________________
૨૦૨- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દેવસિકાનું ચરિત્ર થયા. પરસ્પર સત્ય કહીકત કહીને લજ્જા પામેલા તે યુવાનો વહાણમાં ચડીને ચાલ્યા. આ વખતે પરિવ્રાજિકાએ ધન માંગ્યું. તે યુવાનો પરિવારિકાને સત્ય હકીકત કહીને, લલાટમાં ડામને બતાવીને, પરિવ્રાજિકાના નાક-કાનને કાપીને નાસી ગયા.
પછી દેવસિકાએ આ વૃત્તાંતને જાણીને વિચાર્યું અધધ! તે યુવાનો દેશમાં ગયા તે સારું ન થયું. ચોક્કસ વેર લેવા માટે મારા પતિનું કંઈપણ અનિષ્ટ કરશે. તેથી હું ત્યાં ન જાઉં તો આ કાર્ય વિનાશ પામે. પછી દેવસિકાએ પોતાની સાસુને જે બન્યું તે સઘળું કહ્યું: હે વત્સ! તે ઘણું અયોગ્ય કર્યું. કારણ કે તે જિનના ઉપદેશથી જે રીતે શીલનું રક્ષણ કર્યું તે રીતે જિનના ઉપદેશથી બીજાઓની વિડંબનાનો ત્યાગ કરવો જોઈએ. દેવસિકાએ કહ્યું માતાજી! તમે જે પ્રમાણે કહો છો તે પ્રમાણે જ છે. કિંતુ જેમને જિનવચન સમ્યક્ પરિણમ્યું નથી તેમનું આ લક્ષણ છે. પછી સાસુએ કહ્યું: હે વત્સ! હમણાં જે યોગ્ય હોય તે કર. સાસુએ આ પ્રમાણે કહ્યું. એટલે સામગ્રી કરીને ત=લઇને) વહાણમાં ચડી. સમુદ્રની મધ્યમાં એક પર્વતની નીચેથી જઈ રહ્યા છે, તેટલામાં વહાણને ભાંગવા માટે હજારો ઉત્પાતો થવા લાગ્યા. તેથી દેવસિકાએ વિચાર્યું અહો! અકસ્માત્ પ્રહાર કરવા માટે ઉદ્યત થયેલા ભાગ્યે (પ્રહાર કરવાની) પ્રતિજ્ઞા કરી છે. અન્યથા આવું ન કરે. કારણ કે જો અહીં મારું મરણ થાય તો શ્વસુરવર્ગ અને પિતૃવર્ગ દેવસિકા સંકેત કરીને ક્યાંક જતી રહી છે એવી સંભાવના કરશે. આગળ મારા પતિ હજી વૈરીના મધ્યમાં રહે છે. મારા જવાથી અહીં વિષમ આપત્તિ થાય. શું યુક્ત છે? ઇત્યાદિ વિચારીને અને અરિહંત આદિને વંદન કરીને જેણે નિશ્ચલ પ્રણિધાન કર્યું છે એવી દેવસિકા કાયોત્સર્ગમાં રહી. પછી અર્ધીક્ષણમાં વહાણ તૂટી ગયું. પરિવાર સહિત દેવસિકાને તે જ વખતે કોઇએ ઉપાડીને સિદ્ધપુરમાં મૂકી. દેવિકાએ વિચાર્યુંઆ સમુદ્રને ખાબોચિયાની જેમ ઓળંગીને ક્ષણવારમાં અહીં કેવી રીતે આવી? અથવા પ્રસ્તુત વિચારું. પછી ગુટિકાના પ્રયોગથી સ્વરનું પરાવર્તન કરીને રત્નો લઈને રાતે રાજાને મળી. તેણે રાજાને કહ્યું: અમે તામ્રલિપ્તીથી અહીં આવ્યા છીએ. કારણ કે અમારા ચાર દાસ રજા મેળવ્યા વિના અહીં આવ્યા છે. રાજાએ કહ્યું: અહીં તેમને શોધીને લઈ લો. દેવસિકાએ કહ્યું: હે દેવ! સર્વ નગરલોકને આપની પાસે બોલાવો. તેની અંદર સ્વયમેવ આવેલા તેમને અમે પકડી લઇશું. રાજાએ તે પ્રમાણે જ કર્યું. દાસીઓએ ચારેને પકડી લીધા. (૧૫) તેથી વિસ્મય પામેલા રાજાએ કહ્યુંઃ આ અમારા મુખ્ય શ્રેષ્ઠીઓના પુત્રો છે. તેથી તમે સંભાળીને બોલો. તેથી વિંટલાઓને (=વસ્ત્રના પટ્ટાઓને) દૂર કરીને દાસીઓએ કહ્યું: હે દેવ! લલાટોમાં અમારા સ્વામીના ચિહ્નોને જુઓ. તેથી પૂર્વથી અધિક વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું: આ શું છે? દેવસિકાએ કહ્યું: હે રાજન! અમને અભય આપો તો હું કહું. પછી રાજાએ તે પ્રમાણે સ્વીકાર્યું એટલે દેવસિકાએ તેનો પૂર્વનો સઘળોય વૃત્તાંત કહ્યો. તેથી રાજાએ કહ્યું: જો એમ છે તો આ દાસો મેં તને જ આપ્યા. દુષ્ટો માટે જે યોગ્ય હોય તે કર. પછી દેવસિકાએ તેમને ધર્મનો ઉપદેશ