________________
શીલધર્મ)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સીતાજીનું ચરિત્ર-૧૯૫ ફેલાયેલા પ્રતાપવાળા બીજા રાજાઓને પણ જીતીને ઘણા દેશોને લઈને તે બંને મહાન રાજા થયા. હવે કયારેક નારદે તે બેને કોઈપણ રીતે આશીર્વાદ આપ્યા કે હે વત્સ! તમે રામલક્ષ્મણની લક્ષ્મીને જલદી મેળવો. રામ કોણ છે એમ તેમણે પૂછ્યું એટલે નારદે બધુંય કહ્યું. તે સાંભળીને તે બંનેએ પિતાની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં શ્રીરામના રથ અને મુસલ નિષ્ફળ થયાં. લક્ષ્મણજીએ મૂકેલું ચક્રપણ નિષ્ફળ જ થયું. ખરેખર! બલદેવ અને વાસુદેવ આ બે જ છે એ પ્રમાણે અતિશય વ્યાકુળ હૃદયવાળા શ્રીરામ અને શ્રીલક્ષ્મણ વિચારી રહ્યા હતા તેટલામાં નારદે તેમને કહ્યું: આ તમારા જ પુત્રો છે. માટે ખેદ ન કરો. નારદે આ પ્રમાણે કહ્યું. એટલે શ્રીરામ અને શ્રીલક્ષ્મણ પુત્રોની પાસે આવ્યા. તે બંને પણ તેમને વિનયથી નમ્યા. પછી રામે સીતાજીને યાદ કરીને ત્યાં ઘણો વિલાપ કર્યો. પછી સ્વસ્થ થઈને પુત્રોની સાથે અયોધ્યાનગરીમાં પ્રવેશ કર્યો. વર્યાપનક કરાવ્યું.
હવે સઘળાય સામંતોએ શ્રીરામને કહ્યું: હે દેવ! સીતાજી દુઃખથી રહે છે. માટે કૃપા કરીને તેમને અહીં તેડાવો. શ્રીરામે કહ્યું: જો સીતાજી વિશ્વાસ કરાવીને લોકાપવાદને દૂર કરે તો હું તેડાવું. વિભીષણ વગેરે વિદ્યાધરોએ આ કબૂલ કર્યું. સઘળાય લોકોને નગરની બહાર ભેગા કર્યા. અતિશય ઘણા માંચડા બાંધ્યા. સીતાજીને ત્યાં લાવવામાં આવ્યા. શ્રીલક્ષ્મણે રાજાઓની સાથે વિમાનમાં પુષ્પો ઉછાળીને અર્થથી સીતાજીની પૂજા કરી. રામચંદ્રજીએ વિચાર્યું. કોણ જાણે સીતાજી દિવ્યમાં શુદ્ધ થશે કે નહિ? સીતાજી જંગલમાં પણ કેમ ન મરાયા? રાવણ વડે કેમ ન મરાયા? પછી સીતાજીએ કહ્યુંઃ ત્રાજવા ઉપર ચડું, અગ્નિમાં પ્રવેશ કરું, અથવા ફાલને પકડું, અથવા ઉગ્રવિષને પી જાઉં, તમે જે કહો તે બીજું પણ દિવ્ય કરું. સીતાજીએ નમીને આ પ્રમાણે કહ્યું એટલે શ્રીરામે કહ્યું: હે પ્રિયા! તારું શીલ ચંદ્ર જેવું નિર્મલ છે એ હું પણ જાણું છું. તો પણ લોકોને ખબર પડે એ માટે તું અગ્નિમાં પ્રવેશ કર. ખુશ થયેલા સીતાજીએ તે સ્વીકાર્યું. પછી શ્રીરામે નગરની બહાર ત્રણ સો હાથ સમચોરસ અને ત્રણ સો હાથ ઊંડી વાવ ખોદાવી, અને ચંદન વગેરેના કાષ્ઠોથી પૂરાવી. જ્વાલાઓથી આકાશને પણ પૂર્ણ કરતો અગ્નિ સળગાવ્યો. અહો! અહો! રામ નિર્દય છે એવો હાહાકાર થવા લાગ્યો.
આ દરમિયાન ઇદ્ર કોઈ મુનિના કેવલજ્ઞાનનો મહિમા કરવા માટે ત્યાં આવ્યો. ત્યાં તે વૃત્તાંતને જાણીને સીતાજીની વૈયાવચ્ચ કરવા માટે હરિણગમેષીને મોકલ્યો. સીતાજીએ જિનોને સ્તવીને, પરમેષ્ઠિઓને નમીને, કાયોત્સર્ગ કરીને, દેવ-મનુષ્યોના સમૂહને સાક્ષી રાખીને, ઇચ્છાઓનો નાશ કરીને, અગ્નિમાં ઝંપાપાત કર્યો. (૭૫) હાહાકારથી મુખર બનેલા અને અગ્નિમાં પડતા સીતાજીને જોતા લોકને અગ્નિ, ધૂમાડો, કે કાષ્ઠ દેખાતું નથી, કિંતુ પાણીથી પરિપૂર્ણ અને કમલિનીના વનથી શોભિત વાવ દેખાય છે. સીતાજી ઘણાં કમળોની ૧. ફાલ એટલે લોઢાની કોશ. “તપાવેલા લોઢાને પકડું” એવો તાત્પર્યાર્થ છે. ઉ. ૧૪ ભા.૧