________________
૧૮૮- શીલધર્મ)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા કરીને સોપારક નગરમાં ગઈ. ત્યાં પતિને જુએ છે. હર્ષ પામેલા ધર્મ ઋદ્ધિસુંદરીને પૂછ્યું: હે સુંદરી! તું અહીં કયાંથી? તેણે તેને ભોગપ્રાર્થના વગેરે પોતાનો વૃત્તાંત કહ્યો. ધર્મે પણ પોતાનો વૃત્તાંત તેને કહ્યોઃ હું તેના વડે સમુદ્રમાં ફેંકાયો છતાં ન મર્યો અને પાટિયાથી અહીં આવ્યો. આ પ્રમાણે પરસ્પર કહીને ત્યાં પણ ભવથી વિરક્ત બનીને રહે છે.
પછી જેણે ધર્મને સમુદ્રમાં નાંખી દીધો હતો તે વણિક પાટિયાને વળગીને ભાગ્યની પરિણતિથી ત્યાં જ આવ્યો. માછલાનો આહાર આદિના કારણે તેના શરીરમાં કોઢ રોગ થયો. પછી ઋદ્ધિસુંદરીએ તેને જોયો અને પોતાના પતિને વાત કરી. ધર્મ ઋદ્ધિસુંદરીને કહ્યું: આ આપણો ઉપકારી છે. કારણ કે તે આપણને પોતાના વહાણમાં બેસાડીને લઈ આવ્યો. સજ્જનો એકપણ ઉપકારને ભૂલતા નથી. સજ્જન એક ઉપકારથી ખુશ થાય છે અને સો અપકારોને ભૂલી જાય છે. પોતાના શરીરમાં પણ દિવસે દિવસે પ્રિય કરવાને માટે સમર્થ નથી. ઉપકાર ઉપર જે ઉપકાર કરાય તે લોકવ્યવહાર છે. સમાન સ્થિતિવાળા (=ઉપકાર ન કરનાર) ઉપર કે શત્રુ (=અપકાર કરનાર) ઉપર જે ઉપકાર કરાય તે (સાચો) ઉપકાર છે. ધર્મ આમ કહ્યું એટલે ઋદ્ધિસુંદરીએ પણ કહ્યું આ વાત બરોબર છે. પછી તે વણિકને પોતાના ઘરે લઈ આવ્યા. ઉપચારની ક્રિયાથી ઉપચારો કર્યા. તે સાજો થઈ ગયો. તેણે વિનયથી ધર્મને કહ્યું: ઋદ્ધિસુંદરી જીવનપર્યત મારી પરમ બહેન છે. હવેથી જે કરવાનું હોય તેની આજ્ઞા કરો. તેથી તે બેએ કહ્યું: જિનધર્મને સ્વીકાર. પરસ્ત્રીનો નિયમ લે. તેણે પણ તે પ્રમાણે સ્વીકાર્યું. પછી ધન મેળવીને તેઓ પોતાના સ્થાનોમાં ગયા. પછી અવસરે ઋદ્ધિસુંદરીએ પણ દીક્ષાનો સ્વીકાર કર્યો.
બુદ્ધિસુંદરી નામની મંત્રીપુત્રી જે કહી, તે ગવાક્ષમાં બેઠી હતી ત્યારે તેને નગરનો રાજા જુએ છે. તેથી તેના રૂપ વગેરે ગુણોથી આકર્ષાયેલો તે દૂતીને તેની પાસે મોકલે છે. જિનવચનથી ભાવિત મનવાળી તે કોઇપણ રીતે પરપુરુષને ઇચ્છતી નથી. તેથી કપટથી
મારા શત્રુઓના ઘરોમાં તારો દાનગ્રહણ વગેરે વ્યવહાર છે” વગેરે ખોટા દોષને ઉત્પન્ન કરીને આસક્ત રાજાએ કુટુંબ સહિત તેના પિતાને કેદમાં પૂર્યો. દિવ્યક્રિયાથી મંત્રી શુદ્ધ સિદ્ધ થયો. તેથી રાજાએ કહ્યું: હે મંત્રી! જો કે તું શુદ્ધ છે તો પણ હમણાં તને હું છોડતો નથી. કારણ કે આ કરતાં અમારા વડે તું અપરાધી કરાયો છે. તેથી કંઈ પણ કરજ (=દેવું) મૂક ( આ૫). તેથી સરળ ભાવવાળા મંત્રીએ કહ્યું: દેવ જે આજ્ઞા કરે તે કરજ પણ હું અહીં મૂકું. તેથી રાજાએ બુદ્ધિસુંદરી માંગી. મંત્રીએ પણ બુદ્ધિસુંદરીને મૂકી. તેને એકાંતમાં રાખીને રાજાએ આગ્રહથી ભોગની પ્રાર્થના કરી. (૫૦) તેણે કહ્યું: હે રાજન્! આ ઉત્તમ પુરુષોને માટે યોગ્ય નથી. જો ઉત્તમ પુરુષો પણ આ પ્રમાણે કરે તો જગત ખરાબ હાલતવાળું થયું. પરધનહરણ, પરસ્ત્રીસંગમ અને અસત્યભાષણ આ ત્રણ શ્રુતિઓમાં અને લોકમાં