________________
૧૯૪- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સીતાજીનું ચરિત્ર શ્રીરામનું શાસન આજ્ઞાની પ્રધાનતાવાળું છે. તે આપ જુઓ છો=તેની આપને ખબર છે. આથી સીતાજીએ કહ્યું: જો એ પ્રમાણે છે તો પણ મારા વચનથી રઘુવંશના તિલકભૂત શ્રીરામને તારે આ પ્રમાણે કહેવું- હે સ્વામી! આટલા કાળ સુધી આપે વિચાર્યા વિના કાર્ય કર્યું હોય એવું બન્યું નથી. પણ હમણાં જે તેવું દેખાય છે તે પણ મારા કર્મ દોષથી છે. તે સ્વામી! તેથી જો કે આપે મારા પાપોદયના કારણે મારો ત્યાગ કર્યો છે, તો પણ લોકાપવાદને સ્વપ્નમાં પણ સ્પષ્ટ (= જરા પણ) ન સાંભળશો. હે સ્વામી! વચન અને શરીર દૂર રહો, કિંતુ મારું મન પણ આપને છોડીને કયારેય અન્ય પુરુષમાં ગયું નથી. તેથી હે નાથ! જેવી રીતે નિર્દોષ પણ મારો આપે ત્યાગ કર્યો, તેમ દુષ્ટલોકોના વચનથી જ જિનધર્મને ન છોડશો. કારણ કે મારો ત્યાગ કરવા છતાં આપને અન્ય સ્ત્રી મળી રહેશે અને કુગતિ નહિ થાય. પણ ધર્મને છોડી દેવાથી તે દુર્લભ થશે અને દુર્ગતિમાં જવાનું થશે. આપની મહેરબાનીથી મેં ધર્મ કર્યો અને વિલાસો કર્યા. તે સ્વામી! તેમાં મેં જે અપરાધ કર્યો હોય તેની હમણાં ક્ષમા કરો. આ પ્રમાણે કહીને મૂર્છાથી બીડાઈ ગયેલી આંખોવાળા સીતાજી ભૂમિ ઉપર પડ્યા. સેનાધિપતિએ વિચાર્યું: જો, અહો! સીતાજીએ કેવી રીતે વિનયપૂર્વક કહ્યું. અથવા કુલીન સ્ત્રીઓની વચનરચના આવી જ હોય છે. શેરડીના સાંઠાઓ પીલાતા હોવા છતાં મધુર જ હોય છે. અસત્ય આળના કારણે માનસિક દુઃખથી પીડાયેલા સીતાજી ચોક્કસ આ ભયંકર વનમાં નહિ જ જીવે. તેથી ચોક્કસ સંપૂર્ણ જગતમાં મારા જેવો બીજો કોઈ પાપનું ઘર નથી. કારણ કે હું સીતાજીને આવાં દુઃખોમાં કારણ બન્યો. આ પ્રમાણે વિચાર કરતો અને વિલાપ કરતો સેનાધિપતિ સીતાજીને મૂકીને ગયો. રામની પાસે જઈને રામને તે બધુંય કહ્યું. તે સાંભળીને રામચંદ્રજી પણ મૂછ પામ્યા. ઘણા પ્રકારના વિલાપ કર્યા. સીતાના ગુણને યાદ કરીને ઘણો પશ્ચાત્તાપ કર્યો.
આ તરફ સીતાજી જંગલમાં વિલાપ કરતા રહ્યા છે, એટલામાં પુંડરિકનગરીનો સ્વામી અને સુશ્રાવક વજજંઘરાજા હાથીઓને બાંધવા માટે ત્યાં આવ્યો. તે સીતાજીને બહેન તરીકે સ્વીકારીને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં ઘણા આદરથી રહેતા સીતાજીએ બાળકના યુગલને જન્મ આપ્યો. (૫૦) શુભદિવસે તેમનાં નામો કર્યા. તેમાં મોટાનું અનંગલવણ અને બીજાનું મદનાંકુશ નામ કર્યું. તેમના ગુણોને કહેવા માટે 'વિદ્વાનોની પણ બુદ્ધિ પહોંચતી નથી. યૌવનમાં રહેલો અનંગલવણ ઘણી કન્યાઓને પરણ્યો. મદનાંકુશ માટે પૃથુરાજાની પુત્રીની માગણી કરી. તેણે કહ્યું: જેનું કુલ અને પિતા જણાતા નથી તેના માટે પણ મારી પુત્રી માંગવામાં આવી છે. લોકનું નિર્લજ્જપણું જુઓ. તેથી ગુસ્સે થયેલા વજજંઘે તેના ઉપર પ્રયાણ કર્યું ચડાઈ કરી. આ વૃત્તાંતને સાંભળીને બંને રામપુત્રો રોકવા છતાં યુદ્ધના મોખરે વજવંદની આગળ થઈને પૃથુરાજાને જીતીને જગતની પણ સમક્ષ તેની પુત્રીને લીધી. પછી ૧. અથવા દેવાની પણ બુદ્ધિ પહોંચતી નથી.