________________
૩૧૦-ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આઠમા વ્રતનું સ્વરૂપ (૭) લાક્ષાવાણિજ્ય- પ્રસિદ્ધ છે. (લાખનો વેપાર કરવો.). (૮) રસવાણિજ્ય- મદિરા વગેરે રસદાર વસ્તુઓ વેચવી. (૯) કેશવાણિજ્ય- દાસી વગેરે જીવોને (વેચાતા) લઇને બીજા સ્થળે વેચે. (૧૦) વિષવાણિજ્ય- પ્રસિદ્ધ છે. (ઝેરનો વેપાર કરવો.) (૧૧) યંત્રપાલનકર્મ– તલ અને શેરડી આદિના મંત્રોથી તલ આદિ પીલવું. (૧૨) નિલછનકર્મ– બળદ અને અશ્વ વગેરેની ખસી કરવી (સાંઢ વગેરેને ખસી કરી
બળદ વગેરે બનાવવા.) (૧૩) દવાગ્નિદાન- સહેલાઇથી જાણી શકાય છે. ભૂમિમાં નવું ઘાસ ઊગે એ માટે
કેટલાકો દવ(=અગ્નિ) સળગાવે છે. (૧૪) શોષણકર્મ- સરોવર, હૃદ અને તળાવ વગેરેને તેમાં ધાન્ય વગેરે વાવવા માટે
સૂકવવાં. આ પ્રસિદ્ધ જ છે. (૧૫) અસતીપોષણ– કેટલાકો (કુલટા) દાસીઓને (વ્યભિચાર કરવા માટે) પોષે છે અને
તેનું ભાડું લે છે. જેમ કે ગોલદેશમાં.
આ પંદર કર્માદાન છ પ્રકારના જીવોનો ઘાત વગેરે મહાસાવદ્યના હેતુ હોવાથી છોડવા જોઈએ. આ પંદર કર્માદાન માત્ર ઉપલક્ષણ છે. એથી આવા પ્રકારના બીજાં પણ બહુ સાવઘકર્મો છોડવા જ જોઇએ.
પ્રશ્ન- અંગારકર્મ વગેરે કઠોરકર્મરૂપ છે. તેથી જેણે કઠોરકર્મનું પ્રત્યાખ્યાન કર્યું છે તેણે આ કર્મોનું પણ પ્રત્યાખ્યાન કર્યું જ છે. તેથી કઠોરકર્મમાં પ્રવર્તતા તેને વ્રતનો ભંગ જ થાય, અતિચાર કેવી રીતે હોય?
ઉત્તર- તમારું કહેવું સારું છે. કારણ કે જાણી જોઈને ઇરાદાપૂર્વક ખરકર્મમાં પ્રવૃત્તિ કરનારને ભંગ જ થાય. અનાભોગ અને અતિક્રમ આદિથી ખરકર્મ કરવામાં અતિચાર જાણવો.
અનર્થદંડ વિરમણ વ્રત ઉપભોગ- પરિભોગ વ્રત કહ્યું. હવે અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. તેમાં અર્થ એટલે પ્રયોજન-કારણ. પ્રયોજનનો અભાવ તે અનર્થદંડ. પોતાનો આત્મા જેનાથી દંડાય તે દંડકપાપબંધ આદિ રૂપ નિગ્રહ. પ્રયોજન વિના પોતાના આત્માને દંડ તે અનર્થદંડ. (જેનાથી આત્મા દંડાય દુઃખ પામે તે દંડ. પાપસેવનથી આત્મા દંડાય છે= દુઃખ પામે છે. માટે દંડ એટલે પાપસેવન. સકારણ પાપસેવન તે અર્થદંડ. નિષ્કારણ ( બિનજરૂરી) પાપસેવન તે