________________
૧૧૪- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા હે મહાનુભાવો! બીજી તરફ નિરંતર અનેક સ્થાનોમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ નામનાં ઘણાં ઊંચા-નીચાં વૃક્ષો દેખાઈ રહ્યા છે, એમના પણ મૂળિયાં પહેલાં ફક્ત તત્કાલ જીવોને મસ્ત કરે છે, કંદો આનંદ પમાડે છે, સ્કંધો પ્રસન્ન કરે છે, શાખાઓ સુખ આપે છે, કુંપળો ખુશ કરે છે, પત્રો હર્ષ પમાડે છે, પુષ્પો આલ્હાદ ઉત્પન્ન કરે છે, અતિમુગ્ધ જીવોને છાલ સ્વાદ આપે છે, ફલો અમૃત જેવા લાગે છે, છાયા પરમ આશ્વાસન આપે છે, બહુ કહેવાથી શું? જ્ઞાનદ્વારા સમાધિમાં રહેનારા જીવો સર્વ જીવલોકને સારભૂત સુખને જ કરનારા (=સારભૂત સુખની મિથ્થાબુદ્ધિ કરનારા) આ વૃક્ષોનું ચિંતન પણ કરતા નથી. વળી મૂલ સહિત સ્કંધાદિ સ્વરૂપવાળા આ જ વૃક્ષો પરિણામે કાલકૂટ ઝેરથી પણ અધિક અનર્થો કરે છે, કાળાસર્પના તરત મૂકેલા ગરલથી અધિક અનર્થ કરે છે, મહા પેટપીડાને કરે છે, મહાદાહ આપે છે, કોઢરોગોને પ્રગટ કરે છે, પ્રમેહ રોગોને ફેલાવે છે, તાવને ઉત્પન્ન કરે છે, ઉધરસના રોગોને પ્રકાશિત કરે છે, શ્વાસરોગને બતાડે છે, બહુ કહેવાથી શું? ત્રણે લોકમાં જીવોને
જ્યાં જે દુઃખ દેખાય છે, તે દુઃખરૂપ ફલ આ વૃક્ષના મૂળના ઉપભોગને છોડીને બીજા કોઇનું નથી. પછી વિમલબોધના શમજલધિ નામના નાના ભાઈએ કહ્યું: હે સ્વામી! આપની કૃપાથી આ જાણ્યું. પણ બીજી તરફ આ પાંચ મનુષ્યો કોણ છે? એ પાંચ મનુષ્યો બુમ પાડતા દેખાય છે. તે આ પ્રમાણે- હે મુસાફરો! આ વૃક્ષોને ત્રણ ભુવનના સમસ્ત સુખોના સારભૂત ભંડાર માનો. આ વૃક્ષના કોમળ કુંપળરૂપ શયાના સ્પર્શથી સ્વશરીરનું લાલન કરો, આ વૃક્ષોના રસવાળા મૂળ-ફલ-છાલ વગેરેના સ્વાદથી સ્વરસનાના નિર્માણને સફલ કરો, આ વૃક્ષોના સુગંધી પુષ્પોના સમૂહમાંથી ઉછળતી ઘણી સુગંધથી સુગંધી બનેલા દ્રવ્યોને નાકના છિદ્રોમાં (નસ્કોરાઓમાં) પૂરીને નાકના છિદ્રોને કૃતાર્થ કરો, આ વૃક્ષોની ઊંચાઈ, વિસ્તાર અને આકૃતિ વગેરેનું સૌદર્ય જોઈને પોતાના નેત્રરૂપ કમળોને ખુશ કરો. આ વૃક્ષો ઉપર રહેલા પોપટ, મેના, કોયલ વગેરે પક્ષીઓના સાંભળવા યોગ્ય શબ્દોના શ્રવણથી પોતાના કર્ણોને તૃપ્ત કરો, આ વૃક્ષોની દૂર સુધી ફેલાયેલી વિશાળ શીતલ છાયામાં કોઈ જાતના ભય વિના આરામ કરો, વધારે કહેવાથી શું? આ વૃક્ષોના ઉપભોગ વડે જીવલોકમાં જન્મના ઉત્કૃષ્ટ ફળને મેળવો. આ પ્રમાણે પોકાર કરતા અને આ વનમાં પ્રવેશેલા લોકને આદરસહિત આકર્ષીને આ વૃક્ષોની તરફ લઈ જતા જે આ પાંચ લોકો દેખાય છે તે કોણ છે? આ પ્રમાણે સમજલધિવડે પૂછાયેલા સમયરાજે કહ્યું: હે વત્સ! અહીં આ અતિ રહસ્ય છે કે એમનું વચન ક્યારેય ન સાંભળવું. કારણ કે અતિશય ધીઢા, પાપી, સ્પર્શન-રસન-ધ્રાણનેત્ર-શ્રોત્ર નામના આ મોટા ચોરો પોતે શત્રુ હોવા છતાં મિત્ર જેવા બતાવીને પ્રસ્તુત વૃક્ષોના ઉપભોગમાં પ્રવર્તાવીને સર્વલોકને તાણી જનાર મહાસંકટરૂપ સમુદ્રમાં પાડે છે. ૧. પ્રતીતિ પ્રદા:=ખેંચી જનાર, તાણી જનાર.