________________
૩૨૬- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિનીતને ચારિત્ર અને શંકિત રહે, અને સ્ત્રી સમુદાયમાં તો નિઃશંકપણે રહે. સ્ત્રીને ઉચિત રાંધવું, ખાંડવું,
પીસવું વગેરે કામો કરે. ઇત્યાદિ સ્ત્રીનો સ્વભાવ પંડકનું લક્ષણ છે. (ર) સ્વરભેદ- તેનો સ્વર પુરુષ તથા સ્ત્રીની અપેક્ષાએ વિલક્ષણ હોય. (૩) વર્ણભેદ– શરીરના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુરુષ અને સ્ત્રીની અપેક્ષાએ વિલક્ષણ હોય. (૪) મોટું પુરુષલિંગ- તેનું પુરૂષલિંગ મોટું હોય. (૫) મૃદુવાણી- વાણી સ્ત્રીના જેવી કોમળ હોય. (૬) શબ્દસહિત અને ફીણરહિત પેશાબ- પેશાબ સ્ત્રીની જેમ શબ્દસહિત અને
ફીણરહિત થાય. આ છ પંડકનાં લક્ષણો છે. વાતકી આદિનાં લક્ષણ નિશીથથી જાણવા એમ કહ્યું જ છે. [૧૩૦]
આ પ્રમાણે સર્વવિરતિને માટે અયોગ્ય જીવો બતાવ્યા. દેશવિરતિ માટે અયોગ્ય જીવો તો સંવેગભાવિત મનથી રહિત વગેરે સ્વયમેવ વિચારવા. આ પ્રમાણે ચારિત્રને યોગ્ય-અયોગ્ય જીવોનું નિરૂપણ થઈ જતાં “ચારિત્રને યોગ્ય દ્વાર પૂર્ણ થયું. હવે “સ્વીકારવિધિ પ્રરૂપણા” દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
बालाइदोसरहिओ, उवढिओ जइ हवेज चरणथं । तं तस्स पउत्तालोयणस्स सुगुरूहिं दायव्वं ॥ १३१॥
બાલ્યાવસ્થા આદિ દોષોથી રહિત જે ચારિત્ર માટે ઉપસ્થિત થયો હોય તેને સુગુરુઓએ પહેલાં આલોચના આપીને પછી ચારિત્ર આપવું. [૧૩૧]
શું આટલામાત્રથી જ ચારિત્ર અપાય? ના. આથી ગ્રંથકાર કહે છેआलोयणसुद्धस्सवि, दिज विणीयस्स नाविणीयस्स । न हि दिजइ आभरणं, पलियत्तियकन्नहत्थस्स ॥ १३२॥
આલોચનાથી શુદ્ધ થયેલો પણ જે વિનીત હોય તેને ચારિત્ર આપવું, અવિનીતને નહિ. જેના કાન અને હાથ કપાઈ ગયા છે તેને આભૂષણ ન અપાય.
વિશેષાર્થ– “જેના કાન-હાથ કપાઇ ગયા છે” એવું વિશેષણ ઉપલક્ષણ છે. તેથી “જેના પગ કપાઈ ગયા છે' વગેરે વિશેષણો પણ સમજવા. કેવા પ્રકારનો જીવ વિનીત જાણવો? કે જેને ચારિત્ર આપવું, એ પ્રમાણે સૂત્રકાર કહે છે
अणुरत्तो भत्तिगओ, अमुई अणुवत्तओ विसेसन्नू । उज्जुत्तोऽपरितंतो, इच्छियमत्थं लहइ साहू ॥ १३३॥