________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સીતાજીનું ચરિત્ર-૧૯૩ યુક્તિથી કહેવા છતાં રામચંદ્રજીએ અસદ્ આગ્રહને ન છોડ્યો એટલે ઉગને ધારણ કરતા લક્ષ્મણજી પોતાના ઘરે ગયા. પછી રામચંદ્રજીએ કૃતાંતવદન નામના સેનાધિપતિને મોકલ્યો. તે રામચંદ્રજીની આજ્ઞા લઈને સીતાજીની પાસે ગયો. પછી તેણે સીતાજીને કહ્યું: હે સ્વામિનિ! તમને જિનમંદિરોને વાંદવાનો દોહલો થયો હતો. તેમાં અહીં રહેલા જિનમંદિરોને તમોએ વંદન કર્યાં. હમણાં બીજા પણ દેશોમાં જિનમંદિરોના વંદન કરાવવા માટે મને રામચંદ્રજીએ આજ્ઞા કરી છે. તેથી આપ ઊભા થાઓ અને ઉત્તમ રથમાં ચડો. તે સાંભળીને ખુશ થયેલા સીતાજી રથ ઉપર ચડ્યા. ગામ-નગર-ખાણોને ઓળંગીને ગંગાનદીના કિનારે આવ્યા. તે નદી ફેલાતા ઘણા જલના અવાજના બહાનાથી સીતાજીને કહે છે કે હે મુગ્ધા! તે રામે તારું આ સારું નથી કર્યું. સીતાજીને અસત્ય લોકાપવાદથી થયેલું દુઃખ ઉપસ્થિત થયેલું જોઈને - કમલવનમાં ભેગા થયેલા ભમરાના અવાજોથી જાણે કમલવનોએ રૂદન કર્યું. અતિશય દુઃખી થયેલાં કમળનાં પાંદડાં પણ ઉચ્છળેલા ઘણા તરંગોની શ્રેણિના બહાનાથી શીલવતી સીતાજીને 'અર્થ આપે છે. આવી ગંગાનદીને ઉતરીને રથને ભયંકર અટવીમાં ઊભો રાખીને સેનાધિપતિએ ગદ્ગદ્ વાણીથી સીતાજીને કહ્યું: હે દેવી! શ્રીરામચંદ્રજીએ મને જે આદેશ કર્યો છે તે આપને કહેવા માટે હું અસમર્થ છું. મારી વાણી કંઠમાં જ ઘોળાતી નાશ પામે છે. કિંતુ અતિ નિર્દય વિધિ વડે હું સેવક બનાવાયો છું. સેવકોને કાર્યાકાર્યનો વિભાગ ક્યાંથી હેય? (રપ) આથી જ સર્વશાસ્ત્રોમાં સેવાવૃત્તિની નિંદા કરવામાં આવી છે. કારણ કે તે કોઈ અકાર્ય નથી, કે જેને પરવશ સેવક ન કરે. પછી સીતાજીએ કહ્યું: હે વત્સ! શ્રીરામ અયુક્ત ન કહે, અને યુક્તને કહેતાં તને અહીં શો ભય છે? તેણે કહ્યું: હે દેવી! ભાગ્ય ચલિત થયે છતે મોટાઓની પણ બુદ્ધિ ચલિત થાય છે. કારણ કે શ્રીરામચંદ્રજીએ મને “સીતાજીને જંગલમાં છોડ'' એવો આદેશ કર્યો છે. અને તે સ્વામિનિ! કહેવાતો પણ અપરાધ ઉપહાસ્યને ઉત્પન્ન કરે છે. કારણ કે આપના પણ શીલમાં લોકાપવાદ ફેલાયો છે. તે સાંભળીને સીતાજી રથમાંથી ઉતરીને મૂછના કારણે કુહાડીથી છેદાયેલ ચંપકલતાની જેમ પૃથ્વી ઉપર પડ્યા. પછી સેનાધિપતિ વડે શીતલ કેળના પાંદડાના પવનથી સ્વસ્થ કરાયેલા સીતાજીએ કહ્યું: હા ભાગ્ય! આવું શું કર્યું? જો તું રુષ્ટ થયેલો છે તો સજ્જનસંગની સાથે તૃણ જેવા જીવ (=પ્રાણ)ને હરી લે. પણ તું મારા પણ શીલને મલિન કરે છે તે તારી ધિક્રાઇ છે. અથવા અયોધ્યા નગરી કેટલી દૂર છે? અને તે રામ ક્યાં છે? તે તું મને કહે. જેથી ત્યાં જઈને તેને મારા શીલનો વિશ્વાસ કરાવું. રડતા એવા સેનાધિપતિએ કહ્યું: નગરી દૂર છે.
૧.
અર્થ એટલે પૂજાની સામગ્રી. તે આ પ્રમાણેआपः क्षीरं कुशाग्रं च, दधि सर्पिः सतण्डुलम् ।
यवः सिद्धार्थकश्चैव, अष्टाङ्गोऽर्ध्यः प्रकीर्तितः ॥ અર્થના પાણી, દૂધ, કુશનામના ઘાસનો અગ્રભાગ, દહીં, ઘી, ચોખા, જવ, સરસવ એ આઠ અંગો છે.