________________
૬. મનુષ્યભવની દુર્લભતા] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધર્મની દુર્લભતા પ્રયોજન- પ્રકરણકારનું પ્રયોજન અને શ્રોતાનું પ્રયોજન એમ બે પ્રકારનું પ્રયોજન વિચારવું. તથા તે પ્રત્યેકના અનંતર અને પરંપર એમ બે ભેદ વિચારવા. તેમાં જીવો ઉપર ઉપકાર કરવો એ પ્રકરણકારનું અનંતર પ્રયોજન છે. દાનાદિધર્મનું જ્ઞાન એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે. પરંપર પ્રયોજન તો બન્નેનું મોક્ષપ્રાપ્તિ જ છે. પ્રયોજન સૂત્રમાં સાક્ષાત્ ન કહ્યું હોવા છતાં સુપ્રસિદ્ધ હોવાથી જણાય જ છે. પ્રસ્તુતશાસ્ત્ર ધર્મોપદેશને કહેનારું છે. ધર્મોપદેશોથી યથોક્ત પ્રયોજનની સિદ્ધિ થાય છે એમ બાલ જીવોમાં જાણીતું છે.
સંબંધ- પ્રસ્તુત શાસ્ત્ર ઉપાય છે અને યથોક્ત પ્રયોજન ઉ૫ય છે. આ પ્રમાણે ઉપાયોપેય રૂપ સંબંધ પણ જણાય જ છે.
(આ ગ્રંથનું આ ફળ છે એવો જે યોગ (ગ્રંથનો ફલની સાથે સંબંધ) તે સંબંધ કહેવાય છે. પ્રસ્તુતમાં “ઉપાયોપેય” સંબંધ છે. ઉપય એટલે ફળ, ફળ, સાધ્ય, પ્રયોજન એ બધાનો એક જ અર્થ છે. ઉપેય જેનાથી સિદ્ધ થાય તે ઉપાય. ઉપાય, સાધન, હેતુ એ બધાનો એક જ અર્થ છે. પ્રસ્તુતમાં પૂર્વે જે ફળ= પ્રયોજન(=ઉપય) જણાવ્યું છે તેનો આ ગ્રંથ ઉપાય(=સાધન) છે. આમ ગ્રંથોનો ફળની સાથે સંબંધ ઉપાયોપેય સંબંધ છે. આને સાધ્યસાધન સંબંધ પણ કહેવામાં આવે છે.)
મંગલ- મંગલ તો ભુવનગુરુને નમસ્કાર કરવાથી પહેલી ગાથામાં જ જણાવ્યું છે.
આ પ્રમાણે સર્વશાસ્ત્રકારોની પ્રવૃત્તિ આશ્રય કરેલી થાય છે, અર્થાત્ અનુસરેલી થાય છે. કહ્યું છે કે-“શાસ્ત્રમાં શિષ્યની પ્રવૃત્તિ થાય એ માટે અને શાસ્ત્ર નિર્વિદન પૂર્ણ થાય એ માટે શાસ્ત્રમાં (= શાસ્ત્રના પ્રારંભમાં) સંબંધ, અભિધેય, પ્રયોજન અને મંગલનું ચિંતન કરવું જોઈએ, અર્થાત્ ઉલ્લેખ કરવો જોઈએ.” [૨]
અહીં કોઈ કહે છે- અહીં આપને ધર્મના ઉપદેશો આપવાનું ઇષ્ટ છે. તેમાં ધર્મ ભોગોમાં વિદન કરનારો હોવાથી અમારે પ્રારંભમાં જ ધર્મનું જ કંઈ કામ નથી, તો પછી તેના ઉપદેશોથી શું ? તેથી (હમણાં તો) જેવા ભોગો પ્રાપ્ત થયા છે તેવા ભોગોને જ ભોગવીએ, ધર્મ તો આગળના ભાવમાં પણ કરીશું. મનુષ્યપણું અને જિનધર્મ દરેક ભવમાં મળશે આવી આશંકા કરીને મનુષ્યજન્મ અને જિનધર્મ અતિદુર્લભ છે એમ ગ્રંથકાર કહે છે
रयणायरपब्भटुं रयणं, व सुदुल्लहं मणुयजम्मं । तत्थवि रोरस्स निहिव्व दुल्लहो होइ जिणधम्मो ॥ ३ ॥
૧. પ્રયોજન એટલે હેતુ. જે હેતુથી ગ્રંથ રચવામાં આવે અથવા ગ્રંથની રચનાનું જે ફળ હોય તેને ગ્રંથકારનું
પ્રયોજન કહેવામાં આવે છે. શ્રોતા જે હેતુથી ગ્રંથ સાંભળે અથવા ગ્રંથશ્રવણનું જે ફળ હોય તેને શ્રોતાનું પ્રયોજન કહેવામાં આવે છે.