________________
૧૮૬-શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચાર સુંદરીઓની કથા
નથી તેને રાજાઓ કેવી રીતે બોલે? બીજો પણ જીવતાં જાતે જ પોતાની પણ સ્ત્રીને ન જ આપે. ઇત્યાદિ કદર્થના કરીને દૂતને કાઢી મૂક્યો. તેથી ગુસ્સે થયેલો હસ્તિનાપુરનો સ્વામી સૈન્ય અને વાહનોથી સહિત આવ્યો. બંનેયના ગુસ્સે થયેલા સૈન્યોનું યુદ્ધ થયું. તે યુદ્ધ કેવું છે? તે હવે કહેવાય છે– યુદ્ધના વાજિંત્રોથી ભયંકર અવાજ પ્રગટ્યો છે. અવાજથી ત્રાસેલા ઘણા કાય૨ પુરુષો નાસી ગયા. વેગથી ચાલેલા ભયંકર સુભટોથી સાંકડું છે. કડકડ અવાજ કરતા સેંકડો ધનુષો જેમાં ખેંચાયા છે. ગજેંદ્રના ગર્જા૨વથી ભયંકર છે. લાખો શત્રુઓને પીસી નાખવામાં આવે છે. ભમતા રથોથી વિકરાલ છે. ક્રોડો અશ્વોથી સાંકડું છે. ક્ષણમાં તે કેવું થયું? જેમાં ચક્રનો અંતરાલ ભાગ યુદ્ધમાં તલ્લીન બન્યો છે તેવું, ઉન્મત્ત હાથીઓ જેમાં ભેદાઇ ગયા છે તેવું, લોહીના સમૂહથી થયેલ કાદવથી પ્રચંડ, `પડતા મસ્તકોનો સમૂહ જેમાં છે તેવું, શિયાલ અને ગીધપક્ષીઓ જેમાં લોલુપ બન્યા છે તેવું, જેમાં ઘણા ઘડ નૃત્ય કરી રહ્યા છે તેવું, જેમાં સૈનિકો ઓછા થઇ ગયા તેવું, જેમાંથી દેવો અને દાનવો પલાયન થઇ રહ્યા છે તેવું, યુદ્ધ થયું.
આ પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ગજપુરના રાજાએ નંદનપુરના રાજાને પરાજિત કર્યો. તેથી ગજપુરનો રાજા બલાત્કારથી રતિસુંદરીને લઇને પોતાના ઘરે ગયો. પછી શૃંગાર કરીને અને રતિસુંદરીને એકાંતમાં રાખીને કહ્યું: હે ભદ્રે! આ માણસ તારો નોકર છે. તેથી ઇચ્છા મુજબ સુખોનો અનુભવ કર. રતિસુંદરીએ કહ્યું: જે રીતે મારો પતિ યુદ્ધમાં હણાયો તે રીતે તું મારું શીલ પણ હણવાને ઇચ્છે છે તેથી ખરેખર તું મોટાઇમાં ભૂલ્યો છે. જીવતા સિંહનાં કેશરાઓને, જીવતા સાપના મસ્તકના તેજસ્વી મણિને અને જીવતી મહાસતીઓના શીલને કોણ હરી શકે? પછી રાજાએ કહ્યું: આ સાચું છે. કિંતુ તારા પતિને મેં તારા માટે જ માર્યો છે. તેથી તને કોઇપણ રીતે નહિ છોડું. રાજાનો આગ્રહ જાણીને અને અશુભકાર્યમાં કાલક્ષેપ કરવો એમ લોકમાં સંભળાય છે એમ વિચારીને રતિસુંદરીએ કહ્યું: હે રાજન! જો એમ છે તો ચાર મહિના સુધી રાહ જો. કારણ કે એટલા કાળ સુધી મેં અબ્રહ્મનું પચ્ચક્ખાણ કર્યું છે. આ મારા પોતાના વશમાં જ છે એમ વિચારીને રાજાએ તે સ્વીકાર્યું. પછી તેટલા દિવસ રતિસુંદરીએ રાજાને દેશના (=ધર્મોપજાદેશ) કરી. પોતે પણ સંબોલ અને સ્નાન વગેરે શરીર વિભૂષાનો ત્યાગ કર્યો. તો પણ ચાર માસ પૂર્ણ થતાં ફરી પણ તેણે રતિસુંદરીની પાસે ભોગની પ્રાર્થના કરી. તેને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે તેના દેખતાં જ રતિસુંદરીએ મદનફલ (=મીંઢળ) આદિથી દુગંછાની મતિને ઉત્પન્ન
૧. ચક્ર એટલે સૈન્યની ચક્રાકારે રચના.
૨. અથવા જેમાં નિરંતર મસ્તકો પડી રહ્યા છે તેવું.
૩. ધડ એટલે મસ્તક વિનાનું શરીર.