________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[આઠમા વ્રતના અચિતારો-૩૧૧ અનર્થદંડ. જેના વિના ગૃહસ્થજીવન ન ચલાવી શકાય તે પાપસેવન અર્થદંડ અને જેના વિના ગૃહસ્થજીવન ચાલી શકે તે પાપસેવન અનર્થદંડ છે.)
અનર્થદંડના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે- અશુભધ્યાન, પ્રમાદાચરણ, હિંસકપ્રદાન અને પાપકર્મોપદેશ.
અશુભધ્યાન– સાથે ક્યારે જાય છે? ક્યાં કયું કરિયાણું છે? અમુક જમીન કેટલી છે? ખરીદ-વેચાણનો કાળ કયો છે? આ પ્રમાણે નિરર્થક કોણે ક્યાં શું કર્યું? ઇત્યાદિ નિરર્થક અયોગ્ય વિચારણા અશુભધ્યાન છે.
પ્રમાદાચરણ– મદિરા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે. તેનું આચરણ તે પ્રમાદાચરણ. અથવા આળસથી દૂષિત થયેલી ક્રિયા પ્રમાદાચરણ છે. ઘણા જીવોના નાશનું કારણ એવી ક્રિયા પ્રમાદાચરણ છે. જેમકે- તેલનાં વાસણો ઉઘાડાં રાખવા વગેરે.
હિંસકપ્રદાન– શસ્ત્ર, અગ્નિ, ખાંડણી-ખાંડણિયો અને ઝેર વગેરે હિંસક વસ્તુઓ બીજાને આપવી તે હિંસકપ્રદાન.
પાપકર્મોપદેશ– પાપકર્મ=પાપક્રિયા. પાપક્રિયાનો ઉપદેશ આપવો તે પાપકર્મોપદેશ. આ પ્રમાણે અનર્થદંડના ચાર પ્રકાર છે. અનર્થદંડથી વિરમવું=અટકવું તે અનર્થદંડ
વિરમણ.
અહીં પાંચ અતિચારોનો ત્યાગ કરવો. પાંચ અતિચારો આ પ્રમાણે છે- કંદર્પ, કૌત્યુચ્ય, મૌખર્ય, સંયુક્તાધિકરણતા અને ઉપભોગ-પરિભોગાતિરેક.
કંદર્પ– કંદર્પ એટલે કામ. કામને પ્રદીપ્ત કરે (=જગાડે-વધારે) તેવા પ્રકારની હાસ્યપ્રધાન વાણી બોલવી એ પણ કંદર્પ છે. કેમ કે તેવી વાણી કંદર્પનો હેતુ છે.
કૌત્યુચ્ય− બીજાને હાસ્ય ઉત્પન્ન કરે તેવી નેત્રસંકોચ વગેરે બહુ પ્રકારની વિક્રિયાવાળી ભાંડના જેવી ચેષ્ટા કરવી તે કૌકુચ્ય છે.
આ બંને અતિચારો પ્રમાદાચરણરૂપ હોવાથી પ્રમાદાચરણના જાણવા.
મૌખર્ચ– જેને મુખ છે તે મુખર. મુખર એટલે વાચાલ. મુખરની ક્રિયા તે મૌખર્ય. ઘણું કરીને ટ્ઠિાઇવાળો, અસત્ય અને સંબંધ વિનાનો પ્રલાપ કરવો તે મૌખર્ય. આ પાપકર્મોપદેશનો અતિચાર છે. કારણ કે મૌખર્યમાં અતિપાપકર્મોપદેશનો સંભવ છે. સંયુક્તાધિકરણતા– જેનાથી આત્મા નરકાદિનો અધિકારી (=નરકાદિને યોગ્ય)