________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
શીલધર્મ
હવે ક્રમથી આવેલો શીલધર્મ કહેવાય છે. “સ્વભાવ, બ્રહ્મચર્ય, સર્વજીવોમાં દયા, અનુગ્રહ, દાન- આને વિદ્વાનો શીલ કહે છે.” આ વચનથી શીલ જો કે અનેક પ્રકારનું છે. તો પણ અહીં પ્રાયઃ લોકરૂઢિનો આશ્રય લઇને બ્રહ્મચર્ય સ્વરૂપ શીલને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વદ્વારની સાથે સંબંધવાળી ગાથાને કહે છે–
૧૮૪-શીલધર્મ]
इय एक्कं चिय दाणं, भणियं नीसेसगुणगणनिहाणं । जइ पुण सीलंपि हविज्ज तत्थ ता मुद्दियं भुवणं ॥ ६० ॥
આ પ્રમાણે એકલું પણ દાન સઘળા ગુણસમૂહનું નિધાન કહ્યું છે. પણ જો દાન આપનારમાં શીલ પણ હોય તો ગુણકથાને આશ્રયીને જગત ભરાઇ ગયું, અર્થાત્ જગતમાં આનાથી અધિક કોઇ ગુણકથા નથી.
[શીલનો અર્થ
વિશેષાર્થ– આ પ્રમાણે એટલે હમણાં જ દાનધર્મના વર્ણનમાં કહ્યું તે પ્રમાણે. શીલ એટલે સંપૂર્ણપણે પરસ્ત્રી આદિનો ત્યાગ, અથવા સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન. ગુણનિધાન પણ દાન-શીલથી અતિશય શોભે છે. આથી દાન પછી શીલ કહેવાય છે. આ પ્રમાણે દાનદ્વાર પછી શીલદ્વારનો સંબંધ કહ્યો એમ જાણવું. [૬૦]
શીલનું આવું માહાત્મ્ય શાથી છે એ કહે છે–
जं देवाणवि पुज्जो, भिक्खानिरतोवि सीलसंपन्नो । पुहइवईवि कुसीलो, परिहरणिज्जो बुहयणस्स ॥ ६१ ॥
કારણ કે ભિક્ષામાં તત્પર પણ, અર્થાત્ ભિક્ષા માગનાર પણ જો શીલસંપન્ન હોય તો દેવોને પણ પૂજ્ય છે, અને રાજા પણ જો કુશીલ હોય તો બુધજનને ત્યાગ કરવા યોગ્ય છે. [૬૧]
શીલવાળાનું મરણ પણ વખણાય છે અને શીલરહિતનું જીવન પણ નિંદાય છે એમ બતાવે છે–
कस्स न सलाहणिज्जं, मरणंपि विसुद्धसीलरयणस्स ? ।
જમ્સ વન ગરખિન્ના, વિયતિયસીના નિયંતાવિ? ॥ ૬॥
વિશુદ્ધ શીલરત્નવાળાનું મરણ પણ કોને પ્રશંસા કરવા યોગ્ય નથી? અર્થાત્ બધાને પ્રશંસા કરવા યોગ્ય છે. શીલરહિત જીવો જીવતા હોય તો પણ કોને ગર્હ કરવા યોગ્ય નથી? અર્થાત્ બધાને ગર્હ કરવા યોગ્ય છે. [૬૨]