________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
ભોળપણથી વરસેનકુમારે આમ્રફળ ગુમાવ્યું.
આ તરફ ત્યાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. તેથી દેવથી અધિષ્ઠિત ઉત્તમ હાથી અને અશ્વ વગેરે વસ્તુઓ રાજ્યને યોગ્ય પુરુષને શોધવા માટે ફરે છે. પછી તે વસ્તુઓએ નગરની બહાર અમરસેનકુમારનો આશ્રય લીધો=અમરસેનકુમારને રાજા બનાવ્યો. તેથી અમરસેન ઉત્તમહાથીના સ્કંધ ઉપર આરૂઢ થયો. સામંતો અને મંત્રીઓ તેને નમ્યા. તેના મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ ક૨વામાં આવ્યું. પછી શ્વેત ચામરોથી વીંજાતો અને લોકથી આદર કરાયેલો તે નગરમાં પ્રવેશ્યો. વરસેને પણ સઘળા સમાચાર મેળવીને વિચાર્યું: હું પણ ત્યાં જઈને વિનયથી ‘હું આનો ભાઇ છું, મને પણ કોઇક દેશો આપો'' એમ શું કહીશ? અર્થાત્ નહિ કહું. કારણ કે વિશ્વ બદલાઇ જાય તો પણ મારી જીભ આ ન કહે. જે દિવસમાં અને રાતમાં વ્યવસાય છોડીને બીજાનું મુખ જોવાય તે દિવસ અને રાત હાથ ઊંચા કરીને એકી સાથે જતા રહો. ઇત્યાદિ વિચારીને પૂર્વોક્ત દ્રવ્યથી ત્યાં પણ વિલાસ કરે છે, તથા મગધા વેશ્યાના ઘરમાં રહે છે. રાજાએ પણ વરસેનને નગરમાં ઘણો શોધાવ્યો. પણ કોઇ પણ રીતે તે જોવામાં ન આવ્યો. પછી રાજા પણ રાજ્યચિંતામાં વ્યગ્ન બની ગયો. વરસેન પણ જુગા૨ ૨મે છે, અતિશય ઘણા વિલાસો કરે છે. ઘણા દિવસો બાદ મગધાને પોતાની કુટ્ટિણીએ કહ્યું: હે વત્સા! સ્વપતિને પૂછીને મને કહે કે કોઇની સેવા વગેરે કર્યા વિના એનું ધન કેવી રીતે પૂરું થાય છે? અર્થાત્ એની પાસે ધન કેવી રીતે આવે છે? મગધાએ કહ્યું: હે માતા! તારે આ ચિંતાથી શું કામ છે? કારણ કે તારે ધનથી જ પ્રયોજન છે, બીજાથી શું? આ પ્રમાણે કહેવા છતાં કુટ્ટિણી અસદ્ આગ્રહને છોડતી નથી. આથી એક દિવસ ઘણા આગ્રહથી મગધાએ તેને પૂછ્યું: તેણે પણ સરળભાવથી (સત્ય) કહ્યું. આ જાણીને કુટ્ટિણીએ ૨સોનું સંયોજન કરીને તેને ઊલટી કરાવી. ઊલટીને થાળમાં લઇને (ઊલટીથી નીકળેલું) તે આમ્રફલ લઇને હવે આ ધનહીન છે એમ વિચારીને વરસેનને ઘરમાંથી કાઢી મૂક્યો. પછી કોગળા કર્યા તો થુંક જ પડી, પણ પાંચસો સોનામહોર ન પડી. હવે કુમારે વિચાર્યુંઃ અહો! મારી અજ્ઞાનતા! જેથી શાસ્ત્રોમાં નિષેધ હોવા છતાં મેં સ્ત્રીઓને રહસ્ય કહ્યું. અથવા રાગાંધ જીવોને આજે પણ આ કેટલું છે?
[બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૩
વ૨સેનને ચમત્કારિક ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ
ઇત્યાદિ વિચારતો તે વિલખો બનીને નગરમાં ભમે છે. હવે કોઇપણ રીતે મધ્યરાતે નગરની બહાર દેવમંદિરમાં ગયો. ત્યારે ચાર ચોરો ચોરેલી વસ્તુઓના વિભાગ માટે લડે છે. તેથી કુમારે ત્યાં તેમને ચોરસંશા કરી. તેથી આ ચોર છે એમ જાણીને તથા પોતાની ૧. કુટ્ટિણી એટલે વેશ્યાઓને પોતાના અકુંશમાં રાખનારી સ્ત્રી.