________________
ઉપખંભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનસારની કથા-૧૮૩ દ્રવ્ય હતું તેટલું જ ફરી પણ પોતાના સુચરિત્રથી થશે. આ પ્રમાણે કહીને તથા ખમાવીને દેવ અદશ્ય થઈ ગયો. પ્રતિમાને પારીને શેઠે પણ આ વિચાર્યું. મારે તે ધનથી શું? અથવા ધન પણ થાઓ. જેથી હું સ્વદ્રવ્યને મેળવીને પોતાના “કૃપણ' એવા કલંકને ધોઈ નાખું. ઇત્યાદિ વિચારીને મથુરાનગરીમાં પોતાના ઘરે આવ્યો. નિધાનોને જુએ છે, તો સઘળાં નિધાનોને જેવાં હતાં તેવાં જુએ છે. દેશાંતરમાં ગયેલું બીજું દ્રવ્ય સઘળું જુએ છે. જે દ્રવ્યને લોકો ખાઈ ગયા હતા તેને પણ આ શેઠ ક્લેશ વિના મેળવે છે. વિશેષ કહેવાથી શું? છાસઠ ક્રોડ ધન મળ્યું. અતિ શુભભાવથી કરેલાં પુણ્યો તત્કાલ પણ ફળે છે. પછી તેણે ત્યાં ઊંચું અને પરમ રમણીય જિનમંદિર કરાવ્યું. તથા જીર્ણોદ્ધારમાં અનેક પ્રકારનાં દાન ત્યાં સુધી આપ્યાં કે કંઈક દ્રવ્ય બાકી રાખીને બીજાનો ત્યાગ કર્યો. ધર્મ અને કીર્તિ મેળવીને, ઘરમાં પુત્રને સ્થાપીને અંતે એક માસ સુધી ભક્તનું પ્રત્યાખ્યાન કરીને સૌધર્મદેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી વેલો તે મહાવિદેહમાં સુકુલરૂપ સંપત્તિને પ્રાપ્ત કરીને અને તપ કરીને મોક્ષના સુખોને પામશે. આ કથાનક “સમુદ્રના કાંઠે શોકાવસ્થાને પામ્યો” ત્યાં સુધી જ પ્રસ્તુતમાં ઉપયોગી છે. બાકીનું કથાનક તો પ્રસંગથી કહ્યું છે. [૫૯].
- ધનસાર શેઠનું કથાનક પૂર્ણ થયું.
આ પ્રમાણે નિર્મલ ચિત્તવાળા શ્રેષ્ઠ મુનિઓ વડે લાખો યુક્તિઓથી નિશ્ચિત કરાયેલું દાન જ આપવા યોગ્ય છે. પવનથી હાલતી ધજાના જેવા વિલાસવાળી લક્ષ્મીનું દાન સિવાય બીજું ફળ જોતાં ક્યાંય પણ જોવામાં આવતું નથી. (૧) શ્રદ્ધા વિના કરેલું દાન પણ સમતા, નીતિ, ગુણો, સૌભાગ્ય અને કુલીનતા વગેરેને ઉત્પન્ન કરે છે. કષ્ટ વિના સઘળાય દેવોને વશ કરે છે. તે લોકો! અહીં દાન કોની સમાન છે તે કહો! આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલા વિવરણમાં ત્રીજું ઉપષ્ટભદાન
દ્વાર પૂર્ણ થયું. તે પૂર્ણ થતાં ત્રણ પ્રકારના દાનધર્મનું સમર્થન કરાયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ઉપષ્ટભદાન દ્વારનો રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. અબ્દુ એટલે શ્રદ્ધા વિના કરેલું.