________________
૩૬૨- ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સ્થૂલભદ્રસ્વામીની કથા
છતાં કોશા જે ઉત્તમપુરુષના મનમાં ક્ષણવાર પણ ન રહી તેમના ઉપર પણ, જેના ગુણો અજ્ઞાત છે, જેનું મન સ્પૃહાથી રહિત છે અને જે જિનમતમાં તત્પર છે એવી ગણિકાની પણ પ્રાર્થના કરનાર મને, કષ્ટકારી દ્વેષ થયો. તેથી આ મારા મોહભર્યા વિલાસની આપ અને શ્રી સ્થૂલભદ્રસ્વામી પ્રસન્ન થઇને ક્ષમા કરો. તથા મને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપો. હવે તે મુનિ આલોચન-પ્રતિક્રમણ કરીને મોહરહિત વિચરે છે. શ્રી સ્થૂલભદ્રસ્વામી પણ શ્રી ભદ્રબાહુસ્વામીની પાસે ચૌદ પૂર્વે ભણીને અને ઘણું તપ કરીને દેવલોકમાં ગયા. શ્રીસ્થૂલભદ્રના ગુણોમાં અનુરાગવાળી થયેલી કોશાવેશ્યાના (પુરુષો ઉપર થયેલા) ઉદ્વેગને સાંભળીને રાજાએ કોશાવેશ્યા બલાત્કારે રથિકને આપી. (૨૫) ક્ષીરોદધિ સમુદ્રના પાણીની ઇચ્છાવાળો કોણ ખારા પાણીમાં રમે?= આનંદ માણે? કોશા સ્થૂલભદ્રના ગુણોની પ્રશંસા કરતી ક્ષણવાર પણ અટકતી નથી ત્યારે રથિક આંબાની લંબને તોડવાની કળા કોશાને બતાવે છે. કોશા પણ સરસવના ઢગલા ઉપર રહેલી સોઇઓ ઉપર નૃત્ય કરીને તેને પોતાની કળા બતાવે છે, અને આ કહીને પ્રતિબોધ પમાડે છે—‘આંબાની લંબ તોડવી દુષ્કર નથી, સરસવ ઉપર નૃત્ય કરવું તે દુષ્કર નથી. પણ સ્થૂલભદ્રમુનિ સ્ત્રીરૂપી વનમાં રહેવા છતાં અવિકારી રહ્યા તે દુષ્કર છે અને તે જ મહાન પ્રભાવ છે.''
ઇત્યાદિ વચનથી કોશાએ તેને શ્રાવક કર્યો. તેથી હે જીવ! ઉત્તમ સ્થૂલભદ્રમુનિના દૃષ્ટાંતથી સ્ત્રીપરીષહને સહન કર. [૧૫૮]
આ પ્રમાણે શ્રીસ્થૂલભદ્રમુનિરાજનું કથાનક પૂર્ણ થયું.
હવે પરિગ્રહવ્રતનું પાલન કરવાના ઉપદેશને કહે છે–
जह वहसि कहवि अत्थं, निग्गंथं पवयणं पवन्नोऽवि । निग्गंथत्ते तो सासणस्स मइलत्तणं कुणसि ॥ १५९ ॥
નિર્પ્રન્થ શાસનને પામેલો હોવા છતાં(=જૈન સાધુ થયો હોવા છતાં) તું જો કોઇપણ રીતે ધનને રાખે છે તો શાસનના નિર્પ્રન્થપણામાં(=સાધુપણામાં) મલિનતાને કરે છે.
વિશેષાર્થ જિનશાસનનું નિર્પ્રન્થપણું સર્વત્ર પ્રસિદ્ધ છે, અર્થાત્ જૈન સાધુઓ ધન રાખતા નથી એમ સર્વત્ર પ્રસિદ્ધ છે. હવે જો તું જૈન સાધુ થઇને પણ ધન રાખે તો લોકો કહે કે– જિનશાસન નિર્પ્રન્થ છે=ધનથી રહિત છે એ માત્ર બોલવામાં જ છે. કારણ કે અમુક અમુકની પાસે ધનસંગ્રહ જોવામાં આવે છે. ઇત્યાદિ લોકપ્રવાદ અને કર્મબંધમાં નિમિત્ત થવાથી નિગ્રંથપણામાં (=સાધુપણામાં) તું જ જિનશાસનની મલિનતા કરે છે, અર્થાત્ તું જ જિનશાસનને મલિન કરે છે. [૧૫૯]