________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૬૧
તથા સંધ્યાના રંગની જેમ ચપલ સ્વભાવવાળી સ્ત્રીઓ વિષલતાની જેમ પ્રાણોને હરનારી છે. તથા સ્ત્રીઓ પ્રકૃતિથી જ પર્વતમાંથી નીકળેલી નદીઓની જેમ નીચે જનારી હોય છે. દર્પણમાં સંક્રાંત થયેલા રૂપની જેમ ગ્રહણ કરવા માટે અશક્ય છે, અર્થાત્ સ્ત્રીઓ ગ્રહણ કરી શકાતી નથી= પોતાની કરી શકાતી નથી. બહુ વક્રતાના કારણે સાપના કરંડિયા સમાન, તુચ્છમતિવાળી, સુધ્યાનની વૈરિણી અને નરકરૂપ અગ્નિના દાહને ઉત્પન્ન કરનારી હોય છે. બીજું વિચારે છે, બીજી રીતે બોલે છે અને કરે છે બીજું. પુરુષોની આગળ પોતાને સુશીલવાળી હોય તેવી બતાવે છે. મોક્ષપુરના દરવાજાને બંધ કરવા માટે હાથરૂપ અર્ગલા સમાન છે. નરકના માર્ગ તુલ્ય છે. ઇંદ્રજાળિયાઓની વિદ્યાની જેમ દૃષ્ટિને બાંધનારી છે. પુરુષોવડે ભક્ષણ કરાયેલા વિવેકરૂપ ઉત્તમ અમૃત ભોજનનું કોઇપણ રીતે ભક્ષણ કરતી સ્ત્રીઓ એ ભોજન મધુગુપ્તિકાઓની (=મધની ગોળીઓની) જેમ વમી નાખે છે. ઇત્યાદિ દોષસમૂહ અન્ય પણ સ્ત્રીરૂપ પણ્યશાલામાં (=દુકાનમાં) પ્રાપ્ત થાય છે, અમારા જેવી વેશ્યાસ્ત્રીઓમાં વિશેષથી જ પ્રાપ્ત થાય છે. વ્યભિચારી પુરુષોથી સેવવા યોગ્ય વેશ્યાનો વિશિષ્ટ પુરુષોએ ત્યાગ કર્યો છે. આ જ્ઞાન તો, તમારા જેવાની વાત દૂર રહી, અમને પણ હોય છે. તેથી હે મહાનુભાવ! સ્થિર થઇને સ્વસંયમને પાળો. સ્વપ્નમાં પણ હીનજનની ચેષ્ટાઓમાં મન ન આપો= ન કરો. આ પ્રમાણે કોશાએ વચનમાત્રથી કામરૂપ વિષ જલદી ઉતાર્યું એટલે પ્રાપ્ત કરી છે ચેતના જેણે એવા મુનિએ કહ્યું કે તેં સારું કહ્યું. તેથી આ અતિ મહાન મોહ વિલાસ સંબંધી મિચ્છા મિ દુક્કડં થાઓ. તને પણ મેં જે અયુક્ત કહ્યું તેની મને ક્ષમા આપ. મુનિની પ્રશંસા કરતી કોશા પણ વિનયપૂર્વક નમીને તે મુનિને ખમાવે છે. હવે ચોમાસું પૂર્ણ થતાં મુનિ પણ ગુરુની પાસે ગયા. વિનયપૂર્વક ગુરુને નમ્યા. જ્ઞાનથી સારને જાણનારા ગુરુએ એ સાધુને ઠપકો આપ્યો. તેથી તે મુનિ અતિસંવેગથી કહે છે—હે મુનીશ્વર! મારા મનમાં શ્રી સ્થૂલભદ્રના ગુણરૂપ પાણીથી સિંચાયેલો જે મત્સરરૂપ વૃક્ષ ઉત્પન્ન થયો, તેનો કુસુમસમૂહ મેં જોયો. હે નાથ! મત્સરરૂપ વિષના વેગથી પરવશ બનેલા જીવો સ્વ-પરના વિશેષને અને યુક્ત-અયુક્ત વગેરે ભાવને જાણતા નથી. તેથી અધમ પોતાની સાથે (=પોતાની અપેક્ષાએ) ગુણનિધિ સ્થૂલભદ્રની વિશેષતાને મેં પણ જાણી નહિ. તથા આ પણ વિચાર્યું નહિ– વર્ણથી ઉજ્વલ, સુમનોહર સ્વરવાળા, શ્રેષ્ઠ સ્ત્રીના જેવી મનોહર ગતિથી શ્રેષ્ઠ એવા રાજહંસની સાથે કાગડાની શી સરખામણી થાય? જો કે ઉડે, આકાશમાં ગુંજન કરે, કૃષ્ણવર્ણને ધારણ કરે, તો પણ છાણનો કીડો ભ્રમરના ચરિત્રને(=આચરણને) ન પામે. જેનાં પીછાં ઘણા વિસ્તારવાળાં છે તેવા મોરને નૃત્ય કરતો જોઇને કાગડો પણ પાંખને પહોળી કરે તો તે ક્યાંથી યુક્ત બને? લાંબા કાળથી પરિચિત હોવા છતાં, પ્રાર્થના કરતી હોવા છતાં, મિથ્યાત્વમાં અને મર્દમાં રસવાળી હોવા