________________
ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ત્રીજાઅણુવ્રતનું સ્વરૂપ-૨૯૯
પીડા કરનારું હોય” (સંબોધ પ્રકરણ શ્રાવક વ્રતાધિકાર ગાથા-૧૬) ઇત્યાદિ વચન છે. આથી કથંચિત્ ભંગ થવાથી અને કથંચિદ્ અભંગ રહેવાથી સ્વદારમંત્ર ભેદ અતિચાર છે.
મૃષોપદેશ– મૃષા એટલે અસત્ય. અસત્યનો ઉપદેશ તે મૃષોપદેશ. અર્થાત્ આ વિગતને તું આમ આમ બોલ એમ અસત્ય કહેવાનું શિખવાડવું મૃષોપદેશ. અહીં વ્રતરક્ષણમાં અપેક્ષારહિત બની જવાથી અનુપયોગ આદિથી બીજાને મૃષોપદેશ આપનારને અતિચાર લાગે.
ફૂટલેખકરણ– ખોટા અર્થના સૂચક અક્ષરોનું લખાણ કરવું તે ફૂટલેખકરણ. અહીં પણ મેં અસત્ય બોલવાનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, આ તો લખાણ છે, એવી ભાવનાથી વ્રતસાપેક્ષ મંદબુદ્ધિવાળા જીવને અતિચાર લાગે, એમ વિચારવું. અથવા બીજી રીતે અનુપયોગ આદિ કારણોથી અતિચાર લાગે એમ વિચારવું.
સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
અતિચારસહિત બીજું અણુવ્રત કહ્યું. હવે સ્થૂલ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજું વ્રત કહેવામાં આવે છે
અહીં સ્થૂલ શબ્દથી જે વસ્તુ ચોરીનો આરોપ આવવાના કારણ તરીકે પ્રસિદ્ધ હોય તેવી કાષ્ઠ, નીરણ અને ધાન્ય વગેરે વસ્તુઓ સમજવી, કાન ખોતરવાની સળી વગેરે નહિ. અદત્ત એટલે નહિ આપેલું. આદાન એટલે લેવું. નહિ આપેલી બીજાની સ્થૂલ વસ્તુ લેવી તે સ્થૂલ અદત્તાદાન. તેનું વિરમણ એટલે સ્થૂલ અદત્તાદાન વિરમણ. આ વ્રતનો સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ વિષય હોવાથી આ વ્રત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે સચિત્ત અદત્તાદાન વિરમણ, અચિત્ત અદત્તાદાન વિરમણ અને મિશ્ર અદત્તાદાન વિરમણ. અહીં પણ પાંચ અતિચારોનો ત્યાગ કરવો. તે આ પ્રમાણેતેનાહત, તસ્કરપ્રયોગ, વિરુદ્ધરાજ્યાતિક્રમ, ફૂટતૂલાફૂટમાનકરણ અને તદ્ઘતિરૂપવ્યવહાર.
સ્તનાહત– સ્તન એટલે ચોર. આહૃત એટલે લાવેલ. ચોરે ચોરી કરીને લાવેલી કેશર વગેરે વસ્તુ સ્તેનાહત છે. લોભદોષથી ચોરાયેલી વસ્તુને ખરીદીને ગ્રહણ કરતો મનુષ્ય ચોર કહેવાય છે. કહ્યું છે કે-ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચોરીની સલાહ-સૂચના આપવા આદિથી ચોરીની મંત્રણા કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેનાર, ચોરને ભોજન આપનાર, ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર છે.''
૧. નીરણ=પશુઓને ખવડાવવાનું ઘાસ.