________________
૨૦ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથ ચરિત્ર નૈમિત્તિકનું આગમન એકવાર તે શ્રીવિજય મહારાજા રાજસભાના મહામંડપમાં વિવિધ પ્રકારના મણિસુવર્ણથી નિર્મિત મોટા સિંહાસન પર બેઠો હતો. તેની બન્ને બાજુએ દેવમંત્રીના મતિવૈભવને જિતનારો મંત્રિગણ બેઠો હતો. તેની સામે વિવિધ આભરણોમાં જડેલા શ્રેષ્ઠ રત્નોમાંથી ઉછળતા પ્રભાસમૂહથી દિશાચક્રોને લાલપીળા વર્ણવાળા કરનારી અને રૂપ સોભાગ્યના સમૂહથી દેવસુંદરીઓના માનને ઘટાડનારી વેશ્યાઓનો સમુદાય બેઠો હતો. તેના આગળના ભાગમાં અનેક રચનાઓમાં ( યુદ્ધ રચનાઓમાં) ભારે પરાક્રમ પ્રગટ કરનારા અને સેવા માટે આવેલા રાજાઓનો સમૂહ બેઠો હતો. આ દેવોનો સમૂહ છે એવો ભ્રમ કરનારા ક્રોડ સુભટોથી રાજસભા ખીચોખીચ ભરાયેલી હતી. ઇંદ્ર જેમ દેવસભામાં બેસે તેમ શ્રીવિજય રાજા આ પ્રમાણે રાજસભામાં બેઠો હતો. ત્યારબાદ હાથમાં સુવર્ણદંડને ધારણ કરનારી અને જેના સ્તનપટ્ટ ઉપર હારરૂપ વેલડી ડોલી રહી છે એવી પ્રતિહારી (=દ્વારપાલિકા) ઓચિંતી આવી રાજાને પ્રણામ કરીને આ પ્રમાણે બોલી- મોગરાનું ફૂલ અને ચંદ્ર જેવા શ્વેતવસ્ત્રોને ધારણ કરનાર, અતિશય ઉત્કંઠાવાળો, હાથમાં કોઈક પોથીને રાખનાર, સરસવ અને દુર્વા વનસ્પતિવાળા કપાળના સંયોગથી જેનું કમલરૂપી મસ્તક શોભી રહ્યું છે તેવો નૈમિત્તિક દ્વાર પાસે રહેલો છે. હે દેવ! હવે તે આપના દર્શનની તૃષ્ણાવાળો છે. તેને શો આદેશ છે? આ પ્રમાણે પ્રતિહારીએ કહ્યું એટલે રાજાએ કહ્યું. તેને મોકલ. રાજાની આજ્ઞા થતાં જ પ્રતિહારીએ નૈમિત્તિકને પ્રવેશ કરાવ્યો. નૈમિત્તિકે હમણાં જ જેનું સ્વરૂપ જણાવ્યું છે તેવા રાજાને રાજસભાની મધ્યમાં બેઠેલો જોયો. મહારાજા કેવો છે? (મહારાજા આવો છે) ચંદનના જેવું શ્વેત શરીર છે. પહોળું વક્ષ:સ્થળ હારથી શોભી રહ્યું છે. જાણે કે ઘુમી રહેલા ગંગાપ્રવાહવાળો પ્રત્યક્ષ હિમવંત પર્વત છે. મનોહર શ્રેષ્ઠ રત્નનિર્મિત મોટા કુંડલરૂપ આભૂષણો તેના કપોલતલમાં ત=ગાલમાં) રેખા કરી રહ્યા છે. કાંતિ અને પ્રતાપથી જીતાએલા સૂર્ય અને ચંદ્ર જાણે સેવા કરવા માટે આવેલા ન હોય. મણિનિર્મિત મુગુટ, કડું અને બાજુબંધના વિવિધ અને વિસ્તીર્ણ કિરણોથી જેણે દિશા સમૂહને રંગી દીધો છે. જે દેવોની શ્રેષ્ઠ સૌધર્મ સભાને શોભાવનાર દેવેન્દ્રના જેવો છે.
આ પ્રમાણે રાજાને જોઈને નૈમિત્તિકનું હૃદય હર્ષ-શોકથી વ્યાકુળ થવા લાગ્યું. તે વિચારવા લાગ્યો- આ કેવો નરરત્ન છે! અને તેનો તેવા પ્રકારનો ભાવી પરિણામ કેવો છે! હા ભાગ્ય! હું માનું છું કે વિરુદ્ધ કરવું એ જ તારી પ્રતિજ્ઞા છે. આ પ્રમાણે વિચારી રાજાએ જેનો યથાયોગ્ય આદર કર્યો છે એવો તે યોગ્ય સ્થાને બેઠો. પછી બે હાથ જોડી રાજાએ કહ્યું: તમારું સ્વાગત કરું છું. તમે કુશળ છો ને? નૈમિત્તિકે કહ્યુંઃ આપના દર્શનથી
૧
નય = કપાળ. પ્રાકૃતમાં રાન્ ધાતુનો સદ્ આદેશ થાય છે. સદંત = શોભી રહેલું.