________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૯ કાલપરિણતિથી યુક્ત કર્મપરિણામ પિતા છે. તેથી બધા જીવો બંધુ કેમ ન થાય ? અર્થાત્ થાય. તે જ બધા ય અનંતજીવો આ સંસારમાં રહે છે. બધા એક સર્પથી ડંસ મરાયા છે. તેની વિગત તમે સાંભળો.
આ સર્પ આઠ મદDાનરૂપ ફણાવાળો છે. દઢ સ્વરૂપવાળી કુવાસના રૂપ કૃષ્ણ દેહવાળો છે. લેશ્યારૂપ હાલતી જીભવાળો છે. જ્ઞાનાવરણ આદિ બાળકોથી યુક્ત છે. કોપરૂપ મહાવિષથી યુક્ત કંઠથી વિકરાલ છે. રાગ-દ્વેષ રૂપ દુષ્ટ આંખોવાળો છે. તેની દાઢમાં માયા અને આસક્તિ રૂ૫ મહાવિષ રહેલું છે. મિથ્યાત્વરૂપ કઠોર હૃદયવાળો છે. નવ નોકષાયરૂપ દાંતવાળો છે. પરિવાર સહિત તે સંપૂર્ણ ત્રણ ભુવનને ડંસ મારે છે. તે ચિત્તરૂપ બિલમાં નિવાસ કરે છે. મોહરૂપ મહા વિષને ધારણ કરે છે, અને ભયંકર છે. તેનાથી દંશ મરાયેલા જીવો જાણે મૂર્ષિત થયા હોય તેમ સ્વકાર્યને વિચારતા નથી. કૃત્રિમ સુખનો અનુભવ કરનારા મનથી આંખો મીંચાઈ જાય છે, અર્થાત્ મન કૃત્રિમ સુખોમાં એટલું બધું લીન બની જાય છે કે જેથી બીજા સારા વિચારોનો અવકાશ રહેતો નથી. હાથમાં લાગેલા ( =હાથમાં આવેલા) તે જીવો સેવકજન વડે અધમ અંગોથી ચલાવાય છે, અર્થાત્ કષાયરૂપ સેવકોને આધીન બનીને અધમ (=આત્માનું અહિત કરનારી) પ્રવૃત્તિ કરે છે. અજ્ઞાન તેઓ દેવને અને ગુરુને જાણતા નથી. હું કોણ છું ? મારે શું યુક્ત છે ? શું અયુક્ત છે ? મારું શું થશે ? એ પ્રમાણે આત્માને જાણતા નથી. તથા ગુરુઓ વડે ઉપદેશાવેલા હિતને પણ જાણતા નથી. સુખ-દુઃખને (=સુખદુઃખના વાસ્તવિક સ્વરૂપને) જાણતા નથી. ગુરુ વગેરેની ભક્તિને અને ઔચિત્યને કરતા નથી. હે રાજન્ ! જાણે મરી ગયા હોય તેમ બીજાઓને બોલાવતા નથી. તીવ્ર વિષના વેગથી જાણે 'વ્યાકુલ શરીરવાળા થયા હોય તેમ પગોને બરોબર મૂકતા નથી. કાર્ય-અકાર્યને જાણતા નથી. પરોપકારને જાણતા નથી.
તથા તીવ્ર વિષથી હણાયેલા અને ચેષ્ટારહિત જીવો એકેન્દ્રિય જાણવા. વિકલેન્દ્રિય જીવો અવ્યક્ત અવાજ કરતા પૃથ્વી ઉપર ફરે છે. અસંજ્ઞી જીવોની શૂન્યમનવાળાના જેવી ચેષ્ટા જાણવી. સંજ્ઞી નારક જીવોને દાહ વગેરે દુઃખો કહ્યા છે. કેમ કે તેમને અશાતા નામના લઘુ સર્પરૂપ બાળકનો અતિશય દંશ થયો છે. એ પ્રમાણે બીજા સ્થળે પણ વિશેષતા જાણવી. હે રાજન્ ! ઊંટ વગેરેને પૃથ્વી ઉપર અવ્યક્ત આજંદન કરનારા કહ્યા છે. મનુષ્યોના ખેલવું, પડવું વગેરે સ્વભાવને કહ્યા છે. કોઈક રીતે વિષ ઓછું થતાં મનુષ્યો જાગૃત થાય છે, અને વિરતિને પામે છે. મોહરૂપ વિષના વેગના કારણે મૂકી દીધો છે વિરતિ ગુણ જેમણે એવા કેટલાક મનુષ્યો ઊંધે છે. હે દેવ! કેટલાક અવિરતિરૂપ નિદ્રાથી સદાય ઊંઘે છે. ૧. વિદત્તપત્રવ્ય (વિહતા) વ્યાકુળ શરીરવાળો.