________________
૨૯૦-સમ્યક્ત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યક્ત્વના આગારો દાનનો નિષેધ કર્યો નથી.” તેથી અન્યદર્શની વગેરેને દાન આદિનો જે નિષેધ કર્યો છે તે અનુકંપા સિવાય છે. વળી– સમ્યગ્દષ્ટિજીવ કાર્તિકશ્રેષ્ઠી આદિની જેમ ભક્તિ વિના દ્રવ્યથી દાનાદિ કરે તો પણ સમ્યક્ત્વને દૂષિત કરતો નથી. આ પ્રમાણે પ્રસ્તુતમાં ઉપયોગી બીજું પણ સારી બુદ્ધિવાળાએ સ્વયં જ કહેવું. [૧૧૧]
જેણે અનંતજ્યોતિને (=કેવલજ્ઞાનને) પ્રગટાવવા માટે નિર્મલગુણોથી પૂર્ણ સમ્યક્ત્વરૂપ રત્નને હૃદયમાં ધારણ કર્યું છે તે જીવ વિદ્વાનલોકના સમાજમાં શોભાને પામીને જલદી અનુપમ સુખસ્વરૂપ મોક્ષમાં જાય છે. (૧)
જેણે તમને લાખો અનંત પુદ્ગલપરાવર્તો સુધી વિવિધ દુઃખોને ઉત્પન્ન કરનારા સંસારરૂપ જંગલમાં ભમાડ્યા છે તે આ દુષ્ટ મિથ્યાત્વનો તમે ત્યાગ કરો, જેથી વિઘ્ન વિના સંસારરૂપ સમુદ્રના પારને પામો. (૨)
આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં સમ્યક્ત્વશુદ્ધિરૂપ પેટા દ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં સમ્યક્ત્વશુદ્ધિરૂપ પેટા દ્વારનો રાજશેખરસૂરિષ્કૃત ભાવાનુવાદ પૂર્ણ થયો.