________________
૨૪-અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર દુઃખજનક તે વસ્તુને (=વસ્તુસ્થિતિને) જોયા વિના જીવોને પાડે છે. રમતપ્રિય એ નૃત્યદર્શનમાં જ આનંદ પામે છે. તેથી નટોને સદા વિવિધ રીતે નચાવે છે. ઇન્દ્ર વગેરેને પણ કહે છે કે મારી આગળ વિવિધ નૃત્ય કરો. ઈદ્ર વગેરે પણ તે જ પ્રમાણે કરે છે. અને તે કહે તે પ્રમાણે નાચે છે. તેથી વચનસમૂહથી વ્યાકુળ બનેલા કેટલાક અસંખ્યાત જીવોને નારકરૂપધારી (બનાવીને) નચાવે છે. તિર્યચપણામાં રહેલા અન્ય અનંતજીવોને એપ્રિય અને બેઇંદ્રિય આદિ ભાવો વડે વિવિધ રૂપે નચાવે છે. એ જ પ્રમાણે હીન-ઉત્તમ-મધ્યમ અસંખ્ય મનુષ્ય અને અસંખ્ય દેવસ્વરૂપ પાત્રોને નૃત્યમાં જોડે છે. આ નાટક ક્યાંક ઈષ્ટના વિયોગવાળું છે. અન્ય સ્થળે ઇષ્ટના સંગવાળું છે. ક્યાંક રોગથી ઘેરાયેલું છે. ક્યાંક અતિશય દારિત્ર્યથી દુઃખવાળું છે. ક્યાંક આપત્તિથી વ્યાકુલ છે. ક્યાંક સંપત્તિના લાભથી આનંદવાળું છે. ક્યાંક સ્વકુલથી વિરુદ્ધ ચેષ્ટાઓથી આશ્ચર્ય ઉત્પન્ન કરનારું છે. ક્યાંક સ્વધર્મથી વિરુદ્ધ આચરણવાળા પાખંડીઓએ આપેલા (વિપરીત) જ્ઞાનવાળું છે. આ પ્રમાણે કર્મપરિણામ નામનો રાજાધિરાજ આ ભવનાટક કરાવે છે. ભવનાટકમાં જીવોને નચાવે છે. જીવનું આ દુઃખી વિવિધ સ્વરૂપ જેમ જેમ તેની આગળ નૃત્ય કરે છે તેમ તેમ નિર્દય અને પાપી તે અધિક અધિક ઉલ્લાસ પામે છે. નારકો તિર્યચપણામાં, તિર્યંચો મનુષ્યપણામાં અને મનુષ્યો સ્વર્ગમાં જઈને ફરી પણ અન્ય અન્ય રૂપોથી પરિભ્રમણ કરે છે. એ નાટકમાં રાગ-દ્વેષરૂપ બે પટહ(=ઢોલ) વગાડવામાં આવે છે, અને દુષ્ટ અભિસંધિ નામનો પુરુષ તે બન્નેને વગાડે છે. મધુર કંઠવાળા ક્રોધાદિ ચાર ગવૈયાઓ જગપ્રસિદ્ધ છે. તેમાં આહારસંશા વગેરે સંજ્ઞાઓ ઝાંઝ ( કરતાલ) છે. અહીં પાત્રોને શણગારવા માટે ઘણી (=અનેક પ્રકારની) લેશ્યાઓ કહી છે. બાકીના પુદ્ગલસ્કંધો નાટકના ઉપકરણ છે. મોહ અનેક વિક્ષેપ કરનાર સૂત્રધાર છે. અહીં કામ 'વિદૂષક છે. કેવળ વિશાળ સંસાર રંગમંચ છે. આ પ્રમાણે અનેક સાધનોથી ત્રણ જગતને નચાવતા તેનાથી કેવળ તે જ છુટેલો છે કે જે મોક્ષને પામેલો છે.
તેથી અનુકૂલ કરાયેલો આ જ દેવનું રક્ષણ કરે છે. મહિસાગર મંત્રીએ કહ્યું: તમોએ સારું વિચાર્યું. આ કર્મપરિણામરૂપ મહારાજા અમારો પણ સુપરિચિત છે. પણ આ બીજાની ઇચ્છાથી ક્યારેય અનુકૂલ થતો નથી. કારણ કે તે ગરીબને, દુ:ખીને કે રોગીને જોતો નથી. પોતાની ઇચ્છાથી પ્રવૃત્તિ કરે છે. દેવોનું પણ વચન કરતો નથી=માનતો નથી. કેટલાકને
૧. નટ્ટ= નૃત્ય | ૨, સંમૂર્ણિમ મનુષ્યોની અપેક્ષાએ અસંખ્યાત મનુષ્યો સમજવા. ૩ મધ = આશય કે અભિપ્રાય. ૪. શૃંગારરસમાં સહાયક મશ્કરો પુરુષ. ૫. પ્રતમાં છુટ્ટી એમ મુદ્રિત છે. તેના સ્થાને છુટ્ટો એમ હોવું જોઈએ.