________________
૨૮૦સમ્યકત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) પુિદ્ગલપરાવર્તનું સ્વરૂપ મારો પૂર્વે ઉદ્ધાર કર્યો. હે કરુણાસાગર! હમણાં પણ કૃપા કરીને તે કરો કે જેથી મોહરાજાના સુભટોના ભયથી રહિત, સુખને પમાડનાર અને ઉત્તમ તે મોક્ષપુરીમાં હું જલદી જાઉં. તેથી કેવલીએ કહ્યું: તમારા જેવા માટે આ યોગ્ય છે. તેથી જલદી સાધુ-સમુદાયને પ્રાપ્ત કરીને તમે મોક્ષપુરીમાં જાઓ. પછી હર્ષ પામેલા રાજાએ ચંદ્રસેન નામના પોતાના પુત્રને રાજ્ય સંભાળવાની આજ્ઞા કરીને અને ઘણું દાન દઇને, સામંત અને મંત્રી વગેરે લોકોની સાથે તથા અંતઃપુરની સાથે કેવલીની પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. આ પ્રસંગે હર્ષ પામેલા ધનંજય આદિ દેવોએ અને રાજા વગેરે મનુષ્યોએ જિનમંદિરોમાં ચોતરફ મહોત્સવ કર્યો. પછી કેવલીએ બતાવેલા સમ્યગમાર્ગ વડે તે મોહના સર્વ વ્યાપારોથી દૂર રહેલી મોક્ષપુરીમાં ગયા.
આ પ્રમાણે નૃપવિક્રમ ચરિત્ર પૂર્ણ થયું. ગાથામાં નિર્વાવક્ષમાળે એ સ્થળે રહેલા આદિ શબ્દથી સમ્યકત્વમાં સ્થિરતાના પ્રભાવથી દેવોએ પણ જેમની આજ્ઞા પાળી છે તેવા સુલસા વગેરે બીજા પણ આવો જાણવા. [૧૦૩]
હવે સમ્યકત્વના જ ગુણની શ્રેષ્ઠતાને કહે છેअंतोमुहत्तमित्तंपि फासियं जेहिं होज सम्मत्तं । तेसिं अवड्डपोग्गलपरियट्टो चेव संसारो ॥ १०४॥
જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી પણ સમ્યકત્વ મેળવ્યું હોય તે જીવોનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો જ બાકી રહે છે.
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ વિશેષાર્થ – જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી પણ સમ્યકત્વ મેળવ્યું હોય તે જીવો પાછળથી કોઇપણ રીતે તીર્થંકરની આશાતના વગેરે મહાપાપવ્યાપારોમાં પ્રવર્તે તો પણ તેમનો ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ સંસાર બાકી રહે છે. અહીં અર્ધપુદ્ગલ પરાવર્તના ઉપલક્ષણથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ સમજવો, અર્થાત્ અર્ધપુદ્ગલપરાવર્તથી પણ કંઈક ઓછો કાળ સમજવો.
પ્રશ્ન- આ પુદ્ગલપરાવર્તનો શો અર્થ છે?
ઉત્તર- નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવોમાં ભમતો જીવ ચૌદરાજલોકમાં રહેલા સઘળા ય પુગલોને યથાસંભવ લઈને ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મન એ સાત પ્રકારે જ્યારે પરિણમાવે ત્યારે એક પુદ્ગલપરાવર્ત પૂર્ણ થાય, અર્થાત્ આટલો કાળ એક પુદ્ગલપરાવર્ત કાળ છે. આમ કેટલાકો કહે છે. બીજાઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ભેદથી પુગલપરાવર્તના ચાર પ્રકાર છે, અને એ પ્રત્યેક પુદ્ગલપરાવર્તના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર છે, એમ કહે છે. તેમાં જીવ જ્યારે