ઉપર પોતાના બાણનું અનુસંધાન કરતો નથી. હે કુમાર! આવી બંધુમતી તારી દષ્ટિમાં પડી નથી. અને તે બંધુમતીનું અદેશ્યરૂપવાળા કોઇએ અપહરણ કર્યું છે તેથી નગરમાં આ કોલાહલ થયો છે. આ સાંભળીને કુમારે વિચાર્યું. જો, કેવું થયું? અમારા જેવા અહીં વિદ્યમાન હોવા છતાં બીજા વડે તે અપહરણ કરાઈ અથવા દેડકાઓ નજીક હોવા છતાં કમલિની તેમના ભોગનું સ્થાન બનતી નથી, ભમરાઓ દૂરથી આવીને પણ તેને ભોગવે છે. (૧૨૫) કુમાર ઇત્યાદિ વિચારી રહ્યો હતો તેટલામાં નજીકમાં રહેલો કોઈ બોલ્યોઃ જો કે નીચા-ઊંચા સ્થાનોથી હરણ કરાતી (=વળાતી) મહા નદીઓ સો વાર વળે છે, તો પણ તે સાગર! મહાનદીઓનું સ્થાન તું જ છે. આ વચન બંધુમતીની પ્રાપ્તિને સૂચવે છે, પણ યુક્તિથી તે ઘટતુ નથી, અને વિધિ નિપુણ છે. તેથી આમાં શું થશે તે અમે જાણતા નથી. એ પ્રમાણે વિચારતો કુમાર સ્વસ્થાને ગયો.
પુરંદરકુમારે બંધુમતીને શોધી લાવવાની પ્રતિજ્ઞા કરી. આ તરફ પુત્રીના વિરહમાં રાજા બહુ પ્રલાપ કરે છે, નગરના વૃદ્ધોને, મંત્રીઓને અને
Page #98
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૮૩ ગુરુઓએ કહેલા ઉપદેશને ગણકારતો નથી, યક્ષથી અધિષ્ઠિત થયો હોય તેમ મૂછ પામે છે, રડે છે, આકંદન કરે છે, દોડે છે. તેથી પુરજનોથી સહિત સકલ રાજલોક વ્યાકુલ બન્યો. અનુપમ બુદ્ધિવાળા શ્રીનંદનને ત્યાં બોલાવ્યો. પછી બાકીના સર્વમંત્રીઓથી રજા અપાયેલા શ્રીનંદનના પિતા મતિતિલકે સ્વપુત્ર શ્રીનંદનને કહ્યું: હે વત્સ! કોઈકે બંધુમતીનું અપહરણ કર્યું છે. તેના વિરહમાં રાજા આવી અવસ્થાને પામ્યો છે. સકલ રાજલોક આકુળ બન્યો છે. સર્વજન અસ્વસ્થ બન્યો છે. તેથી કોઈક ઉપાયને જો, જેથી આ બધા સુખને અનુભવે. તારી બુદ્ધિરૂપી નાવ વિના આ સંકટરૂપ સમુદ્ર તરી શકાય એમ નથી. તેથી શ્રીનંદને કહ્યું છે પિતાજી! જ્યાં સર્વબુદ્ધિના સાગર આપ પિતા અને સર્વ વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત શેષ વૃદ્ધમંત્રીઓ વિદ્યમાન હોય ત્યાં માત્ર આપનો પુત્ર એવા મારો અવકાશ શો હોય? તેથી મંત્રીતિલકે કહ્યું : હે વત્સ! અહીં પિતાથી ગુણાધિક પુત્ર ન હોય એવો એકાંતે નિયમ નથી. કારણ કે જુઓ, ચંદ્ર જડમાં (=જલમાં) ઉત્પન્ન થયો હોવા છતાં ભુવનને પ્રકાશિત કરે છે. કમળ કાદવમાં ઉત્પન્ન થયેલો હોવા છતાં દેવો પણ તેને મસ્તકે ધારણ કરે છે. વસ્તુનો વિશેષ નિશ્ચય કરવાનો હોય ત્યારે આ બાળક છે કે વૃદ્ધ છે એવી વિચારણા પ્રાયઃ ઉપકારી બનતી નથી. કારણ કે ગ્રહણ કરાતો પથ્થરનો ટુકડો મોટો હોવા છતાં બહાર જ રહે છે. સોય નાની હોવા છતાં વસ્તુઓને ભેદીને અંદર પ્રવેશ કરે છે. ઇત્યાદિ ફરી ફરી આગ્રહપૂર્વક કહેવાતા શ્રીનંદને કહેવાનું શરૂ કર્યું હે પિતાજી! જો એમ છે તો આપના જ પ્રભાવથી આ વિષે એક ઉપાય જણાય છે, પણ તે ઉપાય કષ્ટથી સાધ્ય છે. કારણ કે સ્થિરતાથી મેરુપર્વત સમાન, ગંભીરતાથી સમુદ્ર સમાન, શૂરતાથી સિંહ સમાન, પરાક્રમથી હાથી સમાન, સૌમ્યતાથી ચંદ્ર સમાન, સુરૂપથી કામદેવ સમાન, ગુણરૂપી રત્નો માટે રોહણગિરિ સમાન કાશીદેશની વાણારસી નગરીથી વિજયસેન મહારાજાનો પુત્ર પુરંદર નામનો મહાકુમાર દેશદર્શનના કુતૂહલથી પરિભ્રમણ કરતો હમણાં અહીં આવ્યો છે. તે મારો પરમ મિત્ર છે. તેની પાસે મહાવિદ્યા છે કે નહિ એ વિષે મેં તેને ક્યારેય પણ પૂછ્યું નથી. આમ છતાં દ્રવ્યનું ઉપાર્જન કર્યા વિના વિલાસ વગેરે કરે છે એથી એને કોઈ મહાવિદ્યા સિદ્ધ છે એમ હું જાણું છું. તેથી બંધુમતીને પાછી લાવવા સંબંધી આ બધું સુખપૂર્વક જાણે છે. બંધુમતીને પાછી લાવવામાં પણ તેને જ હું સમર્થ જોઉં છું. પણ આ કાર્યમાં તે સ્વીકાર કરશે એ જાણવું મુશ્કેલ છે. શ્રીનંદનના તે વચનને સાંભળીને સામંતો અને મંત્રીઓ વગેરે બધાય કંઈક આશ્વાસનને પામ્યા. પુરંદરકુમારનું નિવાસસ્થાને પૂછ્યું. શ્રીનંદને તેનું નિવાસસ્થાન કહ્યું. પછી બધા ય સૂરરાજાની પાસે ગયા. શ્રીનંદને કહેલ બધો વૃત્તાંત રાજાને કહ્યો. જેવી રીતે દાવાનલથી બળેલું મહાવૃક્ષ વર્ષાઋતુના નવા વરસાદથી પલ્લવિત બને તેમ રાજા આ વૃત્તાંત સાંભળીને આશ્વાસન પામ્યો. તેને જલદી બોલાવવા માટે “ઉત્તમ સ્વભાવવાળા તે મહાનુભાવને શ્રેષ્ઠ વિનયપૂર્વકની ભક્તિથી અહીં લાવવો” એવી શિખામણ ઉ. ૦ ઉ. ૧
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૪-જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર આપીને પ્રધાનમંત્રીઓને મોકલ્યા. પછી થોડીવારમાં દ્વારપાલે પ્રવેશ કરીને વિનંતિ કરી કે હે દેવ! પુરંદરકુમાર મંત્રીઓની સાથે દ્વારની ભૂમિમાં રહેલો છે. ત્યાં દેવ પ્રમાણ છે, અર્થાત્ આપની આજ્ઞા હોય તો અંદર આવે. રાજાએ સંભ્રમપૂર્વક કહ્યું આવવા દે, આવવા દે. તેથી કુમારે પ્રવેશ કર્યો. પરસ્પર ઉચિત આદર કર્યો. રાજાથી રજા અપાયેલો કુમાર પૂર્વે ગોઠવેલા રત્નમય ભદ્રાસન ઉપર બેઠો. પછી રાજાએ આદરપૂર્વક કુમારના કુશલ સમાચાર પૂછી અને મતિતિલક મંત્રીના મુખને જોઈને કહ્યું: આપણા પ્રમાદને જુઓ. આપણા પરમ મિત્ર પણ શ્રીવિજયસેન રાજાનો પુત્ર અહીં આવેલો હોવા છતાં આપણને ખબર ન પડી. અથવા આપણો પ્રમાદ ફલથી જ સિદ્ધ થયો. અન્યથા મારા ઘરમાંથી બંધુમતીનું અપહરણ કેમ કરાય? અથવા મારા મનને બંધુમતીનું અપહરણ પણ તેવું દુઃખી નથી કરતું કે જેવું દુઃખી સ્વધરે આવેલા કુમારનો નહિ કરાયેલો સન્માન કરે છે. તેથી કુમારે કહ્યું હે દેવ! આ પ્રમાણે કહેવું આપને યોગ્ય નથી. કારણ કે મોટાઓની માનસિક કૃપા એ જ સન્માન છે. બાહ્ય સન્માન તો માયાવીઓમાં પણ દેખાય છે. માનસિક આદર તો આપને મારા ઉપર રહેલો જ છે. બાહ્યથી વિકલ(=ખામીવાળો) પણ પુત્ર માતાને બહુ પ્રિય હોય છે. તેથી તે નરનાથ! જે કરવા યોગ્ય હોય તેની જ મને આજ્ઞા કરો. કારણ કે તેને જ (=રાજા કરવા યોગ્યની આજ્ઞા કરે તેને જ) હું પોતાનું મોટું સન્માન માનું છું. પછી કુમારના વિનયથી આકર્ષાયેલા હૃદયવાળા રાજાએ કહ્યું: હે વત્સ! સકલગુણોના નિવાસની સાથે તારા દર્શન થયાં તેથી મારાં સઘળાં કાર્યો સિદ્ધ થયા છે, આમાં જરાય સંદેહ નથી. આ પ્રમાણે કહીને રાજાએ પ્રસ્તુત વિષયને કહેવા માટે શ્રીનંદન તરફ દૃષ્ટિ કરી. તેથી શ્રીનંદને કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે- હે કુમાર! રાજાને પોતાના જીવન તુલ્ય અને સર્વ રમણીજનના તિલક સમાન બંધુમતી નામની પુત્રી છે. તે હમણાં કોઈ વડે અપહરણ કરાઈ છે. તમોએ પણ આ સાંભળ્યું છે એમ હું માનું છું. આ અપહરણ સઘળા ય લોકના મહાદુઃખનું કારણ બન્યું છે, તો પછી રાજાના દુઃખનું કારણ બને તેમાં તો શું કહેવું? હે કુમાર! રાજાના આ મોટા દુઃખનો અંત કરવા માટે તું જ સમર્થ છે. પર્વતોના સંતાપને મેઘ વિના બીજો કોણ દૂર કરે? તેથી તે ધીર! આ વિષે વિચારીને તું કંઈક પ્રયત્ન કર કે જેથી અમે બધા લોકો અને રાજા પરમ સુખને પામીએ. તેથી કુમારે વિચાર્યું અહો! કહેવામાં શ્રીનંદનની કુશળતા! વળી બીજું, મારા અહીં આગમન આદિનો વૃત્તાંત એણે જ અહીં કહેલો છે એમ હું માનું છું. શ્રીનંદન વડે કહેવાતા મારા માટે અહીં શું યોગ્ય છે? અથવા આ વિચારવાથી શું? કારણ કે બીજી રીતે પણ મરવાનું તો છે જ તો પછી સંકટને પામેલાની પ્રાર્થનામાં (=પ્રાર્થના પૂરી કરવામાં) કોઈ પણ રીતે જીવ જાય તો શું મેળવેલું ન થાય? લોકમાં જીવન કોને પ્રિય નથી? લક્ષ્મી કોને પ્રિય નથી? પણ અવસરને પામેલા તે બંને ય ધીરપુરુષોને કંઈ પણ નથી. ઇત્યાદિ વિચારીને કુમારે કહ્યું: હે શ્રીનંદન! મોટા માણસોથી સાધી
Page #100
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુરંદરએરિત્ર-૮૫ શકાય તેવાં કાર્યો મારા જેવાથી ન સાધી શકાય. આમ છતાં જો રાજાની મારા ઉપર આવી સંભાવના છે. (=મારાથી આ કાર્ય થઈ શકશે એવી શ્રદ્ધા છે) તો ચોક્કસ એ પ્રમાણે જ થશે. પછી “બંધુમતીને દશમે દિવસે જો કોઈપણ રીતે રાજા ન જુએ તો હું સ્વજીવનનો ત્યાગ કરીશ, બહુ કહેવાથી શું?” આ પ્રમાણે કુમારે પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે મોટી પ્રતિજ્ઞા કરીને અને સૂરરાજાને નમીને રાજાથી સન્માનિત કરાયેલો કુમાર પોતાના સ્થાને ગયો. પછી વિધિથી આરાધના કરીને વિદ્યાનું સ્મરણ કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું: હે વત્સ! સ્વસ્મરણનું આ પ્રયોજન મેં જાણ્યું છે. હું બધું કહું છું. તેથી ઉપયોગવાળો થઈને સાંભળ.
પુરંદરકુમારે કિરીટ વિદ્યાધરને હરાવ્યો. ભરતક્ષેત્રના મધ્યભાગમાં પચ્ચીસ યોજન ઊંચો રત્નમય વૈતાઢ્ય નામનો પર્વત છે. ત્યાં ગંધસમૃદ્ધ નામના નગરમાં મણિકિરીટ નામનો વિદ્યાધર રહે છે. નંદીશ્વર દ્વીપથી પાછા ફરતા તેણે બંધુમતી રાજપુત્રી જોઈ. આથી તે કામદેવરૂપ મહાસુભટના બાણની શ્રેણિઓથી શલ્યવાળો બન્યો. તેના પ્રતિકાર માટે બંધુમતીનું અપહરણ કરીને જતો રહ્યો. હમણાં ગંગાનદીના કિનારે ધવલકૂટ નામના પર્વત ઉપર બંધુમતીની સાથે લગ્ન કરવાની સામગ્રીને તૈયાર કરી રહ્યો છે. તેથી તું આવ, જેથી તેને ત્યાં લઈ જઉં. “એ પ્રમાણે થાઓ” એમ કુમારે સ્વીકાર્યું. આથી દેવી વિમાનમાં બેસાડીને કુમારને ત્યાં લઈ ગઈ. કુમારે ત્યાં વિદ્યાધરને જોયો અને બંધુમતીને પણ જોઇ. તે કેવી હતી? અંદર સળગાવેલા શોકરૂપ અગ્નિના ધૂમાડાથી વ્યાકુલ, સ્વદષ્ટિને પોતાના હાથોથી આગળ રહેલા વિદ્યાધર ઉપરથી ઉઠાવતી (=આંખ ઉપર હાથ મૂકીને વિદ્યાધર ઉપર દૃષ્ટિને બંધ કરી દેતી) હતી. નિર્મલશીલના પ્રભાવથી કાજળથી કાળા કરાયેલા નયનોમાંથી નીકળતી પાણીની ધારાના બહાને પાપપરમાણુની શ્રેણિને વિખેરતી હતી, હે દુષ્ટ! મારે માતા-પિતાના દુઃખને ઉત્પન્ન કરનાર તારું કામ નથી, આ પ્રમાણે કહીને લગ્ન માટે પ્રાર્થના કરતા વિદ્યાધરને રોકતી હતી. આવી બંધુમતીને જોઈ. પછી કુમારે વિદ્યાધરને હાકલ કરી. અરે! અધમ! ચોર લોકોને ઉચિત અને બુધજનોથી નિંદાયેલ આ શું આરંભ્ય છે? આ સાંભળીને વિદ્યાધર સંભ્રાંત થયો અને બંધુમતી વિસ્મયને પામી. આ શું છે? એ પ્રમાણે જોતા એવા તેમણે સૂર્યની જેમ સ્કુરાયમાન થયેલા તેજવાળા પુરંદરકુમારને જોયો. ચોક્કસ આ કોઈક બંધુમતીને છોડાવવા માટે આવ્યો છે એમ વિચારતા વિદ્યાધરે ધનુષ્યને હાથમાં રાખીને કહેવાનું શરૂ કર્યું. રે રે બાળક! પાછો હટી જા. પરમાર્થને જાણ્યા વિના મારા બાણરૂપ અગ્નિમાં પતંગની જેમ નિષ્ફલ ઝંપાપાત ન કર. તેથી કુમારે કહ્યું: પરમાર્થને જાણનારાઓ કાર્યોમાં જે મુંઝાય તેને જ બાળક કહે છે. બંધુમતીનું ૧. સિમસ = કામદેવ. ૨. વૃદ્ધાવય = છોડાવવા માટે આવવું.
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૬- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર
હરણ કરવામાં મૂઢ એવા તારું બાલપણું પ્રગટ જ છે. (૧૫૦) સ્વદુષ્ચરિત્રથી અધમ પણ તને હું પ્રહાર શું કરું? આથી જો હજી પણ તું ગર્વને ધારણ કરે છે તો પહેલા પ્રહાર કર. કુપિત થયેલા વિદ્યાધરે કુમારની ઉપર બાણનો સમૂહ છોડ્યો. કુમારે બાણોથી તાડન કરીને તે બાણસમૂહના સેંકડો ટુકડા કર્યા. પછી વિદ્યાધરે અગ્નિશસ્ત્ર મૂક્યું. કુમારે વિદ્યાદેવીએ આપેલા જલશસ્ત્રથી પ્રજ્વલિત અગ્નિશસ્ત્રને પણ બુઝવી નાખ્યું. પછી વિદ્યાધરે મૂકેલા વિષધરશસ્ત્રને કુમા૨ે ગારુડશસ્ત્રથી હણી નાખ્યું. વિદ્યાધરે મૂકેલા મેઘશસ્ત્રનું પણ કુમારે પ્રબળ વાયુશસ્ત્રથી નિવારણ કર્યું. તેથી બંધુમતી વિચારે છે કે આ કોઇક અચિંત્યપ્રભાવથી યુક્ત છે. આ મહાત્માને મેં પણ પિતાના ઘરમાં પૂર્વે જોયો નથી. તેથી ચોક્કસ આ મારી દયા કરનાર કોઇ દેવ હોવો જોઇએ, અથવા આ કોઇ મનુષ્ય પણ હોય. તેથી દેવલોકથી શું? બંધુમતી જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં વિદ્યાધરે જ્વાળાઓને છોડતો લોખંડનો ગોળો કુમાર ઉપર ફેંક્યો. તેથી બંધુમતીએ વિચાર્યુંઃ અહો! પુણ્યહીન એવી મારા કાર્ય માટે આ કોઇક સત્પુરુષ પણ મહા આપત્તિને પામ્યો. બંધુમતી આ પ્રમાણે જેટલામાં વિચારે છે તેટલામાં કુમારે વિદ્યાનું સ્મરણ કરીને પ્રતિગોળાથી ક્ષણવારમાં ગોળાનું ચૂર્ણ કરી નાખ્યું. કુમારનું આ અનુપમ સુભટપણું જોઇને બંધુમતી વિસ્મય પામી. બંધુમતી મદનથી(=કામવાસનાથી) વિંધાણી અને વિદ્યાધર કુમાર વડે બાણોથી વિંધાયો. પછી બાણોથી વક્ષસ્થળમાં ગાઢ પ્રહાર કરાયેલો, મૂર્છાને આધીન બનેલા શ૨ી૨વાળો, જેના નયનરૂપ કમળ બિડાઇ રહ્યા છે એવો, જેના સાંધાના બંધનો શિથિલ થઇ રહ્યા છે એવો તે મણિકિરીટ પૃથ્વી ઉપર પડ્યો. તેથી કુમાર તેની નજીકમાં આવ્યો. કુમારને તેના ઉપર કરુણા ઉત્પન્ન થઈ. તેથી તેણે વિદ્યાધરના શલ્યોને ખેંચી કાઢ્યા. તેના ઉ૫૨ પાણી સિંચ્યું. કેળના પાંદડાં આદિના પવનથી તેને ઠંડક કરી. પછી તેને ચેતના આવી એટલે કહ્યું: હે મહાયશ! ઊભો થા. ધનુષ્યને ગ્રહણ કર. યુદ્ધ માટે તૈયાર થા. કાયરપુરુષો જ આવા (=સ્ત્રીનું અપહરણ કરનારા) હોય છે, ઉત્તમ પુરુષો નહિ.
પુરંદરકુમારનું બંધુમતી વગેરેની સાથે નંદિપુર નગરમાં આગમન.
પછી નિર્મલગુણોથી અનુરાગી બનેલા વિદ્યાધરે કુમારના પગોમાં પડીને અને અંજલિ જોડીને કહેવાનું શરૂ કર્યું. હે મહાનુભાવ! તારું સાહસ અસાધારણ છે, ગંભીરતા અનુત્તર છે, મહાનતા અનુપમ છે, રૂપ વગેરે સંપત્તિ અપૂર્વ છે, વચનવિજ્ઞાન (બોલવાનું વિશિષ્ટ જ્ઞાન) કોઇ અતિશય અદ્ભુત છે, કરુણારસ અસાધારણ છે. બહુ કહેવાથી શું? તારા ચંદ્ર જેવા નિર્મલ ગુણોરૂપ દોરડાથી હું બંધાયેલો છું અને તારી આજ્ઞાને જ કરનારો છું. તેથી જે યોગ્ય હોય તે કર. તેથી બંધુમતીએ વિચાર્યું: આ જીવલોકમાં તે પુરુષો પણ જીવે છે, કે જેઓ દર્પથી નિરંકુશ બનેલા વૈરીસમૂહથી શું સ્તુતિ કરાતા નથી? લાવણ્ય અને રૂપથી સુંદર
Page #102
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૮૭ કોઈક તે જ સ્ત્રી પુણ્યવંતી છે કે જે ગુણોના મહાસ્વામી એવા આના સ્ત્રીશબ્દને ધારણ કરે છે, અર્થાત્ જે આની પત્ની બને છે તે જ સ્ત્રી પુણ્યવંતી છે. પણ હું પુણ્યહીન છું. શું કરું? કારણ કે કામરૂપ અગ્નિથી બળેલાં મારાં અંગો એના સંગરૂપ જલને ઇચ્છે છે. પણ લગ્ન વિના કુલાંગનાઓ માટે આ યોગ્ય નથી. લગ્ન પણ માતા-પિતાની સંમતિ વિના યોગ્ય નથી જ. આ કોઈક મહાનુભાવ અમારા જેવાની સાથે સંબંધ ઇચ્છે છે કે નહિ તે જાણી શકાતું નથી. બંધુમતી આ પ્રમાણે વિચારે છે તેટલામાં કુમાર વિદ્યાધરની સાથે એકક્ષણ વાત કરીને બંધુમતીની પાસે જવા માટે પ્રવૃત્ત થયો. વિદ્યાધર તેની પાછળ ચાલ્યો. આ કોઈક પુરુષ ઓળખાતો નથી એવા વિચારથી ભયવાળી બની, આની પુરુષાકૃતિ સંભવતી નથી એવા વિચારથી વિસ્મયવાળી બની, હું અહીં એકલી છું એવા વિચારથી લજાવાળી બની, વિદ્યાધર પણ આવે છે એથી કોપવાળી બની, આનો રૂપ આદિ ગુણગણ અનુત્તર છે એવા વિચારથી કામ-વાસનાવાળી બની, આ હીન ગુણવાળી છે એમ સમજીને મને નહિ સ્વીકારે એવા વિચારથી વિષાદવાળી બની, આ મને માતા-પિતાની ભેગી કરશે એવા વિચારથી ઉત્કંઠાવાળી બની, આવતો આ પણ મને કામનાવાળી દૃષ્ટિથી જુએ છે એમ વિચારીને આનંદિત બની, નજીક આવી ગયો એથી કંપવાળી બની. આ પ્રમાણે બધા રસોના મિશ્રણવાળા અન્ય કોઇક રસને અનુભવતી બંધુમતીને કુમારે જોઈ. તેની પાસે રહીને કુમારે કહ્યું હે બાલા! ભય ન પામ. તારા પિતાના મિત્ર વિજયસેનરાજાનો હું પુત્ર છું ઇત્યાદિથી પ્રારંભીને અહીં આવ્યો ત્યાં સુધીની બધી વિગત કહી. તે સાંભળીને બંધુમતી આશ્વાસન પામી. કુમાર બંધુમતીને લઈને પાછો ફરે તેટલામાં વિદ્યાધરે વિનયપૂર્વક કહ્યું. તે આ પ્રમાણેહે કુમાર! બંધુમતી આજથી મારી બહેન છે. અને તમે મારા સ્વામી છો, મિત્ર જેવા છો, બંધુ જેવા છો. તેથી મારી પ્રાર્થનાને સાંભળો. કુમારે કહ્યું: હે કુમાર! હે મહાયશ! મારાથી પણ જે કંઈ સાધી શકાય તેમ હોય તે કોઈ જાતના વિકલ્પ વિના કહે. તેથી વિદ્યાધરે કહ્યું: હે કુમાર! જો એમ છે તો મારા ઉપર અનુગ્રહ કરીને વૈતાદ્યપર્વત ઉપર ગંધ સમૃદ્ધ નગરમાં બંધુમતીની સાથે સ્વચરણ કમલોથી તમે મારા ઘરને પવિત્ર કરો, તેથી હું કૃતાર્થ થાઉં. કુમારે તે પ્રમાણે સ્વીકાર્યું. બધા ય ત્યાં ગયા. વિદ્યાધરે તેમની ઘણી ભક્તિ કરી. ઘણા હર્ષથી કેટલાક દિવસ ત્યાં રહીને પછી કુમારે મણિકિરીટ વિદ્યાધરને કહ્યું. મેં તારી સમક્ષ જ બંધુમતીને કહ્યું છે કે તને દશ દિવસની અંદર જ સૂરરાજાને બતાવવાની છે. તેથી રોકાવા માટે જરાપણ આગ્રહ કર્યા વિના રજા આપ, જેથી અમે જઈએ. પછી વિવિધ પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો, રત્નો અને ઘણા પ્રકારનું ર્ધન આપીને કુમારને રજા આપી. બંધુમતીને પણ ઘણા પ્રકારનાં વસ્ત્રો અને અંલકારોથી પૂજીને રજા આપી. ઘણા વિદ્યાધર સમૂહથી
૧. સાવજોય = ધન.
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુિરંદરચરિત્ર પરિવરેલો વિદ્યાધર જાતે પણ તેમની સાથે જ ચાલ્યો. સમયસર જ નંદિપુરની નજીકના પ્રદેશમાં આવી ગયા. એક વિદ્યાધરે આગળ જઈને રાજાને વધામણી આપી. તેથી નવી વર્ષાના આગમનમાં મોરની જેમ રાજા હર્ષ પામ્યો. કંચુકીઓએ (=અંતઃપુરના પહેરેગીરોએ) નૃત્ય કર્યું, અંતઃપુરની સ્ત્રીઓ ઉલ્લસિત બની. સેવકો સમુલ્લસિત બન્યા. કેદીસમૂહે કલકલરવ કર્યો, નગરલોક હર્ષથી પૂર્ણ બની ગયો, સામતવર્ગ અને મંત્રીવર્ગ આશ્વાસન પામ્યો. બધા સ્થળે પુરંદરકુમારના આશિષ વચનો બોલાવા લાગ્યા. પછી રાજા નગરમાં મહોત્સવ કરવાનો આદેશ કરીને કુમારની સામે જવા માટે અંતઃપુર, ઘણા સામંતો-મંત્રીઓ વગેરે સઘળી સ્વસામગ્રીથી નીકળ્યો. દૂરથી રાજાને આવતો જોઈને પુરંદરકુમાર ત્યાં આવેલા શ્રીનંદનના બાહુને વળગીને વિમાનમાંથી ઉતર્યો. ત્યારબાદ સામે આવેલી ચંપકલતા અને કુસુમશોભા સખીના બાહુને વળગીને બંધુમતી ઉતરી. ત્યાર બાદ મણિકિરીટ ઉતર્યો.
પુરંદરકુમારનો બંધુમતી વગેરેની સાથે નગરપ્રવેશ. આ દરમિયાન બંધુમતીએ કામદેવથી ઉત્સુક કરાયેલી દૃષ્ટિથી નજીકમાં જતા અને શરદઋતુના ચંદ્ર જેવા મુખવાળા કુમારને ક્ષણવાર જોયો. પછી ભય પામેલી તેણે તેના મુખથી નિજદષ્ટિને પાછી ખેંચી લીધી. ચંપકલતા વગેરે પ્રિયસખીઓએ પરમાર્થ જાણી લીધો. જો કે નિપુણપુરુષો કોઇને પ્રગટ કરતા નથી, છુપાવે છે, તો પણ હોંશિયાર માણસો લાખોની વચ્ચે પણ કામાતુરની દૃષ્ટિને જાણી લે છે. તેથી મુખને બીજી તરફ કરીને પરસ્પરને જોતી બધીય સખીઓ હતી. તેથી બંધુમતીએ કહ્યું અરે આ શું? સખીઓએ કહ્યું: હે સ્વામિની! માર્ગના કિનારે રહેલો, આંખોને અને હૃદયને આનંદ આપનાર અને રમણીય આ આમ્રવૃક્ષ અમોએ જોયો. તેની બાજુમાં અમૃતવેલડી ઊગી. તે અમૃતવેલડી તેનું જ અવલંબન લેવા માટે બીજાવૃક્ષોને છોડીને તેની તરફ જ ગઇ. તેથી આ બેનો સંયોગ અતિશય અનુરૂપ છે એમ વિચારીને સંતોષ પામેલી અમે હસી. અર્ધી આંખથી જોવાયેલું અને વક્રોક્તિઓ દૂર રહો, ઉચ્છવાસ પણ ચતુર માણસોથી ભરેલા ગામમાં જણાય છે, અર્થાત્ ચતુર માણસો ગુપ્તને પણ જાણી લે છે. ઇત્યાદિ વિચારીને વિલખી બનીને બંધુમતી હસી. પછી કંઈ પણ બોલે તેટલામાં કુમારે રાજાને પ્રણામ કર્યા. હર્ષના કારણે જેની આંખોમાંથી આંસુનું પાણી વહી રહ્યું છે તેવો રાજા પણ હાથી ઉપરથી ઉતરીને આદરથી કુમારને ભેટ્યો. બંધુમતી પણ રાજાના ચરણોમાં પડી, રાજાએ પણ સ્નેહપૂર્વક તેને આલિંગીને મસ્તકમાં ચાંપી (ચુંબી). પછી તે પોતાની માતા કનકપ્રભાની પાસે ગઈ. ત્યાં અંતઃપુરની સર્વ સ્ત્રીઓનો ઉચિત આદર કર્યો. તેમણે પણ તેને ખોળામાં બેસાડી, અને આશીષવચનો કહ્યાં. કુમારે મણિકિરીટ આદિને રાજાને પ્રણામ કરાવ્યા. રાજાએ તેનો ઉચિત આદર કર્યો. બધાએ મહાન આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો. શ્રેષ્ઠ હાથી ઉપર બેઠેલા રાજાની પાસે કુમારને જોઇને નગરના વૃદ્ધોએ કહ્યું : અમારા
Page #104
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર) ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૮૯ પણ જીવનથી આ કુમાર જીવો. (અર્થાત્ અમારું આયુષ્ય આ કુમારને પ્રાપ્ત થાય અને એથી કુમાર વધારે સમય સુધી જીવો.) કારણ કે સંકટરૂપ સમુદ્રમાં પડેલા સઘળાય રાજ્યનો તેણે ઉદ્ધાર કર્યો છે. યુવાન સ્ત્રીઓમાંથી કોઈક સ્ત્રીએ કહ્યું: ત્રણે જગતમાં કુમારીને અનુરૂપ અન્ય વરને નહિ પ્રાપ્ત કરતો આ કામદેવ જાતે તેને પરણવા માટે નગરમાં પ્રવેશ કરે છે કે શું? બીજી સ્ત્રીએ કહ્યું: ખરેખર! આ કોઇક દેવ પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટે આવ્યો છે. કારણ કે આ રૂપ વગેરે ગુણસમૂહ દેવ સિવાય બીજાઓમાં ઘટતો નથી. ફરી બીજી સ્ત્રીએ કહ્યું હું તેટલું તો જાણું છું કે કુમારી માટે આ જ વર યોગ્ય છે. પણ દુષ્ટવિધિએ જે કર્યું છે તેને હું બરોબર જાણતી નથી. આ પ્રમાણે વિવિધ વચનોથી નગરની સુંદરીઓથી પ્રશંસા કરાતો અને સર્વલોકોને આનંદ કરતો કુમાર પણ ઘરમાં આવ્યો. પછી રાજાના મહાનું પુરુષોથી બતાવાયેલા મોટા પ્રાસાદોમાં મણિકીરીટ વગેરે રહ્યા. કુમારનું સ્નાન-ભોજન આદિથી સન્માન કરતી વેળાએ રાજાએ કુમારને બંધુમતીને અહીં લઈ આવવા સંબંધી વૃત્તાંત પૂક્યો. કુમારે પણ કહ્યું: હે દેવ! બંધુમતી તમને જ બધું કહેશે. આ સત્પરુષ પોતાનું ચરિત્ર જાતે નહિ કહે એમ વિચારીને રાજાએ કુમારને રજા આપી. કુમાર રાજા વડે જ અપાવાયેલા મહાપ્રાસાદમાં ગયો.
પુરંદરકુમાર પ્રત્યે કામરાગ પ્રગટવાથી બંધુમતીની વિષમસ્થિતિ.
આ બાજુ રાતે 'રાજસભાનું જલદી વિસર્જન કરીને રાજા બંધુમતીની પાસે ગયો. ત્યાં તેણે બંધુમતીને જોઈ. કેવી જોઈ? વ્યાકુલ અંગવાળી, અવ્યવસ્થિત અંગ-ઉપાંગવાળી, વિખરાયેલ વસ્ત્રવાળી, બહારના ભૂમિતલમાં રહેલી, ચંદ્રની ચાંદનીમાં બેઠેલી, ચારે તરફ કમળનાલના તંતુઓથી વીંટળાયેલી, અનેક હાર લતાઓથી આલિંગિત કરાયેલી, જલવર્ષોથી *ભિંજાયેલી, ચંદનરસથી સિંચાતી, પંખાઓથી વીંજાતી, વિવિધ સુંદર કથાઓથી વિનોદ પમાડાતી, હંસરત્ન અને શીતલરત્નોના સમૂહથી ઉદ્વેગ પામતી, કનકપ્રભાવડે મસ્તકમાં ચુંબન કરાતી, સર્વપરિજનથી અંગમર્દન કરાતી. રાજાને આવતા જોઇને ચંપકલતા અને કુસુમશોભા રાજાની સામે ગઈ. રાજાએ પૂછ્યું: આ શું છે? તેમણે કહ્યું: હે દેવ! બંધુમતી આજે આવી. આવતાંની સાથે જ તેણે પોતાનો અપહરણનો અને અહીં લાવવાનો સઘળો વૃત્તાંત કહ્યો. રાજાએ પૂછ્યું. તે વૃત્તાંત કેવો છે? તે વૃત્તાંતને જ હું સાંભળવાને ઇચ્છું છું. તેમણે મણિકિરીટે જે રીતે અપહરણ કર્યું, કુમાર જે રીતે અહીં લઈ આવ્યો, વૈતાદ્યપર્વત ઉપર જે રીતે ગયા તે બધું કહ્યું. પછી રાજાએ કહ્યું હવે આગળની વાત કરો. તેથી તેમણે કહ્યું: હે દેવ! અહીં આવ્યા બાદ બંધુમતીએ સ્નાન અને ભોજન વગેરે કર્યું. ત્યારબાદ ક્ષણવાર ૧. અવસર = રાજસભા. ૨. ૩છાફા = નો અર્થ ઢાંકેલી થાય. પણ તે અર્થ અહીં ઘટતો ન હોવાથી ભાવાર્થ “ભીંજાયેલી” એવો કર્યો છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦- શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર સૂતી. સૂર્યાસ્તથી આરંભી પોતાની દાવેદનાને કહે છે, અર્થાત્ સૂર્યાસ્તથી પોતાને દાવેદના થાય છે એમ કહી રહી છે. આથી અમોએ આ ઉપચારો શરૂ કર્યા છે. પછી રાજાએ પૂછ્યું : પુત્રીને દાહનું કારણ શું છે તે તમોએ કંઇપણ જામ્યું છે? તેમણે કહ્યું: હે દેવ! માર્ગનો પરિશ્રમ જ કારણ જણાય છે. તેથી આપ કૃપા કરીને આ સ્થાનને જનરહિત કરો. માર્ગનો પરિશ્રમ દૂર થશે એટલે સવારે કુમારી પણ આરોગ્યવાળી થશે. એથી જરા પણ અસંતોષ (=ચિંતા) ન કરવો. વળી બીજું- ફરી આની વિગત આપને જણાવીશું. તેથી રાજાએ વિચાર્યું. આપણે પુત્રીની પાસે અપહરણ આદિનો વૃત્તાંત પૂછીશું એમ વિચાર્યું હતું. તે વૃત્તાંત તેની સખીઓએ કહી દીધો. પુત્રી હમણાં દાવેદનાથી અસ્વસ્થ છે. આથી હમણાં પાછા જઇએ એમ નિર્ણય કર્યો. પછી પુત્રીના ઉપચારો બરોબર કરવા એમ કહીને રાજા શયનગૃહમાં ગયો.
પછી બીજા દિવસે પરિજન કંઈક ઓછો થયો ત્યારે ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! કૃપા કરીને કહે કે તને શું પીડા થાય છે. તેથી બંધુમતીએ કહ્યું: હે પ્રિયસખી! અતિશય ઘણો દાહ થાય છે. પછી બીજી સખીએ કહ્યું: હે કુમારી! તને તેનું કારણ શું જણાય છે? બંધુમતીએ કહ્યું: હે પ્રિયસખી! તેવા પ્રકારનું કોઇક કારણ છે, પણ તે તમને કહેવા યોગ્ય નથી. તેથી ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! એ કોઈક કારણને હું જાણું છું. પણ જો તું નારાજી ન કરે તો કહું. તેથી બંધુમતીએ કહ્યું: હે સખી! તારા માટે આ પ્રમાણે બોલવું એ યોગ્ય નથી. કારણ કે સ્વપ્રાણોથી પણ અધિક અને સદાય હૃદયનું કહેવામાં અસાધારણ અનુરાગી એવા માણસમાં નારાજી શી? તેથી 'વિશ્વાસ રાખીને કહે. તેથી ચંપકલતાએ કહ્યું જો એમ છે તો હે હૃદયપ્રિયા! ક્ષેત્રપાલનો આ દોષ છે એમ મારા વડે જણાયું છે. પછી કંઈક હસીને કુસુમશોભાએ પૂછ્યું: તું આ કેવી રીતે જાણે છે? ચંપકલતાએ ઉત્તર આપ્યોઃ હે સખી! કાલે પણ નગર પ્રવેશ સમયે સ્વામિનીના દૃષ્ટિભાવથી મેં આ નિશ્ચય કર્યો છે. તેથી બંધુમતીએ જલદી હસીને મુખને આડું કરી દીધું અને વિચાર્યું કે અહો! મારો સખીજન ચતુર છે. આવા સખીજન આગળ પણ શું છુપાવવું? પછી ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! મહેરબાની કરીને કહો કે આવો આ દાહ તમને હમણાં જ થયો છે કે પહેલાં પણ થયો હતો? આથી બંધુમતીએ આંખના ઇશારાથી બાકીના પરિજનને દૂર કરીને ચંપકલતાના કાનમાં કહ્યું હે પ્રિયસખી! સઘળો ભાવાર્થ જાણનારી તારી પાસે પણ શું કંઈ પણ છુપાવવા યોગ્ય હોય? ધવલકૂટ પર્વતથી આરંભી દાહપીડા છે. પણ આટલા કાળ સુધી આશારૂપ જલકણોથી સિંચાયેલો તે પ્રગટ ન થયો. પણ કાલે સૂર્યાસ્તના સમયે કોઇક પાસેથી મેં સાંભળ્યું કે તે પ્રિય હમણાં જ પોતાના માતા-પિતાની
૧. વીથ = વિશ્વાસયુક્ત. ૨. = પીડા, દુઃખ.
Page #106
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૯૧ પાસે જશે. તેથી આશામાત્રનો પણ વિચ્છેદ થવાના કારણે અગ્નિની હજારો જ્વાલાઓથી પણ અધિક આ વચનથી મને આ દાહ પ્રગટ થયો છે. તેથી ચંપકલતાએ કહ્યું: જો એમ છે તો તારા દાહની શાંતિનું ઔષધ મને મળી જ ગયું છે. તેથી બંધુમતીએ ઉલ્લસિત બનીને કહ્યું છે પ્રિયસખી! કહે, તે ઔષધ શું છે? સખીએ કહ્યું: હે કુમારી! એકાગ્રચિત્તવાળી થઈને સાંભળ.
આ જ નંદિપુરમાં પુરંદરકુમારને અતિપ્રિય, સર્વકલાઓમાં કુશળ અને મારો પણ અતિશય સુપરિચિત સુલલિતનામનો રાજપુત્ર છે. તે આજે સૂર્યોદય વખતે કુમારની પાસે ગયો હતો. તે વખતે કુમાર પરિજનથી રહિત હતો, શયનમાં બેઠેલો લાંબા અને ગરમ નિઃશ્વાસ લેતો હતો, નિરર્થક જ ફાંસાઓને જોતો હતો, હૃદયથી ક્ષણવાર કંઈક વિચારતો ‘હતો, પાસે રહેલા પણ પ્રિયજનને બોલાવતો ન હતો, મારું ક્યારે શું કર્તવ્ય છે એમ પોતાના કર્તવ્યોના સમય આદિના વિભાગને જાણતો ન હતો. તેથી ભય પામેલા સુલલિતે પ્રણામ કરીને પૂછ્યું: હે સ્વામી! આ શું છે? કુમારે કહ્યું: હું કંઈ પણ જાણતો નથી. કેવળ સૂર્યાસ્ત થયો ત્યારથી મારાં અંગો વિષાદને પામે છે. સંતાપ હુરે છે, જાણે જીવ બળી રહ્યો છે. લોકવચનો સુખ આપતા નથી. અરતિ પ્રગટ થઈ છે. ખોટી ચિંતાએ આલિંગન કર્યું છે. વિશેષ કહેવાથી શું? જાણે કે હું શિલાસમૂહથી ઘડાયો હોઉં તેમ સર્વથા કાર્યાકાર્યના જ્ઞાનથી રહિત બની ગયો છું. પછી સુલલિતે પગે લાગીને કહ્યું: હે સ્વામી! અહીં સેવકજનનું જીવન તમારી કુશળતાને આધીન છે. તેથી કૃપા કરીને અહીં જે પરમાર્થ હોય તે કહો. ભુવનમાં પણ અલના ન પામતી તમારી બુદ્ધિ આટલામાં પણ કેમ મુંઝાય છે? જે પુરુષ ઘઉંને (ઘઉંના દાણાને) ગણતો હોય તે પુરુષ ખાખરાઓમાં કેમ ભૂલે? અહો! આની ભક્તિ! અહો! આની વચનરચના. તેથી પરમ રહસ્ય પણ આને જણાવવું એ મારા માટે યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને કુમારે કહ્યું: જો એમ છે તો અહીં જે પરમાર્થ છે તે સાંભળ. જે દિવસથી મેં ગુણોથી પ્રશંસા કરાતી બંધુમતીને સાંભળી તે દિવસથી જ તેણે મારું હૃદય સર્વથા હરી લીધું છે. તેમાં પણ જ્યારે મેં તેને પ્રત્યક્ષ જોઈ ત્યારે મારા શરીરમાં મેં જે અનુભવ્યું તે હું કહેવા માટે પણ સમર્થ નથી, તો પછી જાતે તેને સહન કરવા માટે કેવી રીતે સમર્થ થાઉં? જો રાજાની પાસે તેની માંગણી કરું તો લોક સ્પષ્ટ કહે કે આણે સજ્જનતાના કારણે આને પાછી લાવી નથી, કિંતુ આસક્તિના કારણે પાછી લાવી છે=બચાવી છે. પ્રાર્થના કરાતો રાજા તેને આપે કે ન પણ આપે, રાજા આપે કે ન આપે તેને કોણ જાણે? રાજપુત્રી મને ઇચ્છે છે કે નહિ તે પણ જાણવું મુશ્કેલ છે. તેનું અપહરણ ચંદ્ર જેવા નિર્મલ મારા કુળને પણ મલિન કરે. જો હું કોઈપણ રીતે ચિત્તને ક્ષણવાર તેનાથી વાળી લઉં છું તો કામદેવરૂપ ભીલ મને મનરૂપ વનમાં પીડા
૨. વંદ(મન્નથ)=કામદેવ. સવ8(શવર)=ભીલ. વ(થ)=પીડા.
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર
કરે છે. મારું મન માતા-પિતાને જોવા માટે ઉત્સુક થયું છે. આ પ્રમાણે ચિંતાસમૂહના સંયોગથી વિશ્વલ બનેલા મારા હતશરીરમાં જે અવસ્થા વર્તે છે તે અવસ્થા શત્રુને પણ યોગ્ય નથી–શત્રુને પણ ન થાઓ. આ દરમિયાન મને છેતરવા માટે આ બધું ખોટું કહી રહી છે એવા વિચારથી વિષાદવાળી અને કદાચ સત્ય પણ હોય એવા વિચારથી હર્ષવાળી બંધુમતીએ કહ્યું: હે પ્રિયસખી! આ વૃત્તાંત કેવી રીતે જાણ્યો? તેથી ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! સાંભળ, કહું છું. આજ સવારે હું તારી પાસે આવવા માટે મારા ઘરેથી ચાલી. અહીં આવતાં રસ્તામાં જ કુમારનો આવાસ છે. તે આવાસમાં પ્રવેશતા લલિતને મેં દૂરથી જોયો. મારે તેનું કંઇક કામ હતું. તેથી હું તેની પાછળ તેના આવાસમાં પેઠી. નજીકમાં જઇને ભીંતના આંતરમાં ઊભી રહી તેટલામાં તેમનો આ સઘળો ય પરસ્પર વાર્તાલાપ મેં સાંભળ્યો. પ્રિયચંદ્ર અને જ્યોત્સ્નાના લગ્નમંડપ (=ચોરી) જેવા આ વૃત્તાંતને સાંભળીને હર્ષ પામેલી અને તને કહેવા માટે "ઉત્સુક બનેલી હું ત્યાંથી નિકળી. નીકળતી એવી મેં રાજાના મતિવિલાસ નામના મુખ્ય મંત્રીને પ્રવેશતો જોયો. ત્યાંથી હું અહીં આવી. પછી ત્યાં આગળ શું થયું તે હું જાણતી નથી. તેથી હે સ્વામિની! આ કાર્ય સિદ્ધ થયેલું જ છે. આ વિષે વિકલ્પ ન કરવો. કારણ કે વિધિએ કૃષ્ણને મૂકીને લક્ષ્મી, મહાદેવને મૂકીને પાર્વતી, કામદેવને મૂકીને રિત કોના માટે ઘડી છે? આ દરમિયાન કોઇએ કહ્યુંઃ આ પણ અનુરૂપ સંયોગ સિદ્ધ થયેલો જ જાણવો. તેથી બધી સ્ત્રીઓએ કહ્યું: અહો! નિમિત્ત સારું છે. આની કાર્યસિદ્ધિ થાય જ. આ દરમયાન બંધુમતીની પ્રિયંગુમતી નામની નાની બહેને ઓચિંતી આવીને કહ્યું કે તમને વધામણી આપવામાં આવે છે. આજથી પાંચમા દિવસે બંધુમતીનો વિવાહ થશે. તેથી બધીય સ્ત્રીઓ પરસ્પર વિસ્મય પામી. મારા એટલાં પુણ્ય નથી કે જેથી તે જ હૃદયપ્રિયને હું અપાઇ હોઉં એવા વિચારથી બંધુમતીના હૃદયમાં ધ્રાસકો થયો. મતિવિલાસ મંત્રી પ્રિયની પાસે ગયો ઇત્યાદિ વૃત્તાંતના શ્રવણથી બંધુમતીને સત્યની સંભાવના થઇ. આથી બંધુમતી ક્ષણવાર મૌન રહી.
ત્યારબાદ કુસુમશોભા વગેરેએ પૂછ્યું: હે પ્રિયંગુમતી! આ તેં કેવી રીતે જાણ્યું? પ્રિયંગુમતીએ કહ્યુંઃ સાંભળો, કહું છું. સવારે તમારી પાસેથી હું પિતાજીના ચરણોનાં દર્શન કરવા માટે ગઇ. હું ત્યાં ગઇ ત્યારે પિતાજી મતિતિલક મહામંત્રીના બાહુને વળગીને મંત્રીના ઘરે જઇ રહ્યા હતા. મેં પિતાજીને પ્રણામ કર્યા. પિતાજીની આંગળીએ વળગીને હું પણ મંત્રીના ઘરે ગઇ. હું પિતાજીને અતિપ્રિય હોવાથી પિતાજીએ મને દૂર ન કરી. પિતાજીએ ઉચિત સ્થાનમાં બેસીને કહ્યું: હે મંત્રિવ! જેણે અમને જીવન આપ્યું તે વિજયસેન રાજાના
૧. અહીં સમૂસિયા (સમુષ્કૃિતા)ના સ્થાને સમૂત્યુઞ(સમુર્ભુજા) હોવું જોઇએ.
Page #108
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુિરંદરચરિત્ર-૯૩ પુત્રનો કયો પ્રત્યુપકાર યોગ્ય છે તે કહો. તેથી મંત્રીએ કહ્યું: આ વિષે દેવ જ પ્રમાણ છે. અમારા જેવાનો આ વિષય નથી. પછી પિતાએ કહ્યું: જો એમ છે તો મારો આ વિચાર છે કે અમને જીવનથી પણ અધિક બંધુમતી આને જ વિવાહ માટે આપવી. અનુરૂપ આ સંયોગ સર્વજનસંમત છે. પછી મંત્રીએ કહ્યું: દેવે સારું વિચાર્યું છે. દેવને છોડીને બીજો કોણ ઉચિતને જાણે? પછી પિતાએ શિખામણ આપીને મતિવિલાસ નામના મંત્રીને શ્રેષ્ઠકુમારની પાસે મોકલ્યો. તે મંત્રી ત્યાં ગયો. કુમારે તેનો ઉચિત આદર કર્યો. પછી મંત્રીએ કહ્યું હે કુમાર! રાજાએ મને તમારી પાસે મોકલ્યો છે, અને કહ્યું છે કેવિશ્વમાં પણ બીજો કોઈ જે કરવા માટે અસમર્થ હોય તમોએ અમારું તે મહાન પ્રિય - કર્યું છે. અને કુમાર હમણાં અમારી પ્રાર્થનાથી કંઈક કરવાને યોગ્ય છે, અર્થાત્ અમારી પ્રાર્થનાથી કુમારે કંઈક કરવું જોઇએ. તેથી રાજપુત્રે કહ્યું: દેવ જે આજ્ઞા કરે છે તે કોઈ જાતનો વિકલ્પ કર્યા વિના કહો. પછી મતિવિલાસે કહ્યું: જો એમ છે તો સ્વજીવનથી પણ અધિક બંધુમતીને લગ્નવડે કુમાર પવિત્ર કરે. પછી કુમારે પાસે રહેલા સુલલિત રાજપુત્રનું મુખ જોયું. તેથી તેણે કહ્યું: હે કુમાર! શ્રી વિજયસેન રાજા સમાન આ રાજા તમારા માટે સદા ઉલ્લંઘન કરવા યોગ્ય નથી. તેથી રાજાની આ પ્રાર્થના પણ સફલ કરો. તેથી કુમારે કહ્યું: જો એમ છે તો કંઈ પણ તમે જાણો છો. પછી તમારી મહાકપા એમ કહીને મતિવિલાસ મંત્રી ઉક્યો, અને પિતાની પાસે આવ્યો. તે વખતે હું ત્યાં જ બેઠી હતી. પૂર્વોક્ત સઘળો વૃત્તાંત તેણે પિતાને કહ્યો. પછી પિતાએ નૈમિત્તિકને બોલાવડાવ્યો. તેણે કહ્યું: આજથી પાંચમા દિવસે લગ્નમુહૂર્ત સારું છે. તેથી મેઘધારાથી સિંચાયેલા કદંબપુષ્પની જેમ હર્ષથી રોમાંચિત શરીરવાળી બનેલી હું તમને જણાવવા માટે તમારી પાસે આવી. આ પ્રમાણે મેં આ જાણ્યું છે. પછી હર્ષ પામેલા ચિત્તવાળી કનકપ્રભાએ કહ્યું અહો! નિમિત્ત અવિસંવાદી(=સાચું કહેનાર) છે. આ ઔત્પાતિકી ભાષા દિવ્ય(=સત્ય) હોય છે, અન્યથા પરિણમતી નથી, અર્થાત્ સાચી સિદ્ધ થાય છે. પછી ચંપકલતાએ કહ્યું- હે બંધુમતી! તમારું ઇચ્છિત સિદ્ધ થઈ ગયું. દાવેદનાને શાંત કરવાનું ઔષધ મળી ગયું. તેથી તમે ઊઠીને શરીરસત્કાર આદિ કાર્યોને કરો. પછી હૃદયમાં પરમ હર્ષરૂપ સાગરમાં ડૂબેલી હોવા છતાં બંધુમતીએ કામદેવનો સ્વભાવ વક્ર હોવાથી મુખમાં (હોઠને) ભીડીને બધાની સન્મુખ થઈને કહ્યું: અસત્યને જ બોલવામાં નિપુણ તમે બધીઓ આ વાતથી મને છેતરો છો. આ સંબંધ વિનાના પ્રલાપથી મારું માથું પણ દુઃખે છે આમ કહીને તેણે તુરત મુખ અવળું કરી દીધું. પછી ચંપકલતાએ ધીમેથી હસીને કહ્યું છે સ્વામિની! આ પ્રમાણે ન કહો. આ જરા પણ અસત્ય નથી. સ્વામિનીનું આ ફળોથી જ જણાશે, અર્થાત્ ફળો મળશે ત્યારે જાણશે કે આ અમારી વાત સાચી છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪- શાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર બંધુમતીના પુરંદરકુમાર સાથે લગ્ન આ પ્રમાણે ત્યાં વાર્તાલાપ થઈ રહ્યો હતો ત્યારે રાજનિયુક્ત અંતઃપુરના રક્ષક પુરુષો ત્યાં આવ્યા. તેમણે કહ્યું: હે કુમારી! રાજાએ આજ્ઞા કરી છે કે તમારો વિવાહ નજીકમાં છે. તમે શરીરસત્કારરૂપ મંગલોને કરો. તેથી કૃપા કરીને ઊભા થાઓ. પછી બંધુમતી ઊભી થઈ. સકલ પરિજન પોતપોતાને નિમેલા અધિકારો બજાવવામાં લાગી ગયો. ક્રમે કરીને વિવાહનો દિવસ આવી ગયો. પુરંદરકુમાર ઘણા આડંબરથી બંધુમતીને પરણ્યો. રાજાએ બંધુમતીને સુવર્ણ વગેરે અતિશય ઘણો દ્રવ્યસમૂહ આપ્યો. કુમારને પણ દશક્રોડ સુવર્ણ, દશ હજાર ઉત્તમ હાથીઓ, દશહજાર શ્રેષ્ઠ રથો, એકલાખ અશ્વો, બે ક્રોડ પાયદળ ઘણા ગામનગરોથી પૂર્ણ દેશ આ બધું આપ્યું. સન્માન કરીને મણિકિરીટ વગેરેને વિદાય આપી. પછી બંધુમતીની સાથે પાંચ પ્રકારના વિષયસુખને અનુભવતા કુમારના દિવસો પસાર થઈ રહ્યા છે. ત્રિક, ચતુષ્ક, ચોરો અને ઉદ્યાન આદિમાં વિવિધ વિલાસોથી ક્રીડા કરતા કુમાને જોઈને આનંદિત ચિત્તવાળા નગરલોકો બધા સ્થળે બોલી રહ્યા કે જ્યાં તે કાશી દેશ? અને ક્યાં આવું શ્રેષ્ઠ નગર? વિદ્યાધર વડે અપહરણ કરાયેલી પણ બંધુમતી કયાં પાછી આવી? રાજાને આવી અનુકૂલ બુદ્ધિ પણ કેવી રીતે ઉત્પન્ન થાય? અથવા જેણે ઘણું પુણ્ય કર્યું હોય તેને બધું ય અનુકૂલ થાય છે. બળાત્કારથી ખેંચેલી શત્રુની લક્ષ્મીથી જેણે નિવાસ કર્યો છે એવા આના હાથમાં જેનો હાથ જોડાયો છે તે જ બંધુમતી કૃતાર્થ છે. આ પ્રમાણે તેણે સર્વજનને સંતોષ આપ્યો. બંધુમતીની સાથે સુખપૂર્વક રહેતા તેને અતિશય ઘણો કાળ પસાર થઈ જવા છતાં ખબર ન પડી.
પુરંદરકુમારનું સ્વનગરીમાં આગમન. હવે કોઇવાર શ્રેષ્ઠસુભટોથી ભરેલી રાજાસભામાં બેઠેલા રાજપુત્રને પ્રતિહારીએ જણાવ્યું કે શ્રી વિજયસેન રાજાએ મોકલેલો ચતુરવદન નામનો પુરુષ દ્વાર પાસે ઊભો છે. તેને શો આદેશ છે? રાજપુત્રે કહ્યું: આવવા માટે જલદી રજા આપ. પ્રતિહારીવડે રજા અપાયેલો તે પુરુષ ક્ષણવારમાં ત્યાં આવ્યો. કુમારે ઓળખીને સહર્ષ તેનું આલિંગન કર્યું. અપાયેલા આસન ઉપર તે બેઠો. કુમારે તેને શ્રી વિજયસેનરાજા અને પોતાની માતા વગેરે લોકના સર્વ કુશલ સમાચાર પૂછ્યા. પૂછાયેલા તેણે કહ્યું: તમારા પિતૃઘરે સઘળું ય કુશળ છે. એક જ અકુશળ છે કે ચક્ષુઓથી તમારા દર્શન થતાં નથી. હે કુમાર! જે દિવસથી તમે સ્વનગરીમાંથી નીકળ્યા છો તે દિવસથી તે નગરીમાંથી ચોક્કસ સુખ પણ નીકળી ગયું છે. તમારા વિરહમાં રડતી કમલમાલાની બે ચક્ષુઓમાં જાણે મહાસમુદ્ર સંક્રાંત થયો છે. ક્ષણવાર દીર્ધ શ્વાસ લે છે, ક્ષણવાર નિરર્થક બોલે છે. ક્ષણવાર રડે છે. તમારા વિરહમાં રાજા પણ આવા પ્રકારના દુઃખને પામ્યા છે. પૃથ્વીમાં તેવું કોઈપણ
Page #110
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૯૫ સ્થાન નથી કે જ્યાં રાજાએ ચરપુરુષો વડે તમારી શોધ ન કરી હોય. પણ રાજાને તમારો પત્તો પણ મળ્યો નહિ. પણ હમણાં આ નગરીમાંથી ત્યાં આવેલા સમુદ્રદત્ત વણિકે તમારા આ સઘળા ય સમાચાર કહ્યા. તેથી તે કુમાર! તમને લાવવાને માટે રાજાએ મને મોકલ્યો છે. માટે મહેરબાની કરીને તમે ત્યાં અતિશય જલદીથી આવો. જો કોઇપણ રીતે કેટલાક દિવસોમાં ત્યાં નહિ આવો તો હું માનું છું કે તમે માતા-પિતાને જીવતા નહિ જુઓ. આ સાંભળીને જાણે વજથી હણાયો હોય તેવા રાજકુમારે વિચાર્યું. મારા જન્મથી માતા-પિતાને જે સુખ થયું તેને જુઓ. જગતમાં સ્વપ્રાણના દાનથી પણ તેમનો ઉપકાર દુષ્કર છે= તેમના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે. તે માતા-પિતાને મેં અપાર દુઃખ ઉત્પન્ન કર્યું. ઈત્યાદિ વિચારીને ચતુરવદનને પણ બાહુમાં પકડીને કુમાર શ્રી સૂરરાજાની પાસે આવ્યો. તે બધું રાજાને કહ્યું અને તે પુરુષ પ્રત્યક્ષ દેખાડ્યો. તેથી રાજાએ ઉચિતસમયને જાણીને કુમારનું સન્માન કરીને સર્વસમૃદ્ધિની સાથે અને બંધુમતીની સાથે કુમારને વિદાય આપી. અતિશય સ્નેહ હોવા છતાં તેણે ખોટો આગ્રહ ન કર્યો. પછી સતત પ્રયાણ કરીને કુમાર પોતાની નગરીમાં આવ્યો. ચતુરવદને પણ આગળ જઈને રાજાને વધામણી આપી. તેથી રાજા સર્વસમૃદ્ધિથી તેની સામે આવ્યો. કુમારે પણ બંધુમતીની સાથે રાજાને પ્રણામ કર્યા. પછી સ્નેહથી ભરેલા રાજાએ કુમારને ભેટીને બંધુમતીની સાથે ઉત્તમ હાથી ઉપર આરૂઢ કર્યો. હાથી ઉપર બેઠેલો તે શ્વેત ચામરોથી વીંઝાઈ રહ્યો છે. તેના મસ્તકે શ્વેત ઉત્તમ છત્ર ધરવામાં આવ્યું છે. (રપ) પ્રિયાની સાથે ઉત્તમ હાથી ઉપર બેઠેલો તે ઐરાવણ હાથી ઉપર “રંભાઇદ્રાણીની સાથે બેઠેલા આશાપૂર્ણ ઇદ્રની શોભાની વિડંબના કરી રહ્યો હતો. આ રીતે નગરીમાં પ્રવેશ કરતા કુમારની નગરલોક વિવિધ વચનોથી પ્રશંસા કરતો હતો. તે આ પ્રમાણે- કોઈ કહેતા હતા કે, જુઓ, કુમાર નગરીમાંથી એકલો ગયો હોવા છતાં કેટલા વિસ્તારને પામ્યો! અથવા ભવાંતરમાં જેમણે પુણ્ય ઉપાર્જન કર્યું છે તેમને આ કેટલું છે? જન્માંતરમાં એકઠા કરેલાં પુણ્યરૂપ દોરીથી બંધાયેલી લક્ષ્મી જંગલમાં, ઘરમાં કે વિદેશમાં સપુરુષોનો ક્ષણવાર પણ પીછો છોડતી નથી. બીજો કહેતો હતો કે, બંધુમતી જ ધન્ય છે કે જેને કુમારે પત્નીપદે સ્થાપિત કરી છે. સઘળી હારરૂપી લતા મરકતમણિને યોગ્યતાને પામતી નથી, અર્થાત્ સઘળા હારો મરકતમણિને યોગ્ય હોતા નથી. બીજો તો આની સ્પર્ધાથી કહેતો હતો કે– બંધુમતી જેની પત્ની થઈ તે કુમાર પણ કૃતાર્થ જ છે, કારણ કે સઘળા મણિ મોતીની માળામાં ઘડાતા નથી. આ પ્રમાણે પ્રશંસા કરાતો કુમાર ઘરે આવ્યો અને આનંદિત
૨. માલામય એ સ્થળે સીમ શબ્દને સ્વાર્થમાં પ્રત્યય લાગતાં સામા બને “તીર્ષકૂવી મિથો વૃત્ત" સૂત્રથી
હ્રસ્વ થતાં તH-સામય બન્યું છે. સામા = નારી. ૨. = દોરી.
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર ચિત્તવાળા પોતાની માતા વગેરે સ્વજનોને મળ્યો. પછી કુમારે દેશદર્શનની ઇચ્છાથી હું આટલું ભમ્યો એ વાત માતા-પિતાને કહી અને ત્યાં જે અનુભવ્યું તે પણ કહ્યું. હવે કુમારના પુણ્યના કારણે હર્ષથી અને સંપદાથી કાશીદેશ અધિક વધવા લાગ્યો. આ પ્રમાણે ઘણો કાળ પસાર થયો.
| વિજયસેન રાજાનું કેવલી ભગવંત પાસે ગમન હવે એકવાર જેવી રીતે દુષ્ટ માણસ દુર્વચનના સમૂહથી પીડા આપે તેવી રીતે અતિશય બરફના કરાની વર્ષોથી સંપૂર્ણ વિશ્વને પીડા કરતી હેમંતઋતુનો પ્રારંભ થયો. ઠંડીથી દુઃખી થયેલા પણ જગતમાં કુંદપુષ્પોની શોભાને જોઇને જણાય છે કે દુષ્ટ પણ માણસો શુદ્ધ માણસોની આગળ ફરકતા નથી=આવતા નથી. વસંતઋતુમાં અતિશય કેસર, તલ, સૂંઠ અને અગ્નિ વગેરે પદાર્થો ગૌરવને પામ્યા. કારણ કે ઠંડા પદાર્થોનો વિરોધી પદાર્થ ગૌરવવાળો બને જ છે. તે ઋતુમાં માળા, જલ, ચંદ્ર, ચંદન વગેરે) શીતલ વસ્તુઓ અનિષ્ટ બની. શોભાને પામેલો જડ આત્મા પહેલાં પોતાના પક્ષને જ હણે છે. તેમાં દિવસો દુર્જનની સોબતની જેમ હાનિને પામ્યા નાના થયા. રાત્રિઓ સજ્જનની મૈત્રીની જેમ વૃદ્ધિને પામી=મોટી થઈ. તેમાં દરરોજ સૂર્યનું પણ તેજ ઘટે છે. અથવા દક્ષિણ દિશામાં દોડતો તે નિસ્તેજ થાય જ છે. તેમાં ઠંડીના સ્પર્શથી ભય પામનારા મુસાફરોનો સમૂહ પુષ્ટ સ્તનવાળી
અને પ્રિય એવી પત્નીને યાદ કરીને દૂરથી પણ પાછો ફરે છે. તે ઋતુમાં જાણે કે હિમાલય પર્વતની શિલાઓ હોય એવો ભ્રમ જેમાં કરાયો છે તેવા હિમના પિંડરૂપ થયેલા (થીજી ગયેલાં) સરોવરોમાં સિદ્ધ (યોગી) પુરુષોનું મન ક્ષણવાર સ્નેહ કરે છે, અર્થાત્ સરોવરો ઠંડીના કારણે થીજી જવાથી જાણે કે હિમાલય પર્વતની શિલાઓ છે એવો ભાસ થાય છે અને એથી એને જોઈને સિદ્ધ પુરુષને ક્ષણવાર આનંદ થાય છે. તે ઋતુમાં મધ્યરાત્રિએ દરિદ્ર માણસોની દાંતરૂપ વીણાના ધ્વનિથી જગાડાયેલા ધનવાનો પણ ફરી કષ્ટથી નિદ્રાને પામે છે. મહિના સુધી યોગ્ય આધારવાળી હેમંતઋતુએ વનોમાં મહાન શિકારીની જેમ લાખો સ્થલચર અને ખેચર જંતુઓના જીવનનું પણ અપહરણ કર્યું. આ પ્રમાણે ઠંડા પવનના કારણે સઘળા લોકો જેમાં કંપી રહ્યા છે તેવી હેમંતઋતુમાં ઉદ્યાનપાલકે જઈને
૧. અહીં ગ્રંથકારે કલ્પના કરી છે કે- હેમંતઋતુ દુઃખી કરતી હોવાથી ખલ(લુચ્ચી) છે. આમ છતાં કુંદ પુખ
ઉપર તેની અસર થતી નથી. કારણકે કુંદપુષ્પ અત્યંતશુદ્ધ=શ્વેત હોવાથી હેમંતઋતુમાં વિકાસ પામે છે. હેમંતઋતુની કંદપુષ્પ ઉપર અસર થતી નથી=એના વિકાસને રોકતી નથી તેથી જણાય છે કે ખલ
માણસોની શુદ્ધ માણસો ઉપર અસર થતી નથી. ૨. અહીં જડશબ્દના બે અર્થ છે. એકપક્ષમાં જડ એટલે ઠંડી. બીજા પક્ષમાં જડ એટલે મૂર્ખ.
Page #112
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૯૭ રાજાને જણાવ્યું કે, દેવો અને મનુષ્યોરૂપી ભમરાઓથી જેમના ચરણકમલ સેવાયેલા છે, સૌમ્યતાથી ચંદ્ર જેવા, સૂર્યની જેમ કેવલજ્ઞાનથી સંપૂર્ણ ભુવનતલને પ્રકાશિત કરનારા, મુનિસમૂહથી પરિવરેલા, કોઇ મુનિવર અહીં ઉદ્યાનમાં પધાર્યા છે. દેવોએ રચેલા સુવર્ણકમલમાં બેઠેલા તે મુનિવર લોકોને ધર્મ કહે છે. આ નગરમાં જે કોઈ વસે છે તે સઘળો ય લોક તે જ મુનિવરના વંદન માટે પ્રવૃત્ત થયો છે. આ સાંભળીને હર્ષ પામેલો રાજા આ પુરુષને પારિતોષિક દાન આપીને સર્વ સમૃદ્ધિથી ઉદ્યાનમાં જવા માટે ચાલ્યો. ક્રમે કરીને અંતઃપુર, કુમાર, સામંતરાજાઓ, મંત્રીઓ અને નગરલોકો ત્યાં આવ્યા. તેમણે મુનિનાથને સાક્ષાત્ જોયા. દૂરથી જ તે મુનિવર દેખાયા એટલે રાજા ઉત્તમ હાથી ઉપરથી નીચે ઉતર્યો. મસ્તક ઉપરથી મુગુટ ઉતાર્યો. ચામરો દૂર કર્યા. છત્ર દૂર કર્યું. તલવાર વગેરે હથિયારોનો ત્યાગ કર્યો. પગમાંથી પાદુકાઓ કાઢી નાખી. તાંબૂલનો ત્યાગ કર્યો. પગ આદિમાં પાણીથી શુદ્ધિ કરી. ઉત્તરાસંગ(aખેસ) પહેર્યો. પછી અતિશયહર્ષ થવાના કારણે જેના શરીરમાં અતિશય રોમાંચો ઉલ્લસી રહ્યા છે એવો તે મુનીન્દ્રની પાસે જવા માટે પ્રવૃત્ત થયો.
ત્યાં જતાં માર્ગના નજીકનાં સ્થાનોમાં દૃષ્ટિ ફેરવતાં તેણે સાધુઓને જોયા. પૂર્વે જેનું વર્ણન કર્યું છે એવી બરફના કરાને વરસાવનારી અતિશય ઠંડી પડતી હોવા છતાં સાધુઓ વસ્ત્રથી રહિત હતા. તેમનું શરીર રૂક્ષ હતું, માંસ-લોહીથી રહિત હતું. તપતેજના સમૂહથી પુષ્ટ હતા. સ્થિરતાથી મેરુપર્વતને જીતનારા હતા. ગંભીરતાથી સમુદ્રને જીતનારા હતા. દીનતાથી રહિત હતા. કેવળસત્ત્વથી અધિષ્ઠિત હતા. કેટલાક સાધુઓ 'ઉત્કટુક આસનથી, કેટલાક ગોદોહિકા આસનથી, કેટલાક વીરાસનથી, કેટલાક લંગડ મુદ્રાથી શયન કરનારા, બીજાઓ ગરુડ આશનથી, બીજાઓ દંડની જેમ લાંબા, બીજાઓ મયૂર આસનથી, બીજાઓ એક પગે ઊભા રહીને, બે બાહુઓને ઊંચા રાખીને હાથ ઊંચા રહે તેવી મુદ્રાથી, બીજાઓ મંડૂકઆસનથી, બીજાઓ પદ્માસનથી, બીજાઓ કચ્છપઆસનથી, બીજાઓ કાર્યોત્સર્ગ મુદ્રાથી, રૂક્ષ પુદ્ગલ ઉપર નિમેષથી (આંખના પલકારાથી) રહિત દૃષ્ટિ રાખીને રહ્યા હતા.
૧. ઢેકા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે બેસવું તે ઉત્કટુક આસન છે. જેની અને ઢેકા એક બીજાને
અડ (અર્થાત એની ઉપર ઢંકા રાખવા) અને પગના તળિયાનો આગળનો જ ભાગ જમીનને અડે, પાછળનો ભાગ અદ્ધર રહે તે રીતે બેસવું એ ગોદોહિકા આસન છે. ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. વાંકા લાકડાની જેમ સૂવે, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે કે જમીનને માત્ર પીઠ અડે (મસ્તક કે પગ અદ્ધર રહે) તે રીતે સુવે એ શયનની લંગડ મુદ્રા છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા પછી ક્રમશઃ આગળ જતાં હર્ષ, અનુગ્રહ અને ભક્તિસમૂહથી યુક્ત ચિત્તવાળા રાજાએ તારાગણમાં ચંદ્રની જેમ, પર્વતોમાં મેરુપર્વતની જેમ, વૃક્ષોમાં કલ્પવૃક્ષની જેમ, રત્નના પથ્થરોમાં ચિંતામણિ રત્નની જેમ, દેવોમાં ઇદ્રની જેમ, પક્ષીઓમાં રાજહંસની જેમ, હાથીના કલભામાં ઐરાવણ હાથીની જેમ, સિંહના બચ્ચાઓમાં મહાન સિંહની જેમ, વાચના-પૃચ્છના-પરાવર્તના વગેરેમાં પ્રવર્તેલા શ્રેષ્ઠમુનિઓના સમૂહથી અનુસરાયેલા, અતિશયભક્તિથી પ્રેરાયેલા દેવો, વિદ્યાધરો, મનુષ્યોના મસ્તકરૂપ ભ્રમણ કરતા ભ્રમરના સમૂહથી જેમનાં બે ચરણકમલો ચુંબાઈ રહ્યા છે તેવા, નિર્મલ કેવલજ્ઞાનથી જેમણે સંપૂર્ણ ત્રિભુવનને જોયું છે તેવા, મેરુપર્વતના શિખર ઉપર બેઠેલા ગરુડપક્ષીની જેમ સુવર્ણકમલ ઉપર બિરાજેલા મુનીન્દ્રને વિશેષથી પણ જોયા. તેમને જોઇને ત્રણ પ્રદક્ષિણા આપીને અને પરમ આનંદથી નીકળી રહેલા ઘણા આંસુઓના જળપ્રવાહથી સિંચાયેલા મુનીશ્વરના ચરણકમલને પ્રણામ કરીને, રાજા પરિવારસહિત ઉચિત સ્થાને બેઠો. ભગવંતે મુક્તિસુખની ઇચ્છાને અને ભવનિર્વેદને ઉત્પન્ન કરનારી સધર્મની દેશના કરી.
પછી અવસર મેળવીને વિનયથી નમેલા મસ્તકવાળા રાજાએ કહ્યું કે, હે ભગવંત! ભગવંતને સર્વ સંશયરૂપ અગ્નિને શાંત કરવા માટે પાણીના પૂરસમાન જ્ઞાનવાળા જાણીને કંઈક પૂછું છું કે, અહીં આવતાં મારા વડે જે સાધુઓ જોવાયા તે નવયૌવનવયમાં વર્તતા હોવા છતાં, અનુપમરૂપથી યુક્ત હોવા છતાં, લાવણ્યરૂપી લક્ષ્મીથી આલિંગન કરાયા હોવા છતાં, અતિશય સુકોમલપણાથી ભેટાયેલા હોવા છતાં, આવા પ્રકારની ઘણી ઠંડી પડતી હોવા છતાં, વસ્ત્રો ન પહેરવા વગેરે આવા પ્રકારનાં દુઃસહ કષ્ટોને કેમ સહન કરે છે? એમનો કયો દેશ છે? અથવા એમણે કયા કુળને પવિત્ર કર્યું છે? મુનીશ્વરે કહ્યું: હે મહારાજ! આ કથા મોટી છે, તમે વ્યાક્ષેપવાળા છો. તેથી અહીં શું કહેવાય? આથી રાજાએ કહ્યું: હે ભગવંત! આપ આ પ્રમાણે ન કહો! અલ્પબુદ્ધિવાળો પણ પુરુષ સ્વાધીન અમૃતને છોડીને વિષને પીવા માટે ઇચ્છતો નથી. તેથી તે પૂજ્ય! કૃપા કરીને આપ અમૃતની વૃષ્ટિસમાન એમના નિર્મલચરિત્રના શ્રવણથી અમારા બે કર્ણોને પવિત્ર કરો. તેથી મુનીશ્વરે કહ્યું: જો એમ છે તો સાવધાન થઈને આ સાંભળો.
અંતરંગ કથાનો પ્રારંભ અનાદિ-અનંત નામનો દેશ છે. તે સઘળાં કૌતુકોનું ચિહ્ન છે. વિલાસ કરતા અનંત લોકોથી ચારેબાજુથી પરિપૂર્ણ છે. સઘળી સંપત્તિઓનું ઉત્તમ ઘર છે. સર્વ અદ્ભુતોનું
૧. આઈ જી : વધારે / રારા જા સૂત્રથી પાંચમી વિભક્તિ છે. જેમકે– પ્રારા પ્રેક્ષતે = પ્રાસાદ ઉપર
ચઢીને જુએ છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૯ સ્થાન છે. વિશેષ કહેવાથી શું? સર્વ સત્કાર્યોનો નિવાસ છે. અનાદિ-અનંત દેશ આવો હોવાના કારણે મુનિઓ ભવસ્વરૂપને ક્રોડો દુઃખોથી વ્યાપ્ત કહે છે. તે મુનિઓ જ આ દેશનું સઘળું સ્વરૂપ વિશેષથી જાણે છે. એ દેશમાં અવનિતલ નામનું નગર છે. વજની બનાવેલી વેદિકા જેવા ધૂળના કિલ્લાથી વિંટળાયેલું છે, ચારેબાજુથી સમુદ્ર જેવી ઊંડી ખાઇના ગોળાકારથી ઘેરાયેલું છે. રાજાના નિવાસ જેવા શ્વેતમહેલોની શ્રેણિઓથી શોભેલું છે. વિચિત્ર બજારના માર્ગોથી અત્યંત શોભિત છે. કેતન વગેરે અસંખ્ય ક્રોડો રત્નોથી ભરેલું છે. વિશેષ શું કહેવું? બુદ્ધિશાળી પુરુષો પૃથ્વીમાં જે કોઈ ગુણોની સંભાવના કરે છે, તે બધાય ગુણો અહીં કહેવા માટે ઇચ્છેલા નગરમાં કહેવા. તે નગરમાં અદૃષ્ટસંચય નામનો રાજા છે. તે રાજાઓને પણ રંક બનાવે છે, કોને પણ રાજા બનાવે છે. દેવોને પણ ગધેડો બનાવે છે. ગધેડાઓને પણ દેવ બનાવે છે. ચક્રવર્તીઓને પણ નારક બનાવે છે. નારકોને પણ રાજા બનાવે છે. શ્રેષ્ઠ હાથીઓને પણ કીડો બનાવે છે. કીડાઓને પણ શ્રેષ્ઠ હાથી બનાવે છે. શ્રીમંતોને પણ દરિદ્ર બનાવે છે. દરિદ્રોને પણ શ્રીમંત બનાવે છે. સુખીને પણ દુઃખી બનાવે છે. દુઃખીને પણ સુખી બનાવે છે. વિશેષ કહેવાથી શું? જેવી રીતે અચિંત્ય સામર્થ્યવાળો કર્મસંચય પ્રસિદ્ધ છે, તેવો આને પણ જાણવો. કારણ કે પરમાર્થથી બંનેનું (અષ્ટસંચય અને કર્મસંચય એ બંનેનું) એકપણું છે.
જેમ મહાદેવની પાર્વતી પત્ની છે, તેમ તે રાજાની શુભ પરિણતિ નામની રાણી છે. તે રાણી રાજાના શરીરના જમણા અર્ધભાગમાં રહે છે. તે રાણી સંપૂર્ણ ત્રણ ભુવનનું કેવલ હિત કરે છે. અનંતગુણોરૂપી રત્નોની ઉત્પત્તિ માટે રોહણભૂમિ સમાન છે. તે આ પ્રમાણે– યોગ્યતા પ્રમાણે કેટલાક જીવોનો ઈષ્ટયોગ કરે છે, અનિષ્ટવિયોગ કરે છે, સુખોને વિસ્તારે છે, દુઃખોનો નાશ કરે છે, શ્વેત કિરણો જેવો ઉજ્વળ યશ ફેલાવે છે, સઘળાં કષ્ટોથી પાર ઉતારે છે, સ્વર્ગાદિ સ્થાનોમાં ધારણ કરે છે, નરકાદિમાં જન્મને રોકે છે, સઘળા મનોરથોને પૂરે છે, શત્રુસમૂહનો નાશ કરે છે, અતિશય ખુશ થયેલી આ જ રાણી સંપૂર્ણ જગતનું આધિપત્ય પ્રાપ્ત કરાવે છે, જેથી ઇદ્ર પણ નોકરની જેમ વર્તે છે. ચક્રવર્તીઓ સેવકની જેમ રહે છે. દેવસમૂહ સૈન્યસમૂહની જેમ સાથે ચાલે છે, અષ્ટ મહાપ્રાતિહાર્ય પ્રાપ્ત કરાવે છે. અથવા વિસ્તારવાળા આ કથનથી શું? આ રાણી પુણ્યપ્રકૃતિના સમુદાય સમાન જ છે. તેથી લોકમાં જે શુભ થાય છે તે બધું તેની મહેરબાનીથી થાય છે. જેમ કામદેવની અત્યંત પ્રિય રતિ પત્ની છે. તેમ તે રાજાની બીજી પણ અશુભ પરિણતિ નામની પત્ની છે. તે રાણી રાજાના શરીરના ડાબા અર્ધભાગમાં રહે છે. તે સ્વરૂપથી ભયંકર છે, સ્વભાવથી ક્રૂર છે, હૃદયથી દુષ્ટ છે. સ્વભાવથી કૃતઘ્ન છે, પ્રવૃત્તિથી પ્રચંડ છે. વિશ્વમાં રહેલા સર્વ લોકોને પ્રતિકૂળ છે. સઘળા દોષારૂપ પથ્થરોના સમૂહની ઉત્પત્તિ માટે પર્વતના જેવી ઉ. ૮ ઉ. ૧
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા વિલાસવાળી, અર્થાત્ પર્વતમાંથી પથ્થરો પ્રગટ થાય છે તેમ આ રાણીથી બધા દોષો પ્રગટ થાય છે. કુપિત થયેલી આ રાણી જીવોનાં લાખો દુઃખોની ઉદીરણા કરે છે=લાખો દુઃખો પ્રગટ કરે છે, ઘણા પ્રકારની વ્યાધિઓને ઉત્પન્ન કરે છે, અગ્નિજ્વાળાઓથી પણ અધિક માનસિક પીડાઓને પ્રજવલિત કરે છે, સર્વદુઃખોને આપનારું દારિત્ર્ય આપે છે, મનોરથોરૂપી વેલડીઓના વિસ્તારને નિષ્ફલ બનાવે છે, કષ્ટરૂપી વૃક્ષસમૂહને ફળવાળો કરે છે, સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે, અતિશય કુપિત થયેલી આ રાણી જીવોને ઉપાડીને અનંતભવરૂપ ગંભીર સાગરમાં ફેંકી દે છે, અને ત્યાં અગણિત નીચલાં સ્થાનોમાં ભમાવે છે, વજની શૂળીઓમાં ફેંકે છે, મુદ્રગર આદિના ઘા કરીને મારે છે, વજ જેવા મુખવાળા પક્ષીઓથી તોડાવે છે, કરવતોથી ફાડે છે, પ્રબલ અગ્નિથી બાળે છે, ભૂખથી મારી નાખે છે, તરસથી સુકવી નાંખે છે, માછલું, ભૂંડ અને પક્ષી આદિ ભાવોથી નચાવે છે, માતંગ આદિ રૂપોથી વિડંબના પમાડે છે, ધનના મદથી મલિન બનેલા શ્રીમંતોનાં ઘરોમાં કુકર્મો કરાવે છે, હીનદેવ આદિરૂપે ફજેતી કરાવે છે, દીનતા બતાવડાવે છે, પરાભવોની પરંપરાને પ્રગટ કરે છે, ઘણી રીતે કહેવાથી શું? તે બાળા પાપપ્રકૃતિની સંતતિ તુલ્ય જ છે. તેથી લોકમાં જે કંઈ અશુભ થાય છે તે બધુંય આના પ્રભાવથી થાય છે.
તેમાં શુભ પરિણતિને ઘણા પુત્રો થયા. તે પુત્રો કળાના પાનને પામનારા, શૂર, સુંદર રૂપવાળા, પ્રિય બોલનારા, લાવણ્યના ભંડાર, શાંત, અદ્ભુત કીર્તિને પામેલા, સંપત્તિમાં પણ અભિમાનરહિત, વિપત્તિમાં પણ વિષાદ નહીં કરનારા, દેવ-ગુરુની પૂજા કરવામાં સદેવ અપ્રમાદી, વિનયના જ રસવાળા, હોંશિયાર, વાત્સલ્યવાળા અને સત્યવાદી હતા. અથવા બહુ કહેવામાં શું? સર્વગુણોરૂપી રત્નોના સાગર હતા. તેમનાં વિમલબોધ, સમજલધિ, વિશ્વગુણ, વિશ્વભર, કીર્તિધર, યશોનિધિ, શ્રેયોરતિ અને પુણ્યમાનસ વગેરે નામો છે. અશુભ પરિણતિને પણ ઘણા પુત્રો થયા. પણ તે શુભ પરિણતિના પુત્રોથી વિપરીત છે. તે પુત્રો લુચ્ચા, ક્રૂર, સંતોષથી રહિત, બીજાને સંતાપ પમાડનારા, પાપી, અતિશય પાપી લોકોની સોબત કરનારા, અસત્ પ્રલાપ કરનારા, લોભી, દેવ-ગુરુના દ્વેષી, બીજાઓ ઉપર ઘણો દ્વેષ કરનારા, ધિઢા, વિશિષ્ટ લોકોથી નિંદાયેલા, પોતાનામાં ખોટા ગુણોનો આરોપ કરીને ગર્વ કરનારા, સત્યથી રહિત, દુર્જનોમાં જે દોષો કહેવાય છે તે સર્વ દોષોથી યુક્ત હતા. તેમનાં કલુષબોધ, પાપરતિ, કલ્મષાકર, ભવાનુબંધ, ભવનંદી, દુરવ્યવસાય, નિર્ધર્મ, વૃજિન(પાપી) વગેરે નામો છે.
તે બંને ય સાથે વિવિધ રમતોથી રમે છે, બગીચા, મઠ અને ઉદ્યાન આદિમાં પરિભ્રમણ કરે છે. તે નગરમાં રહેનારા ઘણા લોકોના ખોળામાં રમે છે=વિલાસ કરે છે, મનોહર વચનોથી સ્વજનોના હૈયાઓને હરી લે છે, પછી કળાઓને ગ્રહણ કરવાનો સમય થતાં બધા ય પુત્રો કલાચાર્યને સોંપવામાં આવ્યા. શુભપરિણતિના પુત્રોએ સારો અભ્યાસ
Page #116
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૧ કર્યો. અશુભ પરિણતિના પુત્રો તો દુર્વિનયના કારણે કલાને ભણાવનારા ઉપાધ્યાયને ઉગ પમાડતા હતા, ચિત્તમાં દંભી હતા, સ્વભાવથી અતિશય પ્રમાદવાળા હતા, આત્માના અકલ્યાણના ભાજન હતા, ઘણી પાપ પ્રવૃત્તિઓમાં આસક્ત હતા, આથી તેવા પ્રકારનું કંઈ પણ ભણ્યા નહિ. ત્યારબાદ એકવાર દરેક ભવમાં સાથે આવનારી, લાંબાકાળથી જેની સાથે સંબંધ થયો છે તેવી, સ્વયં સ્વયંવરમાળાને જેણે નાખી છે તેવી, સકલજનોના વિચિત્ર ચરિત્રો તત્કાલ જેનાથી પ્રગટ થઈ રહ્યા છે તેવી ભવિતવ્યતા નામની એક જ પત્નીને બધાય પરયા.
આ દરમિયાન વિજયસેન રાજાએ વિચાર્યું. અહો! આશ્ચર્ય છે કે આટલા બધાયની : એક જ પત્ની? અથવા આ વિચારને રહેવા દો, આ વિચારથી શું? આશ્ચર્ય કરનાર આ
સઘળું ય ચરિત્ર આચાર્ય ભગવંત પ્રયત્નથી કહી રહ્યા છે. તેથી એનું રહસ્ય પાછળથી નિશ્ચિત કરશું. હમણાં આચાર્ય ભગવંત સંપૂર્ણ ચરિત્ર કહે. આમ વિચારીને રાજાએ કહ્યું: હે ભગવંત! આગળ શું થયું? સર્વ સાધુસમૂહના અધિપતિએ કહ્યું હે રાજન્! તેમનામાં યૌવન સન્મુખ થયે છતે, પ્રૌઢતાનો જન્મ વિકારસમૂહમાં પગ મૂકવાની ઇચ્છાવાળો થયે છતે, ભવિતવ્યતાના વિલાસો પ્રગટ થયે છતે, ઓચિંતી જ એકવાર તે નગરમાં ચોરોની મોટી ધાડ પડી. મધ્યમાં રાખેલો મોહરૂપ ચોર તેનો નાયક હતો. એક-બીજાની સ્પર્ધા કરતા અભિમાન, બળવાન કામદેવ, પ્રચંડ અહંકાર, દંભ, લોભ, ઉગ્રેષ, રાગ, મદ અને મત્સર વગેરે મહાચોરોનો સમુદાય એનો સેવક હતો. એ ચોરોની ધાડ વિવિધ રૂપોને ધારણ કરતી, બળવાનોના પણ ગર્વના આશ્રયોને ભાંગતી, સંપૂર્ણ દેશમાં રહેનારા સર્વજનોના સન્માર્ગ વગેરે સારસમૂહને ચોરતી, સજ્જ કરાયેલા પણ ઉત્તમ હાથીઓનું અપહરણ કરતી, અશ્વસમૂહોને ત્રાસ આપતી, સુભટસમૂહની અવગણના કરતી, પોતાના પ્રભાવને ફેલાવતી, દેવેંદ્રોના પણ પ્રભાવને હલકો કરતી, ચક્રવર્તીઓના પણ સામર્થ્યને ઘટાડતી, સંપૂર્ણ ત્રણ ભુવનને વ્યાકુલ કરતી, પ્રબળ મોહાંધ જીવોને નિદ્રા આપવામાં પ્રવીણ, ગુપ્ત રહેલાઓના પણ વિવેકરૂપી તાળાઓને ભાંગવામાં કુશલ, નીકળવામાં અને પ્રવેશ કરવામાં નિપુણ, અતિશય ગુપ્ત રહેલા પણ પરધનનું અપહરણ કરવામાં ચતુર હતી. વિશેષ કહેવાથી શું? તેણે ઠગવિદ્યાનો ઘણો અભ્યાસ કર્યો હતો. તેથી અતિશયવાળી ઠગ વિદ્યાનું પૂજન કરીને તેણે સંપૂર્ણ નગરીને લુંટવાનું શરૂ કર્યું.
આ અવસરે ઉત્સુકતાથી રહિત એકલી જ ભવિતવ્યતાએ વિચાર્યું. આ બિચારી ચોરવાડ મારી આજ્ઞાને કરનારી જ છે. હું એની વિદ્યાના સમસ્ત પ્રતિકારને સારી રીતે જાણું છું. કેવળ આ અશુભ પરિણતિના પાપી પુત્રો પોતાના જ મહાદુષ્કાર્યોથી બધાય સદા
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા
જ મારે અતિશય દ્વેષ કરવા યોગ્ય છે, આથી આ ચોરધાડથી એ બિચારા ભલે લૂટાય. હું એમના રક્ષણનો કોઇ ઉપાય નહિ વિચારું. પણ આ શુભપરિણતિના ઉત્તમ પુત્રો પોતાના જ શ્વેત કિરણો જેવા ઉજ્જ્વળ ગુણસમૂહથી મને સ્વપ્રાણોથી પણ અધિક પ્રિય છે. તેથી મારે દેખતાં જ હરણ કરનાર આ ચોર સમુદાયથી તેમનું રક્ષણ કરવું જોઇએ. હું એકલી જ તેમનું રક્ષણ કરવા સમર્થ નથી. તેથી તેમના રક્ષણ માટે સામગ્રીને એકઠી કરું. આમ વિચારીને ભવિતવ્યતા ક્ષણવાર ધ્યાનમાં રહી. તેથી તેણે કોઇપણ રીતે સમયરાજ નામના કોઇ મહાપુરુષને જોયા. સર્વપ્રાણી સમૂહ ઉપર અનુકંપા કરનારા તે મહાપુરુષ નજીકના કોઇ પવિત્ર સ્થાનમાં મુક્તિપુરીના માર્ગનો સાચો ઉપદેશ આપતા હતા. તે મહાપુરુષ કરુણાવંતોના અગ્રેસ૨, પરોપકાર પરાયણોમાં મુખ્ય, જેમનું મન ધર્મમાં જ રહેલું છે એવા પુરુષોમાં પ્રધાન, ઇંદ્રિયસમૂહને દમનારાઓમાં પહેલા, શાંત પુરુષોમાં પૂર્વ, યોગીઓમાં મુખ્ય, પવિત્રપુરુષોમાં ઉત્તમ, જ્ઞાનપાત્ર પુરુષોમાં પ્રધાન, સુવિશુદ્ધ બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ, રૂપવાન, સૌભાગ્યવાન, બોલવામાં કુશળ, દર્શનમાત્રથી જ પ્રાણીસમૂહને શાંતિને પમાડનારા હતા. તેમને જોઇને પૂજ્ય ભવિતવ્યતા અત્યંત ખુશ થઇ. એમની સહાયથી મારા કાર્યની સિદ્ધિ થશે એમ વિચારીને અર્ધીક્ષણમાં તેમની પાસે આવી. સમસ્ત ઉપાયોમાં કુશળ ભવિતવ્યતા તરત જ સમયરાજને અનિતલ નગરમાં લઇ આવી.
આ તરફ તે ચોરધાડે ઠગ વિદ્યાથી અશુભપરિણતિના સઘળાય પુત્રોને મૂઢ બનાવી દીધા. પ્રબલ મોહનિદ્રાથી જરા પણ ન જાણી શકાય તેવી ઘોર નિદ્રાને આધીન બનાવી દીધા. તાલોદ્ઘાટન વિદ્યાથી ઘરોને ઉઘાડીને સદ્બોધ, સમાધિ, ધર્માભિરતિ વગેરે નામવાળાં તેમનાં સારભૂત ઘરોને ચોરી લીધા. પોતાને અતિશય વશ કરીને ચિરકાલથી સંબંધવાળા, ભક્તિમંત, અને સદાય એકાંતે હિત કરનાર, એવા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર વગેરે અંતરંગ કુટુંબથી તેમને જુદા કરી દીધા. વળી બીજું- અતિશય મૂઢ હોવાના કારણે બધાય તે જ ચોરના ટોળામાં ભળી ગયા. તેથી આ અમારી સાથે એકતાને પામેલા છે” એવા વિચારથી આનંદિત ચિત્તવાળા તે ચોરોએ તેમને વિવિધ પ્રકારના હલકા પોષાકો પહેરાવ્યા, હાથતાળીઓ આપીને ઘણા પ્રકારે નચાવ્યા, દારૂ પીવડાવ્યું, માંસ ખવડાવ્યું, જીવહિંસામાં પ્રેર્યા, મહાન અસત્ય બોલવામાં હોંશિયાર કર્યા, ચોરીમાં ઉત્સાહિત કર્યા, પરસ્ત્રીઓમાં પ્રવર્તાવ્યા, ઘણા અકાર્યોમાં રાગવાળા કર્યા. તેથી ક્યારેક નરકમાં ઘણી પીડાઓ પમાડી, સસલો, ભૂંડ અને બળદ વગેરે રૂપોથી ભમાવ્યા, ચાંડાલ આદિના ઘરોમાં રાખ્યા, અતિશય
૧. મુદ્રિતપ્રતમાં હર્ષવતીમહ્રિશ્ચિજ્ઞાતાં એ પાઠ મને અશુદ્ધ જણાય છે. મેં પ્રહર્ષવતીમિિચન્નાતાં નિદ્રાં એવો પાઠ હોવો જોઇએ એમ સમજીને અર્થ લખ્યો છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૩ મલિન વસ્ત્રોના ટુકડા પહેરાવ્યા, કારાવાસોમાં વાસ કરાવ્યો, ક્યાંક આંધળા કર્યા, કયાંક મુંગા કર્યા, ક્યાંક હાથ-પગ વગેરે શરીરના અવયવો ખંડિત હોય તેવા કર્યા, ક્યાંક કોઢિયા કર્યા, કયાંક બરોળના રોગવાળા કર્યા, ક્યાંક ભગંદરના રોગવાળા કર્યા, ક્યાંક તાવવાળા કર્યા, ક્યાંક અતિસારના રોગવાળા કર્યા, ક્યાંક પ્રેમરહિત કર્યા, ક્યાંક ભ્રષ્ટમતિવાળા કર્યા, કયાંક ચાલવાની ખામીવાળા કર્યા, ક્યાંક સર્વશક્તિથી ક્ષીણ કર્યા, આળોટતા, પડતા, આજંદ કરતા, શોક કરતા, નિંદા કરતા, પ્રલાપ કરતા, ડોલાં ખાતા, ક્રોધ કરતા, ખેદ કરતા અને સીદાતા કર્યા. ક્યાંક ભૂખથી પીડાયેલા, ક્યાંક તૃષાથી દુઃખી થયેલા, ક્યાંક મારી નંખાયેલા કર્યા. ક્યાંક હલકી દેવગતિને પમાડ્યા. વળી રક્ષણ-આશ્રયથી રહિત તેમને વિવિધ રીતે નચાવ્યા. તો પણ વિપરીત મતિવાળા હોવાના કારણે તે જ ઠગચોરોને બહુમાન આપે છે અને ફરી ફરી આ પ્રમાણે જ તે તે ઠગચોરોથી વિડંબના પમાડાય જ છે.
શુભ પરિણતિના પુત્રો તેની ઠગવિદ્યાથી બહુ મૂઢ ન કરાયા. તેથી તેઓ આજે પણ એકાંતે તેમને વશ થતા નથી, તથા બધી જ રીતે સારવસ્તુનું અપહરણ કર્યું નથી, તથા એકાંતે અકાર્યમાં જ પ્રેમવાળા થયા નથી, કિંતુ કંઈક તેમની વિદ્યાથી વશ કરાયા છે, અમુક સારવસ્તુનું અપહરણ કર્યું છે અને અમુક સારવસ્તુનું અપહરણ કર્યું નથી, પોતાની સાથે સર્વથા ભળી જવા માટે તે ચોરો તેમને ફરી ફરી પ્રાર્થના કરે છે, પણ તેમના સ્વરૂપને બરોબર નહિ જાણતા તેઓ “આપણે એમને પ્રમાણ કરીએ કે નહિ?” એ પ્રમાણે સંશયરૂપ હીંડોળા ઉપર આરૂઢ થયા, અને જો કોઈક વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ જોવામાં આવે તો તેમને જ પૂછીને યથાયોગ્ય કરીએ એમ વિચારવા લાગ્યા. તેવામાં તેમણે પત્નીએ (=ભવિતવ્યતાએ) લાવેલા સમયરાજ મહાપુરુષને કોઇપણ રીતે જોયા. જોઇને નવા વાદળોને જોઈને મોરલાઓ આનંદ પામે તેમ આનંદ પામ્યા. પછી પત્નીથી (=ભવિતવ્યતાથી) પ્રોત્સાહિત કરાયેલા તેઓ તે મહાપુરુષની સન્મુખ જઇને ભક્તિથી પ્રણામ કરીને તેમની પાસે બેઠા. તેથી તેવા પ્રકારના અનુચિતને જોઈને જેમને મહાકરુણાના પરિણામ ઉત્પન્ન થયા છે તેવા, તેમની પત્નીના વચનથી પ્રોત્સાહિત કરાયેલા, નીકળતા દંતકિરણોથી જેમણે દિશાના વર્તુલોને પ્રકાશિત કર્યા છે એવા તે મહાત્માએ કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણેહે શુભ પરિણતિપુત્રો! અતિદુર્લભ એવી સુકુલજન્મ આદિ સમગ્રીને મેળવીને ચોરના ટોળામાં ભળવું એ તમારા માટે યોગ્ય નથી. કારણ કે તેઓ કુવિદ્યાઓથી ત્રણ જગતને વશ કરીને લૂંટે છે અને પોતાની સાથે ભેળવીને જમાડે છે. તેવું કોઇ દુઃખ નથી, તેવી કોઈ દુઃસ્થિતિ નથી, તેવી કોઈ વિડંબના નથી કે જેને આ ચોરો પોતાને વશ પડેલા પ્રાણીઓને પમાડતા નથી. પોતાને (કચોરોને) વશ થયેલો એવો કોઈ દેવ નથી, મનુષ્ય નથી, કે સંપૂર્ણ બલવાન નથી, જેને આ દુષ્ટો ખંડિત કરતા નથી. વધારે કહેવાથી શું? ચોરોએ તમારા શોક્ય
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪- શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા બંધુઓમાં જે કંઈ કર્યું છે તે શું તમને પણ પ્રત્યક્ષ નથી? તેથી જો થોડી પણ ચેતના તમારામાં છે તો મારું કહેલું કરો કે જેથી તમને ચારેબાજુથી બધા સ્થળે આ દુઃખસમૂહથી છોડાવું. સમયરાજના દર્શન માત્રથી જ જેમના ચોરોએ પ્રયોજેલી કુવિદ્યાથી થયેલા સઘળા કુસંસ્કારો દૂર થયા છે, તે વિમલબોધ વગેરે શુભ પરિણતિ પુત્રોએ કરુણારસની પ્રધાનતાવાળા આ વચનને સાંભળીને મસ્તકે અંજલિ જોડીને કહ્યું તે આ પ્રમાણે- હે સ્વામી! આટલા દિવસો સુધી અમે કરુણારસના મહાસાગર આપના વિના શરણરહિત હતા, ચોરોના સ્વરૂપને બરોબર જાણતા ન હતા. એથી શિકારીઓથી મુગ્ધ હરણોની જેમ અમે દુષ્ટ તે ચોરોથી ત્રાસ પામતા હોવા છતાં લુંટાયા, ભાગતા હોવા છતાં વિડંબના પમાડાયા, ઇચ્છતા ન હોવા છતાં કંઈક એમના ટોળા ભેગા કરાયા. અત્યાર સુધી અમે તે જ ચોર ટોળામાં મૂઢતાના કારણે વિશ્વાસુ બન્યા હતા, પણ સ્વભાવથી જ તેમનાથી કંઈક ઉદ્વેગને પામ્યા હતા, અને એથી એમને પ્રમાણ કરીએ કે નહિ” એવા સંશયરૂપ હીંડોળા ઉપર હીંચકા ખાતા હતા. પણ હમણાં મોટી નદીના પ્રવાહમાં તણાતા મુસાફરોને મોટા વહાણની પ્રાપ્તિની જેમ લાંબાકાળે આપના વચનને પામીને અમોએ જે કંઇ મેળવવા જેવું છે તે મેળવ્યું છે, ચોરોને દૂર કર્યા છે, તેથી કૃતાર્થ થયા છીએ. પણ પરમમિત્ર આપ એટલું કહો કે તે દુષ્ટો હમણાં ક્યાં છે? આ પ્રદેશમાં દેખાતા નથી. સમયરાજે કહ્યું હે મહાનુભાવો! જરાય દૂર ગયા નથી. પણ મારા ભયથી આગળ નજીકના પ્રદેશમાં રહેલા છે, હું અહીંથી કયારે જાઉં? એમ મારા વિયોગની પ્રતીક્ષા કરી રહ્યા છે. તમારા ઉપર દાંત કાઢી રહ્યા છે= હસી રહ્યા છે. તેથી અતિશય ભય પામેલા તેમણે કહ્યું: હે સ્વામી! જો એમ છે તો તે કોઇપણ ઉપાય કહો કે જેથી અમે ફરી પણ એમની પરાધીનતાને ન અનુભવીએ. તેથી સમયરાજે કહ્યું: હે વત્સ! એમના નાશનું જે કારણ છે તે કારણને હું સારી રીતે જાણું છું. પણ તે ઉપાય ધીરપુરુષોથી લાખો કષ્ટોથી સાધી શકાય છે, રમતથી નહિ. તેમણે કહ્યું: હે સ્વામી! આ ચોરોથી થતા કષ્ટથી અધિક બીજું કયું કષ્ટ ત્રણ જગતમાં હોય? તેથી તે સ્વામી! અમારે જે કરવા જેવું છે તે કહો. બંધુઓની વિડંબનાને જોઈને અને આપનું વચન સાંભળીને અમારે શું દુષ્કર છે? તેમનું વિવેક-વિનયથી યુક્ત આ વચન સાંભળીને સમયરાજે કહ્યું. જો એમ છે તો સાંભળો.
સર્વપ્રથમ તો એમના સંગનો દૂરથી ત્યાગ કરવો જોઇએ. હિતૈષીઓએ એમના મૂળ નિવાસમાં કયારે ય ન જવું જોઈએ. ત્યારબાદ પણ મારાથી અપાયેલો મહામંત્ર તમારે ગ્રહણ કરવો જોઇએ. તથા તે મહામંત્ર ઉપર દઢશ્રદ્ધા રાખવી જોઇએ. આ દઢશ્રદ્ધા ચોરોનો નાશ કરનારી છે. પછી હું તમને ચારિત્ર રાજાના નગરમાં લઈ જાઉં. તે નગર કષ્ટથી પ્રવેશ કરી શકાય તેવું છે, મોટા નિવાસોવાળું છે, ઐશ્ચર્યવાળું છે, અને સર્વ ઉપદ્રવોથી રહિત છે. તેમાં ચારિત્રરાજાના ભક્તો રહે છે. તે ભક્તો મારી આજ્ઞા
Page #120
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૫ પ્રમાણે વર્તે છે. ચોરો તે ભક્તોથી દૂર ભાગી જાય છે. અતિશય હિતૈષી સમયરાજે કહેલું આ વચન સાંભળીને તથા પત્નીના (ભવિતવ્યતાના) અને માતાના (શુભ પરિણતિના) પ્રભાવને સાંભળીને ગંભીર પણ તે વચનનો પરમાર્થ કંઈક જેમણે જાણ્યો છે તેવા અને જેમના શરીરમાં હર્ષના કારણે સંવાટાં ખડાં થયા છે તેવા તેમણે આ પ્રમાણે કહ્યું- હે સ્વામી! ચોરોના સંગનો વિપાક (= ફળ) અમોએ જોયો છે અને સાંભળ્યો છે, એથી અને આપના પ્રભાવથી, એમની સાથે સંગ અટકી જ ગયો છે. એમના મૂળનિવાસને અમે બરોબર જાણતા નથી. આથી કૃપા કરીને આપ જ તેને બતાવો. કારણ કે જેનું જ્ઞાન ન હોય તેનું વર્ણન ન કરી શકાય. વળી બીજું, કૃપા કરીને મહામંત્ર આપો. અન્ય સ્વસ્થ પ્રદેશમાં અમને લઈ જાઓ. તેથી સમયરાજે કહ્યું તમારું કથન સત્ય છે. તેમાં * વિનયથી આકર્ષાયેલા સમયરાજે તેમની યોગ્યતાને જાણીને વિસ્તારથી મહામંત્ર આપ્યો. તેઓએ તેનો અર્થ જાણ્યો. તેના ઉપર પ્રબળ રુચિ (=શ્રદ્ધા) થઇ. ત્યાર બાદ સ્વસ્થ અન્ય દેશમાં જવાની ઇચ્છાના સંબંધમાં બીજા ભાઇઓએ વિમલબોધને કહ્યું: હે બંધુ! માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે એમ સંભળાય છે. હમણાં આપણે દૂર દેશમાં જવાનું છે. તેથી જો તમને યોગ્ય જણાય તો માતા-પિતાને આ વિષે પૂછીએ. તેથી વિમલબોધે કહ્યું: હે વત્સ! સારું કહ્યુંપણ અનાદિ આ સંસારમાં ભમતા બધાય જીવો ક્રોડ ભવોમાં માતા-પિતાદિરૂપ થયા છે. બધાયને પરસ્પર વૈરભાવ પણ અનંતવાર થયો છે. તેથી અહીં માતા-પિતાનો નિશ્ચય શો છે? અર્થાત્ માતા-પિતાદિના સંબંધનો નિર્ણય થઈ શકે એમ નથી. વળી બીજું, ચોરોથી લૂંટાતા આપણું માતા-પિતાદિ જરાય રક્ષણ ન કરી શકે. તેથી પરમાર્થથી બધા જીવો સંબંધ રહિત છે. આમ છતાં તમારો આગ્રહ હોય તો માતા-પિતાદિ લોકને અહીં બોલાવીને પૂછીએ. અન્યથા જો સ્વયં આપણે તેમની પાસે જઇએ તો ધૂર્ત તેઓ સ્વામી વિનાના આપણને છેતરીને સ્વામીની પાસે પાછા નહિ મોકલેકપાછા નહિ આવવા દે. આ વખતે પુરંદરકુમારે વિચાર્યું અહો! વિમલબોધે સારું કહ્યું. જેમાં મહાકલ્યાણ નજીક ન હોય તેમને આવા પ્રકારની બુદ્ધિ
સ્કુરે નહિ. તેથી જો આ જણાય તો તેના દર્શનથી આત્માને પવિત્ર કરીએ, ઇત્યાદિ વિચારીને હર્ષપૂર્વક કહ્યું: હે ભગવંત! પછી શું થયું? પુરંદરકુમારે આ પ્રમાણે કહ્યું એટલે ગુરુએ ફરી કહ્યું. પછી બધાએ એકમત થઈને અધ્યવસાય નામના દૂતને મોકલ્યો. તેણે તે બેને જલદી બોલાવ્યા. પ્રબલ પ્રભાવવાળા અસંચયરાજા અને શુભપરિણતિ રાણી એ બંને પરિવાર સહિત આવ્યા. પછી તેમણે માતા-પિતાને સઘળો વૃત્તાંત કહ્યો. તેને સાંભળીને વાદળાના અવાજથી મોરલીની જેમ તેમની માતા હર્ષ પામી. તેથી માતાએ તે પુત્રોને કહ્યું: હે વત્સ! તમોએ સારું આચર્યું. કારણ કે મારા મનોરથોરૂપી વૃક્ષોને તમોએ १. छौरक भेटस संबंध. निछिन्नो छौरको येषां ते निछिन्नच्छौरकाः ।
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા સફલ બનાવ્યા. આ ચોરોની સાથે તમારો સંગ જોઈને મને તેવું દુઃખ થયું કે જેથી આ પ્રમાણે શરીરથી પણ હું ક્ષીણ થઈ. તેથી આ મહાત્માના વચનને કરતા મારા પુત્રોએ મારી હૃષ્ટિ, પુષ્ટિ, ધૃતિ અને બુદ્ધિને સાધી, અર્થાત્ મને હર્ષ પમાડ્યો, મારા શરીરને પુષ્ટ કર્યું, મારી ધીરજ વધારી, મારી બુદ્ધિ પ્રમાણે=ભાવના પ્રમાણે કર્યું. વળી બીજું, પરાધીન બનેલી બિચારી માતાઓ મરેલા, નાસી ગયેલા, રોગી બનેલા અને વ્યસનોથી હેરાન થયેલા પુત્રને સહન કરે છે. એકાંતે હિતમાં તત્પર અને કૃપા એ જ જેમનું ધન છે તેવા મહાત્મા મારા પુત્રોને દુષ્ટ ચોરોના દુઃખોથી મુક્ત કરીને સ્વસ્થ દેશોમાં લઇ જઇને ગુણસંપત્તિ પમાડે છે, તો પુણ્યવતી હું તેના પુત્રોને કેમ સહન ન કરું? તેથી હે પુત્રો! તમે સ્વકાર્યને કરો. દુષ્ટ ચોરોનો નાશ કરો. સ્વકુલના અને પોતાના યશ-કીર્તિને વધારો. તે વચનને સાંભળીને આનંદિત મનવાળા વિમલબોધે બધા બંધુઓની સાથે પિતાનું મોટું જોયું. તેથી પિતાએ કહ્યું હે વત્સ! અવસર પામીને આ તારી માતાએ જે કાર્ય કર્યું હોય તે માટે સદા પ્રમાણ હોય છે. સસ્વભાવ વગેરે મંત્રીઓ પણ આ કાર્ય યોગ્ય છે એમ ઈચ્છે છે= માને છે. પરંતુ તમે સ્વપત્નીને પૂછો. દેવોથી પણ ઘણા પ્રયત્નથી શરૂ કરાયેલા કાર્યોને પ્રતિકૂળ બનેલી આ( ભવિતવ્યતા) ક્ષણમાં ખંડખંડ કરી નાખે છે. તેથી ભય પામેલા તે બધાએ ભવિતવ્યતાના મુખકમલને જોયું એટલે ભવિતવ્યતાએ ગદ્ગદ્વાણીથી કહ્યું: સાસુએ જે વચન કહ્યું હોય તેને હું પણ ઉલ્લંઘતી નથી= માનું છું. હે પિતાજી! જો આ કાર્ય તેમને (=સાસુને) સંમત છે તો મને તો સુતરાં સંમત છે. કારણ કે આટલી બધી સામગ્રી મેં ભેગી કરી છે. જો કે હું ભેગી કરેલી સામગ્રીને હણી નાખું છું. પણ સાસુના પ્રભાવથી અને મારી અનુજ્ઞાથી તમારા પુત્રો કાર્યને સાધવા માટે પ્રયત્ન કરે. આ પ્રમાણે સઘળા કુટુંબથી રજા અપાયેલા અને અતિશય હર્ષ-આનંદના કારણે જેમના વિમલ નેત્રોમાં જલબિંદુઓ છે એવા વિમલબોધ વગેરેએ બે હાથ જોડીને સમયરાજને કહ્યું: હે સ્વામી! હવે કૃપા કરો. ચારિત્રરાજાના નગરમાં લઇ જાઓ. દુષ્ટ ચોરોથી થતી વિડંબનાઓથી મુક્ત કરો. આ પ્રમાણે વિનયપૂર્વક કહેવાયેલા, તેમના સમગ્ર કુટુંબથી પ્રાર્થના કરીને ઉત્સાહિત કરાયેલા અને વિશેષથી ઉત્પન્ન થયેલા કૃપાના પરિણામવાળા સમયરાજ વિશિષ્ટ વિધિથી બધાયને ચારિત્રધર્મરાજાના નગરમાં લઈ ગયા. તેથી શુભ પરિણતિ હર્ષ પામી. અદૃષ્ટસંચય ઉદાસીન રહ્યો. પતિના સ્નેહથી ચંચલ મનવાળી ભવિતવ્યતા ગુપ્ત બીજું રૂપ કરીને ત્યાં જ ગઈ. વળી બીજું, તે પ્રદેશમાં “બધાના સમાન એક પિતા હોવા છતાં કેટલાકો સ્વસ્થ કરાયા અને બીજાઓ સ્વસ્થ ન કરાયા'' ઇત્યાદિ લોકાપવાદના ભયથી ભવિતવ્યતા
૧. Hહન = પુષ્પકળી. છરી વ
#નૌ= , નિતિતૌ રમતૌ : તે નિતિતરમતા: I
Page #122
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર) ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૭ અશુભ પરિણતિના કેટલાક પુત્રોને પણ લઈ આવી હતી. તે પુત્રોએ તે વૃત્તાંતને જોયો. પછી કેટલાક સમયરાજ ઉપર આક્ષેપપૂર્વક આક્રોશ ઠાલવે છે, કેટલાકો તાળીઓ પાડીને અતિશય હસે છે. બીજા કેટલાક વિમલબોધ વગેરેનો તિરસ્કાર કરે છે. બીજા કેટલાકો અદૃષ્ટસંચય આદિ કુટુંબને નિષ્ફરપણે ઠપકો આપે છે. કેટલાકો તો અમે જ અહીં પુણ્યશાળી છીએ કે જેથી સમયરાજના વશમાં ન પડ્યા. હજી પણ કામ વગેરે ચોરો સ્વમિત્રોની સાથે સ્વેચ્છાથી આપણે ક્રીડા કરવી જોઈએ એમ કહીને કલકલ અવાજ કરતા ભાગી ગયા. પછી બધાએ જઇને તે જ ચોરોની સાથે અતિશય ક્રીડા કરવાનું શરૂ કર્યું. ચોરો પણ સમયરાજના ભયથી વિમલબોધ વગેરેનું અપહરણ કરેલું ધન આપીને તે પ્રદેશથી નાસી ગયા.
પછી સમયરાજે વિમલબોધ વગેરેને કહ્યું હે મહાનુભાવો! આગળ આ અનેક વૃત્તાંતોથી વ્યાપ્ત મનોભૂમિ નામની ભૂમિ છે. તેની મધ્યમાં રહેલા, પ્રશમ નામના કિલ્લાથી સુરક્ષિત, કલ્યાણમિત્રસેવા નામની ખાઇથી વીંટળાયેલા આ વિમલચિત્ત નામના નગરને તમે જુઓ. જે નગરમાં રહેનારા લોકોની સમૃદ્ધિને જોઇને કુબેર પણ શરમાય છે, ઈદ્રો પણ તેવી સમૃદ્ધિને ઇચ્છે છે, ચક્રવર્તીઓ પણ તેવી લક્ષ્મી આગળ પોતાની લક્ષ્મીને તૃણ સમાન માને છે, વધારે કહેવાથી શું? બલવાન પણ તે ચોરો જેની સીમાનું ઉલ્લઘંન કરતા નથી, અનંતગુણોથી ભરેલા તે નગરની પ્રશંસા કરવા માટે કોણ સમર્થ છે? તે નગરની અંદર રહેલા મહેલને જુઓ. આ મહેલ ચરણમોહજય નામથી પ્રસિદ્ધ છે. દેવો પણ તેની ઇચ્છા કરે છે. તે એકવીસ માળનું છે. સમસ્ત સમૃદ્ધિઓથી પરિપૂર્ણ છે, વિકાસ પામતી અનેક શુભ ક્રિયાના સમૂહ રૂપ ધજાઓથી સુશોભિત છે. દ્વાર આગળ રહેલો નિજાવરણકર્મ નામનો દ્વારપાળ બીજાઓને અંદર પ્રવેશવા દેતો નથી. વળી તે નગર વિશ્વને જિતનારા અનંત સગુણો રૂપી સુભટોથી ભરેલું છે. ચારે તરફ સંતોષ રૂપ સુંદર ઉદ્યાનથી શોભિત છે. એ મહેલમાં આગળના ભાગમાં નિરીહતા નામની વેદિકામાં સુદર્શન નામના રત્નમય મહાન સિંહાસન ઉપર બેઠેલા ચારિત્રરાજાને તમે જુઓ. એ ચારિત્રરાજા જાણે ત્રણ ભુવનને ધારણ કરવાથી ઊંચે ગયેલા અને પુનઃ પાછા ફરેલા (નીચે આવેલા) પોતાના યશપુંજો હોય તેવા શ્વેતચામરોના સમૂહોથી વીંજાઈ રહ્યા છે. તેમના ચરણ નખનો પ્રભાસમૂહ સેવા માટે આવેલા અને નમેલા ઇદ્રો અને રાજાઓના મસ્તકે રહેલા મણિમય મુકુટમાંથી ઉછળતા ઘણા રત્નકિરણોથી પુષ્ટ બન્યો છે. મોહરૂપ મહાચોરોથી કેદ કરાયેલા મનુષ્યોને અને દેવોને ચારિત્રરાજાએ બલથી છોડાવ્યા. આથી મનુષ્યોની અને દેવોની પત્નીઓ ચારિત્રરાજાના ચંદ્ર જેવા નિર્મલ ગુણસમૂહના સંબંધવાળા મધુર ગીતો ગાવા લાગી. ચારિત્રરાજાના બે કાન એ ૧. અહીં મચચાનાવાષ્યિો તિરૂત્સને 1 ૨ા૨ ૬૪iા એ સૂત્રથી ચોથી વિભક્તિનો પ્રયોગ થયો છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪- શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા મધુર ગીતોના શ્રવણમાં ઉત્કંઠાવાળા છે. ચારિત્રરાજાએ અનંતજીવસમૂહને સર્વ ઉપદ્રવોથી રહિત મોક્ષપુરીમાં મૂકીને સ્વસ્થ કર્યો છે. એ અનંત જીવસમૂહ ચારિત્રરાજાને નમેલો છે. તથા ચારિત્રરાજા પોતાને જોનારાઓના દૃષ્ટિ અને ચિત્ત ઉપર અમૃતવૃષ્ટિ કરે છે, મહાન છે શત્રુઓને જિતનાર છે, અને મર્યાદારૂપી સંપત્તિનું સર્જન કરનારા છે. આ લોકમાં જે શુભભાવો છે, તે શુભભાવોને લઈને જ વિધાતાએ ચારિત્રરાજાનું નિર્માણ કર્યું છે. આવા ચારિત્રરાજાના તમે દર્શન કરો.
ચારિત્રરાજાના પરિવારનો પરિચય પછી આનંદિત મનવાળા થયેલા વિમલબોધ વગેરેએ કહ્યું: હે સ્વામી! આ રાજાની સભામાં જાણે ગુણરત્નોનો પુંજ હોય તેવા એક એક નાયકને અમે જોઈએ છીએ. તેથી કૃપા કરીને એમનું પણ સંક્ષેપથી કંઈક સ્વરૂપ કહો. તેથી સમયરાજે કહ્યું: હે મહાનુભાવો! ચારિત્રરાજાના જમણા હાથની પાસે રહેલો આ રાજાનો યતિધર્મ નામનો મોટો પુત્ર છે. ત્રણ જગતને ઓળંગી ગયેલા તેના પ્રભાવને અમે શું કહીએ? પણ સંક્ષેપથી એને પિતાથી ગુણાધિક જાણવો. તમારે પ્રયત્નથી આ જ સદા આરાધવા યોગ્ય છે. કારણ કે આ રાજા એને આરાધવાથી જ અત્યંત ખુશ થાય છે. હે કુમારો! વળી આના જ અંતઃપુરના ઓરડાઓમાં રૂપ અને લાવણ્યથી શોભતી ઇર્યાસમિતિ વગેરે આઠ અંતઃપુરની બાલિકાઓ દેખાય છે. તે બાલિકાઓની જ આરાધનાથી આ રાજા તુષ્ટ થાય છે. કારણ કે આ બાલિકાઓ જ એનું સારભૂત જીવન છે, પ્રાણો છે. આ બાલિકાઓ વિના તો રાજા એક ક્ષણ પણ ન જીવે. ડાબા હાથની પાસે રહેલો નાયક રાજાનો જ ગૃહિધર્મ નામનો નાનો પુત્ર છે. મોટો પુત્ર સ્વતંત્ર પણ (=અન્યની સહાય વિના) પોતાને અનુસરનાઓને મોક્ષ આપે છે. નાનો પુત્ર પોતાને અનુસરનારાઓને મોટા પુત્ર દ્વારા(યતિધર્મદ્વારા) મોક્ષ આપે છે. બે પુત્રોમાં આટલો ભેદ છે. વળી- ચારિત્રરાજાનો સબોધનામનો મહામંત્રી છે. આ સર્બોધ વિમર્શ અને પ્રહર્ષ વગેરે પાંચસો મહામંત્રીઓથી આલિંગન કરાયેલો છે, એના હાથ જિનમુદ્રા નામની મહામુદ્રાથી પવિત્ર થયેલા છે. તે સઘળા કાર્યોની વિચારણા કરતો રહે છે. વળીજેના હાથમાં પ્રચંડ શુભધ્યાન નામની ભયંકર તલવાર રહેલી છે એવો જે સબોધની પાસે દેખાય છે તે સદાગમ નામનો આ રાજાનો જ દંડનાયક છે. તે અનેક સાધુરૂપ સુભટોથી સેવાયેલો છે, ઈદ્રો, રાજાઓ અને વિદ્યાધરરાજાઓ તેને બહુ માને છે. મોહરૂપ મહાચોરની વિડંબનાઓથી મુકાવાયેલા અનેક લોકો તેના ગુણસમૂહની સ્તુતિ કરી રહ્યા છે. સર્વ ચોરસમૂહને ઉચ્છેદ કરવામાં કુશલ છે. તેણે પ્રતિક્ષણ અનેક ઉપાયોના સમૂહને સૂત્રમાં ગુંથ્યો છે. તે ત્રણ જગતના ચિત્તમાં ચમત્કાર કરનાર સર્વ અતિશયોથી યુક્ત છે. સઘળી સવિદ્યાઓનો અને મંત્રોનો આશ્રય છે. તેણે સર્વ વિરોધીઓનો નાશ કરી નાખ્યો છે. એણે ૧. છ શત્રુઓ- કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર.
Page #124
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૯
ધારણ કરેલી શુભધ્યાન રૂપ તલવાર સકલ જગતને જેણે દુઃખ આપ્યું છે તેવા કામદેવવડે ફેલાયેલી બાણશ્રેણિનું ખંડન કરનારી છે. આ દંડનાયકનું શરીર (=આકૃતિ) મારા જ શરીર જેવું છે. એના ભયથી ચોર નામનો તે મોહ પવનથી હણાયેલા પાંદડાના સમૂહની જેમ ક્યાંય સ્થાન બાંધતો નથી=ક્યાંય ટકી શકતો નથી. તે કોઇ પદ નથી, તે કોઇ લક્ષ્મી નથી, તે કોઇ સુખ નથી, તે કોઇ યશ નથી કે જેને ભક્તિયોગથી ખુશ થયેલો આ પ્રાણીઓને ન આપે. ચારિત્રરાજાના સઘળા સૈન્યને રાજાની આજ્ઞા ધારણ કરાવે છે=આજ્ઞાનું પાલન કરાવે છે. જે એની આજ્ઞાને કરે છે તેનું જ સુખ વધે છે. જેમણે એની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તેમને નગર આદિમાંથી બહાર કાઢી નાંખવામાં આવે છે, અને મોહાદિ ચોરોથી પ્રાપ્ત કરાયેલા તેઓ લાખો દુ:ખોને સહન કરે છે. વધારે કહેવાથી શું? સામંતો, પ્રજા, રાજા અને અધિકારીઓ એ બધા સદાગમ જીવતો હોય તો જીવે છે, અન્યથા ક્ષણમાં નાશ પામે છે.
વળી– જે આ તેજથી સૂર્યને, કાંતિથી ચંદ્રને, રૂપથી કામદેવને હલકો કરે છે, મસ્તકે મણિમય મુકુટને ધારણ કરેલો છે, અને સદાગમ સેનાધિપતિને આગળ કરીને લોકોમાં ઉચિતસ્થાને બેઠેલા દેખાય છે, તે યમ, નિયમ, ઉપશમ, નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, આચિન્ય, બ્રહ્મચર્ય, સંવર, પુણ્ય અને શુભપરિણામ વગેરે આ જ રાજાની સેવા માટે આવેલા સામંતો જાણવા. વળી− એ સામંત રાજાઓની મનોવશ્યતા, *ઇંદ્રિયનિગૃહીતિ, અહિંસા, સત્યતા, શુચિતા, બ્રહ્મચર્યરતિ, નિઃસ્પૃહતા વગેરે બીજી અંતઃપુરની સ્ત્રીઓના મકાનોથી રિવરેલા મહાન મહેલના ઉપરના ભાગમાં સર્વલોકોના હિતની જ ચિંતામાં તત્પર, યોગીઓને પણ ઇચ્છવા યોગ્ય જે સ્ત્રી છે તે ચારિત્રધર્મ રાજાની વિરતિ નામની પટ્ટરાણી જાણવી. બીજી પણ અહીં ધૃતિ, સ્મૃતિ, વિજ્ઞપ્તિ, વિવિદિષા, શુશ્રુષા વગેરે જે કેટલીક સ્ત્રીઓ છે, તે કોઇકની પત્નીઓ જાણવી. હે મહાશયો! જો આ ચારિત્રધર્મ રાજાની ભક્તિથી વિધિપૂર્વક આરાધના કરવામાં આવે તો સામંત વગેરે દૂર રહો, કિંતુ આ રાજાની એકલી આ સ્ત્રી પણ મોહાદિ ચોરોનો નાશ કરવા માટે સમર્થ છે.
ચારિત્રરાજાને આરાધવાના ઉપાયો.
તેથી હર્ષના કારણે જેમના શરીરમાં રુવાંટાં ખડાં થયા છે તેવા વિમલબોધ વગેરેએ
૧. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે.
૨. શુચિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરની ઉપાસના એ પાંચ નિયમ છે.
૩. મનોવશ્યતા એટલે મનનો નિગ્રહ કરવો.
૪. ઇંદ્રિયનિગૃહીતિ એટલે ઇંદ્રિયોનો નિગ્રહ કરવો.
૫. વિજ્ઞપ્તિ એટલે સમ્યગ્દર્શન.
૬. વિવિદિષા એટલે જિજ્ઞાસા. (લલિતવિ. ‘બોહિદયાણં' પદની ટીકા.)
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા કહ્યું: હે સ્વામી! નિષ્કારણ પરમબંધુ એવા આપે ચારિત્રધર્મ રાજાનું પૂર્વે નહિ જોયેલું, ઘણા ક્રોડો પુણ્યોથી જેમાં સંબંધ ઘટી શકે (Fથઈ શકે) તેવું સદાય અભવ્યજીવોનો સમૂહ જેમાં દૂર કરાયો છે તેવું નગર અને સૈન્ય બતાવ્યું. હવે એવો કયો વિધિ છે કે જેથી આ રાજા અમારાથી આરાધી શકાય? અને આ નગરમાં કેવી રીતે રહેવું? એ વિષયને અને બીજું પણ પરોપકારના જ રસથી પૂર્ણ ચિત્તવાળા આપ કૃપા કરીને કહો. આ પ્રમાણે કહેવાયેલા સમયરાજે ફરી પણ કહ્યું: હે મહાનુભાવો! આ રાજાની આરાધના કરવાના વિધિને સમ્ય એકાગ્રચિત્તથી સાંભળો. (૧) પહેલાં જ કંઠે પ્રાણ જાય તો પણ જીવનપર્યત આ રાજાને ન મૂકવા, એવી દઢ પ્રતિજ્ઞા કરવી. (૨) પછી ઇદ્રિયનિગ્રહ નામના શ્રેષ્ઠ અશ્વ ઉપર આરૂઢ થવું. સંતોષ રૂપી લગામ બાંધવાથી અને જિનાજ્ઞારૂપી સોટી બતાડવા દ્વારા સદાય તેને કાબૂમાં રાખવો. (૩) શરીરમાં શત્રુઓના પ્રહારોને રોકવામાં સમર્થ એવું કષાયજય નામનું મહાકવચ પહેરવું. હાથમાં શત્રુના શરીરને ભેદવામાં સમર્થ તપોવિધિ નામનો તીણ અને મોટો ભાલો રાખવો. (૪) મમત્વ, અહંકાર વગેરે મહાન હાથીના 'ગંડસ્થલને ભેદવામાં કુશળ જીવવીર્ય નામની તીક્ષ્ણ તલવાર ફેંકવી. (૫) વળી બીજું- સેનાધિપતિ સદાગમે આપેલા નિગમ-સંગ્રહ વગેરે નામવાળા ઉન્મત્ત ગંધહાથીઓ ઉપર આરૂઢ થઈને પ્રતિદિન તત્ત્વપરિભાવના નામના બાણને ફેંકવાનો પરિશ્રમ કરવો. (૬) સેનાધિપતિ સદાગમે આપેલા જ પ્રશસ્ત મન-વચનકાયા નામના વાહનમાં જોડેલા અશ્વોને અપ્રમત્તતારૂપ નદીના કિનારાના પ્રદેશોમાં ચલાવવા. (૭) સદાગમથી નિર્મલ કરાયેલા શુભમનોરથ નામના રથો ઉપર આરૂઢ થઇને ચિત્તની એકાગ્રતારૂપ બાણમાંથી છોડેલી બુદ્ધિરૂપ બાણોની શ્રેણિથી નવતત્ત્વરૂપ લક્ષ્યને વીંધવાનો અભ્યાસ કરવો. (૮) વૃદ્ધિ પામેલા અને વિકાસ પામતા શુભપરિણામ નામના અસંખ્ય સૈનિકોથી સતત બલ બતાવવું. (૯) આ નગરની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના સદાય અપ્રમત્ત બનીને રહેવું. (૧૦) તે નગરીના રાજાનું સંવિધાન ક્ષણવાર પણ ન છોડવું. (૧૧) સતત સઘળા હથિયારોને તીક્ષ્ણ કરવા. (૧૨) વિશેષથી તો જીવવીર્યરૂપ તલવારોમાં બધી જ રીતે કાંતિનું રક્ષણ કરવું. કારણ કે જીવવીર્યરૂપ તલવારની મલિનતાને જોઈને આ રાજા તે જ ક્ષણે મુખ વાંકુ કરી નાંખે છે, મનને કલુષિત કરે છે, સવૃત્તિને રોકે છે, વિશેષ શું કહેવું? અતિખેદ થવાથી જલદી સ્વયં જ શરીરથી ક્ષીણ થાય છે. માટે આ તલવારને અતિશય નિર્મલ કરીને અને વારંવાર વિકસિત કરીને ચારિત્રરાજાને સાક્ષી માત્ર રાખીને જાતે જ મુખ્ય થઈને પોતાના પ્રાણોમાં નિઃસ્પૃહ બનીને મોહરૂપમહાન ચોરોની સેના સાથે યુદ્ધ કરવું. આ તલવારનો ઉપયોગ પ્રતિક્ષણ અજ્ઞાનવિલસિત નામના શત્રુપક્ષના સેનાધિપતિના સૈન્યના કંઠરૂપ વનને
૧. અહીં વાક્ય રચના ક્લિષ્ટ થવાના કારણે તટ શબ્દનો અર્થ કર્યો નથી. ૨. અભ્યપ્રધાના ના: અન્યના:= સુવાસવાળા હાથીઓ, ઉત્તમ હાથીઓ.
Page #126
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૧ છેદવામાં કરવો. યથાયોગ્ય સઘળા હથિયારોનો ઉપયોગ કરીને પણ નાયકસહિત શત્રુસૈન્યને હણીને રણમેદાનમાં જયપતાકા ગ્રહણ કરવી. ચારિત્રધર્મરાજના સૈનિકોને હર્ષ પમાડવો. આ પ્રમાણે કર્યું છતે આ રાજા તે રીતે ઉત્કર્ષને જુએ છે કે જેથી પોતાના રાજ્યની સારભૂત નિવૃત્તિનગરી પણ પ્રસન્ન થઈને આપી દે છે. તે નગરીમાં લોકો ત્રણ જગતથી ચઢિયાતા વૈભવના માલિક છે. કોઇનું પણ દારિત્ર્ય સ્વપ્નમાં પણ દેખાતું નથી. રોગો થતા નથી. શોકો આક્રમણ કરતા નથી. વૃદ્ધાવસ્થા રૂપી રાક્ષસી પાસે પણ ફરકતી નથી. તે મૃત્યુરૂપ મહાસિંહ પણ દૂરથી ત્રાસ પામે છે. સુધા પીડતી નથી. તૃષા બાધા કરતી નથી. કોઇનો જરાપણ પરાભવ દેખાતો નથી. દીનતા જોવામાં આવતી નથી. ખેદ કદર્થના કરતો નથી. ચિંતા રૂપી દાવાનલની જ્વાળાઓની શ્રેણિ બાળતી નથી. રાજા પકડતો નથી.
ક્યારેય કલહ રૂપ આગ લાગતી નથી. સંપત્તિ ચાલી જતી નથી. વિપત્તિઓ સ્પર્શ કરતી નથી. ઈષ્ટવિયોગ ક્ષણવાર પણ રહેતો નથી. અનિષ્ટસંયોગો પીડા કરતા નથી. દુર્જનોના દુર્વચનો ઉદ્વેગ પમાડતા નથી. કોઈને ય આજીવકિની મુશ્કેલી જોવામાં આવતી નથી. ઘરો જીર્ણ થતા નથી. બાળકો રડતા સંભળાતા નથી. દુષ્કર્મ કરનારા વેપારીઓ સંતાપ પમાડતા નથી. કોઈને પરસ્પર મત્સરભાવ દેખાતો નથી. વિશેષ કહેવાથી શું? તે સઘળા ય દુષ્ટ મહામોહરૂપ ચોર વગેરે ચોરોનું પણ નામ પણ સંભળાતું નથી. નિવૃત્તિનગરીમાં જીવો સ્વાભાવિક અનંતસુખવાળા હોય છે. સર્વ તકલીફોથી રહિત હોય છે. બધા ય જીવો અનંતકાળ સુધી આનંદ અનુભવે છે.
તેથી આ જાણીને યથોક્ત વિધિથી તમારે અપ્રમત્ત બનીને આ રાજાની સમ્યગૂ આરાધના કરવી. પણ જો નિમેષમાત્ર પણ પ્રમાદ કરશો તો આ રાજા તમારી ચિંતા પણ નહિ કરે. તેથી પોતે મોકલેલા અશુભ અધ્યવસાય નામના ચોરોથી આકર્ષાયેલા તે સઘળા ય ચોરો અવસર મેળવીને પ્રગટ થશે. પછી આ લોકોએ અમારા શત્રુનો આશ્રય લીધો છે એમ વિચારીને અતિશય મત્સરવાળા થયેલા તે ચોરો પૂર્વ કરતાં અધિક કદર્થના કરશે. અને ફરી પણ આ રાજાની સાથે સંબંધ બહુ મુશ્કેલીથી થાય. આ પ્રમાણે કરુણાપૂર્વક હિતશિક્ષા અપાયેલા વિમલબોધ વગેરેએ ગદ્ગદ્વાણીથી કહ્યું કે સ્વામી! આ હિતશિક્ષા આપવાથી આપે અમારા ઉપર અનુગ્રહ કર્યો છે. આ રાજાની આરાધનાની વિધિમાં આપે જે ઇંદ્રિયનિગ્રહ રૂપ અશ્વ વગેરે સામગ્રી કહી તે પણ ચોરોથી લુંટાયેલા અમને આપની કૃપાથી જ ચોક્કસ પ્રાપ્ત થશે. તેથી સમયરાજે કહ્યું: હે વત્સ! સારું કહ્યું. પણ ચોરોએ ચોરેલું પણ આ બધું મારા ભયથી ફરી પાછું મૂકી દીધું છે. હે ભગવન્! ક્યાં મૂક્યું છે? જીવસ્વતત્ત્વ ૧. અહીં “રાજાની પકડ આલિંગન કરતી નથી” એવો શબ્દાર્થ છે. ભાવાર્થ તો લખ્યા મુજબ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા
નામના તમારા જ ચાલતા ઘરમાં. જો કે તમે તે બધું હમણાં સારી રીતે જોતા નથી. તો પણ હું બધું ય પ્રગટ કરીને તમને આપીશ. આથી આ વિષે તમારે જરા પણ શંકા ન કરવી. ફક્ત મારાથી પ્રગટ કરાયેલી પણ તમારી અંતરંગ લક્ષ્મી રક્ષણના એક મોટા ઉપાયથી સ્થિર થશે. તે ઉપાય અતિશય અપ્રમાદમાં તત્પર બનેલાઓથી જ સાધી શકાય છે. હે ભગવંત! એ ઉપાય કયો છે? કહું છું. મેં ચોરો પાસેથી બળપૂર્વક છોડાવીને નિર્મલ કરીને અસાધારણ મહાપ્રભાવવાળું મનોરત્નરૂપ ચિંતામણિરત્ન તમારા યથોક્ત ઘરમાં મૂકેલું છે. જો ચોરોથી ચોરાતા તેની યત્નથી રક્ષા કરીને તેને સદા ય પોતાની પાસે રાખવામાં આવે તો સઘળી ય આ અંતરંગલક્ષ્મી પ્રતિક્ષણ વધે. પ્રલયકાળમાં પણ જતી નથી. પણ હે મહાનુભાવો! આ બહુ દુષ્કર છે. કારણ કે મોહરૂપ મહાચોર વગે૨ે ચોરો આને ચોરવામાં જ સદાય ઘણો પ્રયત્ન કરે છે. મનોરત્નરૂપ ચિંતામણિરત્ન ચોરાયે છતે બાકીનો તમારો સઘળો અંતરંગ વૈભવ તેના પ્રભાવથી આકર્ષાઇને સ્વસ્થાનમાં રહેલા પણ તે ચોરોના પોતાના હાથમાં રહેલું જ થશે. તેથી તે ચોરો તે રત્નને ચોરવા માટે સતત કુવિકલ્પ નામના ગુપ્ત મહાચોરોને મોકલે છે. તે ચોરો ખાતર પાડે છે, હુમલાઓ કરે છે, અને જાતે જ ગુપ્ત રહીને નજીકમાં ચારેબાજુ ફરતા રહે છે, જ્યાં ત્યાં જે તે છિદ્રોને જોતા રહે છે. પછી છિદ્ર મળી જતાં જલદી જ તેને ચોરી લે છે. પછી ચારિત્રધર્મરાજાના સૈનિકોથી માર મરાયેલા તેઓ કોઇપણ રીતે તેને પાછું મૂકી દે છે. ફરી તે પ્રમાણે ચોરે છે. ફરી તે પ્રમાણે જ મૂકી દે છે. આ પ્રમાણે તેઓ આ વિષયમાં અતિશય આદર (=પ્રયત્ન) કરે છે. તેથી હે વત્સો! મજબૂત સદ્ભાવના રૂપ પેટીમાં તેનું પ્રયત્નથી રક્ષણ કરવું, રાત-દિવસ જ અપ્રમત્તજાગરિકાથી જાગતા રહેવું, ફક્ત મારા આપેલા મહામંત્રનું પરાવર્તન કરવું. ચાર દિશાઓમાં શુભયોગ નામના મહા સુભટોને પહેરેગીર તરીકે સ્થાપવા. આ પ્રમાણે તે રત્નનું યત્નથી રક્ષણ કર્યે છતે અને પોતાની અંગરંગ લક્ષ્મી ઉત્કર્ષને પામ્યે છતે સર્વ ઇચ્છિત વસ્તુને પામશો.
પ્રમાદરૂપ વનનો પરિચય
આ દરમિયાન વિમલબોધના નાના ભાઇ વિશ્વભરે કહ્યું: હે સ્વામી! પગલે પગલે આ વિષમ ચોરો રહેલા છે. તેથી એમના આવાસો વગેરેનું દર્શન કરાવવા દ્વારા તેમનું સ્વરૂપ સારી રીતે જણાવો કે જેથી અનુપયોગથી પણ તેમના આવાસો તરફ ન જઇએ, અને તેનું રક્ષણ કરવાના ઉપાયમાં સમ્યગ્ પ્રયત્ન કરીએ. આ દરમિયાન પુરંદરકુમારે વિચાર્યું. અહો! વિશ્વભરે સારું પૂછ્યું. મારા હાર્દિક અભિપ્રાયને સારી રીતે જાણીને જ એણે આ કહ્યું છે. તેથી એકાગ્રચિત્તવાળા થઇને આ સાંભળવું જોઇએ. પછી સમયરાજે કહ્યું: હે આયુષ્યમંતો! ૧. આયુષ્યમંત એટલે દીર્ધાયુ.
Page #128
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૩ જો તમારી તેમના આવાસનું સ્વરૂપ વગેરે જાણવાની ઇચ્છા છે તો આ જ મનોભૂમિની નજીકના પ્રદેશમાં આવો, જેથી આ બધું પણ સંક્ષેપથી બતાવી આપું. તેથી બધાએ આનો સ્વીકાર કર્યો. સમયરાજ અર્ધીક્ષણમાં તે પ્રદેશમાં લઈ ગયો. પછી હાથને ઊંચો કરીને સમયરાજે કહ્યું: હે મહાનુભાવો! આગળ પ્રમાદવન નામના મોટા વનને જુઓ. વન અતિ ગહન હોવાથી તેમાં પ્રવેશ કરતા દેવોના પણ ચિત્તો મુંઝાય છે, અંગો થાકી જાય છે, આત્મા ભૂલી જાય છે, દિશામોહ થાય છે, સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. વળી બીજું- આ વનમાં રહેલા પાપીઓ નિશંકપણે (ચારે બાજુ) જુએ છે, શિકારથી આનંદ માને છે, માંસનું ભક્ષણ કરે છે, દારૂ પીએ છે, પરસ્ત્રીઓની સાથે ક્રિીડા કરે છે, સ્વછંદપણે કૂદે છે, નિરંકુશપણે દોડે છે, લજ્જારહિત બુમો પાડે છે, ઉન્માદપૂર્વક ગાય છે, વ્યાકુલતાપૂર્વક નૃત્ય કરે છે, પરસ્પર યુદ્ધ કરે છે. ક્યાંક બહુ ઊંઘે છે, ક્યાંક ઇચ્છા મુજબ વિવાદ કરે છે. વળી બીજું- તે જ સદાય સર્વ ચોરોનું આવાસ છે, પરસ્ત્રીગામીઓનું સ્થાન છે, જુગારીઓને રહેવાનું સ્થાન છે, દારૂડિયાઓની ઉપદ્રવરહિત વસતિ છે, શિકારીઓને આનંદનું કારણ છે, વિશેષ કહેવાથી શું? આ વન શિષ્ટપુરુષોથી સર્વથા જ દૂરથી જોડાયેલું છે, હલકા પુરુષોથી સેવાયેલું છે. આ વનમાં ચારે બાજુ વિવિધ પ્રકારના સ્થાનોમાં જે દારૂ, આસવ, સુરા, મદ્ય, મદિરા વગેરે પીણાં દેખાય છે તેમને પણ સર્વ અનર્થોના કારણ જાણવા. તે આ પ્રમાણે- અજ્ઞાનતાથી અંધ બનેલા દારૂ પીનારાઓ દારૂ પીધા પછી હલકી ચેષ્ટા કરે છે, અને તેમની સ્મૃતિ તુરત જ નાશ પામે છે. અંગો વિષમ બને છે, સહન ન થવાના કારણે પૃથ્વીતલ ઉપર પતન થાય છે, ઊલટીઓ થાય છે, કૂતરાઓ મોઢામાં મૂતરે છે, (મુખમાંથી) અશુભ ગંધ ઉછળે છે, શરીરમાં માખીઓનો સમૂહ ગણગણાટ કરે છે, વસ્ત્ર વિના ઘૂંકે છે. શિષ્ટ લોકો મુખ ઢાંકીને પરાડુ મુખ થાય છે. વિવેક સર્વથા નાશ પામે છે. ગુરુવચનોને યાદ કરતો નથી. સુદેવ-કુદેવનો ભેદ લક્ષ્યમાં આવતો નથી. માતા-પિતા આદિના સંબંધની વ્યવસ્થા રહેતી નથી. તેથી માતામાં પણ પત્નીની જેમ વર્તે છે, પત્નીમાં પણ માતાની જેમ, બહેનમાં પણ દાસીની જેમ, દાસીમાં પણ બહેનની જેમ, પિતા આદિમાં પણ વૈરીની જેમ, વૈરીમાં પણ પિતા આદિની જેમ વર્તે છે. બહુ કહેવાથી શું? દારૂ વગેરે પીણાં પીનારાઓ આ લોકમાં પણ ધનક્ષય આદિનું ભાજન થઇને ઘોર નરકમાં પડે છે. નરકમાં પરમાધામીઓ વડે ગરમ કરેલું સીસું અને ગરમ કરેલું ઉકળતું તેલ પીવડાવવામાં આવે છે. વજના સાણસાઓથી સદા હોઠ અને જીભ વગેરે તોડવામાં આવે છે. નારકો આકંદન કરતા હોવા છતાં તેમના શરીરને ચરબી, લોહી અને પરૂથી પૂર્ણ કરીને મુખ સીવી દેવામાં આવે છે.
૧. દારૂ વગેરે શબ્દો સામાન્યથી એક અર્થવાળા છે. પણ વિશેષથી જુદા જુદા પ્રકારના દારૂની અપેક્ષાએ ભિન્ન
અર્થવાળા સમજવા.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા હે મહાનુભાવો! બીજી તરફ નિરંતર અનેક સ્થાનોમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ નામનાં ઘણાં ઊંચા-નીચાં વૃક્ષો દેખાઈ રહ્યા છે, એમના પણ મૂળિયાં પહેલાં ફક્ત તત્કાલ જીવોને મસ્ત કરે છે, કંદો આનંદ પમાડે છે, સ્કંધો પ્રસન્ન કરે છે, શાખાઓ સુખ આપે છે, કુંપળો ખુશ કરે છે, પત્રો હર્ષ પમાડે છે, પુષ્પો આલ્હાદ ઉત્પન્ન કરે છે, અતિમુગ્ધ જીવોને છાલ સ્વાદ આપે છે, ફલો અમૃત જેવા લાગે છે, છાયા પરમ આશ્વાસન આપે છે, બહુ કહેવાથી શું? જ્ઞાનદ્વારા સમાધિમાં રહેનારા જીવો સર્વ જીવલોકને સારભૂત સુખને જ કરનારા (=સારભૂત સુખની મિથ્થાબુદ્ધિ કરનારા) આ વૃક્ષોનું ચિંતન પણ કરતા નથી. વળી મૂલ સહિત સ્કંધાદિ સ્વરૂપવાળા આ જ વૃક્ષો પરિણામે કાલકૂટ ઝેરથી પણ અધિક અનર્થો કરે છે, કાળાસર્પના તરત મૂકેલા ગરલથી અધિક અનર્થ કરે છે, મહા પેટપીડાને કરે છે, મહાદાહ આપે છે, કોઢરોગોને પ્રગટ કરે છે, પ્રમેહ રોગોને ફેલાવે છે, તાવને ઉત્પન્ન કરે છે, ઉધરસના રોગોને પ્રકાશિત કરે છે, શ્વાસરોગને બતાડે છે, બહુ કહેવાથી શું? ત્રણે લોકમાં જીવોને
જ્યાં જે દુઃખ દેખાય છે, તે દુઃખરૂપ ફલ આ વૃક્ષના મૂળના ઉપભોગને છોડીને બીજા કોઇનું નથી. પછી વિમલબોધના શમજલધિ નામના નાના ભાઈએ કહ્યું: હે સ્વામી! આપની કૃપાથી આ જાણ્યું. પણ બીજી તરફ આ પાંચ મનુષ્યો કોણ છે? એ પાંચ મનુષ્યો બુમ પાડતા દેખાય છે. તે આ પ્રમાણે- હે મુસાફરો! આ વૃક્ષોને ત્રણ ભુવનના સમસ્ત સુખોના સારભૂત ભંડાર માનો. આ વૃક્ષના કોમળ કુંપળરૂપ શયાના સ્પર્શથી સ્વશરીરનું લાલન કરો, આ વૃક્ષોના રસવાળા મૂળ-ફલ-છાલ વગેરેના સ્વાદથી સ્વરસનાના નિર્માણને સફલ કરો, આ વૃક્ષોના સુગંધી પુષ્પોના સમૂહમાંથી ઉછળતી ઘણી સુગંધથી સુગંધી બનેલા દ્રવ્યોને નાકના છિદ્રોમાં (નસ્કોરાઓમાં) પૂરીને નાકના છિદ્રોને કૃતાર્થ કરો, આ વૃક્ષોની ઊંચાઈ, વિસ્તાર અને આકૃતિ વગેરેનું સૌદર્ય જોઈને પોતાના નેત્રરૂપ કમળોને ખુશ કરો. આ વૃક્ષો ઉપર રહેલા પોપટ, મેના, કોયલ વગેરે પક્ષીઓના સાંભળવા યોગ્ય શબ્દોના શ્રવણથી પોતાના કર્ણોને તૃપ્ત કરો, આ વૃક્ષોની દૂર સુધી ફેલાયેલી વિશાળ શીતલ છાયામાં કોઈ જાતના ભય વિના આરામ કરો, વધારે કહેવાથી શું? આ વૃક્ષોના ઉપભોગ વડે જીવલોકમાં જન્મના ઉત્કૃષ્ટ ફળને મેળવો. આ પ્રમાણે પોકાર કરતા અને આ વનમાં પ્રવેશેલા લોકને આદરસહિત આકર્ષીને આ વૃક્ષોની તરફ લઈ જતા જે આ પાંચ લોકો દેખાય છે તે કોણ છે? આ પ્રમાણે સમજલધિવડે પૂછાયેલા સમયરાજે કહ્યું: હે વત્સ! અહીં આ અતિ રહસ્ય છે કે એમનું વચન ક્યારેય ન સાંભળવું. કારણ કે અતિશય ધીઢા, પાપી, સ્પર્શન-રસન-ધ્રાણનેત્ર-શ્રોત્ર નામના આ મોટા ચોરો પોતે શત્રુ હોવા છતાં મિત્ર જેવા બતાવીને પ્રસ્તુત વૃક્ષોના ઉપભોગમાં પ્રવર્તાવીને સર્વલોકને તાણી જનાર મહાસંકટરૂપ સમુદ્રમાં પાડે છે. ૧. પ્રતીતિ પ્રદા:=ખેંચી જનાર, તાણી જનાર.
Page #130
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૫ પછી વિમલબોધના વિશ્વગુણ નામના બીજા ભાઈએ પૂછ્યું: હે પ્રભુ! આ પ્રમાણે દુષ્કર્મ કરનારા આ દુષ્ટજીવોનું પોતાનું કયું સાધ્ય સિદ્ધ થાય છે? સમયરાજે કહ્યું. પાપોદયરૂપ સેનાધિપતિની આજ્ઞાના પાલન સિવાય બીજી કોઈ એમના સ્વકાર્યની સિદ્ધિ થતી નથી. આવી આજ્ઞા આપવામાં પાપોદયરૂપ સેનાધિપતિનું પણ શું સિદ્ધ થાય છે? એમ પૂછતા હો તો એનો ઉત્તર કહેવાય છે- પોતાના સ્વામી મોહરૂપ મહાચોરની ચઢતી (=ઉન્નતિ) થાય છે. પછી વિશ્વગુણે કહ્યું હા જાણ્યું, અહીં તે મોહરૂપ મહાચોર જ પરંપરાએ સર્વ અનર્થોનું કારણ છે. તેથી તે સ્વામી! તેને જોવા માટે જ આગળ જવા વડે કૃપા કરો.
ક્રોધરૂપ દાવાનલનું વર્ણન તેથી સમયરાજે કેટલુંક દૂર જઈને જોવા યોગ્યની પાસે જઈને કહ્યું: હે વત્સ! આ વનમાં આગળ જે પ્રજ્વલતા તેજને તમે જુઓ છો. તે ક્રોધ નામનો વનનો અપૂર્વ દાવાનલ જાણવો. તે આ પ્રમાણે- આ દાવાનલ પોતાના સાંનિધ્ય માત્રથી જ પાણી વગેરેથી ઉપશાંત ન કરી શકાય તેવો મહાસંતાપ ઉત્પન્ન કરે છે. પછી અવસર મેળવીને જીવોની વિવેકરૂપી ચક્ષુઓને મુંઝવે છે. ઘણા કાળ સુધી વૃદ્ધિ પામેલા પણ સુચારિત્રરૂપ વનોને પલકારા માત્રથી જ ભસ્મીભૂત કરે છે. મહાકુળની પરંપરાને મૂળસહિત નાશ કરે છે. ચંદ્ર જેવા ઉજ્વલ પણ યશને પોતાની ધૂમશિખાઓથી મલિન કરે છે. અપકીર્તિને ફેલાવે છે. શિષ્ટજનોને શોક કરવા યોગ્ય બને તેવી સ્થિતિને પમાડે છે. ઉન્માદને ઉત્પન્ન કરે છે. કજિયાઓને વધારે છે. પ્રાણોને હરે છે. અનેકભવો સુધી રહે તેવા વૈર પ્રસંગોને પ્રવર્તાવે છે. ઉન્માર્ગે લઈ જાય છે. સુગતિના માર્ગને રોકે છે. નરકરૂપી અંધારા કૂવામાં પાડે છે. વધારે કહેવાથી શું? આ ક્રોધ દાવાનાલ વધ, બંધન, શરીર છેદન-ભેદન, કુટ્ટન, પાલન, ચાબુક અને અંકુશથી બીજાઓ દ્વારા તાડન, સુધા, તૃષા, પવન, ઠંડી, દારિદ્ય, ઉદ્વેગ, દૌર્ભાગ્ય, મહાવ્યાધિ, પરાભવ, ઈર્ષ્યા, વિષાદ, માત્સર્ય અને ગભરામણથી પીડા પામેલા, ક્રોધરૂપ અગ્નિથી જેમનું સારભૂત બળી ગયું છે તેવા, વ્યાકુલ બનેલા, રક્ષણથી રહિત જીવોને નરક વગેરેમાં અનંતકાલ સુધી ભમાડે છે. તેથી હે મહાનુભાવો! યથોક્ત દોષોથી ભય પામેલા તમારે એમની નજીકમાં પણ ન જવું. હવે જો કંઈક પ્રજ્વલિત થતો તે વચ્ચે ક્યારેક આવી જાય તો મારા આપેલા ઉપશમરૂપ જલથી તેવી રીતે ઉપશાંત કરવો કે જેથી ક્યાંય માર્ગમાં પ્રતિબંધક ન બને.
માનગિરિ મહાપર્વતનું વર્ણન વળી– જે આ આગળ માનગિરિ નામનો મહાપર્વત દેખાય છે તેનો પણ હિતૈષીઓએ દૂરથી સદા ત્યાગ કરવો જોઇએ. કારણ કે જે બિચારા જીવો સમ્યજ્ઞાનથી રહિત હોવાના કારણે આ પર્વત ઉપર ચઢે છે તે જીવો તત્પણથી જ જાણે મહાવજ શિલાઓના ઉ. ૯ ઉ. ૧
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા સમૂહથી ઘડાયેલા હોય તેમ દેવોને પણ નમતા નથી, ગુરુઓને નમસ્કાર કરતા નથી. કુલવૃદ્ધોને અભિનંદન (=સંતોષ) આપતા નથી. માતા-પિતાનું બહુમાન કરતા નથી. માન આપવા યોગ્યને માન આપતા નથી. પૂજા કરવા યોગ્યની પૂજા કરતા નથી. આત્માને જાણતા નથી. પોતાના અધિકારને જાણતા નથી. વિદ્યમાન પણ પોતાના દોષસમૂહને જાણતા નથી. શરદઋતુના ચંદ્રની ચાંદની જેવા નિર્મલ પણ પરગુણ સમૂહને ગણતા નથી. કિંતુ અત્તિ છીછરા હૃદયવાળા તેઓ ઊંચું જોતા પગોના આગળના ભાગોથી (=નીથી) ભૂમિને કંઈક કંઈક સ્પર્શ છે, અર્થાત્ જાણે ભૂમિથી અદ્ધર ચાલતા હોય તેમ ચાલે છે. પોતાના આત્મા પ્રત્યે બહુમાન બુદ્ધિ હોવાથી ગુરુએ, વૃદ્ધોએ અને શિષ્ટ પુરુષોએ આપેલા વિશિષ્ટ ઉપદેશની અવજ્ઞા કરે છે. પોતાના ગુણલેશની ભ્રાંતિથી પણ બીજાઓના પ્રગટ નિર્મલ અસંખ્ય લાખો ગુણોને પણ છુપાવે છે. સ્પષ્ટ પ્રકાશ હોવા છતાં, સારી આંખો હોવા છતાં, જાણે કે આંખો ન હોય તેમ આગળ રહેલા સર્વવિશ્વને જણાયેલા પણ લોકને જોતા નથી. જાણે કે બહેરા હોય તેમ હિતકર સુભાષિતો વગેરેને પણ અવજ્ઞાથી સાંભળતા નથી, જાણે કે સર્વથા હૃદય વિનાના હોય તેમ માત્ર હુંકારા આપે છે, પોતાનામાં પવિત્રતા આદિના ખોટા અભિમાનની બુદ્ધિથી જાણે મૂર્શિત થઈ ગયા હોય તેમ વારંવાર નેત્રોને મીંચે છે. પોતે રાંક જેવા હોવા છતાં ચક્રવર્તીઓને પણ અકિંચિત્થર માને છે, અને ઈદ્રોને પણ રાંક માને છે. પોતે મહામૂર્ખશેખર હોવા છતાં બૃહસ્પતિ તુલ્ય માણસોને પણ કંઈપણ નહિ જાણનારા માને છે. ત્રણ લોકને તૃણસમાન જોતા તેઓ જાણે મહાગ્રહથી ગ્રહણ કરાયેલા હોય તેમ વિદ્વાન માણસોને શોક કરવા યોગ્ય બને છે. લોકનિંદાને પામે છે. શિષ્ટવર્ગથી ત્યજાય છે. પગલે પગલે મહાવિપત્તિઓને પામે છે. સર્વસંપત્તિઓ પ્રતિક્ષણ તેમને છોડી દે છે. આ પર્વત ઉપર ચઢવાના પ્રભાવથી વ્યાકુલપણે પગ મૂકતા તેઓ જાણે સ્કૂલના પામ્યા હોય તેમ નરકરૂપ અંધારા કૂવામાં પડે છે. તેમાંથી કોઇપણ રીતે નીકળ્યા પછી કૂતરા, ઊંટ અને ગધેડા થાય છે. ભીલ, સૂચિક અને ચંડાલના હીનકુલોમાં ભમે છે. માનપર્વત ઉપર ચઢવાના કારણે જીવો જાતિથી, કુલથી, રૂપથી, જ્ઞાનથી, શીલથી અને ધનથી રહિત બનીને સેંકડો દુઃખોથી શેકાય છે દુઃખી થાય છે. તેથી આનો દૂરથી ત્યાગ કરવો. પણ જો વૃદ્ધોને માર્ગમાં વિશેષ ભ્રાંતિઓ થાય અને એથી આ માનપર્વત આગળ આવે તો મારા આપેલા વજ જેવા કઠિન માર્દવરૂપ મહામુત્રરથી તેને ચૂરીને ધૂળરૂપ બનાવી દેવો.
માયારૂપ સાપણનું વર્ણન હે વત્સ! વળી આગળ બીજું મહાન આશ્ચર્ય જુઓ. આ માયા નામની સાપણ એક હોવા છતાં જુદાજુદા રૂપો ધારણ કરીને હૃદયનામના અપરિમિત રાફડાઓમાં સદાય રહે છે. તે બાહ્યવૃત્તિથી શાંત અને આંતરિકવૃત્તિથી અતિશય ભયંકર છે. ગતિવિલાસથી ૧. સૂચિક એ જંગલમાં રહેનારી હલકી જાતિ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૭ કુટિલ છે, અર્થાત્ વક્રગતિ કરે છે. સ્વભાવથી ગુપ્ત છે. સ્થિર રહેલી હોવા છતાં જણાતી નથી. જતી હોવા છતાં દેખાતી નથી. કરડતી હોવા છતાં ખબર પડતી નથી. પણ વિષની વેદના આપવા રૂપ ફલથી તેનું તેમને સાપણ કરડી એવું) અનુમાન કરાય છે. વળી બીજું, તે જ્યાં
જ્યાં રાફડાને જુએ છે ત્યાં ત્યાં બીજું વિશેષ પ્રકારનું ઉદ્ભટ્ટરૂપ કરીને રાફડામાં પ્રવેશવાની શરૂઆત કરે છે. કેવળ, યથોક્ત રાફડાઓના જે સ્વામીઓએ આ વનમાં રહેલા ચોરોના ભયથી મારા શરણનો સ્વીકાર કર્યો છે તેમનાથી મારા આપેલા આર્જવરૂપ દંડથી તાડન કરાયેલી તે નાસીને દૂર જતી રહે છે. ફરી ત્યાં પ્રવેશ કરી શકતી નથી. પણ જેઓ મારી આજ્ઞાથી બહાર રહેલા છે, તેમનાથી નહિ રોકાવાયેલી તે તેમના રાફડાઓમાં પ્રવેશ કરે છે. તે જ રાફડાઓના સ્વામીઓને તીક્ષ્ણ દાઢ મૂકીને કરડે છે. તેથી તેના અપૂર્વ વિષવેગથી ભાવિત થયેલા તથા ગુરુ, મિત્ર, સ્વભાવ અને પરભાવને નહિ જાણનારા તે જીવો સર્વ ક્રિયાઓમાં વિપરીત પણે જ પ્રવૃત્તિ કરે છે. તે આ પ્રમાણે- તેઓ બીજું વિચારે છે, બીજું જ જણાવે છે અને કરે છે બધું બીજી રીતે જ. વળી બીજું- જે ભરોસાપાત્ર ન હોય તેમના ઉપર વિશ્વાસ મૂકે છે અને જેઓ ભરોસાપાત્ર હોય તેમનો દ્રોહ કરે છે. પિતાને પણ છેતરે છે. માતાને પણ ઠગે છે. બંધુઓને પણ ધુત છે. મિત્રોને પણ ભ્રાંતિ પમાડે છે. કોમળ બોલે છે. નિષ્ફરપણે વીંધી નાખે છે. બહારથી ધીમે ધીમે પગલા મૂકે છે. અંદરથી બીજાના મસ્તકોને કાપે છે. પહેલાં મહા મિત્ર જેવા દેખાય છે. અંતે મહાશત્રુ જેવા પ્રગટ થાય છે. સ્નેહના અંશથી પણ રહિત હોવા છતાં પોતાને સ્નેહવાળા બતાવે છે. મહાદુષ્ટ હોવા છતાં પોતાને સારા સ્વભાવવાળા બતાવે છે. એકાંતે અહિતકર હોવા છતાં પોતાને હિતકર બતાવે છે. રાગરહિત હોવા છતાં પોતાને તે રીતે અનુરાગવાળા બતાવે છે, કે જેથી અતિશય વિદ્વાનોના પણ મન વિસ્મયના માર્ગે ઉતરે છે, અર્થાત્ વિસ્મય પામે છે. વળી બીજું, કાર્યની અપેક્ષાએ કયારેક દૂર રહે છે, તો ક્યારેક નજીક રહે છે. ક્યારેક તોષ પામે છે, ક્યારેક હસે છે, ક્યારેક શ્યામ મુખવાળા થાય છે. ક્ષણમાં સંયોગ કરે છે, તો ક્ષણમાં વિયોગ કરે છે. આવા પ્રકારનું વર્તન કરનારા તેમના સ્વરૂપનો નિર્ણય કરવા બ્રહ્મા પણ સમર્થ થતો નથી. એમના અંતરનું સ્વરૂપ બૃહસ્પતિ પણ જાણી શકતો નથી. પિતાઓમાં પણ આત્મીયભાવને જોડતા નથી. તેથી આ પ્રમાણે ચેષ્ટા કરતા તેઓ જોયેલા પણ (=જોવા માત્રથી પણ) ભય ઉત્પન્ન કરે છે, ઉદ્વેગને ફેલાવે છે, અરતિને વિસ્તારે છે, શરીરને બાળે છે, સર્વ સુખોને લઈ લે છે, સર્વ લોકોથી નિંદાય છે. સર્વશિષ્ટ પુરુષોથી શોક કરાય છે. કોઈનાય આશ્વાસનનું સ્થાન બનતા નથી. કોઈનાય ગૃહદ્વારમાં માત્ર બેસવાનું પણ પામતા નથી. વધારે કહેવાથી શું? માયારૂપી સાપણના વિષથી દુઃખી બનેલા જીવો સ્થાન-અસ્થાનની ( યોગ્ય-અયોગ્યની) ચિંતા કર્યા વિના પ્રવૃત્તિ કરે છે અને જાણે અલના પામેલા હોય તેમ નરકરૂપી મોટા ખાડામાં પડે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા છે. ત્યાંથી નિકળીને કુતિયંચોમાં અને મનુષ્ય સ્ત્રીમાં ઉત્પન્ન થાય છે, ત્યાં કુબડા, હીન અંગવાળા, ઠીંગણા, કુરૂપવાળા અને બહદુઃખી થાય છે. જીવો માયારૂપી સાપણને સ્થાન આપીને જાતે જ દુઃખને લે છે. અથવા અહીં અજ્ઞાનતાથી હણાયેલ કયો જીવ શું કરતો નથી? તેથી હે વત્સો! અતિદુષ્ટ આ માયા-સાપણનો પણ દૂરથી ત્યાગ કરવો. તે પ્રમાણે કરવા છતાં જો કોઇક રીતે સામે આવી પડે તો મારા આપેલા આર્જવરૂપ દંડથી તેવી રીતે મારવી કે જેથી ફરી ન દેખાય.
લોભરૂપ મહાપિશાચનું વર્ણન ત્યાર પછી આગળ પરમ વિસ્મય પમાડનાર બીજા વૃત્તાંતને જુઓ કે આ આઠવર્ષના બાળકનું રૂપ ધારણ કરનાર લોભ નામનો મહાપિશાચ મુસાફરોને પ્રલોભન આપતો ફરી ફરી બોલાવે છે. વિમલબોધના ભાઈ કીર્તિધરે કહ્યું: હે સ્વામી! પણ આ તેમને બોલાવીને શું કરે છે? તેથી સમયરાજે કહ્યું: આ દુષ્ટ આત્મા મહા અનર્થકારી છે. આની ચેષ્ટાને યુગાંતકાળ સુધી પણ વર્ણવવા માટે કોણ સમર્થ છે? આમ છતાં સંક્ષેપથી કંઈક જણાવું છું. આ મુસાફરોને બોલાવે છે. મુસાફરો પણ “જુઓ આ બાળક હોવા છતાં કેવો પટુવચનવાળો અને રમણીય આકૃતિવાળો છે. બાળક એવો આ આપણને શું કરશે? ત્યાં જઇને જોઇએ કે આ શી ચેષ્ટા કરે છે?” એમ વિચારે છે. આ પ્રમાણે કૌતુક વગેરેથી આકર્ષાયેલા મુસાફરો તેની પાસે જાય છે. પછી તે વિવિધ ક્રીડાઓથી તેમના હૃદયને જીતીને તેમને ઉપાડીને પોતાના ખભે બેસાડે છે. પછી પોતાના રૂપને પ્રગટ કરતો તે પુષ્પદંત 'દિગ્ગજને ઓળંગી જાય તેટલો વધે છે. બ્રહ્માંડમાં વળગે છે. જીવોને ઉપાડીને પોતાની નિવાસરૂપ થયેલી મૂર્છા નામની મશાન ભૂમિમાં નાખે છે. ધનપિપાસા અને ભોગતૃષ્ણારૂપ પોતાની બે દીકરીઓ તેમને પરણાવે છે. તે બે કન્યાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે- રૂપથી શ્રેષ્ઠ, લાવણ્યથી ઉત્કૃષ્ટ, અશુભધ્યાન સ્વરૂપ મુખરૂપ કમળથી કમનીય, હરણ આદિનું અવલોકન અને ચિંતન રૂપ ઉપભોગ કરનારી લાંબી આંખોથી મનોહર, ધન આદિની કથાના મધુરવચનથી હૃદયરૂપ સર્પનું આકર્ષણ કરવા માટે પરમમંત્ર સમાન, સચિત્ત-અચિત્ત વસ્તુઓના અભિલાષસ્વરૂપ બે ઊંચા અને કઠણસ્તનરૂપ સુવર્ણકળશોથી કામુક લોકના કંઠમાં નાખવા માટે કઠિનપાશસમાન, અપદ દ્વિપદ વગેરે વસ્તુઓને મેળવવા માટે પ્રવૃત્તિ કરનારા બે બાહુરૂપ લતાઓથી અંત:કરણને બાંધવા માટે દઢ બે દોરડા સમાન, કુવિકલ્પોના સમૂહને રમવા માટે પહોળી અને પુષ્ટજંઘાના ઘેરાવાથી રમણીય, વિપર્યાસ-કુસંસર્ગસ્વરૂપ ૧. લૌકિક માન્યતા પ્રમાણે આઠદિશામાં આઠ દિગ્ગજો રહેલા છે. તેમાં એક દિગ્ગજનું પુષ્પદંત નામ છે. ૨. વિપર્યાસ એટલે મિથ્યાજ્ઞાન. જેમકે સર્પમાં દોરડાનું જ્ઞાન.
Page #134
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૯ બે ચરણરૂપ કદલીતંભોથી સુંદર છે. આવી બે કન્યાઓને જોતા મુસાફરો મૂઢતાના કારણે હર્ષ પામીને પરણે છે. પછી કીર્તિધરે કહ્યું: હે સ્વામી! જો આ પ્રમાણે છે, તો તે બે કન્યાઓની સાથે ઇચ્છા મુજબ ક્રીડા કરતા તેમને વિષયસુખની સિદ્ધિ થશે. તેથી અહીં તેમની મૂઢતા શી છે? તેથી સમયરાજે કહ્યું: હે વત્સો! તેથી કેટલાકને કોઈક સિદ્ધિ થાય છે. પણ તે સિદ્ધિ કેવળ સર્વદુ:ખોની સિદ્ધિ જ છે. કારણ કે લોભપિશાચની આ બે કન્યાઓમાંથી એક એક કન્યા પણ પરમાર્થવૃત્તિથી વિચારવામાં આવે તો વિષકદલીથી પણ અધિક છે, કૃષ્ણસર્પની ફણાના સમૂહને પણ ઓળંગી જાય છે, અગ્નિની મોટી જ્વાળાઓને પણ નીચે કરે છે, તીક્ષ્ણ છરીનો પણ તિરસ્કાર કરે છે, ક્ષારવાળી શૂળીનો પણ ઉપહાસ કરે છે, તલવારની ધારને પણ રાંક જેવી માને છે. તે આ પ્રમાણે- ધન- તૃષ્ણાથી વશ કરાયેલા જીવો કોડિ માટે પણ પિતાને હણે છે, માતાની હિંસા કરે છે. બંધુવર્ગનો ત્યાગ કરે છે. સમુદ્ર તરે છે. પર્વતના વિષમ શિખર ઉપર ચઢે છે. અપૂર્ણ ઇચ્છાવાળા તેઓ સર્વદિશાઓમાં ભમે છે. નિંદકુલાદિના સંબંધવાળા પણ સાધનોનું સેવન કરે છે, બે પગોથી દોડે છે. પગ વગેરેને દબાવે છે. ઠંડીથી કાષ્ઠ (જેવા) બની જાય છે. સૂર્યના કિરણોથી શકાય છે. દુર્વચનોને સહન કરે છે. ચાબુક આદિના મારથી મરાય છે. દીન બનેલા તેઓ ધનમદથી મલિન શ્રીમંતોના મોઢાં જુએ છે. લજ્જાનો ત્યાગ કરે છે. 'વિદૂષક બને છે. ધનવાનોને હસાવે છે. ભાંડની વિક્રિયાઓ ( વિકારો) કરે છે. દુઃખે કરીને વહન કરી શકાય તેવા ભારોને વહન કરે છે. અસત્યો બોલે છે. મિત્રોને છેતરે છે. કાકિણીના પ્રસંગથી ક્રોડ હારી જાય છે. કરંબકના કોડિયાથી લાખના ઘરને પ્રકાશિત કરે છે. અલ્પકારણથી પણ સ્વામી વગેરેના કાર્યનો નાશ કરે છે. પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. વ્રતોને ભાંગે છે. સન્માર્ગનો લોપ કરે છે. નિંદિત ક્રિયાઓમાં પ્રવર્તે છે. અપયશને ગણતા નથી. પરલોકની અપેક્ષા રાખતા નથી. તેથી પરલોકમાં પણ રાજાઓથી મારી નખાય છે. શિષ્ટોથી દૂષિત કરાય છે. ચોરોથી ચોરાય છે. ભાટલોકોથી સેવા કરાય છે. ભાગીદારોથી દૂર કરાય છે. રાત-દિવસ જાગે છે. સુખપૂર્વક ભોગોને ભોગવતા નથી. ક્યાંય રતિને (=ઉત્સાહને) પામતા નથી. શિષ્ટો ઉપર દ્વેષ કરે છે. ગુણીઓથી ઉદ્વેગ પામે છે. વૃદ્ધોનું અપમાન કરે છે. ગુરુઓની અવજ્ઞા કરે છે. તેથી અંકુશથી રહિત લજ્જાથી મુક્ત અને ભયરહિત તેઓ સર્વ આપત્તિઓનું સ્થાન બને છે. વિવિધ પ્રકારોથી વિડંબના પમાડાય છે. વિશેષ કહેવાથી શું? ધનતૃષ્ણાને વશ બનેલા બિચારા જીવો દુઃખે કરીને વહન કરી શકાય તેવા પાપકર્મના સમૂહને એકઠું કરીને જાણે પાપકર્મના સમૂહથી દબાયેલા હોય તેમ નીચે પડે છે. ત્યાં પણ પરમાધામીઓ વડે વજૂના પરોણાઓથી વીંધાય છે. અસંખ્ય દુઃખોથી હણાયેલા અને દીન મુખવાળા તે જીવો લાંબા કાળ સુધી કુલેશને પામે છે. ત્યાંથી પણ નીકળીને અહીં ક્ષીણ ૧. વિદૂષક એટલે શૃંગાર રસવાળી મશ્કરી કરનાર.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા અંગવાળા, રોગ, શોક અને દુઃખોથી પીડિત થયેલા અને સર્વ પ્રકારના વૈભવથી રહિત તે જીવો ઘણી હીન યોનિઓમાં ભમે છે. ભોગ- તૃષ્ણાથી વશ કરાયેલા તે જીવો ફરી પૂર્વે બતાવેલા શબ્દાદિરૂપ વૃક્ષોના ઉપભોગમાં પ્રવર્તે છે. તેમાં પ્રવર્તેલાઓને શું થાય છે તે પૂર્વે જણાવેલું જ છે. તેથી આ લોભપિશાચને પણ પોતાનું હિત ઇચ્છનારાઓએ દૂર કરવો જ જોઇએ. જો દૂર કરવા છતાં ફરી પીઠ ન છોડે તો મારાથી અપાયેલી જ સંતુષ્ટિ(=સંતોષ)રૂપ લાકડીથી મસ્તકમાં તેવી રીતે મારવો કે જેથી દૂરથી પલાયન થઈ જાય.
મોહરાજાના પરિવારનું વર્ણન. વળી બીજું – આ ક્રોધ દાવાનલ અને માનગિરિ વગેરેની નિશ્રામાં રહેલું હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્તા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નામવાળું મહાદુષ્ટચરોનું ટોળું સદાય મુસાફરોને રસ્તામાં લૂંટે છે. ત્યાં મારા ભોમિયાપુરુષની સહાય લઈને જ સદાય સાવધાન થઈને વનને ઓળંગવું.
વળી આગળ જે આ આળસપૂર્વક પગો મૂકે છે, આંખોને બંધ કરે છે, અંગોને ડોલાવે છે, તે નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને સ્વાદ્ધિ નામની મોહરૂપ મહાચરના દર્શનસંવરણ નામના મહામાંડલિકરાજાએ જગતને મૂઢ બનાવવા માટે સૈન્યની પાંચ નારીઓ નીમી છે એમ જાણવું. એમનાથી મૂઢ બનાવાયેલા જીવોની વિશિષ્ટ ચેતના જતી રહે છે, શ્રુતને ભૂલી જાય છે, ધર્મનાશ પામે છે, શિષ્ટપુરુષોએ આપેલા ઉપદેશ-રહસ્યો નાશ પામે છે. સર્વકાર્યો સીદાય છે (સર્વથા થતા નથી કે વ્યવસ્થિત થતા નથી.) શત્રુઓ સમર્થ થાય છે. સર્પ, અગ્નિ અને ચોર વગેરેની આપત્તિઓ આવે છે. સર્વસંપત્તિઓ વિનાશ પામે છે તે પણ અજ્ઞાનથી હણાયેલ ચિત્તવાળા જીવો એમને મેળવવાનો ઉદ્યમ કરે છે, અને બોલે છે કે–તેમનો સંગ સુખ આપે છે, એમનું શરીર કોમલ અને પ્રિય છે. આ પ્રમાણે તેમનાથી મૂઢ બનાવાયેલા જીવો સંકટરૂપ સમુદ્રમાં પડે છે. તેથી પોતાનું હિત ઇચ્છનારા જીવોએ આમનો પણ દૂરથી ત્યાગ કરવો જોઈએ. જેમનાથી આમનો સર્વથા ત્યાગ ન થઈ શકે તેમણે છેલ્લી ત્રણનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઇએ. છેલ્લી ત્રણ નારીઓ સદા દુર્ગતિ તરફ ચાલનારા, સર્વલક્ષણોથી રહિત અને અતિશય ભારેકર્મી જીવોનું સાંનિધ્ય સ્વીકારે છે. તેમાં પણ પાંચમી નારી તો વિશેષથી ઉક્તપ્રકારના જીવોનું સાંનિધ્ય કરે છે. પાંચમી નારી પ્રાયઃ નરકગામી જીવોને મળે છે.
૧. ફિ શબ્દનો અર્થ મને સમજાયો ન હોવાથી વિદ્દ પ્રથજીન એ બે પદોનો અર્થ અનુવાદમાં લખ્યો નથી. ૨. ગુજરાતીમાં વાટાડુ એટલે લુંટારો. વાટને પાડે તે વાટપાડુ.
Page #136
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૧ વળી આગળ આ જે નારી છે તે વિકથા નામની મહાયોગિની છે. તે સઘળાય મોહરાજાનો વિજય કરે છે અને ચાર મુખવાળી છે. આ એક મુખથી રાજચિંતા, બીજામુખથી દેશચિંતા, ત્રીજામુખથી ભક્તચિંતા અને ચોથા મુખથી અંત:પુર આદિની ચિંતા (=સ્ત્રીચિંતા) કરે છે. એ પ્રમાણે સઘળાય મોહરાજ્યની વૃદ્ધિ કરે છે. તેથી મહાદુષ્ટ આનો પણ દૂરથી ત્યાગ કરવો. અન્યથા આ વિકથા યોગશક્તિથી જીવોના મુખોમાં પ્રવેશ કરે છે. તેના પ્રવેશ માત્રથી જ જીવો રાજાનું શરીર, કોઠાર, હાથી, અશ્વ, સામતરાજા, પ્રધાન વગેરેની નિરર્થક નિંદા કરે છે. કલ્પેલા પરિગ્રહ આદિની નિરર્થક જ પ્રશંસા કે નિંદા કરે છે. રસોઈના પાકોની (=ભોજનની) પ્રયોજન વિના વિસ્તારથી પ્રશંસા કે જુગુપ્સા કરે છે. પોતાનું કોઈ કાર્ય સિદ્ધ ન થતું હોવા છતાં સ્વ-પર દેશની પ્રશંસા કે નિંદા કરે છે. દ્રવિડ અને કર્ણાટક આદિ દેશોની સ્ત્રીઓની ગતિ ( ચાલ), સ્મિત, વચન, રૂપ, લાવણ્ય અને વિલાસ આદિની ઘણી કથા કરે છે. આ અંગે સ્પર્ધાપૂર્વક વિવાદ કરે છે. યથેચ્છ બોલે છે. છૂટી છૂટી ફેલાયેલી પરસ્પર વાતચિત કરીને દિવસો પસાર કરે છે. ચાડી-ચુગલીઓ કરે છે. બધાયની ગુપ્ત વાતોને ઉઘાડી પાડે છે. જે પ્રાણાંતે પણ ન બોલવું જોઈએ તે પહેલાં જ બોલે છે. જો હિતની ઈચ્છાથી કોઈ શિષ્ટ તેમને તેમ કરતા રોકે તો કેટલાક તેના ઉપર જ હસે છે, કેટલાક તેની સાથે વિવાદ કરવા લાગી જાય છે. કેટલાકો તેની અવજ્ઞા કરે છે. કેટલાક તો પહેલાં બધું સ્વીકારીને (આમ ન બોલવું જોઈએ વગેરે સ્વીકારીને) પછી પોતાનું મુખ બંધ રાખવા અસમર્થ થવાથી તે જ પ્રમાણે ઉશ્રુંખલપણે પરનિંદા આદિમાં પ્રવર્તતા દેખાય છે. તેથી રાજા વગેરે તેમની જીભને છેદે છે, બે હોઠોને કાપે છે, દાંત પાડે છે, મુખમાં કીડી વગેરે ભરીને મુખને સીવે છે. ભવાં ઉખેડે છે. ગળાના ભાગોને છેદે છે. મુખમાં તપેલું સીસું નાખે છે, કયાંક તેલ વગેરે અશુચિ દ્રવ્યો નાખે છે. વિશેષ શું કહેવું? વિકથાયોગિનીથી પકડાયેલા જીવો અહીં વિડંબનાઓને પામીને નરક નામના યોગિનીના પીઠમાં લાંબા કાળ સુધી દુ:ખી રહે છે. ત્યાંથી નીકળીને તિર્યંચ આદિ ગતિમાં મુંગા, જડ, નપુંસક અને કાન-નેત્ર વગેરેથી રહિત બનેલા તે જીવો જિહ્યાછેદ વગેરે દુઃખોને સહન કરે છે. ત્યાગ કરાતી આ વિકથા મહાયોગિની પણ જો તમારી પીઠ ન છોડે તો મારા આપેલા શુભધ્યાનરૂપ મહામંત્રથી તેનો નિગ્રહ કરવો.
આ વનમાં અસત્યવૃત્તિ અને અનાર્યક્રિયા વગેરે નામવાળી મહાપલ્લીઓમાં અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ અને ધર્મશૈથિલ્ય વગેરે નામવાળા મહાપલ્લિપતિઓ રહે છે. આમની પાસેથી જતો ચક્રવર્તી પણ લુંટાયા વિના જતો નથી. આ મહાપલિપતિઓ મુસાફરોને 'જીવતા પકડે છે અને અનંતકાળ સુધી વિડંબના કરે છે. તેથી
૧. અહીં ગૌવપ્રાર્દ એ પ્રયોગમાં સિદ્ધહેમશબ્દાનુશાસન ||૪| દશ II સૂત્રથી પમ્ પ્રત્યય લાગ્યો છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા આ મહાપલિપતિઓથી ભય પામનારાઓએ મારું સાંનિધ્ય ક્યારેય ન છોડવું. મારા વિના આમની આગળ ઇદ્ર પણ રાંક જ છે, ત્રણભુવન પણ ઘાસ જ છે. આથી આ વનનું સ્વરૂપ સંપૂર્ણપણે કોણ પ્રગટ કરી શકે? યોગીઓ પણ તેના સ્વરૂપને જાણતા હોવા છતાં કહેવા માટે અસમર્થ છે.
આ દરમિયાન પુરંદરકુમારે વિચાર્યું અહો! ભગવંતે અંતરંગ પ્રકારથી પાંચ પ્રકારના પ્રમાદનું અને તેના સમુદાયરૂપ વનનું બહુ સારું સમર્થન કર્યું. પૂર્વે સાધુ પાસે ગયેલા મેં ક્યારેક પાંચ પ્રકારના પ્રમાદને જણાવનાર વચન સાંભળ્યું જ છે. તે આ પ્રમાણે- મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે. વળીબીજે ક્યાંક આઠ પ્રકારનો પણ પ્રમાદ મેં ક્યારેક સાંભળ્યો જ છે. તે આ પ્રમાણે- અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ અને ધર્મકાર્યોમાં અનાદર એમ આઠ પ્રમાદ છે. આ પ્રમાદ પણ ભગવંતે પૂર્વે “આ વનમાં અસત્યવૃત્તિ અને અનાર્યક્રિયા વગેરે નામવાળી મહાપલ્લીઓમાં” ઇત્યાદિથી જણાવ્યો જ છે. આ પ્રમાણે વિચારીને હર્ષના કારણે જેના શરીરમાં રોમાંચો પ્રગટ થયા છે એવો પુરંદરકુમાર ઘણા કાળ સુધી મસ્તકને ધુણાવતો રહ્યો. તેથી વિસ્મિતમુખવાળા વિજયરાજે કુમારનું મુખ જોઇને વિચાર્યું અહો! કુમાર આ કંઈ પણ સમ્યગૂ જાણે છે. અમે તો ભગવંતના ગંભીર વચનોના અર્થો જાણી શક્યા જ નથી. તો પણ આ ઉપદેશ થાઓ. કુમાર પણ પછી મને સઘળું સ્પષ્ટ કરશ=સમજાવશે. ત્યાં આગળ શું થયું તે ભગવંતને પૂછું એમ વિચારીને રાજાએ કહ્યું હે ભગવંત! ત્યાં આગળ શું થયું તે જણાવવા દ્વારા અમારા ઉપર કૃપા કરો. તેથી ભગવંતે કહ્યું: હે રાજન! આ કહું છું. પૂર્વે કહ્યું તેમ કહીને સમયરાજ કંઈક વિચાર કરવા લાગ્યા ત્યારે વિમલબોધના યશોનિધિ નામના ભાઇએ પૂછ્યું: હે સ્વામી! આગળ આ ઘણો કલકલ અવાજ કેમ ફેલાઈ રહ્યો છે? જેથી કાનમાં પડેલું પણ કંઈ સંભળાતું નથી. તેથી સમયરાજે કહ્યું: હે વત્સો! આગળ જેને જોવા માટે તમારો આ પ્રયત્ન છે તે મોહરૂપ મહાચોર રાજાનું સૈન્ય સંપૂર્ણ દિશાચક્રમાં ફેલાઈને આગળ રહેલું છે. તેનો જ આ કોલાહલ છે. તેથી વિમલબોધ વગેરે બધાએ જ કૌતુકપૂર્વક અને સંભ્રમસહિત કહ્યું: હે સ્વામી! બતાવો, બતાવો, તે ક્યાં છે? તેથી સમયરાજે તેમને આગળ કેટલેક દૂર લઈ જઈને તેમને જલદી સૈન્ય સામાન્યથી બતાવ્યું. વિશેષથી બતાવવાની ઇચ્છાથી કહ્યું: હે મહાનુભાવો! અનંત વૃત્તાંતોથી પરિપૂર્ણ આ મહાસૈન્યમાં આ તરફ જુઓ ક્યાંક વાજિંત્રો વાગે છે. ક્યાંક જોરથી ઢોલ વાગે છે ક્યાંક રણશીંગા ફૂંકાય છે. ક્યાંક મદિરાપાનની ગોષ્ઠિઓ વગેરેમાં મુહુરિકાઓ, ક્યાંક કિંનરિકા, કયાંક નગારાં વાગે છે. તથા ક્યાંક ઉત્સુકતાપૂર્વક ગીતો ગવાય છે.
૧. અહીં મુહુરિકા અને નિરિકા વાજિંત્ર વિશેષ છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૩ કયાંક રાસડા લેવાય છે. કયાંક વહિકા થાય છે. ક્યાંક કામચેષ્ટાની પ્રધાનતાવાળા ગાયનો થાય છે. તથા ક્યાંક ઉન્માદપૂર્વક ચિચિયારીઓ, ક્યાંક રેલૂકકાઓ અને ક્યાંક બૂમો પાડવામાં આવે છે. ક્યાંક પરસ્પર મસ્તકમાં આઘાત, કયાંક પીઠમાં માર અને ક્યાંક હૃદયમાં ઘાત કરવામાં આવે છે. ક્યાંક વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે. કયાંક મલ્લોના હાથ ઠોકવામાં આવે છે. ક્યાંક લજ્જાને મૂકીને હાંસી-મશ્કરી કરવામાં આવે છે. ક્યાંક પ્રતિબંધ વિના કુદવામાં આવે છે. કયાંક ભાંડની ચેષ્ટાઓ કરવામાં આવે છે, ક્યાંક હાથીઓને, કયાંક મલ્લોને, ક્યાંક વંઠપુરુષોને અને ક્યાંક કુકડાઓને લડાવવામાં આવે છે. તથા ક્યાંક કોડિઓથી, ક્યાંક પાસાઓથી, ક્યાંક અશ્વોથી, ક્યાંક નાળિયેરને ભાંગવા વગેરે ક્રીડાથી ક્રીડા કરે છે. તથા ક્યાંક અંકુશ વિના દોડે છે. ક્યાંક ઉલ્લાસ પામે છે. કયાંક કુદે છે. કયાંક પાણી પર તરે છે. ક્યાંક નૃત્ય કરે છે. ક્યાંક હસે છે. ક્યાંક રડે છે. ક્યાંક ક્રોધ કરે છે. ક્યાંક ઝગડે છે. કયાંક શસ્ત્રોથી પ્રહાર કરે છે. ક્યાંક પરધનને ચોરે છે, લૂંટે છે. ક્યાંક પરસ્ત્રીઓ સાથે કામક્રીડા કરે છે. પરસ્ત્રીની સાથે ક્રીડા કરવાના પ્રસંગથી કેટલાક કેદમાં નંખાય છે, કેટલાક બંધાય છે, કેટલાક હાથ, પગ અને વૃષણના છેદનથી અને નેત્રોને ઉખેડવાથી હણાય છે. કેટલાક માર મરાય છે. આ વૃત્તાંતો અને આના જેવા બીજા પણ અનેક વૃત્તાંતોથી સર્વલોક સદાય વ્યાકુળ છે. વનમાં રહેલા લોકોને કલકલ અવાજ ઉગ કરે છે એમ જાણવા છતાં ક્યારેય કલકલ અવાજ કરતા અટકતા નથી.
ત્યારબાદ શ્રેયોરતિએ પૂછ્યું: હે સ્વામી! આ મોહરાજા સ્વયં ક્યાં રહે છે? તેથી આગળ કંઈક દૂર મોહરાજા પાસે જઈને સમયરાજે કહ્યું: હે ભદ્રો! આગળ જે આ અત્યંત વિશાળ અને બહુ ઊંચો કુવાસનાપટલ નામનો મહાન તંબુ દેખાય છે તે તંબુના દ્વાર પાસે આ અકુશલમતિ નામની મહામાંડવી દેખાય છે, તેની નીચે ક્લિષ્ટપરિણામ સમુદય નામના મહાન સિંહાસન ઉપર બેઠેલો જે આ રાજસ-તામસભાવરૂપ પહોળી આંખોથી ભુવનતલ ઉપર કટાક્ષ કરી રહ્યો છે, સર્વ આગ્રહસમૂહથી બનાવેલી લાંબી દાઢી-મૂછને હાથથી વારંવાર સ્પર્શતો, અવિદ્યા નામની સ્વકાયારૂપી લાકડીને વારંવાર જોતો, સેવા માટે આવેલા અને નમેલા કામદેવ વગેરે મહાન માંડલિક રાજાઓની પીઠ ઉપર રમતથી હાથ ફેરવતો, પોતાના મહાસ્થાનની મધ્યમાં રહેલો છે. તેને તમારે મોહરૂપ મહાચોરોનો રાજા જાણવો. આ મોહરાજા સંપૂર્ણ ત્રણે ભુવનનો સંહાર અને સર્જન કરે છે. પોતાના વીર્યરૂપ દંડથી વિશ્વને ચક્રની જેમ જમાડે છે. સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તીઓએ જેની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે તે આ મોહરાજાના ગુણોને કહેવા માટે કોણ સમર્થ છે? તેની આગળ બેઠેલી જે સ્થૂલ સ્ત્રી દેખાય છે તે આ રાજાની મહામૂઢતા નામની પત્ની છે. ૧. વહિકા શબ્દનો અર્થ સમજાયો નથી. ૨. રેલૂકકા શબ્દનો અર્થ સમજાયો નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા રાજાના જમણા હાથની પાસે બેઠેલો જે આ દેખાય છે તેને આ જ રાજાનો રાગકેશરી નામનો પુત્ર જાણવો. તે રાગ-કેશરી અસંખ્ય યુવાન રમણીઓથી પરિવરેલો છે. તે રમણીઓ કમળના દલ જેવી દીર્ઘ આંખોવાળી છે. રમણીઓનો શરીરનો મધ્યભાગ ઉન્નતસ્તનોથી દબાયેલ, નમતો અને કૃશ છે. એ રમણીઓએ કામદેવની શય્યા જેવા અને સુયોગ્ય નિતંબસ્થળની વિશાળતાથી ગંગાનદીના તટને જીતી લીધો છે. એ રાગકેશરીના ચરણકમળોની અસંખ્ય ચારણો (=સ્તુતિપાઠકો) સેવા કરી રહ્યા છે. તે ચારણો કામદેવના રૂપને જેણે હસી નાખ્યો છે તેવા રૂપવાળા છે, તેમણે ઉજ્વળ અને મનોહર પોષાક પહેર્યો છે. તેમણે વિચિત્ર અને ચતુરાઇથી ભરેલા વચનોની પરંપરા શરૂ કરી દીધી છે. તે રાગકેશરી અનંતાનુબંધી માયા અને અશુભાનુબંધી લોભ વગેરે પુત્રોથી પરિવરેલો છે. તથા જેણે પદ્મરાગમણિઓના સમૂહની કાંતિને ઝાંખી કરી દીધી છે તેવી કાંતિવાળો છે. અતશક્તિસંપન્ન રાગકેશરીથી મોહરાજા દ્વારા પ્રેરાઈ રહેલા ત્રણ જગતને તમે જુઓ, અર્થાત્ ત્રણ જગતના જીવો એની પ્રેરણા પ્રમાણે કરે છે.
રાજાના ડાબા હાથની પાસે બેઠેલો જે આ દેખાય છે તે પણ આ જ રાજાનો પહેલા પુત્ર જેવા સામર્થ્યવાળો દ્વેષગજેન્દ્ર નામનો બીજો પુત્ર જાણવો. તે દ્વેષગજેંદ્ર જેમના હાથનો આગલો ભાગ વિવિધ શસ્ત્રોથી યુક્ત છે તેવા પુરુષ-સ્ત્રીઓના સમૂહથી પરિવરેલો છે. તે પુરુષ-સ્ત્રીઓનો ભાલ રૂપ ફલક ત્રણવળીઓ રૂપ તરંગોથી યુક્ત છે, આંખો ગુંજા(ચણોઠી)ના અર્ધભાગ જેવી લાલ છે, તેમના શરીરમાંથી ઘણા પસીના રૂપી પાણીના બિંદુઓ ટપકી રહ્યા છે. તેમની દૃષ્ટિઓ સદાય અંતરમાં સળગાવેલા શ્રેષરૂપી અગ્નિના ધૂમાડાથી મલિન બની ગઈ છે. તે દ્વેષગજેન્દ્ર અનંતાનુબંધી માન વગેરે આઠ પુત્રોથી યુક્ત છે. તેના શરીરનો વર્ણ શાહીના ઢગલાના જેવો શ્યામ છે.
એની પછી વર્ણથી કૃષ્ણ, સ્વરૂપથી ભયંકર, ચિત્તથી ક્રૂર, વચનથી કઠોર, ક્રિયાથી દારુણ, વક્ર ચક્ષુથી સંપૂર્ણ રાજ્યને જોતો બેઠેલો દેખાય છે તે પણ આ જ રાજાનો મિથ્યાદર્શન નામનો મહામંત્રી જાણવો. તેની જે શક્તિ છે તેને કહેવા માટે પણ પાર ન પામી શકાય. કેવલ સંક્ષેપથી કંઈક કહેવાય છે– આ અદેવમાં દેવનો સંકલ્પ, અધર્મમાં ધર્મની માન્યતા, અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અતિશય સ્પષ્ટપણે કરે છે. અપાત્રમાં પાત્રતાનો ૧. સફૂગ કામદેવ. તq=શવ્યા. તપ શબ્દથી તત્પા... નામ ધાતુ બન્યો છે. તેનું વર્તમાન કૃદંતનું રૂપ
તન્યાયમાન થાય ૨મા નિતંબ (સ્ત્રીઓની કેડનો પાછળનો ભાગ.) ૨. અપ્રત એ સ્થળે સિદ્ધહેમવ્યાકરણ II રૂા 1 વદ્દ | સૂત્રથી સમાસ થયો છે. સ્થાતિ મwદસ્ત ! ૩. અનંતાનુબંધી આદિ ચાર પ્રકારનો માન અને એ પ્રમાણે ચાર પ્રકારનો ક્રોધ, એમ આઠ થાય.
Page #140
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર
ઉપદેશમાલા (પુષ્યમાલા)
[અંતરંગકથા-૧૨૫
આરોપ કરે છે. ગુણરહિતમાં ગુણોનું ગ્રહણ કરે છે. સંસારહેતુમાં મોક્ષહેતુના ભાવને કરે છે. તે આ પ્રમાણે– હાસ્ય, ઊંચેથી ગીત ગાવું, કામવિકાર અને નાટકના આડંબરમાં તત્પર, નારીના કટાક્ષ વિક્ષેપોથી હણાયેલા (અને એથી જ) નારીના દાસ બનેલા, માયાવી, મહાક્રોધી, શસ્ત્ર રાખનારા, શત્રુઓનો ઘાત કરનારા– આવાઓને પણ મિથ્યાત્વે લોકમાં દેવ તરીકે પ્રતિષ્ઠિત કર્યા છે. રાગ-દ્વેષથી રહિત, સર્વજ્ઞ, શાંતચિત્તવાળા, શત્રુ અને મિત્રમાં સમભાવવાળા, સ્ત્રીસંગથી રહિત, શસ્ત્રના આરોપથી રહિત, માયા અને માત્સર્યથી રહિત– આવા પણ દેવોને આ દુષ્ટાત્માએ છુપાવી દીધા છે. આત્મા ક્ષણમાં નાશ પામનારો છે, વિભુ(=આકાશવ્યાપી) છે, નિત્ય છે, લલાટમાં રહેલો છે, હૃદયમાં રહેલો છે, જ્ઞાનમાત્ર છે, જેમાં ચર અને અચર પદાર્થો રહેલા છે એવું જગત શૂન્ય છે, અથવા પંચભૂતનો વિકાર છે, ઇત્યાદિ જે તત્ત્વ પ્રમાણથી બાધિત છે અને ભોળા લોકોને છેતરનાર છે તે તત્ત્વમાં
મિથ્યાદર્શન મંત્રી સર્બુદ્ધિ ઉત્પન્ન કરે છે. શુદ્ધ જીવાદિતત્ત્વને આ દુરાત્મા છુપાવે છે. તથાહે ભદ્રો! જેઓ ઘરવાળા, સ્ત્રીના ગુહ્ય અંગનું મર્દન કરનારા, જીવોનો ઘાત કરનારા, જુટ્ઠી પ્રતિજ્ઞાવાળા, પાપી, પરિગ્રહનો સ્વીકાર કરવામાં આસક્ત, તપેલા લોઢાના જેવા હોવા છતાં પોતાને સાધુ માનનારા છે તેમનામાં આ લોકમાં પાત્રબુદ્ધિને કરે છે. જેઓ સર્વજીવોના હિતકર, શાંત, મન-વચન-કાયાના સંયમવાળા, માયા-અહંકાર-માત્સર્યથી રહિત, બ્રહ્મચારી, સમ્યગ્નાનને ધારણ કરનારા, ધીર, સર્વસંગોથી રહિત છે, તેમનામાં આ અપાત્રતાબુદ્ધિને અને મોટા દોષને ઉત્પન્ન કરે છે. તથા કૌતુક, ચમત્કાર, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, વિષરહિત કરનાર તંત્ર, શુભાશુભ નિમિત્ત, જ્યોતિષ, ગણિત, ચૂર્ણ, ચિકિત્સા, આ સિવાય બીજા પણ જે પાપ-શાસ્ત્રમાં ઉપદેશાયેલા હોય અને જીવોનો ઘાત કરનારા હોય તેમને જેઓ પ્રયત્નથી શીખે છે અને નિઃશંકપણે પ્રયોગ કરે છે તેમને જ આ લોકમાં ગુણીરૂપે અને પૂજ્યરૂપે પ્રસિદ્ધ કરે છે. જેઓ મંત્ર-તંત્રાદિને જાણતા હોવા છતાં અત્યંત નિઃસ્પૃહ છે, મંત્ર-તંત્રાદિના પ્રયોગથી નિવૃત્ત થયેલા છે, ધર્મનું ઉલ્લંઘન કરવામાં ભીરુ છે, ક્રોધ, અંહકાર અને લોભ વગેરેથી દૂરથી છોડાયેલા છે, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ યોગમાં અને શ્રુતમાં સદા આસક્તચિત્તવાળા છે, તેમને મિથ્યાદર્શન મંત્રીએ નિર્ગુણ છે, લોકને જાણતા નથી, જ્ઞાનથી રહિત છે, ઉન્મત્ત છે એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ કર્યા છે. તથા− નદી આદિના પાણીથી સ્નાન, પશુસમૂહનો ઘાત, કન્યાઓનો વિવાહ, તલ આદિને બાળવા, પંચાગ્નિ તપ, અગ્નિ અને ભયજનક સ્થાનોમાં પડવું, લોઢું અને હળ આદિનું દાન, કામશાસ્ત્ર પ્રવર્તાવવું, યત્નથી
૧. વિવ્યોજ=કામવિકાર.
૨. આરોપ= રાખવું.
૩. પ્રાકૃત શબ્દકોશમાં વુડ શબ્દનો ઉન્મત્ત અર્થ જણાવ્યો છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા કુટુંબનું પાલન કરવું, ગાય અને પીપળાનું વૃક્ષ વગેરેને વંદન કરવું, રાત્રિભોજન ઇત્યાદિ જે જીવહિંસાનું કારણ છે, જેને બુદ્ધિશાળીઓએ સંસારના કારણ તરીકે નિશ્ચિત કર્યું છે, અને જે પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ છે, તેમાં આ મોહરાજાનો મહામંત્રી પોતાની શક્તિથી લોકોની મતિને “આ બધું ધર્મનું કારણ છે' એવી કરે છે. તેથી એની કથાથી પણ સર્યું.
આગળ જે આ કુદૃષ્ટિ નામની મોહરાજાની પત્ની છે તેના સામર્થ્યનું વર્ણન કરવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી. કારણ કે નાસ્તિક વગેરેના ઘોર સંસારના હેતુ તથા યુક્તિ અને લોકથી વિરોધી એવા સઘળા માર્ગે આણે જ સર્યા છે. રાજાને નમસ્કાર કર્યા પછી રાગકેશરીને આગળ કરીને જે બેઠેલો દેખાય છે. તે મદન નામનો મહામાંડલિક રાજા જાણવો. તેના હાથ જગતના સર્વજીવોના હૃદયને ભેદવામાં સમર્થ પાંચ બાણોથી યુક્ત છે. તેણે પીઠ ઉપર ધનુષ્યનું ભાથું રાખ્યું છે, મોટા ધનુષને નજીકમાં કર્યું છે. તે સર્વ લીલાઓના વિલાસો અને કામચેષ્ટાઓ જ્યાં થઈ રહી છે તેવી વસતિમાં રહે છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ નામના ત્રણ સેવકો તેના શરીરની ચંપી (=મર્દન) કરી રહ્યા છે. અમે આનું શું વર્ણન કરીએ? કારણ કે તેણે મહાદેવને પણ ગૌરીનું અધું શરીર બળાત્કારથી અપાવ્યું. કૃષ્ણને પણ ગોપીઓના ચરણોમાં વંદન કરાવ્યું. અપ્સરાઓને જોવા માટે બ્રહ્માને પણ ચારમુખરૂપ સંપત્તિ પ્રાપ્ત કરાવી. રતિકલહથી કુપિત થયેલી ઇદ્રાણીને ખુશ કરવા માટે ઇંદ્રને પણ ક્રોડો કુશળ પ્રયત્નોમાં પ્રવર્તાવ્યો. ચક્રવર્તીઓના પણ મસ્તકે પોતાની આજ્ઞા ધારણ કરાવી છે. તો પછી બીજા મનુષ્યો અને દેવોની શી વાત કરવી? તે આ પ્રમાણેબાર દેવલોક વગેરેનો દેવ પોતાની કાંતિથી સર્વ તેજોનો પરાભવ કરે છે અને એનું શરીર ઉત્તમ પુદ્ગલોથી બનેલું હોય છે. આવા કોઈક દેવને પણ ક્યારેક અતિશય કુપિત થયેલો આ પોતાના બાણોથી માર મારે છે. આથી વ્યાકુલ બનેલો અને કૃત્ય-અકૃત્યને નહિ જોતો તે અશુચિ એવા મૂત્ર અને આંતરડાના કાદવથી ભરેલા મનુષ્યસ્ત્રીના શરીરમાં પણ કાયપ્રવૃત્તિથી રમે છે, અર્થાત્ કાયાથી મૈથુન સેવે છે. વિશ્વશત્રુ એવા આનાથી પ્રેરાયેલા કેટલાક દેવો ઘણા અનર્થોને જોતા હોવા છતાં અન્ય દેવની દેવીઓનું અપહરણ કરીને તમસ્કાય આદિમાં છુપાઈ જાય છે. પછી તે પ્રસંગના કારણે વજ આદિથી માર મરાયેલા તે દેવો ઘણા દિવસો સુધી ઘણી વેદનાને સહન કરે છે. મનુષ્યોમાં પણ એના બાણને અર્પણ કરાયેલા( એના બાણથી વિંધાયેલા) કેટલાકો કામવાસનામાં ફેંકાય છે, ગાત્રોમાં
૧. અહીં અત્યર્થ પદનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. ૨. પતિ =ગ્રહણ કરેલું. ૩. તમસ્કાય એ કૃષ્ણવર્ણવાળો અપ્લાય વિશેષ છે, જે અણવર સમુદ્રથી નીકળીને પાંચમા દેવલોક સુધી પહોંચે
છે. (આનું વિશેષ વર્ણન બૃહત્સંગ્રહણી ગ્રંથમાં છે.)
Page #142
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૭
દાહ અનુભવે છે, દીર્ઘ નિસાસા મૂકે છે, મંત્ર અને મૂળિયાં વગેરેની પણ તેમના ઉપર અસર થતી નથી. શૂન્ય બની જાય છે. ખોટી ચિંતાથી વ્યગ્ર બને છે. ગ્રહથી પકડાય છે. અસંબદ્ધ વચનો બોલે છે. અતિશય તાવ આવે છે. ન કહી શકાય તેવી ઘણી વેદનામાં પડે છે. તેથી મોટા કુળમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં કામવાસનાની વેદના ઉપશાંત થશે એવી ભ્રમણાથી લજ્જા મૂકીને માતંગ આદિની સ્ત્રીનો સંગ કરવામાં પણ પ્રવર્તે છે. તેવી પ્રવૃત્તિ થયે છતે અહીં પણ વિવિધ વિડંબનાઓથી કદર્થના કરાવાય છે. સર્વલોકોથી ત્યજાય છે. પગમાત્રથી પણ સ્પર્શ કરાતા નથી. વાંકી દૃષ્ટિ કરીને પણ કોઇથી જોવાતા નથી. લોકોથી નિંદાય છે. પશ્ચાત્તાપ વડે સ્વયમેવ શોક કરાવાય છે. સર્વસંપત્તિઓથી ભ્રષ્ટ થાય છે. લાખો વિપત્તિઓને . પામે છે. ત્યાંથી મહા નરકોમાં પડે છે. ત્યાં તપેલી તાંબાની પુતળીઓ સાથે આલિંગન કરાવાય છે. બળતી ચિતાઓમાં ફેંકાવાય છે. ઘણા કાળ સુધી અનેક દુ:ખોને અનુભવે છે. કામદેવરૂપ ભીલના બાણના ગાઢ સંબંધથી (=બાણથી અત્યંત વિંધાવાથી) જર્જરિત થયેલા કેટલાકો ક્રોડો વ્યભિચારીઓથી ઘસાયેલી વેશ્યાઓની યોનિરૂપ ખાળમાં કૃમિની જેમ આળોટે છે. પછી તેના પ્રત્યે અનુરાગવાળા થયેલા તેઓ ઘણા-પુરુષોની પરંપરાથી એકઠો કરેલો બધોય ધનસમૂહ આપી દે છે. તેથી મહાનઋદ્ધિવાળા પણ રંક જેવા થાય છે. તથા હિતૈષીઓથી લાખો યુક્તિઓથી રોકાતા હોવા છતાં પાછા ફરતા નથી. ફરી પણ માતાને પણ છેતરીને, ધનવાનોના ઘરો વગેરેમાં ચોરી કરીને, દુષ્કાર્યો કરવા વગેરે કષ્ટોને પણ સહન કરીને, નિસાસાપૂર્વક કેટલુંક ધન મેળવીને ફરી ત્યાં જ ચક્કર મારે છે. આ પ્રમાણે કામદેવથી પીડા પમાડાયેલા તેઓ વેશ્યાઓના દાસ જેવા થાય છે. તે આ પ્રમાણે પગોને વે છે. શરીરની ચંપી કરે છે. તેમનું એંઠું ખાય છે. પેનીના પ્રહારોને સહન કરે છે. મસ્તકમાં કરાતા ઘાતોને સહન કરે છે. અહીં બહુ કહેવાથી શું? જે કેટલાક મુનિઓ ધીર, અભિમાનવાળા, કળાઓના જાણકાર છે, કામદેવના બાણથી હૃદયમાં શલ્યવાળા થયેલા તેઓ પણ માહાત્મ્યને છોડી દે છે, પછી અહીં જ સ્ત્રી નિમિત્તે લાખો વિડંબનાઓથી દુઃખી કરાય છે, અને પરલોકમાં પણ નરકરૂપ અગ્નિમાં પકાવાય છે. ત્યાંથી પણ નીકળીને હીજડા, રૂપરહિત, દરિદ્ર, દુર્ભગ, નપુંસક અને લાખો દુ:ખોનું જ ભાજન થાય છે.
પછી પુણ્યમાનસે પૂછ્યું: હે સ્વામી! આ મોહરાજા પોતાના સ્ત્રીવેદ વગેરે પરિજન સહિત જ આ બધું કરે છે કે આ સૈન્યમાં બીજો પણ કોઇ સામંતરાજા વગેરે આની સહાયમાં પ્રયત્ન કરે છે? તેથી સમયરાજે કહ્યું: હે વત્સ! આ દુષ્ટાત્માઓનો કોઇ અપૂર્વ જ સમુદાય છે. કારણ કે જ્યાં એકનો આશ્રય કરાય છે ત્યાં પ્રાયઃ બધાય તૈયાર થઇને નજીકમાં આવી જાય છે. આમ છતાં મહાદેવનું ગળું, પાડો અને શાહીના પુંજ જેવા વર્ણવાળો અને ભયાનક આકૃતિવાળો જે આ એની પાસે જ બેઠેલો દેખાય છે તે મદનનો વિપર્યાસ નામનો સામંત
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા સદાય એની સહાયમાં રહે છે. આ પ્રમાણે વિપર્યાસની સહાયવાળા મદનની જે ચેષ્ટા છે તે તમને કંઇક વિશેષથી જણાવાય છે. તે ચેષ્ટા આ છે– જેમના ગાલ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયા છે, જેઓ સ્ત્રીઓને હસવા જેવા થાય છે, જેઓ વળી, પલિત અને ‘ટાલથી બીભત્સ શરીરવાળા છે, વિકારરસથી પરિપૂર્ણ તેઓ પણ વૃદ્ધાવસ્થાથી શરમ પામે છે. પોતાના જન્મને ઘણો અલ્પકાલીન કહે છે, અર્થાત્ પોતાની વય ઓછી બતાવે છે. વાળ કાળા થાય એ માટે અનેક દ્રવ્યોના યોગથી વાળને જાણે પોતાના હૃદયમાં રહેલા પાપથી રંગતા હોય તેમ રંગે છે. વિવિધ સ્નેહવાળા દ્રવ્યોથી પોતાના શરીરને વારંવાર સ્વચ્છ કરે છે. તથા ગાલોની શિથિલતાને પ્રયત્નથી ઢાંકે છે. મૂઢ તેઓ યુવાનની જેમ લીલાથી પ્રગટ ફરે છે. વિભૂષા કરવા માટે સદા શરીરને શણગારવામાં તત્પર તેઓ વિભૂષાથી કલેશ પમાડાય છે. સ્ત્રીઓથી તાત! તાત! એ પ્રમાણે બોલાવાયેલા અને દાદાસમાન થવા છતાં વિમૂઢ તેઓ સ્ત્રીઓની ઇચ્છા કરે છે. સર્વ સ્ત્રીઓને પ્રેરણાનું સ્થાન હોવા છતાં અતિશય હાસ્ય અને કામવિકારોને કરે છે, (અને એથી) અતિશય હાસ્યને પાત્ર બને છે. જરાથી જીર્ણ શરીરવાળા જે જીવોની આ વિડંબના થાય છે તે જીવો સુંદર યૌવન પ્રાપ્ત થયે છતે કેવા થાય? શ્લેખ, આતંરડા અને મૂત્રરૂપ કાદવથી ભરેલા શરીરમાં આસક્ત ચિત્તવાળા તે બિચારા જીવનપર્યંત ખેદ પામે છે. ભવિષ્યને જોતા નથી. દેવતત્ત્વને જાણતા નથી. પશુ જેવા તેઓ આહાર, નિદ્રા અને કામથી દુઃખી રહે છે. તેથી અપાર આ ભવસુમદ્રમાં પડેલા અને જેમની શિષ્ટ ક્રિયાઓ નાશ પામી છે તેવા તેમને ભવસમુદ્રમાંથી ઉતરવાનું (=બહાર આવવાનું) ક્યાંથી થાય? આ પ્રમાણે વિપર્યાસ સામંતને મદનની સહાયમાં રોકવામાં આવે છે. આ મહાદુષ્ટ વિપર્યાસ સામંત એકલો પણ અધર્મમાં ધર્મનો આગ્રહ ઉત્પન્ન કરે છે. અભક્ષ્યમાં પણ ભક્ષ્યનો આગ્રહ, અપેયોમાં પણ પેયનો આગ્રહ, ન કહેવા લાયકમાં પણ કહેવા લાયકની બુદ્ધિ, અકર્તવ્યમાં પણ કર્તવ્યનો નિશ્ચય કરાવે છે. વિશેષ કહેવાથી શું? આને વશ બનેલા અને આગ્રહથી પકડાયેલ ચિત્તવાળા જીવોની બુદ્ધિ સર્વકાર્યોમાં વિપરીત પણે વર્તે છે. બોધ પમાડાયેલા પણ બોધ પામતા નથી. યોગ્ય-અયોગ્યને જાણતા નથી. જ્ઞાન અને શ્રદ્ધાથી રહિત તે જીવો પોતાના પ્રાણ જાય તો પણ પોતાના આગ્રહને છોડતા નથી, તેથી આ જ જન્મમાં દુઃખરૂપ સમુદ્રમાં પડે છે, અને પરભવમાં દુર્ગતિમાં જાય છે. હે મહાનુભાવો! આ પ્રમાણે અહીં પાપવિલસિત નામના સેનાધિપતિને
૧. ત્રિ=અવસ્થાના કારણે ચામડીમાં પડતી કરચલીઓ. ૨. પતિત પળિયા (ધોળાવાળ.) ૩. વનત્વ=માથાની ટાલ. ૪. હા હૃદયમાં થયેલ. ૫. મૃગા=નિર્મલતા-સ્વચ્છતા.
Page #144
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૯
આગળ કરીને બેઠેલા મિથ્યાભિમાન, હર્ષ, મદ, માત્સર્ય, દંભ, કલહ, પ્રેમ, ઉન્માદ, કાલુષ્ય, ધર્મદ્રેષ, જ્ઞાનસંવરણ, દર્શનસંવરણ, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય વગેરે બીજા પણ સામંતો જાણવા. આ મૂઢતા, અવિવેકિતા, અક્ષમા, અસૂયા, તૃષ્ણા, કૃપણતા, જડતા, ગૃદ્ધિ અને ભવાભિનંદિતા વગેરે સ્ત્રીઓ રાગકેશરી વગેરેની યથાસંભવ કોઇકની કોઇક સ્ત્રીઓ જાણવી. આ મમત્વ અને અહંકાર વગેરે હાથીઓ છે. અશુભ મન-વચન-કાયા અશ્વો છે. કુવિકલ્પ નામના રથો છે. સંક્લિષ્ટ પરિણામ, ચાપલ્ય અને તુચ્છત્વ વગેરે સૈનિકો છે. આ સૈન્યમાં દરેક વસ્તુમાં જે બળ છે તેનું વર્ણન કરવા માટે આયુષ્ય પૂરું થઇ જાય તો પણ સમર્થ ન થવાય. તેથી છિદ્રોને શોધવામાં તત્પર સર્વ જીવોનું નિષ્કારણ મહાશત્રુરૂપ આ સૈન્યને સંપૂર્ણ વિશ્વના સંતાપનું મુખ્ય કારણ અને રોગ વગેરે સર્વ દુ:ખોનું મુખ્ય કારણ જાણવું. તેથી આના દેખાયેલા એક પણ માણસને ન છોડવો અને કોઇ પણ રીતે તે રીતે મારવો કે જેથી ફરી ન દેખાય.
પછી વિમલબોધે કહ્યું: હે સ્વામી! અમોએ પૂર્વે ધાડ પાડવા માટે (=શત્રુ ઉપર આક્રમણ કરવા માટે) ગયેલા આ બધાયને પોતાની પાસે જોયા હતા, અને અહીં પણ આ બધાય દેખાય છે. તો અહીં શું રહસ્ય છે? તેથી સમયરાજે કહ્યું: હે વત્સો! આ અંતરંગ લોકો જુદા જુદા રૂપો કરવાનું જાણે છે. તેથી સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાલલોક એ બધા સ્થળે સ્વચ્છંદપણે ફરે છે. હે સ્વામી! અહીં રહેતા એમની સૈન્ય વ્યવસ્થાનો કેટલો કાળ થયો? સમયરાજે કહ્યું: અનંતકાળથી એમની આ સૈન્ય વ્યવસ્થા છે. આ સૈન્ય કોના ઉપર રહેલું છે? અર્થાત્ આ સૈન્યે કોના ઉપર આક્રમણ કર્યું છે? આ સૈન્યે સદ્બોધ નામના મહામંત્રી ઉપર આક્રમણ કર્યું છે. શા માટે? તેનું કારણ તમે સાંભળો, અમે કહીએ છીએ.
આ જ મનોભૂમિમાં અસંખ્ય ગુણરત્નોની ખાણ, સર્વ વિદ્યાઓની નિવાસભૂમિ, સર્વ પ્રજાઓનો નિવાસ એવી અધ્યવસાયસંતતિ નામની નગરી છે. તેવો કોઇ ગુણી, શ્રીમંત, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વણિક નથી કે જે આ વિશાલ મહાનગરીમાં ન રહેતો હોય. તે નગરીમાં સંસારી જીવ નામનો રાજા છે. પરમાર્થથી સર્વ ભાવોનો ભોક્તા છે. સંપૂર્ણ ભૂમિનો નાયક છે. તેનું વીર્ય (બળ) અનંત છે. તેનું માહાત્મ્ય અચિંત્ય છે. તેનો પ્રભાવ અપરિમિત છે. બુદ્ધિથી સર્વોત્તમ છે. હોંશિયારીમાં તેના જેવો બીજો કોઇ નથી. નીતિમાર્ગના જ્ઞાનથી તે અસાધારણ છે. આમ છતાં જાણે તે ઉન્મત્ત બની ગયો હોય, મૂર્છિત થઇ ગયો હોય, ગ્રહથી પકડાયેલો હોય તેમ પોતાને જાણતો નથી. પોતાના ઘરને વિચારતો નથી. પોતાની વિભૂતિના ક્ષયને ગણતો નથી. પોતે ત્રિભુવનના આધિપત્યથી ભ્રષ્ટ થયો છે એમ જાણતો નથી. તેથી ભક્ત, અનુરાગવાળા અને એકાંતે હિતકારક
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા
એવા ચારિત્રધર્મ સૈન્યનો તિરસ્કાર કરે છે. એકાંતે સર્વ અનર્થોનું કારણ એવા મોહરૂપ મહાચોરના સૈન્યનો સ્વીકાર કરે છે. તેથી લુટારી એ સેના (અધ્યવસાયસંતતિ નગરીમાં) પ્રવેશ કરવા માત્રથી આ નગરીને બાળીને અંગારા બાકી રહ્યા હોય તેવી કરી નાખે છે. સંસારી જીવની વિભૂતિઓ લુંટી લે છે. તેમાં રહેલા બધા લોકોનું બધું ય અપહરણ કરી લે છે. એના માહાત્મ્યને ખતમ કરી નાખે છે. કોઇને છેદે છે, કોઇને ભેદે છે, કોઇને વીંધે છે, કોઇને કાપે છે, કોઇને ફાડે છે, કોઇને કાતરે છે, કોઇને મારે છે. તેથી કોઇક આક્રંદ કરે છે, કોઇક પ્રલાપ કરે છે, કોઇક વિલાપ કરે છે, કોઇક સતત શોક કરે છે. વિશેષ કહેવાથી શું? મોહરાજાના સંગથી બધાય અનર્થો થાય છે. તો પણ આ સંસારીજીવરૂપ રાજા બોધ પામતો નથી. તેથી સદ્બોધ મંત્રીએ કાનમાં કંઇક કહ્યું એટલે આ રાજા પોતાને જાણે છે, ચારિત્રધર્મ સૈન્યનો પોતાની નગરીમાં પ્રવેશ કરાવે છે, મોહરાજા વગે૨ે ચોરોને બહાર દૂર કાઢે છે. તેથી આ સંપૂર્ણ નગરી જાણે અમૃતથી સિંચાયેલી હોય તેવી થાય છે. બધા સ્થળે પ્રજા હર્ષ પામે છે. રાજસંપત્તિઓ વધે છે. ત્યારબાદ ફરી પણ મોહરાજાના કોઇક અજ્ઞાન નામના દૂતે આવીને કોઇક કુવાસના ઉત્પન્ન કરી. આથી વ્યાકુલ બનેલો સંસારીજીવરૂપ રાજા ચારિત્રધર્મના સૈન્યને બહાર કાઢે છે, મોહરાજા વગેરે ચોરોના સમુદાયનો સ્વીકાર કરે છે. તેથી તે જ દુર્દશા, તે જ ત્રાસ, તે જ ભયો પ્રાપ્ત થાય છે. તેથી ફરી સદ્બોધમંત્રી ચોરોને બહાર કાઢે છે. આ પ્રમાણે પરસ્પર વૈરવૃદ્ધિ થતાં એકવાર સદ્બોધમંત્રીએ મોહરાજાના સૈન્યને મૂળથી ઉખેડી નાખ્યું. તેથી અમને ક્યાંય સુખ નથી એમ વિચારીને ગુસ્સે થયેલા મોહરાજા વગેરેએ તેના ઉપર સૈન્ય કર્યું, અર્થાત્ સૈન્યથી તેના ઉપર આક્રમણ કર્યું. તે સદ્બોધ મંત્રી પણ નાસી જઇને ચારિત્રધર્મના સૈન્યમાં પેઠો. આ બંને સૈન્યોનું યુદ્ધ અનંત વાર થાય છે. જેના પક્ષમાં સંસારી જીવ રહે તે પક્ષનો જય થાય અને સંસારી જીવનો પૂર્વોક્ત નગરીમાં પ્રવેશ થાય છે. અન્યપક્ષનું આનાથી વિપરીત થાય છે. આ પ્રમાણે અનંત કાળથી ચાલી રહ્યું છે. અહીં એમનું ચિત્ર ઘણું છે. તે ચરિત્રને કહેનારાઓનું પણ (ચરિત્રને કહેતાં કહેતાં જ) આયુષ્ય પૂર્ણ થઇ જાય. તમે શુભપરિણતિના પુત્રો છો. તેથી મેં આ દિશામાત્ર કહ્યું. હે વત્સો! બાકીનું ચરિત્ર સ્વબુદ્ધિથી વિચારીને જે સ્વહિત હોય તે કરવું.
જિનવચનરૂપ મંત્રના જાપનો વિધિ.
આ પ્રમાણે કરુણાપૂર્વક ઉપદેશ આપીને સમયરાજ વિરામ પામ્યા ત્યારે વિનયપૂર્વક ગદ્ગદ્ વાણીથી વિમલબોધ વગેરેએ આ પ્રમાણે કહ્યું- સ્વામીએ અમને અમૃત અને વિષ બતાવ્યું. અજ્ઞાન માણસ પણ અમૃતને છોડીને ક્યારેય વિષ ખાતો નથી. તો પણ હે સ્વામી!
Page #146
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૩૧ અમારા ઉપર કૃપા કરીને તે પ્રમાણે પ્રયત્ન કરો કે જેથી અમારું મન પણ કર્મદોષથી કે પ્રમાદ-અજ્ઞાન દોષથી ચારિત્ર રાજાને છોડીને પ્રમાદરૂપ વન તરફ ન જાય. તેમણે આ પ્રમાણે કહ્યું એટલે જેમનું મન વિશેષથી વધતા કરુણારસથી આÁ થઈ રહ્યું છે એવા સમયરાજે વિમલબોધમાં વિશેષ યોગ્યતા જોઇને પોતાની પાસે રહેલું જિનવચન રૂપ મહામંત્રનું સઘળું રહસ્ય તેને જણાવ્યું. તેને તે સમ્યક્ પરિણમ્યું. તેથી સમયરાજે તેને તેના શમજલધિ વગેરે બાકીના બંધુઓના નાયક તરીકે સ્થાપ્યો અને હિતશિક્ષા આપી કે- હે વત્સ! વિમલબોધ! તારા આ સઘળા ય બંધુઓ આજથી તારા શિષ્યો છે. તેથી જે રીતે મેં એમનું 'અનુવર્તન કર્યું તેમ તારે પણ તેમનું અનુવર્તન કરવું. તથા હે વત્સો! આજથી તમારો પણ આ વિમલબોધ ગુરુ છે. જેવી રીતે તમોએ મારી સમ્યમ્ આરાધના કરી તેવી રીતે તેની પણ સમ્યમ્ આરાધના કરવી. વળી બીજું, સદાય મારાથી અપાયેલ જિનવચનરૂપ મંત્રનો અપ્રમત્ત બનીને વિધિપૂર્વક જાપ કરવો. તે વિધિ આ છે– સુધાને જીતવી=સહન કરવી. તૃષા સહન કરવી. ઠંડી સહન કરવી. ગરમીને ન ગણવી. પોતાના શરીર ઉપરથી મચ્છરને દૂર ન કરવા. જીર્ણ અને મલિન વસ્ત્ર પહેરવા. મોટી આપત્તિમાં પણ અરતિ ન કરવી. સ્ત્રીસંગનો દૂરથી ત્યાગ કરવો. ક્યાંય આસક્તિ કર્યા વિના વિહાર કરવો. સર્વ ભયોથી મુક્ત બનીને મશાન આદિમાં રહેવું. સ્ત્રીસંગ આદિ દોષથી રહિત વસતિમાં રહેવું. કોઈ આક્રોશ કરે, વધ કરે, પીડા આપે તો પણ ગરમ ન થવું. કોઈ વસ્તુ ન મળે તો દીનતા ન કરવી. રોગોમાં આર્તધ્યાન ન કરવું. કઠોર સ્પર્શથી ઉગ ન પામવો. શરીર અને ઉપધિનો સૂક્ષ્મ પણ સંસ્કાર ન કરવો. પૂજા-અપમાનમાં સમચિત્તવાળા થવું. બુદ્ધિ વગેરે ગુણોમાં અભિમાન ન કરવું. જ્ઞાન બિલકુલ ન ચઢે=જીવાદિતત્ત્વોને વિશેષથી ન સમજી શકાય વગેરેમાં વિપરિણામવાળા ન થવું, અર્થાત્ દીન ન બનવું. શંકા અને કાંક્ષા આદિ દોષોમાં ન રહેવું, અર્થાત્ શંકા અને કાંક્ષા આદિ દોષોને ઉત્પન્ન ન થવા દેવા. વળી બીજું– ઉપવાસ, છઠ્ઠ અને અક્રમ વગેરે તપ કરવો. ઊણોદરીથી રહેવું. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ અભિગ્રહોથી ભિક્ષા ગ્રહણ કરવી. રૂક્ષ અને પ્રાંત આહારથી જીવનનિર્વાહ કરવો. ઉત્કટુક અને ગોદોહિકા વગેરે આસન અને કેશલોચ વગેરે કષ્ટોને સહન કરવાં. ઇંદ્રિય અને કષાયની સલીનતાથી રહેવું, અર્થાત્ ઇંદ્રિયો અને કષાયો ઉપર કાબૂ રાખવો. ખોટા આચરણોમાં પ્રાયશ્ચિત્ત કરવું. બધી જ રીતે વિનય અને વૈયાવચ્ચના જ રસવાળા થવું. વાચના આદિમાં પ્રયત્ન કરવો. સદા ય શુભધ્યાનમાં રહેવું. પોતાના શરીરમાં પણ મમત્વ ન કરવું. ઉચ્છવાસ અને નિશ્વાસ સિવાય બીજું કોઈ પણ કાર્ય કયારેય ગુરુને પૂછ્યા વિના ન કરવું. તેથી જીવદયા, સત્ય, ચોરીત્યાગ, ૧. અનુવર્તન એટલે શિષ્યોના સ્વભાવને અનુકૂળ બનીને તેમને હિતમાં જોડવાનો પ્રયત્ન કરવો. ૨. શરીર ઉપરથી મેલ ઉતારવો વગેરે શરીરસંસ્કાર છે. કપડામાં રંગીન દોરા નાખવા વગેરે ઉપધિસંસ્કાર છે. ઉ. ૧૦ ભા. ૧
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[અંતરંગકથા બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ આદિ ગુણોથી યુક્ત અને યથોક્ત વિધિથી મંત્ર જાપ કરતા એવા તમારા આ દુષ્ટ ચોરો પ્રતિસમય ક્ષય પામશે, અને સ્વપ્નમાં પણ પ્રમાદવન તરફ જવાનું નહિ થાય, ચારિત્રધર્મ રાજા ખુશ થશે. પછી આ વિધિથી મંત્રજાપ પરમ વૃદ્ધિને પામશે ત્યારે પુત્ર-પૌત્રથી સહિત અને મદન માંડલિક આદિ પરિવાર સહિત મોહ મહાચોર સર્વથા ક્ષય પામશે. ત્યારબાદ વ્યાકુલ બનેલા જ્ઞાનસંવરણ, દર્શનસંવરણ, અને અંતરાય નામના સામંતો ઢીલા થઈ જઈને તુરત જ પરિવાર સહિત યમના મુખને જોશ=મૃત્યુ પામશે. ત્યારબાદ કેટલોક કાળ વિશ્રામ કરીને, પરોપકારની સિદ્ધિ થાય એ માટે લોકોને ચોરોની દુષ્ટતા કહીને, યોગ્ય સમયે શૈલેશી અવસ્થારૂપ મહાગદાથી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર નામના ચોર સામંતોનો પરિવાર સહિત સર્વથા ચૂરો કરીને તેમની માત્ર વાત બાકી રહે તેવા કરવા, અર્થાત્ મારી નાખવા. આ પ્રમાણે કર્યું છતે અત્યંત ખુશ થયેલો ચારિત્રરાજા મહેરબાની કરીને પૂર્વે જેના સ્વરૂપનું વર્ણન કર્યું છે તેવી નિવૃત્તિનગરી આપશે. ત્યાં ગયેલા તમે દુઃખની વાત પણ નહિ સાંભળતા, ત્રણ ભુવનના મસ્તકની શિખાપણાને કરતા, નિવૃત્તિનગરીના સ્વાભાવિક અને અનુપમ સુખને અનુભવતા, કુંભારવડે ચાકડામાં મૂકાયેલા ઘટની જેમ મોહાદિ ચોરોથી પ્રતિસમય ભગાડાતા અને વિવિધ વિડંબનાઓથી દુઃખી કરાતા ત્રણ વિશ્વને હાથના તળિયામાં રહેલા મોતીની જેમ પ્રતિસમય જોતા અને અનંતકાલ સુધી આનંદ પામતા રહેશો. આ પ્રમાણે તમને ચોરોથી થતું દુઃખ અને ચારિત્ર ધર્મથી થતું સુખ સંક્ષેપથી બતાવ્યું. દુઃખના ક્ષયનો અને સુખની પ્રાપ્તિનો આ કોઇક ઉપાય બતાવ્યો. તેથી અહીં જે સ્વહિત હોય તે વત્સોએ સદા કરવું જોઇએ.
વિમલબોધ વગેરેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રમાણે સઘળો ઉપદેશ આપીને સમયરાજ મહારાજ પોતાના ઇચ્છિત કોઈ અન્ય દેશમાં ગયા. તે વિમલબોધ વગેરે પણ સમયરાજનો આદેશ જાણે લખાયો હોય, જાણે બંધાયો હોય, જાણે સ્થિર કરેલો હોય, જાણે કોતરેલો હોય, જાણે સીવેલો હોય, જાણે ભૂમિ ખોદીને
સ્થાપેલો હોય, જાણે જડી દીધો હોય તેમ સમયરાજના ઉપદેશને અને પરોપકારને સદાય ચિત્તમાં ધારણ કરતા ચારિત્રધર્મરાજાની સાથે વિવિધ દેશોમાં વિચારવા લાગ્યા. પછી સમયરાજે ઉપદેશેલા અનુષ્ઠાનોને વિધિવત્ આચરતા વિમલબોધ મોહરાજા, જ્ઞાનસંવરણ, દર્શનસંવરણ અને અંતરાય નામના બલાવાન ચોર નાયકોનો પરિવાર સહિત ક્ષય કરી નાખ્યો. તેથી સંપૂર્ણ ત્રિભુવનતલનો સાક્ષાત્કાર કરવામાં ( પ્રત્યક્ષ જોવામાં) કુશળ એવા જે કેવલજ્ઞાનને તે મહાચોરોએ ઢાંકીને ધારણ કરી રાખ્યું હતું, તે કેવલજ્ઞાન વિમલબોધને પ્રગટ થયું. તેથી દેવો આવ્યા. સુવર્ણકમલનું આસન રચ્યું. કેવલજ્ઞાનનો મહામહિમા કર્યો. ભક્તિ અને કૌતુકથી આકર્ષાયેલ ચિત્તવાળો અતિશય ઘણો લોક ભેગો થયો. વિમલબોધ ચોરોનો ઉચ્છેદ કરનારી અને ચારિત્રધર્મરાજાનો પક્ષપાત કરનારી સુદેશના કરી. ઘણાએ વિમલબોધ આચરેલો જ માર્ગ
Page #148
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૩૩ સ્વીકાર્યો. ચોરો બહુ દૂરથી તિરસ્કાર કરાયા. હે રાજ! પછી બીજા પણ ઘણા દેશોમાં આ પ્રમાણે જ ચોરોની વિડંબનાઓથી ઘણા લોકને છોડાવતો અને ગામ-નગર સહિત તમારા દેશને મોહરૂપ મહાચોરોથી લુંટાતો જોઈને ઉત્પન્ન થયેલ કરુણાના પરિણામવાળો તે હું વિમલબોધ આ સાધુઓથી પરિવરેલો અહીં આવ્યો છું. તેથી યથોક્ત ચોરસમુદાયનો ઘાત કરવા માટે પૂર્વોક્ત કુળમાં ઉત્પન્ન થયેલા સાધુઓ આ કષ્ટોને સહન કરે છે. તમોએ અહીં જે પૂછ્યું હતું તે બધું જણાવ્યું. હે નરાધિપ! આ સાંભળીને જે યોગ્ય હોય તે કરો.
આ વચન સાંભળ્યા પછી તુરત જ વિજયસેન રાજા ગુસ્સે થઈ ગયો. તેનો ભાલરૂપ 'ફલક ત્રણ વળીઓ રૂપી તરંગોથી યુક્ત બન્યો. શરીરમાંથી પસીનાના ઘણા બિંદુઓ ટપકવા લાગ્યા. હોઠરૂપ પલ્લવો સતત ફરકવા લાગ્યા. કાયારૂપી લાકડી કંપવા લાગી. આંખો ગુંજાના અર્ધભાગ જેવી લાલ અને ભયંકર બની ગઈ. તલવાર ઉપર હાથ નાખતો તે ઝડપથી ઊભો થયો. આક્ષેપપૂર્વક તેણે કહ્યું: હે મંત્રીઓ! હે સામંતો! હજી પણ વિલંબ કેમ કરાય છે? જલદી તૈયાર થાવ. દુષ્ટ ચોરોના મસ્તકોને પકડો. મોહ મહાચોર વગેરેને લાંબી શૂળીઓમાં નાખો, અર્થાત્ શૂળી ઉપર ચડાવીને મારી નાખો. મદન વગેરેને મજબૂત યંત્રોમાં પીલી નાખો. એમણે મને પણ બીજા રાજા સમાન (સામાન્ય) ગણ્યો. એમણે મારો પ્રભાવ પૂર્વે સાંભળ્યો નથી. જેથી એઓ મારી હદનું ઉલ્લંઘન કરે છે. તેથી પાપી તેઓ આજે સ્વદુર્નતિના ફલને પામો, મારા સ્વરૂપને જાણો. જગત ચોરરૂપ કાંટાઓથી રહિત બનો. આ પ્રમાણે પિતાને ક્રોધથી પરાધીનતાને પામેલા જોઇને કંઈક હસીને ઊભા થઈને પિતાને બાહુરૂપ દંડથી પકડીને પુરંદરકુમારે કહ્યું: હે તાત! અહીં ભ્રાંતિથી સર્યું. આ અંતરંગ ચોર લોકો છે. આપના સામંત વગેરેના બલથી જીતી શકાય તેવા નથી. કિંતુ હમણાં જ આ આચાર્ય ભગવંતે બતાવેલા ઉપાયથી અવશ્ય જીતી શકાય તેવા છે. વળી બીજું, જેમનાથી સ્વર્ગમાં ઇંદ્ર, પૃથ્વીમાં ચક્રવર્તી, પાતાળમાં નાગેન્દ્ર લુંટાયો છે, તેમની આગળ આપના જેવાની શી ગણના હોય? તેથી આપ કૃપા કરીને બેસી જાઓ. તેથી રાજા વિલખો બનીને દિશાઓને જોતો તે જ પ્રમાણે બેસી ગયો. એકક્ષણ પછી સ્વસ્થ થઈને રાજાએ પુરંદરકુમારને કહ્યું: હે વત્સ! જો એમ છે તો મેં મુનીંદ્રના ગંભીર વચનોનો તેવા પ્રકારનો કોઈક અર્થ જાણ્યો નથી. પણ તેં આ સઘળો અર્થ જાણ્યો હોય તેમ જણાય છે. તેથી તું જ તે અર્થને જણાવ, જેથી અમે પણ કૃતાર્થ થઈએ. તેથી પુરંદરકુમારે કહ્યું હે પિતાજી! આ મુનીશ્વરની સઘળી ય વચનરચના સ્પષ્ટ જ છે. તો પણ જો ક્યાંક સંકેત ન પકડાવાથી આપને સંદેહ હોય તો ફરી પણ સ્વબોધ પ્રમાણે હું પણ કંઇક કહું છું. આ પ્રમાણે કહીને પુરંદરકુમારે પ્રારંભથી જ આરંભીને સઘળો ય ભાવાર્થ પિતાને જણાવ્યો.
૧. ફલક=પાટિયું. ૨. પલ્લવ-કુંપળ.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૪- શાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિજયસેન રાજાની દીક્ષા
તેથી ભાવાર્થ સમ્યગ્ જણાયે છતે સંવેગસમૂહથી પૂર્ણ હૃદયવાળા વિજયસેન રાજાએ પુરંદરકુમારને કહ્યુંઃ સારું સારું હે વત્સ! તારી બુદ્ધિથી હું સમ્યગ્ અનુગ્રહ કરાયેલો છું. આ બધુંય જાણ્યું કે અમારા જેવા મૂઢ જીવોને બોધ પમાડવા માટે ભગવાને અંતરંગ અર્થથી ગર્ભિત પોતાનું જ ચરિત્ર કહ્યું છે. પણ હે વત્સ! સમયરાજથી અહીં કોણ વિવક્ષિત છે? તેથી પુરંદરકુમારે કહ્યુઃ હે પિતાજી! હું બરોબર જાણતો નથી. તેથી કેવલીએ કહ્યું: હે રાજન્! સમયરાજ એટલે સર્વજ્ઞ સિદ્ધાંત. સર્વજ્ઞ સિદ્ધાંતના અભેદ ઉપચારથી અહીં શ્રુતરૂપ સમુદ્રના પારને પામેલા શમિનિધ નામના આચાર્ય સમયરાજ તરીકે વિવક્ષિત છે. તેથી રાજાએ કહ્યું: હે સ્વામી! તો આપની કૃપાથી મેં બધું જાણ્યું.
વિજયસેન રાજાએ સપરિવાર દીક્ષાનો સ્વીકાર કર્યો.
આ દરમિયાન પુરંદરકુમારનું મન ઉછળતા સંવેગરસના સમૂહથી ભીનું બનવા લાગ્યું. આથી તેણે બે હાથરૂપ પુષ્પકળીઓને મસ્તકે રાખીને, અર્થાત્ મસ્તકે અંજલિ કરીને, વિમલબોધ કેવલીને કહ્યું: હે સ્વામી! દુષ્ટ ચોરોનું આ બધું વર્તન સાંભળીને એમની વિડંબનાઓથી ભય પામેલો હું ક્યાંય રતિને પામતો નથી. તેથી જો પૂજ્યો મારા ઉપર પણ અનુગ્રહ કરે તો હે પ્રભુ! હું પણ દુષ્ટચોરોનો ઘાત કરનાર અનુષ્ઠાનને કરવાની ઇચ્છા રાખું છું. તેથી કેવલીએ કહ્યુંઃ તમારા જેવા માટે આ યોગ્ય છે. પછી કુમારે પિતાને આદરપૂર્વક આ પ્રમાણે કહ્યું: હે પિતાજી! જો આપે મુનિનું વચન સાંભળ્યું હોય અને એ વચન આપના હૃદયમાં પરિણમ્યું હોય તો ચોરોથી નાશ પમાડાતા અને રક્ષણથી રહિત મને આપ છોડો=રજા આપો. આપનાથી પણ અનુજ્ઞા અપાયેલો હું પણ ચારિત્રધર્મરાજાના નગરમાં જઇને ચોરોથી દૂર જનારી(=રહેલી) નિવૃત્તિનગરીને પ્રાપ્ત કરું. તેથી અહો! કુમારથી અમે જિતાયા એમ વિચારીને વિજયસેનરાજાએ કહ્યું: હે વત્સ! જે અમારે કરવા જેવું છે તેનો તું જ આ પ્રમાણે પહેલાં જ કેમ નિર્ણય કરે છે? ઔચિત્યથી રહિત કરાતું શ્રેયસ્કર પણ કાર્ય શોભાને ધારણ કરતું નથી. તેથી પુરંદરકુમારે કહ્યું: પિતા જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ છે. કેવલ પિતાએ જે શ્રેયસ્કર કાર્ય ન કર્યું હોય તે કાર્ય પુત્રે પહેલાં ન કરવું જોઇએ એવો નિયમ ક્યાંય સંભળાતો નથી. સર્વ તરફ આગ લાગી હોય અને એથી જીવો નાસી રહ્યા હોય ત્યારે અમુક પહેલા જાય અને અમુક પછી જાય એવી પ્રથમપશ્ચાદ્ભાવની ગણતરી થતી નથી. તેથી હે પિતાજી! કૃપા કરીને મને છોડો=રજા આપો. આ પ્રમાણે કુમારનો આગ્રહ જાણીને સહસા ઊભા થઇને કુમારને બાહુમાં લઇને રાજાએ કહ્યું: હે વત્સ! જો કે એ પ્રમાણે છે તો પણ આ સમયે તારાથી નિશ્ચિત કરાયેલા કાર્યને હું જ કરવાને ઇચ્છું છું. તને છોડીને બીજો કોઇ મારા રાજ્યના ભારને વહન કરવામાં
Page #150
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [માલતી રાણીની દીક્ષા-૧૩૫ સમર્થ નથી. આપણા પૂર્વજોએ સદાય પરિપાલન કરેલી પ્રજાને નાથરહિત કરીને હું છોડી પણ શકે નહિ. વળી, માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. માટે તારે અમને જ દુષ્ટચોરોની વિડંબનાઓથી મુકાવવા જોઇએ. ઇત્યાદિ યુક્તિથી કહેવાયેલા કુમારે મસ્તકે અંજલિ જોડીને વિનયપૂર્વક કહ્યું: પિતાજી જે આદેશ કરે છે તે જ મારે પ્રમાણ છે. જ્યારે આ જિનવચન મારા ચિત્તમાં વર્તશે ત્યારે અન્ય સમયે હું પણ આ કરીશ. હમણાં તો પિતાજી જ પોતાના ઇષ્ટને કરો. આ પ્રમાણે કુમારે સ્વીકાર્યું એટલે જેના શરીરમાં રોમરાજી વિકસ્વર બની છે તેવા રાજાએ મંત્રીઓને અને સામંતોને (પુરંદરકુમારનો રાજ્યાભિષેક કરવા માટે) આજ્ઞા કરી. ઘણા વિસ્તારથી પુરંદરકુમારનો રાજ્યાભિષેક પ્રવર્તાવ્યો. વિજયસેન રાજાએ પોતે કનકમાલા વગેરે રાણીઓ, વિશદમતિ વગેરે મંત્રીઓ, સમરકેતુ વગેરે સામંતો, અન્ય ઘણા બંધુઓ અને નગરજનોની સાથે વિમલબોધ કેવલીની પાસે વિધિપૂર્વક દીક્ષાનો સ્વીકાર કર્યો.
માલતીરાણીએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ દરમિયાન વિજયસેનરાજાના અંતઃપુરની રાણી માલતીદેવી વિચારે છે કે- મારા પતિ પુણ્યશાલી છે, કમલમાલા વગેરે મારી શોકયો પ્રાતઃસ્મરણીય નામવાળી છે. બીજા પણ સામંતો વગેરે પ્રાતઃસ્મરણીય નામવાળા છે. આ બધાએ સ્વજીવનને નિષ્કલંક પસાર કરીને અંતે આ મુનીન્દ્રની પાસે દીક્ષા લીધી. પણ મંદભાગ્યવાળી મેં પુરંદરકુમારની ઇચ્છા કરી, તેની પાસે ભોગસુખની પ્રાર્થના કરી, તેના કારણે તે દેશાંતર ગયો. આથી તે દેશાંતર ગયો તેમાં હું નિમિત્ત બની. ઇત્યાદિ કલંકથી કલંકિત શરીરવાળી હું વ્રત ગ્રહણ કરું તો પણ તેનું કોઇ ફળ નથી. અને ગૃહવાસ તો પતિ અને શોકયોએ દીક્ષા લીધી હોવાથી હવે મારા માટે અતિશય નિંદનીય છે. તેથી અધમ પ્રવૃત્તિ કરનારી મારી હમણાં શી ગતિ થશે તે હું જાણતી નથી. આ પ્રમાણે ઘણી ચિંતાથી અશાંત બનેલી અને શોકરૂપ સાગરમાં ડૂબેલી માલતીદેવી નીચું મુખ રાખીને વારંવાર બીજા બીજા ઘણા વિકલ્પો કરીને જેટલામાં અશ્રુપ્રવાહને મૂકી રહી છે, તેટલામાં કેવલીએ તેના અભિપ્રાયને જાણીને તેને બોલાવીને કહ્યું: હે મહાનુભાવો! આ પ્રમાણે અધીરતા ન કર, વિષાદને છોડ. તારા પતિ વગેરેએ જે કર્યું છે તેને તે પણ કર. હું દીક્ષા લઉં તો પણ તેનું કંઈ ફલ નથી એવી શંકા ન કરવી. કારણ કે આ તારો દોષ નથી, કિંતુ પૂર્વે જેનું વર્ણન કર્યું છે તે ભોગતૃષ્ણાનો દોષ છે. તારો દોષ હોય તો પણ દીક્ષા આ ભવ અને પરભવમાં આચરેલા દુષ્કૃત રૂપ ગહનવનને બાળવા માટે અગ્નિસ્વરૂપ છે. માટે પરમાત્માએ મુમુક્ષુ જીવો માટે દીક્ષા કહેલી છે. માટે કોઈ જાતના વિકલ્પ વિના સમસ્ત દુષ્કૃતરૂપ મલને ધોવા માટે સમર્થ એવા સ્વપતિ આદિએ આચરેલા માર્ગને સ્વીકાર. આ દરમિયાન એક સાધુએ પૂછ્યું: હે ભગવંત! આણે કયા વિકલ્પો કર્યા? વળી, આપે તેને જે કહ્યું તે અમને કહેવાને
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬- જ્ઞાનદાન ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુિરંદર ચરિત્ર યોગ્ય હોય તો કૃપા કરીને કહો. તેથી માલતી રાણીએ પ્રણામ કરીને કહ્યું: જો આ પ્રમાણે પણ ભગવાન કોઇકના કોઈક ગુણને જુએ છે તો મારા દુગરિતને શંકા વિના કહે. તેથી કેવલીએ તે બધું ય પર્ષદાને કહ્યું. તેના શ્રવણથી ફરી પણ સંવેગને પામેલા ઘણા જીવોની સાથે માલતીરાણીએ પણ મુનીન્દ્રની પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. પછી મુનીન્દ્રના વચનથી વાસિત અંત:કરણવાળા પુરંદરરાજાએ સમ્યકત્વ મૂળ ગૃહસ્થધર્મનો સ્વીકાર કરીને પરિવાર સહિત કેવળીને નમી પોતાની નગરીમાં પ્રવેશ કર્યો. વિજયસેનરાજર્ષિ વગેરે પરિવારથી પરિવરેલા મુનીન્દ્ર પણ બીજા સ્થળે વિહાર કર્યો. હવે સૂર્યની જેમ અતિશય તેજસ્વી, રાજાઓની લક્ષ્મી ઉપર પગ મૂકનાર અને સકલ લક્ષ્મીઓનો વિકાસ કરનાર પુરંદરરાજા રાજ્ય કરે છે. પુરંદરરાજા થયે છતે સંપૂર્ણ દેશની પ્રજા સૂર્યકિરણોના સ્પર્શથી કમલિનીઓની જેમ પરમસુખને પામી. પિતાને જે સિદ્ધ ન થયું, પૂર્વ પુરુષોને જે સિદ્ધ ન થયું, તે પુરંદરે રમતથી સિદ્ધ કર્યું. વિદ્યાએ આપેલ સુવર્ણ આદિથી તેનો રાજભંડાર વધ્યો. પણ પ્રતાપ કયા કારણોથી વધ્યો તે અમે જાણતા નથી. તેણે નવીન જિનમંદિર, પ્રાચીન જિનમંદિરોનો ઉદ્ધાર, રથયાત્રા વગેરે તે રીતે કરાવ્યા કે જેથી સુરેન્દ્ર પણ વિસ્મય પામ્યો.
પુરંદરરાજાએ પૂર્વપરિચિત બ્રાહ્મણનું સન્માન કર્યું. રાજલક્ષ્મીનો નિવાસ એવો પુરંદરરાજા બંધુમતીની સાથે ગવાક્ષમાં બેસીને નગરીના વ્યવહારને જોઈ રહ્યો હતો ત્યારે તેણે પૂર્વે જેણે વિદ્યાનો તિરસ્કાર કર્યો હતો તે બ્રાહ્મણને લાંબા કાળે જોયો. તે બ્રાહ્મણનું શરીર ધૂળથી પાંડુવર્ણવાળું હતું. જીર્ણ અને ફાટેલાં વસ્ત્રો પહેર્યા હતાં. દીન બની ગયો હતો. ઘણા છોકરાઓ કચરો, ધૂળ અને સેંકડો ઢેફાં ફેંકીને તેને મારી રહ્યા હતા. તેને અનુલક્ષીને લોકો કલકલ અવાજ કરી રહ્યા હતા. ગુસ્સે થયેલો તે ચારે દિશાઓમાં દોડી રહ્યો હતો. આવા તે બ્રાહ્મણને જોયા પછી રાજાએ એકક્ષણ વિચારીને ઓળખ્યો. રાજાએ હૃદયમાં વિચાર્યું અહો! ભવસ્વરૂપને જુઓ. આ પૂર્વે કુશળ, વક્તા અને સુરૂપ સંપન્ન થઈને હમણાં વિદ્વાન લોકોને શોચનીય આવી અવસ્થાને કેમ પામ્યો? ઇત્યાદિ વિચારીને બ્રાહ્મણને પોતાના ઘરે લઈ આવ્યો. પછી રાજાએ પ્રણિધાન કરીને વિધિપૂર્વક વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણમાત્રથી પ્રત્યક્ષ થઈને વિદ્યાએ કહ્યું: હે નરનાથ! જે કારણથી તમે મારું સ્મરણ કર્યું તે કારણને કહો. તેથી રાજાએ પૂછ્યું: હે દેવી! આ મહાત્મા બ્રાહ્મણ આવી અવસ્થાને કેમ પામ્યો? તેથી વિદ્યાદેવીએ કહ્યું જેના પ્રભાવથી એની આ અવસ્થા થઈ છે તે હું જ જાણું છું. પણ તારા વિનયથી પ્રભાવિત થયેલી મેં એને માર્યો નહિ. ત્યારે સરળતાના કારણે તે એને પણ વિદ્યા ગ્રહણ કરાવી. એણે તારી સમક્ષ પણ વિદ્યાનો ઉપહાસ વગેરે કર્યું.
૧. આ શ્લોક ત્યર્થક છે. સૂર્યના પક્ષમાં મદદ એટલે પર્વત. સવવજ્ઞાળ એટલે સઘળા કમળોનો.
Page #152
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદર ચરિત્ર-૧૩૭
વિદ્યા સાધવા માટે તારા વડે મોકલાયેલા તેણે વિદ્યાની હીલના-નિંદા વગેરે જે કર્યું તે કહેવાને માટે યોગ્ય નથી. તેથી હું ગુસ્સે થઇ હોવા છતાં તારી લજ્જાથી એને માર્યો નહિ. તેને મેં માત્ર શિક્ષા કરી, જેથી તું પણ આવાઓને જાણે. કારણ કે આવા મહારહસ્યોને આવા લોકો યોગ્ય નથી. સર્વકાર્યોમાં યુક્ત-અયુક્તનો વિચાર કરવો જોઇએ. કાગડાના કંઠમાં રહેલો મોતીનો હાર શોભતો નથી. ઊંટના પગમાં રહેલું ઝાંઝર શોભતું નથી. તેથી મંત્ર-વિદ્યારૂપ રહસ્યોનું કથન વગેરે દૂર રહો, કિંતુ હે ઉત્તમપુરુષ! આવાઓ વિદ્વાનને બોલવાને પણ યોગ્ય નથી, અર્થાત્ વિદ્વાનો આવાઓ સાથે વાત કરે તે પણ યોગ્ય નથી. પછી ઉત્તમ રાજાએ કહ્યું: હે દેવી! જો કે આ આવો છે, તો પણ મારા ઉપર કૃપા કરીને આ અપરાધ ક્ષમા કરવા યોગ્ય છે. બુધપુરુષો પોતાની શ્રેષ્ઠતાના કારણે વ્યવધાનમાં (=ભીંત વગેરેનાં આંતરામાં) રહેલી વસ્તુની જેમ બીજાના દોષને જોતા નથી. સમુદ્ર પણ બાળતા પણ વડવાનલને ઉદરમાં ધા૨ણ કરે છે. માટે હે દેવી! કૃપા કરીને આ બ્રાહ્મણને સારો કરો. રાજાનાં આવા વિનયથી અલંકૃત વચનોથી દેવી તે બ્રાહ્મણને સારો કરીને સ્વયં અદૃશ્ય થઇ ગઇ. રાજાએ પણ બ્રાહ્મણનું યથાયોગ્ય મર્યાદાથી સન્માન કર્યું.
પુરંદરરાજાને દીક્ષાની અને સિદ્ધિની પ્રાપ્તિ.
આ તરફ શ્રી વિજયસેન રાજર્ષિ ઘણા દિવસો સુધી નિરતિચાર ચારિત્ર પાળીને સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં ગયા. (૨૫) પુરંદરરાજાએ પણ કેટલોક કાળ રાજ્યસુખ અનુભવીને બંધુમતીના પુત્ર શ્રીગુપ્તને રાજ્ય ઉપર સ્થાપીને બંધુમતી વગેરે પરજનની સાથે શ્રીવિમલબોધ કેવળીના ચરણોમાં તેમણે ઉપદેશેલા વિધિની પ્રધાનતાવાળી દીક્ષા લીધી. સમય જતાં ઘણા પ્રકારના સૂત્રોનો અભ્યાસ કરી તે ગીતાર્થ થયા. પછી સંસારભયથી ઉદ્વિગ્ન બનેલા પુરંદર મુનિએ વિનયથી ગુરુને કહ્યું: હે ભગવંત! જો આપ અનુજ્ઞા આપો તો આપના ચરણની કૃપાથી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને પૃથ્વીતલ ઉપર વિહાર કરું, કેવલીએ પણ આરાધક થશે એમ જાણીને તેમને અનુજ્ઞા આપી. સિંહની જેમ નિર્ભય તે મુનિ એક ગામથી બીજે ગામ વિચરવા લાગ્યા. હવે તે મહાત્મા કોઇપણ રીતે ક્રમે કરીને કુરુદેશમાં આવ્યા. ત્યાં કોઇ ગામની પાદભૂમિનો (=બે પગ મૂકવા જેટલી ભૂમિનો) વિષય થયા, અર્થાત્ કાઉસ્સગ્ગમાં રહ્યા. અતિદારુણ ઉનાળામાં સૂર્ય મધ્ય આકાશમાં આવે છતે સ્થાણુની જેમ ઊર્ધ્વશરીરવાળા અર્થાત્ કાઉસ્સગ્ગમાં ઊભા રહેલા, નિરાવરણ અર્થાત્ વસ્ત્રથી રહિત, આતાપના લેતા, અગ્નિ જેવા ઉષ્ણસૂર્યના કિરણોથી તપાવાયેલા શરીરમાંથી પરસેવાનો પ્રવાહ નિકળી રહ્યો છે એવા, ગંગાનો પ્રવાહ જેમાંથી નિકળી રહ્યો છે એવા, હિમવંત પર્વતની જેમ સર્વાંગથી સ્થિર, ઋક્ષપુદ્ગલ ઉપર જેમણે દૃષ્ટિ મૂકી છે એવા, શરીર ઉપર પણ જેમણે મમત્વ છોડી દીધું છે એવા (મુનિ) જેટલામાં સૂક્ષ્મ પરમ ચેતનાનું કંઇક ધ્યાન કરતા રહ્યા. તેટલામાં પૂર્વે જેને
Page #153
--------------------------------------------------------------------------
________________
દ્વાર]
૧૩૮- જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદર ચરિત્ર જીત્યો હતો તે વજભુજ નામનો પલિપતિ ત્યાં આવ્યો. પાપી એવા તેણે તે મુનિવરને જોયા. તેથી પ્રજવલતા કોપવાળો તે મુનીશ્વરની સામે આવ્યો અને મુનીશ્વરને કહ્યું: હે મહાદુષ્ટ! તે વખતે તે મારા માનનો ચૂરો કર્યો હતો, હવે તું કેવી રીતે છૂટી શકીશ? હવે તું આકાશતલમાં ચડીશ કે પાતાલમાં પ્રવેશ કરીશ તો પણ તને હણીને હું પોતાના વૈરને સાધીશ વૈરનો બદલો વાળીશ. ઇત્યાદિ અનેક પ્રકારના તેના અસંબદ્ધ વચનોના સમૂહથી કઠોર પવનથી મેરુપર્વતની જેમ મુનિવર ચલિત ન થયા. તેથી ગુસ્સે થયેલા પલ્લિપતિએ મુનીશ્વરની ચારે દિશામાં રાળ, ગુગળ, સણ, તૃણ અને વસ્ત્રો વગેરે વસ્તુઓ ફેંકી. પછી જેમાંથી ઘુમાડાની શિખાઓ ફેલાઈ રહી છે, જેણે પ્રગટ થતી જ્વાળાઓની શ્રેણિઓથી આકાશના અંતરાલ ભાગોને બાળ્યા છે, જે લોકનો પ્રલય કરનારા અગ્નિની આશંકા કરાવે છે, તેવો અગ્નિ સળગાવ્યો. તેથી સળગેલા અગ્નિથી બળી રહેલા મુનિના શરીરની નસોનો સમૂહ જેમ જેમ સંકુચિત થતો જાય છે તેમ તેમ મુનિનો શુભભાવ વધે છે. તે મુનિ આ પ્રમાણે વિચારવા લાગ્યા- ભયંકર ઉપસર્ગ ઉપસ્થિત થયે છતે હે જીવ! તું દુઃખી ન થા. તે જાતે જ જે કર્મ બાંધ્યું છે તે કર્મનું આ ફલ છે. આનાથી અનંતગુણ દાહ આપનાર નરકના અગ્નિને એકએક જીવે અનંતવાર સહન કર્યો છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. હે જીવ! પૂર્વે તિર્યચપણામાં દાવાનલમાં અનંતવાર તું બળ્યો. પણ ઇચ્છા વિના સહન કર્યું હોવાથી ત્યારે લાભ ન થયો. હમણાં સંયમને કરનાર વિવેકથી પ્રગટેલા સ્વેચ્છાથી (સહન કરવાના) ભાવવાળા તને થોડા પણ કષ્ટથી તેનાથી અનંતગુણી નિર્જરા થાય છે. જે આ ઉપસર્ગ કરી રહ્યો છે એ પણ શત્રુ નથી, કિંતુ કર્મોની નિર્જરા કરવામાં સહાય કરતો હોવાથી તારો પરમ બંધુ છે. કર્મો અવશ્ય વેદવા યોગ્ય છે. દેહ અસ્વાધીન અને અનિત્ય છે. જિનવચનનો રસ સમ્યગૂ પરિણત થયે છતે દુઃખ સહન કરવું એ લાભ જ છે. તું અજ્ઞાની જીવોને જો. તે જીવો સ્વયમેવ અગ્નિ આદિમાં પ્રવેશ કરે છે. ભાગ્યથી પ્રાપ્ત થયેલા દુઃખને સહન કરતા તને શું અયોગ્ય છે? નારકોને સાગરોપમો સુધી કેવલ દુઃખને સહન કરીને આગળ પણ સુખમાં (=સુખ મળવામાં) સંશય જ છે. આજે પણ સારાં કાર્યો કરનારાઓને સુખમાં સંશય જ છે. પ્રદીપ્ત થતા શુભધ્યાનથી કર્મરૂપ કાષ્ઠસમૂહને ખપાવી દેનારા તને ક્ષણમાત્ર દુ:ખ છે, પણ આગળ નિશ્ચિતપણે સુખ જ છે. (૫૦) હે સાધુ! પૈર્યને ધારણ કર, આ દુ:ખને સહન કર. આ પલ્લિપતિ વિષે મૈત્રી કર, જેથી તું ઇચ્છિત લક્ષ્મીને મેળવે. આ પ્રમાણે શુભભાવના રૂપી અગ્નિજવાળાઓની શ્રેણિઓથી અંતરમાં કર્મો ખપી ગયા, અને બહાર પલ્લિપતિએ સળગાવેલા અગ્નિથી દેહ બળી ગયો. તે પુરંદર રાજર્ષિ ભગવાન અંતકૃત્ કેવલી થઈને ઉપદ્રવરહિત, અચલ( ત્યાંથી બીજા સ્થળે ન જવું પડે તેવું), રોગરહિત, અનંત પદાર્થોના જ્ઞાનસ્વરૂપ, ક્ષયરહિત(=શાશ્વત) અને પીડારહિત પદને પામ્યા. ૧. રાળ અને સણ એ બંને ધાન્યવિશેષ છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અયોગ્યને જ્ઞાન ન આપવું-૧૩૯
પલપતિનું સાતમી નરકમાં ગમન પલિપતિ પણ પહેલાં આ અતિ મહાપાપકારી છે એમ વિચારીને એના પ્રત્યે વિરક્ત ચિત્તવાળા બનેલા સ્વપરિજનથી ત્યાગ કરાયો, અને પછી રાજા આદિના ભયથી એકલો ક્યાંય નાસતો તે રાતે નહિ દેખવાથી અંધારા કૂવામાં પડ્યો. ત્યાં પણ પૂર્વે પડેલા અને કાદવમાં ચોંટેલા ખદિરવૃક્ષના ખીલાથી છાતીમાં વિંધાયો. તેથી ઘણી વેદનાને અનુભવતો, અતિ કરુણ આકંદન કરતો, અંતરના શલ્યથી શલ્યયુક્ત, પાપી, અંદર રહેલો (અંતરમાં) બળતો હોવા છતાં જેનું કોઈ સાંભળનાર નથી તેવી સ્થિતિને પામેલો, સર્વથા દુઃખી બનેલો અને રૌદ્રધ્યાનને પામેલો તે મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન પાથડામાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો.
જ્યાં પુરંદરમુનિ સિદ્ધ થયા ત્યાં હર્ષ પામેલા દેવોએ સુગંધી જલની વૃષ્ટિ આદિથી ઘણો મહિમા કર્યો. બંધુમતી પણ ઉગ્ર તપ કરીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને અને સર્વ કર્મભેદોનો નાશ કરીને સિદ્ધ થઈ. [૨૬].
આ પ્રમાણે પુરંદરકુમારનું ચરિત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે જેમ યોગ્ય પુરંદરકુમારને આપેલી વિદ્યા સફલ બની, અને અયોગ્ય બ્રાહ્મણને આપેલી વિદ્યા નિષ્ફલ બની, તેમ સૂત્ર અને અર્થ પણ યોગ્યને આપવાથી સફલ બને અને અયોગ્યને આપવાથી નિપ્પલ બને. એમ વિચારીને યોગ્યને જ સૂત્રઅર્થ આપવા, અયોગ્યને નહિ. કારણ કે અયોગ્યને સૂત્ર-અર્થ આપવાથી અતિશય ઘણા દોષો સંભવે છે. આમ યોગ્યને જ સૂત્ર-અર્થ આપવા એ નિશ્ચિત થયું. આ જ અર્થને દૃષ્ટાંતથી દઢ કરતા ગ્રંથકાર કહે છે
आमे घडे निहत्तं, जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं, अप्पाधारं विणासेइ ॥ २७॥
જેમ (માટીના) કાચા ઘડામાં નાખેલું પાણી કાચા ઘડાનો નાશ કરે છે, તેમ અયોગ્યને આપેલું સિદ્ધાંતોનું રહસ્ય તેના આત્માનો નાશ કરે છે.
વિશેષાર્થ- કાચા ઘડામાં નાખેલું પાણી કાચા ઘડાનો નાશ કરવા સાથે સ્વયં પણ ભૂમિ આદિમાં પડવાથી નાશ પામે છે. તેવી રીતે તુચ્છ જીવને આપેલું આગમતત્ત્વ દીર્ઘકાળ
૧. નિ=કાદવ. વહુદૃ ચોંટેલી લાગેલ. ૨. નય એટલે રહેલો. અંત એટલે અંદર. અતિ
આદિની જેમ અહીં
જ શબ્દનો પ્રથમ પ્રયોગ થયો છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦- જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનમાં ઉદ્યમ કરવો. સુધી રોગ અને ઉન્માદ આપવા વગેરેથી તુચ્છ જીવનો નાશ કરે છે અને સ્વયં પણ ઉપહાસની પ્રાપ્તિ આદિ દ્વારા નાશ પામે છે. [૨૭]
અધિક જ્ઞાન ગ્રહણ કરવાની ઇચ્છાવાળા યોગ્ય જીવે પણ મારી તેવા પ્રકારની બુદ્ધિ નથી એથી મારે જ્ઞાન ન ગ્રહણ કરવું જોઇએ (=મારે ભણવાની જરૂર નથી) એમ ન વિચારવું. આવું કેમ ન વિચારવું તેનું કારણ ગ્રંથકાર કહે છે
मेहा होज्ज न होज व, लोए जीवाण कम्मवसगाणं । उज्जोओ पुण तहविहु, नाणंमि सया न मोत्तव्वो ॥ २८॥
લોકમાં કર્મવશ બનેલા જીવોને બુદ્ધિ હોય કે ન હોય, તો પણ જ્ઞાનમાં સદા પ્રયત્ન ન છોડવો જોઇએ.
વિશેષાર્થ– આ લોકમાં કર્મને આધીન બનેલા જીવોને બુદ્ધિની પ્રાપ્તિ કર્મને આધીન જ છે. તેથી કર્મક્ષયોપશમ થવાથી કોઇકને બુદ્ધિની પ્રાપ્તિ થાય, કોઇકને કર્મનો ક્ષયોપશમ ન થવાથી બુદ્ધિની પ્રાપ્તિ ન થાય. તેમાં જીવો શું કરે? કારણ કે જીવો કર્મને આધીન છે. પણ જ્ઞાનને ભણવામાં ઉદ્યમ ક્યારે ય ન મૂકવો જોઇએ. અહીં આ કહેવાનું થાય છે કે- બીજાની ઉત્કર્ષવાળી બુદ્ધિને જોઈને મને કંઈ ચડતું નથી એ પ્રમાણે ઉગથી ભણવાનો પ્રયત્ન સર્વથા જ ન છોડી દેવો. કારણ કે કર્મનિર્જરા જ સાધ્ય છે. તે તો બુદ્ધિવાળા કે બુદ્ધિ વિનાના મૃતનું અધ્યયન કરનાર જીવને થાય જ છે. તેમાં ઉદ્વેગ કરવાનું કોઈ કારણ નથી. [૨૮]
જો ભણનારાઓને એક દિવસમાં દશ વગેરે શ્લોકો ચડે તો ભણવાનો ઉદ્યમ યોગ્ય છે. પણ જ્યારે આખો દિવસ વગેરે જેટલા કાળમાં એકાદ વગેરે જેટલું જ ચડતું હોય તો ભણવાના ઉદ્યમથી શું? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
जइविहु दिवसेण पयं, धरेइ पक्खेण वा सिलोगद्धं । उज्जोयं मा मुंचसु जइ, इच्छसि सिक्खिउं नाणं ॥ २९॥
જો તું જ્ઞાન ભણવાને માટે ઇચ્છે છે તો એક દિવસમાં એક પદ યાદ રહેતું હોય કે એક પખવાડિએ અશ્લોક યાદ રહેતો હોય તો પણ ઉદ્યમ ન છોડ.
વિશેષાર્થ– અહીં આ કહેવાનું થાય છે કે- જો કે એક દિવસ વગેરે જેટલા કાળમાં એકપદ વગેરે જેટલું જ યાદ રહે તો પણ ઘણા કાળે તે ઘણું થાય છે. પણ જો ઉગ કરીને સર્વથા જ ભણવાનું છોડી દે તો ઘણા પણ કાળે લાભ ન સાધે. તેથી જેમ તેમ કરીને પણ શ્રુતને ભણવાનો અભ્યાસ સર્વથા જ ન છોડી દેવો. કહ્યું છે કે
Page #156
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[જ્ઞાનના લાભો-૧૪૧ "આંજણનો ક્ષય અને રાફડાની વૃદ્ધિને જોઇને દાન અને અધ્યયનના કાર્યોથી દિવસને સફલ કરે. જે જીવ જે વસ્તુને ઇચ્છે છે અને તેના માટે મહેનત કરે છે, અને થાકી જઇને મહેનતને છોડી ન દે તો તે જીવ તે વસ્તુને અવશ્ય મેળવે છે. કીડી ધીમે ધીમે હજારો યોજન જાય છે. નહિ જતો ગરુડ પણ એક ડગલું ય જતો નથી. [૨૯]
આ વિષયમાં સૂત્રકાર સ્વયં જ દૃષ્ટાંતને કહે છેजं पिच्छह अच्छेरं, तह सीयलमउयएणवि कमेण । उदएण गिरी भिन्नो, थोवं थोवं वहंतेण ॥ ३०॥
કારણ કે તમે આશ્ચર્યને જુઓ કે- નદી વગેરેનું શીતલ અને કોમલ પાણી થોડું થોડું વહેતું હોય તો પણ તેણે પર્વતને ભેદી નાંખ્યો.
વિશેષાર્થ– આ વિગત સકલ લોકમાં પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અહીં પણ થોડું થોડું ભણનારાઓ પણ કાળે કરીને શ્રુતરહસ્યરૂપ પર્વતને ભેદનારા થાય છે. આ પ્રમાણે અહીં ઉપનય છે. [૩૦]
ગ્રહણની વિધિરૂપ દ્વાર કહ્યું. હવે “તેના કયા લાભો છે” એવા ચોથા દ્વારને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે
सूई जहा ससुत्ता, नस्सई कयवरंमि पडियावि । तह जीवोऽवि ससुत्तो, न नस्सइ गओऽवि संसारे ॥ ३१॥
જેવી રીતે સૂત્રસહિત સોઈ કચરામાં પડેલી હોય તો પણ નાશ પામતી નથી. તેવી રીતે સૂત્રસહિત જીવ સંસારમાં પડેલો હોય તો પણ નાશ પામતો નથી.
વિશેષાર્થ- સૂત્રસહિત સોઈ એટલે છિદ્રમાં પરોવેલા દોરાથી દોરાવાળી થયેલી સોઇ. સૂત્રસહિતજીવ એટલે જેણે સિદ્ધાંતનું પઠન કર્યું છે તેવો જીવ. દોરાવાળી સોઈ કચરામાં પડી જાય તો પણ દોરો જોવાના આધારે ફરી લઈ શકાય છે. તે રીતે સિદ્ધાંતનો અભ્યાસી જીવ અશુભકર્મોદયના કારણે પડીને સંસારમાં ગયો હોય તો પણ નાશ પામતો નથી. પૂર્વે ભણેલા તે જ શ્રતના પ્રભાવથી ફરી પણ બોધિલાભ વગેરે ભાવોને ખેંચી લાવીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને થોડા જ કાળમાં એ જીવ અવશ્ય સિદ્ધ થાય છે. [૩૧]
જેવી રીતે ધૂળમાં પડેલી સુત્રરહિત સોઈ નાશ પામે છે તે રીતે ભવરૂપ ધૂળમાં પડેલો સૂત્રરહિત જીવ પણ નાશ પામે છે એ પ્રમાણે વ્યતિરેકને કહે છે
૧. “રાત્રી' અર્થ પણ ઘટી શકે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪ર-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનના લાભો सूईवि जह असुत्ता, नासइ रेणुम्मि निवडिया लोए । तह जीवोऽपि असुत्तो, नासइ पडिओ भवरयम्मि ॥ ३२॥
જેવી રીતે ધૂળમાં પડેલી સૂત્રરહિત સોઈ નાશ પામે છે (=મળતી નથી), તે રીતે ભવરૂપ ધૂળમાં પડેલો સૂત્રરહિત જીવ પણ નાશ પામે છે(=તેનો સંસારથી ઉદ્ધાર થતો નથી.) [૩૨]
આનાથી (=પૂર્વે કહ્યું તેનાથી) જ્ઞાનનો બોધિલાભને ખેંચી લાવવાનો ગુણ કહ્યો. હવે તેના જ ચારિત્રની શુદ્ધિ કરવાના ગુણને કહે છે
जह आगमपरिहीणो, विजो बाहिस्स न मुणइ तिगिच्छं । तह आगमपरिहीणो, चरित्तसोहिं न याणेइ ॥ ३३॥
જેવી રીતે આત્રેય વગેરે ઋષિઓએ રચેલા શાસ્ત્રથી (=શાસ્ત્રજ્ઞાનથી) રહિત વૈદ્ય ચિકિત્સાને (=રોગને દૂર કરવાના ઉપાયને) જાણતો નથી, તેવી રીતે નિશીથસૂત્ર અને વ્યવહારસૂત્ર વગેરે આગમથી રહિત સાધુ પણ ચારિત્રશુદ્ધિને જાણતો નથી.
વિશેષાર્થ- ચારિત્રશુદ્ધિ એટલે અતિચારરૂપ મલથી મલિન બનેલા ચારિત્રને પ્રાયશ્ચિત્ત આપીને નિર્મલ કરવું. આગમજ્ઞાનથી રહિત સાધુ હીન અને અધિક વગેરે દોષથી દુષ્ટ પ્રાયશ્ચિત્ત આપીને પોતાને અને આલોચના કરનારને સંસારનું ભોજન કરે છે. [૩૩] વળી– જ્ઞાનથી પણ પ્રધાન હોય તેવી કોઈપણ વસ્તુ જ નથી એ પ્રમાણે જણાવે છે
किं एत्तो लढतरं, अच्छेरतरं व सुंदरतरं वा?। चंदमिव सव्वलोगा, बहुस्सुयमुहं पलोयन्ति ॥ ३४॥
જ્ઞાનથી અધિક સારું બીજું શું છે? જ્ઞાનથી અધિક આશ્ચર્ય બીજું શું છે? જ્ઞાનથી અધિક સુંદર બીજું શું છે? અર્થાત્ કોઈ નથી. કારણ કે સર્વલોકો ચંદ્રની જેમ બહુશ્રુતના મુખને જુએ છે.
' વિશેષાર્થ પરમાર્થથી જ્ઞાન આશ્ચર્યરૂપ નથી, કિંતુ આશ્ચર્યકારી છે. આમ છતાં અહીં કારણમાં કાર્યના ઉપચારથી જ્ઞાનને આશ્ચર્યરૂપ કહ્યું છે. આહારકશરીર અનુત્તરદેવાના શરીરના પુદ્ગલોથી પણ અધિક ઉત્કૃષ્ટ પુદ્ગલોથી બનેલું હોય છે. એ શરીર પાણી, અગ્નિ અને પર્વત વગેરેથી સ્કૂલના પામતું નથી. તે શરીર એક હાથ પ્રમાણ હોય છે. આવું શરીર ચૌદપૂર્વધરાદિ જ બનાવી શકે છે. આથી આવા શરીરનું કારણ જ્ઞાન જ છે. આવી બીજી પણ આશ્ચર્યકારી શક્તિઓ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાન જ સર્વ આશ્ચર્યોનું નિધાન છે, બીજું કોઈ નહિ.
Page #158
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનથી ઉત્કૃષ્ટ કર્મનિર્જરા-૧૪૩ પ્રશ્ન- અહીં મૂળગાથામાં જ્ઞાનને સર્વથી અધિક લષ્ટ અને સુંદર કહ્યું, તો પ્રશ્ન થાય છે કે લષ્ટ અને સુંદર એ બંને શબ્દોનો સારું એવો એક જ અર્થ હોવાથી એ બેના અર્થમાં કોઈ ફેર નથી, તો પછી એ બે શબ્દો કેમ જણાવ્યા?
| ઉત્તર- સામાન્યથી લષ્ટ અને સુંદર એ બે શબ્દોનો અર્થ એક હોવા છતાં વિશેષથી અર્થમાં ભેદ છે. તે આ પ્રમાણે- જોવાઈ છતી જે વસ્તુ હર્ષને સારી રીતે ઉત્પન્ન કરે તે સુંદર. આવી નિરુક્ત વિધિથી સુંદર શબ્દનો વિશેષ અર્થ છે. આમ લષ્ટ શબ્દનો સામાન્યથી જ અધિક સારું એવો અર્થ છે અને સુંદર શબ્દનો યથોક્ત વિશેષ અર્થ છે. આથી લષ્ટ અને સુંદર શબ્દોના અર્થમાં ભેદ છે.
જ્ઞાન જ સર્વથી અધિક સારું છે, આશ્ચર્યરૂપ છે અને સુંદર છે એ કેવી રીતે જણાય? તેના ઉત્તરમાં અહીં કહે છે કે- જેવી રીતે સર્વલોકો સ્નારૂપ અમૃતના પ્રવાહથી જેણે પૃથ્વીતલને વાત કરી દીધું છે એવા પૂર્ણિમાના ચંદ્રને જુએ છે તે રીતે, અંતરમાં ફેલાઇ રહેલા અતિશય બહુમાનવાળા, ઘણા હર્ષથી પૂર્ણ ચિત્તવાળા, બધી તરફથી જેમની રોમરાજી વિકસતિ બની રહી છે તેવા, આનંદપૂર્વક પહોળી થયેલી ચક્ષુવાળા લોકો બહુશ્રુતના મુખને જુએ છે. તેથી લોકમાં પુરુષત્વ(-પુરુષપણું) વગેરે ધર્મો સમાન હોવા છતાં જ્ઞાન પોતાના આધારમાં અન્ય પદાર્થોથી અધિક ગૌરવનું સ્થાપન કરે છે, અર્થાત્ જ્ઞાન જ્ઞાનીને સર્વથી અધિક ગૌરવવાળા બનાવે છે. આથી જ્ઞાન જ સર્વથી અધિક સારું છે, અધિક આશ્ચર્યરૂપ છે, અને અધિક સુંદર છે, બીજું કોઈ નહિ, એ સિદ્ધ થયું
અથવા આ ગાથાની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે છે– આ બહુશ્રુતના મુખથી અધિક સારું બીજું શું છે? અધિક આશ્ચર્ય બીજું શું છે? અધિક સુંદર બીજું શું છે? અર્થાત્ કોઈ નથી, એવો દઢ સંકલ્પ કરતા સર્વ લોકો ચંદ્રની જેમ બહુશ્રુતના મુખને જુએ છે. આની ભાવના પૂર્વોક્ત પ્રમાણે કરવી. [૩૪]
વળી– ઉત્કૃષ્ટ કર્મનિર્જરાનું પણ કારણ જ્ઞાન જ છે, અન્ય નહિ, એમ બતાવતા ગ્રંથકાર કહે છે
छट्ठट्ठमदसमदुवालसेहिं अबहुस्सुयस्स जा सोही । एत्तो उ अणेगगुणा, सोही जिमियस्स नाणिस्स ॥ ३५॥
છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસથી અબહુશ્રુતની જે શુદ્ધિ થાય તેનાથી અનેકગણી શુદ્ધિ ઉદ્ગમ વગેરે દોષોથી વિશુદ્ધ આહારથી દરરોજ ભોજન કરનારા પણ જ્ઞાનીની થાય છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪-શાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[જ્ઞાનના ગુણો વિશેષાર્થ- અહીં છઠ્ઠ આદિના ઉપલક્ષણથી પંદર ઉપવાસ અને માસખમણ વગેરે તપ પણ સમજવો. શુદ્ધિ એટલે કર્મરૂપમલનું દૂર થવું. અબહુશ્રુત એટલે અગીતાર્થ. બહુશ્રુત એટલે ગીતાર્થ. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ વગેરેના સ્વરૂપને સારી રીતે નહિ જાણતો અને સ્વાગ્રહથી વ્યાપ્ત ચિત્તવૃત્તિવાળો અગીતાર્થ અનુચિતપણે તેવું કંઈપણ વિચારે છે, બોલે છે કે કરે છે કે જેથી ભૂખ વગેરે કષ્ટને સહન કરતો હોવા છતાં આ લોકમાં જ લાખો અનર્થોને પામે છે, અને મૃત્યુ પામેલો તે અનંત સંસારમાં ભમે છે. સૂક્ષ્મ જીવાદિ પદાર્થોને નહિ જાણતા અગીતાર્થની સૂક્ષ્મ જીવાદિ પદાર્થોમાં માનસિક એકાગ્રતા થતી નથી, તેના અભાવમાં શુભધ્યાન ક્યાંથી સંભવે? શુભધ્યાનના અભાવમાં નવીન નવીન સંવેગરસની પુષ્ટિ ક્યાંથી થાય? તેના અભાવમાં અગીતાર્થને શુદ્ધિ ન જ થાય. દ્રવ્યાદિના સ્વરૂપને સારી રીતે જાણતો ગીતાર્થ તો તેવું કંઈ પણ આચરે છે કે જેથી આ લોકમાં પણ સર્વ લોકોને પૂજનીય થાય છે, પરલોકમાં પણ અનર્થથી જરા પણ સ્પર્શતો નથી, અને સર્વ સુખ સંપત્તિઓને પામે છે. જીવાદિ સૂક્ષ્મ પદાર્થોને સારી રીતે જાણનારા ગીતાર્થની જીવાદિ સૂક્ષ્મ પદાર્થોમાં વારંવાર માનસિક એકાગ્રતા થાય છે. તેથી શુભધ્યાન પ્રવર્તે છે. શુભધ્યાનની પ્રવૃત્તિ થતાં પ્રતિક્ષણ વધતા અપૂર્વ સંવેગરસની પુષ્ટિ થાય છે. તેનાથી ક્રમે કરીને સઘળાય કર્મમલની શુદ્ધિ કરીને પરમપદની પ્રાપ્તિ થતાં અનંતકાલ સુધી આનંદ પામતો રહે છે.
આનાથી “અજ્ઞાની જે કર્મ ઘણા ક્રોડો વર્ષોથી ખપાવે છે તે કર્મ જેનો આત્મા ગુપ્ત છે એવા જ્ઞાની એક શ્વાસોશ્વાસ માત્ર કાળથી ખપાવે છે” એ વિગતનું સમર્થન કર્યું છે. [૩૫] જ્ઞાનના જ સૂમ વગેરે પદાર્થોના બોધરૂપ ગુણની સ્તુતિ કરતા ગ્રંથકાર ઉપદેશને કહે છે
नाणेण सव्वभावा, नजंती सुहुमबायरा लोए । तम्हा नाणं कुसलेण सिक्खियव्वं पयत्तेणं ॥ ३६॥
જ્ઞાનથી લોકમાં (રહેલા) સૂક્ષ્મ-બાદર સર્વ પદાર્થો જાણી શકાય છે. માટે કુશળ જીવે પ્રયત્નથી જ્ઞાન શીખવું જોઇએ. [૩૬]
જ્ઞાનના જ નિષ્કારણબંધુતા વગેરે ગુણોને કહે છેनाणमकारणबंधू, नाणं मोहंधयारदिणबंधू । नाणं संसारसमुद्दतारणे बंधुरं जाणं ॥ ३७॥
જ્ઞાન નિષ્કારણ બંધુ છે. જ્ઞાન મોહરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્ય છે, જ્ઞાન સંસારરૂપ સમુદ્રને તરવામાં તૈયાર વહાણ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૪૫ વિશેષાર્થ- આ જીવલોકમાં બધાય જીવો કારણ (=સ્વાર્થ) હોય તો જ બંધુભાવને પ્રગટ કરે છે. કારણ કે કહ્યું છે કે–“કારણથી બંધુતાને પામે છે, કારણથી દ્વેષ કરવા યોગ્ય થાય છે. આ જીવલોક સ્વાર્થનો અર્થ છે. કોઇ કોઇને પ્રિય નથી.” આ જ્ઞાન તો પદાર્થોની પ્રાપ્તિમાં અને અનર્થના ત્યાગમાં પરમ સહાય આપવાથી સર્વજીવોનો બંધુ જેવો બંધુ છે. [૩૭]
આ લોક અને પરલોક સંબંધી સઘળા ય ગુણોને સાધી આપનાર જ્ઞાન જ છે એ વિષયમાં દૃષ્ટાંત બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
वसणसयसल्लियाणं, नाणं आसासयं समित्तोव्व । सागरचंदस्स व होइ कारणं सिवसुहाणं च ॥ ३८॥
સેંકડો સંકટોથી અંતરમાં પીડાયેલા જીવોને જ્ઞાન સુમિત્રની જેમ આશ્વાસન આપે છે. જ્ઞાન સાગરચંદ્રની જેમ મોક્ષસુખનું કારણ છે.
વિશેષાર્થ- સેંકડો સંકટોથી અંતરમાં પીડાયેલા જીવોને વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપની ભાવના વડે અને સંકટથી પાર પામવાનો ઉપાય બતાવવા વડે જ્ઞાન જ સુમિત્રની જેમ સ્વસ્થતાને ઉત્પન્ન કરે છે. આનાથી જ્ઞાનનો આ લોક સંબંધી ગુણ બતાવ્યો. જ્ઞાન મોક્ષસુખનું કારણ છે એમ કહીને પરલોક સંબંધી ગુણ બતાવ્યો. અહીં સાગરચંદ્રનું ચરિત્ર આ પ્રમાણે છે
સાગરચંદ્રનું ચરિત્ર આ જંબૂદ્વીપમાં મલયપુર નામનું મનોહર અને શ્રેષ્ઠનગર છે. તે નગર ચારે બાજુ ઊંચો કિલ્લો અને ખાઇથી યુક્ત છે. તે નગરના લોકોમાં જો અકુલીન શબ્દ ન હોય અને લાંબા કાવ્યોમાં દ્વેષભાવ ન હોય તો તે લોકો દેવોની સાથે સ્પર્ધાને ધારણ કરે. જેની ઉપમાનું સ્થાન થવા માટે ઇદ્ર પણ અશક્ત જ છે તેવો અને પૃથ્વીમાં વિખ્યાત અમૃતચંદ્રરાજા સદા તે નગરનું પાલન કરે છે. શત્રુઓના હાથીઓના કપાળમાંથી ખરેલા મોતીઓથી અંકિત ત્રિચિહ્નવાળી થયેલી) અને વિજયરૂપ લક્ષ્મીથી ટપકેલા હર્ષના આંસુઓ રૂપ નિર્મલ જલ બિંદુઓથી ભીની થયેલી તેની તલવાર શોભે છે. તેણે માગનાર લોક સમૂહને જાતે જ સમાન વૈભવવાળો બનાવીને પછી દાનના અવસરે કોઈ માગનાર ન મળવાથી ખેદ કર્યો. તેણે જાતે સ્ત્રીઓના હૃદયરૂપ ધનનું અપહરણ કરવાનું સ્વીકાર્યું તેથી જેનું ધન ચોરાયું હોય તેવા નિપુણપુરુષની જેમ તે સ્ત્રીઓના જ કટાક્ષો તેની પાછળ
૧. સમણિ = સ્પર્ધા.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર દોડ્યા. ધર્મથી જ થયેલા ઉપકારના સ્વભાવથી ધર્મમાં જ પોતાનું કુલીનપણું પ્રતિષ્ઠિત થયું, અને ધર્મથી જ થયેલા વૈભવથી પણ લોકમાં તેનું પોતાનું કુલીનપણું પ્રતિષ્ઠિત થયું. તેની નિરુપમ લાવણ્ય, રૂપ અને 'સૌદર્યથી સુંદર શરીરવાળી બીજની ચંદ્રકલાના જેવી કલંકરહિત શશિકલા નામની રાણી હતી. તે રાજાના રાજ્યમાં તે કંઇપણ નથી કે જે સ્વાધીન ન હોય. પણ બંનેને પુત્રનો અભાવ સતત પીડા કરે છે. કોઇવાર શુભકર્મફલના ઉદયથી રાણીએ રાતે સ્વપ્નમાં મુખમાં પ્રવેશતા પૂર્ણચંદ્રને જોયો. તે જ રાત્રિએ રાજાએ સ્વપ્નમાં જ ઘરમાં આવેલા વિવિધ રત્નોથી પરિપૂર્ણ સાગરને જોયો. પછી સવારે પરસ્પર સ્વપ્નો કહ્યા. રાજાએ નૈમિત્તિકોની પાસે સ્વપ્નનો અર્થ પૂછ્યો. તેમણે પણ કહ્યું કે હે દેવ! આપને ગુણોથી પૂર્ણ પુત્ર થશે. તે વિખ્યાત શ્રેષ્ઠરાજા કે મુનિ થશે. તેથી રાજા હર્ષ પામ્યો. રાણી પરિવાર સહિત આનંદથી યુક્ત બની. રાણી ગર્ભમાં ઉત્પન્ન થયેલા પવિત્ર પુત્રને ધારણ કરે છે. સમય પૂર્ણ થતાં શુભદિવસે દેવીએ પુત્રને જન્મ આપ્યો. પોતાના શરીરની કાંતિથી વિશ્વને પ્રકાશિત કરતો પુત્ર જન્મ્યો. વધામણી આપનાર દાસીને રાજાએ મુકુટ સિવાય બાકીનાં આભૂષણો આપ્યાં. નગરમાં વર્ધાપન (=જન્મ મહોત્સવ) કરાવ્યું. તે આ પ્રમાણે રાજાના કેદખાના શુદ્ધ કરાયા. સઘળા કેદીઓને છોડી દીધા. દુંદુભિનો ગંભીર ઘણો ધ્વનિ સાંભળવામાં આવે છે. ચારે દિશામાં બજારોની શોભા જોવામાં આવે છે. તોરણો બાંધવામાં આવે છે. મનોહર મંગલો ગવાય છે. જેમની કમરમાં રણકાર કરતી મણિની ઘુઘરીઓ છે તેવી વેશ્યાઓને નચાવવામાં આવે છે. ઘણું ચંદનજલ આપવામાં આવે છે. ઘરના આગણાં અને ચોરાઓ ચિતરવામાં આવે છે. ઘણું દાન આપવામાં આવે છે. ઢોલ-નગારાં વગાડવામાં આવે છે. મંગલ પાઠકોનો સમૂહ મંગલપાઠ કરી રહ્યો છે. મસ્તકનું વસ્ત્ર છીનવી લેવામાં આવે છે. પૂજાનાં પાત્રોનો પ્રવેશ કરાવવામાં આવે છે. લોકોએ શરીર ઉપર સારો પોષાક પહેર્યો છે. ઘણાં મંડળો ભેગાં થાય છે. રાજાનું મંગલ કરવામાં આવે છે. ઘણું ભોજન કરવામાં આવે છે. મનપ્રિય પીણાં પીવામાં આવે છે. દેવસમૂહની ભક્તિથી પૂજા કરવામાં આવી. સન્માનદ્વારા વૃદ્ધલોકને સંતોષ પમાડવામાં આવ્યો. કંચુકીઓ અને હસાવનારાઓ ચોતરફ ઘુમતા હતા. આ પ્રમાણે દશ દિવસ સુધી વર્ધાપન થયું. પછી બારમા દિવસે ઘણી ધામધૂમથી તે કુમારનું સ્વપ્ન પ્રમાણે “સાગરચંદ્ર” એવું નામ કર્યું.
૧. સુર = સૌંદર્ય. ૨. ૩ વિડગ = પૂર્ણ. ૩. રસ = પાણી.
Page #162
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર-૧૪૭ નગર સ્ત્રીઓએ કરેલી સાગરચંદ્રની પ્રશંસા પછી ક્રમશઃ વધતા એવા તેના પુણ્યથી રાજાના ઘરમાં પણ લક્ષ્મી, સુખ, સૈન્ય અને દેશ આ વસ્તુઓ વધે છે. પછી પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ મંડલવાળા ચંદ્રની જેમ કુમારે અલ્પકાળમાં જ સઘળી કળાઓ ગ્રહણ કરી લીધી. જેમાં મંજરીઓ વિકસિત થઈ રહી છે એવો આમ્રવૃક્ષ ભમરાઓથી વૃદ્ધિ પામે તેવી રીતે યૌવન પ્રગટ થતાં તે વિલાસોથી વૃદ્ધિ પામ્યો, અર્થાત્ વિલાસો વધ્યા. તારાગણથી પરિવરેલા ચંદ્રની જેમ સેંકડો કુમારોથી સહિત તે ઉદ્યાનોમાં ક્રીડા કરે છે. ચતુષ્ક, ચત્ર અને ત્રિકમાં પરિભ્રમણ કરે છે. (રપ) તે રીતે ભમતા તેના શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રનો તિરસ્કાર કરે તેવા મુખકમલને નગરની શ્રેષ્ઠ સ્ત્રીઓની આંખોની શ્રેણિઓ તૃષ્ણાપૂર્વક પીએ છે. તેના રેખાવલયથી અંકિત ગોળાકારવાળા કંઠને જોઇને કામથી દુઃખી બનેલી કોઈ સ્ત્રી કહે છે કે તે સ્ત્રી ધન્ય છે કે જે લાંબા કાળ સુધી આના કંઠને લાગશેકવળગશે. અન્ય સ્ત્રી કહે છે કે આ જગતમાં તે સ્ત્રી પણ કૃતાર્થ છે કે જે સ્ત્રી આની શ્રેષ્ઠ નગરના કમાડ જેવી પહોળી છાતીમાં સાચા નિદ્રાસુખને મેળવશે. બીજી સ્ત્રી કહે છે કે જગતમાં તે સ્ત્રીએ જ વિજય મેળવ્યો છે કે જે સ્ત્રી આના નગરના દરવાજાના આગળિયા જેવી લાંબી ભુજા રૂપ પાંજરામાં રહેલી રતિસુખને અનુભવશે. વિશેષ કહેવાથી શું? એનું સંપૂર્ણ જ શરીર અમૃતવડે નિર્માણ કરાયું છે. એના આલિંગન રસને જાણનારી સ્ત્રીના જન્મની પણ અમે પ્રશંસા કરીએ છીએ. આ પ્રમાણે બોલતી સ્ત્રીઓમાં જેના ઉપર તે કોઈપણ રીતે કમળની પાંખડી જેવી લાંબી દષ્ટિ ફેંકે છે તે સ્ત્રી પોતાને પુણ્યરૂપ માને છે.
સાગરચંદ્ર સારઅર્થવાળી ગાથા ખરીદી. એકવાર પરિવાર સહિત રાજમાર્ગમાં જતા તે કુમારે લોકથી વીંટળાયેલા અને લખેલા તાડપત્રને હાથમાં ધારણ કરનાર પુરુષને જોયો. તેને જોઈને કુતૂહલથી તેને બોલાવીને પૂછ્યું: તારા તાડપત્રમાં શું રહેલું છે? તેણે કહ્યું: એક ગાથા છે. પછી કુમારે કહ્યુંઃ આપ, જેથી અમે વાંચીએ. તેણે કહ્યું: પાંચસો સોનામહોર આપ, પછી લે. પછી કુમારે વિચાર્યું ગાથાનું સ્વરૂપ જણાતું નથી. આ ધન માગે છે. અથવા મારે અન્ય ધન શું છે? ગાથા પણ ક્યારેક સારઅર્થવાળી હોય, એમ વિચારીને ધન અપાવીને ગાથાને વાંચે છે. તે ગાથા આ છે– જીવોને જેવી રીતે નહિ ઇચ્છેલું પણ દુઃખ આવે છે તે રીતે સુખ પણ નહિ ઇચ્છેલું આવે છે. તેથી મોહને છોડીને ધર્મમાં જ રાગ કરો. પછી કુમારે વિચાર્યું: ૧. ચતુષ્ક = જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તેવું સ્થાન. ચત્વર=ચોરો. ત્રિક=જ્યાં ત્રણ માર્ગો ભેગા થતા
હોય તેવું સ્થાન. ૨. વિયા(વિસ્તૃM)=તૃષ્ણારહિત. વિયળ(ગવિતૃળા) તૃષ્ણાપૂર્વક. ઉ. ૧૧ ભા.૧
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર આ ગાથામાં પૂર્વાર્ધથી “સંકટોમાં મોહ ન કરવો=મુંઝાવું નહિ” એમ કહ્યું છે. “સંકટોના પણ નિસ્તારનો નિશ્ચિત ઉપાય” ઉત્તરાર્ધમાં કહ્યો છે. મોક્ષસુખનો હેતુ ધર્મ જ છે એમ સૂચિત કર્યું છે. જો આ સદા ચિત્તમાં વસે તો (જેના ચિત્તમાં આ વસે) તેને કંઈ પણ નથી, અર્થાત્ તે ક્યાંય દુઃખી ન બને. (કારણ કે) આ લોકમાં અને પરલોકમાં ઉત્પન્ન થનારું દુઃખરૂપ ફલ પણ ક્યાંથી પ્રાપ્ત થયું નથી? અર્થાત્ બધા જ સ્થળે દુઃખ પ્રાપ્ત થયું છે. પછી ચિત્તમાં હર્ષ પામેલો કુમાર ગાથાને કંઠસ્થ કરીને અને તે પુરુષનું સન્માન કરીને પોતાના ઘરે આવ્યો. હવે તે ગાથાના અર્થને ચિત્તમાંથી કયારેય મૂકતો નથી. તેણે વિનય ક્રિયાથી લોકની સાથે માતા-પિતાનું ચિત્ત તે રીતે આકર્ષી લીધું કે જેથી તેના વિરહમાં રાજા-રાણીનું મન એક મુહૂર્ત પણ આનંદ પામતું નથી. લોકમાં દરેક ઘરમાં તેની વાત ક્ષણવાર પણ અટકતી નથી. ત્યારબાદ કુમાર દરરોજ ઉદ્યાન વગેરેમાં સમૂહમાં ક્રીડા કરે છે. રાજા સહિત લોક કુમારમય મનવાળો થયો.
સાગરચંદ્રનું અમરદ્વીપમાં ગમન. એક દિવસ સહસા પૂર્વદિશામાં આવેલા ઉદ્યાનમાં ઘણા લોકોનો અતિ કરુણ કોલાહલ સંભળાતો ફેલાયો. તેથી જમણા હાથરૂપ કુંપળથી કંપતો અને તલવારને યાદ કરતો રાજા સામંતોની સાથે જલદી ઉઠ્યો. અરે! અરે! આ શું છે? એમ કહેવા છતાં કોઈ ઉત્તર આપતું નથી. ભયથી પીડાયેલો સઘળો લોક તે દિશા તરફ કેવળ દોડે છે. વિસ્મય પામેલો રાજા જેટલામાં ત્યાં રહ્યો છે તેટલામાં ક્ષણ પછી કુમારપરિવારના લોકે ત્યાં આવીને કહ્યું: હે દેવ! ઉદ્યાનમાં ક્રીડા કરતા કુમારની પાસે લાવણ્ય-રૂપથી યુક્ત અને વસ્ત્રોથી વિભૂષિત કોઈ પુરુષ આવ્યો. આવીને તેણે કહ્યું: હે કુમાર! તું મને ક્ષણવાર એકાંત આપ=એકાંતમાં આવ. કુમારે તે પ્રમાણે કર્યું એટલે સહસા કુમારને હાથમાં લઇને અમારા જોતાં જ તે પુરુષ આકાશમાં ઉપડી ગયો, અને ક્ષણમાત્ર પછી તે ક્યાં ગયો તે અમે જાણતા નથી. (૫૦) સમરવિજય, રણકુંજર અને દશરથ વગેરે કુમારમિત્રોને તેની પાછળ દોડતા મૂકીને અમે અહીં આવ્યા. પરંતુ આના પછી ત્યાં જે થયું તેને અમે જાણતા નથી. તે સાંભળીને પરિજન સહિત રાજા મૂર્શિત થઈને પડ્યો. ચંદનજલથી સિંચાયેલો અને વીંજાતો રાજા કંઈક શુદ્ધિમાં આવ્યો. વારંવાર વિલાપ કરતો દુઃખપૂર્વક દિવસો પસાર કરે છે. સાગરચંદ્ર પણ "ક્ષણમાં પોતાને જેમાં મોટા તરંગો ઘૂમી રહ્યા છે તેવા ભયંકર સમુદ્રમાં પડેલો જુએ છે. તેમાં પણ કયાંક માછલીની પૂછડીના આસ્ફાલનથી છાતીમાં મરાય છે. કયાંક કલ્લોલોથી ઘણું ચક્કર ભમાવાય છે. જેટલામાં તરવાની શક્તિથી સમુદ્રમાં આમતેમ ભમે છે તેટલામાં પૂર્વે તૂટી ગયેલા વહાણનું
૧. અંતરેખ = વચમાં, મધ્યમાં. ૨. સયા = ઘણું.
Page #164
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૪૯
નાનું પાટિયું તેને કોઇપણ રીતે પ્રાપ્ત થયું. પાટિયું પ્રાપ્ત થતાં જલચર પ્રાણીઓથી કદર્શના પમાડાયેલો તે સમુદ્રમાંથી કાંઠે આવ્યો. દુ:ખપૂર્વક કોઇપણ રીતે નવમા દિવસે અમરદ્વીપમાં આવ્યો. ત્યાં કોઇપણ રીતે શુદ્ધિ પ્રાપ્ત કરીને અને કાંઠાના વનને પ્રાપ્ત કરીને નાળિયેરના પાણીથી શરીરનું મર્દન કર્યું એટલે કંઇક સ્વસ્થ થયો. ફળોથી પ્રાણનિર્વાહ કરીને સૂઇ ગયો. ક્ષણવા૨માં જાગેલો તે વિચારે છે કે-ભાગ્યની ચેષ્ટાથી થયેલા પરિણામના સ્વરૂપને તું જો. ક્યાં તે મલયપુર? ક્યાં મારા માતા-પિતા? ક્યાં સુમદ્રમાં પતન? અને કયાં આવું વન? સ્વપ્નમાં પણ જે ન દેખાય, મનથી જે ક્યારેય ન વિચારાય, તેને પણ ભાગ્ય કરે છે. આ ભાગ્ય લોકમાં (યાસ=) આશાઓને હરી લે છે. ભાગ્ય ચિંતવેલું ન હોય, સ્વપ્નમાં જોયેલું ન હોય તેવું શુભ કરે છે અથવા તેવું અશુભ કરે છે. તેથી હમણાં મારે ક્યાં જવું? અને તે મારા માતા-પિતા મારો વિયોગ કેવી રીતે સહન કરશે? અથવા આ ચિંતાથી શું? જેવી રીતે નહિ ઇચ્છેલું પણ દુઃખ આવ્યું તેવી રીતે જો સુખ થવાનું હશે તો સુખ પણ થશે. આ પ્રમાણે ગાથાનો અર્થ પ્રમાણ છે. (ધર્મની) સામગ્રી (પ્રાપ્ત) થયે છતે અહીં મારે ધર્મનું આચરણ કરવું એ જ યોગ્ય છે.
સાગરચંદ્રે આપઘાત કરતી કનકમાલાને બચાવી.
હવે એક દિવસ તેણે દૂરથી આમ્રવૃક્ષની નીચે જાણે પ્રત્યક્ષ કામદેવની બાણશ્રેણિ હોય તેવી એક શ્રેષ્ઠ બાલા જોઇ. તેથી વિસ્મય પામેલા કુમારે વિચાર્યું: આ રૂપસંપત્તિ મનુષ્યસ્ત્રીની દેખાતી નથી. તેથી ચોક્કસ આ કોઇ દેવાંગના છે. અથવા દેવો નિમેષરહિત આંખોવાળા હોય એમ સંભળાય છે. આ ઉન્મેષસહિત છે. આ પ્રમાણે વિકલ્પો કરતો જેટલામાં તેની દિશા તરફ જાય છે તેટલામાં તે બાળાએ ઉપરનું વસ્ત્ર આમ્રવૃક્ષની શાખામાં લટકાવીને પોતાની ડોકમાં બાંધ્યું, અને વાણીથી કહ્યું: હે વનદેવો! મારું કહેલું આ તમે સાંભળો. અન્ય જન્મમાં પણ સાગરચંદ્ર જ મારો પતિ થાઓ! આ પ્રમાણે બોલ્યા પછી રાફડાના ઉપરના ભાગમાં ચડીને જેટલામાં આત્માનો વિનાશ કરે છે તેટલામાં “હે સુંદરી! સાહસ ન કર'' આ પ્રમાણે બોલતા અને પતનભીરુ તેણે દોડીને ડાબા હાથથી ત્રિવલિના સ્થાને ગાઢ આલિંગન કરીને (=પકડીને) જમણા હાથ વડે તલવારથી તેનો ફાંસો જલદી છેદી નાખ્યો. પછી તેને ભૂમિમાં મૂકીને કેળના પાંદડાંઓથી વીંજી. તેથી ચૈતન્ય પ્રાપ્ત થવા છતાં ક્ષણવાર મિશ્રરસને અનુભવતી તે તે પ્રમાણે જ રહી. મિશ્રરસનો અનુભવ આ પ્રમાણે છે– શું આ તે સાગરચંદ્ર જ હોય એમ આનંદવાળી થઇ. આ અહીં ક્યાંથી સંભવે? એ પ્રમાણે તેનામાં ખેદ ઉત્પન્ન થયો. તે રૂપથી અધિક છે એમ તેની આંખો ચંચળ બની. એકલી છું એમ
આ
૧. પેટ ઉપર ત્રણ કરચલીઓ
રેખાઓ હોય છે તે સ્થાને.
=
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર ભય પામી. આણે મારું સઘળું ચરિત્ર જોયું છે એમ વિલખી બની. (૭૫) આ કોણ છે એ જણાતું નથી એમ કંપવા લાગી. આ પ્રમાણે મિશ્રરસને અનુભવતી તે ક્ષણવાર તે પ્રમાણે જ રહી. કુમાર પણ સાગરચંદ્ર એ પ્રમાણે નામ સાંભળવાથી હર્ષ પામ્યો. અજ્ઞાતયુવતિના શરીરનો સ્પર્શ કરવાથી હૃદયમાં શંકાવાળો થયો. ઉચિત સ્થાનમાં રહીને બાળાને હે સુતનુ! તું કોણ છે? આ શા કારણે આરંભ્ય? ઇત્યાદિ પૂછે છે. તેટલામાં હમણાં જ કરેલા યુદ્ધથી થયેલા પરસેવાથી ભિના શરીરવાળો એક વિદ્યાધર આકાશમાંથી ઉતરીને જલદી ત્યાં આવ્યો. પછી ત્યાં જેનો ફાંસો છેદાયેલો છે અને જેનું મુખ નીચું રહેલું છે તેવી બાળાને જોઈને તથા ધર્મથી યુક્ત અને જાણે રૂપધર કામદેવ હોય તેવા સાગરચંદ્રને જોઈને તે વિસ્મય પામ્યો. તેણે વિચાર્યું. આ સામાન્ય પુરુષ નથી. તેથી મારે આ જ પહેલાં બોલાવવાને યોગ્ય છે.
પછી બે હાથ જોડીને વિનયથી વિદ્યાધરે કુમારને પૂછયું: તમારી પાસે ઘણું પૂછવા જેવું છે. પણ અહીં આ શો વૃત્તાંત થયો તે તમે જાણતા હો તો કહો. તેથી કુમારે તેને જેવી હકીકત હતી તેવી બધીય કહી. તેથી વિદ્યાધરે કહ્યું: જો એમ છે તો તે મહાયશ! તમારાથી બીજો કોઈ મારો પરમોપકારી વિશ્વમાં પણ નથી. કારણ કે આ મર્યે છતે મારો સઘળો ય પ્રયત્ન નિષ્ફળ થાય. એના માતા-પિતા પ્રાણનો પણ ત્યાગ કરે. પછી કુમારે કહ્યું: હે મહાયશ! જો મને પણ બાલાનું અહીં આગમન વગેરે સંબંધ કહેવા યોગ્ય હોય તો કહે. તેથી વિદ્યાધરે કહ્યું: શું જગતમાં જીવન આપનારાઓને પણ ન કહેવા યોગ્ય હોય? તેથી એકાગ્ર ચિત્તવાળો થઇને સાંભળ. હમણાં તમે જ્યાં રહ્યા છો એ અમરદ્વીપ છે. એમાં વિશ્વપ્રસિદ્ધ અમરપુર નામનું નગર છે. ભુવનભાનુ નામનો મહાપ્રતાપી રાજા તેનું પાલન કરે છે. તેની ચંદ્રવદના નામની રતિ જેવી ઉત્તમ પત્ની છે. તેમને કનકમાલા નામની પુત્રી ઉત્પન્ન થઈ. તેની રૂપલક્ષ્મીને જોઇને ઉત્તમ દેવો પણ જલદી મનુષ્યભવને ઇચ્છે છે.
આ તરફ કોઈક શ્રીમલયપુર રાજાનો જેનું નામ પ્રાતઃસ્મરણીય છે અને જે ગુણોનો આવાસ છે તેવો સાગરચંદ્ર પુત્ર સંભળાય છે. તેના પૃથ્વીતલમાં બધેય નિરંકુશપણે ફરતા ગુણો તેણીના હૃદયમાં કામદેવના તીક્ષ્ણ બાણની જેમ પ્રવેશ્યા. સાગરચંદ્રને મૂકીને અન્ય સંબંધી પત્ની શબ્દને હું ધારણ નહિ કરું એવી પ્રતિજ્ઞાને તે ધારણ કરે છે. અને તેનું જ ધ્યાન કરે છે. માતા-પિતા પણ તેને અને પોતાના મુખ્ય પુરુષોને શ્રી અમૃતચંદ્રરાજાની પાસે મોકલી રહ્યા છે તેટલામાં પરિભ્રમણ કરતો સુસણ નામનો વિદ્યાધર ત્યાં આવ્યો. લાવણ્ય અને રૂપથી અતિશય મુગ્ધ બનેલા તેણે તેનું અપહરણ કર્યું. તે બાળાનો અમિતતેજ નામનો વિદ્યાધર રાજા મામો છે. હરણ કરાતી બાલાને મામાએ આ પ્રદેશમાં જોઈ. તેથી કરુણ વિલાપ કરતી તેને સુસણ પાસેથી બળથી ઝૂંટવીને આ પ્રદેશમાં મૂકી. પછી મામાએ સુસણની સાથે યુદ્ધ કર્યું. અમિતતેજ વિદ્યાધર વડે યુદ્ધમાં હમણાં તે મારી નંખાયો. તે આ કનકમાલા
Page #166
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૫૧ છે. અને તે હું તેનો મામો છું. આ પ્રદેશમાં બાળાએ જે ચેષ્ટા કરી તે તને જાતે જ પ્રત્યક્ષ છે. તેથી હે મહાનુભાવ! તે વિષે અમે શું કહીએ? હવે તમે પોતાના ચરિત્રને સારી રીતે કહીને અમારા કાનને ખુશ કરો. તેથી લજ્જાથી નીચા મુખવાળા થઈને (૧૦૦) સાગરચંદ્ર વિચાર્યું કે પોતાનું ચરિત્ર સ્વયં કહેવું એ મોટા માણસોને યોગ્ય નથી. પોતાનું ચરિત્ર કહેવા છતાં લોક કહેશે કે કન્યાના લોભથી આ પોતાને હું સાગરચંદ્ર છું એમ અહીં ખોટું પણ કહે. તેથી અહીં મારે સો ઉત્તર યોગ્ય હોય તે અમે જાણતા નથી.
કનકમાલાના વિકલ્પો આ દરમિયાન કામદેવના બાણથી જેનું શરીર શલ્યવાળું થયું છે તેવી કનકમાલાએ ; વિચાર્યું. ખરેખર! આ તે જ મારા હૃદયને હરનારો શ્રેષ્ઠ કુમાર છે. કારણ કે લોકમાં તેને
છોડીને બીજાનો આવો રૂપાદિ ગુણસમૂહ સંભળાતો નથી અને દેખાતો નથી. બીજું- કામદેવ પણ જો દેવતા સ્વરૂપ અને સત્ય પ્રતિજ્ઞાવાળો છે તો યુગાંતે પણ સાગરચંદ્ર સિવાય અન્યને ઉદેશીને મને આ રીતે નિઃશંકપણે પ્રહાર ન કરે એ સ્પષ્ટ છે. કારણ કે હૃદયનો અનુરાગ જોડવામાં તત્પર કામદેવે મને અપ્રત્યક્ષ પણ ગુણનિધિ એવા સાગરચંદ્રને સર્વથા આપી છે. લોકમાં પણ કુલકન્યાઓ કોઈપણ રીતે વારંવાર અપાતી નથી. તેથી બહુ વિચારવાથી શું? સુખને આપનાર આ તે જ છે, એમાં સંદેહ નથી. અને જો અસંભવ જ છે, તો તે અસંભવ પણ એકાંતે તેનો જ ન કહેવાય. કારણ કે ભવિતવ્યતાના પુત્રો બધે ફરે છે. આ મહાન હોવાના કારણે પોતાનું ચરિત્ર કહેવા માટે સમર્થ થતો નથી. હોંશિયાર મનુષ્યો તેને જાતે જ જાણતા હોય છે, બીજો (=જે હોંશિયાર નથી તે) માણસ ઘણું કહેવાથી જાણે છે. આવા વિકલ્પોને કરતી તે બાળા કામદેવ વડે તેવી રીતે તાડન કરાઈ કે જેથી તે જાણે પથ્થરમાં નિયંત્રિત કરેલી હોય, અથવા પથ્થરમાં ઘડેલી હોય, અથવા પથ્થરમાં ચિતરેલી હોય તેવી થઇ.
સાગરચંદ્ર કનકમાલાને પરણ્યો. આ દરમિયાન અમિતતેજના યુદ્ધને કોઇપણ રીતે જાણીને શશિવેગ વગેરે બંધુવર્ગ અને વિદ્યુલ્લતા માતા ઘણા વિદ્યાધર સૈન્યની સાથે જલદી ત્યાં આવ્યા. જેણે ઉચિત આદર કર્યો છે એવી પુત્રીને પ્રસન્ન નજરથી જોઈને વિદ્યુતતા જલદી તેની પાસે જઈને તેની સાથે વાતચીત કરે છે. પણ પૂર્વોક્ત અવસ્થાને પામેલી તે કંઈ પણ બોલતી નથી. તેથી ભય પામેલી વિદ્યુતતાએ અમિતતેજ પાસે જઈને તે વૃત્તાંત પૂક્યો. તેણે પણ જે બન્યું
૧. યુરતઃપ્રલયકાળ. ૨. પુરુત્ત વારંવાર. ૩. મા = સંભાવના કરવી, પ્રસન્ન નજરથી જોવું.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૨-શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર તે કહ્યું. પછી વિદ્યુલતા જલદી સાગરચંદ્રની પાસે ગઇ. તેણે પણ ઊભા થઈને પરમ વિનયથી તેને પ્રણામ કર્યા. હર્ષ પામેલી વિદ્યુતતા પણ તેને વારંવાર આશીર્વાદ આપીને તેની જ સાથે યોગ્ય સ્થાનમાં બેઠી. શશિવેગ વગેરે પોતાના સૈન્યથી પરિવરેલો અમિતતેજ પણ ત્યાં બેઠો. પછી જેની કાયારૂપી લતા હર્ષના કારણે રોમાંચ યુક્ત થઈ છે તેવી વિદ્યુતતાએ પુત્રને કહ્યું: હે વત્સ! તું, પરિજન, અમે અને પુત્રી કનકમાલા એ બધાય આજે ધન્ય છીએ. કારણ કે હે વત્સ! જેનો ગુણસમૂહ વિશ્વમાં સત્કાર કરાયેલો છે એવા એના (સાગરચંદ્રના) ચિત્તમાં પણ શ્રદ્ધા ન કરી શકાય તેવાં દર્શન આ પ્રદેશમાં થયાં. જો વિશ્વમાં અનંત ફળવાળો સપુરુષોનો સંયોગ પ્રાપ્ત થાય તો રત્નનિધિ કોણ છે? કલ્પવૃક્ષ કોણ છે? અર્થાત્ સપુરુષના સંયોગની આગળ રત્નનિધિ અને કલ્પવૃક્ષનું કોઈ મૂલ્ય નથી. તથા તે અમૃતથી શું? અર્થાત્ સપુરુષનો સંયોગ થયા પછી અમૃતની પણ જરૂર નથી. અમારી પુત્રીનું અપહરણ પણ આનાથી સફલ થયું. કારણ કે જેનો સંગ વિચારેલો ન હતો તેવો આ મહાયશસ્વી જોવામાં આવ્યો. પૂર્વે નંદીશ્વર જતા અમારા વડે મલયપુરમાં વિલાસ કરતો આ જોવામાં આવ્યો હતો અને ગુણથી પણ જણાયો હતો. તેથી જેના અસ્મલિત પ્રચારવાળા તે ગુણસમૂહો સર્વદિશારૂપ વધૂઓના મુખોને વિભૂષિત કરે છે તે આ સાગરચંદ્ર છે. તેથી જેવી રીતે જ્યોત્સા ચંદ્રની સાથે, લક્ષ્મી વિષ્ણુની સાથે, તેવી રીતે કનકમાલા પુત્રી આ સત્પરુષની સાથે સંબંધને અનુભવે. એના માતા-પિતાએ પણ મારી સાથે પૂર્વે આ નિશ્ચિત કર્યું હતું. અથવા રતિનો કામદેવની સાથે સંબંધ કરવામાં શો વિચાર કરવાનો હોય! (૧૨૫) તેથી અમિતતેજ વગેરેએ કહ્યું. હે માતા! આ આ પ્રમાણે છે. તમારી બુદ્ધિ ક્યારેય અસ્થાને પડતી નથી. વિધુત્વતા વડે પ્રયત્નપૂર્વક વારંવાર કનકમાલા માટે અભ્યર્થના કરાયેલા કુમારે કહ્યું કે માતા! જે યોગ્ય હોય તે તમે જ જાણો. તેથી હર્ષ પામેલા તેમણે જે ત્યાં જ ઘણી ધામધૂમથી વિલંબને સહન કરવામાં અસમર્થ એવી કુમારીનો હાથ કુમારને ગ્રહણ કરાવ્યો. પછી બધા અમરપુર નગર તરફ ગયા. આગળ મોકલેલા વિદ્યાધરોએ વિગત કહી એટલે રાજા સામે આવવા માટે નીકળ્યો. નજીકમાં રહેલી કનકમાલાથી શોભતો, વિદ્યાધર રાજાઓથી પરિવરેલો, જેણે નગરમાં લોકને સંતોષ પમાડ્યો છે એવા કુમારે તે નગરમાં પ્રવેશ કર્યો. ભોજન આદિ કાર્યો કર્યા પછી તે વિદ્યાધરોએ પોતાના પરિજનથી યુક્ત શ્રીભુવનભાનુ રાજાને સઘળો વૃત્તાંત કહ્યો. વૃત્તાંત સાંભળીને રાજા, અંત:પુર, પરિજન, નગરલોક એ બધા ય હર્ષ પામ્યા, અને નગરમાં વપન કર્યું. કેટલાક દિવસો પછી રાજા વડે પૂજા કરીને રજા અપાયેલા બધાય વિદ્યાધરો વૈતાદ્યપર્વત ઉપર ગયા.
૧. પ્રોMિ = સામે આવવું.
Page #168
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૫૩ સાગરચંદ્રને અટવીમાં દુઃખની પ્રાપ્તિ જેને રાજાએ ઘણો વૈભવ આપ્યો છે એવો અને કનકમાલાથી યુક્ત કુમાર પણ દેવલોકમાં દેવની જેમ વિષયસુખને ભોગવે છે. જેવી રીતે ચિત્રમાં દોરેલા હાથી ઉપરથી મહાવત ન ઉતરે તેવી રીતે કુમાર ત્યાં પણ પરાક્રમ અને વિનય વગેરે પોતાના ગુણોથી લોકના હૃદયમાંથી એક ક્ષણ પણ ઉતરતો નથી. કનકમાલાનો પ્રેમ કુમારમાં કોઈપણ રીતે તેવી રીતે વધ્યો કે જેથી જાણે કુમારમય શરીર હોય તેમ તેનું જ ધ્યાન કરતી થઇ. આ પ્રમાણે ઘણા દિવસો ગયે છતે કોઈ દિવસે કુમાર રાતના પોતાને પર્વત ઉપર પડતો જુએ છે. ક્ષણમાં જાગેલો તે ભયંકર તે પર્વતમાં એક પથ્થર ઉપર રહે છે. તેથી તેણે વિચાર્યું. આ શું છે? શું
આ સ્વપ્ન છે કે ઇદ્રજાલ છે? અથવા આ મતિમોહ હોય. કારણ કે આ સઘળું ય સર્વત્ર બીજું જ દેખાય છે. રાજાનું તે ઘર ક્યાં? મણિઓથી બનાવેલું મનોહર વાસઘર ક્યાં? કનકમાલા પત્ની ક્યાં? ભયંકર આ પર્વત ક્યાં? આ દરમિયાન કુમારની આવી અવસ્થા થવાથી આંખની ધારામાંથી ટપકતા મોટા આંસુઓના જલસમૂહવાળી અને ઉછળેલા અંધકાર રૂપ અંબોડાવાળી રાત્રિ જાણે રડી રહી છે. સકલ જીવોને તારનારા મુનિઓનો સંગ જેમાં ખૂલો થઈ રહ્યો છે, જેમાં ખેડૂતો અનાજર્ની ખળામાં છે, જેનું દિશારૂપ મુખ છે, તેવું “વિનશ્વર પ્રભાત ખીલ્યું. આ વિશ્વમાં જો કોઇ નિરંતર સુખ મેળવે છે તો કહે એમ ઉત્તમ કિરણોવાળો અસ્ત પામતો ચંદ્ર કહી રહ્યો છે. જાણે કે પોતાના પતિ સૂર્યના સમાગમમાં જેણે કુંકુમનો અંગરાગ કર્યો છે. અને જેમાં લાલપ્રભા પ્રગટી છે તેવી પૂર્વદિશા વિશેષથી શોભી. કમળના કોશો ઉપર કિરણોને ફેંકતો સૂર્ય ઉદય પામ્યો. સમયે (=અવસરે) પુણ્યથી ફરી પણ ઉદય અને ઋદ્ધિઓ થાય છે. પછી કુમાર ઉઠીને ચારેય દિશામાં દૃષ્ટિ નાખે છે. તેથી જણાયું કે આ કોઈ ભયંકર મોટી અટવી છે. ભાગ્ય વિમુખ થયે છતે ઉપરાઉપરી સંકટ થાય એમાં શું આશ્ચર્ય છે? પણ મારા સંકટનો જે હેતુ છે તે પોતાને કેમ પ્રગટ કરતો નથી? અથવા જગતમાં ભાગ્યના પરિણામનું સ્વરૂપ અનેક પ્રકારે પ્રગટે છે. તેનાથી શું? પણ મારા વિરહમાં બાળા કેવી રીતે થશે?=બાળાની કેવી સ્થિતિ થશે? અથવા તે જ ગાથાર્થ (=જેવી રીતે અપ્રાર્થેલું દુઃખ આવે છે તેવી રીતે અપ્રાર્થેલું સુખ પણ આવે છે એ ગાથાર્થ) મનમાં છે તો આ ચિતાથી મારે
૧. ગ્રંથમાં વર્તમાનકાળનો પ્રયોગ હોવા છતાં હકીકતની દૃષ્ટિએ અનુવાદમાં ભૂતકાળનો પ્રયોગ કર્યો છે. ૨. અહીં કો અવ્યય પ્રશ્નના અર્થમાં વપરાયો છે. જો અવ્યયના પ્રયોગપૂર્વક પ્રશ્ન કરવો એવી પ્રાકૃત કે
સંસ્કૃત ભાષાની પદ્ધતિ છે. આથી ગુજરાતી અનુવાદમાં તેનો કોઈ અર્થ ન થાય. ૩. રાતે ઝાંકળના બિંદુઓ જમીન ઉપર પડતા હોય એ અવસ્થાને આશ્રયીને અહીં આ કલ્પના કરવામાં આવી છે. ૪. ઉત્ત=અનાજને મસળવાનું સ્થાન, ગુજરાતીમાં “ખળું' શબ્દ છે. ૫. ઘર (ક્ષર)=વિનશ્વર. ૬. અહીં બીજા અર્થમાં “પોતાના રાજભંડારમાં કરને નાખતો શ્રેષ્ઠ રાજા ઉદયને પામ્યો” એવો અર્થ થાય.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪-જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
આ ચિંતાથી શું? ફરી તે જ આત્માનો શોક કેમ કરું? કારણ મેં તેવા પ્રકારનો ધર્મ ન કર્યો. તેથી સામગ્રીનો યોગ થયે છતે એ યોગ્ય છે. (૧૫૦) ઇત્યાદિ વિચાર્યા પછી તે કુમાર ગાથાર્થથી આત્માને ભાવિત કરતો અટવીમાં ભમે છે. ક્યાંક તરસને, ક્યાંક ભૂખને, ક્યાંક ઠંડી-ગરમીને સહન કરે છે. ક્યાંક ભયંકર હાથી, અષ્ટાપદ, સિંહ અને વાઘના કારણે અટકે છે. ક્યાંક ચોરોના કારણે અને ક્યાંક વેતાલ અને ભૂત વગેરેના કારણે અટકે છે. તો પણ તે પોતાની બુદ્ધિ અને શૌર્યથી કોઇપણ રીતે પરાભવ પામતો નથી. એવું કોઇ દુઃખ નથી કે જે તેણે અટવીમાં સહન ન કર્યું હોય. તો પણ ગાથાથી આશ્વાસન પમાડાયેલા તેણે તે દુઃખને કંઇ પણ ન જાણ્યું.
[સાગરચંદ્રચરિત્ર
અમરપુર ગયેલાએ પણ હમણાં પણ ધર્મ કરવો
આ પ્રમાણે જંગલમાં લાંબા કાળ સુધી ભમીને એક દિવસ અશોકવૃક્ષના નીચે રહેલા તેણે જાણે પ્રત્યક્ષ ઉપશમનો પુંજ હોય તેવા અને પગના નખરૂપમણિની શ્રેણિઓમાંથી ઉછળતા કિરણોના બહાનાથી નમેલાઓને સુગતિનો માર્ગ બતાવતા એક ચારણમુનિ જોયા. તેથી તેણે વિચાર્યુંઃ ત્યારે દુઃખને વાવતા મેં કોઇ જન્મમાં શું સુખને પણ વાવ્યું છે? જેથી મુનિને જોઉં છું. આ પ્રમાણે વિચારીને અત્યંત હર્ષ પામેલા તેણે સાધુ પાસે જઇને સાધુને પ્રણામ કર્યા. ધ્યાનમાં રહેલા સાધુ કાંઇ પણ પ્રતિવચન કહેતા નથી. તેથી કુમારે કહ્યું: હે મહાયશસ્વી! તૃષાવાળાને મરુદેશમાં પદ્મસરોવરની જેમ, ભિખારીને રત્નનિધાનની જેમ, રોગથી સંતપ્તને અમૃતની જેમ આપ મને પ્રાપ્ત થયા છો. તેથી જો આપ પણ પ્રતિવચન ન આપો તો અહીં આ દીનજન કોનું શરણ સ્વીકારે? પછી કુમારને વિનય વગેરે ગુણોથી યોગ્ય જાણીને મુનિએ કાયોત્સર્ગ પારીને આશીર્વાદ કહ્યા. તેથી હર્ષ પામેલા કુમારે મુનિને કહ્યું: હે નાથ! પશુ જેવા મેં આટલા કાળ સુધી કાર્ય-અકાર્યને ન જાણ્યું. તેથી કૃપા કરીને આ કહો કે જીવલોકમાં ઉત્પન્ન થયેલા જીવે અહીં યત્નપૂર્વક શું કરવું જોઇએ? તેથી મુનિપતિએ કહ્યુંઃ સઘળો જ લોક સુખને ઇચ્છે છે. તે સુખ ઇચ્છવા છતાં ધર્મ વિના ન હોય. તેથી બુદ્ધિમાન પુરુષે ઘણા પ્રયત્નથી ધન, ભોગ અને મોક્ષનું કારણ એવો તે ધર્મ જ સદા કરવો જોઇએ. તે ધર્મની પણ સર્વ તીર્થિકો પોતપોતાના મતથી પ્રશંસા કરે છે, અર્થાત્ અમારો ધર્મ સારો છે એમ કહે છે. તેથી ખરીદ કરાતા કરિયાણાની જેમ ધર્મની પરીક્ષા કરવી યોગ્ય છે. તે પરીક્ષા દેવની, ગુરુની અને ધર્મની કરવી જોઇએ. જે રાગાદિથી રહિત હોય તેને દેવ જાણવા. જે ઘરની પ્રવૃત્તિથી મુક્ત છે, ધર્મને કહે છે, કંઇપણ સ્પૃહા કરતા નથી, ક્રોધ, મદ અને લોભથી રહિત છે, બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે તે ગુરુ છે. પૂર્વાપર અવિરુદ્ધ જીવાદિ પદાર્થો તત્ત્વ છે. અથવા મોક્ષનું જે સાધન હોય તે તત્ત્વ છે. દાન વગેરેની શુદ્ધક્રિયા મોક્ષનું સાધન છે. પોતે દુઃખી ન થાય અને બીજાને પણ દુઃખ ન કરે તે દાન આપવું જોઇએ. ગાય અને લોખંડ વગેરેનું દાન ન કરવું જોઇએ. ધર્મના બહાનાથી પાપનું કારણ હોય,
Page #170
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર-૧૫૫ જીવઘાત કરનારું હોય, તેવું નદીજલમાં સ્નાન વગેરે અન્ય પણ સાવદ્યનો ત્યાગ કરવો. આ પ્રમાણે ઘણા વિસ્તારથી સર્વજ્ઞ ભાષિત પદાર્થોમાં કુમાર પ્રવીણ કરાયો. હર્ષયુક્ત મનવાળા કુમારે મુનિવરને કહ્યું: અરિહંતદેવ, સુસાધુઓ ગુરુ અને જિનમત મારે પ્રમાણ છે. આજથી મેં ત્રિવિધ-ત્રિવિધ મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે. આ પ્રમાણે સમ્યકત્વને સ્વીકારીને તે બીજું કંઈપણ મુનિને પૂછે તેટલામાં તે મુનીન્દ્ર અદૃશ્ય થઈ ગયા. તેથી કુમારે વિચાર્યું. આ મુનિ આ પ્રમાણે ઉતાવળા કેમ થયા? કારણ કે ઉડતા તેમણે મારી સાથે વાત પણ ન કરી. (૧૭૫) અથવા નિઃસ્પૃહ ચિત્તવાળાઓને અમારું શું કામ હોય? તેમનું જે કાર્ય છે તે બધુંય તેમણે કર્યું છે. કારણ કે કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુના પ્રભાવને જીતી લેનારા ધર્મને આપનારાએ જગતમાં શું ન આપ્યું? અર્થાત્ બધું જ આપ્યું.
સાગરચંદ્ર ભુવનકાંતાને પરણ્યો. આ પ્રમાણે મુનિવરના પરમ ઉપકારને હૃદયમાં માનતો તે જેટલામાં આગળ પ્રવૃત્ત થયો તેટલામાં અશ્વ, હાથી અને રથ ઉપર ચઢેલા, ભાલો, ધનુષ અને હથિયારો જેના હાથમાં છે તેવા, સમરવિજયકુમાર તારા ઉપર રુષ્ટ થયો છે એમ બોલતા લાખો મહાસુભટોએ સહસા સાગરચંદ્રકુમારને ચારે દિશામાં ઘેરી લીધો. કુમારે હૃદયમાં વિચાર્યું અહો! સંબંધ વગરનું આ શું થયું? અથવા આ સમય ચિંતાથી પસાર કરવા માટે નથી. પછી જંગલી પ્રાણિસમૂહથી ઘેરાયેલા સિંહની જેમ લીલાથી વશ કરવા માટે કુમારે કહ્યું: અરે! મારા ઉપર સમરવિજયકુમાર રુષ્ટ થયો છે એમ તમે જે કહો છો તેથી ચોક્કસ જાણો કે તેના ઉપર યમ રુષ્ટ થયો છે. પછી કૂદકો મારીને મુખ્ય શ્રેષ્ઠ રથ ઉપર ચઢીને હોંશિયારીથી રથિકને મારી નાખ્યો. પછી તે રથમાં રહેલો તે ઘણા સુભટ સમૂહને પાડતો અને લાખો પ્રહારોને ન ગણતો ભૂહને ભેદીને સમરવિજયકુમારના રથ પાસે આવ્યો. પછી તેણે કહ્યું: અરે! જો તું મારા ઉપર રુષ્ટ થયો છે તો તૈયાર થા. તેથી ભય પામેલો સમરવિજયકુમાર કોઇપણ રીતે ધનુષ ચડાવે છે. ભય પામેલો અને કંપતો તે હજી પણ બાણ છોડતો નથી. તેટલામાં સાગરચંદ્ર પુણ્યથી દુરિત સમૂહને છેદે તેમ પોતાના બાણોથી સમરવિજયના ધનુષને બાણની સાથે છેદી નાખ્યું. પછી ફરી પણ સમરવિજયે હાથમાં કોઈક શસ્ત્ર રાખ્યું. તેથી કુમારે તે રથમાં ચડીને તેને કેશોથી પકડ્યો. તેથી હે અનંતસાહસ! મારે તું જ શરણ છે એમ બોલતો સમરવિજયકુમાર તેના ચરણોમાં લાગ્યો પડ્યો. સાગરચંદ્ર કરુણાથી તે રાજપુત્રને જેટલામાં મૂકી દીધો, તેટલામાં મધ્યમવેશ ધારણ કરનારી એક યુવતિ ત્યાં આવી. પછી તેણે બે હાથ જોડીને સાગરચંદ્રને કહ્યું: હે મહાયશસ્વી! કુસવર્ધન નામનું નગર છે. ત્યાં કમલચંદ્ર નામનો રાજા છે. તેને અમરકાંતા નામની રાણી છે. તેમને જાણે કામદેવે સંપૂર્ણ વિશ્વને પોતાને વશ કરી લેવા માટે પ્રયત્નથી ૧. વિરí કૂદકો. શિરા-કૂદકો અર્થ કોષમાં જોવામાં આવ્યો નથી. પણ સંભાવનાની દૃષ્ટિએ લખ્યો છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬-જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર
ગુટિકા બનાવી હોય તેવી(=અતિશય રૂપવતી) ભુવનકાંતા નામની પુત્રી છે. તેને જિનવચન સમ્યક્ પરિણમ્યું છે. તે તારા ચંદ્રજ્યોત્સ્ના જેવા શ્વેત ગુણસમૂહને ક્યાંક સાંભળીને તારા જ સંગમસુખમાં આગ્રહ કરીને રહે છે. આ તરફ સેલપુર નગરનો સ્વામી સુદર્શન નામનો રાજા છે. આ સામે દેખાય છે તે સમરવિજય નામનો કુમાર તેનો પુત્ર છે. તેણે ભુવનકાંતાની માગણી કરી. માગવા છતાં તેણે કોઇપણ રીતે ભુવનકાંતાને પ્રાપ્ત ન કરી. એક દિવસ તેણે દેશની હદમાં આવીને પોતાના પુરુષોને મોકલ્યા. અતિશય નિપુણ તે પુરુષોએ ઉદ્યાનમાં ક્રીડા કરતી ભુવનકાંતાનું અપહરણ કર્યું. તેની ધાવમાતા હું તેના સ્નેહથી (તેની સાથે) આવી. પછી જેટલામાં વિલાપ કરતી ભુવનકાંતાને સમરવિજયકુમાર લઇ આવ્યો. તેટલામાં એના પુરુષોએ ક્યાંકથી તને અહીં જોયો. પછી ઓળખીને સમરવિજયને કહ્યું. પછી સમરવિજયે પણ તું એકલો છે એમ વિચારીને તને યુદ્ધ કરાવ્યું. પણ તેણે એ ન જાણ્યું કે, અતિશય પરાક્રમ એ જ જેમનું ધન છે એવા પુરુષોને માટે વનમાં સિંહની જેમ સહાયકો તો શોભામાત્ર હોય છે, પોતાના સાહસમાં જ સિદ્ધિ વસે છે. (૨૦૦) તેથી મહેરબાની કરીને તે બાળાને આનાથી છોડાવીને લગ્ન કરવા વડે જાતે પ્રાણોને છોડતી તે બાળાનું રક્ષણ કર. તે સાંભળીને કુમારે સમરવિજય ઉપર પોતાની દૃષ્ટિ નાખી. તેથી ભય પામેલા તેણે તે બાળાને લાવીને સોંપી. પછી સાગરચંદ્ર વાતચીત કરીને સમરવિજયને ત્યાંથી રજા આપી. તેણે (=સાગરચંદ્ર) ત્યાં સંક્ષેપ વિધિથી બાળાને પરણી. પછી જિનશાસ્ત્રની વિચારણા કરવામાં તત્પર તેમણે સમરવિજયકુમારના લીધેલા રથમાં ચઢીને આગળ પ્રયાણ કર્યું. પછી કુમાર ભુવનકાંતાની સાથે દરરોજ પદાર્થોની સૂક્ષ્મ વિચારણા કરે છે. તેથી કુમાર જિનવરના મતમાં કુશલ હોવા છતાં વધારે કુશલ થયો.
સાગરચંદ્ર સિંહનાદ રાજાની પાંચ પુત્રીઓને પરણ્યો.
હવે એકવાર સુમથુરાના માર્ગમાં જતા કુમારના કાનોમાં વીણા અને વાંસળીના અવાજથી સુખકર સંગીતધ્વનિએ પ્રવેશ કર્યો. તે ધ્વનિથી આકર્ષાયેલા તેણે રથને તે ધ્વનિ તરફ જ ચલાવ્યો. થોડા જ અંતરમાં એક અતિ ગહન આમ્રવન જોયું. પછી સંગીતધ્વનિમાં અતિશય આકર્ષાયેલો તે ઉત્તમરથને ભાર્યાની સાથે ઉદ્યાનની બહાર રાખીને વનના મધ્યભાગમાં ગયો. પછી તેણે પ્રાસાદ જોયો. કૌતુકથી તેની ઉપર ચડ્યો. ઘણા આકર્ષણથી શરૂ કરેલા સંગીતના કારણે જેમનાં વસ્ત્રો સરકી ગયા છે, જેમના ગોળ સ્તનો ઘૂમી રહ્યા છે, જેમનો ત્રિવલિપ્રદેશ ક્ષણવાર પ્રગટ થઇ રહ્યો છે, જેમણે વસ્ત્રથી સુખ આપનાર ઘર કર્યું છે, આવી પાંચ બાળાઓને તેણે જોઇ. પછી બાળાઓના સંગીત સંબંધી કૌશલ્યથી અને લાવણ્યથી વિસ્મય પામેલો તે કુમાર ક્ષણવાર ત્યાં જાણે ચીતરેલો હોય કે ઘડેલો હોય તેવો ૧. અવેવ (આક્ષેપ)= આકર્ષણ.
Page #172
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૫૭ રહ્યો. અસાધારણ રૂપ વગેરે ગુણોથી તે રીતે આ અમારી નજીકમાં રહેલો છે એમ જાણીને તેમણે સહસા તેનું અભુત્થાન કર્યું. પછી આ કોઇક ઓળખાતો નથી એમ વિચારીને ભય પામેલી બાળાઓએ આસન આપ્યું. એટલે સાગરચંદ્ર કહ્યું: તમે મારો ભય ન રાખો. કારણ કે મલયપુર મહારાજાનો સાગરચંદ્ર નામનો પુત્ર હું ઘણા કૌતુકથી યુક્ત દેશોને જોતો પરિભ્રમણ કરું છું. સાગરચંદ્ર આ પ્રમાણે કહ્યું એટલે મેઘધારાથી સિંચાયેલા કદંબપુષ્પની જેમ પુલકિત અંગવાળી થયેલી અને હર્ષ પામેલી તેમણે પરસ્પર મુખરૂપ કમલને જોયું. પછી કુમારે કહ્યું: જો કહેવા યોગ્ય હોય તો તમે પણ પોતાનું ચરિત્ર અમને કહો. તેથી બાળાઓએ કહ્યું: હે સુખદ! તેવું કંઇપણ રહસ્ય તમારી પાસે છુપાવવા જેવું નથી. કિંતુ વિલંબ સહન થઇ શકે તેમ ન હોવાથી સંક્ષેપથી કહીએ છીએ. વૈતાઢ્ય પર્વત ઉપર સિંહનાદ નામનો વિદ્યાધર રાજા છે. કનકશ્રી, કમલશ્રી, રંભા, વિમલાનના અને તારા એ નામની અમે પાંચેય તેની પુત્રીઓ છીએ. નૈમિત્તિકે હમણાં જ અમારા પિતાને તમને જ અમારા પતિ કહ્યા છે. અને તે પતિ આ જ અટવીમાં છે એમ કહ્યું છે. આથી અમારા પિતા અહીં તમારી પાસે આવ્યા છે. અહીં વિદ્યાથી કરાયેલા મહેલમાં અમને મૂકીને હમણાં તમને શોધવા માટે વિશાળ અટવીમાં ફરે છે. વિશેષ કહેવાથી શું? લગ્ન કરવા વડે આ જનને (=પાંચ બાળાઓને) કૃતાર્થ કરો. કારણ કે અતિ તૃષાળુ પુરુષ વાંછિત પાણી મળતાં ક્ષણવાર પણ સહન કરતો નથી. આ પ્રમાણે કહ્યું એટલે કુમાર સંક્ષિપ્ત વિધિથી તેમને પરણ્યો. પછી તેમની સાથે રતિસુખ અનુભવીને એકક્ષણ ત્યાં રહે છે તેટલામાં તે મહેલ નથી, તે પત્નીઓ નથી, પોતાને ભૂમિ ઉપર રહેલો જુએ છે. પછી રથ આગળ જઈને રથને જુએ છે તો તે રથ પણ પત્નીથી રહિત છે. આ જોઇને તેણે વિલાપ શરૂ કર્યો(રરપ) ભુવનકાંનો આ અતિદુસહ વિરહ મને જે રીતે પીડે છે તે રીતે પૂર્વે જે દુઃખ અનુભવ્યું તે એકપણ પીડા કરતું નથી. કારણ કે નિપુણ એવી તેણે મને જિનધર્મમાં સ્થિર કર્યો છે. ઇત્યાદિ વિલાપ કરીને ફરી પણ પૂર્વોક્ત ભાવનાથી આત્માને સમાધિમાં રાખીને રથથી આગળ ચાલ્યો. પછી તે જેટલામાં બહુ દૂર નથી ગયો તેટલામાં ઉછળતા કિરણોવડે ભૂમિ અને આકાશના અંતરની વિચારણા કરવા માટે માપદંડ હોય તેવું, રત્ન-સુવર્ણથી બનાવેલું, વિશાળ, ઊંચું, ત્રણ લોકના મનને હરનારું, “વિદ્યાધરાવતાર' એવા નામવાળું જિનમંદિર જોયું. પછી મેઘના આગમનમાં મોરની જેમ હર્ષ પામેલો તે રથથી ઉતર્યો. ' વાવડીમાં સ્નાન કરીને કમળો લઇને જિનમંદિરમાં ગયો. હર્ષ પામેલા તેણે વિધિપૂર્વક મંદિરના મધ્યભાગમાં પ્રવેશ કર્યો એટલે એકરત્નથી બનાવેલી અને શરદઋતુના ચંદ્રકિરણો જેવી શ્વેત જિનપ્રતિમાને જોઇ. પછી વિધિપૂર્વક પૂજા કરીને તે વખતે જ પોતાને કૃતાર્થ માનતા તેણે ભક્તિથી ભગવાનની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮-જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર
આ તરફ તેની નજીકમાં સુમંગલા નામની નગરી છે. ત્યાં સુધર્મ નામનો રાજા છે. તે રાજા શ્રી અમૃતચંદ્ર રાજાનો પરમ મિત્ર છે. તેણે કોઇપણ રીતે ચરપુરુષો વડે સાગરચંદ્ર આ જિનમંદિરમાં આવ્યો છે એમ જાણ્યું. પછી હર્ષ પામેલો તે પૂર્વે સાગરચંદ્રને આપવા માટે ઇચ્છેલી સુંદરી નામની પોતાની પુત્રી સાથે ઘણી ધામ-ધૂમથી ચાલ્યો. આ તરફ સિંહનાદ વિદ્યાધર રાજા પોતાની પુત્રીઓની સાથે ત્યાં આવ્યો. બંનેએ સાથે જિનમંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં સાગરચંદ્રને કેવળ સંવેગરસથી ભાવિત શરીરવાળો, સ્તુતિ કરવામાં પ્રયત્નશીલ ચિત્તવાળો અને એકાગ્ર મનવાળો જોઇને વિદ્યાધર રાજાઓ સામંતોની સાથે અને પરિવારની સાથે
સ્થિરચિત્તે સાંભળે છે. સાગરચંદ્ર પણ આદરપૂર્વક જિનની સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે સારગચંદ્રે કરેલી પ્રભુસ્તુતિ
ભવરૂપ અંધકાર માટે સૂર્યસમાન! ગુણોના સાગર! જેમનું શાસન પોતાના ગુણોથી પ્રતિષ્ઠિત છે તેવા જિનેન્દ્ર! જેમણે મોક્ષનગર તરફ પ્રયાણ કર્યું છે તેવા જીવોનાં દુઃખોનો દર્શનમાત્રથી નાશ કરનારા! મુનિપતિ! આપ જય પામો. આપને નમસ્કાર થાઓ. હે નાથ! અતિભક્તિના આવેશથી આપ જાણે મારી સામે રહેલા છો તે રીતે જોતો અને ભયથી પીડિત થયેલો હું નમેલા જીવો પ્રત્યે અસાધારણ વાત્સલ્યવાળા આપને કંઇક પ્રાર્થના કરું છું. જો કે બાળકની જેમ ઠપકાથી અને આક્ષેપથી સહિત કંઇક બોલતો હું ત્રણ લોકના પિતામહ એવા આપને વિનંતિ કરું છું, તો પણ બાળકના ઉલ્લાપો(=બકવાદ) માતા-પિતાને પ્રાયઃ કરીને ઉદ્વેગ કરનારા બનતા નથી, બલ્કે પ્રસન્ન કરે છે. તેમાં પણ આપત્તિમાં પડેલા જીવોના ઉલ્લાપો વિશેષથી ઉદ્વેગ કરનારા બનતા નથી. હે નાથ! ભવસમુદ્રમાં પડેલા મેં અનંતકાલ પછી આપને પ્રાપ્ત કર્યા છે. તો પણ આપ મારી જે ઉપેક્ષા કરો છો તેનું શું કારણ છે? હા, જાણ્યું. આજે પણ આપ પ્રભુ છો, એ પ્રમાણે સમ્યક્ આપનો સ્વીકાર કર્યો નથી. માનસ સરોવરનો સંગ થયે તૃષ્ણા ગરીબને પણ પીડતી નથી. હે પ્રભુ! આપ કરુણારસિક હોવા છતાં આપે તે વખતે મને હરણના સમુદાયથી ભ્રષ્ટ થયેલા બાળ હરણની જેમ ભયંકર ભવરૂપ અરણ્યમાં એકલો કેમ મૂક્યો? એ સાચું છે કે આપ સ્પૃહાથી રહિત છો, આપનામાં સ્નેહ નથી. આપ સઘળી પ્રવૃત્તિથી મુક્ત છો. તો પણ અતિદુઃખી થયેલા એક મને જ સ્વસ્થ કરો, અર્થાત્ મોક્ષ આપો. શું કર્મોનો દોષ છે? અથવા શું આ કાળનો દોષ છે? અથવા હે નાથ! દુષ્ટ એવા મારી જ આ અયોગ્યતા છે? જેથી આપ સમર્થ હોવા છતાં, દયાળુ હોવા છતાં, વિશ્વ ઉપર ઉપકાર કરવામાં તત્પર હોવા છતાં અને હું દીન બનીને પ્રાર્થના કરતો હોવા છતાં, હે નાથ! મને મોક્ષ કેમ આપતા નથી? હે મુનીંદ્ર આપ સંપૂર્ણ લોકઅલોકને જોતા હોવા છતાં આપના નોકર અને ભાવશત્રુઓથી વિડંબિત થયેલા એક મને
Page #174
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલો)
[સાગરચંદ્રચરિત્ર-૧૫૯ જ કેમ જોતા નથી? હે નાથ! રાગાદિથી પીડાયેલો અને ભય પામેલો હું આપના શરણે આવ્યો છું. તેથી મારા ઉપર કરુણારસથી વિશાળ દૃષ્ટિ નાખો. હે નાથ! જેમણે કર્ણરૂપ અંજલિથી આપનું વચનામૃત પીધું નથી તેમની વિષયપરિભોગની તૃષ્ણા ક્ષણવાર પણ કેવી રીતે દૂર થાય? હે સ્વામી! આપના મતરૂપ અમૃતસિંધુમાં જેમનો આત્મા શાંત થયો નથી તેમનો કષાયરૂપ દાવાનલનો સંતાપ કેવી રીતે શમે? અન્યમતરૂપ નગરો સ્વયમેવ રાગાદિ ચોરોથી ચોરાયેલા છે. તેથી સમજુ પુરુષો અન્ય મતોથી અપરિચિત એવા આપના શાસનરૂપ પુરમાં વસે છે. મારું સ્વસંવેગથી વિશિષ્ટ મન આપના શાસનમાં સ્થિર છે. પણ હે પ્રભુ! આપની મારા ઉપર કેવી કરુણા છે તે હું જાણતો નથી. હે જગન્નાથ! અનાદિ ભવભાવના વડે વિષયોરૂપ અશુચિરસથી ભરેલા ખાડામાં લઈ જવાતા મારા મનને આપ કોઈપણ રીતે સતત ધારણ કરો. હે મુનીંદ્ર! ચક્ષુરૂપદલના પાંપણરૂપ રજથી શોભતા આપના મુખરૂપ કમલમાં મારા બે નેત્રોરૂપ ભ્રમરો સદા લાવણ્યરસને પીવે. હે નાથ! ભવ ભવે આપ જ મારી માતા, મારા પિતા, સ્વામી, બંધુ, સુખીસ્વજન, શરણ અને આશ્રય થાઓ. હે પ્રભુ! સકલ ભાવોને જાણનારા આપની આગળ વિશેષ કહેવાથી શું? મને તે સ્થાનમાં ધારણ કરો કે જ્યાં રાગાદિ મારો વિનાશ ન કરે.
સાગરચંદ્ર સુંદરી નામની રાજપુત્રીને પરણ્યો. આ પ્રમાણે સ્તતિ કરીને અતિશય પ્રગટેલા સંવેગરસથી જેની રુવાંટી ખડી થઈ છે એવા સાગરચંદ્ર પંચાંગ પ્રણિપાત કર્યા ત્યારે હર્ષ પામેલા વિદ્યાધર રાજાઓએ કહ્યું: સારું, સારું. તારી બુદ્ધિ શ્રેષ્ઠ છે. સંવેગથી સારભૂત આવાં વચનો (તારા જેવા સિવાય બીજા) કોને સ્ફરે! જિનવંદન કર્યા પછી સાગરચંદ્ર બંને રાજાઓનો ઉચિત આદર કર્યો. બે રાજાઓએ પણ સાગરચંદ્રનો ઉચિત આદર કર્યો. પછી બે હાથરૂપ કમલોને જોડીને ત્યાં સિંહનાદ રાજાએ કહ્યું: હે કુમાર! ભુવનકાંતા આજે પણ (હજી પણ) જ્યાં સુધીમાં પ્રાણો ન મૂકે ત્યાં સુધીમાં તેની પાસે જઈને તેને આશ્વાસન આપ. પછી કુમારે કહ્યું છે મહાયશસ્વી! તે કયાં રહેલી છે? તેથી વિદ્યાધરે કહ્યું: હે કુમાર! પૂર્વે સમુદ્ર કિનારે કનકમાલાનો અમિતતેજ નામનો જે વિદ્યાધર મામો તેં જોયો હતો, તેના કમલ અને ઉત્પલ નામના બે અતિ બલવાન પુત્રો છે. તારા વિરહમાં (=ગેરહાજરીમાં) કમલે ભુવનકાંતાનું અપહરણ કર્યું. સ્વવિદ્યાથી તને મહેલ ઉપરથી ભૂમિમાં નાખીને નાસી ગયો. પછી ઉત્પલે મારી પાંચે પુત્રીઓનું અપહરણ કર્યું. તેથી તેને હણીને હું આ પુત્રીઓ લઈ આવ્યો. કમલ વૈતાદ્યપર્વત ઉપર ગયો છે. તેથી જે યોગ્ય હોય તે કર. તે સાંભળીને ગુસ્સે થયેલા કુમારે સુધર્મરાજાને કહ્યું: હે પિતાજી! મને રજા આપો, જેથી આપણે ૧. અથવા “શરીરમાં” એવો અર્થ પણ થઇ શકે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર વૈતાપર્વત ઉપર જઇએ. તેથી રાજાએ કહ્યું: હે વત્સ! આજે મારે આ જ યોગ્ય છે કે ગૌરવથી તું મારા ઘરે લઈ જવાય, પણ તારું આ મહાન કાર્ય થાય એ પહેલાં મારી એક પ્રાર્થનાને સફલ કર. આ સુંદરી નામની મારી પુત્રી છે. તેથી તેની સાથે લગ્ન કરીને મહેરબાની કર. કુમારે “તમે અહીં જે જાણો” એમ કહીને તેને પણ પરણી. પછી રાજા પુત્રીને સાથે લઈને વૈતાદ્યપર્વત ઉપર પોતાની નગરીમાં ગયો. પછી કુમારે જેણે ઘણી સિદ્ધવિદ્યાઓ ભણી છે એવા સિંહનાદ વિદ્યાધર પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કરી. પછી કુમાર વૈતાદ્યપર્વત ઉપર વિમલદાર નગરમાં આવ્યો ત્યારે સિંહનાદે ઘરમાં વર્યાપનક કરાવ્યું, અર્થાત્ ગૌરવપૂર્વક ધામધૂમથી પોતાના ઘરમાં કુમારનો પ્રવેશ કરાવ્યો. તેથી તેના ગુણોના શ્રવણથી હર્ષ પામેલો વૈતાદ્યપર્વતનિવાસી સઘળો વિદ્યાધર લોક કુમારની પાસે ગયો, અને વસ્ત્રઆભૂષણ વગેરેથી તેનું અનેક પ્રકારનું સન્માન કર્યું. તેથી અમિતતેજ વિદ્યાધર પણ ભુવનકાંતાની સાથે વસ્ત્ર વગેરે ઘણી વસ્તુઓને અને પુત્રને લઈને ત્યાં આવ્યો. વિનયથી કુમારને કહ્યું નહિ જાણતા મારા પુત્રે તારી પ્રિયાનું અપહરણ કર્યું. પછી આ તારી પ્રિયા છે એવી ખબર પડતાં બહેન તરીકે સ્વીકારી. તે મારી પાસે જ રહેલી છે. તેથી મહેરબાની કરીને કમલની પીઠ ઉપર હાથ આપ, અર્થાત્ તેને માફ કર અને આ ભુવનકાંતા તારા સંગમનું સુખ પામે. પછી તેણે સિંહનાદના મુખકમલ ઉપર દૃષ્ટિ કરી. તેણે “એ પ્રમાણે કરો” એમ સંમતિ આપી. કુમારે તેનો સ્વીકાર કર્યો. પછી ઘણા યુદ્ધમાં વિદ્યાધરોને સહાય આપતા કુમારે સઘળોય વિદ્યાધર લોક પોતાના નોકરની જેમ વશ કર્યો.
હવે એક દિવસ કુમારે સિંહનાદ વિદ્યાધર રાજાને કહ્યું: મારા વિરહમાં મારા માતા-પિતા ઘણું દુઃખ પામ્યા છે. તેથી મને રજા આપો. હું ત્યાં જાઉં. સિંહનાદે “તે પ્રમાણે થાઓ” એમ સ્વીકાર કર્યો. તથા અમિતતેજ વિદ્યાધરે કનકમાલાને ત્યાં લાવીને આપી. કનકમાલ પત્નીથી તથા ત્યાં અને બીજા સ્થળે તે તે રીતે પરણેલી બીજી પણ અનેક પત્નીઓથી પરિવરેલો, (રપ) સિંહનાદ વગેરે લાખો વિદ્યાધરોથી સેવાતો, વસ્ત્ર, મણિરત્ન, આભૂષણ (વગેરે) મહાવૈભવથી યુક્ત, જેનો સમુદ્રફીણના પિંડ જેવો શ્વેત ગુણસમૂહ ભાટસમૂહથી પ્રગટ બોલાઈ રહ્યો છે એવો સાગરચંદ્ર મલયપુર તરફ ચાલ્યો. અર્ધીક્ષણમાં મલયપુર આવી પહોંચ્યો. જોવાયેલા માતા-પિતાને મળ્યો. રાજાએ અને નગરજનોએ નગરમાં વર્ધાપનક પ્રવર્તાવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી કનકશ્રીએ, કનકશ્રીથી શશિકલાએ, શશિકલાથી રાજાએ, રાજાથી વિશિષ્ટલકે, સમુદ્ર વગેરેમાં ભમતા સાગરચંદ્ર જે સુખ-દુ:ખ અનુભવ્યું તે બધુંય જાણ્યું. પછી તે કુમાર પૂર્વે પ્રાપ્ત કરેલા વિવિધ વિષયસુખોને કનકમાલા વગેરે પત્નીઓની સાથે અનુભવતો ત્યાં રહે છે.
૧. તેગ (તેશ્ય)= તરફ.
Page #176
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૬૧ કેવલી ભગવંતે સાગરચંદ્રના પૂર્વભવની વિગત કહી. હવે ઘણા દિવસો પછી ઉદ્યાનમાં અશ્વોને ચલાવવામાં લીન બનેલા રાજકુમારોને સહસા સુગંધી અને ઠંડો પવન લાગ્યો. ત્યારબાદ ક્ષણવારમાં દેવોનું આગમન થયું. ભૂમિને શુદ્ધ કરી. સુગંધી જલની અને પુષ્પોની વૃષ્ટિ કરી. સુવર્ણકમલ સ્થાપ્યું. પછી દેવ, મનુષ્ય અને વિદ્યાધરો વડે બહુભક્તિથી પ્રાપ્ત કરાઈ રહ્યા છે ચરણકમલ જેમના એવા ભુવનાવબોધ નામના કેવલી સુવર્ણકમળ ઉપર બિરાજમાન થયા. તે જાણીને હર્ષને પામેલા રાજકુમારોએ વિચાર્યું. આજે અમારા પાપ વગેરે અને સંશયો પણ છેદાઈ ગયા. પછી ભક્તિથી નમીને રાજકુમારો તેમની સમક્ષ બેઠા. તથા પર્ષદા પણ બેઠી. કેવલીએ પર્ષદાને ધર્મ કહ્યો. પછી અવસરે રાજાએ પૂછ્યું : હે ભગવંત! મારા પુત્રનું કોણે અપહરણ કર્યું અને તેટલું કેમ ભમ્યો? તેથી કેવલીએ કહ્યું કહું . એકાગ્ર ચિત્તવાળા થઈને સાંભળો.
પૂર્વમહાવિદેહમાં બે વણિકબંધુ હતા. તેમાં મોટા બંધુની પત્નીને પોતાના પતિમાં અતિશય સ્નેહ હતો. આ સ્નેહ લોકમાં પ્રસિદ્ધ બન્યો. હવે એકવાર મોટોભાઈ વિદેશમાં ગયો હતો ત્યારે નાના વણિકે ભાભીના સ્નેહની પરીક્ષા કરવા માટે તેને કહ્યું કે મારો ભાઈ ચોરોથી મૃત્યુ પમાડાયો છે એમ લોકમાં પરંપરાથી સંભળાય છે, પણ નિશ્ચય નથી. આ સાંભળીને તે સહસા જ મૃત્યુ પામી. તેથી દિયરે વિચાર્યું અહો! હાસ્યથી જે પાપ કર્યું તેને જુઓ. પછી મોટો ભાઈ આવ્યો ત્યારે તેણે આ વૃત્તાંત જાણ્યો. મોટો ભાઈ ગુસ્સે થયો એટલે પોતાની નિંદા કરતો નાનો ભાઈ વારંવાર મોટા ભાઈને ખમાવે છે. તેણે કોઇપણ રીતે ક્ષમા ન આપી. તાપસદીક્ષા લઈને અસુરદેવોમાં ઉત્પન્ન થયો. નાનો ભાઈ પણ તે જ વૈરાગ્યથી સાધુની પાસે ધર્મ સાંભળીને મુનિ થયો. પૂર્વવૈરને સંભારીને અસુરે શિલાથી મુનિને મારી નાખ્યા. સમ્યમ્ સહન કરીને મુનિ દશમા દેવલોકમાં ઉત્તમદેવ થયા. બીજો પણ ભવમાં ભમીને દુઃખ સહન કર્યા પછી કોઇપણ રીતે કષ્ટદાયક કોઇક અનુષ્ઠાન કરીને ફરી પણ અસુરદેવોમાં જ ઉત્પન્ન થયો. દશમા દેવલોકનો દેવ આ તારો પુત્ર થયો છે. તે અસુરે વૈરના પ્રભાવથી જ ફરી પણ તારા પુત્રને સમુદ્રમાં અને પર્વત ઉપર નાખ્યો. તો પણ સ્વપુણ્યથી તે મર્યો નહિ. હજી પણ તે ફરી એકવાર એને ઉપસર્ગ કરશે. પછી તે દેવ સાગરચંદ્રથી બોધિને પામશે. સાગરચંદ્ર અટવીમાં અને સમુદ્રમાં જે ભમ્યો અને દુઃખી થયો તે ભવરૂપ અટવીના ભ્રમણની અપેક્ષાએ કેટલું માત્ર છે? કારણ કે સંસારમાં પૃથ્વી આદિ ભેટવાળા ઘણા પ્રકારના જીવો છે. તેમાં પણ અનેક પ્રકારની યોનિઓ અને કુલો છે. તે આ પ્રમાણે—(૫૦) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વાયુકાય એ પ્રત્યેકની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાયની દશલાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદલાખ, વિકલેંદ્રિયમાં પ્રત્યેકની લાખ, નારકોની ચારલાખ,
૧. વિ (૩૫) પાસે જવું, સ્વીકારવું, પ્રાપ્ત કરવું. ૨. પ્રમોદને આધીન બનેલું શરીર છે જેમનું એવા, અર્થાત્ હર્ષ પામેલા.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર દેવોની ચારલાખ, તિર્યંચ પંચેંદ્રિયની ચારલાખ, મનુષ્યોની ચૌદલાખ યોનિ છે. પૃથ્વીકાયની ૧૨લાખ, અપકાયની ૭ લાખ, તેઉકાયની ૩ લાખ, વાયુકાયની ૭ લાખ, બેઈદ્રિયની ૭ લાખ, તેઇદ્રિયની ૮ લાખ, ચઉરિદ્રયની ૯ લાખ, વનસ્પતિકાયની ૨૮ લાખ, જલચરની ૧૨ લાખ, ખેચરની ૧૨લાખ, ચતુષ્પદની ૧૦ લાખ, ઉરપરિસર્પની ૧૦ લાખ, ભુજપરિ-સર્પની ૯ લાખ, દેવતાની ર૬ લાખ, નારકોની રપ લાખ, મનુષ્યોની ૧૨ લાખ કુલકોટિ છે.
અહીં યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. જેમકે- છાણ વગેરે વીંછી વગેરેની યોનિ છે. કુલ એટલે વર્ણાદિનો ભેદ. તે ભેદ એકયોનિમાં ઉત્પન્ન થયેલાઓનો પણ ઘણા પ્રકારનો હોય. જેમકે- છાણ વગેરે એજ્યોનિમાં ઉત્પન્ન થયેલા વીંછી આદિના કાબરચિત્રો અને લાલ વગેરે વર્ણાદિના ભેદથી કુલના અનેક પ્રકારો સંભવે. હે રાજન્! અહીં યોનિ અને કુલ એ પ્રત્યેકમાં દુઃખી થયેલા સર્વજીવો પૂર્વે અનંતવાર ભમ્યા છે. કારણ કે કાલ અનાદિ છે, જીવ અનાદિ છે, કર્મો અનાદિ છે. તેથી આ વિચારીને સાગરચંદ્રની શી ચિંતા કરવાની હોય? તેથી કુમારે વિચાર્યું અહો! મુન સાચું કહ્યું. કારણ કે સારી ક્રિયાથી પણ મને આવો વિપાક થયો. અતિ સંલિષ્ટ ચિત્તથી જીવો જે કુકર્મો કરે છે તે કુકર્મો વડે જીવો અનંત સંસારમાં ભમાવાય છે એમાં શું આશ્ચર્ય છે? ઇત્યાદિ ભવસ્વરૂપને વિચારતા તે કુમારમાં ભવછેદ કરનારો ચારિત્ર પરિણામ પ્રગટ થયો. પછી કુમારે મુનિને કહ્યું: હે નાથ! હું સંસારને સળગેલો જોઉં છું. તેથી મને દીક્ષા આપો. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે મુનિએ કહ્યું. આ યોગ્ય છે. પછી કુમારે પિતાને કહ્યું. પિતાએ પણ કહ્યું કે સ્વમાતાને કહે. પછી મુનીંદ્રને નમીને રાજકુમારો પોતાના ઘરે ગયા.
દીક્ષા-જ્ઞાનગ્રહણ-ઉપસર્ગ-મોક્ષગમન. કુમારે શશિકલા રાણીને આ વૃત્તાંત કહ્યો એટલે રાણી મૂર્ણિત બનીને પડી. પછી ચૈતન્ય પ્રાપ્ત થતાં તે ઘણી યુક્તિઓથી કુમારને રોકે છે. કુમારે પ્રતિયુક્તિથી સારભૂત વચનો વડે સારી રીતે માતાને ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી માતાએ અનિચ્છાએ દીક્ષાની રજા આપી. પછી અમૃતચંદ્ર રાજાએ કુમારને મણિ-રત્ન-પુણ્યના કળશોથી નવડાવ્યો, વિલેપન-વસ્ત્રઆભૂષણોથી અલંકૃત કર્યો, ઉત્તમ રથમાં બેસાડ્યો. સફેદ ચામરસમૂહથી વીંજાય છે. મસ્તક ઉપર શ્વેત છત્ર ધર્યું છે. આગળ તેનો ગુણસમૂહ બોલાઈ રહ્યો છે. હાથીના અંધ ઉપર બેઠેલો રાજા તેની પાછળ જઈ રહ્યો છે. બે પડખાઓમાં હજારો હાથીઓથી પરિવરેલો છે. આગળ દરેક દિશામાં રથમાં જોડેલા પ્રફુલ્લ લાખો ઘોડાઓના સમૂહથી (આ સાગરચંદ્ર છે એમ) ઓળખાઈ રહ્યો છે. લાખો સ્ત્રીઓથી આનંદપૂર્વક અને શોકપૂર્વક જોવાઈ રહ્યો છે. જિનમંદિરોમાં પૂજાને કરાવતો, જીવોને અભયદાન અપાવતો, મોતી-સુવર્ણ-મણિ-રત્નોની ધારાઓથી વરસતો, બીજાઓને આશ્ચર્ય પમાડતો, વિદ્વાનોથી સતત પ્રશંસા કરાતો કુમાર જેવી ૧. વિટ્ટ (રેરા) પ્રફુલ્લ પટ્ટ-સમૂહ.
Page #178
--------------------------------------------------------------------------
________________
શાનદાન દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સાગરચંદ્રચરિત્ર-૧૬૩ રીતે સિંહ ગુફામાંથી નીકળે તેમ નગરમાંથી નીકળ્યો. કુમાર થોડો મુનિની નજીક આવ્યો ત્યારે રાજાએ મતિધનમંત્રી, રાણી, સામંતો અને નગરજનોને કહ્યું: હે લોકો! મારી મૂઢતાને જુઓ. કેમકે કુમારની દીક્ષા છે. મારો હજી પણ ગૃહવાસ છે. તેથી મારા વિવેકને ધિક્કાર થાઓ. તેથી મંત્રી વગેરે લોકોએ કહ્યું- હે દેવ! હજી પણ અહીં શું જતું રહ્યું છે? અથવા આપ રહો. કુમાર અમારો આશ્રય છે. હવે હર્ષ પામેલા રાજાએ કહ્યું: સારું, સારું. હું તમારાથી વિજેતા થયો છું. પછી સાગરચંદ્રના નાના કુમારને રાજ્ય ઉપર સ્થાપીને કેટલાક સામંતો, પત્નીઓ, મંત્રીઓની સાથે રાજાએ પણ પુત્રની સાથે તેની જ વિધિથી(=જેવી રીતે પુત્રે સ્નાન, અલંકાર, ધામધૂમથી ગુરુ પાસે આગમન વિગેરે વિધિથી દીક્ષા લીધી તેવી જ વિધિથી) દીક્ષાનો સ્વીકાર કર્યો. મુનીંદ્રના ઉપદેશથી બધાને દીક્ષા સમ્યક્ પરિણમી. પૂર્વે આપત્તિમાં પડેલા અને પગલે પગલે ? ગાથાર્થને વિચારતા (૭૫) મને જો ગાથા જેટલું જ જ્ઞાન આશ્વાસન આપનારું થયું તો ઘણા જ્ઞાનનું માહાત્મ ચોક્કસ અનંત છે, આમ વિચારીને સાગરચંદ્ર વિશેષથી જ્ઞાનને ગ્રહણ કરે છે. ત્યાં સુધી ભણે છે કે ચૌદ પૂર્વને થોડા દિવસોમાં ભણી લે છે. જ્ઞાનને ચિંતવે છે. જ્ઞાનને ગુણે છે= પરાવર્તન કરે છે. જ્ઞાનવડે કર્તવ્યોને કરે છે. જ્ઞાનવડ વારંવાર સૂક્ષ્મ પદાર્થોનું મનન કરે છે. આ પ્રમાણે લાંબા કાળ સુધી દીક્ષા પર્યાયને પાળીને, પોતાના (અંતિમ) સમયને જાણીને, ગુરુને પૂછીને, ક્રમથી શરીરની સંલેખના કરીને, પર્વતની ઉત્તમ શિલા ઉપર જઇને વિધિથી પાદપોપગમન અનશનનો સ્વીકાર કર્યો. તે જેટલામાં મૌનથી તત્ત્વચિંતામાં રહ્યા છે તેટલામાં દુષ્ટ મનવાળો પૂર્વે વૈરી દેવ વિદુર્વેલા વજ જેવા મુખવાળા પક્ષીઓથી તેમના દેહને ટુકડા ટુકડાથી તોડે છે. હાથી થઇને દાંતોથી વિંધે છે. સિંહનું રૂપ ધારણ કરીને પંજાઓથી હણે છે. સર્પના રૂપથી ડરે છે. આ પ્રમાણે અનાર્ય તે વવડે ઘણા ઉપસર્ગોથી પીડા ઉત્પન્ન કરવા છતાં સમ્યગુ સહન કરે છે અને હૃદયમાં આ પ્રમાણે વિચારે છે– હે જીવ! દુસ્તર સાગરને તરીને કાંઠે આવેલો તું જો કલેશ કરીશ તો ધમેલું સુવર્ણ એક ફંકથી હારી જઈશ=ગુમાવી દઇશ. અનંત દુઃખને સહન કરીને ક્ષણમાત્ર દુઃખમાં ઉગ ન કર. ગંગાનદીને ઉતરીને ખાબોચિયામાં કોણ ડૂબે? ઈત્યાદિ શુદ્ધ ધ્યાનમાં રહેલા તેનું મેરુપર્વતના જેવું ચિત્ત ચલિત ન થવાથી સંવેગને પામેલા દેવે કહ્યું: હે મહાયશસ્વી! તમે ધન્ય છો. ખરેખર! તમારું શરીર કેવળ સત્ત્વથી ઘડાયેલું છે. કારણ કે ઉપસર્ગોને કરતો હું પણ તમારા ચિત્તને ચલાવી ન શક્યો. ઇત્યાદિ પ્રશંસા કરીને, મુનિને વારંવાર ખમાવીને, સમ્યક્ બોધિને સ્વીકારીને દેવ ત્યાંથી ગયો. સમ્યજ્ઞાનરૂપ પવનથી વધેલા ધ્યાનરૂપ અગ્નિથી જેમનું કર્મરૂપવન બળી ગયું છે તેવા સાગરચંદ્રમુનિ અનંતસુખવાળા મોલમાં ગયા. શ્રી અમૃતચંદ્ર વગેરે અન્ય સાધુ-સાધ્વી વર્ગમાંથી કોઈ દેવલોકમાં ગયા તો કોઇએ સિદ્ધિસુખને પ્રાપ્ત કર્યું. [૩૮]
- આ પ્રમાણે સાગરચંદ્રકુમારનું ચરિત્ર પૂર્ણ થયું.
૧. ધમેલું એટલે અગ્નિમાં તપાવેલું. ઉ. ૧૨ ભા.૧
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૪-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનના ગુણો આ પ્રમાણે સાગરચંદ્રની જેમ બીજાઓને પણ જ્ઞાન સંકટોમાં આશ્વાસન આપનારું અને શિવસુખનું કારણ થાય છે એમ બતાવીને હવે બીજી રીતે જ્ઞાનના જ ગુણને કહે છે
पावाओ विणियत्ती, पव्वत्तणा तह य कुसलपक्खम्मि । विणयस्स य पडिवत्ती, तिन्निवि नाणे समपंति ॥ ३९॥
પાપથી નિવૃત્તિ, ધર્મપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ આ ત્રણેય ગુણો જ્ઞાન હોય તો જ પૂર્ણ થાય છે.
વિશેષાર્થ- જો કે જ્ઞાનના અભાવમાં આ ત્રણ ગુણમાંથી કોઈક કેટલાક ગુણો, કોઇક જીવમાં કોઇપણ રીતે હોય છે, તો પણ તે ગુણો જ્ઞાન વિના અસંપૂર્ણ હોવાથી વિડબના માત્ર હોય છે, પણ તેવા પ્રકારના કોઈ કાર્યના સાધક થતા નથી એવો ભાવ છે. (કારણ કે જ્ઞાન વિના પાપનો, ધર્મનો અને વિનયનો યથાર્થ બોધ થતો નથી. યથાર્થ બોધ વિના કાર્ય સિદ્ધિ કેવી રીતે થાય? આ વિગત બરોબર સમજાય તો સૂક્ષ્મવંચી સા રેયો એ હારિભદ્રીય અષ્ટકના શ્લોકનું મહત્ત્વ સમજાય.) [૩૯]
જ્ઞાનના ગુણો અનંત હોવાથી જ્ઞાનના ગુણોને સંપૂર્ણપણે કહેવામાં પોતાની અશક્તિ બતાવતા ગ્રંથકાર ઉપસંહાર કરે છે
गंगाए वालुयं जो, मिणिज्ज उल्लिंचिऊण य समत्थो । हत्थउडेहिं समुइं, सो नाणगुणे भणिज्जाहि ॥४०॥
જે ગંગાની રેતીને ગણે અને બે હાથોથી સમુદ્રને ઉલેચે (૩ખાલી કરે) તે જ જ્ઞાનના એક એક ગુણનું વર્ણન કરીને સઘળાય ગુણોને કહે, અન્ય નહિ.
વિશેષાર્થ– ગંગાની રેતીને ગણવાની જેમ અને સમુદ્રને બે હાથોથી ઉલેચવાની જેમ સમસ્ત જ્ઞાનગુણોને કહેવું અશક્ય છે એવો ભાવ છે. જો કે અતિશય જ્ઞાની ગંગાનદીની રેતીની ગણતરી વગેરે કરે, પણ જ્ઞાનગુણોને તો જોતા હોવા છતાં એક એક ગુણનું વર્ણન કરીને સર્વગુણોને કહેવા માટે તે પણ સમર્થ નથી. [૪૦]
હે લોકો! આ પ્રમાણે સર્વ જિનેન્દ્રોએ કહેલા, ત્રણ જગતમાં ચઢિયાતા અને ઊંચા જ્ઞાનમાહાભ્યને સાંભળીને જો મનુષ્યના ઈચ્છિત ફળોની પરિપૂર્ણ પ્રાપ્તિની ઇચ્છા હોય તો અહીં જ્ઞાનને શીખવામાં પ્રયત્ન કરો. (૧) જે જડતાને ભેદે છે, પાપના વિસ્તારને હણે છે, શ્રેષ્ઠ ભાગ્યને વિસ્તારે છે, અસત્-સત્ વિભાગને કહે છે, જે દેવલોક અને મોક્ષના સુખોનું કારણ કહેવાય છે તે એક સમ્યજ્ઞાન અહીં ત્રણલોકમાં જય પામે છે. (૨). આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં જ્ઞાનદાનદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં જ્ઞાનદાનદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી
ભાવાનુવાદ પૂર્ણ થયો.
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સુપાત્રદાન વિના તીર્થનો અભાવ-૧૬૫
ઉપષ્ટભદાન હવે ઉપષ્ટભદાન દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વના દ્વારની સાથે સંબંધને અનુસરતી ગાથાને કહે છે
आहारवसहिवत्थाइएहिं, नाणीणुवग्गहं कुजा ।। जं भवगयाण नाणं, देहेण विणा न संभवइ ॥ ४१॥
આહાર, વસતિ અને વસ્ત્ર આદિથી જ્ઞાનીને મદદ કરે. કારણ કે સંસારી જીવોને શરીર વિના જ્ઞાન ન સંભવે. ' વિશેષાર્થ- અહીં જીવોનું “સંસારી' એવું વિશેષણ મૂકવાનો આશય એ છે કે સિદ્ધોને તો શરીર વિના પણ કેવલજ્ઞાન છે. આ ગાથાથી જ્ઞાનીઓને આહાર આદિથી મદદ કરવી જોઇએ એમ કહ્યું છે. આથી જ્ઞાનદાન દ્વારા કહ્યા પછી ઉપષ્ટભદાન દ્વારા કહેવું યુક્ત છે. આ પ્રમાણે બે હારનો સંબંધ છે. [૪૧]
જો કે સંસારી જીવોને શરીર વિના જ્ઞાન સંભવતું નથી તો પણ જ્ઞાનીઓને આહારાદિનું દાન કરવામાં શું આવ્યું, અર્થાત્ આહારાદિનું દાન ન કરવાથી શું નુકશાન થાય? અને કરવાથી શો લાભ થાય? તે કહે છે
देहो य पोग्गलमओ, आहाराईहिं विरहिओ न भवे ।। तयभावे य न नाणं, नाणेण विणा कओ तित्थं ? ॥ ४२॥
દેહમાં ચૈતન્ય હોય ત્યારે દેહ પુદ્ગલસ્વરૂપ હોવાથી આહારાદિથી રહિત ન હોય, અર્થાત્ આહારાદિ વિના દેહ નાશ જ પામે, કારણ કે વનસ્પતિ વગેરેમાં તેમ જોવામાં આવે છે. દેહના અભાવમાં જ્ઞાન ન હોય. જ્ઞાન વિના સાધુ વગેરે તીર્થ ક્યાંથી હોય? કારણ કે તીર્થનું મૂળ સાધુ વગેરે જ છે. [૪૨] આ હકીકત અમે આહારાદિની આસક્તિથી કહેતા નથી એમ બતાવતા ગ્રંથકાર કહે છે
एएहिं विरहियाणं, तवनियमगुणा भवे जइ समग्गा । आहारमाइयाणं, को नाम परिग्गहं कुज्जा? ॥ ४३॥
જો આહારાદિ વિના સાધુઓના તપ-નિયમ-સ્વાધ્યાય વગેરે ગુણો પરિપૂર્ણ થાય=સમ્યક્ પ્રવર્તે તો આહારાદિનો સ્વીકાર કોણ કરે?
૧. અનુતિ = અનુસરણ. T = અદંરનો ભાગ. સર્વત્થાનુ તિર્થે યથા સા...
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬- ઉપખંભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઉપખંભદાન દ્વારના પેટા તારો
વિશેષાર્થ આહારાદિને લેવામાં પ્રાર્થના, લઘુતા અને પરિભ્રમણ વગેરે ઘણાં કષ્ટો થાય છે. આથી જો આહારાદિના સ્વીકાર વિના તપ-નિયમ વગેરે ગુણો સમ્યક્ પ્રવર્તે તો સાધુઓ આહારાદિનો સ્વીકાર ન કરે. પણ આહારાદિના સ્વીકાર વિના તપ-નિયમ વગેરે સમ્યક્ પ્રવર્તતા નથી. તેથી તપ-નિયમ આદિ ગુણોની વૃદ્ધિ થાય એ માટે જ આ ઉપદેશ છે, નહિ કે ગૃદ્ધિના કારણે. [૪૩]
તેથી અહીં જે નિશ્ચિત થયું તે કહે છેतम्हा विहीऍ सम्मं, नाणीणमुवग्गहं कुणंतेणं । भवजलहिजाणवत्तं, पवत्तियं होइ तित्थंपि ॥ ४४॥
અનંતર કહેલી નીતિથી આહારાદિના અભાવમાં તીર્થનો વિચ્છેદ થતો હોવાથી સમ્યગૂ વિધિથી જ્ઞાનીઓને આહારાદિથી મદદ કરનાર જીવે ભવરૂપ સમુદ્રના પારને પામવા માટે વહાણ સમાન તીર્થ પણ પ્રવર્તાવેલું થાય છે.
(જો કે તીર્થકરો તીર્થ અવતાર્યું છે, આમ છતાં ઉક્ત રીતે આહારાદિનું દાન કરનારાઓ તીર્થને ટકાવવામાં નિમિત્ત બનતા હોવાથી સામર્થ્યથી (=અર્થપત્તિથી) આહારાદિનું દાન કરનારા પણ તીર્થ અવતાર્વે છે.) [૪૪].
આ પ્રમાણે આહારાદિ દાનની પ્રવૃત્તિ નિશ્ચિત કરીને આહારાદિના દાનની વિધિ આદિનું પ્રતિપાદન કરવા માટે તારગાથાને કહે છે
कह दायगेए एयं, दायव्वं १ केसु वावि पत्तेसु २ । दाणस्स दायगाणं, अदायगाणं च गुण ३ दोसा ४ ॥ ४५॥
(૧) દાતાએ કેવી રીતે દાન આપવું જોઇએ, (૨) કયા પાત્રોને દાન આપવું, (૩) દાનના દાતાઓને કયા ગુણો થાય, (૪) દાન ન આપનારાઓને કયા દોષો થાય તે કહેવાનું છે. [૪૫]
તેમાં પહેલા દ્વારને આશ્રયીને કહે છેआसंसाएँ विरहिओ, सद्धारोमंचकुंचुइजंतो । कम्मक्खयहेउं चिय, दिजा दाणं सुपत्तेसु ॥ ४६॥
આશંસાથી રહિત અને શ્રદ્ધાના કારણે થયેલા રોમાંચથી યુક્ત દાતા કર્મક્ષય માટે જ સુપાત્રોમાં દાન આપે.
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કેવી રીતે દાન આપવું-૧૬૭ વિશેષાર્થ– આશંસા એટલે આ લોક અને પરલોક સંબંધી વૈભવ આદિની ઇચ્છા. શ્રદ્ધા એટલે આહારાદિ આપવાનો ઉત્સાહ. રોમાંચ એટલે શરીરના રુવાટાં ખડાં થઈ જવા. દાન કર્મક્ષય માટે જ આપવું જોઈએ, કીર્તિ કે પ્રત્યુપકાર આદિની ઇચ્છાથી નહિ. અહીં
આશંસાથી રહિત અને શ્રદ્ધાના કારણે થયેલા રોમાંચ યુક્ત દાતા કર્મક્ષય માટે જ દાન આપે” એમ કહીને પહેલું એક વાર કહ્યું: સુપાત્રોમાં દાન આપે” એમ કહીને બીજું દ્વાર કહ્યું. [૪૬]
તે જ સુપાત્રોને કહે છે– आरम्भनियत्ताणं, अकिणंताणं अकारविंताणं । धम्मट्ठा दायव्वं, गिहीहिं धम्मे कयमणेणं ॥ ४७॥
ગૃહસ્થોએ ધર્મમાં કરેલા મનથી આરંભથી નિવૃત્ત થયેલા, જાતે ન ખરીદનારા અને બીજાઓની પાસે ન ખરીદાવનારાઓને ધર્મ માટે આપવું જોઇએ.
વિશેષાર્થ- ધર્મમાં કરેલા મનથી એટલે ધર્મભાવનાથી. ધર્મ માટે એટલે જેમને આપવાનું છે તે સાધુઓ વગેરે ધર્મ કરે એ માટે. [૪૭]
આરંભથી નિવૃત્તિ આદિ ગુણોથી યુક્ત હોય તેમને જ બધુંય દાન આપવું કે કંઇક બીજી રીતે પણ દાન આપવું એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
इय मोक्खहेउ दाणं, दायव्वं सुत्तवन्नियविहीए । अणुकंपादाणं पुण, जिणेहिं सव्वत्थ न निसिद्धं ॥ ४८॥
આ પ્રમાણે જે દાન મોક્ષહેતુ છે, તે દાન સૂત્રમાં કહેલા વિધિથી આપવું જોઇએ, પણ અનુકંપાદાનનો તીર્થંકરોએ ક્યાંય નિષેધ કર્યો નથી.
વિશેષાર્થ– દાન આપનારના અને દાનને લેનારના ગુણોની શોધ કરવી, સૂત્રમાં કહેલ વિધિથી આપવા યોગ્ય વસ્તુ ઉગમ વગેરે દોષોથી વિશુદ્ધ હોવી જોઇએ, જ્ઞાનાદિ-ગુણયુક્ત સાધુ વગેરેને દાન આપવું, ઇત્યાદિ પૂર્વે જે કહ્યું તે બધું મોક્ષહેતુ જે દાન આપવામાં આવે તે જ દાનને આશ્રયીને જાણવું, અનુકંપાદાન માટે તો આપનાર રોમાંચ આદિ ગુણોથી રહિત હોય અને લેનાર યાચક બહુમાન કરવા યોગ્ય ન હોય, આપવા યોગ્ય વસ્તુ ઉદ્ગામાદિ દોષથી વિશુદ્ધ ન હોય, તો પણ તીર્થકરોએ નિષેધ કર્યો નથી. કારણ કે અનુકંપાદાનમાં માત્ર અનુકંપાની જ મુખ્યતા છે. જેવી રીતે તીર્થકરો અને ગણધરો વગેરેને અપાતું દાન અનંતરપણે જ (=સીધું જ) મોક્ષનું કારણ થાય છે, અનુકંપાદાન તે રીતે મોક્ષનું કારણ થતું નથી. તેથી અહીં તીર્થંકરાદિને અપાતું દાન
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[સુપાત્રદાનનાં ફળો મોહેતુ તરીકે વિવક્ષિત છે. અન્યથા સર્વજ્ઞ વચનના અનુસાર વિવેકીઓથી અપાતું અનુકંપાદાન પણ પરંપરાએ મોક્ષનું કારણ થાય જ છે. [૪૮] હવે દાનના સંબંધથી જ દાતાઓના ઉત્સાહને કરનારી–વધારનારી ગાથાને કહે છે
केसिंचि होइ चित्तं, वित्तं अन्नेसि उभयमन्नेसिं । चित्तं वित्तं पत्तं, तिन्निवि केसिंचि धन्नाणं ॥ ४९॥
કોઇકને ચિત્ત હોય, બીજાઓને વિત્ત(=ધન) હોય, બીજાઓને ચિત્ત અને વિત્ત એ બંને હોય, ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેય કોઇક ધન્યને હોય. [૪૯]
હવે ત્રીજા દ્વારને આશ્રયીને કહે છેआरोग्गं सोहग्गं, आणिस्सरियं मणिच्छिओ विहवो । सुरलोयसंपयाविय, सुपत्तदाणाऽवरफलाइं ॥५०॥
આરોગ્ય, સૌભાગ્ય, આજ્ઞાઐશ્વર્ય, મનઈચ્છિત વૈભવ, અને દેવલોકની સંપત્તિ આ સુપાત્રદાનનાં અંતરાલવર્તી ફળો છે.
વિશેષાર્થ– અંતરાલવર્તી ફળો એટલે મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વચ્ચે મળનારાં ફળો. મુખ્યફલ તો મોક્ષ જ છે. [૫૦]
દાનના તે જ ઉત્કૃષ્ટ ફલને બતાવતા ગ્રંથકાર કહે છે– दाउं सुपत्तदाणं, तम्मि भवे चेव निव्वुया केई । અન્ને તરૂમ, મોણ નામરસુહાડું | પથા
કેટલાક જીવો સુપાત્રદાન આપીને તે જ ભવમાં મોક્ષને પામ્યા. બીજા કેટલાક જીવો મનુષ્ય-દેવના સુખોને ભોગવીને ત્રીજા ભવે મોક્ષને પામ્યા. [૫૧]
દાન આપનારના ગુણોનું જ દૃષ્ટાંતથી સમર્થન કરતા ગ્રંથકાર કહે છેजायइ सुपत्तदाणं, भोगाणं कारणं सिवफलं च । जह दुण्ह भाउयाणं, सुयाण निवसूरसेणस्स ॥ ५२॥
સુપાત્રદાન ભોગોનું કારણ થાય છે અને મોક્ષફલ આપનારું થાય છે. જેમ કેસૂરસેન રાજાના પુત્રો બે બંધુઓએ કરેલું સુપાત્રદાન.
વિશેષાર્થ– ગાથાનો અક્ષરાર્થ સુગમ જ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે કથાનક આ છે
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉપખંભદાન દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [ધર્મ સ્વદ્રવ્યથી કરવો-૧૬૯ સ્વદ્રવ્યથી ધર્મ કરવાની પ્રેરણા આપતા બે નોકરો. ભરતક્ષેત્રમાં દેવમંદિરોના બહાને જેનો યશ એકઠો થયો છે તેવું સુપ્રસિદ્ધ ઋષભપુર નામનું નગર છે. તેમાં અભયંકર નામનો ઘણી ઋદ્ધિવાળો શેઠ રહે છે. તેના વૈભવની અપેક્ષાએ કુબેર સાધુ સમાન હતો, અર્થાત્ શેઠનો વૈભવ કુબેરના વૈભવથી પણ ઘણો વધારે હતો. તેની કુશલમતી નામની પત્ની છે. તેમના ઘરમાં બાળકના પણ ચિત્તમાં જિનેંદ્રધર્મ સિવાય બીજું કંઈ પણ ન હતું. તેમના બે નોકર હતા. એક નોકર ઘરમાં કામ કરતો હતો. બીજો ધણને(=ગાય વગેરેને) ચારતો હતો. તે બંને પરિવારસહિત શેઠને સદા જિનપૂજા અને મુનિદાન વગેરે ધર્મમાં તત્પર જુએ છે. આથી તેમણે વિચાર્યું જુઓ, મનુષ્યભવ સમાન હોવા છતાં મનુષ્યોમાં કેટલું અતંર છે? કારણ કે શેઠે પૂર્વે ધર્મ કર્યો છે, હમણાં પણ ધર્મ કરે છે, આગામી ભવમાં પણ ધર્મના પ્રભાવથી લક્ષ્મી મેળવીને ધર્મ કરશે. પણ અમારા ત્રણેય ભવ ધર્મથી રહિત છે. આ પ્રમાણે વિચારતા આ બંને ધર્મને યોગ્ય છે એમ શેઠે જાણ્યું. હવે ચોમાસીના દિવસે અભયંકર શેઠ તે બેને વિશિષ્ટ વસ્ત્રો પહેરાવીને દેવોની પૂજાનિમિત્તે જિનમંદિરમાં લઈ ગયા. શેઠે તેમને પુષ્પો આપ્યાં, પણ તેમણે તે પુષ્પો ન લીધાં. તેમણે કહ્યું જેનાં પુષ્પોથી પૂજા થાય ધર્મ પણ તેને જ થાય. તેનાથી અમારે કેવલ વેઠ જ થાય. તેથી શેઠ તેમને સમજાવે છે. પણ કોઈપણ રીતે સમજતા નથી. પછી શેઠ તે બેને ગુરુની પાસે લઈ ગયા. વૃત્તાંત જાણીને ગુરુએ તેમને પૂછ્યું: શેઠનાં પુષ્પોથી તમે પૂજા કરવાની ના કેમ પાડો છો? તેમણે કહ્યું: સ્વદ્રવ્યથી જ અમે પૂજા કરીએ, અને દ્રવ્ય અમારી પાસે નથી. તેમના (સ્વદ્રવ્યથી પૂજા કરવાના) ભાવને જાણીને ગુરુએ તે બેને કહ્યું: શું તમારી પાસે થોડું પણ પૂજામૂલ્ય(=પૂજા કરવા માટે જોઈતું ધન) નથી? ગાયોને ચરાવનારા નોકરે કહ્યું. મારી પાસે રમવા માટે મોટી પાંચ કોડિઓ છે, પણ એ બહુ થોડું છે. નોકરે આ પ્રમાણે કહ્યું એટલે ગુરુએ કહ્યું: પોતાની શક્તિને છુપાવ્યા વિના થોડું પણ આપતો જીવ ઘણા ફળને મેળવે છે. કારણ કે ધર્મકાર્યોમાં શુદ્ધભાવ જ હિત કરે છે. આ સાંભળીને હર્ષ પામેલો તે પુષ્પો ખરીદીને શેઠની સાથે જિનેન્દ્રોની પૂજા કરે છે. ઘરકામ કરનારા નોકરે વિચાર્યું. આની પાસે આટલું માત્ર પણ દ્રવ્ય છે. મારી પાસે તેટલું પણ નથી. તેથી હું શું કરું? આમ વિચારતા તેણે શ્રાવક લોકને ગુરુની પાસે પચ્ચકખાણ કરતો જોયો. તેથી તેણે ગુરુને પૂછ્યું: હે ભગવંત! આ પ્રમાણે કરવાથી પણ ધર્મ થાય? ગુરુએ કહ્યું: હા. આથી તેણે પણ ઉપવાસ કર્યો. પછી ભોજનસમયે શેઠની સાથે ઘરે ગયો. તેના ભોજન માટે ભાણું પીરસાયું એટલે દ્વાર પાસે રહીને તે વિચારે છે કે, જો મારા પુણ્યથી ક્યાંકથી અહીં
૧. સામાન્યથી વાડિયા અને વરડવું એ બંનેનો “કોડિ' અર્થ થાય છે. આમ છતાં અહીં “મોટી કોડી'
જણાવવા માટે વીડય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) | [બે નોકરોનું દૃષ્ટાંત મુનિ આવે તો હું તેમને આ આપું. કારણ કે શેઠના ઘરમાં કામ કરીને મેં આ મેળવ્યું છે. પોતાની ભુજાથી મેળવેલું આ આપતા એવા મને ફળ થાય, અર્થાત્ મને ફળની પ્રાપ્તિ થશે. બિમારી, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ કારણથી જેમણે ઉપવાસ કર્યો ન હતો, તે મુનિ દિવ્યયોગથી ત્યાં આવ્યા. તેથી નોકરે વિચાર્યું જો, રંકમાત્ર હું ક્યાં? આવા મુનિ કયાં? ચાયથી મેળવેલું દ્રવ્ય કેવી રીતે હોય? તેથી ચોક્કસ મને પણ જન્માંતરમાં કોઈપણ સંપત્તિ થશે. અન્યથા મને આવી સઘળી સામગ્રી કેવી રીતે મળે? આ પ્રમાણે હર્ષ પામેલા તેણે તે સાધુઓને તે બધું આપી દીધું. આ જોઈને ખુશ થયેલ શેઠ તેને બીજું ભોજન પીરસે છે. નોકર તે ભોજનને ઇચ્છતો નથી અને કહે છે કે- આજે મારે ઉપવાસ છે. જો એમ છે તો તે પહેલાં ભોજન કેમ લીધું? (રપ) શ્રાવકે આ પ્રમાણે પૂછ્યું એટલે એણે કહ્યું: હે પિતાજી! સ્વભુજાથી મેળવેલું આ ભોજન હું શા માટે છોડું? તેથી ખુશ થયેલ શેઠ તે બે ઉપર સદા વાત્સલ્ય કરે છે.
અમરસેન-વરસેન ઉપર સાવકી માતાએ ખોટું આળ મૂક્યું
આ તરફ કલિંગદેશાધિપતિ શૂરસેન નામનો રાજા છે. તેનું પોતાના ભાગનું રાજ્ય કોઇએ હરી લીધું. આથી તે કુરુદેશમાં ગજપુરનગરના રાજાની સેવા કરે છે. ત્યાં તેને અતિશય મોટાં ચાર ગામો મળ્યા. ત્યાં સુકર નામના ગામમાં રહેતા તેના ઘરે વિજયાદેવી રાણીની કુક્ષિમાં સાધુને દાન આપનાર તે નોકર મરીને ઉત્પન્ન થયો. રાજાનો તે પ્રથમ પુત્ર હતો. ક્રમે કરીને બીજો પુત્ર થયો. મોટાનું અમરસેન અને નાનાનું વરસેન નામ રાખ્યું. પૂર્વભવમાં કરેલા ધર્મના પ્રભાવથી તેમનો રૂપ અને વિનય વગેરે ગુણસમૂહ અને દેહ પણ થોડા દિવસોમાં વૃદ્ધિ પામ્યો. સઘળી કળાઓને મેળવીને તે બંને યૌવનને અભિમુખ થયા. વિનયગુણથી સઘળો લોક તેમનો અનુરાગી થયો. ઘણા સમૂહથી (=ઘણા ભેગા થઈને) ક્રીડા કરે છે. વૈભવથી આમ તેમ ફરે છે. તેથી શોક્યમાતા ઈર્ષાના કારણે તેમના પ્રત્યે દ્વેષવાળી થઈ. તેથી સેવા માટે ગયેલો પતિ આવ્યો ત્યારે કપટથી ખોટો ગુસ્સો કરીને કોપઘરમાં પ્રવેશીને રહી. તે રાણી રાજાને અતિશય પ્રિય હતી. તેથી રાજાએ ઘણા આદરથી તેને ક્રોધનું કારણ પૂછ્યું. તેણે કષ્ટથી કોઈપણ રીતે કહ્યું: જે દિવસથી તમે પરદેશ ગયા તે દિવસથી જ તમારા પુત્રોએ કામક્રીડા માટે મને ઘણી હેરાન કરી છે. સ્વદૃઢતાથી મેં કોઈપણ રીતે આટલા દિવસો પસાર કર્યા. તેથી હમણાં તમારા કુળમાં જે યોગ્ય હોય તે કરો. આ પ્રમાણે
સ્વકપટથી તેણે રાજાને એટલો બધો ગુસ્સે કર્યો કે જેથી રાજાએ ત્યારે ગામના ચંડાળને બોલાવીને કહ્યું: કુમારો ગામના સીમાડે અશ્વોને ખેલાવી રહ્યા છે. પોતાના ચંડાળો સાથે ત્યાં
૧. નડિવવત્ત ચાય+૩વૃત્ત . ૨. થ(સ્થિત)= રહેલું.
Page #186
--------------------------------------------------------------------------
________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૧ જઈને તેમનાં માથાં પકડો કાપો. તેથી માતંગે વિચાર્યું. રાજા શું ગ્રહ વગેરેને આધીન થયો છે? કે જેથી તેવા પ્રકારના ગુણી અને ભક્તિમંત પણ પુત્રોને મરાવે છે. અથવા અહીં આ જ સારું છે કે રાજાવડે હું કહેવાયો છું. પછી “જેવી આપની આજ્ઞા” એમ કહીને ચંડાળ તેમની પાસે ગયો. રડતા તેણે બંનેને કહ્યું. તેમણે પણ કહ્યું: અરે! આમાં શું અયુક્ત છે? પિતાનું પ્રિય તું કર. ચોક્કસ અમારાથી મોટો અપરાધ કરાયો છે, અન્યથા પિતા આ કેમ કહે? તેથી અહીં વિલંબ ન કર. પછી ચંડાળે ફરી ગદ્ગદ્ વાણીથી કુમારોને પ્રાર્થના કરી કે મારા ઉપર કૃપા કરીને તમે અન્ય દેશમાં જતા રહો. પછી કુમારોએ કહ્યું. અમારા માટે પછી રાજા કુટુંબસહિત તને મારશે. માટે અમે આ કેવી રીતે કરીએ? ચંડાળે “તમારા પ્રભાવથી હું સ્વબુદ્ધિથી આત્મરક્ષા કરીશ' ઇત્યાદિ કહ્યું એટલે કુમારો કોઈપણ રીતે અન્ય દેશમાં જતા રહ્યા. ચંડાળે ચિત્રકાર પાસે કુમારના મસ્તક જેવા મસ્તકો કરાવ્યા. પછી અશ્વોને લઈને સંધ્યાસમયે રાજા પાસે આવીને રાજાથી થોડે દૂર રહીને અશ્વો આપે છે, અને કહેવડાવે છે કે આ તે મસ્તકો છે. પછી રાજાએ ગુસ્સાથી કહ્યું: અરે! શૂળી પાસે જઈને આ મસ્તકોને શૂળીમાં વીંધીને ગામની બહાર નાખી દો. (૫૦) એ પ્રમાણે કરું છું એમ કહીને તે ગયો. તે દુષ્ટરાણી હર્ષ પામી.
કુમારો કોઈક મહા અટવામાં આવ્યા. તે અટવીના હિંતાલ, તાડ, સલ્લક, તમાલ અને કદલી વનથી અંધકારવાળા મધ્યભાગમાં સૂર્ય પણ જાણે ભય લાગ્યો હોય તેમ કિરણો નાખતો ન હતો. આકાશના અગ્રભાગમાં લાગેલી હજારો શાખાઓમાંથી પ્રગટેલી શાખાઓ રૂપ બાહુઓથી તે અટવી જાણે દેવયુગલોને પોતાની મનોહરતાને કહી રહી છે. તે મહાઇટવી ભારત કથાની જેમ ગોવિંદથી યુક્ત છે, ભીમનકુલથી દુઃખથી જોઈ શકાય તેવી છે, અર્જુનબાણોથી વિશેષપણે માહાભ્યને પ્રાપ્ત કર્યું છે. એ અટવીમાં સ્થાને સ્થાને રહેલા મોટા પર્વતોથી લોકસંચાર અટકી ગયો હતો. એ અટવી બધા સ્થળે વિષમ હજારો પર્વતો અને નદીઓથી મુશ્કેલીથી પાર ઉતરી શકાય તેવી હતી. તે અટવી અતિશય પવનથી હાલેલા વૃક્ષોનાં પાંદડાં રૂપી હાથોથી જાણે હાથી, અષ્ટાપદ, સિંહ અને વાઘના શબ્દોના ભયથી વ્યાકુલ થયેલા મુસાફર વર્ગને આશ્વાસન આપે છે. થાકેલા કુમારો રાતે આમ્રવૃક્ષની નીચે બેઠા. પછી ત્યાં વરસેને અમરસેનને કહ્યું: હે બંધુ! અહીં કંઈપણ કારણ જણાય છે. જેથી પિતા ગુસ્સે થયા. મોટાએ કહ્યું: હે વત્સ! તેવા પ્રકારનું કોઈ કારણ હું જાણતો નથી. કિંતુ શોક્યમાતા ઈર્ષાના કારણે આપણા ઉપર કેષવાળી થઈ છે એમ તેની દ્રષને અનુરૂપ ૧. આ ગાથા યર્થક છે. તે આ પ્રમાણે– ભારતકથાના પક્ષમાં ગોવિંદ્ર એટલે કૃપણ. અટવીના પક્ષમાં જોવિંદ્ર એટલે
વૃંગાયોનું ટોળું. ભારતકથાના પક્ષમાં મનન એટલે ભીમ અને નકુલ. અટવીના પક્ષમાં ભયંકર નોળિયા. ભારતકથાના પક્ષમાં મર્થનવાળો એટલે અર્જુન પાંડવના બાણો, અટવીના પક્ષમાં અર્જુનવૃક્ષના બાણો.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨-ઉપભદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [બે નોકરોનું દેણંત પ્રવૃત્તિથી મેં જાણ્યું હતું. તેથી આ કંઈ પણ અધમચેષ્ટા તેની જ જણાય છે. પછી વરસેને કહ્યું: શું પિતા પણ ખોટામાં વિશ્વાસ કરે? તેથી બીજાએ કહ્યું: હે વત્સ! સ્ત્રીઓ કપટનું ઘર હોય છે. આવી સ્ત્રીઓ ખોટું પણ તે રીતે કહે કે જેથી રાગાંધ બુદ્ધિવાળા પુરુષોને સત્યરૂપે જ પરિણમે છે. બુદ્ધિમંત પુરુષો ગંગાની રેતીને, સાગરમાં પાણીને અને હિમવંત પર્વતના પરિમાણને જાણે છે, પણ સ્ત્રીનું હૃદય જાણતા નથી. અથવા આ વિચારવાથી શું? તે જ આપણી પરમ ઉપકારિણી થઇ. કારણ કે તેણે સઘળી પૃથ્વી બતાવી. ઇત્યાદિ બોલતો પણ અમરકુમાર નિદ્રાથી ઘેરાયો. બીજો એક પ્રહર સુધી જાગતો જ રહ્યો.
વરસેનને બે દિવ્ય આમ્રફળની પ્રાપ્તિ આ દરમિયાન આમ્રવૃક્ષ ઉપર રહેલા પોપટે પોતાની પ્રિયાને કહ્યું: કોઈ આ બે પુરુષો સ્વાગતની ક્રિયા માટે અતિ યોગ્ય છે. પણ તેમના ઉપયોગમાં આવે તેવું આપણી પાસે કંઈ પણ નથી. તેથી પ્રિયાએ કહ્યું: હે નાથ! એમ ન કહે. કારણ કે સુકૂટ પર્વત ઉપર અતિશય ગુપ્ત ઝાડીના પ્રદેશમાં વિદ્યાથી અભિષિક્ત બીજવાળા બે આંબા વિદ્યાધરોએ આપણા દેખતાં વાવેલા છે, અને તેમણે પરસ્પર તેનું માહાત્ય કહ્યું હતું. તે આ પ્રમાણે- એ બેમાં એક આંબો નાના ફળવાળો છે. એ આંબાનું ખાધેલું ફળ જ્યાં સુધી ઉદરમાં રહે ત્યાં સુધી દરરોજ સૂર્યોદય વખતે પાંચસો સોનામહોર કોગળામાં પડે. બીજો આંબો મોટા ફળવાળો છે. તેના પણ એક ફળને જે ખાય તે સાતમા દિવસે રાજા થાય, આમાં સંદેહ નથી. કહેવાતું આ તે પણ સાંભળ્યું હતું. તેથી તે બે વૃક્ષોનું એક એક ફળ લાવીને આપણે અહીં એમને આપીએ. પછી પોપટ કહ્યું. તે મને યોગ્ય યાદ કરાવ્યું. પછી તે બંને જલદી ત્યાં ગયા. વરસેને તે બધું સાંભળ્યું. અર્ધીક્ષણમાં બંને આમ્રફળ ભૂમિ ઉપર પોતાની આગળ પડેલા જુએ છે. પછી તે બેને પોતાના વસ્ત્રમાં બાંધે છે. તેણે વિચાર્યું. આ આ પ્રમાણે શું છે? અથવા મારા હાથમાંથી કંઈ પણ ગયું નથી. વિદ્યા વગેરેનો પ્રભાવ અચિંત્ય સંભળાય છે. પછી પોતે સૂઈ ગયો અને મોટોભાઈ એક પ્રહર સુધી બેઠો. સૂર્યોદય થતાં બંને ય ત્યાંથી આગળ ચાલ્યા. (૭૫) વરસેને સત્ય હકીકત કહ્યા વિના રાજ્યફળવાળું આંબાનું મોટું ફળ મોટાભાઈને આપ્યું. નાનું ફળ પોતે ખાધું. એકલો થઈને સરોવરમાં કોગળા કરે છે તેટલામાં તે પ્રમાણે જ થયું. પાંચસો સોનામહોર કોગળામાંથી પડી. પછી દરેક નગરમાં દ્રવ્યથી ભોજન-વસ્ત્ર આદિ લઈને વિલાસ કરે છે. મોટાભાઈએ તેને પૂછ્યું : આ ધન ક્યાંથી આવ્યું? વરસેને કહ્યુંઃ ગૃહસ્થોએ મને કરનું સુવર્ણ આપ્યું હતું. તે મેં હજી સુધી (રાજ્યના) ભંડારમાં આપ્યું ન હતું. આ પ્રમાણે સાતમા દિવસે તેઓ કંચનપુર નગરમાં આવ્યા. ત્યાં બહાર વૃક્ષની નીચે અમરસેન સૂઈ ગયો. વરસેન ભોજન વગેરે સામગ્રી કરાવવા માટે નગરની અંદર ગયો.
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
ભોળપણથી વરસેનકુમારે આમ્રફળ ગુમાવ્યું.
આ તરફ ત્યાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. તેથી દેવથી અધિષ્ઠિત ઉત્તમ હાથી અને અશ્વ વગેરે વસ્તુઓ રાજ્યને યોગ્ય પુરુષને શોધવા માટે ફરે છે. પછી તે વસ્તુઓએ નગરની બહાર અમરસેનકુમારનો આશ્રય લીધો=અમરસેનકુમારને રાજા બનાવ્યો. તેથી અમરસેન ઉત્તમહાથીના સ્કંધ ઉપર આરૂઢ થયો. સામંતો અને મંત્રીઓ તેને નમ્યા. તેના મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ ક૨વામાં આવ્યું. પછી શ્વેત ચામરોથી વીંજાતો અને લોકથી આદર કરાયેલો તે નગરમાં પ્રવેશ્યો. વરસેને પણ સઘળા સમાચાર મેળવીને વિચાર્યું: હું પણ ત્યાં જઈને વિનયથી ‘હું આનો ભાઇ છું, મને પણ કોઇક દેશો આપો'' એમ શું કહીશ? અર્થાત્ નહિ કહું. કારણ કે વિશ્વ બદલાઇ જાય તો પણ મારી જીભ આ ન કહે. જે દિવસમાં અને રાતમાં વ્યવસાય છોડીને બીજાનું મુખ જોવાય તે દિવસ અને રાત હાથ ઊંચા કરીને એકી સાથે જતા રહો. ઇત્યાદિ વિચારીને પૂર્વોક્ત દ્રવ્યથી ત્યાં પણ વિલાસ કરે છે, તથા મગધા વેશ્યાના ઘરમાં રહે છે. રાજાએ પણ વરસેનને નગરમાં ઘણો શોધાવ્યો. પણ કોઇ પણ રીતે તે જોવામાં ન આવ્યો. પછી રાજા પણ રાજ્યચિંતામાં વ્યગ્ન બની ગયો. વરસેન પણ જુગા૨ ૨મે છે, અતિશય ઘણા વિલાસો કરે છે. ઘણા દિવસો બાદ મગધાને પોતાની કુટ્ટિણીએ કહ્યું: હે વત્સા! સ્વપતિને પૂછીને મને કહે કે કોઇની સેવા વગેરે કર્યા વિના એનું ધન કેવી રીતે પૂરું થાય છે? અર્થાત્ એની પાસે ધન કેવી રીતે આવે છે? મગધાએ કહ્યું: હે માતા! તારે આ ચિંતાથી શું કામ છે? કારણ કે તારે ધનથી જ પ્રયોજન છે, બીજાથી શું? આ પ્રમાણે કહેવા છતાં કુટ્ટિણી અસદ્ આગ્રહને છોડતી નથી. આથી એક દિવસ ઘણા આગ્રહથી મગધાએ તેને પૂછ્યું: તેણે પણ સરળભાવથી (સત્ય) કહ્યું. આ જાણીને કુટ્ટિણીએ ૨સોનું સંયોજન કરીને તેને ઊલટી કરાવી. ઊલટીને થાળમાં લઇને (ઊલટીથી નીકળેલું) તે આમ્રફલ લઇને હવે આ ધનહીન છે એમ વિચારીને વરસેનને ઘરમાંથી કાઢી મૂક્યો. પછી કોગળા કર્યા તો થુંક જ પડી, પણ પાંચસો સોનામહોર ન પડી. હવે કુમારે વિચાર્યુંઃ અહો! મારી અજ્ઞાનતા! જેથી શાસ્ત્રોમાં નિષેધ હોવા છતાં મેં સ્ત્રીઓને રહસ્ય કહ્યું. અથવા રાગાંધ જીવોને આજે પણ આ કેટલું છે?
[બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૩
વ૨સેનને ચમત્કારિક ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ
ઇત્યાદિ વિચારતો તે વિલખો બનીને નગરમાં ભમે છે. હવે કોઇપણ રીતે મધ્યરાતે નગરની બહાર દેવમંદિરમાં ગયો. ત્યારે ચાર ચોરો ચોરેલી વસ્તુઓના વિભાગ માટે લડે છે. તેથી કુમારે ત્યાં તેમને ચોરસંશા કરી. તેથી આ ચોર છે એમ જાણીને તથા પોતાની ૧. કુટ્ટિણી એટલે વેશ્યાઓને પોતાના અકુંશમાં રાખનારી સ્ત્રી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪- ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[બે નોકરોનું દૃષ્ટાંત આકૃતિઓથી (=ચોરોનાં લક્ષણોથી) જોઈને તેને ત્યાં પ્રવેશ કરાવ્યો. તેણે ચોરોને પૂછ્યું: તમે શા માટે ઝગડો કરો છો? (૧૦૦) તેથી ચોરોએ કહ્યું: અમારી ચોરેલી વસ્તુઓ કંથા, લાકડી અને પાદુકાઓ એમ ત્રણ છે અને અમે ચાર છીએ. તેથી ભાગ કરતા એવા અમને મેળ થતો નથી. તેથી લડીએ છીએ. તેથી કુમારે કહ્યું: અસાર આ વસ્તુઓ માટે કોણ ઝગડે? તેથી ચોરોએ કહ્યું તું ભોળો છે. હજી પણ તું એમના માહાભ્યને જાણતો નથી. કુમારે કહ્યું અમને તેનું માહાત્મ કહો. ચોરોએ કહ્યું: જો એમ છે તો સાંભળો. એક સિદ્ધપુરુષે અહીં શમશાનમાં છ મહિના સુધી આરાધના કરીને વિદ્યાદેવીને પ્રસન્ન કરી. તેણે આ ત્રણ વસ્તુઓ તેને આપી. અમે પણ છમહિના સુધી વિદ્યાસિદ્ધને શોધીને, મારીને, આ ત્રણેય વસ્તુઓને લઈને, હમણાં આ વસ્તુઓના વિભાગ કરવા માટે અહીં દેવમંદિરમાં આવ્યા. આ ત્રણમાં પણ કંથાને ઝાટકવાથી દરરોજ પાંચસો રત્નો પડે છે. લાકડીને ઉપર ભમાડવાથી કોઇ શસ્ત્ર લાગતું નથી. પગોમાં પહેરેલી પાદુકાઓથી (આકાશમાં) ઉડીને ઇચ્છિત દેશમાં જવાય છે. તેથી અમે આ પ્રમાણે ઝગડીએ છીએ. તેથી કુમારે કહ્યું: જો એમ છે તો અહીં ઝગડાથી શું? હું જ અર્ધીક્ષણમાં તમારા વિવાદનો નિશ્ચય કરું છું. આ પ્રમાણે કહીને લાકડી અને કંથાને લઈને ક્ષણવાર નિરીક્ષણ કરીને પગોમાં પાદુકાઓ નાખીને ત્યાંથી જલદી ઊડી ગયો, અને નગરની બીજી તરફ નીચે ઉતર્યો. ચોરો વિલખા મુખવાળા થઈને પોતપોતાના સ્થાનોમાં ગયા. કુમાર પણ કંથાને ઝાટકીને પાંચસો રત્નો લે છે. વેશનું પરિવર્તન કરીને નગરની અંદર ચાલ્યો. પછી ત્યાં જુગાર રમે છે. ફરી પણ વિશેષ રીતે વિલાસો કરે છે.
ભોળપણથી વરસેનકુમારે પાદુકાઓ ગુમાવી. એકવાર કુટ્ટિણીએ તેને જોયો. વિસ્મય પામેલી તે ઘરે ગઈ. મગધાને સફેદ વસ્ત્રો પહેરાવીને અને વેણી રચીને કુમારની પાસે લઈ ગઈ. પછી તેણે કુમારને કહ્યું: હે વત્સ! તે વખતે પાપિણી મેં તને ઘરમાંથી કાઢ્યો છે. પણ મગધા તારા વિરહમાં રડતી આ પ્રમાણે (Fશણગાર વિના) રહી છે. ઇત્યાદિ કપટથી કહ્યું. એટલે કુમારે વિચાર્યું. મારા ઉપર રંડાયેલી આનો (=મગધાનો) ફરી પણ શણગાર થાઓ. પણ હવે હું સંભાળીશ. પછી પ્રણામ કરીને કહ્યું હે માતા! તારી પુત્રીને આ યોગ્ય છે. તેથી હું શું કરું? કુમારે આ પ્રમાણે કહ્યું એટલે કુટ્ટિણી કુમારને ઘરે લઈ ગઈ. કેટલાક દિવસો પછી ફરી પણ કુટ્ટિણીએ મગધાને “એની પાસે દ્રવ્ય કેવી રીતે આવે છે એમ પૂછવાનું કહ્યું. મગધાએ કહ્યું: હે પાપિણી! તું લોભી છે. તેથી તું જાતે જ પૂછ. તેથી કુટ્ટિણીએ પૂછ્યું: હે પુત્ર! તારું આ દ્રવ્ય કેવી રીતે આવે છે? કુમારે કહ્યું હે માતા! હું પાદુકાઓ પહેરીને આકાશમાં ઉડીને અન્ય દેશમાંથી ધન ચોરીને લાવું છું. કુટ્ટિણીએ કહ્યું: જો એમ છે તો મારા મનોરથ સિદ્ધ થયા. કારણ કે તારા વિરહમાં મેં સમુદ્રમાં કામદેવની પ્રતિમાની માનતા ઇચ્છી
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉપખંભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૫ છે. તે માનતા તારી પાદુકાના પ્રભાવથી સિદ્ધ થશે. આને સમુદ્રમાં ફેકી દઉં એમ વિચારીને તુષ્ટ થયેલો કુમાર ક્ષણવારમાં એને કામદેવના મંદિરમાં લઈ ગયો. પાદુકાઓને બહાર મૂકીને અંદર પ્રવેશ કર્યો તેટલામાં કુટિની પાદુકાઓને લઈને પોતાના ઘરે ગઇ. (૧૫) માણસ બીજી રીતે વિચારે છે અને કાર્ય બીજી રીતે જ થાય છે.
વરસેનને ચમત્કારિક બે પ્રકારના ફૂલોની પ્રાપ્તિ આ પ્રમાણે વિચારતો કુમાર જેટલામાં તે પ્રદેશમાં ફરી રહ્યો છે તેટલામાં એક વિદ્યાધરે આકાશમાંથી ત્યાં ઉતરીને તેને કહ્યું: હું તને ઇચ્છિત દેશમાં મૂકીશ. માટે ખેદ ન કર. પણ મારી પ્રાર્થનાથી પંદર દિવસ સુધી આ કામદેવની પ્રતિમાની પૂજા કરતો અહીં રહે. હું હું તને ઘણું ભાતું આપું છું. કિંતુ અહીં કારના સ્થાનમાં જે બે વૃક્ષો રહેલા છે તેની નજીકના પ્રદેશમાં પણ તારે ન જવું. કુમારે તે બધું સ્વીકાર્યું. વિદ્યાધર પણ તેને મોદક વગેરે આપીને ત્યાંથી આકાશમાર્ગમાં ઉડી ગયો. કોઈ દિવસ કુમાર કુતૂહલથી વૃક્ષોની પાસે જઈને વૃક્ષોનાં પુષ્પોને જેટલામાં સૂવે છે તેટલામાં તે મોટો ગધેડો થઈ ગયો. પંદર દિવસ પછી ત્યાં આવેલા વિદ્યાધરે તેને જોયો. તેણે બીજા વૃક્ષનું કુસુમ સુંઘાડ્યું. તેથી તે ફરી મનુષ્ય થયો. વિદ્યાધરે તેને કઠોર ઠપકો આપ્યો. કુમારે પોતાનો દોષ સ્વીકારીને અને ખમાવીને પૂછ્યું: આ આશ્ચર્ય શું છે? વિદ્યાધરે કહ્યું. મેં કારણથી આ વૃક્ષોને રાસભી અને માનુષી કુવિઘાથી વાસિત કર્યા છે. પછી કુમારે પૂછ્યું: હમણાં હું શું કરું? તેથી વિદ્યાધર પાંચ દિવસ સુધી અહીં જ રહે એમ કહીને ઉડી ગયો. ત્યાં રહેતા કુમારે બંને વૃક્ષોના ફૂલોને લઇને વસ્ત્રની ગાંઠોમાં જુદા બાંધ્યાં. પછી પાંચમા દિવસે વિદ્યાધર તેને કંચનપુરમાં લઈ ગયો. ફરી પણ તે જ પ્રમાણે વિલાસો કરવા લાગ્યો. કુટ્ટિણીએ તેને જોયો. અતિવિસ્મય પામેલી તે જાનું અને કોણી આદિમાં કપટથી પાટા બાંધીને પુત્રીના (માગધાના) રોકવા છતાં તેની પાસે ગઈ. તે પણ હૃદયમાં અતિશય રોષવાળો હોવા છતાં કુશલતાથી રોષને અંદર દબાવીને ત્યાં કહ્યું. તે માતા! આ શું થયું? તેથી રોતી તેણે કહ્યું: હે વત્સ! તું કેવી રીતે જાણે કે આ બધું જ મને તારા નિમિત્તે થયું છે. કારણ કે તું કામદેવના મંદિરમાં પ્રવેશતો હતો ત્યારે એક વિદ્યાધર પાદુકાઓ લઈને ચાલ્યો. મેં તેને રોકયો. તેથી તેણે મને ઊંચકીને ફેંકી દીધી. હું આ નગરમાં
ક્યાંક પડી. તેથી મારાં જાનુ વગેરે અંગો ભાંગી ગયાં. રાજપુત્રે કહ્યું: હે માતા! પાદુકાઓ જાઓ, પાદુકાઓ મને જરા પણ પીડા કરતી નથી. કારણ કે જીવતા તમારી સાથે મેળાપ થયો. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે તે બાહુમાં પકડીને કુમારને ઘરે લઈ ગઈ. લુબ્ધ મનવાળી તેણે એકવાર કુમારને પૂછ્યું: હે વત્સ! મને કહે કે તું અહીં કેવી રીતે આવ્યો? ફરી પણ આવા વિલાસો કેવી રીતે કરે છે? કુમારે કહ્યું. તે કામદેવની આરાધના કરી. તે મને પ્રત્યક્ષ થયો. તે મને અહીં લઈ આવ્યો અને ઘણું ધન આપ્યું. પછી તેણે પૂછ્યું: હે વત્સ! કામદેવે બીજું
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[બે નોકરોનું દૃષ્ટાંત પણ તને કંઈપણ અપૂર્વ આપ્યું છે? તેથી કુમારે કહ્યું આપ્યું છે. ઉત્સુક થયેલી તેણે પૂછ્યું: હે વત્સ! તે શું છે? તેણે કહ્યું: હે માતા! સુંઘેલા જે ઔષધથી વૃદ્ધ પણ સહસા તરુણ થાય તે ઔષધ તેણે મને આપ્યું છે. ખુશ થયેલી તેણે કહ્યું તે ઔષધ જલદી મને આપ. કુમારે કહ્યું: આ પ્રમાણે કરું છું, અર્થાત્ ઔષધ આપું છું. કારણ કે તારા માટે જ તે ઔષધ હું અહીં લઈ આવ્યો છું. આ પ્રમાણે કહીને, દુકાનમાંથી લાકડી ખરીદીને, લાકડીને હાથમાં રાખીને, તેને તે પુષ્પ સુંઘાડે છે. તેથી તે ગધેડી થઈ ગઈ. (૧૫૦) પછી તેના મુખ ઉપર અતિશય મજબૂત પટ્ટી બાંધીને તેના ઉપર ચડ્યો. પછી લાકડીથી તેને મારતો નગરના મધ્યભાગમાંથી નીકળ્યો. આણે સારું કર્યું, જેથી એને અતિલોભના ફળની સાથે જોડી, આ પ્રમાણે કહીને ખુશ થયેલી મગધા સ્થાનથી ન ચાલી. હલકાકુળમાં જન્મેલા શેષ લોકે કોટવાલની આગળ ફરિયાદ કરી. કોટવાલે નગરની બાજુના સ્થાનમાં કુટ્ટિણીને ચલાવતો જોયો. તેથી તેણે કુમારને હાકલ કરી કે રે રે! અમારા નગરમાં અયોગ્ય કાર્યો કરવાને મળતા નથી, અર્થાત્ અયોગ્ય કાર્યો કરી શકાતા નથી. તેથી કુપિત થયેલા કુમારે પણ કહ્યું: અહીં રાજ્યનો જે બલવાન હોય તેની પાસે જઈને કહો. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે રોષે ભરાયેલો કોટવાલ બાવલ્લ, બરછી અને ભાલાથી કુમારને મારે છે. લાકડીને જમાડવામાં તત્પર તેને કોઈ પણ શસ્ત્ર લાગતું નથી.
પછી કૌતુકથી નગરજનો અને પરિજનોથી યુક્ત રાજા ત્યાં આવ્યો. વરસેનને ઓળખીને, પછી શ્રેષ્ઠ હાથી ઉપરથી ઉતરીને, તેની પાસે જઈને, રાજા હર્ષથી તેને ભેટ્યો. કુમારે રાજાને કહ્યું કે બંધુ! જ્યાં સુધીમાં હું પોતાના હાથોનું શુભ કરું ત્યાં સુધી તું (મને) મૂકી દે. તેથી રાજાએ હસીને કહ્યું: હે વત્સ! આ શું છે? તે મને કહે. તેથી કુમારે સઘળોય પૂર્વ વૃત્તાંત તેને કહ્યો. ગુસ્સે થયેલા તેણે કુટિણીને પણ નગરના મધ્યમાં ખીલામાં બંધાવી. પોતે હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઈને રાજાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કુટ્ટિણીને તેવી સ્થિતિમાં રહેલી જોઇને નગરલોક આ પ્રમાણે બોલે છે-અતિ લોભ ન કરવો જોઈએ, તેમ લોભનો સર્વથા ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે અતિલોભથી પરાભવ પામેલી કુટ્ટિણી ગધેડી થઈ.” પછી રાજાના આગ્રહથી બીજાં પુષ્પો સુંઘાવીને મનુષ્યસ્ત્રી કરીને પાદુકાઓ લઈને તેને છોડી દીધી. પછી યુવરાજ બનેલો વરસેન ઘણા ભોગોને ભોગવે છે. માતા-પિતાને લઈ આવીને, “તારી કૃપાથી આ રાજ્ય છે” ઇત્યાદિ કહીને તેમણે સાવકી માતાને સ્થિર કરી.
અમરસેન-વરસેનને ધર્મની પ્રાપ્તિ. હવે એક્વાર ગવાક્ષમાં બેઠેલા તે બંનેએ જેમણે યુગપ્રમાણ દષ્ટિ રાખી છે તેવા, ૧. બાવલ્લ શસ્ત્રવિશેષ છે. ૨. આ નિયમ નીતિશાસ્ત્રની અપેક્ષાએ છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૭ જેમનું સંપૂર્ણ શરીર તપરૂપી લક્ષ્મીથી આલિંગન કરાયું છે તેવા, ભિક્ષાચર્યા માટે રાજમાર્ગમાં ચાલતા બે મુનિઓને જોયા. આવાઓને અમોએ પૂર્વે ક્યાંય પણ અવશ્ય જોયા છે ઇત્યાદિ વિચારતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભક્તિસમૂહને આધીન બનેલા હૃદયવાળા તે બંને સ્થાને ગયેલા તે બે સાધુઓને સમૃદ્ધિથી વંદન કરવા માટે ગયા. ત્યાં રાજા વડે પૂછાયેલા એક સાધુએ અતિશય શુદ્ધ અવધિજ્ઞાનથી સંપૂર્ણ પૂર્વભવ કહ્યો. સાધુએ વળી બીજું કહ્યું: હે રાજન્! તે જ સાધુદાનરૂપ વૃક્ષના પુષ્પની જેમ તેં રાજ્ય પ્રાપ્ત કર્યું છે. ફળ હવે પછી પામીશ. વરસેન પણ મોટી પાંચ કોડિઓથી જે જિનેન્દ્રપૂજા કરી તેથી પાંચસો રત્નો વગેરે પામ્યો, તથા રૂપ વગેરે ઘણા ગુણગણથી પૂર્ણ આ ભોગોને પામ્યો. તમે ક્રોડો કલ્યાણોથી યુક્ત મોટું ફળ હજી પણ પામશો. તે મોટું ફળ કયું? એમ પૂછ્યું એટલે મુનિએ કહ્યું: હવેથી પાંચ ભવોમાં દેવલોક-મનુષ્યલોકના ઘણા ભોગોને ભોગવીને છટ્ઠા ભવમાં ઘણા રાજ્યોને ભોગવીને અને ઘણો તપ કરીને મોક્ષસુખોને પામશો. આ પ્રમાણે દાનફલને સાંભળીને ઘણા લોકોએ તેનો સ્વીકાર કર્યો. રાજાએ અને યુવરાજે પણ વિશેષથી જિનધર્મને સાંભળીને વિધિપૂર્વક શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. પછી જિનવચનના પરમાર્થથી ભાવિત થયેલા તે બંને મુનિઓને વંદન કરીને ઘરે ગયા. (૧૯૭૫) દરેક ગામમાં અને દરેક નગરમાં મોટી દાનશાળાઓ કરાવે છે. તે દાનશાળાઓમાં દીન અને અનાથ વગેરેને નિત્ય દાન આપવામાં આવે છે. તથા બધા સ્થળે જિનમંદિરો કરાવે છે. તે મંદિરોમાં રથયાત્રા વગેરે ધામધૂમથી યુક્ત પૂજાઓ પ્રવર્તાવે છે. સાધુસમૂહની પૂજા કરે છે. પર્વ દિવસોમાં પૌષધ વગેરે કરે છે. અન્યલોકને પણ જિનધર્મમાં પ્રવર્તાવે છે. આ પ્રમાણે વિધિપૂર્વક ગૃહસ્થધર્મને પાળીને, અનેક પ્રકારનું દાન વિશેષથી આપીને, અંતે દીક્ષાને પાળીને, પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થઇને, પૂર્વે કહેલા ક્રમની પરંપરાથી પૂર્વમહાવિદેહમાં કર્માંશોને (=સત્તામાં રહેલા કર્મોને) ખપાવીને બંને જણા સિદ્ધ થયા. [૫૨]
આ પ્રમાણે અમરસેન-વરસેન કુમારનું ચિરત્ર પૂર્ણ થયું.
હવે જેમને અપાતું દાન વિશેષથી બહુ ફળવાળું થાય તેમને વિશેષથી બતાવતા ગ્રંથકાર કહે છે
पहसंतगिलाणेसुं, आगमगाहीसु तहय कयलोए ।
उत्तरपारणगंमि य, दिन्नं सुबहुप्फलं होइ ॥ ५३ ॥
માર્ગમાં થાકેલા, ગ્લાન, આગમગ્રાહી અને લોચ કરાવેલ સાધુને તથા ઉત્તર પારણામાં આપેલું દાન સુંદર બહુ ફળવાળું થાય છે.
વિશેષાર્થ– માર્ગમાં થાકેલા વગેરે સાધુઓ આદિને ઉદ્ગમાદિદોષથી વિશુદ્ધ અને
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮-ઉપખંભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કોને આપવાથી વધારે લાભ વિધિપૂર્વક આપેલું અશનાદિનું દાન સુંદર ( પુણ્યાનુબંધી પુણ્યરૂ૫) બહુ ફળવાળું થાય છે. માર્ગમાં થાકેલો (સાધુ) ફરવા વગેરે માટે અસમર્થ થાય છે. આથી તેને આપવામાં અનુકંપા= ભક્તિ વગેરે થાય છે, તથા માસકલ્પ વગેરે વિહારમાં સ્થિરકરણ વગેરે ગુણો સંભવે છે. (જો સાધુને વિહારમાં આહાર વગેરે ન મળે તો વિહાર ન કરે અને એથી માસકલ્પ વગેરે મર્યાદા ન સચવાય. તેથી આહાર આપનાર સાધુને માસકલ્પ વગેરે પ્રકારના વિહારમાં સ્થિર કરવામાં નિમિત્ત બને છે.) ગ્લાનને દાન આપવામાં, ગ્લાનના આર્તધ્યાનને દૂર કરવું વગેરે ગુણો થાય છે. આગમગ્રાહી સાધુઓને અનુકૂળ ભોજન વગેરે ન મળે તો ક્ષયનો રોગ વગેરે દોષો ઉત્પન્ન થાય. એથી આગમગ્રાહીઓને આપવામાં તે જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ વગેરે ગુણો થાય છે. લોચ કરેલા સાધુને આપવામાં સ્થિરીકરણ વગેરે ગુણો થાય છે. ઉત્તરપારણામાં આહારાદિ આપવાથી (હવે પછી થનારા તપમાં) સહાયતા વગેરે ગુણો થાય. [૫૩]
હવે દાતાઓમાં ઉત્સાહ ઉત્પન્ન કરે તેવા જ સૂત્રને કહે છે– बझेण अणिच्चेण य, धणेण जइ होइ पत्तनिहिएणं । निच्चंतरंगरूवो, धम्मो ता किं न पजत्तं? ॥ ५४॥
સુપાત્રમાં આપેલા બાહ્ય અને અનિત્ય ધનથી જો નિત્ય અને અંતરંગ સ્વરૂપ ધર્મ થાય તો શું પૂર્ણ ન થયું? અર્થાત્ બધું જ પૂર્ણ થયું.
વિશેષાર્થ- ધન બાહ્ય છે, કારણ કે ચોરો વગેરે તેને લઈ શકે છે. ધન અનિત્ય છે, કારણ કે તેનો અવશ્ય વિયોગ થાય છે. ધર્મ નિત્ય છે, કારણ કે મોક્ષ સુધી રહે છે, ધર્મ અંતરંગ છે, કારણ કે ચોરો વગેરે તેને લઈ શકતા નથી. અહીં ધર્મ એટલે સર્વજ્ઞોએ જોયેલો ધર્મ સમજવો. [૫૪].
દાન આપનારાઓને થતા ગુણો(=લાભો) કહ્યા. હવે દાન નહિ આપનારાઓને થતા દોષને કહે છે
दारिदं दोहग्गं, दासत्तं दीणया सरोगत्तं । परपरिभवसहणं, चिय अदिन्नदाणाणऽवत्थाओ ॥ ५५॥
દાન નહિ આપનારાઓની દરિદ્રતા, દર્ભાગ્ય, દાસપણું, દીનતા, રોગ, પરના પરિભવનું સહન આવી અવસ્થાઓ થાય છે. [૫૫]
વળીववसायफलं विहवो, विहवस्स फलं सुपत्तविणिओगो । तदभावे ववसाओ, विहवोऽविय दुग्गइनिमित्तं ॥ ५६॥
Page #194
--------------------------------------------------------------------------
________________
ઉપખંભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દાન ન કરવાથી થતાં દોષો-૧૭૯ વ્યવસાયનું ફળ વૈભવ છે. વૈભવનું ફળ સુપાત્રમાં દાન છે. સુપાત્રદાનના અભાવમાં વ્યવસાય અને વૈભવ દુર્ગતિનું કારણ છે. [૫૬]
વળી બીજું– पायं अदिन्नपुव्वं, दाणं, सुरतिरियनारयभवेसु । मणुयत्तेऽवि न दिजा, जइ तं तो तंपि नणु विहलं ॥५७॥
દેવ, તિર્યંચ અને નારકના ભાવોમાં પૂર્વે પ્રાયઃ દાન આપ્યું નથી. હવે જો મનુષ્યભવમાં પણ દાન ન આપે તો મનુષ્યભવ પણ નિષ્ફલ થાય.
વિશેષાર્થ- અભ્યાહત વગેરે દોષોનો સંભવ હોવાથી દેવોનું દાન સાધુઓને કહ્યું જ નહિ. તિર્યંચોને તેવા પ્રકારની બુદ્ધિ વગેરે દાનસામગ્રી જ ન સંભવે. નારકોને તો સાધુ વગેરેના દર્શન જ ન થાય. આથી આ ત્રણ ભવોમાં દાન ક્યાંથી હોય? તિર્યંચોને વૈતરણીવાનર વગેરેની જેમ અને દેવોને ત્યાં જ કહેવાતી યુક્તિઓથી ક્યાંક ક્યારેક કેટલુંક દાન હોઇ શકે, તેથી અહીં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
આ પ્રમાણે ત્રણ ભવોમાં પ્રાયઃ દાન થઈ શકતું ન હોવાથી દાન માટે મનુષ્યભવ જ બાકી રહે છે. દાનની પૂર્ણ સામગ્રી મનુષ્યભવમાં જ હોય છે. જો મનુષ્યભવમાં પણ કૃપણતા આદિ અશુભભાવોનું આલંબન લઈને કોઈ દાન ન કરે તો મળેલો પણ અતિદુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જ ગયો. [૫૭]
તથાउन्नयविहवोऽवि कुलुग्गओऽवि .समलंकिओवि रूवीऽवि । पुरुसो न सोहइ च्चिय, दाणेण विणा गइंदोव्व ॥ ५८॥
જેવી રીતે ગજંદ્ર દાન વિના શોભતો નથી તેવી રીતે ઘણા વૈભવવાળો, સુકુલમાં ઉત્પન્ન થયેલો, અલંકારો વગેરેથી સારી રીતે વિભૂષિત, અને રૂપાળો પણ પુરુષ ધન આદિના દાન વિના શોભતો જ નથી.
વિશેષાર્થ– ગજેંદ્રના પક્ષમાં દાન એટલે મદ. [૫૮]
દાન નહિ આપનારાઓને થતા દોષોને બતાવનારા દૃષ્ટાંતને બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
लद्धोऽवि गरुयविहवो, सुपत्तखित्तेसु जेहिं न निहित्तो । ते महुराउरिवणिउव्व भायणं हुंति सोअस्स ॥ ५९॥
જેઓ ઘણો વૈભવ મળવા છતાં વૈભવને સુપાત્રરૂપ ક્ષેત્રમાં આપતા નથી, તેઓ મથુરાપુરીના વણિકની જેમ શોકના ભાજન થાય છે. ઉ. ૧૩ ભા.૧
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦-ઉપખંભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનસારની કથા
વિશેષાર્થ– ગાથાનો અક્ષરાર્થ પ્રગટ જ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે કથાનક આ છે–
કૃપણ ધનસારની કથા
ભરતક્ષેત્રમાં મથુરા નામની નગરી છે. તેની ચારે બાજુ મેરુપર્વતની મેખલાની જેમ ઇન્દ્રે અલગ અલગ રચના કરી. ત્યાં ધનસાર નામનો શેઠ છે. તેનું ૨૨ ક્રોડ ધન સદા ભૂમિમાં દાટેલું રહે છે. ૨૨ ક્રોડ ધન પ્રગટ રહે છે, તેનાથી તે નગરમાં વ્યવહાર (=વેપાર) કરે છે. ૨૨ ક્રોડ ધન અન્યદેશમાં રહેલું છે. આ પ્રમાણે તે ૬૬ ક્રોડ ધનનો માલિક છે. તો પણ તલના ફોતરા જેટલું પણ તેનું ધન ધર્મમાં વપરાતું નથી. ભીખ માગનારો તેના ઘરના બારણામાં પણ જોવામાં આવે તો તે અગ્નિની જેમ બળે છે. જો તેની પાસે કોઇ ધન માગે તો તેને સાત દરવાજાથી તાવ આવે. બીજાને પણ ધનનો ધર્મમાં ઉપયોગ કરતો જોઇને તેના હૃદયમાં દાહ અને શરીરમાં ધ્રુજારી થવા માંડે છે. યાચક લોકને જોઇને પણ વિચારે છે કે શું હમણાં પલાયન થઇ જાઉં? અથવા મારી પાસે નથી એમ કહું? અથવા આને પણ મારું? જાણે કે કોઇએ તેને અતિસંકટમાં નાખ્યો હોય, અથવા મૂર્છિત થઇ ગયો હોય તેમ સહસા દાંતરૂપી ગાડાને બાંધીને કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ રહે છે. વધારે કહેવાથી શું? ઘરમાંથી તેના નીકળી ગયા બાદ નોકરોને પણ મૂલ્ય વગેરે અપાય છે, અને ઘરના માણસો ભોજન ઘરમાંથી તેના ગયા પછી કરે છે. નગરીમાં પણ કૃપણશબ્દ બધા સ્થળે કોઇપણ રીતે તે રીતે ફેલાયો કે જેથી ભૂખ્યો થયેલો લોક પણ પ્રાયઃ તેનું નામ પણ લેતો નથી. આ પ્રમાણે શેષ પુરુષાર્થોને છોડીને કેવલ અર્થ પુરુષાર્થમાં ઉપયોગવાળા તેના ઘણા દિવસો ત્યાં પસાર થયા.
ધનસારના સઘળા ધનનો નાશ
હવે એકવાર પોતાના હાથે દાટેલા નિધાનને ખોદે છે તો ત્યાં સહસા કેવળ અંગારાઓને જુએ છે. તેથી ભય પામેલો તે ત્યાં બીજા બીજા નિધાનને જુએ છે તો કોઇપણ રીતે અંગારા, સર્પ, વીંછી અને મકોડા વગેરે જુએ છે. આથી તેના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તેટલામાં સહસા કોઇએ કહ્યું કે સમુદ્રમાં તારા વહાણો ડૂબી ગયા છે. વળી બીજાએ કહ્યું કે સ્થળમાર્ગે ગયેલા તારાં કરિયાણાં ચોરોએ લઇ લીધા છે અને વણિકપુત્રો ખાઇ ગયા છે. આ પ્રમાણે જલસંબધી અને સ્થળસંબંધી દ્રવ્ય જરા પણ તેના હાથમાં ન આવ્યું. પાસે રહેલું પણ દ્રવ્ય તૂટ્યું, અર્થાત્ વેપારમાં ખોટ ગઇ અને કેટલુંક ધન લોકો ખાઇ ગયા. તેથી તે કરુણ ધ્યાન કરે છે, સર્વ દિશાઓને શૂન્ય જુએ છે. કૃત્ય-અકૃત્યમાં મૂઢ બનેલો તે નગરીમાં ભમે છે. હવે એક દિવસ તેણે વિચાર્યું: હજી પણ હું પ્રાણ વગરનો થયો નથી. અને ઘરમાં હજી
૧. નંફ પ્રયોગ ના(જ્ઞા) ધાતુનો કર્મણિપ્રયોગ છે. “જણાય છે'' એવો શબ્દાર્થ થાય.
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉપખંભદાન દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનસારની કથા-૧૮૧ પણ કંઈક ભંડોળ પ્રાપ્ત થાય છે. તેથી સમુદ્રમાં (=સમુદ્ર માર્ગે બીજા દેશમાં) જાઉં. જો ત્યાં ધન ઉપાર્જન કરાય તો સારું છે, અને જો ન ઉપાર્જન કરાય તો દેશાંતર ગમન થાય. કારણ કે પહેલાં પણ મેં અહીં “મહાકૃપણ” શબ્દ પ્રાપ્ત કર્યો છે, અને હમણાં વૈભવથી રહિત બનેલો હું કેવળ હાસ્યને પાત્ર જ થઇશ. ઇત્યાદિ વિચારીને દશલાખનું કરિયાણું લઈને વહાણમાં ચડીને સમુદ્રમાં પ્રવેશ કર્યો. ઘણો દૂર ગયો ત્યારે સહસા અતિશય ઘણા પવનની લહરીઓ પ્રગટ થઈ. વાદળોએ આકાશને ઘેરી લીધું. ભયંકર વીજળીઓ ચમકી. એક-બીજાની ઇર્ષ્યાથી મેઘ અને સમુદ્ર એ બંને ય ગાજે છે. વહાણમાં રહેલા લોકોનું ચિત્ત વહાણની સાથે અતિશય ડોલે છે. તેથી શેઠ વગેરે લોક રક્ષા કર, રક્ષા કર, રક્ષા કર, એમ બોલવા લાગ્યા. નિર્ધામક વિહૂલ બની ગયો. આવી સ્થિતિમાં વહાણના ટુકડે ટુકડે થઈ ગયા. શેઠ એક પાટિયાને વળગ્યો. સમુદ્ર તરંગોથી તેને એક અટવીના કિનારે નાખ્યો. (૨૫) પછી ઉદ્વિગ્ન બનેલા તેણે વિચાર્યું. જો, અધર્મી મેં લાખો પ્રયત્નોથી ધનનું રક્ષણ કર્યું. હમણાં તે ધન કયાં છે? સુપાત્રોમાં ધન ન આપ્યું, સ્વયં ન ભોગવ્યું, પરકાર્યોમાં ઉપયોગ ન કર્યો, તે જ હમણાં મને પીડે છે. ધનની દાન, ભોગ અને નાશ એમ ત્રણ ગતિ કહેવાય છે. જો, પ્રથમના બેથી રહિત મારા ધનનો નાશ જ થયો. ભાગ્ય આટલાથી સંતુષ્ટ ન થયું, જેથી કુટુંબનો વિરહ પણ કર્યો.
ધનસારે દાન કરવાનો નિયમ લીધો. ઇત્યાદિ મહાશોકમાં પડેલા તેણે ત્યાં એક મુનિવરને જોયા. આ મુનિવરને તે જ વખતે નિર્મલ ઉત્તમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આમ્રવૃક્ષની નીચે બિરાજમાન તે મુનિવરની દેવી સેવા કરી રહ્યા હતા. દેવોએ રચેલા શ્રેષ્ઠ સુવર્ણ કમલ ઉપર મુનિવર બિરાજમાન થયા ત્યારે ખુશ થયેલો આ શેઠ ભક્તિથી નમીને ત્યાં બેઠો. ત્યાં ધર્મ સાંભળીને અવસર મેળવીને શેઠે કેવલીને પૂછ્યું: હે ભગવંત! હું કૃપણ કેમ થયો? મારું ધન નાશ કેમ પામ્યું? તેથી કેવલીએ કહ્યુંઃ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ઘણી ઋદ્ધિવાળા અને ઘરના માલિક થયેલા બે ભાઈઓ હતા. પિતાના મૃત્યુ બાદ મોટો ભાઈ ઘરનો સ્વામી થયો. તે ઉદાર, સરળ અને ગંભીર હતો. બીજો ક્ષુદ્ર હતો. મોટોભાઈ દીન આદિને સતત દાન આપે છે, તેથી નાનો ભાઈ ચિત્તમાં અત્યંત દ્વેષ ધારણ કરે છે. સતત દાન આપતા મોટાને રોકે છે. તો પણ મોટો દાનથી અટકતો નથી. તેથી તે જ પ્રમાણે દ્વેષી બનેલો નાનો ભાઈ જુદો થઈ ગયો. દાન આપવા છતાં મોટા ભાઇની
૧. મંડો7 = ઘરમાં રહેલા વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો. ૨. “તે જ” એટલે સુપાત્રોમાં ધન ન આપ્યું વગેરે. ૩. રૂપ “જોવું' એ અર્થવાળા ટુરૂ ધાતુનું આજ્ઞાર્થ બીજાપુરુષનું એકવચન છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનસારની કથા ઋદ્ધિ સ્વપુણ્યથી વધે છે. બીજો દાન ન આપતો હોવા છતાં દરરોજ ઋદ્ધિથી મૂકાય છે. તેથી ઈર્ષ્યાથી ઘેરાયેલા નાના ભાઈએ રાજાને ખોટી ચાડી-ચુગલી કરીને મોટા ભાઇનું બધું ધન ખેંચાવી લીધું. મોટાભાઈ તે જ વૈરાગ્યથી સાધુઓની પાસે દીક્ષા લઈને સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયા. લોકોથી નિંદાતો નાનો ભાઈ પણ અનેક પ્રકારે અજ્ઞાન તપ કરીને મરીને અસુરદેવોમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને અહીં આ તું થયો છે. મોટો ભાઈ સૌધર્મ દેવલોકથી ચ્યવીને તામ્રલિપી નગરીમાં શ્રીમંત વણિકનો પુત્ર થયો. હમણાં તે જિનદર્શનમાં ચારિત્રનો સ્વીકાર કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિચરે છે, અને તે હું જ છું. ત્યારે દાન ઉપર દ્વેષ ધારણ કરતાં તે જે અંતરાયકર્મ ઉપાર્જન કર્યું તેના વિપાકથી કૃપણતા થઈ. તથા તારા વડે ચાડી-ચુગલીથી મોટા ભાઇની ઋદ્ધિ જે ગ્રહણ કરાવાઈ તેના વિપાકથી હમણાં એકસાથે તારું ધન નાશ પામ્યું. તે સાંભળીને સંવેગ પામેલા તેણે ગદ્ગદ્ વાણીથી કેવલીને કહ્યું: ભગવંત! જો એમ છે તો આજથી મારે આ નિયમ છે કે, જે ધન ઉપાર્જન કરીશ, તેનો ચોથો ભાગ રાખીને બાકીનું બધું ય ધન જીવનપર્યત ધર્મકાર્યમાં આપીશ. વળી બીજું, અનાભોગ વગેરેને છોડીને જાણતાં મારે જીવનપર્યંત કોઇપણ રીતે બીજાનો દોષ ગ્રહણ ન કરવો. બીજો પણ સમ્યકત્વમૂલ શ્રાવકધર્મ તેણે સ્વીકાર્યો. કેવલીની પાસે જન્માંતરના અપરાધની અતિશય ક્ષમાપના કરી. પછી કેવલીએ બીજે વિહાર કર્યો.
ધનસારને ગયેલા ધનની ફરી પ્રાપ્તિ. શેઠ પણ તે સ્થાનથી પરિભ્રમણ કરતો તામ્રલિપી નગરીમાં આવ્યો. ત્યાં વેપાર કરે છે. સુશ્રાવકપણામાં ઉદ્યમવાળો તે જે ધન મેળવે છે તેના ત્રણ ભાગથી અધિક ધન ધર્મમાં આપે છે. (૫૦) અષ્ટમી આદિ પર્વ દિવસોમાં શૂન્યઘર આદિમાં પ્રતિમા (=અનુષ્ઠાન વિશેષ) કરે છે. જિનપૂજા આદિમાં તત્પર તેણે ત્યાં કેટલાક દિવસો પસાર કર્યા. હવે એકવાર કોઈક મોટું ઘર વ્યંતરના દોષથી વસતિથી રહિત થઈ ગયું. તે શેઠ ત્યાં કોઈપણ રીતે પ્રતિમા ધારણ કરીને રહે છે. ગુસ્સે થયેલો તે દેવ શેઠને સર્પના રૂપથી ડેસે છે. ભયજનક ઘણા રૂપોથી વારંવાર બીવડાવે છે. શરીરમાં ઘણી તીવ્ર વેદનાઓ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સૂર્યોદય સુધી તેણે ઉપસર્ગો કર્યા. હજી પણ તેના નહિ ભેદાયેલી કાંતિવાળા અને ઉપશમરૂપ તેજથી શોભેલા મુખને અને મેરુપર્વત સમાન મનને જોઈને દેવે કહ્યું: હે મહાયશસ્વી! ગૃહસ્થ હોવા છતાં જેને આ પ્રમાણે અંદર અને બહાર વિકાર નથી તે તું ધન્ય છે. પુણ્યશાલી એવા તારી માતા પણ ધન્ય છે. તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. વરદાન માગ. આ પ્રમાણે દેવ વારંવાર કહેતો હોવા છતાં તે ઉત્તર આપતો નથી. તેથી દેવે કહ્યું: હે મહાનુભાવ! જો કે તું નિઃસ્પૃહ છે. તો પણ મારા વચનથી મથુરાનગરીમાં જા. ત્યાં પૂર્વે જેટલું તારું
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉપખંભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનસારની કથા-૧૮૩ દ્રવ્ય હતું તેટલું જ ફરી પણ પોતાના સુચરિત્રથી થશે. આ પ્રમાણે કહીને તથા ખમાવીને દેવ અદશ્ય થઈ ગયો. પ્રતિમાને પારીને શેઠે પણ આ વિચાર્યું. મારે તે ધનથી શું? અથવા ધન પણ થાઓ. જેથી હું સ્વદ્રવ્યને મેળવીને પોતાના “કૃપણ' એવા કલંકને ધોઈ નાખું. ઇત્યાદિ વિચારીને મથુરાનગરીમાં પોતાના ઘરે આવ્યો. નિધાનોને જુએ છે, તો સઘળાં નિધાનોને જેવાં હતાં તેવાં જુએ છે. દેશાંતરમાં ગયેલું બીજું દ્રવ્ય સઘળું જુએ છે. જે દ્રવ્યને લોકો ખાઈ ગયા હતા તેને પણ આ શેઠ ક્લેશ વિના મેળવે છે. વિશેષ કહેવાથી શું? છાસઠ ક્રોડ ધન મળ્યું. અતિ શુભભાવથી કરેલાં પુણ્યો તત્કાલ પણ ફળે છે. પછી તેણે ત્યાં ઊંચું અને પરમ રમણીય જિનમંદિર કરાવ્યું. તથા જીર્ણોદ્ધારમાં અનેક પ્રકારનાં દાન ત્યાં સુધી આપ્યાં કે કંઈક દ્રવ્ય બાકી રાખીને બીજાનો ત્યાગ કર્યો. ધર્મ અને કીર્તિ મેળવીને, ઘરમાં પુત્રને સ્થાપીને અંતે એક માસ સુધી ભક્તનું પ્રત્યાખ્યાન કરીને સૌધર્મદેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી વેલો તે મહાવિદેહમાં સુકુલરૂપ સંપત્તિને પ્રાપ્ત કરીને અને તપ કરીને મોક્ષના સુખોને પામશે. આ કથાનક “સમુદ્રના કાંઠે શોકાવસ્થાને પામ્યો” ત્યાં સુધી જ પ્રસ્તુતમાં ઉપયોગી છે. બાકીનું કથાનક તો પ્રસંગથી કહ્યું છે. [૫૯].
- ધનસાર શેઠનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે નિર્મલ ચિત્તવાળા શ્રેષ્ઠ મુનિઓ વડે લાખો યુક્તિઓથી નિશ્ચિત કરાયેલું દાન જ આપવા યોગ્ય છે. પવનથી હાલતી ધજાના જેવા વિલાસવાળી લક્ષ્મીનું દાન સિવાય બીજું ફળ જોતાં ક્યાંય પણ જોવામાં આવતું નથી. (૧) શ્રદ્ધા વિના કરેલું દાન પણ સમતા, નીતિ, ગુણો, સૌભાગ્ય અને કુલીનતા વગેરેને ઉત્પન્ન કરે છે. કષ્ટ વિના સઘળાય દેવોને વશ કરે છે. તે લોકો! અહીં દાન કોની સમાન છે તે કહો! આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલા વિવરણમાં ત્રીજું ઉપષ્ટભદાન
દ્વાર પૂર્ણ થયું. તે પૂર્ણ થતાં ત્રણ પ્રકારના દાનધર્મનું સમર્થન કરાયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ઉપષ્ટભદાન દ્વારનો રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. અબ્દુ એટલે શ્રદ્ધા વિના કરેલું.
Page #199
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
શીલધર્મ
હવે ક્રમથી આવેલો શીલધર્મ કહેવાય છે. “સ્વભાવ, બ્રહ્મચર્ય, સર્વજીવોમાં દયા, અનુગ્રહ, દાન- આને વિદ્વાનો શીલ કહે છે.” આ વચનથી શીલ જો કે અનેક પ્રકારનું છે. તો પણ અહીં પ્રાયઃ લોકરૂઢિનો આશ્રય લઇને બ્રહ્મચર્ય સ્વરૂપ શીલને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વદ્વારની સાથે સંબંધવાળી ગાથાને કહે છે–
૧૮૪-શીલધર્મ]
इय एक्कं चिय दाणं, भणियं नीसेसगुणगणनिहाणं । जइ पुण सीलंपि हविज्ज तत्थ ता मुद्दियं भुवणं ॥ ६० ॥
આ પ્રમાણે એકલું પણ દાન સઘળા ગુણસમૂહનું નિધાન કહ્યું છે. પણ જો દાન આપનારમાં શીલ પણ હોય તો ગુણકથાને આશ્રયીને જગત ભરાઇ ગયું, અર્થાત્ જગતમાં આનાથી અધિક કોઇ ગુણકથા નથી.
[શીલનો અર્થ
વિશેષાર્થ– આ પ્રમાણે એટલે હમણાં જ દાનધર્મના વર્ણનમાં કહ્યું તે પ્રમાણે. શીલ એટલે સંપૂર્ણપણે પરસ્ત્રી આદિનો ત્યાગ, અથવા સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન. ગુણનિધાન પણ દાન-શીલથી અતિશય શોભે છે. આથી દાન પછી શીલ કહેવાય છે. આ પ્રમાણે દાનદ્વાર પછી શીલદ્વારનો સંબંધ કહ્યો એમ જાણવું. [૬૦]
શીલનું આવું માહાત્મ્ય શાથી છે એ કહે છે–
जं देवाणवि पुज्जो, भिक्खानिरतोवि सीलसंपन्नो । पुहइवईवि कुसीलो, परिहरणिज्जो बुहयणस्स ॥ ६१ ॥
કારણ કે ભિક્ષામાં તત્પર પણ, અર્થાત્ ભિક્ષા માગનાર પણ જો શીલસંપન્ન હોય તો દેવોને પણ પૂજ્ય છે, અને રાજા પણ જો કુશીલ હોય તો બુધજનને ત્યાગ કરવા યોગ્ય છે. [૬૧]
શીલવાળાનું મરણ પણ વખણાય છે અને શીલરહિતનું જીવન પણ નિંદાય છે એમ બતાવે છે–
कस्स न सलाहणिज्जं, मरणंपि विसुद्धसीलरयणस्स ? ।
જમ્સ વન ગરખિન્ના, વિયતિયસીના નિયંતાવિ? ॥ ૬॥
વિશુદ્ધ શીલરત્નવાળાનું મરણ પણ કોને પ્રશંસા કરવા યોગ્ય નથી? અર્થાત્ બધાને પ્રશંસા કરવા યોગ્ય છે. શીલરહિત જીવો જીવતા હોય તો પણ કોને ગર્હ કરવા યોગ્ય નથી? અર્થાત્ બધાને ગર્હ કરવા યોગ્ય છે. [૬૨]
Page #200
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [શીલનું માહાસ્ય-૧૮૫ શીલ સહેલાઇથી ધારણ કરી શકાય છે. તેથી આ પ્રમાણે શીલના માહાભ્યનું વર્ણન શા માટે કરવામાં આવે છે એવી આશંકા ન કરવી. કારણ કે
जे सयलपुहइभारं, वहति विसहंति पहरणुप्पीलं । नणु सीलभरुव्वहणे, तेऽविहु सीयंति कसरुव्व ॥ ६३॥
જેઓ સઘળી પૃથ્વીના ભારને ધારણ કરે છે અને શસ્ત્રસમૂહને સહન કરે છે, તેઓ પણ શીલના ભારને વહન કરવામાં કોમળ બળદની જેમ થાકી જાય છે.
વિશેષાર્થ– આ વિષે રામ અને રાવણ વગેરેનાં દૃષ્ટાંતો વિચારવાં. [૬૩] હવે દૃષ્ટાંતને બતાવતા ગ્રંથકાર શીલરક્ષણના ઉપદેશને કહે છેरइरिद्धिबुद्धिगुणसुंदरीण, तह सीलरक्खणपयत्तं ।। सोऊण विम्हयकरं, को मइलइ सीलवररयणं? ॥ ६४॥
રતિસુંદરી, ઋદ્ધિસુંદરી, બુદ્ધિસુંદરી અને ગુણસુંદરીના શીલરક્ષણના આશ્ચર્યને કરનારા તેવા પ્રકારના પ્રયત્નને સાંભળીને શીલરૂપ શ્રેષ્ઠરત્નને કોણ મલિન કરે?
વિશેષાર્થ– શ્રેષ્ઠરત્નની જેમ શીલ પરમ શોભાનું કારણ હોવાથી અહીં શીલને શ્રેષ્ઠરત્નની ઉપમા આપી છે. રતિસુંદરી વગેરે કોણ છે? એમનો શીલરક્ષણનો પ્રયત્ન કેવો છે? એ પ્રશ્નનો ઉત્તર કહેવાય છે–
ચાર સુંદરીઓની કથા સાકેત નામનું નગર છે. ત્યાં રાજાના 'કરથી તરુણીઓના દૃઢ સ્તનરૂપ પીઠને છોડીને અન્ય દબાવાતો ન હતો. ત્યાં ઇદ્રના જેવો દાનરૂપ પાણીથી હર્ષ કરનારો જિતશત્રુ નામનો રાજા છે. તેની રતિના જેવી રૂપાળી રતિસુંદરી નામની પુત્રી છે. ત્યાં જ ઋદ્ધિસુંદરી નામની શ્રેષ્ઠિપુત્રી રહે છે. ત્યાં જ મંત્રીની બુદ્ધિસુંદરી નામની ઉત્તમ પુત્રી છે. ત્યાં બીજી ગુણસુંદરી નામની પુરોહિતની પુત્રી રહે છે. ચારેય અનુપમ રૂપવાળી અને સુશ્રાવિકાઓ છે. પછી નંદનપુરનો રાજા માગણી કરીને રાજપુત્રીને પરણ્યો. તેના સૌભાગ્ય આદિની વાત દશ દિશાઓમાં ફેલાણી. તે સાંભળીને અનુરાગથી મૂઢ હૃદયવાળા હસ્તિનાપુરના રાજાએ દૂતના મુખદ્વારા રતિસુંદરીના પતિ પાસે રતિસુંદરીની માગણી કરાવી. રતિસુંદરીના પતિએ કહ્યું- હે લોકો! જુઓ, બીજાઓને જે વિચારવું પણ યોગ્ય ૧. આ શ્લોક ચર્થક છે. એક અર્થમાં કર એટલે હાથ. બીજા અર્થમાં કર એટલે રાજ્યનો કર. પીઢ ધાતુનો
એક અર્થમાં પીડવું એટલે દબાવવું. બીજા અર્થમાં પીડવું એટલે દુઃખી કરવું, અર્થાત્ રાજાના રાજયકરથી કોઈ દુઃખી થતો ન હતો.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬-શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચાર સુંદરીઓની કથા
નથી તેને રાજાઓ કેવી રીતે બોલે? બીજો પણ જીવતાં જાતે જ પોતાની પણ સ્ત્રીને ન જ આપે. ઇત્યાદિ કદર્થના કરીને દૂતને કાઢી મૂક્યો. તેથી ગુસ્સે થયેલો હસ્તિનાપુરનો સ્વામી સૈન્ય અને વાહનોથી સહિત આવ્યો. બંનેયના ગુસ્સે થયેલા સૈન્યોનું યુદ્ધ થયું. તે યુદ્ધ કેવું છે? તે હવે કહેવાય છે– યુદ્ધના વાજિંત્રોથી ભયંકર અવાજ પ્રગટ્યો છે. અવાજથી ત્રાસેલા ઘણા કાય૨ પુરુષો નાસી ગયા. વેગથી ચાલેલા ભયંકર સુભટોથી સાંકડું છે. કડકડ અવાજ કરતા સેંકડો ધનુષો જેમાં ખેંચાયા છે. ગજેંદ્રના ગર્જા૨વથી ભયંકર છે. લાખો શત્રુઓને પીસી નાખવામાં આવે છે. ભમતા રથોથી વિકરાલ છે. ક્રોડો અશ્વોથી સાંકડું છે. ક્ષણમાં તે કેવું થયું? જેમાં ચક્રનો અંતરાલ ભાગ યુદ્ધમાં તલ્લીન બન્યો છે તેવું, ઉન્મત્ત હાથીઓ જેમાં ભેદાઇ ગયા છે તેવું, લોહીના સમૂહથી થયેલ કાદવથી પ્રચંડ, `પડતા મસ્તકોનો સમૂહ જેમાં છે તેવું, શિયાલ અને ગીધપક્ષીઓ જેમાં લોલુપ બન્યા છે તેવું, જેમાં ઘણા ઘડ નૃત્ય કરી રહ્યા છે તેવું, જેમાં સૈનિકો ઓછા થઇ ગયા તેવું, જેમાંથી દેવો અને દાનવો પલાયન થઇ રહ્યા છે તેવું, યુદ્ધ થયું.
આ પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ગજપુરના રાજાએ નંદનપુરના રાજાને પરાજિત કર્યો. તેથી ગજપુરનો રાજા બલાત્કારથી રતિસુંદરીને લઇને પોતાના ઘરે ગયો. પછી શૃંગાર કરીને અને રતિસુંદરીને એકાંતમાં રાખીને કહ્યું: હે ભદ્રે! આ માણસ તારો નોકર છે. તેથી ઇચ્છા મુજબ સુખોનો અનુભવ કર. રતિસુંદરીએ કહ્યું: જે રીતે મારો પતિ યુદ્ધમાં હણાયો તે રીતે તું મારું શીલ પણ હણવાને ઇચ્છે છે તેથી ખરેખર તું મોટાઇમાં ભૂલ્યો છે. જીવતા સિંહનાં કેશરાઓને, જીવતા સાપના મસ્તકના તેજસ્વી મણિને અને જીવતી મહાસતીઓના શીલને કોણ હરી શકે? પછી રાજાએ કહ્યું: આ સાચું છે. કિંતુ તારા પતિને મેં તારા માટે જ માર્યો છે. તેથી તને કોઇપણ રીતે નહિ છોડું. રાજાનો આગ્રહ જાણીને અને અશુભકાર્યમાં કાલક્ષેપ કરવો એમ લોકમાં સંભળાય છે એમ વિચારીને રતિસુંદરીએ કહ્યું: હે રાજન! જો એમ છે તો ચાર મહિના સુધી રાહ જો. કારણ કે એટલા કાળ સુધી મેં અબ્રહ્મનું પચ્ચક્ખાણ કર્યું છે. આ મારા પોતાના વશમાં જ છે એમ વિચારીને રાજાએ તે સ્વીકાર્યું. પછી તેટલા દિવસ રતિસુંદરીએ રાજાને દેશના (=ધર્મોપજાદેશ) કરી. પોતે પણ સંબોલ અને સ્નાન વગેરે શરીર વિભૂષાનો ત્યાગ કર્યો. તો પણ ચાર માસ પૂર્ણ થતાં ફરી પણ તેણે રતિસુંદરીની પાસે ભોગની પ્રાર્થના કરી. તેને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે તેના દેખતાં જ રતિસુંદરીએ મદનફલ (=મીંઢળ) આદિથી દુગંછાની મતિને ઉત્પન્ન
૧. ચક્ર એટલે સૈન્યની ચક્રાકારે રચના.
૨. અથવા જેમાં નિરંતર મસ્તકો પડી રહ્યા છે તેવું.
૩. ધડ એટલે મસ્તક વિનાનું શરીર.
Page #202
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા-૧૮૭ કરનારી ઊલટી ઘણીવાર કરી. તો પણ રાજા વૈરાગ્ય ન પામ્યો. તેથી રતિસુંદરીએ કહ્યું: મારા શરીરમાંથી નીકળતી આ અશુચિને તું જોતો નથી? મારું શરીર જેવી રીતે રોમછિદ્રોમાંથી અશુચિને છોડે છે તેવી રીતે મુખમાંથી અને નાસિકા આદિમાંથી અશુચિ રસને છોડે છે. તેથી મારા શરીરમાં મનોહર શું છે? પછી રાજાએ કહ્યું: હે સુતનુ! તારાં બીજાં અંગો દૂર રહો! તારી કાનના અંત સુધી ગયેલી, અર્થાત્ લાંબી આંખો પણ જગતને જીતે છે. પછી તેનો આગ્રહ જાણીને બીજા ઉપાયને નહિ જોતી રતિસુંદરીએ ઓરડામાં જઈને લોહશસ્ત્રથી બંને આંખો ખેંચીને રાજાના હાથમાં મૂકી. તેથી આશ્ચર્ય પામેલો તે સહસા તેનાથી વિરક્ત થયો. પછી રતિસુંદરીએ તેના ભાવને જાણીને ગંભીર દેશના કરીને રાજાને પ્રતિબોધ્યો. આથી રાજાએ રતિસુંદરીને બહેનની બુદ્ધિથી ખમાવી. પછી પણ રતિસુંદરી વડે વિશેષથી કહેવાયેલા ધર્મથી તે સમ્યગ્દર્શનને પામ્યો. તેથી તેણે વિશેષથી પરસ્ત્રીનો નિયમ લીધો. મારા નિમિત્તે આ આંધળી થઈ એમ વિચારીને રાજા ઘણો ખેદ કરે છે, વિલાપ કરે છે, અને પોતાની નિંદા કરે છે. તેથી તેના કારણે રતિસુંદરીએ કાઉસ્સગ્ગથી દેવતાની આરાધના કરી. દેવતા આંખોને તે જ પ્રમાણે સારી કરે છે. આથી રાજા હર્ષ પામ્યો. તેના આગ્રહથી રતિસુંદરી પણ કેટલાક દિવસો સુધી તેના ઘરે રહી. પછી ચારિત્રનો સ્વીકાર કર્યો.
તામ્રલિમી નગરીમાં ધર્મ નામનો વણિક, શ્રેષ્ઠીની પુત્રી ઋદ્ધિસુંદરીને પરણ્યો. એકવાર તે સમુદ્રમાં પત્નીની સાથે વહાણમાં ચડ્યો. વહાણ ટુકડે ટુકડે થઈને ભાંગી ગયું. પછી કોઈ પણ રીતે ભાગ્યથી એક પાટિયાને વળગીને બંને જણા કાંઠે આવ્યા. ત્યાં ધજા ઊભી કરી. તે બંને ત્યાં રહેલા છે તેટલામાં વહાણથી બીજો વણિક આવ્યો. બંનેને વહાણમાં બેસાડીને કેટલેક દૂર ગયો ત્યારે તે વણિક ઋદ્ધિસુંદરીના લાવણ્યમાં આસક્ત બન્યો. હવે રાતે વહાણના કિનારે રહેલા તેના પતિને વણિકે સમુદ્રમાં નાંખી દીધો. પછી આસક્ત તેણે ઋદ્ધિસુંદરી પાસે ભોગની પ્રાર્થના કરી. (૨૫) તેથી ઋદ્ધિસુંદરીએ તેને કહ્યું: આ પ્રમાણે ન બોલ. કેમ કે અહીં તારા પણ ઋદ્ધિ, રૂપ, દેહ અને યૌવન અનિત્ય છે. વળી બીજું ઇંદ્રિયગણને વશમાં ન રાખનાર એકલો પણ પુરુષ સર્વસ્ત્રીઓથી તૃપ્ત થતો નથી. એકલી સ્ત્રી સર્વ પુરુષોથી તૃપ્ત થતી નથી. જેવી રીતે ઘાસ અને કાષ્ઠોથી અગ્નિ અને હજારો નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી, તેવી રીતે સઘળાય વિષયસુખોથી જીવ પણ તૃપ્ત થતો નથી. આ પ્રમાણે કહેવાયેલા તેણે કહ્યું: હે સુતનુ! તો પણ તને છોડવા માટે હું સમર્થ નથી. કારણ કે તારા માટે જ મેં ધર્મને મારી નાખ્યો છે. તેના આગ્રહને જાણીને ઋદ્ધિસુંદરીએ થોડા સમય સુધી મારે અબ્રહ્મનો નિયમ છે એમ નિયમ કહીને કાલપ્રક્ષેપ કર્યો. પછી આગળ જતાં તે વહાણ પણ ભાંગી ગયું. પછી ઋદ્ધિસુંદરી એક પાટિયાને પ્રાપ્ત ૧. સુતનું એટલે સારા શરીરવાળી.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮- શીલધર્મ)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા કરીને સોપારક નગરમાં ગઈ. ત્યાં પતિને જુએ છે. હર્ષ પામેલા ધર્મ ઋદ્ધિસુંદરીને પૂછ્યું: હે સુંદરી! તું અહીં કયાંથી? તેણે તેને ભોગપ્રાર્થના વગેરે પોતાનો વૃત્તાંત કહ્યો. ધર્મે પણ પોતાનો વૃત્તાંત તેને કહ્યોઃ હું તેના વડે સમુદ્રમાં ફેંકાયો છતાં ન મર્યો અને પાટિયાથી અહીં આવ્યો. આ પ્રમાણે પરસ્પર કહીને ત્યાં પણ ભવથી વિરક્ત બનીને રહે છે.
પછી જેણે ધર્મને સમુદ્રમાં નાંખી દીધો હતો તે વણિક પાટિયાને વળગીને ભાગ્યની પરિણતિથી ત્યાં જ આવ્યો. માછલાનો આહાર આદિના કારણે તેના શરીરમાં કોઢ રોગ થયો. પછી ઋદ્ધિસુંદરીએ તેને જોયો અને પોતાના પતિને વાત કરી. ધર્મ ઋદ્ધિસુંદરીને કહ્યું: આ આપણો ઉપકારી છે. કારણ કે તે આપણને પોતાના વહાણમાં બેસાડીને લઈ આવ્યો. સજ્જનો એકપણ ઉપકારને ભૂલતા નથી. સજ્જન એક ઉપકારથી ખુશ થાય છે અને સો અપકારોને ભૂલી જાય છે. પોતાના શરીરમાં પણ દિવસે દિવસે પ્રિય કરવાને માટે સમર્થ નથી. ઉપકાર ઉપર જે ઉપકાર કરાય તે લોકવ્યવહાર છે. સમાન સ્થિતિવાળા (=ઉપકાર ન કરનાર) ઉપર કે શત્રુ (=અપકાર કરનાર) ઉપર જે ઉપકાર કરાય તે (સાચો) ઉપકાર છે. ધર્મ આમ કહ્યું એટલે ઋદ્ધિસુંદરીએ પણ કહ્યું આ વાત બરોબર છે. પછી તે વણિકને પોતાના ઘરે લઈ આવ્યા. ઉપચારની ક્રિયાથી ઉપચારો કર્યા. તે સાજો થઈ ગયો. તેણે વિનયથી ધર્મને કહ્યું: ઋદ્ધિસુંદરી જીવનપર્યત મારી પરમ બહેન છે. હવેથી જે કરવાનું હોય તેની આજ્ઞા કરો. તેથી તે બેએ કહ્યું: જિનધર્મને સ્વીકાર. પરસ્ત્રીનો નિયમ લે. તેણે પણ તે પ્રમાણે સ્વીકાર્યું. પછી ધન મેળવીને તેઓ પોતાના સ્થાનોમાં ગયા. પછી અવસરે ઋદ્ધિસુંદરીએ પણ દીક્ષાનો સ્વીકાર કર્યો.
બુદ્ધિસુંદરી નામની મંત્રીપુત્રી જે કહી, તે ગવાક્ષમાં બેઠી હતી ત્યારે તેને નગરનો રાજા જુએ છે. તેથી તેના રૂપ વગેરે ગુણોથી આકર્ષાયેલો તે દૂતીને તેની પાસે મોકલે છે. જિનવચનથી ભાવિત મનવાળી તે કોઇપણ રીતે પરપુરુષને ઇચ્છતી નથી. તેથી કપટથી
મારા શત્રુઓના ઘરોમાં તારો દાનગ્રહણ વગેરે વ્યવહાર છે” વગેરે ખોટા દોષને ઉત્પન્ન કરીને આસક્ત રાજાએ કુટુંબ સહિત તેના પિતાને કેદમાં પૂર્યો. દિવ્યક્રિયાથી મંત્રી શુદ્ધ સિદ્ધ થયો. તેથી રાજાએ કહ્યું: હે મંત્રી! જો કે તું શુદ્ધ છે તો પણ હમણાં તને હું છોડતો નથી. કારણ કે આ કરતાં અમારા વડે તું અપરાધી કરાયો છે. તેથી કંઈ પણ કરજ (=દેવું) મૂક ( આ૫). તેથી સરળ ભાવવાળા મંત્રીએ કહ્યું: દેવ જે આજ્ઞા કરે તે કરજ પણ હું અહીં મૂકું. તેથી રાજાએ બુદ્ધિસુંદરી માંગી. મંત્રીએ પણ બુદ્ધિસુંદરીને મૂકી. તેને એકાંતમાં રાખીને રાજાએ આગ્રહથી ભોગની પ્રાર્થના કરી. (૫૦) તેણે કહ્યું: હે રાજન્! આ ઉત્તમ પુરુષોને માટે યોગ્ય નથી. જો ઉત્તમ પુરુષો પણ આ પ્રમાણે કરે તો જગત ખરાબ હાલતવાળું થયું. પરધનહરણ, પરસ્ત્રીસંગમ અને અસત્યભાષણ આ ત્રણ શ્રુતિઓમાં અને લોકમાં
Page #204
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા-૧૮૯ અતિશય વિરુદ્ધ સંભળાય છે. પછી રાજાએ કહ્યું છે વિસ્તીર્ણચક્ષુ! હું આ જાણું છું. પણ તારા રૂપે વિવેકને હરી લીધો છે. તેથી મારું મન વિવેક શૂન્ય છે. પછી ફરી પણ તેને ધર્મદેશના કરે છે. પણ રાજા પ્રતિબોધ ન પામ્યો. તે પણ નિયમ કહીને કાલવિલંબ કરે છે. નિયમના દિવસો પૂર્ણ થઈ ગયા ત્યારે પણ પ્રાર્થના કરતો રાજા અટકતો નથી. તેથી વિશેષ વિજ્ઞાનથી તેણે મીણની એક શ્રેષ્ઠ પૂતળી બનાવી. એ પૂતળી અંદરથી પોલી અને અશુચિથી ભરેલી હતી. તથા પોતાના રૂપથી બધી રીતે સંપૂર્ણપણે તુલ્ય હતી. પછી એક દિવસ રાજાના આગમન સમયે પૂતળીને અલંકૃત કરીને બહાર રાખી, અને પોતે અંદર રહી. આવેલા રાજાએ તેને બોલાવી, પણ તેણે જવાબ ન આપ્યો. તેથી તેને બોલાવવા માટે રાજાએ તેનું મુખકમલ ઉઘાડ્યું. તે મુખકમલ પહેલેથી જ અસ્થિર રાખેલું હતું. તેથી ઉઘાડતાંની સાથે ભૂમિ ઉપર પડી ગયું. પૂતળીમાંથી અશુચિની દુર્ગધ પ્રગટી. તેથી વિસ્મય પામેલો રાજા જેટલામાં નાકને ઢાંકીને રહે છે તેટલામાં બુદ્ધિસુંદરીએ પ્રગટ થઈને કહ્યું: જેમ આ બહારથી મનોહર છે, અને અંદરથી અશુચિથી પરિપૂર્ણ છે, તેમ હું પણ તેવી છું. હે રાજન! તારો મારા ઉપર અનુરાગ શો છે? વળી– બીજ, સ્થાન અને ઉપખંભને વિચારીને કોણ નિર્વેદનું કારણ પણ શરીરમાં અનુરાગ બાંધે= કરે? જેમાં અશુચિ રસ-માંસથી દૂષિત હાડકાં કેવળ ચામડાથી વીંટળાયેલા છે તે શરીરમાં કોણ આસક્તિ કરે? ધજા જેવા ચંચલ હૃદયવાળી, અગિયાર છિદ્રોથી અશુચિની નદી, દુર્ગધી સ્તનરૂપ શિલાવાળી સ્ત્રીઓમાં શું સાર છે? ઈત્યાદિ કહેવા છતાં રાજા પ્રતિબોધ ન પામ્યો એટલે પૂતળીને ટુકડે ટુકડા કરીને વિખેરી નાખી. હે રાજન! અંદર પ્રગટેલા અશુચિરસવાળી આને અંદર જેવી જુએ છે તેવી જ મને પણ જાણ. ઇત્યાદિ કહેવાયેલો રાજા કોઈપણ રીતે પ્રતિબોધ ન પામ્યો. તેથી તેણે શરીરને સહસા ગવાક્ષમાંથી નીચે પડતું મૂક્યું. ભૂમિમાં પડેલી તે અતિશય મૂછિત બની. તેથી રાજા લજ્જા પામ્યો. ગભરાયો, અને દોડીને ત્યાં આવ્યો. ઉપચાર કરવાથી તેણે ચેતનાને પ્રાપ્ત કરી. પછી રાજાએ તેને કહ્યું: હે સુંદરી! મેં તને મૂકી છે. આજથી તું મારી બહેન છો. પછી તેણે તેને ધર્મ અને પરસ્ત્રીનો નિયમ આપ્યો. લોકમાં તેણે યશને પ્રાપ્ત કર્યો, જિનેશ્વરનું તીર્થ પ્રભાવિત કર્યું. સમય જતાં તેણે પણ જિને કહેલી દીક્ષા લીધી.
૧. બીજ– શરીર માતાનું લોહી અને પિતાનું શુક્ર એ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે. એ બંને પદાર્થો
અશુચિમય છે. શરીરનું બીજ(=ઉત્પત્તિનું કારણ) અશુચિ હોવાથી શરીર અશુચિ છે. ૨. સ્થાન- શરીર માતાના ઉદરમાં ઉત્પન્ન થાય છે. માતાનું ઉદર અત્યંત અશુચિ પદાર્થોથી ભરેલું છે. આથી
શરીરનું ઉત્પત્તિસ્થાન અશુચિ છે. ૩. ઉપખંભ ઉપખંભ એટલે ટકાવનાર. શરીર રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને વીર્ય એ સાત
ધાતુઓથી ટકે છે. માટે સાતધાતુઓ ઉપખંભ છે. આ અશુચિ હોવાથી શરીર અશુચિ છે. ૪. બે આંખ, નાકના બે નસકોરા, બે કાન, બે સ્તન, મુખ, મલદ્વાર અને મૂત્રદ્વાર એ અગિયાર છિદ્રોમાંથી અશુચિ નીકળે છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૦- શીલધર્મ] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કા
શ્રાવસ્તિ નગરીનો પુરોહિતપુત્ર ગુણસુંદરીને પરણ્યો. તેના ઉપર પણ સાકેતપુરનો બ્રાહ્મણપુત્ર અતિશય આસક્ત બન્યો. તેથી પલ્લીમાં ભીલોની સેવા કરીને ભીલોને કહ્યું: આપણે પુરોહિતના ઘરે ધાડ પાડીએ. તેના ઘરમાંથી મળેલું ધન તમારું થાઓ અને ગુણસુંદરી મારી થાઓ. ભીલોને શ્રાવસ્તિ નગરીમાં લઈ ગયો. તેના ઘરમાં ચોરી કરી. બ્રાહ્મણ પુત્ર ગુણસુંદરીને મેળવીને એક નગરમાં લઈ ગયો. ત્યાં તેની પાસે ભોગની પ્રાર્થના કરી. ગુણસુંદરીએ અબ્રહ્મનો નિયમ કહીને કંઈક વિલંબ કર્યો. તે ભોગની પ્રાર્થનાથી નિવૃત્ત ન થયો. એથી ગુણસુંદરીએ
ઔષધના સંયોગથી પોતાના શરીરમાં ઝાડા ઉત્પન્ન ક્ય, અર્થાત્ વારંવાર સંડાસમાં જવું પડે તેવું કર્યું. બ્રાહ્મણપુત્ર સ્વયં તેની અશુચિને સાફ કરવા દ્વારા તેનું પાલન કરે છે. (૭૫) ઘણા દિવસો સુધી તેનું પાલન કરતા તેને ગુણસુંદરીના અશુચિથી ખરડાયેલા શરીરને જોઇને કષ્ટથી પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. પછી તેના ભાવને જાણીને ગુણસુંદરીએ પણ કહ્યું હે મહાનુભાવ! જીવોના સઘળાય શરીરોનો આવો પરમાર્થ છે. જે શરીર અતિશય રાગને ઉત્પન્ન કરે છે તે શરીર પણ રોગ આદિથી પરાભૂત થયે છતે ક્ષણમાં વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. તેથી પરમાર્થથી સારું શું છે? સ્વશરીરની સૌંદર્ય આદિ સંપત્તિ અનિત્ય છે તો, જગતમાં સ્ત્રીના અશુચિ શરીર માટે કયો કુશળ પુરુષ આત્માને છેતરે? તેથી હજી પણ મને મારા પિતાની પાસે લઈ જઈને પિતાને સોંપ. તે તને અભયદાન આપશે અને ત્યાં તું બીજાપણ કલ્યાણને પામીશ. આ પ્રમાણે કહેવાયેલા તેણે તે પ્રમાણે જ બધું કર્યું. તેથી પુરોહિતે પણ ત્યાં તેને અભયદાન આપ્યું. ગુણસુંદરીએ પણ ઝાડાનો દોષ(=રોગ) જાતે જ દૂર કર્યો.
એક દિવસ બ્રાહ્મણપુત્રને ક્યાંક સર્પ કરડ્યો. ગુણસુંદરીએ તેનો ઉપચાર કર્યો એટલે તે સારો થઈ ગયો. તેથી ગુણસુંદરીના વચનથી તેણે જિનધર્મનો અને પરસ્ત્રી નિયમનો સ્વીકાર કર્યો. પછી અવસરે ગુણસુંદરીએ પણ દીક્ષા લીધી.
આ પ્રમાણે અતિશુદ્ધ શીલને પાળીને ચારેય દેવલોકમાં ગઈ. પછી ત્યાંથી આવીને ચંપાનગરીમાં મહાન ઋદ્ધિસંપન્ન અન્ય અન્ય શ્રેષ્ઠીઓની પુત્રીઓ થઈ. ભવાંતરના પુણ્યપ્રભાવથી રૂપ વગેરે ગુણસમૂહવાળી તે ચારેને વિનયંધર નામનો શ્રેષ્ઠીપુત્ર પરણ્યો. તે નગરના પક્વોત્તર નામના રાજાએ તેમની ગુણકથા સાંભળી. આથી લોકાપવાદને ઢાંકવા માટે કપટથી વિનયંધરની સાથે મૈત્રી કરી. તેથી વિનયંધર નિત્ય રાજકુળમાં જાય છે અને તંબોલવસ્ત્રો વગેરે મેળવે છે. આ રાજાને પ્રિય છે એમ જાણીને તેની સાથે અંતઃપુરની સ્ત્રીઓનો વ્યવહાર શરૂ થયો. હવે એકવાર રાજાએ વિનયંધર અન્યમાં ચિત્તવાળો હતો ત્યારે તેની પાસે ભોજપત્રમાં એક ગાથા લખાવી. તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે-“હે વિસ્તીર્ણ આંખોવાળી! હે રતિકળામાં કુશળ! આજે તારા વિયોગમાં નિર્ભય એવા મેં ચાર પ્રહરવાળી રાત્રિ હજાર
Page #206
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા-૧૯૧ પહોરની જેમ પસાર કરી.” પછી બહુ દિવસો થતાં વિનયંધર રાજાએ મારી પાસે આ ગાથા લખાવી છે એમ ભૂલી ગયો. રાજાએ નગરના (મુખ્ય) લોકોને ભેગા કરીને તે ભોજપત્ર બતાવીને કહ્યું કે કોઇએ અંતઃપુરમાં મોકલેલું આ ભોજપત્ર મને મળ્યું છે. તેથી તમે વણિકોની પાસે લિપિ લખાવો, અને આ ભોજપત્રના જેવી લિપિ કોની છે તે કહો. આ પ્રમાણે કપટથી ગુસ્સે થયેલા રાજાએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે નગરલોકોએ કર્યું. વિનયંધરની લિપિ સાથે ભોજપત્રની લિપિ મળતી આવી. પછી ગુસ્સે થયેલા રાજાએ નગરના લોકોની અનુમતિપૂર્વક તેના ઘરમાં તાળાઓ લગાડાવીને, વિનયંધરને પકડીને તે ચારેય સ્ત્રીઓને અંતઃપુરમાં રાખી. ભવાંતરમાં પાળેલા શીલગુણથી આકર્ષાયેલી શાસનદેવીએ જલદી તેમને અતિશય કુરૂપવાળી કરી. તેથી ભય પામેલા, આશ્ચર્ય પામેલા અને વિરક્ત ચિત્તવાળા રાજાએ ખમાવીને પિત્નીઓની સાથે વિનયંધર વણિકને મૂકી દીધો. ફરી પણ તે ચારેય સુરૂપવાળી થઈ ગઈ. પછી વિશુદ્ધ શીલથી તેમની નગરમાં પ્રશંસા ફેલાણી.
હવે એકવાર ત્યાં કોઈપણ રીતે તીર્થંકર પધાર્યા. દેવોએ કરેલા સમવસરણમાં દેવો, મનુષ્યો અને તિર્યંચોને ધર્મ કહે છે. તેથી રાજા અને વિનયંધર વગેરે નગરલોક ત્યાં ગયો. હવે ધર્મકથાના અંતે રાજાએ તીર્થકરને પૂછ્યું: (10) હે ભગવંત! તે વખતે મારા વડે ખેંચી લેવાયેલી વિનયંધરની પત્નીઓ કુરૂપવાળી કેમ થઈ ગઈ? તીર્થકરે પૂર્વભવમાં તેમણે શીલવ્રતમાં જે રીતે દઢતા કરી હતી તે રીતે બધું કહ્યું. તે સાંભળીને બધા સંવેગને પામ્યા. રાજા અને વિનયંધરી પત્ની સહિત શુદ્ધચારિત્રનો સ્વીકાર કરીને કર્મરજને સંપૂર્ણ દૂર કરીને મોક્ષને પામ્યા. આ પ્રમાણે સંક્ષેપથી આ કથાનક કહ્યું. વિસ્તારથી તો ઉપદેશપદ વગેરે ગ્રંથોથી જાણી લેવું. [૬૪].
આ પ્રમાણે રતિસુંદરી આદિનું ચરિત્ર પૂર્ણ થયું. શીલના માહાભ્યને પ્રસિદ્ધ કરવા માટે જ કહે છેजलहीवि गोपयं चिय, अग्गीवि जलं विसंपि अमयसमं । सीलसहायाण सुरावि, किंकरा हुंति भवणम्मि ॥ ६५॥ सुरनररिद्धीऽविय किंकरिव्व, गेहंगणिव्व कप्पतरू । सिद्धिसुहंपि य करयलगयं, व वरसीलकलियाणं ॥६६॥
આ જગતમાં શીલની સહાયવાળા જીવોને સમુદ્ર પણ ખાબોચિયું, અગ્નિ પણ પાણી, વિષ પણ અમૃત સમાન અને દેવો પણ નોકર થાય છે. [૬૫] શ્રેષ્ઠશીલથી યુક્ત જીવોને દેવ-મનુષ્યની ઋદ્ધિ પણ જાણે દાસી હોય તેવી પ્રાપ્ત થાય છે, કલ્પવૃક્ષ જાણે આંગણે રહેલું છે, સિદ્ધિસુખ પણ જાણે હથેલીમાં રહેલું છે. [૬૬]
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨- શીલધર્મ] ઉપદેશમલા (પુષ્પમાલા)
[શીલનું માહાત્મ સમુદ્ર પણ ખાબોચિયું અને અગ્નિ પણ પાણી થઈ જાય છે ઇત્યાદિ જે કહ્યું તેમાં દૃષ્ટાંત જણાવવા માટે કહે છે
सीयादेवसियाणं, विसुद्धवरसीलरयणकलियाणं ।। भुवणच्छरियं चरियं, समए लोएऽवि य पसिद्धं ॥ ६७॥
વિશુદ્ધ અને શ્રેષ્ઠ શીલરૂપ રત્નથી યુક્ત સીતાજીનું અને દેવસિકાનું જગતમાં પણ આશ્ચર્યરૂપ ચરિત્ર શાસ્ત્રમાં અને લોકમાં પણ સમુદ્રને પણ ખાબોચિયાની જેમ તરવા વડે, અગ્નિને પણ જલરૂપ કરવા વડે, દેવોને પણ નોકરી કરવા વડે પ્રસિદ્ધ છે.
વિશેષાર્થ– સીતાજીનું ચરિત્ર સિદ્ધાંતમાં અને લોકમાં પ્રસિદ્ધ હોવાથી અહીં વિસ્તારથી લખવામાં આવતું નથી. સ્થાન શૂન્ય ન રહે તે માટે કંઈક કહેવાય છે
મહાસતી સીતાજીનું ચરિત્ર અહીં શ્રી રામ-લક્ષ્મણનું અને સીતાજીનું પણ વિસ્તારપૂર્વક ચરિત્ર ત્યાં સુધી કહેવું કે રામચંદ્રજી રાવણને મારીને સીતાને અયોધ્યા નગરીમાં લઈ આવ્યા. ત્યાં વિષયસુખોને અનુભવતા સીતાજીને ગર્ભ રહ્યો. ગર્ભ પછી બે માસ થતાં રામચંદ્રજીએ સીતાજીનો દોહલો પૂર્ણ કરાવ્યો. આ સમયે સીતાજીનું પૂર્વભવમાં બાંધેલું તીવ્રકર્મ ઉદયમાં આવ્યું. તેથી લોકમાં
અતિશય પ્રવાદ થયો કે રામે સીતાને ઘરમાં લાવીને સારું ન કર્યું. કારણ કે રાવણે આટલા દિવસ સુધી સીતાને પોતાના ઘરમાં રાખી. તેથી તેનું શીલ અખંડિત કેવી રીતે સંભવે? આ જનવાદ નગરલોકોએ રાજા રામને કહ્યો. જનવાદના ભીરુ રામે પણ લક્ષ્મણજીને બોલાવીને કહ્યું: હે વત્સ! લોકમાં સીતાજીનો આ મોટો અપવાદ ફેલાયો છે. તેથી કુલકલંકને દૂર કરવા માટે સીતાજીનો ત્યાગ કરીએ. તે સાંભળીને જાણે વજથી હણાયા હોય તેવા અને ગુસ્સે થયેલા લક્ષ્મણજીએ કહ્યું: હે બંધુ! આવું બોલનારાઓને આપે કાન પણ કેમ આપ્યો? જો મેરુપર્વત ચલાયમાન થાય, સમુદ્ર સુકાઈ જાય, સકલ દિશા સમૂહ ખસી જાય તો પણ મહાસતીઓમાં શ્રેષ્ઠ સીતાજીનું શીલ ચલિત ન થાય. વિધિએ જે ખલાનું પરદુઃખ માટે જ નિર્માણ કર્યું છે તે ખલ પુરુષોના વચનોથી વિશ્વમાં પણ જે ક્ષણવાર દુઃખી ન થયો હોય તેને કહો. નિમિત્ત વિના જ જેમનો કોપરૂપ અગ્નિ પ્રજવલિત થયો છે તેવા અને કઠોર વચનોને બોલતા દુર્જનોને ઉત્તર એ જ છે કે મૌન કરવું. દુર્જનોને કાન ન હોય તો પણ દોષો પ્રગટ થાય છે. ઘુવડસમૂહ માટે સઘળા ય સૂર્યકિરણો મલિન જ છે. મોટા માણસો પણ આ પ્રમાણે વિચાર્યા વિના કોઇપણ રીતે જેના તેના માટે વચનો બોલે છે તેથી ખરેખર! વિશ્વ દુર્જનરહિત છે? અર્થાત્ નથી. સીતાજીનો ત્યાગ કરવામાં ત્રણે ભુવનમાં આપનો અપવાદ થશે. સીતાજીનો ત્યાગ ન કરવામાં આ નગરીમાં પણ લોક સંશયવાળો રહેશે. ઇત્યાદિ
Page #208
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સીતાજીનું ચરિત્ર-૧૯૩ યુક્તિથી કહેવા છતાં રામચંદ્રજીએ અસદ્ આગ્રહને ન છોડ્યો એટલે ઉગને ધારણ કરતા લક્ષ્મણજી પોતાના ઘરે ગયા. પછી રામચંદ્રજીએ કૃતાંતવદન નામના સેનાધિપતિને મોકલ્યો. તે રામચંદ્રજીની આજ્ઞા લઈને સીતાજીની પાસે ગયો. પછી તેણે સીતાજીને કહ્યું: હે સ્વામિનિ! તમને જિનમંદિરોને વાંદવાનો દોહલો થયો હતો. તેમાં અહીં રહેલા જિનમંદિરોને તમોએ વંદન કર્યાં. હમણાં બીજા પણ દેશોમાં જિનમંદિરોના વંદન કરાવવા માટે મને રામચંદ્રજીએ આજ્ઞા કરી છે. તેથી આપ ઊભા થાઓ અને ઉત્તમ રથમાં ચડો. તે સાંભળીને ખુશ થયેલા સીતાજી રથ ઉપર ચડ્યા. ગામ-નગર-ખાણોને ઓળંગીને ગંગાનદીના કિનારે આવ્યા. તે નદી ફેલાતા ઘણા જલના અવાજના બહાનાથી સીતાજીને કહે છે કે હે મુગ્ધા! તે રામે તારું આ સારું નથી કર્યું. સીતાજીને અસત્ય લોકાપવાદથી થયેલું દુઃખ ઉપસ્થિત થયેલું જોઈને - કમલવનમાં ભેગા થયેલા ભમરાના અવાજોથી જાણે કમલવનોએ રૂદન કર્યું. અતિશય દુઃખી થયેલાં કમળનાં પાંદડાં પણ ઉચ્છળેલા ઘણા તરંગોની શ્રેણિના બહાનાથી શીલવતી સીતાજીને 'અર્થ આપે છે. આવી ગંગાનદીને ઉતરીને રથને ભયંકર અટવીમાં ઊભો રાખીને સેનાધિપતિએ ગદ્ગદ્ વાણીથી સીતાજીને કહ્યું: હે દેવી! શ્રીરામચંદ્રજીએ મને જે આદેશ કર્યો છે તે આપને કહેવા માટે હું અસમર્થ છું. મારી વાણી કંઠમાં જ ઘોળાતી નાશ પામે છે. કિંતુ અતિ નિર્દય વિધિ વડે હું સેવક બનાવાયો છું. સેવકોને કાર્યાકાર્યનો વિભાગ ક્યાંથી હેય? (રપ) આથી જ સર્વશાસ્ત્રોમાં સેવાવૃત્તિની નિંદા કરવામાં આવી છે. કારણ કે તે કોઈ અકાર્ય નથી, કે જેને પરવશ સેવક ન કરે. પછી સીતાજીએ કહ્યું: હે વત્સ! શ્રીરામ અયુક્ત ન કહે, અને યુક્તને કહેતાં તને અહીં શો ભય છે? તેણે કહ્યું: હે દેવી! ભાગ્ય ચલિત થયે છતે મોટાઓની પણ બુદ્ધિ ચલિત થાય છે. કારણ કે શ્રીરામચંદ્રજીએ મને “સીતાજીને જંગલમાં છોડ'' એવો આદેશ કર્યો છે. અને તે સ્વામિનિ! કહેવાતો પણ અપરાધ ઉપહાસ્યને ઉત્પન્ન કરે છે. કારણ કે આપના પણ શીલમાં લોકાપવાદ ફેલાયો છે. તે સાંભળીને સીતાજી રથમાંથી ઉતરીને મૂછના કારણે કુહાડીથી છેદાયેલ ચંપકલતાની જેમ પૃથ્વી ઉપર પડ્યા. પછી સેનાધિપતિ વડે શીતલ કેળના પાંદડાના પવનથી સ્વસ્થ કરાયેલા સીતાજીએ કહ્યું: હા ભાગ્ય! આવું શું કર્યું? જો તું રુષ્ટ થયેલો છે તો સજ્જનસંગની સાથે તૃણ જેવા જીવ (=પ્રાણ)ને હરી લે. પણ તું મારા પણ શીલને મલિન કરે છે તે તારી ધિક્રાઇ છે. અથવા અયોધ્યા નગરી કેટલી દૂર છે? અને તે રામ ક્યાં છે? તે તું મને કહે. જેથી ત્યાં જઈને તેને મારા શીલનો વિશ્વાસ કરાવું. રડતા એવા સેનાધિપતિએ કહ્યું: નગરી દૂર છે.
૧.
અર્થ એટલે પૂજાની સામગ્રી. તે આ પ્રમાણેआपः क्षीरं कुशाग्रं च, दधि सर्पिः सतण्डुलम् ।
यवः सिद्धार्थकश्चैव, अष्टाङ्गोऽर्ध्यः प्रकीर्तितः ॥ અર્થના પાણી, દૂધ, કુશનામના ઘાસનો અગ્રભાગ, દહીં, ઘી, ચોખા, જવ, સરસવ એ આઠ અંગો છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સીતાજીનું ચરિત્ર શ્રીરામનું શાસન આજ્ઞાની પ્રધાનતાવાળું છે. તે આપ જુઓ છો=તેની આપને ખબર છે. આથી સીતાજીએ કહ્યું: જો એ પ્રમાણે છે તો પણ મારા વચનથી રઘુવંશના તિલકભૂત શ્રીરામને તારે આ પ્રમાણે કહેવું- હે સ્વામી! આટલા કાળ સુધી આપે વિચાર્યા વિના કાર્ય કર્યું હોય એવું બન્યું નથી. પણ હમણાં જે તેવું દેખાય છે તે પણ મારા કર્મ દોષથી છે. તે સ્વામી! તેથી જો કે આપે મારા પાપોદયના કારણે મારો ત્યાગ કર્યો છે, તો પણ લોકાપવાદને સ્વપ્નમાં પણ સ્પષ્ટ (= જરા પણ) ન સાંભળશો. હે સ્વામી! વચન અને શરીર દૂર રહો, કિંતુ મારું મન પણ આપને છોડીને કયારેય અન્ય પુરુષમાં ગયું નથી. તેથી હે નાથ! જેવી રીતે નિર્દોષ પણ મારો આપે ત્યાગ કર્યો, તેમ દુષ્ટલોકોના વચનથી જ જિનધર્મને ન છોડશો. કારણ કે મારો ત્યાગ કરવા છતાં આપને અન્ય સ્ત્રી મળી રહેશે અને કુગતિ નહિ થાય. પણ ધર્મને છોડી દેવાથી તે દુર્લભ થશે અને દુર્ગતિમાં જવાનું થશે. આપની મહેરબાનીથી મેં ધર્મ કર્યો અને વિલાસો કર્યા. તે સ્વામી! તેમાં મેં જે અપરાધ કર્યો હોય તેની હમણાં ક્ષમા કરો. આ પ્રમાણે કહીને મૂર્છાથી બીડાઈ ગયેલી આંખોવાળા સીતાજી ભૂમિ ઉપર પડ્યા. સેનાધિપતિએ વિચાર્યું: જો, અહો! સીતાજીએ કેવી રીતે વિનયપૂર્વક કહ્યું. અથવા કુલીન સ્ત્રીઓની વચનરચના આવી જ હોય છે. શેરડીના સાંઠાઓ પીલાતા હોવા છતાં મધુર જ હોય છે. અસત્ય આળના કારણે માનસિક દુઃખથી પીડાયેલા સીતાજી ચોક્કસ આ ભયંકર વનમાં નહિ જ જીવે. તેથી ચોક્કસ સંપૂર્ણ જગતમાં મારા જેવો બીજો કોઈ પાપનું ઘર નથી. કારણ કે હું સીતાજીને આવાં દુઃખોમાં કારણ બન્યો. આ પ્રમાણે વિચાર કરતો અને વિલાપ કરતો સેનાધિપતિ સીતાજીને મૂકીને ગયો. રામની પાસે જઈને રામને તે બધુંય કહ્યું. તે સાંભળીને રામચંદ્રજી પણ મૂછ પામ્યા. ઘણા પ્રકારના વિલાપ કર્યા. સીતાના ગુણને યાદ કરીને ઘણો પશ્ચાત્તાપ કર્યો.
આ તરફ સીતાજી જંગલમાં વિલાપ કરતા રહ્યા છે, એટલામાં પુંડરિકનગરીનો સ્વામી અને સુશ્રાવક વજજંઘરાજા હાથીઓને બાંધવા માટે ત્યાં આવ્યો. તે સીતાજીને બહેન તરીકે સ્વીકારીને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં ઘણા આદરથી રહેતા સીતાજીએ બાળકના યુગલને જન્મ આપ્યો. (૫૦) શુભદિવસે તેમનાં નામો કર્યા. તેમાં મોટાનું અનંગલવણ અને બીજાનું મદનાંકુશ નામ કર્યું. તેમના ગુણોને કહેવા માટે 'વિદ્વાનોની પણ બુદ્ધિ પહોંચતી નથી. યૌવનમાં રહેલો અનંગલવણ ઘણી કન્યાઓને પરણ્યો. મદનાંકુશ માટે પૃથુરાજાની પુત્રીની માગણી કરી. તેણે કહ્યું: જેનું કુલ અને પિતા જણાતા નથી તેના માટે પણ મારી પુત્રી માંગવામાં આવી છે. લોકનું નિર્લજ્જપણું જુઓ. તેથી ગુસ્સે થયેલા વજજંઘે તેના ઉપર પ્રયાણ કર્યું ચડાઈ કરી. આ વૃત્તાંતને સાંભળીને બંને રામપુત્રો રોકવા છતાં યુદ્ધના મોખરે વજવંદની આગળ થઈને પૃથુરાજાને જીતીને જગતની પણ સમક્ષ તેની પુત્રીને લીધી. પછી ૧. અથવા દેવાની પણ બુદ્ધિ પહોંચતી નથી.
Page #210
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સીતાજીનું ચરિત્ર-૧૯૫ ફેલાયેલા પ્રતાપવાળા બીજા રાજાઓને પણ જીતીને ઘણા દેશોને લઈને તે બંને મહાન રાજા થયા. હવે કયારેક નારદે તે બેને કોઈપણ રીતે આશીર્વાદ આપ્યા કે હે વત્સ! તમે રામલક્ષ્મણની લક્ષ્મીને જલદી મેળવો. રામ કોણ છે એમ તેમણે પૂછ્યું એટલે નારદે બધુંય કહ્યું. તે સાંભળીને તે બંનેએ પિતાની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં શ્રીરામના રથ અને મુસલ નિષ્ફળ થયાં. લક્ષ્મણજીએ મૂકેલું ચક્રપણ નિષ્ફળ જ થયું. ખરેખર! બલદેવ અને વાસુદેવ આ બે જ છે એ પ્રમાણે અતિશય વ્યાકુળ હૃદયવાળા શ્રીરામ અને શ્રીલક્ષ્મણ વિચારી રહ્યા હતા તેટલામાં નારદે તેમને કહ્યું: આ તમારા જ પુત્રો છે. માટે ખેદ ન કરો. નારદે આ પ્રમાણે કહ્યું. એટલે શ્રીરામ અને શ્રીલક્ષ્મણ પુત્રોની પાસે આવ્યા. તે બંને પણ તેમને વિનયથી નમ્યા. પછી રામે સીતાજીને યાદ કરીને ત્યાં ઘણો વિલાપ કર્યો. પછી સ્વસ્થ થઈને પુત્રોની સાથે અયોધ્યાનગરીમાં પ્રવેશ કર્યો. વર્યાપનક કરાવ્યું.
હવે સઘળાય સામંતોએ શ્રીરામને કહ્યું: હે દેવ! સીતાજી દુઃખથી રહે છે. માટે કૃપા કરીને તેમને અહીં તેડાવો. શ્રીરામે કહ્યું: જો સીતાજી વિશ્વાસ કરાવીને લોકાપવાદને દૂર કરે તો હું તેડાવું. વિભીષણ વગેરે વિદ્યાધરોએ આ કબૂલ કર્યું. સઘળાય લોકોને નગરની બહાર ભેગા કર્યા. અતિશય ઘણા માંચડા બાંધ્યા. સીતાજીને ત્યાં લાવવામાં આવ્યા. શ્રીલક્ષ્મણે રાજાઓની સાથે વિમાનમાં પુષ્પો ઉછાળીને અર્થથી સીતાજીની પૂજા કરી. રામચંદ્રજીએ વિચાર્યું. કોણ જાણે સીતાજી દિવ્યમાં શુદ્ધ થશે કે નહિ? સીતાજી જંગલમાં પણ કેમ ન મરાયા? રાવણ વડે કેમ ન મરાયા? પછી સીતાજીએ કહ્યુંઃ ત્રાજવા ઉપર ચડું, અગ્નિમાં પ્રવેશ કરું, અથવા ફાલને પકડું, અથવા ઉગ્રવિષને પી જાઉં, તમે જે કહો તે બીજું પણ દિવ્ય કરું. સીતાજીએ નમીને આ પ્રમાણે કહ્યું એટલે શ્રીરામે કહ્યું: હે પ્રિયા! તારું શીલ ચંદ્ર જેવું નિર્મલ છે એ હું પણ જાણું છું. તો પણ લોકોને ખબર પડે એ માટે તું અગ્નિમાં પ્રવેશ કર. ખુશ થયેલા સીતાજીએ તે સ્વીકાર્યું. પછી શ્રીરામે નગરની બહાર ત્રણ સો હાથ સમચોરસ અને ત્રણ સો હાથ ઊંડી વાવ ખોદાવી, અને ચંદન વગેરેના કાષ્ઠોથી પૂરાવી. જ્વાલાઓથી આકાશને પણ પૂર્ણ કરતો અગ્નિ સળગાવ્યો. અહો! અહો! રામ નિર્દય છે એવો હાહાકાર થવા લાગ્યો.
આ દરમિયાન ઇદ્ર કોઈ મુનિના કેવલજ્ઞાનનો મહિમા કરવા માટે ત્યાં આવ્યો. ત્યાં તે વૃત્તાંતને જાણીને સીતાજીની વૈયાવચ્ચ કરવા માટે હરિણગમેષીને મોકલ્યો. સીતાજીએ જિનોને સ્તવીને, પરમેષ્ઠિઓને નમીને, કાયોત્સર્ગ કરીને, દેવ-મનુષ્યોના સમૂહને સાક્ષી રાખીને, ઇચ્છાઓનો નાશ કરીને, અગ્નિમાં ઝંપાપાત કર્યો. (૭૫) હાહાકારથી મુખર બનેલા અને અગ્નિમાં પડતા સીતાજીને જોતા લોકને અગ્નિ, ધૂમાડો, કે કાષ્ઠ દેખાતું નથી, કિંતુ પાણીથી પરિપૂર્ણ અને કમલિનીના વનથી શોભિત વાવ દેખાય છે. સીતાજી ઘણાં કમળોની ૧. ફાલ એટલે લોઢાની કોશ. “તપાવેલા લોઢાને પકડું” એવો તાત્પર્યાર્થ છે. ઉ. ૧૪ ભા.૧
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬-શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સીતાજીનું ચરિત્ર મધ્યમાં એક મોટા કમલ ઉપર બેઠેલા દેખાય છે. વધતા તે પાણીએ સઘળીય આ નગરીને બુડાવવાનું શરૂ કર્યું. તેથી ભય પામેલા લોકે સીતાજીને કહ્યું: હે મહાસતિ! આ લોક તમારા ચરણકમલોના આશ્રયે રહેલો છે. તેથી જો તમે દયામૂલ ધર્મ જાણો છો તો આ લોકનું રક્ષણ કરો. તેથી સીતાજીએ નમસ્કાર મંત્રને બોલીને હાથથી પાણીનો સ્પર્શ કર્યો. પાણી માત્ર વાવડીમાં રહી ગયું. તેથી લોક સ્વસ્થ થયો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, આકાશમાં દુંદુભી વગાડી. અપ્સરાઓએ સીતાજીને ચામરોથી વીંઝી. કેટલાક દેવોએ ગાયન કર્યું. બીજા દેવોએ નૃત્ય કર્યું. કોઈક દેવોએ તિ કરી. સીતાજીના શીલથી તુષ્ટ થયેલો ત્રણે લોક પોતાના અંગમાં સમાતો ન હતો. પુત્રો તથા સામંતો અને નગરજનોથી સહિત શ્રીલક્ષ્મણજી સીતાજીને નમ્યા અને સ્તુતિ કરી. શ્રીરામે પણ અંજલિ જોડીને કહ્યું: હે પ્રિયા! મને ક્ષમા કર. હવે મારી સાથે વિષયસુખનો અનુભવ કર. આવીને સર્વરાજ્યના સ્વામીપણાનો સ્વીકાર કર. સીતાજીએ કહ્યું: હે નાથ! હું વિષયસુખોથી તૃપ્ત થઈ છું. હાથમાં બળેલો, મંદબુદ્ધિવાળો પણ માણસ બળતા અંગારાને મૂકી દે છે. જે વિષયોમાં આસક્ત બનેલા જીવો અપરાધરહિત હોવા છતાં આટલું દુઃખ પામે છે તે વિષયોમાં હજી પણ શો રાગ? હું એક પોતાના કર્મને છોડીને બીજા કોઈ ઉપર રુષ્ટ બની નથી. તેથી તે કર્મને તેવી રીતે હણું કે જેથી સ્ત્રીના રૂપથી કર્મ ન થાય, અર્થાત્ કર્મ સ્ત્રીનો અવતાર ન આપે. ઇત્યાદિ કહીને સીતાજીએ ત્યાં જ કેશોનો લોચ કર્યો. પછી સાધુની પાસે જઈને દીક્ષાનો સ્વીકાર કર્યો. હવે સ્નેહથી ચંચલ મનવાળા શ્રીરામ “અરે અરે! સીતાનું દેવોએ અપહરણ કર્યું છે, માટે એમને હણો” ઇત્યાદિ સંકલ્પ કરવા લાગ્યા. તેથી લક્ષ્મણે પ્રતિબોધ આપીને સ્વસ્થ કર્યા. પછી સાધ્વીજી શ્રી સીતાજીના ચરણોને નમીને શ્રીરામ સ્વસ્થાને ગયા. શ્રી સીતાજી પણ શુદ્ધચારિત્રને પાળીને, અનશન કરીને, બારમા અશ્રુતકલ્પમાં ઇદ્રપણે ઉત્પન્ન થયા.
પૂર્વભવમાં વેગવતી નામના સીતાજીના જીવે સુદર્શન નામના શ્રેષ્ઠ સાધુને લોકોથી પૂજાતા જોયા. તેથી ઇર્ષ્યાથી તે ગામના સઘળા લોકને ખોટું કહ્યું કે, આ મુનિને મેં ઉદ્યાનમાં સ્ત્રીની સાથે જોયા હતા. તેથી ગામના લોકોએ મુનિ પ્રત્યે અનાદરભાવ શરૂ કર્યો. મહાસત્ત્વવંત તે મુનિએ પણ આ દોષ મારા ઉપરથી જ્યાં સુધી નહિ ઉતરે ત્યાં સુધી આહાર ગ્રહણ નહિ કરું એવો દુષ્કર અભિગ્રહ લીધો. તેથી દેવતાની પરાધીનતાથી વેગવતીનું મુખ સૂજી ગયું. તેથી ભય પામેલી તેણે ગામના લોકોને કહ્યું કે મેં આ ખોટું કહ્યું છે. તેથી લોક મુનિ પ્રત્યે પૂર્વ કરતાં અધિક અનુરાગવાળો થયો. આ પ્રમાણે મુનિને જે અસત્ય આળ આપ્યું અને પછી શુદ્ધિ કરી, તે કર્મથી તેને આ બંનેય થયા.
આ પ્રમાણે સીતાનું કથાનક પૂર્ણ થયું.
Page #212
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૧૯૭
દેવસિકા સતીનું ચરિત્ર તામ્રલિમી નામની નગરી છે. તેણે પોતાનાં રત્નોથી સમુદ્રને રત્નોની ખાણ જેવો બનાવ્યો. આથી સમુદ્ર ક્ષણવાર પણ તે નગરીના પડખાને ( નજીકપણાને) છોડતો નથી. તેમાં કમલાકર નામનો શેઠ રહે છે. તેને જોયા વિના લોક કહે છે કે જાણે સમુદ્રની પુત્રી લક્ષ્મી કમલમાં રહે છે. પદ્માનામની તેની પત્ની છે. તેમને બધુંય છે. પણ પુત્ર નથી. આથી મન સંતાપને ધારણ કરે છે. હવે શેઠે ક્યારેક દેશાંતરથી આવેલા પુરુષને જોયો. શેઠે તેને પૂછ્યું. તે ક્યાંય પણ કંઈ પણ કૌતુક જોયું છે. તેણે કહ્યું: મહાર્દિન નામનું જંગલ છે. તેમાં સુમેખ નામના પર્વતની ઉપર જિનમંદિર છે. તેના દ્વાર આગળ સેના નામની દેવી છે. તેનું મંદિર રાજા, મંત્રી અને સામંત વગેરે લોકોના વિરહથી રહિત છે, અર્થાત્ તે મંદિરમાં લોકો સતત આવતા રહે છે. તેનું મંદિર કપૂર, ધૂપ, કેશર અને ચંદન વગેરે સુગંધી વસ્તુઓની જાણે ખાણ હોય તેવું છે. તેનું મંદિર કેવલ રત્નોથી શોભિત છે. દેવીના દર્શન કરવાથી કોઢિયા અને અગ્નિથી બળેલા દેહવાળા પણ જલદી સુવર્ણ જેવા વર્ણવાળા થાય છે. કેટલાક આંધળા પણ દેખતી આંખવાળા થાય છે. બીજાઓ ધનને પામે છે. કોઈ પુત્રને પામે છે. બીજાઓ રાજ્યને પામે છે. કોઈ કવિ થાય છે. કોઈ સૌભાગ્ય વગેરેને પામે છે. વિદ્યા વગેરેની સાધના કરનારાઓ કેટલાક અંજનસિદ્ધ વગેરે થાય છે. ઈત્યાદિ કોઈ આશ્ચર્ય નથી કે જે તેના મંદિરમાં ન હોય. આ સાંભળીને વિસ્મય પામેલા શેઠે તે પુરુષને ઘરે લઈ જઈને ભોજન-વસ્ત્ર વગેરેથી સન્માન કરીને રજા આપી. પત્ની સહિત પોતે શુદ્ધ બે વસ્ત્રો પહેરીને તે સેનાદેવીને વિનંતી કરી કે, તમારા પ્રભાવથી જો મને પુત્ર થાય તો તેનું નામ તમારા નામ પ્રમાણે રાખીશ, તમારી યાત્રા કરીશ, તથા જિનધર્મ કરીશ. પછી તેના કોઈ કર્મવશથી તે જ દિવસે પદ્માને ગર્ભ રહ્યો. ક્રમે કરીને અતિશય રૂપાળા પુત્રને જન્મ આપ્યો. પછી અવસરે તે દેવીની યાત્રા કરીને તેનું “જિનસેન' નામ રાખ્યું, અને કુટુંબ સહિત જિનધર્મને કરે છે. હવે સર્વકલાના પારને પામેલા અને યૌવનની અભિમુખ થયેલા પત્રમાં લોકોથી અધિક રૂપ વગેરે ગુણસમૂહને જોઈને શેઠે વિચાર્યું કે જો મારો આ પુત્ર અહીં અનુરૂપ પત્નીને ન પામે તો એના ગુણો અકૃતાર્થ થાય. કારણ કે કહ્યું છે કે-“મનને પસંદ ન હોય તેવી પત્ની, સ્વચ્છેદી પરિવાર, પરવશપણું અને અકુશળ સ્વામી આ ચારેય મનના શલ્યો છે.” ઉત્સવથી વર્જિત રહેવાથી વર્ષ નાશ પામે છે=બગડે છે. કુભોજન ખાવાથી દિવસ નાશ પામે છે. કુપત્નીથી ભવ નાશ પામે છે. પાપથી ધર્મ નાશ પામે છે.
આ પ્રમાણે વિચારતા તેને વધામણી આપનારાએ કહ્યું: હમણાં કટાહદ્વીપથી આપનું વહાણ આવ્યું છે. તેથી શેઠ જેટલામાં સમુદ્રના કાંઠે જાય છે તેટલામાં સઘળાય વણિકપુત્રો ત્યાં આવ્યા. તેથી શેઠે ઉચિત આદર કર્યો. પછી કરિયાણાની ઉત્કૃષ્ટતા વગેરે સર્વ વૃત્તાંત
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૮- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દેવસિકાનું ચરિત્ર પૂક્યા પછી પૂછ્યું કે તમોએ ત્યાં કંઈ પણ અપૂર્વ જોયું છે? તેમણે કહ્યું: હે મહાયશસ્વી! રત્નાકર નામનું નગર છે. ત્યાં ધર્મગુપ્ત નામનો શેઠ છે. જાતિ અને વૈભવ વગેરે ગુણસમુદાયથી તે તમારી સમાનતાને ધારણ કરે છે. તે શુદ્ધવણિકની ઉત્તમ ગુણરત્નોથી ભરેલી દેવસિકા નામની પુત્રી છે. તે પુત્રી જાણે કે વિશ્વાસ પામેલા કામદેવે શેઠના ઘરમાં પુત્રીના બહાને પોતાના સઘળા દ્રવ્યની પેટી મૂકેલી હોય તેવી હતી, અર્થાત્ અતિશય રૂપવતી હતી. (૨૫) વ્યવહારના કારણે ગયેલા અમોએ તેના ઘરમાં તેને જોઇ. તે કેવલ અમને અપૂર્વ દેખાય છે એવું નથી, કિંતુ વિશ્વમાં પણ અપૂર્વ છે. તેથી જો તે બાળા તમારા પુત્રની સાથે સંયોગ ન પામે તો વિધાતાએ કરેલું તેના ગુણોનું નિર્માણ નિરર્થક થાય. આ મુશ્કેલીથી ઘટી શકે તેવું છે. કારણ કે શેઠને પુત્રી પુત્રથી અતિશય પ્રિય છે. તેથી તે ઘરજમાઈને છોડીને બીજા કોઈને કોઈ પણ રીતે ન આપે. આ સાંભળીને શેઠ હર્ષ પામ્યા અને ખેદ પણ પામ્યા. એક ક્ષણ રહીને પછી સઘળું કરિયાણું ખરીદી લીધું. પછી કરિયાણાઓનું વહાણ ભરીને તે શેઠ પુત્રની સાથે વહાણમાં ચડીને કટાહદ્વીપમાં તે નગરમાં ગયો. તેણે વણિકપુત્રોને પૂછ્યું કે તે શેઠ અમને કેવી રીતે મળે? તેમણે કહ્યું: મોટાઇના કારણે તે શેઠ કોઈની પાસે જતા નથી. તમારે પણ તેના ઘરે સહસા જવું યોગ્ય નથી. તેથી રાજાના દર્શન કરો, પછી સઘળું યાદ કરીશું (=વિચારીશું). તેથી દર્શનીય અને અતિશય કિંમતી વસ્તુઓથી રાજાના દર્શન કર્યા વણિકપુત્રોએ રાજાને કહ્યું: શેઠને આ સઘળું નગર બતાવો. જેથી તે નગરની અપૂર્વ લક્ષ્મીને જુએ. તેથી રાજાએ તેને બતાવવા માટે પોતાના પુરુષો આપ્યા. આ અમુકનું ઘર છે, આ અમુકનું ઘર છે ઇત્યાદિ કહેતા રાજપુરુષોએ ત્યાં સુધી બતાવ્યું કે જ્યાં ધર્મગુપ્તશેઠનું ઘર આવ્યું. રાજપુરુષોએ કહ્યુંઃ સઘળા નગર લોકોમાં મુખ્ય એવા શ્રીધર્મગુણશેઠનું અતિવિલાસવાળું આ ઘર જુઓ. પછી પુત્રની સાથે દ્વાર પાસે રહેલા કમલાકર શેઠે તેના ઘરના એક એક અવયવનું વર્ણન કરવાનું શરૂ કર્યું. તે સાંભળીને તે શેઠે અતિશય સંભ્રમથી આવીને શેઠને બોલાવ્યા. બીજા માણસો પણ અંદર જઈને બેઠા. કુતૂહલથી દેવસિકાની સાથે સઘળો પરિજન ભેગો થયો. ધર્મગુપ્ત શેઠે પણ અતિશય ઘણા આદરથી શેઠનું સન્માન કર્યું. ત્યાં પરસ્પર દેવ યુગલની શોભાને જોતા દેવસિકા અને જિનસેને એક ક્ષણ આદરપૂર્વક પસાર કરી. દેશાંતરની કથામાં અનુરક્ત કમલાકર શેઠ ક્ષણવાર રહીને ઊભા થયા. શ્રીધર્મગુHશેઠ થોડા શેઠની પાછળ જઈને પાછા ફર્યા. તે બંનેય સંતાનોના ચિત્તનો વિનિમય થયો.
નિવાસમાં ગયેલા કમલાકર શેઠે વિચાર્યું. આ બંનેનો સંયોગ અનુરૂપ છે, પણ અતિશય દુર્લભ છે. ખરેખર! વિધાતા લોકમાં સર્વ ઈચ્છિત સિદ્ધિનો નાશ કરે છે. શેઠ ઇત્યાદિ ત્યાં સુધી વિચારતા રહ્યા કે સાંજનો સમય થઈ ગયો. હવે ત્યાં એક સ્ત્રીએ આવીને કહ્યું ૧. પ્રતિમા :- એક વસ્તુ વેચીને તેની બદલીમાં ખરીદવામાં આવતી બીજી વસ્તુ. ૨. અર્થાત્ દેવસિકા જિનસેનને દેવ જેવો જુએ છે, અને જિનસેન દેવસિકાને દેવી જેવી જુએ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૧૯૯ હે શેઠ! તમે ચિંતાતુર કેમ દેખાઓ છો? શેઠે તેને કહ્યું કહેવાથી શું કોઈ જરા જેટલું પણ કરે છે? અર્થાત્ દુઃખને ઓછું કરે છે? સ્ત્રીએ કહ્યું: વૈદ્યને પણ પોતાનો રોગ કહેવાય છે. તે વૈદ્ય પણ સાધ્યરોગમાં ચિકિત્સા કરે છે, અસાધ્યમાં ચિકિત્સાનો ત્યાગ કરે છે. આ સ્ત્રીનું વચન અભિપ્રાયવાળું છે એમ જાણીને શેઠે તેને તે વાત કહી. સાંભળીને સ્ત્રીએ કહ્યું: જો એમ છે તો સાંભળો. દેવસિકાએ જ્યારે તમારા પુત્રને જોયો ત્યારથી જ તે કામદેવરૂપ મહાવરથી ગ્રહણ કરાયેલી છે. તારા પુત્રની સાથે લગ્ન વિના તેનું બીજું કોઈ ઔષધ નથી. પિતાજી અન્ય દેશમાં આપતા નથી એમ વિચારીને તે નિઃસાસા નાખે છે, રડે છે, મૂર્શિત થાય છે, વ્યર્થ બોલે છે, મૌન પણ કરે છે, જાણે તેનું શરીર ભૂતથી અધિષ્ઠિત હોય તેમ સઘળુંય અનુચિત કરે છે. (૫૦) હું તેની ધાવમાતા છું. મેં તેને આગ્રહથી પૂછ્યું એટલે તેણે સત્ય હકીકત મને કહી. એથી હું અહીં આવી છું. જો તમને પસંદ પડે તો તે બાળાને લઇને તમારી સાથે હું અહીં આવું. મૌન રહેલા જિનસેને આ સાંભળ્યું. તેણે વિચાર્યું. અહો! જુઓ, જે સ્વયં જ થયું તે ભાગ્યની સિદ્ધ થયેલી અનુકૂળતાના નિમંત્રણથી સ્વયં થયું છે.
પછી સંકેત દિવસ કહીને શેઠે તે સ્ત્રીને રજા આપી. પછી કરિયાણાને વેચીને અને દેવસિકાને લઈને તામ્રલિમીમાં ગયા. પછી આ વૃત્તાંતને જાણીને ધર્મગુપ્ત શેઠે પણ વિચાર્યું સમાન શીલવાળાઓથી દેવસિકા લઈ જવાઈ તેમાં અયુક્ત શું છે? સુરદત્ત નામના પોતાના પુત્રને ઘણા ધનસમૂહની સાથે તામ્રલિમી નગરીમાં મોકલીને પુત્રીને પરણાવી.
હવે જિનસેન દેવસિકાની સાથે ઘણા ભોગોને ભોગવે છે. તે બંનેયને જિનધર્મ સુંદરભાવથી પરિણમ્યો. દેવસિકા શીલની તે રીતે રક્ષા કરે છે કે જેથી દેવો પણ વખાણ કરે છે. હવે કમલાકર શેઠ ક્યારેક મૃત્યુ પામ્યો. હવે કેટલાક દિવસ પછી જિનસેને માતાને પ્રણામ કરીને કહ્યું: હે માતા! પિતાની લક્ષ્મીથી હું વિલાસ કરું છું. તે મારા માટે યુક્ત નથી. જેવી રીતે સ્તનપાન કરનાર બાળક પોતાની માતાને ધાવે છે તે રીતે પિતાની લક્ષ્મી બાળકથી ભોગવાય છે. પણ પુરુષાર્થ કરવાની શક્તિ હોવા છતાં પિતાની લક્ષ્મીનો ભોગ લજાને જ ઉત્પન્ન કરે છે. વ્રત સ્વીકારનારાઓને ધન, અવિદ્યમાન પતિવાળી નારીઓને શૃંગાર અને વ્યવસાય રહિતને ભોગોનો વિલાસ કરવાનું શોભતું નથી. ઇત્યાદિ યુક્તિવાળા વચનોથી તે વહાણમાં આરૂઢ થવા માટે (=વહાણથી મુસાફરી કરવા માટે) માતાની રજા મેળવે છે. પણ દેવસિકા રજા આપતી નથી. યુક્તિઓથી તેને પણ વિશ્વાસ પમાડે છે ત્યારે
૧. પત્ત = અલ્પ વિલેજ પરિવં વિપત્તિ આમ વિપરિત એટલે અતિશય અલ્પ. ૨. સિદ્ધ થયેલી એટલે નિશ્ચિત થયેલી. જિનસેનના ભાગ્યની અનુકુળતા નિશ્ચિત થયેલી હતી. તેથી તેણે
દેવસિકાની ધાવમાતાને અહીં આવવાનું નિમંત્રણ આપ્યું. તે આવી એથી એની મેળે કામ થઇ ગયું. ૩. (જં)=સુંદર.
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૦- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દેવસિકાનું ચરિત્ર દેવસિકાએ કહ્યું- હે નાથ! ત્યાં ગયેલા આપ બીજી રમણીઓથી ભોળવાઈ જશો. જિનસેને કહ્યું તને છોડીને બીજી સ્ત્રીઓ સાથે બ્રહ્મસેવનનો જાવજીવ મારે નિયમ છે. તો પણ દેવસિકા વિશ્વાસ પામતી નથી. હવે જિનસેને સેનાદેવીની પ્રતિમા બનાવીને આરાધના કરી. સેનાદેવીએ પ્રત્યક્ષ થઈને બે કમળો આપીને કહ્યું: એક કમળ દેવસિકા હાથમાં રાખે અને બીજું કમળ જિનસેન હાથમાં રાખે. પત્નીના શીલખંડનમાં પતિના હાથમાં રહેલું કમળ સુકાશે. પતિના શીલખંડનમાં પત્નીના હાથમાં રહેલું કમળ સુકાઈ જશે. આ પ્રમાણે વિશ્વાસ કરીને વહાણમાં ચડવા માટે ચાલ્યો. આ વખતે તે માતાના ચરણોમાં નમ્યો અને હિતશિક્ષા માગી. તેથી માતાએ કહ્યું: હે વત્સ! તું સુખમાં પાલન કરાયો છે, અને પ્રકૃતિથી સરળ છે. દેશાંતર દૂર છે. માર્ગો વિષમ છે. લોક વક્રમનવાળો છે. ધુતારા અને દુર્જનો ઘણા હોય છે. સજ્જનો વિરલા હોય છે. સ્ત્રીલોક છેતરવામાં ચતુર હોય છે. વાણિયાઓ માયાવી હોય છે. કરિયાણાનું રક્ષણ કરવું કઠીન છે. તારુણ્ય ઘણા વિકારવાળું હોય છે. કાર્યની ગતિ વિષમ હોય છે. માર્ગો પણ ચોર અને ચિરકોથી વ્યાપ્ત હોય છે. ભાગ્યનું પરિણામ મોટાઓથી પણ ન જાણી શકાય તેવું અત્યંત ગંભીર હોય છે. તેથી હે વત્સ! તારે સમયને ઓળખીને ક્યાંક ડાહ્યા થવું, ક્યાંક મૂર્ણ થવું, ક્યાંક દયાળુ થવું, ક્યાંક નિર્દય થવું, ક્યાંક સુભટ થવું, ક્યાંક કાયર થવું, ક્યાંક ઉદાર થવું, કયાંક કૃપણ થવું, ક્યાંક સરળ થવું, ક્યાંક હોંશિયાર થવું, કયાંક નિપુણ બનવું, કયાંક સમૂહમાં રહેનારા થવું, વિશેષ કહેવાથી શું? બધા સ્થળે જેનો મધ્યભાગ જાણી શકાતો નથી તેવા સમુદ્ર જેવા થવું. હવે જિનસેને કહ્યું: હે માતા! માતાથી સતત શિખામણ અપાયેલો હું પણ માતાની જ કૃપાથી એ પ્રમાણે વર્તીશ. (૭૫) પછી માતાના આશીર્વાદ મેળવીને શુભ મુહૂર્ત વહાણમાં ચડ્યો.
ક્રમ કરીને પારસકુલમાં સિદ્ધપુર નગરમાં આવ્યો. ત્યાં વ્યવહાર કરતો તે કમળને ક્યાંય મૂકતો નથી. ચાર યુવાન શ્રેષ્ઠિપુત્રોએ કોઇકને પૂછ્યું: આ કમળને કેમ રાખે છે? એને કયારેય કેમ મૂકતો નથી? તેણે સઘળું કહ્યું. હવે તેમણે ઈર્ષાથી વિચાર્યું. શીલનું ખંડન બીજે થાય અને બીજા સ્થળે રહેલું કમળ સુકાય એ કેવી રીતે સંભવે? અને સ્ત્રીઓનું સારું (=અખંડિત) શીલ કેવી રીતે સંભવે? તેથી જઇને તેના શીલમાહાભ્યને અવશ્ય જોઇએ. ઘણું દ્રવ્ય લઈને તે તામ્રલિપ્તી નગરીમાં ગયા. ત્યાં યોગસિદ્ધિ નામની પરિવ્રાજિકાનો મઠ છે. તેઓ ત્યાં ઉતર્યા અને તેની ઘણી સેવા કરી. તેમણે પરિવ્રાજિકાને કહ્યું: જો તું અમને દેવસિકા મેળવી આપે તો અમે એક એક પણ તને એક એક લાખ ધન આપીએ. યોગસિદ્ધાએ કહ્યું: મારી આગળ તે બિચારી કેટલું માત્ર છે? નજરમાં આવેલી અપ્સરા પણ તમને અપાવું. આ પ્રમાણે કહીને તે બીજા દિવસે દેવસિકાના ઘરે ગઈ. તેણે સાસુને પૂછ્યું: ૧. ભેગા થઈને ફરનારા ત્રિદંડી ભિક્ષુકોને ચરક કહેવામાં આવે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૨૦૧ દેવિસકા ક્યાં છે? સાસુએ કહ્યું. તે ઉપર રહે છે. સદા સ્વાધ્યાય-ધ્યાનમાં લીન તે પરપુરુષનું મુખ જોતી નથી. ધર્મકાર્યને છોડીને બીજું કોઈપણ કાર્ય કરતી નથી. પરિવ્રાજિકાએ કહ્યું: જો. એમ છે તો તમારી અનુજ્ઞાથી તે મહાસતીને જોઈને હું પણ મારા આત્માને પવિત્ર કરું. પછી સાસુથી રજા અપાયેલી તે ઉપર જઈને દેવસિકાને અતિશય આકર્ષણ કરનારી વિવિધ કથાઓ કહે છે. એકાંતમાં વિનોદ થાય એવી બુદ્ધિથી દેવસિકાએ તેને કહ્યું: તું અહીં આવીને આવી કથા મને રોજ કહે. હવે યોગસિદ્ધા પણ તેને આકર્ષણ કરનારી કથાઓ કહે છે. એક દિવસ પ્રવેશ કરતી પરિવ્રાજિકાએ તીખાં દ્રવ્યોથી સારી રીતે સંસ્કારેલું માંસ એક કૂતરીને આપ્યું. માંસ અત્યંત તીખું હોવાથી તેની આંખો અતિશય ટપકવા લાગી આંખોમાંથી આંસુઓ વહેવા * લાગ્યા. પછી તેણે દેવસિકાને કહ્યું: તું આગળ રહેલી જેની આંખો ટપકી રહી છે તેવી કૂતરીને જુએ છે? દેવસિકાએ કહ્યું: જોઉં છું. પછી પરિવ્રાજિકાએ કહ્યું: અતિશય દુઃખી થયેલી બિચારી રડે છે. દેવસિકાએ પૂછ્યું: કયા કારણથી રડે છે? પરિવ્રાજિકાએ કહ્યું: હે વત્સ! તને કહું છું. તું એકાગ્રચિત્તવાળી થઈને સાંભળ. ભવાંતરમાં આ મહાસતી મારી બહેન હતી. પણ મને કયારેય શીલરૂપ ગ્રહ ન લાગ્યો. અસ્મલિત ગમનાગમનથી સ્વેચ્છા પ્રમાણે યુવાનોની સાથે વિલાસ કર્યો. કૂતરીની આ હકીકત મેં જાતિસ્મરણ જ્ઞાનથી જાણી. તેથી પશ્ચાત્તાપ કરતી આ રડે છે. તેથી દેવસિકાએ વિચાર્યું અહો! આથી જ કુસંગ વિરુદ્ધ છે. સર્વ અનર્થોને ઉત્પન્ન કરનારા કુસંગનો સર્વશાસ્ત્રોમાં નિષેધ કર્યો છે. જુઓ, મારા શીલના ઘાત માટે એણે કેવું કપટ રચ્યું? અથવા મારા શીલને મલિન કરવા માટે ઇંદ્ર પણ સમર્થ નથી. પણ આ આગળ શું કરે છે તે કૌતુકને જોઉં. આ પ્રમાણે વિચારીને દેવસિકાએ કહ્યું: હે ભગવતિ! જો શીલ અયુક્ત છે તો જે યુક્ત હોય તે કહો. હવે તેણે કહ્યું હે વત્સા! સાંભળ. હું યુવાનોને લાવું છું. તેમની સાથે તું ઇચ્છા પ્રમાણે ક્રીડા કર. દેવસિકાએ પૂછ્યું: તે યુવાનો કોણ છે? પરિવ્રાજિકાએ કહ્યું: પારસકુલના સિદ્ધપુર નગરથી તે યુવાનો અહીં આવ્યા છે. (૧૦૦) ચાર જણા એક એક લાખના મૂલ્યવાળા આભરણો પહેરે છે. દરરોજ સાંજે અહીં મારો વેષ ધારણ કરીને આવશે. દેવસિકાએ તે પ્રમાણે સ્વીકાર્યું. તેથી હર્ષ પામેલી તે ગઈ. દેવસિકાએ પોતાની દાસીને અલંકૃત કરીને દ્વાર આગળ રાખી. દાસીને શિખામણ આપીને પોતે તેવી રહી કે જેથી તેમનું મુખ ન જુએ. પરિવ્રાજિકાએ પોતાના વેષથી એકને મોકલ્યો. બધી દાસીઓએ ભેગી થઈને લોઢાના સારા નખવાળા પાત્રને તપાવીને તેના લલાટમાં ડામ આપ્યો, અને સઘળાંય આભરણો લઈ લીધા. હવે વિલખા મુખવાળો તે વિંટલાથી( તેવી વસ્ત્રની પટ્ટીથી) તે ગામને ઢાંકીને જઈને બીજાઓને કહ્યું કે મેં તે બાળાને ભોગવી. બીજા દિવસે બીજાએ પણ તે પ્રમાણે અનુભવ્યું, અને તે જ પ્રમાણે કહ્યું. એ પ્રમાણે બીજાઓ માટે પણ બન્યું. તેથી બધાય સમાન દુઃખવાળા ૧. અહીં મૂળમતમાં કઈક છૂટી ગયું હોય તેમ જણાય છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દેવસિકાનું ચરિત્ર થયા. પરસ્પર સત્ય કહીકત કહીને લજ્જા પામેલા તે યુવાનો વહાણમાં ચડીને ચાલ્યા. આ વખતે પરિવ્રાજિકાએ ધન માંગ્યું. તે યુવાનો પરિવારિકાને સત્ય હકીકત કહીને, લલાટમાં ડામને બતાવીને, પરિવ્રાજિકાના નાક-કાનને કાપીને નાસી ગયા.
પછી દેવસિકાએ આ વૃત્તાંતને જાણીને વિચાર્યું અધધ! તે યુવાનો દેશમાં ગયા તે સારું ન થયું. ચોક્કસ વેર લેવા માટે મારા પતિનું કંઈપણ અનિષ્ટ કરશે. તેથી હું ત્યાં ન જાઉં તો આ કાર્ય વિનાશ પામે. પછી દેવસિકાએ પોતાની સાસુને જે બન્યું તે સઘળું કહ્યું: હે વત્સ! તે ઘણું અયોગ્ય કર્યું. કારણ કે તે જિનના ઉપદેશથી જે રીતે શીલનું રક્ષણ કર્યું તે રીતે જિનના ઉપદેશથી બીજાઓની વિડંબનાનો ત્યાગ કરવો જોઈએ. દેવસિકાએ કહ્યું માતાજી! તમે જે પ્રમાણે કહો છો તે પ્રમાણે જ છે. કિંતુ જેમને જિનવચન સમ્યક્ પરિણમ્યું નથી તેમનું આ લક્ષણ છે. પછી સાસુએ કહ્યું: હે વત્સ! હમણાં જે યોગ્ય હોય તે કર. સાસુએ આ પ્રમાણે કહ્યું. એટલે સામગ્રી કરીને ત=લઇને) વહાણમાં ચડી. સમુદ્રની મધ્યમાં એક પર્વતની નીચેથી જઈ રહ્યા છે, તેટલામાં વહાણને ભાંગવા માટે હજારો ઉત્પાતો થવા લાગ્યા. તેથી દેવસિકાએ વિચાર્યું અહો! અકસ્માત્ પ્રહાર કરવા માટે ઉદ્યત થયેલા ભાગ્યે (પ્રહાર કરવાની) પ્રતિજ્ઞા કરી છે. અન્યથા આવું ન કરે. કારણ કે જો અહીં મારું મરણ થાય તો શ્વસુરવર્ગ અને પિતૃવર્ગ દેવસિકા સંકેત કરીને ક્યાંક જતી રહી છે એવી સંભાવના કરશે. આગળ મારા પતિ હજી વૈરીના મધ્યમાં રહે છે. મારા જવાથી અહીં વિષમ આપત્તિ થાય. શું યુક્ત છે? ઇત્યાદિ વિચારીને અને અરિહંત આદિને વંદન કરીને જેણે નિશ્ચલ પ્રણિધાન કર્યું છે એવી દેવસિકા કાયોત્સર્ગમાં રહી. પછી અર્ધીક્ષણમાં વહાણ તૂટી ગયું. પરિવાર સહિત દેવસિકાને તે જ વખતે કોઇએ ઉપાડીને સિદ્ધપુરમાં મૂકી. દેવિકાએ વિચાર્યુંઆ સમુદ્રને ખાબોચિયાની જેમ ઓળંગીને ક્ષણવારમાં અહીં કેવી રીતે આવી? અથવા પ્રસ્તુત વિચારું. પછી ગુટિકાના પ્રયોગથી સ્વરનું પરાવર્તન કરીને રત્નો લઈને રાતે રાજાને મળી. તેણે રાજાને કહ્યું: અમે તામ્રલિપ્તીથી અહીં આવ્યા છીએ. કારણ કે અમારા ચાર દાસ રજા મેળવ્યા વિના અહીં આવ્યા છે. રાજાએ કહ્યું: અહીં તેમને શોધીને લઈ લો. દેવસિકાએ કહ્યું: હે દેવ! સર્વ નગરલોકને આપની પાસે બોલાવો. તેની અંદર સ્વયમેવ આવેલા તેમને અમે પકડી લઇશું. રાજાએ તે પ્રમાણે જ કર્યું. દાસીઓએ ચારેને પકડી લીધા. (૧૫) તેથી વિસ્મય પામેલા રાજાએ કહ્યુંઃ આ અમારા મુખ્ય શ્રેષ્ઠીઓના પુત્રો છે. તેથી તમે સંભાળીને બોલો. તેથી વિંટલાઓને (=વસ્ત્રના પટ્ટાઓને) દૂર કરીને દાસીઓએ કહ્યું: હે દેવ! લલાટોમાં અમારા સ્વામીના ચિહ્નોને જુઓ. તેથી પૂર્વથી અધિક વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું: આ શું છે? દેવસિકાએ કહ્યું: હે રાજન! અમને અભય આપો તો હું કહું. પછી રાજાએ તે પ્રમાણે સ્વીકાર્યું એટલે દેવસિકાએ તેનો પૂર્વનો સઘળોય વૃત્તાંત કહ્યો. તેથી રાજાએ કહ્યું: જો એમ છે તો આ દાસો મેં તને જ આપ્યા. દુષ્ટો માટે જે યોગ્ય હોય તે કર. પછી દેવસિકાએ તેમને ધર્મનો ઉપદેશ
Page #218
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૨૦૩ કરીને જિનધર્મમાં સ્થાપ્યા અને વિશેષથી પરસ્ત્રીઓનો નિયમ લેવડાવ્યો. રાજાએ દેવસિકાને બહુમાનપૂર્વક પૂજીને રજા આપી. દેવસિકા પોતાના પતિની સાથે તામ્રલિપી નગરીમાં આવી.
એક દિવસ મહેલમાં રહેલા તે બંને ઘણા લોકને નગરના ઉદ્યાનમાં જતા અને દેવોના આગમનને જુએ છે. જેણે સઘળી માહિતી મેળવી છે તેવા નજીકમાં રહેલા પુરુષને તેમણે આ વિષે પૂછ્યું. તેણે તે બેને કહ્યું: અહીં ત્રિભુવનચંદ્ર નામના કેવલી પધાર્યા છે. તે સાંભળીને હર્ષ પામેલા તે બે સ્નાન કરીને, અંગ વિલેપન કરીને, શરીરને અલંકૃત કરીને, અતિશય ઘણી ધામધૂમથી રથમાં બેસીને ત્યાં ગયા. પાંચ પ્રકારના અભિગમનું પાલન કરીને, મુનિને ત્રણ પ્રદક્ષિણા આપીને, પંચાંગ પ્રણામ કરીને ઉચિતસ્થાને બેઠા. ધર્મ સાંભળીને ત્યાં જિનસેને પૂછ્યું: હે ભગવંત! દેવસિકાનું વહાણ કેવી રીતે ભાંગ્યું અને તેની રક્ષા કોણે કરી? મુનિએ કહ્યું. તે પર્વતમાં વ્યંતરોની ઘણી પ્રતિમાઓ છે. વહાણના અન્ય મુસાફરો તે પ્રતિમાઓની પૂજા કરીને જાય છે. દેવસિકાએ પૂજા ન કરી. તેથી અષ્ટ થયેલા વ્યંતરે વહાણ ભાંગી નાખ્યું. જિનમતમાં અનુરાગવાળા સમ્યક્રદૃષ્ટિ દેવતાએ પરિવાર સહિત શીલવતી દેવસિકાનું રક્ષણ કર્યું. શીલની સહાયવાળા જીવોને આ કેટલું માત્ર છે? તે સાંભળીને હર્ષ પામેલા જિનસેને ફરી પણ મુનીશ્વરને પૂછ્યું: હે પ્રભુ! સંસાર કેવલ પ્રત્યક્ષ દુઃખમય જ છે. તેથી એવું કોઈ સ્થાન છે કે જ્યાં ગયેલા આ જીવો લાખો તીક્ષ્ણ દુઃખોથી મુક્ત થાય અને પારમાર્થિક સુખને પામે? કેવલીએ કહ્યું કેવલસુખનું સ્થાન અને દુઃખથી રહિત મોક્ષ છે. ત્યાં જીવો સ્વસ્થ રહે છે. જો એમ છે તો તે મુનિવર! જીવો અનંતદુઃખથી વિષમ પણ આ સંસારને છોડીને સુખમય મોક્ષમાં કેમ જતા નથી? મુનિએ કહ્યું: બધા જીવો જેલમાં નખાયા છે. તેથી મોક્ષમાં જવા સમર્થ થતા નથી. 'વિસ્મય પામેલા બીજાએ પૂછ્યું: હે નાથ! તે જેલ કઈ છે? તેથી કેવલીએ કહ્યું: તો સાવધાન ચિત્તવાળા થઈને સાંભળો. શરીર જેલ છે. આયુષ્યને બેડી કહી છે. વિષયતૃષ્ણા વજની ખીલી છે, અને તે ખીલી નિશ્ચલ ખોસી છે. ભાર્યા બેડીનું બંધન છે. સંતાન વગેરેને ગળાની બેડી જાણવી. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બે આવરણ અંધકાર છે. વેદનીય દુઃખની ખાણ છે. નામ-ગોત્ર કર્મ હીનલોકને ઉચિત રૂપ વગેરેને કરવામાં નિપુણ છે. અંતરાય ભોગ-ઉપભોગ કરવામાં રોકે છે. હાસ્યાદિ પરિવારથી યુક્ત સોળ કષાયો પહેરેગીર છે. મિથ્યાત્વ વગેરે સર્પો છે. વ્યાધિઓ માકડ અને જૂ વગેરે છે. એ જેલનો સ્નેહરૂપ દરવાજો છે. એ જેલને રાગ-દ્વેષરૂપ અતિશય નિશ્ચલ કમાડોથી બંધ કરવામાં આવી છે. અજ્ઞાનરૂપ મજબૂત કિલ્લાથી જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. (૧૫૦) ગુસ્સે થયેલા મોહરાજાએ જીવોને ઘરવાસરૂપ કઠોર બંધનથી બાંધીને આવી જેલમાં નાખ્યા છે. હે મુનિવર! તેના પણ કોપમાં અહીં શું નિમિત્ત છે? મુનિવરે ૧. અહીં પ્રતમાં નાનો શબ્દ વધારે છે, ભૂલથી છપાયો છે. ૨. RUPફ એ સ્થળે રહેલા આદિ શબ્દનો અર્થ સ્વયં સમજી લેવો.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪-શીલધર્મ
ઉપદેશમાલા (પુષ્પમાલા) [શીલખંડનથી નરકનાં દુઃખો. કહ્યું. તેને કહું છું. જીવોએ લોકાકાશ રૂપ ભંડારમાં દ્રવ્યની ચોરી કરી છે. તે સ્વામી! તે જેલમાંથી નીકળવાનો કોઈ ઉપાય છે? જ્ઞાનીએ કહ્યું છે. તે કયો ઉપાય છે? હું કહું છું. તમે સાંભળો. નિર્મમત્વરૂપ તલવારથી બધા બંધનોને છેદીને, જિનદીક્ષારૂપ કુહાડીથી નિયંત્રણ કરનારા કમાડોને ભાંગીને, પહેરેગીર વર્ગને જિનમતની ભાવના રૂપ અવસ્વાપિની નિદ્રા આપીને, નિર્મલ વિવેકરૂપ દીપકથી બતાવાયેલા માર્ગે જઈને, ગુણસ્થાન રૂપ નિસરણી ઉપર ચડીને, કિલ્લાને ઉલ્લંઘીને, જ્યાં મોહરાજા ન જઈ શકે તેવા મોક્ષરૂપ કિલ્લામાં પ્રવેશ કરાય છે. આ ઉપાય અમારા જેવાઓએ અનંતવાર તે જીવોને કહ્યો છે. પણ પૂર્વોક્ત સર્પથી ડસાયેલા અને વિષમ વિપર્યાસરૂપ વિષથી વિદ્વલ બનેલા કેટલાકો સાંભળતા નથી. કેટલાકોને શ્રદ્ધા પણ નથી. તે રીતે શ્રદ્ધા થવા છતાં વિરતિ કોઈકને જ થઈ છે. બીજાઓએ આ ઉપાય સ્વીકારીને છોડી દીધો. વિરલા જીવો જેલને ભાંગીને પરમપદને પામ્યા છે. આ સાંભળીને જિનસેનને તુરત ઘણો સંવેગ ઉછળ્યો. પત્ની સહિત તેણે કહ્યું: હે સ્વામી! જો પૂર્વોક્ત સામગ્રી અમને મળે તો અમે આપની કૃપાથી જેલને ભાંગીને સેંકડો દુઃખોથી રહિત એવા ઇચ્છિત સુખોને પામીએ. તેથી મુનિએ તેમને સઘળીય સામગ્રી મેળવી આપી. તે બંનેય તે જેલને ભાંગીને મોક્ષને પામ્યા. [૬૭]
આ પ્રમાણે દેવસિકાનું ચરિત્ર પૂર્ણ થયું. બે 'અન્વય દૃષ્ટાંતોને કહીને વ્યતિરેક દૃષ્ટાંતને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
विसयाउरेहिं बहुसो, सीलं मणसावि मइलियं जेहिं । ते नरयदुहं दुसहं , सहति जह मुणिरहो राया ॥ ६८॥
વિષયોની અતિશય ઉત્કંઠાવાળા જ જીવો અનેકવાર શીલને મનથી પણ મલિન કરે છે તે મણિરથ રાજાની જેમ કષ્ટથી સહન કરી શકાય તેવાં નરકદુઃખોને સહન કરે છે. વિશેષાર્થ– અહીં ભાવાર્થ કથાનકથી કહેવાય છે
મણિરથનું ચરિત્ર અવંતીદેશમાં સુદર્શન નામનું મુખ્ય નગર છે. ગૌરવવંતી સ્ત્રીઓના મુખની જેમ તે નગર શુભઘરોવાળું અને લાંબી શેરીઓવાળું છે. તેમાં મણિરથનામનો રાજા છે. તે સમુદ્રની
૧. શીલનું પાલન કરવાથી લાભ થયો હોય તેવાં દૃષ્ટાંતો અન્વયાંતો છે. શીલનું પાલન ન કરવાથી
નુકશાન થયું હોય તેવાં દૃષ્ટાંતો વ્યતિરેક દૃષ્ટાંતો છે. ૨. મુખના પક્ષમાં સુરાત્તયે એટલે સુખનું સ્થાન. અને સૌહારું એટલે લાંબી આંખોવાળું. ૩. સમુદ્રના પક્ષમાં થનડીદરવાણી એટલે શ્રીકૃષ્ણ જેનો આશ્રય લીધો છે તેવો. મયદો - મગરમચ્છને હિતકર, વિપકાદારો એટલે ઘણા પ્રાણીઓનો આધાર.
Page #220
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [મણિરથનું ચરિત્ર-૨૦૫ જેમ શ્રેષ્ઠ રત્નોવાળો છે. શ્રીમંતોએ તેનો આશ્રય લીધો હતો. તે મદથી રહિત છે અને ઘણી પ્રજાનો આધાર છે. તેનો યુગબાહુ નામનો નાનોભાઈ યુવરાજ હતો. યુગબાહુની મદનરેખા નામની ગુણોથી પૂર્ણ પત્ની હતી. તેનું રૂપ જોઈને તે કામદેવ પણ કામરૂપ અગ્નિથી બળ્યો હતો. કામદેવ મહાદેવથી બળ્યો હતો એ જનવાદ જ છે એમ હું માનું છું. હવે
ક્યાંક વિશ્વાસથી મદનરેખાને જોતો મણિરથ હૈયામાં જાણે કે ઇર્ષ્યાથી હોય તેમ કામદેવનડે બાણોથી હણાયો. તેણે વિચાર્યું: મારે આને નિયમા લેવી છે. તેથી એને પ્રલોભન આપું. (કારણ કે) મનોહર વસ્તુઓ રૂપ પાશથી બંધાયેલો લોક કાર્યને અને અકાર્ય કરે છે. પછી તે પુષ્પ, ફલ, વિલેપન, તંબોલ વગેરે વસ્તુઓ તેને મોકલે છે. તે પણ જેઠનો પ્રસાદ છે છે એમ સમજીને નિર્દોષ ભાવથી લે છે. હવે એક દિવસ રાજાએ મદનરેખા પાસે દૂતીને મોકલી. દૂતીએ તેને કહ્યું: હે ભદ્ર! તારા ગુણસમૂહમાં અનુરાગી થયેલો રાજા આ પ્રમાણે કહે છેતું મારી સાથે ઇચ્છા પ્રમાણે વિષયસુખને ભોગવ, અને સંપૂર્ણ રાજ્યની માલિકીનો સ્વીકાર કર. પછી જિનવચનથી ભાવિતમનવાળી મદનરેખાએ કહ્યું: બીજી સ્ત્રીમાં પણ સત્પરુષનું મન પણ જતું નથી, અને વહુજનમાં કામની પ્રવૃત્તિ કરવી એ મહાપાપ છે. સ્ત્રીઓનો મુખ્યગુણ શીલ જ છે. જો મારામાં તે ગુણ પણ ન હોય તો મારામાં બીજા કયા ગુણો છે કે જે ગુણોમાં રાજા અનુરાગી થાય છે. યુવરાજની પત્ની એવી મારે ઘણા વૈભવવાળા રાજ્યની માલિકી છે. અથવા શીલખંડિત થયે છતે જે થાય તે મારે ન થાઓ. અર્થાત્ રાજ્ય મળતું હોય તો પણ મારે નથી જોઇતું. જ્યાં કાલરૂપ ધગધગ કરતી અગ્નિની જવાલાઓના સમૂહથી યૌવનવાળા જીવન રૂપ પરાળ નિત્ય બળે છે ત્યાં અકાર્યોમાં કોણ રમે? જો તમે અનાદિ સંસારમાં અનંત સ્ત્રીઓથી તૃપ્તિને પામ્યા નથી, અને આ ભવમાં ઘણી સ્ત્રીઓથી તૃપ્તિને પામ્યા નથી, તો એક મારાથી તૃપ્તિને નહિ પામો. તુચ્છ કામભોગો માટે તમે ત્રણ ભુવનમાં અપયશને પામશો, અને પોતાના હાથે દુઃખોને ખરીદીને ઘોર નરકમાં પડશો. તેથી મનમાં ઘણો સંતોષ રાખીને અકાર્યોથી વિરામ પામો. અન્યથા ભોગતૃષ્ણા દૂર ન થાય, અને વધે. ઈત્યાદિ મદનરેખાએ જે કહ્યું તે દૂતીએ રાજાને કહ્યું. તો પણ આ નિવૃત્ત ન થયો અને કામના આવેશથી અધિક ગ્રહણ કરાયો. હિતમાં તત્પર અને સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષોથી સારી રીતે કહેવાયેલાં પણ વચનો કામદેવરૂપ સર્પના વિષથી ભાવિત થયેલા જીવોના હૃદયમાં પ્રવેશતા નથી. તેથી લજ્જારહિત બનેલા તેણે વિચાર્યું. મારો નાનોભાઈ જીવતો હોય ત્યાં સુધી આને લેવા માટે હું સમર્થ ન થાઉં. તેથી તેને મારીને બલાત્કારથી તેને લઉં. આમ વિચારીને તે ભાઇના છિદ્રોને જુએ છે. આ દરમિયાન અતિશય મનોહર વસંત સમય પ્રવૃત્ત થયો. તે આ પ્રમાણે
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬- શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) વસંતઋતુનું વર્ણન
[મણિરથનું ચરિત્ર
ગાઢ આમ્રવૃક્ષોની સરસ ઘણી મંજરીઓએ ઘણો સુગંધ ફેલાવ્યો હતો. સુગંધથી મળેલા ભમતા ભમરાઓની શ્રેણિના મધુર અવાજના શ્રવણથી સુખકર હતો. મુસાફર લોકોનું મન ઘણી કોયલોના સુખકર અને મધુર અવાજમાં આસક્ત બન્યું હતું. લોકોના મનનું હરણ કરનાર, કામદેવને જીવિતદાન કરનાર (=જગાડનાર) શ્રેષ્ઠ વસંતઋતુ શોભે છે. તે ઋતુમાં કપૂરની પરાગના સંગથી સુખ આપનારા, એલાયચીના વનને હલાવનારા, નદીના લીલા તરંગોની રચનાથી ઠંડા, ક્રીડા કરવાના સરોવરને ઉલ્લસિત કરનારા, કન્યાઓની શ્રેણિના વાંકડિયા વાળના સમૂહનું ઉત્તમ નૃત્ય થઇ રહ્યું છે જેમનાથી તેવા, કામરૂપ અગ્નિને પ્રદીપ્ત કરનારા, મલયપર્વતની મધ્યમાંથી વહેતા, આવા પવનો મંદમંદ વાય છે. તે ઋતુમાં વીણા, વાંસળી અને મૃદંગના શબ્દોથી સુખ આપનાર ગીતો ગાવામાં આવે છે. ખોળામાં રાખેલી સ્ત્રી અને આ(=ગીતો સંબંધી)સુખ હિંચકાઓમાં સેવાય છે. કોયલના કુહુ કુહુ એવા મધુર શબ્દને સાંભળીને ક્ષણવાર માન મૂકીને મોટા સ્તનવાળી સ્ત્રીઓ પ્રિયતમને અતિશય પૂર્ણપણે આલિંગન કરે છે. વળી બીજું- તે ઋતુમાં કુરુદેશના યુવાનો યુવતિઓના આલિંગનથી વિકસે છે. યુવતિઓના પગના પ્રહારથી હર્ષ પામેલા અશોકવૃક્ષો પણ વિકસે છે. યુવતિઓના મદિરાના કોગળાથી તુષ્ટ થયેલી પરાગ (=પુષ્પરેણુ) પણ પુષ્પરૂપ થાય છે. ચંપકવૃક્ષો વસંતઋતુના જલના દોહલાઓથી વિકસે છે, અર્થાત્ ચંપકવૃક્ષોને વસંતઋતુના જલપાનના મનોરથો થાય છે, એથી વસંતઋતુનું પાણી મળતાં વિકસે છે. યુવતિઓના કટાક્ષોથી જોવાયેલ તિલકવૃક્ષ વિકસે છે. `વિરહવૃક્ષો પંચમસ્વરના અવાજને સાંભળીને વિકસે છે. આ પ્રમાણે એકેંદ્રિયો પણ ક્રમશઃ સ્પર્શ આદિ વિષયોથી આકર્ષાય છે, તો પંચેંદ્રિય જીવો વિષયોથી કેમ ન છેતરાય? પવનથી હાલેલી મંજરીઓની ફેલાતી પરાગના બહાનાથી આમ્રવૃક્ષો જાણે વસંતઋતુના રાજ્યમાં હર્ષ પામેલા હોય તેમ ધૂલની ક્રીડાથી રમે છે. બળેલા પણ પલાસવનને પુષ્પોથી યુક્ત જોઇને જાણે કે પતિના વિરહવાળી સ્ત્રીઓએ બળી જવાના ભયથી આંખના આંસુઓ રૂપ પાણીથી દેહને સિંચ્યો. વર્ણથી ઉજ્જ્વળ હોવા છતાં સુગંધથી રહિત કર્ણિકારવૃક્ષમાં ભમરાઓ રમતા નથી. રૂપથી શું કરાય? વિદ્વાનો ગુણોથી આકર્ષાય છે. વળી બીજું– પુષ્પોથી યુક્ત કંચનારવૃક્ષ અને અતિશય ખીલેલા પુન્નાગ અને નાગ શોભે છે. મચકુંદના પુષ્પોની સુગંધ પસરે છે. તેણે સંપૂર્ણ દિશાના અંતોને વાસિત કર્યા છે. ઘણાં પુષ્પોવાળાં નવમલ્લિકાવૃક્ષો અને પાટલા વૃક્ષો સુગંધથી મઘમધે છે. ઇલાયચી, લવિંગ, કંકોલ, દ્રાક્ષ અને ખજૂરનાં વૃક્ષો શોભે છે. બીજા પણ કદલી અને નાળિયેર વગેરે વિવિધ વૃક્ષો ૧. આ વર્ણનમાં વિરહ, કર્ણિકાર, કંચનાર, પુન્નાગ, નાગ, મચકુંદ, નવમલ્લિકા અને પાટલા વગેરે વૃક્ષો છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મણિરથનું ચરિત્ર-૨૦૭ વિશેષથી શોભે છે. તથા જાણે વસંતઋતુ સ્વયં પણ કામદેવથી ઉન્મત્ત બની હોય તેમ લતાઓને પ્રિય એવી વૃક્ષશ્રેણિને વિભૂષિત કરે છે. જાણે પક્ષીઓના મધુર અવાજોથી ગાય છે, વૃક્ષોના પલ્લવરૂપ હાથોથી જાણે નાચે છે, જાણે ખીલેલા મોગરાઓના પુષ્પોના બહાને હસે છે. જાણે ઉન્મત્ત કોયલના અવાજથી કુહુ કુહુ અવાજ કરે છે. ચાલતી લતારૂપ હાથથી જાણે બોલાવે છે. જાણે વાચાળ પોપટ અને મેનાઓથી ભણે છે. જાણે ફળોથી ભરેલાં અને નમતાં વૃક્ષોના અગ્રભાગોથી (=ડાળીઓથી) ચરણ કમલોવડે પ્રિયને પ્રણામ કરે છે. પુષ્પરસથી અતિશય પૂર્ણ અને ગળતાં એવાં પુષ્પોથી જાણે રડે છે. ત્યાં લોક ઘણી હાથતાળી આપે છે. અર્થાત્ રાસડા લે છે. ત્યાં ઘણી દુકાનો થાય છે, અર્થાત્ ત્યાં ઘણી દુકાનો માંડવામાં આવે છે. જેમણે ઘણા આહાર-પાણી સાથે લીધા છે તેવા અને આભૂષણ-વિલેપનથી અલંકૃત થયેલી પતિ-પત્નીના યુગલો પ્રેમપૂર્ણ ક્રીડા કરે છે. સુખની કામનાવાળી નગરની સ્ત્રીઓ પોતાના પતિઓની સાથે ગાયને પવિત્ર કરે છે=સ્નાન કરાવે છે. આ પ્રમાણે સતત હર્ષથી અને સર્વસમૃદ્ધિથી પોતપોતાના અતિશય પ્રિયજનથી યુક્ત લોક ઉદ્યાનમાં ગયો. ભેગા થયેલા બધા ય લોકો કામદેવથી ઉન્મત્ત થઇને ક્રીડા કરે છે. તેથી ઉદ્યાનપાલકે આંબાની મંજરીઓ હાથમાં લઇને રાજાની પાસે જઇને આ (=હવે પછીની) ગાથાને બોલીને રાજાને વિનંતિ કરી. તે આ પ્રમાણે– હે દેવ! ચંપકના પુષ્પ જેવી શ્વેતવર્ણવાળી, કમળના જેવી આંખોવાળી અને તિલકથી શોભતી વસંતલક્ષ્મી જાણે આપની સાથે સંકેત કર્યો હોય તેમ ઉદ્યાનમાં આવી છે.
યુગબાહુની આરાધના અને મરણ
તેથી વસંતસમયને જાણવા છતાં નગરલોકોથી નિવૃત્ત ન કરાયેલો રાજા બહાર ન ગયો, અને યુગબાહુ પત્નીની સાથે ગયો. ત્યાં ક્રીડા કરતા તેને રાત થઇ ગઇ. તેથી કદલીઘરમાં રતિસુખને અનુભવીને નિશ્ચિતપણે સૂઇ ગયો. અત્યારે એની પાસે પરિવાર થોડો છે. ઇત્યાદિ આ અવસરને જાણીને તલવાર હાથમાં લઇને મણિરથરાજા ત્યાં આવીને કદલીઘરમાં પ્રવેશ્યો. પછી ધર્મરહિત અને નિર્દય એવા તેણે અપયશને ગણ્યા વિના અને મર્યાદાને મૂકીને ભાઇને તલવારથી ગળામાં હણ્યો. તેથી મદનરેખાએ પોકાર કર્યો. પહેરેગીર વર્ગ ભેગો થઇ ગયો. કપટથી ભરેલો કોઇક ઉત્તર આપીને રાજા પોતાના ઘરે જતો રહ્યો. પછી યુગબાહુની અંતિમાવસ્થા જાણીને મદનરેખાએ તેના કાનની પાસે રહીને મધુર વચનોથી તેને કહ્યું: હે મહાયશસ્વી! તમે મનમાં ક્ષણવાર પણ ખેદ ન કરો. કારણ કે અહીં પોતાના કર્મનો પરિણામ અપરાધ કરે છે, બીજો નહિ. (૨૫) જેણે અન્યભવમાં જે કર્મ કર્યું હોય તેને આ ભવમાં તે કર્મ ભોગવવું પડે છે. બીજો જીવ તો નિમિત્ત માત્ર હોય છે, પ્રાણ કંઠે આવી ગયા છે એવી
૧. ના શબ્દ વ ના અર્થમાં છે.
૨. નિયતિહિં એ અપભ્રંશભાષાનો પ્રયોગ છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮-શીલધર્મ) ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મણિરથનું ચરિત્ર અવસ્થામાં હમણાં જો તમે દ્વેષ કરશો તો પણ બીજાનું કંઇપણ નહીં બગડે, અને તમે પરલોકને હારી જશો. તેથી તે વીર! સમાધિને કરો. અરિહંત આદિ શરણને અનુસરો. મમતાને છેદી નાખો. સર્વજીવોમાં મૈત્રી કરો. સિદ્ધ વગેરેને સાક્ષી કરીને પોતાના સઘળાં દુષ્કતોની ગહ કરો. સર્વજીવોની પાસે ક્ષમા માગો અને તમે પણ સર્વ જીવોને ક્ષમા આપો. અરિહંત મારા દેવ છે. સુસાધુઓ મારા ગુરુ છે. જિનમત જ મારે પ્રમાણ છે. ભવાંતરમાં પણ આજ દેવ-ગુરુ-ધર્મ મને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે આનું ચિંતન કરો. જીવનપર્યત હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આદિની વિરતિને ત્રિવિધ-ત્રિવિધથી સ્વીકારો. અઢાર પાપસ્થાનોનું સમ્યક્ પ્રતિક્રમણ કરો. સંસારના સ્વરૂપને વિચારો. મનમાં નમસ્કારને અનુસરો. કારણ કે અંતે જેના પ્રાણી પંચનમસ્કારની સાથે જાય છે તે જો મોક્ષમાં ન જાય તો અવશ્ય વૈમાનિક દેવલોકમાં જાય છે. માતા-પિતા, મિત્ર-પુત્ર, પત્ની, સ્વજનવર્ગ આ બધાયનો વિયોગ થાય છે. કેવળ ધર્મ સહાયક થાય છે. આ પ્રમાણે સારી રીતે ભાવના કરીને અને નરકનાં દુઃખોને સમ્યક્ વિચારીને તથા બધા સ્થળે આસક્તિથી રહિત બનીને આ દુઃખને સારી રીતે (=સમભાવથી) સહન કરો. હે મહાયશસ્વી! મનુષ્યભવ અને જિનધર્મ વગેરે સામગ્રી ફરી દુર્લભ છે. તેથી એક ક્ષણ સમતા રાખીને એ સામગ્રીનું ફળ મેળવો. આ પ્રમાણે મદનરેખાએ શીતલ વચનરૂપ અમૃતથી યુગબાહુનો ક્રોધરૂપ અગ્નિ શાંત કરી નાખ્યો. આથી તેણે મસ્તકે અંજલિ કરીને આ બધાનો સ્વીકાર કર્યો. તેથી પ્રત્યેક સમયે વધતા સંવેગરસથી યુક્ત તે ભાવથી ચારિત્રના સ્વીકારપૂર્વક મરીને બ્રહ્મલોકમાં ( પાંચમા દેવલોકમાં) ઉત્પન્ન થયો.
હવે બાકીનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે ત્યારે મદનરેખાએ વિચાર્યું. હું રૂપ વગેરે ગુણની સાથે ગર્ભમાં જ મૃત્યુ કેમ ન પામી? જેથી શુદ્ધમનવાળા અને અપરાધથી રહિત પણ આ મહાનુભાવના મરણમાં હું જ નિમિત્ત બની. મારા નિમિત્તે પોતાના બંધુનો વધ કરનારા તે અવશ્ય મારું શીલ પણ ભાંગશે. તેથી હમણાં શીલનું રક્ષણ કરવું એ યુક્ત છે. મદનરેખાને ચંદ્રયશ નામનો પુત્ર છે. તેની સાથે સંકેત કરીને ઉદરમાં ગર્ભને ધારણ કરતી મદનરેખા રાત્રિએ જ નાસી ગઈ. પછી પૂર્વ દિશામાં ક્રમે કરીને એક મોટી અટવીમાં ગઈ. તે રાત પસાર થઈ ગઈ. પછી મધ્યાહ્ન થતાં મૂલ અને ફલ આદિથી પ્રાણનો નિર્વાહ કર્યો. સરોવરમાં પાણી પીને અને સાગારિક પચ્ચકખાણ કરીને શ્રમને દૂર કરવા માટે એક કેળના ઘરમાં સૂઈ ગઈ. આ દરમિયાન જાણે મદનરેખાના દુઃખથી દુઃખી થયેલી પશ્ચિમદિશારૂપી પત્નીથી આકાશરૂપ ઘરના સ્થાનમાંથી ફેંકી દેવાયો હોય તેમ સૂર્યરૂપી પતિ સહસા પશ્ચિમ સમુદ્રમાં પડ્યો. સર્વદિશાઓએ પણ ક્ષણમાં બધી તરફ મુખને અંધકારથી યુક્ત કરી દીધું. ત્યાં વાઘ, ભંડ, સિંહ, અષ્ટાપદ વગેરેના શબ્દોથી ત્રાસ પામતી તે પંચ નમસ્કારનું સ્મરણ કરી રહી છે, તેટલામાં તેણે ત્યાં જ શ્રેષ્ઠ લક્ષણોથી પરિપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. તે બાળકને રત્નકંબલથી વીંટાળીને, બાળકના હાથમાં “યુગબાહુ” એવા નામવાળી રત્નવટી નાખીને, વસ્ત્રોને ધોઈને,
Page #224
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [મદનરેખાનું ચરિત્ર-૨૦૯ તેણે સરોવરમાં પ્રવેશ કર્યો. ત્યાં જલહાથીએ તેને (સૂંઢમાં) લઈને આકાશમાં ઉછાળી. (૫૦) નંદીશ્વર તરફ જઈ રહેલા એક યુવાન વિદ્યાધરે તેને વચ્ચેથી જ લઈ લીધી. રડતી એવી તેણે કહ્યું: હે મહાયશસ્વી! તમે સાંભળો. મારો બાળક જંગલી પશુઓથી ખવાઈ જશે, અથવા આહાર વિના સ્વયં પણ મરી જશે. તેથી તમે દયા કરીને તે બાળકને અહીં લઈ આવો, અથવા મને ત્યાં લઈ જાઓ. તેણે કહ્યું: જો તું મને પોતાના પતિ તરીકે ઇચ્છે તો હું આ કાર્ય કરું. હું મણિચૂડ વિદ્યાધર ચક્રવર્તીનો મણિપ્રભ નામનો પુત્ર છું. મારા પિતાએ દીક્ષા લીધી છે. તેમને જ વંદન કરવા માટે જતા મેં તને જોઇ. તેથી વિદ્યાધરીઓની સ્વામિની થા, પોતાના દાસનો આદર કર. અશ્વથી અપહરણ કરાયેલો મિથિલાનગરીનો પદ્મરથ રાજા તારા પુત્રને લઈ ગયો છે. એકાંતમાં રાણી પુષ્પચૂલાને બાળક આપ્યો છે. પુત્ર તરીકે સુખથી રહે છે. (રાજાને પુત્ર ન હોવાથી રાજાએ તેને પુત્ર તરીકે રાખ્યો છે.) આ હકીકત પ્રજ્ઞપ્તિવિદ્યાએ મને કહી છે. માટે વિષાદને છોડીને મારી સાથે વિલાસ કર. આનાથી મનમાં ખિન્ન થયેલી મદનરેખાએ વિચાર્યું જ, પાપોદયથી મને કેવી રીતે ઉપરાઉપરી સંકટો આવે છે. ખરેખર! શીલરક્ષા માટે હું આટલી દૂર આવી. અહીં પણ તેવી જ અવસ્થાવાળો શીલભંગ ઉપસ્થિત થયો. તેથી મારે શીલની રક્ષા કરવી જોઇએ અને આ અતિશય કામદેવથી પીડિત છે. તેથી અહીં કોઇપણ પ્રકારે વિલંબ કરવો એ યુક્ત છે. આ પ્રમાણે વિચારીને મદનરેખાએ કહ્યું: હમણાં તમે નંદીશ્વરમાં મને દેવોને વંદન કરાવો. પછી હું તમારા ઇચ્છિતમાં પ્રયત્ન કરીશ. આ સાંભળીને તુષ્ટ થયેલો તે તેને નંદીશ્વરમાં લઈ ગયો. ત્યાં બાવન જિનમંદિરોને વંદન કરે છે. તે બાવન જિનમંદિરો આ પ્રમાણે છે- નંદીશ્વર દ્વીપના મધ્યભાગમાં ચાર અંજનગિરિ પર્વતોમાં ચાર, સોળ દધિમુખ પર્વતોમાં સોળ, બત્રીસ રતિકર પર્વતોમાં બત્રીસ એ બાવન જિનમંદિરો છે. આ બધાં જિનમંદિરો સો યોજન લાંબાં, પચાસ યોજન પહોળાં અને બહોતેર યોજન ઊંચાં છે. દેવોને વંદન કર્યા બાદ મણિચૂડ મુનિવરને વંદન કરે છે. ચાર જ્ઞાનના ધારક તે ભગવાન, પુત્રના ભાવને જાણીને તેવી રીતે દેશના કરે છે કે જેથી ઘણા સંવેગને પામેલા મણિપ્રભે મદનરેખાને બહેનની બુદ્ધિથી વારંવાર ખમાવી. મદનરેખાએ મુનિને પુત્રની વિગત પૂછી. મુનિએ કેટલાક પૂર્વભવોવાળું પધરથરાજા તેને લઈ ગયો ત્યાં સુધીનું પુત્રનું ચરિત્ર કહ્યું.
આ દરમિયાન સૂર્યની અને ચંદ્રની પ્રજાને જીતનારું, રત્નોથી બનાવેલું અને મણિની ઘુઘરીઓના અવાજથી વાચાળ એવું વિમાન આકાશમાંથી ઉતર્યું. સુરસુંદરીઓથી જેનો ગુણસમૂહ ગવાઈ રહ્યો છે તેવો, દેવો જેના માટે જય પામી જય પામો એવા શબ્દો બોલી રહ્યા છે તેવો અને તેજથી દેદીપ્યમાન એક શ્રેષ્ઠદેવ તે વિમાનમાંથી જલદી નીકળીને
૧. અદ્ર એટલે અતિશય ઊંડાણમાં. મનમાં ઉપર ઉપરથી વિષાદ પામી છે એમ નહિ, કિંતુ અતિશય ઊંડાણમાં મનમાં વિષાદ પામી છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૦-શીલધર્મ] ઉપદેશમલા (પુષ્પમાલા)
[મદનરેખાનું ચરિત્ર મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા કરીને મદનરેખાના ચરણોમાં પડ્યો. પછી તે દેવ સાધુને નમીને ઉચિત સ્થાનમાં બેઠો. આ અતિશય અયુક્ત છે એમ વિચારીને મણિપ્રભ વિદ્યાધરે દેવને કહ્યું: જો તમે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો તો અમે શું કહીએ? દુર્ધર ચારિત્રને ધારણ કરનારા અને ચાર જ્ઞાનવાળા મુનિવરને મૂકીને પહેલાં માત્ર સ્ત્રીને વંદન કરાય એ અવિચારીપણું છે. હવે દેવ કંઈ પણ કહે તેટલામાં મુનિવરે કહ્યું હે દેવાનુપ્રિય! આ દેવ ઠપકાને પાત્ર નથી. કારણ કે યુગબાહુની મદનરેખા નામની પત્નીમાં આસક્ત બનેલા મણિરથે પોતાના બંધુ યુગબાહુને હણ્યો. તેથી મદનરેખાએ મરણ સમયે પતિને અતિકુશળ અને મધુર વચનોથી તેવી રીતે ઉપદેશ આપ્યો અને જિનમતનો નમસ્કાર મંત્ર ગ્રહણ કરાવ્યો કે (૭૫) જેથી તે પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયો. તે આ અહીં આવ્યો છે. ધર્માચાર્ય છે એમ સમજીને તેણે પહેલાં આને વંદન કર્યું. સમ્યકત્વમૂલવાળા જિનધર્મનું દાન કરવું એ મહાન ઉપકાર છે એમ પ્રગટ છે. કારણ કે જિનમતમાં પણ આ પ્રમાણે કહ્યું છે– જે ગૃહસ્થવર્ડ કે સાધુવડે શુદ્ધ ધર્મમાં સ્થાપિત કરાયો હોય તે ગૃહસ્થ કે સાધુ ધર્મદાન કરવાના કારણે તેનો ધર્મગુરુ થાય છે. સમ્યકત્વ આપનારાએ મોક્ષલક્ષ્મીનું સુખ આપ્યું છે અને ભવનો નાશ કર્યો છે. તેથી સમ્યત્વના દાનરૂપ ઉપકારથી અન્ય કોઈ (શ્રેષ્ઠ) ઉપકાર નથી. ઇત્યાદિ મુનિએ કહ્યું એટલે વિદ્યાધર રાજા મણિપ્રભ દેવોના નાથ એવા દેવને ખમાવે છે. પછી દેવે મદનરેખાને કહ્યું હમણાં તને જે ઇચ્છિત હોય તે હું કરું. આથી આદેશ કર. મદનરેખાએ કહ્યું: મને મિથિલાનગરીમાં લઈ જાઓ કે જ્યાં મારો પુત્ર રહે છે. તેથી દેવ તે જ ક્ષણે તેને ત્યાં લઈ ગયો. એ શ્રેષ્ઠનગરી નમિનાથ અને મલ્લિજિનના જન્મ, દીક્ષા અને જ્ઞાન એ ત્રણ કલ્યાણકોથી સુપવિત્ર થયેલી છે. ત્યાં પહેલાં તીર્થબુદ્ધિથી જિનમંદિરોમાં ગયા. પછી પ્રવર્તિની સાધ્વીજીની પાસે જઈને ધર્મ સાંભળ્યો. હવે દેવે કહ્યું આવ, જેથી તને તારો પુત્ર આપું. મદનરેખાએ કહ્યું: અહીં અનાદિ સંસારમાં કોણ કોનો પુત્ર છે? તેથી ભવરૂપ વૃક્ષની પરંપરાને વધારનાર જલ સમાન પુત્રથી પણ સર્યું. આ સાધ્વીજીઓનાં ચરણો હમણાં મારું શરણ થાઓ. પ્રવર્તિનીને, સાધ્વીઓને અને મદનરેખાને નમીને દેવ સ્વસ્થાને ગયો. મદનરેખાએ દીક્ષા લીધી. તે બાળકના જ પ્રભાવથી બધાય રાજાઓ પધરથ રાજાને નમ્યા એથી પદ્મરથ રાજાએ તે બાળકનું નામ એવું નામ કર્યું. કલાની વૃદ્ધિથી અને શરીરથી વૃદ્ધિ પામેલો તે એકીસાથે શ્રેષ્ઠરૂપવાળી એક સો આઠ કન્યાઓને પરણ્યો. હવે પધરથરાજા યુવાન નમિને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા લઈને ઉપદ્રવ રહિત, અચલ અને સર્વોત્તમ(=મોક્ષ) સ્થાનને પામ્યો.
૧. તેવિ એ પ્રયોગના સ્થાને અનેવિ એમ હોવું જોઇએ એમ મને લાગે છે. ૨. વિરોવ એટલે એકી સાથે. વિર એટલે વિરામ. પહેલાં એક કન્યાને પરણ્યો. પછી વિરામ પામીને બીજી કન્યાને
પરણ્યો, એમ ક્રમશ: એક સો આઠ કન્યા પરણ્યો એમ નહિ, કિંતુ એકી સાથે એક સો આઠ કન્યાને પરણ્યો. ૩. જ્યાંથી બીજા સ્થળે ન જવું પડે તેવું સ્થાન.
Page #226
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [નમિરાજાનું ચરિત્ર-૨૧૧ આ તરફ મણિરથ રાજાએ જે રાતે બંધુને હણ્યો તે જ રીતે તે કાળસર્પથી ડસાયો, મરીને ચોથી નરકમાં મહાદુઃખી નારક તરીકે ઉત્પન્ન થયો. મંત્રીઓએ યુગબાહુના પુત્ર ચંદ્રયશને રાજ્ય ઉપર બેસાડયો. એકવાર નમિરાજાનો સર્વરાજ્યોમાં મુખ્ય એવો શ્વેતાથી આલાનસ્તંભને ભાંગીને વીંધ્યા અટવી તરફ ચાલ્યો. તે સુદર્શન નગરની નજીકથી જઈ રહ્યો છે. અશ્વોને ખેલાવવા માટે ગયેલા ચંદ્રયશરાજાના માણસોએ તેને જોયો. તેમણે રાજાને કહ્યું: તેણે આ હાથીને પકડીને નગરમાં પ્રવેશ કરાવ્યો. હાથી ત્યાં રહે છે. ચરપુરુષોએ નમિરાજાને કહ્યું કે શ્વેત હાથી ચંદ્રયશરાજા વડે ગ્રહણ કરાયો છે. નમિરાજાએ આ હાથીને લાવવા માટે ચંદ્રયશરાજાની પાસે દૂત મોકલ્યો, અને કહેવડાવ્યું કે શ્વેત હાથી મારો છે, એને મારી પાસે મોકલી આપો. દૂતે જઈને નમિરાજાનું વચન ચંદ્રયશને કહ્યું. ચંદ્રયશે કહ્યું: રત્નો કુલપરંપરાથી આવેલાં હોતાં નથી અને આજ્ઞામાં લખાયેલાં હોતાં નથી. સત્ત્વરૂપ ધનવાળા પુરુષો તલવારથી આક્રમણ કરીને પૃથ્વીને ભોગવે છે. ઈત્યાદિ કહીને દૂતને અપમાનિત કરીને કાઢી મૂક્યો. હવે નમિરાજાએ સૈન્યસહિત ચંદ્રરાજા ઉપર ચઢાઈ કરી. તેથી સૈન્યના સમૂહથી કષ્ટથી સહન કરી શકાય તેવો ચંદ્રયશરાજા તેની સામે ચાલ્યો. તેટલામાં સ્થાને સ્થાને અપશુકનો ઘણું રોકે છે. તેથી મંત્રીઓએ કહ્યું હે દેવ! નગરના દરવાજાઓને બંધ કરીને નગરીમાં રહો. પછી ઉચિત પ્રયત્ન કરીશું. તેથી ચંદ્રયશરાજા કોઈ પણ રીતે મંત્રીના વચનનો સ્વીકાર કરીને નગરમાં જ રહ્યો. નમિરાજા પણ ક્રમશઃ સુદર્શન નગરમાં આવ્યો. નમિની માતા સાધ્વીજીએ કોઇપણ રીતે આ વૃત્તાંત સાંભળ્યો. જનસંહાર કરીને આ બે નરકમાં ન જાઓ એમ વિચારીને પ્રવર્તિનીથી રજા અપાયેલા આ સાધ્વીજી નમિ રાજાની પાસે ગયા. નમિરાજાએ ઊભા થઈને સાધ્વીજીને મોટા આસન ઉપર બેસાડીને ભક્તિથી વંદન કર્યું. હવે સાધ્વીજીએ કહ્યું: હે રાજન! રાજ્યલક્ષ્મી શરદઋતુના વાદળ તુલ્ય ચંચળ છે. જીવન જલબિંદુ સમાન (અનિત્ય) છે. શરીર રોગ અને વૃદ્ધાવસ્થાથી વિનશ્વર છે. (૧૦૦) જીવોનો ઘાત કરવાથી નિયમા ઘોર નરકમાં વાસ થાય. આ પ્રમાણે હોવા છતાં તારું અને વડિલબંધુનું યુદ્ધ કેવું? તેથી વિસ્મય પામેલા નમિએ કહ્યું- હે ભગવતી! તે કોઈક છે અને હું કોઈક છું. તેથી જેની સાથે યુદ્ધ છે તે મારો મોટોભાઈ છે એમ આપ કહો છો તે અયુક્ત છે. સાધ્વીજીએ કહ્યું: આ ચંદ્રયશ જ તારો મોટોભાઈ છે. રાજાએ પૂછ્યું: કેવી રીતે? સાધ્વીજીએ સર્વ સંબંધ કહ્યો. પુષ્પમાલાને પૂછતાં તેણે રત્નની વીંટી અને રત્નકંબલ એ બંને બતાવ્યા. આ પ્રમાણે વિશ્વાસ થવા છતાં માનના કારણે તે યુદ્ધથી નિવૃત્ત થતો નથી. તેથી સાધ્વીજી ચંદ્રયશરાજાની પાસે ગયા. તેણે પરિવાર સહિત સાધ્વીજીને ઓળખી લીધા. શોકથી પૂર્ણ મનવાળા અને રડતા રાજાએ પૂર્વનો વૃત્તાંત પૂક્યો. સાધ્વીજીએ પણ સઘળું ય જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું. તેથી નમિ મારો ભાઈ છે એમ જાણીને ચંદ્રયશરાજા હર્ષ પામ્યો. હવે ભાઈની સામે જવા માટે ઘણા આડંબરથી ઉ. ૧૫ ભા.૧
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨-શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નમિરાજાનું ચરિત્ર
નીકળ્યો. નિમરાજા પણ આવતા ચંદ્રરાજાની સામે ગયો. ચંદ્ર-સૂર્ય જેવા તે બંનેએ ભેગા થઇને તે નગરમાં પ્રવેશ કર્યો. પછી ચંદ્રયશે કહ્યું: હે વત્સ! તારા (અને મારા પણ )પિતાનું મરણ જોઇને મને ક્ષણવાર પણ ઘરમાં રાગ ન હતો. કિંતુ રાજ્યના ભારને વહન કરવા સમર્થ પુરુષોને પ્રાપ્ત ન કરતો હું આટલા કાળ સુધી ઇચ્છા વિના પણ રહ્યો. હવે બંને રાજ્યોનો સ્વામી તું જ થા. ઇત્યાદિ આગ્રહથી કહીને, નિમરાજાને મનાવીને તેનો રાજ્યાભિષેક કરીને, ચંદ્રયશરાજાએ દીક્ષા લીધી.
અખંડિત આજ્ઞાવાળા મિરાજાએ પણ અતિ ઘણી વિભૂતિથી યુક્ત હોવાથી ચક્રવર્તીની જેમ ઘણા દિવસો સુધી બંને રાજ્યોનું પાલન કર્યું. હવે એકવાર મિરાજાને છમાસનો મહાદાહ થયો. તે રોગની શાંતિ માટે જેમણે હાથમાં રણકાર કરતી મણિની બંગડીઓ પહેરી છે એવી અંતઃપુરની સર્વ સ્ત્રીઓ હંમેશા ચંદન ઘસે છે. દાહના કારણે ઉદ્વિગ્ન બનેલા રાજાને બંગડીઓનો અવાજ સુખ આપતો નથી=કંટાળો ઉત્પન્ન કરે છે. તેથી તેના વચનથી તે સ્ત્રીઓએ એક એક બંગડી હાથમાંથી ત્યાં સુધી કાઢી કે માત્ર એક રાખીને બાકીની બધી બંગડીઓ કાઢી નાખી. આ દરમિયાન નમિરાજાના ચારિત્રાવરણીય કર્મનાં બંધનો તૂટી જતાં પોતાને આ શુભ અધ્યવસાય થયો કે- સંતોષથી રહિત જીવ જેમ જેમ ઘણું પરિગ્રહ ભેગું કરે છે તેમ તેમ દુઃખ વધે છે. આ વિષે બંગડીઓનું દૃષ્ટાંત છે. મારી પત્નીની પણ બંગડીઓ ભાર કરનારી અને અશુભ ધ્વનિવાળી છે. કિંતુ જીવો અભિમાનથી જ બંગડીઓને બીજી રીતે (=સુખ આપનારી) જાણે છે. જેવી રીતે બંગડીઓનું એકાકિપણું સુખ આપનારું છે તે રીતે જીવોનું પણ એકાકીપણું સુખ આપનારું છે. તેથી જો દાહ શાંત થઇ જાય તો હું પણ એકાકી થાઉં. આ પ્રમાણે વિચારીને સુઈ ગયેલો રાજા રાત્રિના અંતે સ્વપ્નમાં પોતાને મેરુપર્વત ઉપર શ્વેત અને શ્રેષ્ઠ હાથી ઉપર બેઠેલો જુએ છે. સવારના જાગેલો તે દાહદોષથી સંપૂર્ણ મુક્ત થઇ ગયો હતો. પછી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. રાજ્ય ઉપર પુત્રને બેસાડીને મમત્વથી રહિત બનેલા તેણે દીક્ષા લીધી. આ વખતે તેમને દેવે વેષ આપ્યો.
દીક્ષા લઇને નગરીમાંથી નીકળતા તેમને ઇંદ્રે જોયા. તેમના અદ્ભુત ચિરત્રથી હર્ષ પામેલો તે બ્રાહ્મણનું રૂપ કરીને તેમની પરીક્ષા માટે ત્યાં આવ્યો. તેણે નમિ રાજર્ષિને કહ્યું: હે રાજન! દીક્ષાનું મૂળ જીવદયા છે. તારા વ્રતસ્વીકારથી દુઃખી થયેલી આ નગરી આક્રંદન કરે છે. તેથી પૂર્વાપર બાધક આ તારું વ્રત અતિશય અયુક્ત છે. પછી મુનિએ કહ્યું: અહીં મારું વ્રત દુઃખનું કારણ નથી. (૧૨૫) કિંતુ લોકમાં પોતપોતાના કાર્યની હાનિ દુઃખનું કારણ છે. તેથી હું પણ મારું કાર્ય કરું છું. આ ચિંતાથી શું? પછી જાતે જ અંતઃપુરના ઘરો બળતા દેખાડીને ફરી પણ ઇંદ્રે કહ્યું: હે ભગવંત! આ અગ્નિ અને વાયુ આ ઘરોને બાળે છે. તેથી અતઃપુરની ઉપેક્ષા કેમ કરો છો? પછી નમિરાજાર્ષિએ કહ્યું: જેમનું કંઇ પણ
Page #228
--------------------------------------------------------------------------
________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [નમિરાજાનું ચરિત્ર-૨૧૩ નથી એવા અમે સુખે રહીએ છીએ અને સુખે જીવીએ છીએ. મિથિલાનગરી બળી રહી છે તેમાં મારું કંઈ પણ બળતું નથી. પુત્ર-સ્ત્રીનો ત્યાગ કરનારા અને (લૌકિક) વ્યાપારથી રહિત સાધુને કંઇપણ પ્રિય નથી અને કંઈપણ અપ્રિય પણ નથી. ફરી ઈદ્ર કહ્યું ક્ષત્રિય! નગરના વિવિધ મંત્રોથી યુક્ત અને અતિદુર્ગમ કિલ્લો કરાવીને પછી દીક્ષા લો. રાજર્ષિએ કહ્યું: સંયમ મારું નગર છે અને તે નગરમાં મેં જાતે વિધિરૂપ યંત્રોથી યુક્ત પ્રશમરૂપ દુર્ગમ કિલ્લો કર્યો છે. ફરી ઈદ્ર કહ્યું: હે ક્ષત્રિય! લોકોના નિવાસ માટે શાશ્વતા અને અતિશય મનોહર મહેલો કરાવીને પછી તમે દીક્ષા લો. નમિરાજર્ષિએ કહ્યું: રસ્તામાં ચાલતો પુરુષ જે મૂઢ હોય તે જ રસ્તામાં ઘર કરે. જ્યાં નિશ્ચયથી (=સ્થિર) રહેવાનું હોય ત્યાં જ ઘર કરવું યુક્ત છે. ઇંદ્રે કહ્યું: ચોરોનો નિગ્રહ કરીને પ્રજાને સ્વસ્થ કરીને દીક્ષા લો. મુનિએ કહ્યું: જે યુદ્ધમાં દુર્જય લાખો પુરુષોને જીતે તે એક આત્માને જીતે એ તેનો પરમ જય છે. ઈદ્ર કહ્યું. અહીં ગૃહસ્થાશ્રમ સમાન અન્ય કયો ધર્મ છે? તેમાં દીન-અનાથ વગેરે પ્રાણીઓને દાન આપવામાં આવે છે. સાધુએ કહ્યું: જીવહિંસામાં રત એવો ગૃહસ્થ ક્યાંક જે ધર્મ કરે છે તે ધર્મ સાધુધર્મ રૂપ પર્વત આગળ રાઈ જેટલો પણ નથી. ઈદ્ર કહ્યું છે ક્ષત્રિય! રાજભંડારમાં સુવર્ણ, મણિ, મોતી, કાંસુ, વસ્ત્ર અને વાહન વધારીને પછી દીક્ષા લો. સાધુએ કહ્યું. સુવર્ણના પર્વત તુલ્ય ઢગલાઓ થાય તો પણ અસંતુષ્ટ તે જીવને તે પ્રમાણે વિરતિ(=સંતોષ) ક્યાંથી થાય? ઇંદ્ર કહ્યું: હે રાજન! નહિ આવેલા(=મળેલા) ભોગો માટે હાથમાં આવેલા ભોગોને આ રીતે છોડે છે, તેથી તું મૂઢ છે. રાજિષએ કહ્યું: ભોગોની આશંસાથી હું મળેલા ભોગોને છોડતો નથી. અજીર્ણ દોષ થયો હોય ત્યારે કયો ડાહ્યો પુરુષ ઘી પીએ? ભોગસુખો શલ્યરૂપ છે, વિષરૂપ છે, આશીવિષ તુલ્ય છે. ભોગસુખોને ઇચ્છતા જીવો ઇચ્છા ન હોવા છતાં દુર્ગતિમાં જાય છે. આ પ્રમાણે કહેવા છતાં નમિરાજર્ષિ મેરુપર્વત પવનથી ચલિત ન થાય તેમ ચલિત ન થયા. તેથી હર્ષ પામેલો ઈંદ્ર પ્રત્યક્ષ થયો. મુનિને નમીને છેત્રે કહ્યું: હે મહાયશસ્વી! તમારું કુલ અને ગોત્ર વિશ્વમાં પણ વખણાય છે. કારણ કે તમોએ વસ્ત્રમાં લાગેલા તૃણની જેમ આ ઋદ્ધિ છોડી દીધી છે. હે મુનીંદ્ર! તમે આકાશની જેમ ક્યાંય મમત્વરૂપ કાદવથી લેપાતા નથી. તમોએ રાગાદિ શત્રુવર્ગનો સર્વથા નિગ્રહ કર્યો છે. આ ઉત્તમ શ્રદ્ધાથી નમિરાજર્ષિની પ્રશંસા કરતો અને ત્રણ પ્રદક્ષિણા કરતો ઇંદ્ર નમિરાજર્ષિને વારંવાર વંદન કરે છે. પછી મુનિવરના ચક્ર-અંકુશના લક્ષણવાળાં ચરણોને વંદન કરીને જેના મણિના કુંડલો હાલી રહ્યા છે એવો ઇંદ્ર આકાશમાં ઉડ્યો. રોષરહિત અને તોષ રહિત નમિમુનિ દીક્ષાને પાળીને મોક્ષમાં ગયા. બીજા પણ પુરુષો આ જ કરે છે. [૬૮]
આ પ્રમાણે મણિરથનું ચરિત્ર પૂર્ણ થયું. પ્રસંગથી નમિચરિત્ર પણ પૂર્ણ થયું.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૪-શીલધર્મ)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [શીલ જ ઉપાદેય છે. અહીં જે ઉત્કૃષ્ટ માનસિક શલવિરાધન યથોક્ત રીતે પ્રાણાતિપાત આદિનું નિમિત્ત બને છે તે જ માનસિક શીલવિરાધન નરક દુઃખના કારણ તરીકે વિવક્ષિત છે. એથી જેટલા જીવો માનસિક શીલવિરાધન કરે તેટલા બધાય જીવોનું માનસિક શલવિરાધન નરકદુઃખનું કારણ બને એવી બુદ્ધિથી અતિપ્રસંગની શંકા ન કરવી. શીલના માહાસ્યની પ્રસિદ્ધિ માટે જ ગ્રંથકાર કહે છે
चिंतामणिणा किं तस्स? किंच कप्पहुमाइवत्थुहिं ?। चिंताईयफलकरं, सीलं जस्सऽत्थि साहीणं ॥ ६९॥
ચિંતવેલાથી અધિક ફલ કરનારું શીલ જેને સ્વાધીન છે તેને ચિંતામણિથી શું? કલ્પવૃક્ષ વગેરે વસ્તુઓથી શું? અર્થાત્ તેને ચિંતામણિ વગેરેની કોઈ જરૂર રહેતી નથી.
વિશેષાર્થ– ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ વગેરે વસ્તુઓ જે ચિંતવેલાં હોય, કલ્પેલાં હોય, ઇચ્છેલાં હોય તેવાં સુવર્ણલાભ વગેરે જ ફલોને આપે છે, જ્યારે શીલ તો મોક્ષપ્રાપ્તિ વગેરે જે ફળો ચિંતવેલાં ન હોય તે ફળો પણ આપે છે. એથી શીલ જ ઉપાદેય છે. ચિંતામણિ વગેરેથી શું? [૬૯]
આ પ્રમાણે જે શીલ સઘળા જિનેશ્વરોએ બતાવ્યું છે અને પોતે પણ જે શીલને ભવસમુદ્રમાં (=ભવસમુદ્રને તરવા માટે) વહાણ કર્યું છે, જે શીલ દેવસમૂહ અને મનુષ્યસમૂહની પૂજાનું કારણ છે, અર્થાત્ જે શીલના પ્રભાવથી દેવો અને મનુષ્યો પૂજે છે, સગુણોની પ્રાપ્તિ કરાવનાર તે શીલ જગતમાં જય પામે છે. (૧) શત્રુઓના ઘરોમાંથી ભિક્ષાદ્વારા પ્રાણનો નિર્વાહ કરવો એ સારું છે, અગ્નિમાં પડીને બળીને દેહથી છૂટકારો થાય એ હજી સારું છે, વિષમ મોટા પર્વતના 'પ્રસ્થ ઉપરથી પવિત્ર પાત કરવો એ હજી સારું છે. તો પણ નિપુણ જીવોને શીલનો ભંગ ઈષ્ટ થતો નથી. [૨] આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલા વિવરણમાં શીલધર્મનું સમર્થન કર્યું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં શીલધર્મ દ્વારનો રાજશેખરસૂરિકૃત
ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. અતિપ્રસંગ એટલે અલક્ષ્યમાં પણ લક્ષણનું જવું. પ્રસ્તુતમાં માનસિકશીલવિરાધન નરકદુઃખનું કારણ છે એટલું જ
કહેવામાં આવે તો જે જીવો સામાન્ય માનસિક શીલવિરાધનાના કારણે નરકમાં જતા નથી તે જીવોમાં પણ આ લક્ષણ જાય, અને એથી અતિપ્રસંગ થાય. પ્રસ્તત્વમાં જે ઉત્કૃષ્ટ માનસિકશીલવિરાધન પ્રાણાતિપાત આદિનું કારણ
બને તે માનસિકશીલવિરાધન નકદુ:ખનું કારણ છે એવી વિવેક્ષા હોવાથી અતિપ્રસંગ થતો નથી. ૨. પ્રસ્થ=પર્વત ઉપરનો જમીનનો સપાટ ભાગ.
Page #230
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
તપધર્મ
હવે તપધર્મને કહેવાની ઇચ્છાવાળા અને શીલધર્મની સાથે સંબંધવાળી ગાથાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
તપધર્મ]
इय निज्जियकप्पहुमचिंतामणिकामधेणुमाहप्पं ।
धण्णाण होइ सीलं विसेसओ संजुयं तवसा ॥ ७० ॥
[બાહ્યતપ-૨૧૫
આ પ્રમાણે જેણે કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુના માહાત્મ્યને જીતી લીધું છે એવું શીલ ધન્ય જીવોને હોય છે, તેમાં પણ તપથી યુક્ત શીલ વિશેષથી ધન્ય જીવોને હોય છે. વિશેષાર્થ– શીલથી યુક્ત જીવ પણ તપથી જ વિશિષ્ટ કર્મનિર્જરાને પામે છે. આથી શીલ પછી તપ કહેવાય છે. એ પ્રમાણે અહીં સંબંધ કહેલો જાણવો. [૭૦] તે તપ કેટલા પ્રકારનો છે, તપ કેવી રીતે કરવો જોઇએ, તપ કોણે કરવો જોઇએ એ કહે છેसमयपसिद्धं च तवं, बाहिरमब्धिंतरं च बारसहा ।
नाऊण तहा विरियं, कायव्वं तो सुहत्थीहिं ॥ ७१ ॥
શાસ્ત્રમાં પ્રસિદ્ધ બાહ્ય અને અત્યંતર એ બાર પ્રકારના તપને જાણીને પછી સ્વશક્તિ અનુસારે સુખના અર્થી જીવોએ તપ કરવો જોઇએ.
વિશેષાર્થ— વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર)માં કહ્યું છે કે- તપ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- બાહ્ય અને અત્યંતર. (બાહ્ય તપ શરીરને પણ તપાવતો હોવાથી અને મિથ્યાદૃષ્ટિઓએ પણ તપ તરીકે સ્વીકાર્યો હોવાથી બાહ્ય તપ છે. પ્રાયઃ અત્યંતર તપ કાર્યણશરીરને જ તપાવતો હોવાથી અને પ્રાયઃ સમ્યગ્દષ્ટિઓ વડે જ તપ તરીકે સ્વીકારાયો હોવાથી અત્યંતર તપ છે.)
બ્રાહ્યતપ
બાહ્ય તપ કેટલા પ્રકારનો છે? બાહ્ય તપ છ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે– અનશન, ઊનોદરી, ભિક્ષાચર્યા, રસત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા.
(૧) અનશન—(અનશન એટલે અશનનો ત્યાગ.) અનશન તપ કેટલા પ્રકારનો છે? અનશન તપ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે ઇત્વરિક (=અલ્પકાલીન) અને યાવત્કથિક (=જીવન-પર્યંત) ઇત્વરિક તપ કેટલા પ્રકારનો છે? ઇત્વરિક તપ અનેક પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- ચોથભક્ત, છટ્ઠભક્ત, અક્રમભક્ત, દશમભક્ત,
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૬-તપધ”] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અનશન-ઊણોદરી અર્ધમાસિકભક્ત, માસિકભક્ત, યાવત્ છમાસિકભક્ત. આ પ્રમાણે ઇતરિક તપ છે. યાવથિક તપ કેટલા પ્રકારનો છે? યાવત્કથિક તપ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન નિહારિમ અને અનિહારિક એમ બે પ્રકારે કહ્યો છે. અને નિયમો પ્રતિકર્મથી રહિત છે. ભક્તપ્રત્યાખ્યાન નિહારિમ અને અનિહારિમ એમ બે પ્રકારે છે. અને નિયમો પ્રતિકર્મથી સહિત છે. આ પ્રમાણે યાવસ્કથિક તપ કહ્યો. આ પ્રમાણે અનશન તપ કહ્યો.
[પાદપોપગમન- પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા. જેમાં જીવનપર્યંત વૃક્ષની જેમ નિશ્ચલ રહેવાનું હોય તે પાદપોપગમન. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં સદા રહે છે, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં જીવનપર્યત રહેવાનું હોય છે. અંગોપાંગોને જરા પણ ચલાવી શકાય નહિ. સદા એક પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે.
ભક્તપ્રત્યાખ્યાન- જીવનપર્યંત ભક્તનું પ્રત્યાખ્યાન કરવું (= ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ) એ ભક્તપ્રત્યાખ્યાન.]
નિહારિમ– જે અનશન આશ્રયના એકદેશમાં કરવામાં આવે, જેથી મૃતકને તે આશ્રયમાંથી બહાર કાઢવું પડે તે નિહારિમ.
અનિહારિમ– જે અનશન પર્વતની ગુફા વગેરેમાં કરવામાં આવે, જેથી મૃતકને ત્યાંથી બીજા સ્થળે ન લઈ જવું પડે તે અનિહારિમ.
પ્રતિકર્મ– ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા સ્વયં કરી શકે અને બીજાની પાસે પણ કરાવી શકે તે પ્રતિકર્મ
(૨) ઊણોદરી- ઊણોદરી તપ દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરી એમ બે પ્રકારનો કહ્યો છે. દ્રવ્ય ઊણોદરી તપ ઉપકરણ દ્રવ્ય ઊણોદરી અને ભક્તપાન દ્રવ્ય ઊણોદરી એમ બે પ્રકારનો કહ્યો છે. ઉપકરણ દ્રવ્ય ઊણોદરી ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે- એક વસ્ત્ર, એક પાત્ર. જે ઉપકરણો લક્ષણોથી યુક્ત હોવાથી સાધુઓને પ્રિય છે તેવાં જ ઉપકરણોનો ઉપયોગ કરવો. ભક્તપાન ઊણોદરી આ પ્રમાણે- કુકડીના ઇંડા પ્રમાણ આઠ કોળિયા પ્રમાણ આહાર લે તે અલ્પાહારી કહેવાય. બાર કોળિયાનો આહાર કરે તે કંઈક ન્યૂન અર્ધઊણોદરી કહેવાય. સોળ કોળિયાનો આહાર કરે તે દ્વિભાગ પ્રાપ્ત =અર્ધાહારી કહેવાય. ચોવીસ કોળિયાનો આહાર કરે તે અવમ ઊણોદરી કહેવાય. બત્રીસ કોળિયાનો આહાર કરે તે પ્રમાણ પ્રાપ્ત=પ્રમાણસર ભોજન કરનાર કહેવાય.
Page #232
--------------------------------------------------------------------------
________________
તપધર્મ].
ઉપદેશમલા (પુષ્પમાલા) [ભિક્ષાચર્યા-રસત્યાગ-કાયક્લેશ-સંલીનતા-૨૧૭ તેનાથી એક પણ કોળિયો ઓછો આહાર કરનાર સાધુ પ્રકામરસભોજી (=અત્યંત મધુરાદિ રસનો ભોક્તા) ન કહેવાય.
ભાવ ઊણોદરી અનેક પ્રકારની કહી છે. તે આ પ્રમાણે અલ્પક્રોધ, અલ્પમાન, અલ્પમાયા, અલ્પલોભ, અલ્પશબ્દ (રાતે ગૃહસ્થો જાગી ન જાય એ માટે ધીમે બોલવું), અલ્પ ઝંઝા (=નિરર્થક બહુ પ્રલાપ ન કરવો), અલ્પતમંત્મ (હૃદયમાં ગુસ્સો અલ્પ કરવો).
(૨) ભિક્ષાચર્યા–ભિક્ષાચર્યા અનેક પ્રકારની કહી છે. તે આ પ્રમાણેદ્રવ્યાભિગ્રહચરક (=દ્રવ્યનો અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે), ક્ષેત્રાભિગ્રહચરક ( ક્ષેત્રનો અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે), કાલાભિગ્રહચરક (કાલનો અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે), ભાવાભિગ્રહચરક (=ગાયન કરતી વ્યક્તિ ભિક્ષા આપે તો ભિક્ષા લેવી ઇત્યાદિ ભાવ અભિગ્રહ લઈને ભિક્ષા માટે ફરે તે). શુષણિકા(=દોષોથી રહિત ભિક્ષા લેવી એવો અભિગ્રહ કરનાર), સંખ્યાદત્તિક (=અમુક સંખ્યામાં જ દત્તિઓનો અભિગ્રહ). બીજા પ્રકારો ઔપપાતિકસૂત્રમાંથી જાણી લેવા.
(૪) રસપરિત્યાગ- રસપરિત્યાગ અનેક પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણેનિર્વિકૃતિક (ઘી વગેરે વિગઈનો ત્યાગ કરનાર), પ્રણીતરસ વિવર્જક (પ્રણીતરસનો ત્યાગ કરનાર), રૂક્ષાહાર (લૂખો આહાર લેવો). બીજા પ્રકારો ઔપપાતિકસૂત્રમાંથી જાણી લેવા.
(૫) કાયક્લેશ- કાયક્લેશ અનેક પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે– સ્થાનાતીત ( કાયોત્સર્ગ કરનાર), ઉસ્કુટુકાસનિક (=ઉત્કટ આસને રહેનાર), સર્વગાત્રપરિકર્મ વિભૂષાવિપ્રમુક્ત (=શરીરના સર્વ પ્રકારના સંસ્કારોથી અને વિભૂષાથી રહિત). બીજા પ્રકારો ઔપપાતિકસૂત્રમાંથી જાણી લેવા.
(૬) પ્રતિસલીનતા-પ્રતિસલીનતા ચાર પ્રકારની કહી છે. તે આ પ્રમાણેઇંદ્રિયપ્રતિસલીનતા (ઇંદ્રિયોનો નિગ્રહ કરવો), કષાયપ્રતિસલીનતા (=કષાયોનો નિગ્રહ કરવો), યોગસલીનતા (=મન-વચન-કાયાના વ્યાપારોનો નિગ્રહ કરવો.) વિવિક્તશયનાસન સેવનતા (=સ્ત્રી, પશુ અને નપુંસક રહિત વસતિમાં રહેવું અને નિર્દોષ શયનાદિ ઉપકરણોનો ઉપયોગ કરવો).
શ્રોત્ર, ચક્ષુ, નાસિકા, જિહ્યા અને સ્પર્શન એ પાંચ ઇંદ્રિયોને આશ્રયીને ઇંદ્રિયપ્રતિ
૧. આહાર આદિનો પાત્રમાં એકવાર ક્ષેપ તે દત્તિ. અભિગ્રહમાં દત્તિની સંખ્યાનો નિયમ હોય છે. ૨. પપાતિકસૂત્રમાં ભિક્ષાચર્યાના ૩૧ પ્રકાર જણાવ્યા છે. ૩. જેમાંથી ઘી આદિના બિંદુઓ ટપકતા હોય તે પ્રણીતરસ છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮- તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પ્રાયશ્ચિત્ત-વિનય
સંલીનતા પાંચ પ્રકારની કહી છે. ઇંદ્રિય પ્રતિસંલીનતા એટલે ઇંદ્રિયના વિષયનું સેવન ન કરવું કે પ્રાપ્ત થયેલા વિષયમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને આશ્રયીને કષાયસંલીનતા ચાર પ્રકારની કહી છે. કષાયસંલીનતા એટલે કષાયનો ઉદય ન થવા દેવો, અથવા ઉદયપ્રાપ્ત કષાયને નિષ્ફળ કરવો.
મન, વચન અને કાયા એ ત્રણ યોગોને આશ્રયીને યોગસંલીનતા ત્રણ પ્રકારની છે. મનોયોગસંલીનતા એટલે અકુશલ મનનો નિરોધ કરવો, કુશલ મનની પ્રવૃત્તિ કરવી કે મનને એકાગ્ર=સ્થિર કરવું.
વચનયોગસંલીનતા એટલે અકુશલ વચનનો નિરોધ કરવો, કુશલવચન બોલવું. કે મૌન રહેવું. કાયયોગસંલીનતા એટલે સારી રીતે સમાધિપૂર્વક પ્રશાંત થઇ હાથ-પગને સંકોચી કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય થઇ (સંયમમાં) લીન રહેવું.
વિવિક્તશયનાસન સેવનતા એટલે બગીચાઓ, ઉદ્યાનો, દેવકુલો, સભાઓ, પરબો તથા સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત વસતિઓમાં નિર્દોષ એષણીય પીઠ, ફલક, શય્યા અને સંથારાને પ્રાપ્ત કરીને વિચરવું.
અત્યંતર તપ
અત્યંતર તપ છ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે– પ્રાયશ્ચિત્ત, વિનય, વેયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ.
(૧) પ્રાયશ્ચિત્ત–પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે—આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક.
(૨) વિનય– વિનય સાત પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય અને લોકોપચાર વિનય.
(૧) જ્ઞાનવિનય– મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનને આશ્રયીને જ્ઞાનવિનય પાંચ પ્રકારનો કહ્યો છે. (જ્ઞાનની શ્રદ્ધા કરવી, ભક્તિ કરવી, બહુમાન ભાવ રાખવો, જ્ઞાનથી જોયેલા પદાર્થોનું ચિંતન કરવું, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, ભણેલા ગ્રંથોનો અભ્યાસ (=પરિશીલન) કરવો એ જ્ઞાનવિનય છે.)
(૨) દર્શનવિનય– દર્શનવિનય બે પ્રકા૨નો છે. તે આ પ્રમાણે– શુશ્રુષાવિનય અને
૧. અત્નીન=થોડા લીન. પત્નીન=વિશેષ લીન.
Page #234
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિનય- ૨૧૯
અનાશાતના વિનય. શુશ્રુષા વિનય અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે– સ્તુતિ આદિથી સત્કાર કરવો, વસ્ત્ર આદિથી સન્માન કરવું, અંજલિ જોડવી, ગુરુ આવતા હોય ત્યારે સામે જવું, ગુરુ બેઠેલા હોય ત્યારે સેવા કરવી, ગુરુ જાય ત્યારે પાછળ જવું.
અનાશાતના વિનયના ૪૫ ભેદો છે. તે આ પ્રમાણે– અરિહંત, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, `સ્થાવિર, `કુલ, ગણ, સંઘ, ક્રિયા, સંભોગ, મતિ આદિ પાંચ જ્ઞાન એ પંદર સ્થાનોનો આશાતનાનો ત્યાગ, ભક્તિ-બહુમાન અને વૈર્ણ સંજ્વલનતા એ ત્રણ રીતે વિનય કરવો.
(૩) ચારિત્રવિનય– (ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, ચારિત્રનો ઉપદેશ આપવો વગે૨ે ચારિત્ર વિનય છે) સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્રને આશ્રયીને ચારિત્રવિનય પાંચ પ્રકારનો છે.
(૪-૫) મનવિનય-વચનવિનય– મવિનય અને વચનવિનય એ પ્રત્યેકના પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે ભેદ છે. પ્રશસ્ત મનની પ્રવૃત્તિ દ્વારા પ્રશસ્તમન એ જ વિનય છે. અપ્રશસ્તમનની પ્રવૃત્તિ દ્વારા અપ્રશસ્તમન એ જ વિનય છે. તેમાં પ્રશસ્ત વિનય સાત પ્રકારે છે. તે આ પ્રમાણે
(૧) અપાપક- સામાન્યથી પાપરહિત મન.
(૨) અસાવધ– વિશેષથી ક્રોધાદિ પાપથી રહિત.
(૩) અક્રિય– કાયિકી આદિ (પાંચ પ્રકારની) ક્રિયાથી રહિત. (૪) નિરુપફ્લેશ– પોતાનામાં રહેલા શોકાદિ ક્લેશથી રહિત. (૫) અનાશ્રવકર– પ્રાણાતિપાત વગેરે આસ્રવ ક્રિયાથી રહિત. (૬) અછપિકર– છપિ એટલે ખેદ. સ્વ-પરને ખેદ ન કરવો. (૭) અભૂતાભિશંકન– અભિશંકન એટલે ભય. જીવોને ભય ન પમાડવો.
અપ્રશસ્ત મન વિનય સાત પ્રકારનો છે. તે આ પ્રમાણે- પાપક, સાવદ્ય, સક્રિય, સોપક્લેશ, આશ્રવકર, છપિક, અને ભૂતાભિશંકન.
૧. સંયમયોગોમાં સીદાતા સાધુઓને આ લોક-પરલોકના અપાયો બતાવીને સ્થિર કરે તે સ્થવિર. સ્થવિરના વયસ્થવિર, શ્રુતસ્થવિર અને પર્યાયસ્થવિર એમ ત્રણ પ્રકાર છે. ૬૦ વર્ષથી અધિક વયવાળા સાધુ વયસ્થવિર છે. સ્થાનાંગ-સમવાયાંગ શ્રુતના જ્ઞાતા સાધુ શ્રુતસ્થવિર છે. વીશવર્ષથી અધિક દીક્ષાપર્યાયવાળા સાધુ પર્યાયસ્થવિર છે. ૨. કુલ=અનેક ગચ્છોનો સમુદાય. ગણ=અનેક કુળોનો સમુદાય. સંઘ=સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર. ક્રિયા=ધર્મનાં અનુષ્ઠાનો. સંભોગસમાન ધર્મવાળા સાધુઓનો પરસ્પર ભક્તપ્રદાન વગેરે વ્યવહાર. ૩. વર્ણ સંજ્વલનતા એટલે સદ્ભૂત ગુણોના વર્ણનથી યશને દીપાવવો.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૦-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન (૬) કાયવિનય–પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં ગમન, સ્થાન (=ઊભા રહેવું), નિષદન(=બેસવું), તન્વર્તન (કપડખું ફેરવવું), ઉલ્લંઘન (ઓળંગવું), સર્વેન્દ્રિયયોજન (=સર્વ ઇન્દ્રિયોને પોતપોતાના વ્યાપારમાં પ્રવર્તાવવી), નોઇન્દ્રિયયોજન (=મનને પ્રવર્તાવવું.) આ સાત ઉપયોગપૂર્વક કરનારને પ્રશસ્તકાય વિનય છે, અને ઉપયોગ વિના કરનારને અપ્રશસ્તકા વિનય છે. (૭) લોકોપચારવિનય- લોકોપચાર વિનય સાત પ્રકારનો છે. તે આ પ્રમાણે(૧) અભ્યાસવર્તિત્વ- (=ગૌરવ કરવા યોગ્ય ગુરુ વગેરેની પાસે રહેવું તે). (ર) પરછંદાનુવર્તિત્વ- ( આરાધ્યના અભિપ્રાયને અનુસરવું). (૩) કાર્યહેતુ- (=જ્ઞાનાદિ નિમિત્તે ભક્તાદિનું દાન કરવું.). (૪) કૃતપ્રતિકૃતતા- (=મને ભણાવ્યો છે ઇત્યાદિ કૃતજ્ઞતાથી ભક્તાદિનું દાન કરવું). (૫) આર્તગવેષણતા- (=ગ્લાનના સમાચાર પૂછવા, સેવા કરવી વગેરે). (૬) દેશ-કાલજ્ઞતા- (=અવસરને ઉચિત કાર્ય કરવું) (૭) સર્વ અર્થોમાં અપ્રતિલોમતા- (૦આરાધ્યના સર્વ કાર્યોમાં અનુકૂળ રહેવું).
(૩) વૈયાવચ્ચ– વેયાવચ્ચ એટલે ભક્તદાન આદિથી મદદ કરવી. આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શિક્ષક, કુલ, ગણ, સંઘ અને સાધર્મિક એ દશને આશ્રયીને વેયાવચ્ચના દશ પ્રકાર છે.
(૪) સ્વાધ્યાય- સ્વાધ્યાયના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકાર છે. (૫) ધ્યાન- ધ્યાનના આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકુલ એમ ચાર પ્રકાર છે.
આર્તધ્યાન આર્તધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે(૧) અનિષ્ટ શબ્દાદિના સંયોગવાળો જીવ અનિષ્ટ શબ્દાદિના વિયોગની ચિંતાવાળો થાય
એ આર્તધ્યાન છે. (૨) ઈષ્ટ ધનાદિના સંયોગવાળો જીવ ઇષ્ટ ધનાદિનો વિયોગ ન થાય એવી ચિંતાવાળો
થાય એ આર્તધ્યાન છે. (૩) રોગના સંયોગવાળો જીવ રોગના વિયોગની ચિંતાવાળો થાય એ આર્તધ્યાન છે. (૪) ઇષ્ટ કામભોગાદિના સંયોગવાળો જીવ ઇષ્ટ કામભોગાદિનો વિયોગ ન થાય એવી
ચિંતાવાળો થાય એ આર્તધ્યાન છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
તપધ”]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [રૌદ્રધ્યાન-ધર્મધ્યાન ૨૨૧ આર્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે–આકંદનતા, (=મોટેથી રડવું), શોચનતા (=દીનતા બતાવવી), તેપનતા (=આંસુ પાડવા), પરિદેવનતા(=વારંવાર ફિલષ્ટ ભાષણ કરવું). (આત્મામાં રહેલું ધ્યાન જે ચિહ્નોથી ઓળખી શકાય-જાણી શકાય તે ધ્યાનનાં લક્ષણો છે.)
રૌદ્રધ્યાન રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે– હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી
અને સંરક્ષણાનુબંધી. (૧) હિંસાનુબંધી–હિંસા એટલે વધ અને બંધન આદિથી પીડા પમાડવી. અનુબંધ એટલે
સતત થવું. પીડા પમાડવાનું સતત પ્રણિધાન તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. (૨) મૃષાનુબંધી–મૃષા એટલે અસત્ય. અસત્ય બોલવાનું સતત પ્રણિધાન તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન. (૩) તેયાનુબંધી-તેય એટલે ચોરી, ચોરી કરવાનું સતત પ્રણિધાન તે તેયાનુબંધી રૌદ્રધ્યાન. (૪) સંરક્ષણાનુબંધી-વિષયોનું સાધન એવા ધનના સંરક્ષણનું સતત પ્રણિધાન તે
સંરક્ષણાનુબંધી-રૌદ્રધ્યાન.
રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે-ઉત્સત્રદોષ, બહુલદોષ, અજ્ઞાનદોષ અને આમરણાંતદોષ. (૧) ઉત્સન્નદોષ–હિંસાદિ ચારમાંથી ગમે તે એકમાં વારંવાર પ્રવૃત્તિ કરે. (૨) બહુદોષ-હિંસાદિ ચારેમાં વારંવાર પ્રવૃત્તિ કરે. (૩) અજ્ઞાનદોષ-કુશાસ્ત્રોના સંસ્કારોથી અધર્મસ્વરૂપ હિંસા આદિમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરે. (૪) આમરણાંત દોષ-કોઈ જાતના પશ્ચાત્તાપ વિના જીવનપર્યત હિંસાદિની પ્રવૃત્તિ કરે. જેમ કે- કાલસૌકરિક.
ધર્મધ્યાન ધર્મધ્યાનના ચાર પ્રકારો છે. તે આ પ્રમાણે- આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાક
વિચય અને સંસ્થાનવિચય. (૧) આજ્ઞાવિચય-વિચય એટલે નિર્ણય. જેમાં જિનાજ્ઞાનો નિર્ણય કરવામાં આવે તે
આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
૧. મૂળસૂત્રમાં રહેલા વડોયારે પદનો અર્થ આ પ્રમાણે છે–‘વડપલોયારે ત્તિ તુવું બે-તક્ષIss
लम्बनाऽनुप्रेक्षालक्षणेषु पदार्थेषु प्रत्यवतार:-समवतारो विचारणीयत्वेन यस्य तच्चतुष्प्रत्यवतारं, चतुर्विधशब्दस्यैव पयार्यो वाऽयम् ।
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૨-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધર્મ-શુક્લધ્યાન
(૨) અપાયવિચય– અપાય એટલે રાગ-દ્વેષાદિથી થતા અનર્થો. રાગ-દ્વેષાદિથી થતા અનર્થોનો નિર્ણય જેમાં કરવામાં આવે તે અપાયવિચય ધર્મધ્યાન છે.
(૩) વિપાકવિચય- વિપાક એટલે કર્મફલ. જેમાં કર્મફલનો નિર્ણય કરવામાં આવે તે વિપાકવિચય ધર્મધ્યાન છે.
(૪) સંસ્થાનવિચય– સંસ્થાન એટલે લોક અને દ્વીપ-સમુદ્ર વગેરેના આકારો. જેમાં લોક અને હીપસમુદ્ર વગેરેના આકારોનો નિર્ણય કરવામાં આવે તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે.
ધર્મધ્યાનનાં ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે
(૧) આજ્ઞારુચિ (=આજ્ઞા=સૂત્રના વ્યાખ્યાનરૂપ નિર્યુક્તિ વગેરે. તેમાં કે તેનાથી રુચિ.)
(૨) નિસર્ગરુચિ—(=સ્વભાવથી જ તત્ત્વોની શ્રદ્ધા).
(૩) સૂત્રરુચિ—(=આગમથી તત્ત્વોની શ્રદ્ધા).
(૪) અવગાઢરુચિ—(=સાધુના ઉપદેશથી રુચિ).
ધર્મધ્યાનના ચાર આલંબનો છે. તે આ પ્રમાણે– (૧) વાચના, (૨) પ્રતિપૃચ્છના, (૩) પરિવર્તના અને (૪) ધર્મકથા. (ધર્મધ્યાનરૂપ મહેલના ઉપરના ભાગમાં ચઢવા માટે જેનો ટેકો લેવામાં આવે તે આલંબન).
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. તે આ પ્રમાણે (૧) એકત્વ, (૨) અનિત્ય, (૩) અશુચિ અને (૪) સંસારભાવના. (=અનુ એટલે પછી. પ્રેક્ષા એટલે ચિંતન. ધર્મધ્યાન પછી જેનું ચિંતન કરવામાં આવે તે અનુપ્રેક્ષા.)
શુક્લધ્યાન
શુક્લધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે-પૃથવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ અને સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતી.
(૧) પૃથક્ક્ત્વ-વિતર્ક સવિચાર–પૃથક્ એટલે ભેદ-જુદાપણું. વિતર્ક એટલે પૂર્વગતશ્રુત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયોની, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાતિપરાવર્તન. વિચારથી સહિત તે સવિચાર.
અહીં ત્રણ શબ્દોથી ત્રણ હકીકતો જણાવવામાં આવી છે- (૧) પૃથ શબ્દથી ભેદ, (૨) વિતર્ક શબ્દથી પૂર્વગતશ્રુત, અને (૩) સવિચાર શબ્દથી દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન જણાવવામાં આવેલ છે. તથા ‘એકાગ્રતાપૂર્વક ચિંતન' એ અર્થ પૂર્વ સૂત્રથી ચાલ્યો આવે છે. આથી પૃથવિતર્ક સવિચાર ધ્યાનનો અર્થ આ પ્રમાણે થાય છે- જે ધ્યાનમાં
Page #238
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [શુક્લધ્યાનના ભેદો-૨૨૩ પૂર્વગતશ્રુતનાં આધારે, આત્મા આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદાદિ અનેક પર્યાયોનું એકાગ્રતાપૂર્વક ભેદપ્રધાન (દ્રવ્ય-પર્યાયના ભેદની પ્રધાનતાવાળું) ચિંતન થાય અને સાથે દ્રવ્યપર્યાય આદિનું પરાવર્તન થાય, તે પૃથકત્વવિતર્ક-સવિચાર ધ્યાન.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે- પૂર્વધર મહાત્મા પૂર્વગતશ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોના અનુસાર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, મૂર્તિત્વ-અમૂર્તત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી (–ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને
અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમજ કાયયોગનો ત્યાગ કરી વચનયોગ કે મનોયોગનું f" અવલંબન લે છે, અથવા વચનયોગનો ત્યાગ કરી કાયયોગ કે મનોયોગનું અવલંબન લે છે. અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગ કે વચનયોગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગીનું પરાવર્તન કરે છે.
(૨) એકત્વ-વિતર્ક-અવિચાર– એકત્વ એટલે અભેદ. શુકલધ્યાનના આ ભેદમાં દ્રવ્યપર્યાયનું અભેદરૂપે ચિંતન હોય છે. વિતર્કનો અને વિચારનો અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યો છે તે જ છે. વિચારનો અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં, પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું, અભેદથી-અભેદ પ્રધાન (દ્રવ્ય-પર્યાયના અભેદની પ્રધાનતાવાળું) ચિંતન થાય, અને અર્થ-વ્યંજન-યોગના પરાવર્તનનો અભાવ હોય, તે " એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આ ધ્યાન વિચાર રહિત હોવાથી પવનરહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્પકંપ-સ્થિર હોય છે.
(૩) સૂક્ષ્મક્રિય-અનિવૃત્તિ- સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ-અતિઅલ્પ હોય તે.
૧. આ અર્થ વિતર્ક શબ્દથી નીકળે છે. ૨. આ અર્થ પૃથકત્વ શબ્દથી નીકળે છે. ૩. આ અર્થ સવિચાર શબ્દથી નીકળે છે. ४. पृथक्त्वेन-एकद्रव्याश्रितानामुत्पादादिपर्यायाणां भेदेन पृथुत्वेन वा, विस्तीर्णभावेनेत्यन्ये, वितर्को-विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु (श्रीमदुमास्वातिवाचकैः) वितर्कः श्रुतालम्बनतया श्रुतमित्युपचारादधीतः तथा विचरणम्-अर्थाद् व्यञ्जने व्यञ्जनादर्थे तथा मनःप्रभृतिना.....
| (સ્થાનાંગસૂત્ર ચોથું પદ) ५. एकत्वेन-अभेदेनोत्पादादिपर्यायाणामन्यतमैकपर्यायालम्बनतयेत्यर्थः । वितर्क: पूर्वगतश्रुताश्रयो व्यञ्जनरूपोऽर्थरूपो वा यस्य तदेकत्ववितर्कम् ।
(સ્થાનાંગસૂત્ર ચોથું પદ)
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વ્યુત્સર્ગતપ અનિવૃત્તિ એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસોશ્વાસ રૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી. પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળી યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ પ્લાન હોય છે. યોગનિરોધ તેરમા ગુણઠાણાના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમા ગુણઠાણાના અંતે હોય છે.
(૪) સમુચ્છિન્નક્રિય-અપ્રતિપાતી–જેમાં ક્રિયાનો સર્વથા ઉચ્છેદ થઈ ગયો છે સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે સમુચ્છિન્ન ક્રિય. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન સમુચ્છિન્નક્રિય-અપ્રતિપાતી. આ ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે. શુક્લધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે- ક્ષમા, સંતોષ, સરળતા અને નમ્રતા.
શુક્લધ્યાનના ચાર આલંબનો કહ્યાં છે. તે આ પ્રમાણે– (૧) અવ્યથ– (=દેવાદિના ઉપસર્ગથી થયેલ ભય કે ચલનરૂપ વ્યથાનો અભાવ). (૨) અસંમોહ– ( દેવાદિએ કરેલી માયાથી થયેલ સંમોહનો (=મૂઢતાનો) અથવા
સૂક્ષ્મપદાર્થ સંબંધી સંમોહનો અભાવ. (૩) વિવેક-(=દેહથી આત્માનો અથવા આત્માથી સર્વ સંયોગોનું બુદ્ધિથી પૃથક્કરણ.) (૪) વ્યુત્સર્ગ- (=નિઃસંગપણે દેહ-ઉપધિનો ત્યાગ, અર્થાત્ દેહ-ઉપાધિ ઉપર મૂછ ન કરવી.)
શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. તે આ પ્રમાણે (૧) અનંતવૃત્તિતા– (=ભવ-પરંપરા અનંત છે એવું ચિંતન.) (૨) વિપરિણામ- (=વસ્તુઓ પ્રતિક્ષણ વિવિધ પરિણામને પામે છે એવું ચિંતન.) (૩) અશુભ(=સંસારની અશુભતાનું ચિંતન.). (૪) અપાય- (=પ્રાણાતિપાત આદિ આસવોથી થનારા અનર્થોનું ચિંતન.) (૬) વ્યુત્સર્ગ–બુત્સર્ગના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. (બુત્સર્ગ એટલે ત્યાગ.) દ્રવ્ય
વ્યુત્સર્ગના ગણ, શરીર, ઉપાધિ અને ભક્તપાન એમ ચાર ભેદ છે. ભાવવ્યુત્સર્ગના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે–(૧)કષાય-(=કષાયનો ત્યાગ કરવો.) (ર) સંસાર-( નરકાયુષ્ય વગેરેના હેતુ મિથ્યાત્વ આદિનો ત્યાગ કરવો.) (૩) કર્મ(=જ્ઞાનાવરણ આદિ કર્મોના જ્ઞાનદ્દેષ વગેરે જે હેતુઓ છે તે હેતુઓનો ત્યાગ કરવો.)
Page #240
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપથી લબ્ધિઓ પ્રગટે-૨૨૫ આ પ્રમાણે બાર પ્રકારનો તપ કહ્યો. આ તપ સર્વ ભેદોથી ગુરુની પાસે જાણ્યા પછી સ્વશક્તિ પ્રમાણે કરવો જોઇએ. નવકારશી તપ કરવાથી પ્રારંભી છમાસિક તપ કરવા સુધી જેની જેટલી શક્તિ હોય તેણે તે શક્તિ જરા પણ ન ગોપવવી જોઇએ. કારણ કે કહ્યું છે કે- “દેવપૂજિત અને ચાર જ્ઞાનના ધણી એવા તીર્થકરો પણ એ જ ભવમાં મોક્ષમાં નિશ્ચિત જવાના હોવા છતાં બલ-વીર્યને છુપાવ્યા વિના અનશન આદિ તપરૂપ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરે છે. તો પછી વીજળીના ચમકારા જેવા અસ્થિર મનુષ્યભવમાં બીજા સાધુઓએ દુઃખક્ષય માટે તપમાં ઉદ્યમ કેમ ન કરવો જોઇએ? કરવો જ જોઇએ.” (પંચવસ્તુક ૮૪૧-૮૪૨)
તથા શક્તિને ઉલ્લંઘીને પણ કરાતા જે તપથી આર્તધ્યાન થાય તે તપ ન કરવો જોઈએ. કારણ કે કહ્યું છે. જે તપથી મન અશુભ ન ચિંતવે, ઇંદ્રિયો ક્ષીણ ન થાય, અને યોગોની હાનિ ન થાય તે જ અનશનાદિ તપ કરવો જોઇએ. કારણ કે કર્મક્ષય શુભ અધ્યવસાયોથી થાય, (કેવળ તપથી નહિ. મન અશુભ ચિંતવે તો શુભ અધ્યવસાયો ન રહે). ઇંદ્રિયો ક્ષીણ થાય તો પ્રતિલેખના વગેરે ક્રિયા ન થઈ શકે. યોગો એટલે ચક્રવાલ સામાચારીની અંતર્ગત વ્યાપારો. (પંચવસ્તુક ૨૧૪)
કોણે તપ કરવો જોઇએ એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે– આનુષંગિક સ્વર્ગસુખ અને પ્રાર્થિત મોક્ષસુખના અર્થી જીવોએ તપ કરવો જોઇએ, ભવાભિનંદી જીવોએ નહિ. [૭૧]
આ તપ શા માટે કરવો જોઇએ એવી આશંકા કરીને તપના પ્રભાવની પ્રસિદ્ધિ માટે ગ્રંથકાર કહે છે
जं आमोसहि विप्पोसही य संभिन्नसोयपमुहाओ । लद्धीओ हुंति तहा, सुदुल्लहा सुरवराणंपि ॥ ७२॥
કારણ કે તપથી આમર્ષોષધિ, વિપુડૌષધિ અને સંભિન્નશ્રોતા વગેરે લબ્ધિઓ થાય છે, તથા આ લબ્ધિઓ શ્રેષ્ઠદેવોને પણ અતિશય દુર્લભ છે.
વિશેષાર્થ આમર્ષ એટલે સ્પર્શ. સ્પર્શ જ વ્યાધિને દૂર કરવા સમર્થ હોવાથી ઔષધિ છે. સ્પર્શ એ જ ઔષધિ તે આમર્ષોષધિ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- તપ કરતા કોઈક સાધુને એવા પ્રકારની લબ્ધિ ઉત્પન્ન થાય છે કે જેનાથી તે સાધુ સ્પર્શ કરવા માત્રથી જ કોઢ વગેરે સઘળી વ્યાધિઓને દૂર કરે છે. આથી આ લબ્ધિ આમર્ષોષધિ કહેવાય છે. તપ કરતા કોઈક સાધુને તે લબ્ધિ
૧. બલ=શરીરબળ. વીર્ય આત્મિકશક્તિ.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપથી લબ્ધિઓ પ્રગટે પ્રગટ થાય છે કે જેનાથી વિમુત્રવિષ્ઠા સુગંધી હોય છે, અને તે વિષ્ઠા સ્પર્શ કરવા માત્રથી વ્યાધિઓને દૂર કરે છે. આથી તે લબ્ધિ વિમુડૌષધિ કહેવાય છે. તથા સંભિન્ન એટલે સર્વ શરીરમાં વ્યાપીને રહેનાર. શ્રોતસ્ એટલે શ્રવણ. જે લબ્ધિમાં શ્રવણ સર્વશરીર વ્યાપી હોય, અર્થાત્ જે લબ્ધિ સર્વ શરીરથી શબ્દના શ્રવણનું કારણ બને, એટલે કે શરીરના કોઇપણ ભાગથી સાંભળી શકાય, તે સંભિન્ન શ્રોતા. અથવા શ્રોત શબ્દ સર્વ ઇંદ્રિયોનો વાચક છે. સંભિન્ન એટલે વિષયનો નિશ્ચય કરવાને આશ્રયીને પરસ્પર સંકીર્ણ.
અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે- જે લબ્ધિમાં શ્રોતસૂત્ર ઈદ્રિયો સંભિન્ન સંકીર્ણ છે તે સંભિન્ન શ્રોતાલબ્ધિ.
ભાવાર્થ આ પ્રમાણે છે- એક એક ઇંદ્રિય પણ પોતાના નિશ્ચય કરવા યોગ્ય પદાર્થોનો અને બીજી ઇંદ્રિયોના નિશ્ચય કરવા યોગ્ય પદાર્થોનો પણ નિશ્ચય કરે છે. જેમ કે સ્પર્શનેન્દ્રિયથી જેમ સ્પર્શનો નિર્ણય કરે છે, તેમ સ્વાદનો, ગંધનો, રૂપનો અને શબ્દનો પણ નિર્ણય કરે છે, એટલે કે સ્પર્શનેન્દ્રિયથી જેમ સ્પર્શ જાણી શકાય છે, તેમ ચાખી શકાય છે, સુંઘી શકાય છે, જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે. એક જ ઇન્દ્રિય પાંચે ય ઇન્દ્રિયોનું કામ કરે છે. અહીં ગાથામાં ગ્રહણ કરેલા પ્રમુa (=વગેરે) શબ્દથી ખેલૌષધિ અને મલૌષધિ વગેરે અને જંઘાચારણ વગેરે લબ્ધિઓ ગ્રહણ કરવામાં આવે છે. આ બધીય લબ્ધિઓ તપના કારણે થાય છે. દેવોને તપ હોતો નથી. આથી તેમને આ લબ્ધિઓ અતિશય દુર્લભ છે. આ પ્રમાણે વિચારીને તપ જ કરવો જોઇએ. આ પ્રમાણે હવે પછીની ગાથાઓમાં પણ તપનો પ્રભાવ પ્રગટ કરીને યથાયોગ્ય આ પ્રમાણે સંબંધ કરવો. [૭૨]
सुरसुंदरीकरचालियचमरुप्पीलो सुहाई सुरलोए । जं भुंजइ सुरनाहो, कुसुममिणं जाण तवतरुणो ॥ ७३॥
૧. ખેલ એટલે શ્લેખ. ખેલૌષધિવાળા સાધુ શરીરે પોતાનો ગ્લેખ લગાડીને રોગ દૂર કરી શકે. ૨. મલ એટલે શરીરનો મેલ. મલૌષધિવાળા સાધુ શરીરે પોતાના શરીરનો મેલ લગાડીને રોગ દૂર કરી શકે. ૩. જે બહુ જ ચરે=જાય તે ચારણ. ચારણના વિદ્યાચારણ અને જંધાચારણ એમ બે ભેદ છે. તેમાં જંઘાચારણ
મુનિ સુચકદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય. તે એક જ ઉત્પાતથી ચકદ્વીપ જાય છે. આવતી વખતે બે ઉત્પાતથી આવે છે. પહેલા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ આવે છે. બીજા ઉત્પાતથી જ્યાંથી ગયા હોય ત્યાં આવે છે. એવી રીતે ઊર્ધ્વલોકમાં પણ એક જ ઉત્પાતથી મેરુપર્વતના શિખરે રહેલા પાંડુકવન સુધી જાય છે. આવતી વખતે પહેલા ઉત્પાતથી નંદનવનમાં આવે છે. બીજા ઉત્પાતથી પોતાના મૂળ સ્થાને આવે છે.
વિદ્યાચારણ મુનિ નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે. તે જતી વખતે એક ઉત્પાતથી માનુષોત્તર પર્વત ઉપર જાય છે. બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ જાય છે. આવતી વખતે એક જ ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે. એ પ્રમાણે ઊર્ધ્વલોકમાં પણ એક ઉત્પાતથી નંદનવનમાં અને બીજા ઉત્પાતથી પાંડુકવનમાં જાય છે. વળતાં એક જ ઉત્પાતથી મૂળસ્થાનમાં આવે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
તપધર્મ].
ઉપદેશમલા (પુષ્પમાલા)
[તપનું ફળ-૨૨૭ દેવલોકમાં દેવીઓ ચામરો વીંઝે વગેરે જે સુખો દેવોનો સ્વામી દેવ ભોગવે છે તેને તપરૂપ વૃક્ષનું પુષ્પ જાણ.
વિશેષાર્થ– રણકાર કરતી બંગડીઓ જેમના હાથમાં પહેરેલી છે તેવી સુરસુંદરીઓ હાથોથી ચામર સમૂહને વીંઝે ઇત્યાદિ ઉત્તમ વિષયસુખોને પૂર્વજન્મમાં શુદ્ધ તપ કરીને દેવલોકના સ્વામી તરીકે ઉત્પન્ન થયેલા કાર્તિક શ્રેષ્ઠી વગેરે જીવસમૂહ જે ભોગવે છે તેને તપરૂપ વૃક્ષનું પુષ્પ માત્ર જાણ, આનું ફળ તો મુક્તિસુખ જ છે. [૭૩]
जं भरहमाइणो चक्किणोऽवि विप्फुरियनिम्मलपयावा । भुंजंति भरहवासं, तं जाण तवप्पभावेण ॥ ७४॥ पायाले सुरलोए, नरलोए वावि नत्थि तं कज्जं । जीवाण जं न सिज्झइ, तवेण विहिणाऽणुचिन्नेण ॥ ७५॥ विसमंपि समं सभयंपि निब्भयं दुजणो य सुयणोव्व । सुचरिततवस्स मुणिणो, जायइ जलणोऽवि जलनिवहो ॥७६ ॥
જેમનો નિર્મલ પ્રતાપ વિસ્તરેલો છે તેવા ભરત વગેરે ચક્રવર્તીઓ પણ ભરતક્ષેત્રને જે ભોગવે છે તે તપના પ્રભાવથી ભોગવે છે તેમ જાણ. [૭૪] પાતાળમાં, દેવલોકમાં કે મનુષ્યલોકમાં તેવું કોઈ કાર્ય નથી કે જે કાર્ય વિધિથી આચરેલા તપથી જીવોને સિદ્ધ ન થાય. [૭૨] તપના પ્રભાવથી વિષમ પણ સમ થઈ જાય છે, ભયભીત જીવ પણ નિર્ભય બની જાય છે, દુર્જન પણ સજ્જન બની જાય છે. જેમણે સારી રીતે તપ આચર્યો છે તેવા મુનિને અગ્નિ પણ જળ બની જાય છે. [૬]
- હવે તપની અતિશય મહત્તા અને દુષ્કરતાને જોતા તથા જેમને તપસ્વી સાધુઓ પ્રત્યે અસાધારણ ભક્તિ-બહુમાન ઉત્પન્ન થયા છે એવા ગ્રંથકાર જ તપ કરનારા સાધુઓને પ્રણામ દર્શાવતા કહે છે
तवसुसियमंसरुहिरा, अंतोविप्फुरियगरुयमाहप्पा । सलहिजंति सुरेहिवि, जे मुणिणो ताण पणओऽहं ॥ ७७॥
તપથી માંસ અને લોહીને સુકવી નાખનારા તથા જેમના અંતરમાં (તપનો) ઘણો પ્રભાવ વિસ્તર્યો છે એવા જે મુનિઓ દેવોથી પણ પ્રશંસા કરાય છે તે મુનિઓને હું નમેલો છું.
વિશેષાર્થ– જે તપ ચિત્તશુદ્ધિ માટે કરવામાં આવે તે જ તપ પ્રશંસા કરવા ઉ. ૧૬ ભા.૧
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નંદિષણની કથા
યોગ્ય છે. દંભથી કરેલો તપ પ્રશંસા કરવા યોગ્ય નથી. સામાન્ય માણસનું ચિત્ત તો માત્ર દંભથી પણ તપ કરવામાં આવે તો આકર્ષાય છે. પણ દેવો તો બીજાના ચિત્તને વિશિષ્ટ જ્ઞાનથી જાણતા હોવાથી જે તપ ચિત્તશુદ્ધિથી જ કરાતું હોય તે જ તપ દેવોનું મનોરંજન કરવા માટે સમર્થ છે, બીજી રીતે નહિ. આથી તપ ચિત્તશુદ્ધિથી યુક્ત હોવું જોઇએ એ જણાવવા માટે આ ગાથામાં “દેવોથી પણ પ્રશંસા કરાય છે” એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. [૭૭]
તપના પ્રભાવની પુષ્ટિ માટે જ દૃષ્ટાંતને કહે છે–
जं नंदिसेणमुणिणा, भवंतरे अमरसुंदरीणंपि । अइलोभणिज्ज रूवं, संपत्तं तं तवस्स फलं ॥ ७८ ॥
નંદિષણ મુનિને ભવાંતરમાં દેવીઓને પણ અતિશય મોહ ઉત્પન્ન કરે તેવું રૂપ જે પ્રાપ્ત થયું તે તપનું ફલ છે.
વિશેષાર્થ— ગાથાનો અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ તો કથાનકથી કહેવાય છે. નંદિષણની કથા
મગધદેશમાં શાલિગ્રામ નામનું ગામ હતું. ત્યાં લોક ઘણા ધણથી યુક્ત હોવા છતાં નિર્ધનતાથી આલિંગન કરાયો હતો, અર્થાત્ અલ્પ ધનવાળો હતો. તે ગામમાં ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલો અને વેદનો જ્ઞાતા એક બ્રાહ્મણ હતો. તેના ચિત્તમાં નિર્મલ શાસ્ત્રવાદ હોવા છતાં તેનું ચિત્ત શુચિવાદમાં તલ્લીન હતું. તેની પત્નીના ગર્ભમાં પુત્ર રહ્યો ત્યારથી છઠ્ઠા મહિને પિતા પરલોકને પામ્યાં અને પુત્રનો જન્મ થતાં માતા મૃત્યુ પામી. તેના અપલક્ષણથી ઘરમાં બધો વૈભવ પણ નાશ પામ્યો. દુઃખપૂર્વક જીવીને હવે તે આઠ વર્ષનો થયો. તે રૂપથી અત્યંત કુરૂપ હતો, ઠીંગણો હતો. તેનું પેટ લાંબુ(=મોટું) હતું, ઢીંચણ (=ઘુંટણ) મોટા હતા, મસ્તક ચતુષ્કોણ હતું, શરીર શ્યામ હતું, કેશ કાળા-પીળા હતા. તે ખૂંધો હતો. તેના શરીરનો સ્પર્શ કઠિન હતો. તેના મુખમાંથી લાળ પડતી હતી, મુખ દુર્ગંધી હતું. તે બધાને અપ્રિય હતો. તેનું શરીર દુર્ગંધી હતું. તે મૂર્ખ હતો. ધર્મથી રહિત હતો. તેના કાનમાંથી ઘણી રસી ગળતી હતી, તેના હાથ, પગ અને આંખો એ બધા વિષમ હતા, તેના દાંત લાંબા અને બહાર નીકળેલા હતા. તેની હડપચી (=જડબુ) મોટી હતી. તેનું શરીર રૂક્ષ (=લુખ્ખું) હતું. તેની જીભ લાંબી અને લટકતી હતી. તેની વાણી સ્ખલના પામતી હતી. તેનું નાક ચીંબુ હતું.
૧. અહીં ધણ એટલે ગાયોનું ટોળું. અહીં તાત્પર્ય એ છે કે લોકની પાસે ગાય વગેરે પશુરૂપ ધન ઘણું હતું, પણ પૈસારૂપ ધન અલ્પ હતું.
Page #244
--------------------------------------------------------------------------
________________
તપધર્મ].
ઉપદેશમલા (પુષ્પમાલા) [નંદિષેણની કથા-૨૨૯ વિશેષ કહેવાથી શું? તે સર્વ દોષોનું ઘર હતો, બુદ્ધિરહિત હતો. જાણે કે મનુષ્યના વેષમાં શિંગડાથી રહિત પશુ થયો હતો. ભિક્ષા માટે ભમતો તે મગધપુરમાં મામાના ઘરે આવ્યો. ત્યાં મામાના કામોને કરતો તે દિવસો પસાર કરે છે. મામાને સાત પુત્રીઓ હતી. તેમાંથી એક પુત્રી મામાએ તેને આપી= એક પુત્રીના તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. [ક્રમશઃ એક એક પુત્રીને તેની સાથે લગ્ન કરવાનું કહેતાં દરેક પુત્રીએ ના પાડી.] બધી પુત્રીઓએ મરણનો નિશ્ચય કર્યો પણ તેને ઇચ્છતી ન હતી, અર્થાત્ અમે મરી જઇશું પણ તેની સાથે લગ્ન નહિ કરીએ તેમ કહ્યું. તે અતિશય અપ્રિય હતો, એથી બીજી સ્ત્રીઓએ પણ તેને મનથી પણ ઇડ્યો નહિ. તેથી ખેદને પામેલો તે મરવા માટે વૈભારગિરિ ઉપર ચડ્યો. ત્યાં પર્વત ઉપરથી પડતા એવા તેને કોઈ મુનિએ રોક્યો. પછી મુનિની પાસે ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી. દીક્ષામાં તેનું નંદિષેણ નામ કર્યું. અગિયાર અંગો ભણ્યા પછી તે બારેય પ્રકારના તપની આરાધના કરવા લાગ્યા. દેહમાં રાગથી (=મમતાથી) રહિત તે યવમધ્ય, વજમધ્ય, સિંહનિષ્ક્રીડિત, મુક્તાવલી, રત્નાવલી, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષપણ, અર્ધમાસક્ષપણ વગેરે વિવિધ તપોથી પૂર્વનાં કર્મોની નિર્જરા કરવા લાગ્યા. દશ પ્રકારની વેયાવચ્ચ કરવાનો અભિગ્રહ કર્યો. જઘન્યથી પણ છઠ્ઠ તપ કરવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો. 'વાસી-ચંદનતુલ્ય, ઉપસર્ગ-પરિસહોને પણ સહન કરતા, અને અસ્મલિત પરિણામવાળા તે સદાય પોતાની પ્રતિજ્ઞાને પાળે છે. જે સાધુ જે અશનાદિને ઇચ્છે છે તેને તુષ્ટ થયેલા તે મુનિ ગ્લાનિ વિના નકોટિથી પરિશુદ્ધ તે અશનાદિ આપે છે.
આ પ્રમાણે તપ કરતા તેમના ઘણા હજારો વર્ષો વીતી ગયા ત્યારે એકવાર ઇંદ્ર સભામાં તેમની વેયાવચ્ચ સંબંધી નિશ્ચલતાની પ્રશંસા કરી. આ સાંભળીને ઘણા દેવો તે મુનિની પાસે ગયા અને ભક્તિથી તેમને પ્રણામ કર્યા. પણ બે દેવોએ તેની શ્રદ્ધા ન કરી. પછી તે બંને સાધુવેષ ધારણ કરીને અહીં આવ્યા. તે બેમાંથી એક વસતિમાં ગયો અને બીજો બહાર રહ્યો. નંદિષણમુનિ ઉનાળામાં મધ્યાહ્ન સમયે છઠ્ઠના પારણે પહેલો કોળિયો હાથમાં લે છે તેવામાં દેવે કહ્યું: જો આ ગણમાં કોઈ મુનિ ગ્લાનની સેવા કરનાર હોય તો અતિશય ગ્લાન અવસ્થામાં વર્તતા તે મુનિની જલદી સેવા કરે. તેથી હાથમાં લીધેલો કોળિયો મૂકીને નંદિષણમુનિ તે મુનિ ક્યાં છે? કયાં છે? કયા ઔષધની ૧. વાસી એટલે કુહાડી. કોઇ કુહાડીથી કાપે, અર્થાત્ દુઃખ આપે, કોઈ ચંદનથી વિલેપન કરે, અર્થાત્ સુખ આપે,
આ બંને પ્રકારના જીવો પ્રત્યે સમભાવવાળા. ૨. સ્વયં હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, બીજાઓ જાતે હિંસા કરતા હોય તેની અનુમોદના ન કરે
એમ ત્રણ કોટિ થઈ. એ જ રીતે પકાવવું અને ખરીદવું એ બેને આશ્રયીને ત્રણ ત્રણ કોટિ થાય. એમ કુલ નવકોટિ થાય.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૦-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નંદિષણની કથા
જરૂર છે એમ બોલતા સહસા ઉઠ્યા. દેવમુનિએ પણ કહ્યુંઃ ઝાડાના રોગથી પીડાયેલા અતિવિદ્દલ તે મુનિ જંગલમાં છે, અને હે નિર્લજ્જ! તું અહીં નિશ્ચિંત રહ્યો છે, (૨૫) મિષ્ટાન્ન ખાય છે, નિરપેક્ષપણે રાત-દિવસ સૂઇ રહે છે. કેવલ ‘‘હું વેયાવચ્ચ કરનારો છું” એટલા માત્રથી તું ખુશ રહે છે. હે મહાનુભાવ! નહિ જાણતા એવા મારા આ પ્રમાદની ક્ષમા કરો એ પ્રમાણે કહીને નંદિષણમુનિ તે મુનિને વારંવાર નમે છે. તે દેવ મુનિએ ક્ષેત્રમાં અને કાલમાં દુર્લભ એવા ઔષધો લાવવા કહે છે અને ઉષ્ણ પાણી મંગાવે છે ત્યારે તે દેવ દરેક ઘરે અનેષણીય=દોષિત કરે છે. તો પણ નંદિષણમુનિ દીન બન્યા વિના પોતાના પ્રભાવથી તે દેવને છેતરીને ઔષધ-પાણી આદિ સર્વ વસ્તુ લઇને બીજા મુનિની પાસે ગયા. નંદિષણને જોઇને ગુસ્સે થયેલા તે મુનિએ કહ્યું: હું જંગલમાં આવી અવસ્થાને પામેલો છું, અને હે નિર્ભાગ્યશેખર! ક્ષુદ્ર! નિર્લજ્જ! તું સુખથી રહે છે. આ પ્રમાણે તિરસ્કાર કરાયેલા પણ નંદિષણમુનિ તે મુનિને પણ વારંવાર ખમાવે છે. તે સમયે મુનિની રજા લઇને અશુચિરસથી ખરડાયેલા શરીરને સાફ કરીને નંદિષણમુનિએ તે મુનિને પોતાના ખભા ઉપર બેસાડ્યા. ગાળોને આપતા તે મુનિ પણ નંદિષણની નિંદા કરે છે અને મસ્તકમાં ગાઢ પ્રહારોથી મારે છે, અને તેની ઉપર દુર્ગંધ ભરેલી અશુચિને મૂકે છે. હે નિર્દય! મને આમ-તેમ હલાવ નહિ. સમાન માર્ગે કેમ ચાલતો નથી? કઠણ હાથોથી મારા શરીરને સજ્જડ (=મજબૂત) ધારણ કરે છે. તું પરની પીડાને કેમ જાણતો નથી. જેથી મને પગલે પગલે દુ:ખી કરે છે. હે નિષ્ઠુર! તું અતિ નિર્દય છે. આવા તેં વેયાવચ્ચ કરવાનો કેવી રીતે સ્વીકાર કર્યો? દેવમુનિ આ રીતે નિષ્ઠુર કહી રહ્યા હતા ત્યારે નંદિષેણ મુનિએ વિચાર્યું: મારે આ સાધુની સમાધિ કેવી રીતે કરવી? કારણ કે બરોબર નહિ ચાલતો હું મુનિને પીડા કરું છું. અહીં વ્યાધિથી વિહ્વલ બનેલા મુનિસંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. શુદ્ધ મનવાળા અને મુનિઓમાં શ્રેષ્ઠ નંદિષણ મુનિએ આ પ્રમાણે વિચારીને ગ્લાનમુનિને મધુરવચનોથી કહ્યુંઃ જરા પણ ખેદ ન કરો. હવે હું તમને સુખપૂર્વક લઇ જઉં છું. હે ભગવંત! મકાને પહોંચ્યા પછી આપ જે રીતે નિરોગી બનો તે રીતે મારે કરવાનું છે. મારા ઉપર નાખુશ ન થાઓ. આપ મારા વડે કોઇપણ રીતે જે પીડા કરાયા તેની ક્ષમા કરો. આ પ્રમાણે દેવોએ અવધિજ્ઞાનથી જોયું (=પરીક્ષા કરી) તો નંદિષણમુનિ શુદ્ધ સુવર્ણની જેમ બહાર અને અંદર શુદ્ધ જણાયા. પછી તુષ્ટ થયેલા તે દેવોએ પોતાનું રૂપ પ્રગટ કરીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, ભક્તિથી વંદન કરીને, મુનિવરને કહ્યું: હે મહાયશસ્વી! આપ ધન્ય છો, સર્વ વિશ્વને આપ જ પૂજ્ય છો કે જે આપની સ્વયં ઇંદ્ર સતત પ્રશંસા કરે છે. માનથી ભરેલા લોકમાં આ પ્રમાણે બીજાની
૧. પસંસાર્ અવળિો=પ્રશંસાથી અક્ષણિક=સતત પ્રશંસા.
Page #246
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નંદિષણની કથા-૨૩૧
વૈયાવચ્ચ કોણ કરે? પવનથી તૃણની જેમ દુર્વચનોથી કોનું ચિત્ત ચલિત ન થાય? તે દેવો આ પ્રમાણે હર્ષથી મુનિની સ્તુતિ કરીને, મુનિને ખમાવીને, પોતાના આગમનનું કારણ કહીને જતા રહ્યા.
અનાકુલ ચિત્તવાળા અને મધ્યસ્થભાવમાં તત્પર મુનિ અવિરત (દેવમુનિ)ની વેયાવચ્ચ કરી તેની ગુરુ પાસે આલોચના કરે છે. સદાય અસ્ખલિત પરિણામવાળા તે ઘોર તપશ્ચર્યા કરે છે. તેમણે દશ પ્રકારના વૈયાવચ્ચનો પ્રભાવ વિશેષથી સિદ્ધ કર્યો. પંચાવન હજાર વર્ષ સુધી ઉત્તમ દીક્ષા પાળીને અંતે શરીરની સંલેખના કરીને તે મુનિએ વિધિપૂર્વક અનશનનો સ્વીકાર કર્યો. પછી અશુભકર્મની પરિણતિ થવાના કારણે પૂર્વના દૌર્ભાગ્યને, સ્ત્રીજનથી થયેલા પરાભવને અને પિતૃમરણ આદિ દુઃખને યાદ કરીને પોતાના કુરૂપથી ઉદ્વિગ્ન બનેલા તે મુનિએ બીજા સાધુઓના રોકવા છતાં જિનમતથી અતિશય વિરુદ્ધ એવું નિયાણું કર્યું. તે આ પ્રમાણે— “જો આ તપનું ફલ હોય તો (આ તપના પ્રભાવથી) ભવે ભવે મને સુંદર રૂપ પ્રાપ્ત થાઓ, મનુષ્યભવમાં વિશેષથી સુરૂપ પ્રાપ્ત થાઓ, (૫૦) સ્ત્રીઓને અને અન્ય પણ લોકને પ્રિય થાઉં, સૌભાગ્યવડે સર્વલોકના પ્રભાવને જિતનારો થાઉં.'' આ પ્રમાણે નિયાણું કરીને મરીને સાતમા દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા મહર્થિક ઉત્તમ દેવ થયા.
ત્યાંથી કુશાર્તદેશમાં શૌર્યપુર નગરમાં અંધકવૃષ્ણિ રાજાની સુભદ્રારાણીના પુત્રપણે ઉત્પન્ન થયો. તે રૂપથી ત્રણ ભુવનને મોહ પમાડતો હતો. તેનું નામ વસુદેવ હતું. અંધકવૃષ્ણિના અનુક્રમે સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમવાન્, અચલ, ધરણ, પૂરણ, અભિષંદ્ર અને વસુદેવ એમ દશ પુત્રો થયા. તેમાં વસુદેવ દશમો બંધુ હતો. (એ દશેય દશાર્હ કહેવાતા હતા.) સમુદ્રવિજય રાજ્યનું પાલન કરતા હતા ત્યારે યૌવનને પામેલા અને લોકોના મનને આનંદ પમાડનારા વસુદેવની આંખો વિકસેલા કમળના જેવી વિશાળ હતી. મુખ પૂર્ણ ચંદ્ર જેવું હતું. છાતી નગરના કમાડના જેવી પહોળી હતી. હાથ અર્ગલા જેવા લાંબા હતા. સંપૂર્ણ શરીર સર્વ લક્ષણોથી પરિપૂર્ણ હતું. સંપૂર્ણ શરીર જાણે અમૃતથી બનાવ્યું હોય તેવું હતું. વસુદેવ ક્રીડા નિમિત્તે જ્યાં જ્યાંથી જાય છે ત્યાંથી જ કામથી વ્યાકુલ થયેલી નગરની સ્ત્રીઓ તેની પાછળ જાય છે. રૂપના કારણે વસુદેવના વિષે એકાગ્રચિત્તવાળી સ્ત્રીઓ વ્યર્થ ફરે છે. પોતાના પતિ અને પુત્ર વગેરે લોકને પણ કુમારના ગોત્રથી બોલાવે છે. કોઇ સ્ત્રી મોટેથી બોલે છે, કોઇ સ્ત્રી શંખમાં પંચમસ્વર ગાય છે, બીજી સ્ત્રી વીણા વગાડે છે, વળી બીજી સ્ત્રી મનોહર બોલે છે. તે કુમાર કોઇપણ રીતે રમે છે કે દેખાય છે એવા આશીર્વાદ માત્રથી કામદેવના બાણથી જર્જરિત થયેલો પણ સ્ત્રીજન કષ્ટથી જીવે છે. સુખને
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૨- તપધર્મ) ઉપદેશમલા (પુષ્પમાલા)
[નંદિષેણની કથા આપનારો આ જાય છે, આ આવ્યો, આ જાય છે, આ ઊભો રહે છે, આ બેઠેલો છે, આ કયાં ગયો? કયા માર્ગથી ગયો? કયારે આવશે? અહીંથી ક્યા કામ માટે જાય છે? આ શું બોલે છે? તેણે મારું મન કેમ હરી લીધું? તે સ્નિગ્ધ દૃષ્ટિથી કોને જુએ છે? મને માર્ગ આપ. હમણાં આગળ જશે. સુખ આપનારો મને જુએ છે. જો માગેલું મળતું હોય તો અન્યભવમાં પણ ભાગ્યશાળી આ જ મારો પતિ થાઓ. સ્ત્રીજને અન્ય વ્યાપાર મૂકીને નગરમાં બધા સ્થળે ઈત્યાદિ( હમણાં જે કહ્યું તે પ્રમાણે) બોલતો સંભળાય છે. વિશેષ કહેવાથી શું? રૂપ, શીલ, કળા, વિનય, વિક્રમ, ન્યાય, વેષ, વિલાસ, વિભૂષા, વચન, ગતિ અને સ્થાન આદિથી તથા નિર્મલ સ્વગુણોથી વસુદેવે બાલ, વૃદ્ધ, યુવાનો અને યુવતિઓ સહિત સંપૂર્ણ નગરને આકર્ષી લીધું.
આ સાંભળીને નગરના વૃદ્ધો ભેગા થઈને સમુદ્રવિજય રાજાની પાસે ગયા. અભય માગીને આ પ્રમાણે વિનંતિ કરી- દેવનો નાનો ભાઈ વસુદેવ નામે સુપ્રસિદ્ધ છે. તે સર્વગુણોનો નિધાન છે, જિતેન્દ્રિય છે, વિમલશીલવાળો છે. પરંતુ નગરમાં ભમતા તેણે પોતાના રૂપાદિ ગુણોથી આ નગરને બલવાન ગ્રહથી ગ્રહણ કરાયેલાની જેમ પરવશ કરી દીધું છે. કુમારને જોવા માટે મહેલ ઉપર રહેલું સઘળું નગર કુમારની જવા-આવવાના સમયની પ્રતીક્ષા કરતું સદા સમય પસાર કરે છે. એકાંતમાં કે લોકોની હાજરીવાળા સ્થાનમાં, સુતેલી અથવા જાગેલી, ચાલતી કે બેઠેલી, લજ્જારહિત, કામદેવથી વિહ્રલ બનેલી, મૂઢ અને પરાધીન એવી નગરની સઘળીય સ્ત્રીઓ સર્વભયોને દૂર કરીને અને પોતાનાં ઘર કાર્યોને છોડીને કેવળ વસુદેવ વસુદેવ એ પ્રમાણે બોલે છે, અને રાંધવું, દળવું વગેરે કાર્યોની કોઈપણ રીતે ચિંતા કરતી જ નથી. (૭૫) હે દેવ! તેથી કોઇ ભોજન કરતું નથી, કોઈ સ્નાન કરતું નથી, કોઈ ધર્મકાર્યો કરતું નથી. તેથી સંપૂર્ણ નગરમાં કુટુંબો સીદાય છે તકલીફો અનુભવે છે. તેથી તે સ્વામી! વસુદેવ શીલથી યુક્ત હોવા છતાં નગરમાં આ અવસ્થા થઈ છે. આને જાણીને દેવ જે કરવા યોગ્ય હોય તે કરે. પછી નગરના લોકને વિદાય આપવા માટે રાજાએ કહેવાનું શરૂ કર્યું. અહીં જે રીતે સુંદર થાય તે રીતે મારે જલદી કરવું જોઈએ.
પછી વસુદેવ પ્રણામ માટે આવ્યો ત્યારે રાજાએ કહ્યું: હે વત્સ! ફરવાથી થયેલા શરીરશ્રમથી તું કૃશ થઇ ગયો છે. તેથી તારે ક્યાંય ન જવું, ઘરે રહીને કળાઓ ભણ. અને પરિવારથી સહિત શિવાદેવીને પણ ગુપ્તપણે રાજાએ કહ્યું: વસુદેવને પ્રયત્નથી ફરતો રોકવો. ત્યાર પછી ઘરમાં રહેલો દુષ્ટચેષ્ટાવાળો તે પણ વિવિધ વિલાસોથી વૃદ્ધિ પામે છે. હવે એકવાર દાસી હાથમાં વિલેપન લઇને રાજાને આપવા જઈ રહી હતી. કુમારે તે ૧. રૂહરારૂાનીમ્ |
Page #248
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[તપ મહિમા-૨૩૩ વિલેપન બળાત્કારે દાસીને હાથમાં પકડી ઝુટવી લીધું. ગુસ્સે થયેલી દાસીએ તેને કહ્યું: આવી દુષ્યષ્ટાઓથી જ તમે ઘરમાં રોકાયેલા રહો છો. પછી શંકા પડવાથી વસુદેવે દાસીને વીંટી આપીને આગ્રહથી પૂછ્યું. તેણે બધું કહ્યું. તેથી માનરૂપ ધનવાળો તે વેષ પરાવર્તન વગેરે ઉપાયોથી ઘરમાંથી નીકળી ગયો. બહાર અનાથ મડદાને બાળીને અને કારણ જણાવવા પૂર્વક ભૂર્જ-પત્ર ઉપર પોતાનું મૃત્યુ લખીને, નીકળીને અન્ય દેશોમાં એકલો ભમ્યો. વિદ્યાધર આદિની અનેક કન્યાઓને પરણ્યો. યાદવોનો પુત્ર તે જેવી રીતે ભેગો થયો અને હરિવંશમાં જેવી રીતે વસુદેવ થયો તે બધું “વસુદેવહિંડી” ગ્રંથમાંથી જાણી લેવું. [૩૮]
આ પ્રમાણે નંદિષણનું કથાનક પૂર્ણ થયું. તપનું જ માહાભ્ય પ્રસિદ્ધ કરવા માટે કહે છેसुरअसुरदेवदानवनरिंदवरचक्कवट्टिपमुहेहिं । भत्तीए संभमेणवि, तवस्सिणो चेव थुव्वंति ॥ ७९॥
સુર, અસુર, દેવ, દાનવ, નરેન્દ્રવર અને ચક્રવર્તી વગેરે ભક્તિથી કે ભયથી તપસ્વીઓની જ સ્તુતિ કરે છે.
વિશેષાર્થ– ગાથામાં સુર શબ્દના ઉલ્લેખથી વૈમાનિકદેવો નક્કી કરેલા છે, અર્થાત્ સુર શબ્દથી વૈમાનિકદેવો જાણવા. કારણ કે મુખ્યતાથી વૈમાનિકો જ સુર છે. અસુર શબ્દનો ઉલ્લેખ ઉપલક્ષણરૂપ હોવાથી ૩ર શબ્દથી ભવનપતિ જાણવા. સેવ શબ્દના ઉલ્લેખથી જ્યોતિષ્કદેવો જાણવા. કારણ કે લોકમાં સૂર્ય વગેરે દેવરૂપે પ્રસિદ્ધ છે. રાનવ શબ્દનો ઉલ્લેખ ઉપલક્ષણરૂપ હોવાથી ટાનવ શબ્દથી વ્યંતરો જાણવા. નરેન્દ્રવર એટલે માંડલિક વગેરે રાજાઓ. વવર્તી એટલે પૃથ્વીપતીઓ. પ્રમુa (=વગેરે) શબ્દના ઉલ્લેખથી સામંતો, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓ વગેરેનું ગ્રહણ કરવું.
સમ્યગ્દષ્ટિ જીવો ભક્તિથી તપસ્વીઓની સ્તુતિ કરે છે. મિથ્યાદૃષ્ટિ જીવો “હું તિ નહિ કરું તો મને શાપ આપશે” ઇત્યાદિ ભયથી તપસ્વીઓની સ્તુતિ કરે છે. [૩૯]. - સુખની ઇચ્છાવાળા જીવોએ તપમાં જ પ્રયત્ન કરવો જોઈએ એમ બતાવતા ગ્રંથકાર કહે છે
पत्थइ सुहाइं जीवो, रसगिद्धो कुणइ नेय विउलतवं । तंतूहिं विणा पडयं, मग्गइ अहिलासमित्तेणं ॥ ८०॥
જીવ સુખોને ઇચ્છે છે, અને રસમાં આસક્તજીવ ઉત્તમતાને કરતો નથી. આથી તે તંતુઓ વિના ઇચ્છામાત્રથી વસ્ત્રને શોધે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૪-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
દિઢપ્રકારની કથા વિશેષાર્થ- સઘળા ય સંસારી જીવો કામભોગ આદિથી થનારા સુખોને ઈચ્છે છે, અને મધુર આદિ રસોમાં આસક્ત બનેલા જીવો સુખોનું કારણ એવા ઉત્તમ તપને કરતા નથી. તેથી તે જીવો ખરેખર! વસ્ત્રના કારણ એવા તંતુઓ વિના ઇચ્છામાત્રથી વસ્ત્રને શોધે છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જેવી રીતે વસ્ત્રનું કારણ એવા તંતુસમૂહના અભાવમાં વસ્ત્ર થતું નથી, એ પ્રમાણે સુખો પણ સુખોનું કારણ એવા તપ વિના થતા નથી. આથી સુખની ઇચ્છાવાળા જીવે તપમાં યત્ન કરવો જોઈએ. [૮૦] પૂર્વે એકઠાં કરેલાં કર્મોના નાશનો પણ તપ જ હેતુ છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે
कम्माइं भवंतरसंचियाई, अइकक्खडाइवि खणेण । डझंति सुचिण्णेणं, तवेण जलणेण व वणाइं ॥ ८१॥
ભવાંતરમાં એકઠાં કરેલાં અતિશય કઠોર પણ કર્મો સારી રીતે આચરેલા તપથી અગ્નિથી વનની જેમ ક્ષણવારમાં બળી જાય છે. [૧]
આ વિષે દૃષ્ટાંતને બતાવતા ગ્રંથકાર કહે છે– होऊण विसमसीला, बहुजीवखयंकरावि कूरावि । निम्मलतवाणुभावा, सिझंति दृढप्पहारिव्व ॥ ८२॥
જીવો વિષમસ્વભાવવાળા, ઘણા જીવોનો ઘાત કરનારા અને ક્રૂર પણ થઈને નિર્મલ તપના પ્રભાવથી દઢપ્રહારીની જેમ સિદ્ધ થાય છે. વિશેષાર્થ- ગાથાનો ભાવાર્થ કથાનકથી કહેવાય છે
દૃઢપ્રહારીની કથા ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું શ્રેષ્ઠ નગર છે. ત્યાં લોક સદા નીતિવાળો હોવા છતાં અનીતિવાળો હતો. નિત્યે ઉત્પત્તિવાળા વેદોનો જાણકાર અને બ્રહ્માની ઉપર વિલેપન કરનાર અગ્નિશર્મા નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. કયારેક તેને જાણે પ્રત્યક્ષ વિષવૃક્ષ હોય તેવો પુત્ર થયો. તે બાલ્યકાળથી જ પરનો ઘાત કરવામાં જ રસવાળો હતો. પરદ્રવ્યનું હરણ કરવાના સ્વભાવવાળો, માંસભક્ષી, મદિરાપાનમાં આસક્ત, ગુણલેશથી પણ મુક્ત એવો તે દોષોની સાથે વૃદ્ધિને પામ્યો. તેથી અનર્થના ભીરુ માતા-પિતાએ તેને ૧. અહીં અનીતિ એટલે તિનો અભાવ. તિ એટલે ધાન્ય વગેરેને નુકશાન કરનાર ઊંદર વગેરે પ્રાણિસમૂહ.
લોક ઇતિથી રહિત હતો એવો અર્થ છે. ૨. વેદોની ઉત્પત્તિ નિત્ય છે, અર્થાત્ વેદોને કોઇએ બનાવ્યા નથી, સદા રહેલા જ છે એમ અજ્ઞાન જીવો માને છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દઢપ્રહારીની કથા-૨૩૫ ઘરમાંથી કાઢી મૂક્યો. ફરતો ફરતો તે એક ચોરપલ્લીમાં આવ્યો. તે ચોરોની સાથે ધાડ પાડવા માટે જાય છે અને નિર્દયપણે પ્રહાર કરે છે. તે બાલ-વૃદ્ધોને છોડતો નથી. ધનમાં પણ ગાય-ભેંશ વગેરેને પણ છોડતો નથી. તેથી ચોરોએ તેનું “દઢપ્રહારી” એવું નામ રાખ્યું. સેનાધિપતિ મરી જતાં ચોરોએ તેને જ સેનાધિપતિ કર્યો. હવે એકવાર તેણે એકગામમાં ધાડ પાડી. ત્યાં ભૂખ્યા થયેલા ચોરોએ દરિદ્ર બ્રાહ્મણના ઘરમાં ખીરની થાળી લીધી. તેથી રડતા બાળકોએ સ્નાન માટે ગયેલા પિતાને કહ્યું. તેણે પત્નીએ રોકવા છતાં દોડીને ચોરોને આહ્વાન કર્યું. તેથી દઢપ્રહારીએ ગુસ્સાથી તેનું મસ્તક કાપી નાખ્યું. હવે બ્રાહ્મણની ગર્ભવતી પત્ની પતિને મારેલો જોઈને અતિશય ગુસ્સે થઈને દઢપ્રહારીને દુર્વચનોથી આક્રોશ કરવા લાગી. ગુસ્સે થયેલા તેણે તલવારથી તેનું પેટ ફાડી નાખ્યું. બે ટુકડા કરાયેલો ગર્ભ પણ જમીન ઉપર પડ્યો અને તડફડવા લાગ્યો. ગર્ભને તરફડતો જોઈને દઢપ્રહારી અતિશય નિર્વેદને પામ્યો. જેનો કર્મરૂપ કવચ તૂટી રહ્યો છે એવો તે આ પ્રમાણે વિચારવા લાગ્યો- અહો! અહીં જગતમાં મનુષ્યોના ધર્મ-અર્થ-કામ એ ત્રણ પુરુષાર્થો સંભળાય છે. પણ કેવળ પાપમાં જ તત્પર એવા મને સ્વપ્નમાં પણ “ધર્મ કેવો હોય?” એ પ્રમાણે ધર્મ વ્યક્ત ન થયો. કામ અને અર્થ પુરુષાર્થ વડે પ્રેરણા કરાયેલા મેં સઘળાં પાપો કર્યા છે. તે કોઈ જીવ છે કે જેનો નિર્દય એવા મેં વિનાશ ન કર્યો હોય? હું અસત્યની સાથે ઉત્પન્ન થયો છું. ચોરી મારી આજીવિકા છે. અન્ય યુવતિના ઉત્તમપતિનો ઘાત કરવો, ક્રોધ, લોભ, પશૂન્ય, નિત્ય અભણ્યનું ભક્ષણ, અપેયનું પાન–આ પાપો અધમ એવા મને આટલા કાળ સુધી ક્રીડામાત્ર થયા, અર્થાત્ મેં રમતાં રમતાં જ આ પાપો કર્યા છે. આ પાપને તો કહેવા માટે અને વિચારવા માટે કોઈ સમર્થ ન થાય. કારણ કે મેં સ્ત્રીની હત્યા કરી. તેમાં પણ ગર્ભિણી, બ્રાહ્મણી અને દરિદ્ર સ્ત્રીના ગર્ભની સાથે સ્ત્રીની હત્યા કરી. તેથી ક્યાં જવાથી મારી શુદ્ધિ થાય? શું હું અગ્નિમાં પ્રવેશ કરું? શું પાણીમાં પડું? અથવા મોટા પર્વતના શિખર ઉપરથી પૃપાપાત કરું? દઢપ્રહારી ઇત્યાદિ વિચારી રહ્યો છે તેટલામાં તેણે નજીકમાં ઘણા મુનિઓથી યુક્ત, ગુણની ખાણ, ધીર, ઉપશમરૂપ લક્ષ્મીના આલિંગનથી મનોહર એવા એક ઉત્તમમુનિને જોયા. પછી ત્યાં જઈને ભક્તિથી નમીને પોતાનો વૃત્તાંત કહ્યો. તેથી મુનિએ કહ્યું: હે ભદ્ર! જો એમ છે તો સાંભળ. અગ્નિપ્રવેશ આદિથી આત્મવધ કરવામાં અધિક દોષ છે. આત્માની કે બીજાની અવિધિથી પીડા કરવાનો નિષેધ કર્યો છે. તેથી અશુભકર્મરૂપ વનને બાળવા માટે અગ્નિસમાન અને જિનકથિત એવી દીક્ષા સ્વીકારમાં પ્રયત્ન કર. તેથી હર્ષ પામેલા દઢપ્રહારીએ કહ્યુંઃ જો આટલી મારી યોગ્યતા હોય તો આપ કૃપાને કરો. પછી પરમાર્થના જાણકાર મુનિએ તેને દીક્ષા આપી. (રપ) હવે પોતાના દુષ્પરિત્રોને યાદ કરીને તેણે આ પ્રમાણે વિચાર્યું૧. પૂર્વે ગાય-ભેંશ વગેરે પશુઓ જ ધન ગણાતું હતું. આથી અહીં “ધનમાં પણ” એમ કહ્યું છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૬-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
દિઢપ્રકારની કથા એ રીતે મંદ પરિણામથી મારું કર્મરૂપ મલ દૂર નહિ થાય. પછી તેણે ગુરુની પાસે અતિશય ઘોર દુષ્કર અભિગ્રહ કર્યો. તે આ પ્રમાણે બીજાથી મરાતા એવા પણ મારે ક્રોધ ન કરવો. વળી બીજું– જ્યાં સુધી તરફડતા ગર્ભનું સ્મરણ થાય ત્યાં સુધી ચારેય પ્રકારનો આહાર હું ગ્રહણ નહિ કરું. પછી જ્યાં ચોરપણામાં લોક સંતાપ પમાડાયો હતો ત્યાં જ વિચરે છે. તેને જોઈને કોઈ લાકડીના ઘાથી મારે છે, અન્ય ધૂળ ફેંકે છે, અન્ય પેનીના પ્રહારોથી મારે છે, કોઈ પૂર્વના અપકારને સંભારીને તેને અતિશય બાંધે છે, કુટે છે, ભૂમિમાં ફેંકે છે, અનેક રીતે સજા કરે છે. તેવો કોઈ પ્રકાર નથી કે જે પ્રકારથી તે લોક વડે વિડંબના ન પમાડાયો હોય તો પણ ચિત્તમાં વિચારે છે કે, હે જીવ! તું કોઈના ઉપર કોપ ન કર. કારણ કે અનાદિભવમાં ભમતા એવા તે આ સર્વ જીવોને અનંતવાર દુઃખમાં મૂક્યા અને બધાય જીવોને માર્યા છે. અથવા આ જન્મમાં પણ તે જીવોનું તે શું નથી કર્યું? કારણ કે તે વખતે મૂઢ ચિત્તવાળા મેં કોઈનું ધન ચોર્યું છે, અન્યનું કુટુંબ પણ મારી નાખ્યું છે, અન્યને તીક્ષ્ણ દુઃખવાળી પીડાઓ કરી છે. કોઈના પુત્રને, અન્યના બંધુને, કોઇના સ્વજનવર્ગને મેં લુંટ્યો છે, અથવા માર્યો છે. રે જીવ! તેથી હમણાં જ શુભગુરુનો યોગ અને જિનેન્દ્રધર્મ પ્રાપ્ત થયે છતે તથા વિવેક પ્રગટ થયે છતે તું પણ સમ્યફ સહન કર. અન્યથા આગળ(=ભવિષ્યમાં) આવી સામગ્રીથી રહિત, અતિદુઃખી અને અશુભધ્યાનવાળો તું આ કર્મની અસંખ્યકાળથી નિર્જરા કરીશ. (હમણાં સમ્યક્ રીતે સહન કરવામાં આવે તો થોડા કાળમાં ઘણી નિર્જરા થાય, પછી ઘણા કાળે થોડી નિર્જરા થાય એવો અહીં ભાવ છે.) ધીરપુરુષ બાલસુલભ આક્રોશ, તાડન, પ્રાણનાશ અને ધર્મભ્રંશના યથોત્તરના અભાવમાં લાભ માને છે, અર્થાત્ કોઈ ગાળ આપવી વગેરે આક્રોશ કરે તો આ માત્ર આક્રોશ જ કરે છે, પણ તાડન કરતો નથી, એટલું સારું છે. કોઇ તાડન કરે તો આ માત્ર તાડન જ કરે છે, પણ મારી નાખતો નથી, એટલું સારું છે. કોઈ હદ ઉપરાંત મારીને પ્રાણ લેવાનો પ્રયત્ન કરે તો આ માત્ર મારી નાખવાનો પ્રયત્ન કરે છે, પણ ધર્મથી ભ્રષ્ટ કરતો નથી, એટલું સારું છે. આમ પછી પછીના અભાવને વિચારીને લાભ માને. ઈત્યાદિ ભાવનાથી આત્માને સમ્યક્ ભાવિત કરતા, સર્વ આહારનો ત્યાગ કરતા, અદીનવૃત્તિવાળા, કાયલેશ વગેરે મહાન તપશ્ચર્યાને કરતા તે મુનિને ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભવોપગ્રાહી કર્મસમૂહને પણ ખપાવીને દઢપ્રહારી મુનિ સિદ્ધ(=કૃતકૃત્ય), બુદ્ધ( કેવલજ્ઞાની) અને મુક્ત (=સર્વકર્મોથી મુક્ત) થઈને મોલમાં ગયા. [૨]
આ પ્રમાણે દઢપ્રહારીનું કથાનક પૂર્ણ થયું.
૧. નાત=સમૂહ.
Page #252
--------------------------------------------------------------------------
________________
તપધર્મ].
ઉપદેશમાલા (પુષ્પમાલા) વિષ્ણકુમારચરિત્ર-૨૩૭ હવે બીજું દૃષ્ટાંત કહે છેसंघगुरुपच्चणीए, तवाणुभावेण सासिउं बहुसो । विण्हुकुमारोव्व मुणी, तित्थस्स पभावया जाया ॥ ८३॥
સંઘ અને ગુરુના શત્રુ એવા જીવોને તપના પ્રભાવથી શિક્ષા કરીને વિષ્ણુકુમારની જેમ ઘણા તીર્થપ્રભાવકો થયા છે.
વિશેષાર્થ– અનંતકાળમાં વિષ્ણુકુમારની જેમ ઘણા તીર્થપ્રભાવકો થયા છે. તે વિષ્ણુકુમાર કોણ છે? એ પ્રશ્નના ઉત્તરમાં તેનું ચરિત્ર કહેવાય છે
વિષ્ણુકુમારનું ચરિત્ર કુરુદેશમાં હસ્તિનાપુર નામનું નગર છે. તેમાં સ્થાને સ્થાને મૂકેલા સુવર્ણના ઢગલાઓથી પરમાર્થને જાણનારાઓને પણ ઘણા સુવર્ણપર્વતોની શંકા થાય છે. દાનના અવસરે સુવર્ણના ઢગલાઓ ન રહેવાથી ફરી સુવર્ણપર્વતોની શંકા દૂર થાય છે. ઘણા હાથીની શ્રેણિના બહાનાથી જાણે બહુરૂપો કર્યા હોય તેવા કુલપર્વતો શ્રેષ્ઠરાજ્યોમાં વિજય પામતા અને અભિમાનથી રહિત એવા જેની સેવા કરે છે તે પદ્મોત્તર રાજા તે નગરનું પાલન કરે છે. તે રાજાની સર્વગુણોથી યુક્ત અને શ્રાવકધર્મમાં દઢ વાલા નામની શ્રેષ્ઠ પત્ની છે. તેમનો સિંહસ્વપ્નથી કહેવાયેલો (=સૂચવાયેલો) વિષ્ણુકુમાર નામનો પ્રથમ પુત્ર હતો, અને ચૌદ સ્વપ્નોથી સંભળાયેલો (=સૂચવાયેલો) મહાપા નામનો બીજો પુત્ર હતો. તેમાં વિષ્ણકુમાર આશાઓથી રહિત છે, અને મહાપદ્મ આશાઓ રાખે છે. આથી રાજાએ મહાપદ્મ નાનો હોવા છતાં તેને યુવરાજપદે સ્થાપિત કર્યો. આ તરફ શ્રી મુનિસુવ્રતજિનના ઉત્તમ શિષ્ય સુવ્રત નામના આચાર્ય વિહાર કરતા કોઈ પણ રીતે ઉજ્જયિની નગરીમાં પધાર્યા. શ્રીધર્મ નામનો રાજા તેમને વંદન કરવા માટે આવ્યો. નમુચિ નામનો દુષ્ટમંત્રી તેની સાથે આવ્યો. ઉપશમનો વિનાશ થવાથી તેણે વિતંડાવાદ શરૂ કર્યો. આ શત્રુ છે એમ જાણીને સૂરિ ક્ષણવાર મૌન રહ્યા. તેણે કહ્યું: બળદ જેવા આ આચાર્ય શું જાણે છે? તેથી ગુરુના પરાભવને સહન નહિ કરતા એક ક્ષુલ્લક શિષ્ય કહ્યું: દુષ્ટ માણસ પોતાનામાં કોઈ મહત્તા નહિ હોવાના કારણે મહાન પણ સજ્જનને અસમર્થ માને છે. કારણ કે લોક બીજાને પણ પોતાના સ્વભાવ જેવો માને છે, અર્થાત્ પોતે જેવો હોય તેવો બીજાને પણ માને છે. સર્વશાસ્ત્રોના પારને પામેલા આ આચાર્ય દૂર રહો, હે તુચ્છ! જો તારામાં કોઈ શક્તિ હોય તો મારી સાથે પણ બોલ. તેણે બોલવાનું શરૂ કર્યું. ક્ષુલ્લક મુનિએ તેને નિરુત્તર કરી દીધો. આથી સાધુઓ પ્રત્યે દ્વેષવાળો ૧. પોતાના જ પક્ષ સાધી પારકા પક્ષનું જેમાં ખંડન હોય તેવા વાદને વિતંડાવાદ કહેવામાં આવે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૮-તપધર્મ) ઉપદેશમાલા (પુષ્પમાલા)
વિષ્ણુકુમાર ચરિત્ર થયેલો તે વિલખા મોઢે પોતાના ઘરે ગયો. અતિશય ઘણા અયોગ્ય વિચારોને કરતો તે રાતે ઊઠીને સાધુઓને મારવા માટે શસ્ત્ર લઈને ત્યાં ગયો. તેથી સમ્યગ્દષ્ટિ દેવે તેને ત્યાં જ થંભાવી દીધો. પ્રભાત સમયે નગરના લોકો સહિત રાજાએ તેને જોયો. તેથી આદરવાળો થયેલો લોક સાધુઓની વિશેષથી ભક્તિ કરે છે. દેવે નમુચિને મૂકી દીધો. તે લજાથી નીકળી ગયો. સાધુઓ ઉપર અપકાર કરવા માટે લાખો ઉપાયોને વિચારતો તે હસ્તિનાપુરમાં જઈને મહાપદ્મની સેવા કરવા લાગ્યો. રાજા થયેલો આ મારું ઇચ્છિત કરશે એવી બુદ્ધિથી મંત્રિપદનો સ્વીકાર કરીને તેની જ પાસે રહ્યો. આ તરફ સિંહબલ નામનો રાજા દુઃખથી પ્રવેશ કરી શકાય તેવા કિલ્લાના બળથી મહાપદ્મના સઘળા દેશને ભાંગતો હતો. નમુચિએ બુદ્ધિથી તેને બાંધીને ગ્રહણ કર્યો. તુષ્ટ થયેલા મહાપ તેને વરદાન આપ્યું. તેણે કહ્યું અવસરે વરદાન આપજો. હવે એકવાર જ્વાલાદેવીએ જિનમંદિરમાં રથ કરાવ્યો. આ તરફ એની શોક્ય લક્ષ્મીરાણીએ બ્રહ્મરથ કરાવ્યો. લક્ષ્મીએ રાજાને કહ્યું: પહેલાં બ્રહ્મરથ નીકળશે. તે સાંભળીને જ્વાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે જો પહેલાં જિનરથ ન નીકળે તો હું અનશનનો સ્વીકાર કરું. તેથી પધ્ધોત્તરરાજાએ બંને રથો અટકાવ્યા.
આનાથી તો માતાનું અપમાન થયું છે એમ માનતો મહાપદ્મ રાતે એકલો નીકળીને અટવામાં આવ્યો. અટવીમાં ભમતો તે સિંધુનંદન નગરમાં આવ્યો. ત્યાં મહસેનરાજાની સો કન્યાઓને પરણ્યો. (રપ) વેગવતી વિદ્યાધરીએ ત્યાંથી તેનું અપહરણ કરીને, ઉત્તમ વૈતાઢય પર્વત ઉપર ઉત્તમ સૂરોદય નગરમાં લઈ જઈને, ઈન્દ્રધનુ નામના વિદ્યાધર રાજાની શ્રીકાંતારાણીની જયચંદ્રા નામની કન્યા તેને પરણાવી. તે પ્રસંગ નિમિત્તે ત્યાં જ જયચંદ્રાના મામાના વિદ્યાધર પુત્રો ગંગાધર અને મહિધરની સાથે તેનું યુદ્ધ થયું. મહાપ તેમને જીતી લીધા. પછી ચંપાપુરીના જનમેજય રાજાની ઉત્તમ પુત્રી મદનાવલીને પરણ્યો. મદનાવલી સ્ત્રીરત્ન હતી. આ પ્રમાણે ક્રમશઃ આ મહાપદ્મ નવમો ચક્રવર્તી થયો. પૂર્વોક્ત ચક્રવર્તીની ઋદ્ધિથી પરિવરેલો તે ગજપુર ગયો. પછી પધ્ધોત્તરે મહાપદ્મને રાજય ઉપર સ્થાપીને શ્રી સુવ્રતસૂરિની પાસે દીક્ષા લીધી. પિતા અને બંધુથી રાજ્યલક્ષ્મી ઉપર સ્થાપિત કરાતો હોવા છતાં સંસાર પ્રત્યે વિરક્ત બનેલા વિષ્ણુકુમારે પણ પિતાની સાથે શ્રીસુવ્રતસૂરિની જ પાસે દીક્ષા લીધી. હવે મહાપદ્મ ચક્રવર્તીના ભોગોને લાંબા કાળ સુધી ભોગવે છે. તથા માતાએ કરાવેલા રથનું નગરમાં મહાઆડંબરથી ભ્રમણ કરાવ્યું ભરતક્ષેત્રમાં કોડો જિનમંદિરો કરાવ્યા. બીજા પણ ઘણા રાજાઓને જિનધર્મમાં પ્રવર્તાવ્યાં ઘણા પ્રકારોથી જિનશાસનની પ્રભાવના કરી. કમરહિત, અજર, અમર અને દુઃખથી રહિત પોત્તર સાધુ પણ પરમપદને પામીને અનંતસુખને ભોગવે છે.
વિષ્ણુકુમારને તપના પ્રભાવથી આકાશગમન અને વૈક્રિય વગેરે ઘણી લબ્ધિઓ ઉત્પન
Page #254
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિષ્ણુકુમાર ચરિત્ર-૨૩૯ થઈ. તેથી તે મેરુપર્વતના જેવું ઊંચું શરીર કરીને ગરુડપક્ષીની જેમ આકાશમાં જાય છે. નાના થાય છે, મોટા થાય છે. સુરેન્દ્રની જેમ અતિશય રૂપવાન થાય છે. આ તરફ તે સુવ્રતસૂરિ કોઇપણ રીતે હસ્તિનાપુર નગરમાં ચોમાસુ રહ્યા. નમુચિએ તેમને ક્યાંક જોયા. તેથી પૂર્વના વૈરને યાદ કરીને મહાપદ્મની પાસે પૂર્વના વરદાનની માગણી કરી. મહાપદ્મ વરદાન આપે છે. નમુચિએ કહ્યું: હું વેદવિધિથી યજ્ઞ કરીશ. તેથી હે દેવ! કેટલાક દિવસો સુધી મને રાજ્ય આપો. ચક્રવર્તીએ તે પ્રમાણે તેને રાજ્ય આપ્યું, અને સ્વયં અંતઃપુરમાં રહેલો સમય પસાર કરે છે. નમુચિ યજ્ઞના સ્થાનમાં કપટથી કેવળ બહારથી યજ્ઞની દીક્ષા લીધી. તેના વર્યાપનકમાં (=ઉત્સવમાં) જૈન સાધુઓને છોડીને પાખંડીઓ સહિત બીજી પ્રજા આવી. તેથી નમુચિએ સુવ્રતસૂરિને બોલાવીને તે જ દોષ(=ઉત્સવમાં ન આવ્યા એ દોષ) પ્રગટ કરીને કહ્યું: તમે છો, લોકવ્યવહારથી બાહ્ય છો, અભિમાની છો, તેથી મારા રાજ્યને છોડીને બીજા સ્થળે જલદી ચાલ્યા જાઓ. તેથી સૂરિએ કહ્યું: લોકમર્યાદા અનેક પ્રકારની છે. તેથી હે રાજન! ભાવોને યથાવસ્થિત જાણનારા, સાવદ્ય કાર્યોથી રહિત, સર્વલોકતૃપ્તિથી મુક્ત અને જેમના પાપો શાંત થયા છે (=ચાલ્યા ગયા છે) એવા સાધુઓને તે સાવદ્ય ચિંતાથી શું કામ હોય? તેથી અમે અહીં આવ્યા નહિ. પણ અમને તમારા ઉપર કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી. તેથી ગુસ્સે થયેલા તેણે કહ્યું: રે! બહુ પ્રલાપ કરવાથી સર્યું. જો સાત દિવસ પછી કોઈ સાધુને હું જોઇશ તો અવશ્ય મારીશ. આ સાંભળીને સૂરિએ ઉદ્યાનમાં જઈને “શું કરવું? એમ સાધુઓને પૂછ્યું. ત્યાં એક સાધુએ કહ્યુંઃ હજારો વર્ષો સુધી જેમણે તપ કર્યો છે અને (એથી) જેમને વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થઈ છે તેવા વિષ્ણુકુમાર મુનિ મેરુપર્વત ઉપર રહેલા છે. (૫૦) તે મુનિ ચક્રવર્તીના બંધુ છે. હું માનું છું કે તેમના વચનથી નમુચિ ઉપશાંત થશે. સૂરિએ કહ્યું પણ તેમને અહીં કયા મુનિ લાવશે? એક સાધુએ કહ્યું: આકાશ દ્વારા જવાની મારી શક્તિ છે, પણ આવવાની શક્તિ નથી. સૂરિએ તે મુનિને કહ્યું: વિષ્ણુકુમાર તમને અહીં લઈ આવશે.
- આચાર્યશ્રીએ આમ કહ્યું એટલે તે મુનિ જલદી આકાશમાં ઉપડ્યા. તે મુનિને જોઇને વિષ્ણુકુમાર મુનિએ ક્ષણવાર વિચાર્યું શાસનનું કોઈ મોટું કામ હોવું જોઈએ, જેથી ચોમાસામાં પણ આ સાધુ અહીં આવે છે. મુનિએ પણ વિષ્ણુકુમાર મુનિને સઘળું કહ્યું તેથી વિષ્ણુકુમાર મુનિ તે મુનિને લઈને ક્ષણવારમાં ત્યાં આવ્યા. ગુરુને વંદન કર્યું. બીજા પણ મુનિઓનો આદર-સત્કાર કર્યો. પછી નમુચિની પાસે ત્યાં બેઠા. નમુચિ સિવાય રાજના સર્વ લોકોએ મુનિને વંદન કર્યું. મધુર વચનોથી ધર્મ કહીને નમુચિને કહ્યું: ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી સાધુઓ અહીં રહે. (નમુચિએ કહ્યું:) નિરર્થક વચનોથી આ પ્રમાણે પુનરુક્તિ કેમ કરો છો? કહેલા દિવસો પછી તમને કોઇને પણ અહીં જોઇશ તો તેવી રીતે કરીશ કે જેથી તેનું નામ પણ લોકમાં ખતમ થઈ જાય. મુનિ આ પ્રમાણે જેમ જેમ મધુર કહે છે તેમ તેમ તે વધારે ચડે છે. તેથી કુપિત થયેલા વિષ્ણુમુનિએ કહ્યું: રે દુષ્ટી જેવી રીતે શ્લેષ્મ તીખા
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૦-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિષ્ણુકુમાર ચરિત્ર ઔષધોથી શાંત થાય, તેમ દુર્જન કડવા વચનોથી શાંત થાય. જેવી રીતે શ્લેષ્મ અપાતા મધુર પદાર્થોથી સ્વાભાવિક રીતે જ કુપિત થાય છે, તેમ દુર્જન કહેવાતા મધુર વચનોથી પોતાની પ્રકૃતિથી જ કુપિત થાય છે. સજ્જનોના નિર્મલ વચનથી પણ દુર્જન પ્રકૃતિને છોડતો નથી. દૂધથી ધોયેલો પણ અંગારો નિર્મલ થતો નથી. તું ઉપશમરૂપ ધનવાળા મુનિઓ પ્રત્યે જે અતિ કઠોર આચરણ કરે છે તેમાં પણ તારું ભાગ્ય પ્રતિકૂલ થયું છે. કારણ કે મધુર પણ ક્ષીરસમુદ્રમાં અતિશય મંથન કરવાથી શું કાલકૂટ ઝેર ઉત્પન્ન નથી થયું? તેથી વિશેષ કહેવાથી શું? સાધુઓને ત્રણ પગલા જેટલું પણ સ્થાન આપ. પછી નમુચિએ કહ્યું. આ થાઓ, પણ ત્રણ પગલાની બહાર તમારામાંના કોઈને પણ જોઇશ તો ચોક્કસ મારી નાખીશ. તેથી ઘીથી સિંચાયેલો અગ્નિ સળગે તેમ વિષ્ણુમુનિ કોપથી સળગ્યા. વૈક્રિયરૂપ કરીને આકાશમાં વધવાનું શરૂ કર્યું. પ્રલયકાળના પવનની જેમ કષ્ટથી જોઈ શકાય તેવા તે મુનિ ક્ષણમાં એક લાખ યોજનના શરીરવાળા થયા.
એક લાખ યોજન જેટલા સંપૂર્ણ શરીરવાળા તે મુનિ સઘળા વિશ્વને ભય કરનારા થયા. પગના આઘાતને (=પ્રહારને) કરતા તે મુનિ ગામ, ખાણ, નગર અને સમુદ્રથી વ્યાપ્ત પૃથ્વીપીઠને કંપાવે છે, પર્વતોના શિખરોને પાળે છે, સમુદ્રોને ઉછાળે છે, મનુષ્ય-તિર્યંચોને કષ્ટ ઉત્પન્ન કરે છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોને ક્ષોભ ઉત્પન્ન કરે છે. નમુચિના મસ્તક ઉપર પગ મૂકીને તેને પાતાળમાં ફેંકી દીધો. પછી સમુદ્રના પૂર્વકિનારે એક પગ અને પશ્ચિમ કિનારે એક પગ એમ બે પગને રાખીને રહે છે. ત્રણ ભુવનમાં ક્ષોભ થવાથી જે તે મુનિને ગુસ્સે થયેલા જાણીને મધુરકંઠવાળી અપ્સરાઓને ત્યાં મોકલી. તેમને શાંત કરવા માટે તેમના કાન આગળ રહીને મધુરકંઠથી ગાતી અપ્સરાઓએ મુનિને કહ્યું છે મહાનુભાવ! ક્રોધ સ્વ-પર ઉભયને સંતાપ કરનારો છે, તમારા સુચારિત્રનો અંત કરનારો છે, દુર્ગતિમાં જવાનો મહામાર્ગ છે, સર્વસુખોનો નાશક છે. તીર્થકરો અને પરલોકના ભયવાળા બીજા મહર્ષિઓ પણ અતુલ પરાક્રમથી યુક્ત હોવા છતાં અતિશય અધમ જીવોનું પણ બધું સહન કરે છે. જે રીતે નારકો અને તિર્યંચો વગેરે બીજાઓમાં ક્રોધ પ્રગટે છે તે રીતે જો ગુણથી મોટાઓમાં પણ ક્રોધ પ્રગટે તો વિવેકનું સામર્થ્ય ક્યાં રહ્યું? તેથી હે મુનીશ્વર! શાંત થાઓ, જિનોક્ત વચનોને યાદ કરો, ચિત્તમાં કરૂણા લાવો, ત્રણ ભુવન ઉપર કૃપા કરો. (૭૫) સુર-અસુર લોકોએ શાંતિકર્મ શરૂ કર્યું. ચક્રવર્તી મહાપદ્મને આ વૃત્તાંતની ખબર પડતાં ભયથી કંપતા શરીરવાળા તે પરિવાર સહિત ત્યાં આવ્યા અને મુનિના ચરણોમાં નમીને ખમાવવા લાગ્યા. આ પ્રમાણે અપ્સરાઓના વચનોથી, સકલસંઘના વચનોથી, શાંતિકર્મથી અને ક્ષમાપનાથી મુનિ કોઈ પણ રીતે શાંત થયા. ત્યારથી તેમનું ત્રિવિક્રમ એવું નામ પ્રસિદ્ધ થયું. પછી આલોચના-પ્રતિક્રમણ કરીને શુદ્ધ થયેલા તે મુનિ વિચરવા લાગ્યા. કારણ કે કહ્યું છે કે
Page #256
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) ઝિંદકમુનિચરિત્ર-૨૪૧ “આચાર્ય, ગચ્છ, કુલ, ગણ અને સંઘની રક્ષા કરવામાં તથા ચૈત્યનો વિનાશ થઈ રહ્યો હોય ત્યારે ચૈત્યની રક્ષા કરવામાં જે દોષ લાગ્યો હોય તેની આલોચના અને પ્રતિક્રમણ કરનાર જીવ શુદ્ધ છે. કારણ કે રક્ષા કરવામાં ઘણી નિર્જરા છે.” વિષ્ણુકુમાર મુનિ ક્રમે કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. મહાપદ્મ ચક્રવર્તી પણ વ્રત લઇને મોક્ષમાં ગયા. [૩].
આ પ્રમાણે વિષ્ણુકુમારનું ચરિત્ર પૂર્ણ થયું. બીજી રીતે પણ તપના પ્રભાવની પ્રસિદ્ધિ કરવા માટે દૃષ્ટાંતને કહે છેहुंति महाकप्पसुरा, बोहिं तवेण विहुयरया । जह खंदओ महप्पा, सीसो सिरिवीरनाहस्स ॥ ८४॥
શ્રી મહાવીરસ્વામીના શિષ્ય મહાત્મા શ્રી સ્કંદકમુનિની જેમ તપથી કર્મો ખપાવીને બોધિ મેળવીને મહાન ઋદ્ધિવાળા દેવલોકોમાં દેવો થાય છે.
વિશેષાર્થ– જો કે કેટલાક જીવો (તપ કરવા છતાં તે જ ભવમાં સિદ્ધ થતા નથી, તો પણ તપથી કર્મોને ઓછા કરીને મહાન ઋદ્ધિવાળા દેવલોકમાં દેવો થાય છે. ત્યાંથી આવીને મહાવિદેહ આદિ ક્ષેત્રમાં બોધિને મેળવીને, તપથી સઘળાં કર્મોને ખપાવીને સિદ્ધ થાય છે. કોની જેમ? શ્રી મહાવીર સ્વામીના શિષ્ય મહાત્મા શ્રી સ્કંદકમુનિની જેમ. સ્કંદકમુનિ કોણ હતા એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાય છે
સ્કંદમુનિનું ચરિત્ર 'તે કાળે અને તે સમયે કૃતિંગલા નામની નગરી હતી. ત્યાં છત્રપલાશક નામના ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમવસર્યા. કૃતંગલા નગરીથી બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ એવી શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં ગર્દભાલિનો શિષ્ય સ્કંદક નામનો પરિવ્રાજક રહેતો હતો. તે કાત્યાયન ગોત્રનો હતો. જેમાં ઇતિહાસ પાંચમો છે અને નિઘંટુ છઠ્ઠો છે એવા ઋગ્વદયજુર્વેદ-સામવેદ-અથર્વવેદ એ ચાર વેદોનો અંગ-ઉપાંગ સહિત પાર પામનારો હતો, અર્થાત્ તેમાં નિપુણ હતો. છ અંગોનો જાણકાર હતો. કપિલશાસ્ત્રમાં
૧. તે કાળે એટલે અવસર્પિણીકાળના ચોથા આરાના અંતે. તે સમયે એટલે જે સમયે મહાવીર ભગવાન વિદ્યમાન
હતા ત્યારે. ૨. સામંત=નજીક. ૩. વાત્યાયે સમાન ગોત્ર યણ સ: | ૪. નિઘંટુ= શબ્દકોશ. ૫. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્તિ એ છ અંગો છે. ઉપાંગો ઉક્ત છ અંગોના અર્થોના વિસ્તારરૂપ છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૨-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
ઝિંદકમુનિચરિત્ર વિશારદ હતો. ગણિતશાસ્ત્ર, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદશાસ્ત્ર, નિરુક્તિ-શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર (એ છ અંગશાસ્ત્રમાં), અને બીજા પણ બ્રાહ્મણોને હિતકારી ઘણા શાસ્ત્રોમાં પારને પામેલો હતો. ત્યાં ભગવાન મહાવીરના પિંગલક નામના નિગ્રંથ શિષ્ય રહેતા હતા. તેમણે સ્કંદકને પૂછ્યું- હે કુંદક ! લોક, જીવ, સિદ્ધિ અને સિદ્ધ એ પદાર્થો સાત (=અંતવાળા) છે કે અનંત (=અંતથી રહિત) છે? અથવા કયા મરણથી મરતો જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે? સ્કંદકે ભગવાન મહાવીરને વંદન કરવા માટે શ્રાવતી નગરીમાં નીકળતા ઘણા લોકોને જોયા. તેમની પાસે શ્રી મહાવીરના ગુણોનો પરમાર્થ જાણ્યો. શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું. નમસ્કાર કરું અને આ પ્રશ્નને પૂછું એમ વિચારીને કુંદક પોતાના ઉપકરણોને લઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે જવા માટે ચાલ્યો. તે ઉપકરણો આ પ્રમાણે છેત્રિદંડ, કુંડી, રૂદ્રાક્ષની માળા, ભિક્ષાપાત્ર, આસન, પપ્પાલક (=ઉપકરણ વિશેષ), અંકુસક (=દેવપૂજા માટે વૃક્ષના પલ્લવોને કાપવાનું સાધન), વીંટી, ગણેત્તિઓ (=રૂદ્રાક્ષનું બનાવેલું હાથમાં પહેરવાનું આભૂષણ), છત્ર, પગરખાં, પાદુકાઓ અને ધાતરક્ત (ગેરુથી રંગેલું વસ્ત્ર વિશેષ). ભગવાન મહાવીરે કેવલજ્ઞાનથી તેને આવતો જોઇને શ્રી ગૌતમગણધરને સઘળું કહ્યું. તે વખતે શ્રી ગૌતમભગવાને શ્રી મહાવીર ભગવાનને પૂછ્યું: હે પ્રભુ! સ્કંદક આવ્યું છતે આપની પાસે દીક્ષા લેશે? પ્રભુએ હા કહી. એટલામાં અંદક પણ ત્યાં આવી ગયો. ત્યારે ગૌતમભગવાને જલદી ઊભા થઈને આ પ્રમાણે કહ્યું: હે સ્કંદક! સ્વાગત. હે સ્કંદક! સુસ્વાગત (તારું આગમન સારું થયું.) પિંગલકે તમને ચોક્કસ આ પ્રમાણે પૂછ્યું છે કે લોક, જીવ, સિદ્ધિ અને સિદ્ધ એ પદાર્થો સાંત છે કે અનંત છે? કયા મરણથી મરતો જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે? પિંગલકના પ્રશ્નોના નિર્ણય માટે તું અહીં આવે છે. પછી કુંદકે કહ્યું: આ આ પ્રમાણે છે. પણ તને આ વિગત કોણે કહી? પછી ગૌતમ ભગવાને કહ્યું: મારા ધર્માચાર્ય ભગવાન મહાવીર અરિહંત અને કેવલી છે. તેમણે મને આ વિગત કહી છે. પછી સ્કંદકે કહ્યું: હે ગૌતમ! તમારા ધર્માચાર્યની પાસે જઇએ, તેમને વંદન-નમસ્કાર કરીએ. પછી ગૌતમ ભગવાન સ્કંદકની સાથે મહાવીર ભગવાનની પાસે આવે છે. ત્યારે મહાવીર ભગવાનનું અતિશય રૂપ અને ઋદ્ધિને જોઈને સ્કંદકનું હૃદય હર્ષના કારણે વિકાસ પામવા લાગ્યું. ત્રણવાર પ્રદક્ષિણા કરીને અને વંદન કરીને મહાવીર ભગવાનની ઉપાસના કરે છે. ત્યારે મહાવીર ભગવાને હું કેવલજ્ઞાની છું એવો વિશ્વાસ સ્કંદકને થાય એ માટે સ્વયમેવ પિંગલક સાધુના પ્રશ્નો વગેરે વૃત્તાંત કહ્યો. પછી આ પ્રમાણે કહ્યું: હે સ્કંદક! લોક દ્રવ્યથી એક દ્રવ્ય છે, એથી સાંત છે. ક્ષેત્રથી બધીય દિશાઓમાં માત્ર અસંખ્ય કડાકોડિ યોજન પ્રમાણ છે, આથી સાંત છે. કાલથી સદાય રહે છે માટે
૧. આ પ્રશ્નના ઉત્તરની વિગતને ધ્યાનમાં રાખીને અહીં અનુવાદ કર્યો છે. ૨. અહીં સિદ્ધિ શબ્દથી સિદ્ધશિલા જાણવી. (ભગવતી શતક-૨ ઉદેશો-૧)
Page #258
--------------------------------------------------------------------------
________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્કંદમુનિચરિત્ર-૨૪૩ અનંત છે. ભાવથી અનંતપર્યાય સ્વરૂપ હોવાથી અનંત છે. એ પ્રમાણ જીવ, સિદ્ધિ અને સિદ્ધ વિષે પણ કહેવું. ફક્ત એટલો ફેર છે ક્ષેત્રથી પોતપોતાનું પ્રમાણ કહેવું.
હે સ્કંદક! મરણ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–બાલમરણ અને પંડિતમરણ. તેમાં બાલમરણના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે- વલમ્મરણ, વશાર્તમરણ, અંતોશલ્યમરણ, તદ્ભવમરણ, ગિરિપતન, તરુપતન, જલપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રોત્પાટન, વૈહાયસ અને ગૃદ્ધપૃષ્ઠ. (૧) વલમ્મરણ– વળતાનું મરણ તે વલમ્મરણ. સંયમના યોગોથી વળતા=પાછા ફરતા
જીવોનું મરણ તે વડન્મરણ. સંયમના યોગોને પાળવા માટે અસમર્થ હોય અને કુલલજ્જા આદિથી વ્રતને મૂકી ન શકે તેવા જીવોનું મરણ તે વડન્મરણ. જેમના
વ્રતપરિણામ ભાંગી ગયા છે તેવા વતીઓને આ મરણ હોય. (૨) વશામરણ- આમાં વશ અને આર્ત એમ બે શબ્દો છે. વશ એટલે પરાધીનતા. - આર્ત એટલે દુઃખી. ઇન્દ્રિયોની પરાધીનતાથી દુઃખી જીવોનું મરણ તે વશાર્તમરણ.
જેમ કે પતંગિયું દીપકજ્યોતિમાં પડીને મૃત્યુ પામે છે. (૩) અંતોશલ્યમરણ- અતિચારરૂપ શલ્યનો ઉદ્ધાર કર્યા વિના થતું મરણ તે અંતોશલ્ય
મરણ. માનકષાય આદિના કારણે જ્ઞાન-દર્શન-ચારિત્રસંબંધી અતિચારોની યોગ્યની પાસે
આલોચના કર્યા વિના મૃત્યુ પામનારાઓનું મરણ અંતોશલ્યુમરણ છે. (૪) તદ્ભવમરણ– જીવ જે ભાવમાં હોય તે ભવનું આયુષ્ય બાંધીને મૃત્યુ પામે તે
તદ્ભવમરણ. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવોને આ મરણ હોય. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અસંખ્યાત વર્ષવાળા મનુષ્ય-તિર્યંચો, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય-તિર્યંચો, દેવો અને નારકોને તદ્ભવમરણ ન
હોય. કારણ કે તે જીવો તે જ ભવનું આયુષ્ય બાંધી શકતા નથી. (૫) ગિરિપતન- પર્વત ઉપરથી ભૂસકો મારીને મરણ પામે તે. (૬) તરુપતન- વૃક્ષ ઉપરની ભૂસકો મારીને મરણ પામે તે. (૭) જલપ્રવેશ- પાણીમાં પડીને મરણ પામે તે. (૮) અગ્નિપ્રવેશ- અગ્નિમાં પડીને મરણ પામે તે. (૯) વિષભક્ષણ- ઝેર ખાઈને મરણ પામે તે. (૧૦) શસ્ત્રોત્યાટન- કરવત વગેરે શસ્ત્રથી કપાઈને મરે તે. (૧૧) વૈહાયસ- વિહાયસ્ એટલે આકાશ. આકાશમાં થયેલું મરણ તે વૈહાયસ મરણ.
વૃક્ષશાખા વગેરેની મદદથી ફાંસો ખાઈને મૃત્યુ પામે તે વૈહાયસ મરણ. (ફાંસીથી
થતું મરણ પણ વૈહાયસ મરણ છે.) ઉ. ૧૦ ભા.૧
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૪-તપધર્મ]. ઉપદેશમલા (પુષ્પમાલા)
ઝિંદકમુનિચરિત્ર (૧૨) વૃદ્ધપૃષ્ઠ– જેમાં ગીધડાઓએ સ્પર્શ કર્યો હોય તે વૃદ્ધપૃષ્ઠ મરણ. પીઠ વગેરે ઉપર
અળતો વગેરે ચોપડીને ગીધડા વગેરેને પોતાની પીઠ વગેરે ખવરાવીને મૃત્યુ થાય તે વૃદ્ધપૃષ્ઠ મરણ. આ બાર પ્રકારના મરણથી મરણ પામતો જીવ આત્માને નારકતિર્યંચ-મનુષ્ય-દેવના અનંત ભવોના સ્વીકારની સાથે જોડે છે, અર્થાત્ આત્મા અનંતા ભવો કરે છે, અનાદિ-અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. પંડિત મરણના બે પ્રકાર છે. તે આ પ્રમાણે–પાદપપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. આ બે પ્રકારના મરણથી મરણ પામતો જીવ સંસારરૂપ જંગલને ઓળંગી જાય છે.
અહીં બોધને પામેલા સ્કંદમહાવીર ભગવાનને વંદન કરીને આ પ્રમાણે કહ્યું: હે ભગવંત! હું તમારી પાસે કેવલીએ કહેલા ધર્મને સાંભળવાને ઇચ્છું છું. ત્યારે મહાવીર ભગવાને સ્કંદકને અને પર્ષદાને ધર્મ કહ્યો. ત્યારે પરમસંવેગને પામેલા સ્કંદ, મહાવીર ભગવાનને વંદન- નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું: હે ભગવંત! આ તમે જે પ્રમાણે કહો છો તે પ્રમાણે હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા રાખું છું, વિશ્વાસ કરું છું, રુચિ કરું છું. પછી સ્કંદક તાપસ ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં (=ઈશાનખૂણામાં જઈને ત્રિદંડ અને કુંડિકા વગેરે ઉપકરણનો ત્યાગ કરે છે. પછી ભગવાન મહાવીરને વંદન કરીને આ પ્રમાણે કહ્યું: ભગવન્! ઘડપણ અને મોતના દુઃખથી આ લોક (=આ સંસાર) સળગેલો છે, વધારે સળગેલો છે, અને તે એક કાળે જ સળગેલો છે, તથા વધારે સળગેલો છે. જેમ કોઈ એક ગૃહસ્થ હોય, તેનું ઘર સળગતું હોય, તથા તે સળગતા ઘરમાં તેનો બહુમૂલ્યવાળો અને ઓછા વજનવાળો સામાન હોય, ગૃહસ્થ તે સામાનને લઈને એકાંતમાં જાય છે. કારણ કે તે ગૃહસ્થ એમ વિચારે છે કે, જો થોડો પણ કિંમતી સામાન બચે તો તે સામાન મને પછીના સમયમાં હિત માટે અને સુખ માટે થશે. એ પ્રમાણે જ હે ભગવંત! મારો પણ આત્મા એક જાતના સામાન રૂપ છે, અને તે ઈષ્ટ છે, રત્નોના કરંડિયા સમાન છે. સદા ય ઠંડી-ગરમી અને સુધા-તૃષા વગેરેથી તથા રોગો અને જીવલેણ દર્દોથી રક્ષણ કરાયેલો આ મારો આત્મા મને પરલોકમાં હિત માટે અને સુખ માટે થશે. તેથી હે ભગવંત! હું આપની પાસે દીક્ષિત થવાને ઇચ્છું છું. પછી શ્રમણ ભગવંત મહાવીર પોતે જ સ્કંદક પરિવ્રાજકને દીક્ષા આપે છે, પોતે જ હિતોપદેશ આપે છે કે, હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે પડખું ફેરવવું, આ પ્રમાણે ભોજના કરવું, આ પ્રમાણે બોલવું, આ પ્રમાણે સંયમપૂર્વક વર્તવું. આ બાબતમાં જરા પણ આળસ ન રાખવી. પછી ભગવાન મહાવીરના આવા ધાર્મિક ઉપદેશનો સારી રીતે સ્વીકાર કરે છે
૧. પન્થાત્ (પ્ર+બ્રાન) ધાતુનો દીક્ષિત કરવું, દીક્ષા આપવી એવો અર્થ છે. પણ અહીં ભાવને લક્ષ્યમાં રાખીને દીક્ષિાં
થવું એવો અર્થ કરીને “દીક્ષિત થવાને' એમ લખ્યું છે. તથા ભગવતીસૂત્રમાં પત્રણ એવો પાઠ છે.
=
=
Page #260
--------------------------------------------------------------------------
________________
તપ ધર્મ]
ઉપદેશમલા (પુષ્પમાલા) [અંદકમુનિ ચરિત્ર-૨૪૫ અને તે જ પ્રમાણે વર્તે છે. હવે તે સ્કંદક પાંચ સમિતિથી યુક્ત, ત્રણ ગુતિથી ગુપ્ત, બ્રહ્મચારી, કષાયને જીતી લેનારા, જિતેન્દ્રિય, ઉત્સુક્તાથી રહિત, સુશ્રમણપણામાં તત્પર અને આજ્ઞામાં પ્રતિબદ્ધ એવા અણગાર થયા. સ્થાવિરોની પાસે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો.
પછી ભગવાન મહાવીરની અનુજ્ઞા લઇને કંઇક મુનિ પહેલી માસિક ભિક્ષુ પ્રતિમાને સ્વીકારે છે. એમાં દરરોજ પાણીની એક અને ભોજનની એક દત્તિ હોય. (એકવખતે પાત્રમાં જેટલું પડે તે એક દત્તિ.) આ પ્રમાણે એક મહિના સુધી પાળે છે. પછી દ્વિમાસિકી યાવત્ સપ્તમાસિકી ભિક્ષુપ્રતિમાને સ્વીકારે છે. તેમાં દ્વિમાસિકી પ્રતિમામાં દરરોજ પાણીની બે અને ભોજનની બે દત્તિ હોય. બે મહિના સુધી પાલન કરે. ત્રિમાસિકી પ્રતિમામાં ત્રણ ચાતુમાર્સિકી પ્રતિમામાં ચાર, પંચમાસિકી પ્રતિમામાં પાંચ, છમાસિકી પ્રતિમામાં છે, સપ્રમાસિકી પ્રતિમામાં સાતદત્તિ દરરોજ પાણી અને ભોજન એ પ્રત્યેકની હોય. દરેક પ્રતિમાનું ક્રમશઃ ત્રણ, ચાર, પાંચ, છ અને સાત માસ સુધી પ્રતિમાનું પાલન કરે. આ પ્રમાણે આ સાત ભિક્ષુપ્રતિમાઓ છે.
એ પ્રમાણે આઠમી, નવમી, દશમી, અગિયારમી અને બારમી ભિક્ષુપ્રતિમાને સ્વીકારે છે. આઠમીમાં (સાતદિવસ સુધી) એકાંતરે ચોવિહાર ઉપવાસ કરે. (પારણે આયંબિલ કરે.) ગામ વગેરેની બહાર ચત્તા સૂવે, પડખે સૂવે, કે પલાઠીવાળીને બેસે. તથા દેવ આદિના ઉપસર્ગોને ચલિત બન્યા વિના સહન કરે. નવમી પ્રતિમામાં પણ સાત દિવસ સુધી તે જ તપ કરે. રહેવામાં વિશેષ છે. તે આ પ્રમાણે– ઉત્કટુક આસને (ઢકા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે) બેસે, વાંકા લાકડાની જેમ સુવે, અર્થાત્ જમીનને મસ્તક અને પગની એડી અડ તે રીતે સૂવે, અથવા જમીનને માત્ર પીઠ અડે (મસ્તક કે પગ અદ્ધર રહે) તે રીતે સૂવે, અથવા લાકડીની જેમ લાંબા થઈને સૂવે. દશમીમાં પણ સાત દિવસ સુધી તે જ તપ કરે. રહેવામાં વિશેષ છે. તે આ પ્રમાણે ગોદોહિકા આસને બેસે. (પેની અને ઢેકા એક બીજાને અડે અને પગના તળિયાનો આગળનો ભાગ જ જમીનને અડે (પાછળનો ભાગ અદ્ધર રહે) તે રીતે બેસવું એ ગોદોહિકા આસન છે.) અથવા વીરાસને બેસે. (ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે.) અથવા આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. અગિયારમીમાં ચોવિહાર છઠ્ઠ તપ કરે. બે હાથ નીચે લટકાવીને ઠુંઠાની જેમ ( કાયોત્સર્ગમુદ્રાએ) ઊભો રહે. ઉપસર્ગ-પરિષદોને સારી રીતે સહન કરે. બારમીમાં (ચોવિહાર અઠ્ઠમ તપ કરે. છેલ્લી રાત્રિમાં બંનેય પગોને સંકોચીને અને બે હાથ લટકતા રાખીને રુક્ષ કોઈ એક પદાર્થ ઉપર નેત્રોને મીંચ્યા વિના સ્થિર દૃષ્ટિ રાખે. કાયાને કંઈક નમાવેલી રાખે. શરીરનાં સર્વ અંગો જેવી સ્થિતિમાં હોય તેવી સ્થિતિમાં રાખે, અર્થાત્ એક પણ અંગને જરાપણ હલાવે નહિ. બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૬-તપ ધર્મ]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
ઝિંદકમુનિ ચરિત્ર રાખો. ઉપસર્ગોને ચલિત બન્યા વિના સહન કરે. સ્કંદક અણગારે આ પ્રમાણે બાર પ્રકારની ભિક્ષુપ્રતિમાની આરાધના કરી.
પછી ફરી પણ મહાવીર ભગવાનની અનુજ્ઞા લઈને ગુણરત્ન સંવત્સર નામના તપધર્મનો સ્વીકાર કરે છે. તે આ પ્રમાણે પહેલા માસમાં નિરંતર ઉપવાસ કરવા, દિવસે સૂર્યની સામી નજર માંડી જ્યાં તડકો આપતો હોય તેવા સ્થાનમાં ઉભડક પગે બેસીને આતાપના લેવી.
તથા રાત્રીએ કાંઈ પણ વસ્ત્ર ઓઢ્યા કે પહેર્યા સિવાય વીરાસને બેસી રહેવું. એ પ્રમાણે બીજે મહિને નિરંતર છઠ્ઠ-બબે ઉપવાસ કરવા અને દિવસે સૂર્યની સામી નજર માંડી તડકામાં ઉભડક બેસી રહેવું તથા રાત્રે કાંઈ પણ પહેર્યા કે ઓઢ્યા સિવાય વીરાસને બેસી રહેવું. (એ પ્રમાણે ત્રીજે માસે નિરંતર અટ્ટમ-ત્રણ ત્રણ ઉપવાસ કરવા. ચોથે માસે ચાર ચાર ઉપવાસ કરવા. પાંચમે માસે પાંચ પાંચ ઉપવાસ કરવા. છટ્ટ માસે છ છ ઉપવાસ કરવા. સાતમે માસે સાત સાત ઉપવાસ કરવા. આઠમે માસે આઠ આઠ ઉપવાસ કરવા. નવમે માસે નવ નવ ઉપવાસ કરવા. દશમે માસે દશ દશ ઉપવાસ કરવા. અગિયારમે માસે અગિયાર અગિયાર ઉપવાસ કરવા. બારમે માસે બાર બાર ઉપવાસ કરવા. તેરમે માસે તેર તેર ઉપવાસ કરવા. ચૌદમે માસે ચૌદ ચૌદ ઉપવાસ કરવા. પંદરમે માસે પંદર પંદર ઉપવાસ કરવા. અને સોળમે માસે નિરંતર સોળ સોળ ઉપવાસ કરવા, અને સૂર્યની સામી નજર માંડી તડકાવાળી જગ્યાએ ઉભડક બેસી તડકો લેવો તથા રાત્રીએ કાંઈ પણ પહેર્યા કે ઓઢ્યા સિવાય વિરાસને બેસી રહેવું.)
આ પ્રમાણે સ્કંદક અણગારે ગુણસંવત્સર ધર્મની આરાધના કરી.
પછી ફરી પણ ભગવાન મહાવીરની પાસે ઘણા ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ અને અર્ધમાસક્ષપણ એમ વિવિધ તપધર્મથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
હવે તે કંઇક અણગાર આવા પ્રકારના આ વિપુલ તપકર્મથી શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અને શુષ્ક થયા, માત્ર નાડીઓ જ રહી હોય તેવા થયા. માત્ર આત્મબળથી જ જાય છે, ઊભા રહે છે, વાણી બોલવામાં પણ ગ્લાનિ પામે છે. જેમ (સુકા) લાકડા વગેરે વસ્તુથી ભરેલી ગાડી ખડખડ અવાજ કરતી કરતી ચાલે, તેમ સ્કંદક અણગાર ખડખડ અવાજ કરતા ચાલે છે, ખડખડ અવાજ કરતા ઊભા રહે છે. સ્કંદક અણગાર તપથી પુષ્ટ છે, તથા માંસ-લોહીથી ક્ષીણ છે. તથા રાખના ઢગલામાં ભારેલ અગ્નિની જેમ તપ તેજની શોભાથી અતિશય શોભતા શોભતા વિચરે છે.
હવે એકવાર રાજગૃહી નગરીમાં મહાવીરસ્વામી પધાર્યા ત્યારે રાત્રિના પાછલા પહોરે
Page #262
--------------------------------------------------------------------------
________________
તપ ધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્કંદમુનિ ચરિત્ર-૨૪૭ સ્કંદક અણગારના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયો કે, હું આ તપકર્મથી આવો કૃશ થઈ ગયો છું, છતાં હજી પણ મારામાં જ્યાં સુધી કોઇપણ (=થોડો પણ) પરાક્રમ છે, અને મારા ધર્માચાર્ય ભગવાન મહાવીર જ્યાં સુધી વિચરે છે, ત્યાં સુધીમાં તેમની અનુજ્ઞા લઈને વિધિથી અનશન કરવું એ મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારણા કરીને પ્રભાતસમયે ભગવાન મહાવીરની પાસે ગયા ત્યારે ભગવાન મહાવીરે કેવલજ્ઞાનથી તેના અધ્યવસાયને જાણીને જાતે જ તેને અનશનની અનુજ્ઞા આપી. આથી હર્ષ પામેલા, સંતોષ પામેલા સ્કંદક અણગાર ભગવાન મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, જાતે જ પાંચ મહાવ્રતોને આરોપે છે. (=ઉચ્ચરે છે.) સાધુઓને અને સાધ્વીઓને ખમાવે છે. સ્થવિર ગીતાર્થ સાધુઓની સાથે ધીમે ધીમે વિપુલ પર્વત ઉપર ચડે છે. મોટી પૃથ્વી શિલાપટ્ટકનું પડિલેહણ કરે છે. શિલાપટ્ટક ઉપર ડાભનો સંથારો પાથરે છે. પછી પર્યકાસને બેસી, પૂર્વદિશામાં મુખ રાખી, મસ્તકે અંજલિ કરીને, આ પ્રમાણે બોલ્યા કે, અરિહંત, ભગવંત, યાવત્ અચળ સ્વરૂપને પામેલાઓને નમસ્કાર થાઓ. અચળ સ્થાનને પામવાની ઇચ્છાવાળા ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવાન મહાવીરને અહીં રહેલો હું વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન મહાવીર અહીં રહેલા મને જુઓ. ભગવાન મહાવીરની પાસે (સાક્ષીએ) સર્વ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ, અરતિ, રતિ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, સર્વ અશન, વન, ખાદિમ, સ્વાદિમ એમ ચારેય પ્રકારનો આહારનો જીવનપર્યત ત્યાગ કરું છું. જે આ શરીર અતિશય ઇષ્ટ છે તેનો પણ હું મારા છેલ્લા શ્વાસોચ્છવાસે ત્યાગ કરું છું. ( કરી દઈશ.). આ પ્રમાણે તે સ્કંદક અણગાર અગિયાર અંગો ભણીને, બાર વર્ષ દીક્ષાપર્યાય પાળીને, માસ સુધી પાદપોપગમન અનશન કરીને આલોચના- પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને કાલની અવકાંક્ષા ન કરતા કાલધર્મ પામ્યા.
પછી તે સ્થવિર ભગવંતો સ્કંદક અણગારને કાલધર્મને પામેલા જાણી, તેમના પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. પછી તેમનાં વસ્ત્રો અને પાત્રો લઇને જ્યાં ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. ભગવાનને બધો વૃત્તાંત કહે છે. તે વખતે ગૌતમભગવાન મહાવીર ભગવાનને આ પ્રમાણે પૂછ્યું: હે ભગવંત! આપના શિષ્ય સ્કંદક અણગાર કાળ કરીને કયાં ગયા છે? કયાં ઉત્પન્ન થયા છે? ભગવાન મહાવીરે કહ્યું: હે ગૌતમ! મારા શિષ્ય અંદક અણગાર સ્વભાવે નમ્ર, ઉપશાંત, અલ્પક્રોધ-માન-માયા-લોભવાળા, અતિશય નિરભિમાની, આત્મામાં લીન, ભદ્રક અને વિનીત હતા. તે મારી અનુજ્ઞા લઈને, જાતે જ પાંચ મહાવ્રતોનું આરોપણ કરીને, યાવત્ સમાધિથી કાળ કરીને અશ્રુત (બારમા) દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા છે. શ્રીગૌતમ ભગવાને પૂછ્યું: હે ભગવંત! તે સ્કંદક ત્યાંથી અવીને કયાં ઉત્પન્ન થશે?
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૮-તપનો ધર્મ
ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપથી અન્ય કોઈ મહાન નથી ભગવાને કહ્યું: હે ગૌતમ! તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વદુઃખોનો વિનાશ કરશે. [૮૪].
અહીં શ્રીકંદકમુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે તપના અપરિમિત ગુણો હોવાથી તપના પ્રત્યેકગુણનું પ્રતિપાદન કરવાનું અશક્ય હોવાથી ગ્રંથકાર કહે છે
केत्तियमित्तं भणिमो, तवस्स सुहभावणाएँ चिन्नस्स? । भुवणत्तएऽवि न जओ, अन्नं तस्सऽत्थि गरुययरं ॥ ८५॥
શુભભાવનાથી આચરેલા તપનું કેટલું માત્ર કહીએ? = કેટલું વર્ણન કરીએ? કારણ કે ત્રણેય ભુવનમાં પણ તપથી અન્ય કોઈ અધિક મહાન નથી.
વિશેષાર્થ–ઋદ્ધિ અને યશ આદિની ઇચ્છાથી યુક્ત જીવનો તપ પણ અસાર જ છે. કારણ કે કહ્યું છે કે-“જ્ઞાન અને તપ એ બે મોક્ષનું ધામ છે. તેના જ (=મોક્ષના જ) અર્થિપણાના લોપની (=અભાવની) જેમાં પ્રધાનતા છે એવા જ્ઞાન અને તપ તૃણના અંશ સમાન છે, અર્થાત્ મુક્તિ અને તપ એ બેનું અર્થિપણુ(=ઈચ્છા) જેમાં ન હોય તે તૃણના અંશ સમાન છે.” આથી ઋદ્ધિ અને યશ આદિથી કરાયેલા તપને દૂર કરવા માટે મૂળગાથામાં તપનું “સુભાવનાથી આચરાયેલ” એવું વિશેષણ છે. અહીં તપના “સુભાવનાથી આચરાયેલ” એવા વિશેષણથી હવે પછી તુરત કહેવામાં આવનારા ભાવનાદ્વારનું સૂચન કર્યું છે. [૮૫].
આ પ્રમાણે સર્વ જ્ઞાનીઓએ અને અનંત તીર્થંકરોએ જે તપને સર્વગુણોનો આધાર કહ્યો છે, અને સ્વયં પણ આચર્યો છે, જે તપ ભારે કર્મરૂપ રોગના નાશ માટે ઔષધસમાન છે, જે તપથી અનુપમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, તે તપનો તમે આશ્રય કરો. (૧) હિત માટે જિનેશ્વરે કહેલા એક વાકયને તમે કરો. મોક્ષ માટે દીર્ધકાળ સુધી થયેલા મુનિવરોએ આચરેલા માર્ગનો આશ્રય કરો. પોતાના (=પોતાને ઈષ્ટ) રસોમાં (મધુર આદિ સ્વાદમાં) ભવરૂપ વન માટે પાણી સમાન આસક્તિનો ત્યાગ કરો. વજસમાન તપથી પાપરૂપ પર્વતને ભેદી નાખો. (૨) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલાના વિવરણમાં તપધર્મદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં તપધર્મદ્વારનો રાજશેખરસૂરિકૃત
ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. અહીં દેવાર્થત્વનકુંતલા એ સંપૂર્ણ સમાસ છે. તહેવ એટલે મોક્ષ જ. તિલ એટલે લોપ=અભાવ.
સાર=પ્રધાનતા.
Page #264
--------------------------------------------------------------------------
________________
ભાવધર્મ)
ઉપદેશમલા (પુષ્પમાલા) [ભાવની ઉત્પત્તિના કારણો-૨૪૯
ભાવધર્મ હવે ભાવનાધારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે
दाणं सीलं च तवो, उच्छुपुष्पं व निप्फलं होज्जा । जइ न हिययम्मि भावो, होइ सुहो तस्सिमे हेऊ ॥ ८६॥
જો હૃદયમાં શુભ ભાવ ન હોય તો દાન, શીલ અને તપ એ ત્રણેય ઇસુના પુષ્પની જેમ નિષ્ફલ થાય. શુભભાવની ઉત્પત્તિના આ =હવે પછી તુરત કહેવાશે તે) કારણો છે.
વિશેષાર્થ- જો હૃદયમાં જેમાં સંસારનિર્વેદ અને મોક્ષસંવેગ હોય તેવા શુભભાવ ન હોય તો દાન, શીલ અને તપ એ ત્રણે શેરડીના ફૂલની જેમ નિષ્ફલ થાય.
અહીં ભાવાર્થ આ છે– દાન આદિમાં પ્રવૃત્ત થયેલા પણ જીવે આદરથી શુભ ભાવમાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે શુભ ભાવ વિના દાનાદિ ત્રણ કાર્ય સાધન બનતા નથી. આથી દાનાદિ ધર્મોને કહીને હવે ભાવધર્મ કહેવાય છે. તે ભાવની ઉત્પત્તિનાં હવે પછી તુરત કહેવાશે તે કારણો છે. [૬]
ભાવની ઉત્પત્તિનાં કારણોને જ કહે છેसम्मत्त १ चरणसुद्धी २, करणजओ ३ निग्गहो कसायाणं ४ । गुरुकुलवासो ६ दोसाण, वियडणा ६ भवविरागो ७ य ॥ ८७॥ विणओ ८ वेयावच्चं ९, सज्झायरई १० अणाययणचाओ ११ । परपरिवायनिवित्ती १२, थिरया धम्मे १३ परिण्णा १४ य ॥ ८८॥
ભાવની ઉત્પત્તિના ચૌદ કારણો સમ્યકત્વ, ચરણશુદ્ધિ, ઇન્દ્રિયજય, કષાયનિગ્રહ, ગુરુકુલવાસ, દોષોની આલોચના, ભવવિરાગ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયરતિ, અનાયતનત્યાગ, પરંપરિવાદનિવૃત્તિ, ધર્મમાં સ્થિરતા, પરિજ્ઞા- આ શુભભાવની ઉત્પત્તિનાં કારણો છે.
વિશેષાર્થ-દોષોની આલોચના એટલે પ્રમાદ આદિથી આચરેલા દોષોની આલોચના. અનાયતન એટલે જ્ઞાનાદિને દૂષિત કરનાર વસ્તુ. પરિજ્ઞા એટલે જીવનના અંતે અનશન કરવું. શુભભાવની ઉત્પત્તિનાં સમ્યકત્વશુદ્ધિ વગેરે ચૌદ કારણો છે. બીજાં કારણો હોવા છતાં તે કારણોનો આમાં જ સમાવેશ થઈ જવાથી ચૌદ કારણો કહ્યાં છે. આ પ્રમાણે દ્વારગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તો સૂત્રકાર જાતે જ દરેક દ્વારમાં કહેશે. [૮૭-૮૮]
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૦- સમ્યકત્વદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[સમ્યકત્વનું સ્વરૂપ સમ્યકત્વ અહીં સમ્યકત્વ સર્વગુણોનું મૂલ છે. આથી શુભભાવના અર્થી જીવે પહેલાં જ સમ્યકત્વની શુદ્ધિ કરવી જોઈએ, એમ અહીં સૂચન કર્યું છે. તેમાં સમ્યકત્વનું સ્વરૂપ શું છે? ઈત્યાદિ દ્વારોથી સમ્યકત્વનું જ નિરૂપણ કરતા ગ્રંથકાર દ્વાર-ગાથાને કહે છે
किं सम्मत्तं १ तं होज किह णु २ कस्स व ३ गुणा य के तस्स ४ । कइभेयं ५ अइयारा ६, लिंगं वा किं भवे तस्स ७ ॥ ८९॥
સમ્યકત્વનું સ્વરૂપ શું છે? જીવોને કેવી રીતે સમ્યકત્વ થાય? કોને(=ક્યા જીવોને) સમ્યકત્વ હોય? સમ્યકત્વના કયા ગુણો છે? સમ્યકત્વના કેટલા પ્રકારો છે? સમ્યકત્વના અતિચારો કયા છે? સમ્યકત્વનું લિંગ શું છે? આ સમ્યત્વનાં દ્વાર છે. [૪૯] તેમાં (સમ્યકત્વનું સ્વરૂપ શું છે- એ) પ્રથમદ્વારના નિર્ણય માટે ગ્રંથકાર કહે છે
अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं । इच्चाइ सुहो भावो, सम्मत्तं बिंति जगगुरुणो ॥ ९०॥
અરિહંત જ મારા દેવ છે, સુસાધુઓ જ મારા ગુરુઓ છે, જિનમત જ મારે પ્રમાણ છે, ઈત્યાદિ શુભભાવ સમ્યકત્વ છે, એમ તીર્થંકરો અને ગણધરો કહે છે.
વિશેષાર્થ – અરિહંત જ મારા દેવ છે, બુદ્ધ વગેરે મારા દેવ નથી. સુસાધુઓ જ મારા ગુરુઓ છે, બૌદ્ધ સાધુઓ વગેરે મારા ગુરુઓ નથી. જિનમત જ મારે પ્રમાણ છે, કુતીર્થિકોના મતો મારે પ્રમાણ નથી. ઇત્યાદિ જે આત્માનો શુભ પરિણામ તે સમ્યકત્વ છે. એમ તીર્થકરો અને ગણધરો કહે છે. તેમણે કહ્યું છે કે-“તે સમ્યકત્વ પ્રશસ્ત સમ્યકત્વ મોહનીયકર્મના અણુઓના વેદનથી (=hયોપશમથી), ઉપશમથી કે ક્ષયથી ઉત્પન્ન થયેલ અને પ્રશમ-સંવેગ વગેરે લિંગોથી જાણી શકાય તેવા શુભ આત્મપરિણામરૂપ કહ્યું છે.”
ગાથામાં “ઇત્યાદિ શુભ ભાવ” એ સ્થળે રહેલ આદિ શબ્દ તે જ સમ્યકત્વના પોતાનામાં રહેલા ક્ષાયિક, પથમિક વગેરે ભેદોનું સૂચન કરે છે. [૯૦]
“સમ્યકત્વનું સ્વરૂપ શું છે” એ દ્વાર પૂર્ણ થયું. અહીંથી કેવી રીતે સમ્યકત્વ થાય” એ બીજા દ્વારનું પ્રતિપાદન કરવા માટે ગ્રંથકાર કહે છે
भमिऊण अणंताई, पोग्गलपरियट्टसयसहस्साई । मिच्छत्तमोहियमई, जीवा संसारकंतारे ॥ ९१॥
Page #266
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[ગ્રંથીનો અર્થ-૨૫૧ पावंति खवेऊणं, कम्माइं अहापवत्तकरणेणं । उवलन्नाएण कहमवि, अभिन्नपुव्वं तओ गंठिं ॥ ९२॥
મિથ્યાત્વથી મોહિત મતિવાળા જીવો સંસારરૂપ જંગલમાં અનંતા લાખો પુદ્ગલ પરાવર્તી સુધી ભમીને પથ્થરના દાંતથી યથાપ્રવૃત્તકરણ વડે કર્મોને ખપાવીને પછી કોઇ પણ રીતે જેનો પૂર્વે જ્યારે ભેદ કર્યો નથી તેવી ગ્રંથિને પામે છે=ગ્રંથિની પાસે આવે છે.
વિશેષાર્થ- અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– તીર્થંકર, ગણધર, ચક્રવર્તી વગેરે પણ સર્વ જીવો પહેલાં તો અવ્યવહાર રાશિમાં રહેલી નિગોદોમાં અનાદિકાળથી આરંભી કેવળ મિથ્યાત્વને જ વેદતા અનંતપુદ્ગલ પરાવર્તી સુધી રહે છે. ત્યારબાદ કોઈપણ રીતે તથાભવ્યત્વના કારણે તેમાંથી (=અવ્યવહાર રાશિમાં રહેલી નિગોદોમાંથી) નીકળીને પૃથ્વી આદિમાં વારંવાર ભમે છે. આ વિગત પહેલાં જ જણાવી છે. કેવલ મિથ્યાત્વથી મોહિત મતિવાળા જીવો આ પ્રમાણે અનંત પુદ્ગલ પરાવર્તા સુધી સંસારરૂપ જંગલમાં પરિભ્રમણ કર્યા પછી કોઈપણ રીતે મનુષ્ય આદિમાં આવે છે. મનુષ્ય આદિમાં આવેલા તે જીવોમાંથી કેટલાક જીવો પથ્થરના દાંતથી યથાપ્રવૃત્તકરણ વડે ગ્રંથિદેશે આવવા માટે રોકનારાં કર્મોને ખપાવીને પૂર્વે ક્યારેય જેનો ભેદ કર્યો નથી તેવી ગ્રંથિને કોઈપણ રીતે પામે છે.
અહીં અર્થ આ છે- કરણ અધ્યવસાયવિશેષ રૂપ છે. વિશિષ્ટ જ્ઞાનાદિગુણ વિના કોઇપણ રીતે સ્વયં જ પ્રવૃત્ત=પ્રવર્તેલો તે અધ્યવસાયવિશેષ યથાપ્રવૃત્ત કહેવાય છે. યથાપ્રવૃત્ત (=પોતાની મેળે જ પ્રવર્તેલું) કરણ તે યથાપ્રવૃત્તકરણ. તથા પર્વતની પાસે આવેલી નદીનો કોઈક પથ્થર આમ-તેમ જવાથી અથડાવાના કારણે સ્વયં ઘસાઈને ત્રિકોણ વગેરે આકારને પામે છે. એ પ્રમાણે જીવો પણ યથાપ્રવૃત્તકરણ વડે સ્વયં જ કર્મને ખપાવે છે. [૯૧-૯૨]
ગ્રંથિ એ શો પદાર્થ છે એ વિષયને કહે છેगंठिं भणंति मुणिणो, घणरागद्दोषपरिणइसरूवं । जम्मि अभिन्ने जीवा, न लहंति कयाइ सम्मत्तं ॥ ९३॥
ગ્રંથિ રાગ-દ્વેષના ગાઢ પરિણામરૂપ છે એમ મુનિઓ કહે છે. તેને ભેદ્યા વિના જીવો ક્યારેય સમ્યકત્વને પામતા નથી.
વિશેષાર્થ– ગાઢ એટલે સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર. સમ્યકત્વની
૧. વન એટલે જવું પોતના એટલે અથડાવું.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૨-સમ્યકત્વદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ગ્રંથી ભેદ કોણ કરે? પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર અને કેવલજ્ઞાનથી જાણી શકાય તેવો જે રાગ-દ્વેષનો પરિણામ, તે પરિણામસ્વરૂપ ગ્રંથિ છે એમ મુનિઓ અહીં કહે છે. જેવી રીતે વૃક્ષની છાલ આદિથી મારેલી (=બાંધેલી) તેવા પ્રકારની કોઇ ગાંઠ દુઃખે કરીને ભેદી શકાય છે, તેવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક જે રાગ-દ્વેષનો પરિણામ, તે જેને અનંત પણ કાળથી જીવોએ ભેઘો નથી, તે અહીં ગાંઠ છે. [૩]
પ્રશ્ન- જે કોઈ જીવો ગાંઠ સુધી આવે છે તે બધાય જીવો ગાંઠને ભેટે છે? ઉત્તર- ના. આ વિષયને ગ્રંથકાર કહે છેउल्लसियगरुयविरिया, धन्ना लहुकम्मुणो महप्पाणो । आसन्नकालभवसिद्धिया, य तं केइ भिंदंति ॥ ९४॥
જેમનો અતિશય વીર્ય ઉલ્લસિત બન્યો છે તેવા, ધન્ય, લઘુકર્મી, મહાત્મા અને આસન્નકાલભવસિદ્ધિક કોઈક જીવો ગ્રંથિને ભેદે છે.
વિશેષાર્થ નજીકના કાળમાં જેની મુક્તિ થવાની હોય તે આસન્નકાલભવસિદ્ધિક કહેવાય. [૪]
હવે કેવા જીવો ગ્રંથિને ન ભેદે એ વિષયને કહે છેजे उण अभव्वजीवा, अणंतसो गंठिदेसपत्तावि ।। ते अकयगंठिभेया, पुणोऽवि वखंति कम्माइं ॥ ९५॥
અભવ્યજીવો અનંતવાર ગ્રંથિદેશને પામેલા હોવા છતાં ગ્રંથિને ભેદતા જ નથી. અભવ્યજીવો ગ્રંથિનો ભેદ કર્યા વિના પડીને ફરી પણ કર્મોન વધારે છે-લાંબી સ્થિતિવાળાં કરે છે.
વિશેષાર્થ– જેમની કોઇપણ રીતે મુક્તિ થવાની જ નથી તે જીવો અભવ્ય છે. અહીં અભવ્યજીવોના ઉપલક્ષણથી દૂરભવ્યો પણ સમજી લેવા. અર્થાત્ દૂરભવ્યજીવો પણ ગ્રંથિદેશને પામેલા હોવા છતાં ગ્રંથિને ભેદતા જ નથી, અને ગ્રંથિનો ભેદ કર્યા વિના પડીને ફરી પણ કર્મોને વધારે છે. [૫]
હવે જે જીવો ગ્રંથિને ભેદે છે તેમને સમ્યકત્વની પ્રાપ્તિ કયા ક્રમથી થાય છે એ વિષયને કહે છે
तं गिरिवरं व भेत्तुं, अपुव्वकरणुग्गवजधाराए । अंतोमुहुत्तकालं, गंतुं अनियट्टिकरणम्मि ॥१६॥
Page #268
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વ કેવી રીતે પ્રાપ્ત થાય-૨૫૩
पइसमयं सुझंतो, खविडं कम्माइं तत्थ बहुयाइं । मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुइयम्मि उवसंते ॥ ९७॥ संसारगिम्हतविओ, तत्तो गोसीसचंदणरसं व । अइपरमनिव्वुइकरं, तस्संते लहइ सम्मत्तं ॥ ९८॥
અપૂર્વકરણરૂપ તીવ્ર વજધારાથી મોટા પર્વતની જેમ ગ્રંથિને ભેદીને, અંતર્મુહૂર્ત કાળ સુધી અનિવૃત્તિકરણને પામે છે, ત્યાં પ્રત્યેકસમયે વિશુદ્ધ બનતો જીવ ઘણાં કર્મોને ખપાવે છે, પછી અનિવૃત્તિકરણના અંતે ઉદય પામેલું મિથ્યાત્વ ક્ષીણ થયે છતે અને ઉદય નહિ પામેલું મિથ્યાત્વ ઉપશાંત થયે છત, સંસારરૂપ તાપથી તપેલો જીવ અતિશય શાંતિ (=ઠંડક) કરનાર ગોશીષચંદનના ' રસને પામે તે રીતે, મુક્તિસુખને કરનારા સમ્યકત્વને પામે છે.
વિશેષાર્થ–અપૂર્વકરણ–અપૂર્વ એટલે પૂર્વે નહિ અનુભવેલ. કરણ એટલે અધ્યવસાયવિશેષ. અપૂર્વકરણ એટલે પૂર્વે ક્યારેય ન અનુભવેલ અધ્યવસાયવિશેષ. અપૂર્વકરણમાં વર્તતો જીવ પૂર્વે ક્યારેય ન કરી હોય તેવી વિશેષ પ્રકારની સ્થિતિઘાત ને રસઘાત આદિ ક્રિયા કરે છે, આથી આ અપૂર્વકરણ કહેવાય છે. અપૂર્વકરણનો કાળ અંતર્મુહૂર્ત છે. ગ્રંથિને ભેદીને એટલે કોઇક તેવા પ્રકારના રાગદ્વેષના પરિણામને દૂર કરીને.
- અનિવૃત્તિકરણ– અપૂર્વકરણ પછી અંતર્મુર્ત સુધી અનિવૃત્તિકરણને પામે છે. અહીં પણ પૂર્વ કરતાં અધિક વિશિષ્ટ અધ્યવસાય એ જ કરણ છે. સમાન સમયમાં રહેલા જીવોના અધ્યવસાયની પરસ્પર નિવૃત્તિ=ભેદ જેમાં ન હોય તે અનિવૃત્તિ. અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આરંભી અસંખ્ય અધ્યવસાય સુધીના દરેક સમાનસમયમાં વર્તમાન જીવોના અધ્યવસાયની સ્વભાવથી જ નિવૃત્તિ=ભેદ નથી જ એવો અહીં ભાવ છે. અનિવૃત્તિકરણમાં પ્રવેશ થયા પછી અંતર્મુહૂર્ત સુધી પ્રત્યેકસમયે અનંતગુણ વિશુદ્ધિથી વિશુદ્ધ થતો જીવ આયુષ્ય સિવાય સાતકર્મોને ઘણા ખપાવીને, એટલે કે પ્રત્યેક-કર્મને અંતઃકોડાકોડિસાગરોપમ જેટલા રાખીને બાકીના ખપાવીને, અનિવૃત્તિકરણના અંતે સમ્યકત્વને પામે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- સિત્તેર કોડાકડિસાગરોપમ વગેરે સ્થિતિવાળા મોહનીય વગેરે કર્મોને યથાપ્રવૃત્તિકરણથી ખપાવીને પ્રત્યેક કર્મને અંત:કોડાકડિસાગરોપમ જેટલી સ્થિતિવાળા કરે છે. અપૂર્વકરણથી ગ્રંથિને ભેદે છે. અનિવૃત્તિકરણમાં તો પ્રતિસમય વિશુદ્ધ થતો જીવ તે જ કર્મોને અતિશય ખપાવતો રહે છે. આ દરમિયાન ઉદય પામેલા મિથ્યાત્વને વેદે છે, અને ઉદય નહિ પામેલા મિથ્યાત્વનું ઉપશમરૂપ અંતર્મુહૂર્ત પ્રમાણવાળું અંતરકરણ કરે છે. પછી અનિવૃત્તિકરણ પૂર્ણ થયે છતે, અને ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય થયે છતે, જીવ યથોક્ત અંતરકરણમાં પ્રવેશ કરે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૪-સમ્યક્તદ્વાર ૨૫૪-લ્સમ
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કેવો જીવ ગ્રંથિને ભેદે [અનિવૃત્તિકરણમાં રહેલ જીવ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત પછી અંતર્મુહૂર્ત જેટલા કાળમાં દર્શનમોહનીયકર્મનાં જેટલાં દલિકો ઉદયમાં આવવાના હોય તેટલા દલિકોને ત્યાંથી લઇને ઉપરની સ્થિતિમાં અને નીચેની સ્થિતિમાં નાખીને અંતર્મુહૂર્ત સુધીની સ્થિતિને દર્શનમોહનીયકર્મના દલિકોથી રહિત કરે છે. અહીં મિથ્યાત્વની સળંગ સ્થિતિના બે વિભાગ થઈને વચ્ચે આંતરું પડતું હોવાથી આને અંતરકરણ કહેવામાં આવે છે.
અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ થતાં જ જીવ અંતરકરણમાં પ્રવેશ કરે છે. જેમ ઊખરભૂમિમાં આવતાં અગ્નિ શાંત બની જાય છે તેમ અંતરકરણમાં પ્રવેશ થતાં જ દર્શનમોહનીયનાં કર્મોનો ઉદય સ્થગિત બની જાય છે. આથી જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. અહીં યંત્ર આ પ્રમાણે છે –].
ક્રમશઃ દલિક રચના •••••••••••••
વચ્ચે કર્મોના અભાવરૂપ ઉપશમ
આનો તાત્પર્યાર્થ એ છે કે અંતર્મુહૂર્ત કાલ સુધી જીવ સર્વથા જ મિથ્યાત્વને વેદતો નથી. અંતરકરણના પ્રવેશના પ્રથમ સમયથી પથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અંતરકરણમાં રહેલો જીવ સત્તામાં રહેલા મિથ્યાત્વને વિશુદ્ધ કરીને ત્રણ પુંજ કરે છે. જેવી રીતે માદક કોદરાને ઔષધિથી શુદ્ધ કરે છે. શુદ્ધ કરાતા કોદરામાંથી કેટલાક કોદરા શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે, તેમાં પણ કેટલાક બિલકુલ શુદ્ધ થતા નથી. એ પ્રમાણે જીવ પણ અધ્યવસાય વિશેષથી જિનવચન ઉપર રુચિ થવામાં બાધક દુષ્ટરસનો ઉચ્છેદ કરવા દ્વારા મિથ્યાત્વને શુદ્ધ કરે છે. શુદ્ધ કરાતું મિથ્યાત્વ પણ શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે થાય છે. તેમાં શુદ્ધપુંજ સર્વજ્ઞ ધર્મના સમ્યક્ સ્વીકારમાં પ્રતિબંધક ન હોવાથી ઉપચારથી સમ્યકત્વપુંજ કહેવાય છે. બીજો અર્ધશુદ્ધપુંજ મિશ્રપુંજ કહેવાય છે. તેના ઉદયમાં જિનધર્મમાં મધ્યસ્થભાવ જ થાય છે. અશુદ્ધપુંજ અરિહંત આદિનો ખોટી રીતે સ્વીકાર કરાવનાર હોવાથી મિથ્યાત્વપુંજ કહેવાય છે.
આ પ્રમાણે અંતરકરણમાં અંતર્મુહૂર્તકાળ સુધી પથમિક સમ્યકત્વનો અનુભવ કર્યા પછી કોઈ જીવને સમ્યકત્વપુંજ ઉદયમાં આવે છે. સમ્યકત્વપુંજને વેદતા જીવનું ૧. અહીં કાઉસવાળું લખાણ ટીકા સિવાયનું વધારાનું છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વ પ્રાપ્તિનો ક્રમ-૨૫૫ સમ્યકત્વ ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. કારણ કે ઉદયમાં આવેલા મિથ્યાત્વનો અહીં પહેલાં જ ક્ષય થઈ ગયો છે. ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વનો તો ઉદયાભાવરૂપ ઉપશમ છે. તેથી (ક્ષય અને ઉપશમથી થયેલું) આ સમ્યકત્વ ક્ષાયોપથમિક છે. કોઈ જીવને મિશ્રપુંજનો ઉદય થાય છે. મિશ્રપુજને વેદતો જીવ સમ્યકમિથ્યાદષ્ટિ કહેવાય છે. બીજા કોઈ જીવને મિથ્યાત્વપુંજનો ઉદય થાય છે. મિથ્યાત્વપુંજને વેદનારો જીવ મિથ્યાષ્ટિ કહેવાય છે.
ઔપથમિક સભ્યત્વને ભોગવતા કોઈક બીજા જીવને પથમિક સભ્યત્વનો કાળ જઘન્યથી એકસમય બાકી હોય ત્યારે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી હોય ત્યારે
અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે. તેના ઉદય વખતે જે સમ્યકત્વ છે તે સાસ્વાદન* સમ્યકત્વ કહેવાય છે. કારણ કે મિથ્યાત્વનો હજી ઉદય થયો નથી, અને તત્ત્વરસના આસ્વાદથી સહિત છે. (આસ્વાદથી સહિત તે સાસ્વાદન.) જો કે તે તત્ત્વરસ અનંતાનુબંધી કષાયના ઉદયથી કલુષિત(=મલીન) છે. અનંતાનુબંધી કષાયના ઉદયથી મલિન એવા પણ તત્ત્વરસાસ્વાદથી સહિત છે. આથી તે સમ્યકત્વ સાસ્વાદન સમ્યકત્વ કહેવાય છે. જઘન્યથી એક સમય પછી અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પછી નિયમા મિથ્યાત્વનો ઉદય થતાં તે જીવ મિથ્યાદષ્ટિ થાય છે. [૯૬-૯૭-૯૮]
કેવી રીતે સમ્યકત્વ થાય એ બીજું દ્વાર પૂર્ણ થયું. હવે કોને(=કેવા જીવોને) સમ્યકત્વ થાય એ ત્રીજા સ્વામિત્વતારને કહે છે
पुव्वपवण्णा पडिवजमाणया निरयमणुयदेवा य । तिरिएसुं तु पवन्ना, बेइंदियमाइणो होज्जा ॥ ९९॥
નારકો, મનુષ્યો અને દેવો પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક હોય છે. તિર્યંચોમાં બેઇદ્રિય વગેરે જીવો પૂર્વ પ્રતિપન્ન હોય.
' વિશેષાર્થ– જે જીવો સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ સમયમાં રહેલા છે તે પ્રતિપદ્યમાનક કહેવાય છે. જે જીવો સમ્યકત્વ પ્રાપ્તિના બીજા વગેરે સમયોમાં રહેલા છે તે પૂર્વ પ્રતિપન્ન છે. તેમાં નારક, મનુષ્ય અને દેવો બંને પ્રકારના પ્રાપ્ત થાય છે. મનુષ્યો અને દેવો ધર્મશ્રવણ આદિથી સમ્યકત્વને પામે છે એ પ્રસિદ્ધ જ છે. નારક વગેરે તો વેદનાદિથી કર્મનિર્જરા કરે છે, અને તથાભવ્યત્વના પરિપાકથી નિસર્ગ આદિ કોઈક કારણથી જ કેટલાક સમ્યકત્વને પામે છે. તેથી જેઓ સમ્યકત્વના પ્રથમ સમયે રહેલા છે તે પ્રતિપદ્યમાનક છે, બીજા વગેરે સમયોમાં રહેલા તે જ જીવો પૂર્વપ્રતિપન્ન કહેવાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૬-સમ્યક્તદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યક્ત પ્રાપ્તિનો ક્રમ તિર્યચોમાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો પૂર્વ પ્રતિપન્ન હોય છે. તે આ પ્રમાણે સાસ્વાદન સમ્યગ્દષ્ટિજીવ મરીને બેઈન્દ્રિય આદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે જીવ અપર્યાપ્ત અવસ્થામાં કેટલાક કાળ સુધી સાસ્વાદનસમ્યગ્દષ્ટિ તરીકે રહે છે. ત્યારબાદ નિયમા મિથ્યાત્વને પામે છે. આ વિગત પૂર્વે લગભગ કહી દીધી છે. આ જીવને આશ્રયીને બેઇન્દ્રિય આદિમાં પૂર્વ પ્રતિપન્ન જીવો હોય છે, બીજી રીતે નહિ. પંચેન્દ્રિયોમાં તો સામાન્ય પણ સમ્યકત્વને આશ્રયીને પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. [૯]
બેઇન્દ્રિય વગેરેમાં પૂર્વપ્રતિપન્ન કહ્યા. બેઇન્દ્રિય વગેરેમાં પ્રતિપદ્યમાનક હોય કે ન હોય? એ પ્રશ્નનો ઉત્તર કહે છે
पडिवज्जमाणयावि हु, विगलिंदियअमणवजिया हुंति । उभयाभावो एगिदिएसु, सम्मत्तलद्धीओ ॥ १००॥
તિર્યંચોમાં વિકલેન્દ્રિય અને મનરહિત જીવોને છોડીને પ્રતિપદ્યમાનક પણ હોય છે. એકેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક એ બન્ને ન હોય. કારણકે એકેન્દ્રિયોમાં સમ્યકત્વની લબ્ધિ હોતી નથી.
વિશેષાર્થ– જેમને વિકલ=અપૂર્ણ ઇન્દ્રિયો છે તે વિકસેન્દ્રિય. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો વિકલેન્દ્રિય છે. અહીં મનરહિત જીવો એટલે સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો. આ જીવોમાં તેવા પ્રકારના અધ્યવસાયની શુદ્ધિનો સંભવ ન હોવાથી કોઈપણ જીવ સમ્યકત્વ પામતો નથી. આથી તિર્યંચોમાં આ જીવોને છોડીને બાકીના જીવોમાં પ્રતિપદ્યમાનક પણ હોય છે. ગર્ભજ પંચેન્દ્રિય જીવો જ બાકી રહેતા હોવાથી અહીં બાકીના જીવો એટલે ગર્ભજ પંચેન્દ્રિય જીવો જ જાણવા.
એકેન્દ્રિયોમાં સમ્યકત્વલબ્ધિ ન હોવાથી પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક એ બંને ન હોય. એકેન્દ્રિયોમાં સમ્યકત્વના પ્રતિપદ્યમાનક ન સંભવે. કારણ કે તેમનામાં તેવા પ્રકારના અધ્યવસાયની વિશુદ્ધિ હોતી નથી. આ વિષે કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંને વચ્ચે કોઇ વિવાદ નથી. પૂર્વપ્રતિપત્રને આશ્રયીને એ બેમાં વિવાદ છે. કાર્મગ્રંથિકો બેઇન્દ્રિયાદિની જેમ પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એ ત્રણ એકેન્દ્રિયોમાં પણ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ જીવો ઉત્પન્ન થતા હોવાથી પૂર્વપ્રતિપત્રોને માટે જ છે. સૈદ્ધાંતિકો તો સમ્યગ્દષ્ટિ જીવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા ન હોવાથી અથવા અલ્પજીવો ઉત્પન્ન થતા હોવાથી કોઈ કારણથી તેની અહીં વિવક્ષા ન કરી હોવાથી એકેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્નનો પણ અભાવ માને છે. આ મત અહીં લખ્યો છે. તત્ત્વ તો કેવલીઓ જાણે. [૧૦૦].
હવે “સમ્યકત્વના કયા ગુણો છે” એ ચોથા દ્વારને કહેવાની ઇચ્છાવાળા
Page #272
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વના ગુણો-૨૫૭ ગ્રંથકાર, સમ્યકત્વના સભાવમાં જ જ્ઞાનાદિગુણસમૂહનો સદ્ભાવ હોય, સમ્યકત્વના અભાવમાં જ્ઞાનાદિ ગુણસમૂહનો અભાવ હોય, આથી સમ્યકત્વ સર્વગુણોનો આધાર છે, આથી સમ્યત્વના સર્વગુણાધારતારૂ૫ ગુણને કહે છે
जह धनाणं पुहई, आधारो नहयलं च ताराणं । तह नीसेसगुणाणं, आहारो होइ सम्मत्तं ॥ १०१॥
જેવી રીતે પૃથ્વી ધાન્યોનો આધાર છે, આકાશતલ તારાઓનો આધાર છે, તેવી રીતે સમ્યકત્વ સર્વગુણોનો આધાર છે. [૧૦૧]
હવે સમ્યકત્વના જ સુગતિમાં જવાના કારણરૂપ અન્યગુણને કહે છેसम्मट्ठिी जीवो, गच्छइ नियमा विमाणवासीसु । जइ न विगयसम्मत्तो, अहव न बद्धाउओ पुव्विं ॥ १०२॥
જો સમ્યકત્વ જતું ન રહ્યું હોય, અથવા પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તો, સમ્યગ્દષ્ટિજીવ નિયમા વૈમાનિક દેવોમાં જાય છે.
વિશેષાર્થ- અહીં સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટથી તે જ ભવમાં સિદ્ધ થાય છે. પરિપૂર્ણકાળ વગેરે સામગ્રીનો અભાવ હોવાના કારણે જે સમ્યગ્દષ્ટિ તે જ ભવમાં સિદ્ધ ન થાય તે પણ તિર્યંચ કે મનુષ્ય સમ્યગ્દષ્ટિજીવ નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કમાં જતો ન હોવાથી નિયમા સૌધર્મ આદિ વૈમાનિક દેવોમાં જાય છે. અહીં અતિપ્રસંગના નિરોધને કહે છે (=અતિપ્રસંગને અટકાવે છે)- જો મરણ સમયે સર્વથા મિથ્યાત્વ જવાના કારણે સમ્યકત્વથી રહિત ન બન્યો હોય, આના ઉપલક્ષણથી જો મદિરાસેવન આદિથી મલિન સમ્યકત્વવાળો પણ ન બન્યો હોય, અથવા શ્રેણિક વગેરેની જેમ નિશ્ચલ સમ્યકત્વવાળો હોવા છતાં જો પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય, તો સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક દેવલોકમાં જાય છે. જેણે પૂર્વે સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં આયુષ્ય બાંધી દીધું છે એવો સમ્યગ્દષ્ટિજીવ ચારેય ગતિમાં ઉત્પન્ન થાય છે. માટે અહીં જેણે પૂર્વ આયુષ્ય બાંધી દીધું છે એવા જીવનો નિષેધ કર્યો છે. સમ્યગ્દષ્ટિ દેવ-નારકો પણ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. કારણ કે તેમને દેવગતિનો નિષેધ છે. [૧૦૨]
દૃષ્ટાંત કહેવા દ્વારા સમ્યકત્વના જ અન્યગુણને કહે છેअचलियसम्मत्ताणं, सुरावि आणं कुणंति भत्तीए ।
નદ મમરમગા, દવા નિવવિક્ષમા ૨૦૩ ૧. નિયન એટલે નિયમ વિના, અર્થાત્ અમુક જ ગતિમાં જાય એવો નિયમ નથી.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૮-સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત - નિશ્ચલ સમ્યકત્વવાળા જીવોની આજ્ઞાને દેવો પણ ભક્તિથી કરે છે. (ત્રપાળે છે.) આ વિષે અમરદત્તની પત્ની અને નૃપવિક્રમરાજા વગેરેનાં દષ્ટાંતો છે.
વિશેષાર્થ– ગાથાનો અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ કહેવા માટે તો અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત કહેવાય છે.
અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત ભરતક્ષેત્રમાં સૌરાષ્ટ્રદેશમાં સુવર્ણ અને રત્નોથી પરિપૂર્ણ રત્નાવતી નામની વિખ્યાત નગરી હતી. ત્યાં મણિકિરણોથી રચાયેલા ઈન્દ્રધનુષથી વ્યાપ્ત આકાશને જોઈને મોરસમૂહ નવા વાદળાઓની શંકાથી સદા નૃત્ય કરે છે. ત્યાં પદ્મ નામનો શ્રેષ્ઠી હતો. જેવી રીતે વિષ્ણુએ સમુદ્રનું મંથન કરીને રત્નો ગ્રહણ ક્ય તે રીતે પદ્મશેઠે વહાણ રૂપ મંથનદંડથી સમુદ્રનું મંથન કરીને રત્નો ગ્રહણ કર્યા હતાં. તેનો અમરદત્ત નામનો વિખ્યાત પુત્ર હતો. તેણે ત્યાં પોતાના રૂપ વગેરે ગુણોથી લોકને વિસ્મય પમાડ્યો હતો. હવે એકવાર પિતાથી રજા અપાયેલો અને ઘણા વૈભવવાળો તે વહાણથી કુશદ્વીપમાં સુવર્ણપુર નગરમાં વેપાર કરવા માટે ગયો. તે નગરમાં વિશંક નામનો શેઠ રહેતો હતો. લક્ષ્મીએ જાણે કે સ્વયંવરની જેમ તેનો સ્વીકાર કર્યો હતો, અર્થાત્ તેની પાસે લક્ષ્મી ઘણી હતી. તે કેવળ જિનેશ્વરના ધર્મમાં જ રસવાળો હતો. અમરદત્ત કાર્ય માટે કોઈ પણ રીતે તેના જ ઘરે ગયો. ત્યાં તેણે દેવીની જેવી રમતી એક બાલિકાને જોઈ. જાણે તે અનુપમ લાવણ્યરૂપ મહાસાગરમાં અવશ્ય ડૂબી ગયો હોય તેમ તેની બે આંખો લાંબા કાળ સુધી તેના જ શરીર ઉપર રહી. કાર્ય પૂર્ણ થઈ જતાં ઘરમાંથી કોઇપણ રીતે નીકળતા તેણે કોઈને પૂછ્યું કે આ કોણ છે અને તેનું નામ શું છે? તેણે કહ્યું: આ પુત્રી આ શેઠની જ છે. તેનું નામ વિમલયશા છે. તે કળામાં કુશળ છે અને કુમારી છે. તેથી અમરદત્તે તેને પરણવા માટે શેઠની પાસે તેની માગણી કરાવી. શેઠે કહ્યું. હું તેને આપું છું. પણ તેણે મોટી પ્રતિજ્ઞા કરી છે.
વાદમાં અમરદત્તે મૂકેલો પૂર્વપક્ષ ધર્મના વાદમાં મને જે જીતશે તે જ મને પરણશે. જો મને કોઈ નહિ જીતે તો હું ચોક્કસ જિનેશ્વરની દીક્ષાને લઈશ. આ સાંભળીને વિજ્ઞાઈથી ભરેલા અમરદત્તે અતિશય મિથ્યાષ્ટિ હોવાના કારણે વાદમાં કન્યાને આ પ્રમાણે કહ્યું: હે મુગ્ધા! જેના કારણે તું દુઃખી થાય છે તે ધર્મ જ નથી. લોભી પાખંડીઓ લોકને કેવળ ભરમાવે છે. કારણ કે જેવી રીતે ઇન્દ્રધનુષ આદિમાં વર્ણ આદિનો ભેદ સ્વભાવથી જ થાય છે તે રીતે જગતમાં સુખ-દુઃખ આદિની વિચિત્રતા સ્વભાવથી જ રચાય છે. વળી બીજું
Page #274
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૫૯ હે તવંગી! ધર્મ-અધર્મની અવસ્થા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોમાંથી કયા પ્રમાણથી ઇષ્ટ છે? અર્થાત્ કોઇ પ્રમાણથી ઈષ્ટ નથી. હે મુગ્ધા! તેથી આ શરીર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતના સંયોગથી ઉત્પન્ન થાય છે, નહિ કે પુણ્ય-પાપથી. તેથી હે સુંદરી! યૌવન જ્યાં સુધીમાં ખતમ ન થઇ જાય ત્યાં સુધીમાં યુવાનોની સાથે વિલાસ કર, અન્યથા તું અતિશય ખેદ કરીશ. હે દીર્ધાક્ષી! પરભવને કોણે જોયો છે? અહીં શરીરને અગ્નિથી રાખનો ઉકરડો કરી દેવામાં આવે છે. તેથી પરલોકમાં કોણ જશે? તેથી હે સુતનુ! ક્રીડા કરવાની ઇચ્છાવાળો આ તારો દાસજન થાઓ! તું પણ પાંચ પ્રકારના વિષયસુખોને પ્રાપ્ત કરીને કૃતાર્થ થા. અથવા આવી વસ્તુસ્થિતિ હોવા છતાં જો તું ધર્મસંબંધી અસદ્ આગ્રહને છોડતી નથી તો તારા માતા-પિતા શિવ આદિ કહેલા ધર્મને કરે છે. તેથી તું પણ તે જ ધર્મને કર. કારણ કે તે જ ધર્મ જગતમાં સારી રીતે પ્રસિદ્ધ છે. સ્નાન, દાન અને શૌચ તેમાં જ મુખ્ય જણાય છે. રાજા વગેરે ઉત્તમપુરુષોથી જે ધર્મ કરાય છે તેને છોડીને જેઓ અન્યધર્મને વળગે છે તેઓ મૂઢ જ છે, પણ બુદ્ધિમાન નથી.
વાદમાં વિમલયશાનો ઉત્તરપક્ષ ઇત્યાદિ અમરદત્તે કહ્યું એટલે વિમલયશાએ કંઈક હસીને કહ્યું: તે સારું કહ્યું. પણ તું ધર્મ નથી એમ જે કહે છે તે અયુક્ત છે. ધર્મનો પ્રભાવ સંપૂર્ણ ત્રણે લોકમાં પ્રગટ છે. (૨૫) ધર્મ અનુમાન આદિ પ્રમાણથી અત્યંત સિદ્ધ થયેલો છે. આ વિષે તને હું પ્રગટ કહું છું. તે આ પ્રમાણે–જેવી રીતે ધુમાડાથી અગ્નિ સિદ્ધ થાય છે તે રીતે આરોગ્ય, કીર્તિ, બુદ્ધિ, વૈભવ અને રૂપ વગેરે કાર્યરૂપ લિંગથી ધર્મ છે એમ સિદ્ધ થાય છે. વિપરીત કાર્યરૂપ લિંગથી અધર્મ પણ નિશ્ચિતરૂપે જણાય છે. હવે આરોગ્ય વગેરે ધર્મનું કાર્ય કેવી રીતે હોય એ અંગે કહું છું કે જો વિપરીત માનવામાં આવે તો પ્રમાણનો વિરોધ આવે છે. તે પ્રમાણ આ છે- કાલ વગેરે તુલ્યસામગ્રીવાળા પણ દેવદત્ત વગેરે જીવો અતિશય ભિન્ન સુખ-દુઃખ આદિ પર્યાયોને જે અનુભવે છે તે ધર્મ અને અધર્મ વિના ક્યારેય ન હોય. ઇન્દ્રધનુષ્ય આદિની વિચિત્રતા સ્વભાવથી જ છે એમ તું જે કહે છે તે પણ યુક્ત નથી. કારણ કે ત્યાં પણ હું તને પૂછું છું કે- તે સ્વભાવ જીવોથી ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન છે એ પ્રમાણે કહે છે તો તે ભિન્ન પણ એકરૂપ છે કે અનેકરૂપ છે તે કહે. જો ભિન્ન સ્વભાવ એકરૂપ છે એમ તું કહે છે તો જીવોમાંથી સદાય સ્વભાવ થાય. તથા કાર્ય પણ એકરૂપ (=એકસરખું) થાય, સુખ-દુઃખ વગેરે ભિન્ન કાર્ય ન થાય. હવે જો સ્વભાવ અનેક રૂપ છે તો માત્ર નામભેદથી ધર્મ સિદ્ધ થયો.
૧. તન્વી = પાતળા શરીરવાળી સ્ત્રી. ૨. પટ્ટ(gg) = મુખ્ય. ઉ. ૧૮ ભા.૧
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૦-સમ્યકત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દષ્ઠત માત્ર નામભેદના કારણે ધર્મ-અધર્મમાં કોઈ વિવાદ નથી. હવે જો સ્વભાવ જીવોથી અભિન્ન છે તો એ સ્વભાવ જીવમાત્ર છે જીવસ્વરૂપ છે, જીવ સિવાય બીજો કોઈ વિશેષ પદાર્થ નથી. તેથી તે સુખાદિભાવમાં સદા હોય, અથવા કયારેય ન હોય. હવે જો સ્વભાવ વસ્તુવિશેષ (=વિશેષ કોઈ વસ્તુ) હોય અથવા વસ્તુનો ધર્મ હોય તો ભિન્નઅભિન્ન એ બે વિકલ્પની કલ્પના સંગત થાય. પણ સ્વભાવ વસ્તુવિશેષ કે વસ્તુનો ધર્મ નથી. કારણ કે સ્વભાવ કારણ વિના માત્ર થવા રૂપ જ છે. જો આ પ્રમાણે છે તો કારણના અભાવની સદાય તુલ્યતા છે, અર્થાત્ સુખ-દુઃખાદિ કાર્યમાં કારણનો અભાવ સમાન છે. આથી સુખાદિ પર્યાયો એકી સાથે થાય વગેરે દૂષણનો પ્રસંગ આવે.
દૃષ્ટાંતમાં વર્ણ આદિની ઉત્પત્તિને કેવળ સ્વભાવથી જ જે માને છે તે પણ યુક્તિક્ષમ નથી. કારણ કે સ્વનો ભાવ તે સ્વભાવ. આ સ્વભાવ પોતાની વિશેષતાથી સર્વવસ્તુઓનો હોય છે. તેથી નિયમા સર્વવસ્તુઓના વર્ણાદિપર્યાયોની ઉત્પત્તિ તુલ્ય થાય અને સતત થાય. તેમાં (=વર્ણાદિપર્યાયોની અસમાન ઉત્પત્તિમાં) ક્ષેત્ર-કાલ વગેરે કોઈ નિયામક છે એમ માનવું પણ યોગ્ય નથી. કારણ કે ક્ષેત્ર અને કાલ તુલ્ય હોવા છતાં ગંધર્વનગર, ઇન્દ્રધનુષ અને વાદળ આદિના પર્યાયો પૃથક્ પૃથક્ ભિન્ન થાય છે. તેથી અહીં લોકના સાધારણ વિપાકવાળા (=બધાને સમાન ફળ આપનારા) ધર્મ-અધર્મ પણ હેતુ તરીકે માનવા એ યોગ્ય છે. સકલ લોકના ધર્મ-અધર્મ પ્રમાણે ઈષ્ટ-અનિષ્ટના સૂચક વાદળ આદિના વર્ણ આદિ થાય છે. તેથી કોઈ પણ વસ્તુ કેવળ સ્વભાવથી થતી નથી. કોઇપણ કાર્યમાં કર્મ, ભવ, ક્ષેત્ર અને કાલ આદિથી યુક્ત સ્વભાવ કારણ છે.
પાંચભૂતોના યોગથી શરીરની ઉત્પત્તિ જે કહી તે પણ પાંચભૂતોનો યોગ કરાવનાર જીવ વિના ઘટતી નથી. કેવળ સ્વભાવથી જ તે પાંચનો યોગ થાય છે એમ માનવામાં પૂર્વે વર્ણવેલા દોષો થાય છે. જો જીવ શરીરને કરે છે તો સકર્મ જીવ કરે છે કે અકર્મ જીવ કરે છે? જો અકર્મ (કર્મની સહાય વિના) જીવ કરે છે તો પોતાને જેવું જેવું શરીર ઇષ્ટ હોય તેવું તેવું કરે. પણ કૂરૂપતા આદિને કારણે તે ઘટતું નથી. હવે જો સકર્મ (કર્મસહિત) જીવ શરીર કરે છે તો શુભ-અશુભ વિભાગથી કર્મ ભિન્ન છે. જો કર્મ ભિન્ન ન હોય તો બધાય જીવો સુરૂપવાળા હોય કે કુરૂપવાળા હોય.
હવે જો ભૂતોનો સંયોગ કરનાર ઈશ્વર વગેરે કોઇ છે એમ કહેતા હો તો પ્રશ્ન થાય કે તે ઇશ્વર વગેરે જીવ છે કે અજીવ છે? રૂપી છે કે અરૂપી છે? શરીરવાળો છે કે શરીરરહિત છે? આદિ છે કે અનાદિ છે? નિત્ય છે કે અનિત્ય છે? રાગી છે કે
Page #276
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૬૧ વીતરાગ છે? એક છે કે અનેક છે? સર્વજ્ઞ છે કે છદ્મસ્થ છે? કર્મસહિત છે કે કર્મરહિત છે? (૫૦) ઇત્યાદિ વિચારણાથી ઇશ્વર વગેરે કોઇ ઘટી શકે તેમ નથી જ. અથવા નામાંતરથી તે જીવ છે. તેથી ધર્મ-અધર્મથી યુક્ત જીવ જ શરીરને કરે છે.
તેથી યૌવન જ્યાં સુધીમાં ખતમ ન થઇ જાય ત્યાં સુધીમાં ઇત્યાદિ જે કહ્યું તે પણ સંબંધ વગ૨નું છે. કારણ કે યૌવનનું ફલ રતિસુખ નથી. કારણ કે અજ્ઞાન પણ તિર્યંચો, ચંડાલો અને મ્લેચ્છો વગેરે તેને નિત્ય સેવે છે. વળી બીજું- રતિસુખને સેવતા જીવો નીતિથી યુક્ત હોય તો પણ ધનોપાર્જન વગે૨ે લાખો દુ:ખોથી સદા પીડાયેલા દેખાય છે. તથા જે જીવો ઘણાં લોકવિરુદ્ધ કાર્યો કરે છે અને રતિસુખને અનીતિના માર્ગથી સેવે છે તેમને વધ-બંધ-તાડન આદિમાં જે દુ:ખ થાય છે તેના અંતને પણ કોણ જાણે? વળી જે બ્રહ્મચારીઓ છે તે આ લોકમાં પણ ઘણા બહુમાનથી યુક્ત એવા સર્વલોકોથી પૂજાતા દેખાય છે. વિષયસુખથી વિરામ નહિ પામેલાઓને અધર્મ થાય છે અને વિષયસુખથી વિરામ પામેલાઓને ધર્મ થાય છે. અધર્મથી જીવ કુગતિમાં જાય છે અને ધર્મથી સુગતિમાં જાય છે એ સિદ્ધ થયું.
શિવ વગેરે ધર્મોની સર્વજગતમાં પ્રસિદ્ધિ જે વર્ણવી તે પણ ધર્મના વિચારમાં ઉપયોગમાં આવતી નથી. કારણ કે મ્લેચ્છ વગેરેના પણ જીવહિંસા વગેરે પાપકર્મો સર્વલોકમાં ધર્મથી અધિક પ્રસિદ્ધ છે. તથા રત્નોથી પણ પથ્થરના ટુકડા લોકમાં અધિક પ્રસિદ્ધ છે. પથ્થરના ટુકડા વગેરેની પ્રસિદ્ધિમાત્રથી પ્રધાનતા જોવામાં આવી નથી. વળી બીજું- જીવહિંસા વગેરે કારણોથી ઉપાર્જન કરેલું પાપ વિપરીત જીવદયા વગેરે ધર્મથી દૂર થાય છે.
વળી– તને સિંધુજલ આદિથી સ્નાન-શૌચ વગેરે જે સંમત છે અને જોડેલું હળ, લોઢું અને પૃથ્વી વગેરે વસ્તુઓનું દાન જે સંમત છે તે કેવળ 'જીવહિંસાના જ પ્રગટ કારણો છે. તેથી સ્નાન-શૌચ આદિથી કેવળ પાપ જ બંધાય છે, પાપ નાશ પામતું નથી. ઘીના ભોજનથી થયેલો અજીર્ણદોષ ઘીના ભોજનથી દૂર ન જ થાય, બલકે બહુ વધે. સ્નાનથી બહારનો મળ પણ બરોબર દૂર થતો નથી, તો અંદરનો મળ કેવી રીતે દૂર થાય? વ્યાસ વગેરે ઋષિઓએ પણ જલસ્તાન આદિને અતાત્ત્વિક કહેલ છે. પાણીથી ભિના શરીરવાળો પુરુષ ‘સ્નાત’(=સ્નાન કરેલો) એ પ્રમાણે કહેવાતો નથી. ‘સ્નાત’ તે કહેવાય છે કે જે દમનથી સ્નાત હોય, અર્થાત્ પાંચ ઇન્દ્રિય અને મન ઉપર જેણે કાબૂ
૧. નેળ લક્ષણસૂચક અવ્યય છે. સ્નાન વગેરે અને હળ આદિનું દાન પાપનું લક્ષણ છે એ સૂચવવા અહીં નેળ શબ્દનો પ્રયોગ કર્યો છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૨-સમ્યક્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત મેળવ્યો હોય તે “સ્નાત’ કહેવાય છે. બહારથી અને અંદરથી જે પવિત્ર હોય તે “શુચિ' કહેવાય છે. જેવી રીતે સેંકડો વાર પણ પાણીથી ધોયેલું અશુચિ મદિરાપાત્ર શુદ્ધ થતું નથી તેવી રીતે અંદર રહેલ દુષ્ટ ચિત્ત તીર્થમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. આત્મા એ નદી છે. તે નદી સંયમરૂપ પાણીથી પૂર્ણ છે. તેમાં સત્યરૂપ પાણી રહેલું છે. તેનો શીલરૂપ કિનારો છે. તેમાં દયારૂપ ઊર્મિઓ છે. હે યુધિષ્ઠિર! તેમાં તું સ્નાન કર. અંતરાત્મા પાણીથી શુદ્ધ થતો નથી. હે યુધિષ્ઠિર! જીવઘાત વગેરે પ્રવૃત્તિઓથી આરંભમાં વર્તનાર અને મૈથુન સેવનારને શૌચ ક્યાંથી હોય? હે ભરતપુત્ર! જે દયાળુ છે, સાચું બોલે છે, બીજાએ નહિ આપેલું લેતો નથી, બ્રહ્મચારી અને સંગરહિત છે તે સદાય શુચિ છે. જેનું ચિત્ત રાગાદિથી ફિલષ્ટ છે, અસત્ય વચનોથી મુખ અપવિત્ર છે, જીવહિંસા વગેરેથી કાયા અપવિત્ર છે, તેના માટે ગંગાનદી પણ વિમુખ છે. જેનું ચિત્ત શમ આદિથી શુદ્ધ છે, મુખ સત્ય વચનોથી શુદ્ધ છે, કાયા બ્રહ્મચર્ય આદિથી શુદ્ધ છે, તે ગંગા વિના પણ શુદ્ધ છે.
દાન પણ મુનિઓએ આવા પ્રકારનું જણાવ્યું છે. જેનાથી પોતે પણ દુઃખી ન થાય, અને પરના દુઃખમાં નિમિત્ત પણ ન બને, કેવલ ધર્મ માટે મદદ કરનાર હોય, તે આપવું જોઈએ. તેથી ધર્મ શિવ, બુદ્ધ કે અરિહંત એ કોઇએ પણ રચ્યો હોય, પણ જે ધર્મમાં પૂર્વોક્ત જીવદયા વગેરે છે તે ધર્મ નિર્દોષ છે. જેમણે પરમાર્થને જામ્યો છે તે પુરુષો ધર્મવિચારમાં ઉત્તમ છે. વૈભવ, રૂપ અને યૌવનમાં ઉન્મત્ત બનેલા પુરુષો ઉત્તમ નથી. (૭૫) તેથી જે બહુજીવવધ વગેરેમાં પણ સુવર્ણથી (=સુવર્ણદાનથી) શુદ્ધિ થાય ઇત્યાદિ અનુકૂલ કહે છે, તેનું જ કહેલું સુખની ઇચ્છાવાળા રાજા વગેરે સ્વીકારે છે, તેથી તેમની પ્રામાણિકતા કેવી રીતે હોય? અર્થાત્ તેમણે સ્વીકારેલો ધર્મ પ્રમાણરૂપ કેવી રીતે થાય? તેમાં પણ જેઓ વિદ્વાન છે તેઓ જિનદીક્ષાને પણ પામ્યા છે.
અમરદત્ત-વિમલયશાના લગ્ન. ઈત્યાદિ યુક્તિવાળા વચનોથી વિમલયશાએ અમરદત્તને નિરુત્તર કર્યો. તેણે વિચાર્યું અહો! આ ગૃહસ્થ હોવા છતાં જિનેશ્વરના ધર્મમાં અતિશય નિપુણ છે. તેથી (સાધુઓની પાસે) જઈને જૈનધર્મનો જ અભ્યાસ કરું. પછી મારે તેના એક એક પદને પણ તે રીતે દૂષિત કરવા કે જેથી આ ઉત્તર ન આપે. આ પ્રમાણે વિચાર્યા પછી સાધુઓની પાસે જઈને પહેલાં કપટ ભરેલા વિનયથી ભણવાનું શરૂ કર્યું. કોઈ પણ રીતે જિનેશ્વરનો શ્રેષ્ઠધર્મ તેને તેવી રીતે નિશ્ચલ પરિણમ્યો કે જેથી દેવો પણ તેને ક્યારેય જૈનધર્મથી ચલિત ન કરી શકે. હવે ક્યારેક વિમલયશાએ સૂક્ષ્મપદાર્થોની વિચારણામાં
Page #278
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વધાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૬૩ તત્પર તેને સમતભદ્રસૂરિની પાસે બેઠેલો જોયો. તેને તે પ્રમાણે સંવેગથી ભાવિત અને વિનય-જ્ઞાનથી યુક્ત જોઇને હર્ષિત મનવાળી વિમલયશાએ આ પ્રમાણે કહ્યું છે મહાયશસ્વી! આજે પણ તારી ધર્મ વિચારમાં શું ઇચ્છા છે? એટલામાં વિશકશેઠ પણ ત્યાં જ આવ્યા. પછી અમરદને કહ્યું: હે ભદ્ર! જેમ નિશ્ચિતરૂપે પુટપાક આદિથી વિશુદ્ધ સુવર્ણ વિષે (શુદ્ધાશુદ્ધની) વિચારણા નિરર્થક છે તેમ, શુદ્ધ આચારથી ઉત્પન્ન થયેલા મતમાં કદાગ્રહથી યુક્ત બુદ્ધિવાળાઓ જે ફરી (શુદ્ધાશુદ્ધની) વિચારણા કરે તે મનુષ્યોની જડતાને છોડીને બીજું શું સિદ્ધ કરે છે? અર્થાત તેમની જડતા જ સિદ્ધ થાય છે. વસ્તુના પરમાર્થથી અજ્ઞાત, અસત્યને સ્વીકારનારા મિથ્યાત્વમોહથી મૂઢ બનેલા અને અનુચિત બોલનાર જેઓ આ પ્રમાણે પાંચ મહાવ્રતોથી નિર્મલ, રાગાદિ દોષોથી રહિત, ઉપશમ, માર્દવ, સરળતા અને અભય આદિ ગુણોથી સમૃદ્ધ, શત્રુ-મિત્રના પક્ષમાં સમભાવવાળા, સ્વાધ્યાય, ધ્યાન, શીલ અને તપથી યુક્ત, ઇન્દ્રિયજયથી અદ્વિતીય શ્રેષ્ઠ, સદા તપથી વિભૂષિત, જેમાં જ્ઞાનનો અભ્યાસ બહુ સંમત છે તેવા, વિશુદ્ધ ગુરુ-વિનય અને દાનથી સારભૂત, પૂર્વાપર વિરોધથી રહિત, સઘળા પ્રમાણોથી સિદ્ધ અને સર્વજ્ઞભાષિત એવા પણ ધર્મમાં જે (શુદ્ધાશુદ્ધની) વિચારણા કરે છે તે વિચારણા તેમના દુર્ગતિમાં ગમનને છોડીને બીજા કયા ફળને સિદ્ધ કરે છે? અર્થાત્ તેમને દુર્ગતિમાં ગમન સિવાય બીજું ફળ મળતું નથી. વિકસિત સંવેગવાળા તેણે ઇત્યાદિ યુક્તિથી સારભૂત કહ્યું ત્યારે વિમલયશાના મનમાં હર્ષ પ્રગટ થયો. તેણીએ વિચાર્યું. આ પ્રમાણે સંવેગથી વિશુદ્ધ વચનોથી જણાય છે કે એના મનમાં જિનધર્મ પરિણમ્યો છે. બીજું- મારા ઉપર પણ થોડો રાગ થયેલો જણાય છે. અમૃતરસથી ભાવિત થયેલાઓની અન્ય રસની તૃષ્ણા નિવૃત્ત થાય છે. તેથી જો આ ઈચ્છે અને જો કોઈપણ રીતે મારા પિતા પણ સ્વીકાર કરે તો એનાથી પરણાયેલી હું એને ધર્મમાં સ્થિર કરું. પિતાએ દૃષ્ટિભાવથી જ તેણીનો અભિપ્રાય જાણી લીધો. તેથી તેણે હૃદયમાં વિચાર્યું. અહીં શું અયુક્ત છે? અમરદત્તની રૂપ વગેરે ગુણસમૃદ્ધિ પૂર્વે પણ હતી. હમણાં જિનધર્મ પણ સારી રીતે પરિણમેલો જણાય છે. તેથી આ યુક્ત છે. તે આમ વિચારીને અને ક્ષણવાર ધર્મને સાંભળીને આદરથી અમરદત્તને બોલાવીને ઘરે લઈ ગયો. ત્યાં સન્માન કરીને અમરદત્તને કહ્યું: હે મહાયશસ્વી! તું ધન્ય છે કે હમણાં વિશ્વમાં અદ્વિતીય સારભૂત જિનેન્દ્રના ધર્મમાં તુ આસક્ત બન્યો છે. તેથી મારી સાથે મારો સઘળો ય ઘરનો સાર પણ સામાન્ય છે, તો પછી માત્ર પુત્રી માટે શું કહેવું? તેથી અનુગ્રહ કરીને એને તું પરણ. (૧૦૦) અસગ્રહથી રહિત તેણે વિશ્વાસપૂર્વક શેઠને કહ્યું. અહીં તમે જે જાણો તે કરો. હું શું કહું? પછી હર્ષ પામેલા શેઠે શ્રેષ્ઠ લગ્ન વખતે ઘણી ધામધૂમથી અને અતિશય હર્ષથી તે બેનાં લગ્ન કરાવ્યાં.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૪-સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દેણંત બંને અતિશય પ્રીતિથી પૂર્ણ બનીને ત્યાં ઘણા દિવસો સુધી રહ્યા. પછી માતા-પિતાના પત્રથી તેણીની સાથે પોતાના ઘરે ગયો.
વિમલયશા ઉપર ખોટો આરોપ મૂકાયો. વિમલયશા પણ સદાય શ્વસુરપક્ષનો વિનય કરે છે. પણ તે જિનધર્મમાં અનુરાગવાળી હોવાના કારણે સઘળો શ્વસુરપક્ષ તેના ઉપર વૈષવાળો થયો. શ્વસુરપક્ષે પુત્રને કહ્યું: હે વત્સ! બહુમાયાવાળી આણે તને પણ ભોળવીને ખોટા ધર્મમાં લઈ આવી છે. અમરદત્ત પૂર્વોક્તયુક્તિ વગેરેથી નિપુણવચનો વડે તેમને જેમ જેમ સમજાવે છે તેમ તેમ તેઓ મહાદ્વૈષવાળા થયા. દરરોજ નિપુણતાથી વિમલયશાના છિદ્રો શોધવા લાગ્યા. અમરદત્તને તેના અસબૂત દોષોને કહેવા લાગ્યા. સ્ત્રીના પ્રભાવને (=સ્વભાવને) જાણનાર અમરદત્ત તેમના ઉપર કોઇપણ રીતે વિશ્વાસ મૂકતો નથી. તેથી તેઓ દરરોજ વધારે દ્વેષને પામવા લાગ્યા. પતિ-પત્નીને ધર્મમાં વિઘ્ન કરે છે. તેમની સાથે ઘણો કલહ કરે છે. તો પણ તેમનું મન મેરુશિખરની જેમ ધર્મથી ચલિત થતું નથી. તેથી અતિશય વિલખા ચિત્તવાળા અને દુષ્ટ એવા સાસુ-સસરાએ (ખાનગી) મંત્રણા કરીને, રાત્રીના પ્રથમ પહોરમાં અમરદત્ત બહારથી પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે એમ જાણીને, વિમલયશા મહેલની ઉપરના વાસઘરમાં સુતી હતી ત્યારે, ઘણું ધન આપીને સંકેત કરીને એક પુરુષને ઉપરના માળ ઉપર મોકલ્યો, અને સ્વયં ઘણો પોકાર કર્યો. તેથી ભય પામેલો અમરદત્ત દોડીને ઉપર ચડ્યો. વાસઘરમાં પ્રવેશ કરાયેલ તે પુરુષ જલદી દીવાને બુઝાવીને બહાર નીકળીને કુદકો મારીને પલાયન થઇ ગયો. માતા-પિતાએ અમરદત્તને તે પુરુષ પ્રત્યક્ષ બતાવ્યો. હવે વિસ્મય પામેલો તે ખેદપૂર્વક વિચારવા લાગ્યો કે યુગ બદલાઈ જાય તો પણ પ્રિયાનું શીલખંડિત ન કરી શકાય. આ કંઇપણ અયુક્ત જેવું દેખાય છે. તેથી શું થશે તે હું જાણતો નથી. હણાયેલ કૃતાંત અહીં દુર્વિલાસ (=અનુચિતચેષ્ટા) કર્યો છે. ઇત્યાદિ વિચારતા તેને માતા-પિતાએ કહ્યું કે હે મૂઢ! જેના શીલથી તું ગર્વ ધારણ કરે છે તેનું આ માહાભ્ય છે, આ તેનો ધર્મ છે, આ મુનિઓનો અને સાધ્વીઓનો ઉપદેશ છે. જિનધર્મમાં શ્રાવિકાઓ આવી જ હોય છે. બીજું- આટલો અપરાધ હોવા છતાં જો તું એનો ત્યાગ ન કરે તો ચોક્કસ સ્ત્રી સહિત તારું પણ અમારે કામ નથી. ઈત્યાદિ મોટા શબ્દોથી આ લોકો કલહ કરી રહ્યા હતા ત્યારે સહસા વિમલયશાની ઊંઘ ઊડી ગઈ, અને તેણે તે સાંભળ્યું. તેથી તે જાણે વજથી હણાઈ હોય, જાણે ઘરનું સારભૂત હરાઈ ગયું હોય, તેમ વિચારવા લાગી કે, આ શું થયું? હે ભાગ્ય! તું મારા સુખને હરી લે. મારું અનિષ્ટ પણ કર, પણ પ્રિયજનોએ મારા પણ શીલમાં જે
Page #280
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૬૫ અપવાદ કર્યો તે યોગ્ય નથી. અથવા જો અમારા જેવાઓને અપયશ આપે છે તો ભલે આપે, એમાં શું અયુક્ત છે? પણ મારા નિમિત્તે જૈનધર્મની જે નિંદા થઈ રહી છે તેની ઉપેક્ષાથી હું પણ દીર્થસંસારનું ભાજન થાઉં. તેથી એમને અવસરોચિત કહેવું એ મારા માટે યોગ્ય છે. પછી તેણે વાસઘરમાંથી નીકળીને મધુર અને નિપુણવચનોથી સઘળા ય શ્વસુરપક્ષને અમરદત્તની સમક્ષ કહ્યું: (૧રપ) અત્યાર સુધી તમોએ જે કંઈ અયુક્ત પણ કહ્યું તે સઘળું ય પરલોકના ભયથી મેં સહન કર્યું. પણ હમણાં ચંદ્રકિરણો જેવા નિર્મલ પણ જિનધર્મને જે અપયશ આપો છો તેને જીવતી હું કોઈ પણ રીતે સહન નહિ કરું. આથી સવારે અહીં નજીકમાં વિમલ નામની જે નદી વહે છે, તેના મધ્યભાગમાં બે ગાઉ જેટલો લાંબો-પહોળો, ઊંડાઈમાં અંત પ્રાપ્ત ન કરી શકાય તેવો, મહાપદ્મ નામનો સરોવર છે. સવારે સકલ લોકોની અને તમારી સમક્ષ તે સરોવરમાં સહાયરહિત મારા આત્માને મારે ફેંકવો. જો હું શુદ્ધ હોઈશ તો હું પોતાના ઈચ્છિતને અનુસરીશ. હવે જો શુદ્ધ નહિ હોઉં તો ત્યાં મહાન સરોવરમાં જ મારી કથા પૂર્ણ થશે, અને તમોએ 'વિચારણા કરીને જે કહ્યું તે સત્ય થશે. તેથી નિરર્થક આ કોલાહલથી સર્યું.
વિમલયશા ઉપર મૂકાયેલ ખોટો આરોપ દૂર થયો. વિમલયશાએ આ પ્રમાણે કહ્યું એટલે ગુસ્સે થયેલી સાસુએ અને સસરાએ આ પ્રમાણે કહ્યું: તું પ્રત્યક્ષ જણાઈ હોવા છતાં હજી સકલનગરમાં ખુલી પડી નથી. એથી જો આટલાથી નહિ અટકે તો સકલનગરમાં ખુલી પડીશ. માટે હજી પણ આત્માને ખિન્ન કેમ કરે છે? ઇત્યાદિ સાસુ-સસરાના કહેવા છતાં તે મૌન રહી. સવાર થઈ ત્યારે શ્વેત અને ઉત્તમ વસ્ત્રો પહેરીને, જિનપ્રતિમાઓની પૂજા કરીને, દેવતાનો કાયોત્સર્ગ કરીને, મોટી શંકાવાળા શ્વસુર આદિએ રોકવા છતાં, વિકસિત મુખવાળી અને પરમેષ્ઠિ- નમસ્કારને બોલતી તે સરોવર તરફ ચાલી. રાજા વગેરે સઘળા લોકો તેની પાછળ ચાલ્યા. શ્રેષ્ઠ સુગંધી પુષ્પો અને અક્ષતથી પૂર્ણ હાથવાળી તે ક્ષણવારમાં સરોવરના કિનારે આવી. કોલાહલ થવાથી ત્યાં લાખો લોકો ભેગા થયા. મહાસતીનું માહાસ્ય જોઇએ એ પ્રમાણે ઉત્સુક મનવાળા વાણવ્યંતર સહિત વ્યતર વગેરે દેવો ભેગા થયા. પછી જો અમરદત્તને છોડીને અન્ય પુરુષની સાથે મેં મનથી પણ કામક્રીડા કરી હોય તો હું આ સરોવરના પારને ન પામું ઇત્યાદિ ઇચ્છાઓને સંભળાવીને, લોક હાહારવથી વાચાળ બન્યો હતો અને દેવો વિસ્મયપૂર્વક જોઈ રહ્યા હતા ત્યારે, નિશ્ચિત ચિત્તવાળી તેણે સરોવરમાં ભૂસકો માર્યો. પછી નિશ્ચલ સમ્યકત્વ અને વિશુદ્ધશીલથી જેનું મન વિમલયશા પ્રત્યે અનુરાગવાળું ૧. સામ©()= પર્યાલોચન, વિચારણા.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૬-સમ્યત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત બન્યું છે તેવા નજીકમાં રહેલા દેવે જલદી વિદુર્વેલી રત્નની નાવમાં રત્નમય સિંહાસન ઉપર રહેલી વિમલયશાને વિમલયશાના ગુણોની સ્તુતિથી વાચાલમુખવાળા દેવોએ અને મનુષ્યલોકોએ જોઈ. પછી તે કિનારે ઉતરી. આ વખતે મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. દેવસમૂહે કરેલી શ્રેષ્ઠ પુષ્પવૃષ્ટિ પડવા લાગી. આકાશમાં રહેલા દેવે ઘોષણા કરી કે જિનશાસન સદા જય પામે છે. તથા દેવે રાજા વગેરે લોકને શ્વસુરપક્ષની સઘળી દુષ્ટચેષ્ટા કહી. તેમની સમક્ષ વિમલયશાની આ પ્રમાણે પ્રશંસા કરી- જો પૃથ્વી ઉછળે, આકાશ તૂટી પડે, કુલપર્વતો ચલિત થાય, તો પણ વિમલયશાનું શીલ અને જિનધર્મમાં ભક્તિ ચલિત ન થાય. આ સાંભળીને ગુસ્સે થયેલા રાજાએ વિમલયશાના શ્વસુરપક્ષનો અતિઘણો નિગ્રહ કરવાનું શરૂ કર્યું. વિમલયશાએ ઘણી પ્રાર્થનાપૂર્વક કોઇપણ રીતે તે નિગ્રહને અટકાવ્યો.
વિમલયશાના વચનોનો પરમાર્થ વિમલયશાએ જેમને પૂર્વ વંદન કર્યું હતું તે ભુવનલોચન નામના ગુણોથી મહાન આચાર્ય ત્યાં નજીકમાં રહેલા હતા. સંવેગને પામેલી વિમલયશા વ્રત લેવા માટે તે આચાર્યની પાસે ચાલી. તેથી રાજાએ મસ્તકે અંજલિ કરીને કહ્યું: હે ભદ્ર! આજથી તું મારી બહેન છે. તેથી નિશ્ચિંત ચિત્તથી જિનધર્મને કરતી તું મારા ઘરમાં રહે. (૧૫૦) હે મહાસતી! પોતાના જવાથી નગરને શૂન્ય ન કર. જેમની બે આંખો આંસુઓના જલથી ભરેલી છે તેવા અન્ય લોકોએ પણ ગદ્ગદ્ વાણીથી આ યુક્ત છે આ યુક્ત છે એમ આદરપૂર્વક કહ્યું. પોતાની નિંદા કરતા અને રડતા એવા અમરદત્ત પણ કહ્યું: હે પ્રિયે! વિવેકથી રહિત અમારા અપરાધની ક્ષમા કર. વિમલયશાએ કહ્યું. શ્વસુર આદિના કારણથી હું દીક્ષા લેતી નથી. કારણ કે અસ્વાધીન તેમણે આ કર્યું છે. કિંતુ મારા અન્ય શત્રુઓ છે, અને એક વૈરિણી છે. તેમણે 'ઊંચકીને મને પણ ભયંકર દાવાનલમાં ફેંકી છે. તે દાહની શાંતિના શ્રેષ્ઠ ઉપાયને તે આચાર્ય ભગવંત જાણે છે. તેથી અત્યારે હું તેમની પાસે જવા માટે ચાલી છું. હે રાજન્! તેથી જો તમે પણ તેની શાંતિના કોઈક ઉપાયને જાણતા હો તો પૂર્વોક્ત રીતે તમારા ઘરે પણ રહું. આથી વિસ્મય પામેલા રાજાએ કહ્યું હે સુંદરી! આ વચનોનો પરમાર્થ તમે કહેશો તો જ હું જાણીશ. શ્વસુરપક્ષ વગેરેએ કોના સામર્થ્યથી આ કર્યું છે? તારા પણ શત્રુઓ કોણ છે? તારી પણ વૈરિણી કોણ છે?
૧. અહીં પ્રાકૃત શબ્દકોશમાં ઉત્ન ધાતુનો અર્થ નજીકમાં આવવું એવો અર્થ લખ્યો છે. તેથી “નજીકમાં
આવીને” એવો અર્થ થાય. પણ ઊંચકીને એ અર્થ વધારે સંગત છે. આગળ પણ ઊંચકીને એવું લખેલું છે. ૨. સામર્થ્ય.
Page #282
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્યત-૨૬૭ દાવાનલ પણ કયો છે? અહીં આ મને કહે. પછી વિમલયશાએ કહ્યું: હે રાજન! તમે સાવધાન થઈને સાંભળો. ભવારણ્યપુરમાં વિશ્વપ્રસિદ્ધ મોહરાજા રહે છે. તેનો તીવ્ર પ્રયત્નવાળો રાગગજેન્દ્ર (?રાગકેશરી) નામનો પુત્ર છે. હે રાજન! તેનો જ્ઞાનને રોકનારો અવિવેક નામનો બીજો પુત્ર છે. મોહરાજાએ તે બંનેને શ્વસુરપક્ષ વગેરેની પાસે મોકલ્યા. મિથ્યાત્વ મંત્રી (વગેરે) પોતાના સૈન્યની સાથે પોતે પણ તેમની પાસે આવ્યો. પછી ગુપ્ત રીતે મોહરાજાથી અને પ્રગટપણે રાગગજેન્દ્ર અને અવિવેક એ બેથી અધિષ્ઠિત થયેલા શ્વસુરપક્ષ વગેરે લોકો આ (ખોટો આરોપ મૂકવો વગેરે) કરે છે. પોતે તો શુદ્ધ છે. મોહના રાગાદિ 'સ્વજનને જ મારો શત્રુ જાણ. હે રાજન! અવિરતિને જ મારી વૈરિણી જાણ. હે રાજન્! જન્મ-મરણરૂપ અગ્નિથી સંસારરૂપ દાવાનલ સળગી રહ્યો છે. તેમાં રાજસ ભાવ એ જ્વાળાઓ છે. તામસ ભાવ ધૂમશિખા (=ધૂમાડાના અગ્રભાગો) છે. વાંસની શ્રેણિઓમાંથી શબ્દ પ્રગટે છે એ દરેક ઘરમાં લોકનો કલહ છે. વિષયોની ઈચ્છારૂપ પવનથી પ્રેરાયેલો અને એથી સતત ફેલાતો એ દાવાનલ જીવોરૂપ વનને નરકાદિના દુઃખરૂપ દાહવડે બાળે છે. હે રાજન્! તેમણે (=મોહ આદિએ) મને પણ ઊંચકીને દાવાનલમાં નાખી. હે રાજ! એક જિનોપદેશરૂપ પાણીથી જ તે દાવાનલ બુઝાય છે. તે તો તે મુનિવરોની પાસે જ છે. તેથી તમે તે રીતે બંધુતા (=બંધુ તરીકેનો સંબંધ) કરો કે જેથી મને તેમની પાસે લઈ જાઓ. હવે ઘરવાસમાં તો એક ક્ષણવાર પણ હું અનુરાગને પામતી નથી. અધિક હર્ષને પામેલા રાજાએ કહ્યું: હે ભદ્ર! તેમની પાસે જવાનું તારું આ સુંદર નિમિત્ત છે. સંસારરૂપ દાવાનલના દાહની શાંતિના ઉપચારનું જ્ઞાન અમારી પાસે ક્યાંથી હોય? કારણ કે તે દાહનું દુઃખ સમાન કે અધિક અમને પણ છે. અમરદત્ત વગેરે લોક રોકી રહ્યો હોવા છતાં સંવેગને પામેલી તે સૂરિ તરફ ચાલી. આ વખતે રાજા, દેવો અને અન્યલોક તેની સ્તુતિ કરી રહ્યો હતો. તેની આગળ ઘણા વાજિંત્રોના મધુરધ્વનિ ફેલાઈ રહ્યા હતા. આકાશમાંથી દેવોએ કરેલી પુષ્પવૃષ્ટિ તેના ઉપર પડી રહી હતી. ક્રમે કરીને તે સૂરિની પાસે આવી. વિધિપૂર્વક ભક્તિથી આચાર્યને નમીને રાજા વગેરે લોકની સાથે ઉચિત સ્થાનમાં તે બેઠી.
વિમલયશા ઉપર મૂકાયેલા અસત્ય દોષારોપણનું કારણ.
ત્યાં ધર્મ સાંભળ્યા પછી અવસર મેળવીને તેણે પૂછ્યું: હે ભગવંત! મને અસત્ય દોષારોપ કેમ પ્રાપ્ત થયો? (૧૭૫) તેથી સૂરિએ વિશેષ રીતે શ્રુતના ઉપયોગથી જાણીને કહ્યું- હે ભદ્ર! તે પૂર્વભવમાં ઇર્ષ્યાથી શોક્ય ઉપર ખોટો દોષારોપ મૂક્યો હતો. તે આ પ્રમાણે–
૧. નન્નુ શબ્દને જ્ઞાતિ અર્થ પણ થાય છે. જ્ઞાતિ શબ્દનો માતા-પિતા વગેરે સ્વજન એવો અર્થ પણ થાય છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૮-સમ્યકત્વકાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા મેં આને અમુક સ્થળે પરપુરુષની સાથે પ્રત્યક્ષપણે ચોક્કસ જોઈ હતી. તે પતિને ઘણી પ્રિય હોવાથી પતિએ તારું સઘળું વચન માન્યું. પછી બીજી પત્નીને તિરસ્કાર કરીને ઘરમાંથી કાઢી મૂકી. પછી તેને ઘણા દુઃખપૂર્વક રડતી જોઈને તને પશ્ચાત્તાપ થયો. આથી તે ફરી પતિને કહ્યું: ઇર્ષાથી એમ જ મેં એને આ ખોટું આળ આપ્યું છે. તેથી તે સ્વામી! કૃપા કરીને મારું આ બધું ક્ષમા કરો. તારું વચન ઉલ્લંઘન કરવા યોગ્ય ન હોવાથી તારા પતિએ ફરી તેનું રક્ષણ કર્યું. હે ભદ્ર! તે કર્મનું આ ફળ છે. વળી– આ ફલ તો થોડુંક જ છે. જો હમણાં જિને પ્રરૂપેલી દીક્ષાથી ઉગ્રતપ કરીને આ કર્મને કોઇપણ રીતે ન ખપાવવામાં આવે તો હજી પણ ઘણા કાળ સુધી કટુરિપાક બતાવે. કારણ કે કર્મોની પરિણતિ (વિપાક) વિચિત્ર છે એમ જિનેશ્વરો કહે છે. પછી વિમલયશાએ કહ્યું કે સ્વામિનું! આ ( દીક્ષા લઈને ઉગ્રતાથી કર્મ ખપાવવાનું) નિશ્ચિત જ છે. આટલું દુઃખ જોવા છતાં હજી પણ ઘરમાં રતિ ક્યાંથી હોય? તેથી હે પ્રભુ! અહીં અનાથ અને ભવસમુદ્રમાં ડૂબતી એવી મેં શ્રેષ્ઠ વહાણ સમાન આપના ચરણકમલોને પ્રાપ્ત કર્યા છે. પછી તેના ચિત્તને કેવલ સંગરસથી જ ભાવિત થયેલું જાણીને ગુરુએ જિનશાસ્ત્રોક્ત વિધિથી તેને દીક્ષા આપી. ત્યાં તે જ નિર્વેદથી સામંત, મંત્રી અને અમરદત્તની સાથે રાજાએ પણ દીક્ષા લીધી. સુંદર પ્રવર્તિની પાસે વિધિથી અગિયાર અંગો ભણીને અને ઉગ્ર તપશ્ચર્યા કરીને વિમલયશા મોક્ષને પામી. રાજા અને અમરદત્ત બ્રહ્મલોક (=પાંચમા) દેવલોકમાં મહર્થિક ઉત્તમ દેવ થયા.
આ પ્રમાણે અમરદત્તની પત્નીનું કથાનક પૂર્ણ થયું.
નૃપવિક્રમરાજાની કથા હવે નૃપવિક્રમરાજાનું કથાનક કહેવાય છે. આ જંબૂઢીપમાં ભરતક્ષેત્રમાં ગુણોથી પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ દેવનગર સમાન કુસુમપુર નામનું નગર છે. તે નગર ધર્મથી પ્રસિદ્ધ શ્રેષ્ઠીઓથી સેવાયેલું છે અને સાધુસમૂહથી વ્યા(=ભરેલું) છે. શ્રેષ્ઠ અને શ્વેત સ્ફટિકમણિના ઘરોવાળું તે નગર કૈલાશ પર્વતના શિખરની જેમ શોભે છે. ત્યાં ઈન્દ્રની જેમ શ્રેષ્ઠ વિભૂતિથી શોભતો હરિતિલક નામનો રાજા છે. તેની અંતઃપુરમાં મુખ્ય એવી ગૌરી નામની રાણી છે. પછી ક્રમે કરીને અનેક માન્યતાઓથી તેમનો રૂપાદિગુણોથી યુક્ત પુત્ર ઉત્પન્ન થયો. તેનું નૃપવિક્રમ નામ કર્યું. તે લોકોને અતિશય પ્રિય હતો, રાજા અને રાણીના હૃદયને આનંદ આપતો હતો. કલાસમૂહને ગ્રહણ કરીને તે યૌવનને પામ્યો. પછી તે ઘણી ધામધૂમથી બત્રીસ રાજકન્યાઓને પરણ્યો. તેના માટે માતા-પિતાએ મધ્યમાં ઊંચા
૧. વિર=ધર્મ માસિ =પ્રકાશિત, અર્થાત પ્રસિદ્ધ.
Page #284
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ દ્વાર
ઉપદેશમાલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા-૨૬૯ ભવનથી યુક્ત બત્રીસ મહેલો કરાવ્યા. તે મહેલોમાં નૃપવિક્રમ પ્રિયાઓની સાથે ભોગો ભોગવશે એવી ભાવનાથી મહેલો કરાવ્યા.
નૃપવિક્રમના શરીરમાં રોગો પ્રગટ્યા. એટલામાં સહસા તેના શરીરમાં સર્વ અંગોમાં ચામડીનો કોઢ પ્રસર્યો. તીવ્ર મસ્તકવેદના અને નેત્રવેદના ઉત્પન્ન થઈ. તીવ્ર દંતપીડા ઉત્પન્ન થઇ. ગળાના રોગનો ઉદય થયો. જીભ અને તાળવું સૂજી ગયા. બે હોઠના ટુકડા ટુકડા થઈ ગયા (=હોઠમાં મોટા મોટા ચીરા પડી ગયા). નાસિકામાંથી પ્રવાહી પદાર્થ નીકળવા લાગ્યો. કાનોમાં રસીનો પ્રવાહ ઝરવા લાગ્યો. કંઠમાં ગંડમાલા પ્રગટ થઈ. વાયુથી હાથી જકડાઈ ગયા. હાથના તળિયાઓની ચામડી ઉખડી ગઈ. આંગળીઓ ગળવા લાગી. નખસમૂહ (ચામડીમાં) ઘૂસી ગયો. હૃદયમાં રહેલા શ્વાસ અને ખાંસી વગેરે ભયંકર રોગો પ્રવૃત્ત થયા. ઉદરમાં મહાન શૂલ ઉપડ્યું. જલોદર રોગ વધ્યો. વાંસો( પીઠનો ભાગ) સંપૂર્ણ જકડાઈ ગયો. પ્રબળ વાયુના કારણે કેડનો ભાગ બધી રીતે થાકી ગયો=રહી ગયો. ગુદામાં તીવ્ર દુઃખ કરનારા હરસ ઉત્પન્ન થયા. જલદી મોટું ભગંદર થયું. જંઘાઓ (=સાથળ) માંસથી રહિત બની. પગની આંગળીઓ અદશ્ય થઈ ગઇ=ગળી ગઈ. શોષ ઉત્પન્ન થયો. સર્વ અંગોમાં મહાદાહ પ્રગટ થયો. એક વચન પણ બોલી શકતો નથી. એક પગલું પણ ચાલી શકતો નથી. ઘણા લોકોએ પ્રયત્ન કરવા છતાં બેસી શકતો નથી. હવે તે કેવળ રડવા લાગ્યો, આક્રંદ કરવા લાગ્યો, વિલાપ કરવા લાગ્યો, અતિશય દુઃખરૂપ સાગરમાં ડૂબી ગયો, સર્વથા જીવનથી કંટાળી ગયો. ક્ષણવાર પણ જીવશે એમ વિચારીને ભય પામેલા માતા-પિતાએ વૈદ્યોને બોલાવ્યા. મંત્રવાદીઓને બોલાવ્યા. ઘણા પ્રકારની ચિકિત્સા ક્રિયાઓથી ઉપચારો કર્યા. વિવિધ પ્રકારના ઔષધો આપ્યા. ઘણી વિધિઓથી મંત્ર-તંત્રોના ઉચ્ચારો પ્રવર્યા. શાંતિકર્મો કરાવ્યાં. બાહુઓમાં મહા-પ્રભાવવાળા કિમતી મણિઓ બાંધ્યાં. ભૂતિકર્મો કરાવ્યાં. જરા પણ ફેર ન પડ્યો, બલ્ક રોગ સમૂહ ઘણો જ વધ્યો. પછી આ અસાધ્ય છે એમ વિચારીને ચિકિત્સકો વગેરેએ તેને છોડી દીધો. રાજા ખિન્ન બન્યો. માતા શૂનમૂન બની ગઈ. પત્નીઓ રડવા લાગી. પરિજન દીન બની ગયો. સઘળો દેશ ગભરાઈ ગયો. બધાએ બધી રીતે તેના જીવનની આશા મૂકી દીધી.
૧. સમુફઇUTI (સમુદ્રી)=૩ના ૨. મોંની બખોલનો ઉપલો ઘૂમટ જેવો ભાગ. ૩. ગંડમાળા એટલે ગળાની નજીક થતો એક જાતનો ગાંઠિયો રોગ. ૪. થરાદં= જલદી.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૦-સમ્યત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા
કેવલી ભગવંતનું આગમન. આ તરફ તે નગરમાં ધનંજય નામનો શ્રેષ્ઠ યક્ષ છે. તે પૂજા કરવાથી સહાયતા કરે છે. સઘળું ય નગર તેની પાસે જાય છે. તેથી તીવ્ર વેદનાના ઉદયમાં પડેલા કુમારે માનતા કરી કે જ્યારે રોગ દૂર થશે ત્યારે સો પાડા આપીશ, દરરોજ તમને પ્રણામ કર્યા પછી ભોજન કરીશ. આ દરમિયાન ઘણા સાધુઓથી પરિવરેલા અને ત્રણ જગતને પ્રગટ કરવા માટે અદ્વિતીય સૂર્ય એવા વિમલકીર્તિ નામના કેવલી ત્યાં પધાર્યા. મહેલ ઉપર રહેલા રાજાએ સર્વ નગરજનોને સર્વ આડંબરથી અને ઉત્કૃષ્ટ ભક્તિથી કેવળીને વંદન કરવા માટે જતા જોયા. તેથી અતિશય વિસ્મય પામેલા તેણે ઘણા વિકલ્પો=વિચારો કરીને પોતાના એક પુરુષને પૂછ્યું. તે પુરુષે પૂર્વે કેવલીના આગમનનો વૃત્તાંત જાણી લીધો હતો. તેથી તેણે રાજાને સઘળું કહ્યું. તે સાંભળીને રાજા ત્યાંથી જલદી ઉઠ્યો. પછી શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને મંત્રીઓ અને માંડલિક રાજાઓની સાથે કેવળીની પાસે જવા માટે રાજા જેટલામાં ચાલ્યો તેટલામાં કુમારે તે સાંભળ્યું. તેથી તેણે વિચાર્યું. જેવી રીતે સૂર્યકિરણોના સ્પર્શથી અંધકારસમૂહ નાશ પામે છે તેવી રીતે આવા પુરુષોના દર્શન માત્રથી પણ ચોક્કસ સર્વરોગો નાશ પામે છે. હવે જો પાપી એવા મારા રોગો નાશ નહિ પામે તો પણ પાપો નાશ પામશે. પોતાને વ્યાધિ થવાનું શું કારણ છે? વગેરે સંશયોને પૂછીશ. ઇત્યાદિ હૃદયમાં રાખીને તેણે રાજાને કહેવડાવ્યું કે કૃપા કરીને કષ્ટથી પણ મને ત્યાં લઈ જાઓ. આંસુઓના પાણીથી ભરેલા નેત્રોવાળા રાજાએ પણ કોઈપણ રીતે તે સ્વીકાર્યું. પછી શિબિકામાં બેસાડીને તેને પણ કોઈપણ રીતે
ત્યાં લઈ ગયા. પછી રાજા અને કુમારે સુવર્ણકમલ ઉપર બિરાજમાન અને દેવો, મનુષ્યો, વિદ્યાધરોને ઉત્તમધર્મની દેશના આપતા તે મુનીશ્વરના જલદી દર્શન કર્યા. દર્શન કરતાં અતિશય હર્ષ પ્રગટ થવા લાગ્યો. પછી વિનયથી નમીને ઉચિત સ્થાને બેઠા. પછી કેવળીએ; રાજા વગેરે સઘળી પર્ષદાને ધર્મ કહ્યો. ધર્મ સાંભળીને અવસરે પુત્રથી પ્રાર્થના કરાયેલા રાજાએ
સ્કૂલના પામતી ગદ્ગદ્ વાણીથી મુનીશ્વરને પૂછ્યું: હે ભગવંત! મારા આ પુત્રે અન્ય ભવમાં કયું કર્મ કર્યું છે કે જેથી મહારોગરૂપ અગ્નિથી બળી રહ્યો છે, દુખસાગરમાં ડૂબેલો છે, ક્ષણવાર પણ સુખને પામતો નથી, વૈદ્યોએ તેને છોડી દીધો છે. તેથી મુનિપતિએ કહ્યું છે રાજ! સાવધાન થઈને સાંભળ.
નૃપવિક્રમના પૂર્વભવો પશ્ચિમ મહાવિદેહમાં રત્નસ્થલ નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં અસત્યનો અદ્વિતીય મંદિર, ધર્મનો શત્રુ, નાસ્તિકવાદી અને મહાપાપી પદ્માક્ષ નામનો રાજા હતો. હવે એકવાર
૧. સંનિદિન=સહાય કરવા માટે નજીકમાં રહેલ. પરિ =પૂજા વિશેષ.
Page #286
--------------------------------------------------------------------------
________________
સમ્યક્દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નૃપવિક્રમરાજાની કથા-૨૭૧ તપસ્વી, ક્ષમાશીલ, દાંત, ઇંદ્રિયોને જીતનારા અને સૌમ્ય સુજસ નામના મુનિ તે નગરની બહાર રહ્યા. હૃદયમાં કોઇક પરમ અક્ષરોનું ધ્યાન કરતા તે મુનિ પર્વતની જેમ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. શિકાર માટે નીકળેલા રાજાએ તેમને જોયા. તેથી ક્રોધરૂપ અગ્નિ પ્રગટવાથી મૂઢ એવા તેણે મુનિને હણ્યા. મુનિની છાતીમાં ફેંકેલું બાણ પીઠમાંથી નીકળ્યું. પ્રહારની વેદનાથી થયેલી મૂર્છાના કારણે મુનિની આંખો મીંચાઇ ગઇ. જમીનમાં રહેલા જીવોની હિંસાની શંકાથી વારંવાર મિચ્છા મિ દુક્કડં એ પ્રમાણે બોલતા મુનિ સહસા જમીન ઉપર ઢળી પડ્યાં. ત્યાં રહેલા `વિશિષ્ટ લોકોએ હાહાકાર કર્યો. તેથી ગુસ્સે થયેલા રાજાએ સર્વ લોકને મારવાનું શરૂ કર્યું. રાજા કોઇપણ રીતે લોકને મારવાની પ્રવૃત્તિથી અટક્યો નહિ. (રપ) તેથી રાજાનું આવું ચરિત્ર જોઇને વિરક્ત બનેલા સામંતો અને મંત્રીઓએ રાજાને બાંધીને કાષ્ઠના પાંજરામાં નાખ્યો. પુંડરિક નામના તેના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો. પાંજરામાંથી બહાર કઢાયેલ પદ્માક્ષ ત્યાં એકલો ભમે છે. પોતાના દુચરિત્રોથી બધા સ્થળે ધિક્કારને પામે છે. આ પોતાના કર્મનું ફલ છે, બીજાનો અપરાધ નથી એમ વિચારતા, બધા સ્થળે સમભાવવાળા તે રાજા વિષે વિશેષથી સમભાવવાળા સુજસ ઉત્તમ મુનિ સિદ્ધોની સમક્ષ દુચ્ચરિત્રની આલોચના કરીને, વ્રતોને ઉચ્ચરીને, સર્વ જીવોને ખમાવીને, સર્વ આહારનો ત્યાગ કરીને, પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને, શુભભાવથી મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનને પામ્યા.
પદ્માક્ષ રાજાએ સંસારમાં ભમીને ભયંકર દુઃખો સહન કર્યા.
દુ:ખી રાજા થોડી પણ ભિક્ષા કષ્ટથી પામે છે. તો પણ તે સાધુસમુદાય ઉ૫૨ શત્રુતાને છોડતો નથી. હવે કોઇ પણ રીતે તે જ નગરના ઉદ્યાનમાં કાયોત્સર્ગમાં રહેલા સોમનામના ઉત્તમ મુનિને તેણે જોયા. તેથી રોષથી લાલ આંખવાળા તેણે તે મહાનુભાવને પીઠના ભાગમાં લાકડીના ઘાથી મારીને ભૂમિમાં નાખ્યા. પછી તે મુનિ મિચ્છા મિ દુક્કડં એ પ્રમાણે બોલીને ઊભા થઇને ફરી કાયોત્સર્ગમાં રહ્યા. ફરી પણ તેણે મુનિને મારીને પાડ્યા. આ પ્રમાણે વારંવાર વર્તન કરતા અને નિર્દય એવા તે રાજાને મુનિએ ઉપયોગ મૂકીને વિશાળ અવિધજ્ઞાનથી જાણ્યો. આ પ્રવચનશત્રુ છે અને સાધુઓનો વિઘાતક છે એમ જાણ્યું. તેથી ગુસ્સે થયેલા અને મુખમાંથી ધૂમશિખાને વમતા (=બહાર કાઢતા) મુનિએ કહ્યુંઃ અરે દુષ્ટ! સમતામાં જ રસવાળા તે સુજસ મહાત્મા અને બીજા પણ સાધુઓ તારા આવા અપરાધમાં ક્ષમા કરશે, પણ હું ક્ષમા નહિ કરું. તેથી હે અનાર્ય! આજે તું ચોક્કસ નહિ જીવે. ઇત્યાદિ કહીને, સાત-આઠ પગલા પાછા ફરીને, તેોલેશ્યા મૂકીને, મહાપાપી તે રાજાને બાળી નાખ્યો. મરીને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો ઉત્પન્ન થયો. સાધુ
૧. વિસિદ્ગિ શબ્દના સ્થાને વિસિદુ શબ્દ હોવો જોઇએ એવી સંભાવનાથી ‘વિશિષ્ટ' અર્થ કર્યો છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૨-સમ્યક્દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નૃપવિક્રમરાજાની કથા આલોચના અને પ્રતિક્રમણ કરીને, શુદ્ધ પ્રાયશ્ચિત્ત આચરીને, લાંબા કાળ સુધી તપ કરીને, દેવલોકમાં ઉત્પન્ન થયા. જેટલું આયુષ્ય હતું તેટલું આયુષ્ય પાળીને નરકમાંથી નીકળેલો પદ્માક્ષ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલો થયો. ત્યાંથી મરીને તે જ પ્રમાણે અપ્રતિષ્ઠાનમાં (=સાતમી નરકમાં) ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. ફરી માછલો થઇને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી પણ નીકળીને ચંડાલ સ્ત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી ફરી છઠ્ઠી નરકમાં, ત્યાંથી સર્પજાતિમાં, ત્યાંથી પાંચમી નરકમાં, ત્યાંથી મત્સ્યની જાતિમાં, ત્યાંથી ફરીપણ પાંચમી નરકમાં, ત્યાંથી સિંહજાતિમાં, ત્યાંથી ચોથી નરકમાં, ત્યાંથી બાજ પક્ષીઓમાં, ત્યાંથી ત્રીજી નરકમાં, ત્યાંથી પક્ષીઓમાં, ત્યાંથી ફરી ત્રીજી નરકમાં, ત્યાંથી સાપોમાં, ત્યાંથી પહેલી નરકમાં, ત્યાંથી ફરી સર્પોમાં, ત્યાંથી ફરી પહેલી નરકમાં, ત્યાંથી પક્ષીઓમાં, ત્યાંથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોમાં, ત્યાંથી હીન પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય-દેવોમાં, ત્યાંથી ફરી પણ તિર્યંચ-ના૨ક વગેરેમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે તે ક્યાંક બળ્યો. ક્યાંક છેદાયો, ક્યાંક ભેદાયો. બધાય સ્થળે શસ્ત્રથી હણાયો, મહાદાહથી વ્યાપ્ત થયો.
નૃપવિક્રમ રોગોથી મુક્ત થયો.
આ પ્રમાણે તેણે મરણો અનુભવ્યાં. આ પ્રમાણે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અનંત જન્મ-મરણોથી તે હેરાન કરાયો. સંસાર સમુદ્રમાં પ્રવેશ કરીને સ્થાને સ્થાને ન કહી શકાય તેવાં અનંત દુઃખો અનુભવ્યાં. પછી આ ભવથી ગત અનંતર ભવમાં તે વસંતપુર નગરમાં સિંધુદત્ત નામના ગૃહસ્થના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થઇને, મધ્યમવયમાં તાપસ વ્રત લઇને, ત્યાં અજ્ઞાન તપ કરીને, તે આ તારા પુત્રરૂપે ઉત્પન્ન થયો છે. અનાદિ મિથ્યાદૃષ્ટિ, ઋષિઘાતક અને જૈનશાસનના શત્રુ તેણે તીવ્રકર્મ ઉપાર્જન કરીને અનંતભવોમાં તે કર્મના ફલો અનુભવ્યાં. હમણાં આ વ્યાધિની વેદનાના પ્રકારમાત્રથી તે જ કર્મના કંઇક બાકી રહેલા ફલને અનુભવે છે. આ થોડા દિવસોમાં બાકી રહેલા તે કર્મને અનુભવીને આ રોગોથી મુક્ત થશે. આ પ્રમાણે સાંભળીને ભય અને સંવેગથી વ્યાપ્ત કરાતો કુમાર તે જ ક્ષણે રોગોથી કંઇક મુક્ત થયો અને દાહથી પણ મુક્ત થયો. તેણે મુનિને નમીને કહ્યું: હે સ્વામી! અજ્ઞાનતાથી મૂઢ હૃદયવાળા અને દુષ્ટ મેં જે આવું ઘોર પાપ કર્યું છે તે પાપનો નાશ કરવા માટે સમર્થ હોય તેવું કંઇક દેવ-ગુરુ-ધર્મ સંબંધી તત્ત્વ પ્રસન્ન થઇને, અજ્ઞાનતાથી અંધ એવા મને કહો. તેથી કેવલીએ 'સંક્ષેપમાં આ પ્રમાણે કહ્યું: જે સર્વજ્ઞ હોય તે દેવ છે. સમ્યક્ત્વથી યુક્ત ધર્મ બે પ્રકારનો છે. જીવાદિ તત્ત્વ છે. કુમારે સમ્યક્ત્વનો અને અણુવ્રત આદિ ધર્મનો સ્વીકાર કર્યો, મિથ્યાત્વનો ત્રિવિધે-ત્રિવિધે ત્યાગ કર્યો. રાજા પણ ભદ્રકભાવને પામ્યો. પછી હર્ષ પામેલા રાજાએ ભક્તિથી તે મુનિવરને નમીને કુમારની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કેવલીએ પણ બીજા સ્થળે વિહાર કર્યો.
૧. કેસવિત્થરો પદનો ભાવાર્થ ‘સંક્ષેપમાં' કે ‘સંક્ષેપથી' એવો થાય.
Page #288
--------------------------------------------------------------------------
________________
સમ્યત્વકાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા-૨૭૩
નૃપવિક્રમની સમ્યકત્વશુદ્ધિ રાજપુત્ર પણ સર્વજ્ઞોની પૂજા કરે છે, સાધુઓને દાન વગેરે આપે છે, રથયાત્રાથી જિનમંદિરોમાં પ્રભાવના કરવામાં તત્પર રહે છે. સદા મૃતધરોની પાસે ધર્મ સાંભળે છે. પરતીર્થિક-કુતીર્થિક સેવન વગેરેનો પ્રયત્નથી ત્યાગ કરે છે. બહારથી રોગોથી મુક્ત થયો અને અંદરથી અશુભકર્મોથી મુક્ત થયો. તેથી હમણાં હું જન્મ પામ્યો છું એમ પોતાને માનતો, દૃઢ શરીરવાળો, સમ્યકત્વમાં સ્થિર તે સર્વલોકને પ્રશંસનીય એવા ધર્મને કરે છે. હવે એકવાર ધનંજયયક્ષે અવતરીને કહ્યું: હે કુમાર! મેં તારું શરીર સારું કર્યું છે. તેથી પૂર્વે તે જે માનતા માની હતી તે સો પાડા મને આપ. તથા જો તું સત્ય વચનવાળો છે તો યાત્રા અને પ્રતિદિન વિંદન કર. કંઈક હસીને કુમારે મહાયક્ષને કહ્યું. તે જ્ઞાનીની કૃપાને છોડીને વિશ્વમાં પણ અન્ય કોઈ નથી, કે જેણે મારું શરીર રોગથી રાહત કર્યું હોય. હમણાં હું કુંથુઆનું પણ અહિત મનથી પણ ચિંતવતો નથી. રાગાદિ દોષોથી મુક્ત દેવને અને પાંચ મહાવ્રતોમાં સારી રીતે રહેલા સાધુઓને છોડીને અન્ય કોઈને મારું મસ્તક નમતું નથી. ઈત્યાદિ રાજપુત્રે કહ્યું એટલે પ્રગટેલા કોપથી કષ્ટથી જોઈ શકાય તેવા યક્ષે કહ્યું : અરે દુષ્ટ! જો એમ છે તો તારું જાણ્યું. તેથી ખોટા ધર્મમાં સ્થિર અને કેવલ અસત્ય બોલવામાં તત્પર એવા તારા માહાભ્યરૂપ વૃક્ષને જો હું જલદી ઉખેડું નહિ તો હું દેવ નહિ અને મારાથી સારું કરાયેલું તારું શરીર નહિ. ઇત્યાદિ કહીને યક્ષ ત્યાંથી કયાંક ગયો. સ્થિર સત્ત્વવાળો રાજપુત્ર વ્યાકુળ બન્યા વિના ધર્મ કરે છે. યક્ષ છિદ્રોને જુએ છે અને સેંકડો ભયજનક પ્રસંગો બતાવે છે. કેવલસજ્વરૂપ ધનવાળા અને ધર્મમાં તત્પર રાજપુત્રના છિદ્રોને જોવા કે ગભરાવવા માટે યક્ષ જરા પણ સમર્થ થતો નથી. તેથી તે કુમાર ઉપર વધારે-અધિક દ્વેષને ધારણ કરે છે.
કુમારે યક્ષને નિરુત્તર કર્યો. તે નગરની બહાર અમરનિકેત નામના ઉદ્યાનમાં મણિ-સુવર્ણથી નિર્મિત, વિશાળ અને ઊંચું જિનમંદિર છે. ત્યાં કલ્યાણક આદિના દિવસે વિશેષપૂજા કરીને ઘણા પરિવારથી યુક્ત રાજપુત્ર સંધ્યાના સમયે પાછો ફર્યો. માર્ગમાં ધનંજય યક્ષનું મંદિર હતું. રાજપુત્ર તેના ઉપર દૃષ્ટિ પણ કર્યા વિના મંદિરને ઓળંગીને ચાલ્યો. તેટલામાં ગુસ્સે થયેલા ધનંજયયક્ષે દોડીને કુમારના સઘળા ય પરિવારને થંભાવી દીધો, અને મુખમાંથી લોહીની ઊલટી કરાવી. પછી યક્ષે આકાશમાં રહીને કુમારને પડકાર્યો કે, અરે! અસત્યધર્મમાં ગર્વિષ્ઠ બનેલા હે કુમાર! મને પ્રણામ પણ કરતો નથી. (રપ) તે જેની માનતા કરી છે તે પાડા વગેરે આપ. અન્યથા પરિવારસહિત તને જ મારીને ભૂતોના સમુદાયને બલિ આપું છું. ગુસ્સે થયેલા અને યક્ષને ક્યાંય ન જોતા એવા કુમારે યક્ષને કહ્યું: જો આયુષ્ય બલવાન હોય તો કોઈ ન મારે. જો કોઈ પણ રીતે આયુષ્ય તૂટી ગયું હોય તો બીજી રીતે પણ મૃત્યુ થાય. આથી અનંતકાલ પછી
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૪-સમ્યકત્વકાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા પ્રાપ્ત થયેલા જિનધર્મને કોણ મલિન કરે? તેથી ક્રોધથી યુક્ત યક્ષે તે કુમારને ઊંચકીને નજીકના પર્વતની શિલા ઉપર પછાડ્યો. તેથી મૂછના કારણે કુમારની આંખો ઘૂમવા લાગી. વેદનાથી પરાભવ પામેલો તે ત્યાં ક્ષણવાર કાષ્ઠની જેમ ચેષ્ટારહિત રહ્યો. કોઈપણ રીતે ચેતના પ્રાપ્ત થઈ ત્યારે યક્ષે ફરી પણ કહ્યું: જો જીવહિંસાના ભયવાળો તું મને પાડાઓ નથી આપતો તો ન આપ. તો પણ નિત્ય મને માત્ર પ્રણામ કર. જો તું મને નિત્ય પ્રણામ કરે તો હજી પણ પરિવારથી યુક્ત તને સુખી કરું. વિનયથી આરાધાયેલો હું જ મનુષ્યોને રાજ્ય આપું છું, નિર્મલ લક્ષ્મી, આરોગ્ય અને સુખોને લાવું છું. તેથી મને છોડીને ત્રણ ભુવનમાં પણ બીજો કયો દેવ છે કે જેના માટે ભૂલો પડેલો તું આ પ્રમાણે આત્માને વિડંબે છે. પછી કુમારે કહ્યું: દયાળું હું તને પાડા ન આપું. તે જીવદયાનો મને જે દેવે ઉપદેશ આપ્યો છે તે દેવને વંદન કરું છું, નમસ્કાર કરું છું, અને હું તેનો જ કિંકર છું. વળી–તું પોતે જ વધ માટે જીવોને ઇચ્છે છે, તેથી તેને હું પ્રણામ પણ કેવી રીતે કરું? કારણ કે અન્ય લોકમાં પણ દયાળુ મુનિઓ પૂજ્ય છે, મત્સ્યનો વધ કરનારા વગેરે પૂજાતા નથી. વળી બીજું- હે મહાનુભાવ! તું મને સુખી કેવી રીતે કરે? કારણ કે રાગ-દ્વેષને આધીન બનેલો તે પોતે જ દુઃખી છે. તને નિર્ગુણ પણ પોતાના ઉપર અને પ્રેમીજનો ઉપર રાગ છે, અમારા જેવા ઉપર અને ચંદ્રકિરણો જેવા નિર્મલ જિનધર્મ ઉપર દ્વેષ છે. રાગ-દ્વેષની પરાધીનતા સઘળા પ્રાણીઓના સર્વ દુઃખોનું કારણ છે એમ તું જાણ. ભવદુઃખનું કારણ એવા રાજ્ય વગેરેની મારે જરૂર નથી. રાજ્ય વગેરે તું આપતો નથી, કિંતુ અન્ય ભવમાં કરેલું સુકૃત આપે છે. અને તે સુકૃત જિનશાસનમાં અનુરાગવાળાઓને સારી રીતે થાય છે. મારું મન મોક્ષસુખમાં રહેલું છે. તેને સંસારનાં દુઃખોથી જાતે જ પીડિત તું કેવી રીતે આપે? ભવદુઃખોથી મુક્ત જિનને છોડીને બીજો કોઈ મોક્ષસુખ ન આપે. તેથી જિનને નમ્યા પછી ત્રિભુવનમાં પણ બીજો કોણ નમન કરાય? ક્ષીરસમુદ્રનું પાણી પીધા પછી ખારા પાણીને કોઇ ન ઇચ્છ. મોટા અંતરમાં ભૂલો પડેલો તે પોતાની અસ્થાને પ્રશંસા કરે છે. આંબાઓની ઇચ્છા આંબલીઓથી દૂર થતી નથી. કંઇક વિકસતા માલતી પુષ્પોની કળીઓના રસથી સંતુષ્ટ થયેલો તે ભ્રમર પણ કેળનાં પુષ્પોથી ક્યાં ધરાય–તૃપ્ત થાય? રમતથી હાથિણીની સૂંઢથી ગ્રહણ કરાયેલા રસાળ સલકીવૃક્ષનાં પાંદડાઓના અગ્રભાગથી લાલન કરાયેલું હાથીનું બચ્ચું અતિશય નિરસ અને કર્કશ ઘાસથી કેવી રીતે પ્રસન્ન થાય? જો તું જ દેવ છે અને જો તારામાં દેવના સઘળા ય ગુણો છે તો તું મને બળાત્કાર પ્રણામ કેમ કરાવે છે? મહાપુરુષો પોતાના ગુણોને જાતે જ પ્રકાશિત કરતા નથી. નદીઓ યોગ્ય બનેલા સમુદ્ર તરફ પોતાની મેળે જ વહે છે. બીજાઓથી બહુમાન ન કરાય તો ગુણોથી મોટાઓની શી હાનિ થાય? સૂર્ય ઘુવડને સંમત નથી તો સૂર્યની શી હાનિ થાય છે? આ પ્રમાણે મહાન અને નિપુણ વચનોથી કુમારે યક્ષને નિરુત્તર કર્યો. (૫૦)
Page #290
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા-૨૭૫
યક્ષ કુમારનો અનુરાગી બન્યો. આથી ગુસ્સે થયેલા યક્ષે કુમારના શરીરમાં મસ્તક, ચક્ષુ, કાન, છાતી અને દાંતની તીવ્ર વેદનાઓ વિદુર્થી. આ વેદનાઓ એવી હતી કે એમાંની એક પણ વેદના નિયમો બીજાના પ્રાણ લઈ લે. તે દુઃખરૂપ શલ્યથી યુક્ત શરીરવાળો તે સર્વથા નિશ્રેષ્ટ થઈ ગયો. તો પણ મહાન સત્ત્વના સારથી ઘડાયેલા કુમારે આ વિચાર્યું. હે જીવ! મોક્ષપુરીના મુસાફર એવા તે ભવરૂપ અરણ્યમાં પૂર્વે પ્રાપ્ત ન કરેલા એવા શ્રી સર્વજ્ઞદેવ સાર્થવાહ પ્રાપ્ત કર્યા છે. તેથી ચિત્તમાં રહેલા એમનાથી જ તારું મરણ પણ કલ્યાણકારી થશે. શ્રી સર્વજ્ઞદેવ મૂકાઈ જતાં જીવતો પણ તું અનાથ થાય. જિનશાસન પ્રાપ્ત થયે છતે તારું આ દુઃખ કેટલું માત્ર છે? તે નરકોમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી દુઃખો પ્રાપ્ત કર્યા છે. આ પ્રમાણે તેની સ્થિરતાને અવધિજ્ઞાનથી જાણીને અધિક ગુસ્સે થયેલા યક્ષે આકાશમાં શિલા વિકુર્તીને કહ્યું: હે કુમાર! હમણાં તું પરિજનસહિત વિનાશ પામીશ. હજી પણ માત્ર મને પ્રણામ કરવાથી તેને જીવન અને ઋદ્ધિ આપું. તેથી કુમાર વિશ્વાસથી કહ્યું મિથ્યા આગ્રહવાળો તું જો કે મારા ક્ષણભંગુર બાહ્યશરીરનો કોઈપણ રીતે નાશ કરીશ તો પણ જિનના ચરણકમલમાં લીન બનેલા મારા અંતરંગ શરીરનો તારાથી, ઈદ્રથી કે બીજા કોઇથી નાશ ન કરી શકાય. અંતરંગ શરીરનો વિનાશ ન થાય તો મારું કંઈ પણ વિનાશ પામતું નથી. તેથી તને જે રુચે તે તું કર. અહીં તને રોકનાર કોણ છે? આ પ્રમાણે કુમારના સાહસને અને નિશ્ચલ સમ્યકત્વને જાણીને વિસ્મય પામેલા અને જેનું મિથ્યાત્વ તૂટી રહ્યું છે એવા યક્ષે વિચાર્યું જુઓ, આનું સત્ત્વ કેવું છે? ધર્મમાં નિશ્ચલ બુદ્ધિ કેવી છે? અને મારા અપૂર્વ અયોગ્ય કાર્યના અનુસરણને જુઓ. આ જીવો પ્રત્યે દયાળુ હોવાથી શરીર માટે પણ જીવોને મારતો નથી, અને કાર્ય ન હોવા છતાં જીવોને હણવામાં મારો અસદ્ આગ્રહ છે. તેથી જે દેવ આને સ્તુતિ કરવા યોગ્ય છે તે દેવ દૂર રહો, શાંતિના કારણે અદ્વિતીય સારભૂત એવા ગુણો વડે આનાથી પણ હું જિતાયો છું. તેથી કેવલગુણોથી નિર્મિત એવો આ ગુણના અંશથી પણ રહિત મને પ્રણામ ન કરે એ યુક્ત જ છે. આ પ્રમાણે કુમારના નિર્મલગુણોથી અનુરાગી બનેલા યક્ષે આદરથી ઉપસર્ગોને સંહરીને અને તેના ચરણોમાં નમીને કહ્યું: તું ધન્ય છે, તે જ જગતમાં પ્રશંસા કરાય છે. આ પ્રમાણે વીતરાગના ચરણોમાં તારી ભક્તિ નિશ્ચલ છે. તે ધીર! આજથી મારા પણ તે જ દેવ છે, તે જ ગુરુ છે, અને તત્ત્વ પણ તે જ પ્રમાણ છે કે જેનો તે સ્વીકાર કર્યો છે. હવેથી હું ગુણભંડાર એવા તારો જ આજ્ઞાકારક છું. તું મારો ધર્મગુરુ થયો છે. તું મારો પરમ બંધુ છે. કુમાર આ પ્રમાણે સ્તુતિ કરાતો હોવા છતાં મધ્યસ્થ જ રહ્યો. તેથી દેવે નમીને કહ્યું. હે મહાનુભાવ! જો કે તું નિઃસ્પૃહ છે, તો પણ મારા ઉ. ૧૯ ભા.૧
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૬-સમ્યક્દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નૃપવિક્રમરાજાની કથા
ઉપ૨ અનુગ્રહ કરીને વિષમસ્થિતિમાં મને યાદ કરજે. નિઃસ્પૃહ પણ ઉત્તમપુરુષોને નમસ્કાર કરનારાઓ ઉપર કરુણા હોય છે. કુમારે કહ્યું હે ભદ્ર! જિનધર્મમાં ઉદ્યમ કરતા એવા તેં અમારું બધું ય કર્યું છે. બીજાથી શું? પછી કુમારના ગુણોથી આકર્ષાયેલો યક્ષ કુમારને બહુ ખમાવીને સ્વસ્થાને ગયો. કુમાર પણ પોતાના ઘરે ગયો.
નૃપવિક્રમે યમરાજાને પરાજિત કર્યો.
હવે એકવાર રાજાનું મૃત્યુ થતાં મહાસમૃદ્ધ રાજ્ય ઉપર નૃપવિક્રમને સ્થાપિત કર્યો. તે ચારે સમુદ્રરૂપ કંદોરાવાળી પૃથ્વીરૂપ પત્નીનો સ્વામી થયો. તેનો ઉત્કૃષ્ટ પ્રતાપ ફેલાયો. તેણે સઘળા નીતિમાર્ગો પ્રવર્તાવ્યા. (૭૫) તેણે સંપૂર્ણ પૃથ્વીવલયને મનોહર જિનમંદિરોથી વિભૂષિત કર્યો. પ્રાયઃ સઘળો લોક જિન અને સાધુના ચરણોનો ભક્ત કર્યો. આ તરફ કલિંગદેશનો અધિપતિ યમ નામનો રાજા છે. તેણે દેવની પાસે વરદાન મેળવ્યું હોવાના કારણે તે યુદ્ધમાં હારતો નથી. તેથી લડતો લડતો તે નૃપવિક્રમના દેશના સીમાડે આવ્યો. અભિમાની એવા તેણે સામે આવીને યમરાજાને ઘેરી લીધો. પહેલા દિવસે લડવા માટે નૃપવિક્રમનો સેનાધિપતિ હાજર થયો. તે પરાજિત થયો. બીજા વગેરે દિવસોમાં બીજા પણ સેનાધિપતિઓ મૃત્યુ પામ્યા. પછી નૃપવિક્રમ ઉપર પણ આક્રમણ કર્યું. નૃપવિક્રમે તેની વરદાનની લબ્ધિને જાણીને ત્રણ ઉપવાસ કરીને ધનંજય યક્ષનું સ્મરણ કર્યું. તે જ ક્ષણે યક્ષ આવ્યો. નૃપવિક્રમે તેને સઘળું જણાવ્યું. યક્ષે કહ્યું: હે રાજન! આ કેટલું માત્ર છે? તેથી સવારના સમયે યુદ્ધમંડપમાં તેની સામે આવ. જેથી જેવી રીતે ઇન્દ્રિયોને નહિ જિતનાર કામદેવને આધીન થાય છે. તેવી રીતે એને તને આધીન કરું છું. હવે પોતાના સૈન્યસમૂહથી વિશ્વને પણ ક્ષોભ ઉપજાવતા અને પરાક્રમી એવો નૃપવિક્રમ રાજા યુદ્ધમાં તેની સામે આવ્યો. ધનંજય દેવે તે રીતે કર્યું કે જેથી પરસૈન્ય દ્વારા મૂકાયેલ તોમર અને ભાલો વગેરે શસ્ત્ર નૃપવિક્રમના સૈન્યમાં કોઇના ય શરીરમાં સમર્થ ન થાય. અને નૃપવિક્રમ રાજાના સૈન્યે મૂકેલું તૃણ અને ઢેફું આદિ પણ યમરાજાના સૈન્યમાં શ્રેષ્ઠ હાથી વગેરેને સુરેન્દ્રના શસ્ત્રની જેમ પરિણમે. અર્થાત્ વજ્રઘાત જેવું થાય. આ પ્રમાણે યુદ્ધ થતાં યમરાજા ક્ષણમાં અલ્પ સૈન્યવાળો થઇ ગયો. પછી નૃપવિક્રમે બળાત્કારથી તેને બાંધીને પકડી લીધો. દીનવચનોથી તેણે કહ્યું: દેવે મને વરદાન આપ્યું તેના બળથી પાપી એવા મેં આ બધું કર્યું. હવે આ વરદાનનો પણ અંત આવ્યો. તેથી હમણાં કૃપા કરીને મને મૂકી દો. ફરી આ પ્રમાણે નહિ કરું. નૃપવિક્રમે કહ્યુંઃ મણિ, મંત્ર, ઔષધ અને દેવો પણ ત્યાં સુધી જ સફલ થાય છે કે જ્યાં સુધી પુરુષ પોતાના પુણ્યથી મૂકાતો નથી. પોતાનું પુણ્ય પરવારી જતાં
૧. ચાર દિશામાં રહેલા સમુદ્રની અપેક્ષાએ સમજવું. ૨. તોમ૨=બાણ.
Page #292
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ દ્વારા
ઉપદેશમાલા (પુષ્પમાલા) નૃિપવિક્રમરાજાની કથા-૨૭૭ ચક્રવર્તીના પણ સોળ હજાર દેવો પલાયન થઈ જાય, રત્નોનો સમૂહ પણ નિષ્ફલ થાય. આથી આમાં શો આગ્રહ કરવો? પરંતુ દીનતાને પામેલા શત્રુઓ ઉપર પણ હું પ્રહાર કરતો નથી. આથી તને મૂકી દીધો છે. તે જે શિખામણ લીધી તેને ફરી પણ અમલમાં મૂકજે. સુવર્ણ અને અશ્વ વગેરે કંઈક આપીને સન્માન કરીને તેને નૃપવિક્રમ છોડી દીધો. નૃપવિક્રમ પણ પાછો વળીને પોતાની રાજધાનીમાં આવ્યો.
નૃપવિક્રમ રાજાએ વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવો પ્રસંગ જોયો. નૃપવિક્રમ સુખપૂર્વક પૃથ્વીનું પાલન કરે છે. ઘણા દેવોથી યુક્ત અને આજ્ઞાકારક તે યક્ષ વિષમ કાર્યોમાં તેનું સાંનિધ્ય કરે છે. એકવાર શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેઠેલો અને ક્રોડ રાજસુભટોથી પરિવરેલો તે રાજા નગરમાંથી બહાર જઇ રહ્યો હતો ત્યારે તે ધનદનામના શ્રીમંત નગરશેઠના ઘરને જુએ છે. તે ઘર આવું છે- ઊંચે તોરણની માળાઓ બાંધી છે. ઘટ્ટ કેશર અને ચંદનના રસથી સિંચાયેલું છે. હર્ષિત ચિત્તવાળો અને શરીરે શણગાર કર્યો છે એવો નગરલોક પૂજાનું પાત્ર, શ્રેષ્ઠ વસ્ત્રો અને સુવર્ણ-મણિથી બનાવેલાં આભૂષણોને લઈને ઘરમાં પ્રવેશ કરે છે. અતિ હર્ષના કારણે ડોલતી અને સ્તનરૂપ પટ્ટ ઉપર પડતી હારરૂપલતા જેની તૂટી ગઈ છે એવો રમણીજન પણ નૃત્ય કરે છે. નૃત્યમાં ઊંચા કરેલા હાથમાં પહેરેલી મણિની ચૂડીઓ અવાજ કરે છે.
કોયલના સ્વરને જેમણે જીતી લીધો છે એવી સૌભાગ્યવતી સ્ત્રીઓ મનોહર ગાય છે. જેમણે સુખકર નૃત્ય અને ગાયન કર્યા છે એવા હલકા કુળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘરમાં પ્રવેશ કરે છે. આંગણમાં મૂકેલા સુવર્ણના પૂર્ણ કળશોથી સંચાર રોકાઈ ગયો છે. હર્ષ પામેલો અને દ્વાર પાસે રહેલો બંદિજન કાનને સુખ કરે તેવું બોલે છે. ત્યાં મોટા દાનો અપાય છે. વિવિધ ખાદ્યો ખવાય છે. પીણાં પીવાય છે. વૃદ્ધજનોનું સન્માન કરાયા છે. (૧૦૦) મણિની અને સુવર્ણની પીચકારીઓથી સર્વલોક ઉપર કુંકુમ છંટાય છે. પુષ્પો, વિલેપન, તંબોલ અને ઘણાં વસ્ત્રો અપાય છે. તથા હર્ષથી ઉન્મત્ત બનેલો સઘળો લોક તેના ઘરમાં તેવી રીતે ભમે છે, કે જેથી પરાધીન બનેલો લોક પોતાને પણ યાદ કરતો નથી. તેવા પ્રકારના ઘરને જોઇને રાજાએ પૂછ્યું: અહીં હર્ષનું કારણ શું છે? કોઇએ કહ્યું છે દેવ! આ ઘરમાં ગઈ કાલે પુત્રનો જન્મ થયો છે. આ પ્રમાણે સાંભળીને, નગરની બહાર *અશ્વવાહનિકા કરીને, નગરના ઉદ્યાનની શોભાને જોઈને જેટલામાં પાછો ફર્યો તેટલામાં જુએ છે તો તે ઘરની અંદર તે જ લોક મોટા શબ્દથી કરુણ સ્વરે હા હા! આ શું? ૧. ૩ખીત= અતિ, ઘણું. ૨. પોતિર= ડોલતું-હાલતું. ૩. ખાદ્યઃખાવા યોગ્ય વસ્તુ. ૪. અશ્વોને ખેલાવવા=ચલાવવા તેને અશ્વવાહનિકા કહેવામાં આવે છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૮-નૃપવિક્રમરાજાની કથા] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગલોકનો પરિચય એ પ્રમાણે બોલતો રડે છે, છાતી ફૂટે છે, વિલાપ કરે છે, મૂછિત થાય છે, પૃથ્વી ઉપર પડે છે, માથું કૂટે છે, આભૂષણોને તોડે છે. વસ્ત્રોને ફાડે છે. આ પ્રમાણે ગ્રહથી ગ્રહણ કરાયેલા શરીરની જેમ તે લોકને પરવશ જાણીને વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું: હા! અહીં શું થયું? કોઈએ જણાવ્યું હે દેવ! પુત્રરહિત ધનદશેઠને સેંકડો માનતાઓથી કોઈપણ રીતે પુત્ર ઉત્પન્ન થયો. તેને કોઈ રોગે અહીં અર્ધીક્ષણમાં સમાપ્ત કર્યો=મારી નાખ્યો. ત્યારબાદ હૃદયમાં ધ્રાસકો પડવાથી ધનદશેઠ પણ અસ્ત પામ્યો-મૃત્યુ પામ્યો. આ અનુચિત સાંભળીને વૈરાગ્યને પામેલા રાજાએ કહ્યું: પયંત વિરસ એવા ભવવિલાસને જુઓ. જે મુખોથી ગીત ગવાયું તે જ મુખોથી હમણાં રુદન કરાય છે. તેથી ખરેખર! ઇંદ્રજાલ પણ આવું વિચિત્ર નથી. પછી પ્રધાને જણાવ્યું. હે દેવ! અહીં કષાયરંગના વસ્ત્રના ટુકડાઓથી શણગારેલું મૃતકવાહન નીકળે ત્યાં સુધીમાં આપ આગળ પધારો. પછી ભવથી વિરક્ત ચિત્તવાળો રાજા પોતાના ઘરે ગયો. તેને જ વિચારતો રાજા કોઈ પણ રીતે દિવસ ને રાત પસાર કરે છે.
આ દરમિયાન સમ્યકત્વને આપનારા કેવલી વિહાર કરતાં કરતાં રાજાના ચારિત્ર સ્વીકારના સમયને જાણીને ફરી પણ ત્યાં પધાર્યા. હર્ષ પામેલા ઉદ્યાનપાલકે રાજાને કેવલીના આગમનની વધામણી આપી. તેથી રાજાએ તેને ઘણું પારિતોષિક દાન આપ્યું. તે મુનિને વંદન કરવા માટે રાજા પોતાની મહાન વિભૂતિથી ચંદ્રોદય ઉદ્યાનમાં હર્ષથી ગયો. ત્રણ પ્રદક્ષિણા કરીને વિધિપૂર્વક વંદન કરીને પરિવાર સહિત રાજા ઉચિત સ્થાનમાં બેઠો. જ્ઞાનીએ તેને ધર્મ કહ્યો. હવે અવસરે રાજાએ પૂછ્યું: હે ભગવંત! ધનદશેઠના ઘરમાં અતિવિસ્મયજનક તે અનુચિત કેમ થયું? તેથી કેવલીએ કહ્યું: હે રાજન! અનંત ચરિત્રવાળા અંતરંગલોકની કેટલી માત્ર ચેષ્ટાને પૂછે છે, અર્થાત્ અંતરંગ લોકની ચેષ્ટા ઘણી છે. તું જે પૂછે છે તે તો બહુ જ થોડી છે. રાજાએ પૂછ્યું: હે ભગવંત! આ અંતરંગ લોક કોણ છે? કેવલીએ કહ્યું: હે મહારાજ! સાવધાન થઈને સાંભળો.
અંતરંગ લોકનો પરિચય અહીં ભવાવર્તનગરમાં મોહરાજ નામનો મહાન રાજા છે. પછી રાજાએ કૌતુકસહિત કંઈક ઉત્કંઠાને અવલંબીને કહ્યું: હે ભગવંત! પછી? તેથી કેવલીએ કહ્યું છે મહારાજ! તે રાજાનો મિથ્યાભિમાન નામનો સુભટ છે. તે રાજાને અતિશય પ્રિય છે. સદા રાજાની નજીકમાં રહે છે. તે પાડો, વિષ, સર્પ અને વાદળના જેવો શ્યામ છે. પ્રકૃતિથી અત્યંત ઉદ્ધત છે. એનું હૃદય ઊંચું છે. તેની ગતિ વિકૃત છે. મિથ્યાભિમાનના
૧. દૃરી = અવ્યય ઉપદર્શન(=બતાવવું) અર્થમાં છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
નૃપવિક્રમરાજાની કથા] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અંતરંગલોકનો પરિચય-૨૭૯ કારણે તેમનું અસલ સ્વરૂપ દબાઈ ગયું છે એવા જીવો અસત્ય પદાર્થોમાં સત્યપદાર્થની બુદ્ધિને કરે છે. ક્ષણભંગુર પદાર્થોને પણ સ્થિર કલ્પે છે. અસાર (=બળહીન) પણ પોતાને ઇંદ્ર અને ચક્રવર્તીઓથી પણ અધિક માને છે. ઉત્પાદપૂર્વક નૃત્ય કરે છે. ઉત્કંઠાપૂર્વક ગાય છે. સમદષ્ટિથી જોતા નથી. પોતાના સ્કંધના પણ ઉપરના ભાગથી ધૂકે છે, અર્થાત્ ખૂબ અદ્ધરથી ઘૂંકે છે. ઘણું ભમે છે. બીજાઓને તૃણસમાન ગણે છે. પણ વિડંબના તુલ્ય શબ્દાદિના ઉપભોગમાં પાગલ બનેલ પોતાને સર્વથા જાણતા નથી. ધર્મકૃત્યોનો ત્યાગ કરે છે. તેથી પરલોકની વાતને પણ વિચારતા નથી, સંવિગ્નજનોની દયાને યોગ્ય અને સામાન્ય લોકોના ઉપહાસને પાત્ર બને તેવી તે તે ચેષ્ટાઓને કરે છે. તેથી મોહરાજાએ ધનદશેઠના ઘરમાં પુત્રજન્મના સમયે પહેલાં મિથ્યાભિમાન સુભટને મોકલ્યો. તેથી નગરમાંથી નીકળતા મહારાજે શ્રેષ્ઠીના ઘરમાં જે ગીત અને નૃત્ય વગેરે ચેષ્ટા જોઈ તે બધુંય મિથ્યાભિમાન સુભટથી જ પ્રેરાયેલા તે શેઠે કર્યું છે, પણ સ્વાધીનતાથી નથી કર્યું.
વળી બીજું- તે જ મોહરાજાનો શોક નામનો અંતરંગ સુભટ છે. તેનાથી આધીન કરાયેલા આ જીવો પ્રબળસત્ત્વના નિધાન હોવા છતાં જલદી દીનતાને પ્રગટ કરે છે. માથું ફૂટે છે. છાતી ફૂટે છે. વારંવાર મૂછ પામે છે. અશુદ્ધ પૃથ્વીતળ ઉપર આળોટે છે. મુખ વગાડીને રુદન કરે છે, અર્થાત મોટેથી રુવે છે. પગ પહોળા કરીને શોક કરે છે, કરુણસ્વરે આજંદન કરે છે. તેથી હે પિતા! હે માતા! ઈત્યાદિ બૂમો પાડતા તેઓ સત્યરુષોને ઉદ્વેગ પમાડનારી અને દયાને પાત્ર બને તેવી તે તે ચેષ્ટાઓને કરે છે. તેથી મોહરાજાએ જ તે જ બાળકના મરણ સમયે મિથ્યાભિમાન સુભટની પાછળ જ આ શોક નામના સુભટને મોકલ્યો છે. તેથી નગરમાં પ્રવેશ કરતા તમોએ તેના ઘરમાં આક્રંદન આદિ જે ચેષ્ટા જોઈ તે બધું તેણે જ પ્રગટ કર્યું છે. હે રાજનું! તે રાજાની આ ચેષ્ટા કેટલી છે? અર્થાત્ બહુ થોડી છે. મોહરાજા ભવાવર્તપુરમાં અનેક વિચિત્ર પ્રકારોથી પ્રગટ થાય છે. કારણ કે દુષ્ટ એવો તે ક્યાંક મિથ્યાભિમાનને, રતિ, હાસ્ય અને ભયની સાથે મોકલે છે, અને પાછળથી ક્ષણમાં અરતિ-શોકને મોકલે છે. ક્યાંક તે હર્ષ નામના સુભટને મોકલીને વિષાદને મોકલે છે. ક્યાંક સ્નેહને આદેશ કરીને ક્ષણમાં દ્વેષને આદેશ કરે છે ક્યાંક વિશ્વાસ નોકરને પ્રવૃત્તિ કરાવીને ત્યાં જ ભયને ફેલાવે છે. તો ક્યાંક મદને આદેશ કરીને દૈન્યને પ્રગટ કરે છે. હે રાજન! આ મોહરાજા બીજા પણ મત્સર, ઈર્ષા, જુગુપ્સા વગેરે પોતાના નોકરો દ્વારા વિશ્વને વિવિધ વિડંબનાઓથી વિડંબિત કરે છે.
વળી બીજું- વિશેષ કહેવાથી શું? જે જીવો મોક્ષપુરીમાં ગયા છે તે જીવો આ દુષ્ટ રાજાથી વિડબના પમાડાતા નથી. પછી અતિ ઘણા સંવેગથી ભાવિત અને મોહની ચેષ્ટાઓથી ભય પામેલા રાજાએ પ્રણામ કરીને ગુરુને કહ્યું: હે ભગવંત! આપ મિથ્યાત્વસાગરમાં ડૂબેલા
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૦સમ્યકત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) પુિદ્ગલપરાવર્તનું સ્વરૂપ મારો પૂર્વે ઉદ્ધાર કર્યો. હે કરુણાસાગર! હમણાં પણ કૃપા કરીને તે કરો કે જેથી મોહરાજાના સુભટોના ભયથી રહિત, સુખને પમાડનાર અને ઉત્તમ તે મોક્ષપુરીમાં હું જલદી જાઉં. તેથી કેવલીએ કહ્યું: તમારા જેવા માટે આ યોગ્ય છે. તેથી જલદી સાધુ-સમુદાયને પ્રાપ્ત કરીને તમે મોક્ષપુરીમાં જાઓ. પછી હર્ષ પામેલા રાજાએ ચંદ્રસેન નામના પોતાના પુત્રને રાજ્ય સંભાળવાની આજ્ઞા કરીને અને ઘણું દાન દઇને, સામંત અને મંત્રી વગેરે લોકોની સાથે તથા અંતઃપુરની સાથે કેવલીની પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. આ પ્રસંગે હર્ષ પામેલા ધનંજય આદિ દેવોએ અને રાજા વગેરે મનુષ્યોએ જિનમંદિરોમાં ચોતરફ મહોત્સવ કર્યો. પછી કેવલીએ બતાવેલા સમ્યગમાર્ગ વડે તે મોહના સર્વ વ્યાપારોથી દૂર રહેલી મોક્ષપુરીમાં ગયા.
આ પ્રમાણે નૃપવિક્રમ ચરિત્ર પૂર્ણ થયું. ગાથામાં નિર્વાવક્ષમાળે એ સ્થળે રહેલા આદિ શબ્દથી સમ્યકત્વમાં સ્થિરતાના પ્રભાવથી દેવોએ પણ જેમની આજ્ઞા પાળી છે તેવા સુલસા વગેરે બીજા પણ આવો જાણવા. [૧૦૩]
હવે સમ્યકત્વના જ ગુણની શ્રેષ્ઠતાને કહે છેअंतोमुहत्तमित्तंपि फासियं जेहिं होज सम्मत्तं । तेसिं अवड्डपोग्गलपरियट्टो चेव संसारो ॥ १०४॥
જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી પણ સમ્યકત્વ મેળવ્યું હોય તે જીવોનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો જ બાકી રહે છે.
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ વિશેષાર્થ – જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી પણ સમ્યકત્વ મેળવ્યું હોય તે જીવો પાછળથી કોઇપણ રીતે તીર્થંકરની આશાતના વગેરે મહાપાપવ્યાપારોમાં પ્રવર્તે તો પણ તેમનો ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ સંસાર બાકી રહે છે. અહીં અર્ધપુદ્ગલ પરાવર્તના ઉપલક્ષણથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ સમજવો, અર્થાત્ અર્ધપુદ્ગલપરાવર્તથી પણ કંઈક ઓછો કાળ સમજવો.
પ્રશ્ન- આ પુદ્ગલપરાવર્તનો શો અર્થ છે?
ઉત્તર- નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવોમાં ભમતો જીવ ચૌદરાજલોકમાં રહેલા સઘળા ય પુગલોને યથાસંભવ લઈને ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મન એ સાત પ્રકારે જ્યારે પરિણમાવે ત્યારે એક પુદ્ગલપરાવર્ત પૂર્ણ થાય, અર્થાત્ આટલો કાળ એક પુદ્ગલપરાવર્ત કાળ છે. આમ કેટલાકો કહે છે. બીજાઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ભેદથી પુગલપરાવર્તના ચાર પ્રકાર છે, અને એ પ્રત્યેક પુદ્ગલપરાવર્તના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર છે, એમ કહે છે. તેમાં જીવ જ્યારે
Page #296
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વની દુલર્ભતા-૨૮૧ સઘળા ય પુદ્ગલોને જુદા જુદા ભાવોમાં ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ એ ચાર પ્રકારે પરિણાવીને છોડી દે ત્યારે દ્રવ્યથી પુદ્ગલપરાવર્ત થાય છે. જુદા જુદા ભવોમાં મરતો જીવ જ્યારે પ્રત્યેક મરણોથી સઘળાય આકાશપ્રદેશોને વ્યાપે છે. (=સ્પર્શે છે, ત્યારે ક્ષેત્રથી પુદ્ગલપરાવર્ત પૂર્ણ થાય છે, અર્થાત્ તેટલા કાળને ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહેવામાં આવે છે. ઘણા ભવોમાં ભમતો જીવ જ્યારે પ્રત્યેક મરણોથી ઉત્સર્પિણીમાં રહેલા સર્વસમયોને વ્યાપે છે ત્યારે કાલથી પુદ્ગલપરાવર્ત થાય છે. અનુભાગબંધના (=રસબંધના) અધ્યવસાય સ્થાનો અસંખ્યલોકાકાશ પ્રમાણ છે અને સંયમસ્થાનોની તુલ્ય છે. ઘણા ભવોમાં મરતો જીવ પ્રત્યેક મરણ સમયમાં તે સઘળાય રસબંધના અધ્યવસાય સ્થાનોને જ્યારે સ્પર્શે ત્યારે ભાવથી પગલપરાવર્ત થાય છે.
અન્ય ગ્રંથોમાં ક્રમ અને ઉત્ક્રમ આદિ ભેદથી સૂક્ષ્મ અને બાદર આદિ પુદ્ગલપરાવર્તની જે વિચારણા કરવામાં આવી છે તે વિચારણા અહીં નથી કરી. કારણ કે એ વિચારણા અહીં લગભગ અપ્રસ્તુત છે, બીજા સ્થળોમાં તેનો નિર્ણય કર્યો છે, અને અહીં ગ્રંથ વિસ્તારનો ભય છે.
આ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્તામાંથી અહીં પ્રસ્તુતમાં ક્ષેત્ર પુદ્ગલપરાવર્તનો દેશોન અર્ધ (પુગલપરાવર્તકાળ) સંભવે છે. નિશ્ચય તો કેવળીઓ કે બહુશ્રુતો જાણે કેમ કે તેવા પ્રકારનો સ્પષ્ટ નિર્ણય ક્યાંય જોવામાં આવતો નથી. આ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કાળ પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ પ્રમાણ જાણવો.
અહીં વિસ્તારથી સર્યું. તેથી અહીં આ તાત્પર્ય છે– સમ્યકત્વનો તે પ્રભાવ છે કે જે પ્રભાવથી એકવાર પણ સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયા પછી જીવ ગોશાળા વગેરેની જેમ ઉત્કૃષ્ટ પાપ વ્યાપાર કરનારો બને તો પણ ઉત્કૃષ્ટથી પણ માત્ર અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી પ્રમાણ કંઇક ન્યૂન અર્ધપગલપરાવર્ત જેટલા કાળ સુધી જ સંસારમાં ભમે છે. તેટલો કાળ પૂર્ણ થયા પછી અવશ્ય જિનધર્મની સંપૂર્ણ સામગ્રી મેળવીને સર્વકર્મો ખપાવીને મોક્ષ પામે છે. [૧૦૪]
દેવ-મનુષ્યોની સંપત્તિના લાભથી પણ સમ્યકત્વ અધિક દુર્લભ છે. હવે સમ્યકત્વના આ દુર્લભતારૂપ ગુણને કહે છે
लब्भंति अमरनरसंपयाओ, सोहग्गरूयकलियाओ । न य लब्भइ सम्मत्तं, तरंडयं भवसमुद्दस्स ॥ १०५॥
સૌભાગ્ય અને રૂપથી યુક્ત દેવ-મનુષ્યની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. પણ ભવસમુદ્રને તરવા માટે વહાણ સમાન સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૨- સમ્યકત્વદ્યાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યકત્વના પ્રકાર વિશેષાર્થ – ગાથાનો અર્થ સુગમ છે. સમ્યકત્વ જે રીતે દુર્લભ છે તે રીતે પહેલાં જ કહી દીધું છે. [૧૦૫]
સમ્યકત્વના પાંચ પ્રકાર ગુણદ્વાર કહ્યું: હવે સમ્યકત્વ કેટલા પ્રકારનું છે તે દ્વારના નિર્ણય માટે કહે છે
खइयं खओवसमियं, वेयय उवसामियं च सासणयं । पंचविहं पण्णत्तं, सम्मत्तं वीयराएहिं ॥ १०६॥
વીતરાગોએ ક્ષાયિક, લાયોપથમિક, વેદક, ઔપથમિક અને સાસ્વાદન એમ પાંચ પ્રકારનું સમ્યકત્વ કહ્યું છે.
વિશેષાર્થ – સમ્યકત્વના ક્ષાયોપથમિક, ઔપથમિક અને સાસ્વાદન એ ત્રણ ભેદો પહેલાં જ બતાવી દીધા છે. અનંતાનુબંધી ચાર કષાયોનો તથા મિથ્યાત્વ-સમ્યકત્વ-મિશ્ર એ ત્રણ પુંજનો ક્ષય થઈ જતાં ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ અનંતાનુબંધી આદિ સાત કર્મોમાંથી અનંતાનુબંધી વગેરે છ કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ જતાં અને સમ્યકત્વ પુંજનો ઘણો ક્ષય થઈ જતાં છેલ્લો ગ્રાસ(=ભાગ) બાકી હોય ત્યારે હજી પણ કેટલાક સમ્યકત્વ પુદ્ગલો વેદાતા હોવાથી આ સમ્યકત્વ વેદક કહેવાય છે.
પ્રશ્ન- જે વેદાય(=અનુભવાય) તે વેદક સમ્યકત્વ એ અર્થના આધારે ક્ષાયોપથમિક સમ્યકત્વના છેલ્લા ભાગના પુદ્ગલો વેદાય ત્યારે જો વેદક સમ્યકત્વ કહેવાય છે તો ક્ષાયોપથમિક સમ્યકત્વમાં પણ સમ્યકત્વપુદ્ગલો વેદાતા હોવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વ પણ વેદકને પામે, અર્થાત્ ક્ષાયોપથમિક સમ્યકત્વને પણ વેદક સમ્યકત્વ કહેવાની આપત્તિ આવે.
ઉત્તર- આ પ્રશ્ન કરવો યોગ્ય નથી. શાસ્ત્રીય પરિભાષાથી સમ્યકત્વપુંજનો છેલ્લો ગ્રાસ બાકી હોય ત્યારે જ વેદક સમ્યકત્વ કહેવાય છે. કારણ કે તેવી રૂઢિ થઈ ગઈ છે. [૧૦૬]
સમ્યકત્વ કેટલા પ્રકારનું એ કાર પૂર્ણ થયું. હવે અતિચાર દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
संका कंख विगिंछा, पासंडीणं च संथवपसंसा । तस्स य पंचऽइयारा, वजेयव्वा पयत्तेणं ॥ १०७॥
સમ્યકત્વના શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પાખંડી સંસ્તવ અને પાખંડી પ્રશંસા એ પાંચ અતિચારનો પ્રયત્નથી ત્યાગ કરવો.
Page #298
--------------------------------------------------------------------------
________________
સમ્યત્વકાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વના અતિચારો-૨૮૩
સમ્યકત્વના અતિચારો વિશેષાર્થ – જીવ જે દોષોથી સમ્યકત્વમાં મલિનતા ઉત્પન્ન કરવા દ્વારા સમ્યકત્વની મર્યાદાને ઓળંગી જાય તે દોષો અતિચાર છે. અર્થાત્ અતિચારો મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી થતા આત્માના અશુભ પરિણામ વિશેષ છે.
(૧) શંકા- શંકા કરવી તે શંકા. અર્થાત્ અરિહંત ભગવંતે પ્રરૂપેલા અત્યંત ગહન જીવાદિ પદાર્થો મતિની દુર્બળતાથી બરોબર ન સમજાય ત્યારે તે પદાર્થોમાં “આ આ પ્રમાણે હશે કે નહિ” તેવો સંશય કરવો તે શંકા અતિચાર છે. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. તેમાં “આ જીવ નિત્ય છે કે અનિત્ય છે”? વગેરે એક દેશની શંકા તે દેશથી શંકા છે. મૂળથી જ “જીવ છે કે નહિ?” ઇત્યાદિ સર્વની શંકા તે સર્વથી શંકા છે. આ બંને પ્રકારની શંકા સમ્યકત્વને મલિન કરે છે. જો કે આગમમાં કહેલું ક્યાંક મતિની દુર્બલતા આદિથી ન સમજાય તો પણ તે બધું ય તે પ્રમાણે છે” એમ સ્વીકારવું જોઇએ. કારણ કે તે બધું અન્ય પદાર્થની જેમ સર્વશે કહેલું છે, અર્થાત્ જે પદાર્થો સમજાય છે તે પદાર્થો જેમ સર્વજ્ઞ કહેલા છે તેમ જે પદાર્થો નથી સમજાતા તે પદાર્થો પણ સર્વજ્ઞ જ કહેલા છે. આ વિષે કહ્યું છે કે-“બુદ્ધિની ન્યૂનતા, તેવા પ્રકારના (સમજાવનારા) આચાર્યનો અભાવ, જીવાદિ ષેય પદાર્થોનું સ્વરૂપ ગહન હોય, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, હેતુ અને દૃષ્ટાંત ન હોય, આટલા કારણોથી જો કોઈ વિષય યથાર્થ ન સમજાય, તો પણ બુદ્ધિમાન જીવ સર્વજ્ઞનો મત સત્ય છે એમ વિચારે-માને. કારણ કે શ્રી જિનેશ્વરો ઉપકાર નહિ કરનારા ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર, રાગ-દ્વેષ-મોહને જિતનારા અને જગતમાં શ્રેષ્ઠ છે. તેથી તેઓ અસત્યવાદી હોતા નથી.”
(ર) કાંક્ષા- કાંક્ષા એટલે બીજા બીજા દર્શનનો સ્વીકાર. બૌદ્ધ આદિ દર્શનો પણ સર્વજ્ઞના દર્શન તુલ્ય છે એવો વિચાર કરવો તે કાંક્ષા છે. કાંક્ષાના પણ દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. જેવી રીતે સર્વજ્ઞના આગમમાં છે તે રીતે અન્ય પણ કોઇક બૌદ્ધ આદિ દર્શનમાં ચિત્તનિગ્રહ વગેરે કોઈક ધર્મનું થતું પ્રતિપાદન સાંભળીને વિચારે કે, આ પણ એક દર્શન સર્વજ્ઞદર્શનની સમાન જ છે. કારણ કે આમાં પણ ચિત્તનિગ્રહ આદિ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આવું જ્યારે વિચારે ત્યારે દેશથી કાંક્ષા છે. જૈમિની, કણાદ અને ગૌતમ મુનિ આદિ ઘણાઓનાં દર્શનોમાં જીવદયા વગેરે કોઈક ધર્મનું કરાતું પ્રતિપાદન સાંભળીને વિચારે કે બધાંય દર્શનો સર્વજ્ઞદર્શન તુલ્ય જ છે. કારણ કે જીવદયા વગેરે બધાંય દર્શનોમાં સમાન છે. આવું વિચારે ત્યારે સર્વથી કાંક્ષા છે. બંને પ્રકારની આ કાંક્ષા પણ સમ્યકત્વને દૂષિત કરે છે. કારણ કે ઘણાક્ષર ન્યાયથી ચિત્તનિગ્રહ અને જીવદયા વગેરે ધર્મની સમાનતા હોવા છતાં બીજા ઘણા ધર્મોની સાથે અન્ય દર્શનોની
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૪-સમ્યકત્વતાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) સિમ્યકત્વના અતિચારો અસમાનતા છે. કહ્યું છે કે–“માત્ર વર્ણ આદિથી તુલ્ય અને અન્ય સારભૂત ઘણા ધર્મોથી અસમાન એવો સ્ફટિક મરકત મણિના પ્રભાવને કેવી રીતે પામે? હવે જો અન્ય દર્શનોમાં શેષ ધર્મ પણ તુલ્ય જ હોય તો અન્ય દર્શનોનો જૈનદર્શનથી અભેદ થાય.'
કાંક્ષાનો બીજો અર્થ આ પ્રમાણે છે– ધર્મથી આ લોકના અને પરલોકના સુખ વગેરેની ઇચ્છા રાખનારને કાંક્ષા દોષ જાણવો. આ કાંક્ષા પણ સમ્યકત્વના અતિચાર રૂપ જ છે. કારણ કે તીર્થંકર પ્રતિષેધ કરેલા આચરણરૂપ હોવાથી સમ્યક્ત્વની મલિનતાનું કારણ છે.
(૩) વિચિકિત્સા- વિચિકિત્સા એટલે બુદ્ધિની ભ્રાંતિ, અર્થાત્ યુક્તિ અને આગમથી સિદ્ધ થયેલા અર્થમાં ફલ પ્રત્યે સંમોહ(=સંશય). રેતીના કણોને ચાવવા સમાન અને અતિકષ્ટ ભરેલી મસ્તક-મુખમુંડન (=મસ્તક અને દાઢીનો લોચ) અને તપ વગેરે ક્રિયાના ફળની પ્રાપ્તિ અને ભવિષ્યમાં થશે કે નહિ એવી શંકા એ વિચિકિત્સા છે. આવી શંકા થવાનું કારણ એ છે કે ખેડૂત વગેરેની ક્રિયાઓ ફલવાળી અને ફલરહિત એમ બંને પ્રકારની જોવામાં આવે છે. આ વિચિકિત્સા શંકાથી ભિન્ન નથી એમ ન કહેવું. કારણ કે શંકા સર્વદ્રવ્યની અને એકદેશદ્રવ્યની વિવક્ષિત છે. વિચિકિત્સાનો વિષય માત્ર ક્રિયા જ વિવક્ષિત છે. અતિ સૂક્ષ્મ નજર નાખવામાં ( વિચારવામાં) આવે તો પ્રસ્તુત પાંચેય
અતિચારો અભેદને પામે (=એક બની જાય) છે. કારણ કે આ બધાય અતિચારો મિથ્યાત્વમોહનીયના ઉદયથી ઉત્પન્ન થનાર હોવાથી એકરૂપ છે. અથવા મૂળગાથામાં રહેલા પ્રાકૃત “વિગિંછા” શબ્દની “
વિજુગુપ્સા” એવી વ્યાખ્યા કરવામાં આવે છે. આમાં વિદ્વાન અને જુગુપ્સા એવા બે શબ્દો છે. વિદ્વાનોની જુગુપ્સા તે વિજુગુપ્સા. જેમણે વસ્તુઓનું સ્વરૂપ યથાવસ્થિત ( જેવું છે તેવું) જાણ્યું છે તે વિદ્વાન. સાધુઓએ વસ્તુઓનું સ્વરૂપ યથાવસ્થિત જાણ્યું છે માટે અહીં વિદ્વાન એટલે સાધુઓ. વિદ્વાનોની=સાધુઓની જુગુપ્સા તે વિદ્રગુપ્તા. આ પણ સમ્યકત્વને દૂષિત કરે જ છે. મલથી મલિન વગેરે સ્વરૂપવાળા સાધુઓને જોઈને કોઈ આ પ્રમાણે નિંદા કરે કે આ સાધુઓ અતિશય અલ્પ પણ પ્રાસુક (=અચિત્ત) પાણીથી શરીર વગેરેનું પ્રક્ષાલન કરે તો આમાં શો દોષ થાય?
જ્યારે આ પ્રમાણે નિંદા કરે ત્યારે સમ્યકત્વને મલિન કરે જ છે. કારણ કે તીર્થકરોએ કહેલા વિભૂષારહિત માર્ગને યુક્તિથી રહિત કેવળ સ્વકલ્પનાથી અપ્રમાણ (aખોટો) કરે છે.
(૪) પાખંડી સંસ્તવ- પાખંડીઓનો સંસ્તવ તે પાખંડી સંસ્તવ. (પાખંડી એટલે મિથ્યા ધમ). બુદ્ધ વગેરે પાખંડીઓ છે. સંસ્તવ એટલે પરિચય. પાખંડીઓની સાથે એક સ્થળે રહેવું, તેમની સાથે ભોજન કરવું, તેમના બોલાવ્યા વિના તેમની સાથે બોલવું વગેરે રૂપે પાખંડીઓનો પરિચય કરવો તે પાખંડી સંસ્તવ છે. સંસ્તવ શબ્દના સ્તુતિ અને પરિચય એ ૧. ગતિમાન=પદનો અર્થ વાક્યક્લિષ્ટાતાના કારણે કર્યો નથી.
Page #300
--------------------------------------------------------------------------
________________
સમ્યત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) લિૌકિક-ક્રિયા-સંગ-તીર્થનો ત્યાગ-૨૮૫ બે અર્થો છે. તેમાં અહીં પરિચયરૂપ અર્થ છે, સ્તુતિરૂપ અર્થ નથી. કારણ કે સ્તુતિ રૂપ અર્થ હવે પછીના અતિચારમાં કહેવામાં આવશે. લોકમાં સમ્પૂર્વક સ્તુ ધાતુનો અસંતુતેવું પ્રયં જોવું ઇત્યાદિ પ્રયોગોમાં રૂઢ જ છે. આ દોષથી પણ જીવ સમ્યકત્વને મલિન કરે છે. તે આ પ્રમાણે તેમના પરિચયથી તેમની ધાર્મિક) ક્રિયાઓનું શ્રવણ અને દર્શન થાય. મિથ્યાધર્મીઓની ક્રિયાઓનું શ્રવણ અને દર્શન જીવે પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં અનાદિ સંસારમાં અનેકવાર અનુભવ્યું છે. તેથી જેવી રીતે જેણે મદિરાપાનનો સારી રીતે અભ્યાસ કર્યો છે તેવા જીવને મદિરાપાનના શ્રવણ અને દર્શનથી મદિરાપાનની અભિલાષા થાય છે તેવી રીતે, મિથ્યાધર્મીઓની ક્રિયાનું શ્રવણ અને દર્શનરૂપ સહકારીકારણ માત્રથી મિથ્યાત્વપુંજનો ઉદય થતાં ફરી પણ જીવનો મિથ્થાબોધ પ્રગટે છે.
(૫) પાંખડીપ્રશંસા- પાખંડીઓની પ્રશંસા કરવી તે પાખંડી પ્રશંસા. જેમકે- આ લોકો પુણ્યશાળી છે, એમનો જન્મ અને જીવન સફલ છે. પાખંડી પ્રશંસાથી પણ સમ્યત્વ મલિન બને છે. પાખંડી પ્રશંસા કરવામાં તેમના મિથ્યાત્વમાં સ્થિરીકરણ ઉત્પન્ન કરેલું થાય. તેમના તપ વગેરે ગુણોની પણ પ્રશંસા ન કરવી. કારણ કે તેમના તપ વગેરે અજ્ઞાન-કષ્ટરૂપ છે, અને અનર્થફલવાળા (=અનુપયોગી કે હાનિકારક ફલવાળા) છે. તથા તેમને મિથ્યાત્વમાં સ્થિર કરવાનું થાય. વળી બીજું - તેમના ગુણોની પ્રશંસા કરવાથી પોતાને અને સાંભળનારા બીજાઓને મિથ્યાત્વીના ગુણોમાં ગાઢ પક્ષપાત થાય. મિથ્યાત્વીના ગુણોમાં ગાઢ પરિચય થતાં ફરી પણ પૂર્વની જેમ જ મિથ્યાત્વમાં જવાનું થાય, અને જિનશાસન ઉપર પૂર્વની જેમ જ ઠેષ પ્રગટે. હવેથી આ પાંચે ય અતિચારોનો ત્યાગ કરવો જોઇએ. [૧૦૭] ,
અતિચારના પ્રસંગથી બીજા પણ જે દોષથી સમ્યકત્વ દૂષિત બને તે દોષનો નિષેધ કરવા માટે કહે છે
पिंडप्पयाणहुणणं, सोमग्गहणाइं लोयकिच्चाई । वज्जसु कुलिंगिसंगं, लोइयतित्थेसु गमणं च ॥ १०८॥
પિંડદાન, હવન અને ચંદ્રગ્રહણ વગેરે લૌકિક કર્તવ્યોનો, મિથ્યાધર્મીઓના સંગનો અને લૌકિક તીર્થોમાં ગમનનો ત્યાગ કરવો.
વિશેષાર્થ– પિંડદાન- પિતૃઓને શ્રાદ્ધ વગેરેમાં પિંડ આપવારૂપ પિંડદાન પ્રસિદ્ધ છે. હવન એટલે અગ્નિ આદિમાં તલ વગેરેનો પ્રક્ષેપ કરવો, અર્થાત્ અગ્નિકારિકાનું કરવું. (સંસ્કારપૂર્વક અગ્નિનું સ્થાપન કરીને તેમાં વૈદિક મંત્રોના ઉચ્ચારપૂર્વક હવન કરવું તે અગ્નિકારિકા.) આ લૌકિક કર્તવ્યોનો ત્યાગ કરવો. કારણ કે પિંડદાન યુક્તિ રહિત હોવાથી
૧. અસંતુતે પ્રાપ
= બળાત્કારે અપરિચિત કુલોમાં.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૬-સમ્યકત્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યકત્વના લિંગ તીર્થકરોએ તેની અનુજ્ઞા આપી નથી. હવન સાવદ્ય હોવાથી તીર્થકરોએ જ તેનો નિષેધ કર્યો છે. ચંદ્ર-સૂર્યના ગ્રહણનું તો ભગવતીસૂત્ર બારમા શતકના છઠ્ઠા ઉદેશામાં વિસ્તારથી નિવારણ કર્યું છેaખંડન કર્યું છે. કેમ કે તે યુક્તિથી રહિત છે. તે આ પ્રમાણે- રાહુ ચંદ્રને ગળી જાય છે એ વિષે પૂછવાનું કે શું દેવ દેવને ગળે છે? કે વિમાન વિમાનને ગળે છે? તેમાં પહેલો પક્ષ અસંગત જ છે. કારણ કે તે દેવો આપણી દૃષ્ટિના વિષય નથી= આપણે તેમને જોઈ શકતા નથી. ઘર ઘરને ગળી જાય એવું ક્યાંય જોવામાં આવ્યું નથી અને ઈષ્ટ પણ નથી. હવે જો તું કહે કે લોકમાં “આ ઘર ઘરને ગળી ગયું” એવો પ્રવાદ દેખાય જ છે, તો આ વિષે જણાવવાનું કે તું આ સારું પ્રતિપાદન કરે છે. કેવળ એક ઘર બીજા ઘરથી અંતર્ધાન થયેલું અદૃશ્ય થઈ ગયેલું જોઇને લોકમાં આ પ્રમાણે બોલતા હોય છે. પણ ગળી જવા રૂપ બીજું કોઈ ભક્ષણ નથી. આ (=અંતર્ધાન થવું એ) તો અહીં અમે પણ માનીએ છીએ. કારણ કે અમોએ સૂર્ય-ચંદ્ર વિમાનો રાહુ વિમાનથી અંતર્ધાન થઈ જાય છે એમ સ્વીકાર્યું છે. વિસ્તારથી સર્યું. એ પ્રમાણે બીજા પણ લોકહેરીથી પ્રવૃત્ત થયેલા કર્તવ્યો છોડી દેવા. કારણ કે એ કર્તવ્યોમાં કેટલાંક જીવઘાતનું કારણ હોવાથી અને બીજા કેટલાંક કર્તવ્યો નિષ્ફલ હોવાથી સર્વજ્ઞોએ ઉપદેશેલા નથી.
હવે અતિચાર દ્વારમાં મિથ્યાધર્મીના સંગ વગેરેનો લગભગ નિષેધ કરી દીધો હોવા છતાં લોકમાં તે ઘણું પ્રવૃત્ત થયેલું હોવાથી ફરી પણ તેનો નિષેધ કરતા ગ્રંથકાર કહે છે– બૌદ્ધધર્મી વગેરે મિથ્યાધર્મીઓની સાથે બોલવું વગેરે સ્વરૂપ સંગનો અને લૌકિક ધર્મસ્થાનોમાં જવાનો ત્યાગ કરવો જોઇએ. [૧૦૮].
આ પ્રમાણે મિથ્યાધર્મીસંગ આદિના ત્યાગનો વારંવાર ઉપદેશ કેમ આપવામાં આવે છે એ વિષે ગ્રંથકાર કહે છે
मिच्छत्तभावओच्चिय, जीवो भवसायरे अणाइम्मि । दढचित्तोवि छलिजइ, तेण इमो नणु कुसंगेहिं ॥ १०९॥
અનાદિ સંસારસાગરમાં દઢ ચિત્તવાળો પણ જીવ કુસંગો વડે મિથ્યાત્વભાવથી જ છેતરાય છે માટે કુસંગ ત્યાગનો વારંવાર ઉપદેશ આપવામાં આવે છે. [૧૯].
સમ્યકત્વના પાંચ લિંગ અતિચાર દ્વાર કહ્યું. હવે લિંગદ્વારના નિર્ણય માટે કહે છેजस्स भवे संवेओ, निव्वेओ उवसमो य अणुकंपा । अस्थिक्कं जीवाइसु, नजइ तस्सऽस्थि सम्मत्तं ॥ ११०॥
Page #302
--------------------------------------------------------------------------
________________
સમ્યદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વના લિંગ-૨૮૭ જેને સંવેગ, નિર્વેદ, ઉપશમ, અનુકંપા અને જીવાદિમાં આસ્તિક્ય છે તે જીવમાં સમ્યકત્વ છે એમ જણાય છે.
વિશેષાર્થ – સંવેગ- મનુષ્ય-દેવના સુખોને છોડીને મુક્તિસુખનો અભિલાષ એ સંવેગ છે. કહ્યું છે કે-“સમ્યગ્દષ્ટિ જીવ સંવેગના કારણે ચક્રવર્તીના અને ઇંદ્રના સુખને પરમાર્થથી દુ:ખ જ માને છે. કારણ કે તે સુખ અસ્વાભાવિક, કર્યજનિત અને નાશ પામનારું છે. તથા સ્વાભાવિક જીવસ્વરૂપ, કર્મથી નહિ થનારા અને નાગરહિત મોક્ષને છોડીને બીજું કંઈ ઇચ્છતો નથી.”
નિર્વેદ– નારક અને તિર્યંચ આદિ (ગતિના) સાંસારિક દુઃખોથી કંટાળો તે નિર્વેદ છે. કહ્યું છે કે “પરલોકનો માર્ગ કર્યો નથી, અર્થાત્ સદનુષ્ઠાન કર્યા નથી (=કરી શકતો નથી), તો પણ સંસાર પ્રત્યે મમત્વરૂપી ઝેરનું જોર જેને ટળી ગયું છે, એવો સમ્યગ્દષ્ટિ જીવ નિર્વેદગુણના કારણે નરક-તિર્યંચ-મનુષ્ય-દેવ એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ પસાર કરે, અર્થાત્ “ક્યારે હું સંસારથી મુક્ત બને” એવી ઝંખનાપૂર્વક રહે.” ' ઉપશમ- અપરાધી પ્રત્યે પણ ક્રોધ ન કરવો તે ઉપશમ. કહ્યું છે કે- “જીવના તેવો (=ઉપશમનો) સ્વભાવ થઈ જવાથી અથવા તો કર્મોના અશુભ વિપાકને (ત્રકટુ ફળને) જાણીને કષાયોનો ઉપશમ થાય છે. આ ઉપશમથી સમ્યગ્દષ્ટિ જીવ સદાય (=જ્યાં સુધી સમ્યકત્વના પરિણામ હોય ત્યાં સુધી) અપરાધી ઉપર પણ ક્રોધ કરતો નથી.'
અનુકંપા- કોઈ જાતના ભેદભાવ વિના દુઃખી જીવો ઉપર કરુણા કરવી તે અનુકંપા. કહ્યું છે કે– “સમ્યગ્દષ્ટિ જીવ ભયંકર સંસારસાગરમાં શારીરિક-માનસિક દુઃખથી પીડાતા પ્રાણીઓને જોઈને યથાશક્તિ દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારની અનુકંપા કરે.”
આસ્તિકય- શંકા- કાંક્ષા વગેરે દોષથી રહિત જીવ જિનોક્ત તત્ત્વોનો સ્વીકાર કરે તે જીવાદિમાં આસ્તિક્ય છે. કહ્યું છે કે-“શ્રી જિનેશ્વરોએ જે કહ્યું છે તે જ નિઃશંકપણે સત્ય છે એવી માન્યતાવાળો અને અન્ય (દર્શન આદિ)ની આકાંક્ષા વગેરે વિસોતસિકા વિનાનો આત્માનો શુભપરિણામ તે સમ્યકત્વ છે.”
(વિસ્રોતસિકા એટલે સમ્યકત્વથી પ્રતિકૂલ હોય તેવા માનસિક ભાવો.)
૧. કષાયના આવેશવાળો જીવ એક અંતમુહૂર્તમાં જે અશુભ કર્મ બાંધે છે તેને અનેક કોટાકોટિસાગરોપમ કાળ
સુધી દુઃખથી ભોગવે છે એવા અશુભ વિપાકને જાણીને. ૨. “આ અમારો છે આ અમારો નથી” એવા વિચાર વિના.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૮-સમ્યકત્વધાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યકત્વના લિંગ સમ્યક્તના ઉચિતકરણ વગેરે ચાર લિંગો. સંવેગ વગેરે પાંચ ઉપલક્ષણ છે. તેથી મોક્ષમાર્ગને અનુસરનારાં અને સમ્યકત્વને જણાવનારાં બીજાં પણ લિંગો જાણવા. તેમાંથી કેટલાંક લિંગો અહીં પણ ગ્રંથકાર કહે છે
सव्वत्थ उचियकरणं, गुणाणुराओ रई य जिणवयणे । अगुणेसु य मज्झत्थं, सम्मद्दिहिस्स लिङ्गाइं ॥१११॥
સર્વત્ર ઉચિતકરણ, ગુણાનુરાગ, જિનવચનમાં રાગ અને ગુણરહિતમાં માધ્યસ્થ સમ્યગ્દષ્ટિનાં લિંગો છે=સમ્યગ્દષ્ટિમાં સમ્યગ્દર્શનની સત્તાને જણાવનારાં ચિહ્નો છે.
વિશેષાર્થ – સર્વત્ર ઉચિત કરણ– સર્વત્ર ઉચિત કરણ એટલે દેવ, ગુરુ, અતિથિ, માતા-પિતા, સ્વજન, પરજન, લોકવ્યવહાર આદિ સર્વસ્થાનોમાં ઉચિત કરવું. સમ્યગ્દષ્ટિજીવને કર્મની લઘુતા થઈ હોવાથી દેવભક્તિ આદિ અને લોકવ્યવહાર આદિ કરનાર પણ સમ્યગ્દષ્ટિનું તેવું કોઈક ઔચિત્ય પ્રગટ થાય છે કે જેથી સર્વને પ્રીતિ થાય છે, વૈમનસ્ય થતું નથી. કહ્યું છે કે–પણ ઔચિત્યના ક્રમને જાણનારા, બીજાના ઇચ્છિત કાર્યમાં પ્રયત્ન કરનાર, સારી બુદ્ધિવાળા, ત્રિલોકવંદનીય ચરણવાળા, તથા જેમનું વિશ્વને આનંદ આપનારું અને ચંદ્રના કિરણો જેવું સુંદર ચરિત્ર જીવોના ચિત્તરૂપ ભીંતોમાં સર્વત્ર બંધાયેલું જોવાય છે. તેવા જીવો અહીં ક્યાંક કોઇક હોય છે.”
ગુણાનુરાગ- સમ્યગ્દષ્ટિ જીવને મોક્ષમાર્ગને અનુસરનારા જ્ઞાનાદિ, ઔદાર્ય, ગાંભીર્ય અને માધ્યથ્ય વગેરે ગુણોમાં સદાય અનુરાગ હોય છે. જિનવચનથી ભાવિત થયેલા જીવમાં ઈર્ષ્યા અત્યંત પાતળી થઈ ગઈ હોવાથી પરગુણોમાં અનુરાગ જ પ્રગટ થાય છે, ઈર્ષ્યા નહિ. કહ્યું છે કે-“જિનવચનરૂપ અંજનથી જેમનું માત્સર્યરૂપ તિમિર પાતળું (=અલ્પ) થઈ ગયું છે તેવા જીવોની બુદ્ધિ સૂક્ષ્મ પણ પરગુણોને ગ્રહણ કરવાના વ્યાપારમાં કેમ ન પ્રવર્તે? અર્થાત્ પ્રવર્તે.”
જિનવચનમાં રાગ- સમ્યગ્દષ્ટિને જિનવચનમાં જ રાગ હોય છે. કારણ કે કહ્યું છે કે-“યુવાન, ચતુર, પ્રિયપ્રિયાયુક્ત, અતિશય કામી પુરુષ જે રાગથી=રસથી દેવતાઈ સંગીત સાંભળે તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિને ધર્મશ્રવણમાં હોય.”
ગુણરહિતમાં માધ્યશ્ય- સમ્યગ્દષ્ટિ જીવને ગુણરહિત જીવો વિષે ઉપેક્ષા જ હોય છે, તેમના દોષોનું ગ્રહણ ન હોય. કારણ કે કહ્યું છે કે-“જે જીવ ગુણરૂપ જીવનથી રહિત છે તે પરમાર્થથી પોતાની મેળે જ મરેલો છે. તે જીવ અહીં બુદ્ધિમાન સપુરુષોને કેવી રીતે નિંદનીય થાય? અર્થાત્ ન થાય.”
Page #304
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સમ્યકત્વના આગારો-૨૮૯
છ આગારો આ પ્રમાણે “સમ્યકત્વ શું છે?” ઇત્યાદિ દ્વારા કહ્યાં. આ દ્વારો ઉપલક્ષણ હોવાથી અહીં બીજું પણ આગાર દ્વારા જાણવું.
તે આગારો આ છે– રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવતાભિયોગ, ગુનિગ્રહ અને વૃત્તિકાંતાર એમ છ આગારો છે.
પોતાની ઇચ્છા ન હોવા છતાં બીજાઓ પોતાની પાસે કરાવે તે અભિયોગ. (૧) રાજાભિયોગ– પોતાની ઇચ્છા ન હોવા છતાં રાજા પોતાની પાસે કરાવે તે રાજાભિયોગ. (૨) ગણાભિયોગ- ગણ એટલે લોકસમૂહ. ઘણા લોકોના આગ્રહથી કરવું પડે તે ગણાભિયોગ. (૩) બલાભિયોગ– બલ એટલે હઠ કરવી. કોઈ હઠ કરીને કરાવે તે બલાભિયોગ. (૪) દેવતાભિયોગ- કુલદેવતા વગેરેનો અભિયોગ તે દેવતાભિયોગ. (૫) ગુરુનિગ્રહ– ગુરુ એટલે માતા-પિતા વગેરે. માતા-પિતાના આગ્રહથી કરવું પડે તે ગુસનિગ્રહ. (૬) વૃત્તિકાંતાર- વૃત્તિ એટલે આજીવિકા ચલાવવી. કાંતાર એટલે જંગલ. અહીં કાંતાર
શબ્દનો જંગલ અર્થ માત્ર શબ્દાર્થ છે. પરમાર્થથી તો અહીં કાંતાર એટલે બાધા= તકલીફ. આજીવિકા ચલાવવાની બાધા=તકલીફ તે વૃત્તિકાંતાર. પ્રશ્ન-જંગલને આજીવિકાની બાધા કેમ કહેવાય છે?
ઉત્તર–જંગલ આજીવિકાની બાધાનું કારણ છે=જંગલમાં આજીવિકા=જીવનનિર્વાહ ન થાય. જંગલ આજીવિકાની બાધાનો હેતુ હોવાથી (કારણમાં કાર્યનો ઉપચાર કરીને) અહીં જંગલની પણ વૃત્તિબાધારૂપે વિવક્ષા કરી છે. એથી કોઈ દોષ નથી.
અહીં આગારો વિષે પરમાર્થ આ છે– આજથી મારે અન્યદર્શનીઓને, અન્યદર્શનીઓના દેવોને, અન્યદર્શનીઓએ (પોતાના મંદિરમાં) રાખેલાં જિનબિંબોને વંદન કરવું અને સ્તવના પૂર્વક પ્રણામ કરવા કહ્યું નહિ, તેઓએ પહેલાં બોલાવ્યા વિના જ એકવાર કે વારંવાર તેઓને બોલાવવા કહ્યું નહિ, તથા પરતીર્થિકોને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર એકવાર કે વારંવાર આપવો કલ્પ નહિ, ઇત્યાદિ વચનથી મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન કરનારને અન્યદર્શની વગેરેને અનુકંપા સિવાય દાન અને વંદન આદિનો નિષેધ કર્યો છે. જો તેઓ અનુકંપાના વિષયને પામેલા હોય, અર્થાત્ અનુકંપા કરવા યોગ્ય બન્યા હોય, તો તેમને પણ દાન આપવું. કારણ કે કહ્યું છે કે“દુર્જય એવા રાગ-દ્વેષ-મોહને જિતનારા સઘળાય જિનોએ જીવોની અનુકંપા માટે ક્યાંય
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૦-સમ્યક્ત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યક્ત્વના આગારો દાનનો નિષેધ કર્યો નથી.” તેથી અન્યદર્શની વગેરેને દાન આદિનો જે નિષેધ કર્યો છે તે અનુકંપા સિવાય છે. વળી– સમ્યગ્દષ્ટિજીવ કાર્તિકશ્રેષ્ઠી આદિની જેમ ભક્તિ વિના દ્રવ્યથી દાનાદિ કરે તો પણ સમ્યક્ત્વને દૂષિત કરતો નથી. આ પ્રમાણે પ્રસ્તુતમાં ઉપયોગી બીજું પણ સારી બુદ્ધિવાળાએ સ્વયં જ કહેવું. [૧૧૧]
જેણે અનંતજ્યોતિને (=કેવલજ્ઞાનને) પ્રગટાવવા માટે નિર્મલગુણોથી પૂર્ણ સમ્યક્ત્વરૂપ રત્નને હૃદયમાં ધારણ કર્યું છે તે જીવ વિદ્વાનલોકના સમાજમાં શોભાને પામીને જલદી અનુપમ સુખસ્વરૂપ મોક્ષમાં જાય છે. (૧)
જેણે તમને લાખો અનંત પુદ્ગલપરાવર્તો સુધી વિવિધ દુઃખોને ઉત્પન્ન કરનારા સંસારરૂપ જંગલમાં ભમાડ્યા છે તે આ દુષ્ટ મિથ્યાત્વનો તમે ત્યાગ કરો, જેથી વિઘ્ન વિના સંસારરૂપ સમુદ્રના પારને પામો. (૨)
આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં સમ્યક્ત્વશુદ્ધિરૂપ પેટા દ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં સમ્યક્ત્વશુદ્ધિરૂપ પેટા દ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ભાવાનુવાદ પૂર્ણ થયો.
Page #306
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચરણશુદ્ધિ દ્વાર ગાથા-૨૯૧
ચરણશુદ્ધિદ્વાર હવે ચરણશુદ્ધિ દ્વારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર સ્વયં પૂર્વવારની સાથે સંબંધને કહેનારી ગાથાને કહે છે
चरणरहियं न जायइ, सम्मत्तं मुक्खसाहयं एक्कं । तो जयसु चरणकरणे, जइ इच्छसि मोक्खमचिरेणं ॥ ११२॥
ચારિત્રરહિત કેવળ એક સમ્યકત્વ મોક્ષસાધક થતું નથી. તેથી જો તું જલદીથી (=થોડા જ કાળમાં) મોક્ષને ઇચ્છે છે તો ચારિત્રને સ્વીકારવામાં પ્રયત્ન કર.
વિશેષાર્થ – સમ્યકત્વ પ્રાપ્ત થઈ જવા છતાં ઘણા કાળે પણ ચારિત્રને સ્પર્શીને જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, બીજી રીતે નહિ. કારણ કે કેવલ સમ્યકત્વથી મોક્ષનો નિષેધ છે. કહ્યું છે કે-“ચરણકરણથી રહિત ફાયિક સમ્યગ્દષ્ટિ પણ શ્રેણિક આદિની જેમ સિદ્ધ થતો નથી. ચરણકરણને નહિ સેવતો મૂઢ જીવ સિદ્ધિનું મૂલ જે ચરણકરણ તેનો જ નાશ કરે છે.” “જ્ઞાન-દર્શનને ધારણ કરનારા જીવોએ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિઓ મૂકી નથી, અર્થાત્ જ્ઞાનદર્શનને ધારણ કરનારા જીવો ચારેય ગતિમાં હોય છે. કારણ કે ચારેય ગતિઓમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિક હોય છે. મનુષ્યગતિ સિવાય અન્ય ગતિઓમાં મુક્તિ નથી. કેમ કે ચારિત્રનો અભાવ છે. આથી ચારિત્ર જ મુક્તિનું પ્રધાન કારણ છે. કેમ કે ચારિત્રભાવથી મુક્તિ થાય છે. આથી ચારિત્રરહિત જ્ઞાનથી પ્રમાદ ન કર, અર્થાત્ જ્ઞાનથી મુક્તિ થશે એમ માનીને ચારિત્રને આચરવામાં પ્રમાદ ન કર. કારણ કે ચારિત્રરહિત જ્ઞાન ઇષ્ટફલને (=મોક્ષને) સાધતું નથી. અહીં જ્ઞાનનું ગ્રહણ દર્શનનું ઉપલક્ષણ સમજવું.”
વળી– “આ કેવળદર્શન પક્ષ આગમના જાણકાર સુસાધુનો ન જ હોય. તો પછી કોનો હોય? એ પ્રશ્નના ઉત્તર માટે કહે છે- અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા શ્રાવકનો, જેણે દીક્ષા છોડી દીધી છે તેવા પુરાણનો અને પાર્થસ્થ આદિનો દર્શનપક્ષ હોય છે. પરલોકની આકાંક્ષાવાળા સાધુનો અર્થાત્ સુસાધુના દર્શન-ચારિત્ર પક્ષ હોય છે. (આવ. નિ. ગા. ૧૧૬૪-૧૧૬૧-૧૧૬૫)”
તેથી મોક્ષાર્થીએ જો આગળ પણ (=ભવિષ્યમાં ગમે ત્યારે પણ) ચારિત્રનો સ્વીકાર કરવો જ પડે છે તો હમણાં જ ચારિત્રનો સ્વીકાર કર, કે જેથી ઇચ્છિત જલદી સિદ્ધ થાય એવો અહીં ભાવ છે. ઉ. ૨૦ ભા.૧
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૨- ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચારિત્રનું સ્વરૂપ
આ પ્રમાણે ચારિત્રથી યુક્ત જ સમ્યક્ત્વ મોક્ષસાધક છે, કેવળ સમ્યક્ત્વ નહિ. આથી સમ્યક્ત્વશુદ્ધિ દ્વાર પછી ચરણશુદ્ધિ દ્વાર કહેવાય છે. આ પ્રમાણે અહીં પૂર્વદ્વારની સાથે આ દ્વા૨ના સંબંધનું પ્રતિપાદન કરાયેલું જાણવું. [૧૧૨]
હવે ચારિત્રના સ્વરૂપને જ કંઇક વિસ્તારથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર દ્વારગાથાને કહે છે—
किं चरणं १ कइभेयं, २ तदरिह ३ पडिवत्तिविहिपरूवणया ४ । उस्सग्गववाएहि य तं, कस्स ५ फलं च किं तस्स ६ ॥११३॥
ચારિત્ર શું છે? અર્થાત્ ચારિત્રનું સ્વરૂપ કેવું છે? ચારિત્ર કેટલા પ્રકારનું છે? કેવા જીવો ચારિત્રને યોગ્ય છે? ચારિત્ર સ્વીકારની વિધિની પ્રરૂપણા, કેવા સાધુને ઉત્સર્ગ-અપવાદોથી ચારિત્ર શુદ્ધ થાય? ચારિત્રનું ફલ શું છે? આ છ દ્વારો છે. [૧૧૩] વિસ્તારથી અર્થ તો સ્વયમેવ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–
सावज्जजोगविरई, चरणं ओहेण देसियं समए ।
भेण उ दुवियप्पं, देसे सव्वे य नायव्वं ॥११४॥
શાસ્ત્રમાં સામાન્યથી સાવદ્યયોગ વિરતિને ચારિત્ર કહ્યું છે. ભેદથી તો દેશથી અને સર્વથી એમ બે પ્રકારનું જાણવું.
વિશેષાર્થઃ– સામાન્યથી એટલે દેશથી અને સર્વથી ઇત્યાદિ વિશેષ વિચારણાની અપેક્ષા વિના.
સાવધયોગ વિરતિ– સાવદ્ય શબ્દમાં અવદ્ય અને સ એમ બે શબ્દો છે. અવદ્ય એટલે પાપ. સ એટલે સહિત. જે પાપથી સહિત હોય તે સાવદ્ય. સાવદ્યયોગ એટલે જીવઘાત વગેરેનું કારણ બને તેવી આરંભવાળી પ્રવૃત્તિ વગેરે. વિરતિ એટલે નિવૃત્તિ. સાવદ્યયોગોથી નિવૃત્તિ (=અટકવું) તે સાવદ્યયોગવિરતિ, અર્થાત્ પાપવાળા વ્યાપારનો (=પ્રવૃત્તિનો) ત્યાગ કરવો તે સાવદ્યયોગવિરતિ.
ચારિત્ર શું છે એ દ્વાર પૂર્ણ થયું. હવે ચારિત્ર કેટલા પ્રકારનું છે એનો નિર્ણય ક૨વા માટે કહે છે ભેદથી (=વિશેષથી) વિચારવામાં આવે તો ચારિત્ર દેશથી અને સર્વથી એમ બે પ્રકારનું છે. સ્થૂલપ્રાણાતિપાત આદિથી વિરતિ તે દેશથી ચારિત્ર છે. સ્થૂલ-સૂક્ષ્મ જીવથાત આદિથી વિરતિ તે સર્વથી ચારિત્ર જાણવું. દેશથી ચારિત્રને દેશચારિત્ર અને સર્વથી ચારિત્રને સર્વચારિત્ર કહેવામાં આવે છે. [૧૧૪]
Page #308
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
દેશચારિત્ર કોને હોય છે તે કહે છે
देसचरणं गिहीणं, मूलुत्तरगुणवियप्पओ दुविहं । मूले पंच अणुव्वय, उत्तरगुण दिसिवयाईयं ॥ ११५ ॥
[દેશવિરતિ-૨૯૩
દેશચારિત્ર ગૃહસ્થોને જ હોય છે, દેશચારિત્ર મૂલગુણ અને ઉત્તરગુણ એમ બે પ્રકારનું છે. પાંચ અણુવ્રતો મૂલગુણ છે. દિવ્રત વગેરે (સાત) ઉત્તરગુણ છે. અણુવ્રત શબ્દના અર્થો
વિશેષાર્થઃ– દેશચારિત્ર ગૃહસ્થોને જ હોય છે, સાધુઓને નહિ. કારણ કે તેમનો સર્વચારિત્રમાં જ અધિકાર છે.
અણુવ્રતો– અણુ એટલે નાનાં. મહાવ્રતોની અપેક્ષાએ અણુ=નાનાં વ્રતો તે અણુવ્રતો. અથવા અણુ એટલે નાનો જીવ. નાના જીવના વ્રતો તે અણુવ્રતો. સાધુઓમાં સર્વગુણો હોય છે. એથી યતિ મહાન છે અને શ્રાવક સાધુઓથી નાનો છે. એથી નાનાનાં=શ્રાવકનાં વ્રતો તે અણુવ્રતો. અથવા અણુ એટલે પછી. દેશનાના સમયે મહાવ્રતોની પ્રરૂપણા પછી પ્રરૂપણા કરવા યોગ્ય વ્રતો તે અણુવ્રતો. જે જીવે અત્યાર સુધીમાં ક્યારેય ધર્મ સાંભળ્યો નથી તે જીવ પહેલીવાર ધર્મ સાંભળવાની ઇચ્છાવાળો થાય ત્યારે તેને પહેલાં મહાવ્રતો પ્રરૂપવા જોઇએ. પછી તે જીવ પાંચ મહાવ્રતોને સ્વીકારવા અસમર્થ હોય તો તેને અણુવ્રતો પ્રરૂપવા જોઇએ. કહ્યું છે કે–“સાધુ ધર્મને સ્વીકારવા માટે અસમર્થ જીવને સાધુઓ અણુવ્રતોની દેશના આપે તે પણ યોગ્ય છે.” અણુવ્રતો સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ છે.
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ શબ્દમાં સ્કૂલ, પ્રાણ, અતિપાત અને વિરમણ એમ ચાર શબ્દો છે. સ્થૂલ એટલે મોટા. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો સ્થૂલ (=મોટા) છે. કારણ કે તે જીવોને અન્યદર્શનીઓ પણ પ્રાયઃ જીવરૂપે જાણે છે. તે જીવો ઉચ્છ્વાસ આદિના યોગથી પ્રાણ કહેવાય છે. સ્થૂલ એવા પ્રાણ (=જીવો) તે સ્થૂલપ્રાણ.
પ્રશ્નઃ— જીવો પ્રાણવાળા છે, જીવ પ્રાણ નથી, પ્રાણ તો ઉચ્છ્વાસ વગે૨ે છે. તો પછી અહીં જીવોને જ પ્રાણ કેમ કહ્યા?
ઉત્તર- તેના યોગથી તેનો વ્યવહાર થાય એવો નિયમ છે. જેમ કે—કોઇ પુરુષના હાથમાં દંડ છે, આથી તે પુરુષને દંડનો યોગ છે. દંડના યોગથી તે પુરુષનો આ દંડ(=દંડવાળો) છે એવો વ્યવહાર થાય છે. પુરુષ દંડ નથી, દંડવાળો છે. આમ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૪-ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પહેલા અણુવ્રતના અતિચારો છતાં ઉક્ત નિયમથી આ પુરુષ દંડ છે એવો વ્યવહાર થાય છે. તે રીતે પ્રસ્તુતમાં પ્રાણોના યોગથી આ પ્રાણ(=પ્રાણવાળો) છે એવો વ્યવહાર થાય છે. આથી અહીં શૂલપ્રાણ એવો પ્રયોગ બરોબર છે. શૂલપ્રાણ એટલે સ્કૂલ જીવો.
અતિપાત એટલે વધ, અર્થાત્ હિંસા. તેનું વિરમણ એટલે સંકલ્પને આશ્રયીને પ્રત્યાખ્યાન. અર્થાત્ મારે સ્થૂલ પ્રાણોની સંકલ્પથી ( મારવાની બુદ્ધિથી) હિંસા ન કરવી એવું પચ્ચકખાણ કરવું તે શૂલપ્રાણાતિપાત વિરમણ. પ્રત્યાખ્યાન આવશ્યકચૂર્ણિમાં આ પ્રમાણે કહ્યું છે–ચૂનાં પાવાર્થ સંપ્યો પર્થવવામિ નાવેવાણ વિર્દ તિવિદેvi मणेणं वायाए काएणं न करेमि न कारवेमि तस्स भंते! पडिक्कमामि निंदामि રિષિ કપાછાં વોસિરામિક “હું જીવનપર્યત સંકલ્પથી સ્થૂલ જીવહિંસાનું દ્વિવિધત્રિવિધથી પ્રત્યાખ્યાન કરું છું, અર્થાત્ હું જીવનપર્યત સંકલ્પથી સ્થૂલજીવ હિંસા મનવચન-કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! પૂર્વે કરેલી હિંસાનું હું પ્રતિક્રમણ કરું છું, તેને આપની સાક્ષીએ નિંદું , આત્મસાક્ષીએ ગર્તા કરું , અને ભૂતકાળના હિંસાવાળા મારા આત્માનો ત્યાગ કરું છું.”
સંકલ્પથી હિંસા કરવી એટલે હિંસાના આશયથી (=હું અને મારું એમ હિંસા કરવાની બુદ્ધિથી) હિંસા કરવી. શ્રાવક સંકલ્પથી હિંસાનો ત્યાગ કરી શકે, આરંભથી નહિ. કારણ કે ગૃહસ્થો માટે આરંભનો ત્યાગ અસંભવ છે. (જેમાં જીવહિંસા થાય તેવી કોઇપણ ક્રિયા કરવી એ આરંભ છે. જેમ કે વેપાર કરવો, ખેતી કરવી, રસોઈ કરવી વગેરે.) જેણે આ વ્રતનો સ્વીકાર કર્યો છે તેણે પાંચ અતિચારો ક્યારે ય ન આચરવા. તે અતિચારો આ છે– બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને ભક્તપાન વ્યવચ્છેદ.
બંધ- બંધ એટલે મનુષ્ય-ગાય વગેરેને રસી અને દોરડા વગેરેથી બાંધવું. આ બંધના અર્થબંધ અને અનર્થબંધ એમ બે ભેદ છે. કોઈ કારણથી બાંધવું તે અર્થબંધ. નિષ્કારણ બાંધવું તે અનર્થબંધ. વિવેકીએ અનર્થબંધ ક્યારેય ન આચરવો જોઇએ. અર્થબંધ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. તેમાં જ્યારે ચોપગા પ્રાણી કે ચોર વગેરેને “આગમાં મરી જાય” વગેરે અપેક્ષાનો ત્યાગ કરીને નિર્દયપણે અતિશય મજબૂત ખેંચીને બાંધવામાં આવે ત્યારે નિરપેક્ષબંધ છે. ચોપગા વગેરે પ્રાણીઓને તે રીતે બાંધે કે જેથી આગ વગેરેના પ્રસંગે તે બંધન (જલદી) છોડી શકાય કે છેદી શકાય. બપગા પ્રાણીઓમાં દાસ, દાસી, ચોર કે ભણવા આદિમાં પ્રમાદી પુત્ર વગેરેને તેના મૃત્યુ આદિનો ભય રાખીને દયાપૂર્વક તે રીતે બાંધે કે જેથી બંધાયેલાં પણ તેમનાં અંગો સંચારવાળા=હલન-ચલન થઈ શકે તેવાં રહે, અને આગ વગેરેના પ્રસંગે તેમનો વિનાશ
Page #310
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિકાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પહેલા અણુવ્રતના અતિચારો-૨૯૫ ન થાય. આવું બંધન જ્યારે બાંધે ત્યારે સાપેક્ષબંધન છે. અહીં જિનેશ્વરનો ઉપદેશ આ છે– શ્રાવકે ગાય વગેરે પ્રાણીઓ તેવા જ રાખવા જોઇએ કે જે પ્રાણીઓ બાંધ્યા વિના પણ જે પ્રમાણે રાખવામાં આવે તે પ્રમાણે જ રહે. શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઇએ, કે જેથી બંધ વગેરે વિના પણ દૃષ્ટિ પડવા માત્રથી ભય પામેલ દાસ વગેરે સારી રીતે વર્તે. હવે જ્યારે કોઈક સારી રીતે ન વર્તે ત્યારે યથોક્ત સ્વરૂપવાળા સાપેક્ષ બંધને પણ કરનારો શ્રાવક વ્રતને મલિન કરતો નથી. નિરપેક્ષપણે બંધ કરવામાં તો વ્રતમાં અતિચાર થાય.
વધ- વધ એટલે લાકડી કે સોટી આદિથી મારવું. અહીં પણ અર્થ- અનર્થ વગેરે ભાવના બંધની જેમ કરવી. માત્ર આ વિશેષ છે કે નિર્દયપણે મારવું એ નિરપેક્ષ વધ છે. શ્રાવક ભીતપર્ષદ્ હોય તો પણ કોઈક ભય ન પામે અને એથી અનુચિત કંઈક આચરે તો મર્મસ્થાનોને છોડીને દયાપૂર્વક તેને લાતથી કે દોરીથી એક કે બે વાર મારે તો પણ મારનારનો સાપેક્ષ વધે છે.
છવિચ્છેદ- છવિ એટલે ચામડી. ચામડીના યોગથી શરીર પણ છવિ કહેવાય. તેનો (=શરીરનો) છરી આદિથી છેદ કરવો તે છવિચ્છેદ. અહીં પણ ભાવના કહ્યા પ્રમાણે જ કરવી. માત્ર આ વિશેષ છે કે- હાથ, પગ, કાન, નાક, ગળું અને પૂછડું વગેરે અંગોને નિર્દયપણે છેદનારનો નિરપેક્ષ છવિચ્છેદ છે. રાગાદિથી અદૂષિત મતિવાળો જીવ દયાપૂર્વક મર્મસ્થાન, ફોલ્લો અને મસા વગેરેને છેદે તો તેનો સાપેક્ષ છવિચ્છેદ છે.
અતિભારારોપણ- અતિભાર એટલે ઘણો ભાર. આરોપણ એટલે મૂકવું. ગાડીમાં કે બળદની પીઠ આદિ ઉપર ધાન્ય કે સોપારી વગેરેનો ઘણો ભાર મૂકવો તે અતિભારારોપણ. અહીં પૂર્વમુનિઓએ કહેલી યતના આ પ્રમાણે છે- શ્રાવકે બે પગા કે ચારપગા પ્રાણીઓ ઉપર ભાર ઊંચકાવીને થતી આજીવિકાનો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ. હવે જો કોઇપણ પ્રકારે બીજી રીતે આજીવિકા ન ચાલે તો જે મનુષ્ય સ્વયં જેટલો ભાર ઉપર ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર તેની પાસે ઊંચકાવવો જોઈએ. પશુ તો જેટલો ભાર વહન કરી શકે તેનાથી કંઈક પણ ઓછો ભાર વહન કરાવવો જોઇએ. હલ અને ગાડા આદિમાં જોડેલા પશુઓને ઉચિતસમયે છોડી દેવા જોઈએ.
ભક્તપાનવ્યવચ્છેદ– આહાર-પાણીનો અંતરાય કરવો તે ભક્તપાન વ્યવચ્છેદ. અહીં પણ અર્થ-અનર્થ આદિ વિચારણા તે પ્રમાણે જ કરવી. માત્ર આ વિશેષ છેરોગની ચિકિત્સા માટે કરાતો ભાત પાણીનો અંતરાય સાપેક્ષ છે. અને અપરાધ કરનારને વાણીથી જ કહે કે તને ભોજન વગેરે નહિ આપું. શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૬-ચરણશુદ્ધિદ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[અતિચારનો અર્થ વિશેષ કહેવાથી શું? જે રીતે મૂલગુણ પ્રાણાતિપાત વિરમણ મલિન ન બને તે રીતે પ્રયત્ન કરવો.
પ્રશ્ન- વ્રત લેનારે પ્રાણનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ આદિનું નહિ. તેથી બંધ આદિ કરવામાં પણ એને શો દોષ લાગે? કારણ કે વિરતિ જેવી રીતે લીધી છે તેવી રીતે અખંડિત રહે છે. હવે જો એમ કહેવામાં આવે કે તેણે પ્રાણનાશના પ્રત્યાખ્યાનની સાથે બંધ આદિનું પણ પ્રત્યાખ્યાન કર્યું છે, તો બંધ વગેરે કરવામાં વ્રતભંગ જ થાય. કેમકે વિરતિ ખંડિત થાય છે. તેથી અતિચાર કેવી રીતે હોય? વળી– બંધ વગેરેનું પણ પ્રત્યાખ્યાન કરવું જોઇએ એમ સ્વીકારવામાં આવે તો પ્રસ્તુત વ્રતોની ચોક્કસ સંખ્યા પણ ન રહે. કારણ કે બંધ વગેરે જુદાં વ્રતો છે.
ઉત્તર- વ્રત લેનારે મુખ્યપણે પ્રાણનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ વગેરેનું નહિ. પણ પ્રાણનાશનું પ્રત્યાખ્યાન કરવામાં પરમાર્થથી બંધ વગેરેનું પ્રત્યાખ્યાન કરેલું જ જાણવું. કારણ કે બંધ વગેરે પ્રાણવિનાશનું કારણ છે. (કાર્યના પ્રત્યાખ્યાનમાં કારણનું પ્રત્યાખ્યાન આવી જાય.).
પ્રશ્ન- બંધ આદિનું પણ પ્રત્યાખ્યાન કર્યું છે તો બંધ આદિનું પ્રત્યાખ્યાન ભલે થાઓ, પણ બંધ આદિ કરવામાં વ્રતભંગ થાય, અતિચાર નહિ.
ઉત્તર- વ્રતભંગ ન થાય. વ્રત અંતવૃત્તિથી અને બાહ્યવૃત્તિથી એમ બે પ્રકારે છે. હું મારું એ પ્રમાણે મારવાના સંકલ્પથી રહિત પણ વતી જ્યારે ક્રોધ આદિ આવેશથી “આ મરી ન જાય” એવી દરકાર રાખ્યા વિના બંધ આદિ કરે ત્યારે પોતાનું આયુષ્ય બલવાન હોય ઇત્યાદિ કારણથી જેનો બંધ વગેરે કરવામાં આવે તે જીવનું મૃત્યુ ન થાય તો પણ દયાના પરિણામથી રહિત બની જવાના કારણે વિરતિ નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાથી અંતવૃર્તિથી વ્રત ભાંગ્યું છે. મૃત્યુ ન થવાથી બહિવૃત્તિથી વ્રત પાળ્યું છે. તેથી અંશનો ભંગ થવાથી અને અંશનું પાલન થવાથી અતિચારનો વ્યવહાર થાય છે. કહ્યું છે કે
न मारयामीति कृतव्रतस्य, विनैव मृत्युं क इहातिचारः? ।। निगद्यते य: कुपितो वधादीन्, करोत्यसौ स्यानियमेऽनपेक्षः ॥१॥ मृत्योरभावानियमोऽस्ति तस्य, कोपाद् दयाहीनतया तु भग्नः ।
देशस्य भङ्गादनुपालनाच्च, पूज्या अतीचारमुदाहरन्ति ॥२॥
પ્રશ્ન-“મારે પ્રાણનાશ ન કરવો” એવો નિયમ કરનારને મૃત્યુ વિના જ (માત્ર બંધ, વધ આધિથી) અતિચાર કેવી રીતે લાગે? (નિરાતે )
Page #312
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિદાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બીજાઅણુવ્રતનું સ્વરૂપ-૨૭ ઉત્તર- જે ગુસ્સે થઇને વધ વગેરે કરે છે તે વ્રતમાં નિરપેક્ષ છે. આવી રીતે વધ આદિ કરવામાં મૃત્યુ ન થવાથી નિયમ રહે છે, કોપથી દયાહીન બની જવાથી પરમાર્થથી નિયમનો ભંગ થાય છે. પૂજ્ય પુરુષો વ્રતના એક દેશના ભંગને અને એકદેશના પાલનને અતિચાર કહે છે.
વળી– વ્રતોની ચોક્કસ સંખ્યા નહિ રહે ઇત્યાદિ જે કહ્યું તે પણ અયુક્ત છે. વિશુદ્ધ રીતે હિંસાદિની વિરતિ થાય, અર્થાત્ નિરતિચારપણે વ્રતોનું પાલન થાય ત્યારે બંધાદિ ન જ હોય. તેથી બંધ વગેરે અતિચારો જ છે, જુદાં વ્રતો નથી. અહીં બંધ આદિનું ગ્રહણ ઉપલક્ષણ હોવાથી હિંસકમંત્રો વગેરેને પણ અતિચારો રૂપ જાણવા.
સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત અતિચારસહિત પહેલું અણુવ્રત કહ્યું. હવે સ્થૂલ મૃષાવાદ વિરમણરૂપ બીજું વ્રત કહેવાય છે. સ્થૂલ એટલે મોટું. મૃષાવાદ એટલે અસત્યકથન. દ્વિપદ વગેરે મોટી વસ્તુઓ સંબંધી અને અતિદુષ્ટ વિવક્ષાથી ઉત્પન્ન થયેલું જે અસત્યકથન તે સ્થૂલ મૃષાવાદ. તેનું વિરમણ તે સ્થૂલ મૃષાવાદ વિરમણ. અહીં સ્થૂલ મૃષાવાદનું વિરમણ છે, સૂક્ષ્મ મૃષાવાદનું નહિ. કારણ કે સૂક્ષ્મ મૃષાવાદનું વિરમણ મહાવ્રતનો વિષય છે. તે સ્થૂલ મૃષાવાદ કન્યાઅલીક, ગો-અલક, ભૂમિ-અલીક, ન્યાસાપહાર અને કૂટસાક્ષી એ પાંચ ભેદથી પાંચ પ્રકારનો છે. તેમાં નિર્દોષ પણ કન્યાને દોષવાળી અથવા દોષવાળી કન્યાને નિર્દોષ કહેનારને કન્યાઅલીક થાય. આ ( કન્યાલીક) દ્વિપદ સંબંધી સઘળા ય અસત્યનું ઉપલક્ષણ માત્ર છે. એ પ્રમાણે ગાય-અલીક પણ વિચારવું. કેવલ આ વિશેષ છે– આ ત=ગાય—અલીક) ચતુષ્પદ સંબંધી અસત્યનું પણ ઉપલક્ષણ છે. ભૂમિ બીજાની હોવા છતાં પોતાની છે ઇત્યાદિ કહેનારને ભૂમિઅસત્ય થાય. આ =ભૂમિ–અલીક) અપદસંબંધી સઘળાય અસત્યનું ઉપલક્ષણ છે.
પ્રશ્ન- જો એમ છે તો કન્યા વગેરે વિશેષનું ગ્રહણ કર્યા વિના સામાન્યથી દ્વિપદ-ચતુષ્પદ-અપદ એ પ્રમાણે જ ગ્રહણ કેમ ન કર્યું? કારણ કે તે ત્રણથી વધારે કોઈ વસ્તુ ન હોવાથી સર્વનો સંગ્રહ થઇ જાય છે.
ઉત્તર- તમારું કથન સત્ય છે. પણ કન્યા-અલીક વગેરે લોકમાં અતિશય નિંદ્ય હોવાથી વિશેષથી તેમનો ત્યાગ કરવા માટે કન્યા-અલીક વગેરેનું ગ્રહણ કર્યું છે. એથી જ દ્વિપદ આદિ ત્રણ સંબંધી અસત્યથી અન્ય અસત્ય ન હોવા છતાં લોકમાં અતિ નિંદિત રૂઢ થઈ ગયું હોવાના કારણે ન્યાસાપહાર અને કૂટસાક્ષી એ બેનું કન્યા-અલીક આદિથી જુદું ગ્રહણ કર્યું છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૮-ચરણશુદ્ધિાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બીજાઅણુવ્રતના અતિચારો પ્રશ્ન- તો પણ વાસાપહારનો વિષય અદત્તાદાન હોવાથી અહીં તેનું ગ્રહણ અસંગત છે.
ઉત્તર- તમારું કહેવું સારું છે. પણ અ૫લાપવચનનો વિષય મૃષાવાદ હોવાથી દોષ નથી. (આમાં પારકી વસ્તુ પાછી ન આપવી=લઈ લેવી એ ચોરી છે. તેમાં જે જુઠું બોલવામાં આવે તે અસત્ય છે. આથી ન્યાસાપહારનો વિષય અસત્ય પણ છે. માટે તેને મૃષાવાદનો અતિચાર ગણવામાં દોષ નથી.)
અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. તે આ પ્રમાણે- સહસાવ્યાખ્યાન, રહસાવ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, મૃષોપદેશ અને કૂટલેખકરણ.
સહસાવ્યાખ્યાન- સહસા એટલે વિચાર્યા વિના. અભ્યાખ્યાન એટલે અવિદ્યમાન દોષનો આરોપ મૂકવો. જેમ કે- તું ચોર છે, અથવા તું પરસ્ત્રીગમન કરનાર છે વગેરે.
રહસાવ્યાખ્યાન- રહસા એટલે એકાંતથી. અભ્યાખ્યાન એટલે કહેવું. એકાંતને નિમિત્ત બનાવીને જે જે કહેવું તે રહસાવ્યાખ્યાન. અહીં તાત્પર્ય આ પ્રમાણે છેકોઇને એકાંતમાં મંત્રણા કરતા જોઈને બીજાઓને કહે કે આ મંત્રણા મેં જાણી લીધી છે, અહીં અમુક અમુક રાજ્યવિરુદ્ધ વગેરે મંત્રણા કરે છે.
પ્રશ્ન- અભ્યાખ્યાન ખોટા દોષો બોલવા રૂપ હોવાથી મૃષાવાદ જ છે. આથી ખોટા દોષો બોલવામાં વ્રતભંગ જ થાય, અતિચારપણું કયાંથી ગણાય?
ઉત્તર- તમારું કથન બરોબર છે. પણ પરને આઘાત પહોંચાડનારું વચન અનુપયોગ આદિથી કહે ત્યારે માનસિક સંકુલેશ ન હોવાથી વ્રતસાપેક્ષ હોવાના કારણે વ્રતનો ભંગ ન થાય. પણ બીજાના ઉપઘાતનું કારણ હોવાથી વ્રતભંગ થાય. આમ ભંગાભંગરૂપ હોવાથી અતિચાર ગણાય. પણ જો તેવું વચન ઇરાદાપૂર્વક તીવ્રઅંકલેશથી કહે તો વ્રતભંગ જ થાય. કારણ કે તે વ્રતનિરપેક્ષ છે. કહ્યું છે કે “સહસાવ્યાખ્યાન વગેરે જો જાણીને કરે તો વ્રતભંગ થાય. પણ જો અનુપયોગ આદિથી કરે તો અતિચાર લાગે.”
સ્વદારમંત્રભેદ– સ્વદાર એટલે પોતાની પત્ની. મંત્ર એટલે વિશ્વાસથી કહેલું. ભેદ એટલે કહેવું. અહીં દારનું ગ્રહણ મિત્ર વગેરેનું ઉપલક્ષણ છે. આથી સ્વદારમંત્રભેદ એટલે મિત્ર આદિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્તવાત બીજાને કહેવી.
જો કે આ અનુવાદરૂપ હોવાથી (=જેવું કહ્યું હોય તેવું જ કહેવાતું હોવાથી) સત્ય હોવાના કારણે અતિચાર ઘટતો નથી, તો પણ વિશ્વાસથી કહેલી ગુપ્ત વાતનું પ્રકાશન કરવામાં થયેલી લજા વગેરે ભાવના કારણે સ્વપત્ની આદિના મરણ આદિનો સંભવ હોવાથી પરમાર્થથી તે અસત્ય છે. કારણ કે “તે સત્ય વચન પણ સત્ય નથી કે જે વચન બીજાને
Page #314
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ત્રીજાઅણુવ્રતનું સ્વરૂપ-૨૯૯
પીડા કરનારું હોય” (સંબોધ પ્રકરણ શ્રાવક વ્રતાધિકાર ગાથા-૧૬) ઇત્યાદિ વચન છે. આથી કથંચિત્ ભંગ થવાથી અને કથંચિદ્ અભંગ રહેવાથી સ્વદારમંત્ર ભેદ અતિચાર છે.
મૃષોપદેશ– મૃષા એટલે અસત્ય. અસત્યનો ઉપદેશ તે મૃષોપદેશ. અર્થાત્ આ વિગતને તું આમ આમ બોલ એમ અસત્ય કહેવાનું શિખવાડવું મૃષોપદેશ. અહીં વ્રતરક્ષણમાં અપેક્ષારહિત બની જવાથી અનુપયોગ આદિથી બીજાને મૃષોપદેશ આપનારને અતિચાર લાગે.
ફૂટલેખકરણ– ખોટા અર્થના સૂચક અક્ષરોનું લખાણ કરવું તે ફૂટલેખકરણ. અહીં પણ મેં અસત્ય બોલવાનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, આ તો લખાણ છે, એવી ભાવનાથી વ્રતસાપેક્ષ મંદબુદ્ધિવાળા જીવને અતિચાર લાગે, એમ વિચારવું. અથવા બીજી રીતે અનુપયોગ આદિ કારણોથી અતિચાર લાગે એમ વિચારવું.
સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
અતિચારસહિત બીજું અણુવ્રત કહ્યું. હવે સ્થૂલ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજું વ્રત કહેવામાં આવે છે
અહીં સ્થૂલ શબ્દથી જે વસ્તુ ચોરીનો આરોપ આવવાના કારણ તરીકે પ્રસિદ્ધ હોય તેવી કાષ્ઠ, નીરણ અને ધાન્ય વગેરે વસ્તુઓ સમજવી, કાન ખોતરવાની સળી વગેરે નહિ. અદત્ત એટલે નહિ આપેલું. આદાન એટલે લેવું. નહિ આપેલી બીજાની સ્થૂલ વસ્તુ લેવી તે સ્થૂલ અદત્તાદાન. તેનું વિરમણ એટલે સ્થૂલ અદત્તાદાન વિરમણ. આ વ્રતનો સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ વિષય હોવાથી આ વ્રત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે સચિત્ત અદત્તાદાન વિરમણ, અચિત્ત અદત્તાદાન વિરમણ અને મિશ્ર અદત્તાદાન વિરમણ. અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. તે આ પ્રમાણેતેનાહત, તસ્કરપ્રયોગ, વિરુદ્ધરાજ્યાતિક્રમ, ફૂટતૂલાફૂટમાનકરણ અને તદ્ઘતિરૂપવ્યવહાર.
સ્તનાહત– સ્તન એટલે ચોર. આહૃત એટલે લાવેલ. ચોરે ચોરી કરીને લાવેલી કેશર વગેરે વસ્તુ સ્તેનાહત છે. લોભદોષથી ચોરાયેલી વસ્તુને ખરીદીને ગ્રહણ કરતો મનુષ્ય ચોર કહેવાય છે. કહ્યું છે કે-ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચોરીની સલાહ-સૂચના આપવા આદિથી ચોરીની મંત્રણા કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેનાર, ચોરને ભોજન આપનાર, ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર છે.''
૧. નીરણ=પશુઓને ખવડાવવાનું ઘાસ.
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૦ચરણશુદ્ધિધાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) ત્રિીજાઅણુવ્રતના અતિચારો આ પ્રમાણે તેનાહત લેવામાં ચોરી કરવાથી વ્રતભંગ છે. પણ હું તો વેપાર જ કરું છું, ચોરી નહિ, એવા અધ્યવસાયથી વ્રતનિરપેક્ષ ન હોવાના કારણે વ્રતભંગ નથી. આ પ્રમાણે ભંગાભંગરૂપ હોવાથી તેનાહત અતિચાર છે.
તસ્કરપ્રયોગ– તસ્કર એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા. ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી તે તસ્કરમયોગ. હમણાં તમે નવરા કેમ બેઠા છો? જો તમારી પાસે ભોજન વગેરે ન હોય તો હું આપું. તમારી ચોરી લાવેલી વસ્તુ કોઈ વેચનાર ન હોય તો હું વેચીશ. તમે ચોરી કરવા માટે જાવ. ઇત્યાદિ વચનોથી ચોરોને ચોરી કરવામાં પ્રવર્તાવવા તે તસ્કરપ્રયોગ. અહીં પણ વ્રતભંગમાં સાપેક્ષતાથી અને નિરપેક્ષતાથી અતિચારની ભાવના કરવી.
વિરુદ્ધરાજ્યાતિક્રમ– વિરુદ્ધ એટલે સ્વદેશના રાજાનો શત્રુ. રાજ્ય એટલે સૈન્ય કે દેશ. ક્રમ એટલે જવું. પોતાના રાજાના નિષેધ વચનનું ઉલ્લંઘન કરીને શત્રુરાજાના સૈન્યમાં કે દેશમાં જવું તે વિરુદ્ધરાજ્યાતિક્રમ. સ્વામીથી નહિ અપાયેલું, જીવથી નહિ અપાયેલું, તીર્થંકરથી નહિ અપાયેલું, અને ગુરુથી નહિ અપાયેલું એમ અદત્ત ચાર પ્રકારનું છે. ચાર પ્રકારના અદત્તની જે વિરતિ તે અદત્તાદાનની વિરતિ છે. અદત્તાદાનનું આ લક્ષણ પોતાના સ્વામીએ નિષેધ કરેલા પરસૈન્ય આદિમાં પ્રવેશ કરવામાં ઘટતું હોવાથી અને વિરુદ્ધરાજ્યાતિક્રમ કરનારાઓ ચોરીના દંડને પાગ્ય બનતા હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અદત્તાદાન (ચોરી) રૂપ હોવાથી વ્રતભંગ જ છે, આમ છતાં મેં આ વેપાર જ કર્યો છે, ચોરી નથી કરી, એવી ભાવનાથી વ્રતસાપેક્ષ હોવાથી અને લોકમાં “આ ચોર છે” એવો વ્યવહાર નહિ થતો હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે.
કૂટતુલાકૂટમાનકરણ- કૂટ એટલે ખોટું. તુલા એટલે જોખવાના (કિલો વગેરે) તોલાં. માન એટલે તેલ વગેરે માપવાનાં માપાં. વસ્તુ લેવા-દેવામાં તોલ-માપની જે હું વ્યવસ્થા નિયત હોય તેની અપેક્ષાએ ન્યૂન-અધિક કરવું તે કૂટતુલાકૂટમાનકરણ.
તત્પતિરૂપવ્યવહાર- તત્ એટલે અસલી વસ્તુ. પ્રતિરૂપ એટલે સમાન વ્યવહાર એટલે વેચવું વગેરે. જે વ્યવહારમાં કેશર વગેરે અસલી વસ્તુમાં તેના જેવી કસુંબો વગેરે વસ્તુ ભેળવવામાં આવે તે ત–તિરૂપવ્યવહાર. અથવા અસલી કપૂર આદિના જેવા નકલી કપૂર આદિથી વ્યવહાર કરવો, અર્થાત્ અસલી વસ્તુના જેવી નકલી વસ્તુને અસલી વસ્તુ તરીકે વેચવી તે તત્પતિરૂપવ્યવહાર છે.
આ કૂટતુલાકૂટમાન અને તત્પતિરૂપવ્યવહાર એ બે જો કે છેતરવાના પરિણામથી અન્ય ધન ગ્રહણરૂપ હોવાથી વ્રતભંગરૂપ છે, તો પણ ખાતર પાડવું વગેરે જ ચોરી છે, આ તો વણિકકલાનો આશ્રય(=ઉપયોગ) જ છે એ પ્રમાણે સ્વમતિકલ્પનામાત્રની અપેક્ષાથી આ બંને અતિચાર કહ્યા છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચોથા અણુવ્રતનું સ્વરૂપ-૩૦૧
પરદારવિરમણ સ્વદારસંતોષવ્રત અતિચાર સહિત ત્રીજું અણુવ્રત કહ્યું. હવે પરદારવિરમણ સ્વદારસંતોષરૂપ ચોથું અણુવ્રત કહેવાય છે
પર એટલે પોતાના સિવાયના પુરુષો, તથા મનુષ્યજાતિની અપેક્ષાએ પર એટલે દેવો અને તિર્યંચો. દાર એટલે પરણેલી કે સંગ્રહ કરેલી (=સ્ત્રી તરીકે રાખેલી) મનુષ્ય સ્ત્રીઓ, તથા દેવીઓ અને પશુજાતિની સ્ત્રીઓ. પરની સ્ત્રીઓનું વિરમણ ત્યાગ તે પરદારવિરમણ. જો કે અપરિગૃહીત દેવીઓ અને કોઈક પશુસ્ત્રીઓ સંગ્રહ કરનાર કે પરણનાર કોઈની ન હોવાથી વેશ્યાસમાન જ છે, તો પણ પ્રાયઃ પરજાતિને (પોતાના સિવાય બીજાને) ભોગવવા યોગ્ય હોવાથી તે સ્ત્રીઓ પરસ્ત્રીઓ જ છે. આથી તેમનો પણ ત્યાગ કરવો. તથા પોતાની સ્ત્રીથી સંતોષ તે સ્વદારસંતોષ. કોઈક પરસ્ત્રીની જેમ વેશ્યાને પણ છોડીને સ્વસ્ત્રથી જ સંતોષ પામે છે. ઉપલક્ષણથી સ્ત્રીઓ માટે સ્વપતિ સિવાયના સામાન્યથી પુરુષમાત્રનો ત્યાગ એમ પણ અહીં જાણવું. અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. તે આ પ્રમાણે- ઈતર પરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા, પરવિવાહ કરણ અને કામમાં તીવ્રાભિલાષ. આ પાંચ અતિચારોનો 'વિષયવિભાગ આ છે– પરસ્ત્રીનો ત્યાગ કરનારને પાંચ, સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને ત્રણ, સ્ત્રીને ભાંગાના વિકલ્પોથી અપેક્ષાએ ત્રણ અને અપેક્ષાએ પાંચ અતિચારો હોય છે. તે આ પ્રમાણે
ઇવરપરિગૃહતાગમન- ઇવર એટલે થોડો કાળ. પરિગૃહીતા એટલે (પૈસા આપીને) કોઈ વડે સ્વીકારાયેલી વેશ્યા. ગમન એટલે વિષયસેવન. બીજાએ સ્વીકારેલી વેશ્યા સાથે વિષયસેવન કરવું તે ઇત્વપરિગૃહીતાગમન. આ અતિચાર પરસ્ત્રીનો ત્યાગ કરનારને હોય. કારણ કે તેટલો કાળ ધન આપીને બીજાએ તેનો સ્વીકાર કર્યો હોવાથી પરસ્ત્રી છે. પણ હું વેશ્યાગમન જ કરું છું, પરસ્ત્રીગમન કરતો નથી, એ પ્રમાણે સ્વકલ્પનામાત્રથી તો તે પરસ્ત્રી નથી. કેમ કે વેશ્યારૂપ છે.
અપરિગૃહીતાગમન- અપરિગૃહીતા એટલે અનાથ એવી કુલવાન સ્ત્રી. પરસ્ત્રી ત્યાગીને અનાથ કુલીન સ્ત્રીની સાથે પણ વિષયસેવન કરવાથી અતિચાર લાગે. કારણ કે લોકમાં તેની પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ છે. પણ કામુક પુરુષની કલ્પનાથી તો સ્વપતિ આદિ ન હોવાથી પરસ્ત્રી નથી.
આ બંને સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને અતિચારરૂપે ન હોય. કારણ કે તેણે ૧. આ વ્રતના બે પ્રકાર હોવાથી કયા વ્રતવાળાને કયા અતિચારો હોય એવો જે વિભાગ તે વિષયવિભાગ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૨ - ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચોથાઅણુવ્રતના અતિચારો સ્વસ્ત્રી સિવાયની સઘળીય સ્ત્રીનું પ્રત્યાખ્યાન કર્યું છે. આથી તેની સાથે વિષયસેવન કરવામાં વ્રતભંગ જ થાય.
અનંગક્રીડા- અનંગ એટલે કામ. કામની પ્રધાનતાવાળી ક્રીડા તે કામક્રીડા. હોઠે ચુંબન કરવું, દાંતોથી પ્રહાર કરવો, શરીરે આલિંગન કરવું, સ્તનોનું મર્દન કરવું વગેરે અનંગક્રીડા છે. મારે મૈથુન સેવનનો જ નિયમ છે, અનંગક્રીડાનો નહિ, આવી ભાવનાથી પરસ્ત્રીમાં અનંગક્રીડા કરનાર પરસ્ત્રી ત્યાગીને અતિચાર લાગે. એ પ્રમાણે- પરસ્ત્રી આદિમાં આ પ્રમાણે કરનાર સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને પણ અતિચાર લાગે. આ જ ભાવનાથી પુરુષમાં આલિંગન આદિ કરનાર સ્ત્રીને પણ અતિચાર લાગે.
પરવિવાહકરણ- પોતાના સંતાન સિવાયના સંતાનોનો કન્યાફળ મેળવવાની ઇચ્છાથી કે સ્નેહસંબંધ આદિથી વિવાહ કરવો તે પરવિવાહકરણ. પરસ્ત્રીત્યાગી, સ્વસ્ત્રીસંતોષી અને સ્ત્રી એ ત્રણેને આ અતિચાર સંભવે છે. જ્યારે પરસ્ત્રી આદિમાં અમે મૈથુન ન કરીએ અને ન કરાવીએ એવો નિયમ હોય ત્યારે પરવિવાહ કરવામાં પરમાર્થથી તેમનામાં મૈથુન કરાવેલું થાય છે. આથી વ્રતભંગ છે. હું વિવાહ જ કરું છું, પરસ્ત્રી આદિમાં મૈથુન કરતો નથી એવી ભાવનાથી તો વ્રતસાપેક્ષ હોવાથી અભંગ છે. આ પ્રમાણે પરવિવાહિકરણ અતિચાર છે.
કામમાં તીવ્રાભિલાષ- કામ એટલે કામના ઉદયથી થતું મૈથુન. અથવા સૂચન કરે તે સૂત્ર. એ ન્યાયથી કામ એટલે કામ-ભોગ. તેમાં શાસ્ત્રની પરિભાષાથી શબ્દ અને રૂપ કામ છે. ગંધ-રસ-સ્પર્શ ભોગ છે. તીવ્ર અભિલાષ એટલે અતિશય કામનો અધ્યવસાય. અત્યંત કામ-ભોગના અધ્યવસાયવાળા બની જવું તે કામમાં તીવ્ર અભિલાષા છે. આ અતિચાર પણ પરસ્ત્રીત્યાગી, સ્વસ્ત્રીસંતોષી અને સ્ત્રી એ ત્રણેને ઘટે જ છે.
જો કે તેમણે સ્વસ્ત્રી આદિમાં તીવ્ર પણ કામાભિલાષાનું સાક્ષાત્ પ્રત્યાખ્યાન કર્યું નથી, તીવ્ર કામાભિલાષ છૂટો જ રાખેલો છે, આથી તીવ્રકામાભિલાષ કરવામાં પણ અતિચાર કયાંથી સંભવે? અર્થાત્ ન સંભવે. તો પણ તીવ્ર કામાભિલાષ ન કરવો જોઈએ. કારણ કે જિનવચનના જાણકાર શ્રાવક કે શ્રાવિકા અત્યંત પાપભીરુ હોવાના કારણે બ્રહ્મચર્યનું પાલન કરવાની ઇચ્છાવાળા હોય છે. આમ છતાં જ્યારે વેદોદયને (કામ-પીડાને) સહન ન કરી શકવાના કારણે બ્રહ્મચર્યનું પાલન કરવા સમર્થ થતા નથી ત્યારે માત્ર વેદોદયને
૧. કન્યાફળ એટલે કન્યાદાનનું ફળ. જેમ ધન આદિના દાનનું શુભ ફળ મળે છે, તેમ કન્યાના દાનનું શુભ
ફળ મળે છે એમ અજ્ઞાન લોકો માનતા હોય છે. આથી અજ્ઞાન લોકો કન્યાદાનનું ફળ મેળવવા માટે અન્યના
સંતાનોનો વિવાહ કરવામાં ભાગ લેતા હોય છે. ૨. આનો અર્થ એ થયો કે શ્રાવક કે શ્રાવિકા જો અબ્રહ્મને સેવે તો આનંદ માણવા માટે અબ્રહ્મ ન સેવે, કિંતુ
વેદોદયને ઉપશમાવવા માટે અબ્રાહ્મને સેવે..
Page #318
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વારા)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચમા અણુવ્રતનું સ્વરૂપ-૩૦૩ શમાવવા માટે સ્વસ્ત્રી સંતોષ વગેરે નિયમને સ્વીકારે છે. તીવ્ર અભિલાષ રહિતને પણ વેદોદયનો ઉપશમ થતો હોવાથી પરમાર્થથી તીવ્ર અભિલાષનું પ્રત્યાખ્યાન કર્યું જ છે. આ પ્રમાણે તીવ્ર અભિલાષ કરવામાં વ્રતભંગ થવાથી અને વ્રતસાપેક્ષ હોવાથી વ્રતનો ભંગ ન થવાથી કામમાં તીવ્ર અભિલાષ અતિચાર છે.
પ્રશ્ન- સ્ત્રીઓને થતા અનંગક્રીડા વગેરે ત્રણ અતિચારો વિચાર્યા. સ્ત્રીનો પાંચ અતિચારનો પક્ષ કેવી રીતે વિચારાય છે?
ઉત્તર- જ્યારે શોક્યના વારાના દિવસે શોક્ય સ્વપતિનો સ્વીકાર કર્યો હોય ત્યારે શોકયના વારાનું ઉલ્લંઘન કરીને પતિનો પરિભોગ કરતી સ્ત્રીને પહેલો અતિચાર સંભવે છે. બીજો અતિચાર પરપુરુષ પાસે જતી સ્ત્રીને અતિક્રમ આદિ અવસ્થામાં સંભવે છે.
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર દોષો અન્ય શાસ્ત્રમાં આધાકર્મ આહારને આશ્રયીને આ પ્રમાણે વિચારાયા છે– આધાકર્મ આહારના નિમંત્રણને સ્વીકારતો સાધુ સ્વીકાર કર્યો ત્યારથી આરંભી આધાકર્મ આહાર લેવા જવા માટે પગ ઉપાડે ત્યાં સુધી અતિક્રમમાં રહેલો છે. પગ ઉપાડે ત્યારથી આરંભી આધાકર્મ આહાર ગ્રહણ કરે ત્યાં સુધી વ્યતિક્રમ દોષ લાગે. આધાકર્મ આહાર ગ્રહણ કરે ત્યારથી આરંભી આધાકર્મ આહારનો પરિભોગ કરે=મુખમાં નાખે ત્યાં સુધી અતિચાર લાગે. પરિભોગ કરેeગળી જાય ત્યારે અનાચારદોષ લાગે. એટલે કે એષણીય આહાર ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાનો ભંગ થાય. કહ્યું છે કે-“આધાકર્મ આહારના નિમંત્રણને સાંભળવામાં અતિક્રમ, પગ ઉપાડે ત્યારથી વ્યતિક્રમ, ગ્રહણ કરવામાં અતિચાર અને ગળી જાય ત્યારે અનાચાર થાય.” આ પ્રમાણે આના અનુસાર બીજા સ્થળે પણ પ્રથમના ત્રણ અંશોમાં અતિચારપણું ઘટાડવું, કારણ કે અતિક્રમ અને વ્યતિક્રમ પણ અતિચારના ભેદો છે. ચોથા અંશમાં તો વિવક્ષિત વ્રતનો ભંગ જ થાય. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે.
સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત અતિચાર સહિત ચોથું અણુવ્રત કહ્યું. હવે સ્થૂલ પરિગ્રહ વિરમણરૂપ પાંચમું અણુવ્રત કહેવાય છે
સ્થૂલ એટલે અપરિમિત. અપરિમિત પરિગ્રહનું પોતાની અવસ્થા પ્રમાણે વિરમણ (=પરિમાણ) કરવું તે સ્થૂલ પરિગ્રહવિરમણ. નવ પ્રકારની વસ્તુની અપેક્ષાએ પરિગ્રહ નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે- ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ અને કુખે. અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. અતિચારો આ પ્રમાણે છે- ક્ષેત્ર-વાસ્તુ ૧. કોઈ આધાકર્મ આહારનું નિમંત્રણ કરે ત્યારે તેનો નિષેધ કરવો જોઈએ. નિષેધ ન કરે તો સાંભળ્યું કહેવાય.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચમા અણુવ્રતના અતિચારો પ્રમાણાતિક્રમ, હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ, ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ, દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણતિક્રમ, અને કુખ્યપ્રમાણાતિક્રમ. કહ્યું છે કે “પાંચમું અણુવ્રત સ્વીકારનાર શ્રાવક યોજન, પ્રદાન, બંધન, કરણ અને ભાવથી અનુક્રમે ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ અને કુષ્ય એ પાંચના પરિમાણનો અતિક્રમ (=ઉલ્લંઘન) કરતો નથી, અર્થાત્ ધારેલા પરિમાણથી વધારે રાખતો નથી.”
(યોજન એટલે જોડવું. પ્રદાન એટલે આપવું. બંધન એટલે બાંધવું. કારણ એટલે પેટમાં રહેલ ગર્ભ. ભાવ એટલે મૂળ વસ્તુમાં ફેરફાર કરવો. આ પાંચ શબ્દોનો ભાવાર્થ અતિચારોની ઘટનાથી ખ્યાલમાં આવી જશે.)
ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ- જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રમા સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં અરઘટ્ટ આદિથી પાણીનું સિંચન થાય તે સેતુ. જેમાં આકાશના (=વર્ષાદના) પાણીથી અનાજ વગેરે થાય તે કેતુ. જે ક્ષેત્ર સેતુ પણ હોય અને કેતુ પણ હોય, અર્થાત્ જેમાં ઉક્ત બંને પ્રકારે અનાજ વગેરે થાય, તે સેતુ-કેતુ. વાસ્તુ એટલે ઘર, ગામ, નગર વગેરે (વસવા લાયક) પ્રદેશ. ઘરના ખાત, ઉચ્છિત અને ખાતોચ્છિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર હોય તે ભોંયરું વગેરે ખાત છે. જે ભૂમિની ઉપર ઊંચાઇથી કર્યું હોય તે ઘર, દુકાન, મહેલ વગેરે ઉચ્છિત છે. ભોંયરાની ઉપર રાજમહેલ વગેરે ખાતોચ્છિત છે. આ ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણનો યોજનથી= અન્યક્ષેત્ર આદિની સાથે જોડવાથી અતિક્રમ (=ઉલ્લંઘન) કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે- મારે એકથી વધારે ક્ષેત્ર કે ઘર ન રાખવું એવો અભિગ્રહ લેનાર શ્રાવક બીજા ક્ષેત્રની કે ઘરની ઇચ્છા થતાં વ્રતભંગના ભયથી પૂર્વના ક્ષેત્રની કે ઘરની બાજુમાં જ નવું ક્ષેત્ર કે ઘર લે. પછી પૂર્વની સાથે એક કરવા માટે વાડ વગેરે દૂર કરે. આમ નવા ક્ષેત્ર આદિને પૂર્વના ક્ષેત્ર આદિની સાથે જોડનારને વ્રત સાપેક્ષ હોવાથી અને કથંચિત્ વ્રતવિરાધના થવાથી અતિચાર લાગે.
હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ– હિરણ્ય એટલે ચાંદી. સુવર્ણ પ્રસિદ્ધ છે. હિરણ્ય-સુવર્ણના પ્રમાણનો પ્રદાનથી બીજાને આપવાથી અતિક્રમ કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે- કોઇએ ચાર માસ વગેરે અવધિથી હિરણ્ય આદિનું પરિમાણ કર્યું. પછી તેને ખુશ થયેલા રાજા વગેરે પાસેથી કોઈ પણ રીતે પરિણામથી વધારે હિરણ્ય વગેરે મળ્યું. વ્રતભંગના ભયથી વ્રતની અવધિ પૂર્ણ થશે ત્યારે લઈશ એમ વિચારીને તે વસ્તુ અન્યના હાથમાં આપીને મૂકે, અર્થાત્ બીજાની પાસે મૂકી રાખે. આ પ્રમાણે વ્રત સાપેક્ષ હોવાથી અતિચાર થાય.
ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ- ધનના ગણિમ, ધરિમ, મેય અને પરિછે એમ ચાર પ્રકાર છે. ગણીને લેવડ-દેવડ થાય તે સોપારી વગેરે ગણિમ છે. જોખીને લેવડ-દેવડ થાય
Page #320
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મૂલ-ઉત્તરગુણનો અર્થ-૩૦૫ તે ગોળ વગેરે ધરમ છે. માપીને લેવડ-દેવડ થાય તે ઘી વગેરે મેય છે. પરીક્ષા કરીને લેવડ-દેવડ થાય તે રત્ન વગેરે પરિચ્છેદ્ય છે. ચોખા વગેરે ધાન્ય છે. બંધનથી ધન-ધાન્ય આદિના પરિમાણનો અતિક્રમ કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે- કોઇકે ધન આદિનું પરિમાણ કર્યું. પછી પૂર્વે જે મેળવવાનું હોય તે કે બીજું ધન વગેરે કોઇની પાસેથી મેળવે છે. વ્રતભંગ થવાના ભયથી ચાર માસ વગેરે કાળ પછી ઘરે રહેલું ધાન્ય વગેરે વેચાઇ જશે ત્યારે લઇશ એમ આપનાર વગેરેને કહે. આવા પ્રકારના વચનના નિયંત્રણ રૂપ બંધથી સ્વીકારીને અથવા મૂઢક આદિ બંધરૂપે સ્વીકારીને આપનાર આદિના ઘરમાં જ તેને રાખી મૂકે ત્યારે અતિચાર થાય.
દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ– પુત્ર, સ્ત્રી, દાસી, દાસ, નોકર, પોપટ અને મેના વગેરે બે પગવાળા જીવો દ્વિપદ છે. ગાય અને ઘોડો વગેરે ચાર પગવાળા પ્રાણીઓ ચતુષ્પદ છે. આ બેના પ્રમાણનો કારણથી=ગર્ભાધાન કરાવવાથી અતિક્રમ કરવો એ અતિચાર છે. તે આ પ્રમાણે કોઇક વર્ષે આદિ અવધિથી દ્વિપદ-ચતુષ્પદ જીવોનું પરિમાણ કર્યું. વર્ષ આદિની અંદર જ પ્રસૂતિ થાય તો દ્વિપદ વગેરે વધી જવાથી વ્રતભંગ થાય. આથી વ્રતભંગના ભયથી કેટલોક કાળ વીતાવીને ગર્ભાધાન કરાવનારને અતિચાર લાગે. કારણ કે ગર્ભમાં રહેલા દ્વિપદ વગેરે ધારેલા પ્રમાણથી અધિક હોવાથી વ્રતભંગ છે. પણ બહાર ન નીકળ્યા હોવાથી તેના અભાવની કલ્પનાથી વ્રતનો ભંગ નથી.
કુષ્યપ્રમાણાતિક્રમ- કુષ્ય એટલે ઘરમાં ઉપયોગી શય્યા, આસન, છરી, ચાકુ, પાત્ર-વાસણ અને કચોળો વગેરે સામગ્રી. કુષ્યના પ્રમાણનો અતિક્રમ અતિચાર છે. તે આ પ્રમાણે– કોઇકે દશ કચોળા જેટલું કુષ્ય પ્રમાણ કર્યું. કોઇપણ રીતે દશથી અધિક કચોળાનું પ્રમાણ થતાં વ્રતભંગના ભયથી ભંગાવીને ઘણા પણ કચોળાઓના અન્યપર્યાયથી દશ જ કરનારને સંખ્યા પૂરી થવાથી(=દશથી વધારે ન થવાથી) અને સ્વાભાવિક સંખ્યાનો બાધ થવાથી અતિચાર લાગે.
દિવ્રત(=દિશાપરિમાણવ્રત)
આ પ્રમાણે પાંચ અણુવ્રતો કહ્યાં. આ વ્રતો મૂલગુણ કહેવાય છે. કારણ કે શ્રાવકધર્મરૂપ વૃક્ષના મૂળરૂપે છે. દિવ્રત(=દિશાપરિમાણવ્રત) વગેરે તો મૂલગુણોની પુષ્ટિ કરવા રૂપ ગુણનું કારણ હોવાથી જ પોતાની સત્તાને ધારણ કરે છે, અર્થાત્ દિવ્રત વગેરે વ્રતો મૂલગુણોની પુષ્ટિ કરનારા હોવાથી તેમનો વ્રતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી તે વ્રતો શ્રાવકધર્મરૂપ વૃક્ષના શાખા-પ્રશાખા સમાન છે અને તેમને ઉત્તરગુણ કહેવામાં આવે છે,
૧. મૂઢક એ પૂર્વનું માપ છે. મૂઢક આદિ પ્રમાણવાળા ધાન્યને કોથળા વગેરેમાં નાખીને દોરી વગેરેથી બાંધીને આપનારના ઘરમાં રાખી મૂકે.
:
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૬- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[છઠું-સાતમુ વ્રત ઉત્તર રૂપ ગુણો તે ઉત્તરગુણો. (=પછીના ગુણો તે ઉત્તરગુણો.) આ ગુણો મૂલગુણોની પુષ્ટિના હેતુઓ છે એવો અહીં ભાવાર્થ છે. ઉત્તરગુણો દિવ્રત વગેરે સાત છે. તેમાં ઉપર, નીચે અને તિર્જી દિશામાં જવાનું પરિમાણ કરવું તે દિવ્રત કહેવાય છે. અહીં પણ પાંચ અતિચારનો ત્યાગ કરવો. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે– ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ, અધોદિશા પ્રમાણાતિક્રમ, તિર્યદિશા પ્રમાણાતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિ-અંતર્ધાન.
તેમાં પ્રથમના ત્રણ અતિચારો સારી રીતે સમજી શકાય તેવા જ છે. પણ ઊર્ધ્વ વગેરે દિશામાં ગમનને આશ્રયીને અનાભોગ આદિથી કે અતિક્રમ અને વ્યતિક્રમ આદિથી પ્રવૃત્ત થયેલાને (=પ્રમાણથી અધિક જનારને) પ્રમાણનું અતિક્રમ(=ઉલ્લંઘન) અતિચાર છે. અન્યથા (ઇરાદાપૂર્વક જાય તો) ભંગ જ થાય.
ક્ષેત્રવૃદ્ધિ તો આ પ્રમાણે વિચારવી- જેમકે બધીય દિશાઓમાં પ્રત્યેક દિશાને આશ્રયીને સો યોજનથી આગળ ન જવાનો નિયમ કોઈએ કર્યો. પછી પૂર્વદિશામાં કરિયાણું લઈને સો યોજન સુધી ગયો. તેનાથી પણ આગળ જવામાં આવે તો કરિયાણું વધારે મૂલ્યથી વેચાય તેમ છે. તેથી પશ્ચિમદિશામાં નેવું યોજન જ જઈશ એમ મનમાં ધારીને પૂર્વદિશામાં દશયોજનની ક્ષેત્રવૃદ્ધિ કરીને એકસો ને દશ યોજન જનાર તેને વ્રતસાપેક્ષ હોવાથી ક્ષેત્રવૃદ્ધિરૂપ અતિચાર થાય.
સ્મૃતિ-અંતર્ધાન- જેમ કે કોઈકે પૂર્વદિશામાં સો યોજનનું પ્રમાણ કર્યું. જતી વખતે પ્રમાદના કારણે તેને સો યોજનનું પ્રમાણ છે કે પચ્ચાસ યોજનનું પ્રમાણ છે તે સ્પષ્ટ યાદ આવતું નથી. આ પ્રમાણે બંનેનો સંશય હોય ત્યારે તેણે પચ્ચાસ યોજન સુધી જ જવું જોઈએ. તેનાથી આગળ જનારને અતિચાર લાગે. સો યોજનથી પણ આગળ જનારને તો ભંગ જ થાય.
ઉપભોગ-પરિભોગવ્રત. દિવ્રત કહ્યું. હવે ઉપભોગ-પરિભોગ વ્રત કહેવાય છે. આ વ્રત ભોજનને આશ્રયીને અને કર્મને (-ધંધાને) આશ્રયીને એ બે પ્રકારે છે. ઉપભોગ શબ્દમાં ઉપ અને ભોગ એમ બે શબ્દ છે. ઉપ એટલે એકવાર કે અંદર. જે એકવાર ભોગ કરાય તે ઉપભોગ. અથવા જે શરીરની અંદર ભોગ કરાય તે ઉપભોગ. જેમકે– આહાર-પાણી વગેરે. પરિભોગ શબ્દમાં પરિ અને ભોગ એમ બે શબ્દ છે. જે વારંવાર ભોગ કરાય તે પરિભોગ. અથવા જે શરીરની બહાર ભોગ કરાય તે પરિભોગ. જેમકે– સુવર્ણ અને વસ્ત્ર વગેરે.
Page #322
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર ઉપદેશમાલા (પુષ્પમાલા)
(સાતમું વ્રત-૩૦૭ પ્રશ્ન- જો ઉપભોગ-પરિભોગ શબ્દથી અન્ન અને સુવર્ણ વગેરે વસ્તુઓ કહેવાતી હોય તો કર્મને આશ્રયીને આ વ્રત ન ઘટે. કારણ કે અહીં તમને કર્મશબ્દ ક્રિયાવાચી ( ધંધાવાચી) તરીકે અભિપ્રેત છે. (અર્થાત્ અહીં કર્મ એટલે વેપાર-ધંધો એવો અર્થ તમને અભિપ્રેત છે.) ઉપભોગ અને પરિભોગ કરવામાં કર્મ (ધંધો) અર્થ ન ઘટે.
ઉત્તર– તમારું કહેવું સારું છે. પણ વેપાર વગેરે કર્મ ઉપભોગ-પરિભોગનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી અહીં કર્મનો ઉપભોગ-પરિભોગ અર્થ વિવક્ષિત છે. આ પ્રમાણે ચર્ચા કરવાથી સર્યું.
ઉપભોગ- પરિભોગનું વ્રત–નિયત પરિમાણ વગેરે કરવું તે ઉપભોગ-પરિભોગવ્રત.
ઉપભોગ- પરિભોગ વ્રતમાં ભોજનને આશ્રયીને શ્રાવકે પ્રાસુક(=અચિત્ત) અને એષણીય (પોતાના માટે ન બનાવેલું હોય તેવું) ભોજન કરનારા થવું જોઈએ. તે ન બની શકે તો અષણીય પણ અચિત્ત ભોજન કરવું જોઇએ. તે ન બની શકે તો ઘણા સાવદ્ય (=પાપવાળા) અશન આદિનો ત્યાગ કરે. અશનમાં નીચેની અનંતકાય વસ્તુઓનો ત્યાગ કરે.
૧. સર્વ પ્રકારના કંદ, ૨. સૂરણકંદ, ૩. વજૂકંદ, ૪. લીલી હળદર, ૫. આદુનંદ, ૬. લીલોકચૂરો, ૭. શતાવરી, ૮. વિરાલી, ૯. કુંઆરી, ૧૦. થોરીયા (જેની વાડ કરવામાં આવે છે તે), ૧૧. ગળો, ૧૨. લસણ, ૧૩. વાંસકારેલાં, ૧૪. ગાજર, ૧૫. લૂણી નામની ભાજી, ૧૬. લોઢક (પદ્મિનીકંદ-જલાશયોમાં થતાં પોયણાં), ૧૭. ગિરિકર્ણિકા (કચ્છમાં પ્રસિદ્ધ વેલડી), ૧૮. કિસલયો, ૧૯. ખરસૈયો, ૨૦. થેગની ભાજી, ૨૧. લીલી મોથ, ૨૨. લણવૃક્ષની છાલ, ૨૩. ખિલુડો, ૨૪. અમૃતવેલી, ૨૫. મૂળા (મૂળાના પાંચેય અંગો અભક્ષ્ય છે), ૨૬. બિલાડીના ટોપ (વર્તમાનમાં મશરૂમ તરીકે પ્રસિદ્ધ છે), ૨૭. વિરૂઢ (અનાજને ભીંજવ્યા પછી થોડા વખતે તેની યોનિમાંથી પ્રગટ થતા અંકુરા), ૨૮. ઢક્કવત્થલા(ભાજી), ૨૯. શુકરવલ્લી, ૩૦. પાલંકા(પાલક)ની ભાજી, ૩૧. કૂણી આમલી (ઠળિયા ન થયા હોય તેવા કાતરા), ૩૨. સક્કરિયાં, ૩૩. ડુંગળી.
આ સિવાય બીજી પણ જિનેશ્વરોએ કહેલી અનંતકાય વસ્તુઓને ભાંગવાથી સરખા ભાગ થાય, છેદવાથી તંતુ ન જણાય ઇત્યાદિ લક્ષણોથી જાણવી.
૧. સર્વ પ્રકારના કંદ એ સામાન્યથી જણાવ્યું છે. સૂરણકંદથી આરંભી ડુંગળી સુધી વિશેષથી જણાવ્યું છે. એટલે
શાસ્ત્રમાં જે બત્રીસ અનંતકાય પ્રસિદ્ધ છે તે સૂરણકંદથી આરંભી ડુંગળી સુધીના સમજવા. ૨. કિસલય એટલે અંકુરા, કુંપણ. દરેક વનસ્પતિમાં ઉગતી વખતે પ્રથમ જે અંકુરા ફૂટે છે અને કુંપળ થાય
છે તે અનંતકાય છે. ૩. જીવવિચારની બારમી ગાથામાં અનંતકાયનાં લક્ષણો આ પ્રમાણે જણાવ્યાં છે- જે વનસ્પતિમાં નસો, સંધિ (=સાંધા) અને પર્વ (=ગાંઠો) ગુપ્ત હોય, ભાંગવાથી સરખા ભાગ થાય, છેદવાથી તંતુ ન જણાય, ગમે તે છેદેલો ટુકડો વાવવાથી ફરી ઉગે તે અનંતકાય.
ઉ. ૨૧
ભા.૧
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૮- ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાતમા વ્રતના અતિચારો
આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ અનંતકાય, બહુબીજવાળી વસ્તુઓ અને માંસ વગેરેનો શ્રાવક ત્યાગ કરે. પાનમાં માંસનો રસ વગેરેનો ત્યાગ કરે. ખાદિમમાં વડ, પીપળો, ઉદુંબર, પ્લક્ષ અને કાલંબર વૃક્ષનાં ફળો કે જે શાસ્ત્રમાં પાંચ ઉદુંબરી એવા નામથી પ્રસિદ્ધ છે, તેમનો નિયમ કરે. સ્વાદિમમાં મધ આદિનો નિયમ કરે. બીજા પણ અલ્પસાવદ્ય ભાત આદિમાં પણ અચિત્તનું ભોજન કરવું વગેરે નિયત પરિમાણ કરવું. ચિત્તમાં અત્યંત આસક્તિ પેદા કરે અને લોકમાં નિંદા વગેરે કરાવે તેવાં વસ્ત્ર, વાહન અને અલંકાર વગેરેનો ત્યાગ કરે. બીજી વસ્તુઓમાં પણ નિયત પરિમાણ કરવું.
કર્મને (=વેપાર-ધંધાને) આશ્રયીને પણ શ્રાવકે (ઉત્સર્ગથી) કોઇ કર્મ ન કરવું જોઇએ, આરંભરહિત રહેવું જોઇએ. હવે જો એ પ્રમાણે નિર્વાહ ન થાય તો નિર્દય લોકોને ઉચિત અને બહુ સાવદ્ય, એવાં કોટવાળ-જેલરક્ષક આદિના કઠોર કર્યો, તથા હળ, સાંબેલું, ખાંડણિયું, શસ્ત્ર અને લોઢા આદિને વેચવાનો વેપાર વગેરે બહુ સાવદ્ય કર્મો છોડીને અલ્પ સાવદ્યવાળું જ કર્મ કરે.
અહીં પણ ભોજનને આશ્રયીને પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો
આ પ્રમાણે છે– સચિત્ત-આહાર, સચિત્ત-પ્રતિબદ્ધ આહાર, અપક્ષ-ઔષધિભક્ષણ, દુષ્પઔષધિભક્ષણ અને તુચ્છ ઔષધિભક્ષણ. આ અતિચારો સચિત્તનું પચ્ચક્ખાણ કર્યું હોવાથી અચિત્તનું ભોજન કરનારાને આશ્રયીને જાણવા.
સચિત્ત-આહાર– અનાભોગ અને અતિક્રમ આદિથી સચિત્ત કંદ આદિનું ભક્ષણ કરનારા અચિત્ત ત્યાગીને આ અતિચાર હોય.
સચિત્ત-પ્રતિબદ્ધ-આહાર- ગોટલીની સાથે રહેલી અને પાકેલી છાલવાળી કેરીને મુખમાં નાખીને હું પાકેલી છાલ વગેરે અચિત્તનું ભક્ષણ કરીશ અને સચિત્ત ગોટલીનો ત્યાગ કરીશ એવી બુદ્ધિથી સચિત્તપ્રતિબદ્ધ (=સચિત્તમાં સંબંધવાળા) આહારનું ભક્ષણ કરનારને વ્રતનું સાપેક્ષપણું હોવાથી આ અતિચાર લાગે.
અપક્ષ-ઔષિધ-ભક્ષણ- અપક્વ એટલે અગ્નિથી સંસ્કારિત નહિ કરેલું=નહિ પકાવેલું. ઔષધ એટલે ઘઉં વગેરે ધાન્ય. અપક્વ ધાન્યનું ભક્ષણ કરવું તે અપક્વ-ઔષિધભક્ષણ. ભાવાર્થ આ પ્રમાણે છે– પીસાઇ ગયું હોવાથી (કે ખંડાઇ ગયું હોવાથી) આ અચિત્ત છે એવી સંભાવના કરીને અગ્નિથી નહિ પકાવેલ અને એથી જ જેમાં ચિત્ત અવયવનો સંભવ છે એવી કણિક વગેરે ધાન્યનું ભક્ષણ કરનારને આ અતિચાર હોય.
દુષ્પ-ઔષધ-ભક્ષણ- અગ્નિથી બરોબર પકાવેલા ન હોવાથી જેમાં સચિત્ત અવયવનો સંભવ છે તેવા પોંક વગેરે ધાન્યનું ભક્ષણ કરવું તે અતિચાર રૂપ છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પંદરકર્માદાન-૩૦૯
તુચ્છ- ઔષધિ-ભક્ષણ- તુચ્છ એટલે તેવી તૃપ્તિ ન કરવાના કારણે અસાર. ઔષધિઓ એટલે મગ વગેરેની કોમળ શિંગો. તુચ્છ મગ વગેરેની કોમલશિંગોનું ભક્ષણ કરવું તે અતિચારરૂપ છે.
પ્રશ્ન- જો આ શિંગો સચિત્ત છે તો તેનું ભક્ષણ પ્રથમ અતિચારથી ભિન્ન નથી, અર્થાત્ પ્રથમ અતિચારમાં એનો સમાવેશ થઇ જાય. હવે જો આ શિંગો અચિત્ત છે તો
અતિચાર જ થતો નથી.
ઉત્તર- તમારું કહેવું સાચું છે. પણ જે સાવદ્યનો અતિશય ભીરુ હોવાથી ચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે તે જો અચિત્ત પણ કોમલ શિંગોનું ભક્ષણ કરે તો તેની લોલુપતા જ બાકી રહે છે, અર્થાત્ તેની લોલુપતા જ પોષાય છે. કારણ કે કોમશિંગો તેવા પ્રકારની તૃપ્તિને કરતી નથી. આથી કોમશિંગો અચિત્ત કરીને પણ ન ખાવી જોઇએ. તેના ભક્ષણમાં પરમાર્થથી વ્રતવિરાધના થવાથી અતિચાર લાગે. (તેવી વસ્તુથી પેટ નહિ ભરાતું હોવાથી નિરર્થક વધારે જીવહિંસા થતી હોવાથી વ્રતવિરાધના થાય.)
એ પ્રમાણે રાત્રિભોજન અને માંસ વગેરેના વ્રતોમાં કે વસ્ત્રાદિ પરિભોગના વ્રતોમાં અનાભોગ અને અતિક્રમ આદિથી અતિચારની સ્વયં વિચારણા કરવી. કારણ કે આ અતિચારો ફક્ત ઉપલક્ષણ છે.
કર્મને આશ્રયીને પંદર અતિચારોનો ત્યાગ કરવો. તે અંગાર વગેરે કર્માદાન છે. (જેનાથી પાપકર્મો ગ્રહણ કરાય તે કર્માદાન.)
(૧) અંગારકર્મ– કોલસા બનાવીને વેચે.
(૨) વનકર્મ– સંપૂર્ણ વન ખરીદીને છેદે, પછી તેને વેચીને તેનાથી થતા લાભથી જીવન નિર્વાહ કરે.
(૩) શકટીકર્મ– ગાડાઓ બનાવીને વેચે, તેનાથી થતા લાભથી જીવનનિર્વાહ કરે. (૪) ભાડીકર્મ– ગાડી વગેરેથી બીજાનું કરિયાણું (ભાડાથી) એક સ્થળેથી બીજા સ્થળે લઇ જાય, અથવા ગાડા-બળદોને ભાડેથી બીજાઓને આપે.
(૫) સ્ફોટીકર્મ– ઊંડું ખોદવું, અથવા હળથી ભૂમિ ખેડવી.
(૬) દંતવાણિજ્ય– ભીલોને (હાથીના) દાંત લાવવા માટે પહેલેથી મૂલ્ય આપે. તેથી ભીલો (જંગલમાં) જઇને દાંત માટે હાથીઓને મારે. એ પ્રમાણે શંખ અને ચર્મ આદિનું પહેલેથી જ મૂલ્ય આપવું એ પણ અહીં કહેવું.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૦-ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આઠમા વ્રતનું સ્વરૂપ (૭) લાક્ષાવાણિજ્ય- પ્રસિદ્ધ છે. (લાખનો વેપાર કરવો.). (૮) રસવાણિજ્ય- મદિરા વગેરે રસદાર વસ્તુઓ વેચવી. (૯) કેશવાણિજ્ય- દાસી વગેરે જીવોને (વેચાતા) લઇને બીજા સ્થળે વેચે. (૧૦) વિષવાણિજ્ય- પ્રસિદ્ધ છે. (ઝેરનો વેપાર કરવો.) (૧૧) યંત્રપાલનકર્મ– તલ અને શેરડી આદિના મંત્રોથી તલ આદિ પીલવું. (૧૨) નિલછનકર્મ– બળદ અને અશ્વ વગેરેની ખસી કરવી (સાંઢ વગેરેને ખસી કરી
બળદ વગેરે બનાવવા.) (૧૩) દવાગ્નિદાન- સહેલાઇથી જાણી શકાય છે. ભૂમિમાં નવું ઘાસ ઊગે એ માટે
કેટલાકો દવ(=અગ્નિ) સળગાવે છે. (૧૪) શોષણકર્મ- સરોવર, હૃદ અને તળાવ વગેરેને તેમાં ધાન્ય વગેરે વાવવા માટે
સૂકવવાં. આ પ્રસિદ્ધ જ છે. (૧૫) અસતીપોષણ– કેટલાકો (કુલટા) દાસીઓને (વ્યભિચાર કરવા માટે) પોષે છે અને
તેનું ભાડું લે છે. જેમ કે ગોલદેશમાં.
આ પંદર કર્માદાન છ પ્રકારના જીવોનો ઘાત વગેરે મહાસાવદ્યના હેતુ હોવાથી છોડવા જોઈએ. આ પંદર કર્માદાન માત્ર ઉપલક્ષણ છે. એથી આવા પ્રકારના બીજાં પણ બહુ સાવઘકર્મો છોડવા જ જોઇએ.
પ્રશ્ન- અંગારકર્મ વગેરે કઠોરકર્મરૂપ છે. તેથી જેણે કઠોરકર્મનું પ્રત્યાખ્યાન કર્યું છે તેણે આ કર્મોનું પણ પ્રત્યાખ્યાન કર્યું જ છે. તેથી કઠોરકર્મમાં પ્રવર્તતા તેને વ્રતનો ભંગ જ થાય, અતિચાર કેવી રીતે હોય?
ઉત્તર- તમારું કહેવું સારું છે. કારણ કે જાણી જોઈને ઇરાદાપૂર્વક ખરકર્મમાં પ્રવૃત્તિ કરનારને ભંગ જ થાય. અનાભોગ અને અતિક્રમ આદિથી ખરકર્મ કરવામાં અતિચાર જાણવો.
અનર્થદંડ વિરમણ વ્રત ઉપભોગ- પરિભોગ વ્રત કહ્યું. હવે અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. તેમાં અર્થ એટલે પ્રયોજન-કારણ. પ્રયોજનનો અભાવ તે અનર્થદંડ. પોતાનો આત્મા જેનાથી દંડાય તે દંડકપાપબંધ આદિ રૂપ નિગ્રહ. પ્રયોજન વિના પોતાના આત્માને દંડ તે અનર્થદંડ. (જેનાથી આત્મા દંડાય દુઃખ પામે તે દંડ. પાપસેવનથી આત્મા દંડાય છે= દુઃખ પામે છે. માટે દંડ એટલે પાપસેવન. સકારણ પાપસેવન તે અર્થદંડ. નિષ્કારણ ( બિનજરૂરી) પાપસેવન તે
Page #326
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[આઠમા વ્રતના અચિતારો-૩૧૧ અનર્થદંડ. જેના વિના ગૃહસ્થજીવન ન ચલાવી શકાય તે પાપસેવન અર્થદંડ અને જેના વિના ગૃહસ્થજીવન ચાલી શકે તે પાપસેવન અનર્થદંડ છે.)
અનર્થદંડના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે- અશુભધ્યાન, પ્રમાદાચરણ, હિંસકપ્રદાન અને પાપકર્મોપદેશ.
અશુભધ્યાન– સાથે ક્યારે જાય છે? ક્યાં કયું કરિયાણું છે? અમુક જમીન કેટલી છે? ખરીદ-વેચાણનો કાળ કયો છે? આ પ્રમાણે નિરર્થક કોણે ક્યાં શું કર્યું? ઇત્યાદિ નિરર્થક અયોગ્ય વિચારણા અશુભધ્યાન છે.
પ્રમાદાચરણ– મદિરા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે. તેનું આચરણ તે પ્રમાદાચરણ. અથવા આળસથી દૂષિત થયેલી ક્રિયા પ્રમાદાચરણ છે. ઘણા જીવોના નાશનું કારણ એવી ક્રિયા પ્રમાદાચરણ છે. જેમકે- તેલનાં વાસણો ઉઘાડાં રાખવા વગેરે.
હિંસકપ્રદાન– શસ્ત્ર, અગ્નિ, ખાંડણી-ખાંડણિયો અને ઝેર વગેરે હિંસક વસ્તુઓ બીજાને આપવી તે હિંસકપ્રદાન.
પાપકર્મોપદેશ– પાપકર્મ=પાપક્રિયા. પાપક્રિયાનો ઉપદેશ આપવો તે પાપકર્મોપદેશ. આ પ્રમાણે અનર્થદંડના ચાર પ્રકાર છે. અનર્થદંડથી વિરમવું=અટકવું તે અનર્થદંડ
વિરમણ.
અહીં પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે- કંદર્પ, કૌત્યુચ્ય, મૌખર્ય, સંયુક્તાધિકરણતા અને ઉપભોગ-પરિભોગાતિરેક.
કંદર્પ– કંદર્પ એટલે કામ. કામને પ્રદીપ્ત કરે (=જગાડે-વધારે) તેવા પ્રકારની હાસ્યપ્રધાન વાણી બોલવી એ પણ કંદર્પ છે. કેમ કે તેવી વાણી કંદર્પનો હેતુ છે.
કૌત્યુચ્ય− બીજાને હાસ્ય ઉત્પન્ન કરે તેવી નેત્રસંકોચ વગેરે બહુ પ્રકારની વિક્રિયાવાળી ભાંડના જેવી ચેષ્ટા કરવી તે કૌકુચ્ય છે.
આ બંને અતિચારો પ્રમાદાચરણરૂપ હોવાથી પ્રમાદાચરણના જાણવા.
મૌખર્ચ– જેને મુખ છે તે મુખર. મુખર એટલે વાચાલ. મુખરની ક્રિયા તે મૌખર્ય. ઘણું કરીને ટ્ઠિાઇવાળો, અસત્ય અને સંબંધ વિનાનો પ્રલાપ કરવો તે મૌખર્ય. આ પાપકર્મોપદેશનો અતિચાર છે. કારણ કે મૌખર્યમાં અતિપાપકર્મોપદેશનો સંભવ છે. સંયુક્તાધિકરણતા– જેનાથી આત્મા નરકાદિનો અધિકારી (=નરકાદિને યોગ્ય)
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૨-ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સામાયિક વ્રત
કરાય છે તે અધિકરણ. બાણ રાખવાનું ભાથું, ધનુષ્ય, સાંબેલું, ખાંડણિયું, ઘંટી વગેરે અધિકરણ છે. સંયુક્ત એટલે કાર્ય કરી શકાય તે રીતે તૈયાર કરેલું. સંયુક્ત એવું જે અધિકરણ તે સંયુક્તાધિકરણ. સંયુક્તાધિકરણનો ભાવ તે સંયુક્તાધિકરણતા. વિવેકીએ ગાડું વગેરે અધિકરણને સંયુક્ત ન રાખવું જોઇએ. અધિકરણને તૈયાર જોઇને અન્ય માણસ પણ માગે. આ હિંસકપ્રદાનનો અતિચાર છે.
ઉપભોગ-પરિભોગાતિરેક- ઉપભોગ-પરિભોગની અધિકતા તે ઉપભોગપરિભોગાતિરેક. તાંબૂલ, મોદક અને ખંડક (=ખાખરા) વગેરે ઉપભોગની વસ્તુઓ પોતાને ઉપયોગી હોય= જરૂર હોય તેનાથી અધિક તળાવ વગેરે સ્થળે ન લઇ જવી જોઇએ. અન્યથા વ્યભિચારી વગેરે માણસો તેને ખાય. તેથી આત્માને નિરર્થક કર્મબંધ વગેરે દોષ થાય. આ પણ ઇન્દ્રિયના વિષયરૂપ હોવાથી પ્રમાદાચરણનો અતિચાર છે.
અશુભધ્યાનમાં અનાભોગ આદિથી પ્રવૃત્તિ થાય તો અતિચાર થાય, અને જાણી જોઇને ઇરાદાપૂર્વક પ્રવૃત્તિમાં તો ભંગ જ થાય. કદંર્પ આદિમાં પણ યથાસંભવ જાણી જોઇને ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ ભંગરૂપ જ કહેવી= જાણવી.
અનર્થદંડવિરમણ વ્રત કહ્યું. આ દિવ્રત વગેરે ત્રણેય ગુણવ્રત કહેવાય છે. કેમ કે અણુવ્રતોના ગુણ માટે=ઉપકાર માટે થનારા વ્રતો તે ગુણવ્રતો એવો ગુણવ્રત શબ્દનો અર્થ છે. અણુવ્રતોને ગુણવ્રતોથી ઉપકાર થાય જ છે. કેમ કે વિવક્ષિત ક્ષેત્ર વગેરેથી બીજા સ્થળે હિંસા આદિનો નિષેધ થાય છે.
આ પ્રમાણે ગુણવ્રતરૂપ ત્રણ ઉત્તરગુણો કહ્યા. હવે ચાર ઉત્તરગુણરૂપ શિક્ષાવ્રતો કહેવાય છે. શિક્ષા એટલે અભ્યાસ (=પ્રેક્ટીસ). અભ્યાસની પ્રધાનતાવાળા વ્રતો તે શિક્ષાવ્રતો. અર્થાત્ ફરી ફરી કરવા યોગ્ય વ્રતો તે શિક્ષાવ્રતો. શિક્ષાવ્રતો સામાયિક વગેરે ચાર છે.
સામાયિકવ્રત
સમ એટલે રાગ-દ્વેષથી રહિત જીવ. આય એટલે લાભ. રાગ-દ્વેષથી રહિત જીવને જે લાભ થાય તે સમાય. રાગ-દ્વેષથી રહિત જીવ ચિંતામણિ-કલ્પવૃક્ષ વગેરેના પ્રભાવને હલકો (=ઝાંખો) કરનારા અને અનુપમ સુખના હેતુ એવા અપૂર્વ જ્ઞાન-દર્શનચારિત્રના પર્યાયોથી પ્રતિક્ષણ જોડાય છે. જે ક્રિયા કરવાનું પ્રયોજન સમાય છે તે સામાયિક. સાવદ્યના પરિત્યાગરૂપ અને નિરવદ્યના સેવનરૂપ વ્રતવિશેષ સામાયિક છે.
ગૃહવાસરૂપ મહાસમુદ્રમાં નિરંતર ઉછળતા મોટા ઘણા તરંગોના સમૂહથી આવો
Page #328
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દેશાવગાશિક વ્રત-૩૧૩ (=ભમરીઓ) થઇ રહ્યા છે. એ આવર્તોથી થયેલી વ્યાકુલતાને છેદવામાં કુશળ અને અતિપ્રચંડ મોહરૂપ રાજાના બલનો તિરસ્કાર કરવા માટે મહાયોદ્ધા સમાન સામાયિક સર્વ આરંભોમાં પ્રવર્તેલા ગૃહસ્થે દ૨૨ોજ વચ્ચે વચ્ચે પ્રયત્નપૂર્વક કરવું જોઇએ. કારણ કે પરમમુનિઓએ કહ્યું છે કે-‘સાવઘયોગનો ત્યાગ કરવા માટે સામાયિક પરિપૂર્ણ અને પવિત્ર છે. સામાયિક જ ગૃહસ્થધર્મથી મહાન છે, અર્થાત્ ગૃહસ્થના બધા ધર્મોથી સામાયિક જ મહાન છે. આવું જાણીને વિદ્વાન પુરુષ આ લોકમાં અને પરલોકમાં આત્મોપકારક એવું સામાયિક કરે.'' (વિશેષા૦ ૨૬૮૧) ‘‘સામાયિકમાં રહેલો શ્રાવક સાધુના જેવો થાય છે. માટે બહુવાર સામાયિક કરવું.” (વિશેષા૦ ૨૬૯૦)
સામાયિકના પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે– મનોદુપ્રણિધાન, વચનદુપ્રણિધાન, કાયદુપ્રણિધાન, સ્મૃતિ-અકરણ, અનવસ્થિતકરણ. મનઃદુપ્રણિધાન– અનાભોગ આદિથી સાવદ્ય વિચારો કરવા. વચનદુપ્રણિધાન– અનાભોગ આદિથી સાવદ્ય વચનો બોલવાં. કાયદુપ્રણિધાન– અનાભોગ-આદિથી સાવદ્ય પ્રવૃત્તિ કરવી.
સ્મૃતિ-અકરણ-પ્રબળ પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનું છે, મેં સામાયિક કર્યું કે નહિ? એ પ્રમાણે યાદ ન રાખે. સ્મૃતિ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. (જે અનુષ્ઠાન યાદ જ ન હોય તેનું આચરણ શી રીતે થાય?)
અનવસ્થિતકરણ– અનવસ્થિત સામાયિકનું કરવું તે અનવસ્થિતકરણ. જે મનુષ્ય સામાયિક કર્યા પછી તુરત પારે, અથવા આદર વિના જેમ તેમ સામાયિક કરે, તેનું સામાયિક અનવસ્થિતકરણ કહેવાય છે. કહ્યું છે કે-જે સામાયિક કરીને ઘરની ચિંતા કરે છે, યથેચ્છ બોલે છે, શરીરથી અનિયંત્રિત છે=પૂંજ્યા-પ્રમાર્ષ્યા વિના પ્રવૃત્તિ કરે છે, તેનું સામાયિક નિરર્થક છે.'
દેશાવકાશિકવ્રત
હવે દેશાવકાશિકરૂપ બીજું શિક્ષાવ્રત કહે છે. જેણે દિવ્રતમાં પરિમાણ ગ્રહણ કર્યું છે તે શ્રાવકના વિસ્તારવાળા દિશાપ્રમાણનું દેશમાં=સંક્ષિપ્ત વિભાગમાં અવકાશ=રહેવું તે દેશાવકાશ. દેશાવકાશથી ઉત્પન્ન થયેલું વ્રત દેશાવકાશિક. આ વ્રત ઘણા પરિમાણનું સંકોચ કરે છે એવો ભાવ છે. અહીં પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે– આનયનપ્રયોગ, પ્રેષ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહિ:પુદ્ગલપ્રક્ષેપ.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
પિૌષધવ્રત આનયનપ્રયોગ- સાધુનો ઉપાશ્રય વગેરે નિયતદેશમાં રહેલ શ્રાવક કે જેણે દિશા પરિમાણનો પૂર્વ કરતાં અધિક સંક્ષેપ કર્યો છે, તે શ્રાવક જ્યારે પોતાના વ્રતના ભંગના ભયથી વિવક્ષિત વસ્તુને લેવા માટે પોતે ન જાય, પણ સંદેશો આદિથી બીજાની પાસેથી મંગાવે ત્યારે તેને આનયનપ્રયોગ અતિચાર થાય.
પ્રેષ્યપ્રયોગ- વિવક્ષિતક્ષેત્રની બહાર કોઇક કામ આવી પડતાં શ્રેષ્યને=આદેશ કરવા યોગ્યને મોકલે ત્યારે પ્રેગ્યપ્રયોગ અતિચાર થાય.
શબ્દાનુપાત વગેરે ત્રણ અતિચારોની ઘટના આ પ્રમાણે છે- વિક્ષિતક્ષેત્રની બહાર રહેલા કોઈને જોઈને વ્રતભંગના ભયથી સાક્ષાત્ તેને નહિ બોલાવી શકતો શ્રાવક બહાનાથી તેને બોલાવવા માટે ખાંસી વગેરે પોતાનો શબ્દ કરે, અથવા પોતાનું રૂપ-આકાર બતાવે, અથવા તેડું વગેરે ફેંકે, ત્યારે અનુક્રમે શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહિપુદ્ગલપ્રક્ષેપ અતિચાર થાય.
જવા-આવવામાં જીવહિંસા વગેરે સમારંભ ન થાય તે માટે દેશાવકાશિક વ્રત કરાય છે. તે સમારંભ સ્વયં કર્યો હોય કે બીજાની પાસે કરાવ્યો હોય તેમાં તત્ત્વથી કોઇ વિશેષતા નથી. બલ્ક સ્વયં જાય તેમાં લાભ છે. કારણ કે સ્વયં 'ઇર્યાસમિતિપૂર્વક જાય,
જ્યારે બીજો નિપુણ ન હોવાથી ઈર્યાસમિતિપૂર્વક કેવી રીતે જાય? દેશાવકાશિક વ્રતમાં દિશા પરિમાણવ્રતનું જ સંક્ષેપ કરવાનું જે બતાવ્યું છે તે માત્ર ઉપલક્ષણ છે. તેથી બીજા પણ ધૂલપ્રાણાતિપાત વગેરે વ્રતોનો સંક્ષેપ દેશાવકાશિક વ્રતમાં જ જાણવો. અન્યથા(=અન્યવ્રતોનો સંક્ષેપ દેશાવકાશિકમાં ન ગણવામાં આવે તો) અન્ય વ્રતોનો સંક્ષેપ દિવસ કે મહિના વગેરેમાં અવશ્ય કરવાનો હોવાથી વ્રતો વધી જાય એથી વ્રતોની બાર સંખ્યા ન રહે.
પૌષધવ્રત હવે પૌષધરૂપ ત્રીજું શિક્ષાવ્રત કહેવાય છે. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. તે આઠમ-ચૌદશ-અમાસ-પૂનમ એ પર્વદિવસોમાં કરવા યોગ્ય વ્રતવિશેષ છે. પૌષધના આહાર, શરીરસત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર એમ ચાર ભેદ છે. વળી પણ તે પ્રત્યેક પૌષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. પૌષધનો સ્વીકાર કરવામાં આહાર અને શરીરસત્કારનો દેશથી કે સર્વથી ત્યાગ કરવો, બ્રહ્મચર્ય અને અવ્યાપારનું દેશથી કે સર્વથી ૧. ર્ચાપથવિશુદ્ધિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- જવાના માર્ગની વિશુદ્ધિ, ઇર્યાસમિતિપૂર્વક જવાથી જ જવાના
માર્ગની વિશુદ્ધિ થાય.
Page #330
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અતિથિસંવિભાગ વ્રત-૩૧૫
આસેવન કરવું. આના પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે- અપ્રત્યુપેક્ષિત-દુષ્પ્રત્યુપેક્ષિત-શય્યાસંસ્તારક, અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત-શય્યાસંસ્તારક, અપ્રત્યુપેક્ષિત-દુષ્પ્રત્યુપેક્ષિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ, અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ,
સમ્યગ્ અનનુપાલન.
પાંચેયનો અર્થ સ્પષ્ટ છે.
અપ્રત્યુપેક્ષિત= દૃષ્ટિથી ન જોયેલું.
દુષ્પ્રત્યુપેક્ષિત= પ્રમાદના કારણે દૃષ્ટિથી બરોબર ન જોયેલું.
અપ્રમાર્જિત= રજોહરણ આદિથી નહિ પૂજેલું.
દુષ્પપ્રમાર્જિત= રજોહરણ આદિથી બરોબર નહિ પૂજેલું. જો સાધુની પાસે ઔપગ્રહિક (=વધારાનું) રજોહરણ હોય તો તે માગે. તેના અભાવમાં વસ્ત્રના છેડાથી પ્રમાર્જન કરે. શય્યાસંસ્તારક=સૂવા માટેનો સંથારો.
સમ્યગ્ અનનુપાલન– પૌષધમાં હોય ત્યારે પણ મનથી આહારને ઇચ્છે, પારણે પોતાના માટે આદર કરાવે. શરીરસત્કારમાં શણગારબુદ્ધિથી મસ્તકના વાળ, શરીરના વાળ વગેરેને વ્યવસ્થિત રાખે, ઉદ્દવર્તન વગેરે કરે. મન વગેરેથી અબ્રહ્મ અને કોઇક સાવદ્યવ્યાપારનું સેવન કરે.
અતિથિસંવિભાગવ્રત
હવે અતિથિસંવિભાગરૂપ ચોથું શિક્ષાવ્રત કહેવાય છે. તિથિ અને પર્વ વગેરે લૌકિક વ્યવહારનો ત્યાગ કરીને ભોજનના સમયે ઉપસ્થિત થનાર સાધુ શ્રાવકના અતિથિ કહેવાય. કહ્યું છે કે— ‘(લૌકિક)તિથિઓ, પર્યો અને ઉત્સવો જે મહાત્માએ છોડી દીધા છે તેને અતિથિ જાણવા. બાકીના અભ્યાગત (પરોણા) જાણવા.''
સંવિભાગ શબ્દમાં સં, વિ અને ભાગ એમ ત્રણ શબ્દો છે. સં એટલે સંગત, અર્થાત્ `નિર્દોષ. વિ એટલે વિશિષ્ટ રીતે, અર્થાત્ પશ્ચાત્કર્મ આદિ દોષો ન લાગે તે રીતે. ભાગ એટલે પોતાની વસ્તુનો અંશ. પશ્ચાત્કર્મ આદિ દોષો ન લાગે તે રીતે ન્યાયથી ઉપાર્જિત અને કલ્પનીય (=ઉદ્ગમ આદિ દોષોથી રહિત) વસ્તુઓનો શ્રદ્ધાસત્કાર અને ક્રમથી યુક્ત અંશ આપવો તે સંવિભાગ.
અતિથિનો સંવિભાગ કરવો તે અતિથિસંવિભાગ. આના પણ પાંચ અતિચારો છે. તે આ પ્રમાણે– સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ, માત્સર્ય.
૧. ટીકામાં વિ શબ્દનો અર્થ આપ્યો નથી. અન્યગ્રંથોના આધારે અહીં વિ શબ્દનો અર્થ લખ્યો છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૬- બારવ્રતોના ત્રણ વિભાગ ઉપદેશમાલા (પુષ્પમાલા) [સર્વચારિત્રમાં મૂલગુણો
સચિત્તનિક્ષેપ- (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુ સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકવી.
સચિત્તપિધાન (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુને સચિત્ત કોળા આદિ ફલથી ઢાંકવી. "
કાલાતિક્રમ- નહિ આપવાની બુદ્ધિથી સાધુઓને ઉચિત ભિક્ષા સમયનું ઉલ્લંઘન કરવું, અર્થાત્ ભિક્ષાસમય વીતી ગયા પછી કે ભિક્ષા સમય થયા પહેલાં નિમંત્રણ કરવું.
પરવ્યપદેશ– પર એટલે પોતાના સિવાય અન્ય. વ્યપદેશ એટલે કહેવું. સાધુને પ્રાયોગ્ય વસ્તુ પોતાની હોવા છતાં સાધુને નહિ આપવાની ઇચ્છાથી જ આ વસ્તુ બીજાની છે, મારી નથી, એમ સાધુની સમક્ષ કહેનારને આ દોષ થાય.
માત્સર્ય- મત્સર જેને હોય તે મત્સરિક કહેવાય. મત્સરનો ભાવ તે માત્સર્ય. માત્સર્ય એટલે સહન ન કરવું, અર્થાત્ સાધુઓ કોઈ વસ્તુ માગે ત્યારે ગુસ્સો કરે. અથવા માત્સર્ય એટલે અહંકાર. તે કોઈ રકમાત્ર પણ આપે છે તો શું હું તેનાથી પણ હીન છું? ઇત્યાદિ અહંકારથી સાધુને આપવું.
આ પ્રમાણે સંક્ષેપથી બારેય શ્રાવક વ્રતો કહ્યાં. વિસ્તારથી તો આવશ્યક વગેરે સૂત્રોથી જાણી લેવા. બારવ્રતો કહેવામાં દેશચારિત્રના મૂલગુણો અને ઉત્તરગુણોનું વ્યાખ્યાન કર્યું. [૧૧૫]
પ્રશ્ન- મૂલગુણો અને ઉત્તરગુણો મળીને દેશચારિત્રની કેટલી સંખ્યા છે? ઉત્તર- બાર ભેદો છે. બાર ભેદો કેવી રીતે છે? એ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર કહે છેपंच य अणुव्वयाई, गुणव्वयाइं च हुंति तिन्नेव । सिक्खावयाई चउरो, सव्वं चिय होइ बारसहा ॥ ११६॥
દેશચારિત્રના પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો એમ સર્વ બાર ભેદો છે. [૧૧૬] ભેદ-પ્રભેદ સહિત દેશચારિત્ર કહ્યું. હવે સર્વચારિત્રનું નિરૂપણ કરતા સૂત્રકાર કહે છે
मूलुत्तरगुण भेएण, सव्वचरणंपि वन्नियं दुविहं । मूले पंच महव्वय, राईभोयणविरमणं च ॥ ११७॥
સર્વચારિત્ર પણ મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. પાંચમહાવ્રતો અને રાત્રિભોજનવિરમણ એ મૂલગુણો છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
સર્વચારિત્રમાં ઉત્તરગુણો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેશચારિત્રને યોગ્ય કોણ?-૩૧૭
| વિશેષાર્થ- પ્રશ્ન– અહીં સર્વચારિત્રમાં પાંચ મહાવ્રતો અને રાત્રિભોજનવિરમણને મૂલગુણોમાં કહ્યા, દેશચારિત્રમાં તો રાત્રિભોજનવિરમણવ્રત ઉત્તરગુણોમાં નિશ્ચિત કરાયું છે. આથી અહીં શો વિશેષ છે?
ઉત્તર- તમારું કહેવું સારું છે. પણ સર્વચારિત્રીજીવો સર્વ-સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલા હોવાથી મૂલગુણરૂપ બધાય મહાવ્રતોમાં રાત્રિભોજનવિરમણ અતિશય ઉપકારી હોવાથી મૂલગુણોમાં કહ્યું છે. દેશચારિત્રીજીવો તો આરંભથી થનારા પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થયેલા હોવાથી રાત્રિભોજનવિરમણ મૂલગુણોમાં અલ્પ જ ઉપકારી હોવાથી ઉત્તરગુણમાં કહ્યું છે. [૧૧૭] સર્વચારિત્રમાં મૂલગુણો કહ્યા. હવે સર્વચારિત્રમાં ઉત્તરગુણોનું નિરૂપણ કરતા સૂત્રકાર કહે છે
पिंडविसोही ४ समिई ५, भावण १२ पडिमा य १२ इंदियनिरोहो ५ । पडिलेहण २५ गुत्तीओ ३, अभिग्गहा ४ उत्तरगुणेसु ॥ ११८॥
પિંડવિશુદ્ધિ-૪, સમિતિ-૫, ભાવના-૧૨, પ્રતિમા-૧૨, ઇન્દ્રિયનિરોધ-પ, પડિલેહણ૨૫, ગુમિ-૩, અભિગ્રહ-૪, આ ઉત્તરગુણો છે.
વિશેષાર્થ- અહીં પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણોનું માત્ર ઉપલક્ષણ જ છે. તેથી ઇચ્છાકાર-મિથ્યાકાર-તથાકાર વગેરે પ્રકારની અન્ય પણ સામાચારીઓ અહીં ઉત્તરગુણીમાં જાણવી. [૧૧૮]
આ પ્રમાણે સંક્ષેપથી જ ભેદને આશ્રયીને ચારિત્રનું નિરૂપણ કર્યું. આ પ્રમાણે બીજા પણ સામાયિક-છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રભેદો શાસ્ત્રોક્ત આચારોને જાણનારાઓએ અહીં કહેવા. આ જ વિષયને પૂર્વાર્ધથી કહેવાને ઇચ્છતા અને “ચારિત્રને યોગ્ય” દ્વારની પ્રસ્તાવનાને કરતા ગ્રંથકાર કહે છે
इय एवमाइ भेयं, चरणं सुरमणुयसिद्धिसुहकरणं । जो अरिहइ घित्तुं जे, तमहं वोच्छं समासेणं ॥ ११९॥
ઇત્યાદિ ભેટવાળા અને દેવ-મનુષ્ય-મોક્ષના સુખને કરનારા ચારિત્રને સ્વીકારવા માટે જે યોગ્ય છે તેને હું સંક્ષેપથી કહીશ.
વિશેષાર્થ દેવસુખ=ઇંદ્ર આદિના ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ. મનુષ્યસુખ=ચક્રવર્તી આદિના ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ. મોક્ષસુખ અનુપમ સ્વાભાવિક પરમ આનંદ. [૧૧૮]
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૮- ચરણશુદ્ધિ વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેશચારિત્રને યોગ્ય કોણ?
તેમાં દેશચારિત્રને યોગ્ય જીવને બતાવતા ગ્રંથકાર કહે છેसंवेगभावियमणो, सम्मत्ते निच्चलो थिरपइन्नो । विजिइंदिओ अमाई, पन्नवणिजो किवालू य ॥ १२०॥ जइधम्ममिवि कुसलो, धीमं आणारुई सुसीलो य । विण्णायतस्सरूवो, अहिगारी देसविरईए ॥ १२१॥
સંવેગભાવિતમનવાળો, સમ્યકત્વમાં નિશ્ચલ, સ્થિર પ્રતિજ્ઞાવાળો, વિજિતેન્દ્રિય, માયારહિત, પ્રજ્ઞાપનીય, દયાળુ, સાધુધર્મમાં પણ કુશલ, બુદ્ધિમાન, આજ્ઞારુચિ, સુશીલ અને દેશવિરતિના સ્વરૂપનો જાણકાર દેશવિરતિ ધર્મનો અધિકારી છે.
વિશેષાર્થ(સંવેગ એટલે મોક્ષાભિલાષ) સંવેગરહિત જીવના ગુણોના ઉત્કર્ષનું સ્થાપન માત્ર મહેનતરૂપ ફલવાળું જ છે, અર્થાત્ સંવેગરહિત જીવમાં ગુણોના ઉત્કર્ષનું સ્થાપન કરવામાં નિરર્થક મહેનત સિવાય કશું ફળ મળતું નથી. માટે અહીં “સંવેગભાવિતમનવાળો” એવું વિશેષણ છે.
સંવેગ વ્યવહારથી મિથ્યાષ્ટિને કે શિથિલ સમ્યકત્વવાળાને પણ હોય. તે બંનેયમાં ચારિત્રગુણનું આરોપણ સન્નિપાતથી યુક્તને દૂધ અને સાકરના પાણીની જેમ દોષ માટે જ થાય. કારણ કે ચારિત્રમાં આદર વગેરે ન હોવાથી વિરાધના વગેરે દોષોનો પ્રસંગ આવે. માટે “સમ્યકત્વમાં નિશ્ચલ” એવું વિશેષણ છે.
સમ્યકત્વમાં નિશ્ચલ જીવ પણ ચારિત્રાવરણીયકર્મના ઉદયથી અસ્થિર પ્રતિજ્ઞાવાળો પણ હોય. આથી “સ્થિરપ્રતિજ્ઞાવાળો” એવું વિશેષણ છે.
સ્થિરપ્રતિજ્ઞાવાળો જીવ જો કે પ્રતિજ્ઞામાં સ્થિર હોવાથી વ્રતોનો સર્વથા ત્યાગ ન કરે, તો પણ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત ન કર્યો હોવાથી તેવા પ્રકારના કર્મોના ઉદયથી વ્રતોને અતિચારવાળા કરે. આથી “વિજિતેન્દ્રિય” એવું વિશેષણ છે.
આ પૂર્વોક્ત ગુણો માયાવી જીવને પણ ઉદાયિરાજાને મારનાર આદિની જેમ બાહ્ય-વૃત્તિથી (=માત્ર દેખાવથી) હોય. માટે “માયારહિત” એવું વિશેષણ છે.
| માયારહિત પણ જીવ તેવા પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોદયના સામર્થ્યથી કોઇક અર્થમાં આગ્રહી પણ હોય. આથી “પ્રજ્ઞાપનીય” એવું વિશેષણ છે. (પ્રજ્ઞાપનીય એટલે સમજાવી શકાય તેવો.)
આ ગુણો હોવા છતાં ધર્મનું મૂળ દયા હોવાથી દયામાં તત્પરપણું વિશેષ જોવું જોઇએ. આથી “દયાળુ” એવું વિશેષણ છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સર્વચારિત્રને યોગ્ય કોણ?-૩૧૯ આવા પ્રકારના ગુણવાળા પણ જે જીવે સમિતિ-ગુણિમાં ઉપયોગ, તીવ્ર તપશ્ચર્યા, પરીષહ સહન, પ્રતિમા સ્વીકાર, જિનકલ્પ સ્વીકાર ઇત્યાદિ સાધુધર્મનું સ્વરૂપ સારી રીતે સાંભળ્યું ન હોય, તેને આ માત્ર દેશવિરતિ પણ દુષ્કર લાગે. અતિદુષ્કર સાધુધર્મ સારી રીતે સાંભળવામાં આવતાં તે માત્ર દેશવિરતિને કરે. આથી આદિધર્મની (=સાધુધર્મની) અપેક્ષાએ “સાધુધર્મમાં કુશળ” એવું વિશેષણ છે. કહ્યું છે કે-“સાધુધર્મ જાણે છતે શ્રાવકધર્મમાં યોગ્ય થાય.”
આવો પણ જીવ નિપુણબુદ્ધિવાળો ન હોય તો તીર્થાન્તરીયો(=અન્ય દર્શનીઓ) વગેરેથી લોભ પામે. તેથી “બુદ્ધિમાન” એવું વિશેષણ છે.
આવો પણ જીવ પૂર્વાવસ્થામાં શુષ્કતાર્કિક એવા બૌદ્ધો વગેરેથી ભાવિત થયેલો હોય, એથી સૂક્ષ્મનિગોદમાં જીવની સત્તા વગેરે સ્વીકારવા છતાં કેવળ યુક્તિને જ શોધે. કેવળ યુક્તિને જ શોધવી એ અસત્ પક્ષ જ છે. કારણ કે પરમગુરુઓએ કહ્યું છે કે-“જે અર્થ આગમથી નિશ્ચિત કરી શકાય તે અર્થ આગમથી જ કહેવો, દૃષ્ટાંતથી ન કહેવો. જે અર્થ દૃષ્ટાંતથી નિશ્ચિત કરી શકાય તે અર્થ દૃષ્ટાંતથી કહેવો. અર્થને કહેવાનો આ વિધિ છે. બીજી રીતે અર્થને કહેવામાં વિરાધના છે. કારણ કે બીજી રીતે અર્થ કહેવાથી શ્રોતા અધિક મુંઝવણમાં પડે અને એથી અર્થનો સ્વીકાર ન કરે= અર્થની શ્રદ્ધા ન કરે.” (આવશ્યકસૂત્ર ૧૬૧૯)
આ પ્રમાણે વિચારીને અહીં “આજ્ઞારુચિ” એવું વિશેષણ છે.
બ્રહ્મચર્ય વગેરેમાં સદાચારી જીવ સુખપૂર્વક જ દેશવિરતિનો નિર્વાહ કરે. આથી “સુશીલ” એવું વિશેષણ છે.
આવો પણ જીવ (દેશવિરતિને સમજવા માટે) તેવા પ્રકારનો ઉદ્યમ ન કરવાથી અથવા અતિશય ઉતાવળથી પ્રવૃત્ત થયેલો તે બરોબર વિચાર્યા વિના જ દેશવિરતિને સ્વીકારે. આ યુક્ત નથી. કારણ કે–“પહેલાં જ્ઞાન અને પછી દયા” એવું વચન છે. માટે “દેશવિરતિના સ્વરૂપનો જાણકાર” એવું વિશેષણ છે.
આ ગુણો ઉપલક્ષણ છે. આથી બીજા પણ વિનય અને માર્ગાનુસારિતા વગેરે ગુણો યથાસંભવ ગ્રહણ કરવા. આવા ગુણોથી વિશિષ્ટ જીવ દેશવિરતિના સ્વીકારમાં અધિકારી કરાય છે. [૧૨૦-૧૨૧]
હવે સર્વચારિત્રને યોગ્ય જીવોનું નિરૂપણ કરતા ગ્રંથકાર કહે છેपाएण हुँति जोग्गा, पव्वजाएवि तेच्चिय मणुस्सा । देसकुलजाइसुद्धा, बहुखीणप्पायकम्मंसा ॥ १२२॥
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૦- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) | [સર્વચારિત્રને યોગ્ય કોણ?
જે જીવો દેશવિરતિને યોગ્ય કહ્યા છે, પ્રાયઃ કરીને દેશ-કુલ-જાતિથી શુદ્ધ અને જેમના લગભગ ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે એવા તે જ મનુષ્યો સર્વવિરતિરૂપ પ્રવ્રજ્યાને પણ યોગ્ય છે.
વિશેષાર્થ- પ્રગ્ન- જે જીવો દેશવિરતિને યોગ્ય કહ્યા છે તે જ જીવો દીક્ષાને પણ યોગ્ય છે. તો “પ્રાયઃ” શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો છે? ન ઉત્તર- નારકો, તિર્યંચો અને દેવો સર્વવિરતિને યોગ્ય ન હોવાથી મનુષ્યો જ સર્વવિરતિને યોગ્ય છે, આથી પ્રાયઃ શબ્દનો અને મનુષ્ય શબ્દનો ઉલ્લેખ કર્યો છે. મનુષ્યો પણ દેશ-કુલ-જાતિથી શુદ્ધ હોવા જોઈએ. અનાર્ય મનુષ્ય દેશથી અશુદ્ધ કહેવાય છે. અનાર્યને દીક્ષા ન અપાય. કારણ કે તેને ભાષા આદિનું જ્ઞાન ન હોવાથી તે ચારિત્રમાં સમ્યક્ પ્રવૃત્તિ ન કરી શકે. માતાનો પક્ષ તે જાતિ. પિતાનો પક્ષ તે કુલ. જાતિ અને કુલથી અશુદ્ધ વ્રતને યોગ્ય નથી. કારણ કે વ્રતનો નિર્વાહ કરવામાં વ્યભિચારનો સંભવ છે, અર્થાત્ તે વ્રત ન પાળે તેવો સંભવ છે. દેશવિરતિ તો તિર્યંચ આદિને પણ અપાય છે. આથી દેશવિરતિ સ્વીકારનારના “મનુષ્ય અને દેશથી શુદ્ધ વગેરે વિશેષણો કર્યા નથી.
વળી બીજું- દેશવિરતિનો સ્વીકાર કરનારની અપેક્ષાએ જેમના લગભગ ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે તેવા જીવો સર્વવિરતિના સ્વીકારમાં અધિકારી કરવા યોગ્ય છે. જેટલી કર્મસ્થિતિમાં સમ્યકત્વને પ્રાપ્ત કરી શકાય છે તેનાથી પલ્યોપમ પૃથકત્વ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે શ્રાવક ( દેશવિરતિ) થાય. તેનાથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે ચારિત્રને પામે છે. તેનાથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે ઉપશમશ્રેણિને પામે છે. તેનાથી પણ સંખ્યાતા. સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે ક્ષપકશ્રેણિને પામે છે. કહ્યું છે કે“સમ્યકત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંતઃકોડાકોડિ) કર્મસ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.” આથી “જેમના લગભગ ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે એવા” એવું વિશેષણ છે.
પ્રશ્ન- અમુક મનુષ્યના ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે એવો નિશ્ચય કેવી રીતે કરી શકાય?
ઉત્તર- તેની બાહ્યચેષ્ટાના આધારે અનુમાન વગેરેથી નિશ્ચય કરી શકાય.
Page #336
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરતિને અયોગ્ય કોણ? ૩૨૧ અહીં પણ આ ગુણો માત્ર ઉપલક્ષણ છે. એથી વયને પ્રાપ્ત થયો હોય, અર્થાત્ દીક્ષાને યોગ્ય વયવાળો હોય, નિરોગી હોય, કલ્યાણા હોય, અર્થાત્ ખોડ-ખાપણથી રહિત અને પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય ઇત્યાદિ બીજા પણ ગુણો અહીં જોવા. [૧૨૨] ' 'અન્વય-વ્યતિરેકથી નિશ્ચિત કરાયેલ અર્થ સારી રીતે સમજી શકાય છે. (કે સારી રીતે માની શકાય છે.) આથી અન્વયથી સર્વવિરતિને યોગ્ય જીવો કહ્યા. હવે તેનાથી વિપરીત અયોગ્ય જીવોને કહે છે
अट्ठारस पुरिसेसं, वीसं इत्थीसु दस नपुंसेसु । जिणपडिकुट्ठत्ति तओ, पव्वावेउं न कप्पंति ॥ १२३॥
પુરુષોમાં અઢાર, સ્ત્રીઓમાં વીસ અને નપુંસકમાં દશ જિનથી નિષેધ કરાયા છે. આથી તે જીવો બહુદોષનો સંભવ હોવાથી દીક્ષા આપવાને માટે યોગ્ય નથી. [૧૨૩].
તેમાં પુરુષોમાં જે અઢાર અયોગ્ય છે તેમને બતાવતા ગ્રંથકાર કહે છેबाले १ बुड्ढे २ नपुंसे ३ य, कीवे ४ जड्डे ५ य वाहिए ६ । तेणे ७ रायावगारी ८ य, उम्मत्ते ९ य अदंसणे १० ॥ १२४॥ दासे ११ दुढे १२ य मूढे १३ य, अणत्ते १४ जुंगिए १५ इय ।
ओवद्धए १६ य भयए १७, य सेहनिफेडिया १८ इय ॥१२५॥
બાલ, વૃદ્ધ, નપુંસક, ક્લબ, જરૂ, રોગી, ચોર, રાજાનો અપકારી, ઉન્મત્ત, અદર્શન, દાસ, દુષ્ટ, મૂઢ, દેવાદાર, જુગિત, અવબદ્ધક, મૃતક, શૈક્ષનિષ્ફટિકા- આ અઢાર પુરુષો દીક્ષા આપવાને અયોગ્ય છે. વિશેષાર્થ(૧) બાલ- અહીં આઠ કે સાત વર્ષ સુધી બાળક કહેવાય છે. (૨) વૃદ્ધ- ૭૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય છે. બીજાઓ કહે છે કે– ૭૦ વર્ષ પહેલાં પણ ઇન્દ્રિયોની
હાનિ જોવામાં આવતી હોવાથી ૬૦ વર્ષ પછી પણ વૃદ્ધ કહેવાય. (૩) નપુંસક– જે ન સ્ત્રી હોય અને ન તો પુરુષ હોય તે નપુંસક. (૪) કલીબ- સ્ત્રીઓ ભોગ માટે નિમંત્રણ કરે, અથવા અગુપ્ત અંગોવાળી સ્ત્રીઓના
૧. પ્રસ્તુતમાં અન્વય એટલે વિધાન. વ્યતિરેક એટલે નિષેધ. આવા ગુણવાળાને દીક્ષા આપવી એ અન્વય છે.
આવા દોષવાળાને દીક્ષા ન આપવી તે વ્યતિરેક છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૨- ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિરતિને અયોગ્ય કોણ? અંગોપાંગોને જોઇને, અથવા સ્ત્રીઓના કામવાળા વચનો વગેરે સાંભળીને કામનો અભિલાષ ઉત્પન્ન થાય, અને કામવેદનાને જે સહન ન કરી શકે તે (પુરુષની આકૃતિવાળો) ક્લીબ છે. (૫) જડુ– જડુના ભાષાજડુ, શરીરજડુ અને કરણજડુ એમ ત્રણ પ્રકાર છે. ભાષાજડુ
પણ જલમૂક, મન્મનમૂક અને એલકમૂક એમ ત્રણ પ્રકારે છે. જલમાં ડૂબેલાની જેમ બુડ્ઝ આવાજ કરે તે જલમૂક. બોલતા એવા જેનું વચન ખચકાતું હોય તેમ સ્ખલના પામે તે મન્મનમૂક. જે મૂંગો હોવાના કારણે ઘેટાની જેમ માત્ર શબ્દ કરે=અસ્પષ્ટ શબ્દ કરે તે એલકમૂક છે. જે અત્યંત સ્થૂલ હોવાના કારણે માર્ગમાં, ભિક્ષા માટે ચાલવામાં અને વંદન વગેરે ક્રિયા કરવા માટે અસમર્થ હોય તે શરીરજડ્ડ છે. કરણ એટલે ક્રિયા. ક્રિયામાં જડ્ડ તે કરણજડુ. સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સંયમપાલન વગેર ક્રિયાનો અનેકવાર ઉપદેશ આપવા છતાં જડુ હોવાના કારણે ક્રિયાને સમજી શકે નહિ તે કરણજડુ છે.
(૬) રોગી ભગંદર, અતિસાર, કોઢ, બરોળનો રોગ, શૂળ, મસા વગેરે રોગોથી ઘેરાયેલ. (૭) ચોર– ખાતર પાડવું, ખોદવું, માર્ગમાં લૂંટવું વગેરે ચોરીના કામમાં તત્પર. (૮) રાજાનો અપકારી– રાજભંડાર, અંતઃપુર, રાજાનું શ૨ી૨, રાજપુત્ર વગેરેનો દ્રોહ કરનાર. (૯) ઉન્મત્ત- યક્ષ વગેરેથી કે પ્રબલ મોહોદયથી પરવશપણાને પમાડાયેલ.
(૧૦) અદર્શન અદર્શન એટલે અંધ. (જેને દર્શન= સમ્યક્ત્વ નથી એવી વ્યુત્પત્તિથી) સ્યાનર્ધિનિદ્રાવાળો પણ અહીં જાણવો.
(૧૧) દાસ- ગૃહદાસીથી જન્મેલો હોય, અગર દુકાળ વગેરેમાં ધન આપીને ખરીદેલો હોય, અથવા ઋણ આદિના કારણે રોકી લીધો હોય= તાબામાં રાખ્યો હોય તે દાસ. (૧૨) દુષ્ટ– દુષ્ટના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. સરસવની ભાજીમાં આસક્ત સાધુની જેમ ઉત્કટ કષાયવાળો કષાયદુષ્ટ છે. પરસ્ત્રી આદિમાં અતિશય આસક્ત વિષયદુષ્ટ છે.
(૧૩) મૂઢ– જે સ્નેહથી અથવા અજ્ઞાનતા વગેરેના કારણે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવામાં શૂન્ય મનવાળો.
(૧૪) દેવાદાર- જે રાજા વગેરેના સોના વગેરેને ધારણ કરે છે, અર્થાત્ જેના ઉપર રાજા વગેરેના સોના વગેરેનું દેવું હોય, તે દેવાદાર.
(૧૫) જુગિત– જાતિ, કર્મ અને શરીર વગેરેથી દૂષિત થયેલ જંગિત છે. ચમાર, કોળી, વરંડ, ચાંડાલ અને છીપા વગે૨ે અસ્પૃશ્યો જાતિજુંગિત છે. સ્પૃશ્ય હોવા છતાં સ્ત્રી
Page #338
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરતિને અયોગ્ય કોણ? ૩૨૩ (=વેશ્યા), મોર અને કુકડા આદિને પોષનારા, વાંસના આધારે દોરડા ઉપર ચઢવું ( નાચવું), નખ ધોવા, કસાઈનો ધંધો, શિકાર વગેરે નિંદિત કર્મ કરનારાઓ કર્મજુંગિત છે. પગ, હાથ, કાન વગેરેથી રહિત અને પાંગળા, કૂબડા, ઠીંગણા,
કાણા વગેરે શરીરજંગિત છે. (૧૬) અવબદ્ધક ધન લીધું હોય એથી, અથવા વિદ્યા વગેરે લેવા માટે “આટલા
દિવસો સુધી હું તારો છું” એ પ્રમાણે જેણે પોતાની પરાધીનતા કરી હોય=
સ્વીકારી હોય તે અવબદ્ધક છે. (૧૭) ભૂતક- એક રૂપિયો આદિ પરિમાણવાળા વેતનથી ધનવાનોના ઘરે દિવસ આદિના
ક્રમથી નક્કી કરેલા સમય સુધી ધનવાનોની આજ્ઞા કરવા માટે જે પ્રવૃત્ત થયો
હોય તે ભૂતક(-ચાકર) છે. (૧૮) શૈક્ષનિષ્ફટિકા- શૈક્ષ એટલે જેને દીક્ષા આપવાની છે તે. નિષ્ફટિકા એટલે
અપહરણ. જેને દીક્ષા આપવાની છે તેનું અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા. શૈક્ષનિષ્ફટિકાના યોગથી જેને માતા-પિતા વગેરેની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવાની હોય તે પણ શૈક્ષનિષ્ફટિકા કહેવાય.
આ પ્રમાણે પુરુષના પુરુષાકારવાળાના આ અઢાર ભેદો દીક્ષા આપવાને માટે અયોગ્ય છે. આ બાળ વગેરેને દીક્ષા આપવાથી શાસન-મલિનતા, સંયમવિરાધના અને આત્મવિરાધના વગેરે દોષો સુખપૂર્વક જ જાણી શકાય છે માટે કહ્યા નથી. શ્રીવજસ્વામી વગેરેને દીક્ષા આપવામાં અપવાદ નિશીથથી જાણી લેવો. આ પ્રમાણે સાધિક બે ગાથાનો અર્થ છે. [૧૨૪-૧૨૫]
હવે કહેલા જ વ્રતને અયોગ્ય પુરુષભેદોનો ઉપસંહાર કરતા અને નહિ કહેલા સ્ત્રીભેદોને બતાવતા ગ્રંથકાર કહે છે
इय अट्ठारस भेया, पुरिसस्स तहित्थियाएँ ते चेव । गुव्विणि सबालवच्छा, दुन्नि इमे हुंति अन्नेऽवि ॥ १२६॥
પુરુષના જે અઢાર ભેદી દક્ષાને અયોગ્ય કહ્યા તે પ્રમાણે તે જ અઢાર ભેદો સ્ત્રીના= સ્ત્રીજન આકારવાળાના પણ જાણવા. તથા બીજા પણ સગર્ભા અને સબાલવત્સા એ બે દીક્ષાને અયોગ્ય છે.
૧. ૧૨૩મી ગાથાના મઠ્ઠારસ પુરિનું ઇત્યાદિ પદોનો આ બે ગાથા સાથે સંબંધ હોવાથી સાધિક બે ગાથા થાય.
એ અપેક્ષાએ અહીં “સાધિક બે ગાથાનો અર્થ છે.” એમ કહ્યું છે. ઉ. ૨૨ ભા.૧
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૪- ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [દીક્ષાને યોગ્ય છ નપુંસકો
ટીકાર્થ– સબાલવત્સા એટલે ધાવણા બાળકવાળી સ્ત્રી. આ બધાય ૨૦ સ્ત્રીના ભેદો છે. [૧૨૬]
પ્રશ્નતમોએ નપુંસકને દીક્ષા આપવાનો નિષેધ કર્યો છે. શાસ્ત્રમાં નપુંસકના ૧૬ ભેદો કહ્યા છે. તેથી શું બધાયને દીક્ષા ન અપાય? કે કોઈકને જ ન અપાય?
ઉત્તર- નપુંસકના દશ ભેદો દીક્ષા માટે અયોગ્ય છે અને છ યોગ્ય છે. આથી જ મૂળગાથામાં “દશ નપુંસક” એમ કહ્યું છે. તે દશ નપુંસકો કયા છે તે ગ્રંથકાર કહે છે
पंडए १ वाइए २ कीवे ३, कुंभी ४ ईसालुएत्ति ५ य । सउणी ६ तक्कम्मसेवी ७ य, पक्खियापक्खिए ८ इय ॥ १२७॥ सोगंधिए ९ य आसित्ते १०, दस एए नपुंसगा । संकिलिट्ठत्ति साहूणं, पव्वावेउं अकप्पिया ॥ १२८॥
પંડક, વાતિક, લીબ, કુંભી, ઇર્ષાળુ, શકુની, તત્કર્મસેવી, પાલિકાપાલિક, સૌગંધિક અને આસક્ત. આ દશ નપુંસકો સંક્લિષ્ટ હોવાથી સાધુઓને દીક્ષા આપવાને માટે અયોગ્ય છે.
વિશેષાર્થ– પંડકનું સ્વરૂપ અહીં જ કંઈક કહેવાશે. બાકીના વાતકી આદિનું સ્વરૂપ વિશેષથી નિશીથપાઠથી જાણી લેવું. સામાન્યથી તો અહીં પણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે– આ દશ નપુંસકો સાધુઓને દીક્ષા આપવાને માટે અયોગ્ય છે.
પ્રશ્ન- દશ નપુંસકો દીક્ષા માટે અયોગ્ય છે તેનું શું કારણ?
ઉત્તર- આ દશેય તરતમતા વિના સમાનપણે નગરના મહાદાહ સમાન કામના અધ્યવસાયવાળા હોવાથી સંલિષ્ટ છે, અર્થાત્ સ્ત્રી આદિના ભોગને આશ્રયીને અતિશય અશુભ અધ્યવસાયવાળા છે. આથી તે દીક્ષાને અયોગ્ય છે. [૧૨૭-૧૨૮]
તો પછી દીક્ષાને યોગ્ય છ ભેદો ક્યા છે? એના ઉત્તરમાં ગ્રંથકાર કહે છેवद्धिए १ चिप्पिए २ चेव, मंतओसहिउवहए ३-४ । इसिसत्ते ५ देवसत्ते ६ य, पव्वावेज नपुंसए ॥ १२९॥
વર્ધિતક, ચિપિત, મંત્રોપહત, ઔષધોપહત, ઋષિશત અને દેવશત આ (છ) નપુંસકોને દીક્ષા આપે.
વિશેષાર્થ– ભવિષ્યમાં રાજાના અંતઃપુરમાં મોટું સ્થાન મળે ઈત્યાદિ કારણોથી
Page #340
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) | પિંડકનું સ્વરૂપ-૩૨૫ બાલ્યાવસ્થામાં જ જેના બે અંડકોષ છેદ આપીને ઓગાળી નાખ્યા હોય તે વર્ધિતક નપુંસક છે. જન્મ થતાં જ આંગળીઓથી જેના બે અંડકોશ મશળીને ઓગાળી નાખવામાં આવે તે ચિણિત નપુંસક છે.
આ બંનેને આ પ્રમાણે કર્યું છતે નપુંસકવેદનો ઉદય થાય છે.
કોઇને તો મંત્રના સામર્થ્યથી અને અન્યને તો ઔષધિના પ્રભાવથી પુરુષવેદ કે સ્ત્રીવેદનો નાશ થતાં નપુંસકવેદનો ઉદય થાય છે. બીજાને તો “મારા તપના પ્રભાવથી તું નપુંસક થા” એ પ્રમાણે ઋષિના શ્રાપથી અને બીજાને તો દેવના શ્રાપથી નપુંસકવેદનો ઉદય થાય છે.
આ પ્રમાણે આ છ નપુંસકોને નિશીથસૂત્રમાં કહેલા વિશેષ લક્ષણો હોય તો દીક્ષા આપે. [૧૨૯]
હવે પૂર્વોક્ત પંડકના કંઈક સ્વરૂપને જાતે જ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છેमहिलासहावो १ सरवण्णभेओ २, मिढं महंतं ३ मउया य वाणी ४ । ससद्दयं मुत्तमफेणयं च, एयाणि छप्पंडगलक्खणाणि ॥ १३०॥
સ્ત્રી સ્વભાવ, સ્વરભેદ, વર્ણભેદ, મોટું પુરુષલિંગ, મૃદુવાણી, શબ્દસહિત અને ફીણરહિત પેશાબ- આ છ પંડકનાં લક્ષણો છે.
વિશેષાર્થ (૧) સ્ત્રીસ્વભાવ- પુરુષનો આકાર ધારણ કરનાર હોવા છતાં સ્વભાવ સ્ત્રીના જેવો હોય
એ પંડકનું એક લક્ષણ છે. સ્ત્રીના જેવો સ્વભાવ આ પ્રમાણે છે- તેની ગતિ મદથી ભરેલી અને મંદ હોય. શંકાસહિત પાછળથી જોતો જોતો જાય. તેનું શરીર કોમલ અને શીતલ હોય. સ્ત્રીની જેમ સતત હાથ તાળી આપતો આપતો બોલે. અથવા પેટ ઉપર આડો ડાબો હાથ રાખે, આડા મૂકેલા ડાબા હાથના તળિયા ઉપર જમણા હાથની કોણી મૂકે, જમણા હાથના તળિયા ઉપર મુખ રાખે, આવી મુદ્રા કરીને બોલે. અથવા બે ભુજાઓને ઉછાળતો બોલે. વારંવાર કેડ ઉપર હાથ મૂકે. વસ્ત્ર ન હોય ત્યારે સ્ત્રીની જેમ બે ભુજાઓથી છાતીને ઢાંકે. બોલતો હોય ત્યારે વારંવાર વિલાસપૂર્વક બે ભૃકુટિઓને અદ્ધર ફેંકે. કેશબંધન અને વસ્ત્રપરિધાન વગેરે સ્ત્રીની જેમ કરે. સ્ત્રીના આભૂષણો વગેરે પહેરવા ઉપર બહુ આદર કરે, અર્થાત્ સ્ત્રીના આભૂષણો વગેરે
પહેરવા તેને બહુ ગમે. સ્નાન વગેરે એકાંતમાં કરે. પુરુષોના સમુદાયમાં ભયસહિત ૧. અહીં ટીકામાં વાળું – એમ જ છે. પણ વાદું વા એમ વા હોવું જોઇએ. અહીં વા સમજીને અર્થ કર્યો છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૬- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિનીતને ચારિત્ર અને શંકિત રહે, અને સ્ત્રી સમુદાયમાં તો નિઃશંકપણે રહે. સ્ત્રીને ઉચિત રાંધવું, ખાંડવું,
પીસવું વગેરે કામો કરે. ઇત્યાદિ સ્ત્રીનો સ્વભાવ પંડકનું લક્ષણ છે. (ર) સ્વરભેદ- તેનો સ્વર પુરુષ તથા સ્ત્રીની અપેક્ષાએ વિલક્ષણ હોય. (૩) વર્ણભેદ– શરીરના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુરુષ અને સ્ત્રીની અપેક્ષાએ વિલક્ષણ હોય. (૪) મોટું પુરુષલિંગ- તેનું પુરૂષલિંગ મોટું હોય. (૫) મૃદુવાણી- વાણી સ્ત્રીના જેવી કોમળ હોય. (૬) શબ્દસહિત અને ફીણરહિત પેશાબ- પેશાબ સ્ત્રીની જેમ શબ્દસહિત અને
ફીણરહિત થાય. આ છ પંડકનાં લક્ષણો છે. વાતકી આદિનાં લક્ષણ નિશીથથી જાણવા એમ કહ્યું જ છે. [૧૩૦]
આ પ્રમાણે સર્વવિરતિને માટે અયોગ્ય જીવો બતાવ્યા. દેશવિરતિ માટે અયોગ્ય જીવો તો સંવેગભાવિત મનથી રહિત વગેરે સ્વયમેવ વિચારવા. આ પ્રમાણે ચારિત્રને યોગ્ય-અયોગ્ય જીવોનું નિરૂપણ થઈ જતાં “ચારિત્રને યોગ્ય દ્વાર પૂર્ણ થયું. હવે “સ્વીકારવિધિ પ્રરૂપણા” દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
बालाइदोसरहिओ, उवढिओ जइ हवेज चरणथं । तं तस्स पउत्तालोयणस्स सुगुरूहिं दायव्वं ॥ १३१॥
બાલ્યાવસ્થા આદિ દોષોથી રહિત જે ચારિત્ર માટે ઉપસ્થિત થયો હોય તેને સુગુરુઓએ પહેલાં આલોચના આપીને પછી ચારિત્ર આપવું. [૧૩૧]
શું આટલામાત્રથી જ ચારિત્ર અપાય? ના. આથી ગ્રંથકાર કહે છેआलोयणसुद्धस्सवि, दिज विणीयस्स नाविणीयस्स । न हि दिजइ आभरणं, पलियत्तियकन्नहत्थस्स ॥ १३२॥
આલોચનાથી શુદ્ધ થયેલો પણ જે વિનીત હોય તેને ચારિત્ર આપવું, અવિનીતને નહિ. જેના કાન અને હાથ કપાઈ ગયા છે તેને આભૂષણ ન અપાય.
વિશેષાર્થ– “જેના કાન-હાથ કપાઇ ગયા છે” એવું વિશેષણ ઉપલક્ષણ છે. તેથી “જેના પગ કપાઈ ગયા છે' વગેરે વિશેષણો પણ સમજવા. કેવા પ્રકારનો જીવ વિનીત જાણવો? કે જેને ચારિત્ર આપવું, એ પ્રમાણે સૂત્રકાર કહે છે
अणुरत्तो भत्तिगओ, अमुई अणुवत्तओ विसेसन्नू । उज्जुत्तोऽपरितंतो, इच्छियमत्थं लहइ साहू ॥ १३३॥
Page #342
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ કાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [ચારિત્ર પ્રદાનનો વિધિ-૩૨૭ અનુરક્ત, ભક્તિગત, અમોચક, અનુવર્તક, વિશેષજ્ઞ, ઉઘુક્ત અને અપરિતાન્ત સાધુ ઇચ્છિત ચારિત્ર વગેરે અર્થને પામે છે. (૧) અનુરક્ત- વસ્ત્રમાં ગળીના રંગની જેમ ગુરુઓમાં (સ્થિર) રાગવાળો. (૨) ભક્તિગત- ભક્તિ એટલે મસ્તકે અંજલિ કરવી ઇત્યાદિ ભાવથી ગુરુસેવા. ગત
એટલે પ્રાપ્ત. અર્થાત્ આદરપૂર્વક ગુરુસેવાને પ્રાપ્ત કરનાર. (૩) અમોચક– આવો જીવ કેટલોક કાળ ગુરુની સાથે રહીને પછી બીજે પણ જાય.
આથી અહીં કહે છે કે અમોચક હોય, છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ગુરુ ચરણોના
સાંનિધ્યને ન મૂકનારો હોય. (૪) અનુવર્તક- સાધુ વગેરે બધાય જીવો પ્રત્યે ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરવાની શ્રદ્ધાવાળો. (૫) વિશેષજ્ઞ- સત્ અને અસત્ વસ્તુનો વિવેક કરનાર. (૬) ઉઘુક્ત- અધ્યયન-વેયાવચ્ચ આદિ ક્રિયાઓમાં અતિશય ઉદ્યમ કરવામાં તત્પર. (૭) અપરિતાન્ત– વિવક્ષિત અર્થને સિદ્ધ કરવામાં નહિ કંટાળનાર.
પ્રશ્ન– “ચારિત્રને યોગ્ય દ્વારમાં વિનયનો સંગ્રહ કરી લીધો જ છે. અહીં ફરી તેનો ઉલ્લેખ કેમ કર્યો?
ઉત્તર- તમારું કહેવું સારું છે. પણ વિનયગુણ અતિશય મુખ્ય છે. આથી તે ગુણની અતિશય મુખ્યપણે તપાસ કરવી જોઇએ. એ જણાવવા માટે ફરી અહીં તેનું ગ્રહણ કર્યું છે. આથી એમાં દોષ નથી. [૧૩૩]
વિનીતને પણ કઈ વિધિથી ચારિત્ર આપવું તે કહે છેविणयवओऽवि हु कयमंगलस्स तदविग्धपारगमणाय । देज सुकओवओगो, खित्ताइसु सुप्पसत्थेसु ॥ १३४॥
વિનીત પણ વિઘ્ન વિના ચારિત્રના પારને પામવા માટે પહેલાં જિનમૂર્તિની અને સંઘની પૂજા વગેરે મંગલ કરે. પછી નિમિત્ત આદિ વિષે જેણે ઉપયોગ કર્યો છે તેવા ગુરુ સુપ્રશસ્તક્ષેત્ર આદિમાં દીક્ષા આપે.
સુપ્રશસ્તક્ષેત્ર– જિનમંદિરમાં અથવા શેરડીનું ખેતર અને ક્ષીરવૃક્ષો જ્યાં નજીકમાં હોય ઇત્યાદિ સ્થળે દીક્ષા આપવી. ભાંગેલા, બળેલા, કચરાથી વ્યાપ્ત વગેરે સ્થળે દીક્ષા ન આપવી.
કાળમાં પણ “શુકુલ કૃષ્ણ બંને પક્ષની ચૌદશ, અમાસ, પૂનમ, આઠમ, નોમ, છટ્ટ, ચોથ અને બારસ આ તિથિઓમાં દીક્ષા ન આપવી. આ સિવાયની તિથિઓમાં દીક્ષા આપવી. (ગણિવિદ્યા) ૭) “ત્રણ ઉત્તરા અને રોહિણી, (હસ્ત, અનુરાધા, રેવતી,
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૮- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [મહાવ્રતોનું આરોપણ શ્રવણ, મૂળ, શતભિષા, પૂર્વભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, અશ્વિની, સ્વાતિ, મૃગશીર્ષ) નક્ષત્રમાં શિષ્યને દીક્ષા આપવી, ગણિપદ અને વાચપદની અનુજ્ઞા કરવી, તથા મહાવ્રતોનું આરોપણ કરવું. (પંચવસ્તુ ૧૧૨) તિથિ અને નક્ષત્ર વગેરેથી યુક્ત કાલમાં દીક્ષા આપવી, અપ્રશસ્ત કાલમાં દીક્ષા ન આપવી.
ભાવમાં પણ પ્રશસ્ત હોરા આદિની પ્રવૃત્તિથી વિશુદ્ધ બનેલા ભાવમાં દીક્ષા આપવી. [૧૩૪]
શાસ્ત્રોક્ત સઘળો ય વિધિ અહીં બતાવવાનું શક્ય ન હોવાથી ઉપસંહાર કરતા ગ્રંથકાર ભવ્યજીવના પરીક્ષા કાલને કહે છે_इय एवमाइविहिणा, पाएण परिक्खिऊण छम्मासं ।
पव्वज्जा दायव्वा, सत्ताणं भवविरत्ताणं ॥ १३५॥
આ પ્રમાણે ઇત્યાદિ વિધિથી પ્રાયઃ છમાસ સુધી પરીક્ષા કરીને ભવવિરક્ત જીવોને દીક્ષા આપવી.
વિશેષાર્થ- શ્રીવજસ્વામી અને શ્રીઆર્યરક્ષિત આદિ તથા ઉદાયિરાજાને મારનાર રાજકુમાર જેવા દૃષ્ટાંતોમાં છમાસ સુધી પરીક્ષા કરવાનો નિયમ સચવાયો ન હોવાથી અહીં “પ્રાયઃ' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. [૧૩૫].
આ પ્રમાણે સર્વવિરતિ સામાયિકના સ્વીકારનો વિધિ કહ્યો. હવે મહાવ્રતોના આરોપણને સંક્ષેપથી બતાવવા માટે આ કહે છે
विहिपडिवनचरित्तो, दृढधम्मो जइ अवजभीरू य । तो सो उवट्ठविज्जइ, वएसु विहिणा इमो सो उ ॥ १३६ ॥
પછી (=સર્વવિરતિ સામાયિકના સ્વીકાર પછી) જેણે વિધિપૂર્વક ચારિત્રનો સ્વીકાર કર્યો છે, જે ધર્મમાં દઢ છે, અને પાપભીરુ છે તેની વ્રતોમાં વિધિથી ઉપસ્થાપના કરાય છે. તે વિધિ આ છે.
વિશેષાર્થ– ધર્મમાં દૃઢતા અને પાપભય વગેરે ગુણોનો નિર્ણય થયે છતે જે વિધિથી વ્રતોમાં ઉપસ્થાપના કરાય છે તે વિધિ આ (=હવે પછીની ગાથામાં કહેવાશે તે) છે. [૧૩૬]
કયો વિધિ છે તે કહે છે– पढिए य कहिय अहिगय, परिहारुट्ठावणाए सो कप्पो । छज्जीवघायविरओ, तिविहंतिविहेण परिहारी ॥ १३७॥
Page #344
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચારિત્રની ત્રણ ભૂમિ-૩૨૯
ચારિત્ર માટે યોગ્યના જે ગુણો કહ્યા છે તે ગુણોથી વિશિષ્ટ પણ જે શિષ્ય ષડ્જનિકાય અને મહાવ્રતોના સ્વરૂપ વગેરેના પ્રતિપાદક શસ્ત્રપરિજ્ઞા અધ્યયન અને દશવૈકાલિક વગેરે યોગ્ય સૂત્ર ભણી લે, પછી ગુરુ તેને તે સૂત્રનો અર્થ કહે- વ્યાખ્યાન કરે, શિષ્ય પણ તેને સારી રીતે અવધારી લે, અને પરિહારી થાય તે જ ઉપસ્થાપના (=વડી દીક્ષા) કરવા માટે યોગ્ય છે.
પ્રશ્નઃ– શેનો ત્યાગ કરતો પરિહારી તરીકે અભિમત છે?
ઉત્તરઃ- જે મન-વચન-કાયાથી ન કરવું- ન કરાવવું- ન અનુમોદવું એમ ત્રિવિધત્રિવિધથી છ જીવનિકાયની હિંસાથી નિવૃત્ત થયો હોય તે પરિહારી તરીકે અભિમત છે. વિશેષાર્થ- જેણે સૂત્રથી અને અર્થથી શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગેરે સૂત્રો ભણી લીધા હોય, તેમાં પણ છ જીવનિકાયની શ્રદ્ધાપૂર્વક રક્ષા કરતો હોય, તે મહાવ્રતોમાં ઉપસ્થાપના કરવા યોગ્ય છે એવું અહીં તાત્પર્ય છે. [૧૩૭]
વિપરીત કરવામાં દોષને કહે છે–
अप्पत्ते अकहित्ता, अणहिगयऽपरिच्छणे य आणाई । दोसा जिणेहिं भणिया, तम्हा पत्तादुवट्ठावे ॥ १३८ ॥
શૈક્ષક ઉપસ્થાપના માટે શાસ્ત્રોક્ત દીક્ષાપર્યાયને પ્રાપ્ત ન થયો હોય, યથોક્ત (૧૩૭મી ગાથામાં કહ્યા પ્રમાણે) સૂત્રનો અર્થ કહ્યા વિના, શૈક્ષકે સૂત્રાર્થનું સારી રીતે અવધારણ ન કર્યું હોય, આ છ જીવનિકાયની શ્રદ્ધા કરે છે કે નહિ? કરે છે તો તેની રક્ષા કરે છે કે નહિ? એ પ્રમાણે વૃષભો દ્વારા સૂત્રોક્ત વિધિથી પરીક્ષા કર્યા વિના, ઉપસ્થાપના કરનારને આજ્ઞાભંગ-અનવસ્થા-વિરાધના વગેરે દોષો લાગે એમ જિનોએ કહ્યું છે. માટે દીક્ષા પર્યાયને પ્રાપ્ત થયો હોય વગેરે ગુણોથી યુક્તની જ ઉપસ્થાપના કરવી, બીજાઓની નહિ.
વિશેષાર્થ અહીં અનંતર જ (=૧૩૯મી ગાથામાં) કહેવાશે તે ન્યાયથી જઘન્યથી સાત અહોરાત્ર અને ઉત્કૃષ્ટથી છ માસ પસાર થયે છતે ઉપસ્થાપના માટે દીક્ષાપર્યાયને પ્રાપ્ત થયેલો કહેવાય છે. [૧૩૮]
પર્યાયપ્રાપ્તિના કાલને જાતે જ બતાવતા સૂત્રકાર કહે છે–
सेहस्स तिन्नि भूमी, जहन्न तह मज्झिमा उ उक्कोसा । इंदि सत्त चउमासिया, य छम्मासिया चेव ॥ १३९॥
૧. શૈક્ષક=નૂતન દીક્ષિત.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૦- ચરણશુદ્ધિ દ્વાર] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચારિત્રની ત્રણ ભૂમિ
શિક્ષકની વ્રતોમાં ઉપસ્થાપના કરવામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભૂમિ છે. તેમાં જઘન્ય સાત અહોરાત્રની છે, મધ્યમ ચાર માસની છે, અને ઉત્કૃષ્ટ છ માસની છે.
વિશેષાર્થ– જઘન્યથી સાત અહોરાત્ર, મધ્યમથી ચાર માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પસાર થયે છતે શૈક્ષક વ્રતોમાં ઉપસ્થાપના કરવાને યોગ્ય થાય છે. શૈક્ષક એટલે નૂતનદીક્ષિત. ભૂમિ એટલે યોગ્ય સ્થાન વિશેષ. (અર્થાત્ ઉપસ્થાપના કરવાના કાળની મર્યાદા). [૧૩૯].
તેમાં કોને કઈ ભૂમિ હોય તે કહે છે– पुव्वोवट्ठपुराणे, करणजयट्ठा जहनिया भूमी । उक्कोसा उ दुमेहं, पडुच्च अस्सद्दहाणं च ॥ १४०॥
પૂર્વોપસ્થાપિત પુરાણની ઇન્દ્રિયજય માટે જઘન્યભૂમિ છે. મંદબુદ્ધિવાળાને અને અશ્રદ્ધાળુને આશ્રયીને ઉત્કૃષ્ટ ભૂમિ છે.
વિશેષાર્થ- પૂર્વે જેની વ્રતોમાં ઉપસ્થાપના કરવામાં આવી હોય તે પૂર્વોપસ્થાપિત. પુરાણ એટલે વ્રતથી ભ્રષ્ટ થયેલ. અર્થાત્ પૂર્વે દીક્ષા લઈને છોડી દીધી હોય તેવો જીવ કર્મક્ષયોપશમથી ફરી પણ કોઈ રીતે દીક્ષિત થયો હોય તો સાત અહોરાત્ર પસાર થયે છતે તેની વ્રતોમાં ઉપસ્થાપના કરાય.
પ્રશ્ન- તેણે પૂર્વે સૂત્ર ભણેલું જ છે. તેથી સાત અહોરાત્ર સુધી વિલંબ કેમ કરાય છે?
ઉત્તરઇન્દ્રિયજય માટે વિલંબ કરાય છે. આટલા પણ કાળ વિના તેણે ઇન્દ્રિયજય કર્યો છે કે નહિ તે બરોબર જાણી શકાતું નથી.
મંદબુદ્ધિમંદબુદ્ધિવાળાને આશ્રયીને છ માસની ઉત્કૃષ્ટભૂમિ છે. તે યથોક્તસૂત્રને જલદી ભણી શકતો નથી.
અશ્રદ્ધાળુ- અથવા અશ્રદ્ધાળુને આશ્રયીને ઉત્કૃષ્ટભૂમિ છે. જે જલદી સૂત્ર ભણી લીધું હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયથી એકેન્દ્રિયજીવ આદિની શ્રદ્ધા ન કરે, બોધ પમાડાતા તેની પણ ઉત્કૃષ્ટ છ માસની ભૂમિ છે. [૧૪]
તે મધ્યમભૂમિ કોને હોય તે કહે છેएमेव य मज्झिमिया, अणहिजते असद्दहते य ।। भावियमेहाविस्सवि, करणजयट्ठा य मज्झिमिया ॥ १४१॥
એ જ પ્રમાણે મંદબુદ્ધિના કારણે સૂત્રને જલદી નહિ ભણનારને અને મોહોદયથી શ્રદ્ધા ન કરનારને મધ્યમભૂમિ છે, અર્થાત્ પૂર્વોક્ત ઉત્કૃષ્ટ ભૂમિવાળાથી વિશિષ્ટ
Page #346
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [છ જીવનિકાયની યતનાનો ઉપાય-૩૩૧ લાયકાતવાળાને મધ્યભૂમિ છે. અપુરાણ પરિણતબુદ્ધિવાળાને પણ ઇન્દ્રિયજય માટે મધ્યમભૂમિ જાણવી. [૧૪૧]
આ પ્રમાણે સંક્ષેપથી સ્વીકારવિધિની પ્રરૂપણા કરી, વિસ્તારથી તો સિદ્ધાંત સાગરમાંથી જાણી લેવી. હવે ઉત્સર્ગ-અપવાદની વિશુદ્ધિથી તે ચારિત્ર કોને હોય તે વિચારવું જોઈએ. તેમાં જે પાંચ મહાવ્રતો, છ રાત્રિભોજન વિરમણ, અને સમિતિગુતિ આદિનું વિશુદ્ધ પાલન કરતો હોય તેને ચારિત્ર હોય. આથી ક્રમથી પાંચ મહાવ્રતો વગેરેના પાલનનો ઉપદેશ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પ્રાણાતિપાતવ્રતના ઉત્સર્ગથી પરિપાલન કરવાના ઉપદેશને આપતા કહે છે
इय विहिपडिवन्नवओ, जएज छज्जीवकायजयणासु । दुग्गइनिबंधणच्चिय, तप्पडिवत्ती भवे इहरा ॥ १४२॥
આ પ્રમાણે જેણે વિધિપૂર્વક વ્રતોનો સ્વીકાર કર્યો છે તે સાધુ છ જવનિકાયની યતનામાં પ્રયત્ન કરે. અન્યથા વ્રતસ્વીકાર દુર્ગતિનું જ કારણ બને. [૧૪૨]
છ જીવનિકાયની યાતનાના ઉપાયને કહે છેएगिदिएसु पंचसु, तसेसु कयकारणाणुमइभेयं । संघट्टणपरितावणववरोवणं चयसु तिविहेण ॥ १४३॥
પાંચ એકેન્દ્રિય અને ત્રસ જીવોમાં મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એ નવ ભાંગાથી સંઘટ્ટન, પરિતાપન અને વ્યપરોપણનો ત્યાગ કર.
વિશેષાર્થ– સંઘટ્ટન=ચરણસ્પર્શ આદિથી થયેલ સંમર્દન. પરિતાપન=લાકડીના પ્રહાર આદિથી થયેલી ગાઢ પીડા. વ્યપરોપણ=પ્રાણનાશ.
મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એ નવ ભાંગાઓને આશ્રયીને સંઘટ્ટન આદિનો ત્યાગ કરનારે જીવોની યતનામાં પ્રયત્ન કરેલો થાય છે એવો ભાવ છે. [૧૪૩]
આ આચરણ અશક્ય છે એવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છેजइ मिच्छदिट्ठियाणवि, जत्तो केसिंचि जीवरक्खाए । कह साहूहिं न एसो, कायव्वो मुणियसारेहिं ? ॥ १४४॥
જો જેમણે પરમાર્થને જાણ્યો નથી તેવા કેટલાક મિથ્યાષ્ટિઓનો પણ પોતાના અભિપ્રાય પ્રમાણે જીવરક્ષામાં કોઈક રીતે કોઈક પ્રયત્ન દેખાય છે, તો પછી સિદ્ધાંતના
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૨- જીવદયા વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધર્મરુચિ મુનિની કથા સારને જાણનારા સાધુઓએ જીવરક્ષામાં પ્રયત્ન કેમ ન કરવો જોઇએ? અર્થાત્ કરવો જ જોઇએ. [૧૪૪]
આ માત્ર વાણી જ છે, કોઇએ પણ જીવરક્ષામાં પ્રયત્ન નહિ કર્યો હોય એવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છે
नियपाणच्चाएणवि, कुणंति परपाणरक्खणं धीरा । विसतुंबयउवभोगी, धम्मरुई एत्थुदाहरणं ॥ १४५॥
ધીરપુરુષો સ્વપ્રાણોનો ત્યાગ કરીને પણ પરમાણોનું રક્ષણ કરે છે. આ વિષે વિષમિશ્રિત તુંબડીના શાકનું ભક્ષણ કરનારા ધર્મરુચિ મુનિનું ઉદાહરણ છે.
વિશેષાર્થ પ્રશ્ન- વિષમિશ્રિત તુંબડીના શાકનું ભક્ષણ કરનાર આ ધર્મચિ કોણ છે? ઉત્તર- કથાનકથી કહેવાય છે.
ધર્મરુચિઅણગારની કથા આ ભરતક્ષેત્રમાં ચંપા નામની સુપ્રસિદ્ધ નગરી છે. તે નગરી પૃથ્વીરૂપ સ્ત્રીની વેણી સમાન કાળા વાદળ રૂપ સુકૃતોથી વ્યાપ્ત છે. તે નગરીમાં જાણે ત્રણ પુરુષાર્થ હોય તેમ પ્રસિદ્ધ સોમ, સોમદત્ત અને સોમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ બંધુઓ રહે છે. તેમની અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામની પત્નીઓ છે. તે ત્રણ તેમની સાથે સુખથી ગૃહવાસમાં રહે છે. નાગશ્રીએ કોઈક સ્થળે ઘણી રસોઇના સમારંભમાં મધુરની ભ્રાંતિથી કડવું ઝેરી તુંબડું ( તુંબડાનું શાક) મસાલા વગેરેનો સંસ્કાર કરીને પકાવ્યું. (તે શાક વિષરૂપ બની ગયું છે એમ તેની ગંધથી તેણે જાણી લીધું.) તેથી પતિના ભયથી તેણે તે શાકને એકાંતમાં સંતાડી દીધું. કારણ કે તેમાં તેલ વગેરે ઘણા દ્રવ્યનો ક્ષય થયો હતો. તેણે ભોજન માટે બીજું મધુર તુંબડું મસાલા વગેરેનો સંસ્કાર કરીને પકાવ્યું.
આ તરફ તે નગરીના ઉદ્યાનમાં ઘણા શિષ્યસમુદાયથી પરિવરેલા અને પૂર્વધર ધર્મઘોષ નામના સ્થવિર પધાર્યા. તેમના એક શિષ્ય જીવો પ્રત્યે અતિ પરમ કાણિક, શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળા, પોતાના દેહમાં મમતાથી રહિત, જેમના અંગોપાંગોમાં જિનેન્દ્રવચનરૂપ અમૃતનો અદ્વિતીય રસ પરિણમ્યો છે તેવા, આ લોકની પિપાસાથી રહિત, સદાય પરલોકના કાર્યોમાં ઉઘુક્ત, સદાય માસખમણના પારણે માસખમણ કરનારા, ઉપશમરૂપ રત્નથી સર્વ અંગોને અલંકૃત કરનારા, ગુરુજન પ્રત્યે અનુરાગી, ઇન્દ્રિય-મદ
Page #348
--------------------------------------------------------------------------
________________
જીવદયા વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મરુચિ મુનિની કથા-૩૩૩ કામદેવને જિતનારા ધર્મરુચિ નામના અણગાર હતા. મા ખમણના પારણે સમિતિ-ગુપ્તિમાં ઉપયોગવાળા અને ઉચ્ચ-નીચ કુળોમાં ફરતા તે મુનિ કોઈપણ રીતે નાગશ્રીના ઘરે ગયા. તેમને જોઈને નાગશ્રીએ વિચાર્યું અહો! સુંદર થયું, જેથી આ કોઈ સાધુ અહીં મારા ઘરે આવ્યો. ઘણા ઘી આદિથી સંયુક્ત આ વિષરૂપ તુંબડાને બીજા સ્થળે કોણ નાખે? તેથી હું બધુંય આને આપી દઉં. આ પ્રમાણે વિચારીને પાપિણી તેણે વિષરૂપ તુંબડું ગુણનિધિ મુનિને આપ્યું. મુનિએ પણ દ્રવ્ય આદિથી શુદ્ધ છે એમ વિચારીને લીધું. વહોર્યું. આટલો આહાર મારે પૂર્ણ છે એમ વિચારીને તે મહાત્મા ત્યાંથી પાછા વળીને ગુરુની પાસે આવ્યા. આલોચન-પ્રતિક્રમણ કરીને પાત્ર ગુરુને બતાવે છે ત્યારે અશુભગંધથી ગુરુએ જાણ્યું કે આ તુંબડું વિષરૂપ છે. તેથી સંભ્રાન્ત થયેલા ગુરુએ ધર્મસચિને કહ્યું: હે મહાભાગ! અહો! આ દુઃખની વાત છે કે-આ વિષરૂપ તુંબડું ભક્ષણ કરવા માત્રથી પ્રાણ હરી લે તેવું છે. માટે એને પરઠવી દો. બીજો શુદ્ધ આહાર લાવીને પારણું કરો. ‘ઇચ્છે એમ કહીને તે મુનિ અંડિલભૂમિમાં ગયા.
તેમણે અતિશય સ્નિગ્ધ તુંબડામાંથી એક બિંદુ લઈને શુદ્ધ સ્થડિલમાં કોઇપણ રીતે જેટલામાં પરઠવ્યું તેટલામાં ત્યાં ગંધથી હજારો કીડીઓ આવી. જે કોઈ કીડી તે બિંદુને સ્પર્શી તે બધી મરી ગઈ. જીવોના ઘાતનું તે અનુચિત નિમિત્ત જોઇને ધર્મરુચિ મુનિને અપૂર્વ ઘણો વીર્ય ઉછળ્યો. આથી તેમણે વિચાર્યું. જો એકબિંદુથી આટલા જીવોનો ઘાત થયો તો બધુંય પરઠવવામાં અહીં શું થશે, તેની ખબર પડતી નથી. અશાશ્વત જીવલોકમાં એક પોતાનું રક્ષણ કરીને આટલા જીવોના વધનું નિમિત્ત કયો જાણકાર બને? કયારે પણ કોઈ પણ રીતે મારે પણ અવશ્ય કરવાનું છે. તેથી હમણાં આટલા જીવોના રક્ષણ માટે મારે મરી જવું એ યોગ્ય છે. મહર્ષિઓ પરપીડાજનક વચન પણ બોલતા નથી. તો પછી હું જાણી જોઈને કાયાથી આ પાપને કેવી રીતે કરું? (રપ) ધીરપુરુષો પોતાના પ્રાણોના ભોગે પણ એક પણ અન્યને દુઃખથી મુક્ત કરે છે. પણ આને પરઠવતા એવા મારે આનાથી વિપરીત આવી પડે. અર્થાત્ અન્ય જીવો દુઃખી થાય એવું બને. તેથી અનિત્ય, અસાર અને લુચ્ચાઈ કરવાના સ્વભાવવાળા શરીરથી સુપુરુષોએ સેવેલા અને ગુણમય માર્ગનો સ્વીકાર કરું. આ પ્રમાણે વિચારીને મુહપત્તિનું પડિલેહણ કરીને તે મહાત્મા સઘળુંય વિષરૂપ તુંબડું પોતાના પેટમાં નાંખે છે. તે શરીરમાં પરિણમ્યું ત્યારે જે વેદના થઈ તે કહી પણ ન શકાય, તો પછી સહન કરવી દુષ્કર જ હોય એમાં શું કહેવું? પછી તે સાધુ પોતાને વેદનાથી અતશયયુક્ત જાણીને જ્યાં કોઈ ન આવે તેવા એકાંતમાં શુદ્ધ અંડિલનું (=જીવરહિત ભૂમિનું) પડિલેહણ કરે છે. ઘાસનો સંથારો પાથરે
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૪-જીવદયા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધર્મચિમુનિની કથા છે. પછી તેના ઉપર પીંક આસને બેસીને અંજલિ કરીને અરિહંત આદિની સ્તુતિ કરે છે. જેમણે કરુણાથી મને ભવરૂપ કેદખાનામાંથી છોડાવ્યો તે સ્થવિર ધર્મઘોષ સુગુરુને મેં 'તે રીતે સાક્ષાત્ પ્રણામ કર્યા છે. પૂર્વે તેમની પાસે મેં અઢાર પાપસ્થાનકોનું પચ્ચકખાણ કર્યું છે. હમણાં પણ તે અઢાર પાપસ્થાનકોનું તેમની પાસે ફરી પણ પચ્ચકખાણ કરું છું. તથા સઘળાય ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરું છું. છેલ્લા શ્વાસોશ્વાસમાં આ શરીરનો પણ ત્યાગ કરીશ. આ પ્રમાણે પ્રણિધાન કરીને અને સિદ્ધોની સમક્ષ આલોચના કરીને તે મહાનુભાવે અતિશય દુષ્કર પાદપોપગમનનો સ્વીકાર કર્યો. જેમ શરીરમાં વેદના વધે છે તેમ આત્મામાં શુભ પરિણામ પણ વધે છે. કારણ કે મુનિ જીવરક્ષાથી પોતાને કૃતકૃત્ય માને છે. વેદનામાં મુનિ વિચારવા લાગ્યા કે, આ વેદનાથી લાખો જીવો જોડાયા હોત. તેના બદલે મારે એકલાને આ વેદના થઇ. વિવેકના કારણે તે વેદના પણ ચિંતાથી રહિત છે. તેથી એક અંશ જેટલો પરોપકાર કરનારા મારું મરણ પણ શુભ કરનારું છે. કેવળ પરોપકારથી શૂન્ય તે જીવનથી શું? મેં જિનેન્દ્રનો ધર્મ જામ્યો છે, નિષ્કલંક ચારિત્ર પાળ્યું છે. હમણાં પરપીડારક્ષણ માટે મરણ પણ શું અયુક્ત છે? આ પ્રમાણે ભાવના ભાવીને અને નિરંતર વેદના સહન કરીને શુભભાવવાળા તે મુનિ સર્વાર્થસિદ્ધમાં દેવ થયા.
ધર્મરુચિ મુનિ ગયા તેને ઘણો સમય થઈ ગયો છે એમ જાણીને ધર્મઘોષ સ્થવિરે તેમને શોધવા માટે નિપુણ સાધુઓને મોકલ્યા. સાધુઓએ આવીને ધર્મચિ મુનિ કાલધર્મ પામ્યા છે એમ ગુરુને કહ્યું. તેથી સંભ્રાન્ત થયેલા ગુરુ પણ પૂર્વગતશ્રુતમાં ઉપયોગ મૂકે છે. સાધુઓને અને સાધ્વીઓને પણ બોલાવીને તે બધું કહે છે, નાગશ્રીએ કડવું તુંબડું વહોરાવ્યું ત્યારથી આરંભી અંત સુધીની તે ધીરમુનિની બધી વિગત અને અનુત્તરદેવોમાં ઉત્પત્તિ થઈ તે કહે છે. તેથી સઘળો સાધુવર્ગ પાપિણી નાગશ્રીની નિંદા કરે છે અને ધર્મરુચિ મુનિના ચરિત્રની પ્રશંસા કરે છે.
સકલલોકમાં આ વૃત્તાંત જણાયો. તેથી પાપિણી એવો તેનો સર્વત્ર ધિક્કાર ફેલાયો. તેનો આ વૃત્તાંત તેના દિયરોએ અને પતિએ જાણ્યો. તેથી ઘણું અપમાન કરીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી. હવે તે સર્વ સ્થળે ધિક્કારાય છે અને બહાર કઢાય છે. માખીઓ તેના શરીર ઉપર બણબણાટ કરે છે. બાળકોનું ટોળું તેને મારે છે. સર્વ સ્થળે ધુત્કારાય છે. કયાંય કોઇપણ રીતે આશ્રયને પામતી નથી. અતિશય દુઃખથી દુઃખી બનેલી તે સંપૂર્ણ નગરીમાં ભિક્ષા માટે ભમે છે. હવે તે આ જ જન્મમાં સોળ રોગોથી પીડિત થઇ. તીવ્ર દુઃખને અનુભવીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઇ. આંતરે આંતરે મત્સ્ય
૧. તે રીતે એટલે માનસિક કલ્પનાથી સામે રહેલા છે તેમ કલ્પીને.
Page #350
--------------------------------------------------------------------------
________________
અસત્યવાદીને થતા દોષો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સત્યવાદીને થતા ગુણો-૩૩૫ વગેરેના ભવો કરીને બીજી પણ સાતમી વગેરે નરકોમાં ક્રમશઃ અનેકવાર ઉત્પન્ન થઈ. (૫૦) પછી વિવિધ તિર્યચોમાં ઉત્પન્ન થઈ. આ પ્રમાણે ઘોર સંસારસાગરમાં ઘણું ભમીને ચંપાનગરીમાં સાર્થવાહ સાગરદત્તની પત્ની ભદ્રાની પુત્રી થઇ. સુંદરરૂપવાળી હોવા છતાં પૂર્વે કરેલા દુષ્કૃતથી અતિશય દુર્ભગ (=અપ્રિય) થઈ. તેથી પતિ વગેરેએ તેનો ત્યાગ કર્યો. પછી દીક્ષા લઈને નિદાન સહિત મૃત્યુ પામીને ઇશાનદેવલોકમાં દેવવેશ્યા થઈ. ત્યાંથી Aવીને કાંપિલ્યપુરમાં દ્રુપદરાજાની દ્રૌપદી નામની જિનવચનથી ભાવિત પુત્રી થઇ. પૂર્વે કરેલા નિદાનના કારણે પાંચ પાંડવોની સ્વયંવરા પત્ની થઈ. હવે કયારેક કુપિત થયેલા નારદે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં અપરકંકા નગરીના પદ્મનાભરાજાની આગળ રૂપાદિગુણો કહીને દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. ત્યાં સદાય છઠ્ઠના પારણે આયંબિલ તપ કરતી તે મહાસતીએ પોતાના શીલનું ખંડન ન કર્યું. છ મહિનાની અંદર કૃષ્ણ પદ્મનાભને જીતીને દ્રૌપદીને પાછી લઈ આવ્યા. પછી તે (પાંડવોની સાથે) પાંડુમથુરા નગરીમાં રહી. સમય જતાં તેણે ગુણોથી ઉત્તમ પંડુસેન નામના પુત્રને જન્મ આપ્યો. તેને રાજ્ય ઉપર બેસાડીને પાંડવોની સાથે તેણે દીક્ષા લીધી. નિષ્કલંક ચારિત્ર પાળીને બ્રહ્મલોક દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધ થશે.
ધર્મચિ અણગારનું ચરિત્ર કહેવાના પ્રસંગથી દ્રૌપદીનું પણ ચરિત્ર સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો જ્ઞાતાધર્મકથા સૂત્રમાંથી જાણી લેવું. [૧૪૫] • ઉદાહરણસહિત પહેલા વ્રતના પાલનનો ઉપદેશ આપ્યો. હવે બીજા વ્રતના પાલનનો ઉપદેશ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
कोहेण व लोभेण व, भएण हासेण वावि तिविहेण । सुहमेयरंपि अलियं, वजसु सावज्जसयमूलं ॥ १४६॥
ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી સેંકડો પાપોનું મૂલ એવા સૂક્ષ્મ-બાદર અસત્યનો ત્રિવિધ-ત્રિવિધથી ત્યાગ કર. [૧૪૬]
અસત્ય બોલનારને કયો દોષ થાય તે કહે છેलोएऽवि अलियवाई वीससणिजो ण होइ भुयगोव्व । पावइ अवण्णवायं, पियराणं देइ उव्वेयं ॥ १४७॥
અસત્યવાદી લોકમાં પણ સર્ષની જેમ વિશ્વસનીય થતો નથી, નિંદાને પામે છે, અને માતા-પિતાને ઉદ્વેગ પમાડે છે. [૧૪૭]
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૬- અસત્ય ન બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કાલકસૂરિની કથા હવે સત્યવાદીના ગુણને (= સત્યવાદીને થતા લાભને) કહે છેआराहिजइ गुरुदेवयं व जणणिव्व जणइ वीसंभं । पियबंधवोव्व तोसं, अवितहवयणो जणइ लोए ॥ १४८ ॥
સત્યવાદી લોકમાં ગુરુ અને દેવની જેમ આરાધાય છે, માતાની જેમ વિશ્વાસને ઉત્પન્ન કરે છે, અને પ્રિય બંધુની જેમ સંતોષને ઉત્પન્ન કરે છે. [૧૪૮]
અહીં સત્યવાદ લોકોત્તર અને લૌકિક એમ બે પ્રકારે છે. તેમાં પહેલા સત્યવાદના સમર્થન માટે ઉદાહરણને કહે છે
मरणेऽवि समावडिए, जंपंति न अन्नहा महासत्ता । जन्नफलं निवपुट्ठा, जह कालगसूरिणो भयवं ॥ १४९॥
મહાસત્ત્વવંત પુરુષો મરણ આવી પડવા છતાં અસત્ય બોલતા નથી. જેમકેરાજાવડે યજ્ઞફલ પૂછાયેલા ભગવાન કાલકસૂરિ અસત્ય ન બોલ્યા.
વિશેષાર્થ– આ ભગવંત કાલકાચાર્ય કોણ છે અને રાજાવડે યજ્ઞફલ કેવી રીતે પૂછાયા એ પ્રમાણે કથાનકથી કહેવાય છે
કાલકસૂરિની કથા ભરતક્ષેત્રમાં કૃષ્ણના શરીરની જેમ સુંદર શોભાવાળી, ઘણા મનુષ્યોને સંતોષ આપનારી, ભયથી અતિશય રહિત અને સુપ્રસિદ્ધ સુસમિણિ નામની નગરી છે. તેમાં સમુદ્રની જેમ દીનભાવને ન પામેલો, જિતશત્રુ રાજા છે. ત્યાં ભદ્રા બ્રાહ્મણીનો દત્ત નામનો પુત્ર રહે છે. દત્ત બ્રાહ્મણ દારૂ પીએ છે, વેશ્યાઓ સાથે રમે છે, જુગાર રમે છે, તે શુદ્ર, રૌદ્ર, ભયંકર અને કેવળ દોષોનું ઘર છે. દત્ત કોઇવાર કોઇપણ રીતે રાજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયો. રાજાએ પણ સરળતાથી અતિઘણી મહેરબાનીથી તેને જોયો. મેઘથી સિંચાયેલા વિષવૃક્ષની જેમ તે વૃદ્ધિ પામ્યો. (અર્થાત્ તેનો અધિકાર વધ્યો.) પ્રજાઓને લૂંટતો તે ક્રમે કરીને સામંત રાજા થયો. પછી ફાટફૂટ કરાવીને સર્વ સામંતો પોતાને આધીન કર્યા. પછી જિતશત્રુને દૂર કરીને રાજ્ય પણ લઈ લીધું. અથવા–“દુષ્ટ માણસ ઉપકાર કરનારા સજ્જનોને પણ અર્ધીક્ષણમાં વ્યાકુલ કરે છે. દૂધ આદિના દાનથી પોષેલો પણ સર્પ કંસે જ છે. નિર્દોષ પણ સજ્જન ઉપર દુષ્ટ સ્વભાવવાળો દુર્જન અપકાર કરે છે. અમૃતમય પણ ચંદ્રને રાહુ ગ્રસિત કરે છે. જે ઘીથી અગ્નિને પુષ્ટ કરે છે તેને પણ દુષ્ટ અગ્નિ બાળે છે. અથવા દુર્જનોના વિલાસની હદને કોણ જાણે?= જાણી શકે?”
Page #352
--------------------------------------------------------------------------
________________
અસત્ય ન બોલવામાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલકસૂરિની કથા-૩૩૭ કાઢી મૂકાયેલો જિતશત્રુ બીજા સ્થળે જતો રહે છે. દત્ત રાજ્ય કરે છે અને જીવઘાતવાળા ઘણા યજ્ઞો કરાવે છે. તેના મામા ઘણા ગુણોથી પૂર્ણ એવા કાલકસૂરિ નામના આચાર્ય વિહાર કરતા કોઈપણ રીતે ત્યાં પધાર્યા. પોતાના ધર્મથી ખુશ થયેલો રાજા તેમની પાસે જઈને પૂછે છેઃ હે મામા! યજ્ઞનું ફળ શું છે તે કહો. પછી કાલકસૂરિએ વિચાર્યું. જિન સિદ્ધાંતને અન્યથા ન કહેવું જોઇએ, અને સાચું કહેવાથી આ ઘણો કર્મબંધ કરે. તેથી અહીં વિક્ષેપ કરવો (=પ્રશ્ન પ્રમાણે ઉત્તર ન આપવો) એ યોગ્ય છે. આમ વિચારીને તેમણે કહ્યું હે રાજન! ધર્મનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે એમ સુપ્રસિદ્ધ છે. રાજાએ કહ્યું: હું ધર્મફલ પૂછતો નથી. યજ્ઞનું ફળ કહો. આચાર્યએ ફરી પણ કહ્યું: વળી અધર્મ નરકનો માર્ગ છે. ફરી રાજા આ ( યજ્ઞનું ફળ શું છે? એ) કૌતુકને પૂછે છે અને કહે છે કે યજ્ઞનું ફળ કહો. તો પણ ગુરુએ કહ્યું : અશુભકર્મોનો ઉદય તિર્યંચ આદિના દુઃખોનો જનક છે. આ પ્રમાણે કહેવા છતાં તિરસ્કાર સહિત વચનને બોલતો તે રાજા ફરી યજ્ઞનું ફળ પૂછે છે. તેથી સૂરિ પણ વિચારે છે કે નિપુણ માણસો પણ પરના શક્ય કર્મબંધની રક્ષા કરે છે, અશક્ય કર્મબંધની નહિ. આ રાજા ચોક્કસ ભવિતવ્યતાથી આલિંગન કરાયેલો છે. તેથી સાચું કહું. આમ વિચારીને સૂરિએ કહ્યું. હે નરવર! સાંભળ. પશુઘાતના કારણે યજ્ઞોનું ફળ મહા નરકો છે. કારણ કે વ્યાસે કહ્યું છે કે–“જ્ઞાનરૂપ પાળીથી વિંટળાયેલા, બ્રહ્મચર્યદયારૂપ પાણીવાળા, પાપરૂપ કાદવને દૂર કરનારા, અને અતિનિર્મલ તીર્થમાં સ્નાન કરીને જીવરૂપ કુંડમાં રહેલા અને દમનરૂપ પવનથી પ્રદીપ્ત બનેલા ધ્યાનરૂપ અગ્નિમાં અશુભકર્મોરૂપ સમિધ નાખીને ઉત્તમ અગ્નિહોત્ર કર. શમરૂપ મંત્રથી હણાયેલા, ધર્મકામ-અર્થ પુરુષાર્થનો નાશ કરનારા દુષ્ટ કષાયરૂપ પશુઓથી યજ્ઞને કર. નિપુણપુરુષોએ આવા યજ્ઞનું વિધાન કર્યું છે. તૃષ્ણારૂપ લતાગુલ્મને છેદી નાખ. સંસારરૂપ પાંજરાને ભેદી નાખ. પછી સદા આનંદ-સુખથી યુક્ત મોક્ષમાં કાયમ માટે જા. મૂઢ મનવાળો જે જીવ જીવહિંસા કરીને ધર્મને ઇચ્છે છે તે કૃષ્ણસર્પના મુખરૂપ બખોલમાંથી અમૃતવૃષ્ટિને ઇચ્છે છે.” ઇત્યાદિ.
હવે ગુસ્સે થયેલા રાજાએ કહ્યું: હે સાધુ! હું નરકમાં જઇશ એની ખાતરી શી? તે કહે. તેથી સૂરિએ વિચારીને કહ્યું. આ ભવમાં પણ સાતમા દિવસે તેલની કુંભમાં શ્વાનોની સાથે તારો નાશ કરાશે. રાજાએ પૂછ્યું: આમાં પણ શી ખાતરી? તેથી સૂરિએ
૧. સમિધ=હોમ કરવાનું એક જાતનું લાકડું ૨. અગ્નિહોત્ર=મંત્રપૂર્વક અગ્નિસ્થાપન કરી હોમ કરવો તે. ૩. લતાગુલ્મ= વેલાઓનો ઝંડ.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૮- અસત્ય બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વસુરાજાની કથા કહ્યું. તે દિવસ પહેલાં જ તારા મુખમાં ક્યાંકથી વિષ્ઠા પડશે. તેથી રાજાએ ગુસ્સે થઈને પૂછ્યું: હે દુષ્ટ! તું કોના હાથે મરીશ? મુનિએ કહ્યું: હું કોઇના હાથે નહિ મરું. પણ લાંબો કાળ વ્રત આચરીશ. પોતાના માણસો દ્વારા સૂરિને બધી તરફ અટકાવી( કેદમાં રાખીને) અતિશય કોપને ધારણ કરતો રાજા ઘરે ગયો. (૨૫) તેના વડે સ્વદુષ્ટતાથી અતિશય ઉદ્વેગ પમાડાયેલા બધા સામંતો દૃઢ મંત્રણા કરીને તે જ જિતશત્રુ રાજાને ગુપ્તપણે લાવે છે. આ તરફ કોપના કારણે ઉતાવળો થયેલો દત્તરાજા સાતમા દિવસે આઠમો દિવસ માનીને ઘોડા ઉપર બેસીને ઘરમાંથી બહાર નીકળ્યો. ગુસ્સે થયેલો અને બધાય સામતોથી પરિવરેલો રાજા મુનિને મારવા માટે જેટલામાં થોડે દૂર જાય છે તેટલામાં રસ્તામાં ઘોડાની ખુરથી ઉછળીને વિષ્ઠા સહસા પોતાના મુખમાં પડી. ચોક્કસ દિવસોની ગણતરી કરવામાં હું ભૂલ્યો છું એમ વિચારીને સંભ્રાન્ત થયેલો રાજા જેટલામાં પોતાના ઘોડાને વાળે છે તેટલામાં “ક્યાંકથી મંત્રભેદ થયો છે” એમ માનતા સઘળા સામંતો તે રાજાને બાંધીને તપેલા તેલની કુંભીમાં નાખે છે. તેના ગળે ઘણા શ્વાનોને બાંધીને નાખે છે. અને નીચે અગ્નિ સળગાવે છે. બળતા અને તેથી સતત ખીજાતા તે કૂતરાઓએ રાજાના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યાં. અતિશય દુઃખાર્ત દત્ત મરીને નરકમાં પડ્યો. સૂરિ લાંબા કાળ સુધી વિહાર કરીને પછી દેવલોકમાં ગયા. [૧૪૯]
આ પ્રમાણે સત્યજિનમત પ્રરૂપક કાલકાચાર્યનું કથાનક પૂર્ણ થયું. હવે લૌકિક સમ્યગ્વાદના સમર્થન માટે કહે છેवसुनरवइणो अयसं, सोऊण असच्चवाइणो कित्तिं । सच्चेण नारयस्सवि, को नाम रमिज अलियम्मि? ॥ १५०॥
અસત્યવાદી વસુરાજાના અપયશને સાંભળીને અને સત્યથી નારદની કીર્તિને પણ સાંભળીને કોણ અસત્યમાં રમે? અર્થાત્ કોઈ ન રમે. વિશેષાર્થ ભાવાર્થ કથાનકથી કહેવાય છે
વસુરાજાની કથા ચેદી દેશમાં શક્તિમતી નામની નગરી છે. તેમાં અહો! સુવર્ણના કિનારાવાળી શુક્તિમતી જ નદી વહી રહી છે. તે નગરીમાં અભિચંદ્ર નામનો રાજા છે. તે ચંદ્રની મ અમૃત કરનાર હતો. તેનો વસુનામનો પુત્ર હતો. તે સત્યથી સાધુઓથી પણ અધિક
૧. રાજાના પક્ષમાં અમૃત એટલે જીવન. તે પ્રજાના જીવનને કરનાર હતો. પ્રજા દુઃખી ન થાય અને સુખી થાય
તે રીતે પ્રજાનું પાલન કરતો હોવાથી જીવન કરનાર હતો. ૨. વજૂળ વતું શબ્દનું ષષ્ઠી બહુવચન છે. હું એટલે સાધુ.
Page #354
--------------------------------------------------------------------------
________________
અસત્ય બોલવામાં] ઉપદેશમલા (પુષ્પમાલા)
કથા-૩૩૯ હતો. (અર્થાત્ સાધુ હજી કોઇવાર અસત્ય બોલી નાખે, પણ આ વસુ જરાય અસત્ય બોલતો ન હતો, સત્યવાદી હતો.) તે નગરીમાં ક્ષીરકદંબક નામનો અધ્યાપક રહે છે. પર્વતક નામનો તેમનો પુત્ર હતો, તથા નારદ નામનો શિષ્ય હતો. તે બંને વસુકુમારની સાથે રસપૂર્વક વેદ ભણે છે. હવે એકવાર ફીરકદંબકની પાસે થઈને બે ચારણમુનિ આકાશમાર્ગથી જઈ રહ્યા હતા. આ વખતે એક મુનિએ વિશિષ્ટ જ્ઞાનથી જાણીને બીજા મુનિને કહ્યું: ભણતા આ ત્રણ શિષ્યોમાંથી બે નરકગામી થશે અને એક દેવમાં ઉત્પન્ન થશે. કહેવાતું આ ક્ષીરકદંબકે કોઈ પણ રીતે સાંભળ્યું. હવે તે તુરત વિષાદને પામ્યો અને વિચારવા લાગ્યો કે મારા અધ્યાપનને ધિક્કાર થાઓ, જેથી અપાત્રમાં ગયેલો આ પરિશ્રમ સફલ ન થયો. મુનિવચન અન્યથા થતું નથી. પણ પરીક્ષા કરું કે આ ત્રણમાં કોણ સુગતિગામી છે અને કોણ દુર્ગતિગામી છે. પછી જ્યાં કોઈ જાણે નહિ અને જુએ નહિ ત્યાં આ કુકડાને હણવો એમ શિખામણ આપીને તેમને એકાંતમાં લાક્ષારસથી ભરેલા લોટના કુકડા ત્રણેને જુદા જુદા આપ્યા. પછી પર્વતક રાતે નજીકમાં જ શૂન્યઘર આદિ સ્થાનમાં તે કુકડાને હણીને પાછો આવ્યો. વસુ પણ તે રીતે કુકડાને મારીને પાછો આવ્યો. નારદ પણ તે નગરીની બહાર ઉદ્યાનમાં ક્યાંક એકાંત સ્થાનમાં ગયો હતો. તેણે વિચાર્યું અધધ! ગુરુએ અકાર્યનો ઉપદેશ આપ્યો છે. કારણ કે કયો જાણકાર આ જીવ છે એમ વિચારીને આને હણે? અથવા અમારા ગુરુ નિમ્પ્રયોજન આવો ઉપદેશ ન આપે. તેથી અહીં કોઈ કારણ હોવું જોઇએ. ઇત્યાદિ વિચારીને અને ઘણું ભમીને પાછો આવ્યો. પણ કુકડાને હણ્યો નહિ. નમીને ગુરુને કહ્યું જગતમાં તે કોઈ પ્રદેશ નથી કે જ્યાં કોઇ ન જાણે અને ન જુએ. કારણ કે હું પોતે જ જોઉં છું. પક્ષીઓ અને વનસ્પતિઓ વગેરે જુએ છે, વળી બીજું- જ્યાં દેવો અને અતિશયજ્ઞાની મહર્ષિઓ જુએ છે ત્યાં શુભગુરુ આવું અકાર્ય કેમ કરે?
નારદે આ પ્રમાણે કહ્યું એટલે ગુરુએ જાણ્યું કે આ સુગતિગામી છે. બીજા બંનેય નરકમાં જશે એમાં સંદેહ નથી. જુઓ, શ્રુત શું કરે? અથવા કારુણિક ગુરુજનનો ઉપદેશ શું કરે? કારણ કે તે બંને સમાન હોવા છતાં પોતાની યોગ્યતાથી ફલમાં ભેદ થાય છે. એમનાથી તે રીતે (=સમાનપણે) ભણાયું છે, તે રીતે આવૃત્તિ કરાઈ છે, અને મેં તે રીતે વેદના અર્થનો ઉપદેશ આપ્યો છે. અધધ! ભવિતવ્યતાથી પરિણામ આવું આવશે. મારા દેખતાં જ મારો પુત્ર અને રાજપુત્ર નરકમાં જશે. તેથી મારા ગૃહવાસને ધિક્કાર થાઓ. ઇત્યાદિ વિચારીને ઉપાધ્યાયે દીક્ષા લીધી. તેના સ્થાને પર્વતક શિષ્યોને વ્યાખ્યાન કરે છે.
. બધું ભણાઈ ગયું. તેથી નારદ પણ સ્વસ્થાને ગયો. અભિચંદ્ર દીક્ષા લીધી એટલે વસુ ત્યાં રાજા થયો.
ઉ. ૨૩ ભા.૧
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૦- અસત્ય બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વસુરાજાની કથા આ તરફ વિંધ્ય પર્વતની મેખલામાં એક શિકારીએ હરણ ઉપર બાણ છોડ્યું. તે બાણ વચ્ચે અથડાયું. વિસ્મય પામેલા શિકારીએ વિચાર્યું આ શું આશ્ચર્ય છે? ત્યારે ત્યાં હાથના સ્પર્શથી તેણે આ સ્ફટિકની શિલા છે એમ જાણ્યું. આકાશમાં અને આ સ્ફટિક શિલામાં કોઈ ભેદ જણાતો નથી. કારણ કે સ્ફટિક શિલાના આંતરે રહેલી પણ હરણ વગેરે વસ્તુ દેખાય છે. (રપ) હાથના સ્પર્શ વિના માંસના ચક્ષુથી આ ન જણાય. તેથી આ સ્ફટિક મહારત્ન છે અને રાજાઓને યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તેણે વસુરાજાને આ વાત કહી. વસુરાજાએ પણ તે સ્ફટિકશિલા લીધી. તેને ઘણું ધન આપ્યું. રાજાએ ગુપ્તપણે જ તે સ્ફટિકનું સિંહાસન કરાવ્યું. તેને ઘડનારા માણસોને મારી નાખ્યા. પછી તે સિંહાસન રાજસભામાં મૂક્યું અને રાજા પોતે તેના ઉપર બેઠો. કોઈ બધી તરફ આસનની નજીક જવા પામતો નથી. આ રાજા સત્ય વગેરે ગુણોથી પૂર્ણ છે, અને નીતિમાં તત્પર છે, એથી આકાશમાં રહે છે એવો લોકમાં પ્રવાદ થયો. ચોક્કસ ગુણોથી તુષ્ટ થયેલા દેવતાઓ એનું સાંનિધ્ય કરે છે. આ પ્રમાણે ભય પામેલા ઘણા રાજાઓ તેને પ્રણામ કરનારા થયા.
હવે એકવાર કયારેક ઉપાધ્યાયના પુત્રના દર્શન કરવા માટે શિષ્યોથી પરિવરેલો નારદ ત્યાં આવ્યો. આ દરમિયાન પર્વતક “બૈર્થવ્યમ્' એ ઋગ્વદપદનું નારદની સમક્ષ શિષ્યો આગળ વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે– અજ એટલે પશુઓ. પશુઓથી યજ્ઞ કરવો. આ સાંભળીને બે કાન બંધ કરીને નારદે કહ્યું: આ..હા...! પાપ શાંત થાઓ. કારણ કે જો પશુઓથી યજ્ઞ થતો હોય તો બૃહદારણ્યકમાં વાજપેય યજ્ઞમાં “દાન, દમન અને દયા આ ત્રણ શીખે” ઇત્યાદિ વેદવાક્ય જે કહ્યું છે તે વિરોધવાળું થાય. તથા ચતુષ્ટય લક્ષણને કરતા વ્યાસે પણ કહ્યું છે કે-“ જે ધર્માત્મા છે તેને પંડિત જાણવો, નાસ્તિક મૂર્ખ કહેવાય છે, જે સર્વ જીવોનું હિત કરે છે તેને સાધુ કહ્યો છે, જે નિર્દય છે તેને અસાધુ(દુષ્ટ) કહ્યો છે. ચાલતો હોય કે બેઠો હોય, જાગતો હોય કે સૂતો હોય, જે જીવોનું હિત કરતો નથી તેનું જીવન નિરર્થક છે. મારે મરવાનું છે એમ જાણીને પુરુષને જે દુઃખ થાય છે તે અનુમાનથી બીજો જીવ પણ રક્ષણ કરવાને યોગ્ય છે. એકજીવને આપેલી અભયની દક્ષિણા શ્રેષ્ઠ છે, હજારો બ્રાહ્મણોને વિભૂષિત કરેલી હજાર ગાયોનું દાન શ્રેષ્ઠ નથી. હાથ ઊંચો કરીને કહેવાય છે કે સાચું છે, સાચું છે, સાચું જ છે કે જે જીવોની રક્ષા કરતો નથી તેનો સ્વાર્થ સિદ્ધ થતો નથી નથી જ.” ઇત્યાદિ આ બધું વિરોધવાળું થાય. ઉપાધ્યાયે પણ કયારેય આ પ્રમાણે વ્યાખ્યાન કર્યું નથી. કિંતુ “વાવેલા જે ન ઉગે તે અજ, તેનાથી યજ્ઞ કરવો,” એવું ગુરુએ વ્યાખ્યાન કર્યું છે. તેથી સ્વમતિથી કલ્પેલું આ મહાપાપની પ્રરૂપણા કેમ કરે છે? આ પ્રમાણે નારદ ૧. મેખલા= પર્વતનો મધ્યપ્રદેશ.
Page #356
--------------------------------------------------------------------------
________________
અસત્ય બોલવામાં | ઉપદેશમાલા (પુષ્પમાલા) [વસુરાજાની કથા-૩૪૧ સુયુક્તિઓથી પર્વતકને સમજાવ્યો. પણ પર્વતકનું વિવેકરૂપ વન અજ્ઞાનરૂપ પવનથી પ્રેરાયેલ ક્રોધરૂપ દાવાનલથી બળી ગયું હતું. તેની તત્ત્વદષ્ટિ પ્રક્રેષરૂપ ધુમાડાથી મલિન થઇ ગઈ હતી. આથી તેણે મૂર્ખત્વના સૂચક અને સંબંધરહિત જ વચનોથી નારદ ઉપર આક્રોશ કર્યો. ઉપાધ્યાયે આનું આ પ્રમાણે જ વ્યાખ્યાન કર્યું હતું એમ ખોટા આલંબનને પકડે છે. તે અર્થમાં (=ગુરુએ કરેલા અર્થમાં) સહાધ્યાયી વસુરાજા પ્રમાણ છે. જો એ ગુરુને તારા પક્ષમાં માને તો મારી મૂળથી જીભ છેદવી, અન્યથા તારી જીભ છેદવી, એવી પ્રતિજ્ઞા કરે છે. તેથી છાત્રોએ કોલાહલ કર્યો. મજાક કરનારા પુરુષોએ કિલકિલાટ કર્યો. કૌતુક જોવાવાળાઓ આનંદ પામ્યા. મધ્યસ્થ પુરુષોએ નારદના વચનની પ્રશંસા કરી. પાપદૃષ્ટિવાળાઓએ પર્વતકની વિદ્વત્તાનું સમર્થન કર્યું. આવી સ્થિતિ થયે છતે નારદ વિચાર્યું. દુર્ગતિ તરફ પ્રયાણ થયું હોવાથી આ અભિનિવેશવાળો થયો છે અને એથી સમજાવવાને માટે યોગ્ય નથી. આમ વિચારીને નારદ “વસુરાજાને પૂછવું વગેરે તેણે જ કહેલી પ્રતિજ્ઞાનો સ્વીકાર કરીને તે દેવપૂજા આદિ માટે ગયો.
પછી પર્વતકે માતાની સાથે રાતે જઈને એકલા વસુરાજીને એકાંતમાં એ બધું જણાવ્યું. તેથી વસુરાજાએ કહ્યું: તમોએ અયોગ્ય વ્યાખ્યાન કર્યું છે કારણ કે નારદ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ ગુરુએ આનું વ્યાખ્યાન કર્યું હતું. પછી ઉપાધ્યાયની પત્નીએ કહ્યું: હે વત્સ! જો કે એ પ્રમાણે છે તો પણ આ સ્વગુરુપુત્રના જિલ્લાછેદનું અને અપયશનું તારે જ રક્ષણ કરવાનું છે. તેથી મારા આગ્રહથી અસત્ય પણ આનું પર્વતકે જેવી રીતે કહ્યું છે તેવી જ રીતે તારે સમર્થન કરવું, ઇત્યાદિ. બહારથી ઉપાધ્યાય પત્ની વડે પ્રાર્થના કરાયેલા અને અંદરથી તો મોહરાજાના સૈન્યમાં રહેલા તથા માયા, મૃષાવાદ અને અજ્ઞાન વગેરે દુષ્ટમિત્રોથી પ્રેરાયેલા વસુરાજાએ સરળતાને મૂકીને, સપુરુષોથી સેવાયેલી વચન પ્રતિષ્ઠાને મૂકીને, સ્વમાહાભ્યના નાશને જાણ્યા વિના, સ્વકુલની નિંદા અને અપયશરૂ૫ કલંકને વિચાર્યા વિના, શિષ્યલોકના અપવાદને ગણકાર્યા વિના, અનંતદુઃખના સંબંધવાળા ગહનદુર્ગતિરૂપ ખાડામાં પતનને વિચાર્યા વિના, આ જ જન્મમાં દુઃખથી પાર પામી શકાય તેવા મહાસંકટના સમાગમને સર્વથા જ વિચાર્યા વિના, તેના વચનનો સ્વીકાર કર્યો. પછી પર્વતક અને ગુરુપત્નીને રજા આપી. હર્ષ પામેલા એ બે પણ આશીર્વાદ આપીને પોતાના ઘરે ગયા.
પછી સવારે પર્વતક અને નારદ આવી ગયા. સભ્યો બેસી ગયા. બાળકો અને વૃદ્ધો સહિત નગરલોક ભેગો થઈ ગયો. કૌતુકથી આકર્ષાયેલ ભવનપતિ અને વ્યંતર વગેરે દેવવર્ગ ગુપ્તપણે આવી ગયો. સામંત, માંડલિકરાજાઓ, મંત્રીઓ અને ક્રોડ સુભટોથી ખીચોખીચ ભરાયેલી રાજસભામાં પૂર્વોક્ત વસુરાજા બેઠો. નારદ અને પર્વતને આશીર્વાદ-પૂર્વક પોતાનો
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૨-અસત્ય બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વસુરાજાની કથા પક્ષ કહ્યો. વૃદ્ધ બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે- હે દેવ! જેવી રીતે ગ્રહોને ચંદ્ર, દેવોને ઇંદ્ર, સર્પોને શેષનાગ અને પક્ષીઓને ગરુડપક્ષી પ્રમાણ છે, તેવી રીતે પ્રજાઓને આપ જ પ્રમાણ છો. વળી આ વિવાદ આપના જ આશ્રયે રહેલો છે. જીવલોકમાં સત્યવચન જ વખણાય છે. કારણ કે વેતાલ, શાકિની, યક્ષ, પિશાચ, રાક્ષસ, સર્પ, પાણી, અગ્નિ, શસ્ત્ર અને સિંહ સત્યપ્રતિજ્ઞાવાળા આગળ સમર્થ થતા નથી. સત્યના પ્રભાવથી પૃથ્વી હાલતી નથી–સ્થિર રહે છે, સમુદ્રો મર્યાદાથી ચલિત થતા નથી, શિશિરઋતુ, ગ્રીષ્મઋતુ અને વર્ષાઋતુ પોતાના સ્વરૂપને મૂકતી નથી. લોકમાં પણ સત્યવાદીઓનું ઘટ વગેરે દિવ્ય સ્કૂરે છે. તેથી સત્ય સિવાય બીજા કોની અમે પ્રશંસા કરીએ? તેથી આ બેના આ વિવાદમાં જે સત્ય હોય તે મહેરબાની કરીને મધ્યસ્થબુદ્ધિથી અને રાગ-દ્વેષરહિત અંતઃકરણથી જણાવો. આ પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણોએ અતિનિપુણ કહ્યું હોવા છતાં અવિવેકરૂપ તિમિર રોગથી ચંચલ થયેલી તત્ત્વદૃષ્ટિવાળા રાજાએ સહસા જ પર્વતકના ખોટા પણ પક્ષનું સમર્થન કર્યું. તેથી સમર્થન કર્યા બાદ તુરત જ ગુસ્સે થયેલા કુલદેવતાએ રાજાને પગની પેનીથી પ્રહાર કરીને સિંહાસનથી નીચે પાડ્યો અને પાતાલમાં ફેંક્યો. તેથી આ..હા...! આ શું? એમ લોક ભય પામ્યો. પર્વતકનો અને રાજાનો સર્વત્ર ધિક્કાર પ્રવર્યો. નારદની ઘણી પ્રશંસા ફેલાણી. પછી વિવિધ પ્રકારની વિડંબના પૂર્વક પર્વતકને નગરમાંથી બહાર કાઢ્યો. અને વસુરાજાના પુત્રનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. પિતાના પ્રસંગથી ગુસ્સે થયેલા દેવતાએ તેને પણ પાડી નાખ્યો. એ પ્રમાણે બીજા પણ ક્રમશઃ સાત વસુપુત્રોને તેની દુનીતિથી જ તે જ દેવતાએ પાડી નાખ્યા. અભિનિવેશવાળા બનેલા પર્વતને ત્યારથી અતિશય સારી રીતે યજ્ઞોમાં જીવહિંસાની પ્રરૂપણા કરી. આ પ્રમાણે વસુરાજાનું અસત્ય વચન અધોગતિનું શ્રેષ્ઠ કારણ અને આ જ જન્મમાં અપકીર્તિનું કારણ સાંભળીને ગુણપાલનમાં ઉઘુક્ત પુરુષો સાચું બોલો. [૧૫૦]
આ પ્રમાણે વસુરાજાનું કથાનક પૂર્ણ થયું. હવે ત્રીજાવ્રતના પાલનના ઉપદેશને કહે છેअयि दंतसोहणंपि हु, परदव्वमदिन्नयं न गिण्हिज्जा । इहपरलोयगयाणं, मूलं बहुदुक्खलक्खाणं ॥ १५१॥
બીજાએ નહિ આપેલું દાંતખોતરણી જેટલું પણ પરદ્રવ્ય ગ્રહણ ન કરવું. નહિ આપેલું પરદ્રવ્યનું ગ્રહણ આ લોક-પરલોકસંબંધી ઘણા લાખો દુઃખોનું મૂળ છે. [૧૫૧]
આ જ વ્રતનું દૃષ્ટાંત દ્વારા સમર્થન કરતા ગ્રંથકાર કહે છેतइयव्वए दढत्तं, सोउं गिहिणोऽवि नागदत्तस्स । कह तत्थ हुंति सिढिला, साहू कयसव्वपरिचाया? ॥ १५२॥
Page #358
--------------------------------------------------------------------------
________________
ત્રીજાવ્રતમાં દૃઢતા વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા-૩૪૩
ગૃહસ્થ પણ નાગદત્તની ત્રીજા વ્રતમાં દૃઢતા સાંભળીને સર્વનો ત્યાગ કરનારા સાધુઓ તેમાં કેવી રીતે શિથિલ થાય?
વિશેષાર્થ— ગૃહસ્થ પ્રાયઃ સુવર્ણ-ધન વગેરેમાં આસક્તિવાળો જ હોય છે. તો પણ નાગદત્તની ત્રીજા વ્રતમાં તેવા પ્રકારની દૃઢતા હતી. જે સાધુઓએ આસક્તિ આદિ સર્વપાપનો ત્યાગ કર્યો છે તે ત્રીજાવ્રતમાં દૃઢ કેમ ન હોય? આ નાગદત્ત કોણ હતો અને તેણે ત્રીજા વ્રતમાં કેવી રીતે દૃઢતા કરી તે કહેવાય છે—
નાગદત્તની કથા
કાશીદેશમાં વારાણસી નામની નગરી છે. તેની લક્ષ્મીને જોઇને ઇંદ્રપુરી જાણે લજ્જા પામી હોય તેમ અદૃશ્ય થઇ ગઇ. ત્યાં ગુણથી અને નામથી પણ જિતારિરાજા હતો. તે રાજાનો ધનદત્ત શેઠ બાલ્યાવસ્થાથી જ સમાનવયવાળો પ્રિય મિત્ર હતો. તે શેઠની ધનશ્રી નામની પત્ની હતી. તે બંને જિનમતમાં તત્પર હતા. ઘરમાં રહેલી ઋદ્ધિની સંખ્યાને તે સ્વયં પણ જાણતા ન હતા. જાણે રૂપથી કામદેવ હોય, ચંદ્રના જેવો સૌમ્ય, કળાઓનો નિવાસ, પરમ વિદ્વત્તાથી યુક્ત, મનુષ્યોમાં પ્રધાન, કુલીન, લોકોના નેત્રો માટે ઉત્સવ સમાન, દેવસુંદરીઓના પણ હૃદયને હરનાર, મેરુની જેમ સ્થિર પ્રકૃતિવાળો, સમુદ્રના જેવો ગંભીર, દાક્ષિણ્ય-વિનય-વિજ્ઞાન વગેરે સર્વગુણમય શરીરવાળો અને ભુવનમાં પણ વિખ્યાત એવો નાગદત્ત નામનો તેમનો પુત્ર હતો. તેણે સાધુઓની પાસે ધર્મ સાંભળીને બાલ્યાવસ્થામાં પણ અણુવ્રતો વગે૨ે શ્રાવકધર્મનો સમ્યક્ સ્વીકાર કર્યો હતો. સંસારથી વિરક્ત હોવા છતાં દીક્ષા લેવા માટે પોતાને માતા-પિતાથી છોડાવવા અસમર્થ તે ગૃહવાસમાં રહે છે. પરણવા માટે શ્રેષ્ઠ હજારો કન્યાઓથી પ્રાર્થના કરાયેલો હોવા છતાં મુખને પણ ઇચ્છતો નથી, અર્થાત્ કન્યાનું મુખ જોવા પણ ઇચ્છતો નથી, કેવળ જિનોક્ત ધર્મને કરે છે. તે નગરીની બહાર સહસ્રામ્રવન નામનું ઉદ્યાન છે. તે પોતાની વૃક્ષશ્રેણિની ઋદ્ધિથી નંદનવનને પણ હસે છે=નંદનવનનો પણ તિરસ્કાર કરે છે. તેની મધ્યમાં સો થાંભલા ઉપર રહેલું, મણિ-સુવર્ણમય, જેની દેવો અને વિદ્યાધરોએ સેવા કરી છે તેવું મનોહર જિનમંદિર છે.
આ તરફ તે નગરીમાં પ્રિયમિત્ર સાર્થવાહની ચંદ્રજેવા નિર્મલગુણોથી વિભૂષિત નાગવસુ નામની પુત્રી છે. કોમળ પુષ્પોરૂપ બાણોથી જગતને જીતવા માટે કામદેવને અસમર્થ જાણીને વિધિએ તે પુત્રીને વજ્રના ભાલાની જેમ જગતને ભેદનારી બનાવી. સહસ્રમ્રવન ઉદ્યાનમાં થોડે દૂરથી પસાર થતી અને સખીજનથી પરિવરેલી તેને નાગદત્તે કોઇપણ રીતે જોઇ. જેની આંખ કંઇક ફરી રહી છે એવી નાગવસુએ પણ નાગદત્તને જોયો.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૪-ત્રીજાવ્રતમાં દેઢતા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા હૃદયને નાગદત્તમાં જ મૂકીને તે હૃદયથી શૂન્ય આગળ ગઇ. તે વિચારે છે કે જિનેશ્વરોને વંદન કરવા માટે શું આ કોઈ દેવ અવતર્યો છે? આ ઘટતું નથી. કારણ કે આ નિમેષ સહિત અને ભૂમિચારી છે. રૂપના ઉત્કર્ષથી અને સ્વાભાવિક ગતિથી વિદ્યાધર પણ ન હોય. આ અમૃતથી પૂર્ણ અંગવાળો છે, અને કામદેવ બળી ગયેલા અંગવાળો સંભળાય છે, અર્થાત્ આ કામદેવ પણ નથી. આ આકૃતિમાં બીજાની સંભાવના પણ ઘટતી નથી, અર્થાત્ બધા કરતાં આ અધિક શ્રેષ્ઠ છે. ઇત્યાદિ વિચારતી તે જિનમંદિર સુધી ગઇ. એકાગ્રચિત્તવાળી તે ત્રણ પ્રદક્ષિણા આપીને ઘણાકાળ સુધી જિનેશ્વરોની વિવિધ પ્રકારોથી પૂજા રચે છે= કરે છે. આ તરફ નાગદત્ત પણ ત્યાં જ જિનમંદિરમાં આવ્યો. નાગવસુએ કરેલી વિવિધ રચનાવાળી પૂજા (આંગી) તેણે જોઈ. નાગવસુ પણ પૂજા કરીને પોતાના ઘરે ગઈ. પછી નાગદત્તે મિત્રોને પૂછ્યું: આવી કલાનિપુણ આ કોણ છે? ખુશ થયેલા મિત્રોએ તેનું નામ અને કુલ વિશેષથી કહ્યું. જેવી રીતે લક્ષ્મી વિષ્ણુનું અનુકરણ કરે છે તેવી રીતે આ તારું અનુકરણ છે એમ મિત્રોએ કહ્યું ત્યારે નાગદત્તે કહ્યું. એના પૂજાવિનયથી મારું હૃદય તુષ્ટ થયું છે માટે પૂછું છું, નહિ કે તેના પ્રત્યે અનુરાગ થવાથી. માટે તમોએ જાણેલું અયુક્ત છેઃખોટું છે. ઇત્યાદિ મિત્રોને કહીને ભક્તિથી જિનેશ્વરોને વંદન કરીને ઘરે ગયો. નાગવસુ પણ પોતાના ઘરે પહોંચી ગઈ.
જેવી રીતે રાજાની હાથણીના હૃદયમાં વિંધ્ય પર્વત શલ્ય કરે તેમ લાખો શલ્યોનો નાશ કરનારા અને સૌભાગ્યયુક્ત નાગદત્તે તેના હૃદયમાં શલ્ય કર્યું. (રપ) આવું રૂપ, આવી લીલા, આવી ગતિ, આવું સૌભાગ્ય, તેનું દર્શન સુખ આપનારું છે ઇત્યાદિ વિચારતી તે ક્ષણવાર પણ રતિને પામતી નથી, ભોજન કરતી નથી, સૂતી નથી, વિશેષ કહેવાથી શું? ચેષ્ટાથી મુકાયેલી તે મણિમય પુતળીની જેમ રહે છે. ચંદનરસ, પાણીથી ભિંજાવેલો પંખો, ચંદ્ર અને મોતી ઠંડા હોવા છતાં પ્રિયને યાદ કરતી નાગવસુના શરીરમાં દાહ કરે છે. હવે તે પ્રતિદિન કૃષ્ણપક્ષના ચંદ્રની શોભાની જેમ ક્ષીણ થાય છે. તેથી માતા-પિતા, પરિજન અને સ્વજનવર્ગ ભય પામ્યો. સખીઓ વડે એકાંતમાં રાખીને પૂછાયેલી તે કંઈ પણ કહેતી નથી. અતિ આગ્રહ કર્યો ત્યારે નીસાસા નાખીને કોઈપણ રીતે કહે છે કે મારે એક તરફ કિનારો છે તો બીજી તરફ વાઘ છે. તેથી હું શું કરું? પ્રિયસખીઓ પૂછે છે અને લજ્જા (કહેવા માટે) અધિક રોકે છે. આ પ્રમાણે કહીને ફરી પણ મૌન રહી. તેના ભાવને જાણનાર અમૃતશ્રી નામની પ્રિય સખીએ તે બાળાને કહ્યું: હું, આ જાણ્યું કે સહસ્ત્રાપ્રવન શૂન્ય ઉદ્યાનમાં તે નાગદત્ત ચોરે તારું કંઇક ચોરી લીધું છે. જ્યાં વણિકો જ ચોર બને ત્યાં અમે શું કહીએ? તારે પણ લજ્જાના કારણે આ
Page #360
--------------------------------------------------------------------------
________________
ત્રીજાવ્રતમાં દઢતા વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [નાગદત્તની કથા-૩૪૫ કહેવું યોગ્ય નથી. તેમાં તારો શો દોષ? તારા દૃષ્ટિભાવથી ત્યારે પણ મેં આ જાણી લીધું હતું. પણ આટલા વખત સુધી ન કહ્યું, કારણ કે હું પણ લજ્જાથી રોકાયેલી છું. હે મુગ્ધ! તેથી તારા ગુણરૂપ દોરડાથી બંધાયેલા અને જીવનને કરનારા તેને અમે જ જલદી બતાવીએ છીએ. માટે સ્વસ્થ થા. આ પ્રમાણે નિપુણતાથી સખીઓએ કહ્યું ત્યારે હસીને વિમુખ થયેલી નાગવસુ મનમાં જાણે છે કે અહો! સખીઓની ચતુરાઈ! નાગવસુને આ પ્રમાણે રાખીને સખીઓએ આ વિગત તેના માતા-પિતાને કહી.
આથી નાગવસુના પિતાએ ધનદત્ત પાસે નાગદત્તની માગણી કરી. પછી નાગવસુની માતાએ નાગવસુ પાસે જઈને રડતાં રડતાં કહ્યું: હે પુત્રી! તારા પિતાએ ધનદત્તને ઘણી પ્રાર્થનાઓ કરીને કહ્યું. તેણે કહ્યું. આ અમારા ઉપર પણ તમારો અનુગ્રહ છે. પણ અમે શું કરીએ? મારા પુત્રે ઘણી કન્યાઓને ઇચ્છી નથી. તે સંસારથી વિરક્ત મનવાળો છે. ઘરમાં પણ (=સંસારમાં પણ) અમારા આગ્રહથી રહે છે. કિંતુ ફરી પણ એને પ્રાર્થના કરીશું, કદાચ (લગ્ન) કરે. આ પ્રમાણે કહીને પૂજા કરીને તેણે તારા પિતાને રજા આપી. હે વત્સ! તેથી તે વ્યક્તિનો આગ્રહ છોડ. કારણ કે કહ્યું છે કે-દુર્લભ મનુષ્ય ઉપર પ્રેમ, લુચ્ચા માણસ સાથે મૈત્રી, જડ માણસને ઉપદેશ અને સમર્થ જન ઉપર ક્રોધ નિરર્થક છે અને અનર્થહેતુ છે. આ પ્રમાણે સાંભળીને નિઃસાસો નાખીને નાગવસુએ સ્વમાતાને કહ્યું: હે માતા! જો એમ છે તો તું મારી પણ પ્રતિજ્ઞા સાંભળ. જો મને પરણે તો તે જ પરણે કે જે જોવાયેલો પણ અંગને શાંત કરે છે. હવે જો ન પરણે તો તેને જ જે અત્યંત અભીષ્ટ છે તે જ મારી પણ ગતિ છે. હવે માતાએ પતિ પાસે જઈને આ બધું ફરી કહ્યું.
ત્યાં વસુદત્ત નામનો નગરરક્ષક વસે છે. કોઈકવાર ક્યાંક નાગવસુને જોઈને વસુદત્ત તેમાં આસક્ત બન્યો. તેથી પરણવા માટે નાગવરુની માંગણી કરી. પ્રિયમિત્રે કહ્યું: જો તમે જમાઈ તરીકે પ્રાપ્ત કરાવતા હો તો અમે બીજાની પ્રાર્થના ન કરીએ. પણ આ નાગદત્તને પરણવાની પ્રતિજ્ઞા કરી રહી છે. તેથી અવિવેકથી ચંચળ કરાયેલ વસુદત્ત નાગદત્તને મારીને પણ આ લેવી એ પ્રમાણે વિચારીને તેના છિદ્રોને જુએ છે. એકવાર ઘણા અશ્વોથી પરિવરેલો રાજા નીકળ્યો. વેગથી જતા તેના કાનમાંથી સરકીને કુંડલ પડી ગયું. પૃથ્વી ઉપર પડતા કુંડલને ધૂળના અણુઓના કારણે કોઈએ ન જોયું. અશ્વોની ખરીથી મર્દન કરાતું કુંડલ ધૂળમાં દટાઈ ગયું. (૫૦) પછી ઘરે ગયેલા રાજાએ આ જાણ્યું અને નગરના રક્ષકને કહ્યું. નગરરક્ષકે પટહ વગડાવીને બધા સ્થળે ઘોષણા કરી કે- રાજાનું મણિથી નિર્મિત કુંડલ ખોવાયું છે. તેથી જો કોઈ સ્વયં પણ આપી દે, અથવા મળેલું પણ લાવીને આપી દે, તો અપરાધથી રહિત છે. (નહિ તો) અમને ખબર પડશે તો મસ્તકથી અને ધનથી દંડ થશે.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૬-ત્રીજાવ્રતમાં દઢતા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા એ પ્રમાણે પણ કુંડલ ન મળ્યું. એકવાર આઠમના દિવસે પ્રતિમાનો સ્વીકાર કરવા માટે બહાર ઉદ્યાનમાં સંધ્યા સમયે જતો નાગદત્ત નગરની પાસેના સ્થાનમાં કોઇપણ રીતે ધૂળના છિદ્રોમાંથી નીકળેલા કિરણોના પ્રકાશથી કાળાસર્પની જેમ કુંડલને જોઇને જલદી બીજા માર્ગે ગયો. નજીકમાં રહેલા વસુદત્તે કોઈપણ રીતે આ જોયું. બરોબર જોતાં જણાયું કે આ નાગદત્ત છે. આ જલદી કેમ પાછો ફર્યો એમ શંકાવાળો તે જેટલામાં ત્યાં આવ્યો તેટલામાં કુંડલને જોઈને ખુશ થઈને ગ્રહણ કરે છે. વિચારે છે કે-ખોટું પણ આ છિદ્ર એને થાય. આ સાચા અપરાધથી અમારે યોગ્ય નહિ થાય. ઇત્યાદિ વિચારીને (આગળ) જઇને તેણે પ્રતિમામાં રહેલા નાગદત્તને જોયો. તેની પાસે કુંડલ મૂકીને રાજાને કહેવડાવ્યું કે હે દેવ! આપનું કુંડલ નાગદત્ત ચોર્યું છે. કુંડલિની સાથે તે અમને મળ્યો છે. આપ જે કહો તે કરીએ. આ પ્રમાણે સાંભળીને જાણે વજથી હણાયો હોય તેવો રાજા વિચારે છે કે આ શું? મારા પ્રિય મિત્રના પુત્રમાં આ યુગાન્ત પણ આ કેવી રીતે હોય? નાગદત્ત ચોરીના માલસહિત છે એમ આ કહે છે. તેથી અહીં વિચાર કરવો એ યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને નાગદત્તને પોતાની પાસે લઈ આવવાનું કહે છે. પોતાની આગળ લવાયેલા નાગદત્તને રાજાએ ગળામાં રહેલા કુંડલથી જાણે તે પરાભવરૂપ તાપને દૂર કરવા માટે ચંદ્ર સાંનિધ્ય કર્યું હોય તેવો જોયો. બહુમાનપૂર્વક ઘણા પ્રકારોથી તેને આ વૃત્તાંત પૂક્યો. પ્રતિમામાં પર્વતની જેમ સ્થિર રહેલો તે કંઈપણ બોલતો નથી. તેથી વૃદ્ધ પુરુષોએ રાજાને કહ્યું છે દેવ! હજી સુધી તેનો નિયમ પૂરો થયો નથી. તેથી સૂર્યોદય સુધી રહો. તેથી રાજાએ વિલંબ કર્યો. રાત્રિ પૂર્ણ થતાં ક્રમે કરીને સૂર્યોદય થતાં નાગદત્તે વિચાર્યું. આણે નિરપરાધી મને ખોટું આળ આપ્યું છે. તેથી જો સાચું કહું તો આ ચોક્કસ અનર્થ પામે. ઉત્તમ પુરુષોનો આ માર્ગ નથી. અથવા આ ભવ પરભવનાં દુઃખોનું કારણ એવા પરદોષ કથનમાં ઉત્તમ પુરુષોની જીભ ઉદાસીન રહે છે. આણે મારું કશું કર્યું નથી. પૂર્વકર્મો અપરાધ કરે છે, તેથી ભલે શિરછેદ થાઓ, તો પણ હું પરદોષને ન કહું. આ પ્રમાણે તેણે નિર્ણય કર્યો. રાજાએ તેને ફરી પણ અતિશય ઘણું પૂછ્યું. નાગદત્ત કોઇપણ રીતે ઉત્તર આપતો નથી.
હવે ગુસ્સે થયેલા રાજાએ તેનો વધ કરવાની આજ્ઞા કરી. આથી તેના શરીરે જલદીથી રક્તચંદનનું વિલેપન કર્યું. જીર્ણવસ્ત્રના ટુકડા તેને પહેરાવ્યા. ઘાસની શાહીથી તેના શરીરે ઘણાં તિલક કર્યા. તેના ઉપર સૂપડાનું છત્ર ધરવામાં આવ્યું. ગળામાં કોડિયાઓની માળા લટકાવવામાં આવી. તેને ગધેડા ઉપર બેસાડ્યો. તેના આગળના ભાગમાં વિરસ નગારું વગાડવામાં આવે છે. આવી સ્થિતિવાળા તેને હર્ષ પામેલો આરક્ષક
૧. જેમ કાળા સર્પને જોઈને બીજા માર્ગે જાય તેમ કુંડલને જોઈને બીજા માર્ગે ગયો.
Page #362
--------------------------------------------------------------------------
________________
ત્રીજાવ્રતમાં દઢતા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [નાગદત્તની કથા-૩૪૭ રાજમાર્ગમાં લઈ આવ્યો. આણે રાજાનું કુંડલ ચોરવાનો અપરાધ કર્યો છે એવી ઘોષણા કરવામાં આવે છે. ઘર, કિલ્લો, દેવગૃહ, દુકાન અને દેવમંદિરની ઉપર ચઢેલો નગરલોક વિલાપ કરતો આ પ્રમાણે બોલવા લાગ્યોઅહીં! જો, વિચારમાં મૂઢ રાજાનું આ કેવું અકાર્ય? જુઓ, મંત્રીઓને અને નગરરક્ષકને પણ મતિભ્રમ કેવી રીતે થયો? (૭૫) નાગદત્ત પણ આ પ્રમાણે “ચોર” એવી કદર્થના જ્યાં પામે છે ત્યાં હું માનું છું કે ભવિતવ્યતા આ દેશ ઉપર પણ કુપિત થઇ છે કે શું? કદાચ અમૃત પણ વિષ થાય, ચંદ્ર પણ અગ્નિકણોને છોડે, તો પણ કોઇપણ રીતે નાગદત્ત આવું અકાર્ય ન કરે. દુર્જનો કોઈપણ રીતે સજ્જન ઉપર ખોટો પણ દોષ મૂકે તો પણ બુદ્ધિરૂપ વૈભવવાળા લોકો તેને સાચું ગણતા નથી. લોકમાં બધા સ્થળે શત્રુ, મિત્ર અને મધ્યસ્થ હોય છે. કર્મો જેણે દોષ કર્યો છે તેને ઢાંકે છે, અને જેણે દોષ કર્યો નથી તેને દોષ આપે છે. જો આવા પણ સપુરુષો આવી અવસ્થાને પામે છે તો હજી પણ ઘરવાસમાં આસક્તિ કરવી એ ચોક્કસ મહામોહ છે. આ પ્રમાણે લોક વિલાપ કરી રહ્યો છે એવી અવસ્થામાં નાગદત્ત જેટલામાં જાય છે ત્યારે તેણે પોતાના પિતાના ઘરની ઉપર રહેલી નાગવસુને જોઈ. હાર અને કંદોરો વગેરે સર્વ આભૂષણોને તોડી રહી છે. નિષ્ફર હાથના પ્રહારોથી વક્ષસ્થળમાં તાડન કરી રહી છે. સુખને આપનારો ક્યારેક દેખાય તો ક્યાંક કોઇપણ રીતે શાંતિ કરશે. હું આટલાથી સંતુષ્ટ છું. તો પણ લુચ્ચા વિધિએ મારું તે પણ સહન ન કર્યું. મારા જીવનથી આ લાંબા કાળ સુધી જીવે, હું જ મરી જઉં. ઇત્યાદિ વિલાપ કરતી તે મૂર્શિત થાય છે, ભૂમિ ઉપર પડે છે, અને ઉઠે છે. વધારે કહેવાથી શું? તેણે તે રીતે વિલાપ કર્યો કે જેથી સમાન દુઃખવાળી પણ સંપૂર્ણ નગરી તેને તે રીતે જોઇને લાખ ગુણા દુઃખવાળી થઈ. તેની તે રીતની સ્નેહપૂર્ણ ચેષ્ટા જોઇને જેનું હૃદય આકર્ષાયું છે એવો નાગદત્ત મનમાં આવો વિચાર કરે છે. જો કોઈ પણ રીતે હું આવી અવસ્થાને ઓળંગી જઈશ તો હું આ બાલિકાને પરણ્યા પછી જિનોઃ વ્રતને આચરીશ. હવે જો મારી આ અવસ્થા પસાર ન થાય તો હું સિદ્ધોની સાક્ષીએ આગાર સહિત ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરું છું. આ પ્રમાણે પચ્ચકખાણ કરીને તે ક્રમથી વધ્યસ્થાને પહોંચ્યો.
નાગવસુ પણ વેગથી કોઈપણ રીતે પોતાને જીવતી રાખીને ભક્તિપૂર્વક અતિવિસ્તારથી જિનપ્રતિમાઓની પૂજા કરીને શાસનદેવની આરાધના માટે કાયોત્સર્ગ કરે છે. આ તરફ નગરરેક્ષકે નાગદત્તને જલદી શૂળી ઉપર ચડાવ્યો. તેથી દેવે શૂળીને તડતડ એમ ભાંગી નાખી. બીજીવાર શૂળી ઉપર ચડાવ્યો તો બીજીવાર પણ દેવે ભાંગી નાખી. એ પ્રમાણે ત્રીજીવાર પણ થયું. તેથી મોટા વૃક્ષની ડાળમાં ફાંસો બાંધીને લટકાવેલા તેનો ફાંસો
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૮- ત્રીજાવ્રતમાં દૃઢતા વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા
તૂટી ગયો. હવે ક્ષોભ પામેલા તેણે તલવારથી ડોકમાં હણ્યો તો તીક્ષ્ણ તલવાર પણ પુષ્પમાળા થઇને તેના ગળામાં રહી. હવે સકલ લોકે તેની પ્રશંસાની ઘોષણા કરી. રાજાના અધિકારી પુરુષો પણ ગભરાઇને રાજાને કહે છે. અતિશય ભય પામેલા રાજાની આજ્ઞાથી સેવકો તેને ત્યાં લઇ આવ્યા. રાજાએ અતિશય ઘણા આદરપૂર્વક ઘણા આગ્રહથી પૂછ્યું: હે મહાયશસ્વી! આ વૃત્તાંત શો છે? નાગદત્તે કહ્યું: હે રાજન! જો વસુદત્તને અભય આપો તો કહું. રાજાએ સ્વીકાર્યું એટલે તેણે કુંડલનું અવલોકન વગેરે સઘળોય વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ અતિ ઘણા હર્ષથી નાગદત્તની પૂજા કરી. પછી હાથણીની પીઠ ઉપર પોતાની પાસે તેને બેસાડ્યો. ઘણી વિભૂતિથી નગરમાં બધા સ્થળે તેને ફેરવીને તેના ઘરે માતા-પિતાને અર્પણ કર્યો. વસુદત્તને તેનું ધન લઇને દેશમાંથી બહાર કાઢી મૂક્યો. નાગદત્તના ઘરે લોક વધામણી આપવા માટે આવે છે. પ્રિય પૂછવા માટે ત્યાં આવેલા પ્રિયમિત્રે કહ્યું: હે નાગદત્ત! નાગવસુ જિનેશ્વરોની આગળ કાઉસ્સગ્ગમાં રહી, તેથી તું મુક્ત થયો અને તેં યશને પ્રાપ્ત કર્યું. ઇત્યાદિ પ્રિયમિત્રે કહેલું સાંભળીને અને પૂર્વે સ્વયં (તેની સ્થિતિ) જોઇને તેનું હૃદય નાગવસુ પ્રત્યે સદ્ભાવથી આકર્ષાયું. આથી તેણે તેને પરણવા માટે સ્વીકાર કર્યો. અંદર અને બહાર નિર્મલ માણસોથી સારા પણ માણસો આકર્ષાય છે. અથવા સજ્જનોથી લોકગુરુ પણ આકર્ષાય છે. જો, મહાદેવ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરે છે. (૧૦૦) (ચંદ્ર નાનો હોવા છતાં નિર્મલ હોવાના કારણે તેણે મોટા એવા મહાદેવને આકર્ષિત કર્યો. આથી મહાદેવ ચંદ્રને પોતાના મસ્તકે ધારણ કરે છે.)
ઘણા આડંબરથી સારા દિવસે નાગદત્ત નાગવસુને પરણ્યો. અને તેની સાથે પાંચ પ્રકારના ભોગોને ભોગવે છે. સમય જતાં એકવાર નાગદત્ત ભવનની ઉપર ઝરુખામાં પ્રિયતમાની સાથે રહેલો છે. નજીકના ઘરમાં યમરૂપી સિંહે વણિક શ્રેષ્ઠીના પુત્રનું સહસા હરણની જેમ હરણ કર્યું. તેથી રૂદનનો અવાજ થયો. હવે નાગવસુએ કહ્યું: હે નાથ! અતિવિરસ આ શું દેખાય છે? તેથી નાગદત્તે કહ્યું: હે સુતનુ! કહું છું. તું સાંભળ. જેના ભયથી તે આવે એ પહેલાં જ યત્ન કરીને મૂઢ મેં ઇચ્છિત પણ ન કર્યું તે યમરૂપ સિંહનો આ પ્રયત્ન છે. આ સુખીને કે દુ:ખીને, શ્રીમંતને કે દરિદ્રને, પંડિતને કે મૂર્ખને ગણકારતો નથી. જેવી રીતે દાવાનલ વૃક્ષસમૂહને બાળે તેમ આ જીવસમૂહને બાળે છે. આ વિદ્યમાન હોય ત્યારે વિષયોનું સેવન મહામોહ છે. મસ્તક ઉપર અગ્નિ સળગી રહ્યો હોય ત્યારે કોણ નિશ્ચિંત સુવે? જો આજે પણ કોઇપણ રીતે તે સમર્થ નથી થતો તો પણ તેની જરારૂપી રાક્ષસી અને વ્યાધિરૂપ પિશાચ એ પ્રચંડ પરિજન લોકને પીડે છે. તેથી હે સુતનુ! આ સંસારમાં મૃત્યુરૂપી સિંહ જેવી રીતે વિષયોમાં આસક્ત બનેલાઓની
Page #364
--------------------------------------------------------------------------
________________
ચોથા વ્રતમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મચર્યની નવ ગુક્તિઓ-૩૪૯ પાસે આવી પહોંચ્યો છે તેવી રીતે આપણી પણ પાસે જેટલામાં ન આવી પહોંચે તેટલામાં આના ભયથી જ પલાયન થઇ ગયેલા મુનિરૂપ મુસાફરોથી આચરાયેલા માર્ગથી મોક્ષનગરમાં જઈએ. ત્યાં પરિજનસહિત તે હોતો નથી. હવે પ્રિયાએ કહ્યું: ‘તમારી પત્ની એવા માત્ર શબ્દને ઇચ્છતી એવી મારું સઘળું ય લૌકિક સુખ આ પ્રમાણે સિદ્ધ થયું છે. હવે પછી અહીં પ્રસંગ( કામક્રીડા) શો? દેવો પણ સાગરોપમોથી પણ વિષયસંબંધી તૃષ્ણાથી રહિત થતા નથી. તેથી સંતોષ જ વિષયતૃષ્ણાનું નિયંત્રણ કરે છે. હે નાથ! તેથી ઇચ્છિત કરો. તમારા અભિપ્રેત માર્ગમાં હું પણ તૈયાર છું. કારણ કે કુલવધૂઓને પતિથી પ્રતિકૂલ પ્રવૃત્તિનો નિષેધ છે. પછી નાગદત્તે કહ્યું: હે પ્રિયે! તે ઘણું સારું કહ્યું. પછી ઘણું દાન આપીને, જિનોની પૂજા કરીને, ચારિત્ર લઈને તથા વિધિથી ચારિત્ર પાળીને, બંનેય વૈમાનિક દેવામાં ગયા. ક્રમે કરીને મોક્ષમાં જશે. [૧૫૨]
આ પ્રમાણે નાગદત્તની કથા પૂર્ણ થઈ. હવે ચોથા વ્રતના પાલનનો ઉપદેશ કહે છેनवगुत्तीहिं विसुद्धं, धरिज बंभं विसुद्धपरिणामो । सव्ववयाणवि पवरं, सुदुद्धरं विसयलुद्धाणं ॥ १५३॥
વિશુદ્ધ પરિણામવાળા બનીને નવગુપ્તિથી વિશુદ્ધ બ્રહ્મચર્ય ધારણ કરવું. સર્વવ્રતોમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્યવ્રતને વિષયલુબ્ધ જીવો અતિશય દુઃખપૂર્વક ધારણ કરી શકે છે.
વિશેષાર્થ-નવગુપ્તિઓ આ પ્રમાણે છે-(૧) સ્ત્રી-પશુ- નપુંસકથી રહિત ઉપાશ્રયમાં રહેવું. (૨) સ્ત્રીકથાનો ત્યાગ કરવો. (૩) સ્ત્રીલોક જે આસન ઉપર બેઠો હોય તે આસનનો (બે ઘડી સુધી) ત્યાગ કરવો. (૪) સ્ત્રીના અંગોપાંગોનું નિરીક્ષણ ન કરવું. (૫) ગૃહસ્થોની સાથે ભીંતના આંતરે રહેવાનો ત્યાગ કરવો. (૬) પૂર્વે કરેલી કામક્રીડાઓનું સ્મરણ ન કરવું. (૭) અતિસ્નિગ્ધ આહાર ન વાપરવો. (૮) અધિક આહાર ન વાપરવો. (૯) વિભૂષા ન કરવી.
આવું બ્રહ્મચર્યવ્રત વિષયલુબ્ધ જીવો માટે દુર્ધર છે, મહાસત્ત્વવંત જીવો માટે નહિ. કહ્યું છે કે- “શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચ વિષયો કાયર પુરુષને પોતાને વશ કરે છે, સત્પષને નહિ. કરોળિયાની જાળ મચ્છરને બાંધે છે, હાથીને નહિ.” [૧૫૩] .
देवेसु वीतरायो, चारित्ती उत्तमो सुपत्तेसु । दाणाणमभयदाणं, वयाण बंभव्वयं पवरं ॥ १५४॥
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૦- બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા
દેવોમાં વીતરાગ શ્રેષ્ઠ છે. સુપાત્રોમાં ચારિત્રી ઉત્તમ છે. દાનોમાં અભયદાન ઉત્તમ છે. વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે. [૧૫૪].
धरउ वयं चरउ तवं, सहउ दुहं वसउ वणनिकुंजेसुं । बंभवयं अधरंतो, बंभाविहु देइ मह हासं ॥ १५५॥
વ્રતને ધારણ કરે, તપને આચરે, દુઃખને સહન કરે, વનના લતાગૃહોમાં રહે, પણ બ્રહ્મચર્યવ્રતને ધારણ ન કરે તો તે બ્રહ્મા હોય તો પણ તે મને હસાવે છે, અર્થાત્ મને તેના પ્રત્યે હસવું આવે છે. [૧૫૫]
जं किंचि दहं लोए, इहपरलोउब्भवंपि अइदुसहं । तं सव्वं चिय जीवे, अणुभुंजइ मेहुणासत्तो ॥ १५६॥
આ લોકમાં અને પરલોકમાં પણ થનારું જે કંઈ અતિદુસહ દુઃખ છે તે સઘળું ય દુઃખ મૈથુનમાં આસક્તજીવ ભોગવે છે. [૧૫૬]
હવે દૃષ્ટાંતથી બ્રહ્મચર્યના સમર્થન માટે કહે છેनंदंतु निम्मलाई, चरियाई सुदंसणस्स महरिसिणो । तह विसमसंकडेसुवि, बंभवयं जस्स अक्खलियं ॥ १५७॥
તેવા વિષમસંકટોમાં પણ જેનું બ્રહ્મચર્યવ્રત અલના ન પામ્યું તે સુદર્શન મહર્ષિનાં નિર્મલ ચરિત્રો સમૃદ્ધ બનો.
વિશેષાર્થ– વિષમસંકટ- બુદ્ધિમંતની પણ સ્કૂલના થવાથી વિષમ છે અને નિવારણ કરવાનું અશક્ય હોવાથી સંકટ છે.
વળી બીજું– સુદર્શન અને સ્થૂલભદ્રના અન્યમાં ન હોય તેવા અસાધારણ મહાસત્ત્વગુણથી કંપિતચિત્તવાળા શાસ્ત્રકારે પણ સુદર્શનના ગુણોની સ્તુતિ દ્વારા આ ઉપદેશની અને સ્થૂલભદ્રના ચરણોમાં પ્રણામ કરવા દ્વારા હવે કહેવાશે તે ઉપદેશની રચના કરી છે. આ સુદર્શન મહર્ષિ કોણ છે તે કહેવાય છે
સુદર્શન મહર્ષિની કથા અંગદેશમાં ચંપાનામની શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ ચંપા નામની નગરી છે. તે નગરી જાણે મહાકલિયુગના ભયથી એકઠા કરેલા કૃતયુગની મૂર્તિ હોય તેવી રમણીય છે. જેના હાથમાં શંખ અને ચક્ર સ્થાપેલા છે, અર્થાત્ શંખ અને ચક્રના ચિહ્નો છે, અને લક્ષ્મીને
Page #366
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય વિષે].
ઉપદેશમલા (પુષ્પમાલા) સુદર્શનમહર્ષિની કથા-૩૫૧ સ્વયં વરનારા કૃષ્ણ જેવો પરાક્રમી દધિવાહન નામનો રાજા તે નગરીનું પાલન કરે છે. તેમાં ધનથી કુબેર જેવો ઋષભદત્ત નામનો શ્રેષ્ઠી ત્યાં રહે છે. તેની અદાસી નામની પત્ની છે. તથા ભેંસોને સંભાળનારો સુભગ નામનો નોકર છે.
આ પ્રમાણે કાલ પ્રવર્તી રહ્યો હતો ત્યારે ત્યાં એકવાર પરાક્રમી રાજાની તલવાર સમાન, શ્રેષ્ઠ પુંડરીક ( શ્વેત)કમળોનો જેણે નાશ કર્યો છે તેવો, પક્ષીઓના જીવનને હરનાર, દુષ્ટ રાજાની જેમ 'જડનો આશ્રય, જેમાં પથારી, ધાબળો, અગ્નિ, અને સુંદર સ્ત્રીના પુષ્ટ સ્તનપટ્ટ પ્રિય બન્યા છે તેવો, જેમાં તીવ્ર પવનથી હણાયેલાં વૃક્ષોમાંથી ધણાં જીર્ણ પત્રો પડી રહ્યાં છે તેવો, ઠંડીના કારણે સૂર્યનો પ્રતાપ પણ જેણે ખંડિત કરી નાખ્યો છે તેવો, જેણે ઘણા જીવોને મારી નાખ્યા છે તેવો, અને અતિભંયકર એવો શિયાળો પ્રવર્યો.
ત્યાં આ પ્રમાણે શિયાળો પ્રવર્તી રહ્યો છે ત્યારે સુભગ ભેંસોને લઇને કેટલામાં જંગલમાં ગયો તેટલામાં એકસ્થળે એકાંત પ્રદેશમાં કંઇક પરમ પદાર્થના સારનું ધ્યાન કરતા, સુમેરુપર્વતની જેમ નિશ્ચલ, કાયોત્સર્ગમાં રહેલા, શ્રેષ્ઠ એક ચારણમુનિને જુએ છે. આવા મુનિને જોઈને ઉત્પન્ન થયેલી ઘણી ભક્તિથી ભેંસોને ચરતી મૂકીને આખો દિવસ મુનિની પÚપાસના કરે છે. સાંજે અતિઠંડીના કારણે જેનાં સર્વ અંગો કંપી રહ્યાં છે તેવો સુભગ સાધુને નમીને ભેંસોની સાથે ઘરે ગયો. સુભગ તે સાધુના ગુણોને ચિંતવે છે અને પોતાના મનમાં ભાવિત કરે છે. તે મુનિ આખી રાત આવી ઠંડીને કેવી રીતે સહન કરશે? આ પ્રમાણે વિચારતો તે નિદ્રાને પામતો નથી. પ્રભાત થતાં ફરી પણ તે જ પ્રમાણે તે મુનિને વંદન કરે છે અને સેવા કરે છે. તેના જોતાં જ તે મુનિ “નમો અરિહંતાણં” એમ બોલીને કાયોત્સર્ગ પારીને આકાશમાં ઉડી ગયા. પછી આ આકાશગામિની વિદ્યા છે એમ માનતો સુભગ “નમો અરિહંતાણં” એ પદને બોલતો ફરે છે. બધી ક્રિયાઓ પ્રાયઃ “નમો અરિહંતાણં” એ પ્રમાણે બોલતો કરે છે. (સુભગને આ રીતે નમો અરિહંતાણ પદને બોલતો જાણીને ઋષભદત્ત શેઠે તેની પ્રશંસા કરી.) ઋષભદત્ત વડે પ્રશંસા કરાયેલા તેને (નમસ્કાર પ્રત્યે) ભક્તિ થઈ. હવે એકવાર ભેંસોને નદીના સામે કિનારે જતી રોકવા માટે સુભગ નદીમાં કુદકો મારે છે. તેમાં ખુંપેલા તીણ
૧. અહીં નડે શબ્દ કયર્થક છે. રાજાના પક્ષમાં ન એટલે જડ માણસો. શિયાળાના પક્ષમાં નડે એટલે ઠંડી. ૨. તત્ત= પથારી. રસ્તય શબ્દ પ્રાકૃતકોશમાં જોવામાં આવ્યો નથી. સંસ્કૃત શબ્દકોશમાં 7 શબ્દ છે.
તેના અનેક અર્થોમાં કામળો-ધાબળો એવો પણ એક અર્થ છે. આથી અહીં રસ્તય શબ્દનો ધાબળો અર્થ લખ્યો છે. ૩. ડું તીવ્ર. ૪. ધન = ઘણાં.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૨- બ્રહ્મચર્ય વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા ખીલાથી તે છાતીમાં વીંધાયો અને નમો અરિહંતાણં બોલતો કાળધર્મને પામ્યો. તેના પ્રભાવથી તે ઋષભદાસના ઘરે અાસીનો પુત્ર થયો. તેનું સુદર્શન એવું નામ કર્યું. તે માત્ર નામથી સુદર્શન ન હતો, કિંતુ ગુણથી પણ ખરેખર સુદર્શન હતો. જેને જોઈને આ વિશ્વ પણ રૂપ આદિથી આશ્ચર્ય પામ્યું. ગર્ભમાં જ પાંચમો મહિનો પસાર થઈ જતાં માતાને ગર્ભના પ્રભાવથી જિન મહોત્સવનો દોહલો થયો. પિતાએ પણ આઠ દિવસ વિસ્તારથી જિનમહોત્સવ કરાવીને આ દોહલો પૂર્ણ કર્યો. ગર્ભમાં વાસ થયો ત્યારથી તેના જ પ્રભાવથી શેઠના ઘરમાં, પરિજનમાં અને કુળમાં બીજાઓને પણ ઋદ્ધિની વૃદ્ધિ અને આરોગ્ય વગેરે થયું. શુકલપક્ષના ચંદ્રની જેમ ક્રમે કરીને વધતો તે સઘળીય કળાઓને પામે છે અને શ્રેષ્ઠ યૌવનને પામે છે. તેના રૂપ-યૌવન-વિલાસ વગેરે સુંદર કળાઓથી આકર્ષાયેલ નગરલોક અન્ય કાર્યોમાં શિથિલ થયો. તેના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રો સંપૂર્ણ વિશ્વમાં સુંદરીઓ વડે ગવાય છે અને દેવાંગનાઓથી પણ તૃષ્ણા સહિત ખવાય છે. (રપ) જાણે તેના ગુણોના અંશોથી નિર્માણ કરાયેલી હોય તેવી, તથા નામથી અને ગુણથી મનોરમા એવી સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રીને તે પરણે છે. હવે તે મનોરમાની સાથે ત્રિવર્ગના સારભૂત સુખ અનુભવે છે. સમય જતાં તેના પિતાએ તેને ઘરમાં (વડિલ તરીકે) સ્થાપીને દીક્ષા લીધી. હવે મણિઓમાં ચિંતામણિની જેમ અને વૃક્ષોમાં કલ્પવૃક્ષની જેમ તે શ્રેષ્ઠનગરીમાં સુદર્શન અતિશય ઉત્તમ થયો. તેને કોઈપણ રીતે કપિલ પુરોહિતની સાથે મૈત્રી થઈ. પુરોહિતની કપિલા નામની પત્ની છે. હર્ષથી પૂર્ણ પુરોહિત સુદર્શનના દેવીઓના પણ મનને હરનારા અને જગતમાં શ્રેષ્ઠ એવા ગુણો કપિલાને સદાય કહે છે. સુદર્શનને પ્રત્યક્ષ ન જોયો હોવા છતાં તેના માત્ર ગુણોના શ્રવણથી જ તેનો કામ તે રીતે કુપિત થયો કે જેથી તે અરતિથી પણ ભેટાઈ. હવે ક્ષણવાર પણ સુખને ન પામતી તે સંગના ઉપાયોને વિચારે છે. પછી ઘણા દિવસોના અંતે નિશ્ચય કરીને દાસીને સુદર્શનની પાસે મોકલી. તેણે જઈને કહ્યું કપિલ પુરોહિત શરીરથી કંઈક ગ્લાન છે. તેથી તમે ત્યાં આવો. આ પ્રમાણે સાંભળીને સુદર્શન ત્યાં ગયો. કપિલાએ તેને કહ્યું: અંદર પ્રવેશ કરો, કપિલને જુવો. તેથી તે જેટલામાં અંદર પ્રવેશ્યો તેટલામાં કપિલા તેની પાછળ પેઠી. વિકારસહિત નિરીક્ષણ કરીને અને વિકારી વચનપૂર્વક તેની પાસે (વિષયસુખની) પ્રાર્થના કરી. તેથી તેણે વિચાર્યું. અહહ! જો, અહીં કેવી રીતે સંકટમાં પડ્યો! અપમાનિત કરાયેલી આ ચોક્કસ મારશે અથવા પોતે મરશે. હું છલથી કેવી રીતે અહીં લવાયો? અથવા સ્ત્રીચરિત્રોને બૃહસ્પતિ પણ જાણતો નથી. તેથી આનાથી શું? પછી તેણે કહ્યું છે ભદ્રા! આ કરું, પણ હું નપુંસક છું, તારા માટે અયોગ્ય છું. લોકમાં હું પોતાને છુપાવીને
Page #368
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય વિષે]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા-૩૫૩ રહું છું. આ પ્રમાણે સાંભળીને જલદી વિરક્ત બનેલી કપિલા સુદર્શનને છોડી દે છે. પોતાને પુણ્યશાલી માનતો સુદર્શન પોતાના ઘરે ગયો.
હવે એકવાર રાજા કપિલ અને સુદર્શનની સાથે અતિશય ઘણા આડંબરથી ક્રીડા કરવા માટે બહાર ઉદ્યાનમાં ગયો. રાજાની રાણી અભયાની સાથે કપિલા અને મનોરમા એ બંનેય પરિવારસહિત શિબિકામાં આરૂઢ થઇને જાય છે. કપિલાએ રાણીને પૂછ્યું: ચંદ્રપંક્તિની જેમ આકાશને પ્રકાશિત કરતી આ કયા પુણ્યશાલીની પત્ની છે? રાણીએ કહ્યું. આ સુદર્શનની પત્ની છે. આ પુત્રો પણ મહાગુણોરૂપી રત્નના સમુદ્ર એવા તેના જ છે. કપિલાએ કહ્યું: જો એમ છે તો આ નિપુણ છે. કારણ કે ધુતારાઓની સાથે આટલા પણ પુત્રોને જન્મ આપતી તે સસરા આદિથી ઓળખાણી નથી. તેથી રાણીએ હસીને કહ્યું: તું આ કેમ કહે છે? કપિલાએ કહ્યું. કારણ કે આનો પતિ નપુંસક છે. રાણીએ પૂછ્યું: તું આ કેવી રીતે જાણે છે? કપિલાએ પૂર્વનો વૃત્તાંત કહ્યો. તેથી અભયાએ કહ્યું: સાચે જ તે પરસ્ત્રીઓની સાથે નપુંસક છે. તેથી તેને કામશાસ્ત્રની બહાર રતિ છે, અર્થાત્ તેને કામશાસ્ત્રમાં રતિ નથી. હે મુશ્કે! રસહીન બ્રાહ્મણી! ચતુર તેનાથી તું છેતરાણી છે. હવે દુઃખી બનેલી કપિલાએ કહ્યું: જો તું જ ચતુર છે તો તેની સાથે તું સ્વયં રમ, તો તારું માહાસ્ય જણાય. તેથી રાણીએ કહ્યું: હલ્લિ! મારે આ વિષયમાં શો સંદેહ છે? જો હું આ કાર્ય ન કરું તો મારે પુરુષસંગનો નિયમ હો! પછી પ્રતિજ્ઞા કરીને અને ક્રીડા કરીને ઘરે આવેલી તેણે પંડિતા નામની ધાવમાતાને આ કહ્યું: (૫૦) તેથી ધાવમાતાએ કહ્યું: અહહ હે દેવી! તેં ઘણી ભૂલ કરી છે. કારણ કે જિનવચનમાં આસક્ત તે પરસ્ત્રીઓમાં મન પણ કરતો નથી. તેથી રાણીએ કહ્યું માતા! મેં આ પ્રતિજ્ઞા કરી છે. જો તું કોઇપણ રીતે આ પ્રતિજ્ઞા ન પૂરે તો હું ચોક્કસ મરું. પછી એના અસદ્ આગ્રહને જાણીને અને લાંબો નિસાસો નાખીને ધાવમાતા વિવિધ ઉપાયોને વિચારવા માટે પ્રવૃત્ત થઈ. રાત્રિના પહેલા પહોરે લેપ્યમય પુતળાને લઇને પ્રવેશ કરતી તેને અંતઃપુરના પહેરીગરો પૂછે છે કે તે ધાવમાતા! આ શું છે? રાણીને પૂજા કરવા માટે આ કામદેવની પ્રતિમાને લઇ જઉં છું. પંડિતા ધાવમાતા આ પ્રમાણે દરરોજ કરે છે. વૃદ્ધ પુરુષો વિશ્વાસને પામ્યા ત્યારે આઠમના દિવસે બહાર પ્રતિમામાં રહેલા સુદર્શનને પણ લાવે છે. આ કામદેવની પ્રતિમા છે એમ સમજીને અંતઃપુરના પહેરીગરોએ કંઇપણ ન પૂછ્યું. તેથી મેરુ જેવા સ્થિર તેને રાણી આગળ મૂક્યો. પછી કામથી વિદ્વલ બનેલી રાણી તેને સર્વ અંગોમાં આલિંગન કરે છે. મુખને પકડીને સીત્કારને કરતી તે ચુંબન કરે
૧. સાદે પદનો અર્થ આ પ્રમાણે છે-ટ્વેન તો પ્રદો ય
ત વતwદે મુઠ્ઠમ્ |
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૪-બ્રહ્મચર્ય વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુદર્શનમહર્ષિની કથા છે. ઓ સુખદ! મારાં અંગો તીવ્ર કામરૂપ અગ્નિથી સળગેલાં છે. પોતાના સંગરૂપ પાણીથી શાંત કર. મને પ્રત્યુત્તર આપ. આ પ્રમાણે કામરૂપ અગ્નિને પ્રજ્વલિત કરનારી ચેષ્ટાઓ અને વચનોથી જેમ જેમ રાણી ક્ષોભ પમાડે છે તેમ તેમ તે મહાત્મા આ પ્રમાણે વિચારે છે– હે જીવ! જિનધર્મરૂપ રત્નનિધિને ગ્રહણ કરવાના અવસરે આ કોઈક પિશાચણી ઉપસ્થિત થઈ છે. તેથી આ (=એનું) નામ પણ ન લે. હે જીવ! સ્વાભિગ્રહપાલનરૂપ શિવમંદિરની શ્રેણિ ઉપર ચઢતા એવા પણ તને વ્યાકુલ કરીને આ નરકરૂપ અંધારા કૂવામાં નાખે છે.
તેથી અશુચિરસનો કોઠાર એવી આની અવગણના કર. નિર્મલ શિવસુખનું કારણ એવા અને નિંદ્રોએ કહેલા ધ્યાનમાં સ્થિર થા. આવી ભાવનાથી નિશ્ચલ હૃદયવાળા તેને ક્ષોભ પમાડવા માટે સમર્થ ન થતી તેણે જાતે જ નખોથી પોતાના શરીરને ઉઝરડીને પોકારવાનું શરૂ કર્યું. પરિજનસહિત રાજા ત્યાં આવ્યો. રાણીને તેવી બીભત્સ જોઈને ગુસ્સે થયેલા રાજાએ વીરપુરુષોને કહ્યું. પોતાના ધન, યૌવન, લાવણ્ય અને રૂપથી ગર્વિષ્ઠ થયેલા આ મહાદુષ્ટને શીધ્ર વધ્યસ્થાનમાં લઈ જાઓ અને દુઃખપૂર્વક મારી નાખો. વધ કરવા યોગ્ય પુરુષની વિભૂષાથી યુક્ત તે આરક્ષક પુરુષો વડે વધ્યસ્થાનમાં લઈ જવાયો. હાહારવથી મુખર (=વાચાળ) નગરી કરુણ રુદન કરી રહી હતી ત્યારે સુદર્શન આ પ્રમાણે ભાવના ભાવે છે. જો કે મેં અકાર્ય કર્યું નથી, એમ જ તેણે મને ખોટું આળ આપ્યું છે, તો પણ હું સત્ય વિગત ન કહું. કારણ કે કહેલી સત્ય વિગત બીજાનો વિનાશ કરે. અનાદિકાળમાં મેં પૂર્વે અનંતમરણોને પ્રાપ્ત કર્યા છે. મરણનો અંત કરનાર હમણાં આ મરણ પણ ઉત્સવરૂપ છે. આ પ્રમાણે ભાવના ભાવતા સુદર્શનના અતિ ઘણા સત્ત્વથી તુષ્ટ થયેલા ભવનપતિ વગેરે ઘણા દેવો ત્યાં આવ્યા. તેના માટે શૂળી કમળરૂપ થઈ ગઈ, અને તલવાર વગેરે શસ્ત્રો પુષ્પમાળાઓ થઈ ગઈ. દેવોએ સુગંધી પુષ્પોની અને સુગંધી જળની વૃષ્ટિ કરી.
આ પ્રમાણે સાંભળીને સંભ્રાન્ત થયેલો રાજા નગરજનોની સાથે ત્યાં આવ્યો. ભય પામેલો તે વારંવાર તેના ચરણોમાં નમીને ખમાવે છે. હે મહાશય! દોષોનું ઘર એવી યુવતિઓનું ચરિત્ર નહિ જાણતા મેં તારો જે અપરાધ કર્યો તેની પ્રસન્ન થઈને મને ક્ષમા આપ. આ પ્રમાણે સંભ્રમથી વારંવાર ખમાવતા રાજાને સુદર્શને કહ્યું: હે રાજન! તમે કે તમારી પત્નીઓએ અહીં અપરાધ કર્યો નથી. પૂર્વે સંચિત કરેલાં કર્મોએ જ મારો અપરાધ કર્યો છે. તેથી મેં જે વિચાર્યું છે તે તમને કહીશ. પણ તમે સ્થિર થાઓ. (૭૫) વિશ્વાસ પામેલા રાજાએ સુદર્શનને ગજસ્કંધ ઉપર બેસાડીને અતિશય મહાન આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યો. મહાદાન આપીને, જિનેશ્વરોની પૂજા કરીને, રાજા, નગરલોક, પિતા અને
Page #370
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૫૫ સ્વજનવર્ગના રોકવા છતાં સંસારની તેવી અસારતા જાણીને સુગુરુના ચરણોમાં સુદર્શને ઘણા આડંબરથી દીક્ષા લીધી. અભયા પોતાના દુશ્ચરિત્રના ભયથી પાટલિપુત્રના શમશાનમાં ગળે ફાંસો બાંધીને કાયાને લટકાવીને મરીને વ્યંતરી થઈ. પંડિતા ધાવમાતા પણ રાજાના ભયથી પલાયન થઈને જતી રહી અને ત્યાં જ પાટલીપુત્રમાં દેવદત્તા ગણિકાના ઘરે રહી. ત્યાં પ્રત્યેક અવસરે દેવદત્તા વેશ્યાની આગળ સુદર્શન મુનિની શ્રેષ્ઠરૂપ, મનોહરયૌવન, ગુરુએ આપેલા દઢ વ્રતો વગેરે નિર્મલ કથાઓને કરતી રહે છે. ગણિકા જેટલામાં આ પ્રમાણે તેના ગુણોના શ્રવણથી આકર્ષાયેલી અને પોતાના ગુણગણથી અતિ ગર્વિષ્ઠ બનેલી રહે છે તેટલામાં શરીરમાં ચામડી અને હાડકાં જ બાકી રહ્યા છે તેવા સુદર્શન મુનિ કોઇપણ રીતે તે જ નગરમાં આવ્યા. ગોચરી માટે ગયેલા તે મુનિને જોઇને ધાવમાતાએ ગણિકાને કહ્યું. ગણિકાએ પણ દાસીને મોકલીને ભિક્ષા માટે મુનિને બોલાવ્યા. પ્રસંગથી અજ્ઞાત તે મુનિ આ શ્રાવકકુલ છે એમ સમજીને ત્યાં ગયા. તપથી સુકાયેલી કાયાવાળા પણ મુનિને ગણિકાએ વિસ્તૃત તેજવાળા જોયા. કૃષ્ણપક્ષથી ગ્રસ્ત કરાયેલા પણ ચંદ્રને તેજલક્ષ્મી છોડતી નથી. પછી ઘરનો દરવાજો બંધ કરીને ગણિકાએ વિવિધ પ્રકારના યુવતિભાવોથી ઉપસર્ગ કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ગણિકા ઉપસર્ગ કરી રહી હતી ત્યારે જાણે સૂર્ય પણ શરમિંદો બન્યો હોય તેમ અસ્તને પામ્યો. તો પણ પવનથી મેરુપર્વતની જેમ મુનિ ચલિત ન થયા. તેથી તેના ગુણોથી તુષ્ટ થયેલી તેણે પોતાની ઘણી રીતે નિંદા કરીને મુનિને બહાર રમશાનમાં લઈ જઈને મૂકાવી દીધા.
હવે તે ઉત્તમ મુનિ ત્યાં જ કાઉસ્સગ્નમાં રહ્યા. ભવિતવ્યતાના કારણે વ્યંતરી અભયાએ તેમને જોયા. પૂર્વના પ્રસંગને વિચારીને પાપિણી તેણે વિવિધ પ્રકારોથી અનુકૂળપ્રતિકૂળ ઉપસર્ગો શરૂ કર્યા. સાત દિવસ સુધી નિરંતર ઉપસર્ગો કર્યા. આ દરમિયાન મુનિએ આ પ્રમાણે ભાવના ભાવી- તે સત્પરુષો ધન્ય છે કે જેઓ પરમપદે ગયા છે. કારણ કે તેઓ જીવોના કર્મબંધનું કારણ બનતા નથી. પણ અમને પામીને જીવો જે રીતે કલેશને પામે છે તે રીતે તું જો. મારું આ રૂપ પણ ડગલે ને પગલે અનર્થનું કારણ થયું. મસ્તકે રહેલા મણિનું તેજ પણ સર્પોના ભયનું કારણ બને છે. તેથી હે જીવ! કર્મના કારણે તને જે જે કંઈપણ (દુઃખ) આવે તેને સમ્યક્ સહન કર. તીર્થકરોનું પણ કર્મ ભોગવ્યા વિના ક્યારેય નાશ પામતું નથી. તે ઘણું સહન કર્યું છે. હમણાં કિનારાને પામ્યો છે. તેથી સમુદ્રને તરીને ખાબોચિયામાં ડૂબ નહિ. આ પ્રમાણે ભાવના ભાવતા તેને ક્રમે કરીને સાતમા દિવસે ઉત્કૃષ્ટ શુભધ્યાનરૂપ અગ્નિ તે રીતે પ્રજ્વલિત થયો કે જેથી ઘાતિકર્મરૂપ વન બળી ગયું. તેથી લોકાલોકને જોવા માટે પ્રદીપ સમાન કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે ઇંદ્ર વગેરે દેવોએ
ઉ. ૨૪ ભા.૧
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૬- બ્રહ્મચર્ય વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા કેવલી મુનિનો મહિમા કર્યો. સુવર્ણકમળ રચ્યું. તેના ઉપર બેસીને કેવળીએ ત્યાં દેવવિદ્યાધર-નર-નારીના સમૂહથી પ્રતિપૂર્ણ પર્ષદાને દેશના આપી. તેવા પ્રકારની ઋદ્ધિને જોઇને અને મુનિની દેશના સાંભળીને પોતાને નિંદતી વ્યંતરીએ ધર્મનો સ્વીકાર કર્યો. દેવદત્તા ગણિકાએ પણ પંડિતા ધાવમાતાની સાથે ધર્મનો સ્વીકાર કર્યો. બીજા પણ ઘણા જીવો પ્રતિબોધ પામીને સંવિગ્ન બન્યા. (૧૦૦) આ પ્રમાણે પૃથ્વી ઉપર વિચરીને, ઘણા લોકોને દુઃખથી મુક્ત કરીને, કર્મોનો ક્ષય કરીને, ઉત્તમમુનિ સુદર્શન મોક્ષને પામ્યા. આ પ્રમાણે બીજા પણ મુમુક્ષુએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. [૧૫૭]
આ પ્રમાણે સુદર્શનનું કથાનક પૂર્ણ થયું. આ વિષયમાં જ બીજું ઉદાહરણ કહે છેवंदामि चरणजुयलं, मुणिणो सिरिथूलभद्दसामिस्स । जो कसिणभुयंगीए, पडिओऽवि मुहे न निड्डसिओ ॥ १५८॥
જે કાળી સાપણના મુખમાં પડવા છતાં ડંશાયા નહિ, અર્થાત્ કોશાવેશ્યાના ઘરમાં રહેવા છતાં ક્ષોભ ન પમાડાયા. તે મુનિ શ્રી સ્થૂલભદ્રસ્વામીના બે ચરણોને હું વંદન કરું છું.
વિશેષાર્થ– કામને પ્રદીપ્ત કરવા રૂપ જે મહાવિષ, એ મહાવિષરૂપ જવરથી સંયમરૂપ પ્રાણનો નાશ કરવાથી કોશા વેશ્યા કાળી સાપણ જેવી છે. શ્રી સ્થૂલભદ્રસ્વામીની કથા આવશ્યસૂત્ર આદિમાં પ્રસિદ્ધ જ છે. તેથી ફક્ત સ્થાન શૂન્ય ન રહે એ માટે કંઈક લખવામાં આવે છે
શ્રી સ્થૂલભદ્રસ્વામીની કથા જાણે કે પૂર્વદિશારૂપ વધૂનું કટિસૂત્ર(=કંદોરો) હોય તેવું, જેણે વિલાસગૃહની અસાધારણ શોભા કરી છે તેવું, સુપ્રસિદ્ધ અને શ્રેષ્ઠ પાટલિપુત્ર નામનું નગર છે. ત્યાં નિંદની જેમ પૃથ્વીના પાલનમાં તત્પર નંદ નામનો રાજા હતો. તે રાજાનો શકટાલ નામનો મંત્રી હતો. તે મંત્રીના સ્થૂલભદ્ર અને શ્રીયક એમ બે પુત્રો હતા. તેમાં પણ સ્થૂલભદ્રનું શરીર નિત્ય વિલાસના વ્યસનવાળું હતું. (આથી) તે બાર વર્ષો સુધી કોશાવેશ્યાને ઘરે રહ્યો હતો. શકટાલમંત્રીના સ્વર્ગવાસ પછી રાજાએ તેને બોલાવીને પિતાના પદનો સ્વીકાર કર એમ કહ્યું. તેણે કહ્યું: હું વિચારું છું. રાજાએ કહ્યું: અહીં જ મારા ઘરની નજીકમાં આવેલા ઉદ્યાનમાં જઈને વિચારીને મને કહે. સ્થૂલભદ્ર તે પ્રમાણે
૧. નંદ એટલે શ્રીકૃષ્ણનું પાલન કરનાર નંદ નામનો ગોવાળ. આ નંદના પક્ષમાં પાતળનિરો એટલે ગાયોના
પાલનમાં તત્પર.
Page #372
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૫૭ કરું છું એમ કહીને ત્યાં જ ગયો અને વિચારવા લાગ્યો. ધર્મ-અર્થ-કામનું સેવન કરવું એ ગૃહવાસનું ફલ છે એમ નીતિનિપુણ પુરુષો કહે છે. આ મંત્રીપદ ત્રણેયના સમૂહને કાપી નાખે છે. તે આ પ્રમાણે- પૂર્ણ નહિ થનારા અન્ય અન્ય પાપ-આરંભમાં પ્રવર્તેલા અને માયા-ભયથી જેમનું હૃદય ઢંકાઈ ગયું છે તેવા પુરુષોને ધર્મ અને કામ ક્યાંથી હોય? જેવી રીતે જળોએ પીધેલું લોહી પછી જળોને દબાવીને કાઢવામાં આવે છે તેવી રીતે અધિકારી પુરુષોએ (પ્રજાનું) લીધેલું ધન પણ પછી અધિકારીને દબાવીને પ્રાણની સાથે લઈ લેવામાં આવે છે. તેથી પરાધીન જીવોના ગૃહવાસને તું વિડંબના જ જાણ. આથી હમણાં પરલોકના સુખને ઉત્પન્ન કરનારું વ્રતગ્રહણ કરવું એ જ મારા માટે યોગ્ય છે.
જેમનું પરલોકસંબંધી અને આ લોકસંબંધી પણ કાર્ય સિદ્ધ થતું નથી તે કુપુરુષોના દિવસો ચિંતાની પ્રધાનતાવાળા પુરુષોની જેમ (દુ:ખપૂર્વક) પસાર થાય છે.
આ પ્રમાણે વિચારીને તે ત્યાં જ પંચમુષ્ટિક લોચ કરે છે અને ઓઢેલી કંબલરત્નને કાપીને રજોહરણ કરે છે. પછી તેણે રાજાની પાસે આવીને કહ્યું: હે ઉત્તમ રાજન્! મેં આ (કદીક્ષા લેવાનું) વિચાર્યું છે. તમે પણ ધર્મથી વર્તો, અર્થાત્ તમે પણ ધર્મ કરો. રાજાએ કહ્યું: તે સારું વિચાર્યું. આ બહાનાથી કોશાવેશ્યાના ઘરે તો નહિ જાય ને? એમ વિચારીને મહેલની ઉપર રહેલો રાજા ઘરમાંથી જતા એવા તેને જુએ છે. પુદ્ગલોના ગુણોને જાણનારા તે ભગવાન દુર્ગધથી વાસિત થયેલા લોકના મડદાઓની પાસેના માર્ગમાં (નાકે કપડું બાંધવું, મોટું બગાડવું વગેરે) વિકારોને કર્યા વિના જાય છે. તેથી રાજા તેને સંવિગ્ન જાણીને શ્રીયકને મંત્રીપદે સ્થાપે છે. સ્થૂલભદ્ર સંભૂતિગુરુની પાસે દીક્ષા લે છે. સૂત્રને ભણતા તે ગીતાર્થ ઘોર તપ કરે છે. સ્થૂલભદ્ર મુનિ ક્યારેક ફરી પણ ગુરુની સાથે પાટલિપુત્ર ગયા. ત્યાં ત્રણ મુનિઓ ચોમાસામાં ક્રમશઃ સિંહની ગુફા આગળ, સર્પના બિલની આગળ અને કૂવાની પાળ આગળ કાયોત્સર્ગ કરવાનો નિયમ લે છે. મુનિવરોના પ્રભાવથી સિંહ અને સર્પ ઉપશાંત થઈ ગયા. શ્રીસ્થૂલભદ્ર પણ ચોમાસામાં કોશાવેશ્યાના ઘરે રહેવું એવો નિયમ લે છે. કોશાવેશ્યાએ સ્થૂલભદ્ર મુનિને આવતા જોયા. હૃદયમાં હર્ષ પામેલી તેણે વિચાર્યું ચોક્કસ ભોગોના વ્યસની આ પરીષહોથી પરાજિત થઈ ગયા છે. ઊભા થઈને વિનયપૂર્વક તેણે કહ્યું હે નાથ! આજે આપનું સ્વાગત કરું છું. મારે શું કરવું તેનો આદેશ કરો. મુનિએ કહ્યું: જો તને બાધા ન હોય તો હું (તારા) ઉપવનના ઘરમાં રહું. મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે વેશ્યાએ કહ્યું: હે નાથ! આ શું? લક્ષ્મી ઘરે આવતી હોય તો શું કોઈ ઘરને આગળિયો (આગળો) આપે? અર્થાત્ આગળિયાથી ઘરને બંધ કરે? આ જન બધી રીતે આપના ચરણોનો દાસ છે. આપ, કંઈ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૮- બ્રહ્મચર્ય વિષે]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા પણ અવિશ્વાસને કેમ ધારણ કરો છો? માટે પ્રસન્ન થઈને અહીં રહો. હવે ધીર તે મુનિ ત્યાં રહે છે. તેના ઘરમાંથી સદાય સ્નિગ્ધ ભિક્ષા લે છે.
તેથી ખુશ થયેલી વેશ્યા વિચારે છે– હમણાં બિલાડીને દૂધ મળ્યું. પક્ષિણીને માંસ મળ્યું. તેથી તે હૃદય! સ્વકાર્ય લગભગ સિદ્ધ થઈ જવા છતાં તું નૃત્ય કેમ કરતું નથી? (રપ) હું લાંબા કાળથી પરિચિત છું. મેં તેના પ્રત્યે અનુકૂલ વર્તન કર્યું છે. આ મારા પ્રત્યે અનુરાગી છે. વ્રતથી કંટાળેલા છે. એકાકી છે. તેથી કેવી રીતે વશમાં ન આવે? ઇત્યાદિ વિચારીને અને શ્રેષ્ઠ શૃંગાર કરીને જેના શરીરમાં મણિના આભૂષણો રણકાર કરી રહ્યા છે એવી તે સંધ્યાકાળે એકલી મુનિની પાસે જઈને બોલવા લાગી. તે આ પ્રમાણેહે નાથ! આપનો વિયોગરૂપ અગ્નિ મારા હૃદયમાં આજે બુઝાઈ ગયો છે. પુરુષના સંગનો ત્યાગ કરીને, શરીરમાં પણ આદર રહિત બનીને, સઘળી ચેષ્ટાઓનો ત્યાગ કરીને આટલા કાળ સુધી હું કષ્ટથી જીવતી રહી છું. હે સ્વામી! હું શરણરહિત છું. હે નાથ! હમણાં પણ જો મને તમારાં દર્શન ન થયા હોત તો ચોક્કસ હું મરી ગઈ હોત. તેથી દુઃખી થયેલી મેં શ્રેષ્ઠરત્નોથી ભરેલા નિધાનની જેમ લાખો પુણ્યોથી આપને પ્રાપ્ત કર્યા છે. તેથી આ કિંકરજન આપના સંગમના સુખને પ્રાપ્ત કરો. તે નિષ્ફર! તે ગુણગ્રહણ સંબંધી, તે ઉત્સુક્તાઓ સંબંધી, તે કરેલી વાતો સંબંધી અને તે કરેલી રમતો સંબંધી હમણાં એકવચન પણ કેમ બોલતા નથી? આ પ્રમાણે કહેવા છતાં મુનિ બોલતા નથી અને દૃષ્ટિ પણ નાખતા નથી. તેથી તેણે ઘણી વિકારવાળી ચેષ્ટાઓ શરૂ કરી. સ્થિર પણ પુષ્પમાળાને ઉતારીને હાથ ઉપર મૂકે છે, એ રીતે બગલને પ્રગટ કરે છે. કટાક્ષરૂપી ભાલાઓને ફેંકે છે. દાંતોથી હોઠરૂપ પાંદડાને કાપે છે. સ્તનપટ્ટ પ્રગટ થાય તે રીતે ઉપરના વસ્ત્રને ઢીલું કરે છે. લાવણ્યનું અસાધારણ નિધાન અને ગંભીર એવા નાભિમંડલને પ્રગટ કરે છે. ફરી ફરી મૂકીને બારીક વસ્ત્ર પહેરે છે. કંદોરાની ગાંઠને ઢીલી કરે છે. કમર ઉપર રહેલા રણકાર કરતી મણિની ઘુઘરીવાળા સુંદર કંદોરાના સ્થાનને બતાવે છે, અર્થાત્ કમરના પ્રદેશને બતાવે છે. છાલરહિત કદલીના ગર્ભસમાન અને ચંપકવૃક્ષ સમાન સાથળયુગલને ક્ષણવાર બતાવે છે. અંગોને મરડે છે. સીત્કાર મૂકે છે= સીત્કાર શબ્દ કરે છે. ખોટા બગાસા કરે છે. સ્કૂલના પામતા સ્વરને બોલે છે.
વેશ્યાને ઇત્યાદિ વિલાસના પ્રદર્શનને કરતી જોઇને મહાસત્ત્વવંત તે મુનિ પણ આ ભાવના ભાવે છે- હે જીવ! વેશ્યાના જે ચૂરો કરેલા પદ્મરાગમણિ જેવા લાલ તળિયાવાળા ચરણયુગલ છે તેનાથી પ્રેરાયેલો તું નરકરૂપ અંધારિયા કૂવામાં પડીશ. આ જે કામક્રીડાના ઘરનું તોરણ જેના ઉપર રહેલું છે તેવા સુવર્ણના થાંભલા સમાન
Page #374
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૫૯ સાથળયુગલના મૂળને (= નીચેના પ્રદેશને) ક્ષણવાર પ્રગટ કરે છે તે પણ નરકનો મુખ્ય દરવાજો છે. હે જીવ! ઢીલા કંદોરાના છિદ્રથી સ્ત્રીની કમરને (=મધ્યપ્રદેશને) જે જુએ છે, તેનાથી પણ બંધાયેલો તું ભયંકર ભવરૂપ કેદખાનામાં લઇ જવાશે. હે જીવ! લાવણ્યરૂપ જલથી પૂર્ણ અને ગંભીર આના નાભિરૂપ જલાશયમાં પડેલો તું ઇચ્છિત સિદ્ધિપુરને કેવી રીતે પ્રાપ્ત કરીશ? હે જીવ! આના પુષ્ટસ્તનોથી વિષમ એવા વક્ષ:સ્થળમાં સ્ખલના પામેલો હું આગળ નરકરૂપ મોટા ખાડામાં પડીશ. હે જીવ! જો તું પરવાળાના જેવી લાલ કાંતિવાળા આ હોઠરૂપ પાંદડાને જોવાને ઇચ્છે છે તો નરકમાં વજ્ર જેવી ચાંચવાળા પક્ષીઓથી ભક્ષણ કરાશે. આના ઉત્તમ, ચંચલ, સરળ, કાજળસહિત લાંબી પાંપણવાળા અને શ્વેત ચક્ષુયુગલને ભવદુઃખરૂપ દોરડા માટે વિચાર. અર્થાત્ તેનાથી ભવદુઃખનું બંધન થાય છે એમ વિચાર, હે જીવ! પુષ્પોના સમૂહથી વ્યાપ્ત તથા ભ્રમર અને કાજળ જેવા કૃષ્ણ કેશકલાપને વિચારતો તું નરકમાં વજ્ર જેવા ભાલાઓથી ભેદાશે. હે જીવ! તેથી આનાથી પ્રવર્તાયેલી માત્ર હીનજનના હૃદયનું હરણ કરનારી આ વિકારી ચેષ્ટાઓમાં તું રાગ ન કર. ક્ષુદ્રજનની ચેષ્ટાઓ જેવી રીતે હીનજનોમાં પ્રસરે છે= અસર કરે છે તેવી રીતે ધી૨પુરુષોમાં કેવી રીતે પ્રસરે? કઠોર પવનથી રૂની જેમ મેરુપર્વત પણ ચલિત થતો નથી. હે હૃદય! ભવદુઃખનું કારણ હોવાથી શ્રીભરત વગેરે ધીરપુરુષોએ જે યુવતિઓનો ત્યાગ કર્યો છે તે યુવતિઓમાં રાગ શો? આ પ્રમાણે ભાવના ભાવતા તે મહાત્મા દરરોજ વેશ્યા વડે તર્જના કરાતા હોવા છતાં સજ્જને સ્વીકારેલાની જેમ ક્ષણવાર પણ ધ્યાનથી ચલિત ન થયા.
હવે તે મુનિના નિર્મલગુણોરૂપ અમૃતરસથી સ્વસ્થ કરાયેલા મનવાળી અને ઉપશાંત થયેલી તે વેશ્યા ઉત્તમ શ્રી સ્થૂલભદ્રમુનિના ગુણગણની પ્રશંસા કરે છે. હે ધી૨! તમારું આ વ્રત શોભે છે. તમારો જન્મ પણ પ્રશંસા કરાય છે. તમે જ મનુષ્ય-વિદ્યાધર-દેવોને વંદનીય છો. હે ધીર! અગ્નિની જ્વાળાઓમાં રહેવા છતાં જરાપણ બળ્યા નથી. ભૂખી થયેલી રાક્ષસીના મુખમાં ગયા હોવા છતાં બહાર નીકળી ગયા. તેથી હે ઉત્તમમુનિ! હમણાં મેં અજ્ઞાનતાથી આપનો જે અપરાધ કર્યો તેની મને ક્ષમા કરો. કારણ કે મહાપુરુષો હીનજન ઉપર `અનુકંપા જ કરે છે. (૫૦) આ પ્રમાણે વેશ્યા ઉપશાંત થઇ ત્યારે સંવેગ ઉત્પન્ન કરીને તે મુનિ પણ દેશના આપે છે. રૂપ અને યૌવન ગુણથી રહિત છે એનું અને ભવસ્વરૂપનું વર્ણન કરે છે. તે સાંભળીને તે શ્રાવિકા થઇ. વ્રતસહિત સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. રાજાભિયોગને છોડીને બધાય પુરુષોનું પચ્ચક્ખાણ કરે છે.
૧. હીનજન અનુકંપાના વિષયને ઉચિત હોય છે એમ શબ્દાર્થ થાય.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬૦-બ્રહ્મચર્ય વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા આ તરફ ચારમાસ સુધી સર્વથા આહારના ત્યાગરૂપ તપ કરીને સિંહગુફાથી સાધુ આવ્યા. બીજા સપંબિલથી આવ્યા. ત્રીજા કૂવાની પાળથી આવ્યા. તેમણે મહાતપ વિશેષનું સેવન કર્યું હોવાથી તેમની પ્રશંસા કરવા માટે દરેકને ગુરુએ “દુષ્કરકારકનું સ્વાગત થાઓ” એમ કહ્યું. આમ કહ્યા પછી ત્રણેયનું કંઈક અભુત્થાન કર્યું. ત્યારબાદ શ્રી સ્થૂલભદ્ર સ્વામી આવ્યા. ગુરુ તેમનું અતિશય સંભ્રમથી અભુત્થાન કરે છે, અને આદરપૂર્વક કહે છે કે, દુષ્કરદુષ્કરકારકનું સ્વાગત થાઓ.” તેથી ઇર્ષારૂપ અગ્નિથી બળેલા બીજા ત્રણેય વિચારે છે કે, અહો! અહીં પણ લૌકિક જ ધર્મ છે, કારણ કે વેશ્યાના ઘરમાં સુખથી રહ્યો હોવા છતાં, ત્યાં જ સ્નિગ્ધ ભિક્ષા લેતો હોવા છતાં, નિત્ય ભોજન કરતો હોવા છતાં, સર્વ અંગોમાં પુષ્ટ થયો હોવા છતાં, અન્યલોકની જેમ સ્વાર્થપ્રિય હોવાના કારણે ગુરુએ પણ આ મંત્રીનો પુત્ર છે એ પ્રમાણે કરીને સ્થૂલભદ્રને જેવી રીતે અધિક આદરથી જોયો તેવી રીતે તેવા પ્રકારનું કષ્ટ અનુષ્ઠાન કર્યું હોવા છતાં અમને ન જોયા. બીજા ચોમાસાનો કાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી મુનિ ભવિષ્યના અનર્થને જાણનારા ગુરુએ રોકવા છતાં સ્થૂલભદ્રની ઇર્ષાથી સર્વથા શાસ્ત્રવિરુદ્ધ અભિગ્રહને લઈને કોશાવેશ્યાના ઘરે ગયા. સાધુએ વસતિ માગી એટલે કોશાવેશ્યાએ તે સાધુને પણ તે જ ઉપવન ઘરમાં વસતિ આપી. વિભૂષિત બનેલી તે પ્રસન્નચિત્તથી દરરોજ તે સાધુને ભક્તિથી વંદન કરે છે. તે અતિશય અદ્ભુત રૂપવાળી હોવાથી તે મુનિ તેનામાં અત્યંત આસક્ત થયા. એક દિવસ સહસા તેને પ્રાર્થના કરે છે. તેથી કોશાએ વિચાર્યું. અહો! મહાનુભાવની કર્મ પરતંત્રતા! તેથી ઉપાયથી તેમને પ્રતિબોધ પમાડું. આ પ્રમાણે વિચારીને નિપુણ તેણીએ કહ્યું: ભો! અમે વેશ્યાઓ છીએ. અહીં ધર્મલાભની કિંમત નથી, કિંતુ અર્થલાભની કિંમત છે. તેથી જો અમારું કામ હોય તો કંઈક ધનસમૂહને લાવો. મુનિએ પૂછ્યું: કેટલું? કોશાએ કહ્યું: એકલાખ. સાધુએ કહ્યું કે ભિક્ષાચરોની પાસે આટલું ધન ક્યાંથી હોય? કોશાએ કહ્યું: નેપાળદેશમાં રાજા શ્રાવક છે. દીક્ષિત થયેલા સાધુને લાખમૂલ્યવાળું રત્નકંબલ આપે છે. તેને લાવો. કામરૂપ તિમિરથી વિવેકરૂપ ચક્ષુ બિડાઈ જવાના કારણે તે સાધુ ભરચોમાસામાં ત્યાં ગયા. અને રત્નકંબલ લઈ આવ્યા. કોશાને રત્નકંબલ આપ્યું. 'કોશાએ તેના દેખતાં જ રત્નકંબલ જલદી ખાળમાં નાખી દીધું. રત્નકંબલને ખાળમાં નાખવા માટે રોકતા સાધુએ ખેદપૂર્વક કહ્યું અહો! આવું રત્નકંબલ મહાદુઃખથી હું લાવ્યો છું. આ પ્રમાણે એનો વિનાશ કેમ કરે છે? અવસર પામીને કોશાએ સાધુને પ્રેરણા કરી. તે આ પ્રમાણે– જો એમ છે તો તે મુનિવર! તમે દુઃખથી પ્રાપ્ત થયેલા સંયમરત્નને અશુચિઘરથી પણ અધિક અશુચિ એવી સ્ત્રીઓમાં ન નાખી દો. કારણ કે હે મુનિવર! ક્ષણમાં રાગિણી અને ક્ષણમાં વિરાગિણી ૧. ના તદ્ શબ્દનું સ્ત્રીલિંગમાં તૃતીયા એકવચનનું રૂપ છે. ૨. હ€=જલદી. અથવા હસ્થ=હાથ ધોવાની.
Page #376
--------------------------------------------------------------------------
________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૬૧
તથા સંધ્યાના રંગની જેમ ચપલ સ્વભાવવાળી સ્ત્રીઓ વિષલતાની જેમ પ્રાણોને હરનારી છે. તથા સ્ત્રીઓ પ્રકૃતિથી જ પર્વતમાંથી નીકળેલી નદીઓની જેમ નીચે જનારી હોય છે. દર્પણમાં સંક્રાંત થયેલા રૂપની જેમ ગ્રહણ કરવા માટે અશક્ય છે, અર્થાત્ સ્ત્રીઓ ગ્રહણ કરી શકાતી નથી= પોતાની કરી શકાતી નથી. બહુ વક્રતાના કારણે સાપના કરંડિયા સમાન, તુચ્છમતિવાળી, સુધ્યાનની વૈરિણી અને નરકરૂપ અગ્નિના દાહને ઉત્પન્ન કરનારી હોય છે. બીજું વિચારે છે, બીજી રીતે બોલે છે અને કરે છે બીજું. પુરુષોની આગળ પોતાને સુશીલવાળી હોય તેવી બતાવે છે. મોક્ષપુરના દરવાજાને બંધ કરવા માટે હાથરૂપ અર્ગલા સમાન છે. નરકના માર્ગ તુલ્ય છે. ઇંદ્રજાળિયાઓની વિદ્યાની જેમ દૃષ્ટિને બાંધનારી છે. પુરુષોવડે ભક્ષણ કરાયેલા વિવેકરૂપ ઉત્તમ અમૃત ભોજનનું કોઇપણ રીતે ભક્ષણ કરતી સ્ત્રીઓ એ ભોજન મધુગુપ્તિકાઓની (=મધની ગોળીઓની) જેમ વમી નાખે છે. ઇત્યાદિ દોષસમૂહ અન્ય પણ સ્ત્રીરૂપ પણ્યશાલામાં (=દુકાનમાં) પ્રાપ્ત થાય છે, અમારા જેવી વેશ્યાસ્ત્રીઓમાં વિશેષથી જ પ્રાપ્ત થાય છે. વ્યભિચારી પુરુષોથી સેવવા યોગ્ય વેશ્યાનો વિશિષ્ટ પુરુષોએ ત્યાગ કર્યો છે. આ જ્ઞાન તો, તમારા જેવાની વાત દૂર રહી, અમને પણ હોય છે. તેથી હે મહાનુભાવ! સ્થિર થઇને સ્વસંયમને પાળો. સ્વપ્નમાં પણ હીનજનની ચેષ્ટાઓમાં મન ન આપો= ન કરો. આ પ્રમાણે કોશાએ વચનમાત્રથી કામરૂપ વિષ જલદી ઉતાર્યું એટલે પ્રાપ્ત કરી છે ચેતના જેણે એવા મુનિએ કહ્યું કે તેં સારું કહ્યું. તેથી આ અતિ મહાન મોહ વિલાસ સંબંધી મિચ્છા મિ દુક્કડં થાઓ. તને પણ મેં જે અયુક્ત કહ્યું તેની મને ક્ષમા આપ. મુનિની પ્રશંસા કરતી કોશા પણ વિનયપૂર્વક નમીને તે મુનિને ખમાવે છે. હવે ચોમાસું પૂર્ણ થતાં મુનિ પણ ગુરુની પાસે ગયા. વિનયપૂર્વક ગુરુને નમ્યા. જ્ઞાનથી સારને જાણનારા ગુરુએ એ સાધુને ઠપકો આપ્યો. તેથી તે મુનિ અતિસંવેગથી કહે છે—હે મુનીશ્વર! મારા મનમાં શ્રી સ્થૂલભદ્રના ગુણરૂપ પાણીથી સિંચાયેલો જે મત્સરરૂપ વૃક્ષ ઉત્પન્ન થયો, તેનો કુસુમસમૂહ મેં જોયો. હે નાથ! મત્સરરૂપ વિષના વેગથી પરવશ બનેલા જીવો સ્વ-પરના વિશેષને અને યુક્ત-અયુક્ત વગેરે ભાવને જાણતા નથી. તેથી અધમ પોતાની સાથે (=પોતાની અપેક્ષાએ) ગુણનિધિ સ્થૂલભદ્રની વિશેષતાને મેં પણ જાણી નહિ. તથા આ પણ વિચાર્યું નહિ– વર્ણથી ઉજ્વલ, સુમનોહર સ્વરવાળા, શ્રેષ્ઠ સ્ત્રીના જેવી મનોહર ગતિથી શ્રેષ્ઠ એવા રાજહંસની સાથે કાગડાની શી સરખામણી થાય? જો કે ઉડે, આકાશમાં ગુંજન કરે, કૃષ્ણવર્ણને ધારણ કરે, તો પણ છાણનો કીડો ભ્રમરના ચરિત્રને(=આચરણને) ન પામે. જેનાં પીછાં ઘણા વિસ્તારવાળાં છે તેવા મોરને નૃત્ય કરતો જોઇને કાગડો પણ પાંખને પહોળી કરે તો તે ક્યાંથી યુક્ત બને? લાંબા કાળથી પરિચિત હોવા છતાં, પ્રાર્થના કરતી હોવા છતાં, મિથ્યાત્વમાં અને મર્દમાં રસવાળી હોવા
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૨- ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સ્થૂલભદ્રસ્વામીની કથા
છતાં કોશા જે ઉત્તમપુરુષના મનમાં ક્ષણવાર પણ ન રહી તેમના ઉપર પણ, જેના ગુણો અજ્ઞાત છે, જેનું મન સ્પૃહાથી રહિત છે અને જે જિનમતમાં તત્પર છે એવી ગણિકાની પણ પ્રાર્થના કરનાર મને, કષ્ટકારી દ્વેષ થયો. તેથી આ મારા મોહભર્યા વિલાસની આપ અને શ્રી સ્થૂલભદ્રસ્વામી પ્રસન્ન થઇને ક્ષમા કરો. તથા મને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપો. હવે તે મુનિ આલોચન-પ્રતિક્રમણ કરીને મોહરહિત વિચરે છે. શ્રી સ્થૂલભદ્રસ્વામી પણ શ્રી ભદ્રબાહુસ્વામીની પાસે ચૌદ પૂર્વે ભણીને અને ઘણું તપ કરીને દેવલોકમાં ગયા. શ્રીસ્થૂલભદ્રના ગુણોમાં અનુરાગવાળી થયેલી કોશાવેશ્યાના (પુરુષો ઉપર થયેલા) ઉદ્વેગને સાંભળીને રાજાએ કોશાવેશ્યા બલાત્કારે રથિકને આપી. (૨૫) ક્ષીરોદધિ સમુદ્રના પાણીની ઇચ્છાવાળો કોણ ખારા પાણીમાં રમે?= આનંદ માણે? કોશા સ્થૂલભદ્રના ગુણોની પ્રશંસા કરતી ક્ષણવાર પણ અટકતી નથી ત્યારે રથિક આંબાની લંબને તોડવાની કળા કોશાને બતાવે છે. કોશા પણ સરસવના ઢગલા ઉપર રહેલી સોઇઓ ઉપર નૃત્ય કરીને તેને પોતાની કળા બતાવે છે, અને આ કહીને પ્રતિબોધ પમાડે છે—‘આંબાની લંબ તોડવી દુષ્કર નથી, સરસવ ઉપર નૃત્ય કરવું તે દુષ્કર નથી. પણ સ્થૂલભદ્રમુનિ સ્ત્રીરૂપી વનમાં રહેવા છતાં અવિકારી રહ્યા તે દુષ્કર છે અને તે જ મહાન પ્રભાવ છે.''
ઇત્યાદિ વચનથી કોશાએ તેને શ્રાવક કર્યો. તેથી હે જીવ! ઉત્તમ સ્થૂલભદ્રમુનિના દૃષ્ટાંતથી સ્ત્રીપરીષહને સહન કર. [૧૫૮]
આ પ્રમાણે શ્રીસ્થૂલભદ્રમુનિરાજનું કથાનક પૂર્ણ થયું.
હવે પરિગ્રહવ્રતનું પાલન કરવાના ઉપદેશને કહે છે–
जह वहसि कहवि अत्थं, निग्गंथं पवयणं पवन्नोऽवि । निग्गंथत्ते तो सासणस्स मइलत्तणं कुणसि ॥ १५९ ॥
નિર્પ્રન્થ શાસનને પામેલો હોવા છતાં(=જૈન સાધુ થયો હોવા છતાં) તું જો કોઇપણ રીતે ધનને રાખે છે તો શાસનના નિર્પ્રન્થપણામાં(=સાધુપણામાં) મલિનતાને કરે છે.
વિશેષાર્થ જિનશાસનનું નિર્પ્રન્થપણું સર્વત્ર પ્રસિદ્ધ છે, અર્થાત્ જૈન સાધુઓ ધન રાખતા નથી એમ સર્વત્ર પ્રસિદ્ધ છે. હવે જો તું જૈન સાધુ થઇને પણ ધન રાખે તો લોકો કહે કે– જિનશાસન નિર્પ્રન્થ છે=ધનથી રહિત છે એ માત્ર બોલવામાં જ છે. કારણ કે અમુક અમુકની પાસે ધનસંગ્રહ જોવામાં આવે છે. ઇત્યાદિ લોકપ્રવાદ અને કર્મબંધમાં નિમિત્ત થવાથી નિગ્રંથપણામાં (=સાધુપણામાં) તું જ જિનશાસનની મલિનતા કરે છે, અર્થાત્ તું જ જિનશાસનને મલિન કરે છે. [૧૫૯]
Page #378
--------------------------------------------------------------------------
________________
જિનશાસનની મલિનતા] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પુનર્ભવનું કારણ છે-૩૬૩
જો કોઈ એમ કહે કે એ પ્રમાણે થાઓ, એમાં શો દોષ છે? તો તેનો ઉત્તર કહે છેतम्मइलणा उ सत्थे, भणिया मूलं पुणब्भवलयाणं । તો નિરંથો લ્થ, સવ્વાલ્થિ વિવાનગા છે ૨૬૦ ||
શાસ્ત્રમાં જિનશાસનની મલિનતાને પુનર્ભવરૂપ લતાનું કારણ કહી છે. તેથી નિગ્રંથ (સાધુ) જેનાથી સર્વ અનર્થો થાય છે તેવા અર્થનો=ધનનો ત્યાગ કરે.
વિશેષાર્થ પુનર્ભવ એટલે ફરી ફરી સંસારમાં જન્મ. આ વિષે કહ્યું છે કેજિનશાસનની પ્રભાવના કરતો જીવ તીર્થંકરપદને પામે છે, અને જિનશાસનની જ મલિનતા કરતો જીવ ભયંકર દુઃખવાળા સંસારમાં ભમે છે.”
ધનથી કર્મબંધ અને નરકગમન વગેરે સર્વ અનર્થો થાય છે. [૧૬]
ધનના સંગ્રહની વાત દૂર રહી, ધનનો ઉપાર્જન આદિના આગ્રહરૂપ પ્રતિબંધ પણ ન કરવો જોઇએ એમ સૂત્રકાર કહે છે
जइ चक्कवट्टिरिद्धिं, लद्धपि चयंति केइ सप्पुरिसा । को तुज्झ असंतेसुऽवि, धणेसु तुच्छेसु पडिबंधो? ॥ १६१॥
જો કેટલાક સપુરુષો મળેલ પણ ચક્રવર્તીની ઋદ્ધિનો ત્યાગ કરે છે તો તારો અવિદ્યમાન પણ તુચ્છ ધનમાં પ્રતિબંધ શો?
વિશેષાર્થ– કેટલાક સપુરુષો ભરત વગેરેની જેમ મળેલી પણ ચક્રવર્તી સંબંધી ઘણી ઋદ્ધિનો તૃણની જેમ ત્યાગ કરે છે તો તે સાધુ! અવિદ્યમાન પણ તુચ્છ ધનમાં તારો પ્રતિબંધ શો?
પ્રતિબંધ એટલે ઉપાર્જન કરવા આદિનો આગ્રહ. તુચ્છ એટલે અસાર.
આ ધન અનંતભવોના દુઃખનું કારણ છે એવો નિશ્ચય કરીને જો સ્વાધીન પણ ધનનો ત્યાગ કરે છે તો અનંતસુખ આપનારી લક્ષ્મીનું કારણ એવા વ્રતમાં રહીને પણ) અવિદ્યમાન અને સઘળા દોષોને આપનારી લક્ષ્મીની તારી આકાંક્ષા શી? એવો અહીં ભાવ છે. [૧૬૧]
દ્રવ્ય વગેરે દૂર રહો, જેમનું પરમલ્યાણ નજીકમાં છે એવા કેટલાક પુરુષો શરીરમાં પણ મમતા કરતા નથી એમ સૂત્રકાર કહે છે
बहुवेरकलहमूलं, नाऊण परिग्गहं पुरिसेसीहा ।
ससरीरेऽवि ममत्तं, चयंति चंपाउरिपहुव्व ॥ १६२॥ ઉ. ૨૫ ભા.૧
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૪- શરીરમમતાના ત્યાગ વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા
ઉત્તમપુરુષો પરિગ્રહને બહુ વૈર અને કલહનું કારણ જાણીને ચંપાપુરીના રાજાની જેમ પોતાના શરીરમાં પણ મમતાનો ત્યાગ કરે છે. વિશેષાર્થ– ગાથાનો અર્થ બોલવા માત્રથી સમજાઈ જાય તેવો છે. કથાનક તો કહેવાય છે
ચંપાપુરીના કીર્તિચંદ્રરાજાની કથા ચંપા નામની નગરી છે, કે જેમાં શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરરૂપી દીપક બૂઝાઇ ગયો હોવા છતાં પણ પોતાના કીર્તિરૂપી તેજથી પ્રકાશી રહ્યો છે. તેમાં કીર્તિચંદ્ર નામનો રાજા હતો કે જેની શ્રેષ્ઠ કીર્તિ જાણે ત્રણ ભુવનમાં ભ્રમણ કરીને થાકી ગઈ હોય તેમ લોકાંતમાં બેસી ગઈ. તેનો સમરવિજય નામનો લઘુબંધુ યુવરાજ હતો. તે બે અતિશય ઘણા સુખથી રાજ્યનું પાલન કરી રહ્યા હતા ત્યારે કુરાજાની જેમ ગ્રીષ્મઋતુએ પૃથ્વીતળને સંતાપિત કર્યું. જાણે તપેલી પૃથ્વીને શાંત કરવા માટે હોય તેમ ક્રમથી વર્ષાઋતુરૂપ રાજા આવ્યો, કે જેણે ઇદ્રધનુષ્યમાંથી નીકળેલા ધારા બદ્ધ બાણોથી વિરહીજનોના હૃદયો ભેદયા ન ભેદાયા તેટલામાં હૃદયોને વિદ્યુ–કાશથી જોડી દીધા.
જ્યાં ગ્રીષ્મઋતુને ભેદીને મેઘરૂપી સુભટો ગાજી રહ્યા છે, મેઘરૂપ સુભટોથી પર્વતો અને વૃક્ષોનો સમૂહ પ્રતિધ્વનિ કરતો તૂટી રહ્યો છે, (એથી) મેઘરૂપ સુભટોએ સર્વત્ર યશ પ્રાપ્ત કર્યો, ત્યાં વર્ષારૂપ રાજાથી વર્ષાદની મનોહર અને સરલ ધારારૂપ હાથો વડે જાણે સર્વ અંગોમાં આલિંગન કરાઈ હોય તેમ પૃથ્વીરૂપી કામિની રોમાંચિત દેહવાળી થઇ. વર્ષાઋતુરૂપી લક્ષ્મીની છાતીમાં ઊંચા અને વિશાળ સ્તનોના મધ્યભાગમાં ડોલતા બગલાઓની શ્રેણિ મોતીની માળાની જેમ શોભે છે. મેઘોએ ઉપકારની અપેક્ષા વિના પૃથ્વીતળને સંપૂર્ણ જલથી ભરી દીધું. આનાથી મેઘો એ કહે છે કે નિષ્કારણ પરોપકાર કરનારની મહત્તા છે. કામથી ઉન્મત્ત સ્ત્રીઓની જેમ ઉન્માર્ગમાં ચાલેલી, કિનારાની બંને બાજુ પાણીથી પૂર્ણ, મધ્યભાગમાં ડહોળી એવી નદીઓએ જનમાર્ગોને રોકી દીધા. ભૂમિ ઘણા અંકુરાઓવાળી થઈ. લોક ઉન્માર્ગે ચાલ્યો. કુરાજાઓના રાજ્યની જેમ મલિન પદાર્થોનો અભ્યદય (કાદવ વગેરે મલીન પદાર્થોની ઉત્પત્તિ) થાય છે.
આ પ્રમાણે વર્ષાદનો સમય પૂર્ણ થયો ત્યારે મહેલની ઉપરના ભાગમાં ગયેલા રાજાએ વિસ્તારથી વહેતી નદી જોઈ. અને કુતૂહલથી સામંતો, મંત્રીઓ અને સ્વબંધુઓથી
૧. આ ત્રણ વિશેષણો દ્વિ-અર્થક હોવાથી કામથી ઉન્મત્ત સ્ત્રીઓમાં પણ ઘટાડવા. તે આ પ્રમાણે-કામથી ઉન્મત્ત
સ્ત્રીઓ ઉન્માર્ગે જતી હોય છે, શ્વસુરપક્ષ અને પિતૃપક્ષ એ ઉભયપક્ષની અપેક્ષાએ જડ વિવેકશૂન્ય બને છે, મધ્યમાં=હૃદયમાં મલિન હોય છે. ૨. લોક ઉન્માર્ગે ચાલેલો ચાલે છે એવો શબ્દાર્થ થાય.
Page #380
--------------------------------------------------------------------------
________________
શરીરમમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા-૩૬૫ પરિવરેલો રાજા ત્યાં જઈને નાવમાં બંધુસહિત આરૂઢ થયો. બીજી નાવોમાં સામંત વગેરે માણસો ચડ્યા. જેવી રીતે ઇંદ્રની સાથે રહેલા દેવો ગંગાનદીમાં ક્રીડા કરે તેમ તે બધા નદીમાં ક્રીડા કરે છે.
આ પ્રમાણે તે બધા ક્રીડા કરી રહ્યા હતા ત્યારે ઉપરના ભાગમાં મેઘની વૃષ્ટિ થવાથી તે કોઇક નદી પ્રવાહ તીવ્ર વેગથી ત્યાં આવ્યો કે જે નાવડીઓને ખેંચીને બીજી બીજી દિશાઓમાં લઈ જાય છે. તેમાં નિર્યામકનો પ્રયત્ન પણ જરા પણ કામ લાગતો નથી. તેથી નદીમાં રહેલો અને કિનારે રહેલો લોક પોકાર કરે છે. ત્યાં મળેલી સઘળીય ચંપાપુરી આકુલવ્યાકુલ થઈ ગઈ. પછી લોકના જોતાં જ રાજાની નાવ અદશ્ય થઈ ગઈ. વેગથી વહેતી નદી ઘણા યોજનો સુધી નાવને લઈ ગઈ. પછી દીર્ઘતમાલ નામની અટવીમાં કયાંક નાવ વૃક્ષમાં લાગી= અટકી. કેટલાક પરિવારથી યુક્ત રાજા સમરવિજયની સાથે કોઇપણ રીતે કાંઠે ઉતર્યો. થાકેલો રાજા કાંઠે જેટલામાં વિશ્રામ કરે છે તેટલામાં નદીના પાણીથી ખોદાયેલા નદીના ખાડામાં પ્રગટ થયેલા રત્નપૂર્ણ નિધાનને જુએ છે. તેથી ઉઠીને બંધુઓ વગેરેની સાથે ત્યાં ગયો. તેને વિશેષથી જોઇને સમરવિજયને બતાવે છે. દીપતા રત્નસમૂહને જોઇને તેનું મન ચલિત થયું. તેથી આ રાજાને મારીને વિદ્યમાન આ ધનને અને તે સમૃદ્ધરાજ્યને લઉં ઇત્યાદિ વિચારીને સહસા રાજા ઉપર છૂરીનો ઘા કર્યો. પરિવાર પોકાર કરવા લાગ્યો. હા! આ શું? એમ વિચારીને રાજાએ તે ઘાને નિષ્ફળ બનાવ્યો. રાજા સમરવિજયને હાથમાં પકડીને કહે છે કે હે વત્સ! તે શું કર્યું? આપણા પણ કુળમાં શું કોઈ આવું અયોગ્ય કાર્ય કરે? (૨૫) જો તારે રાજ્ય જોઇતું હોય કે આ ધન જોઇતું હોય તો તું જ ગ્રહણ કર, અને હું પૂર્વરાજાઓના માર્ગને સેવું. ઇત્યાદિ રાજા કહી રહ્યો હતો ત્યારે નિષ્કારણ જેના શુભભાવને ચોરી લીધો છે એવો સમરવિજય હાથને છોડાવીને ખસી ગયો. રાજા વિચારે છે– જેમની મતિ કર્મને આધીન છે તેવા જીવોની વિરુદ્ધ ચેષ્ટાને જુઓ, કે જે ચેષ્ટાઓને ન જ કહી શકાય, ન જ સહી શકાય અને ન જ ઢાંકી શકાય. હવે મારે આ નિધિની અને આ પરિગ્રહની જરૂર નથી, કે જેના માટે આ પ્રમાણે બંધુઓના પણ ચિત્તો જલદી ચલિત થાય છે. આ પ્રમાણે વિચારીને રાજા ત્યાંથી ક્રમે કરીને પોતાના સ્થાને આવ્યો. હવે તે વૈરાગ્યથી ભાવિત મનવાળો થઈને દિવસો પસાર કરે છે.
સમરવિજય પણ પછી તે નિધાનને જુએ છે તો રહેલું પણ તે નિધાન અભાગ્યથી તેને દેખાતું નથી. આથી રાજા લઈ ગયો છે એમ વિચારે છે. પછી તે લુંટારો થયો. ભાઈના દેશને લુંટે છે. એકવાર માંડલિક રાજાઓએ તેને બાંધીને ગ્રહણ કર્યો. ચંપાનગરીમાં લઇ જઇને કીર્તિચંદ્રરાજાને સોંપ્યો. રાજા કરુણાથી તેને છોડાવીને રાજ્ય લેવાનું નિમંત્રણ કરે છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૬- શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચંપાપુરીના રાજાની કથા સ્વભુજાબળથી રાજ્ય લેવું જોઇએ, આનાથી અપાયેલું નહિ, આ પ્રમાણે વિચારતો તે ફરી પણ તેના ઘરમાંથી નીકળી ગયો. આ પ્રમાણે ક્યારેક ઘ૨માં તો ક્યારેક રાજ્યમાં તેણે ભૂલ કરી. રાજાએ તેને છોડાવ્યો, અને રાજ્ય લેવા માટે આગ્રહથી પ્રાર્થના કરી. સકલલોકમાં એવો પ્રવાદ થયો કે- અહો! ગુણથી મહાન અને ગુણોથી રહિત મનુષ્યોના અંતરને જુઓ. કેમ કે બંધુ પણ આ યુવરાજ અને રાજામાં એકની દુર્જનતા અને અન્યની અનંત સજ્જનતા સર્વત્ર સ્પષ્ટ દેખાય છે. અતિસંવેગને પામેલો રાજા જેટલામાં દુઃખપૂર્વક કાળ પસાર કરી રહ્યો છે તેટલામાં ત્યાં પ્રબોધ નામના કેવલી પધાર્યા. રાજાએ તે વાત સાંભળી. રાજા ઘણા હર્ષથી અને ઘણી સમૃદ્ધિથી કેવલીની પાસે ગયો. ગુરુનો વિનયરૂપ આદર કરવા પૂર્વક બેઠેલા રાજાને કેવલી ભગવંતે ભવિસ્તારનો નિર્ણય કરવામાં કુશળ એવી શ્રેષ્ઠ દેશના કરી. પછી અવસર પામીને જેણે સંવેગરૂપ સુધાના પ્રવાહમાં અંતઃકરણને ડૂબાડ્યો છે એવા રાજાએ બંધુનો સઘળોય વૃત્તાંત પૂછ્યો. તેથી આ વૃત્તાંતથી અન્ય પર્ષદાને પણ ઘણો ઉપકાર થશે એમ જ્ઞાનથી જાણીને કેવલીએ વિસ્તારથી કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે—
હે મહારાજ! સાંભળો. બંધુનો વૃત્તાંત કહેવામાં આવે છે. આ જ જંબુદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં મંગલાવતી વિજયમાં સુગંધિપુર નામનું નગર છે. તેમાં મહન નામના શ્રેષ્ઠીના અનુક્રમે સાગર અને કુરંગ નામના બે પુત્રો થયા. સમજી શકે તેવી અવસ્થાને પામેલા તે બે એકવાર ક્રીડા કરી રહ્યા હતા ત્યારે તેમને પોતાની ઉંમર જેટલા જ બે બાળકો મળ્યા અને એક બાલિકા મળી. તેમને મનોહર આકૃતિવાળા જોઇને તે બે પુત્રોએ પૂછ્યું કે તમે કોના છો? અને તમારું નામ શું છે? મોટા બાળકે કહ્યું: હું આ નગરમાં રહેનાર મોહરાજાનો પૌત્ર અને રાગકેશરીનો પુત્ર છું. અનંતાનુબંધી લોભ મારું નામ છે. આ બીજો પરિગ્રહાભિલાષ નામનો નાનો બાળક મારો જ પુત્ર છે. આ બાલિકા તે જ મોહરાજાની પ્રપૌત્રી, દ્વેષગજેન્દ્રની પૌત્રી અને અનંતાનુબંધી ક્રોધની ક્રૂરતા નામની પુત્રી છે. તેથી સાગરે વિશેષથી હસીને કહ્યું: અહો! આ મહા કૌતુક છે કે જેથી આટલી વયમાં પણ આપનો વિવાહ થયો અને પુત્રની ઉત્પત્તિ થઇ. તેથી તેમણે કહ્યું: આ કૌતુક નથી. કારણ કે અમારા વંશમાં ઉત્પન્ન થયેલાઓનો આ જ ક્રમ છે કે નાનાઓ પણ પરણાવાય છે અને પુત્રને ઉત્પન્ન કરવાની શક્તિવાળા હોય છે. એથી હું પણ વૃદ્ધિ નામની પત્નીને પરણ્યો, અને તેમાં આ પુત્રને ઉત્પન્ન કર્યો. અમારા વંશમાં ઉત્પન્ન થયેલાઓની પાસે ઇચ્છા પ્રમાણે રૂપ કરવું વગેરે આશ્ચર્યકારી અનંતશક્તિઓ હોય છે. આખી જીંદગીથી પણ તે શક્તિઓને કહેવા માટે પાર ન પામી શકાય. તેથી આ કથાથી પણ સર્યું. પછી દુષ્ટ ચિત્તવાળા કુરંગે કહ્યું: અમારો પણ કોઇક પુણ્યોદય છે કે જેથી આવા પણ તમારી સાથે મેળાપ થયો. તેથી આપણે સંપૂર્ણપણે સાથે જ ક્રીડા કરીએ. (અનંતાનુબંધી લોભે કહ્યું:) આમ કેમ કહો છો?
Page #382
--------------------------------------------------------------------------
________________
શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા-૩૬૭ (કુરંગે કહ્યું:) અમારી સાથે સમાન ક્રીડા કરવાની યોગ્યતા તમારામાં જ છે એમ વિચારીને અમે અહીં આવ્યા છીએ. સાગરે કહ્યું: સારું. તો ક્રીડા કરીએ. સાગરની બાળકોની સાથે મૈત્રી વધી, બાલિકાની સાથે નહિ. કુરંગની તો ત્રણેની સાથે મૈત્રી વધી. વળી બીજું– સાગરે બાલિકાનો તિરસ્કાર કર્યો, એથી કુરંગે ક્રૂરતાને ઘણી જ સારી રીતે બહેન તરીકે સ્વીકારી. પછી સારંગ અને કુરંગ કળાઓ ભણ્યા. યૌવનને પામેલા તે બે પરણ્યા. મિત્રના પ્રભાવથી તે બે અન્ય સઘળી વસ્તુઓના લોભનો ત્યાગ કરીને કેવળ ધનને જ તત્ત્વદષ્ટિથી જુએ છે. તે બે બંધુવર્ગથી ક્ષણવાર પણ મૂકાતા નથી. તે બે ધનના ઉત્કૃષ્ટ અને સતત મનોરથવાળા થયા. તે મનોરથથી ઘણા વ્યાકુલ મનવાળા તે બે ધન મેળવવા માટે માતાપિતાની પણ અવગણના કરીને ઘણા કરિયાણારૂપ સંપિત્ત લઈને બંધુઓની જ સાથે અન્યદેશ તરફ ગયા. ક્રમથી જતા એ બે વિવક્ષિત પ્રદેશની નજીકમાં આવ્યા ત્યારે ચોરોની ધાડથી ચોરાયા= લૂંટાયા. તેથી અતિશય કરુણ પ્રલાપ કરતા તે બે ઉપર ચોરોના નાયકોને કરુણા ઉત્પન્ન થઈ. આથી પાછા વળીને હજાર સોનામહોરનું કરિયાણું તેમને આપ્યું, બાકીનું બધું લઈ ગયા. તેથી તેને પણ ઘણું માનતા તે બે ધવલપુર નામના નગરમાં ગયા. ત્યાં એક દુકાન લીધી. મિત્રોથી અતિશય પ્રેરાયેલા તે બેએ વેપાર શરૂ કર્યો. વેપાર કરતા તે બેને મહાકષ્ટથી ક્રમે કરીને કોઇપણ રીતે બે હજાર સોનામહોર થઈ. મિત્રોએ કહ્યું અમારી પ્રેરણાની ખાતરી તમોએ જોઈ, અર્થાત્ અમારી પ્રેરણાની તમને ખાતરી થઈ ગઈ. જો આગળ પણ અમારું કહેલું કરશો તો તમે પણ પોતાના અભ્યદયને જોશો. ઇત્યાદિ મિત્રના કહેવાથી પ્રેરાયેલા તે બેની ઇચ્છા વધી. તેથી દુકાનમાં કપાસ અને તલ આદિનો સંગ્રહ કરે છે, લાક્ષાને લે છે, સુગંધિ દ્રવ્યનો વેપાર કરે છે, તલ આદિથી સંસક્ત ધાન્યના યંત્રોને ચલાવે છે. દસ-અગિયાર આદિની વૃદ્ધિથી( ટકાથી) વ્યાજે નાણાં આપે છે, ખેતીનું કામ કરાવે છે, શેરડીના ખેતરો કરાવે છે. આ પ્રમાણે કરતા તે બેને કોઈપણ રીતે કષ્ટથી ત્રણ હજાર સોનામહોરો મળી. પછી ફરી પણ મિત્રોથી પ્રોત્સાહિત કરાયેલા તે બેને ચાર હજાર સોનામહોરની ઇચ્છા થઈ. પછી કષ્ટની પરંપરાથી કાળે કરીને ચાર હજાર સોનામહોર પણ મળી. પછી પાંચ હજાર સોનામહોરની ઈચ્છા થઈ અને તે પણ તે જ પ્રમાણે મળી. પછી છ હજારની, પછી સાત હજારની, પછી આઠ હજારની, એ પ્રમાણે દશ હજારની, અગિયાર હજારની, ચાલીસ હજારની ઇચ્છા થઇ. એમ યાવત્ અંશી લાખ સોનામહોરો પૂર્ણ કરી. પછી મિત્રોથી અતિશય પ્રેરાયેલા તે બેની કોડ સોનામહોરો પૂર્ણ કરવાની ઇચ્છા વધી. એ ઇચ્છા કોઈપણ રીતે પૂરાતી નથી. તેથી મિત્રના ઉપદેશથી ક્રોડ સોનામહોર પૂર્ણ કરવાની ઇચ્છાથી ઘણા ઉપાયો કર્યા. તે આ પ્રમાણે- દેશાંતરોમાં મોટી ગાડીઓની શ્રેણિ મોકલી. મોટા ઊંટોની શ્રેણીઓ મોકલી. અનેક વહાણો પ્રવર્તાવ્યા. અનેક ગધેડાના સમૂહો કર્યા. ઘણા
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૮- શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા 'તેજસ્વી પાડાઓના સમૂહો જોયા. રાજકુલના હાથથી (=પાસેથી) પટ્ટકથી ઘણા શુલ્કસ્થાનો ગ્રહણ કર્યા. ધન મેળવવા માટે દુકાનો કરી. અશ્વ આદિના સમૂહો બાંધ્યા. રસવાળા (દૂધ વગેરે) પદાર્થોનું અને મદ્યનું વેચાણ કરાવ્યું. દાંત, ચર્મ, નખ, કેશ (વગેરે શરીરના અંગોનો), વિષ, હળ, શાંબેલું, ખાંડણીયું, (વગેરે અધિકરણોનો), બાણ, ભાલો, બરછી, તોમર, છરો, ધનુષ્ય, તલવાર વગેરે શસ્ત્રોનો વેપાર શરૂ કર્યો. વધારે કહેવાથી શું? પ્રાયઃ લોકમાં પાપરૂપ તે ઉપાય નથી કે જે ઉપાય પાપમિત્રના સંગથી ત્યારે તે બેએ ન જ કર્યો હોય. સુખ-સંતોષથી રહિત આ બંએ મિત્રદોષથી ધર્મને સ્વપ્નમાં પણ ન જાણ્યો અને પાપભય ન થયો. પછી ઘણા પાપોથી ઘણા કાળથી અને ક્રોડો દુ:ખોથી તેમણે ક્રોડ સોનામહોર પણ પૂર્ણ કરી. પછી મિત્રથી પ્રેરાયેલ ચિત્તવાળા તેમણે ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છાથી બધું ધન વહાણમાં નાખ્યું. તે વખતે તે બે વહાણ ઉપર ચઢીને રત્નવાળી પૃથ્વી તરફ ચાલ્યા. આ વખતે બહેન ક્રૂરતાએ કુરંગના કાનમાં કહ્યું સ્વાધીન પણ આ ભાગીદારને હણીને આ બધું ધન પોતાને આધીન કેમ કરતો નથી? કારણ કે ધનવાનોના બીજા પણ બંધુઓ થાય છે. નિર્ધન બંધુઓ પણ અપરાધી મનાય છે. તેથી જેટલામાં સાગર તારા ઘાતમાં ન પ્રવર્તે તેટલામાં મારા વચનથી તું જ એને મારી નાખ. ઉદ્યમ કર. દુષ્ટબુદ્ધિવાળી ક્રૂરતા ઇત્યાદિ નિત્ય જ તેને કહે છે. તેથી તે જ તેને બહુરૂપે પરિણમ્યું. હવે વહાણના અંતભાગમાં સાગરને શંકારહિત બેઠેલો જોઈને અતિશય પાપી કુરંગે તેને પાણીમાં નાખ્યો. તેથી જલથી પીડા પમાયેલ અને અશુભધ્યાનથી વ્યગ્ર બનેલ તે મરીને ત્રીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. કુરંગે પણ ક્ષણવાર રહીને માયાથી કોલાહલ કર્યો. મૃતકાર્ય કર્યા પછી હર્ષિતચિત્તથી મનોરથયુક્ત તે જેટલામાં થોડુંક દૂર ગયો તેટલામાં આજંદન કરતા અને જોતા એવા તેનું વહાણ પાપથી સ્વપુણ્યની જેમ ભયંકર પવનથી નાશ પામ્યું. સઘળો પરિવાર ડૂબી ગયો. સઘળું કરિયાણું ગયું. તે ક્યાંક પાટિયાને વળગ્યો. તેથી લાખો દુઃખોથી કદર્થના પમાડાયેલો તે ચોથા દિવસે પાણીના પારને પામ્યો. પછી કોઈ મહાનગરમાં જઈને ધન મેળવીશ અને પછી ભોગોને ભોગવીશ ઇત્યાદિ સ્વવિકલ્પોથી ક્ષણવાર તુષ્ટ થતો, ક્ષણવાર રુષ્ટ થતો, ક્ષણવાર મૂછ પામતો, ક્ષણવાર બોલતો તે વનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પછી વનમાં ક્યાંક સિંહે તેને મારી નાખ્યો. બહેનની સહાયથી યુક્ત અને રૌદ્રધ્યાનને પામેલો તે મરીને ધૂમપ્રભા નામની પાંચમી નરકમાં ગયો. હે રાજન! પછી વિવિધ ભવોમાં ભમીને અતિશય દુઃખી થયેલા તે બે કોઈપણ રીતે કર્મપ્રભાવથી અંજનપર્વતમાં સિંહરૂપે ઉત્પન્ન થયા. ત્યાં પણ એક ગુફા માટે પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા તે બે ચોથી નરકમાં ગયા. પછી સર્પ થયા. હે રાજન! ત્યાં પણ એક નિધાન માટે પરસ્પર યુદ્ધ ૧. મા = જી. મદ = પાડો.
Page #384
--------------------------------------------------------------------------
________________
શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા-૩૬૯ કરીને મરીને પાંચમી નરકમાં ગયા. પછી ઘણા ભવોના અંતે તે બે એક ધનવાન પતિની પત્નીપણાને પામ્યા. બંને પુત્રવાળી થઈ. પતિનું મૃત્યુ થતાં ધનનિમિત્તે તે બેનો ઘણો ઝગડો થયો. તેમના વાદનો નિર્ણય કરવા માટે રાજા વગેરે પણ સમર્થ ન થયા. પછી એક અતિશય રોષથી શસ્ત્રોવડે પરસ્પર યુદ્ધ કરીને મરીને તે ધનને અને પુત્ર-દેહ વગેરેને મૂકીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ ઘણા ભવો પસાર થઈ ગયા પછી એક રાજાના ઘરમાં રાજપુત્ર તરીકે ઉત્પન્ન થયા. ત્યાં પણ રાજાનું મૃત્યુ થતાં રાજ્ય માટે મહારૌદ્રધ્યાનવાળા ચિત્તથી પરસ્પર મહાયુદ્ધનો ઉદ્યમ કરીને અન્યોન્યથી હણાયેલા તે બે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારક થયા. પછી ફરી સંસારમાં ભમ્યા. હે રાજન! પછી પરિગ્રહ માટે ફરી પણ વિવિધ સ્થાનોમાં મારણાંતિક (=જેનાથી મૃત્યુ થાય તેવી) આપત્તિઓ પામ્યા. તે બેએ
ક્યાંય પોતાનો પરિગ્રહ ભોગવ્યો નહિ. આ ભવથી પૂર્વભવમાં તેવા પ્રકારનું અજ્ઞાન કષ્ટ કરીને તું સાગર થયો છે અને કુરંગ તારો ભાઈ થયો છે. તે તારો ભાઈ હજી પણ એકવાર તને દુઃખ આપશે. હે રાજન્! તમે આરાધક છો અને ત્રીજા ભવે તમારો મોક્ષ થશે. તમારો ભાઈ તો અનંત ભવસમુદ્રમાં ભમશે.
આ પ્રમાણે કેવલીએ કહેલું સાંભળીને પરમસંવેગને પામેલો રાજા પરિગ્રહની ભયંકરતાને અને ભવસ્વરૂપને વિચારવા લાગ્યો. હવે ભવરૂપ કેદખાનાથી કંટાળેલા રાજાએ કેવલીને નમીને કહ્યું: નાથ! શ્રેષ્ઠચારિત્રરૂપ વહાણ વડે દુઃખરૂપ સમુદ્રથી મારો ઉદ્ધાર કરો. કેવલીએ કહ્યું: પ્રતિબંધ ન કરો. પછી રાજાએ પોતાના હરિસિંહ નામના ભાણેજને રાજ્ય આપીને દીક્ષા લીધી. નવપૂર્વધર બન્યા. પરિગ્રહ વિષે દઢ વિરક્તચિત્તવાળા થયા. પોતાના શરીરમાં પણ સર્વ મમતાનું ત્રિવિધ પ્રત્યાખ્યાન કરીને જિનકલ્પનો સ્વીકાર કરે છે. મુહપત્તિ અને રજોહરણ એ બે જ ઉપકરણ રાખે છે. કરસંપુટમાં આહાર કરે છે. તેમણે વિચિત્ર તપોથી શરીરને સુકવી નાખ્યું. એકલા વિચરતા અને તિર્યંચ-મનુષ્ય-દેવોથી થનારા ઉપસર્ગોને સહન કરતા તે મુનિ એકવાર ગજપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. ભમતો પાપી સમરવિજય કોઈપણ રીતે ત્યાં જ આવ્યો. ધ્યાનમાં રહેલા તે સાધુને જોઈને તેનો કોપરૂપી અગ્નિ સળગ્યો. તેથી તે તલવારથી મુનિને ડોકમાં હણે છે. તેથી મુનિની બે આંખો ભમવા લાગી. મારું દુષ્કૃત મિથ્યા થાઓ એમ બોલતા તે મુનિ પૃથ્વી ઉપર પડ્યા. વિચારે છે કે હે જીવ! પૂર્વે પરિગ્રહની મૂર્છાથી યુક્ત તેં જે કર્મો કર્યા છે તે કર્મોના બાકી રહેલા આ ફળને સહન કર. હે જીવ! તે પૂર્વે ક્રૂરતાની સાથે મૈત્રી ન કરી તેથી આટલા કાળે પણ
૧. બે હાથ ભેગા કરીને ખોબા જેવો આકાર થાય તેને કરસંપુટ કહેવામાં આવે છે. આ મહાત્મા આહાર બે
હાથમાં લઈને વાપરતા હતા. જે મહાત્મા તેવી લબ્ધિવાળા હોય કે જેથી તેમના હાથમાં પાણીનું એક ટીપું પણ નીચે ન પડે, તે મહાત્મા કરસંપુટમાં આહાર વાપરે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૦- જૈનોએ વિશેષથી] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રાત્રિ ભોજન છોડવું જોઈએ તારાથી જિનનો ધર્મ પ્રાપ્ત કરાયો. તે ક્રૂરતાના દોષો સાંભળ્યા છે. તેથી હમણાં તેનામાં મન પણ ન કર, જેથી પ્રશમરૂપ અમૃતથી સિંચાયેલો તું જલદી મોક્ષને પામે. મેં લોભ અને પરિગ્રહની જે મૈત્રી કરી તેની હમણાં નિંદા કરું છું. જીવો ઉપર મૈત્રી થાઓ. સમરવિજય ઉપર વિશેષથી મૈત્રી થાઓ. આ પ્રમાણે ભાવના ભાવતા તે મુનિ પાપની સાથે પ્રાણથી મુક્ત થયા. સહસ્ત્રાર (આઠમ) દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. [૧૬૨]
આ પ્રમાણે કીર્તિચંદ્રરાજાનું કથાનક પૂર્ણ થયું. હવે રાત્રિભોજન વિરમણ વ્રતના પાલનનો ઉપદેશ કહે છેपच्चक्खनाणिणोऽविहु, निसि भत्तं परिहरंति वहमूलं । लोइयसिद्धतेसुऽवि, पडिसिद्धमिणं जओ भणियं ॥ १६३॥
પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ જીવઘાતનું કારણ એવા રાત્રિભોજનનો ત્યાગ કરે છે. લૌકિક સિદ્ધાંતોમાં પણ રાત્રિભોજનનો નિષેધ કર્યો છે. કારણ કે આ (=ટીકામાં કહેવાશે તે) કહ્યું છે.
વિશેષાર્થ- પ્રત્યક્ષ જ્ઞાનીઓ- અવધિ-મન:પર્યય-કેવલરૂપજ્ઞાન જેમને હોય તે પ્રત્યક્ષ જ્ઞાનીઓ છે. કારણ કે નિશ્ચયથી આ જ ત્રણ જ્ઞાન વસ્તુને સાક્ષાત્ બતાવે છે. તેથી આ જ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. આપણને તો વ્યવહારમાત્રથી જ ઘટ-પટ વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કારણ કે તે પ્રત્યક્ષ ઈદ્રિય દ્વારા થાય છે. ઇદ્રિય દ્વારા થતું પ્રત્યક્ષ નિશ્ચયથી પરોક્ષ છે. (ઇંદ્રિયોની સહાય વિના આત્માથી જ થતું પ્રત્યક્ષ વાસ્તવિક પ્રત્યક્ષ છે.)
આ પ્રમાણે કેવળી વગેરે પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ જીવઘાતનું કારણ હોવાથી રાત્રિભોજન કરતા નથી. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જો કે ભોજન આદિમાં રહેલા સૂક્ષ્મશરીરવાળા પણ કુંથુઆ વગેરે જીવોને કેવળી વગેરે અંધકારમાં પણ જોઈ શકે છે, પણ તેમની હિંસાનો ત્યાગ કરવાનું અશક્ય છે. તેથી પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ રાત્રે ભોજન કરતા નથી. તો પછી જેઓ તે જીવોને જોવા માટે પણ સમર્થ નથી તે માંસચક્ષુવાળા અન્યજ્ઞાનીઓ રાત્રિભોજન સુતરા ન કરે. જૈનોના ધર્મનું મૂળ જીવદયા છે એવો અહીં ભાવ છે.
લૌકિક સિદ્ધાંતોમાં પણ રાત્રિભોજનનો નિષેધ કર્યો છે. લૌકિક સિદ્ધાંતોમાં કહ્યું છે કે-“સૂર્ય બ્રહ્મા આદિના તેજથી ઉત્પન્ન થયો છે એમ વેદના જાણકારો કહે છે. તેથી તેના કિરણોથી સ્પર્શાયેલું શુભ કર્મ આચરે, અર્થાત્ શુભ કાર્ય સૂર્યોદય પછી કરે. (૧) ઋષિઓ
Page #386
--------------------------------------------------------------------------
________________
જૈનોએ વિશેષથી]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [રાત્રિ ભોજન છોડવું જોઇએ-૩૭૧ મધ્યાહ્ન સમયે ભોજન કરે છે. દેવો પૂર્વાહ્ન સમયે(=બપોરની આગળના સમયે) ભોજન કરે છે. પિતાઓ અપરાહ્ન સમયે (બપોર પછીના સમયે) ભોજન કરે છે. દાનવો સાંજે ભોજન કરે છે. (૨) આમ ક્રમ પ્રમાણે સાંજે (=રાતે) યક્ષ-રાક્ષસો ભોજન કરે છે. સર્વસમયને ઓળંગીને રાતે કરેલું ભોજન ભોજન નથી. (૩) આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા કે દાન રાતે વિહિત નથી, ભોજન તો વિશેષથી રાતે વિહિત નથી.” (૪)
આ ચારેય શ્લોક સ્ત્રી-બાલના ઉપકાર માટે પ્રાકૃત ભાષામાં બતાવ્યા. બ્રાહ્મણોની સ્મૃતિમાં તો આ જ શ્લોકોનો સંસ્કૃતમાં પાઠ છે. [૧૬૩]
જો લૌકિકોએ પણ આનો નિષેધ કર્યો છે તેથી શું તે કહે છેइय अन्नाणऽवि वजं, निसिभत्तं विविहजीववहजणयं । छज्जीवहियरयाणं, विसेसओ जिणमयठियाणं ॥ १६४॥
જો પૂર્વોક્ત રીતે અજ્ઞાનીઓને પણ કીડીઓ અને પતંગીયા વગેરે જીવોના ઘાત કરનાર રાત્રિભોજન વર્ષ છે તો છ જવનિકાયોના હિતમાં રત એવા જિનમતમાં રહેલા જીવોએ તો વિશેષથી જ રાત્રિભોજન છોડવું જોઇએ.
વિશેષાર્થ- અજ્ઞાની= મિથ્યાદૃષ્ટિ હોવાથી પૃથ્વીકાય આદિના સમ્યજ્ઞાનથી રહિત બ્રાહ્મણો વગેરે.
હિતમાં રત- સમ્યજ્ઞાન અને રક્ષણ આદિ દ્વારા છ જવનિકાયોના હિતમાં તત્પર.
(પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છે પ્રકારના જીવોને “છ જીવનિકાય” કહેવામાં આવે છે.) [૧૬૪].
હવે રાત્રિભોજન કરનારાઓને આ લોકસંબંધી અને પરલોકસંબંધી અનર્થો બતાવવા માટે કહે છે
इहलोयम्मिवि दोसा, रविगुत्तस्स व हवंति निसिभत्ते । परलोए सविसेसा, निद्दिट्ठा जिणवरिंदेहिं ॥ १६५॥
રાત્રિભોજનમાં આ લોકમાં પણ રવિગુપ્તની જેમ દોષો થાય છે. પરલોકમાં જિનવરેન્દ્રોએ અતિશય ઘણા દોષો કહ્યા છે.
ની ઉપર આવેલ એક લોકને પિલો કરે છે.
૧. અહીં પિતા શબ્દથી પિતૃલોકને પામેલ પિતા વિવક્ષિત છે. ચંદ્રલોકની ઉપર આવેલ એક લોકને પિતૃલોક કહે છે. ૨. અહીં કોણ ક્યારે ભોજન કરે છે એમ કહેવું છે. આથી શ્લોકમાં ભક્તિ એમ ભૂતકાળનો પ્રયોગ હોવા છતાં
અનુવાદમાં વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭ર-રાત્રિ ભોજનમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[રવિગુણની કથા વિશેષાર્થ- રાત્રિભોજનમાં આ લોકમાં દોષો આ પ્રમાણે છે-“માખી ખાવામાં આવી જાય તો ઊલટી થાય. કીડીઓથી જ્ઞાન(=બુદ્ધિ) નાશ પામે. ભક્ષણ કરેલી જુઓથી ઘોર જલોદર વધે છે. વીંછી-સર્પ આદિથી મરણ થાય.”
પરલોકમાં નરક વગેરે ગતિમાં ગયેલા જીવને તપેલા સીસાના રસનું પાન વગેરે અતિશય ઘણા દોષો થાય છે.
પ્રશ્ન- આ રવિગુપ્ત કોણ છે? ઉત્તર- કહેવાય છે
રવિગુપ્તની કથા કુશળ શિલ્પીએ ઘડેલી, ઘણા કમળવાળી અને પોતાનું અનુકરણ કરનારી સિધ્ધિ નદીથી આલિંગન કરાયેલી ઉજ્જૈની નામની નગરી છે. ત્યાં અતિશય જ્ઞાનીની જેમ પરના અભિપ્રાયને જાણનારો કુશળ મહેન્દ્રદેવ નામનો બ્રાહ્મણ રહે છે. તેનો રવિગત નામનો પુત્ર છે. વિષયોમાં આસક્ત, સ્વયૌવન-રૂપ-બુદ્ધિથી ગર્વિષ્ઠ બનેલો અને પ્રસન્ન મનવાળો તે અંકુશથી રહિત ગજેન્દ્રની જેમ વેશ્યાઓમાં ભમે છે. વધારે કહેવાથી શું? તે પિશાચની જેમ દોષોની ખાણ હતો. પણ તેનું મન રાત્રિભોજનમાં અતિશય આસક્ત હતું. પોતાને બહુ (=મહાન) માનતો તે બજાર, માર્ગ અને ચોક વગેરે સ્થાનોમાં સંપૂર્ણ રાતે પણ ખાતો ફરે છે. તે શ્રાવકલોકનો ઉપહાસ કરે છે કે તે બિચારા આજે પણ રાત્રિભોજનનો રસ જાણતા નથી, તેથી રાત્રિભોજન કરતા નથી. આ પ્રમાણે શાસનના પ્રતિકૂલ લોકમાં નિંદા કરતો હવે તે એકવાર પિતાનું મૃત્યુ થતાં ઘરનો પણ સ્વામી થયો. તેથી વિશેષથી જ નિરંકુશ બનેલો અને પાપોને એકઠા કરતો તે યજ્ઞોમાં પશુઘાત કરે છે. હવે એકવાર રાત્રિમાં ભોજન કરતા તેને ઊલટી વગેરે ઘણા રોગો થયા. પશ્ચાત્તાપથી રહિત અને રૌદ્રધ્યાનમાં રહેલો તે મરીને ત્રીજી પૃથ્વીમાં નારક થયો. ત્યાં છેદન, ભેદન, તાડન, કપાવું અને બળવું વગેરે દુઃખોને સહન કરે છે. વિશેષથી જ રાત્રિભોજનના વૃત્તાંતને યાદ કરાવીને પછી તપેલા સીસાનો રસ, તેલ અને તાંબાનો રસ સદા પીવડાવવામાં આવે છે. ત્યાંથી નીકળીને તે અનંત સંસારસાગરમાં ભમ્યો. રાત્રિ ભોજનના કારણે ઘણા દુઃખને સહન કરતો તે ક્યાંક ભૂખ્યો રહ્યો, ક્યાંક તરસ્યો રહ્યો, ક્યાંક તેનું શરીર સુકાઈ ગયું. ગળાના અને જીભના રોગોથી પીડાયેલો તે અનેકવાર મૃત્યુ પામ્યો. અનંત સંસાર ભ્રમણમાં અંતે આ રવિગુપ્તનો જીવ કોઈપણ રીતે કાંપિલ્યપુર નગરમાં ઉત્પન્ન થયો અને મધુનામના બ્રાહ્મણના ઘરે વામદેવ નામનો પુત્ર થયો. ત્યાં પણ આસક્તિવાળો તે રાત્રે ભોજન કરે છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
રાત્રિ ભોજનમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [રવિગુણની કથા-૩૭૩ હવે એકવાર મિત્ર શ્રાવકો તેને વિવાહમાં લઈ ગયા. જાન રાતે રસ્તાના એક ગામ રહી રોકાણી. ત્યાં શ્રાવકો રાતે ખાતા નથી. તેથી વામદેવ ઉપહાસ કરતો કહે છે કે- જો તમારે કોઇપણ રીતે કોળિયો કાનથી (પેટમાં) જાય છે તો અહીં વિડંબના પામેલા તમે રાતે ભોજન ન કરો. પણ મારે રાતે ખાવું છે. તેથી ત્યાં એના માટે ભાત રાંધ્યા. રસોડામાં ફરતું કાળા સર્પનું બચ્ચું ધૂમાડાથી વ્યાકુળ થઈને ભાતમાં પડ્યું. પકાવાતું તે ટુકડે ટુકડા થઈને ભિદાઈ ગયું. અધું ભોજન કર્યા પછી તેણે તે જોયું. હવે તે જ ક્ષણે વિષના વેગથી બેચેન થયેલો તે પૃથ્વી ઉપર પડ્યો. તેને નજીકના દશપુર નગરમાં રાજાની પાસે લઈ ગયા. ઘણા લેશથી કોઇપણ રીતે તે જીવી ગયો અને સંવેગને પામ્યો. શ્રાવકો તેને કરુણાથી કેવલીની પાસે લઈ ગયા. કેવલી ભગવંતે તેને કર્મરૂપ શત્રુનો સંહાર કરનારી દેશના કરી. સંવેગને પામેલા તેણે કહ્યું: હે નાથ! રાત્રિ ભોજનમાં આસક્ત અને દુષ્ટ મેં વ્રત-નિયમમાં શ્રાવકોના ઉપહાસ કર્યા. હવે હમણાં સ્વયમેવ આવી આપત્તિ પ્રાપ્ત થઈ. તેથી કેવલીએ કહ્યું મહાનુભાવ! રાત્રિ ભોજન નિમિત્તે પૂર્વે તેં જે દુઃખ અનુભવ્યું છે તેની અપેક્ષાએ આ દુઃખ કેટલું માત્ર છે. પછી વિસ્મય પામેલા તેણે પ્રણામ કરીને મુનિનાથને પૂછ્યુંહે ભગવન્! તે દુઃખ કયું? પછી મુનિએ રવિગુણના ભવથી આરંભી ભવભ્રમણનો સઘળોય વૃત્તાંત તેને કહ્યો, અને રાત્રિભોજન નિમિત્તે જે દુઃખ સહન કર્યું તે સઘળુંય કહ્યું. તે મુનિવચનને સાંભળીને વામદેવનું મન અતિશય ભયવાળું થયું. તેણે ઉઠીને મુનીશ્વરના ચરણોમાં પડીને મુનીશ્વરને કહ્યું: હે નાથ! પૂર્વભવોમાં કે આ ભવમાં મેં જે દુષ્કતો ક્યાં છે તે દુષ્કતો જેનાથી નાશ પામે તેવો કોઈ ઉપાય છે? તેથી કેવલીએ કહ્યું: જિનદીક્ષા રૂપી તીક્ષ્ણ કુહાડીની ધારાથી લાંબાકાળથી ઉગેલી પણ વક્ર એવી કર્મરૂપ વનરાજી છેડાય છે. હવે વામદેવે કહ્યું: જો આપના ચરણો પ્રસન્ન થાય તો માતા-પિતાથી અનુજ્ઞા અપાયેલો હું દીક્ષા પણ ગ્રહણ કરું. ગુરુએ કહ્યું: આ કામમાં વિલંબ ન કર. તેથી હર્ષ પામેલા વામદેવે કાંડિલ્યપુર જઇને પોતાના પિતા મધુને રાત્રિભોજન આદિનો સઘળોય વૃત્તાંત કહીને વ્રત માટે અનુજ્ઞા માગી. તેથી મધુએ કહ્યું- હે વત્સ! આ પ્રમાણે ન બોલ. કારણ કે હજુ પણ તું સંતાનથી રહિત છે. સંતાનથી રહિતને સ્વર્ગ આદિની પ્રાપ્તિનો નિષેધ કર્યો છે. કહ્યું છે કે–“અપુત્રની સદ્ગતિ નથી, અને સ્વર્ગ નથી જ નથી જ. તેથી પુત્રનું મુખ જોઇને સ્વર્ગમાં જશે.” શ્વેતાંબરો શૂદ્ર છે, બ્રાહ્મણોને અવંદનીય છે. તેથી તારે આ બોલવું પણ યોગ્ય નથી. તેથી વામદેવે કહ્યું: હે પિતાજી! સંતાનનું મુખ જોવાથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય એમ જે કહ્યું તેને અમે જાણતા નથી. જો સંતાનનું મુખ જોવાથી જ ફલની સિદ્ધિ થાય તો દાન વગેરે વ્યર્થ બને. તથા ચંડાલ વગેરેને
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૪-રાત્રિ ભોજનમાં
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[રવિગુપ્તની કથા
અને પાપીઓને ઘણા પુત્રો હોવાથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય. આ લોકમાં પણ પુત્ર વગેરે દુઃખનું કારણ જોવામાં આવે છે. કહ્યું છે કે—“ઉત્પન્ન થતો પત્નીને હરે, વધતો ધનને હરે, મરતો પ્રાણોને હરે, પુત્રસમાન કોઇ શત્રુ નથી.” તેથી આ પુત્ર વગેરે અતિસ્નેહના કારણ હોવાથી દુર્ગતિના કારણો છે, સુગતિના કારણો નથી.
“શ્વેતાંબરો શૂદ્ર છે” ઇત્યાદિ જે કહ્યું: તેમાં પણ અજ્ઞાન હોવાથી પિતાજીને હું કંઇક પૂછું છું. પણ મારા ઉપર ગુસ્સો ન કરવો. કારણ કે પિતાજીની સાથે માત્ર વિચારણા કરવાની ઇચ્છા રાખી છે. હે પિતાજી! બ્રાહ્મણ જાતિથી, કુળથી, શરીરથી, *જીવથી, યોનિથી, વેદપાઠથી,શૌચાચારથી, ‘સંસ્કારથી કે તપથી થાય છે? (૧) હે પિતાજી! તેમાં જાતિથી બ્રાહ્મણ છે તે મને સમજાતું નથી. કારણ કે જાતિ નિત્ય છે અને નાશ પામતી નથી. તેથી જાતિનો પતન-વિનાશ ન થાય, અને પતન-વિનાશ ઇષ્ટ છે. કારણ કે માનવધર્મમાં સુભાષિત આ પ્રમાણે છે– માંસથી, લાખથી અને લવણથી જલદી પતન પામે છે, અર્થાત્ માંસ આદિનો વેપાર કરનાર જાતિથી ભ્રષ્ટ થાય છે. દૂધ વેચનાર બ્રાહ્મણ ત્રણ દિવસમાં શૂદ્ર થાય છે. ઋતુકાળને ઓળંગીને (=ઋતુકાળ સિવાય) જે મૈથુનને સેવે છે તે જ બ્રાહ્મણનો વધ કરનાર છે, તેણે પોતાનાથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણને મારી નાખ્યો. ઋતુકાલ પસાર થઇ ગયા પછી જે મૈથુન સેવે છે, તેને બ્રહ્મહત્યા થાય= બ્રહ્મહત્યાનું પાપ લાગે, અને દરરોજ સૂતક થાય. (૨) હે પિતાજી! કુલથી પણ બ્રાહ્મણ થાય તે હું જાણતો નથી. કારણ કે બ્રાહ્મણની જાતિમાં અને કુળમાં ઉત્પન્ન નહિ થયેલાઓ પણ ઋષિઓ બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે. કારણ કે શ્રુતિમાં કહ્યું છે કે– અચલઋષિ હાથણીમાંથી, કેશકંબલ ઘુવડસ્ત્રીમાંથી, અગસ્તિ અગથિયાના વૃક્ષના પુષ્પમાંથી, કૌશિક કુશ નામના ઘાંસના આસનમાંથી, કઠિન કઠિન નામના ઘાસમાંથી, ગૌતમ શ૨ નામના ઘાસના ઝુંડમાંથી, દ્રોણાચાર્ય કુંભમાંથી, તિત્તિરિસુત તેતર પક્ષીમાંથી ઉત્પન્ન થયેલ છે. રેણુકાએ રામને જન્મ આપ્યો. મૃગલીએ વનમાં ઋષિશૃંગને, કૈવર્તી (=માછીમારની સ્ત્રી)એ વ્યાસને, શૂદ્રિકાએ કક્ષિવત્ ઋષિને, ચાંડાલણે વિશ્વામિત્રને, ઉર્વશીએ વશિષ્ટને જન્મ આપ્યો. આ બ્રાહ્મણ જાતિ-કુલના ન હોવા છતાં ઉત્તમ બ્રાહ્મણો છે. (૩-૪) શરીર અને જીવ એ બે પક્ષને સ્વીકારવામાં તો આખાય જગતને બ્રાહ્મણ બનવાનો પ્રસંગ આવે. કારણ કે શરીર અને જીવ બધા સ્થળે છે. (૫) હે પિતાજી! હવે જો યોનિથી બ્રાહ્મણને સ્વીકારવામાં આવે તો ‘બ્રાહ્મણ બ્રહ્માના મુખમાંથી, ક્ષત્રિય બાહુમાંથી, વૈશ્ય સાથળમાંથી અને શૂદ્ર બે પગોમાંથી થયો” એવા ધર્મશાસ્ત્ર પાઠથી જેઓ જ્યારે બ્રહ્માના મુખમાંથી થયા તે જ બ્રાહ્મણો થાય, સ્ત્રીયોનિથી ઉત્પન્ન થયેલા હમણાંના તે શૂદ્રોની જેમ બ્રાહ્મણપણાનો અનુભવ ન કરે, અર્થાત્ બ્રાહ્મણ ન ગણાય. વળી બીજું–
Page #390
--------------------------------------------------------------------------
________________
રાત્રિ ભોજનમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [રવિગુણની કથા-૩૭૫ હે પિતાજી! બ્રાહ્મણીઓ પણ જો બ્રહ્માના મુખમાંથી થઈ છે તો બ્રાહ્મણોની બહેનો થાય. કેમ કે એકસ્થાનમાં ઉત્પન્ન થઈ છે, તેથી તેમની સાથે વિવાહ કરવો વગેરે અસંગત થાય. હવે જો બ્રાહ્મણીઓ બાહુ આદિમાંથી ઉત્પન્ન થઈ છે તો તે ક્ષત્રિય વગેરેની જેમ બ્રાહ્મણીઓ ન ગણાય. વળી બીજું- દેવતાઓના ચરણો જ મસ્તકોથી પૂજાય છે. એથી બ્રહ્માના ચરણોથી ઉત્પન્ન થયેલા શૂદ્રો પૂજ્ય બને.
(૬) હે પિતાજી! વેદપાઠથી પણ બ્રાહ્મણપણું જણાતું નથી. કારણ કે કાનથી સાંભળીને વેદનો પાઠ કરનારા અબ્રાહ્મણોને પણ બ્રાહ્મણ બનવાનો પ્રસંગ આવે. વેદપાઠના અધિકારથી રહિત બ્રાહ્મણીઓમાં બ્રાહ્મણભાવની સિદ્ધિ થાય. (૭) શૌચાચારપક્ષ પણ જણાતો નથી. કારણ કે જીવઘાત અને મૈથુન આદિમાં આસક્ત બનેલાઓમાં શૌચનો નિષેધ કર્યો છે. કહ્યું છે કે-“હે યુધિષ્ઠિર! આરંભમાં પ્રવર્તતા અને મૈથુન આદિમાં અત્યંત આસક્ત તે બ્રાહ્મણમાં શૌચ ક્યાંથી હોય?” જીવઘાત અને મૈથુન આદિથી નિવૃત્ત થયેલાઓમાં શૌચ હોય એમ સ્વીકારવામાં આવે તો જીવઘાત-મૈથુન આદિથી નિવૃત્ત થયેલા શૂદ્રો વગેરેમાં પણ શૌચ હોવાથી તેમનું બ્રાહ્મણપણું ન જ રોકી શકાય. (૮) હે પિતાજી! સંસ્કારથી પણ બ્રાહ્મણ ન જાણવો જોઇએ. કારણ કે ક્ષત્રિયોમાં પણ 'સીમંતોન્નયન, જાતકર્મ વગેરે સંસ્કારો જોવામાં આવે છે. બ્રાહ્મણકુલ સિવાય બીજે ઉત્પન્ન થયેલ વશિષ્ઠ આદિ ઋષિઓમાં (સીમંત વગેરે) સંસ્કારો ન હોવા છતાં ઉત્તમ બ્રાહ્મણપણું સંભવે છે.
પૂર્વપક્ષ- વ્રતસંસ્કાર તેમનામાં પણ છે.
ઉત્તરપક્ષ- કેટલાક શૂદ્ર વગેરેમાં પણ વ્રતસંસ્કાર છે. તો તેઓ પણ ઉત્તમ બ્રાહ્મણ તરીકે કેમ ઇચ્છાતા નથી? (૯) તપથી પણ બ્રાહ્મણપણું યુક્ત છે. કેમકે તપ પૂજ્ય છે. પણ એ પ્રમાણે તો તપથી યુક્ત શૂદ્ર વગેરે પણ બ્રાહ્મણ થાય. વળી બીજુંહે પિતાજી! યુધિષ્ઠિર વડે બ્રાહ્મણલક્ષણને પૂછાયેલા ભગવાન વિષ્ણુ પણ કહે છે કે-“જે બ્રાહ્મણો ખેતી, વેપાર, ગૌરક્ષા, રાજસેવા અને ચિકિત્સાને સ્વીકારે છે, તે યુધિષ્ઠિર! તે બ્રાહ્મણો નથી.” (૧) “માચ્છીમાર એક વર્ષમાં જેટલું પાપ કરે છે તેટલું પાપ એકવાર ખેડવામાં પણ ખેડૂત એક દિવસમાં પામે છે.” (૨) હે યુધિષ્ઠિર! પહેલાં આ બધું એક વર્ણવાળું હતું. ક્રિયાકર્મના વિભાગથી ચાર વર્ણની વ્યવસ્થા થઈ. (૩) દાન-શીલ-તપબ્રહ્મચર્ય-ક્ષમા-જ્ઞાન વગેરે સર્વગુણો જેમાં સમાન છે તે બ્રાહ્મણ કહેવાય છે. (૪) જેવી રીતે શિલ્પથી શિલ્પી કહેવાય છે તે રીતે બ્રહ્મચર્યથી બ્રાહ્મણ કહેવાય છે. અન્યથા ઇંદ્રગોપક કીડાની જેમ બ્રાહ્મણ નામ માત્ર થાય. (૧) સત્ય બ્રહ્મચર્ય છે, તપ બ્રહ્મચર્ય છે,
૧. સ્ત્રીના સીમંત વખતે તેના સેંથામાં કંકુ વગેરે પૂરે છે તે સંસ્કારને સીમંતોન્નયન કહે છે. ૨. તરતના જન્મેલા બચ્ચાંને તેની નાળ વધેર્યા પહેલાં સોનાને ચમચે જીભ ઉપર ઘી ચોપડવું તેને જાતકર્મ કહે છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૬-રાત્રિ ભોજનમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[રવિગુપ્તની કથા ઇંદ્રિયનિગ્રહ બ્રહ્મચર્ય છે, સર્વજીવો ઉપર દયા બ્રહ્મચર્ય છે. આ બ્રાહ્મણનું લક્ષણ છે. (૨) શીલસંપન્ન ગુણવાન શૂદ્ર પણ બ્રાહ્મણ કહેવાય છે. ક્રિયાભ્રષ્ટ બ્રાહ્મણ પણ શૂદ્રથી હલકો થાય. (૩) હે યુધિષ્ઠિર! જો શૂદ્ર પણ પાંચ ઇંદ્રિયોના ઘોર બલને પાર પામી ગયો છે તો તેને અગણ્ય દાન આપવું જોઇએ. (૪) માટે જાતિ (કલ્યાણનું) કારણ નથી કિંતુ ગુણો કલ્યાણ કરનારા છે. વળી જે શૂદ્ર સર્તનમાં રહેલો છે તેને જ બ્રાહ્મણ કહે છે. (૫) વળી બીજું– હે પિતાજી! અનર્થના હેતુ શૂદ્રના દાનો મારે કેટલા ગ્રહણ કરવાં? કહ્યું છે કે ‘અંગોપાંગ સહિત અને લક્ષણોસહિત ચાર વેદો ભણીને શૂદ્ર પાસેથી દાનનો સ્વીકાર કરીને બ્રાહ્મણ ગધેડો થાય, અર્થાત્ આટલું ભણનાર પણ બ્રાહ્મણ જો શૂદ્રનું દાન લે તો ગધેડો થાય.' (૧) “બાર જન્મ સુધી ગધેડો થાય, સાઇઠ જન્મ સુધી ભુંડ થાય, સિત્તેર જન્મ સુધી શ્વાન થાય, એમ મનુએ કહ્યું છે.''
હે પિતાજી! તેથી સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરો. આગ્રહને છોડો. જાતિ આદિ મદસ્થાનોનો ત્યાગ કરો. મધ્યસ્થતાનું આલંબન લો. ક્ષુદ્રલોકથી આચરાયેલા ગુણદ્વેષનો ત્યાગ કરો. સંસારની અસારતાને વિચારો. ધન, યૌવન અને આયુષ્યની અસ્થિરતાને જુઓ. ભોગવેલા ભોગોના અંતને (=પરિણામને) વિચારો. ગૃહવાસમાં થનારી દુઃસ્થિતિને સ્વયમેવ વિચારો. મુનિઓના વિશ્વવંદનીયતા વગેરે સુખોને પ્રત્યક્ષથી પણ જુઓ. ઇત્યાદિ પુત્રના સાક્યોથી જેવી રીતે મંત્રોથી મહાવિષ નાશ પામે તેમ તે મધુ બ્રાહ્મણનું પણ પાપ નાશ પામ્યું. તેથી એણે પુત્રને કહ્યું: હે વત્સ! જો આ પ્રમાણે બાલક તું દીક્ષિત થઇ ગયે છતે અમારા ગૃહસ્થપણાનો ચાં ઉપયોગ કરાય? અર્થાત્ ગૃહસ્થપણાનું અમારે શું કામ છે? પછી પુત્રે પણ સંવેગ અને દમનને જણાવનારું કહ્યું કે તો પિતાને વિશેષથી આ કરવું યોગ્ય છે. પછી દીક્ષા લેવાનો નિર્ણય કરીને અને કેવલીની પાસે દીક્ષા લઇને વિધિથી દીક્ષા પાળીને બંને ય દેવસંપત્તિને પામ્યા. [૧૬૫] આ પ્રમાણે રવિગુપ્તનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે છ વ્રતોના પાલનનો ઉપદેશ આપીને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે–
अलमेत्थ पसंगेणं, रक्खेज्ज महव्वयाइं जत्तेण ।
अइदुहसमज्जियाई, रयणाई दरिद्दपुरिसोव्व ॥ १६६॥
વ્રતના ઉપદેશમાં વિસ્તારથી સર્યું. સંક્ષેપથી જ ઉપદેશ આપવામાં આવે છે કે જેવી રીતે દરિદ્રપુરુષે અતિશય કષ્ટથી મેળવેલા રત્નોનું રક્ષણ કર્યું તેવી રીતે તું મહાવ્રતોનું યત્નથી રક્ષણ કર.
પ્રશ્ન- આ દરિદ્ર પુરુષ કોણ છે? તેણે કેવી રીતે રત્નોનું રક્ષણ કર્યું? ઉત્તર– તે કહેવાય છે—
Page #392
--------------------------------------------------------------------------
________________
મહાવ્રતોના રક્ષણમાં]
ઉપદેશમલા (પુષ્પમાલા) [દરિદ્રપુરુષની કથા-૩૭૭
દરિદ્ર પુરુષનું કથાનક કૌશાંબી નગરીમાં રહેનાર કોઈ પુરુષ બુદ્ધિ વગેરેથી નિપુણ હોવા છતાં અને (ધન મેળવવાનો) વ્યવસાય કરતો હોવા છતાં જન્મથી જ દરિદ્ર હતો. ધનવાનો કે બીજા સઘળા રાજલોકો તેનો અતિશય પરાભવ કરતા હતા. તે પેટ પણ પૂરવા માટે સમર્થ થતો નથી. તેનો સઘળોય વ્યવસાય નિષ્ફલ થાય છે કે અનર્થફલવાળો થાય છે. તેના સારા કામને કોઇ ગણતું નથી અને વિપરીત ગ્રહણ કરે છે. દીન વચન બોલે છે. પરાધીનપણે આચરણ કરે છે. ધનવાનોના ઘરમાં હલકાં કામ કરે છે. તો પણ તેને ખાવાનું પણ મળતું નથી. દીનમુખવાળો ભમે છે. સઘળી દિશાઓને શૂન્ય જુએ છે. માનવાળા લોકને જોઈને પોતાની નિંદા કરે છે. કંટાળેલો તે ઝેર આદિથી પોતાના મરણનો પણ વિચાર કરે છે. નરકથી પણ અધિક દરિદ્રતાના દુઃખને એ સહન કરે છે. હવે એકવાર ભમતો તે કોઈપણ રીતે વિદ્યામઠમાં ગયો. ત્યાં નીતિશાસ્ત્રમાં આ અર્થનું વ્યાખ્યાન થઈ રહ્યું છે– જાતિ, રૂપ અને વિદ્યા એ ત્રણેય ગુફારૂપ બખોલમાં પડો. એક ધન જ વૃદ્ધિ પામો, કે જેથી ગુણો પ્રગટ થાય. દારિયરૂપ મહા અંધકારથી ઢંકાયેલા પુરુષરૂપ રત્નો અન્ય ગુણોથી પૂર્ણ હોવા છતાં વૈભવરૂપ ઉદ્યોત વિના જણાતા નથી. લોક ધનવાનોનું ખોટું પણ સ્વજનપણું બતાવે છે, અને ધનરહિત સાચા પણ ભાઇથી લજ્જા પામે છે. જેની વિદ્યમાનતાથી અવિદ્યમાન પણ ગુણસમૂહો હોય છે અને જેના જવાથી વિદ્યમાન પણ સઘળા ગુણસમૂહો સાથે જતા રહે છે તે લક્ષ્મી જય પામો. સઘળા મનોરથોને પૂરવામાં સમર્થ અને સકલલોકમાં સાધારણ એવું ધન જેમને સ્વાધીન છે તેઓ જ જીવલોકમાં જીવે છે. દીનમનવાળો જે સર્વ દિશામંડલોને શૂન્ય જુએ છે, વૈભવરહિત દરિદ્ર છે, તે તે કાર્યોમાં કેવી રીતે જીવે? પુણ્યહીનોને ધન દુર્લભ છે. ધનહીનોને સન્માન દુર્લભ છે. સન્માનહીન મનુષ્યોને ક્ષણવાર પણ સુખ દુર્લભ છે. ધનરૂપ પ્રાણોથી મૂકાયેલા દારિયરૂપ મૃતકનો ધનવાનો અમંગલના ભયથી સ્પર્શ કરતા નથી, દૂરથી જ ત્યાગ કરે છે. તેથી પ્રયત્ન કરીને ધન મેળવો કે જેથી સકલલોકમાં અવિદ્યમાન પણ નિપુણતા વગેરે ગુણસમૂહને પામો. દરિદ્રપુરુષ એકાગ્રચિત્તથી આ બધું સાંભળીને કહે છે કે હું પણ જાત અનુભવથી પણ આ જાણું છું. પણ પ્રસન્ન થઈને તે કંઈ પણ કહો કે જેનાથી હું અધિક ધન મેળવું. હવે ઉપાધ્યાયે કહ્યું કે આ પણ શાસ્ત્રમાં કહેવાય છે. તે આ પ્રમાણેશેરડીનું ખેતર, સમુદ્રનું સેવન, યોનિપોષણ ( પશુ પાલન) અને રાજાઓની મહેરબાની ક્ષણવારમાં દારિદ્રયને હણે છે. જે મનુષ્ય જે વસ્તુને ઇચ્છે છે તે મનુષ્ય જો ઉપાયથી તે વસ્તુને મેળવવામાં પ્રવૃત્તિ કરે અને જ્યાં સુધી તે વસ્તુ ન મળે ત્યાં સુધી ક્ષણવાર પણ કંટાળે નહિ તો તે વસ્તુને મેળવે છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૮-મહાવ્રતોના રક્ષણમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દરિદ્રપુરુષની કથા આ પ્રમાણે સાંભળ્યા પછી શેષ વ્યવસાયો અશક્ય છે એમ જાણીને, મોટાઓની ચરણસેવા નિષ્ફલ ન થાય એમ જાણીને, જગતમાં સમુદ્ર મહાન છે એમ જાણીને, તેણે સમુદ્રની સેવા શરૂ કરી. ત્રિકાળે સમુદ્રમાં પુષ્પ અને જલ નાખે છે. વિનયથી સમુદ્રને નમે છે. ભરતી ચઢતી હોય ત્યારે દોડે છે અને ભરતી પાછી હટતી હોય ત્યારે પાછો ફરે છે. કિનારાના ગામમાં ભિક્ષા માટે ભમીને આ પ્રમાણે નિત્ય જ કરે છે. આ પ્રમાણે ઘણા કાળ સુધી તેણે દુઃખસહન કર્યું. ત્યારે કોઈપણ રીતે લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવ તેના વિનયગુણથી આકર્ષાયો. તેથી પ્રસન્ન થઈને દરેકનું એકલાખ મૂલ્ય થાય તેવા પાંચ રત્નો આપે છે. તેણે વિનયથી રત્નો લઈને આ પ્રમાણે વિચાર્યું- (રપ) મેં આ રત્નો ઘણા કાળે દુઃખથી મેળવ્યાં છે. માટે મોટા ઉપાયથી સ્વદેશમાં લઈ જવા એ યોગ્ય છે. આમ વિચારીને તેણે ત્યાં અતિશય ગુણ પ્રદેશમાં એ પાંચ રત્નો દાટી દીધાં. રત્ન જેવાં પથ્થરના પાંચ ટુકડા લઈને કોસાંબી નગરીના માર્ગે ચાલ્યો. રસ્તામાં જ્યાં જ્યાં ચોરપલ્લી આવે ત્યાં ત્યાં ચોરપલ્લીની નજીક “મારા પાંચ રત્નોને જુઓ” એમ ઘોષણા કરતો જાય છે. તેથી ચોરો દોડીને જુએ છે તો પથ્થર છે. ચોક્કસ આ કોઈ ગાંડો છે એમ કહીને તેને છોડી દે છે. આ પ્રમાણે કોસાંબી અને સમુદ્રની વચ્ચે ત્રણવાર ગમનાગમન કર્યું. તેથી “મારા પાંચ રત્નો જુઓ” એમ પોકારતો હોવા છતાં બધા સ્થળે આ ગાંડો છે એમ સમજીને ચોરો એને ગણતા નથી. આ ગાંડો છે એવો નિશ્ચય કરીને બધા પોતાના સ્થાનથી પણ ઊભા થતા નથી. પછી ચોથી વખત રત્નોને પોતાની જંઘામાં છુપાવીને નગરીના તે જ માર્ગથી ચાલ્યો. સેવાળ આદિથી ડહોળું પણ પાણી માર્ગની નજીકમાં જ પીવે છે. અસાર પણ નજીકમાં રહેલા કંદ-ફળ વગેરેને એકઠા કરીને ખાય છે. નહિ જોયેલા ચોર આદિના ભયથી દૂર બહુ સાવધાનીપૂર્વક જાય છે. એ પ્રમાણે શયન વગેરે પણ કષ્ટપ્રદ હોવા છતાં નજીકમાં કરે છે. આ પ્રમાણે તે યત્નથી રત્નોની રક્ષા કરીને દુઃખપૂર્વક નગરીમાં આવ્યો, અને વિષયસુખોનો ભાગી બન્યો. એ પ્રમાણે મુનિ પણ પાંચ મહાવ્રતરૂપ રત્નોને સુગુરુરૂપ સમુદ્ર પાસેથી મેળવીને રક્ષા કરીને જ્ઞાનાદિ માર્ગથી લઈ જાય. એષણીય અને પ્રાંત (=નિરસ) અશન આદિ તેના ઉપકારી છે અને તેની નજીક રહેલા છે (એમ જાણવું). એષણીય અને પ્રાંત અશનાદિનું ભોજન કરતો તે મોક્ષને પ્રાપ્ત કરે છે અને અનંતસુખનો ભાગી થાય છે. વિદ્વાનોએ ઇત્યાદિ બીજો પણ ઉપનય કરવો. [૧૬૬]
આ પ્રમાણે દરિદ્રપુરુષનું કથાનક પૂર્ણ થયું. અહીં ઉપદેશમાલાનો પહેલો ભાગ પૂર્ણ થયો.
De/bbs/
Page #394
--------------------------------------------------------------------------
_