________________
૨-મંગલાચરણ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શ્રીવીરપ્રભુને નમસ્કાર
પણ તમારી પાપરૂપ રજને દૂર કરો. (૩) સર્વ શાસ્ત્રરૂપ ગંગાના પ્રવાહ માટે હિમવંત પર્વત સમાન શ્રીગૌતમસ્વામી વગેરે આચાર્યોના ચરણોને હું ભક્તિથી વંદન કરું છું. (૪) જેની કૃપાથી જીવો શ્રુતરૂપ સમુદ્રના પારને પામે છે તે વિશ્વવંદ્ય શ્રુતદેવીની હું સ્તુતિ કરું છું. (૫) ખરેખર! જેમના પ્રભાવથી મારા જેવો પણ બીજાઓને બોધ આપનારો થયો તે મારા ગુરુને તો હું વિશેષથી વંદન કરું છું. (૬) આ પ્રમાણે નમસ્કાર કરવા લાયક ઉત્તમ જીવોને જેણે નમસ્કાર કર્યો છે અને જેનાં વિઘ્નો દૂર થયાં છે એવો હું શ્રુતના આધારે પ્રસ્તુત અર્થને કહીશ. (૭) અહીં અંતરંગ અર્થથી ગર્ભિત જે કહેવાશે ત્યાં સઘળીય ભાવના ઉપમિતિભવપ્રપંચા ગ્રંથમાં કહેલી જાણવી. (૮)
મૂળગ્રંથના કર્તાનું મંગલાચરણ
અહીં કોઈક ઇષ્ટકાર્યમાં પ્રવૃત્તિ કરનારા શિષ્ટપુરુષો વિઘ્નસમૂહના નાશ માટે અને શિષ્ટપુરુષોના આચાર પાલન માટે ઇષ્ટદેવને નમસ્કાર કરીને પ્રવૃત્તિ કરે છે. આથી શિષ્ટપુરુષોના માર્ગને અનુસરનારા ઉપદેશમાલા પ્રકરણના કર્તા આ ગ્રંથકાર પણ પ્રારંભમાં જ ઇષ્ટદેવના નમસ્કારને કહે છે= કરે છે
सिद्धमकम्ममविग्गहमकलंकमसंगमक्खयं धीरं ।
पणमामि सुगइपच्चलपरमत्थपयासणं वीरं ॥ १ ॥
ગાથાર્થ— સિદ્ધ, અકર્મ, અશરીરી, અકલંક, અસંગ, અક્ષય, ધીર અને સુગતિ આપવા માટે સમર્થ હોય એવા પરમ પદાર્થોને પ્રગટ કરનારા અંતિમ તીર્થાધિપતિ શ્રીવીરભગવાનને હું પ્રણામ કરું છું.
વિશેષાર્થ- સિદ્ધ-સિદ્ધ એટલે જેમનો સમસ્ત કાર્યસમૂહ પૂર્ણ થઈ ગયો છે તેવા, અર્થાત્ હવે જેમને કશું કરવાનું બાકી નથી તેવા.
અકર્મ જગતમાં શિલ્પસિદ્ધ (= શિલ્પકળામાં અત્યંત કુશળ) વગેરે પણ સિદ્ધ હોય છે. શિલ્પસિદ્ધ વગેરે સિદ્ધ અહીં વિક્ષિત નથી એ જણાવવા માટે શ્રીવીરનું ‘અકર્મ’ એવું વિશેષણ મૂક્યું છે. અકર્મ એટલે જેના સર્વ કર્મરૂપ બંધનો તૂટી ગયાં તેવા. શિલ્પસિદ્ધ વગેરે સિદ્ધને કર્મરૂપ બંધનો હોય છે.
અશરીરી– અશરીરી એટલે શરી૨ રહિત. કેટલાકો ઇશ્વર વગેરેને કર્મરહિત માને છે, પણ શરીરવાળા માને છે. અહીં વીર વિભુ તેવા નથી એ જણાવવા માટે શ્રીવીરનું ‘અશરીરી’ એવું વિશેષણ મૂક્યું છે.
૧. ગંગાનદી હિમવંતપર્વતના પદ્મવૃદમાંથી નીકળે છે અને સર્વ શાસ્ત્રો ગણધર ભગવંતોના મુખમાંથી પ્રગટ થાય છે. માટે શાસ્ત્રોને ગંગાનદીની અને ગૌતમસ્વામી વગેરે ગણધરોને હિમવંત પર્વતની ઉપમા આપી છે.