________________
૩૧૨-ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સામાયિક વ્રત
કરાય છે તે અધિકરણ. બાણ રાખવાનું ભાથું, ધનુષ્ય, સાંબેલું, ખાંડણિયું, ઘંટી વગેરે અધિકરણ છે. સંયુક્ત એટલે કાર્ય કરી શકાય તે રીતે તૈયાર કરેલું. સંયુક્ત એવું જે અધિકરણ તે સંયુક્તાધિકરણ. સંયુક્તાધિકરણનો ભાવ તે સંયુક્તાધિકરણતા. વિવેકીએ ગાડું વગેરે અધિકરણને સંયુક્ત ન રાખવું જોઇએ. અધિકરણને તૈયાર જોઇને અન્ય માણસ પણ માગે. આ હિંસકપ્રદાનનો અતિચાર છે.
ઉપભોગ-પરિભોગાતિરેક- ઉપભોગ-પરિભોગની અધિકતા તે ઉપભોગપરિભોગાતિરેક. તાંબૂલ, મોદક અને ખંડક (=ખાખરા) વગેરે ઉપભોગની વસ્તુઓ પોતાને ઉપયોગી હોય= જરૂર હોય તેનાથી અધિક તળાવ વગેરે સ્થળે ન લઇ જવી જોઇએ. અન્યથા વ્યભિચારી વગેરે માણસો તેને ખાય. તેથી આત્માને નિરર્થક કર્મબંધ વગેરે દોષ થાય. આ પણ ઇન્દ્રિયના વિષયરૂપ હોવાથી પ્રમાદાચરણનો અતિચાર છે.
અશુભધ્યાનમાં અનાભોગ આદિથી પ્રવૃત્તિ થાય તો અતિચાર થાય, અને જાણી જોઇને ઇરાદાપૂર્વક પ્રવૃત્તિમાં તો ભંગ જ થાય. કદંર્પ આદિમાં પણ યથાસંભવ જાણી જોઇને ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ ભંગરૂપ જ કહેવી= જાણવી.
અનર્થદંડવિરમણ વ્રત કહ્યું. આ દિવ્રત વગેરે ત્રણેય ગુણવ્રત કહેવાય છે. કેમ કે અણુવ્રતોના ગુણ માટે=ઉપકાર માટે થનારા વ્રતો તે ગુણવ્રતો એવો ગુણવ્રત શબ્દનો અર્થ છે. અણુવ્રતોને ગુણવ્રતોથી ઉપકાર થાય જ છે. કેમ કે વિવક્ષિત ક્ષેત્ર વગેરેથી બીજા સ્થળે હિંસા આદિનો નિષેધ થાય છે.
આ પ્રમાણે ગુણવ્રતરૂપ ત્રણ ઉત્તરગુણો કહ્યા. હવે ચાર ઉત્તરગુણરૂપ શિક્ષાવ્રતો કહેવાય છે. શિક્ષા એટલે અભ્યાસ (=પ્રેક્ટીસ). અભ્યાસની પ્રધાનતાવાળા વ્રતો તે શિક્ષાવ્રતો. અર્થાત્ ફરી ફરી કરવા યોગ્ય વ્રતો તે શિક્ષાવ્રતો. શિક્ષાવ્રતો સામાયિક વગેરે ચાર છે.
સામાયિકવ્રત
સમ એટલે રાગ-દ્વેષથી રહિત જીવ. આય એટલે લાભ. રાગ-દ્વેષથી રહિત જીવને જે લાભ થાય તે સમાય. રાગ-દ્વેષથી રહિત જીવ ચિંતામણિ-કલ્પવૃક્ષ વગેરેના પ્રભાવને હલકો (=ઝાંખો) કરનારા અને અનુપમ સુખના હેતુ એવા અપૂર્વ જ્ઞાન-દર્શનચારિત્રના પર્યાયોથી પ્રતિક્ષણ જોડાય છે. જે ક્રિયા કરવાનું પ્રયોજન સમાય છે તે સામાયિક. સાવદ્યના પરિત્યાગરૂપ અને નિરવદ્યના સેવનરૂપ વ્રતવિશેષ સામાયિક છે.
ગૃહવાસરૂપ મહાસમુદ્રમાં નિરંતર ઉછળતા મોટા ઘણા તરંગોના સમૂહથી આવો