________________
૧૭૪- ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[બે નોકરોનું દૃષ્ટાંત આકૃતિઓથી (=ચોરોનાં લક્ષણોથી) જોઈને તેને ત્યાં પ્રવેશ કરાવ્યો. તેણે ચોરોને પૂછ્યું: તમે શા માટે ઝગડો કરો છો? (૧૦૦) તેથી ચોરોએ કહ્યું: અમારી ચોરેલી વસ્તુઓ કંથા, લાકડી અને પાદુકાઓ એમ ત્રણ છે અને અમે ચાર છીએ. તેથી ભાગ કરતા એવા અમને મેળ થતો નથી. તેથી લડીએ છીએ. તેથી કુમારે કહ્યું: અસાર આ વસ્તુઓ માટે કોણ ઝગડે? તેથી ચોરોએ કહ્યું તું ભોળો છે. હજી પણ તું એમના માહાભ્યને જાણતો નથી. કુમારે કહ્યું અમને તેનું માહાત્મ કહો. ચોરોએ કહ્યું: જો એમ છે તો સાંભળો. એક સિદ્ધપુરુષે અહીં શમશાનમાં છ મહિના સુધી આરાધના કરીને વિદ્યાદેવીને પ્રસન્ન કરી. તેણે આ ત્રણ વસ્તુઓ તેને આપી. અમે પણ છમહિના સુધી વિદ્યાસિદ્ધને શોધીને, મારીને, આ ત્રણેય વસ્તુઓને લઈને, હમણાં આ વસ્તુઓના વિભાગ કરવા માટે અહીં દેવમંદિરમાં આવ્યા. આ ત્રણમાં પણ કંથાને ઝાટકવાથી દરરોજ પાંચસો રત્નો પડે છે. લાકડીને ઉપર ભમાડવાથી કોઇ શસ્ત્ર લાગતું નથી. પગોમાં પહેરેલી પાદુકાઓથી (આકાશમાં) ઉડીને ઇચ્છિત દેશમાં જવાય છે. તેથી અમે આ પ્રમાણે ઝગડીએ છીએ. તેથી કુમારે કહ્યું: જો એમ છે તો અહીં ઝગડાથી શું? હું જ અર્ધીક્ષણમાં તમારા વિવાદનો નિશ્ચય કરું છું. આ પ્રમાણે કહીને લાકડી અને કંથાને લઈને ક્ષણવાર નિરીક્ષણ કરીને પગોમાં પાદુકાઓ નાખીને ત્યાંથી જલદી ઊડી ગયો, અને નગરની બીજી તરફ નીચે ઉતર્યો. ચોરો વિલખા મુખવાળા થઈને પોતપોતાના સ્થાનોમાં ગયા. કુમાર પણ કંથાને ઝાટકીને પાંચસો રત્નો લે છે. વેશનું પરિવર્તન કરીને નગરની અંદર ચાલ્યો. પછી ત્યાં જુગાર રમે છે. ફરી પણ વિશેષ રીતે વિલાસો કરે છે.
ભોળપણથી વરસેનકુમારે પાદુકાઓ ગુમાવી. એકવાર કુટ્ટિણીએ તેને જોયો. વિસ્મય પામેલી તે ઘરે ગઈ. મગધાને સફેદ વસ્ત્રો પહેરાવીને અને વેણી રચીને કુમારની પાસે લઈ ગઈ. પછી તેણે કુમારને કહ્યું: હે વત્સ! તે વખતે પાપિણી મેં તને ઘરમાંથી કાઢ્યો છે. પણ મગધા તારા વિરહમાં રડતી આ પ્રમાણે (Fશણગાર વિના) રહી છે. ઇત્યાદિ કપટથી કહ્યું. એટલે કુમારે વિચાર્યું. મારા ઉપર રંડાયેલી આનો (=મગધાનો) ફરી પણ શણગાર થાઓ. પણ હવે હું સંભાળીશ. પછી પ્રણામ કરીને કહ્યું હે માતા! તારી પુત્રીને આ યોગ્ય છે. તેથી હું શું કરું? કુમારે આ પ્રમાણે કહ્યું એટલે કુટ્ટિણી કુમારને ઘરે લઈ ગઈ. કેટલાક દિવસો પછી ફરી પણ કુટ્ટિણીએ મગધાને “એની પાસે દ્રવ્ય કેવી રીતે આવે છે એમ પૂછવાનું કહ્યું. મગધાએ કહ્યું: હે પાપિણી! તું લોભી છે. તેથી તું જાતે જ પૂછ. તેથી કુટ્ટિણીએ પૂછ્યું: હે પુત્ર! તારું આ દ્રવ્ય કેવી રીતે આવે છે? કુમારે કહ્યું હે માતા! હું પાદુકાઓ પહેરીને આકાશમાં ઉડીને અન્ય દેશમાંથી ધન ચોરીને લાવું છું. કુટ્ટિણીએ કહ્યું: જો એમ છે તો મારા મનોરથ સિદ્ધ થયા. કારણ કે તારા વિરહમાં મેં સમુદ્રમાં કામદેવની પ્રતિમાની માનતા ઇચ્છી