________________
ઉપખંભદાન દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનસારની કથા-૧૮૧ પણ કંઈક ભંડોળ પ્રાપ્ત થાય છે. તેથી સમુદ્રમાં (=સમુદ્ર માર્ગે બીજા દેશમાં) જાઉં. જો ત્યાં ધન ઉપાર્જન કરાય તો સારું છે, અને જો ન ઉપાર્જન કરાય તો દેશાંતર ગમન થાય. કારણ કે પહેલાં પણ મેં અહીં “મહાકૃપણ” શબ્દ પ્રાપ્ત કર્યો છે, અને હમણાં વૈભવથી રહિત બનેલો હું કેવળ હાસ્યને પાત્ર જ થઇશ. ઇત્યાદિ વિચારીને દશલાખનું કરિયાણું લઈને વહાણમાં ચડીને સમુદ્રમાં પ્રવેશ કર્યો. ઘણો દૂર ગયો ત્યારે સહસા અતિશય ઘણા પવનની લહરીઓ પ્રગટ થઈ. વાદળોએ આકાશને ઘેરી લીધું. ભયંકર વીજળીઓ ચમકી. એક-બીજાની ઇર્ષ્યાથી મેઘ અને સમુદ્ર એ બંને ય ગાજે છે. વહાણમાં રહેલા લોકોનું ચિત્ત વહાણની સાથે અતિશય ડોલે છે. તેથી શેઠ વગેરે લોક રક્ષા કર, રક્ષા કર, રક્ષા કર, એમ બોલવા લાગ્યા. નિર્ધામક વિહૂલ બની ગયો. આવી સ્થિતિમાં વહાણના ટુકડે ટુકડે થઈ ગયા. શેઠ એક પાટિયાને વળગ્યો. સમુદ્ર તરંગોથી તેને એક અટવીના કિનારે નાખ્યો. (૨૫) પછી ઉદ્વિગ્ન બનેલા તેણે વિચાર્યું. જો, અધર્મી મેં લાખો પ્રયત્નોથી ધનનું રક્ષણ કર્યું. હમણાં તે ધન કયાં છે? સુપાત્રોમાં ધન ન આપ્યું, સ્વયં ન ભોગવ્યું, પરકાર્યોમાં ઉપયોગ ન કર્યો, તે જ હમણાં મને પીડે છે. ધનની દાન, ભોગ અને નાશ એમ ત્રણ ગતિ કહેવાય છે. જો, પ્રથમના બેથી રહિત મારા ધનનો નાશ જ થયો. ભાગ્ય આટલાથી સંતુષ્ટ ન થયું, જેથી કુટુંબનો વિરહ પણ કર્યો.
ધનસારે દાન કરવાનો નિયમ લીધો. ઇત્યાદિ મહાશોકમાં પડેલા તેણે ત્યાં એક મુનિવરને જોયા. આ મુનિવરને તે જ વખતે નિર્મલ ઉત્તમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આમ્રવૃક્ષની નીચે બિરાજમાન તે મુનિવરની દેવી સેવા કરી રહ્યા હતા. દેવોએ રચેલા શ્રેષ્ઠ સુવર્ણ કમલ ઉપર મુનિવર બિરાજમાન થયા ત્યારે ખુશ થયેલો આ શેઠ ભક્તિથી નમીને ત્યાં બેઠો. ત્યાં ધર્મ સાંભળીને અવસર મેળવીને શેઠે કેવલીને પૂછ્યું: હે ભગવંત! હું કૃપણ કેમ થયો? મારું ધન નાશ કેમ પામ્યું? તેથી કેવલીએ કહ્યુંઃ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ઘણી ઋદ્ધિવાળા અને ઘરના માલિક થયેલા બે ભાઈઓ હતા. પિતાના મૃત્યુ બાદ મોટો ભાઈ ઘરનો સ્વામી થયો. તે ઉદાર, સરળ અને ગંભીર હતો. બીજો ક્ષુદ્ર હતો. મોટોભાઈ દીન આદિને સતત દાન આપે છે, તેથી નાનો ભાઈ ચિત્તમાં અત્યંત દ્વેષ ધારણ કરે છે. સતત દાન આપતા મોટાને રોકે છે. તો પણ મોટો દાનથી અટકતો નથી. તેથી તે જ પ્રમાણે દ્વેષી બનેલો નાનો ભાઈ જુદો થઈ ગયો. દાન આપવા છતાં મોટા ભાઇની
૧. મંડો7 = ઘરમાં રહેલા વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો. ૨. “તે જ” એટલે સુપાત્રોમાં ધન ન આપ્યું વગેરે. ૩. રૂપ “જોવું' એ અર્થવાળા ટુરૂ ધાતુનું આજ્ઞાર્થ બીજાપુરુષનું એકવચન છે.