________________
૩૪૪-ત્રીજાવ્રતમાં દેઢતા વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા હૃદયને નાગદત્તમાં જ મૂકીને તે હૃદયથી શૂન્ય આગળ ગઇ. તે વિચારે છે કે જિનેશ્વરોને વંદન કરવા માટે શું આ કોઈ દેવ અવતર્યો છે? આ ઘટતું નથી. કારણ કે આ નિમેષ સહિત અને ભૂમિચારી છે. રૂપના ઉત્કર્ષથી અને સ્વાભાવિક ગતિથી વિદ્યાધર પણ ન હોય. આ અમૃતથી પૂર્ણ અંગવાળો છે, અને કામદેવ બળી ગયેલા અંગવાળો સંભળાય છે, અર્થાત્ આ કામદેવ પણ નથી. આ આકૃતિમાં બીજાની સંભાવના પણ ઘટતી નથી, અર્થાત્ બધા કરતાં આ અધિક શ્રેષ્ઠ છે. ઇત્યાદિ વિચારતી તે જિનમંદિર સુધી ગઇ. એકાગ્રચિત્તવાળી તે ત્રણ પ્રદક્ષિણા આપીને ઘણાકાળ સુધી જિનેશ્વરોની વિવિધ પ્રકારોથી પૂજા રચે છે= કરે છે. આ તરફ નાગદત્ત પણ ત્યાં જ જિનમંદિરમાં આવ્યો. નાગવસુએ કરેલી વિવિધ રચનાવાળી પૂજા (આંગી) તેણે જોઈ. નાગવસુ પણ પૂજા કરીને પોતાના ઘરે ગઈ. પછી નાગદત્તે મિત્રોને પૂછ્યું: આવી કલાનિપુણ આ કોણ છે? ખુશ થયેલા મિત્રોએ તેનું નામ અને કુલ વિશેષથી કહ્યું. જેવી રીતે લક્ષ્મી વિષ્ણુનું અનુકરણ કરે છે તેવી રીતે આ તારું અનુકરણ છે એમ મિત્રોએ કહ્યું ત્યારે નાગદત્તે કહ્યું. એના પૂજાવિનયથી મારું હૃદય તુષ્ટ થયું છે માટે પૂછું છું, નહિ કે તેના પ્રત્યે અનુરાગ થવાથી. માટે તમોએ જાણેલું અયુક્ત છેઃખોટું છે. ઇત્યાદિ મિત્રોને કહીને ભક્તિથી જિનેશ્વરોને વંદન કરીને ઘરે ગયો. નાગવસુ પણ પોતાના ઘરે પહોંચી ગઈ.
જેવી રીતે રાજાની હાથણીના હૃદયમાં વિંધ્ય પર્વત શલ્ય કરે તેમ લાખો શલ્યોનો નાશ કરનારા અને સૌભાગ્યયુક્ત નાગદત્તે તેના હૃદયમાં શલ્ય કર્યું. (રપ) આવું રૂપ, આવી લીલા, આવી ગતિ, આવું સૌભાગ્ય, તેનું દર્શન સુખ આપનારું છે ઇત્યાદિ વિચારતી તે ક્ષણવાર પણ રતિને પામતી નથી, ભોજન કરતી નથી, સૂતી નથી, વિશેષ કહેવાથી શું? ચેષ્ટાથી મુકાયેલી તે મણિમય પુતળીની જેમ રહે છે. ચંદનરસ, પાણીથી ભિંજાવેલો પંખો, ચંદ્ર અને મોતી ઠંડા હોવા છતાં પ્રિયને યાદ કરતી નાગવસુના શરીરમાં દાહ કરે છે. હવે તે પ્રતિદિન કૃષ્ણપક્ષના ચંદ્રની શોભાની જેમ ક્ષીણ થાય છે. તેથી માતા-પિતા, પરિજન અને સ્વજનવર્ગ ભય પામ્યો. સખીઓ વડે એકાંતમાં રાખીને પૂછાયેલી તે કંઈ પણ કહેતી નથી. અતિ આગ્રહ કર્યો ત્યારે નીસાસા નાખીને કોઈપણ રીતે કહે છે કે મારે એક તરફ કિનારો છે તો બીજી તરફ વાઘ છે. તેથી હું શું કરું? પ્રિયસખીઓ પૂછે છે અને લજ્જા (કહેવા માટે) અધિક રોકે છે. આ પ્રમાણે કહીને ફરી પણ મૌન રહી. તેના ભાવને જાણનાર અમૃતશ્રી નામની પ્રિય સખીએ તે બાળાને કહ્યું: હું, આ જાણ્યું કે સહસ્ત્રાપ્રવન શૂન્ય ઉદ્યાનમાં તે નાગદત્ત ચોરે તારું કંઇક ચોરી લીધું છે. જ્યાં વણિકો જ ચોર બને ત્યાં અમે શું કહીએ? તારે પણ લજ્જાના કારણે આ