________________
જ્ઞાનદાન દ્વાર) ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર-૮૯ પણ જીવનથી આ કુમાર જીવો. (અર્થાત્ અમારું આયુષ્ય આ કુમારને પ્રાપ્ત થાય અને એથી કુમાર વધારે સમય સુધી જીવો.) કારણ કે સંકટરૂપ સમુદ્રમાં પડેલા સઘળાય રાજ્યનો તેણે ઉદ્ધાર કર્યો છે. યુવાન સ્ત્રીઓમાંથી કોઈક સ્ત્રીએ કહ્યું: ત્રણે જગતમાં કુમારીને અનુરૂપ અન્ય વરને નહિ પ્રાપ્ત કરતો આ કામદેવ જાતે તેને પરણવા માટે નગરમાં પ્રવેશ કરે છે કે શું? બીજી સ્ત્રીએ કહ્યું: ખરેખર! આ કોઇક દેવ પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટે આવ્યો છે. કારણ કે આ રૂપ વગેરે ગુણસમૂહ દેવ સિવાય બીજાઓમાં ઘટતો નથી. ફરી બીજી સ્ત્રીએ કહ્યું હું તેટલું તો જાણું છું કે કુમારી માટે આ જ વર યોગ્ય છે. પણ દુષ્ટવિધિએ જે કર્યું છે તેને હું બરોબર જાણતી નથી. આ પ્રમાણે વિવિધ વચનોથી નગરની સુંદરીઓથી પ્રશંસા કરાતો અને સર્વલોકોને આનંદ કરતો કુમાર પણ ઘરમાં આવ્યો. પછી રાજાના મહાનું પુરુષોથી બતાવાયેલા મોટા પ્રાસાદોમાં મણિકીરીટ વગેરે રહ્યા. કુમારનું સ્નાન-ભોજન આદિથી સન્માન કરતી વેળાએ રાજાએ કુમારને બંધુમતીને અહીં લઈ આવવા સંબંધી વૃત્તાંત પૂક્યો. કુમારે પણ કહ્યું: હે દેવ! બંધુમતી તમને જ બધું કહેશે. આ સત્પરુષ પોતાનું ચરિત્ર જાતે નહિ કહે એમ વિચારીને રાજાએ કુમારને રજા આપી. કુમાર રાજા વડે જ અપાવાયેલા મહાપ્રાસાદમાં ગયો.
પુરંદરકુમાર પ્રત્યે કામરાગ પ્રગટવાથી બંધુમતીની વિષમસ્થિતિ.
આ બાજુ રાતે 'રાજસભાનું જલદી વિસર્જન કરીને રાજા બંધુમતીની પાસે ગયો. ત્યાં તેણે બંધુમતીને જોઈ. કેવી જોઈ? વ્યાકુલ અંગવાળી, અવ્યવસ્થિત અંગ-ઉપાંગવાળી, વિખરાયેલ વસ્ત્રવાળી, બહારના ભૂમિતલમાં રહેલી, ચંદ્રની ચાંદનીમાં બેઠેલી, ચારે તરફ કમળનાલના તંતુઓથી વીંટળાયેલી, અનેક હાર લતાઓથી આલિંગિત કરાયેલી, જલવર્ષોથી *ભિંજાયેલી, ચંદનરસથી સિંચાતી, પંખાઓથી વીંજાતી, વિવિધ સુંદર કથાઓથી વિનોદ પમાડાતી, હંસરત્ન અને શીતલરત્નોના સમૂહથી ઉદ્વેગ પામતી, કનકપ્રભાવડે મસ્તકમાં ચુંબન કરાતી, સર્વપરિજનથી અંગમર્દન કરાતી. રાજાને આવતા જોઇને ચંપકલતા અને કુસુમશોભા રાજાની સામે ગઈ. રાજાએ પૂછ્યું: આ શું છે? તેમણે કહ્યું: હે દેવ! બંધુમતી આજે આવી. આવતાંની સાથે જ તેણે પોતાનો અપહરણનો અને અહીં લાવવાનો સઘળો વૃત્તાંત કહ્યો. રાજાએ પૂછ્યું. તે વૃત્તાંત કેવો છે? તે વૃત્તાંતને જ હું સાંભળવાને ઇચ્છું છું. તેમણે મણિકિરીટે જે રીતે અપહરણ કર્યું, કુમાર જે રીતે અહીં લઈ આવ્યો, વૈતાદ્યપર્વત ઉપર જે રીતે ગયા તે બધું કહ્યું. પછી રાજાએ કહ્યું હવે આગળની વાત કરો. તેથી તેમણે કહ્યું: હે દેવ! અહીં આવ્યા બાદ બંધુમતીએ સ્નાન અને ભોજન વગેરે કર્યું. ત્યારબાદ ક્ષણવાર ૧. અવસર = રાજસભા. ૨. ૩છાફા = નો અર્થ ઢાંકેલી થાય. પણ તે અર્થ અહીં ઘટતો ન હોવાથી ભાવાર્થ “ભીંજાયેલી” એવો કર્યો છે.