________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૧૭
થઈને સર્વવસ્ત્રો બગલમાં લઈ લીધાં. પછી પોતાના ઘરમાં પ્રવેશતાં તેણે ફરી વસ્ત્રો પહેરી લીધાં. આ ભીના વસ્ત્રવાળા છે એમ સમજીને સત્યભામાએ તેને કહ્યું: (૨૫) બીજાં વસ્ત્રો ગ્રહણ કરો. તેણે કહ્યું: અહો! તું ભોળી છો. મારામાં મહાશક્તિ છે. તેથી વસ્ત્રો ભીંજાતાં નથી. સત્યભામાએ વિચાર્યું: આ ચોક્કસ ખોટું બોલે છે. ખરેખર! આ નગ્ન પાછો આવ્યો છે. તેથી જ હું જાણું છું કે આ કુલીન નથી. અકુલીનના મસ્તકે શિંગડું કે લલાટમાં ધજા હોતી નથી. કિંતુ વિક્રિયાઓમાં વર્તતો(=નહીં કરવા લાયક ક્રિયાઓને કરતો) તે પ્રાયઃ અકુલીન છે એમ જણાય છે. તથા અન્ય સમયે પણ એ ત્યાં ત્યાં બહુવાર વિકારોને(નહીં કરવા યોગ્યને) કરતો હતો. તેથી અકુલીનની સાથે સંગ કરવાથી શું ? કહ્યું છે કે “હે ભાગ્ય! જો તું સો વાર રોષે ભરાયેલો હોય તો પણ અન્યમાં આસક્ત ઉપર પ્રેમ અને અકુલીનોની સાથે સંબંધ ન આપ. ગુસ્સે થયેલો સર્પ, સિંહ કે ખાધેલું વિષ જે દુ:ખ નથી કરતું તે દુઃખ ક્ષણવાર બોલાવાયેલો પણ અકુલમાં ઉત્પન્ન થયેલો જીવ કરે છે. આમ વિચારીને તે બાળા કપિલ પ્રત્યે મંદસ્નેહવાળી થઈ.
હવે ક્યારેક ધરણિજઢ કપિલની પાસે આવ્યો. કપિલે સત્યભામાને કહ્યુંઃ આ મારા પિતા છે. આથી સત્યભામાએ વિચાર્યું: આ સારા આચારવાળા દેખાય છે અને કપિલ અશુભ આચારવાળો છે. તેથી સત્યભામાએ ધરણિજઢને આગ્રહથી પુછ્યું કે કપિલ કોણ છે ? ધરણિજઢે પણ કહ્યું કે આ પાપી દાસીપુત્ર છે. તેને ‘આ અકુલીન છે” એવો નિર્ણય થઈ
ગયો. આથી તે જાણે વજ્રથી મસ્તકમાં હણાઈ હોય તેવી થઈ. હવે તે વ્રતગ્રહણના બહાને કપિલથી પોતાને છોડાવે છે= છોડાવવાનો પ્રયત્ન કરે છે. કપિલ તેને કોઈ પણ રીતે છોડતો નથી. તેથી કંટાળેલી તે રાજાની પાસે ગઈ. વિનંતી કરાયેલા રાજાએ કપિલને બોલાવીને આને છોડી દે એમ કહ્યું. કપિલે કહ્યું: હે દેવ! હું એને નહિ છોડું. કારણ કે એના વિરહમાં હું ક્ષણવાર પણ પ્રાણોને પણ ધારણ કરવા સમર્થ નથી. તેથી શ્રીષેણ રાજાએ તે બ્રાહ્મણીને કહ્યું: તું મારા ઘરે રહે. બીજા અવસરે ફરી પણ કપિલને કહીશ. એ પ્રમાણે થાઓ એમ તે માની ગઈ. અભિનંદિતા આદિ રાણીઓની પાસે રહેલી એ દિવસો પસાર કરવા લાગી. શ્રીષેણ આદિ ચારનું ઝેર ખાઈને મૃત્યુ
આ તરફ તે જ રત્નપુરમાં સઘળી વેશ્યાઓની આભૂષણભૂત, ચોસઠ કલાઓમાં કુશળ, અઢાર `પ્રાચીન ભાષાઓને જાણનારી, એકવીસ રતિગુણોને જાણનારી, પુરુષના બત્રીસ ઉપચારોમાં અધિક કુશળ એવી અનંગસેના નામની વેશ્યા રહેતી હતી, કે જેના વિલાસને પામેલો ઇંદ્ર પણ લાવણ્ય પાશથી બંધાઈને એક ડગલું પણ ચાલતો ન હતો.
૧. સિ=પ્રાચીન.