________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૫ પછી વિમલબોધના વિશ્વગુણ નામના બીજા ભાઈએ પૂછ્યું: હે પ્રભુ! આ પ્રમાણે દુષ્કર્મ કરનારા આ દુષ્ટજીવોનું પોતાનું કયું સાધ્ય સિદ્ધ થાય છે? સમયરાજે કહ્યું. પાપોદયરૂપ સેનાધિપતિની આજ્ઞાના પાલન સિવાય બીજી કોઈ એમના સ્વકાર્યની સિદ્ધિ થતી નથી. આવી આજ્ઞા આપવામાં પાપોદયરૂપ સેનાધિપતિનું પણ શું સિદ્ધ થાય છે? એમ પૂછતા હો તો એનો ઉત્તર કહેવાય છે- પોતાના સ્વામી મોહરૂપ મહાચોરની ચઢતી (=ઉન્નતિ) થાય છે. પછી વિશ્વગુણે કહ્યું હા જાણ્યું, અહીં તે મોહરૂપ મહાચોર જ પરંપરાએ સર્વ અનર્થોનું કારણ છે. તેથી તે સ્વામી! તેને જોવા માટે જ આગળ જવા વડે કૃપા કરો.
ક્રોધરૂપ દાવાનલનું વર્ણન તેથી સમયરાજે કેટલુંક દૂર જઈને જોવા યોગ્યની પાસે જઈને કહ્યું: હે વત્સ! આ વનમાં આગળ જે પ્રજ્વલતા તેજને તમે જુઓ છો. તે ક્રોધ નામનો વનનો અપૂર્વ દાવાનલ જાણવો. તે આ પ્રમાણે- આ દાવાનલ પોતાના સાંનિધ્ય માત્રથી જ પાણી વગેરેથી ઉપશાંત ન કરી શકાય તેવો મહાસંતાપ ઉત્પન્ન કરે છે. પછી અવસર મેળવીને જીવોની વિવેકરૂપી ચક્ષુઓને મુંઝવે છે. ઘણા કાળ સુધી વૃદ્ધિ પામેલા પણ સુચારિત્રરૂપ વનોને પલકારા માત્રથી જ ભસ્મીભૂત કરે છે. મહાકુળની પરંપરાને મૂળસહિત નાશ કરે છે. ચંદ્ર જેવા ઉજ્વલ પણ યશને પોતાની ધૂમશિખાઓથી મલિન કરે છે. અપકીર્તિને ફેલાવે છે. શિષ્ટજનોને શોક કરવા યોગ્ય બને તેવી સ્થિતિને પમાડે છે. ઉન્માદને ઉત્પન્ન કરે છે. કજિયાઓને વધારે છે. પ્રાણોને હરે છે. અનેકભવો સુધી રહે તેવા વૈર પ્રસંગોને પ્રવર્તાવે છે. ઉન્માર્ગે લઈ જાય છે. સુગતિના માર્ગને રોકે છે. નરકરૂપી અંધારા કૂવામાં પાડે છે. વધારે કહેવાથી શું? આ ક્રોધ દાવાનાલ વધ, બંધન, શરીર છેદન-ભેદન, કુટ્ટન, પાલન, ચાબુક અને અંકુશથી બીજાઓ દ્વારા તાડન, સુધા, તૃષા, પવન, ઠંડી, દારિદ્ય, ઉદ્વેગ, દૌર્ભાગ્ય, મહાવ્યાધિ, પરાભવ, ઈર્ષ્યા, વિષાદ, માત્સર્ય અને ગભરામણથી પીડા પામેલા, ક્રોધરૂપ અગ્નિથી જેમનું સારભૂત બળી ગયું છે તેવા, વ્યાકુલ બનેલા, રક્ષણથી રહિત જીવોને નરક વગેરેમાં અનંતકાલ સુધી ભમાડે છે. તેથી હે મહાનુભાવો! યથોક્ત દોષોથી ભય પામેલા તમારે એમની નજીકમાં પણ ન જવું. હવે જો કંઈક પ્રજ્વલિત થતો તે વચ્ચે ક્યારેક આવી જાય તો મારા આપેલા ઉપશમરૂપ જલથી તેવી રીતે ઉપશાંત કરવો કે જેથી ક્યાંય માર્ગમાં પ્રતિબંધક ન બને.
માનગિરિ મહાપર્વતનું વર્ણન વળી– જે આ આગળ માનગિરિ નામનો મહાપર્વત દેખાય છે તેનો પણ હિતૈષીઓએ દૂરથી સદા ત્યાગ કરવો જોઇએ. કારણ કે જે બિચારા જીવો સમ્યજ્ઞાનથી રહિત હોવાના કારણે આ પર્વત ઉપર ચઢે છે તે જીવો તત્પણથી જ જાણે મહાવજ શિલાઓના ઉ. ૯ ઉ. ૧