________________
૧૪૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર દોડ્યા. ધર્મથી જ થયેલા ઉપકારના સ્વભાવથી ધર્મમાં જ પોતાનું કુલીનપણું પ્રતિષ્ઠિત થયું, અને ધર્મથી જ થયેલા વૈભવથી પણ લોકમાં તેનું પોતાનું કુલીનપણું પ્રતિષ્ઠિત થયું. તેની નિરુપમ લાવણ્ય, રૂપ અને 'સૌદર્યથી સુંદર શરીરવાળી બીજની ચંદ્રકલાના જેવી કલંકરહિત શશિકલા નામની રાણી હતી. તે રાજાના રાજ્યમાં તે કંઇપણ નથી કે જે સ્વાધીન ન હોય. પણ બંનેને પુત્રનો અભાવ સતત પીડા કરે છે. કોઇવાર શુભકર્મફલના ઉદયથી રાણીએ રાતે સ્વપ્નમાં મુખમાં પ્રવેશતા પૂર્ણચંદ્રને જોયો. તે જ રાત્રિએ રાજાએ સ્વપ્નમાં જ ઘરમાં આવેલા વિવિધ રત્નોથી પરિપૂર્ણ સાગરને જોયો. પછી સવારે પરસ્પર સ્વપ્નો કહ્યા. રાજાએ નૈમિત્તિકોની પાસે સ્વપ્નનો અર્થ પૂછ્યો. તેમણે પણ કહ્યું કે હે દેવ! આપને ગુણોથી પૂર્ણ પુત્ર થશે. તે વિખ્યાત શ્રેષ્ઠરાજા કે મુનિ થશે. તેથી રાજા હર્ષ પામ્યો. રાણી પરિવાર સહિત આનંદથી યુક્ત બની. રાણી ગર્ભમાં ઉત્પન્ન થયેલા પવિત્ર પુત્રને ધારણ કરે છે. સમય પૂર્ણ થતાં શુભદિવસે દેવીએ પુત્રને જન્મ આપ્યો. પોતાના શરીરની કાંતિથી વિશ્વને પ્રકાશિત કરતો પુત્ર જન્મ્યો. વધામણી આપનાર દાસીને રાજાએ મુકુટ સિવાય બાકીનાં આભૂષણો આપ્યાં. નગરમાં વર્ધાપન (=જન્મ મહોત્સવ) કરાવ્યું. તે આ પ્રમાણે રાજાના કેદખાના શુદ્ધ કરાયા. સઘળા કેદીઓને છોડી દીધા. દુંદુભિનો ગંભીર ઘણો ધ્વનિ સાંભળવામાં આવે છે. ચારે દિશામાં બજારોની શોભા જોવામાં આવે છે. તોરણો બાંધવામાં આવે છે. મનોહર મંગલો ગવાય છે. જેમની કમરમાં રણકાર કરતી મણિની ઘુઘરીઓ છે તેવી વેશ્યાઓને નચાવવામાં આવે છે. ઘણું ચંદનજલ આપવામાં આવે છે. ઘરના આગણાં અને ચોરાઓ ચિતરવામાં આવે છે. ઘણું દાન આપવામાં આવે છે. ઢોલ-નગારાં વગાડવામાં આવે છે. મંગલ પાઠકોનો સમૂહ મંગલપાઠ કરી રહ્યો છે. મસ્તકનું વસ્ત્ર છીનવી લેવામાં આવે છે. પૂજાનાં પાત્રોનો પ્રવેશ કરાવવામાં આવે છે. લોકોએ શરીર ઉપર સારો પોષાક પહેર્યો છે. ઘણાં મંડળો ભેગાં થાય છે. રાજાનું મંગલ કરવામાં આવે છે. ઘણું ભોજન કરવામાં આવે છે. મનપ્રિય પીણાં પીવામાં આવે છે. દેવસમૂહની ભક્તિથી પૂજા કરવામાં આવી. સન્માનદ્વારા વૃદ્ધલોકને સંતોષ પમાડવામાં આવ્યો. કંચુકીઓ અને હસાવનારાઓ ચોતરફ ઘુમતા હતા. આ પ્રમાણે દશ દિવસ સુધી વર્ધાપન થયું. પછી બારમા દિવસે ઘણી ધામધૂમથી તે કુમારનું સ્વપ્ન પ્રમાણે “સાગરચંદ્ર” એવું નામ કર્યું.
૧. સુર = સૌંદર્ય. ૨. ૩ વિડગ = પૂર્ણ. ૩. રસ = પાણી.