________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પંદરકર્માદાન-૩૦૯
તુચ્છ- ઔષધિ-ભક્ષણ- તુચ્છ એટલે તેવી તૃપ્તિ ન કરવાના કારણે અસાર. ઔષધિઓ એટલે મગ વગેરેની કોમળ શિંગો. તુચ્છ મગ વગેરેની કોમલશિંગોનું ભક્ષણ કરવું તે અતિચારરૂપ છે.
પ્રશ્ન- જો આ શિંગો સચિત્ત છે તો તેનું ભક્ષણ પ્રથમ અતિચારથી ભિન્ન નથી, અર્થાત્ પ્રથમ અતિચારમાં એનો સમાવેશ થઇ જાય. હવે જો આ શિંગો અચિત્ત છે તો
અતિચાર જ થતો નથી.
ઉત્તર- તમારું કહેવું સાચું છે. પણ જે સાવદ્યનો અતિશય ભીરુ હોવાથી ચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે તે જો અચિત્ત પણ કોમલ શિંગોનું ભક્ષણ કરે તો તેની લોલુપતા જ બાકી રહે છે, અર્થાત્ તેની લોલુપતા જ પોષાય છે. કારણ કે કોમશિંગો તેવા પ્રકારની તૃપ્તિને કરતી નથી. આથી કોમશિંગો અચિત્ત કરીને પણ ન ખાવી જોઇએ. તેના ભક્ષણમાં પરમાર્થથી વ્રતવિરાધના થવાથી અતિચાર લાગે. (તેવી વસ્તુથી પેટ નહિ ભરાતું હોવાથી નિરર્થક વધારે જીવહિંસા થતી હોવાથી વ્રતવિરાધના થાય.)
એ પ્રમાણે રાત્રિભોજન અને માંસ વગેરેના વ્રતોમાં કે વસ્ત્રાદિ પરિભોગના વ્રતોમાં અનાભોગ અને અતિક્રમ આદિથી અતિચારની સ્વયં વિચારણા કરવી. કારણ કે આ અતિચારો ફક્ત ઉપલક્ષણ છે.
કર્મને આશ્રયીને પંદર અતિચારોનો ત્યાગ કરવો. તે અંગાર વગેરે કર્માદાન છે. (જેનાથી પાપકર્મો ગ્રહણ કરાય તે કર્માદાન.)
(૧) અંગારકર્મ– કોલસા બનાવીને વેચે.
(૨) વનકર્મ– સંપૂર્ણ વન ખરીદીને છેદે, પછી તેને વેચીને તેનાથી થતા લાભથી જીવન નિર્વાહ કરે.
(૩) શકટીકર્મ– ગાડાઓ બનાવીને વેચે, તેનાથી થતા લાભથી જીવનનિર્વાહ કરે. (૪) ભાડીકર્મ– ગાડી વગેરેથી બીજાનું કરિયાણું (ભાડાથી) એક સ્થળેથી બીજા સ્થળે લઇ જાય, અથવા ગાડા-બળદોને ભાડેથી બીજાઓને આપે.
(૫) સ્ફોટીકર્મ– ઊંડું ખોદવું, અથવા હળથી ભૂમિ ખેડવી.
(૬) દંતવાણિજ્ય– ભીલોને (હાથીના) દાંત લાવવા માટે પહેલેથી મૂલ્ય આપે. તેથી ભીલો (જંગલમાં) જઇને દાંત માટે હાથીઓને મારે. એ પ્રમાણે શંખ અને ચર્મ આદિનું પહેલેથી જ મૂલ્ય આપવું એ પણ અહીં કહેવું.