________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શ્રવણનો વિધિ-૭૫ તું મને આ વિદ્યા આપે તો હું તને એ અક્ષર મેળવીને કહ્યું. વિદ્યાધરે તેમ સ્વીકાર્યું. અભયકુમારે પદાનુસારી લબ્ધિથી તે અક્ષર મેળવીને તેને કહ્યો. ખુશ થયેલો તે વિદ્યાધર અભયકુમારને વિદ્યા આપીને આકાશમાં ઉડી ગયો. જેમ આ પ્રમાણે એક અક્ષરની ન્યૂનતાથી વિદ્યાથી સાધી શકાય તેવું કાર્ય ન થયું, તેમ અહીં પણ અક્ષર વગેરેની ન્યૂનતામાં અર્થનો ભેદ થાય. અર્થના ભેદથી ક્રિયાનો નાશ થાય. ક્રિયાનો નાશ થતાં ચારિત્રમાં વિસંવાદ ઉત્પન્ન થાય. ચારિત્રના વિસંવાદમાં મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ થતાં દીક્ષા વ્યર્થ બને.
અર્થસંબંધી વિધિને કહે છે– સૂત્રનો અર્થ સાંભળવાનો હોય ત્યારે માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે. માર્જન=ભૂમિની શુદ્ધિ કરવી, અર્થાત્ જ્યાં વાચના લેવાની હોય ત્યાં કાજો લેવો. નિષદ્યાગુરુનું આસન પાથરવું. અક્ષ સ્થાપનાચાર્યજી પધરાવવા. આદિ શબ્દથી વંદન કરવું વગેરે વિધિ સમજવો. [૨૨]
હવે શ્રવણનો જ વિધિ કહે છેनिद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेयव्वं ॥ २३॥
ગાથાર્થ– નિદ્રા-વિકથાનો ત્યાગ કરી, (મુહિં ) વાચના શ્રવણ સિવાયની સઘળી પ્રવૃત્તિનો ત્યાગ કરી, અંજલિ જોડી, ગુરુપ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક વાચના સાંભળવામાં એકાગ્ર બનીને વાચના સાંભળવી જોઇએ. [૨૩]
ફરી પણ કેવા બનીને વાચના સાંભળવી જોઇએ તે કહે છેअभिकंखंतेहिं सुहासियाई वयणाई अत्थसाराई । विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥ २४॥
ગાથાર્થ– ગુરુના પરલોકમાં અનુકૂળ( હિતકર) અર્થાવાળા સુભાષિત વચનોને સાંભળવાની ઇચ્છાવાળા, વિસ્મિત મુખવાળા, સુંદર અર્થોની પ્રાપ્તિથી થયેલા હર્ષવાળા, હર્ષના આગમનથી બીજાઓને સંવેગ કરવા વડે હર્ષ ઉત્પન્ન કરનારા બનીને વાચના સાંભળવી જોઇએ. [૨૪]
આ પ્રમાણે સાંભળનારાઓથી ગુરુને અતિશય સંતોષ થાય છે. ગુરુને સંતોષ થવાથી શું થાય છે તે કહે છે
गुरुपरिओसगएणं, गुरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं, खिप्पं पारं समुवयंति ॥ २५॥
ગાથાર્થ- ગુરુને થયેલા સંતોષથી, ગુરુસેવાથી, આસનપ્રદાન આદિ વિનયથી ઇચ્છિત સૂત્ર અને અર્થનો પાર જલદી પામે છે. [૨૫].