________________
૧૩૬- જ્ઞાનદાન ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુિરંદર ચરિત્ર યોગ્ય હોય તો કૃપા કરીને કહો. તેથી માલતી રાણીએ પ્રણામ કરીને કહ્યું: જો આ પ્રમાણે પણ ભગવાન કોઇકના કોઈક ગુણને જુએ છે તો મારા દુગરિતને શંકા વિના કહે. તેથી કેવલીએ તે બધું ય પર્ષદાને કહ્યું. તેના શ્રવણથી ફરી પણ સંવેગને પામેલા ઘણા જીવોની સાથે માલતીરાણીએ પણ મુનીન્દ્રની પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. પછી મુનીન્દ્રના વચનથી વાસિત અંત:કરણવાળા પુરંદરરાજાએ સમ્યકત્વ મૂળ ગૃહસ્થધર્મનો સ્વીકાર કરીને પરિવાર સહિત કેવળીને નમી પોતાની નગરીમાં પ્રવેશ કર્યો. વિજયસેનરાજર્ષિ વગેરે પરિવારથી પરિવરેલા મુનીન્દ્ર પણ બીજા સ્થળે વિહાર કર્યો. હવે સૂર્યની જેમ અતિશય તેજસ્વી, રાજાઓની લક્ષ્મી ઉપર પગ મૂકનાર અને સકલ લક્ષ્મીઓનો વિકાસ કરનાર પુરંદરરાજા રાજ્ય કરે છે. પુરંદરરાજા થયે છતે સંપૂર્ણ દેશની પ્રજા સૂર્યકિરણોના સ્પર્શથી કમલિનીઓની જેમ પરમસુખને પામી. પિતાને જે સિદ્ધ ન થયું, પૂર્વ પુરુષોને જે સિદ્ધ ન થયું, તે પુરંદરે રમતથી સિદ્ધ કર્યું. વિદ્યાએ આપેલ સુવર્ણ આદિથી તેનો રાજભંડાર વધ્યો. પણ પ્રતાપ કયા કારણોથી વધ્યો તે અમે જાણતા નથી. તેણે નવીન જિનમંદિર, પ્રાચીન જિનમંદિરોનો ઉદ્ધાર, રથયાત્રા વગેરે તે રીતે કરાવ્યા કે જેથી સુરેન્દ્ર પણ વિસ્મય પામ્યો.
પુરંદરરાજાએ પૂર્વપરિચિત બ્રાહ્મણનું સન્માન કર્યું. રાજલક્ષ્મીનો નિવાસ એવો પુરંદરરાજા બંધુમતીની સાથે ગવાક્ષમાં બેસીને નગરીના વ્યવહારને જોઈ રહ્યો હતો ત્યારે તેણે પૂર્વે જેણે વિદ્યાનો તિરસ્કાર કર્યો હતો તે બ્રાહ્મણને લાંબા કાળે જોયો. તે બ્રાહ્મણનું શરીર ધૂળથી પાંડુવર્ણવાળું હતું. જીર્ણ અને ફાટેલાં વસ્ત્રો પહેર્યા હતાં. દીન બની ગયો હતો. ઘણા છોકરાઓ કચરો, ધૂળ અને સેંકડો ઢેફાં ફેંકીને તેને મારી રહ્યા હતા. તેને અનુલક્ષીને લોકો કલકલ અવાજ કરી રહ્યા હતા. ગુસ્સે થયેલો તે ચારે દિશાઓમાં દોડી રહ્યો હતો. આવા તે બ્રાહ્મણને જોયા પછી રાજાએ એકક્ષણ વિચારીને ઓળખ્યો. રાજાએ હૃદયમાં વિચાર્યું અહો! ભવસ્વરૂપને જુઓ. આ પૂર્વે કુશળ, વક્તા અને સુરૂપ સંપન્ન થઈને હમણાં વિદ્વાન લોકોને શોચનીય આવી અવસ્થાને કેમ પામ્યો? ઇત્યાદિ વિચારીને બ્રાહ્મણને પોતાના ઘરે લઈ આવ્યો. પછી રાજાએ પ્રણિધાન કરીને વિધિપૂર્વક વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણમાત્રથી પ્રત્યક્ષ થઈને વિદ્યાએ કહ્યું: હે નરનાથ! જે કારણથી તમે મારું સ્મરણ કર્યું તે કારણને કહો. તેથી રાજાએ પૂછ્યું: હે દેવી! આ મહાત્મા બ્રાહ્મણ આવી અવસ્થાને કેમ પામ્યો? તેથી વિદ્યાદેવીએ કહ્યું જેના પ્રભાવથી એની આ અવસ્થા થઈ છે તે હું જ જાણું છું. પણ તારા વિનયથી પ્રભાવિત થયેલી મેં એને માર્યો નહિ. ત્યારે સરળતાના કારણે તે એને પણ વિદ્યા ગ્રહણ કરાવી. એણે તારી સમક્ષ પણ વિદ્યાનો ઉપહાસ વગેરે કર્યું.
૧. આ શ્લોક ત્યર્થક છે. સૂર્યના પક્ષમાં મદદ એટલે પર્વત. સવવજ્ઞાળ એટલે સઘળા કમળોનો.