________________
૩૮- અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
તપશ્ચર્યા કરવી. (૨૪) અનિયમચારથી પરિભ્રમણ કરવું, અર્થાત્ કોઈ એક સ્થળે નિયતવાસ ન કરતાં વિહાર કરીને જુદા જુદા સ્થળે રહેવું. (૨૪) ક્ષુધા-તૃષા અને શીત-ઉષ્ણ વગે૨ે બાવીસ પરીષહો સહન કરવા. (૨૫) દેવ-મનુષ્ય-તિર્યંચોથી થયેલા ઉપસર્ગો સહન કરવા. (૨૬) નીચ માણસોના પણ દુર્વચનો સહન કરવા. (૨૭) પૃથ્વીની જેમ બધું સહન કરનારા બનવું. બહુ કહેવાથી શું ? આ (= ૧ થી ૨૭ સુધીની) મહાક્રિયા કરવામાં તેલભાજન ભ્રામકના દૃષ્ટાંતથી સતત અપ્રમત્ત બનીને મારા વડે કહેવાયેલા મહામંત્રનો નિરંતર જાપ કરવો. તેનાથી વિષની વેદના નિવૃત્ત થાય છે, નિર્મલ બુદ્ધિ પ્રગટે છે, પૂર્વે વર્ણવેલા બધાય વિષવિકારો અટકી જાય છે. વધારે કહેવાથી શું ? સર્વ પ્રકારની વેદનાથી રહિત અને કેવલજ્ઞાનથી યુક્ત પરમાનંદ રૂપ સુખને પ્રાપ્ત કરે છે. હે મહારાજ ! તેનું આ વચન યથોક્ત વિવેદનાથી નિશ્ચેષ્ટ કરાયેલા કેટલાકોએ સાંભળ્યું જ નહિ, જેમણે પણ સાંભળ્યું તેમાંથી પણ કેટલાકો હસે છે, બીજાઓ અવજ્ઞા કરે છે, બીજાઓ નિંદા કરે છે, બીજાઓ કુયુક્તિથી પ્રતિઘાત કરે છે. (=વચનને ખોટું ઠરાવે છે.) બીજાઓ (આ વચન કહેનારને) ઢેકું અને લાકડી વગેરેથી મારે છે. કેટલાકો શ્રદ્ધા કરતા નથી. બીજાઓ શ્રદ્ધા કરવા છતાં આચરવામાં પ્રમાદ કરે છે. વળી કેટલાક મહાભાગ્યશાળીઓ આ યુક્તિયુક્ત છે એમ જાણીને શ્રદ્ધા કરે છે અને આચરે પણ છે. હે મહારાજ ! તેથી વિષવેદનાથી કંટાળેલા મેં પણ અમૃતની જેમ તેના વચનનો સ્વીકાર કર્યો. તેણે આપેલો આ વેષ બહુમાનપૂર્વક સ્વીકાર્યો. વિષના નાશ માટે તેણે ઉપદેશેલી આ સઘળી મહાક્રિયા શરૂ કરી.
ભવાવર્તનો ઉપનય
આ પ્રમાણે કહીને સાધુ વિરામ પામ્યા એટલે નજીકમાં બેઠેલા અને જિનવચનના પરમાર્થને જાણનારા મતિસાગર મહામંત્રીનું મુખ જોઈને શ્રીવિજય રાજાએ કહ્યું: અહો ! આવાઓ ક્યારે પણ અસંબદ્ધ ન બોલે પણ મને આ બધું અસંબદ્ધ જેવું જણાય છે. કારણ કે જો યથોક્ત વિસ્તારવાળું ભવાવર્ત નામનું નગર છે, તો તે સઘળુંય નગર એક ઉદરથી જન્મેલા બંધુઓથી કેવી રીતે વસેલું છે? તેટલો સઘળોય લોક એક સર્પથી કેવી રીતે ડંસ મરાય ? એક જ ગારુડી સઘળા લોકોને નિરોગી કરવાનો સ્વીકાર કેવી રીતે કરે ? વળી વિષનો નાશ કરવાનો વિધિ આવો કેમ છે? ત્યારબાદ મતિસાગર મંત્રીએ કંઈક હસીને કહ્યું: હે દેવ! આ મહામુનિનું બીજાના વચનની જેમ આ વચનમાત્ર નથી= સામાન્ય વચન નથી, કિંતુ ભવ્યજીવોના વિરાગનું કારણ છે અને સઘળુંય વચન અંતરંગ ભાવાર્થથી યુક્ત છે. તે આ પ્રમાણે− હે નરનાથ! સંસારમાં નરક આદિ ભવોનો આવર્ત (=પરિભ્રમણ) છે. તેથી અહીં સંસારને ભવાવર્ત નગર કહ્યો છે. બધાય જીવોનો ૧. મૃત્યુના ભયથી તેલથી પૂર્ણ ભરેલો વાટકો હાથમાં લઇને તેમાંથી એક પણ ટીપું નીચે ન પડે તે રીતે નગરમાં પરિભ્રમણ કરનારનું દૃષ્ટાંત. આ દૃષ્ટાંત ઉપદેશપદમાં છે. મારા કરેલા ગુજરાતી ભાવાનુવાદવાળી જ્ઞાનસારની બુક (૨૨-૬)માં પણ આ દૃષ્ટાંત છે.
૨. અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે- સર્વ વેદનાઓના પ્રસંગને સારી રીતે ઓળંગી ગયેલા.